Book Title: Chovish Tirthankar
Author(s): Vimalkumar Mohanlal Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot
Catalog link: https://jainqq.org/explore/005243/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર વિમલકુમાર મોહનલાલ ધામી (90મેથી Jain Educat D - co Am www.jainelibrap૭ THE Page #2 -------------------------------------------------------------------------- ________________ SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS S ચોવીશ તીર્થકર : લેખકઃ વિમલકુમાર મોહનલાલ ઘામી પ્રકાશક નવયુગ પુસ્તક ભંડાર બુક્સેલર્સ : : પબ્લિશર્સ નવા નાકા રોડ, ૧ લે માળે રાજકોટ-૩૬૦ ૦૦૧ : : : (સૌરાષ્ટ્ર) 33555555555555555555 Page #3 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક : નવિનચંદ્ર મોહનલાલ મહેતા નવયુગ પુસ્તક ભંડાર નવા નાકા રોડ, ૧લે માળે રાજકોટ - ૩૬૦૦૦૧ : [સૌરાષ્ટ્ર] © વિમલકુમાર મોહનલાલ ધામી પુનઃ મુદ્રણ ઃ ત્રીજું (૨૦૦૦) કિંમત: 31. 100-00 ઃ મુદ્રક ઃ સર્વોદય મુદ્રણાલય ૧૩, ગજાનંદ એસ્ટેટ, જૂનુ માણેકચોક મીલ કંપાઉન્ડ, પ્રેમદ૨વાજા બહાર, ઈદગા ચોકી પાસે, અમદાવાદ-૧૬ Page #4 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી, સાહિત્ય સર્જક, સંશોધક અને ચિંતક એવા વંદનીય પરમ પૂજ્યપાદ ગુરૂદેવ આચાર્યશ્રી યશોદેવસૂરિજી મહારાજના ચરણકમળમાં....... - વિમલકુમાર મો. ધામી Page #5 -------------------------------------------------------------------------- ________________ વિમલકુમાર મોહનલાલ ધામી રચિત પુસ્તકો સતીઓના તેજ 900-00 કથવત્રા શેઠ 33-00 ૧૨૦-૦૦ કર્મબંધન 28-00 ૧૦૦-૦૦ પુણ્યની પરીક્ષા ૩૨-૦૦ ૧૦૦-૦૦ 36-00 940-00 ૩૪-૦૦ ૧૨૫-૦૦ 30-00 ૧૦૦-૦૦ 83-00 44-00 39-00 50-00 39-00 coba ૨૫૦૦ ૪૬-૦૦ ૨૫૦૦ ૫૧-૦૦ 26-40 ૪૫-૦૦ ૨૩-૦૦ ૪૪-૦૦ ૪૦-૦૦ ૩૯૦૦ ૨૯-૦૦ ૪૧-૦૦ ૨૦-૦૦ ૪૩-૦૫ 30-00 ૪૧-૦૦ ←-00 83-00 ૧૮-૦૦ વીર વત્સરાજ વિધિના વિધાન સોળ મહાસતીઓ ભક્તામર પ્રભાવ ઉદયભાણ વીરભાણ ચોવીશ તીર્થંકર શ્રી માણિભદ્ર વીર શંખેશ્વર તોરી મહિમા પગલે પગલે પરીક્ષા આનું નામ સંસાર પુણિયો શ્રાવક પાળ સુદર્શના અચલકુમાર ધર્મિલકુમાર પુણ્યના તેજ શ્રીપાળ મયણાસુંદરી ભરતેશ્વર બાહુબલી સરગમ અભયકુમાર જંબૂકુમાર અમરકુમાર વસ્તુપાલ તેજપાલ ધન્ના શાલિભદ્ર દાનવીર જગડુશાહ ઝાંઝણ શાહ મદનરેખા બે ડગલાં આગળ અમર બલિદાન વિધિના વર્તુળ ચિત્રસેન પદ્માવતી સુખની ભ્રમણા નેમ રાજુલ રૂપનંદિની સાર આ સંસારનો -: સંગીતનાં પુસ્તકો [પ રાગોના પરિચય] [નવી આવૃત્તિ] [ફિલ્મી સંગીતની સાથે : હિંદી ફિલ્મોની ગાયકાઓ સાથે] સુર અને સ્વર [૪૦ સંગીતકારોનાં જીવનચરિત્રો] સૂર સમાગમ [૪૫ સંગીતકારોનાં જીવનચરિત્રો] સાજ સરગમ [વિવિધ વાધોના પરિચ ૯૦-૦૦ નવયુગ પુસ્તક ભંડાર બુક્સેલર્સ : પબ્લિશર્સ : નવા નાકા રોડ, ૧લે માળે, રાજકોટ : ૩૬૦૦૦૧ (સૌરાષ્ટ્ર) 28-00 25-00 ૨૨૦૦ Page #6 -------------------------------------------------------------------------- ________________ અંતરના ઉદ્ગાર ‘સુધોખા’ માસિકના સ્થાપક તંત્રી શ્રી સોમચંદભાઈ ડી. શાહે બે એક વર્ષ પહેલાં ‘ચોવીશ તીર્થંકર'ના જીવનચરિત્ર વિષે આલેખન કરવાનું સૂચન કરેલું. એ વખતે જ એમની વાત મારા હૈયાને સ્પર્શી ગઈ હતી. ગુજરાતીમાં ચોવીશ તીર્થંકર ભગવંતોના જીવનચરિત્ર સંક્ષિપ્તમાં ઉપલબ્ધ નથી તેવું મારા જાણવામાં છે. ગુજરાતીમાં ‘શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર' પહેલાં મળતું નહોતું પરંતુ હવે આ પુસ્તક મળે છે. ‘શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર'ના કર્તા કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ છે. આ. શ્રી હેમચંદ્રાચાર્યજી રચિત આ ગ્રંથ અદ્ભૂત છે. આ ગ્રંથ એટલે જૈન ધર્મ સંસ્કૃતિનો સંપૂર્ણ ઇતિહાસ કહી શકાય. આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે જૈન ધર્મની પરંપરાને સ્વીકાર્ય ૬૩ ઇતિહાસ પુરુષોના સમગ્ર જીવનનું અધિકૃત વર્ણન આ ગ્રંથમાં કરેલું છે. શલાકા પુરુષ ૬૩ હોય છે. શલાકા પુરુષ એટલે ઉત્તમ પુરુષો અથવા શલાકા એટલે સમ્યકત્વ. જે પુણ્યાત્માઓ નિયમના સમ્યક્ત્વરૂપી શલાકા ધરાવે છે તેમને ‘શલાકા પુરુષ' કહેવામાં આવે છે. શ્રી હેમચંદ્રાચાર્યે પોતાના ‘અભિધાનચિંતામણિ’શબ્દકોશમાં શલાકા પુરુષ વિષે જણાવ્યું છે કે પુરુષોમાંસૃષ્ટિમાં પેદા થતાં-થયેલા ને થનાર પુરુષોમાં જે સર્વશ્રેષ્ઠ હોય-થાય-ગણાય તે કહેવાય ‘શલાકા પુરુષ'. જૈન સિદ્ધાંત અનુસાર એક કાળચક્રના બે વિભાગ હોય છે, અને તે પૈકી પ્રત્યેક વિભાગમાંના કાળખંડમાં અ ૬૩ શલાકા પુરુષો થતાં હોય છે. ચોવીશ તીર્થંકર ભગવંતોના જીવનચરિત્ર લખવામાં મેં આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યજીના ‘શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર'ને મુખ્ય આધાર ગ્રંથ ગણ્યો છે. મારા આ પુસ્તકમાં જે ઉત્તમ છે તે આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યજીનું ગણજો. ચોવીશ તીર્થંકર ભગવંતોના ચરિત્ર આલેખવાનો મેં મારી રીતે નમ્ર પ્રયાસ કર્યો છે. એ પ્રયાસમાં કેટલો સફળ થયો છું. એ તમારા પર છોડું છું. બાકી તીર્થંકર ભગવંતોના ચરિત્રો લખવામાં કોણ શક્તિમાન હોય શકે ? મારા દરેક પુસ્તકોની જેમ આ ગ્રંથને પણ એવો જ આદર અને પ્રેમ મળશે તેવી મારી શ્રદ્ધા છે. સંવત : ૨૦૪૮ : સંવત્સરી કરણપરા, ધામી નિવાસ, કિશોરસિંહજી રોડ, રાજકોટ · વિમલકુમાર મોહનલાલ ધામી Page #7 -------------------------------------------------------------------------- ________________ બીજી આવૃત્તિ પ્રસંગે ઘણા જ ટૂંકા ગાળામાં “ચોવીશ તીર્થકર' પુસ્તકની બીજી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે, એમાં વાચકોનો આદર અને પ્રેમ દષ્ટિગોચર થયા વિના રહેતો નથી. - પ્રથમ આવૃત્તિમાં મેં ઉલ્લેખ કર્યો છે કે તીર્થકર ભગવંતોના ચરિત્રો લખવામાં કોણ શક્તિમાન હોઈ શકે ? ચરિત્ર લેખનમાં મેં તો માત્ર નમ્ર પ્રયાસ કર્યો છે. બીજી આવૃત્તિમાં થોડી માહિતી ઉમેરવામાં આવી છે જે વાચકોને ગમશે. મને શ્રદ્ધા છે કે આપનો પ્રેમ અને આદર આ ગ્રંથને પ્રાપ્ત થશે. સંવત : ૨૦૫૨ : સંવત્સરી કરણપરા, ધામી નિવાસ, - વિમલકુમાર મોહનલાલ ધામી કિશોરસિંહજી રોજ, રાજકોટ - ૩૬૦૦૦૧ ત્રીજી આવૃત્તિ વખતે “ચોવીસ તીર્થંકર' પુસ્તકની ત્રીજી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે ત્યારે મને હર્ષ થઈ રહ્યો છે. ગુજરાતી વાચકોએ આ પુસ્તકને પ્રેમ અને આદર આપ્યો છે તેની નોંધ લીધા વિના રહી શકતો નથી. નૂતન ત્રીજી આવૃત્તિને પણ એવો જ પ્રેમ અને આદર મળશે તેવી મારી શ્રદ્ધા અસ્થાને નહિ ગણાય...! સંવત ૨૦૫૬ : વસંતપંચમી -- વિમલકુમાર મોહનલાલ ધામી ૩૮, કરણપરા, ધામીનિવાસ, I કિશોરસિંહજી રોડ, રાજકોટ - ૩૬૦ ૦૦૧ Page #8 -------------------------------------------------------------------------- ________________ 7 ચોવીશતીર્થંકર ચોવીશ તીર્થંકર ભગવંતોના જીવનચરિત્રો માનવ માત્ર માટે ઉપકારી અને કલ્યાણકારી છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ !: અનુક્રમ: ૨૫ ૪૦ ૫૧ SO s૮ ૭૩ ૭e ૮૪ ૦ ૧. શ્રી ઋષભદેવ સ્વામી ૨. શ્રી અજિતનાથ સ્વામી ૩. શ્રી સંભવનાથ સ્વામી ૪. શ્રી અભિનંદન સ્વામી ૫. શ્રી સુમતિનાથ સ્વામી ૬. શ્રી પદ્મપ્રભુ સ્વામી ૭. શ્રી સુપાર્શ્વનાથ સ્વામી ૮. શ્રી ચંદ્રપ્રભ સ્વામી ૯. શ્રી સુવિધિનાથ સ્વામી ૧૦. શ્રી શીતલનાથ સ્વામી ૧૧. શ્રી શ્રેયાંસનાથ સ્વામી ૧૨. શ્રી વાસુપૂજ્ય સ્વામી ૧૩. શ્રી વિમલનાથ સ્વામી ૧૪. શ્રી અનંતનાથ સ્વામી ૧૫. શ્રી ઘર્મનાથ સ્વામી ૧૬. શ્રી શાંતિનાથ સ્વામી ૧૭. શ્રી કુંથુનાથ સ્વામી ૧૮. શ્રી અરનાથ સ્વામી ૧૯. શ્રી મલ્લીનાથ સ્વામી ૨૦. શ્રી મુનિસુવ્રત સ્વામી ૨૧. શ્રી નમિનાથ સ્વામી ૨૨. શ્રી નેમિનાથ સ્વામી (અરિષ્ટનેમિ) ૨૩. શ્રી પાર્શ્વનાથ સ્વામી ૨૪. શ્રી મહાવીર સ્વામી ૧૦૯ ૧૧૫ ૧૨૧ ૧૨૭ ૧૪૧ ૧૪૭ ૧૫૩ ૧૬૭ ૧૭૧ ૧૭૫ ૧૯૮ ૨ ૨૭ * Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવ સ્વામી વિનિતાનગરી. જેને અયોધ્યાનગરી તરીકે પણ ઓળખાતી. વિનિતાનગરી જંબુદ્વીપના દક્ષિણ ભરતાદ્ધમાં ગંગાસિંધુના મધ્યભાગે આવેલી હતી. એ સમયે યુગલિયાનો કાળ હતો. યુગલિયા એટલે બાળક અને બાળકી સાથે જન્મે, સાથે જ જીવન પસાર કરે અને સાથે જ મૃત્યુને આધીન થાય. યુગલિયાના પ્રથમ કુલકર વિમલવાહન હતા. ' એ પછી અનુક્રમે છઠ્ઠા કુલકર નાભિકુલકર થયા તેમની પ્રિયાનું નામ મરુદેવા. ત્રીજા આરાના ચોર્યાસી લાખ પૂર્વ અને નેવ્યાસી પક્ષ (ત્રણ વર્ષ અને સાડા આઠ માસ) બાકી રહ્યા હતા એવા સમયે અષાઢ માસની કૃષ્ણ ચતુર્દશીના દિવસે વજનાભનો જીવ, તેત્રીસ સાગરોપમનું આયુષ્ય ભોગવી સવર્થ સિદ્ધ વિમાનમાંથી ઍવીને નાભિકુલકરની પત્ની મરુદેવાના ઉદરમાં અવતર્યો. તે જ રાત્રીએ મરુદેવાએ ચૌદ સ્વપ્નો જોયાં. તેમાં પ્રથમ સ્વપ્ન ઉજ્વળ, પુષ્ટ સ્કંધવાળો, સરળ પુચ્છવાળો, સુવર્ણની ઘુઘરમાળવાળો વૃષભ જોયો. બીજા સ્વપ્નમાં શ્વેત વર્ણ ધરાવતો. ક્રમથી ઊંચો, ચાર દાંતવાળો હાથી જોવામાં આવ્યો. ત્રીજા સ્વપ્નમાં પીળા નેત્રવાળો, દીર્ઘ જિહુવાવાળો, ચપળ કેશવાળો, પુચ્છને ઉલાળતો કેસરીસિંહ જોવામાં આવ્યો. જ્યારે ચોથા સ્વપ્નામાં પદ્મ જેવા લોચનવાળી, પત્રમાં નિવાસ કરનારી અને દિગગજેન્દ્રોએ પોતાની સૂંઢોથી ઉપાડેલા Page #11 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણકુંભથી શોભતી લક્ષ્મીદેવી દીઠી, પાંચમા સ્વપ્નમાં નાના પ્રકારના દેવવૃક્ષોનાં પુષ્પોથી ગૂંથેલી લાંબી પુષ્પમાળા જોવામાં આવી. છઠ્ઠા સ્વપ્ને ચંદ્રમંડળ જોવામાં આવ્યું. ચોવીશ તીર્થંકર સાતમા સ્વપ્નમાં અંધકારનો નાશ કરનાર અપૂર્વ કાંતિ ધરાવતો સૂર્ય જોવામાં આવ્યો. આઠમા સ્વપ્નમાં મહાધ્વજ, નવમા સ્વપ્ને સુવર્ણકળશ, દસમા સ્વપ્ને પદ્મસરોવર જોવામાં આવ્યું. અગિયારમા સ્વપ્ને ક્ષીરસમુદ્ર જોવામાં આવ્યો. બારમા સ્વપ્ને વિમાન જોયું. તેરમા સ્વપ્ન આકાશમાં રત્નપૂંજ દીઠો. ચૌદમા સ્વપ્ન ત્રૈલોક્યમાં રહેલા તેજસ્વી પદાર્થોનું જાણે પિંડીભૂત થયેલું હોય તેવો (પ્રકાશમાન) નિધૂમઅગ્નિ મુખમાં પ્રવેશ કરતો જોવામાં આવ્યો. ચૌદ સ્વપ્ન આવ્યા પછી મરુદેવા જાગૃત થયા અને ચૌદ સ્વપ્નની વાત સ્વામી નાભિકુલકરને કરી. નાભિકુલકર ચૌદ સ્વપ્નાઓની વાત સાંભળીને અત્યંત હર્ષિત બન્યા અને મરુદેવાને કહ્યું ઃ તમને ઉત્તમ કુલકર પુત્ર થશે.’ સમયનું ચક્ર ચાલવા માંડ્યું. નવ માસ અને સાડા આઠ દિવસ પસાર થયા. ચૈત્ર માસના કૃષ્ણપક્ષની અષ્ટમીના દિવસે અડધી રાતે મહાદેવી મરુદેવાએ યુગલધર્મી પુત્રને સુખે કરીને પ્રસવ્યો. તે વખતે દિશાઓમાં આનંદ પ્રસરી ગયો. સૌના ચિત્તમાં હર્ષનો અનુભવ થવા લાગ્યો. આ સમયે ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવ સ્વામી તોયધારા, વિચિત્રા, પુષ્પમાલા અને અનિંદિતા નામની આઠ દિકકુમારીઓ તરત જ અધોલોકમાંથી ભગવાનના સૂતિકાગૃહ આવી, આદિ તીર્થકર તથા તીર્થંકરની માતાને ત્રણ વાર પ્રદક્ષિણા દઈને વંદના કરીને કહ્યું : હે જગન્માતા, અમે આપને વંદન કરીએ છીએ. અમે અધોલોકમાં નિવાસ કરનારી આઠ દિકકુમારીઓ છીએ. અવધિજ્ઞાન વડે પવિત્ર એવા તીર્થકરના જન્મને જાણીને તેમના પ્રભાવથી એમનો મહિમા કરવા માટે અત્રે આવ્યાં છીએ.” આટલું કહીને આઠેય દિકકુમારીઓએ એક હજાર સ્તંભવાળું સૂતિકાગૃહ રચ્યું. ત્યારબાદ ગીત ગાતી તેમની નજદીક ઊભી રહી. જ્યારે મેરુપર્વત પર નિવાસ કરતી મેથંકરા, મેઘવતી, સુમેધા, મેઘમાલિની, તોયધારા, વિચિત્રા, વારિષેણા અને બલાહકા નામની દિકકુમારીઓ પણ ત્યાં આવી પહોંચી અને પૃથ્વીને સુશોભિત કરીને પ્રભુના ગુણોનું ગાન કરતી ઉચિત સ્થાને ઊભી રહી. રુચક નામના તેરમા દ્વીપમાં પૂર્વ દિશાના પર્વતો પર રહેનારી નંદા, આનંદા, નંદિવર્ધના, વિજ્યા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા નામની આઠ દિશાકુમારીઓ પણ આવીને તીર્થકર અને મરૂદેવા માતાને વંદન કરીને માંગલિક ગીતો ગાવા લાગી. આઠેયના હાથમાં દર્પણ હતાં. દક્ષિણ ગુચકમાં રહેનારી સમાહરા, સુખદત્તા, સુપ્રબુદ્ધ, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા નામની દિકકુમારીએ હાથમાં કળશ ધારણ કરીને દક્ષિણ દિશામાં ગાયન કરતી ઊભી રહી. પશ્ચિમ રુચક પર્વત પર રહેનારી ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, અનવમિકા, ભદ્રા તથા અશોક Page #13 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર નામની દિકકુમારીકાઓ તીર્થકર તથા મરુદેવાને નમસ્કાર કરીને હાથમાં પંખા ધારણ કરીને ગીત ગાતી પશ્ચિમ દિશામાં ઊભી. રહી. ઉત્તર રૂચક પર્વત પરથી અલંબુસા, મિશ્રકેશી, પુંડરિકા, વારૂણી, વાસા, સર્વપ્રભા, શ્રી અને સ્ટ્રી નામની આઠ કુમારિકાઓ અભિયોગિક દેવતાઓની સાથે વેગથી ત્યાં આવી અને ભગવંતને તથા તેમની માતાને નમન કરીને હાથમાં ચામર ગ્રહણ કરીને ગાયન કરતી ઉત્તર દિશામાં ઊભી રહી. | વિદિશામાં રહેલા રુચક પર્વતથી ચિત્રા, ચિત્રકનકા, સતેરા અને સૂત્રામણિ નામની ચાર દિકકુમારીકાઓ પણ ત્યાં આવી પહોંચી. જિનેશ્વર ભગવંતને તથા તેમની માતાને નમન કરીને હાથમાં દીપક રાખીને ઈશાન વગેરે વિદિશાઓમાં ઊભી રહી. રચકદ્રીપથી રૂપા, રૂપાસિકા, સુરૂપા તથા રૂપકાવતી નામની ચાર દિકકુમારીઓ પણ તરત જ ત્યાં આવી. તેઓએ ભગવાનના નાભિનાલને ચાર અંગુલ રાખીને છેદન કર્યું. પછી ત્યાં એક ખાડો ખોદીને તેમાં તે નિક્ષિપ્ત કરીને ખાડાને રત્ન અને વજોથી પૂરી દીધો. ત્યારબાદ સૂતિકર્મ પૂરું કરીને દિકુમારીઓ સ્વસ્થાનકે ગઈ. થોડી વારમાં શક્રેન્દ્ર દેવે મરુદેવાની પાસે આવીને નમ્ર ભાવે કહ્યું : હે દેવી, હું સૌધર્મ દેવલોકનો ઈન્દ્ર છું. આપના પુત્ર અહિતનો જન્મોત્સવ કરવા માટે અહીં આવેલો છું.’ આટલું કહીને શક્રેન્દ્ર દેવે મરુદેવા માતા પર અવસ્વાપનિકા નામની નિદ્રા નિમણિ કરી અને પ્રભુનું એક પ્રતિબિંબ કરીને પાર્શ્વ ભાગમાં મૂક્યું. પછી ઈદ્ર પોતાના પાંચ રૂપ કયાં અને ભગવાનને મેરુપર્વત પર લઈ ગયા. ત્યાં પાંડુકવનમાં Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવ સ્વામી ચૂલિકાની દક્ષિણે અતિ પાંડુકબલા નામની શિલા ૫૨ અર્હત સ્નાત્રને યોગ્ય સિંહાસન પર પૂર્વ દિશાના પતિ ઇંદ્ર સહિત પ્રભુને પોતાના ઉત્સંગમાં લઈને બેઠા. આ પ્રસંગે અનેક દેવ-દેવતાઓ વિમાનમાં બેસીને મેરુ પર્વત પર આવ્યા અને સૌએ જન્મ ઉત્સવની ઉજવણી કરીને પ્રભુને સ્નાન કરાવ્યું. દેવતાઓ પ્રભુના જન્મની ભવ્ય ઉજવણી અને સ્નાન કરાવીને યથાસ્થાને પ્રભુને મૂકી ગયા. દેવ-દેવતાઓ પોતાના સ્થાને ચાલ્યા ગયા. ૫ જ્યારે મરુદેવા જાગૃત થયા ત્યારે એમણે સ્વામી નાભિરાજાને દેવતાઓના આવાગમન સંબંધિત વૃતાંત જણાવ્યો. પ્રભુના ઉરુને વિષે ૠષભનું ચિહ્ન તેમજ મરુદેવાએ સ્વપ્નમાં ઋષભ પ્રથમ જોયો હતો તેથી હર્ષ પામેલા માતાપિતાએ શુભ દિવસે ઋષભ નામ પાડ્યું. તે સાથે યુગ્મ ધર્મે પ્રસરેલી કન્યાનું નામ સુમંગલા નામ પાડ્યું. પ્રભુના જન્મને એક વર્ષ થયા બાદ પ્રભુના વંશની સ્થાપના કરવા ઇન્દ્ર હાથમાં શેરડીનો સાંઠો લઈને આવ્યા. પિતાના ખોળામાં બેઠેલા પ્રભુએ ઇન્દ્રની ઈચ્છાને અનુલક્ષીને તે શેરડીના સાંઠા તરફ પોતાનો હાથ લંબાવ્યો, અને ઇન્દ્ર તે સાંઠો પ્રભુના હાથમાં આપ્યો. પ્રભુના વંશની સ્થાપના ઈક્ષુ પ્રસંગે શેરડીની અભિલાષા થવામાં હું નિમિત્ત બન્યો છું, એમ વિચારીને પ્રભુનો ઈક્ષ્વાકુ વંશ પૃથ્વીને વિષે સ્થાપીને ઇન્દ્ર પોતાના સ્થાને ગયા. તીર્થંકર ભગવાનને ચોત્રીશ અતિશય હોય છે. જેમાં ચાર અતિશયો જન્મથી હોય છે. નાભિરાજાના સમયમાં સૌથી પ્રથમ વખત એક વિચિત્ર ઘટના બનવા પામી. બાલ્યાવસ્થામાં દિવસો પસાર કરનાર એક યુગલ તાલવનમાં આનંદ કિલ્લોલ કરતું હતું ત્યારે નરના મસ્તક પર તાલળ પડ્યું અને એનું ત્યાં જ મૃત્યુ થયું. એ સમયમાં યુગલિયામાંથી એક મૃત્યુ પામે અને બીજાં જીવંત રહે એમ કદી Page #15 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર બનતું નહિ. એકલી, એકાકી પડી ગયેલી તે બાળાનું નામ સુનંદા હતું. સુનંદાને તેનાં માતાપિતા લઈ ગયા અને ઉછેર કરવા લાગ્યાં , પરંતુ થોડા સમયમાં સુનંદાના માતાપિતાનું મૃત્યુ થયું. સુનંદા એકાંકી અને નિરાધાર બની ગઈ. યુગલિયા જીવન જીવતા લોકોમાં આવો પ્રસંગ પ્રથમ વાર જ બનવા પામ્યો હતો. સુનંદા તો ટોળાભ્રષ્ટ થયેલી મૃગલીની જેમ વનમાં એકલી ભમવા લાગી. કેટલાક યુગલિયાઓ તેને નાભિરાજા પાસે લઈ આવ્યા અને નાભિરાજા સુમંગલા સાથે તેનું પણ પાલન કરવા લાગ્યા. સમય વીતવા લાગ્યો. વર્ષો પસાર થયાં. એક દિવસ આદિનાથના લગ્નનો સમય થયો છે એવું અવધિજ્ઞાનથી જાણીને ઇન્દ્ર પ્રભુ પાસે આવીને અંજલિ જોડીને કહ્યું : “હે પ્રભુ, ભરતક્ષેત્રના મોક્ષપુરીના માર્ગની જેમ સંસારના બધા વ્યવહારો પણ આપે પ્રવર્તાવવાના છે, પાંચ ભરત તથા પાંચ ઐરાવત ક્ષેત્રને નષ્ટ થયેલ સંસારના વ્યવહાર માર્ગને વ્યવસ્થિત કરવાનો અધિકાર પ્રથમ તીર્થકરને હોય છે માટે હે પ્રભુ, આપ સુમંગલા તથા સુનંદા સાથે વિવાહ કરો... અવધિજ્ઞાન વડે પોતાને ત્રીશ લાખ પૂર્વ વર્ષ ભોગાવલી કર્મ ભોગવવાનું જાણીને ભગવાને મસ્તક ધુણાવ્યું અને તે રીતને અનુમતિ માની વિવાહ મહોત્સવ અતિ ભવ્ય રીત ઊજવવામાં આવ્યો. શાતા વેદનીય કર્મોનો પણ ભોગવ્યા વિના નાશ થતો. નથી, પણ ભગવાન અનાસકતપણે એ ભોગો એવી રીતે ભોગવે છે કે તેમાં લેપાવાપણું હોતું નથી. લગ્ન પછી કંઈક ન્યૂન છ લાખ પૂર્વ જેટલો સમય વીત્યા બાદ સુમંગલાએ પુત્ર ભરત અને પુત્રી બ્રાહ્મીને જન્મ આપ્યો. Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવ સ્વામી જ્યારે સુનંદાએ પુત્ર બાહુબલિ અને પુત્રી સુંદરીને જન્મ આપ્યો. ત્યાર પછી સુમંગલાએ પુત્રના ઓગણપચાસ (૯૮ પુત્રો) જોડલાને જન્મ આપ્યો. વિંધ્યાદ્રિમાં હાથીનાં બાળકોની પેઠે મહાપરાક્રમી અને ઉત્સાહી એવાં તે બાળકો આમતેમ રમતાં અનુક્રમે વૃધ્ધિ પામવા લાગ્યાં. 