________________
કેવળી પ્રભુનો સાથ
દુર્લભ છે. માર્ગપ્રાપ્તિની દુર્લભતા વધવામાં જીવને માનકષાય કેવો અને કેટલો મોટો ભાગ ભજવે છે તે સમજાયું. લોકોને માર્ગની દુર્લભતા ઘટાડવામાં આ પુસ્તક મદદ કરતું હોય તેવું લાગ્યું હતું. તેથી તેની માંગણી થયા કરતી હતી. પરિણામે આ પુસ્તકનું પુનર્મુદ્રણ પાંચેક વખત થયું, અને “શ્રી કેવળીપ્રભુનો સાથ” ભાગ ૨માં તે સમાઈ ગયું. પ્રભુની વાણી યથાર્થ ઠરી.
આ માનભાવના દુષણથી બચવા જીવે કેવા ભાવ કરવા ઘટે, તથા કેવો પુરુષાર્થ કરતા રહેવો જોઈએ, તેની ગડમથલ મારા મનમાં ચાલ્યા કરતી હતી. સાથે સાથે રત્નત્રયનું આરાધન કરવા માટે પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણનો આશ્રય કર્તવ્યરૂપ છે તે સમજણ અમલમાં રાખવાનો મારો પુરુષાર્થ ચાલુ જ હતો. ઈ.સ.૧૯૮૯ના પર્યુષણ માટેના વિષયની પ્રભુ પાસે માંગણી કરતાં કરતાં જ્યારે પ્રભુપ્રણિત ‘બારભાવના’ લેવાની આજ્ઞા આવી ત્યારે મને થોડું સાનંદાશ્ચર્ય વેદાયું હતું. મને પહેલી દૃષ્ટિએ તો જણાયું કે અનુભવના નિચોડ સમા રત્નત્રયની આરાધનાના અનુસંધાનમાં અતિ પ્રસિદ્ધ, સરળ તથા સહેલી કહી શકાય એવી અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, અશુચિ, સંસાર આદિ ભાવનામાં ઝાઝું જણાવવા જેવું શું મળશે? પણ પ્રભુનાં કાર્યમાં શ્રદ્ધા હોવાથી લાગ્યું કે તેની પાછળ પણ કોઈ ગુપ્ત રહસ્ય હોવું જોઈએ. આ ભાવનાઓની વિચારણા કરાવવા પાછળ શ્રી પ્રભુનો હેતુ શું હશે! વિચારનાં ઊંડાણમાં જતાં સમજાયું કે ભાવનાઓ સમજવાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, પણ એ જ ભાવનાઓ સમજાવવા માટે સાક્ષાત્ વૈરાગ્યમૂર્તિ બનવું પડે છે; તો જ શ્રોતા ૫૨ તેની અસર થાય છે. વળી, સમજાયું કે ઘણા ઘણા ઉત્તમ આચાર્યો તથા આત્માર્થી સત્પુરુષોએ આ વિષય છેડયો છે, જીવોને ભાવના સમજાવી તેમનામાં વૈરાગ્ય પ્રેરવા પુરુષાર્થ કર્યો છે; એ જ આ ભાવનાની અગત્ય બતાવે છે. શ્રી પ્રભુના આત્માનાં પરિભ્રમણ સંબંધી અનુભવોનો નિચોડ એટલે જ આ બાર ભાવના કહી શકાય એમ લાગ્યું.
સારી રીતે સમજાવવામાં આવે તો અનિત્યાદિ બાર ભાવનાઓ જીવમાં સંસાર પ્રતિનો વૈરાગ્ય ઉત્તમ રીતે પ્રગટ કરે છે. સંસારમાં સર્વ અનિત્ય છે,
૨૬૮