________________
પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા
દેહ ધારણ કરવાની પીડા તો છૂટી જાય છે, પણ પૂર્વ કર્મને કારણે જે દેહ બાંધ્યો છે તે પણ આયુષ્ય કાળ સુધી જ ટકે છે, એટલે કે તે આત્મા આયુષ્ય કાળ પૂરો થતાં ચરમ દેહ ત્યાગી સિદ્ધ થાય છે. અઘાતિ કર્મની પણ આવી નિર્બળ સ્થિતિ થવાથી, ઘાતિકર્મ રહિતની અવસ્થામાં પૂર્ણ શુધ્ધ થવાનો આત્માનો પુરુષાર્થ વિશેષ આકાર ધારણ કરતો જાય છે.
આવી સયોગી કેવળી અવસ્થામાં અઘાતિ કર્મની માત્રા ઓછી ઓછી કરતાં જ્યારે આયુષ્ય કર્મ ઘણું નાનું બાકી રહે છે ત્યારે તે આત્મા કેવળી સમુઘાત કરી ત્યારે અઘાતિ કર્મની સમસ્થિતિ કરી, મન, વચન, કાયાના યોગને સંધવાની – છોડવાની તૈયારી કરે છે; અને એક પણ નવું અઘાતિ કર્મ બંધાતું નથી. આ અયોગી કેવળી અવસ્થા – ૧૪મા ગુણસ્થાનનું વર્ણન સત્તરમી કડીમાં થયું છે.
મન, વચન, કાયાને કર્મની વર્ગણા, છૂટે જહાં સકળ પુદ્ગલ સંબંધ જો, એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું,
મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો. અપૂર્વ ... ૧૭ કેવળી સમઘાતમાં ચારે અઘાતિ કર્મની સ્થિતિ સમ કર્યા પછી, આત્મા મન, વચન અને કાયા સાથેના અનુસંધાનનો ત્યાગ કરવા તે ત્રણે યોગનું રુંધન શરૂ કરે છે; જે ચૌદમું ગુણસ્થાન કહેવાય છે. આ ગુણસ્થાને બચેલા ચારે અઘાતિ કર્મની પૂર્ણતાએ નિર્જરા થાય છે, અને એક પણ નવું કર્મ બંધાતું નથી કારણ કે આત્મા કર્મબંધના પાંચે કારણોથી છૂટી જાય છે. કેવળજ્ઞાન લીધા પછી જે એક “યોગ” કર્મબંધના કારણરૂપ હતો તે પણ નીકળી જાય છે. આમ નવાં કર્મનો સંવર અને જૂનાં કર્મની નિર્જરા પૂર્ણતાએ પહોંચતા આત્મા સર્વ પુદ્ગલ સાથેના સંબંધથી વ્યાવૃત્ત એવી મુક્ત અયોગી કેવળી દશા માણે છે. આ દશા મહા મહા ભાગ્યવાળી છે; આત્માને સ્વસુખમાં સતત રાખનાર છે, અને પૂરેપૂરી અબંધ સ્થિતિવાળી છે. એટલે કે સયોગી કેવળી દશામાં આત્મા અમુક સમયના અંતરે યોગ સાથે જોડાઈ કર્માશ્રવ કરતો હતો તે પણ અયોગી કેવળી દશામાં છૂટી જાય છે.
૮૩