________________
કેવળી પ્રભુનો સાથ
ટાંકા કાઢયા પછી એક મહિને જ્યારે હું ડોકટરને બતાવવા ગઈ, ત્યારે મારા મનમાં ઘૂંટાતો પ્રશ્ન મેં ડોકટરને પૂછયો. મેં તેમને સ્વાભાવિક રીતે જ પૂછયું કે ઓપરેશન આટલો લાંબો ગાળો ચાલવાનું કારણ શું હતું? તેમણે મને જણાવ્યું કે તમારા ખભાનાં મસલ્સમાં એટલી બધી ખરાબી હતી કે એકીસાથે બધું કામ થઈ શકશે નહિ એમ મને લાગતું હતું. તેથી મેં બે ભાગમાં ઓપરેશન કરવા વિચાર્યું હતું. તેથી મેં ઓપરેશનનો કાળ નાનો જણાવ્યો હતો. પરંતુ જ્યારે ઓપરેશનનું કાર્ય અડધું પૂરું થયું ત્યારે મને સમજાયું કે તમારાં બી.પી., પલ્સ, આદિ એટલાં બધાં સહજ હતાં કે તમારું શરીર ઓપરેશનનો વિશેષ ભાર જરૂર ખમી જશે. આથી એક જ વખતમાં બધું સાંધવાનું કાર્ય કરી લેવા મેં નક્કી કર્યું. પરિણામે ઓપરેશનનો સમય બમણો થઈ ગયો હતો. પરંતુ તમારે ઓપરેશનનાં દુ:ખમાંથી બે વખત પસાર થવાનું મટી ગયું. આ જાણીને મને શ્રીપ્રભુની અવર્ણનીય કૃપાનો ખ્યાલ આવ્યો અને આભારભાવથી મસ્તક ઝૂકી ગયું.
ઓપરેશન પછી થોડો વખત મારાથી લખવાનું બની શકશે નહિ એમ લક્ષ હતો. તેથી કેટલાંક વધારે પાનાં મે આગોતરા લખી લીધાં હતાં. લગભગ દોઢ મહિના સુધી મારાથી લખવાનું બની શકયું નહિ, પણ પછીથી દુ:ખતા હાથેથી લખવાનું શરૂ કર્યું, અને થોડા જ દિવસમાં રોજના પાંચ પાનાં લખવાની શરૂ થઈ ગયા. થોડા વખતમાં પાનાનાં ગણતરીની ખોટ પૂરી થઈ ગઈ; અને રોજનાં પાંચ પાનાંનો હિસાબ પૂરો થયો. આ અનુભવથી આપને લક્ષ આવ્યો હશે કે મારા પર પ્રભુની કૃપા કેવી અદ્ભુત રીતે વરસતી હતી. ઓપરેશન પછી લગભગ બે મહિનામાં જ મારો જમણો હાથ પૂર્વવત્ કામ કરતો થયો હતો, પરંતુ પ્રત્યેક હલનચલનની ક્રિયામાં સારો એવો દુ:ખાવો થતો હતો. આ દુ:ખાવો ઓછો કરવા ખભામાં ઇજેકશનો ડોકટરે આપ્યા હતા પણ તેમના કહેવા પ્રમાણે દુઃખાવો મટવા માટે લાંબા સમય સુધી મારે ધીરજ રાખવાની હતી. આ સમયગાળા દરમ્યાન કસરત કરવાની, ગુરુવારનું વાંચન કરવાની, શુક્રવારે સમૂહમાં સામાયિક કરવાની
xviii