________________
શ્રી કેવળીપ્રભુનો સાથ
મંગલપણાનાં સાનિધ્યનો અનુભવ મળે છે. આ મંગલપણામાં જીવનો વિકાસ થતાં ક્રમે ક્રમે ધર્મનું સનાતનપણું ઉમેરાતું જાય છે, અને જ્યારે જીવ પ્રતિપત્તિ પૂજામાં લીન થાય છે ત્યારે તેને ધર્મનાં સનાતનપણાનું સાચું સાનિધ્ય અનુભવાય છે, અને જીવ આનંદઘન પદનો ભોક્તા થાય છે.
ઇત્યાદિક બહુ ભંગ ત્રિભંગી, ચમત્કાર ચિત્ત દેતી,
અરિજ કારી, ચિત્રવિચિત્રા
આનંદઘન પદ લેતી, શીતલ જિન. (૧૦)
દશમા શ્રી શીતલનાથ જિન સ્તવનમાં આનંદઘનજી મહારાજે પ્રભુમાં જણાતા અનેક વિરોધી ગુણો સ્યાદ્વાદશૈલીથી કેવું સમાધાન પામે છે તે વર્ણવ્યું છે. અને એ દ્વારા એકાંત ર્દષ્ટિ સેવવાથી જીવને કેવી મુંઝવણ અનુભવવી પડે તે સ્પષ્ટ કર્યું છે. આમ જીવ જો શરૂઆતથી જ સ્યાદવાદશૈલી સ્વીકારે અર્થાત્ અનેકાંત દૃષ્ટિનો આશ્રય કરે તો તેની સમજણ ખૂબ જ સ્પષ્ટ થઈ જાય છે, અને ભોગવવી પડતી અનેક મુશ્કેલીઓથી બચી જાય છે. સ્યાદવાદશૈલી કે અનેકાંત દૃષ્ટિ એટલે જે વસ્તુ જે અપેક્ષાએ જેમ છે તે અપેક્ષાએ તેમ સમજવી. માત્ર એક જ અપેક્ષાનો સ્વીકાર ન કરતાં જુદી જુદી અપેક્ષાથી પદાર્થનો વિચાર કરવો તે અનેકાંત દૃષ્ટિ. એકાંત દૃષ્ટિમાં જવાથી અન્ય અપેક્ષાએ જે સત્ય હોય તેનો નકાર થાય છે, અને જીવનાં જ્ઞાનની ખીલવણીમાં બાધા ઉત્પન્ન થાય છે. અહીં વિવિધ રીતે વિરોધી લાગતા ગુણો જુદી જુદી અપેક્ષાએ યથાર્થ જણાય છે તે સમજાવી, આ સ્તવનની અંતિમ કડીમાં તેમણે કહ્યું છે કે આવા બીજા પણ ઘણા ભાંગાવાળી ત્રિભંગીઓ જીવનાં મનમાં ચમત્કાર ઉત્પન્ન કરે છે. તે વિવિધતાવાળી અને ચિત્રવિચિત્ર હોવાથી આશ્ચર્યકારક લાગે છે, પરંતુ તેનું સમાધાનકારક સ્યાદ્વાદશાન મોક્ષ મેળવવા માટે ખૂબ ઉપયોગી હોવાથી તે ત્રિભંગીઓનું સમાધાન મોક્ષ આપનાર થાય છે.
૨૦૭