________________
કેવળી પ્રભુનો સાથ
પરમાણુઓમાં અવલોકી શકીએ તેમ છે. અને તે પરથી તેમના બોધને અનુસરી રચાયેલાં આગમ સૂત્રોની મહત્તા પણ આપણે સમજી શકીએ.
પર્યુષણ વ્યતીત થયા પછી પણ મારાં મનમાં ઉપદેશછાયામાં વણાયેલા ભાવો રમ્યા કરતા હતા. તે ભાવોનો ઉપયોગ કરી મારાં જીવનને સુધારવાનો પ્રયત્ન ચાલુ હતો. આત્મદૃષ્ટિએ વિકાસ સધાતો હતો પણ વ્યવહારિક મુશ્કેલીઓનું જો૨ પણ વર્તતું હતું. તેને કારણે વ્યવહારશુદ્ધિ વધારવાની ભાવના બળવાન થવા લાગી; તેમ છતાં શ્રી કૃપાળુદેવ તરફથી જોઈતા સંતોષનો આવિર્ભાવ મને જોવા મળતો ન હતો. તેથી મને મારાં જીવનની અધૂરપ સમજાતી હતી, સાથે સાથે ખૂબ પુરુષાર્થ કરી સંસારથી ત્વરાથી છૂટી જવાના ભાવ ૨મવા માંડયા હતા. તેનાં કારણે મને ટુકડે ટુકડે પ્રભુ તરફથી માર્ગદર્શન મળ્યા કરતું હતું, જેની હું ટૂંકાણમાં નોધ કરતી જતી હતી.
ઈ.સ. ૧૯૯૨નાં પર્યુષણ માટે પૂજ્યપાદ સ્વામી કૃત ‘ઈષ્ટોપદેશ' લેવાની આજ્ઞા આવી ત્યારે આ ગ્રંથ મારાથી સાવ અજાણ્યો હતો. તેથી તેનો અભ્યાસ કરી, નિચોડ તારવી સહુને ઉપકારી થાય એ રીતે તેનું તારણ વ્યક્ત કરવાનું હતું. પ્રથમ દૃષ્ટિએ આ કાર્ય મને ઘણું કપરું લાગ્યું હતું, પરંતુ તે માટે ચાતુર્માસમાં ખૂબ પુરુષાર્થ કરવાનો સુંદર અવસ૨ મને મળશે એ આશાએ સંતોષ અને પ્રભુ માટે આભાર વર્તાયા હતા, તેની સ્મૃતિ આજે પણ અકબંધ છે. ગ્રંથ મેળવી વાંચવાની શરૂઆત કરી ત્યારે તેમના વિશે પૂજ્યભાવ અને ભક્તિભાવ ઉલસ્યા હતા. ગ્રંથનો અભ્યાસ કરતાં સમજાયું હતું કે ૫૧ શ્લોકના આ નાના ગ્રંથમાં પૂજ્યપાદ સ્વામીએ ગાગરમાં સાગર ભરી દીઘો છે. વળી, એ પણ સ્પષ્ટ થયું હતું કે, પૂર્વે થઈ ગયેલા સત્પુરુષોના બોધની સરખામણીમાં પ્રત્યક્ષ સત્પુરુષનો બોધ ઘણો વિશેષ ઉપકારી થઈ શકે છે. જીવ માત્ર અને તેમાંય સંજ્ઞી મનુષ્ય સુખને જ ઇચ્છે છે, જેમાંથી અને જેનાથી શાશ્વત સુખ પ્રગટે છે તે ઈષ્ટ કહેવાય. આવું શાશ્વત સુખ મેળવવા માટે સત્પુરુષો તરફથી જે યોગ્ય ઉપદેશ મળે છે તેને ઇષ્ટોપદેશ કહી શકાય. આવું શાશ્વત સુખ મોક્ષમાં મળે છે, તે મેળવવા માટેનો
૨૭૪