________________
પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા
એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો, અડોલ આસન, ને મનમાં નહિ ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. અપૂર્વ ... ૧૧.
ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહિ, સરસ અને નહિ મનને પ્રસન્ન ભાવ જો, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની,
સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો . અપૂર્વ . ૧૨. અગ્યારમી કડીમાં, સ્મશાનમાં, જંગલમાં, પર્વતોમાં જ્યાં અશાતાના અનેક ઉદયોની સંભાવના છે, તેવાં સ્થળોમાં મુનિ એકાકીપણે વિચરી ભાવિમાં ઉદયમાં આવનાર અશુભ કર્મોને વર્તમાનમાં ઉદેરી આણવા આહ્વાન આપે છે. જ્યાં સુધી અશાતાના ઉદયો બાકી રહે છે ત્યાં સુધી કેવળજ્ઞાન પ્રગટતું નથી, કારણ કે કેવળજ્ઞાન થયા પછી આત્માને અશાતા બાકી રહેતી નથી. તેથી શ્રેણિને ઝડપથી આંબવા મુનિ ભાવિકાળના અશુભ ઉદયોને વર્તમાનમાં ઉદેરી આણી પ્રદેશોદય કે વિપાકોદયથી ભોગવી નિવૃત્ત થતા જાય છે. અને આ કર્મો ભોગવતી વખતે પોતાનાં મનને અંશ માત્ર ચલિત ન થવા દેવાની, વિભાવમાં ન જવા દેવાની તકેદારી રાખી, પોતાના ઉત્તમ કલ્યાણભાવને વીરતાથી ફેલાવતા રહેવાનો અભિલાષ સેવે છે; તે વ્યક્ત કર્યું છે. જો વેદનાના ઉદયમાં જીવ વિભાવભાવમાં જાય તો નવાં અશુભ કર્મ બંધાતા હોવાથી આદરેલો પુરુષાર્થ નિષ્ફળ થાય છે, વળી અન્ય જીવો સાથે મૈત્રીભાવનો ફેલાવો ન કરી શકે તો શ્રેણિ ધૂંધળી બની જાય છે. તે સમજણથી, અને પોતે સાધેલા આત્મવિકાસના આધારથી, સ્મશાનની ભૂતાવળની જાળ હોય કે જંગલના વાઘસિંહાદિ હિંસક પશુઓ મુનિને ફાડી ખાવા તલસતા હોય તેવા સંજોગોમાં પણ મુનિ પોતાના આત્માને જરા પણ ચલિત થવા ન દઈ, પોતાના પરમ કલ્યાણભાવને (મૈત્રીભાવને) વીરતાથી ફેલાવતા રહેવાની મનીષા કરે છે. કોઈ પણ પરિસ્થિતિમાં, ગમે તેવા વિકટ સંજોગોમાં પણ આત્મા પોતાના પરમ (ઉત્તમ) મિત્ર સાથે જે કલ્યાણભાવથી વર્તે એ
૭૫