________________
કેવળી પ્રભુનો સાથ
આ બધા મુદ્દાઓનો યોગ્ય ક્રમ વિચારાયો અને લખાણ કરવાનું મેં શરૂ કર્યું તે અરસામાં ઈ.સ. ૨૦૦૩માં જ પછીનાં બે વર્ષનાં વિષયો મને એકી સાથે મળ્યા હતા. ઈ.સ. ૨૦૦૫નાં પર્યુષણ માટેનો વિષય હતો “આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ' અને ઈ.સ. ૨૦૦૬નાં પર્યુષણ માટેનો વિષય હતો ‘સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ'. શ્રી પ્રભુ પાસેથી પ્રમાદરહિત થવાનો બોધ મળ્યા પછી, તેને અમલમાં મૂકવા માટે એક સાથે બે વર્ષનાં વિષયો વિચારવાની તક મને મળી હતી. અલબત્ત, આ બંને વિષયો એકબીજાના સાથીદાર અને પૂરક છે તે તો શિર્ષકની વિચારણા કરતાં તરત જ સમજાય તેવું હતું. પરંતુ તે બે વચ્ચે ભિન્નતા શું હોઈ શકે અને સામ્યપણું ક્યાં રહેલું છે તે ગોતવાનું હતું. અને તે ગંભીર પુરુષાર્થ માગે તેમ છે તેવું લાગતું હતું, અને અનુભવ પણ તે જ થયો.
અપ્રમાદી રહેવા માટે મેં પ્રભુને પ્રાર્થના તથા વિનંતિ શરૂ કર્યા, અને આ બંને વિષયોની યોગ્ય સમજણ આપવા પ્રભુ સમક્ષ મેં માંગણી કરવા માંડી. એ જ રીતે નેહલને પણ ખૂબ ભક્તિ તથા પ્રાર્થના કરવા કહ્યું, કે જેથી વિષયની સમજ તથા ઊંડાણ પ્રભુના સાથથી જલદીથી આવી શકે. એક ને બદલે બે જણા પુરુષાર્થ કરતા હોય તો જરૂર વિશેષ ફાયદો થાય એ વાસ્તવિકતામાં વારંવાર થયેલા અનુભવની વાત હતી. આગલા વર્ષથી નેહલનો સાથ મને ઠીક ઠીક પ્રમાણમાં મળવો શરૂ થયો હતો એટલે કાર્ય કરવાનો, જગત જીવો પ્રતિનું ઋણ ચૂકવવાનો ઉત્સાહ ઘણો વધી ગયો હતો. બીજી રીતે કહું તો કહી શકાય કે આ વર્ષથી અમુક પ્રમાણમાં હું નેહલનો આધાર લેતી થઈ ગઈ હતી. અમારા બંનેના પુરુષાર્થને કારણે અમને થતા અનુભવોની વિશેષતા તથા ઉત્તમતા થતી જતી હતી, રાજપ્રભુ તથા શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ દિનપ્રતિદિન વધતો જતો હોય એવું અનુભવાતું હતું. તેમની અલૌકિક કૃપાને કારણે જ માર્ગનાં અનેક ભેદરહસ્યો મેળવી અમે ખુલ્લા કરવા સદ્ભાગી બન્યા છીએ, તે તો હકીકત જ છે. “શ્રી કેવળીપ્રભુનો સાથ'નાં પ્રત્યેક પ્રકરણો, તેમાં પણ ભાગ ૩ ના તેરમાં પ્રકરણ “આણાએ ધમ્મો, આણાએ તવો થી પ્રત્યેક પ્રકરણને
૨૯૮