________________
કેવળી પ્રભુનો સાથ
થાય તે હેતુથી આટલા બધા ખુલાસા સાથે ભેદરહસ્યો રજૂ કરવાની આજ્ઞા મને મળી છે એમ હું માનું છું. પ્રભુની આ અપરંપાર કૃપાને મારા સમય સમયના વંદન હોજો, ચિ. નેહલના પણ તેમને કોટિ કોટિ વંદન હોજો.
ઈ.સ. ૨૦૦૫ના પર્યુષણ સુધી મને ખ્યાલ ન હતો કે આ વર્ષમાં છૂટા છવાયા થયેલા લખાણને મારે મઠારવાનું છે અને તે પછી ગ્રંથ માટે લખાણ શરૂ કરવાનું છે. પરંતુ પ્રભુનાં લક્ષમાં તો બધું જ હોય ને! ગ્રંથનાં લખાણ માટે તો ઘણો સમય ફાળવવો પડે, તો પર્યુષણની તૈયારી ક્યારે કરવી? આ મુંઝવણ ઊભી ન થાય તેટલા માટે ગ્રંથનું લખાણ કરવાનો સમય આવે તે પહેલાં જ ઈ.સ. ૨૦૧૦ સુધીના વિષયો મને ૨૦૦૫ના પર્યુષણ પહેલા આપી દીધા હતા. તેની સાથે સાથે અમુક અમુક અનુભવ કરાવી, પર્યુષણની તૈયારી કરાવતા જતા હતા.
પ્રભુએ ઈ.સ. ૨૦૦૫ તથા ૨૦O૬ના વિષયોની તૈયારી નેહલનો સાથ અપાવી ૨૦૦૫ના પર્યુષણ પહેલાં જ કરાવી દીધી હતી. “આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ' એ વિષયનું હાર્દ હતું – આત્મા જેમ જેમ કર્યભાર ઉતારતો જાય છે, તેમ તેમ તેને વ્યવહાર તથા પરમાર્થે સિદ્ધિઓ પ્રગટતી જાય છે. તેમાં આજ્ઞાનું મહાભ્ય; પૂર્ણ અને અપૂર્ણ આજ્ઞા, રુચક પ્રદેશની પ્રાપ્તિ; જીવનું ઇતર નિગોદમાં આવવું; ત્રસનાડીની બહાર ફેંકાયેલા જીવનો પુન:પ્રવેશ; ઇન્દ્રિયોનો સંજ્ઞીપણા સુધીનો વિકાસ; સંતવૃત્તિસ્પર્શ કરતી વખતે થતી પ્રક્રિયા; કેવળીગમ્ય પ્રદેશની પ્રાપ્તિ; ઉપશમ, ક્ષયોપશમ તથા ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ, તે મેળવવા માટેના ભક્તિ, યોગ, ક્રિયા તથા જ્ઞાનમાર્ગના લાભાલાભ; છઠ્ઠા સાતમા ગુણસ્થાને જવાથી આવતી સિદ્ધિઓ; ક્ષેપક શ્રેણિ; કેવળી સમુદ્રઘાત; ૧૪મું ગુણસ્થાન, સિદ્ધભૂમિમાં ગમન ઈત્યાદિ વિશેની વિચારણા લીધી હતી.
જીવ કોઈ પણ પુરુષાર્થ કરે છે ત્યારે તેમાં ઘણા પ્રકારે તરતમપણું રહેલું હોય છે. કોઈ જીવ સમ્યક્ત્વ મેળવવા માટે પુરુષાર્થ કરતો હોય તો તેનો પુરુષાર્થ ઘણી તરતમતાવાળો હોઈ શકે છે. કોઈ જીવ મંદ પુરુષાર્થથી કામ કરે છે, કોઈ
૩00