________________
શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ
પ્રસરે છે. જીવમાં છઠ્ઠા ગુણસ્થાનથી શ્રાવક શ્રાવિકા જેવા અશુદ્ધ પ્રદેશો હોતા નથી, માટે આ પ્રક્રિયા માટે પ્રાથમિક કક્ષાના સાધુસાધ્વી જેવા પ્રદેશો શ્રાવકશ્રાવિકા સમાન ગણાય છે. અને છઠ્ઠા ઉત્કૃષ્ટ ગુણસ્થાન સુધી આગળ વધેલા જેવા પ્રદેશો સાધુસાધ્વી સમાન પ્રદેશો ગણાય છે. આમ સાધુસાધ્વીની પ્રાથમિક અને દ્વિતીય એમ બે કક્ષા જોવા મળે છે.
આ આજ્ઞારસ જ્યારે અશુધ્ધ પ્રદેશો પર ઝરે છે ત્યારે તે પ્રદેશો અરૂપી પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણના માધ્યમથી અપૂર્વ ભક્તિને વેદે છે. આ અપૂર્વ ભક્તિના વેદનને કારણે, એ અશુધ્ધ પ્રદેશોની દશા તથા સ્થિતિ ભિન્ન ભિન્ન હોવા છતાં તેઓ એકપણું તથા ભક્તિરૂપ આજ્ઞાનું વેદન કરે છે. આ ભક્તિરૂપ આજ્ઞાને કારણે તે જીવ પ્રદેશોની સમાન કક્ષા લાવે તેવો ૐ ધ્વનિનો નાદ સૂક્ષ્મતાએ અનુભવે છે. એ ૐ ધ્વનિ તથા ૐ નાદથી અને એ અશુધ્ધ પ્રદેશો પર પોતાની કક્ષા કરતાં એક ઊંચી કક્ષાનો આજ્ઞારસ રેલાયો હોવાથી તે પ્રદેશો પ્રતિ સર્વ આજ્ઞારસનું ખેંચાણ થાય છે. આ સર્વ આજ્ઞારસના ખેંચાણથી એ અશુધ્ધ પ્રદેશોને આજ્ઞારસનાં પરમાણુ સાથે પોતાથી ઊંચી કક્ષાના પ્રદેશોનો સ્પર્શ પણ થાય છે, જેનાં પરિણામે એ ગુણો ચેતનરૂપ ધારણ કરી એમને વધારે શુધ્ધ થવા પ્રેરણા કરે છે, ઉદા. ત. સાધુસાધ્વીના પ્રદેશો પર માત્ર ઉપાધ્યાયજીનો જ આજ્ઞારસ હોય છે, પણ એના પર જો ઉપાધ્યાયજી, આચાર્યજી કે ગણધરનો ચેતનસ્પર્શ થાય તો તે પ્રદેશો ઘણા વધારે આજ્ઞાધીન થઈ શકે, એ સમજવા યોગ્ય છે. આ અનુભવ જ્યારે સ્થૂળરૂપ ધારણ કરે છે ત્યારે શ્રી તીર્થકર પ્રભુનો દેશનાનો ૐ ધ્વનિ બહાર નીકળે છે.
વિનય અરૂપી અપૂર્વ આરાધનારૂપ પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણ કરવાથી જીવ અલૌકિક ધ્યાન તથા સમાધિમાં સ્થિર થાય છે. આવી સમાધિ જીવને અલૌકિક શાંતિ તથા સુખ આપે છે. આ સમાધિસુખમાં તે જીવને સુખબુદ્ધિ ન થાય તે માટે,
૧૧૩