________________
શ્રી કેવળ પ્રભુનો સાથ
પામે છે, કેમકે એ અશુધ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોને કેવળીપ્રભુની આજ્ઞા અનુસાર અવગાહન આપે છે. આ કાર્ય થવા પાછળ જે ભાવ તથા કારણ રહેલાં છે તે વિચારીએ.
આપણે જાણીએ છીએ કે રુચક પ્રદેશોની બાજુના જ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશો થાય છે. આ અશુદ્ધ પ્રદેશો રુચક પ્રદેશોની શુદ્ધિને લીધે તે પ્રદેશોનું
ચકપણું અવલોકે છે. તેઓ જુએ છે કે શ્રી તીર્થકર પ્રભુનાં વીર્યબળથી તે પ્રદેશો ઠરતા જાય છે. અને એના વિકાસની પૂર્ણતા થાય છે ત્યારે તે પ્રદેશો સિદ્ધપ્રભુ જેવી પરમ પરમ વીતરાગી અવસ્થાએ પહોંચે છે. આ અલૌકિક અનુભવ થવાથી એ પ્રદેશો અનુભવે છે કે આવો અનુભવ માત્ર મારા પ્રદેશ માટે સિમિત ન રહેતાં સર્વ પ્રદેશને પ્રાપ્ત થાઓ. આ પ્રક્રિયા સમજીએ તો જણાય છે કે રુચક પ્રદેશો મુખ્યત્વે મહાસંવરના માર્ગથી રુચકપણું પ્રાપ્ત કરે છે, પણ કેવળીગમ્ય પ્રદેશો કલ્યાણપ્રેરિત મહાસંવર માર્ગથી શરૂ કરી, આજ્ઞાધીનપણે પુરુષાર્થ કરી, આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણપ્રેરિત મહાસંવરના માર્ગથી કેવળીગમ્યપણું પ્રાપ્ત કરે છે.
આ ભેદરહસ્યને સમજાવી શ્રી પ્રભુ આપણને બોધ આપે છે કે, જેમ શ્રી પંચપરમેષ્ટિ પ્રભુ સ્વાર કલ્યાણના માધ્યમથી પુરુષાર્થ કરે છે અને કરાવે છે, એમ કેવળીગમ્ય પ્રદેશો પણ કેવળીગમ્યપણું પામ્યા પછી પોતા પર રહેલાં અઘાતી કર્મોમાં પરકલ્યાણનું નિકાચીતપણું ધારણ કરે છે. જેનાં વેદન તથા નિર્જરાના પ્રભાવથી અન્ય પ્રદેશો કર્મથી છૂટતા જાય છે.
આ ઉપરાંત શ્રી પંચપરમેષ્ટિ પ્રભુ એક અન્ય ગુપ્ત માધ્યમથી આરાધન કરે છે. શ્રી પંચપરમેષ્ટિ પ્રભુના આરાધ્યદેવ, ગુરુ તથા શાસ્ત્ર શ્રી પંચપરમેષ્ટિ પ્રભુ જ હોય છે (કલ્યાણભાવ અનુસાર) તથા તેમનો શિષ્યગણ પણ પંચપરમેષ્ટિ જ હોય છે, (દ્રવ્ય અનુસાર, અને અમુક પરમેષ્ટિને દ્રવ્ય તથા કલ્યાણભાવ અનુસાર). આ પુરુષાર્થની પ્રાપ્તિ થવા પાછળની ભૂમિકા એ છે કે શ્રી પંચપરમેષ્ટિ પ્રભુને શ્રી પંચપરમેષ્ટિ પ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓ મળતાં જ
૧૮૫