________________
કેવળી પ્રભુનો સાથ
બાહ્યમાં થતી આ પ્રક્રિયા અંતરંગમાં, જીવનાં આત્મપ્રદેશોમાં પણ થાય છે. સર્વ આત્મપ્રદેશોમાંથી મિથ્યાત્વ નીકળી ગયા પછી, તે પ્રદેશોમાં આગળ વધવાનું લક્ષ બંધાય છે. તેમ છતાં પૂર્વનાં સંચિત ઘાતી અઘાતી કર્મો તેને સંસારસ્પૃહા પ્રતિ દોરી જાય છે અને તે પ્રદેશોને સ્વચ્છંદી બનાવી, કેવળીગમ્ય પ્રદેશોને આજ્ઞાધીન થતાં અટકાવે છે. તેમ છતાં કેવળીગમ્ય પ્રદેશો, પોતાનાં અઘાતી કર્મોથી નિવૃત્ત થવાના ઉદ્દેશથી અન્ય પ્રદેશોને તક મળતાં સબોધ આપ્યા કરે છે, અને તેમને આજ્ઞાધીન થવા માટે પ્રેરણાનાં પિયુષ પાયા કરે છે. આવું વારંવાર બન્યા પછી, એ પ્રદેશો આત્મસુખનાં અનુભવનું આકર્ષણ વધતાં આજ્ઞાધીન થાય છે, તથા આજ્ઞાધીનપણાનાં પ્રમાણમાં ઘાતી અઘાતી કર્મો ઘટાડે છે. અશુધ્ધ પ્રદેશો આ પ્રક્રિયાને વધુ ને વધુ સ્વીકારતા જાય, વારંવાર કરતા જાય તો તેઓ ઘણું શતાવેદનીય ઉપાર્જન કરે છે, અને છેવટમાં તેઓ પૂર્ણ શુધ્ધ પણ થાય છે.
ક્ષાયિક સમકિત થયા પછી જીવનાં કેવળીગમ્ય પ્રદેશો અશુધ્ધ પ્રદેશોને ધર્મનાં સનાતનપણાનો તથા મંગલપણાનો બોધ વારંવાર આપતા રહેતા હોવાથી, અશુધ્ધ પ્રદેશો મળતા બોધને સ્વીકારતા જાય છે, અને પોતાની વર્તનામાં તેને ઊતારતા જાય છે. પરિણામે તે પ્રદેશો પરમાર્થ પુણ્ય બાંધી ધર્મનાં સનાતનપણાની તથા મંગલપણાની ટોચે પહોંચી, સંસારી શાતા ભોગવવાની સાથે સાથે આનંદઘનરાજ અર્થાત્ મોક્ષ મેળવે છે.
મન મધુકર વર કર જોડી કહે, પદ કજ નિકટ નિવાસ જિનેશ્વર, ઘનનામિ! આનંદઘન! સાંભળો,
એ સેવક અરદાસ જિનેશ્વર. ધર્મ (૧૫) પંદરમા શ્રી ધર્મનાથ પ્રભુનું સ્તવન કરતાં શ્રી આનંદઘનજી મહારાજ જણાવે છે કે હું ધર્મનાથ જિનનાં ગુણગાન ઉલ્લાસથી કરું છું. તેમની સાથેની અતૂટ પ્રીતિ બાંધવામાં કોઈ ખાંચ ન આવે તે માટે હું મારા મનમાં તેમનાં સ્થાને
૨૧૬