9 ભરત, બાહુબલિ, શંખ, વિશ્વવર્મ, વિમળ, શુભક્ષણ, અમળ, ચિત્રાંગ, ક્ષાયકીર્તિ, વરદત્ત, દત્ત, સાગર, યશધર, વર, સ્થાવર, કામદેવ, ધ્રુવ, વત્સ નંદ, સૂર્ય, સુનંદ, કુરૂ, અંગ, રંગ, કોશલ, વીર, કલિંગ, માગધ, વિદેહ, સંગમ, દશાર્ણ, ગાંભિવ, વસુવર્મ, સુવર્મ, ૨ષ્ટ, સુરષ્ટ, વૃદ્ધિકર, વિવિધકરા, સુયશ, યશકીર્તિ, યશસ્કર, કીર્તિકર, સુષેણ, બ્રહ્મસેન, વિક્રાંત, નરોત્તમ, ચંદ્રસેન, મહસેન, સુષેણ, ભાનુ, કાંત, પુષ્પદ્ભુત, શ્રીધર, દુર્છર, સુષુમાર, દુર્રય, અજયમાન, સુધર્મ, ધર્મસેન, આનંદન, આનંદ, નંદ, અપરાજિત, વિશ્વસેન, હરિષેણ, જય, વિજય, વિજયંત, પ્રભાકર, અરિદમન, માન, મહાબાહુ, દીર્ઘબાહુ, સ્થંભ, સુઘોષ, વવિશ્વ, વરાહ, વસુ, સેન, કપિલ શૈલવિદારી, અરિંજય, કુંજરબળ, જયદેવ, નાગદત્ત, કાશ્યપ, બળ, વીર, સુખમતિ, સુમતિ પદ્મનાભ, સિંહ, શયાતિ, સંયત, સુનાથ, નરદેવ, ચિત્રધર, સુરવર, દઢરથ, પ્રભંજન અને બે પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી સહિત એકસો બે સંતાનો આનંદ કિલ્લોલથી દિવસો પસાર કરી રહ્યાં હતાં. સમયનું પરિવર્તન થયું હતું. માણસો એકઠા થઈને રહેતા શીખ્યા હતા. જો લડવાનું હોય તો એકઠા મળીને લડતા હતા. આમ વિવિધ સ્થળોએ અલગ અલગ સમૂહનો માનવકુળ રચાયો. કોઈને પણ પ્રશ્નો હોય તો તરત જ કુળક૨ નાભિદેવ પાસે આવતા અને પોતાના પ્રશ્નોનો ઉકેલ મેળવતા હતા. Page #17 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થકર - સમય જતાં કલ્પવૃક્ષો હીનસત્વ થઈ ગયાં, તેમની ફળ આપવાની શક્તિ પણ હીન થઈ ગઈ. તેથી કષાય વધી પડ્યો. નીતિ મયદાનું ઉલ્લંઘન થવા માંડ્યું. યુગલિયા પરસ્પર કલહ કરવા લાગ્યા. યુગલિયા પોતાની ફરિયાદો કુળકર નાભિદેવને કહેવા લાગ્યા. તેઓની ફરિયાદ વિચિત્ર હતી. કુળકરના રાજાઓએ અપનાવેલી હકાર, મકાર અને ધિક્કાર નીતિ જાણે હવે વ્યર્થ બની રહી હોય તેમ જણાતું હતું. કુળકર નાભિદેવે ફરિયાદ લઈને આવતા યુગલિયાને જણાવી દીધું કે ઋષભકુમાર તમારો રાજા થશે. યુગલિયા રાજાનો અર્થ તો સમજ્યા નહોતા પણ માનવકુળો આનંદમાં આવી ગયાં હતાં. લોકોના સમૂહ ઋષભકુમાર પાસે આવવા નીકળી પડ્યા. ઋષભકુમારે યુગલિયાના પ્રશ્નોનો નિકાલ આણ્યો. યુગલિકોની પ્રાર્થના અનુસાર નાભિ રાજાએ ઋષભદેવને રાજા થવાનો આદેશ આપ્યો. ઈન્દ્ર આવીને પ્રભુનો રાજ્યાભિષેક અત્યંત ઉલ્લાસપૂર્વક કર્યો. એ વખતે ઇન્દ્ર કુબેરને વિનીતાનગરી રચવાની આજ્ઞા કરી. આ વિનીતાનગરી અયોધ્યાનગરી નામે પણ ઓળખાવા લાગી. 2ષભદેવે સૌને આજીવિકા માટેનાં વિવિધ સાધનો શીખવ્યાં. જમીનમાં અનાજ કઈ રીતે વાવવું કઈ રીતે પકાવવું રહેવા માટેનાં મકાનો કઈ રીતે તૈયાર કરવાં વગેરે બાબતો ઋષભકુમારે યુગલિયાઓને શિખવી. ઋષભદેવે શિલ્પ વિજ્ઞાન સો જાતના પ્રગટ કર્યો. તે આ પ્રમાણે કુંભાર, લવાર, ચિતાર, વણનાર, હજામ, એ પાંચમાંથી એકેકના વીશવીશ ભેદ કરતાં કુલ સો ભેદ થાય છે. એ પછી પ્રજા એ રીતે શિલ્પકળાઓ કરવા લાગી. ભરતે પિતા ઋષભદેવ પાસેથી પુરુષની બોતેર કલાઓ Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવ સ્વામી હસ્તગત કરી જે આ પ્રમાણે હતી. (૧) લેખનકલા (૨) પઠનકલા (૩) ગણિતકલા (૪) ગીત ગાવાની કલા (૫) નૃત્ય કલા (૬) તાલમાનની કલા (૭) ઢોલ વગાડવાની કલા (૮) મૃદંગ વગાડવાની કલા (૯) વીણા વગાડવાની કલા (૧૦) વાંસળી વગાડવાની કલા (૧૧) ભેરી વગાડવાની કલા (૧૨) હસ્તિ પરખવાની કલા (૧૩) અશ્વ પરખવાની કલા (૧૪) ધાતુવાદની કલા (૧૫) દષ્ટિવાદની કલા (૧૬) મંત્રવાદની કલા (૧૭) પલિત વિનાશની કલા (૧૮) રત્ન લક્ષણ (૧૯) સ્ત્રી લક્ષણ (૨૦) પુરુષ લક્ષણ (૨૧) છંદકરણ (૨૨) તર્કવાદ (૨૩) ન્યાય (૨૪) તત્ત્વવિચાર (૨૫) કાવ્યકરણ (૨૬) જ્યોતિષ (૨૭) ચારવેદની કલા (૨૮) વૈદ્યકલા (૨૯) ષભાષા જ્ઞાન (૩૦) વશીકરણ (૩૧) અંજન (૩૨) લિપિ (૩૩) કૃષિકર્મ (૩૪) સ્વપ્ન (૩૫) વ્યાપાર (૩૬) રાજસેવા (૩૭) શકુન (૩૮) ઇન્દ્રજાળ (૩૯) વાયુતંભન (૪૦) અગ્નિ સ્તંભન (૪૧) વર્ષાદિ વરસાવવાની કલા, (૪૨) લેપન કલા (૪૩) મદનકલા (૪) ઉર્ધ્વજવાની કલા (૪૫) ઘટબંધનની કલા (૪૬) ઘણો ફેરવો (૪૭) પત્ર છેદવાં (૪૮) મર્મભેદન (૪૯) ફળ ખેંચવા (૫૦) પાણી વૃષ્ટિ (૫૧) લોકાચાર શીખવાની કલા (૫૨) લોકોની મરજી રાખવાની કલા (પ૩) ફળ ભરવાની કલા (૫૪) ખગ ધારવાની કલા (પપ) છુરીબંધન (પ) મુદ્રાકરણ (૫૭) લોહઘટન (૫૮) દંત સમારણ (૫૯) કાષ્ઠ છેદન-(૬૦) ચિત્રકરણ (૧) બાહુયુદ્ધ (૬૨) દષ્ટિયુદ્ધ (૩) દયુદ્ધ (૬) ખગયુદ્ધ (૬૫) વચનયુદ્ધ (૬૬) ગરુડમદિન (૭) સર્પદમન (૬૮) ભૂતદમન (૯) મલ્લયુદ્ધ (૭૦) યોગધ્યાન (૭૧) વર્ષજ્ઞાન અને (૭૨) નામાવલિ. ઉપરોક્ત વિદ્યાઓનો અભ્યાસ કરાવીને ઋષભદેવે ભરતને શીખવ્યું કે એક આદર્શ આર્યપુરુષ કેવો હોવો જોઈએ. તેમજ એનામાં કઈ જાતની મહત્ત્વાકાંક્ષાઓ, મહાવિદ્યાઓ, www.ja Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ચોવીશ તીર્થંકર લઘુવિદ્યાઓ, બળ, બુદ્ધિ અને તર્ક હોવાં જોઈએ વગેરેનું માર્ગદર્શન આપ્યું. ઋષભદેવે બાહુબલિને સ્ત્રીની ચોસઠ કલાઓ શિખવી તે કલાઓનાં નામ આ પ્રમાણે હતાં. (૧) નૃત્ય કરવાની કલા (૨) આદર દેવાની કલા (૩) ચિત્રકલા (૪) વાદકલા (૫) મંત્રકલા (૬) તંત્રકલા (૭) જ્ઞાનકલા (૮) વિજ્ઞાનકલા (૯) દડકલા (૧૦) જળસ્તંભન કલા (૧૧) ગીત ગાવાની કલા (૧૨) તાલમાનની કલા (૧૩) મેઘવૃષ્ટિની કલા (૧૪) ફળાકૃષ્ટિની કલા (૧૫) વચન ગોપન (૧૬) આકાર ગોપન (૧૭) ધર્મવિચાર (૧૮) શકુન જોવા (૧૯) ક્રિયાકલ્પ (૨૦) સંસ્કૃત ભાષા બોલવી (૨૧) પ્રમાદનીતિ (૨૨) ધર્મનીતિ (૨૩) વર્ટિકાવૃષ્ટિ (૨૪) સુવર્ણસિદ્ધિ (રપ) સુગંધી તેલ કરવું (૨૬) લીલા સહિત ચાલવું (૨૭) હસ્તિ-ઘોડાની પરીક્ષા કરવી (૨૮) સ્ત્રી-પુરુષનાં લક્ષણ જાણવાં (૨૯) સુવર્ણ રત્નભેદનું જ્ઞાન (૩૦) અઢારજાતિની લિપિ (૩૧) તાત્કાલિક બુદ્ધિ (૩૨) વાસ્તુક સિદ્ધિ (૩૩) વૈદ્યક્રિયા (૩૪) કામક્રિયા (૩૫) ઘટભ્રમણ (૩૬) સારિ પરીક્ષા (૩૭) અંજનયોગ (૩૮) ચૂર્ણયોગ (૩૯) હસ્ત લાઘવ (૪૦) વચન ચતુરતા (૪૧) ભોજન વગેરે (૪૨) વ્યાપાર વિધિ (૪૩) મુખ મંજન (૪૪) શાલિખંડન (૪૫) કથા કહેવી (૪૬) ફૂલ ગૂંથન (૪૭) વાંકું બોલવું (૪૮) કાર્યશક્તિ (૪૯) વેષ બનાવવો (૫૦) સર્વપ્રકારની ભાષાઓ બોલવી (૫૧) અભિધાન જ્ઞાન (પ) ઘરેણાં પહેરવાં (પ૩) રાજાની ભક્તિ કરવી (૫૪) ઘરનો આચાર શીખવો (૫૫) કાવ્યકરણ (૫૬) પરને હરાવવો (૫૭) ધાન્ય રાંધવું (૫૮) કેશ બાંધવા ગૂંથવા (૫૯) વીણા. વગાડવી (૬૦) વિતંડાવાદ (૧) અંક વિચાર (૬૨) લોક વ્યવહાર (૩) અંત્યાક્ષરિકા અને (૬૪) પ્રશ્ન પ્રહેલિકા. આમ ઋષભદેવે બાહુબલીને ચોસઠ કલાઓમાં પારંગત બનાવ્યા. Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવ સ્વામી ૠષભદેવે બ્રાહ્મીપુત્રીને બોલાવીને તેને પણ જમણે હાથે અઢાર લિપિ શિખવી. ૧૧ બ્રાહ્મીને પિતા પાસેથી જે અઢાર લિપિ શિખવા મળી તે આ પ્રમાણે હતી. (૧) હંસ (૨) ભૂત (૩) યક્ષ (૪) રાક્ષસ (૫) ઉડડુ (૬) યાવની (૭) તુરકી (૮) કીરિ (૯) દ્રાવડી (૧૦) સૈંઘવી (૧૧) માળવી (૧૨) નડી (૧૩) નાગરી (૧૪) લાટી (૧૫) પારસી (૧૬) અનિમિત્ત (૧૭) ચાણાકી અને (૧૮) મૂળદેવી લિપિ તથા ડાબા હાથે શાસ્ત્ર ગણિતાદિ સુંદરીને શીખવ્યા. આ ઉપરાંત યુદ્ધને ઉપયોગી થાય તેવું શસ્ત્રાશસ્ત્રનું જ્ઞાન ઋષભદેવે ભરતને આપ્યું તેમજ હસ્તિ-અશ્વના લક્ષણો જાણવાનું જ્ઞાન બાહુબલીને આપ્યું. ૠષભદેવ ભગવંતે તેસઠ લાખ પૂર્વ સુધી નિષ્કંટક રાજ્ય ભોગવ્યું. એક દિવસ વસંતૠતુમાં સારસ્વાદિ દેવતાઓએ આવીને ૠષભદેવ પ્રભુ પાસે આવીને વિનંતી કરી : ‘આપ ધર્મતીર્થ પ્રવર્તાવો.’ આથી ઋષભદેવ પ્રભુએ અવધિજ્ઞાન વડે સંયમ લેવાનો અવસર જાણીને ભરતને અયોધ્યાનું રાજ્ય, બાહુબલીને બહુલી દેશનું રાજ્ય અને બીજા પુત્રોને યથાયોગ્ય ગામ-નગર આપ્યાં. નાભિરાજા અને સુનંદાએ દેહત્યાગ કરી દીધો હતો. ઋષભદેવના અંતરમાં સંયમ ગ્રહણ કરવાના ભાવ રમી રહ્યા હોવાથી માતા મરુદેવા, પ્રિયા સુમંગલા, ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી સહિત દરેકની રજા મેળવી લીધી હતી અને દાનશાળા ખોલી હતી. ૠષભદેવ પ્રભુ જેને જે જોઈતું હોય તે આપીને સૌ કોઈની ઇચ્છા સંતોષતા હતા. આ વખતે ઇન્દ્રના આદેશથી કુબેરે પ્રેરેલા જાંભક Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ચોવીશ તીર્થકર દેવતાઓએ ઘણા કાળથી ભ્રષ્ટ થયેલું, નધણિયાતું, મર્યાદાને ઉલ્લંઘન કરનારું, ગિરિ અને કુંજમાં રહેલું, સ્મશાન વગેરે સ્થાનોમાં ગૂઢ રહેલું, ઘરમાં ગુપ્ત કરેલું રોપ્ય, સુવર્ણ અને રત્નાદિક દ્રવ્ય સર્વ જગ્યાએથી લાવીને વરસાદ જેમ પાણીને પૂરે તેમ પૂરવા લાગ્યા. ઋષભદેવ હંમેશાં સૂર્યનો ઉદય થાય ત્યારથી તે ભોજનનો સમય થાય ત્યાં સુધીમાં એક કોટિ અને આઠ લાખ સુવર્ણમુદ્રાઓનું દાન આપતા હતા. આ પ્રમાણે 2ષભદેવ સ્વામીએ એક વર્ષમાં ત્રણસો અક્યાસી કરોડ એંશી લાખ સુવર્ણનું દાન કર્યું. ચૈત્ર માસ શરૂ થયો. અને ચૈત્ર વદ આઠમના દિવસે જ્યારે ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રમાં દિવસના પાછલા ભાગમાં આવ્યો ત્યારે ઋષભદેવ સર્વસ્વનો ત્યાગ કરીને મહાપ્રયાણના પંથે પગલાં માંડવા અગ્રેસર થયા. વાતાવરણમાં ગંભીરતા આપોઆપ છવાઈ ગઈ હતી. ઋષભદેવે પોતાની સુદીર્ઘ કેશવાળી પીઠ પર છૂટી મૂકી દીધી હતી. ઋષભદેવે પગમાંથી ઉપાનહ અને મસ્તક પરથી મુગટ ઉતારીને એક તરફ મૂકયો. દક્ષિણાયનમાંથી મંદમંદ સમીર વાતો હતો. કોકિલના. મધુર ટહુકાથી વાતવરણ પ્રસન્ન બન્યું હતું. થોડી વારમાં તો ઋષભદેવ મહાપ્રયાણની દિશામાં પગલાં માંડી રહ્યાં છે. તે વાત વાયુવેગે સર્વત્ર પ્રસરી ગઈ. માનવગણનો મેળો આમ્રવનમાં ભરાયો. ઋષભદેવ નિર્મોહી બનીને ઊભા છે. માનવગણની આંખમાં આંસુની ધારા વહી રહી છે. સૌના Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવ સ્વામી મુખ પર વિષાદની ઘેરી છાયા છવાઈ ગઈ છે. સહુના અંતરમાં એક જ પ્રશ્ન ધોળાતો હતો : અરે જે સુખ, સંપત્તિ અને સાહ્યબીને પામવા સંસાર મરી પડે છે એનો ત્યાગ કરીને ઋષભદેવ એવું તે શું નવું પ્રાપ્ત કરવા ઇચ્છે છે...? માતા મરુદેવા પણ આમ્રવનમાં આવ્યાં હતાં. એમની આંખોમાંથી અશ્રુઓનો ઘોઘ વહેવા માંડ્યો. માતા મરુદેવા પુત્રને રોકવા વિનવણી કરવા લાગ્યાં. અશ્રુભર્યા નયને માતા મરુદેવા બોલ્યાં : વત્સ, આ રીતે તું મારો ત્યાગ કરીને જવાનું માંડી વાળ. તારાં દર્શનમાત્રથી મને પરમસુખ ઊપજે છે. તારા વિના આ સુખ શું કામનું ...?’ ૧૩ ઋષભદેવે સમભાવ કેળવીને કહ્યું : “માતાજી, સહુએ જવાનું છે. જનારાને કોઈ રોકી શકતું નથી. પ્રત્યેક અંધકારની પાછળ પ્રકાશનું તેજ છુપાયેલું છે. એ રીતે દરેક દુઃખની પાછળ સુખ અવશ્ય છે. માતા, દુઃખને પચાવો અને એની પાછળના સુખને શોધવા માટેનો પ્રયત્ન કરો.’ માતા મરુદેવા પુત્રને ઉત્તર ન આપી શક્યાં. પણ પુત્રને મહાપ્રયાણના માર્ગે જતો જોઈને ભારે વેદના અનુભવી રહ્યાં. ઋષભદેવે ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી વગેરે સૌને યોગ્ય વચનો જણાવીને સંતોષ આપ્યો. હવે મહાપ્રયાણના પંથે જવાનો સમય થઈ ચૂકયો હતો. પોતાનું આસન ચિલત થવાથી ઈન્દ્ર ભક્તિપૂર્વક ઋષભદેવ પાસે આવ્યા. જળના કુંભ હસ્તમાં રાખનારા બીજા ઇન્દ્રોની સાથે રાજ્યાભિષેકની જેમ એણે ઋષભદેવનો દીક્ષા ઉત્સવ સંબંધી અભિષેક કર્યો. ઇન્દ્ર ઋષભદેવ માટે સુદર્શન નામની એક શિબિકા તૈયારી કરી. ઋષભદેવ શિબિકા પર આરૂઢ ગયા. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ચોવીશ તીર્થંકર પહેલાં તો આશ્ચર્યમુગ્ધ બનેલા મનુષ્યોએ ત્યારબાદ દેવતાઓએ જાણે મૂર્તિમંત પોતાનો પુણ્યભાર હોય તેમ શિબિકાને ઉપાડી. આ સમયે સુર અને અસુરોએ હર્ષથી વગાડેલાં મંગળ વાજિંત્રોએ પોતાના નાદથી પુષ્કરાવતક મેઘની જેમ દશે દિશાઓને પૂરી દીધી. જાણે આ લોક અને પરલોકનું મૂર્તિમંત નિર્મળપણું હોય એવા બે ચામરો પ્રભુના બંને પાર્શ્વભાગમાં પ્રકાશી રહ્યાં અને દેવતાઓ પ્રસન્ન સ્વરે ભગવંતનો જયજયકાર કરવા લાગ્યા. શિબિકામાં આરૂઢ થઈને માર્ગમાં ચાલતા ઋષભદેવ ઉત્તમ દેવોના વિમાનમાં રહેલી શાશ્વત પ્રતિમા જેવા શોભતા હતા. માનવો, દેવતાઓ ઋષભદેવને નિહાળવા માટે ઊમટી પડ્યા હતા. ઋષભદેવની બન્ને બાજુ ભરત અને બાહુબલી સેવા કરતા હતા અને અઠ્ઠાણું વિનીત પુત્રો પ્રભુની પાછળ ચાલતા હતા. માતા મરુદેવા, પત્ની સુમંગલા, પુત્રી બ્રાહ્મી અને સુંદરી સહિત અન્ય સ્ત્રીઓ પ્રભુની પછવાડે ચાલતી હતી. એ રીતે પૂર્વજન્મવાળું સવથસિદ્ધ વિમાન હોય તેવા સિદ્ધાર્થ નામના ઉદ્યાનમાં ઋષભદેવ સ્વામી પધાર્યા. ત્યાં મમતા રહિત ધનુષ્યની જેમ સંસારથી ઊતરે તેમ નાભિકુમાર શિબિકારત્નમાંથી અશોકવૃક્ષ નીચે ઊતયાં. ઋષભદેવે કાયા પરનાં તમામ આભૂષણો ઉતારી નાખ્યાં. તે વખતે ઈન્દ્ર પાસે આવીને જાણે ચંદ્રના કિરણોથી જ વણેલું હોય તેવું ઉજ્વળ અને ઝણું દેવદુષ્ય વસ્ત્ર પ્રભુના અંધ ઉપર આરોપણ કર્યું. આજ ચૈત્રમાસના કૃષ્ણપક્ષની અષ્ટમીનો દિવસ હતો. Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવ સ્વામી ઋષભદેવ સ્વામીએ એકવાર એકત્રિત થયેલા વિશાળ માનવસમુદાય અને દેવતાઓ ભણી દૃષ્ટિ કરી. વાતાવરણમાં ભારે ઉત્તેજના જન્મી હતી. માનવસમુદાયમાં ચર્ચા શરૂ થઈ હતી : અરે....! ગંધ, માલ્ય અને આભૂષણોના ત્યાગથી ૠષભદેવ કેવા સુંદર દેખાય છે...! પણ આ શું...? ઋષભદેવે પોતાની એક મુષ્ટિથી દાઢી અને મૂછના વાળની ગુચ્છાને ચૂંટી કાઢ્યો. દીધી. ૧૫ બીજી મુષ્ટિમાં મસ્તકના કેશનો એક ગુચ્છો ચૂંટાયો. ત્રીજી મુષ્ટિમાં મસ્તકના વાળનો બીજો ગુચ્છો ચૂંટાયો. સર્વત્ર હાહાકાર મચી ગયો. સ્રીઓએ આંખો બંધ કરી અને.. ચોથી મુષ્ટિ બિડાઈને ત્રીજો ગુચ્છો નીકળી આવ્યો. પ્રભુના કેશને સૌધર્મપતિએ પોતાના વસ્ત્રના છેડામાં ગ્રહણ કર્યાં. ૠષભદેવ પ્રભુએ પાંચમી મુષ્ટિથી બાકીના કેશનો લોચ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. ત્યારે ઇન્દ્રે આગળ આવીને પ્રાર્થના કરી : પ્રભુ, હવે તેટલી કેશવલ્લી રહેવા દો, કેમકે જ્યારે પવનથી ઊડીને તે તમારા સુવર્ણના જેવી કાંતિવાળા ખભાના ભાગ ઉપર આવે છે ત્યારે મસ્તક મણિની જેમ શોભે છે.... દેવી સુમંગલાએ પણ પાંચમી મુષ્ટિ કેશલોચન ન કરવા વિનવણી કરી. અને ઋષભદેવે પાંચમી મુષ્ટિ પાછી ફેરવી. મસ્તક પરની તેટલી કેશવલ્લીને તેવી રીતે જ રહેવા દીધી. કારણ કે સ્વામીઓ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પોતાનાં એકાંત ભક્તોની યાચનાનું ખંડન કરતા નથી. આ તરફ સૌધર્મપતિએ તે કેશને ક્ષીરસમુદ્રમાં નાખી આવીને રંગાચાર્યની પેઠે મુષ્ઠિ સંજ્ઞાથી વાજિંત્રોનું નિવારણ કર્યું. ૠષભદેવ સ્વામીએ દેવ, અસુર અને મનુષ્યોની સમક્ષ સિદ્ધને નમસ્કાર કરીને સઘળા સાવધ યોગનું પ્રત્યાખ્યાન કરું છું એટલું કહીને મોક્ષમાર્ગના રથતુલ્ય ચારિત્ર ગ્રહણ કર્યું. પ્રભુના દીક્ષોત્સવથી નારકીના જીવોને પણ ક્ષણવાર સુખ ઉત્પન્ન થયું. જાણે દીક્ષાની સાથે સંકેત કરીને રહેલું હોય તેમ મનુષ્યક્ષેત્રમાં રહેલા સર્વસંશી પંચેન્દ્રિય જીવોના મનોદ્રવ્યને પ્રકાશ કરનારું મન:પર્યવ જ્ઞાન તરત જ ઋષભદેવ સ્વામીને ઉત્પન્ન થયું. ચોવીશ તીર્થંકર પ્રભુએ મંથર ગતિએ ડગ માંડ્યા. અનેક લોકો ઋષભદેવ સ્વામીના પંથે જવા તૈયાર થયા પરંતુ રાજા ભરતે તેમને રોક્યા અને જવાબદારીનું ભાન કરાવ્યું. છતાં ચાર હજાર જેટલા રાજાઓ ૠષભદેવની સાથે ચાલી નીકળ્યા અને દીક્ષા ગ્રહણ કરી. પ્રભુ થોડી વારમાં અયોધ્યાવાસીઓની દ્રષ્ટિમાંથી અદૃશ્ય થયા. પૂર્વે બાંધેલા કર્મના ઉદયથી પારણાના દિવસે પરિભ્રમણ કરતાં પ્રભુને નિર્દોષ ભિક્ષા પ્રાપ્ત થઈ શકી નહિ, કારણ કે સમગ્ર જનસમૂહ ગોચરીમાં કયા પ્રકારનો આહાર અપાય એ વિષે અજ્ઞાત હતો. લોકોને ૠષભદેવ સ્વામી પ્રત્યે અનન્ય ભક્તિ હતી પરંતુ વિવેક અને સમજ વગરની ભક્તિના કારણે ઘણીવાર મુશ્કેલી સર્જાતી હોય છે. કોઈ પ્રભુને ગોચરી રૂપે હાથી આપવા લાગ્યા તો કોઈ કુલીન કન્યાઓ, કોઈ સુવર્ણનાણું, તો કોઇ અલંકારોની ભેટ ધરવા લાગ્યા પરંતુ પ્રભુ તો અપરિગ્રહી હતા. પરિગ્રહ માત્રનો એમણે ત્યાગ કર્યો હતો. પછી આવા પ્રકારની Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવ સ્વામી વસ્તુઓને તેઓ શું કરે ? આ રીતે મૌનવ્રત ધારણ કરીને આત્મરમણતામાં રમતા ઋષભદેવ ગામેગામ વિચારવા લાગ્યા. ૠષભદેવ પ્રભુની કાંચનવરણી કાયા પર રજકણો ભરાયા છે. ક્ષુધાથી ક્ષામ કુક્ષી છે. કેટલાય દિવસોથી મૌનવ્રત પાળી રહ્યાં છે. કંઈ લેતા નથી. તૃષાવંત છે છતાં કંઈ પાન કરતા નથી. શ્રમવંત હોવા છતાં વિશ્રામ લેતા નથી. જ્યારે જુઓ ત્યારે જાગૃત અવસ્થામાં જ... ૧૭ પ્રભુને અન્ન ન લીધાને દિવસોના દિવસો વ્યતીત થઈ ગયા. દીક્ષા અને મૌનવ્રત ધારણ કર્યા પછી તેમણે અનો દાણો પેટમાં નાખ્યો નથી. અને એક દિવસ વિહાર કરતાં કરતાં ઋષભદેવ સ્વામી ગજપુર નગરમાં આવ્યા. ગજપુર નગરમાં પ્રભુના સ્વાગતની ભવ્ય તૈયારીઓ થઈ. નગરજનોએ તો પોતાના ઘરબાર સુધ્ધાં અર્પણ કરી દીધાં. કોઇએ મણિ-મુક્તાની રેલમછેલ કરી પણ પ્રભુને આ કંઇ ખપતું નથી. ગજપુર નગરીના રાજવી સોમયશના ભવનમાં આ ચર્ચાની વાતો આવી. ગજપુર નગરીના રાજા સોમયશ એટલે બાહુબલીના પુત્ર. રાજા સોમયશના પુત્ર શ્રેયાંસકુમાર. શ્રેયાંસકુમારના કાને ઋષભદેવ પ્રભુ પધાર્યાના સમાચાર આવ્યા ત્યારે તેઓ આનંદિત બની ઊઠ્યા. એને થયું કે પોતાના દાદાના પિતા છે. શ્રેયાંસકુમાર અતિ હર્ષિત બનીને પ્રભુને વંદના કરવા જવાની તૈયારી કરી રહ્યો છે ત્યાં સમાચાર આવ્યા કે પ્રભુ રાજભવન ભણી આવી રહ્યા છે. શ્રેયાંસકુમાર તરત જ રાજભવનના દ્વારે આવ્યો તો ચો. તી. ૨ Page #27 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર ઋષભદેવ સ્વામીને દ્વારે ઊભેલા જોયા. પ્રભુને જોતાં જ પૂર્વજન્મનું જ્ઞાન પ્રાપ્ત થયું. શ્રેયાંસકુમાર અતિ આનંદિત થઈને પ્રભુના ચરણોમાં પડ્યો. શ્રેયાંસકુમારે પ્રભુના મુખકમલનું અવલોકન કર્યું અને એણે કહ્યું : “અરે..પ્રભુ તો ક્ષુધાથી ક્ષામકુક્ષી છે, જેણે સર્વસ્વ તર્યું છે, એને હાથી, ઘોડા, મણિ મુક્તાની શી જરૂર છે ? અરે કોઈ દોડો, ત્યાં તાજા ઈક્ષરસ (શરડી)ના ઘડા તૈયાર છે. લાવો...પ્રભુની સુધા અને તૃષા બને એનાથી શાંત થશે.” સેવકો ઘડા લેવા દોડ્યા. પણ શ્રેયાંસને જરા પણ વિલંબ પોષાતો નહોતો. આથી તે જાતે દોડીને ઘડા લઈ આવ્યો. અને એણે ભક્તિભાવપૂર્વક પ્રભુ સાયે ધય. પ્રભુએ એ લેવા માટે હાથ લંબાવ્યા. ધન્ય છે શ્રેયાંસ તને...! સદા સીધા રહેતા હસ્ત આજ તારી તરફ પ્રભુએ લંબાવ્યા. અરે આ પૃથ્વીના પતિએ આજ સુધી ઊંચા હાથે જ સૌને આપ્યું હતું. પણ આજ તારું આપ્યું સ્વીકાર્યું નીચા હાથે...