________________
ઉપસંહાર
હતી. તેમની સાથે બળપ્રેરક થોડી વાતો કરી હું ઘરે આવી ગઈ. આ સોમવારનો દિવસ હતો. તે પછીના ગુરુવારે વાંચન પછી, જે બહેન સાથે બિમાર બહેનને મળવા ગઈ હતી, તે બહેને મને સમાચાર આપ્યા કે બિમાર બહેનનો દેહત્યાગ થઈ ગયો છે. મેં એ બહેનની અંતિમ સ્થિતિ વિશે પૂછયું. તેમણે મને જણાવ્યું કે તમારા ગયા પછી તેઓ પ્રાર્થના કરવામાં એવા એકાકાર થઈ ગયા હતા કે તેમને માથાનો દુ:ખાવો સ્પર્શતો ન હતો. તેમનાં મુખ પર સ્મિત અને શાંતિ એવાં પથરાયેલાં હતાં કે બધા જોનારને તો એમ જ લાગતું હતું કે તેમની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. પણ ગઈ કાલે જ્યારે ખૂબ શાંતભાવથી દેહત્યાગ કર્યો ત્યારે જ અમને ખ્યાલ આવ્યો કે તેમનો આત્મા પ્રાર્થનામાં જોડાઈ, દેહભાવ ભૂલીને વર્તતો હતો. તેથી તેમની બગડતી તબિયતનો અમને અણસાર પણ આવ્યો ન હતો. બીજા દિવસે તે બહેનના ભાઈભાભી મને મળવા આવ્યા હતા. તેમણે પણ તેમનાં અંતિમ સુંદર સમયની વાત કરી, અને મારો આભાર માન્યો. મને તો પ્રભુએ તેમના પર કરેલી કૃપા માટે ખૂબ ખૂબ અહોભાવ થયો હતો.
થોડા વખત પછી કોઈ એક અજાણ્યા બહેન ફોન કરી મને મળવા આવ્યા. તેઓ ગુરુવારનાં વાંચનમાં આવી શકતાં નહિ, કેમકે તેઓ સર્વિસ કરતા હતા. તેઓ ચાર પાંચ બહેનો દૂરનાં પરામાં રહેતાં હતાં; અને ટ્રેઈનમાં વી.ટી. સુધી સાથે આવતાં હતાં. સમયનો સદુપયોગ કરવા તેઓ બધાં સાથે મળી, કોઇક પાસેથી પ્રાપ્ત થયેલ “અપૂર્વ આરાધન” ટ્રેઈનમાં વાંચતાં હતાં. તેમાંથી પ્રેરણા લઈ તેઓએ પ્રભુની આજ્ઞા લઈ પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણનું આરાધન શરૂ કર્યું. થોડા જ કાળમાં તેઓ બધાંને વ્યવહારથી અને આત્માથી ઘણો ફાયદો થતો જણાયો. તેઓના ઘરોમાં સંપ અને શાંતિનું સામ્રાજ્ય વર્તાવા લાગ્યું હતું. તેની ખુશી વ્યક્ત કરવા અને આ પુસ્તક લખવા બદલ આભાર માનવા તેઓ આવ્યા હતા.
આવા આવા ઘણા અનુભવો અનેકને થયાની જાણકારી મળતાં મને સમજાતું ગયું કે માર્ગ કેવો સરળ છે, સ્વચ્છ છે, સુગમ છે, તેમ છતાં તેને પામવો કેટલો
૨૬૭