________________
ઉપસંહાર
બાંધે છે, તેની ગૂંથણી લક્ષમાં આવી. બીજી રીતે કહીએ તો આ અઢારે પાપસ્થાનોમાં ચારે ઘાતિકર્મો કેવાં છવાઈ જાય છે તેનો સ્પષ્ટ ચિતાર મળ્યો. તેમાંથી એકબીજા સાથેનું અનુસંધાન વિચારાયું અને નક્કી થયું કે જીવ જો પાપસ્થાનકોમાં રાચતો બંધ થઈ જાય તો તેને કોઈ નવાં કર્મબંધનો થાય નહિ. આ જાણકારી મેળવ્યા પછી મને આંતિરક સંતોષ થયો અને મેં લખાણ શરૂ કર્યું. પહેલાં મેં નોંધરૂપ પ્રાથમિક લખાણ કર્યું, અને તે પછી ફરીથી યોગ્ય રીતે લખાણ કરવાનો પ્રયત્ન કર્યો. પર્યુષણ આવતા સુધીમાં ઘણાં ભેદરહસ્યો મને પ્રભુ તરફ્થી મળ્યાં હતાં. જાતજાતની જાણકારી વધી, અને કેટલાંક વર્ષોથી સેવેલી ચાતુર્માસમાં બળવાનપણે સાચો પુરુષાર્થ કરવાની ભાવના મને સફ્ળ થતી જણાઈ. મારાં પર્યુષણ ગુણવૃદ્ધિ સાથે પૂરાં થયાં. આમ ‘સમ્યક્દર્શન’ની જરૂરિયાતનાં અનુસંધાનમાં અષ્ટકર્મ તથા અઢાર પાપસ્થાનકની સમજણ ખૂબ સૂચક હતી.
આ જાણકારી આવ્યા પછી કર્મબંધ કેમ ઓછા કરવા તેની પ્રવૃત્તિમાં મારો આત્મા જોડાવા લાગ્યો. જુદી જુદી રીતે વ્યવહારશુદ્ધિ વધા૨વાની સૂચનાઓ મને મળવા લાગી, જાણકારી વધવા લાગી અને મારી સુધારણા કરવાની વૃત્તિએ વેગ પકડયો. તેનાંથી મારાં જ્ઞાન તથા દર્શનનાં આવરણો થોડાં વિશેષ ઘટયાં હોય એવો અનુભવ થવા લાગ્યો. આ પરથી એ સમજણ સ્પષ્ટ થતી ગઈ કે જેમ જેમ વ્યવહારશુદ્ધિ તથા ચારિત્રની વિશુદ્ધિ થતી જાય છે તેમ તેમ આત્મા હળવાશ અનુભવતો થાય છે, અને આત્મમાર્ગને લગતાં રહસ્યો તથા ભેદજ્ઞાન વિશેષ ઝડપથી તથા ઊંડાણથી ગ્રહણ કરી શકે છે. જેમ જેમ સમજ આવતી ગઈ તેમ તેમ નક્કી થતું ગયું કે કેવળજ્ઞાન કેવળદર્શન સુધી પહોંચવામાં કેટલું બધું કાર્ય કરવાનું છે. જાણે લાગ્યું કે દિલ્હી બહોત દૂર હૈ. પણ પ્રભુ પ્રતિનાં શ્રદ્ધાન તથા વિશ્વાસને કારણે દઢત્વ હતું કે પુરુષાર્થ કરવાથી જરૂર ત્યાં પહોંચી શકાવાનું છે. પ્રભુએ હાથ ઝાલ્યો છે તે કદી નિષ્ફળ જવાનો નથી. આવા શ્રદ્ધાન સાથે વિચારણા કરતાં કરતાં મને ઈ.સ.૧૯૯૭ ના પર્યુષણ માટે ‘આત્માનો અપૂર્વ સ્વભાવ' વિષય સાંપડયો. આત્માનો અપૂર્વ સ્વભાવ એટલે શું? જીવ જો
૨૮૩