________________
ઉપસંહાર
મધ્યમ તો કોઈ તીવ્ર પુરુષાર્થથી વર્તે છે. કોઈ ઉત્તમ જીવનાં શરણે રહી કાર્ય કરે છે, કોઈ મધ્યમ પુરુષાર્થી ગુરુના આશ્રયે વર્તે છે, તો કોઈને મંદ પુરુષાર્થી ગુરુ પ્રાપ્ત થયા હોય છે. આમ અનેક પ્રકારની પુરુષાર્થની તરતમતાને કારણે જીવને ફળ પણ અનેક પ્રકારની તરતમતાવાળું મળતું હોય છે. જે જીવ ઉત્તમ ગુરુનાં સાનિધ્યમાં ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરે છે તેને ઉત્કૃષ્ટ સિદ્ધિ મળે છે, અને જે જીવ એ જ ગુરુના આશ્રયે મંદ પુરુષાર્થથી વર્તે છે તો તેની સિદ્ધિ મધ્યમ રહે છે. મંદ પુરુષાર્થી ગુરુના આશ્રયે જીવ ઉત્તમ પુરુષાર્થ કરે તો મધ્યમ સિદ્ધિ મળે છે, અને તેવા ગુરુના આશ્રયે જીવ મંદ પુરુષાર્થ કરે તો તેને સામાન્ય સિદ્ધિ જ પ્રાપ્ત થાય છે.
આમ ઈ.સ. ૨૦૦૬ના વિષય ‘સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ'નું હાર્દ આ પ્રમાણે સમજાયું હતું. જીવનો પુરુષાર્થ જેટલો ઉત્તમ પ્રકારે થાય છે તેટલા ઉત્તમ પ્રકારની સિદ્ધિ જીવને મળે છે. આ વિષયમાં પ્રભુઆજ્ઞાથી અને કૃપાથી આ મુદ્દાઓ આવરી લેવા અમે પ્રયત્ન કર્યો હતો. જીવનું અભિસંધીજ તથા અનભિસંધીજ વીર્ય, આત્મિક શુદ્ધિ કરવા માટેના આઠ માર્ગ, આઠમાંના પહેલા ચાર માર્ગ અસંજ્ઞી જીવ આદરી શકે છે, બાકીના ચાર માત્ર સંજ્ઞી જ આદરી શકે; સંજ્ઞાના સદુપયોગથી આવતી સિદ્ધિઓ, ભક્તિમાર્ગની શ્રેષ્ઠતા; વીતરાગનો બોધ; તે બોધ ગ્રહણ કરવા માટે જોઈતી પાત્રતા; પૂર્ણ આજ્ઞાધીન અને અપૂર્ણ આજ્ઞાધીન જીવની કર્મક્ષય કરવાની પ્રવૃત્તિનો ભેદ; આત્મિક શુદ્ધિ અને સર્વોત્કૃષ્ટ શુદ્ધિનો માર્ગ, બે વચ્ચેનો તફાવત, આહાર, વિહાર, નિહારની ક્રિયા; સંજ્ઞી જીવનું આઠે માર્ગનું આરાધન આદિ.
ઈ.સ.૨૦૦૫ની સંવત્સરીના દિવસે પૂર્વે કરેલી નોંધો વ્યવસ્થિત કરવાની મને આજ્ઞા આવી. એ કાર્ય બીજા જ દિવસથી શરૂ કર્યું. ૨૦૦૬ના પર્યુષણની તૈયારી તો થઈ ગઈ હતી. એટલે આખું વર્ષ નોંધો વાંચી, વિચારી પુનઃ લખાણ કરવામાં પસાર કર્યું. વચમાં વચમાં ઈ.સ. ૨૦૦૭ના વિષય ‘ૐ ગમય આણાયું, આણાય ગમય ૐૐ'ની તૈયારી શ્રી પ્રભુ ચિ. નેહલના સાથે સાથે મારી પાસે
૩૦૧