________________
શ્રી કેવળીપ્રભુનો સાથ
અન્ય કોઈને પણ સ્થાપિત થવા દઈશ નહિ. જગતના લોકો ધર્મનો સાચો મર્મ – ભેદ જાણતાં નથી, તેથી તેઓ ક્ષણિક લાલચમાં આવી જ્યાં ત્યાં ફર્યા કરે છે. પરંતુ એક વખત પ્રભુનું સાચું શરણ રહ્યા પછીથી જીવનું કર્મ બાંધવાનું કાર્ય દિનપ્રતિદિન અલ્પ ને અલ્પ થતું જાય છે. કેમકે સદ્ગ શિષ્યને સદ્ધોધરૂપી અંજન આંજે છે, તેથી શિષ્ય પ્રભુનાં ઉત્તમ જ્ઞાનના ભંડારને જોઈ શકે છે. આ જ્ઞાનનાં આકર્ષણથી શિષ્ય મનની દોડ જેવી ઝડપી દોડથી ગુરુનાં આંતરરૂપને પામવા પુરુષાર્થ થાય છે. તે પુરુષાર્થની માંગણી કરતાં અંતિમ કડીમાં તેઓ શ્રી પ્રભુને વિનંતિ કરે છે કે, “હે ઘનનામિ (ઘનનામ – સઘનપણું પ્રાપ્ત કરનાર) આનંદઘન પ્રભુ! મારા મનરૂપી ભમરાને આપનાં ચરણમાં જ નિવાસ કરવા દ્યો કે જેથી હું તથા આપ એક થઈ જઈએ.'
જે પ્રકારે શ્રી સદ્ગુરુ પોતાના શિષ્યને સબોધીરૂપી અંજન આંજી જ્ઞાનનો ઉત્તમોત્તમ ભંડાર બતાવે છે, અને તે દ્વારા શિષ્યને શુદ્ધિ મેળવવા ઉત્તમ પુરુષાર્થ થવા પ્રેરણા આપે છે, તે જ પ્રકારે કેવળીગમ્ય પ્રદેશો જીવનાં અન્ય અશુદ્ધ પ્રદેશોને પોતાની ઉત્તમ શાંત દશાનું સભાનપણું આપી, શુધ્ધ થવા માટે પ્રેરણા આપ્યા કરે છે, જેનાં બળથી આ અશુદ્ધ પ્રદેશો વધારે ને વધારે આજ્ઞાધીન થતા જઈ, પૂર્ણ આજ્ઞાધીન થવાના ભાવ કરતાં શીખે છે.
જ્યારે તેઓ સંપૂર્ણપણે આજ્ઞાધીન થાય છે ત્યારે તેઓ કેવળીગમ્ય પ્રદેશ સમાન શુધ્ધ થઈ, તેમની સાથે એકપણું પામી, આત્માને કેવળજ્ઞાની તથા કેવળદર્શી બનાવે છે.
સંગુરુ પોતાના સુશિષ્યોને જે સબોધ આપે છે તે મુખ્યતાએ ધર્મનાં મંગલપણાને સૂચવનારો હોય છે, અને પછી તેમાં ધર્મનાં સનાતનપણાનો બોધ ઉમેરતા જાય છે. તે સમજણ મળતાં શિષ્યનું મન પ્રભુનાં ચરણમાં રહેવા તલપાપડ થતું જાય છે. આથી પોતાને પૂર્ણતાની પ્રાપ્તિ થાય તે માટે સદાય પ્રભુનાં ચરણમાં રાખવા વિનંતિ કરી, ધર્મારાધન સતત કરી શકાય એવી વિનંતિ અહીં કરવામાં આવી છે.
૨૧૭