________________
શ્રી કેવળીપ્રભુનો સાથ
આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે, વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે
આનંદઘન મત સંગી રે. વાસુ (૧૨) બારમા શ્રી વાસુપૂજ્ય જિન સ્તવનની છેલ્લી કડીમાં શ્રી આનંદઘનજી મહારાજ જણાવે છે કે જે આત્મજ્ઞાની છે – આત્માને સત્ય સ્વરૂપે અનુભવીને જાણનાર છે તે જ શ્રમણ અર્થાત્ મુનિ કહેવાય. બીજા બધા તો દ્રવ્યલિંગી એટલે કે બાહ્ય વેશધારી જ ગણાય. જે આત્માને યથાર્થ રીતે પ્રસિદ્ધ કરે, અર્થાત્ આત્મા જેમ છે તેમ તેના સ્વરૂપને અનુભવીને વર્ણવી શકે, બોધ આપી શકે તે જ આનંદઘનમત સંગી થાય છે; આત્મસ્વરૂપના જ્ઞાનના ધારક થાય છે. બાકી બીજા બધા તો માત્ર કહેવાતા મુનિઓ જ રહે છે, તેમના થકી કોઈ આત્માર્થે લાભ થઈ શકતો નથી. આ કડીમાં શ્રી આનંદઘનજી અગ્યારમી કડીમાં બતાવેલા ભાવનું વિસ્તૃતિકરણ તથા સૂક્ષ્મપણું રજૂ કરે છે, જેનું આચરણ કરી જીવ શુધ્ધ સમકિત મેળવવાનો સ્તુત્ય પ્રયત્ન આદરી સફળ થઈ શકે.
આ સ્તવનમાં તેમણે જણાવ્યું છે કે મુનિ આત્મજ્ઞાની એટલે કે આત્માનાં સ્વરૂપને યથાર્થ જાણનારા હોવા જોઈએ. આત્માનું સ્વરૂપ નિત્ય હોવા છતાં તે પરિણામી – પરિણામ કરવાવાળો છે. પોતે પોતાનાં સ્વરૂપનાં પરિણામોનો કર્તા હોવાથી પરિણામી કહી શકાય. પરિણામ એટલે ભાવ અને પરિણામી એટલે ભાવ કરનાર. તે જ્યારે વિપરિણામ કરનાર થાય છે ત્યારે તેને કર્મરૂપ પરિણામ થાય જ, તેથી ત્યાં જીવ કર્તા બની કર્મ કરે છે. એટલે કે તે વખતે જીવથી બંધાતું કર્મ કર્મરૂપ પરિણામ બને છે. જીવનાં કર્તાકર્મપણાનાં કાર્યને લીધે આવતી આત્મસ્વરૂપ બાબતની વિવિધતા ચોક્કસ રીતે, ચોક્કસ નયવાદથી જ સમજી શકાય છે. વળી, કોઈ પણ પરિસ્થિતિમાં જીવ જડરૂપ કે શૂન્ય બનતો નથી, તે શુધ્ધરૂપે પણ ચેતનમય જ રહે છે. એટલે ચેતન પોતાનું ચેતનપણું અશુધ્ધ કે શુધ્ધ કોઈ પણ અવસ્થામાં ગુમાવતો નથી. જીવ સંસારમાં જે સુખદુઃખનું વેદન
૨૧૧