________________
કેવળી પ્રભુનો સાથ
કરાવતા જતા હતા. અને તેનું લખાણ પણ ૨૦૦૫ના ડીસેંબર માસમાં પૂરું કરાવ્યું હતું. એટલે પૂર્વની નોંધો મઠારવાનો ઠીક ઠીક સમય મને મળ્યો હતો. આ રીતે ઇ.સ.૨૦૦૩થી મારે આખું વર્ષ આરાધન કરી આત્મિક શુદ્ધિ તથા સિદ્ધિ વધારવા માટેનો પુરુષાર્થ કરવાનો હતો, કે જેથી ગ્રંથરચના માટેની યોગ્ય પાત્રતા તૈયાર થતી જાય.
‘ૐ ગમય આણાય, આણાય ગમય ૐ' વિષય મને મુશ્કેલ લાગ્યો હતો, છતાં રસપ્રદ પણ એટલો જ જણાયો હતો. તેમાં વ્યવસ્થિત થવા માટે મને નેહલનો વધારે સાથ મળ્યો હતો. આ પર્યુષણનું લખાણ કરતી વખતે ને પ્રાર્થના કરી હતી, એ ઉપરાંત માં પંચપરમેષ્ટિ કેવી રીતે સમાય છે, આજ્ઞા એટલે શું, સંજ્ઞાનું કાર્ય શું છે, બંનેને એકમાર્ગી રાખવાથી જીવને શું ફાયદા થાય, ૐનાં પરમાણુની રચના, તેની વિશેષતા, છદ્મસ્થ પરમેષ્ટિનાં આજ્ઞારસ તથા પરમાણુઓનું કાર્ય, પૂર્ણાતિપૂર્ણ આશા, આ આજ્ઞા જીવ કેવી રીતે પાળે, પંચપરમેષ્ટિ પરમાણુઓનું બંધારણ, તે માટે તીર્થંકર પ્રભુનો પુરુષાર્થ, આ પરમાણુઓમાં ધર્મનાં સનાતનપણાનો તથા મંગલપણાનો સમાવેશ, સાધુસાધ્વી, ઉપાધ્યાયજી, આચાર્યજી, ગણધરજી પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ પરમાણુઓ, પૂર્ણ પરમેષ્ટિ તથા છદ્મસ્થ પરમેષ્ટિના પુરુષાર્થનો તફાવત વગેરેની સમજણ લેવા માટે પ્રાર્થના, ક્ષમાપના તથા સ્મરણનો ખૂબ ખૂબ સાથ લીધો હતો. કેમકે
આ વિષયની જાણકારી મને તથા નેહલને નહિવત્ જ હતી. છતાં પ્રભુકૃપાથી સંતોષજનક કાર્ય થતું હતું. આ વિષય સમજાવતી વખતે પ્રભુકૃપાથી મને ખૂબ સરળતા રહી હતી. સમજતી વખતે અને લખતી વખતે આ વિષય જેટલો કઠિન લાગ્યો હતો, તેના કરતાં સમજાવતી વખતે સરળ લાગ્યો હતો. એમાં પ્રભુની કૃપા તો એવી હતી કે બધાંને સાંભળવામાં ખૂબ આનંદ આવ્યો હતો. એટલું જ નહિ પણ વિષય પણ એટલો જ સરળ લાગ્યો હતો. ઈ.સ.૨૦૦૩થી પર્યુષણમાં એવા અનુભવ થતા હતા કે મને જેટલી વિષયની કઠણાઈ લાગતી હતી તેટલું જ સહેલાપણું અને સરળતા સાંભળનારને લાગતાં હતાં. વળી આ પર્યુષણથી
૩૦૨