________________
કેવળી પ્રભુનો સાથ
ચોદમાં અયોગી કેવળી ગુણસ્થાને આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગની ચરમ સીમા આવે છે, કારણ કે ત્યારે આત્મા પોતે એકત્રિત કરેલા સર્વ પ્રકારનાં કલ્યાણનાં પરમાણુઓ પંચપરમેષ્ટિ ભગવંતની આજ્ઞાથી આખા લોકમાં પાથરી દઈ, લોકનાં લીધેલાં ઋણથી મુક્ત થાય છે, અને પૂર્ણ અબંધ થઈ જાય છે. આ દશાએ આવ્યા પછી માત્ર એક જ સમયમાં લોકના મધ્યભાગનો ત્યાગ કરી, સિધ્ધભૂમિમાં સ્થિર થાય છે. આત્માની સિધ્ધાવસ્થાનું વર્ણન શ્રી રાજપ્રભુએ અઢારમી કડીમાં કર્યું છે.
એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો, શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય,
અગુરુલઘુ અમૂર્ત સહજપદ રૂપ જો. અપૂર્વ ... ૧૮ સિદ્ધાવસ્થામાં આત્મા લોકના અગ્રભાગે રહેલી સિધ્ધભૂમિમાં બિરાજમાન થાય છે. એ વખતે આત્માને પુદ્ગલનાં એક પણ પરમાણુનો સ્પર્શ રહેતો નથી. અને એ સ્થિતિમાં આત્મા “પૂર્ણ કલંક રહિત અડોલ સ્થિતિ” મેળવી પૂર્ણ આજ્ઞાસિધ્ધિ કરે છે; જે આ પ્રકરણનો વિષય છે.
પૂર્ણ કલંક રહિત અડોલ સ્થિતિ” એટલે આત્માની એવી શુધ્ધ અવસ્થા કે જેમાં કોઈ પણ સ્થળ કે સૂમ પુદ્ગલ દ્રવ્યનો કોઈ પણ માત્રામાં સ્પર્શ રહેતો નથી, વળી, આત્માની સ્વરૂપ સ્થિરતા એટલી બળવાન થાય છે કે ભાવિમાં પણ ક્યારેય એવો સંપર્ક થવો પણ સંભવતો નથી. આનું રહસ્ય એ છે કે આ દશામાં આત્મા આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપનું પાલન એવી ઉત્કૃષ્ટતાએ કરે છે કે તેના પ્રભાવથી એક સમય માટે પણ તે આત્મા સ્વસ્વરૂપથી શ્રુત થતો નથી. શ્રુતિના અભાવમાં અડોલપણું આવે જ. આત્મા સ્વસ્વરૂપથી ખસે ત્યારે આત્મપ્રદેશો કંપાયમાન થઈ કર્મ ગ્રહણ કરે; પણ જ્યાં સ્વરૂપથી ખસવાપણું નથી ત્યાં પ્રદેશોને કંપવાનો સંભવ રહેતો નથી; અને આત્મપ્રદેશનાં કંપન વિના તો