________________
પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા
તે બંને એકબીજાનાં કાર્યકારણરૂપ થતા જાય છે. તે બંને જ્યારે પૂર્ણતાએ સમાન બને છે ત્યારે તે પૂર્ણતાની અવસ્થાએ બંને એક સાથે એકબીજાનાં કાર્યકારણરૂપ થઈ જાય છે. આ સ્થિતિને શ્રી પ્રભુ પૂર્ણાતિપૂર્ણ આશા તરીકે ઓળખાવે છે.
વિચાર આવે છે કે સિધ્ધનાં જે પરમાણુઓ જીવનાં આજ્ઞારૂપી ધર્મ તથા આજ્ઞારૂપી તપ માટે આજ્ઞારસ બનાવે છે તે પરમાણુઓનું મૂળ અન્ય સિધ્ધના પરમાણુઓ જેવું છે કે જુદું હોય છે? એ પરમાણુઓમાં એવી કઈ શક્તિ રહેલી છે કે જે આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપને સમાન બનાવી શકે છે? આવા પરમાણુઓ ઉત્પન્ન કઈ રીતે થાય છે? પ્રભુના પરમ અનુગ્રહથી અને પરમ બોધદાનથી આનો ખુલાસો મળે છે.
આ આજ્ઞારસ અનંત ભેટવાળા આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપને સમાન આજ્ઞારસવાળો બનાવે છે. આજ્ઞારસ બને છે શ્રી સિદ્ધના પરમાણુની સહાયથી, તેથી સિધ્ધના એ પરમાણુઓમાં પાંચ સમવાયની અનંત પર્યાયને એક કરવાનું સામર્થ્ય હોવું જોઇએ. શ્રી અરિહંત પ્રભુએ સર્વ જીવ સાથે છદ્મસ્થ અવસ્થાથી જ મૈત્રીભાવ કેળવ્યો હોય છે, જે અન્ય કેવળી પ્રભુએ એ પ્રકારનો ભાવ કેળવ્યો હોતો નથી, તેથી આ સામર્થ્ય કેવળી પર્યાયમાં માત્ર શ્રી અરિહંત પ્રભુ પાસે જ હોય છે. તેથી જિજ્ઞાસા થાય છે કે આ ભાવથી એવી તે કઈ પ્રક્રિયા શ્રી અરિહંત પ્રભુ કરે છે કે જેનાથી અનંત પર્યાયની જનની પાંચ સમવાયને તે એકમાગી બનાવે છે !
શ્રી પ્રભુની અસીમ કૃપાથી સમજાય છે કે શ્રી અરિહંત પ્રભુ, કેવળી પર્યાયમાં આવ્યા પછી, અમુક અમુક સમયના અંતરે યોગ સાથે જોડાય છે. બાકીના સમયમાં તેઓ અપેક્ષાએ સિધ્ધપ્રભુ સમાન વર્તે છે. જ્યારે તેઓ યોગ સાથે જોડાયેલા હોતા નથી, ત્યારે તેઓ સિધ્ધના પરમાણુનો આકાર પોતાના આત્મા પાસે બનાવડાવે છે. ત્યાં બને છે એવું કે યોગના જોડાણ વખતે તેમનો આત્મા જે કલ્યાણનાં અનંત પરમાણુઓ સ્વીકારે છે તેને અન્ય સમયે જગતજીવોને ભેટરૂપે આપે છે ત્યારે તેમના આત્મામાં અવકાશ (vacuum) થાય છે. એ અવકાશમાં સિધ્ધનાં પરમાણુઓ સ્થાન પામે છે. સિધ્ધનાં પરમાણુઓ આત્મા પર આવતાં પ્રભુએ કરેલા ઉપકારથી લોક ઋણમુક્ત થાય છે. બીજી અપેક્ષાએ પ્રભુનો આત્મા યોગ સાથે જોડાયેલો ન હોવા છતાં દૈહિક
પપ