________________
શ્રી કેવળીપ્રભુનો સાથ
પ્રભુના પ્રદેશોનાં જોડકાં તો બને જ છે, પણ જીવના પ્રદેશોની આજ્ઞાધીનતા ન હોવાને કારણે કે પાંચ સમવાયનું સમપણું ન થયું હોવાના કારણે ૐનાદ તથા ૐધ્વનિ પ્રગટતા નથી. અને કાર્ય અધૂરું રહે છે. ફરીથી યોગ આવતાં આ પ્રક્રિયા થાય છે, તે વખતે પણ અધૂરપ રહે તો ફરી ફેરો કરવાનો રહે છે. તેથી તો પ્રભુએ કહ્યું છે કે જીવ અનંતવાર ગ્રંથિભેદ સુધી આવી પાછો વળ્યો હોય છે. કેવળીગમ્ય પ્રદેશની પ્રાપ્તિ થતાં મુખ્ય ગ્રંથિભેદ થાય છે. આટલી પ્રક્રિયા થયા પછી શ્રી તીર્થંકર પ્રભુના એ સોળ પ્રદેશો તેમના પોતાના આત્મામાં સમાઈ જાય છે, અને કેવળીગમ્ય પ્રદેશો સિવાયના આઠ પ્રદેશો એમના અસંખ્ય અન્ય પ્રદેશોમાં (તેમની સાથે સમાન સ્થિતિ હોવાના કારણે) એ જાણકારીને પોતાનાં અનંતવીર્યના સાથથી પ્રસરાવે છે. શ્રી તીર્થંકર પ્રભુ એમનો આ અનુભવ દેશના વખતે ૐનાદ દ્વારા પર્ષદામાં શ્રી કેવળ પ્રભુને અનુભવ તથા ધૃતરૂપે દાન આપે છે, અને કેવળીપ્રભુએ આપેલા દેશના વખતના સાથથી લીધેલા ઋણથી મુક્ત થાય છે. આ પ્રમાણે શ્રી તીર્થકર પ્રભુ “જગતપિતા’ના બિરુદને સાર્થક કરી નમસ્કારમંત્રમાં અગ્રસ્થાન ગ્રહણ કરે છે.
આવી પ્રક્રિયા શ્રી તીર્થંકર પ્રભુ દ્વારા અનેક વખત થાય છે, જેનાથી અનુભવશ્રુત અનુભવજ્ઞાન રૂપે કેવળીગમ્ય પ્રદેશમાંથી અન્ય શુધ્ધ પ્રદેશોને પ્રાપ્ત થાય છે. તેની સાથોસાથ દેશનાના દાનરૂપ આ જ્ઞાનની લહાણી થતી હોવાથી, જે અનુભવ વીર્યની જરૂરિયાત ઊભી થાય છે તે અન્ય જીવોના કેવળીગમ્ય પ્રદેશોની ઉત્પત્તિ વખતે શ્રી તીર્થંકરપ્રભુ મેળવી લે છે. આમ થવાનું બીજું કારણ એ પણ છે કે શ્રી તીર્થંકર પ્રભુનું યોગ સાથેનું જોડાણ જુદી જુદી ભૂમિકાનું હોય છે, કોઈ બે સમયના અંતરે, કોઈ ત્રણ સમયના આંતરે તો કોઈ એથી વિશેષ સમયના આંતરે યોગ સાથે જોડાતા હોય છે. આ બધી અલગ અલગ ભૂમિકામાંથી પસાર થઈ આઠ સમય સુધી યોગથી જુદા રહેવાની સ્થિતિ સુધી પહોંચવા માટે, વિભિન્ન સમવાયની જરૂરિયાતનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ પ્રક્રિયા પ્રભુ તરફથી વારંવાર થતી હોય છે. આ પરથી લક્ષ થશે કે કેવળ પ્રભુના સાથથી શ્રી તીર્થંકર
૧૮૩