________________
પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા
આ માર્ગમાં અપ્રમત્ત થઈ જીવ જ્યારે આજ્ઞામાં રહેવાનો પુરુષાર્થ ઉત્કૃષ્ટ કરે છે, ત્યારે એ જીવને પુદ્ગલની અપેક્ષાએ આજ્ઞારસનો સંચય કરવામાં અસમર્થતા વેદાય છે. પરિણામે તે જીવને શેષ પુગલોનો યોગ્ય નિહાર કરવામાં અભિસંધિજ વીર્યનો ઉપયોગ કરવો પડે છે. જે તેને માટે સ્વરૂપમાંથી બહાર નીકળવાનું નિમિત્ત થાય છે. આ કારણે તેને પોતાનાં સામર્થ્યરૂપ આજ્ઞા આરાધનની પૂર્ણતા જોવા જાણવા છતાં, વેદવામાં ન્યૂનપણું લાગવાથી એ જીવને અંદરમાં તીવ્ર પશ્ચાત્તાપરૂપ પ્રાર્થના થાય છે. અને તે પોતાના પૂર્ણ પરમાત્માને અરજ કરે છે કે,
“અહો! જગતપિતા! તમે આ જગતમાં ભાવિક ભાવોની વચ્ચે પણ આજ્ઞાના પરમ આશ્રયથી સ્વભાવની સિદ્ધિને પામ્યા છો. આ આજ્ઞાસિદ્ધિની પૂર્ણતા એવી વિશુધ્ધ છે કે તે તમારા વિભાવને સદાકાળ માટે સફળતાથી સ્વભાવમાં પલટાવે છે; વળી, આપે કરેલો આજ્ઞારસ સંચય એટલો વિપુલ છે કે આપના શાંત થયેલા આત્મામાં તે આજ્ઞારૂપ પૂર્ણ ૐ ધ્વનિ બની, અમારા જેવા અબુઝ, અલ્પમતિ તથા અજ્ઞાની જીવોને માટે સ્વભાવ મેળવવા ટૂંકામાં ટૂંકા તથા સરળ, સુગમ અને સીધા ધોરીમાર્ગની રચના કરે છે. એ બોધવાણીની લાક્ષણિકતા એવી છે કે વધતી આજ્ઞાથી જન્મેલી માર્ગની પ્રરૂપણાને આ લોકમાં સનાતન તથા સર્વોત્કૃષ્ટ મંગલપણે સતત રાખે છે. જો વધતી આજ્ઞાનું મહાભ્ય તથા ઉચ્ચતા આ સંસારમાં આવાં અભુત હોય, તો એ મૂળ આજ્ઞાની વિશુદ્ધિ તથા સ્પર્શ કેટલો રૂડો, અપૂર્વ તથા અનન્ય હોવો જોઇએ? પ્રભુ! અમને ગુણોનો આશ્રવ કરાવી આ કથનનો અનુભવ કરાવો. આજ્ઞાની પૂર્ણતા જે ચેતનમાં છે, તેનો અનંતમો ભાગ પણ પુદ્ગલમાં સમાવો દુર્લભ લાગે છે; તેથી પુગલમાંથી જન્મેલો આજ્ઞામાર્ગ જો આવો અપૂર્વ જણાય છે તો ચેતનમાંથી જન્મેલો આજ્ઞામાર્ગ તેનાથી અનંતગમે વિશેષ અપૂર્વ, રૂડો અને કલ્પનાતીત હોય તે સમજાય તેમ છે. તો પ્રભુજી! અમને તમે આ ચેતન પ્રેરિત આજ્ઞારસનાં ભોક્તા બનાવો કે જેથી પુગલના સંસર્ગથી મળેલા રોગીપણાથી મુક્ત થઈ, સદાકાળ માટે