________________
કેવળી પ્રભુનો સાથ
મેં ખૂબ ખૂબ ઉલ્લાસ તથા આનંદથી પ્રભુનો ઉપકાર માન્યો. પ્રભુએ મને સરસ રીતે, કોઈને પણ દુ:ખ પહોંચાડ્યા વિના ઋણના ભારમાં જતી બચાવી લીધી હતી.
એવી જ ચમત્કારિક રીતે મોરબીહાઉસ માટે મામાને આપવાના પૈસાની સગવડ પણ થઈ ગઈ. મામા સાથે યોગ્ય સહીસિક્કા પણ થઈ ગયા, અને એક પાઈનું પણ દેવું કરવું ન પડે એવી આબાદ રીતે ભગવાને મારી કાર્યસિદ્ધિ કરાવી આપી હતી.
આ જ રીતે મારાં જીવનમાં મંત્રસ્મરણનું મહત્ત્વ પણ ખૂબ હતું. મનની અશાંતિ ટાળવામાં નવકારમંત્ર તથા પ્રભુનાં દીધેલા અન્ય મંત્રોએ ખૂબ ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો હતો. ક્યારે પણ અશાંતિ અનુભવાય તો શ્રદ્ધાનથી નવકાર ગણતાં ઇચ્છિત શાંતિ અને સ્થિરતા આવી જતાં. આથી એના વિશે જાણકારી મેળવવાની ભાવના હતી. ઉદા. ત. આટલા જાતજાતના મંત્રો જગતમાં શા માટે પ્રવર્તે છે, સર્વકાલીન તથા દેશકાલીન મંત્રો વચ્ચે તફાવત શું, કોનાથી કેવો ફાયદો થાય આદિ વિશે મનમાં પ્રભુને પ્રશ્નો પૂછાયા કરતા હતા. અને સમય પાકયે અનુભવ સહિતના ઉત્તરો શ્રી પ્રભુ પાસેથી મળતા જતા હતા. જે બુદ્ધિને અને હૃદયને સ્પર્શનારા તથા તેની સત્યતાનો અનુભવ કરાવનારા હતા.
આમ હોવાથી મારા જીવનમાં પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણનું મહત્ત્વ સ્થાપે તથા શ્રદ્ધાન વધારે તેવા પ્રસંગો એક પછી એક બનતા જતા હતા. આવા પ્રેરક તથા શ્રદ્ધાન વધારનારા પ્રસંગો મુમુક્ષુઓ જાણે તથા પોતાનું શ્રદ્ધાન વધારી તેનો લાભ લે એવી ભાવના મારા અંતરમાં આકાર લેતી જતી હતી. શરૂશરૂમાં તો આવા ભાવ કેમ, કેવી રીતે થાય છે તેની ખાસ કોઈ સમજ આવતી ન હતી, પણ ગાઢા સંપર્કમાં આવતા અમુક આપ્તજનોને મારા અનુભવો સંક્ષેપમાં જણાવવાનું બની જતું હતું. એ કહેવા પાછળનો આશય એ હતો કે તેઓ પણ ઉત્સાહિત બની, પ્રભુમાં શ્રદ્ધાન કરી, પ્રાર્થના આદિનો સરળ માર્ગ અપનાવી,
૨૬૪