________________
કેવળી પ્રભુનો સાથ
જે ધોરીમાર્ગે એને આ સુખ આપ્યું હતું એ જ આજ્ઞા એની પાસે અપ્રમત્તપણે પુરુષાર્થ કરાવી, એ જ ધ્યાનરૂપી પ્રવૃત્તિની નિવૃત્તિમાં પ્રવૃત્તિ કરાવી, એ સુખના અનુભવની સુખબુદ્ધિ કરાવનાર પ્રમાદમાં જીવને જવા દેતી નથી. આજ્ઞામાર્ગથી ઉપજેલાં પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણ તેને પંચપરમેષ્ટિ પ્રભુના અપૂર્વ સાથથી મળ્યાં હતાં એવું ભાન તે જીવને આજ્ઞામાર્ગમાં સતત રખાવે છે. તેથી તે પંચપરમેષ્ટિ પ્રભુનાં અરૂપી સાથના ઋણની નિવૃત્તિ અર્થે કાર્યકારી થાય છે. એ પ્રવૃત્તિમાં જીવ એ સાથને ઓળખી, એ સાથનો યથાર્થ વિનય કરવા પુરુષાર્થ કરે છે. એ વિનયને યથાર્થ વિનયરૂપે ઓળખવા તથા અનુભવવા તે જીવ શ્રી પંચપરમેષ્ટિ પ્રભુ પાસે અરૂપી પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણનાં માધ્યમથી વીર્ય માગીને વીર્યને ફોરવે છે. આવો વિનય કેળવવાની પ્રવૃત્તિમાં એક ગુપ્ત ક્રિયા જીવ કરે છે. અતિસૂક્ષ્મ અનુભવને શબ્દદેહ આપી શ્રી પ્રભુએ અતિ અતિ અલૌકિક કરુણા કરી આ દાસાનુદાસને કૃતાર્થ કર્યા છે.
વિનયગુણમાં ગુણગ્રાહીપણા સાથે નિર્માનીપણું પણ રહેલું છે. વિનયગુણને યથાર્થતાએ કેળવવા માટે જીવે અરૂપી અપૂર્વ આરાધન (પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણના) વિશેષ પ્રકારે કરવું જરૂરી છે. તે માટે પંચપરમેષ્ટિના પ્રત્યેક વિભાગનો સ્પષ્ટ ફાળો તેણે જાણવો અગત્યનો છે. સાધુસાધ્વીના સાથથી એ જીવ સાધુસાધ્વીના ગુણોને ઓળખી, અતિ દીન ભાવથી તે ગુણોની પ્રાપ્તિ માટે યાચનારૂપ પરમાર્થ લોભ વેદે છે. આવો પરમાર્થ લોભ થવાથી, શ્રી પંચપરમેષ્ટિનાં અરૂપી કલ્યાણનાં પરમાણુમાંથી સાધુસાધ્વીના અરૂપી ગુણો અલગ થાય છે અને જીવના પ્રદેશો પર અમુક કાળ સુધી અક્રિય રહે છે. આ જ પ્રમાણે સાધુસાધ્વીના આ ગુણોરૂપ અરૂપી કલ્યાણનાં પરમાણુઓનો આશ્રવ કરાવી તે આજ્ઞામાર્ગ તેને ઉપાધ્યાયજી, આચાર્યજી, ગણધરજી, અરિહંત તથા સિધ્ધના અરૂપી ગુણોનો પરમાર્થ લોભ કરાવી, એમનાં પદ અનુસાર અપૂર્વ ગુણોના ગ્રહણ અર્થે યાચના રૂપે તે જીવને પરમાર્થ લોભ કરાવે છે. પરિણામે તેમને યોગ્ય કલ્યાણનાં પરમાણુઓ જુદાં થઈ, એ જીવના પ્રદેશો પર અક્રિય રહી
૧૧૪