________________
શ્રી કેવળીપ્રભુનો સાથ
તેજસ્ તથા કાર્મણ શરીરમાં ઊતારે છે; અને સંચિત કરે છે. આ જ રીતથી આઠે કેવળીગમ્ય પ્રદેશો ક્રમથી બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા રુચક પ્રદેશની પ્રદક્ષિણા કરી, ૐ ધ્વનિના માધ્યમથી તથા પંચપરમેષ્ટિ પ્રભુનાં કલ્યાણના પરમાણુઓના સાથથી સાતે રુચક પ્રદેશોની ઓળખ લઈ, ઓળખને તેજસ્ તથા કાર્મણ શરીરમાં લાક્ષણિકતા સાથે સંગ્રહિત કરી, તે આઠમા ચક પ્રદેશ પાસે જાય છે.
આઠમા રુચક પ્રદેશ પાસે જઈ કેવળીગમ્ય પ્રદેશો પહેલાં સાત પ્રદેશો કરતાં જુદા પ્રકારની પ્રક્રિયા કરે છે. શ્રી પંચપરમેષ્ટિ પ્રભુની કૃપાથી અને આજ્ઞાથી આ અતિગુપ્ત પ્રક્રિયાનું વર્ણન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આઠે કેવળીગમ્ય પ્રદેશો આઠમા રુચક પ્રદેશ પાસે પહોંચતા પહેલાં, તેમનાં તેજસ્ અને કાશ્મણ શરીરમાં પહેલા સાત સુચક પ્રદેશની જે ઓળખ સંગ્રહિત થયેલી છે, તેને તેઓ ફરીથી કાર્યકારી કરી, આઠે કેવળીગમ્ય પ્રદેશોમાં તેને સક્રિય કરે છે. તે ઓળખને સક્રિય કર્યા પછી આઠ કેવળીગમ્ય પ્રદેશો આઠમા ચક પ્રદેશ પાસે આવી, તેના ફરતી ઊંધી પ્રદક્ષિણા કરે છે, તેનાથી સાત ચક પ્રદેશની ઓળખ કેવળીગમ્ય પ્રદેશમાંથી નિવૃત્ત થાય છે, અને તે ઓળખ તેઓ બંનેના વચ્ચેના ભાગમાં સ્થપાય છે. તે પછી એ આઠે કેવળીગમ્ય પ્રદેશો આઠમા રુચક પ્રદેશની સવળી પ્રદક્ષિણા કરી એની ઓળખને ગ્રહણ કરે છે. પછી આ ઓળખને તેજસ્ તથા કાર્મણ શરીર તરફ આ પ્રદેશો ગતિ કરાવે છે, ત્યારે તેમના માર્ગમાં પહેલા સાત સુચક પ્રદેશની ઓળખનો ગોળો આવે છે; તે વખતે આઠમા પ્રદેશની ઓળખ વચમાં આવતાં તે ગોળાની આસપાસ સ્તર (layer) બનાવે છે. ત્યાર પછી ૩ૐધ્વનિ તથા પંચપરમેષ્ટિ પ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓ દ્વારા એ ગોળાનો વિસ્ફોટ થાય છે, અને એમ થવાથી સાત ચક પ્રદેશની ઓળખ આઠમા સુચક પ્રદેશની ઓળખરૂપ બની જાય છે. આમ આ બંને ઓળખનું મિશ્રણ (homogenous mixture) તૈયાર થાય છે. આ મિશ્રણને આઠે કેવળીગમ્ય પ્રદેશો પોતા તરફ ખેંચે છે; અને
૧૭૧