ધન્ય છે શ્રેયાંસ તને..! શ્રેયાંસ ઈક્ષરસોના કુંભો પ્રભુના હસ્તરૂપી પાત્રમાં ખાલી કરવા લાગ્યો. ભગવાન ઋષભદેવના હસ્ત પાત્રમાં ઘણો રસ સમાયો પણ શ્રેયાંસના હૈયામાં તેટલો હર્ષ સમાયો નહિ. તે નૃત્ય કરવા દલાગ્યો. આકાશમાં પ્રતિનાદથી વૃદ્ધિ પામેલાં દુદુભિઓ ધ્વનિ કરવા લાગ્યા. મનુષ્યોના નેત્રના આનંદાશ્રુની વૃષ્ટિ સાથે આકાશમાંથી દેવતાઓએ રત્નોની વૃષ્ટિ કરી. પંચવર્ણના પુષ્પોની પણ વૃષ્ટિ કરવા લાગ્યા. Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવ સ્વામી સર્વ દેવવૃક્ષના કુસુમ સમૂહથી સંચય કરેલ હોય તેવા ગંધોદકની વૃષ્ટિ દેવતાઓએ કરી. જાણે આકાશને વિચિત્ર વાદળમય કરતાં હોય તેમ દેવતાઓ તથા મનુષ્યો ઉજ્જ્વળ વસ્ત્રો ઉત્સેપ કરવા લાગ્યા. વૈશાખ માસની શુકલ તૃતીયાને દિવસે આપેલું તે દાન અક્ષય થયું, તેથી તે પર્વ અક્ષય તૃતીયાના નામથી અદ્યાપિ સુધી પ્રવર્તે છે. જગતમાં દાનધર્મ શ્રેયાંસથી પ્રવર્તો અને બાકીનો સર્વ વ્યવહાર અને નીતિનો ક્રમ ભગવંતથી પ્રવર્તો. ૧૯ , ઋષભદેવ વિહાર કરતાં કરતાં એક દિવસ બાહુબલીના રાજ્યમાં આવી પહોંચ્યા. બહતી નામના દેશની તક્ષશિલા નામની અત્યંત સુંદર નગરીમાં બાહુબલી, રાજ્યનો કારભાર સંભાળી રહ્યા હતા. નગરીના ઉદ્યાનમાં પૃથ્વીનાથ ઋષભદેવ પધયા છે એ સમાચાર વાયુવેગે નગરીમાં પ્રસરી ગયા. રાજા બાહુબલીએ નગરીને શણગારવાની સૂચનાઓ આપી. બી.જે દિવસે પ્રાતઃકાળે બાહુબલી, રાણી વસંતતિલકા હસ્તી પર બેસીને ઋષભદેવના દર્શનાર્થે જવા વિદાય થયા. જ્યાં ઋષભદેવ ઊતર્યા હતા. તે ઉપવનમાં બાહુબલી, રાજપરિવાર તથા નગરજનો વાજતેગાજતે આવી પહોંચ્યા. પણ આ શું ? ઉપવનનો રક્ષક ઉદાસ ચહેરે બેઠો હતો. બાહુબલીએ ઉદાસીનું કારણ પૂછ્યું. ત્યારે ઉપવનના રક્ષકે વિષાદપૂર્ણ ભાવે કહ્યું : ‘કૃપાનાથ, રાત્રી જેમ સરી જાય તેમ રાત્રીની સાથે જ પૃથ્વીનાથ અન્યત્ર ચાલ્યા ગયા. તેઓ કયા માર્ગેથી પસાર થયા હશે તે જાણી શકાયું નથી.’ આ સાંભળીને બાહુબલી હતપ્રભ થઈ ગયા. તેઓ કશું બોલી ન શક્યા. થોડી વાર તો એમને એમ સ્થિર ભાવે ઊભા રહ્યા. Page #29 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર રાજા બાહુબલીના નેત્રોમાંથી આંસુઓની ધારા વહેવા માંડી. તેમનું હૈયું ગદ્ગદિત બન્યું. બાહુબલી તરત જ તે સ્થાન પાસે ગયા કે જ્યાં ઋષભદેવે રાત્રીકાળ પસાર કર્યો હતો. એ ધરતી સુંદર લક્ષણવાળા પદ્મ ચિહ્નોથી યુક્ત હતી. એ પદ્મ ચિહ્નો જોતાંની સાતે જ બાહુબલીનું વજ્ર જેવું લાગતું હૈયું ભાંગી પડ્યું. રાજા બાહુબલી અશ્રુ સારવા લાગ્યા. બાહુબલીના મંત્રીઓએ રાજાને આશ્વાસન આપ્યું. રાજા બાહુબલીએ ત્યાં રત્નમય ધર્મચક્રનું સ્થાપન કર્યું. આઠ યોજન વિસ્તારવાળું, ચાર યોજન ઊંચું અને સહસ્ત્ર આરાવાળું તે ધર્મચક્ર જાણે આખું સૂર્યબિંબ હોય તેવું શોભવા લાગ્યું. ૨૦ આ તરફ માતા મરુદેવા અને રાજા ભરતદેવને સમાચાર મળી ચૂક્યા હતા કે પૃથ્વીનાથે ભિક્ષા ગ્રહણ કઈ રીતે કરી તથા તે પ્રસંગનું તાદશ્ય વર્ણન ગજપુર નિવાસી એક પ્રવાસીએ કર્યું હતું. માતા મરુદેવાની આંખમાં આંસુ ઊપસી આવ્યાં. તેઓ બોલ્યાં : ‘ઓહ, હું કેવી કમભાગી છું...! હું નિરાંતે રાજભવનમાં બેઠી છું અને દીકરો વનેવનમાં ભૂખ્યો અને તરસ્યો ફરે છે. શ્રેયાંસ કેવો સદ્ભાગી છે...!' ભરતે મરુદેવાને કહ્યું : માતા, જેણે મહાન ઉન્નતિ માટે સર્વસ્વનો ત્યાગ કર્યો હોય એને આવા વિચારો આવતા જ ન હોય. આપ જે પ્રકારની ચિંતા સેવી રહ્યાં છો તે વ્યર્થ છે.’ ત્યાં જ સમાચાર જાણવા મળ્યા કે ઋષભદેવ સ્વામી પુરિમતાલના શકટાનન નામના ઉદ્યાનમાં પધાર્યા છે. આ સમાચાર સાંભળીને રાજા ભરત અને મરુદેવાના હર્ષનો પાર ન રહ્યો. જ્યારે ઋષભદેવ સ્વામી શકટાનન ઉદ્યાનમાં અઠ્ઠમનો તપ કરીને મૌન ધારણ કરીને એક વૃક્ષની નીચે ઊભા હતા. Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવ સ્વામી ફાગણ વદ અગિયારસનો દિવસ. ઉત્તરષાઢા નક્ષત્રના યોગમાં પ્રાત:કાળે ઋષભદેવ સ્વામીને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. તે જ સમયે સર્વ દેવોએ મળીને ત્યાં સમવસરણ રચ્યું. એટલે પ્રભુ નમો હિન્દુસ્સ’ એમ કહીને સિંહાસન પર બિરાજયા ત્યાં બાર પર્ષદા દેશના શ્રવણ કરવાને બેઠી. મહારાજા ભરત અને માતા મરુદેવા વગેરે સૌને આ સમાચાર સાંભળવા મળ્યા અને રાજા ભરતે માતા મરુદેવાને હાથીની અંબાડી પર બેસાડ્યાં. ભરતરાજા પણ હાથીની. અંબાડી પર માતાની સાથે બેસી ગયો. આ સમયે આખું નગર ઉત્સાહ આનંદના રસસાગરમાં ડૂબીને સૌ ઉદ્યાન ભણી પ્રભુના દર્શનાર્થે જઈ રહ્યાં હતાં. માર્ગમાં હાથીની અંબાડી પર બિરાજેલાં માતા મરુદેવા ભરતને કહેતાં હતાં કે મારો ઋષભ દેખાય એટલે જણાવજે. પરંતુ ઉદ્યાન તો હજુ દૂર હતું. રાજહસ્તીની પાછળ અનેક બીજા હસ્તીઓ આવી રહ્યા હતા. એની પાછળ રથો, શિબિકાઓ, અશ્વો વગેરે આવી રહ્યા. માતા મરુદેવાએ ભરતને કહ્યું : “ભરત, જો સામે મારો ઋષભ દેખાય છે. વટવૃક્ષના મૂળમાં દેખાય છે.! એણે ચારે તરફ પ્રકાશનું કેવું વર્તુળ રહ્યું છે.? પણ હું કંઈ મારા ઋષભને થોડી ભૂલી જાઉં..!" માતાજી, અમે હજુ પ્રભુને જોઈ શકતા નથી ત્યાં તો તમે જોઈ લીધા કે શું...?” ભરતદેવે કહ્યું. “ભરત, આંખોમાં તો અજવાળાં થઈ રહ્યાં છે. આ તો મારા ઋષભનો ચમત્કાર છે. એક શાસનનો ત્યાગ કર્યો તો એણે એનાથી ભારે શાસન જમાવ્યું. એને જોઈને બધા કેવા આનંદિત બની ગયા છે. ભરત, આ પ્રેમશાસનની પાસે તારું આ શાસન Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ચોવીશ તીર્થંકર મને સાવ નિમલ્ય જણાય છે.” માતા મરુદેવા ભાવવિભોર બન્યાં હતાં. મરુદેવા આંખોમાં હર્ષનાં આંસુ ઠાલવીને ગળગળા સ્વરે બોલ્યાં : “સંસારમાં પુત્રો માતાને પ્રણામ કરે પણ આજ માતા પુત્રને પ્રણામ કરે છે.ધન્ય છે.! તારું શાસન ધન્ય છે.” અને માતા મરુદેવાએ જોરથી ચિત્કાર કર્યો. એ સાથે જ કંઈક કડાકો થયો. તત્કાળ સમકાળે અપૂર્વકરણના ક્રમથી ક્ષેપક શ્રેણીમાં આરૂઢ થઈ, આઠ કર્મને ક્ષીણ કરીને માતા મરુદેવાએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે જ વખતે આયુષ્ય પણ પૂર્ણ કર્યું. અલંકૃત કેવળી થઈ સ્વામિની મરુદેવા હસ્તી સ્કંધ પર આરૂઢ થયેલા અવ્યયપદ (મોક્ષ)ને પામ્યા. આ અવસર્પિણીમાં મરુદેવા પ્રથમ સિદ્ધ થયા. તેમના શરીરનો સત્કાર કરીને દેવતાઓએ ક્ષીર સમુદ્રમાં નિક્ષિપ્ત કર્યું. આ તરફ મહારાજા ભરત રાજચિહનો ત્યાગ કરીને પરિવાર સહિત પગે ચાલીને ઉત્તર દિશાના દ્વારેથી સમવસરણમાં પ્રવેશ કર્યો. ઋષભદેવ સ્વામી દેશના આપી રહ્યા હતા. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી ઋષભદેવ સ્વામીએ એક લાખ પૂર્વ સુધી પૃથ્વી પર વિહાર કર્યો. શ્રી ઋષભદેવ સ્વામીના પ્રથમ ગણધર પુંડરિક સ્વામી ચૈત્ર શુદિ પુનમના દિવસે પાંચ ક્રોડ સાધુઓ સહિત વિમલગિરિ (શત્રુજ્ય) ઉપર મુક્તિ પામ્યા ત્યાં ભારતે આવીને ઋષભદેવ અને પુંડરિક ગણધરના શરીર પ્રમાણે કાંચન બલાન કરાવ્યાં. ભરતદેવે શત્રુંજય તીર્થ ઉપર ઋષભદેવ જિન તથા પુંડરિક Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવ સ્વામી ગણધરની પ્રતિમાયુક્ત એક મહાપ્રસાદ કરાવ્યો. શ્રી ઋષભદેવ સ્વામી પણ તે તીર્થ પર અનેક વાર આવ્યા હતા. એવું શાસ્ત્રમાં જણાવાયું છે કે પ્રથમ તીર્થંકર શ્રી ૠષભદેવ વિહાર કરતા કરતા અનેક દેવતાઓ સહિત નવાણું પૂર્વ વાર સુધી શત્રુંજય તીર્થ પર સમવસર્યા. એટલે કે (૬૯૦૮૫૪૪૦૦૦00000000) ઓગણોસીતેર કોડાકોડી પંચાશી કોડાકોડ, ચુમાલીસ લાખ હજાર કોડ વર્ષ સુધી. શ્રી ઋષભદેવ સ્વામીએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. એમણે વીસ લાખ પૂર્વ કુમાર અવસ્થામાં, ત્રેસઠ લાખ પૂર્વ રાજ્ય-પદવીમાં, એક લાખ પૂર્વ સાધુપણામાં, એ પ્રમાણે કુલ ચોર્યાસી લાખ પૂર્વનું આયખું પાળીને હવે પોતાનું નિર્વાણ પાસે આવ્યું છે તે જાણીને દસ હજાર સાધુ સહિત અષ્ટાપદ પર્વત ઉપર આવીને ચૌદ ભક્તે (છ) ઉપવાસે અનસન ગ્રહ્યું. આસન કંપવાથી સૌધર્મેદ્રાદિ ચોસઠ દ્રો પણ ત્યાં આવ્યા. ભરતદેવ ચક્રવર્તી પણ ત્યાં આવ્યા. ત્યાં ત્રીજા આરાના નેવ્યાસી પખવાડિયાં બાકી રહે ત્યારે મહા વદી તૈરસના દિવસે અભિજિત નક્ષત્રે, ભવોપગ્રાહી કર્મ ક્ષીણ થવાથી પર્યંક આસને બેઠેલા એવા શ્રી ઋષભદેવે મુક્તિનો સ્વીકાર કર્યો. તે વખતે સમગ્ર સાધુઓના અષ્ટકર્મ ક્ષય પામવાથી તેઓ પણ મુક્તિપદ પામ્યા. ૨૩ દેવતાઓએ પૂર્વ દિશાએ પ્રભુની ગોશીષ ચંદનની ચિતા રચી ઈક્ષ્વાકુ મુનિઓની ચિતા દક્ષિણ દિશામાં અને બીજા મુનિઓની પશ્ચિમ દિશામાં, એમ ત્રણેય ચિતા ચોખૂણી રચી. આ પ્રમાણે અગ્નિસંસ્કાર કર્યા પછી તેમની ભસ્મને દેવતાઓએ અને નરપતિઓએ વાંદી. ત્યાર પછી બ્રહ્મચારીઓએ ત્યાંથી ત્રણ અગ્નિ ગ્રહણ કરી. ત્યારબાદ દેવતાઓ પોતપોતાના સ્થાને ગયા. ભરત ચક્રવર્તીએ ઋષભદેવ નિર્વાણ પામ્યા તે સ્થાનકે Page #33 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર બેઠેલા સિંહના આકારે પ્રાસાદ કરાવ્યો. ત્યાં ચોવીસ જિનેશ્વરની પ્રતિમાઓને, તેમના શરીરના માન પ્રમાણે દક્ષિણ દિશાએ ચાર, પશ્ચિમ દિશાએ આઠ, ઉત્તર દિશાએ દશ અને પૂર્વ દિશાએ બે, એ પ્રમાણે સ્થાપન કરી તથા તીર્થરક્ષા નિમિત્તે દૃઢરત્ન વડે શિખરોને છેદીને જોજન પ્રમાણે પગથિયાં કરાવ્યાં. ત્યાં પૂજા મહિમા આદિ કૃત્ય કરીને ભરત ચક્રવર્તી અયોધ્યામાં પાછા . ૨૪ (લેખકની ‘ભરતેશ્વર બાહુબલી' કથામાં ભરત ચક્રવર્તી તથા બાહુબલીના જીવનની વાતો વણી લેવામાં આવી છે. નવલકથારૂપે આ પુસ્તક પ્રગટ થઈ ગયેલ છે.) ★★ Page #34 -------------------------------------------------------------------------- ________________ ર : શ્રી અજિતનાથ સ્વામી ત્રણ જગતના સ્વામી આદિ તીર્થકર ભગવંત શ્રી ઋષભનાથ દેવના મોક્ષકાળ પછી તેમના ઈક્વાકુવંશમાં અસંખ્ય રાજાઓ થઈ ગયા અને શુભ ભાવ વડે સિદ્ધિપદને પામ્યા. શ્રી ઋષભદેવ ભગવંતની નગરી વિનીતામાં અનંતર જિતશત્રુ નામના રાજા થયા. જિતશત્રુ રાજા ન્યાયી, પરાક્રમી અને ધર્મિષ્ઠ હતા. જિતશત્રુના નાનાભાઈનું નામ સુમિત્રવિજય હતું. સુમિત્રવિજય યુવરાજપણાને ધારણ કરતો હતો. જિતશત્રુ રાજાની રાણીનું નામ વિજયાદેવી હતું. વિજયાદેવી સુશીલ, સંસ્કારી અને ગુણી સ્ત્રી હતી. એક દિવસ તીર્થંકર નામ કર્મ બાંધનારો વિમલવાહન રાજાનો જીવ વિજય નામના વિમાનથી આવીને વિજયાદેવીની. કુક્ષીમાં વૈશાખ માસની ત્રયોદશીને દિવસે ત્રણ જ્ઞાનને ધારણ કરનાર પુત્રરત્નપણે ઉત્પન્ન થયો. તે રાત્રીના અંતિમ પ્રહરમાં વિજયાદેવીએ ચૌદ સ્વપ્નો જોયાં. પ્રથમ સ્વખે મેઘને ઉલ્લંઘન કરતો ઐરાવત હતિ જોયો. બીજા સ્વપ્ન ઊંચા શૃંગ વડે સુંદરશરદ ઋતુના મેઘ જેવો શ્વેત અને સુંદર ચરણવાળો જાણે ગમ કૈલાસ પર્વત હોય તેવો વૃષભ જોયો. ત્રીજા સ્વપ્ન કેસરી સિંહ દેખાયો. ચોથા સ્વપ્નમાં બે હસ્તી બંને તરફ પૂર્ણકુંભને ઊંચા કરીને જેના ઉપર અભિષેક કરી રહ્યા છે એવી અને કમળના આસનવાળી લક્ષ્મીદેવીને જોઈ. પાંચમા સ્વપ્નમાં પુષ્પમાળાનાં દર્શન થયાં. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ચોવીશ તીર્થંકર છઠ્ઠા સ્વપ્નમાં ચંદ્રને નિહાળવામાં આવ્યો. સાતમાં સ્વપ્નમાં સૂર્યનાં દર્શન થયાં. આઠમા સ્વપ્નામાં રત્નમય ધ્વજ જોવામાં આવ્યો. નવમા સ્વપ્નમાં મંગળ ગૃહતુલ્ય પૂર્ણકુંભ જોવામાં આવ્યો. દસમા સ્વપ્નમાં પઘસરોવર દેખાયું. અગિયારમા સ્વપ્નમાં સમુદ્ર અને બારમાં સ્વપ્નમાં ઉત્તમ વિમાન જોવામાં આવ્યું. તેરમા સ્વપ્નમાં રત્નપુંજ જોવામાં આવ્યો. ચૌદમા સ્વપ્નમાં નિધૂમ અગ્નિ જોવામાં આવ્યો. એવી પરિપાટીએ એ ચૌદ સ્વપ્નો વિજયાદેવીને પોતાના મુખકમળમાં ભ્રમરાની પેઠે પ્રવેશ કરતા જોવામાં આવ્યાં. આ સમયે ઇન્દ્રનું આસન ડોલ્યું. એણે અવધિજ્ઞાનથી જોવાથી તીર્થકર મહારાજાનો ઉદ્ભવ થયેલો જાણીને ઈદ્ર વિચારવા લાગ્યા કે વિનીતાપુરીના મહારાજા જિતશત્રુ રાજાની રાણી વિજયાદેવીના ઉદરમાં અવતરેલા આ અવસર્પિણીમાં કરુણા રસના સમુદ્ર એવા બીજા તીર્થકર ભગવંત થશે. તરત જ ઇદ્ર પોતાના આસન પરથી ઊભા થઈને તીર્થંકરની દિશા સન્મુખ સાત-આઠ પગલાં ચાલીને. ઉત્તરાસંગ કરીને. જમણો ઢીંચણ ભૂમિ પર રાખીને, ડાબો ગોઠણ જરા નમાવીને એણે ભગવંતને નમસ્કાર કર્યો. એ પછી તરત જ ઈન્દ્ર અને બીજા દેવો વિનીતાનગરીએ આવ્યા. રાણી વિજયાદેવીના શયનખંડમાં દેવોએ મોતીઓના સાથિયા પૂય સુવર્ણ-રત્નોથી તોરણો રચ્યાં. છેદ્ર વિજયાદેવીને પોતાનો પરિચય આપીને તીર્થકરના જન્મ સૂચવનારું સ્વપ્નોનું ફળ કહ્યું. ત્યાર પછી કુબેરને આજ્ઞા કરી કે જે રીતે ઋષભદેવના સમયે આ નગરીને રત્નાદિથી પૂરેલી હતી તે Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજિતનાથ સ્વામી રીતે આ નગરીને અત્યંત સુશોભિત રીતે શણગારી દો.... એમ જ થયું. ઇંદ્રની આજ્ઞા થતાં કુબેરે વિનીતાનગરીને અલકાપુરી જેવી રચી દીધી. તે જ રાત્રીએ સુમિત્રવિજય યુવરાજની પત્ની વૈજયંતીએ પણ ચૌદ સ્વપ્નો નિહાળ્યાં હતાં. વૈજયંતીનું બીજું નામ યશોમતી. હતું. ૨૭ વિજયાદેવી અને વૈજયંતીએ બાકી રહેલી રાત્રી જાગૃત રહીને જ પસાર કરી. પ્રાતઃકાળે વિજયાદેવીએ પોતાને આવેલા સ્વપ્નાની વાત મહારાજા જિતશત્રુને કરી ત્યારે વૈજયંતીએ પોતાને આવેલાં ચૌદ સ્વપ્નોની વાત સુમિત્રવિજયને કરી. વિજયાદેવીનાં ચૌદ સ્વપ્નાં જેવા જ સ્વપ્ના વૈજયંતીને આવ્યાં હતાં. મહારાજા જિતશત્રુ તથા યુવરાજ સુમિત્રવિજયે રાજભવનમાં નિમિત્તજ્ઞોને બોલાવ્યા.નિમિત્તજ્ઞોએ સ્વપ્નાનું ફળકથન કહ્યું. હે રાજન, સ્વપ્નશાસ્ત્રમાં બોતેર સ્વપ્નો કહ્યાં છે. તેમાં જ્યોતિષ્ક દેવોમાં ગ્રહના જેમ ત્રીસ સ્વપ્નો ઉત્કૃષ્ટ જણાવ્યા છે. તે ત્રીસ સ્વપ્નમાં આ ચૌદ સ્વપ્નને તે શાસ્ત્રના ચતુર વિદ્વાનો મહાસ્વપ્નો કહે છે. જ્યારે તીર્થંકર અથવા ચક્રવર્તી ગર્ભમાં આવે છે ત્યારે તેની માતા અનુક્રમે સ્વપ્નો રાત્રીનાં ચોથા પ્રહરે જીએ છે. એમાંથી સાત સ્વપ્ન વાસુદેવની માતા જુએ છે, ચાર બલભદ્રની માતા જુએ છે. અને એક મંડલેશ્વરની માતા જુએ છે. એક સાથે બે તીર્થંકર અને એક સાથે બે ચક્રવર્તી થતા નથી. એક માતાના પુત્ર તીર્થંકર અને બીજી માતાના પુત્ર ચક્રવર્તી થાય છે. ૠષભદેવના સમયમાં ભરતચક્રી થયા છે અને અજિતનાથના સમયમાં સુમિત્રવિજયના પુત્ર સગરરાજા ચક્રી થશે. તેમજ જિતશત્રુ રાજાના પુત્ર બીજા તીર્થંકર અજિત નામે થશે, એવું Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ચોવીશ તીર્થંકર અહંતુ આગમથી અમે જાણેલું છે. તેથી આ વિજયાદેવીના પુત્ર તે તીર્થકર જાણવા અને વૈજયંતીરાણીના પુત્ર પખંડ ભરતના અધિપતિ ચકી જાણવા.” મહારાજા જિતશત્રુએ નિમિતજ્ઞોને ઉપહારમાં અમૂલ્ય ચીજો આપી. દિવસો પસાર થવા લાગ્યા. નવ માસ અને સાડા આઠ દિવસ પસાર થયા પછી માઘ માસની શુકલ અષ્ટમીના દિવસે શુભ મુહૂર્ત રોહિણી નક્ષત્રમાં વિજયાદેવીએ ગજલાંછનવાળા એક પુત્રને જન્મ આપ્યો. ચારે તરફ શુભ સૂચક શકુનો થવા લાગ્યા. દિકકુમારિકાઓ, દિશાકુમારિકાઓ સૂતિકાગૃહમાં આવીને જિનેન્દ્ર અને જિનમાતાને ત્રણ વાર પ્રદક્ષિણા કરી અને સ્તુતિ કરવા લાગી. શકેન્દ્રનું આસન કંપાયમાન થતાં એણે અવધિજ્ઞાનથી જાયું અને મનમાં ચિંતવ્યું “અહો...જબુદ્દીપના ભારત વર્ષમાં વિનીતાનગરીના રાજા જિતશત્રુને ત્યાં રાણી વિજયાદેવીની કુક્ષીથી આ અવસર્પિણીમાં બીજા તીર્થંકર ઉત્પન્ન થયેલા છે.” તરત જ શક્રેન્દ્રદેવે દેવ દેવતાઓને એકઠા કર્યા અને પ્રભુના જન્માભિષેક અર્થે તરત જ જવાનું સૂચન કર્યું. તરત જ ઈન્દ્ર, શક્રેન્દ્રદેવો વગેરે વિનીતાનગરીમાં આવ્યા. ઈન્દ્ર તીર્થંકરની માતા વિજયાદેવીને વિનયભર્યા સ્વરે કહ્યું : “ઉદરમાં રત્નને ધારણ કરનારા, વિશ્વને પવિત્ર કરનારા અને જગત દીપકને આપનારા હે જગતમાતા, હું તમને નમસ્કાર કરું છું. તમે બીજા તીર્થંકર ભગવંતને જન્મ આપ્યો છે. હું સૌધર્મપતિ ઈદ્ર પ્રભુનો જન્મમહોત્સવ કરવાને માટે અહીં આવ્યો છું. આપ જરાય ભય પામશો નહિ' આટલું કહીને ઇન્દ્ર વિજયાદેવી પર અવસ્થાપિની નિદ્રા મૂકી. તીર્થંકરનું બીજું રૂપ રચીને તેમની પડખે મૂક્યું. પછી તરત જ પોતાનાં પાંચ રૂપ કર્યો. તે પાંચ ઇદ્રોમાંથી એકે અતિ હર્ષિત Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજિતનાથ સ્વામી થઈને પ્રભુને નમસ્કાર કરીને કહ્યું : “હે ભગવન્, આજ્ઞા આપો.' આટલું કહીને ગોશીર્ષસથી લિપ્ત કરેલા પોતાના હાથમાં પ્રભુને ગ્રહણ કર્યાં બીજા ઈંદ્રે સુંદર છત્ર પ્રભુની ઉપર ધારણ કર્યું બે ઈંદ્રોએ બે પડખે ઊભા બે ચામરો ધારણ કર્યાં. અને એક ઇંદ્ર પ્રતિહારની જેમ પ્રભુને જોતો આગળ ચાલ્યો એની પાછળ દેવો તથા દેવતાઓનો સમૂહ હતો. ઈંદ્ર પ્રભુને લઈને મેરુ પર્વત પર આવ્યા. ત્યાં અતિ પાંડુકંબલા નામની શિલા પાસે આવીને રત્નસિંહાસન પર પોતાના ખોળામાં પ્રભુને લઈને પૂર્વાભિમુખ બેઠા અને દેવો-દેવતાઓની ઉપસ્થિતિમાં પ્રભુનો જન્મોત્સવ રચાયો. જન્મઅભિષેક થયો. ત્યારબાદ ઇંદ્ર પ્રભુને યથાસ્થાને મૂકીને પોતાના સ્થાને ગયા. તે જ રાત્રીએ પ્રભુના જન્મ પછી થોડી વારે વૈજયંતીએ એક પુત્રને સુખેથી પ્રસવ્યો. રાજભવનમાં મંગલ વાઘોના ધ્વનિ ગુંજી ઊઠ્યા. મહારાજા જિતશત્રુએ પુત્ર અને ભત્રીજાના જન્મોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરી. ૨૯ રાજાએ જિતશત્રુએ પોતાના પુત્રનું નામ અજિત પાડ્યું અને ભાઈના પુત્રનું નામ સગર પાડ્યું. સમય પસાર થવા લાગ્યો. વરસો પસાર થયાં. અજીતકુમારે સર્વ શાસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું. દંતઘાત, મદાવસ્થા, અંગલક્ષણ અને ચિકિત્સાથી પૂર્ણ ગજલક્ષણ જ્ઞાન અજીતકુમારે ઉપદેશ વિના જ જાણી લીધું હતું. એ રીતે સગરકુમારે સર્વશાસ્ત્રોનું જ્ઞાન તેમજ યુદ્ઘકલાનું જ્ઞાન સંપાદન કરી લીધું. અજીતકુમાર યુવાવય પામ્યા ત્યારે જિતશત્રુ રાજાએ તથા ઇન્દ્રે રાગ રહિત એવા અજિતકુમારને વિવાહના બંધનમાં Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ચોવીશ તીર્થંકર - - - - જોડાવા માટે જણાવ્યું. અજિતકુમારે પિતા અને ઈદ્રના આગ્રહથી પોતાના ભોગ ફળકમને જાણીને તે પ્રમાણે કરવાનું સ્વીકાર્યું અજિતકુમારની સાથે સેંકડો રાજકન્યાઓ વિવાહિત થઈ. સગરકુમારના પણ અનેક રાજકન્યાઓ સાથે વિવાહ થયા આનંદપ્રમોદમાં દિવસો વ્યતીત થતા હતા. એક દિવસ રાજા જિતશત્રુએ અજિત તથા સગરકુમારને કહ્યું : “કુમારો, હવે અમે વ્રત ગ્રહણ કરીશું આપણા વંશનો આ ક્રમ છે. અમારી જેમ તમે બંને આ રાજ્યમાં રાજા અને યુવરાજ થાઓ. અને અમને દીક્ષા લેવાની આજ્ઞા આપો.” ત્યારે અજિતનાથે કહ્યું : “પિતાજી, આપની વાતને સત્કારું છું. વિવેકી પુરુષો બીજા કોઈને વ્રત ગ્રહણ કરવામાં વિદ્ભકારી થતા નથી. પરંતુ મારી એટલી જ પ્રાર્થના છે કે મારા લઘુપિતા. (કાકા) રાજ્યની ઘુરા સંભાળે, કારણ કે આપના એ વિનયવંત લઘુભ્રાતા અમારાથી અધિક છે.” આ સાંભળી સુમિત્ર વિજયે કહ્યું : “રાજ્ય ગ્રહણ કરવા માટે હું સ્વામીના ચરણને છોડીશ નહિ. રાજ્યથી, સામ્રાજ્યથી, ચક્રવર્તીપણાથી અને દેવપણાથી પણ વિદ્વાનો ગુરુ સેવાને અધિક માને છે.” અજિતકુમારે વિનયભર્યા સ્વરે કહ્યું : “જો આપ રાજ્ય પ્રહણ કરવા ઇચ્છતા ન હોતો આપ ભવનમાં જ રહો....” ત્યારે રાજા જિતશત્રુએ નાનાભાઈને સમજાવતાં કહ્યું : સુમિત્ર, આગ્રહ કરનાર આ પુત્રનું વચન સ્વીકારો. આ સાક્ષાત્ તીર્થકર છે અને એમના તીર્થમાં તમારી ઈચ્છા સિદ્ધ થવાની છે. એક પુત્રને ધર્મચક્રીપણું અને બીજાને ચક્રવર્તીપણું પ્રાપ્ત થયેલું છે તે જોવાથી બધાથી વિશેષ સુખ મેળવશો.' સુમિત્ર વિજય કશું ન બોલ્યા. તેમની દીક્ષા ગ્રહણ કરવાની પ્રબળ ઈચ્છા હતી પરંતુ મહારાજાની આજ્ઞાને શિરોમાન્ય રાખી. અને બીજા મારી ઇચ્છા છે. આ સ બધથી Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજિતનાથ સ્વામી - ૩૧ અને જિતશત્રુ રાજાએ અજિત સ્વામીનો પોતાના હાથે રાજ્યાભિષેક કર્યો. અજિતસ્વામીએ સગરકુમારને યુવરાજપદ સ્થાપ્યા ત્યારબાદ અજિતનાથે જિતશત્રુ રાજાનો વિધિવત ભવ્ય રીતે નિષ્ક્રમણોત્સવ કર્યો. એમણે ઋષભસ્વામીના તીર્થમાં વર્તતા સ્થવિર મહારાજાની પાસે દીક્ષા ગ્રહણ કરી. સમય જતાં જિતશત્રુરાજાને કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં શૈલેશી ધ્યાનમાં રહેલા તે મહાત્મા અષ્ટકર્મનો ક્ષય કરીને પરમપદને પામ્યા. આ તરફ અજિતનાથ સ્વામીએ રાજ્યની ધુરા સંભાળી, રાજ્યનું સંચાલન કરવા લાગ્યા. અંતરમાં અપૂર્વ સમતાભાવ રમતો હતો. તે દરેક વસ્તુને અનિત્ય જાણીને તૃણતુલ્ય ગણતા હતા. આ રીતે રાજ્ય પાળતા અજિત મહારાજાએ કૌમાર વયથી માંડીને ત્રેપન લાખ પૂર્વ સુખપૂર્વક નિર્ગમન કર્યા. એક દિવસ સભા વિસર્જન કરીને મહારાજા અજિતનાથ સ્વયં વિચારના વૃંદાવનમાં રમવા લાગ્યા. તેઓ ચિંતવવા લાગ્યા કે આજ સુધીમાં ઘણાં ખરાં ભોગફળ કર્મ ભોગવાઈ ગયેલાં છે હવે આ સંસારમાં બંધનોમાં વધારે સમય ઝકડાઈને રહેવું ન જોઈએ. કારણ કે સંસારમાં અનેક જવાબદારીઓ અને કર્તવ્યો પ્રત્યે સભાનતા કેળવવી પડે છે. સંસારમાં રહીને આત્મકલ્યાણની કેડીનો માર્ગ કપરો થઈ પડે છે. સંસારથી જેમનું ચિત્ત નિર્વેદ પામેલું છે એવા અજિતસ્વામીને આવી ચિંતામાં મગ્ન થયેલા જાણીને સારસ્વતાદિક લોકાંતિક દેવતાઓ ત્યાં આવીને વિનમ્ર ભાવે કહેવા લાગ્યા કે હે ભગવનું, આપ સ્વયં બુદ્ધ છો, તેથી અમે આપને કોઈ બોધ આપવા માટે લાયક નથી. પરંતુ એટલું જરૂર યાદ આપીએ કે આપ ધર્મતીર્થ પ્રવર્તાવો.' આટલું કહીને દેવતાઓ પોતાના સ્થાને વિદાય થયા. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૨. ચોવીશ તીર્થંકર દેવતાઓના શબ્દોથી અજિતનાથ સ્વામીના હૈયામાં વૈરાગ્યધારણ કરવાની કામના પ્રબળ બની. તત્કાળ સગરકુમારને બોલાવીને અજિતનાથ સ્વામીએ કહ્યું : સગરકુમાર, હવે આ રાજ્યની ધુરા સંભાળો. અને મને સંસાર સમુદ્ર તરવા માટેની રજા આપો.” અજિતનાથ સ્વામીના આ શબ્દોથી સગરકુમાર પર જાયે વજઘાત થયો હોય તેવું લાગ્યું. સગરકુમારે દુઃખી થતાં કહ્યું : “હે દેવ, આપની મેં એવી શું અભક્તિ કરી છે જેથી આપ મને જુદો પાડવાની આવી આજ્ઞા આપો છો ? હું પણ આપના ચરણનું અવલંબન લઈને સંસાર સમુદ્રને તરી જઈશ. હું પણ આપની સાથે પ્રવજ્યાનો માર્ગ ધારણ કરીશ. હું કઈ રીતે અહીં રહેવાનો નથી. માટે આપ મારા પર આટલી પ્રસન્નતા વરસાવો.” અજિતનાથ સ્વામીએ કહ્યું : “સગરકુમાર, સંયમ ગ્રહણ કરવા માટેનો તમારો વિચાર યુક્ત છે. પરંતુ હજુ તમારું ભોગફળ કર્મ ક્ષય પામેલું નથી. માટે તમે પણ મારી જેમ ભોગફળ કર્મ ભોગવીને પછી યોગ્ય અવસરે પ્રવજ્યા ગ્રહણ કરજો. યુવરાજ, કમથી આવેલા આ રાજ્યને તમે ગ્રહણ કરો અને સંયમરૂપી સામ્રાજ્યને અમે ગ્રહણ કરીશું.” અજિતનાથ સ્વામીના મધુર વચનો સાંભળીને સગરકુમાર મનમાં વિચારવા લાગ્યા કે એક તરફ સ્વામીનો વિરહ અને તેમની આજ્ઞાનો અતિક્રમ એ બંને મને દુઃખનાં કારણ છે. પરંતુ વિચાર કરતાં ગુરુની આજ્ઞા પાળવી તે શ્રેષ્ઠ જણાય છે. આ રીતે વિચારીને સગરકુમારે ગદ્ગદિત થઈને અજિતનાથસ્વામીની આજ્ઞાને શિરોમાન્ય કરી. અને ઉત્તમ દિવસ આવતાં મહારાજા અજિતનાથસ્વામીએ સગરકુમારના રાજ્યાભિષેકનો મહોત્સવ Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજિતનાથ સ્વામી ધામધૂમપૂર્વક ઉજવ્યો. આ પ્રસંગે નગરીના લોકાએ ભારે ઉત્સાહ અને ઉમંગ બતાવ્યો હતો. સગરકુમારના રાજ્યાભિષેકનો પ્રસંગ પૂર્ણ થયા પછી અજિતસ્વામીએ દૃઢ સંકલ્પ સાથે વાર્ષિક દાન આપવાનો આરંભ કર્યો. અજિતસ્વામીએ રાજ્યમાં ચોરે અને ચૌટે ઘોષણા કરાવી કે આવો અને ધન પ્રાપ્ત કરો.. ૩૩ અજિતસ્વામીએ સૂર્યોદયથી મધ્યાહ્નના સમય સુધી ધન અર્પણની ધારા વહેવડાવી. દરરોજ એક ક્રોડ અને આઠ લાખ સૌનેયા આપતાં એક વર્ષે ત્રણસો અઠયાસી ક્રોડ અને એંસી લાખ સૌનેયા પ્રભુએ દાનમાં આપ્યા. વાર્ષિક દાનના અંતે ઇંદ્રનું આસન કંપાયમાન થયું. એટલે અવધિજ્ઞાનથી પ્રભુનો દીક્ષા અવસર જાણી. ભગવાનનો નિષ્ક્રમણોત્સવ કરવા માટે સામાનિક વગેરે દેવતાની સાથે ઇંદ્ર પ્રભુ પાસે આવ્યા. વિનીતાનગરમાં વાયુવેગે સમાચાર પ્રસરી ગયા કે મહારાજા અજિતનાથસ્વામી સર્વત્યાગના પંથને અજવાળવા જઈ રહ્યા છે. નવા રાજવી સગરકુમારે અજિતસ્વામીનો દીક્ષા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાય તે માટેની ભવ્ય તૈયારીઓ આરંભી દીધી હતી. તેમાં ઇંદ્રાદિ દેવતાઓનો સહયોગ સાંપડ્યો. માધ માસની ઉજ્જ્વળ નવમીને દિવસે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવ્યો હતો. ત્યારે સપ્તચ્છદ વૃક્ષની નીચે અજિતનાથસ્વામીએ છઠ્ઠનો તપ કરીને સાયંકાળે ચગાદિકની જેમ પોતાના સર્વકેશનો પંચમુષ્ઠિએ સ્વયંમેવ લોચ કર્યો. સૌધર્મેદ્ર તે કેશને પોતાના ઉત્તરીય વસ્રના છેડામાં પ્રસાદથી મળેલા અર્થની જેમ ગ્રહણ કર્યાં અને ક્ષણવારમાં તે કેશને ક્ષીર સમુદ્રમાં ક્ષેપન કર્યા. અજિતનાથસ્વામીએ સિદ્ધોને નમસ્કાર કરીને સામાયિક Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ચોવીશ તીર્થકર ઉચ્ચારતા મોક્ષમાર્ગમાં વાહનતુલ્ય એવા ચારિત્રરૂપી રથ પર આરૂઢ થયા. અજિતનાથ સ્વામીને તત્કાળ ચોથું મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. પ્રભુની સાથે એક હજાર રાજાઓએ દીક્ષા ગ્રહણ કરી. બીજે દિવસે અજિતનાથ સ્વામીએ બ્રહ્મદર રાજાના ઘેર ક્ષીરવડે છઠ્ઠ તપનું પારણું કર્યું. તત્કાળ બ્રહ્મદર રાજાના ગૃહાંગણમાં દેવતાઓએ સાડાબાર કોટિ સુવર્ણ દ્રવ્યની તથા સર્વશ્રેષ્ઠ પ્રકારનાં વસ્ત્રોની વૃષ્ટિ કરી, પંચવણ પુષ્પોની વૃષ્ટિ થઈ. વળી અહોદાન..અહોદાન..એવો હર્ષધ્વનિ કરતાં હર્ષિત ચિત્તવાળા દેવતાઓ ઊંચા પ્રકારના જયજય શબ્દપૂર્વક આકાશમાં બોલવા લાગ્યા : અરે. આ પ્રભુને આપેલું સુદાન જુઓ કે જેના પ્રભાવથી દાતાપુરુષ તત્કાળ અતુલ્ય વૈભવવાળો થાય છે. કોઈ આ ભવમાં જ મુક્ત થાય છે. કોઈ બીજા ભવમાં મુક્તિને વરે છે, કોઈ ત્રીજા ભવમાં મુક્ત થાય છે. અથવા કલ્પાતીત (રૈવેયક અને અનુત્તર વિમાન) કલ્પોમાં ઉત્પન્ન થાય છે. પ્રભુને અપાતી ભિક્ષા જેઓ જુએ છે તેઓ પણ દેવતાઓ જેવા નિરોગી શરીરવાળા થાય છે. - અજિતનાથ સ્વામી રાજા બ્રહ્મદત્તને ત્યાંથી પારણું કરીને બહાર નીકળ્યા, પ્રભુનાં પગલાંને કોઈ ઉલ્લંઘન કરે નહિ એવું ધારીને બ્રહ્મદત્ત રાજાએ તે પગલાં ઉપર રત્નો વડે એક પીઠ કરાવી, ત્યાં જિનેશ્વર ભગવંત રહ્યા છે એમ માનતો રાજા, બ્રહ્મદત્ત તે પીઠની ત્રણ કાળે પુષ્પાદિક વડે પૂજાથી કરવા લાગ્યો. પ્રભુ અજિતસ્વામીએ અખંડિત સમિતિ પાળતા અન્યત્ર વિહાર કર્યો. એ પ્રમાણે વિવિધ પ્રકારના ઉગ્ર તપોથી અને વિવિધ પ્રકારના અભિગ્રહોથી પરીષહન કરનારા પ્રભુ અજિતનાથ સ્વામીએ બાર વર્ષ ઉલ્લંઘન કર્યાં. એક વાર અજિતનાથ સ્વામી નગર, અરણ્ય. ગામેગામથી Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજિતનાથ સ્વામી ૩૫ વિહાર કરતાં કરતાં સહસ્ત્રાપ્રવન નામના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં સપ્તચ્છદ વૃક્ષની નીચે પ્રભુ કાયોત્સર્ગે રહ્યા. આ સમયે પ્રભુ અપ્રમત્ત-સંયત નામના સાતમા ગુણસ્થાનથી અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનને ભજવા લાગ્યા. પછી જેને વિષે સર્વજીવના તુલ્ય પ્રમાણ હોય છે એવા અનિવૃતિ બાદર નામના નવમાં ગુણસ્થાન ઉપર આરૂઢ થયા. ત્યાર પછી લોભરૂપી કષાયના સૂક્ષ્મખંડ કરવા માટે સૂક્ષ્મસંપરાય નામના ગુણસ્થાનને પ્રાપ્ત થયા. . ત્યારબાદ ત્રણ જગતનાં સર્વ જીવોના કમોનો ક્ષય કરવામાં સમર્થ એવા પ્રભુ મોહનો ક્ષય કરી ક્ષીણમોહ નામના બારમાં ગુણસ્થાનને પ્રાપ્ત થયા. એ બારમા ગુણસ્થાનના છેલ્લા સમયમાં પ્રભુ એકત્વશ્રુત પ્રવિચાર નામે શુકલધ્યાનના બીજા પાયાને પ્રાપ્ત થયા. મન સર્વથા નિવૃત્તિને પામી ગયું. ઘાતિક સર્વ તરફથી લય પામ્યા. અને પોષ માસની શુકલ એકાદશીને દિવસે ભગવાન અજિતનાથસ્વામીને ઉજ્વળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ઈદ્ર અવધિજ્ઞાન ભારત જાણ્યું કે પ્રભુને કેવળજ્ઞાન થયું છે. તરત જ સિંહાસન છોડીને અહતની દિશામાં વંદન કરીને સર્વ દેવતાઓ સહિત તે જિનેન્દ્રની સમીપ આવ્યા. દેવતાઓએ સમવસરણની રચના કરી. પ્રભુએ પૂર્વ દ્વારેથી પ્રવેશ કરીને ચૈત્યવક્ષને પ્રદક્ષિણા કરી. પછી તીર્થાય નમઃ' એ વાક્ય વડે તીર્થને નમસ્કાર કરી મધ્યના સિંહાસન ઉપર પૂર્વાભિમુખે ભગવંત બેઠા. સહસ્ત્રાપ્રવન જેવા મોટા ઉદ્યાનમાં દેવ, દાનવ, મનુષ્ય અને તીર્થંચની એક ધર્મસભા ભરાઈ ગઈ. ચતુર્વિધ સંઘ યથાસ્થાને બેઠો હતો. ઈદ્ર ભગવાન અજિતનાથ સ્વામીની ભાવભર્યા હૈયે સ્તુતિ Page #45 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર કરી. ઉદ્યાન પાલકોએ “ઉદ્યાનમાં અજિતનાથ સ્વામી સમવસય છે.' એ સમાચાર સગરચક્રીને જણાવ્યા. પ્રભુ સમવસયના વૃત્તાંતથી સગર ચક્રવર્તી એવા હર્ષિત થયા કે જેવો હર્ષ ચક્રરત્નની ઉત્પત્તિથી પણ થયો નહિ હોય. સગરચક્રીએ ઉદ્યાનપાલકોને બાર કોટિ સુવર્ણ ઉપહારમાં આપ્યું. અને તરત જ સગરચક્રી સહસ્ત્રાપ્રવન તરફ જવા વિદાય થયા. એમણે ઉત્તરદ્વાર તરફથી સમવસરણમાં પ્રવેશ કર્યો. સગરચક્રીએ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા અને નમસ્કાર કરીને સ્તુતિ કરી. સ્તુતિમાં દેવકૃત ૧૯ અતિશયોનું વર્ણન કર્યું ત્યારબાદ અજિતનાથ સ્વામીએ મધુરસ્વરોમાં ધમદશના દેવાનો આરંભ કર્યો. અજિતનાથ સ્વામીએ આગમ, હેતુવાદ, આજ્ઞા વિચય ધ્યાન અપાય-વચય ધ્યાન વિષે સંબોધન કર્યું. કર્મનું જે ફળ તે વિપાક કહેવાય છે તે વિપાક શુભ અને અશુભ એમ બે પ્રકારના છે. કર્મના સિદ્ધાંતોનું વર્ણન કરતાં અજિતનાથ સ્વામીએ દ્રવિપાક, ક્ષેત્રવિપાક, કાળવિપાક, ભાવવિપાકજ્ઞાનવરણીય કર્મ નાવરણીય કર્મી વેદનીય કર્મ મોહનીય કર્મ, આયુષ્યકર્મ, નામ કર્મ. ગૌત્ર કર્મ. અંતરાય કમી વિષે ઉચ્ચારીને સમજણ આપી. અજિતનાથ સ્વામીએ ધર્મદિશનામાં સંસ્થાના વિચળ ધ્યાન વિષેની પણ વાત કરી. રત્નપ્રભાદિ, જ્યોતિષ મંડળ, અંબુદ્વીપ, લવણ સમુદ્ર, ભરતક્ષેત્ર સહિત અનેક ક્ષેત્રોની ઝીણવટભરી માહિતી ધર્મદિશનામાં ઉચ્ચારી. એ રીતે સર્વ જીવોના હિતકારી શ્રી અજિતનાથ સ્વામીએ ત્રણ જગતરૂપી કુમુદને આનંદ કરવામાં કૌમુદીરૂપ ધર્મદિશના આપી. સ્વામીની દેશના સાંભળીને હજારો નર તથા નારીઓએ પ્રતિબોધ પામીને પ્રવજ્યાનો માર્ગ અંગીકાર કર્યો. Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજિતનાથ સ્વામી ૩૭ તે વખતે સગરચક્રીના પિતા સુમિત્ર વિજય કે જે અગાઉ ભાવ યતિ થઈને રહ્યા હતા એમણે સ્વામીની પાસે દીક્ષા ગ્રહણ કરી. શ્રી અજિતનાથ સ્વામીએ ગણધર નામકર્મવાળા અને સારી બુદ્ધિવાળા સિંહસેન વગેરે પંચાણું મુનિઓને સર્વ આગમરૂપ વ્યાકરણના પ્રત્યાહારોની જેવી ઉત્પત્તિ, વિગમ અને ધ્રૌવ્યરૂપ ત્રિપદી સંભળાવી. રેખાઓના અનુસારે જેમ ચિત્ર ચિત્રે તેમ તે ત્રિપદને અનુસાર ગણધરોએ ચૌદપૂર્વ સહિત દ્વાદશાંગી રચી. અજિતનાથ સ્વામીએ ઊભા થઈને ગણધરોના મસ્તક પર ઈન્ડે આપેલ ચૂર્ણ (વાસક્ષેપ) નાંખ્યો. અનુક્રમે સૂત્રથી, અર્થથી, તદુભયથી તેમજ દ્રવ્યથી, ગુણથી, પર્યાયિથી અને નયથી અનુયોગની અનુજ્ઞા તથા ગણની અનુજ્ઞા આપી. ત્યારબાદ દેવતાઓએ, મનુષ્યોએ અને સ્ત્રીઓએ બંદુભિના ધ્વનિ સાથે ગણધર ઉપર વાસક્ષેપ નાંખ્યો. થોડી વાર પછી ભગવાને ધદિશના સમાપ્ત કરી. શ્રી અજિતનાથ સ્વામી સિંહાસન પરથી ઊભા થઈને ઉત્તરદ્વારના માર્ગેથી નીકળ્યા અને મધ્યગઢના અંતરમાં ઈશાન દિશામાં રચેલા દેવછંદ પર તેમણે વિશ્રામ લીધો. પછી સગર રાજાએ રચાવેલા સિંહાસન પર બેસી સિંહસેન નામના મુખ્ય ગણધર દેશના આપવા લાગ્યા. ત્યાર પછી જેમણે પ્રશ્નો કર્યા એમને ઉત્તરો આપ્યા. સગર ચક્રવર્તી ભગવંતને નમસ્કાર કરીને પોતાના સ્થાને જવા વિદાય થયા. શ્રી અજિતનાથ સ્વામીના તીર્થનો અધિષ્ઠાયક મહાયક્ષ નામે ચતુર્મુખ યક્ષ થયો. તેનો વર્ણ શ્યામ, વાહન હાથીનું, જમણી બાજુના ચાર હાથમાં વરદ, મુગર, અક્ષસૂત્ર અને પાસ, તથા ડાબી બાજુના ચાર હાથમાં બીજોરું, અભય, અંકુશ અને શક્તિ હતા. તે સુશોભિત યક્ષ અજિતનાથ સ્વામીનો પારિપાર્શ્વક થયો. Page #47 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર શ્રી અજિતનાથ પ્રભુની શાસનદેવી અજિતબલા નામે દેવી થઈ. તેનો સુવર્ણના જેવો વર્ણ, વરદના ચિહ્નવાળા તથા પાસવાળા બે દક્ષિણબાહુ અને બીજોરું તથા અંકુશને ધરનારા બે વામબાહુ છે, લોહાસનાધિરૂઢ છે. ચોત્રીસ અતિશયો અતિશયો સિંહસેનાદિ ગણધરોથી પરિવૃત લાગ્યા. ૩૮ વડે શોભિત એવા શોભિત એવા ભગવાન થઈને પૃથ્વી પર વિહાર કરવા એક દિવસ સંસારથી વિરકત થઈને સગરચક્રીએ શ્રીઅજિતનાથસ્વામી પાસે દીક્ષા આપવા માટેની પ્રાર્થના કરી. ત્યારે સમય પારખીને પ્રભુએ સગરાજાને દીક્ષા ગ્રહણ કરવાની અનુજ્ઞા આપી. અને સગરચક્રીનો દીક્ષા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. પ્રભુએ સગરચક્રીને દીક્ષા આપી. સગરચક્રીની સાથે અનેક લોકોએ પ્રવજ્યાનો માર્ગ ગ્રહણ કર્યો. સગરમુનિએ દ્વાદશાંગીનો અભ્યાસ કર્યો. તપ અને અધ્યયનથી તે સગરમુનિ અનુક્રમે ઘાતિકર્મના ક્ષયથી દુર્દિનના છેદનથી સૂર્યનો પ્રતાપ પ્રગટ થાય તેમ તેમને ઉજ્વળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. કેવળજ્ઞાનની ઉત્પત્તિથી આરંભીને પૃથ્વીમાં વિહાર કરતા શ્રીઅજિતનાથસ્વામીને પંચાણું ગણધરો થયા. એક લાખ મુનિ, ત્રણ લાખ ને ત્રીસ હજાર સાધ્વી, સાડત્રીરાસો ચૌદ પૂર્વધારીઓ, એક હજાર અને સાડાચારસો મન : પર્યાયી, નવ હજાર ચારસો અવધિજ્ઞાની, બાવીશ હજાર કેવળી, બાર હજાર ચારસો વાદી, વીસ હજાર ને ચારસો વૈક્રિયલબ્ધિવાળા, બે લાખને અઠ્ઠાણું હજાર શ્રાવક અને પાંચ લાખ ને પીસ્તાલીસ હજાર શ્રાવિકા એટલો પરિવાર થયો. દીક્ષા કલ્યાણકથી એક પૂર્વાંગે (પૂર્વાંગ એટલે ૮૪ લાખ Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજિતનાથ સ્વામી ૩૯ વર્ષ) ઉણ એવા લક્ષ પૂર્વ જતાં પોતાનો નિર્વાણ સમય જાણીને પ્રભુ સમેતશિખર ઉપર આરૂઢ થયા. તેમનું બોતેર લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ થતાં એક હજાર શ્રમણોની સાથે તેમણે પાદપોપગમ અનસન કર્યું. સર્વ ઇન્દ્રોએ અવધિજ્ઞાનથી પ્રભુનો નિવણ સમય જાણ્યો. એટલે તેઓ સમેતશિખર પર્વતે આવ્યા. ત્યાં દેવદેવતાઓએ પ્રભુને પ્રદક્ષિણા કરી અને સેવા કરવા લાગ્યા. જ્યારે પાદપોપગમ અણસણનો એક માસ પૂર્ણ થયો ત્યારે ચૈત્રશુકલ પંચમીના દિવસે જ્યારે ચંદ્ર મૃગશિર્ષ નક્ષત્રમાં આવ્યો ત્યારે શ્રી અજિતનાથ સ્વામીના ક્રમાનુસાર અવશિષ્ટ કર્મ ક્ષીણ થયા અને અનંત ચતુષ્ટય સિદ્ધ થયા; એટલે એ પરમાત્મા પ્રભુ જુગતિએ લોકાંગ્રને પ્રાપ્ત થયા. પ્રભુને કૌમાર અવસ્થામાં અઢાર લક્ષ પૂર્વે ગયા. રાજ્યસ્થિતિમાં એક પૂવગે સહિત ત્રેપન લક્ષ પૂર્વે ગયા. છદ્મસ્થપણામાં બાર વર્ષ ગયા અને કેવળજ્ઞાનમાં એક પૂર્વગ તથા બાર વર્ષે વર્જિત લક્ષ પૂર્વ ગયા. એકંદરે બોત્તેર લાખ પૂર્વનું આયુષ્ય ભોગવીને શ્રી અજિતનાથ સ્વામી ઋષભ પ્રભુના નિવણથી પચાસ લાખ ક્રોડ સાગરોપમે નિવણ પદને પામ્યા. તેમની સાથે બીજા એક હજાર મુનિઓએ પાદપોપગમ અનસન કર્યું હતું. તેઓ પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, ત્રણ યોગનો રોલ કરી મોક્ષપદને પામ્યા. સગરમુનિએ પણ મોક્ષપદ પ્રાપ્ત કર્યું. Page #49 -------------------------------------------------------------------------- ________________ ઃ શ્રી સંભવનાથ સ્વામી જેબુદ્ધીપમાં ભરતાદ્ધના આભૂષણરૂપ અપૂર્વ સમૃદ્ધિ ધરાવતી શ્રાવસ્તી નામની નગરીમાં જિતારી નામના રાજા રાજ્ય કરે. મહારાજા જિતારીના કુશળ રાજ્યસંચાલનને કારણે નગરીની પ્રજા સુખી અને ભયમુક્ત હતી. દુખનો પરિતાપ કોઈ ઠેકાણે જોવા મળતો નહોતો. પ્રજાકલ્યાણની ઉચ્ચ ભાવનાને મૂર્ત કરવા મહારાજા જિતારી હંમેશાં તત્પર રહેતા હતા. મહારાજા જિતારી ધાર્મિકવૃત્તિ ધરાવતા હતા. તેઓ કદીયે અધર્મકારી વચન કોઈને પણ કહેતા નહિ આચરતા નહિ તેમજ મનમાં વિચારતા પણ નહિ. દુરાચારી હોય એને દંડ આપવામાં આવતો હતો. રાજા જિતારના રાજ્યમાં કોઈ અધર્મી કે નિર્ધન હતું નહિ. રાજા શસ્ત્રધારી હોવા છતાં દયાળુ હતો. શક્તિમાન હોવા છતાં ક્ષમાવાન હતો. વિદ્વાન છતાં અભિમાન રહિત હતો. સઘળા સદ્ગુણોથી અલંકૃત મહારાજા જિતારીને સેનાદેવી નામની પટ્ટરાણી હતી. સેનાદેવી સુશીલ, સંસ્કારી અને ધર્મ પ્રત્યે આસ્થા રાખનારી હતી. રાજા જિતારી અને સેનાદેવીનું જીવન આનંદપૂર્વક પસાર થતું હતું. બન્ને વચ્ચે કશો પણ, કોઈ પ્રકારનો કલહ ન હતો. એક દિવસે વિપુલવાહન રાજાનો જીવ નવમા દેવલોકમાં પોતાનું આયુષ્ય પૂર્ણ કરી, ત્યાંથી આવીને ફાગણ માસની શુકલ અષ્ટમીના દિવસે મૃગશિર્ષ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ આવ્યો ત્યારે સેનાદેવીના ઉદરમાં અવતર્યો. આ સમયે નારકી જીવોને પણ ક્ષણ વાર સુખ ઉત્પન્ન થયું. રાત્રીના ચોથા પ્રહરમાં મહાદેવી સેનાદેવીએ પોતાના એક પૂર મકાનમાં જીવી Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભવનાથ સ્વામી જલ મુખકમળમાં પ્રવેશ કરતાં ચૌદ મહા સ્વપ્નો જોયાં. જાણે શરદઋતુનો મેઘ હોય તેવો ગર્જના કરતો અને ઉજ્વળ મોટો ગજેન્દ્ર, સ્ફટિક મણિના પર્વતના પથ્થરનો જાણે મોટો ગોળો હોય તેવો નિર્મળ વૃષભ. કુંકુમની જેવી અતિ રક્ત કેશરાશિવાળો કેસરી સિંહ, બે હાથી જેને અભિષેક કરી રહ્યાં છે તેવી લક્ષ્મીદેવી, પંચવણ પુષ્પોની માળા, પૂર્ણચંદ્રમા, અંધકારને નાશ કરનારું સૂર્યનું મંડળ, નાદ કરતી ઘુઘરીઓની જાળ અને પતાકાવાળો મહાધ્વજ, જેના મુખ ઉપર કમળના પુષ્પો ઢાંકેલા છે એવો સુવર્ણનો જળથી ભરેલો કુંભ વિકાસ પામતાં કમળો વડે જાણે હસતું હોય તેવું મોટું પા સરોવર, મહાવિશાળ, ઊંચા તરંગોરૂપી હાથ વડે જાણે નૃત્ય કરતો હોય તેવો ક્ષીરસમુદ્ર, અને જેનું પ્રતિબિંબ કોઈ જગ્યાએ જોવામાં આવતું નથી તેવું રત્ન નિમિત વિમાન, પાતાળના ફણિધરોનો જાણે મણિ સમૂહ હોય તેવો રત્નપૂંજ અને પ્રાતઃકાળના સૂર્યની જેવો નિર્ધમ અગ્નિ. આ પ્રમાણે ચૌદ મહાસ્વપ્નો જોઈને સેનાદેવી જાગૃત થયાં. સેનાદેવી તરત જ રાજા જિતારીને પોતાને આવેલા ચૌદ સ્વપ્નોની વાત કરી ત્યારે રાજાએ અતિ હર્ષિત સ્વરે રાણીને કહ્યું : દેવી, આ સ્વપ્નના પ્રભાવથી તમને ત્રણલોકને વંદન કરવા યોગ્ય પુત્રની પ્રાપ્તિ થશે.” આ વાત સાંભળીને સેનાદેવીના હર્ષનો પાર ન રહ્યો. જ્યારે આસનકંપ થવાથી ઈન્દ્રાદિ દેવોએ ત્રીજા તીર્થંકરનું ચ્યવન જાણ્યું એટલે શ્રાવતી નગરીમાં આવીને સીધા રાજભવનમાં સેનાદેવીને નમસ્કાર કરીને સ્વપ્નોના અર્થ કહેવા લાગ્યા : હે મહાદેવી, આ અવસર્પિણી કાળમાં જગતના સ્વામી અને ત્રીજા તીર્થકર એવા તમારે પુત્ર થશે.” દેવોના મુખે સ્વપ્નાનો અર્થ જાણીને સેનાદેવી અતિ હર્ષિત થયા બાકીની રાત્રી જાગૃત અવસ્થામાં જ પસાર કરી. