________________
ઉપસંહાર
રાગ મેળવે છે. તે કેવી રીતે?; ઘાતી તથા અઘાતી કર્મનાં સ્વરૂપ; અઘાતી કર્મનો ક્ષય કરવાની રીત; સિદ્ધભૂમિમાં જવા માટે સિદ્ધપ્રભુ સાથેનાં ઋણાનુબંધની જરૂરિયાત; આજ્ઞાનો ધુવબંધ, પૂર્ણ આજ્ઞાનો ધુવબંધ, પૂર્ણ આજ્ઞાનો શુક્લબંધ; આજ્ઞામાં પાંચ સમવાયની અગુરુલઘુતા, પૂર્ણ કલંકરહિત અડોલ દશાનું સ્વરૂપ; સિદ્ધપ્રભુનાં પરમાણુઓ; જીવને વિકાસ સાથે પ્રાપ્ત થતાં આજ્ઞા કવચ; અપૂર્વ અવસર કાવ્યમાં પ્રકાશિત થયેલું સિધ્ધપદને પ્રાપ્ત કરવાનું ધ્યેય, તે માટેનો કરવા ધારેલો અપૂર્વ પુરુષાર્થ, પુરુષાર્થ વધતાં પ્રાપ્ત થતાં વિવિધ પ્રકારનાં આજ્ઞાકવચ, તેનાથી મળતો આજ્ઞારસ વગેરે વિશેની ગુપ્ત સમજણ પ્રભુએ મને ચિ. નેહલના સાથથી આપી, અને એ બધાનું વિવરણ ઈ.સ.૨૦૦૮ના વિષય “પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશામાં મારી પાસે લખાવ્યું. લાખો વંદન છે પ્રભુની આ ઊંડાણનાં ભેદરહસ્યો આપવાની તથા સમજાવવાની કૃપાને.
આ બધી સમજણના આધારે લખાણ કરવા પૂર્વે આ પ્રકારની વિચારણા મારામાં રમતી થઈ હતી. અત્યાર સુધીનાં છેલ્લાં કેટલાંક વર્ષોનાં પર્યુષણ પર્વમાં પ્રભુની આજ્ઞામાં રહેવાનું મહાસ્ય જુદી જુદી રીતે પ્રભુની અસીમ કૃપાથી મારાથી વિચારાયું હતું. એ આજ્ઞાનું પાલન પૂર્ણતાએ કરવાથી કેવી કલંકરહિત અડોલ દશાની પ્રાપ્તિ થાય છે તેની જાણકારી હોય તો જ ‘પૂર્ણ આજ્ઞાસિદ્ધિ'નો પાર પામી શકાય. જીવને સમજાય ત્યારથી પ્રાર્થના, ક્ષમાપના, મંત્રસ્મરણ અને સત્સંગના આધારથી તેનો આજ્ઞાધીન થવાનો પુરુષાર્થ વધતો જાય છે; તેનાં ફળરૂપે જ્યારે તે જીવ છઠ્ઠા ગુણસ્થાને આવે છે ત્યારે તેનાં મન, વચન તથા કાયા ત્રણે એકસાથે એક સમય માટે પૂર્ણ આજ્ઞાધીન થાય છે; અને બીજા સમયથી તે ત્રણમાંથી એક અથવા બે તો આજ્ઞાધીન રહે જ છે. અહીંથી આજ્ઞામાર્ગની શરૂઆત થાય છે. અને તેનું ઉત્કૃષ્ટ સ્વરૂપ ત્યારે પ્રગટ થાય છે, જ્યારે જીવમાં આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞાભરિત તપનું યોગ્ય સંમેલન થાય છે, અને તેમાંથી ઉપજતા મહાસંવર માર્ગની મહાસંવરતા તેને સ્પષ્ટપણે અનુભવાય છે. એ વખતે આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપ એકબીજામાં એવાં એકમેક થઈ જાય છે કે એ દશાએ બંનેને
૩૦૭