________________
કેવળી પ્રભુનો સાથ
સમતા, વીતરાગતા આદિ ગુણોને ઓળખવા લાગે છે, અને કેવળીગમ્ય પ્રદેશો પ્રતિ અહોભાવ ધરાવતા થાય છે. આ પ્રક્રિયા એ જીવથી કરાતી અંગપૂજારૂપ છે. શ્રી પ્રભુનાં અંગોને ભાવથી પૂજવા તે અંગપૂજા છે. એ જ રીતે શુધ્ધ પ્રદેશોના ગુણોને ઓળખી તે પ્રતિ અહોભાવ ધરાવતા થવું તે આંતરિક અંગપૂજા છે. પ્રભુ પ્રતિના ભાવ વધ્યા પછી પોતાના અહોભાવના પ્રતિકરૂપ ધૂપ, દીપ, અગરબત્તી, ફળ, ફૂલ આદિ પ્રભુ સમક્ષ ધરાવી, એ પદાર્થોના ઉત્તમ ગુણો પોતામાં આવે એવી ભાવના ભાવી જીવ પ્રભુની અઝપૂજા કરે છે. આ પ્રમાણે જીવના અશુધ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોના જે ગુણો ઓળખાયા છે તે પોતામાં ક્રમે કરીને પ્રવેશતા જાય, અને વિશેષ વિશેષ ગુણોની ઓળખ થતી જાય તેવી ભાવના ભાવી મિથ્યાત્વ આદિ દોષોને અલ્પ કરતા જઈ અગપૂજા કરે છે. એથી આગળ વધે ત્યારે જીવને બાહ્ય અવલંબનની જરૂરિયાત ઓછી થાય છે તેથી તે સ્તુતિ, સ્તવન આદિ દ્વારા મનથી પ્રભુના ગુણોને તવી ભાવ પૂજા કરે છે. આ રીતને અનુસરી અશુધ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોની આજ્ઞામાં રહેવાના ભાવ કરી, આજ્ઞામાં રહેવાનો સ્તુત્ય પ્રયત્ન કરી, સ્વચ્છંદને ત્યાગતા જઈ ભાવપૂજા આંતરિક રીતે આદરે છે, અને વધારતા જાય છે. અંતમાં જીવ બધાં જ અવલંબનથી પર બની ૧૧, ૧૨ અને ૧૩માં ગુણસ્થાને પ્રતિપત્તિ પૂજા કરે છે, જ્યાં તે પ્રભુની આજ્ઞાનું યથાર્થપણે, એક સમયના પણ સ્વચ્છંદ વિના પાલન કરે છે. આ પ્રકારથી અશુધ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોની પૂજામાં એકાકાર થઈ જાય છે, અન્ય વિચારાત્મક અવલંબનમાં જતા નથી, અને તેથી બાહ્ય તથા આંતર પૂજાનો ભેદ વિલિન થઈ જાય છે. આ હેતુ સ્પષ્ટ કરતાં શ્રી આનંદઘનજી મહારાજ આ સ્તવનની છેલ્લી કડીમાં કહે છે કે પૂજાના આવા વિવિધ ભેદો સાંભળીને, જે એક એકથી ચડિયાતી પૂજા કરતા થાય છે તે ભવ્ય જીવ છેવટમાં આનંદઘનપદ – મોક્ષ મેળવે છે.
જીવ શ્રી સર્વજ્ઞ વીતરાગ પ્રભુની પૂજા ચાર પ્રકારે કરે છે, અને તે દ્વારા તે ઉત્તરોત્તર પોતાના આત્માના ગુણો ખીલવતો જાય છે, તેમાંથી તેને ધર્મનાં
૨૬