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨ દિવસો પસાર થવા લાગ્યા. સેનાદેવીના અંગમાં માતૃત્વની લાગણી ૨મી રહી હતી. જ્યારે સ્ત્રી માતૃત્વ ધારણ કરે છે ત્યારે સ્ત્રીના રૂપમાં તેજસ્વીતા અને પ્રસન્નતા છવાઈ જાય છે. સ્ત્રીનું રૂપ ખીલી ઊઠે છે. ચોવીશ તીર્થંકર મહારાજા જિતારી મહાદેવી સેનાદેવીની પૂરી સંભાળ લેતા હતા. તેના હૈયાને કોઈ પણ પ્રકારનું દુઃખ ન પહોંચે તેની કાળજી રાખતા હતા. અને પૂરા દિવસે એટલે કે નવમાસ અને સાડા સાત દિવસ પસાર થયા પછી માગસર માસની શુકલ ચતુર્દશીએ મૃગશિર્ષ નક્ષત્રમાં ચંદ્ર આવતાં, અશ્વના લાંછનવાળા એવા સુવર્ણ વર્ણી પુત્રને સેનાદેવીએ જન્મ આપ્યો. તે ક્ષણે ત્રૈલોક્યમાં અંધકારને નાશ કરનાર ઉદ્યોત પ્રગટ થયો. ચારે તરફ પ્રસન્નતા છવાઈ ગઈ. આઠ આ સમયે અધોલોકમાંથી ભોગંકરાદિક કુમારિકાઓ અવધિજ્ઞાન વડે પ્રભુના જન્મને જાણીને સેનાદેવીના વિશાળ શયનકક્ષમાં આવી. આઠેય કુમારિકાઓએ ભગવંતને તથા માતાને ત્રણ પ્રદક્ષિણા કરી પછી મધુર સ્વરે કહ્યું : માતાજી, તમે જરા પણ ભય પામશો નહિ...' આઠેય કુમારિકાઓએ પોતાનો પરિચય આપ્યો. છપ્પન દિકુમારિકાઓ પણ આ પ્રસંગે આવી ગઈ અને સૂતિકાકર્મ કર્યું. સર્વ ઈંદ્રોના આસનો કંપાયમાન થયા. અવધિજ્ઞાનથી ભગવાનના જન્મને જાણી શક્રેન્દ્ર તે દિશા સન્મુખ સાત-આઠ પગલાં ભરીને તીર્થંકરને વંદના કરી. ઘંટાના ઘોષથી અને સેનાપતિની ઘોષણાથી એકઠા થયેલા દેવતાઓ પ્રભુનો જન્મોત્સવ ક૨વામાં ઉત્સુક થઈને ઇંદ્રની ફરતા બેસી ગયા. ઈંદ્ર દેવતાઓની સાથે શ્વાવસ્તી નગરીમાં આવ્યો અને પ્રભુ તથા Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભવનાથ સ્વામી માતાને ત્રણચાર પ્રદક્ષિણા કરી, વારંવાર વંદના કરીને વિધિવત રીતે પ્રભુને મેરુ પર્વતના શિખર ઉપર લઈ આવ્યા. મેરુ પર્વત પર આવેલી અતિ પાંડુકબલા નામની શિલા પર રહેલા સિંહાસને શક્રેન્દ્ર પ્રભુને ઉત્સંગમાં લઈને આરૂઢ થયા. આ પ્રસંગે બીજા અનેક દેવતાઓ આવી ગયા. દેવતાઓ પ્રભુને સ્નાન કરાવવા લાગ્યા. આ પ્રસંગે મનોહર વાઘોનો ધ્વનિ વાતાવરણમાં પ્રસરી ગયો. આરણાચ્યુત ઇન્દ્રે પ્રભુને દિવ્ય અંગરાગપૂર્વક પૂજા કરીને યથાવિધિ વંદના કરી. પછી શક્ર સિવાય બાકીના બાસઠ ઇન્દ્રોએ પણ જગતને પવિત્ર કરનારું પ્રભુને સ્નાત્ર કરાવ્યું. પછી ઈશાન ઈંદ્રે પોતાના પાંચ સ્વરૂપ કરી એક સ્વરૂપે પ્રભુને ઉત્સંગમાં રાખ્યા. અને એક સ્વરૂપે છત્ર ધર્યું, બે સ્વરૂપે બે ચામર રાખ્યા અને એક સ્વરૂપે શક્રની જેમ વજ્ર ધારણ કરીને આગળ ઊભા રહ્યાં. પછી ભક્તિમાં ચતુર એવા શક્રેન્દ્ર પ્રભુની ચારે દિશામાં મોટા શિંગડાંવાળા સ્ફટિકના ચાર વૃષભો વિકર્યાં. તે વૃષભોના શૃંગના અગ્ર ભાગમાંથી મૂળમાંથી જુદી જુદી પ્રાંત ભાગમાં મિશ્ર થયેલી મનોહર જળની ધારાઓ નીકળીને પ્રભુના મસ્તક ઉપર પડવા લાગી. ૪૩ આ રીતે સૌધર્મકલ્પનાં ઇન્દ્રે અતિભક્તિથી બીજા ઇન્દ્રોએ કરેલા સ્નાત્રથી વિલક્ષણ પ્રકારે પ્રભુનું સ્નાત્ર કર્યું પછી શક્ર ઇન્દ્રે તે વૃષભો સંહારી લઈને પ્રભુની પૂજા કરી. હર્ષથી પ્રણામ કરીને સ્તુતિ ગાઈ. ઇન્દ્રે સ્તુતિ કરીને પ્રભુને વસ્ત્ર અલંકારો વડે અલંકૃત કરી સેનાદેવીની પડખે મૂકી ઉલ્લોચ ઉપર શ્રીદામ ગંડક બાંધ્યું અને પ્રભુના ઉશીકા નીચે બે કુંડળ તથા રેશમી વસ્ત્ર યુગ્મ મૂકીને અવસ્વાપિની નિદ્રા અને પાસે મૂકેલું અર્હુતનું પ્રતિબિંબ હરી લીધું. ઇન્દ્રાદિ દેવો તરત જ પોતાના સ્થાને વિદાય થયા. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ચોવીશ તીર્થંકર પ્રાતઃકાળે મહારાજા જિતારી રાજાએ પુત્રજન્મના ઉત્સવની તૈયારી આરંભવાની સૂચના આપી. રાજભવનમાં મહાદેવી સેનાદેવીની કુક્ષીએ પુત્રજન્મ આપ્યો છે આ સમાચાર વાયુવેગે નગરીમાં પ્રસરી ગયા અને લોકો વધાઈ આપવા રાજભવન ભણી આવતા હતા. અક્ષત ભરેલા સુવર્ણના થાળી લઈને સ્નેહીઓ રાજભવન પર વધાઈ આપવા આવવા લાગ્યા. સર્વકલ્યાણમાં અગ્રેસર એવાં અનેક પ્રકારનાં વાંજિત્રોના સ્વરોથી વાતાવરણ આનંદભર્યું અને ઉલ્લાસજનક બન્યું. નવીન કુમકુમના સાથીઆઓ વડે પૂરેલાં સેંથાવાળી અને સુમધુર સ્વરે ગીતો ગાતી કુળ બાલિકાઓ પ્રસન્ન હૃદયે રાજભવનમાં નૃત્ય કરવા લાગી. મહારાજા જિતારીએ પુત્રજન્મની ખુશાલીમાં દાનની સરિતા વહેતી કરી. સોળ સોળ દિવસ સુધી પુત્રના જન્મનો ઉત્સવ ભવનમાં ચાલુ રહ્યો. જ્યારે પ્રભુ ગર્ભમાં હતા ત્યારે શંબા (સીંગ)નું ધાન્ય ઘણું થયું હતું તેથી મહારાજા જિતારીએ પુત્રનું નામ સંભવનાથ અથવા શંભવનાથ એવું પાડ્યું. સેનાદેવી પુત્રને જોઈને તેની સાથે ક્રીડા કરીને પોતાનો દિવસ પૂરો કરતી હતી. ખરેખર સુખમાં દિવસો કયાં પસાર થઈ જાય છે તેની કલ્પના આવતી નથી. દિવસો વીતવા લાગ્યા. બાળ સંભવનાથની ક્રીડાથી રાજભવનના દાસ-દાસીઓ પ્રસન્નતા વ્યક્ત કરતા હતા. દેવદેવતાઓ પણ પ્રભુની બાળક્રીડાથી આનંદ વ્યક્ત કરતા હતા. આ પ્રમાણે ક્રીડા અને જાતજાતની રમૂજથી પ્રભુની શિશુવય પસાર થઈ ગઈ. તે સમયમાં ચારસો ધનુષ ઊંચા Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભવનાથ સ્વામી સુવર્ણના જેવી કાંતિવાળા જગદ્ગુરૂ કૌતુકથી પુરુષનું રૂપ ધારણ કરીને આવેલા મેરુ પર્વતની જેવા શોભવા લાગ્યા. સંભવનાથ સ્વામી યૌવન વયથી અધિક શોભવા લાગ્યા. એક વખતે મહારાજા જિતારી અને માતા સેનાદેવીએ સંભવનાથ સ્વામીને વિવાહ કરી લેવા માટે વાત કરી. પ્રભુએ ભોગકર્મ છે એમ જાણીને માતાપિતાની આજ્ઞા પાળવાને રાજકન્યાની સાથે પાણિગ્રહણ કરવાનું કબૂલ કર્યું. સંભવનાથ સ્વામીની સંમતિ મળતાં જ મહારાજા જિતારી અને સૈનાદેવી અત્યંત આનંદિત થયા. સંભવનાથ સ્વામીનો વિવાહોત્સવ ભવ્ય રીતે ઉજવાય તે માટે તૈયારીઓ આરંભી દીધી. સાક્ષાત ઈન્દ્રે આવીને પ્રભુના વિવાહોત્સવમાં પ્રસન્ન હૈયે ભાગ લીધો. હા હા અને હું હું નામના ગંધર્વો ગંભીર મૃદંગો બજાવીને મધુર સ્વરે ગાયન કરવા લાગ્યા. રંભા અને તિલોત્તમા વગેરે અપ્સરાઓ સંભવનાથ સ્વામીના વિવાહોત્સવ નિમિત્તે નૃત્ય કરવા લાગી. નગર નારીઓ ઊંચા સ્વરે મંગલ ગીતો ગાવા લાગી. ૪૫ અને ભવ્ય રીતે શ્રી સંભવનાથ સ્વામીનો વિવાહોત્સવ પૂરો થયો. ચારે તરફ આનંદ છવાઈ ગયો હતો. કૌમારવયમાં વિવિધ ભોગને ભોગવતાં સંભવનાથ સ્વામીને પંદર લાખ પૂર્વ નિર્ગમન થયા. તે સમય મહારાજા જિતારીના હૈયામાં વૈરાગ્ય ઉત્પન્ન થયો અને તરત જ સંભવનાથ સ્વામીનો રાજ્યાભિષેક કરીને પ્રવજ્યાનો માર્ગ ગ્રહણ કર્યો. શ્રી સંભવનાથ સ્વામીએ રાજ્યનો કારભાર સંભાળ્યો. પ્રભુના રાજ્યશાસન દરમ્યાન પ્રજા સુખી અને સમૃદ્ધ બની. કોઈ જગ્યાએ અન્યાય, અનીતિ કે દુરાચારનું નામોનિશાન નહોતું. લોકો સુખેથી પોતાનો જીવનનિર્વાહ ચલાવતા હતા. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ચોવીશ તીર્થંકર આ રીતે રાજ્યનો કારભાર ચલાવતા શ્રી સંભવનાથ સ્વામીએ ચાર પૂવગ સહિત ચુમ્માલીશ લાખ વર્ષ પસાર કર્યો. જેમનો આત્મા ત્રણ જ્ઞાનથી વ્યાપ્ત છે એવા શ્રી સંભવનાથ સ્વામીના અંતરમાં સંસારની અસારતા વ્યાપી ગઈ. સંસારનાં સુખો પ્રત્યે અરુચિ ઉત્પન્ન થઈ. દેવતાઓએ આવીને પ્રભુને વિનંતી કરી કે, “સ્વામી, તીર્થ પ્રવર્તાવો, આટલું જણાવીને દેવતાઓ ચાલ્યા ગયા. શ્રી સંભવનાથ સ્વામીના અંતરમાં પ્રવજ્યા ગ્રહણ કરવાની ભાવના મજબૂત બની અને સાંવત્સરિક દાન આપવાનો આરંભ કર્યો. શ્રી સંભવનાથ સ્વામી એક વર્ષમાં ત્રણસો અઠયાસી ક્રોડ અને એંસી લાખ સુવર્ણમુદ્રાનું દાન કર્યું. - વાર્ષિક દાનના અંતે ઇન્દ્રાદિ દેવોઓ તીર્થજળના કુંભો વડે જન્માભિષેકની જેમ પ્રભુને વિધિપૂર્વક દીક્ષા સંબંધી અભિષેક કર્યો. માગસર માસની પૂર્ણિમાના દિવસે દિવસના અંતિમ પ્રહરમાં પ્રભુ શ્રી સંભવનાથ સ્વામીએ મસ્તકના કેશનો પંચમુષ્ટિ વડે લોચ કર્યો. તત્કાળ તે કેશને સૌધર્મેદ્ર પોતાના વસ્ત્રના છેડામાં લઈને ક્ષીરસમુદ્રમાં ક્ષેપન કયાં. શ્રી સંભવનાથ સ્વામીએ ચારિત્ર્ય ગ્રહણ કરતાં જ મનપર્યવજ્ઞાન પ્રાપ્ત થયું. ઈન્દ્ર પ્રભુની ભાવભરી સ્તુતિ કરી. શ્રી સંભવનાથ સ્વામી બીજે દિવસે સુરેન્દ્રદત્ત નામના રાજાને ત્યાં પારણું કરવાની ઇચ્છાથી ગયા. પોતાના આંગણે પ્રભુને આવેલા જોઈને સુરેન્દ્રદત્ત રાજા અતિ હર્ષ પામ્યો અને ભક્તિપૂર્વક નમસ્કાર કરીને ઉત્તમ દૂધપાક (ક્ષીર) લઈને આ ગ્રહણ કરો..” એમ કહેવા લાગ્યો. શ્રી સંભવનાથ સ્વામીને હસ્તરૂપી પાત્રમાં ક્ષીર ગ્રહણ કરી દેવતાઓએ આ પ્રસંગને વધાવી લીધો. Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભવનાથ સ્વામી ૪૭ અને આકાશવાણી થઈ? અહોદાન, મહાદાન, સુદાન...” જે જગ્યાએ ભગવંતે પારણું કર્યું તે ઠેકાણે સુરેન્દ્રદત્તે એ સુવર્ણ મણિમય પીઠ રચાવ્યું. રાજા સુરેન્દ્રદત્ત પ્રભુના ચરણની પેઠે તે પીઠની ત્રિકાલ પૂજા કરતો અને તે પૂજા કર્યા સિવાય ભોજન ગ્રહણ કરતો નહિ. ભગવાન સંભવનાથ સ્વામી ત્યાંથી નીકળીને અનેક ગામ, શહેર, રાજ્યોમાં ચૌદ વર્ષ સુધી વિહાર કર્યો. વિહાર કરતાં કરતાં પ્રભુ નવા નવા અભિગ્રહો કરતા હતા. ઉદ્વેગ સિવાય બાવીસ પરિસહોને સહન કરતા હતા. મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિને ધારણ કરતા હતા. અનુક્રમે સહસ્ત્રાપ્ર વનમાં સાળવૃક્ષની નીચે શુકલ ધ્યાનને બીજે પાયે વર્તતા પ્રભુએ કાર્યોત્સર્ગ કર્યો, ચાર પ્રકારના ઘાતિકર્મ ક્ષય થઈ ગયા. કારતક માસનાં કૃષ્ણપક્ષની પંચમીના દિવસે ચંદ્ર મૃગશિર્ષ નક્ષત્રમાં આવ્યો ત્યારે શ્રી સંભવનાથ સ્વામીએ છઠ્ઠતપ કર્યો હતો. એ પળે જ પ્રભુને કેવળજ્ઞાન ઉપલબ્ધ થયું. સુર અસુરના, ઇન્દ્રોના આસનો ડોલવાથી તત્કાળ કેવળજ્ઞાનનો મહિમા કરવા માટે ત્યાં આવ્યા. સમવસરણ કરવાને માટે વાયુકુમાર દેવતાઓએ એક યોજન સુધી પૃથ્વીને સ્વચ્છ કરી. મેઘકુમાર દેવોએ તેમાં સુગંધી દ્રવ્યોથી મિશ્રિત જળનો છંટકાવ કર્યો. પછી વ્યંતરોએ સુવર્ણ અને રત્નના પાષાણોથી ભૂમિને બાંધી લીધી અને એના પર પાંચ વર્ણનાં પુષ્પો વેરી દીધાં. તે પછી તેઓએ ચારેય દિશાઓમાં શ્વેત છત્ર, ધજા, ખંભ અને મધરમુખાદિ ચિન્હોથી સુશોભિત એવાં ચાર તોરણો વિકવ્ય, તેમની વચ્ચે ભવનપતિઓએ રત્નની પીઠિકા બનાવી. તેની ચારે તરફ ફરતો સુવર્ણના કાંકરાવાળો રૂપાનો કિલ્લો રચ્યો. તેની ઉપર વૈમાનિકોએ માણિક્યના કાંગરાવાળો સુવર્ણનો કિલ્લો રચ્યો. પ્રત્યેક કિલ્લાને ચાર ચાર Page #57 -------------------------------------------------------------------------- ________________ ४८ ચોવીશ તીર્થકર દરવાજા મૂક્યા. બીજી મધ્ય કિલ્લાની અંદર ઈશાન કુણમાં દેવતાઓએ એક દેવછંદ રચ્યો. ત્રીજા કિલ્લાની પૃથ્વીના મધ્યભાગમાં વ્યંતરોએ બે કોશ અને આઠસો ધનુષ ઊંચું એક ચૈત્યવૃક્ષ બનાવ્યું. તેની નીચે મણિમય પીઠ બાંધીને એક પાદપીઠવાળું રત્નનું સિંહાસન કર્યું દેવછંદ પર ત્રણ છત્રીઓ રચી. બે પક્ષો ચામર લઈને ત્યાં ઊભાં રહ્યાં. ધર્મચક્ર સમવસરણના આગળના ભાગે સ્થાપવામાં આવ્યું. દેવતાઓએ સંચાર કરેલા નવકમલ ઉપર ચરણને આરોપણ કરતાં અને કોટી દેવતાઓની સાથે પ્રભુએ પૂર્વ દ્વારથી સમોસરણમાં પ્રવેશ કર્યો. ત્યાં જઈને ચૈત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા દઈ “નમો તિથય' એમ બોલીને દેવછંદમાં રહેલા સિંહાસન પર પૂર્વાભિમુખે આરૂઢ થયા. તરત જ વ્યંતરોએ અન્ય ત્રણેય દિશાઓમાં મૂકાયેલા સિંહાસનો પર પ્રભુનાં પ્રતિબિંબો સ્થાપન કર્યો. તે સમયે પ્રભુના મસ્તકના પાછલા ભાગમાં ભામંડળ થયું. આગળના ભાગમાં ઈન્દ્રધ્વજ થયો અને આકાશમાં દંદુભિનો મધુરો નાદ થયો. - પૂર્વદ્વારેથી પ્રવેશ કરીને સાધુઓ અગ્નિકુણમાં બેઠા. વૈમાનિક સ્ત્રીઓ તથા સાધ્વીઓ તેમની પાછળના ભાગે ઊભી રહી. ભવનપતિ, જ્યોતિષ્ક અને વ્યંતરની સ્ત્રીઓ દક્ષિણ દ્વારેથી પ્રવેશ કરીને પ્રભુના ચરણને નમી નેઋત્ય કૂણમાં બેઠા. ભવનપતિ, જ્યોતિષ્ક તથા વ્યંતર દેવતાઓ પશ્ચિમ દ્વારેથી પ્રવેશ કરીને પ્રભુને નમીને વાયવ્ય કૂણમાં બેઠા. વૈમાનિક દેવતાઓ, નર તથા નારીઓ ઉત્તરદ્વારથી પ્રવેશ કરીને પ્રભુને વંદન કરીને ઈશાન દિશામાં બેઠા. પહેલા કિલ્લામાં શ્રી ચતુર્વિધ સંઘ, બીજા કિલ્લામાં તિય અને ત્રીજા કિલ્લામાં સર્વ વાહનો ગોઠવાયાં. Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભવનાથ સ્વામી પછી શક્રેન્દ્ર પ્રભુને વંદન કરીને સ્તુતિ કરવાનો આરંભ કર્યો. ઇન્દ્રે સ્તુતિ પૂરી કર્યા પછી શ્રી સંભવનાથ સ્વામીએ દેશના દેવાનો આરંભ કર્યો. ૪૯ શ્રી સંભવનાથ સ્વામીએ સચરાચર સંસારની અનિત્યતા સમજાવીને પ્રાણીઓએ પરિગ્રહનો ત્યાગ કરી નિત્ય સુખવાળું શાશ્વત પદ (મોક્ષ) મેળવવા માટે પ્રયત્નશીલ થવા જણાવ્યું. પ્રભુની દેશના સાંભળીને તત્કાળ અનેક પુરુષો અને સ્ત્રીઓએ સ્વામીના ચરણકમળની પાસે દીક્ષા ગ્રહણ કરી. ત્યાર પછી ચારૂ વગેરે ગણધરોને પ્રભએ સ્થિતિ, ઉત્પાદ અને નાશ એવી ત્રિપદીનો ઉદ્દેશ કર્યો. એ ત્રિપદીને અનુસરીને એકસોને બે ગણધરોએ ચૌદપૂર્વ સહિત દ્વાદશાંગી રચી. ઇંદ્ર આદિ દેવતાઓએ સમોવશરણનો પ્રસંગ ભવ્ય રીતે ઉજવ્યો. શ્રી સંભવનાથ સ્વામીના તીર્થમાં ત્રિમુખ નામનો યક્ષ ઉત્પન્ન થયો. તેને ત્રણ નેત્ર, ત્રણ મુખ અને છ હાથ હતા. તેનો શ્યામવર્ણ હતો. મયૂર તેનું વાહન હતું. જમણી તરફની ત્રણ ભુજાઓમાં એણે નકુલ, ગદા અને અભયને ધારણ કર્યા હતા અને ડાબી તરફની ત્રણ ભુજાઓમાં બીજોરૂ, માળા અને અક્ષસૂત્ર રાખેલા હતા. એ રીતે તીર્થમાં દુરિતારિ નામે એક દેવી (યક્ષિણી) ઉત્પન્ન થઈ તેને ચાર ભુજાઓ હતી. એનો વર્ણ ગૌર હતો અને મેષનું વાહન હતું. દક્ષિણ તરફની બે ભુજાઓમાં વરદ અને અક્ષસૂત્રથી અને વામ તરફની બે ભુજાઓમાં સર્પ અભય હતા. આ ત્રિમુખ યક્ષ અને દુરિતારિદેવી બંને પ્રભુના શાસન દેવતા થયા. તેઓ નિરંતર પ્રભુની પાસે આત્મરક્ષાની જેમ રહેવા લાગ્યા. તે પછી તે ચોત્રીસ અતિશયવાળા શ્રી સંભવનાથ Page #59 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર સ્વામીએ સાધુઓના પરિવાર સાથે તે સ્થાનેથી અન્યત્ર વિહાર કર્યો. ૫૦ શ્રી સંભવનાથ સ્વામી ભગવંતને બે લાખ સાધુઓ, ત્રણ લાખ અને છત્રીસ હજાર સાધ્વીઓ, બે હજાર અને દોઢસો ચૌદ પૂર્વધારી, નવ હજાર અને છસો અવધિજ્ઞાની, બાર હજાર અને દોઢસો મન:પર્યવજ્ઞાની, પંદર હજાર કેવળજ્ઞાની, ઓગણીશ હજાર અને આઠસો વૈક્રિય લબ્ધિવાળા, બાર હજાર વાદ લબ્ધિવાળા (વાદી) બે લાખ ત્રાણું હજાર શ્રાવકો અને છ લાખ ને છત્રીશ હજાર શ્રાવિકાઓનો પરિવાર થયો. શ્રી સંભવનાથ સ્વામીએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ચાર પૂર્વાંગ અને ચૌદ વર્ષોથી ન્યૂન એવા એક લાખ પૂર્વ સુધી વિહાર કર્યો. એ પછી સર્વજ્ઞ પ્રભુ પોતાનો મોક્ષકાળ નજીક જાણીને પરિવાર સહિત સમેતશિખર પર્વતે આવ્યા. ત્યાં એમણે એક હજાર મુનિઓ સાથે પાદપોપદમ અનસન કર્યું. એ વખતે ઇંદ્રાદિદેવો પોતાના પરિવાર સાથે આવીને પ્રભુની સેવા-ભક્તિ કરવા લાગ્યા. એક માસના અંતે શ્રી સંભવનાથ સ્વામીએ શૈલેષી નામનું છેલ્લું ધ્યાન પ્રાપ્ત કર્યું. અને ચૈત્ર માસની શુકલ પંચમીના દિવસે ચાર અનંતને સિદ્ધ કરતાં શ્રી સંભવનાથ સ્વામી નિર્વાણપદને પામ્યા. એક હજાર મુનિવરો પણ મોક્ષપદના અધિકારી બન્યા. શ્રી સંભવનાથ સ્વામીએ કુમા૨૫ણામાં પંદર લાખ પૂર્વ, રાજ્યમાં ચા૨ પૂર્વાંગ સહિત ચુમાલીસ લાખ પૂર્વ અને દીક્ષામાં યાર પૂર્વાંગે વર્જિત એક લાખ પૂર્વ એ રીતે એકદંરે સાઠ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવ્યું. શ્રી અજિતનાથ સ્વામીના નિર્વાણ પછી ત્રીસ લાખ કોટી સાગરોપમ ગયા ત્યારે શ્રી સંભવનાથ સ્વામી નિર્વાણપદને પામ્યા. