________________
કેવળી પ્રભુનો સાથ
માટે કેવળીગમ્ય પ્રદેશ પાસે મોકલે છે. કેવળીગમ્ય પ્રદેશો એ સ્કંધમાંથી પોતાને યોગ્ય એવા સિદ્ધપર્યાયના ગુણો શ્રી પંચપરમેષ્ટિની અરૂપી આજ્ઞા દ્વારા ગ્રહણ કરે છે. આ આજ્ઞારસ ગ્રહણ થવાથી, કેવળીગમ્ય પ્રદેશો પોતાના યોગ સાથેના જોડાણને ક્ષીણ કરવા, સુખબુદ્ધિના ત્યાગ અર્થે અતિંદ્રિય ગુણો સિદ્ધપર્યાયના અનુભવથી થનગની ગ્રહણ કરે છે. એ કેવળીગમ્ય પ્રદેશો કલ્યાણનાં પરમાણુનાં જોરથી ઋણની અપૂર્વ મુક્તિ કરવા એ અરૂપી આજ્ઞારસનો શ્રી પંચપરમેષ્ટિ પ્રભુની આજ્ઞાથી વિસ્ફોટ કરે છે. આ વિસ્ફોટ પણ અપૂર્વ રીતે થાય છે. આપણે તે સમજવા પુરુષાર્થ કરીએ.
આજ્ઞારસના મિશ્રણમાં અમુકભાગ સાધુસાધ્વીના રસનો હોય છે, અમુક ભાગ ઉપાધ્યાયજીના રસનો હોય છે, અમુકભાગ આચાર્યજીના રસનો હોય છે, અમુકભાગ ગણધરજીના રસનો હોય છે, અમુકભાગ શ્રી કેવળી ભગવંત અને શ્રી અરિહંતનો હોય છે અને અમુકભાગ શ્રી સિદ્ધભગવંતના રસનો હોય છે. વળી, જીવના જે અશુધ્ધ પ્રદેશો હોય છે તે પણ પોતાની શુદ્ધિ તથા પુરુષાર્થની અપેક્ષાએ જુદી જુદી કક્ષાના હોય છે. કેટલાક પ્રદેશો શ્રાવકશ્રાવિકા સમાન, કેટલાક પ્રદેશો સાધુસાધ્વીની કક્ષા સમાન હોય છે. એ જ રીતે કેટલાક પ્રદેશો ઉપાધ્યાય સમાન, આચાર્ય સમાન, તથા ગણધર સમાન હોય છે. જ્યારે જીવ અરૂપી પરમેષ્ટિની આજ્ઞાથી પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણ કરે છે ત્યારે, ‘લખવામાં ન આવે, સાંભળવામાં ન આવે છતાં અનુભવવામાં આવે એવું જેનું વર્તન છે' એ પ્રકારે અકથ્ય તથા અરૂપીપણે એ આજ્ઞારસની ગોઠવણી જીવના અશુધ્ધ પ્રદેશની કક્ષાનુસાર થાય છે. આથી જ્યારે જીવના કેવળીગમ્ય પ્રદેશો આજ્ઞારસનો વિસ્ફોટ કરે છે ત્યારે જીવના શ્રાવકશ્રાવિકા સદેશ પ્રદેશો પર સાધુસાધ્વીનો આજ્ઞારસ રેલાય છે. સાધુસાધ્વીની કક્ષાના પ્રદેશો પર ઉપાધ્યાયનો આજ્ઞારસ રેલાય છે, શ્રી ઉપાધ્યાય સમાન પ્રદેશો પર આચાર્યજીનો આજ્ઞારસ ફેલાય છે, આચાર્યરૂપ પ્રદેશો પ૨ ગણધરજીનો આજ્ઞારસ રેલાય છે, ગણધર સદેશ પ્રદેશો ૫૨ શ્રી અરિહંત તથા શ્રી સિદ્ધનો આજ્ઞારસ, જે કેવળીગમ્ય પ્રદેશોએ ગ્રહણ ન કર્યો હોય તે
૧૧૨