________________
કેવળી પ્રભુનો સાથ
હતી. સાથે સાથે તેમાં વિનરૂપ થાય તેવા મારાં દોષો તથા કર્મોની ક્ષમા પણ એટલી જ માગતી હતી. કારણ કે આ પ્રકારની તૈયારી કરવાનો મારો આ પહેલો જ અનુભવ હતો. એક બાજુ વિષયની ગહનતા, બહોળા અનુભવનો અભાવ અને તૈયારી કરવા માટે માત્ર દોઢ પોણાબે મહિના જેટલો સમય વગેરે વિશે વિચારતાં મારી કઠણાઈઓનો સહેજે ખ્યાલ આવી જશે. આમ છતાં મારે કહેવું જોઈએ કે પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણનાં સાધનથી શ્રી પ્રભુએ મને ઘણો ઘણો સાથ આપ્યો હતો, અને મુશ્કેલીમાંથી પાર ઉતારી હતી. વધારામાં સ્પષ્ટપણે એ સમજાયું હતું કે વ્યવહારિક જીવનમાં આ ત્રણ સાધનનું યોગ્ય રીતે જોડાણ કરવાથી જીવને સંસારે તથા પરમાર્થે ઘણો લાભ થઈ શકે છે. પરિણામે પર્યુષણમાં આત્માએ કંઈક પ્રાપ્ત કર્યું હતું તેવી અનુભૂતિ માણી હતી. આવી સુંદર કૃપા કરવા માટે મેં શ્રી પ્રભુનો ખૂબ ખૂબ ઉપકાર માન્યો હતો. આવી જ રીતે મારી પાસે ઉત્તમ પુરુષાર્થ કરાવી, મને સમૃદ્ધ થવાની તક, આ પછીનાં પર્યુષણમાં પણ આપજો એવી વિનંતિ પણ વારંવાર કરતી હતી.
સમ્યક્દર્શનનાં વિવિધ પાસાઓનો વિચાર કરતાં કરતાં કેટલાક વિચારો મનમાં ઉદ્ભવતા હતા. સમ્યક્દર્શન થયા પછી જીવને અનંત સંસાર નથી, સોળ ભવ નથી, અત્યંતર દુઃખ નથી, માઠી ગતિ નથી, આત્મિક સુખની વૃદ્ધિ થતી જાય છે. એવા ઘણા લાભો હોવા છતાં સમ્યક્દર્શનની પ્રાપ્તિ કરવામાં જીવને શેની અટકાયત થાય છે? સર્વજ્ઞ પ્રભુ તથા સત્પરુષના જણાવ્યા પ્રમાણે માર્ગ સરળ, સ્વચ્છ અને સુગમ હોવા છતાં જીવને તે પ્રાપ્ત કરવો કેમ ખૂબ દુર્ગમ લાગે છે? અનંતકાળ સુધી પરિભ્રમણ કર્યા પછી જ જીવને માર્ગ મળે છે એવું કેમ બને છે? આવા આવા પ્રશ્નો સૂક્ષ્મતા મેળવવા માટે જીવનાં મનમાં જાગતા હોય છે. નિત્યનિગોદમાંથી નીકળ્યા પછી સમ્યક્દર્શન લેતાં જીવનો અનંતકાળ પસાર થઈ જાય છે અને તે લીધા પછી સિદ્ધ થતા સુધીમાં વધુમાં વધુ પંદર ભવની જરૂરત પડે છે,આનું રહસ્ય શું હોઈ શકે? આ સર્વ પ્રશ્નોનું સમાધાન
૨૮૦