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪ • શ્રી અભિનંદન સ્વામી અયોધ્યાનગરી. દૈદિપ્યમાન નગરી. અયોધ્યા નગરીમાં સંવર નામના રાજા રાજ કરે. સંવર રાજા ન્યાયી, ધર્મિષ્ઠ અને બળવાન રાજવી. સંવર રાજા પ્રજાવત્સલ રાજવી. રાજા પ્રજાને ખૂબ ચાહે. પ્રજા રાજાને ખૂબ ચાહે. રાજા અને પ્રજા વચ્ચે સ્નેહનો એક સેતુ રચાયો હતો. જ્યાં સ્નેહની સરિતા વહેતી હોય ત્યાં કડવાશને સ્થાન હોતું નથી. સંવર રાજાને સિદ્ધાર્થ નામે રાણી હતી. શુદ્ધ વંશમાં ઉત્પન્ન થયેલી અને ગુણોથી મનોહર તે રાણી અંતઃપુરના આભૂષણરૂપ ગણાતી હતી. સિદ્ધાર્થ રાણી માત્ર રૂપનું માધુર્ય છલકાવતી ન હતી પરંતુ એના મુખ પર સંસ્કાર અને સદ્ગુણનું તેજ ઝગારા મારતું હતું. સંવર રાજા અને સિદ્ધાર્થા રાણીના સહજીવનની યાત્રા નિરાપદ અને સુખેથી પસાર થતી હતી. જ્યાં નિરંતર પ્રેમની ધારા વહેતી હોય ત્યાં કલેશનો પ્રવેશ શી રીતે થઈ શકે ? રાજા-રાણીનું જીવન સુખેથી પસાર થતું હતું. એક દિવસ. મહાબલ નામના રાજાના જીવે વિજય વિમાનમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય સુખમાં પસાર કર્યું. પછી આયુષ્ય પૂર્ણ થયે વૈશાખ માસની શુકલ ચતુર્થીએ અભિજિત નક્ષત્રમાં ચંદ્ર આવતા Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ચોવીશ તીર્થકર તે મહાબલ રાજાનો જીવ ત્યાંથી ચ્યવીને સિદ્ધાર્થી દેવીના ઉદરમાં અવતર્યો. જ્યારે ત્રણ જ્ઞાનને ધારણ કરનાર પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે સર્વત્ર આનંદ પ્રસરી ગયો. નારકીના જીવોને પણ ક્ષણ વાર સુખ ઉત્પન્ન થયું. તે રાત્રીએ સુખેથી નિદ્રા માણી રહેલા મહાદેવી સિદ્ધાથએ અંતિમ પ્રહરમાં પોતાના મુખમાં પ્રવેશ કરતાં ચૌદ સ્વપ્નો જોયાં. ચાર દાંતવાળો શ્વેતવર્ણવાળો હાથી. ડોલરના પુષ્પ જેવો શ્વેત વૃષભ. પહોળા મુખવાળો કેસરી સિંહ. અભિષેકથી મનોહર લક્ષ્મી. પંચવણ પુષ્પોની માળા. પરિપૂર્ણ ચંદ્ર. પ્રકાશમાન સૂર્ય. ઘુઘરીઓવાળો ધ્વજ. સુવર્ણનો પૂર્ણ કુંભ. કમળોથી છવાઈ ગયેલું સરોવર. ઊછળતા તરંગવાળો સમુદ્ર. મનોહર વિમાન. સુંદર રત્નનો ઢગલો. ધૂમ્રરહિત અગ્નિ. આ પ્રકારનાં ચૌદ સ્વપ્નો મહાદેવી સિદ્ધાર્થ રાણીએ જોયા પછી તરત જ શય્યા પરથી ઊભા થઈ જઈને સ્વામીને જાગૃત કર્યા. સિદ્ધાર્થ રાણીએ સ્વામીને ચૌદ સ્વપ્નોની વાત કરી ત્યારે રાજા સંવરે અતિ હર્ષિત થઈને કહ્યું: ‘દેવી, તમને અદ્ભુત સ્વપ્નો Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભિનંદન સ્વામી ૫૩ આવેલાં છે. આ સ્વપ્નોથી તમને ત્રણ જગતનો ઈશ્વર એવો પુત્ર થશે.” ત્યાં તો ઈન્દ્રાદિ દેવોએ આવીને રાજા-રાણીને સ્વપ્નનો અર્થ જણાવ્યોઃ “હે દેવી, તમારા પુત્ર ચોથા તીર્થંકર થશે.” ઇન્દ્રાદિ દેવોના મુખેથી આ વાત સાંભળીને મહાદેવી સિદ્ધાથના હર્ષનો પાર ન રહ્યો. રાણીએ બાકીની શેષ રાત્રી જાગ્રત દશામાં જ પસાર કરી. અને દિવસો પસાર થવા લાગ્યા. ' સુખમાં દિવસો કેમ પસાર થઈ જાય છે તેની કલ્પના આવતી નથી. મહારાજા સંવર મહાદેવની પૂરતી સંભાળ રાખી રહ્યાં હતાં. ગર્ભ ધારણ કર્યા પછી નવ માસ અને સાડાસાત દિવસ જતા માઘ માસની શુકલ દ્વિતીયાને દિવસે ચંદ્ર અભિચિ નક્ષત્રમાં આવતા સિદ્ધાર્થી દેવીએ સૂર્યના જેવા તેજસ્વી પુત્રને સુખેથી જન્મ આપ્યો. પ્રભુનો જન્મ થતાં ત્રણ લોકમાં પ્રકાશ ફેલાયો. ક્ષણભર નારકીના જીવોને પણ સુખ ઉત્પન્ન થયું. આ સમયે દિકુમારીઓ પોતપોતાના સ્થાનેથી આવીને દેવી તથા કુમારનું સૂતિકર્મ કર્યું. શક ઈન્દ્ર પણ પોતાનું આસન કંપિત થવાથી અન્ય દેવતાઓ સાથે ત્યાં આવ્યો. દેવી તથા કુમારને નમસ્કાર કર્યો. કે મહાદેવી સિદ્ધાર્થ પર અપસ્વાપિની નિદ્રા મૂકી. તેમની પડખે પ્રભુનું પ્રતિબિંબ રાખીને સૌધર્મ ઈન્ડે પોતાના પાંચ રૂપ ધારણ કર્યો. એક ઈદ્ર પ્રભુને ધરી રાખ્યા. બીજા ઈ છત્રધારણ કર્યું. બે ઈદ્રોએ બે બાજુ ચામર રાખ્યા. જ્યારે એક ઈદ્ર વજને નચાવી નાચતો નાચતો આગળ Page #63 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર ઉપ૨ આવીને ચાલવા લાગ્યો. ક્ષણવારમાં મેરુ પર્વત અતિપાંડુકબલા નામની શિલા પાસે આવ્યા. ત્યાં પ્રભુને ખોળામાં લઈને ઇંદ્ર બેઠો. તે વખતે ત્રેસઠ ઇન્દ્રો પરિવાર સહિત આવ્યા અને જળથી ભરેલા કુંભોથી પ્રભુને સ્નાન કરાવવા લાગ્યા. ૫૪ ત્યારબાદ ઈશાન ઇંદ્રે પાંચ રૂપ ધરીને એક રૂપે પ્રભુને રાખ્યા. એક રૂપે છત્ર ધારણ કર્યું, બે રૂપે બે બાજુ ચામર વિંજવા લાગ્યો અને એકરૂપે ત્રિશુલ લઈને આગળ ઊભો રહ્યો. પછી શક્ર ઈંદ્ર સૃષ્ટિને માટે ચારેય દિશામાં સ્ફટિકના ચાર વૃષભ વિક્ર્તી, તેમના શૃંગમાંથી થતી જલધારાઓ વડે પ્રભુને સ્નાન કરાવ્યું પછી ચંદનનું વિલેપન કરી વસ્ત્રા અલંકારાદિ ધારણ કરાવી અને આરાત્રિક ઉતારીને શક્રેન્દ્ર અંજલિ જોડીને સ્તુતિ કરવા લાગ્યો. ‘ચોથા તીર્થંકર ભગવંત, ચોથા આરા રૂપ આકાશમાં સૂર્ય સમાન અને ચોથા પુરુષાર્થ (મોક્ષ)ની લક્ષ્મીને પ્રકાશ કરનાર હે પ્રભુ, આપ જય પામો...' આમ કહીને શક્રેન્દ્રે પોતાના હૈયાની ભાવના સ્તુતિ દ્વારા વ્યક્ત કરી. ત્યાર પછી શક્રઇન્દ્ર પાંચરૂપે થઈ ઈશાન ઇંદ્ર પાસેથી પ્રભુને લઈને પૂર્વની જેમ છત્ર વગેરે ધારણ કરીને ક્ષણ વારમાં પ્રભુને યથાસ્થાને સ્થાપન કર્યાં. શક્રેન્દ્રે આદિ દેવો પોતાના સ્થાને ચાલ્યા ગયા. પ્રાતઃકાળે નગરીમાં વાયુવેગે સમાચાર પ્રસરી ગયા કે મહારાજાને ત્યાં પુત્રજન્મ થયો છે. સર્વત્ર આનંદ પ્રસરી ગયા કે મહારાજા સંવરે પુત્રજન્મોત્સવ રચ્યો જે અનેક દિવસોથી સુધી ચાલ્યો. દાનની સરિતા પણ વહેતી મૂકી દીધી. મહારાજા સંવર તથા રાણી સિદ્ધાર્થાએ પુત્રનું નામ અભિનંદન પાડ્યું. Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભિનંદન સ્વામી ૫૫ અને એક દિવસ અભિનંદનકુમારે યૌવનમાં પ્રવેશ કર્યો. માતાપિતાએ અભિનંદનકુમારને વિવાહ સંબંધી પ્રાર્થના કરી ત્યારે અભિનંદનકુમારને થયું કે ભોગ્યકર્મ છે. આથી કુમારે અનેક રાજકન્યાઓ સાથે વિવાહ કયાં. અભિનંદનકુમાર રાજકન્યાઓ સાથે સુખેથી દિવસો પસાર કરતા હતા. એ રીતે પ્રભુએ સાડાબાર લાખ પૂર્વ પસાર કર્યા. ત્યારપછી સંવર રાજાએ અભિનંદનકુમારને રાજગાદી પર બેસાડ્યા. ખૂબ જ ધામધૂમપૂર્વક રાજ્યાભિષેકનો વિધિ સંપન્ન થયો. સંવર રાજાએ પ્રવજ્યાનો માર્ગ ગ્રહણ કરીને આત્મકલ્યાણના માર્ગે આગળ વધ્યા. અભિનંદનકુમારે રાજ્યનો કારભાર આઠ અંગ સહિત સાડી છત્રીસ લાખ પૂર્વ સુધી ચલાવ્યો. ત્યારપછી અભિનંદન સ્વામીને પ્રવજ્યા ગ્રહણ કરવાની ભાવના અંતરમાં જાગ્રત થઈ. તરત જ ઈંદ્રાદિ દેવોએ આવીને અભિનંદન સ્વામીને નમ્ર ભાવે પ્રાર્થના કરી : હે નાથ, આપ હવે ધર્મતીર્થને પ્રર્વતાવો. આપના પ્રર્વતાવેલા તીર્થથી અનેક પ્રાણીઓ આ દુસ્તર સંસારરૂપ સાગરને તરી જશે.” આટલું કહીને દેવતાઓ પોતાના સ્થાને જવા વિદાય થયા. પ્રભુએ વાર્ષિક દાન આપવાનો આરંભ કર્યો. સાંવત્સરિક દાન દઈ રહ્યા પછી ચોસઠ ઇન્દ્રોએ પ્રભુનો વિધિ સહિત દીક્ષાભિષેક કર્યો. સર્વોત્તમ વસ્ત્રો, આભૂષણો ધારણ કરીને શ્રી અભિનંદન સ્વામી અર્થસિદ્ધ નામની શિબિકામાં આરૂઢ થયા. શિબિકામાં બેસીને પ્રભુ સહસ્ત્રા» વનમાં આવ્યા. ત્યાં શ્રી અભિનંદન સ્વામીએ પોતાનાં આભૂષણો વગેરે ઉતારી દીધા એટલે ઇન્દ્ર તેમના ખભા પર દેવદૂષ્ય વસ્ત્ર નાખ્યું. માઘ માસની શુકલ દ્વાદશીએ અભિચિ નત્રક્ષમાં Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ચોવીશ તીર્થકર દિવસના છેલ્લા પ્રહરમાં શ્રી અભિનંદન સ્વામીએ છઠ્ઠનું તપ કરીને પંચમુષ્ટિ લોચ કર્યો. ઇન્દ્રાદિ દેવોએ પ્રભુના કેશને પોતાના ઉત્તરીય વસ્ત્રના છેડામાં લઈને ક્ષણવારમાં ક્ષીર સમુદ્રમાં પધરાવી પાછા આવ્યા. શ્રી અભિનંદન સ્વામીએ સામાયિક સૂત્ર ભણીને ચારિત્રનો સ્વીકાર કર્યો. તે જ વખતે મનઃ પર્યવ નામનું ચોથું જ્ઞાન ઉત્પન્ન થયું. પ્રભુની સાથે એક હજાર રાજાઓએ પણ પ્રવજ્યાનો પંથ સ્વીકાર્યો. દીક્ષાનો માંગલિક પ્રસંગ ધામધૂમથી પૂર્ણ થયા પછી ઈન્દ્રાદિ દેવો પોતાના સ્થાને ચાલ્યા ગયા. બીજે દિવસે શ્રી અભિનંદન સ્વામીએ અયોધ્યાનગરીના રાજા ઇન્દ્રદત્તના ભવનમાં ક્ષીરથી પારણું કર્યું. આ સમયે દેવતાઓએ દ્રવ્ય, પુષ્પ, સુગંધી જળ, વસ્ત્રોની વૃષ્ટિ કરી. આકાશમાં દદુભિનો નાદ થયો. શ્રી અભિનંદન સ્વામી ત્યાંથી વિહાર કરીને અન્યત્ર ચાલ્યા ગયા. આ પ્રમાણે વિહાર કરતાં કરતાં પ્રભુ એક દિવસ સહસ્ત્રા» વનમાં આવ્યા ત્યાં છઠ્ઠ તપ કરીને રાયણના વૃક્ષની નીચે કાયોત્સર્ગ કરીને રહ્યાં. ધ્યાનમાં મગ્ન થતાં શુકલ ધ્યાનના બીજા પાયાને અંતે ઘાતકર્મનો ક્ષય થતાં પોષમાસની શુકલ ચતુદર્શીએ અભીચિ નક્ષત્રનો ચંદ્ર થતાં પ્રભુને નિર્મળ કેવળ જ્ઞાન પ્રગટ થયું દેવતાઓને અવધિજ્ઞાનથી જાણવા મળ્યું કે પ્રભુને કેવળજ્ઞાન થયું છે એ જાણીને ચોસઠ ઈન્દ્રો તત્કાળ ઉદ્યાનમાં આવી પહોંચ્યા અને સમવસરણ રચ્યું. દેવતાઓએ રચેલા સુવર્ણના કમળ પર ચરણને ધારણ કરતાં પ્રભુએ પૂર્વ દ્વારેથી તેમાં પ્રવેશ કર્યો. સમવસરણની મધ્યમાં રહેલાં બે ગાઉ અને બસો ધનુષ્ય Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભિનંદન સ્વામી ૫૭ ઊંચા ચૈત્યવક્ષની પ્રભુએ પ્રદક્ષિણા કરી. “તીર્થાય નમઃ ” એમ બોલીને પ્રભુએ દેવજીંદાના મધ્યભાગમાં રહેલા પૂર્વાભિમુખ સિંહાસનને અલંકૃત કર્યું. ત્યાર પછી દેવ, અસુર મનુષ્ય સહિત પોતપોતાના યોગ્ય દ્વારેથી પ્રવેશ કરીને સ્થાન ગ્રહણ કર્યું. ઇન્દ્ર તરત જ પ્રભુની સ્તુતિ કરી. ઈદ્ર અંતરના ભાવ પ્રભુની સમક્ષ રજૂ ક્યાં. - શ્રી અભિનંદન સ્વામીએ દેશના આપવી શરૂ કરી. આ સંસાર અસાર છે. વિપત્તિઓની ખાણરૂપ છે. સંસારના રહસ્યને જાણી લેવાની જરૂર છે. દેહશુદ્ધિ જેમ માનવીની કાયાને ચર્મરોગ આદિથી બચાવે છે, યકૃત શુદ્ધિ જેમ કાયાને દરદોથી ઉગારે છે, મનની શુદ્ધિ જેમ અશુભ કર્મોથી બચાવે છે. કર્મ શુદ્ધિ જેમ મુક્તિનો પંથ ઉજ્વળ બનાવે છે, તેમ આત્માની શુદ્ધિ શાશ્વત સુખનો યોગ આપે છે. આત્મશુદ્ધિ, કર્મશુદ્ધિ અને મનની શુદ્ધિ, આ ત્રણેય શુદ્ધિ ભવભ્રમણના અંત માટે આવશ્યક છે. શ્રી અભિનંદન સ્વામીએ સંસારનું સ્વરૂપ, કર્મનું સ્વરૂપ તથા આત્માના સ્વરૂપ વિષે જણાવ્યું. શ્રી અભિનંદન સ્વામી ભગવંતની દેશનાથી અનેક નગરનારીઓએ તત્કાળ દીક્ષા ગ્રહણ કરી. વજનાભ સહિત એકસો ને સોળ ગણધરો થયા. તેમને વિધિ પ્રમાણે અનુયોગ અને ગણની અનુજ્ઞા આપીને પ્રભુએ શિક્ષારૂપ ધર્મદિશના આપી. ત્યારબાદ પ્રભુએ જન્મ, વ્યય અને ધ્રુવમય ત્રિપદી તેઓને કહી બતાવી. તે ત્રિપદીના આધારે તેમણે દ્વાદશાંગીની રચના કરી. થોડી વારે પૌરૂષી પૂરી થઈ. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ચોવીશ તીર્થંકર પ્રભુએ દેશના સમાપ્ત કરી. રાજાએ વસ્તુ મંગાવીને તેને ઉડાડી જે દેવતા, રાજા અને મનુષ્યો અનુક્રમે લઈ ગયા. ત્યારબાદ જગત્પતિ ત્યાંથી ઊઠીને વચલા કિલ્લામાં આવી ઈશાન દિશામાં રહેલા દેવદા ઉપર બિરાજમાન થયા. પ્રભુના ચરણપીઠ પર બેસીને વજનાભ ગણધર તથા શ્રુતકેવલી વગેરેએ દેશના આપવા માંડી. જ્યારે બીજી પૌરૂષી પૂર્ણ થઈ ત્યારે તેમણે દેશના સમાપ્ત કરી. - ત્યાર પછી દેવતાઓ વગેરે સૌ પ્રભુને ભાવભય વંદન કરીને પોતપોતાના સ્થાને જવા વિદાય થયા. શ્રી અભિનંદન સ્વામીના તીર્થમાં શાસનદેવતા તરીકે શ્યામ કાંતિવાળો, હાથીના વાહન ઉપર બેસનાર, બે દક્ષિણ ભુજાઓમાં બીજોરૂ અને અક્ષસૂત્ર ધારણ કરનાર અને બે વામાં ભુજાઓમાં નકુલ અને અંકુશને રાખનાર યક્ષેશ્વર નામનો યક્ષ થયો. યક્ષેશ્વર હંમેશાં પ્રભુની સેવામાં તત્પર રહેતો હતો. જ્યારે શ્યામ વર્ણવાળી, કમળના આસન પર બેસનારી, બે દક્ષિણ ભુજામાં વરદ અને પાશને ધારણ કરનારી તથા બે વાયભુજામાં નાગ તથા અંકુશ ધારણ કરનારી કાલિકા નામે શાસનદેવી થઈ જે પ્રભુની સેવામાં ખડેપગે રહેતી હતી. ચોત્રીસ અતિશયોએ યુક્ત એવા શ્રી અભિનંદન સ્વામી તીર્થકર ભગવંત ગ્રામ, નગર વગેરેમાં પ્રાણીઓને બોધ કરતાં સર્વત્ર વિહાર કરવા લાગ્યા. શ્રી અભિનંદન સ્વામી ભગવંતને વિહાર કરતાં કરતાં ત્રણ લાખ સાધુઓ, છ લાખને ત્રીસ હજાર સાધ્વીઓ. નવ હજાર ને આઠસો અવધિજ્ઞાનીઓ, એક હજાર અને પાંચસો ચૌદ પૂર્વી, અગિયાર હજાર છસો ને પચાસ મન:પર્યવ જ્ઞાની Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભિનંદન સ્વામી ભગવંતો, ચૌદ હજાર વાદ લબ્ધિવાળા, બે લાખ અઠ્યાસી હજાર શ્રાવકો તથા પાંચ લાખને સત્યાવીસ હજાર શ્રાવિકાઓનો પરિવાર થયો. શ્રી અભિનંદન સ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી આઠ પૂવગ અને અઢાર વર્ષે ઊણા લાખ પૂર્વ વ્યતીત થયે પોતાનો નિવણકાળ નજીક જાણીને શ્રી અભિનંદન સ્વામી એક હજાર મુનિરાજો સાથે સમેતશિખર પર્વતે આવ્યા. ત્યાં એક માસનું અનસન ગ્રહણ કર્યું. ભવોપગ્રાહી કમને ભેદનારા એવા શૈલેશી ધ્યાન પર આરૂઢ થઈ અનંત ચતુષ્કને સિદ્ધ કરીને ભગવાન અભિનંદન સ્વામી વૈશાખ માસની શુકલ અષ્ટમીના દિવસે હજાર મુનિવરો સાથે મોક્ષપદના સ્વામી થયા. - શ્રી અભિનંદન સ્વામીએ કુમાર અવસ્થામાં સાડાબાર લાખ પૂર્વ રાજ્યકારભારમાં આઠ પૂવગ સહિત સાડા છત્રીશ. લાખ પૂર્વ અને દીક્ષામાં આઠ પૂવગે ઊણા એક લાખ પૂર્વએકંદર પચાસ લાખ પૂર્વનું આયુષ્ય પ્રભુએ નિર્ગમન કર્યું. શ્રી સંભવસ્વામીના નિર્વાણ પછી દસ લાખ કોડ સાગરોપમ વીત્યા ત્યારે શ્રી અભિનંદન સ્વામી નિર્વાણપદને પામ્યા. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫ : શ્રી સુમતિનાથ સ્વામી વિનીતા નગરી. સુંદર અને દર્શનીય નગરી. વિનીતા નગરીના રાજમાર્ગો, ઉઘાનો તેમજ ભવનો અપૂર્વ અને દર્શનીય હતા. વિનીતા નગરીની પ્રજા સુખ અને સાહ્યબીમાં પોતાના દિવસો પસાર કરતી હતી. આ સમયે વિનીતા નગરીમાં ઈક્ષ્વાકુ વંશના રાજા મેઘ રાજ્યનો કારભાર સંભાળી રહ્યા હતા. મહારાજા મેઘ ન્યાયી, ધર્મિષ્ઠ અને દયાળુ પ્રકૃતિના રાજવી હતા. રાજા મેઘ પ્રજાવત્સલ રાજવી હતા. મહારાજા મેઘ પ્રજાના પ્રીતિપાત્ર રાજા હતા. પ્રજા રાજાના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી. એ રીતે રાજા પણ પ્રજાના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી. મહારાજા મેઘ રાજ્યનો કારભાર કુશળતાથી વહન કરતાં હતાં. ક્યાંય કલહ કે અશાંતિ નહોતી પ્રજા નિરાપદ રીતે પોતાનું જીવન સુખમય રીતે પસાર કરતી હતી. મહારાજા મેઘને મંગળા નામની પટ્ટરાણી હતી. મંગળા રાણી શીલવતી, સંસ્કારી અને ગુણી સ્ત્રી હતી. પતિના વચનોને અનુસરીને ચાલનારી નારી હતી. મહારાજા મેઘ અને રાણી મંગળાનું સહજીવન આનંદ, ઉલ્હાસ સાથે વ્યતીત થતું હતું. એક દિવસ. પુરુષ સિંહનો જીવ જે વૈજયંત વિમાનમાં ગયેલો છે તે Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુમતિનાથ સ્વામી ૧ તેત્રીશ સાગરોપમનું આયુષ્ય ભોગવીને શ્રાવણ માસની શુકલ દ્વિતીયાના દિવસે મઘા નક્ષત્રમાં ચંદ્ર આવતા ત્યાંથી ચ્યવીને મંગલાદેવીની કુક્ષિમાં અવતર્યા. આ સમયે મહારાણી મંગળાદેવીએ તીર્થંકરના જન્મને સૂચવનારા ગજેન્દ્ર વગેરે સહિત ચૌદ મહાસ્વપ્નો જોયાં મંગળારાણીએ ગર્ભ ધારણ કર્યો. આ દિવસો દરમ્યાન એક ધનાઢ્ય વેપારી પોતાની બે સરખી વયની સ્ત્રીઓને સાથે લઈને વેપાર અર્થે દૂર દેશાંતર ગયો. માર્ગમાં એક પત્નીએ પુત્રને જન્મ આપ્યો. તે પુત્રને તે ધનાઢ્યની બને પત્નીઓએ સમદષ્ટિ રાખીને ઉછેરીને મોટો કર્યો. પરંતુ દીર્ઘકાળ પછી એ ધનાઢ્ય વેપારી પોતાની પત્નીઓ અને પુત્ર સાથે ધન મેળવીને પાછો ફરતો હતો ત્યારે તે વેપારીનું માર્ગમાં જ મૃત્યુ થયું. પોતાના સ્વામીનું માર્ગમાં મૃત્યુ થતાં તે વેપારીની બન્ને પત્નીઓ શોકથી અશ્રુઓ વહેવડાવતી રહી. વેપારીની એક કપટથી ભરેલી સ્ત્રી “આ પુત્ર અને ધન મારું છે.' એમ કહેતી પુત્રની સાચી માતા સાથે કલહ કરવા લાગી. તેઓમાંથી એક ખરી માતા પુત્ર અને ધનનું ક્ષેમ અને બીજી કપટી માતા પુત્ર અને ધનનો યોગ ઈચ્છતી હતી. બને વેપારી પત્નીઓ સત્વર અયોધ્યાનગરીમાં આવી અને ન્યાયાચાર્યને ફરિયાદ કરી. પરંતુ વેપારી પત્નીનો પ્રશ્ન ન્યાયાચાર્યથી ઉકેલાયો નહિ આથી બને પત્નીઓ રાજા પાસે આવી. મહારાજા મેઘે બન્ને વેપારી પત્નીઓને સભામાં બોલાવી અને કલહનું કારણ પૂછ્યું. Page #71 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર ત્યારે પ્રથમ પુત્રની અપર માતા બોલી : ‘કૃપાનાથ, અમારા બન્ને વચ્ચેનો કલહ સર્વ ઠેકાણે કહેવામાં આવ્યો છે. પરંતુ કોઈએ અમારા પ્રશ્નનું સમાધાન કરેલ નથી. આપ ધર્મરાજા છો. આપના થકી જ યોગ્ય ન્યાય મળશે એમ ધારીને હું આપના શરણે આવી છું. આ મારો પુત્ર છે. મેં એનો યોગ્ય રીતે ઉછેર કર્યો છે. તેથી આ સર્વ ધન મારું જ છે કારણ કે જેનો પુત્ર તેનું જ ધન કહેવાય...' કર ત્યારપછી પુત્રની સાચી માતાએ મધુર સ્વરે રાજાની સામે જોઈને કહ્યું : હે રાજન, આ પુત્ર અને ધન મારાં છે. આ મારી શોકય સંતાન વગરની છે. તે ધનના લોભથી મારા સાથે કલેશ કરે છે. જ્યારે અમારા સ્વામી જીવતા હતા ત્યારે તે મારા પુત્રનું મારી સાથે એ પણ પાલન કરતી હતી. તે વખતે મેં સરળતા કેળવીને તેને તેમ કરતાં અટકાવી નહિ. એ સરળતાનું પરિણામ ભોગવવાનું મારા શિરે આવ્યું છે. આપ અમારા કલહને શાંત કરીને ઉંચિત ન્યાય આપો... મહારાજા મેઘ વિચારમાં પડી ગયા. મહારાજાને થયું કે આ કોયડો ઉકેલવો ગૂંચવણભર્યો છે. મહારાજાએ સભાજનો સમક્ષ બન્ને સ્ત્રીઓનો પ્રશ્ન મૂકયો પણ કોઈ ઉત્તર શોધી શક્યું નહિ. મહારાજાએ બન્ને સ્ત્રીઓને આશ્વાસન આપીને જેમ બને તેમ ઉકેલ ત્વરિત શોધાઈ જશે તેવો ઉત્તર આપ્યો. સભા સમાપ્ત થઈ. મહારાજા મેઘ રાજભવનમાં આવ્યા. સ્વામીનો ચિંતામગ્ન ચહેરો જોઈને મંગળાદેવીએ પ્રશ્ન કર્યો : 'સ્વામી આજ આપ ચિંતાતુર કેમ જણાઓ છો ? શું . વિપત્તિ આવી પડી છે ?' મહારાજાએ પત્નીને રાજસભામાં બનેલી ઘટનાનો Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુમતિનાથ સ્વામી ચિતાર આપ્યો. ગર્ભના પ્રભાવથી જેમની સુમત્તિ થયેલી છે એવા મંગળાદેવીએ કહ્યું : “સ્વામી, સ્ત્રીઓના વિવાદનો નિર્ણય સ્ત્રીઓને જ કરવો યુક્ત છે માટે આપ લગીરે ચિંતા કરશો નહિ. તે બંને સ્ત્રીના વિવાદનો નિર્ણય હું પોતે કરીશ.’ એમ જ થયું. બીજે દિવસે મહારાજા સાથે મહાદેવી મંગળાદેવી રાજસભામાં આવ્યા. એ વખતે કપટી સ્ત્રી અને સાચી પણ રાજસભામાં આવી હતી. ૩ મહાદેવીએ બન્ને સ્ત્રીઓને વિવાદ થવાનું કારણ પૂછ્યું એટલે બન્ને સ્ત્રીઓએ પૂર્વની જેમ કહી સંભળાવ્યું. મહાદેવીએ બન્ને સ્ત્રીઓની ચેષ્ટાનો અભ્યાસ કર્યો પછી કહ્યું : મારા ઉદરમાં ત્રણ જ્ઞાનને ધારણ કરનાર તીર્થંકર ઉત્પન્ન થયેલા છે. તેમનો પ્રસવ થયા પછી અશોક વૃક્ષ નીચે બેસીને તે તમારા વિવાદનો નિર્ણય કરશે. માટે ત્યાં સુધી તમે બન્ને પ્રતીક્ષા sal...' અપરમાતાએ મહાદેવીની વાત કબૂલ રાખી. પરંતુ પુત્રની સાચી માતા તરત જ બોલી ઊઠી : “મહાદેવી, હું એક ક્ષણ પણ મારા પુત્ર વગર રહી શકીશ નહિ અને મારા અતિ વહાલા પુત્રને તેટલો સમય શોક્યને સ્વાધીન પણ કરી શકીશ નહિ. આપ સર્વજ્ઞની માતા છો તો આપ પોતે જ આજે જ તેનો નિર્ણય કરો.’ મહાદેવીને થયું કે આ સ્ત્રી કાલક્ષેપને સહન કરી શકતી નથી માટે તે જ તેની સાચી માતા છે. મહાદેવીએ તરત જ સાચી માતાના હાથમાં પુત્રને સોંપ્યો. સભાજનોએ આનંદ વ્યક્ત કર્યો. બન્ને સ્ત્રીઓ પોતપોતાને સ્થાને જવા વિદાય થઈ. Page #73 -------------------------------------------------------------------------- ________________ Sજ ચોવીશ તીર્થંકર જ્યારે નવ માસ અને સાડા સાત દિવસ વીત્યા, વૈશાખ માસની શુકલ અષ્ટમીનો દિવસ આવ્યો ત્યારે મંગળાદેવીએ સુખેથી કચપક્ષીના ચિલનવાળા સુવર્ણવર્ણ પુત્ર રત્નને જન્મ આપ્યો. ઇન્દ્રોના આસનો કંપાયમાન થયા. દિકકુમારીઓએ ત્યાં આવીને યથાયોગ્ય સૂતિકા કર્મ કર્યું. ત્યાર પછી, શક્રઇન્દ્ર આવીને મંગળાદેવીની શય્યામાંથી પ્રભુને મેરુ પર્વત ઉપર લઈ ગયા. ત્યાં અય્યતાદિ ત્રેસઠ ઈન્દ્રોએ આવીને શક્રઈન્દ્રના ઉસંગમાં રહેલા પ્રભુને તીર્થજળથી અભિષેક કર્યો. ત્યારબાદ ઈશાન ઇન્દ્રના ઉલ્લંગમાં પ્રભુને બિરાજમાન કરીને શકઇન્દ્રો વિદુર્વેલા સ્ફટિકના ચાર વૃષભોના શીંગમાંથી નીકળેલા જળ વડે પ્રભુનું સ્નાત્ર કર્યું પછી વિલેપન કરી, વસ્ત્રાલંકાર પહેરાવી તથા આરાત્રિક ઉતારીને શક્રઈદ્ર ભક્તિથી સ્તુતિ કરવા લાગ્યો. શક્રઇન્દ્રની સ્તુતિમાં પ્રભુ પ્રત્યેની અપૂર્વ શ્રદ્ધાનો રણકાર હતો. સર્વ જીવોને કલ્યાણના માર્ગે લઈ જવાની પ્રાર્થના હતી. આ પ્રમાણે અંતરની ભાવના દર્શાવીને શક્રઈન્દ્ર પ્રભુને લઈને મંગળાદેવીની પાસે આવ્યા, ત્યાં પ્રભુને મૂકીને પોતાના સ્થાનકે ગયા. પ્રભુ જ્યારે માતાના ગર્ભમાં હતા તે વખતે માતાને સારી મતિ થયેલી હતી. તેથી પિતાએ પ્રભુનું નામ સુમતિ એવું નામ પાડ્યું. ઈન્દ્રની આજ્ઞાથી ધાત્રીઓએ આવીને પ્રભુનું લાલનપાલન કર્યું. શૈશવકાળ પસાર કરીને પ્રભુ યૌવનવયને પામ્યા. તે વખતે પ્રભુની કાયા ત્રણસો ધનુષ ઊંચી થઈ. માતાપિતાના અતિઆગ્રહને વશ થઈને સુમતિનાથકુમારે અનેક સૌદર્યવતી રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. જન્મથી દસ લાખ પૂર્વ ગયા. ત્યારે પિતાના ઘણા આગ્રહથી પ્રભુ સુમતિનાથકુમારે રાજ્યનો Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુમતિનાથ સ્વામી ૬૫ ત્યાં કારભાર ગ્રહણ કર્યો. પ્રભુએ બાર પૂવગ સહિત ઓગણત્રીસ લાખ પૂર્વ રાજ્યાવસ્થામાં પસાર કર્યો. લોકાંતિક દેવતાઓએ સ્મરણ કરાવવાથી પ્રભુએ પ્રવજ્યા ગ્રહણ કરવાની ભાવના દઢ કરી અને અનુસંધાને વાર્ષિક દાનની ધારા વહેવડાવવા માંડી. વાર્ષિક દાનના અંતે ઈન્દ્રો તથા રાજાઓએ શ્રી સુમતિનાથ સ્વામીનો દીક્ષાભિષેક કર્યો ત્યાર પછી પ્રભુ અભયંકરા નામની શિબિકામાં આરૂઢ થઈને સુર, અસુર તથા મનુષ્યોની સાથે સહસ્ત્રાપ્રવનમાં પધાયાં, ત્યાં વૈશાખ માસની શુકલ નવમીના દિવસે મધ્યાહ્ન સમયે સાત હજાર રાજાઓની સાથે પ્રભુ સુમતિનાથે પ્રવજ્યા ગ્રહણ કરી તરત જ પ્રભુને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. બીજે દિવસે વિજયપુરમાં પધરાજાને ત્યાં જઈને પ્રભુએ પારણું કર્યું. દેવતાઓએ પધરાજાને ત્યાં સુવર્ણ, રત્ન મોતીની વૃષ્ટિ કરી, રાજાએ નિત્યપૂજન માટે એક રત્નપીઠની રચના કરી. શ્રી સુમતિનાથ પ્રભુએ ત્યાંથી વિવિધ અભિગ્રહોને ધારણ કરતા અને પરિષહોને સહન કરતાં વીસ વર્ષ સુધી પૃથ્વીપર વિહાર કર્યો. વિહાર કરતાં કરતાં પ્રભુ એક વાર દીક્ષા ગ્રહણ કરી હતી. તે સ્થળે સહસ્ત્રાપ્રવનમાં આવ્યા. ત્યાં પ્રિયંગુ વૃક્ષના મૂળ નીચે ધ્યાન ધરતા પ્રભુ અપૂર્વકરણથી ક્ષપકશ્રેણીમાં આરૂઢ થયા એટલે તેમના સર્વ ઘાતિકમાં તૂટી ગયા. ચૈત્રમાસની શુકલ એકાદશીના દિવસે છઠ્ઠનું તપ કરેલું હતું, એવા પ્રભુને પ્રકાશમાન કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આસનો કંપવાથી સર્વ ઈન્દો સુર અસુરોની સાથે ત્યાં આવ્યા. અને તેઓએ સમવસરણની રચના કરી. સમવસરણમાં પ્રભુ શ્રી સુમતિનાથે પૂર્વારેથી પ્રવેશ કરીને તેના મધ્યભાગમાં રહેલા એક કોશને સોળસો ધનુષ ઊંચા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરીને પછી “તીર્થાય નમઃ ' એવું કહીને પ્રભુ પૂર્વાભિમુખ માટે એક કરા જુતિ ચો. તા. ૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર સિંહાસન પર બિરાજ્યા એટલે દેવતાઓએ ત્રણ દિશાઓમાં પ્રભુના પ્રતિબિંબો સ્થાપિત કર્યાં. સુર, અસુર અને મનુષ્યો સહિત સૌ યોગ્ય સ્થાને બેઠા. ઇન્દ્રે પ્રભુ શ્રી સુમતિનાથને ભાવભરી વંદના કરીને સ્તુતિ ગાઈ. ઇન્દ્રે પ્રભુની સ્તુતિ કર્યા પછી પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. ત્યારબાદ શ્રી સુમતિનાથ પ્રભુએ સર્વ ભાષાઓને અનુસરનારી વાણીથી દેશના આપવાનો આરંભ કર્યો. પ્રભુની વાણીમાં સંસારના સ્વરૂપની ઓળખ હતી. ભવસાગર પાર કરવાની ઘોષણા હતી. પ્રભુની દેશનાથી પ્રતિબોધ પામેલા અનેક નર-નારીઓએ ચારિત્ર્યવ્રત ગ્રહણ કર્યું. તેમાંથી ચમર વગેરે સો ગણધરો થયા. તેઓએ પ્રભુ પાસેથી ત્રિપદી પ્રાપ્ત કરીને દ્વાદશાંગી રચી. જ્યારે પ્રથમ પૌરૂષી પૂર્ણ થઈ ત્યારે શ્રી સુમતિનાથ પ્રભુએ દેશના સમાપ્ત કરી. ત્યારપછી પ્રભુના ચરણપીઠ ઉપર બેસીને ચમર ગણધરે દેશના આપવા માંડી. જ્યારે બીજી પૌરૂષી પૂર્ણ થઈ ત્યારે તેમણે પણ દેશના સમાપ્ત કરી. એટલે ઇન્દ્રાદિક દેવતાઓ અહતને નમસ્કાર કરીને પોતપોતાના સ્થાને ગયા. શ્રી સુમતિનાથ પ્રભુના તીર્થમાં શ્વેત વર્ણવાળો, ગરૂડના વાહન-વાળો, બે દક્ષિણ ભૂજામાં વરદ અને શક્તિને ધરનારો, તથા બે વામભુજામાં ગદા અને પાશને રાખનારો તેમજ સદા સંનિધિ રહેનારો તુંબરૂ નામે યક્ષદેવતા થયો. તેમજ સુવર્ણના જેવી કાંતિવાળી પદ્મ ઉપર બેસનારી, બે દક્ષિણ ભૂજામાં વરદ અને પાશને ધરનારી, બે વામભુજામાં બીજોડું અને અંકુશને રાખનારી તથા પ્રભુની પાસે રહેનારી મહાકાલી નામે યક્ષણી શાસનદેવી થઈ. વચનના પાંત્રીશ અતિશયથી શોભતા પ્રભુ ભવ્ય પ્રાણીઓને બોધ કરતાં પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુમતિનાથ સ્વામી ' ૬૭ ઘણા કાળ પર્વત પૃથ્વી પર વિહાર કરતાં સુમતિનાથ પ્રભુને ત્રણ લાખ ને વીસ હજાર સાધુ, પાંચ લાખ ને ત્રીસ હજાર સાધ્વી, બે હજાર ચારસો ચૌદ પૂર્વી, અગિયાર હજાર અવધિજ્ઞાની, દશ હજાર ને સાડા ચારસો મન:પર્યવજ્ઞાની, તેર હજાર કેવળજ્ઞાની, અઢાર હજાર ને ચારસો વૈક્રિય લબ્ધિવાળા, દસ હજાર ને સાડાચારસો વાદ લબ્ધિવાળા, બે લાખ અને એક્યાસી હજાર શ્રાવક તથા પાંચ લાખ ને સોળ હજાર શ્રાવિકાનો પરિવાર થયો. કેવળજ્ઞાનની પ્રાપ્તિથી આરંભીને શ્રી સુમતિનાથ પ્રભુએ વીસ વર્ષ અને બાર પૂવગે ઊણા એક લાખ પૂર્વ પૃથ્વી પર વિહાર કર્યો. અનુક્રમે મોક્ષકાળનો સમય નજીક જાણીને પ્રભુ સમેત શિખર પર્વતે આવ્યા. ત્યાં એક હજાર મુનિઓની સાથે અનશન ગ્રહણ કર્યું. એક માસના અંતે ભવોપગ્રાહી ચાર અધાતિકમને ખપાવીને અનંત ચતુષ્કને પ્રાપ્ત કરી, શૈલેષી ધ્યાનમાં વર્તતા ચૈત્ર માસની શુકલ નવમીના દિવસે એક હજાર મુનિરાજોની સાથે શ્રી સુમતિનાથ સ્વામી મોક્ષપદના અધિકારી બન્યા. - શ્રી સુમતિનાથ પ્રભુએ દશ લાખ પૂર્વ કૌમાર અવસ્થામાં, ઓગણત્રીસ લાખ ને બાર પૂવગ રાજ્યાવસ્થામાં અને બાર પૂવગે ઊણા લાખ પૂર્વ વ્રતધારણમાં પસાર કર્યા શ્રી સુમતિનાથ સ્વામીએ ચાળીશ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું. શ્રી અભિનંદન સ્વામીના નિર્વાણ પછી નવ લાખ ક્રોડ સાગરોપમ ગયા પછી સુમતિનાથ પ્રભુ મોક્ષે ગયા. પછી સર્વ ઈન્દ્રાદિકદેવોએ પ્રભુના શરીરને અને બીજા સહસ્ત્ર મુનિરાજોના દેહને વિધિથી અગ્નિસંસ્કાર કરી ત્યાંથી નંદીશ્વર દ્વીપે જઈ ને પ્રભુના નિવણપર્વનો મહોત્સવ કરીને પોતપોતાના સ્થાને વિદાય થયા. Page #77 -------------------------------------------------------------------------- ________________ • શ્રી પદ્મપ્રભુ સ્વામી જંબુદ્રીપમાં ભરતક્ષેત્રની અંદર વત્સદેશના આભૂષણ સમી કૌશાંબી નામની નગરી છે. આ નગરીમાં ધર નામનો રાજા કુશળતાથી રાજ્યનો કારભાર ચલાવતો હતો. મહારાજા ધર પરાક્રમી, ન્યાયી અને પ્રજાવત્સલ હોવાથી લોકપ્રિય બન્યો હતો. S મહારાજા ધરને અનિદ્યરૂપ ધરાવતી સુસીમા નામની રાણી હતી. સુસીમા સુશીલ, સંસ્કારી અને ગુણી હોવાથી એણે મહારાજાના અંતરમાં પોતાનું સ્થાન મેળવી લીધું હતું. નવમા ત્રૈવેયકમાં અપરાજિત રાજાના જીવે એકત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું ત્યાંથી આવીને માઘ માસની કૃષ્ણ ષષ્ઠિના દિવસે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતા સુસીમા દેવીની કુક્ષિમાં તે ઉત્પન્ન થયો. આ સમયે મહાદેવી સુસીમાએ તીર્થંકરના જન્મને સૂચવનારા ચૌદ મહાસ્વપ્નો પોતાના મુખમાં પ્રવેશ કરતા જોયા. ગર્ભ જ્યારે વૃદ્ધિ પામ્યો ત્યારે સુસીમા દેવીને પદ્મની શય્યામાં સુવાનો દોહદ ઉત્પન્ન થયો, ત્યારે દેવતાઓએ આવીને રાણીનો દોહદ પૂર્ણ કર્યો. નવ માસ અને સાડા સાત દિવસ પૂરા થતાં કારતક માસની કૃષ્ણ દ્વાદશીના દિવસે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં, વક્રચાર અતિચારને મૂકીને સર્વ ગ્રહો ઉચ્ચ સ્થાને આવતાં પદ્મના જેવા વર્ણવાળા અને પદ્મના લાંછનવાળા પુત્રને સુસીમા દેવીએ જન્મ આપ્યો. એ સમયે છપ્પન દિકુમારીઓએ આવીને સૂતિકાકર્મ કર્યું. શક્રેન્દ્ર પ્રભુને મેરૂ પર્વત પર લઈ ગયા. શક્રેન્દ્રના ઉત્સંગમાં રહેલા પ્રભુને અચ્યુતાદિ ઇન્દ્રોએ સ્નાન કરાવ્યું. શક્રેન્દ્ર ઈશાન ઇંદ્રના ખોળામાં પ્રભુને સ્થાપીને યથાવિધિ સ્થાન કરાવી અને ભાવભર્યા કંઠે પ્રભુની સ્તુતિ કરી. Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી પદ્મપ્રભુસ્વામી દ૯ થોડી વાર રહીને શક્રેન્દ્ર પ્રભુને લઈને તરત જ સુસીમાદેવીની પાસે આવ્યા અને પ્રભુને મૂકીને પોતાના સ્થાને વિદાય થયા. પ્રભુ ગર્ભમાં આવતાં માતાને પદ્મની શય્યાનો દોહદ થયો હતો. તેમજ પદ્મના જેવી પ્રભુની ક્રાંતિ હતી. તેથી પિતાએ તેમનું નામ પદ્મપ્રભુ પાડ્યું. મહારાજા ધર અને મહાદેવી સુસીમાએ પુત્રનો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવ્યો. દાનની સરિતા વહેતી કરી હતી. નગરજનો મહારાજાને પુત્રજન્મની વધાઈ આપવા લગાતાર આવતા રહેતા હતા. અને સ્વર્ગની ધાત્રીઓએ લાલનપાલન કરતાં, દેવકુમાર સાથે ક્રીડા કરતા પડાપ્રભકુમાર અનુક્રમે વૃદ્ધિ પામીને યૌવન વયને પ્રાપ્ત થયા. યૌવનવયમાં અઢીસો ધનુષ ઊંચા અને વિશાળ છાતીવાળા પડાપ્રભુ જાણે લક્ષ્મીનો પ ધપરાગ મણિમય ક્રીડાપર્વત હોય તે રીતે શોભવા લાગ્યા. પ્રભુના અંતરમાં સંસાર ત્યાગની ભાવના રમતી હતી. પરંતુ માતાપિતા તથા અન્ય લોકોના અતિ આગ્રહથી સુંદર રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. જન્મથી સાડાસાત લાખ પૂર્વ ગયા પછી પિતા ધર રાજાના આગ્રહથી પ્રભુએ રાજ્યનો ભાર ગ્રહણ કર્યો. રાજ્યનો દોરીસંચાર કરતાં પાપ્રભકુમારે સાડા એકવીશ લાખ પૂર્વ અને સોળ પૂવગ પસાર કર્યો. ત્યારપછી દેવતાઓએ પદ્મપ્રભ કુમાર પાસે આવીને દીક્ષા લેવાની પ્રેરણા આપી. તરત જ પદ્મપ્રભુએ વાર્ષિક દાનની સરિતા વહેવડાવી. એ દાનનું દ્રવ્ય કુબેરની આજ્ઞાથી જભક દેવતાઓએ લાવીને પૂરું કર્યું. પછી ઇન્દ્રો અને રાજાઓએ જેમનો અભિષેક કરેલો છે એવા પ્રભુ સુખકારી શિબિકામાં બિરાજમાન થઈને સહસ્ત્રાપ્રવનમાં ગયા. ત્યાં છઠ્ઠનો તપ કરીને કારતક કૃષ્ણ ત્રયોદશીના દિવસે અપરાહુનકાળે પ્રભુએ એક હજાર રાજાએ સાથે પ્રવજ્યા ગ્રહણ કરી. Page #79 -------------------------------------------------------------------------- ________________ O ચોવીશ તીર્થંકર બીજે દિવસે પદ્મપ્રભુએ બ્રહ્મસ્થળ નગરમાં સોમદેવ રાજાને ત્યાં અન્નથી પારણું ગ્રહણ કર્યું ત્યાં દેવતાઓએ પાંચ અદ્ભુત દિવ્ય પ્રગટ કર્યા અને સોમદેવ રાજાએ જ્યાં પપ્રભુ ઊભા રહ્યા હતા ત્યાં એક રત્નપીઠની રચના કરી. ત્યાર પછી શ્રી પદ્મપ્રભુ સ્વામી છ માસ સુધી છદ્મસ્થપણામાં વિહાર કરી અને જ્યાં પ્રવજ્યા ગ્રહણ કરી હતી તે સહસ્ત્રાપ્ર વનમાં પધાયાં. ત્યાં છઠ્ઠનું તપ કરીને કાયોત્સર્ગ ધ્યાન વડના વૃક્ષ નીચે ઊભા રહ્યા, ત્યારે પ્રભુના ઘાતિક ક્ષય પામ્યા અને તરત જ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે શ્રી પદ્મપ્રભુ સ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સૂર. અસુરોએ ત્યાં આવીને સમોવસરણ રચ્યું. પ્રભુએ પૂર્વ દ્વારેથી, પ્રવેશ કર્યો. દોઢ કોસ ઊંચા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી અને ‘તીથયિ નમઃ' એમ ઉચ્ચ સ્વરે ઉચ્ચારણ કરીને રત્ન સિંહાસન પર પૂર્વમુખે બિરાજમાન થયા. પ્રભુના પ્રભાવથી દેવતાઓએ તેમના જેવા જ પ્રતિબિંબો વિકુર્તીને બીજી ત્રણેય દિશાઓમાં સ્થાપન કર્યા. દેવદેવતાઓ, સુર, અસુરો તથા માનવો, તિર્યંચો વગેરે યથાસ્થાને બેસી ગયા. ઇન્દ્ર શ્રી પદ્મપ્રભુ સ્વામીને વંદન કરીને સ્તુતિ કરવા લાગ્યો. ઇન્દ્ર સ્તુતિ પૂરી કરી પછી શ્રી પવપ્રભુએ દેશના આપવાનો આરંભ કર્યો. પ્રભુએ રસઝરતી મધુર વાણીમાં સંસારની અસારતાનો સર્વને પરિચય કરાવ્યો. સંસારનું સ્વરૂપ સમજાવ્યું અને મુક્તિપંથ પ્રાપ્ત કરવા માટે સંસારની મોહજાળમાંથી મુક્ત થવાની વાત દોહરાવી. સર્વ ત્યાગ વગર મુક્તિ મળવી કઠિન છે. એ વાત શ્રી પડાપ્રભુ સ્વામીએ સર્વ જીવોને સમજાવી. શ્રી પડાપ્રભુ સ્વામીની દેશના સાંભળીને હજારો મનુષ્યો પ્રતિબોધ પામ્યા. એમાંથી અનેક લોકોએ પ્રવજ્યાનો માર્ગ સ્વીકાર્યો. અનેક લોકોએ સમક્તિનો સ્વીકાર કર્યો. શ્રી પદ્મપ્રભુ સ્વામીને સુવ્રત સહિત એકસો ને સાત Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભુ સ્વામી ૭૧ ગણધરો થયા. તેઓએ પ્રભુ પાસેથી ત્રિપદી પામીને દ્વાદશાંગીની રચના કરી. પ્રભુની દેશના પૂરી થયા બાદ સુવ્રત ગણધરે દેશના આપી. સુવ્રત ગણધરની દેશના પૂરી થયા બાદ સર્વ દેવતાઓ અને મનુષ્યો શ્રી પપ્રભુ સ્વામીને ભાવભય વંદન કરીને પોતપોતાના સ્થાને વિદાય થયા. તે વખતે નીલ અંગવાળો, મૃગનાં વાહનવાળો, પોતાની બે દક્ષિણ ભૂજામાં સફળ અને અભયને ધારણ કરનારો અને બે વામભૂજામાં નકુલ અને અક્ષસૂત્રને રાખનારો કુસુમ નામનો યક્ષ એ તીર્થનો અધિષ્ઠાતા થયો. કુસુમ યક્ષ હંમેશા પ્રભુની પાસે રહેનાર હોવાથી શાસનદેવતા કહેવાયો. એ રીતે શ્યામ અંગવાળી, પુરુષના વાહનવાળી, બે દક્ષિણ ભુજામાં વરદ તથા બાણને ધરનારી અને બે વામ ભૂજામાં કામુક તથા અભયને રાખનારી અય્યતા નામે યક્ષણી પ્રભુની શાસનદેવી. થઈ. શ્રી પવપ્રભુએ ગામ, નગર વગેરેમાં વિહાર કરવા માંડ્યો અને સુમધુર વાણી દ્વારા અનેક જીવોને પ્રતિબોધવા લાગ્યાં. શ્રી પડાપ્રભુને ત્રણ લાખ અને ત્રીસ હજાર સાધુઓ થયા. ચાર લાખ અને વીસ હજાર સાધ્વીઓ થઈ. બે હજાર અને બસો ચૌદ પૂર્વધારી થયા. દશ હજાર અવધિજ્ઞાની થયા, દશ હજાર ને ત્રણસો મન:પર્યવ જ્ઞાની થયા. બાર હજાર કેવળજ્ઞાની થયા. સોળ હજાર એકસો ને આઠ વૈક્રિય લબ્ધિવાળા થયા. નવહજાર ને છસો વાદ લબ્ધિધારી થયા. બે લાખ ને છોતેર હજાર શ્રાવકો થયા, પાંચ લાખ અને પાંચ હજાર શ્રાવિકાઓ થઈ. આટલો પરિવાર પ્રભુને કેવળજ્ઞાન થયા પછી છ માસ અને સોળ પૂવગે ઊણ એવા એક લાખ પૂર્વ સુધી વિહાર કરતાં થયો. Page #81 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર ત્યાર પછી પોતાનો મોક્ષકાળ સમીપ જાણીને પદ્મપ્રભુ સ્વામી સમેતશિખર પર્વતે આવ્યા, ત્યાં માસિક અનશન ધારણ કર્યું. ૭૨ માગસર માસની કૃષ્ણ એકાદશીના દિવસે શ્રી પદ્મપ્રભુ સ્વામી અઘાતિ ચતુષ્કર્મને ખપાવીને તથા અનંત ચતુષ્ટયને સિદ્ધ કરીને ત્રણસો ને આઠ અનશન વ્રતવાળા મુનિઓની સાથે ચતુર્થ શુકલ ધ્યાન વડે ચોથા પુરુષાર્થ સમા મોક્ષપદના અધિકારી બન્યા. શ્રી પદ્મપ્રભુ સ્વામીએ સાડાસાત લાખ ને સોળ પૂર્વાંગ કૌમાર વયમાં પસાર કર્યા હતા. સાડા એકવીશ લાખ પૂર્વ રાજ્યને કારભાર ચલાવવામાં પ્રભુએ પસાર કર્યાં તથા સોળ પૂર્વાંગે ન્યૂન એક લાખ પૂર્વ વ્રતમાં એમ બધા મળીને ત્રીશ લાખ પૂર્વનું શ્રી પદ્મપ્રભુ સ્વામીનું આયુષ્ય હતું. શ્રી સુમતિનાથ સ્વામીના નિર્વાણ પછી નેવું હજાર કોટી સાગરોપમ ગયા પછી શ્રી પદ્મપ્રભુ સ્વામી મોક્ષપદને પામ્યા. શ્રી પદ્મપ્રભુ સ્વામી મોક્ષપદના સ્વામી થયા પછી ભક્તિવાળા ચોસઠ ઇન્દ્રોએ આવીને પ્રભુના અને બીજા મુનિઓના પાર્થિવ દેહોનો ઉચ્ચ પ્રકારે સંસ્કાર કર્યો અને નિર્વાણ કલ્યાણકનો મોટો ઉત્સવ કર્યો. ★★ Page #82 -------------------------------------------------------------------------- ________________ : શ્રી સુપાર્શ્વનાથ સ્વામી વારાણસી નગરી. સુરમ્ય નગરી. વારાણસી નગરી શોભનીય અને દર્શનીય હોવાથી પરગામના અનેક લોકો નગરી નિહાળવા માટે આવતા રહેતા હતા. વારણસી નગરીના લોકો પરમ સુખી અને સંતોષી હતા. વેપાર-રોજગાર ધમધોકાર ચાલતો હતો. વારાણસી નગરી પર મહારાજા પ્રતિષ્ઠનું શાસન હતું. રાજા પ્રતિષ્ઠ ન્યાયી, ધર્મવાન અને દયાળુ હોવાથી નગરજનોમાં ઘણો પ્રિય થઈ પડ્યો હતો. રાજા પ્રતિષ્ઠ પ્રજાવત્સલ રાજવી હતો. પ્રજાના સુખદુઃખમાં પૂરતો રસ લઈને રાજ્યનો કારભાર ચલાવતો હતો. રાજા પ્રતિષ્ઠને પૃથ્વી નામની રાણી હતી. પૃથ્વી રાણી ગુણી, સુશીલ અને સદાચારિણી હતી. પૃથ્વી રાણી અનિરૂપ ધરાવતી હતી. રાજા અને રાણી વચ્ચે અપૂર્વ પ્રીતિ હતી. બન્નેના દિવસો સુખેથી પસાર થતા હતા. આ તરફ રાજા નંદિણનો જીવ છઠ્ઠા ગ્રેવેકયમાં રહ્યો ત્યાં એણે પોતાનું અઠ્યાવીસ સાગરોપમનું આયુષ્ય પૂરું કર્યું. ત્યાંથી ચ્યવને કૃષ્ણ અષ્ટમીના દિવસે ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં આવતાં તે પૃથ્વીની કુક્ષીમાં અવતર્યો. નીરવ અને શાંત રાત્રી હતી. પૃથ્વી રાણી શયનકક્ષમાં વિશાળ શય્યામાં મીઠી મધુર નિદ્રા માણી રહી હતી. વાતાયનમાંથી મધુર મંદ મંદ સમીર વહી રહ્યો હતો. રાત્રીનો ચતુર્થ પ્રહર શરૂ થયો. એક ઘટિકા પસાર થઈ Page #83 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર ગઈ. રાત્રીને શેષ ભાગે પૃથ્વી રાણીએ તીર્થંકરના જન્મને સૂચવનાર ચૌદ મહાસ્વપ્નો મુખમાં પ્રવેશતા જોયા. એ ગર્ભ વૃદ્ધિ પામ્યા પછી એમણે એક, પાંચ અને નવ ફણાવાળા નાગની શય્યા પર પોતાના આત્માને સૂતેલો જોયો. અનુક્રમે જ્યેષ્ઠ માસની શુકલ દ્વાદશીએ વિશાખા નક્ષત્ર : ઉપર આવતાં સ્વસ્તિકના (સાથિયા) ચિહ્નવાળા એક સુવર્ણવર્ણી પુત્રને પૃથ્વીરાણીએ જન્મ આપ્યો. તરત જ અવધિજ્ઞાનથી અહિતનો જન્મ જાણીને છપ્પન દિકુમારીકાઓએ આવીને સૂતિકાકર્મ કર્યું. તે રીતે શક્રેન્દ્ર પણ ત્યાં આવીને પ્રભુને મેરુ પર્વતના મસ્તક ઉપર રહેલી અતિપાંડુકબલા નામની શિલા ઉપર લઈ ગયો. ત્યાં બાળભાવની જેમ પ્રભુને ખોળામાં રાખીને ઇન્દ્ર રત્નના સિંહાસન પર બેઠો. ત્યાર પછી ત્રેસઠ ઈન્દ્રોએ તીર્થજળથી પ્રભુને સ્નાન કરાવ્યું. પછી ઈશાન ઈન્દ્રના ખોળામાં પ્રભુને બેસાડીને સ્ફટિકમય વૃષભના શૃંગમાંથી નીકળતી જળધારાથી ધારાયંત્રના જળની જેમ શક્રેન્દ્ર અભિષેક કર્યો. વિલેપન તથા વસ્ત્ર અલંકારદિક વડે પૂજા કરીને પ્રભુની સ્તુતિ કરી. ત્યાર પછી શક્રઈન્દ્ર પ્રભુને સત્વર પૃથ્વી રાણી પાસે મૂકી ગયા. શક્રેન્દ્ર તરત જ પોતાના સ્થાને ચાલ્યો ગયો. આ તરફ મહારાજા પ્રતિષ્ઠ પુત્રના જન્મોત્સવ ઉજવવાનો પ્રારંભ કર્યો. નગરજનોને કાને સમાચાર મળતાં સૌ રાજભવનમાં આવીને મહારાજાને વધાઈ આપવા લાગ્યા. ચારે તરફ મંગલમય વાતાવરણ સર્જાઈ ગયું. રાજા પ્રતિષ્ઠને ત્યાં પુત્રનો જન્મ થવાથી સૌ કોઈ હર્ષિત બની ગયા હતા. પ્રભુ જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે રાણી પૃથ્વી સારા પાર્થ (પડખા)વાળા થયા, તેથી પ્રતિષ્ઠ રાજાએ પુત્રનું નામ સુપાર્શ્વ રાખ્યું. Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુપાર્શ્વનાથ સ્વામી સુપાર્શ્વકુમાર.... સૌને નામ ગમ્યું. ઇન્દ્રે અંગૂઠામાં સંક્રમાવેલ અમૃતનું પાન કરનારા પ્રભુ વધવા લાગ્યા. ૭૫ સુપાર્શ્વકુમાર બાળક્રિયામાં દિવસો પસાર કરવા લાગ્યા. બસો ધનુષ ઊંચી કાયાવાળા શ્રી સુપાર્શ્વકુમારે યૌવનવયમાં પ્રવેશ કર્યો. માતા-પિતાના અતિ આગ્રહથી શ્રી સુપાર્શ્વકુમારે રાજપુત્રીઓ સાથે પાણિગ્રહણ કર્યું. ભોગ્યકર્મ ખપાવવા માટે શ્રી સુપાર્શ્વકુમાર રાજપુત્રીઓ સાથે પોતાનો સમય પસાર કરવા લાગ્યા. પાંચ લાખ પૂર્વ કૌમાર વયમાં વ્યતીત થયા પછી સુપાર્શ્વકુમારે રાજ્યનો દોરીસંચાર પિતાના અતિ આગ્રહથી સંભાળ્યો. શ્રી સુપાર્શ્વકુમારે રાજ્યનું સંચાલન વીસ પૂર્વાંગે અધિક એવા ચૌદ લાખ પૂર્વ સુધી કર્યું. ત્યારબાદ પ્રભુનું મન સંસારથી વિરકત પામ્યું છે તેવું જાણીને લોકાંતિક દેવતાઓ શ્રી સુપાર્શ્વકુમા૨ પાસે આવ્યા અને ધર્મતીર્થને પ્રવર્તાવો'ની વિનંતી કરી. દીક્ષા ગ્રહણ કરવાની ઉત્કંઠા ધરાવતાં શ્રી સુપાર્શ્વકુમારે એક સંવત્સર સુધી દાનની ધારા વહેવડાવી. વાર્ષિક દાનના અંતે આસનો ચલિત થવાથી ઇન્દ્રોએ આવીને શ્રી સુપાર્શ્વનાથ સ્વામીનો દીક્ષાભિષેક કર્યો. ત્યાર પછી મોક્ષગામી શ્રી સુપાર્શ્વનાથ સ્વામી મનોહરા નામની શિબિકા ઉપર આરૂઢ થયા. સહસ્ત્રામવનમાં સુર, અસુર તથા નરેશ્વરો એકત્રિત થયા. શ્રી સુપાર્શ્વનાથ સ્વામીએ ઉપવનમાં આવીને સર્વ આભૂષણોનો ત્યાગ કર્યો અને સ્કંધ ઉપર ઇન્દ્રે આરોપણ કરેલું દેવષ્ય વસ્ત્ર ધારણ કર્યું. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ચોવીશ તીર્થંકર જેઠ માસની શુકલ ત્રયોદશીના દિવસે એક હજાર રાજાઓની સાથે પ્રભુ શ્રી સુપાર્શ્વનાથ સ્વામીએ છઠ્ઠ તપની આરાધના કરીને દીક્ષા અંગીકાર કરી. તે વખતે જ શ્રી સુપાર્શ્વનાથ સ્વામીને ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. શ્રી સુપાર્શ્વનાથ સ્વામીએ બીજે દિવસે પાટલીખંડ નગરમાં મહેન્દ્ર રાજાને ત્યાં પરમ અન્નથી પારણું કર્યું. એ સમયે દેવતાઓએ આવીને ધનની વૃષ્ટિ કરવા માટે પાંચ દિવ્યો પ્રગટ કર્યો. મહેન્દ્રરાજાએ જ્યાં પ્રભુ ઊભા રહ્યા હતા ત્યાં રત્નમય પીઠ કરાવી. શ્રી સુપાર્શ્વનાથ સ્વામી નવ માસ સુધી પૃથ્વી પર વિહાર કરતા રહ્યા. વિહાર કરતાં કરતાં ફરીને સહસ્ત્રાપ્રવનમાં આવ્યા, ત્યાં છઠ્ઠ તપ કરીને શિરીષ વૃક્ષની નીચે સ્થિર રહ્યા. બીજા શુકલ ધ્યાનને અંતે વર્તતા પ્રભુએ ઘાતિકર્મનો નાશ કર્યો. ફાગણ માસના કૃષ્ણ પક્ષની ષષ્ઠીના દિવસે સુપાર્શ્વ સ્વામીને કેવળજ્ઞાન ઉપલબ્ધ થયું. તરત જ ઈન્દ્રાદિદેવો ત્યાં આવી પહોંચ્યા. પ્રભુને દેશના દેવા માટે સમવસરણની રચના કરી. - શ્રી સુપાર્શ્વનાથ સ્વામીએ મોક્ષદ્વારની જેમ સમોવસરણમાં પૂર્વદ્વારેથી તેમાં પ્રવેશ કર્યો ત્યાં પૃથ્વીમાં કલ્પવૃક્ષરૂપ પ્રભુએ ચારચો ધનુષ અધિક એક કોશ ઊંચા એવા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી અને શ્રી સુપાર્શ્વનાથ સ્વામીએ ‘તીય નમઃ' કહીને ઉત્તમ સિંહાસન પર બેઠા. મહારાણી પૃથ્વીદેવીએ સ્વપ્નમાં જેવો સર્પ દીઠો હતો તેવો સર્પ જાણે બીજું છત્ર હોય તેમ પ્રભુના મસ્તક ઉપર વિકુવ્ય. ત્યાંથી માંડીને તે પ્રભુને બીજા પણ સમવસરણોમાં એક ફણાવાળો, પાંચ ફણાવાળો, નવ ફણાવાળો નાગ થયેલો છે. પ્રભુના પ્રભાવથી દેવતાઓએ બીજી ત્રણ દિશાઓમાં પણ પ્રભુના જેવા જ પ્રતિબિંબો વિકુવ્યાં. દેવદેવતાઓ, Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુપાર્શ્વનાથ સ્વામી સુરઅસુરો માનવો તીર્યચજીવો સૌ યથાયોગ્ય સ્થાને આવીને બેસી ગયા. ઈન્દ્ર પ્રભુની સ્તુતિ ભાવભય હૈયે કરી. સ્તુતિ પૂરી થયા પછી શ્રી સુપાર્શ્વનાથ સ્વામીએ પ્રથમ દેશના આપી. શ્રી સુપાર્શ્વનાથ સ્વામીએ શરીર અને આત્મા વિષેની સમજણ આપી. આત્માનો ધર્મ, આત્માનું સ્વરૂપ સમજાવ્યું. સંસાર પાર, ભવસાગર પાર કરવા માટે ત્યાગ વગર બીજો કોઈ માર્ગ નથી. તે વાત સરળ રીતે સૌને સમજાવી. પ્રભુની દેશના સાંભળીને અનેક લોકો પ્રતિબોધ પામ્યા. તેમાંથી કેટલાકે દીક્ષા અંગીકાર કરી. કેટલાક શ્રાવકો થયા. શ્રી સુપાર્શ્વનાથ સ્વામીને વિદર્ભ વગેરે પંચાણું ગણધર થયા. તેઓએ પ્રભુની વાણીના આધારે દ્વાદશાંગીની રચના કરી. પ્રભુની દેશના પૂરી થયા પછી વિદર્ભ ગણધરે ધર્મદેશના આપવા માંડી. વિદર્ભ ગણધરની દેશના પૂરી થયા પછી સર્વ દેવીદેવતાઓ મનુષ્યો વગેરે પ્રભુને ભાવભય વંદન કરીને પોતપોતાના સ્થાને ગયા. તે ધર્મતીર્થમાં જન્મ પામનારો, શ્યામ શરીરવાળો, હસ્તીના વાહન ઉપર બેસનારો બે જમણી ભુજામાં નકુલ અને અંકુશ ધરનારો માતંગ નામનો યક્ષ સુપાર્શ્વપ્રભુની પાસે રહેનારો શાસનદેવતા થયો. તેમજ સુવર્ણ કાંતિવાળી, હસ્તીના વાહન પર બેસનારી સરખી બે દક્ષિણ ભુજામાં વરદ અને અક્ષસૂત્રને ધરનારી તથા બે વામણુજામાં ત્રિશુલ અને અભયને રાખનારી શાંતા નામની યક્ષણી સદા પ્રભુની પાસે રહેનારી શાસનદેવી થઈ. શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ કેવળજ્ઞાન પામ્યા પછી નિરંતર પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. પૃથ્વી પર વિહાર કરતા શ્રી સુપાર્શ્વનાથ સ્વામીને ત્રણ Page #87 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર લાખ સાધુઓ, ચાર લાખ ને ત્રીસ હજાર સાધ્વીઓ, બે હજાર ને ત્રીસ ચૌદ પૂર્વધર, નવ હજાર અધિજ્ઞાનવાળા, નવ હજાર ને દોઢસો મન:પર્યવ જ્ઞાનીઓ, અગિયાર હજાર કેવળજ્ઞાનીઓ, પંદર હજાર ને ત્રણસો વૈક્રિય લબ્ધિવાળા, આઠ હજાર ને ચારસો વાદલબ્ધિવાળા, બે લાખ ને સત્તાવન હજાર શ્રાવકો અને ચાર લાખ ને ત્રાણું હજાર શ્રાવિકાઓ - આ પ્રમાણે શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનો વિશાળ પરિવાર થયો. ૭૮ શ્રી સુપાર્શ્વનાથ સ્વામી કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી નવ માસ અને વીશ પૂર્વાંગે ન્યૂન એવા લાખ પૂર્વ ગયા પછી સમેતશિખર પર્વતે પધાર્યા. ત્યાં પાંચસો મુનિરાજો સાથે એક માસનું અનસન ગ્રહણ કર્યું. મહિનાના અંતે ફાગણ માસની કૃષ્ણ સપ્તમીના દિવસે શ્રી સુપાર્શ્વનાથ સ્વામી પાંચસો મુનિરાજોની સાથે મોક્ષપદના સ્વામી બન્યા. શ્રી સુપાર્શ્વનાથ સ્વામીએ કુમારવયમાં પાંચ લાખ પૂર્વ પસાર કર્યા હતા. રાજ્યનો કારભાર વીશ પૂર્વાંગ સહિત ચૌદ લાખ પૂર્વ સંભાળ્યો. દિક્ષા પર્યાયમાં વીશ પૂર્વાંગે ન્યૂન એક લાખ પૂર્વ વ્યતિત કર્યાં. આ પ્રમાણે શ્રી સુપાર્શ્વનાથ સ્વામીએ વીશ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું. શ્રી પદ્મપ્રભુના નિર્વાણ પછી નવ હજાર ક્રોડ સાગરોપમ વીત્યા ત્યારે સુપાર્શ્વનાથ પ્રભુનો નિવૃણિકાળ થયો. પ્રભુ મોક્ષ પામ્યા પછી અચ્યુત વગેરે ઈન્દ્રોએ તેમનો તથા અન્ય મુનિજનોનો અગ્નિસંસ્કારપૂર્વક મોક્ષ પર્વનો મોટો મહિમા કર્યો. ★ Page #88 -------------------------------------------------------------------------- ________________ ८ • શ્રી ચંદ્રપ્રભ સ્વામી ચંદ્રાનના નામની અતિ સુંદર નગરી. ચંદ્રાનના નગરી ભરતક્ષેત્રમાં આવેલી સુરમ્ય નગરી. નગરીની શોભા અદ્વિતીય અને અનુપમ. નગરીના લોકો સુખી અને સંતોષી. આ નગરીમાં મહાસેન નામનો રાજા રાજ કરે. મહારાજા મહાસેન પરાક્રમી, ન્યાયી અને ધર્માનુરાગી હતો. તેના રાજકારભારમાં કોઈને કશી ફરિયાદ રહેતી નહોતી. રાજા મહાસેન પ્રજાની પૂરતી સારસંભાળ લેતો હતો. રાજા મહાસેનના રાજ્યસંચાલનમાં પ્રજા સુખી અને સમૃદ્ધ હતી. મહારાજા મહાસેનની રાણી લક્ષ્મણા ગુણી, સંસ્કારી અને સુશીલ સ્વભાવ ધરાવનારી હતી. મહાસેન અને રાણી લક્ષ્મણા વચ્ચે અપૂર્વ પ્રીતિ હતી. બન્નેના દિવસો ખૂબ જ સુખેથી પસાર થતા હતા. તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરેલો પઘરાજાનો જીવ વૈજયંત વિમાનમાં તેત્રીસ સાગરોપમ આયુષ્યને પૂર્ણ કરી ત્યાંથી આવીને ચૈત્ર માસની કૃષ્ણ પંચમીના દિવસે ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં આવતા મહારાણી લક્ષ્મણાદેવીની કુક્ષિમાં અવતર્યો. તે સમયે સુખેથી નિદ્રા માણી રહેલા લક્ષ્મણા દેવીને તીર્થંકર જન્મને સૂચવનારા ચૌદ મહાસ્વપ્નો મુખમાં પ્રવેશતા જોયાં. લક્ષ્મણા રાણી તરત જ જાગૃત થઈ ગઈ અને પોતાને આવેલા ચૌદ મહાસ્વપ્નોની વાત રાજાને કરી. મહારાજા મહાસેને સર્વશ્રેષ્ઠ પુત્રરત્નનો જન્મ થશે તેવું સૂચવ્યું. દિવસો પસાર થવા લાગ્યા. અનુક્રમે પૌષ માસની કૃષ્ણ દ્વાદશીના દિવસે મહદેવી લક્ષ્મણાએ ચંદ્રના ચિહ્નવાળા ચંદ્રવર્ણી પુત્રરત્નને જન્મ આપ્યો. તે વખતે આસનકંપથી આઠમા અર્હતનો જન્મ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ચોવીશ તીર્થંકર થયેલો જાણીને છપ્પન દિકકુમારીઓએ આવીને સૂતિકા કર્મ કર્યું. ત્યારબાદ જન્મસ્નાત્ર કરવાની ભાવના સેવતો ઈદ્ર પોતાના પરિવાર સાથે ત્યાં આવ્યો અને પ્રભુને લઈને મેરુ પર્વતના શિખરે લઈ ગયો. ત્યાં અતિપાંડુકબલા નામની શિલા ઉપર પ્રભુને ઉત્કંગમાં લઈ ઇન્દ્ર રત્નસિંહાસન ઉપર બેઠા. ત્યારપછી અશ્રુત વગેરે ત્રેસઠ ઇદ્રોએ હર્ષોલ્લાસ સાથે પ્રભુને સ્નાન કરાવ્યું. ત્યારપછી ઈશાન ઈન્દ્ર પ્રભુને અંક રૂપ પીંકમાં લઈને બેઠા. એટલે સૌધર્મઇન્દ્ર વૃષભના શૃંગમાંથી ઉછળતા જળ વડે પ્રભુને સ્નાન કરાવ્યું ; અંગરાગ, નેપથ્ય અને વસ્ત્રોથી ભગવંતનું ભક્તિ વડે અર્ચન કરી ઇન્દ્ર સ્તુતિ કરી. - સ્તુતિ કર્યા પછી શક્રેન્દ્ર ઈશાનંદ્ર પાસેથી પ્રભુને લીધા અને લક્ષ્મણાદેવીની પાસે યથોચિત સ્થાને સ્થાપન કયાં. મહારાજા મહાસને પુત્રજન્મનો ઉત્સવ ભવ્ય રીતે ઉજવ્યો. નગરીના લોકો રાજભવનમાં આવીને મહારાજાને પુત્ર જન્મની વધાઈ આપવા માંડ્યા હતા. સમગ્ર નગરીમાં આનંદ, હર્ષ અને ઉલ્લાસ છવાયો હતો. મહારાજા મહાસેને પુત્રજન્મની ખુશાલીમાં દાનની સરિતા વહેતી મૂકી દીધી હતી. કારાગારમાંથી કેદીઓને પણ મુક્ત કરી દીધા. પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે તેમની માતાને ચંદ્રપાન કરવાનો દોહદ થયો હતો. તેમજ તેમનું ચંદ્રના જેવું રૂપ હોવાથી પ્રભુને સૌ ચંદ્રપ્રભ એવા નામથી બોલાવવા લાગ્યા. - ચંદ્રપ્રભ દિનપ્રતિદિન વધવા લાગ્યા. ચંદ્રપ્રભકુમારે વિવિધ ક્રીડાઓથી પોતાનું બાળપણ પસાર કર્યું અને યૌવનવયને પામ્યા. દોઢસો ધનુષ ઉન્નત શરીરવાળા ચંદ્રપ્રભકુમારના યૌવનપ્રવેશ પછી માતાપિતાએ એના વિવાહ સુંદર રાજકન્યાઓ સાથે કર્યા પોતાના ભોગ્યકર્મ જાણીને જ ચંદ્રપ્રભકુમારે વિવાહ માટેની અનુમતિ આપી હતી. દીક્ષા લેવામાં ઉત્સુક એવા ચંદ્રપ્રભકુમારે જન્મથી અઢી લાખ પૂર્વ પસાર થયા પછી માતાપિતાની પ્રાર્થનાથી ચોવીશ પૂર્વે યુક્ત એવા સાડા છ લાખ પૂર્વે સુધી રાજ્યનો કારભાર સંભાળ્યો. Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભ સ્વામી અને એક દિવસ લોકાંતિક દેવતાઓએ આવીને ચંદ્રપ્રભકુમારને દીક્ષાનો સમય જણાવ્યો..તરત જ ચંદ્રપ્રભકુમારે સંવત્સરી દાન આપવાનો પ્રારંભ કર્યો. વર્ષના અંતે આસન ચલિત થવાથી ઇન્દ્રોએ આવીને સેવકોની જેમ શ્રી ચંદ્રપ્રભસ્વામીનો દીક્ષાભિષેક કર્યો. ત્યારપછી મનોરમા નામની શિબિકા ઉપર પ્રભુ આરૂઢ થયા. આ પ્રસંગે સુર, અસુર નર તથા ઇન્દ્રાનો પરિવાર શોભાયાત્રામાં સામેલ થયો. મનોરમા શિબિકામાં આરૂઢ થયેલા પ્રભુ સહસ્ત્રાપ્રવનમાં આવ્યા. શ્રી ચંદ્રપ્રભ સ્વામી શિબિકામાંથી ઊતર્યા અને ત્રણ રત્નોને ગ્રહણ કરવાની ઇચ્છા ધરાવતા પ્રભુએ રત્નાલંકારદિનો ત્યાગ કર્યો. અને પોષ માસની કૃષ્ણ ત્રયોદશીના દિવસે છઠ્ઠનો તપ કરીને હજાર રાજાઓની સાથે શ્રી ચંદ્રપ્રભસ્વામીએ પ્રવજ્યા અંગીકાર કરી. તરત જ મનુષ્યક્ષેત્રમાં રહેલા પ્રાણીઓના મનોદ્રવ્યનો પ્રકાશ કરનારું મન:પર્યવ નામનું ચોથું જ્ઞાન પ્રભુને ઉત્પન્ન થયું. શ્રી ચંદ્રપ્રભ સ્વામીએ બીજા દિવસે પાખંડ નગરમાં રાજા સોમદત્તને ત્યાં જઈને પરમ અન્નથી પારણું કર્યું. દેવતાઓએ વસુંધરાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. રાજા સોમદત્ત જ્યાં શ્રી ચંદ્રપ્રભસ્વામી ઊભા હતા ત્યાં રત્નપીઠ કરાવી. શ્રી ચંદ્રપ્રભસ્વામી ત્યાંથી વિહાર કરતાં ગામ-નગરમાં ભ્રમણ કરવા લાગ્યા અને ધર્મબોધ આપવા લાગ્યા. પ્રભુએ છદ્મસ્થપણે ત્રણ માસ સુધી વિહાર કર્યો હતો. વિહાર કરતા પ્રભુ ફરીવાર સહસ્ત્રાપ્રવનમાં આવ્યા. ત્યાં પુનાગ વૃક્ષની નીચે પ્રતિમા ધારણ કરીને ઊભા રહ્યા. બીજા શુકલ ધ્યાનને અંતે રહેલા પ્રભુના ઘાતિકર્મ વિનાશ પામ્યા. ફાગણ માસની કૃષ્ણ સપ્તમીના દિવસે છઋતપ જેમણે કર્યો છે એવા પ્રભુને ઉજ્જવળ, પ્રકાશમાન કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તરત જ સુર-અસુરોના ઇદ્રોએ ત્યાં આવીને યોજના પ્રમાણક્ષેત્રમાં પ્રભુને દેશના આપવા અર્થે સમોવસરણની રચના કરી. દેવતાઓએ સંચાર કરેલા સુવર્ણના નવ કમળોને ચો. તી. ૬ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૨. ચોવીશ તીર્થંકર ચરણન્યાસથી પવિત્ર કરતાં એવા પ્રભુએ તેમાં પૂર્વ દ્વારેથી પ્રવેશ કર્યો. પ્રભુએ અઢારસો ધનુષ ઊંચા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરીને ‘તથયિ નમઃ એવી વાણીને ઉચ્ચારતા રત્નસિંહાસન ઉપર પૂર્વાભિમુખે બેઠા. પછી સુર, અસુર, માનવ, તીર્થંચ વગેરે યોગ્ય દ્વારેથી પ્રવેશ કરીને યથોચિત સ્થાને બેઠો. પછી ઈન્દ્ર ભગવંતને પ્રણામ કરીને ભક્તિના ભાવભર્યા વેગથી સ્તુતિ કરી. ઇન્દ્રની સ્તુતિ પૂરી થયા બાદ શ્રી ચંદ્રપ્રભ સ્વામીએ ધમદિશના આપવાનો આરંભ કર્યો. પ્રભુની દેશનામાં સંસારનું સ્વરૂપ અને ભવસાગર પાર કરવાની કુંચી હતી. પ્રભુની દેશનાથી અનેક લોકો પ્રતિબોધ પામ્યા. એ જ સમયે હજારો લોકોએ પ્રવજ્યા અંગીકાર કરી. શ્રી ચંદ્રપ્રભ સ્વામીને દત વગેરે સહિત ત્રાણું ગણધરો થયા. તેઓએ ઉત્પાદાદિ ત્રિપદી વડે દ્વાદશાંગી રચી. પ્રભુની દેશનાને અંતે ચરણપીઠ પર બેસીને દત્ત ગણધરે પ્રાણીઓને બોધ આપનારી દેશના આપવા માંડી. દત્ત ગણધરની દેશના પૂરી થયા પછી સૌ પોતપોતાના સ્થાને જવા વિદાય થયા. શ્રી ચંદ્રપ્રભ સ્વામીના તીર્થમાં હંસના વાહનવાળો, દક્ષિણ ભુજામાં વત્સ અને વામ ભુજામાં મુદુગરને ધારણ કરનારો વિજય નામનો યક્ષ અને હંસના વાહનવાળી, પીળા અંગવાળી, બે દક્ષિણ ભુજામાં ખગ અને મુર્ગાર ધારણ કરનારી તથા બે વાભુજામાં ફલક તથા ફરસીને રાખનારી ભૃકુટી નામે દેવી એ અને શ્રી ચંદ્રપ્રભ સ્વામીના શાસનદેવતા થયા. શાસનદેવ વિજય યક્ષ અને શાસનદેવી ભ્રકુટી હમેંશા પ્રભુની પાસે જ રહેતા હતા. શ્રી ચંદ્રપ્રભ સ્વામી પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. શ્રી ચંદ્રપ્રભ સ્વામીને અઢી લાખ સાધુઓ, ત્રણ લાખ ને Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદ્રપ્રભ સ્વામી ૮૩ એંશી હજાર સાધ્વીઓ, બે હજાર ચૌદપૂર્વીઓ, આઠ હજાર અવધિજ્ઞાની, આઠ હજાર મનઃ પર્યવજ્ઞાનીઓ, દસ હજાર કેવળજ્ઞાનીઓ, ચૌદ હજાર વૈક્રિય લબ્ધિધારી, સાત હજાર અને છસો વાદલબ્ધિવાળા, અઢી લાખ શ્રાવકો તથા ચાર લાખ ને એકાણું હજાર શ્રાવિકાઓ પરિવારમાં હતા. ચોવીસ પૂર્વ ત્રણ માસે વર્જિત એક લાખ પૂર્વ વિહાર કરી પ્રભુ સમેતશિખર આવ્યા. ત્યાં એક હજાર મુનિઓની સાથે પ્રભુએ અનશન વ્રત ગ્રહણ કર્યું. અનશન વ્રત એક માસ સુધી રહ્યું. ત્યારપછી સર્વ યોગનો વિરોધ કરીને નિષ્કપ ધ્યાનને પ્રાપ્ત થયેલા પ્રભુના ભવ પર્યત રહેનાર ચાર કર્મ તત્કાળ ક્ષીણ થઈ ગયા. ભાદરવા માસની કૃષ્ણ સપ્તમીના દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતા ચંદ્રપ્રભ પ્રભુ તે મુનિઓની સાથે પરમપદને પ્રાપ્ત થયા. શ્રી ચંદ્રપ્રભ સ્વામીએ અઢી લાખ પૂર્વ કુમાર અવસ્થામાં પસાર કર્યા. ચોવીશ પૂર્વ સહિત સાડા છ લાખ પૂર્વ રાજ્યકાળમાં તથા ચોવીશ પૂર્વ રહિત એક લાખ પૂર્વ વ્રત પાળવામાં, એ રીતે બધા મળીને દશ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવ્યું. શ્રી સુપાર્શ્વ સ્વામીના નિર્વાણ પછી નવસો કોટી સાગરોપમ વીત્યા ત્યારે શ્રી ચંદ્રપ્રભ સ્વામી નિવણિ પદને પામ્યા. શ્રી ચંદ્રપ્રભ સ્વામી મોક્ષે ગયા પછી ઇન્દ્રો-સુરેશ્વરોએ તેમનો તથા અન્ય મુનિરાજોનો વિધિથી અંગ સંસ્કાર કર્યો. ત્યારપછી તેઓ દેવલોકમાં ગયા. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૯ : શ્રી સુવિધિનાથ સ્વામી (શ્રી પુષ્પદંત) કોકદી નામની નગરી. અનુપમ અને દર્શનીય નગરી, કાંકદી નગરી જોવા માટે આજુબાજુના ગામના લોકો આવતા-જતા રહેતા હતા કાંકદી. નગરીના દરેક માર્ગો સુઘડ અને સ્વચ્છતાથી સભર હતા. નગરીની બજારો સુવ્યસ્થિત અને સુંદર હતી. એટલું જ નહિ નગરીની પ્રજા પણ પરમ સુખી સંતોષી હતી. કાંકદી નગરીનો રાજા સુગ્રીવ ન્યાયી, પ્રજાવત્સલ અને ધર્મ પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા દાખવનારો હતો. મહારાજા સુગ્રીવની કીર્તિ ચોતરફ ફેલાયેલી હતી. મહારાજા સુગ્રીવને રામા નામની રાણી હતી. મહાદેવી રામા અનિદ્ય રૂપ ધરાવતી હતી. રામા રાણી સુશીલ, સંસ્કારી અને ગુણી હતી. ધર્મ પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા રાખતી હતી. મહારાજા સુગ્રીવ આનંદપ્રમોદથી વ્યતિત થતા હતા. એક દિવસ વૈજયંત વિમાનમાં રહેલો મહાપદ્મ નામના રાજાનો જીવ તેત્રીસ સાગરોપમનું પૂર્ણ આયુષ્ય ભોગવીને ફાગણ માસની કૃષ્ણ નવમીના દિવસે ત્યાંથી આવીને રામાદેવીની કુક્ષિમાં અવતર્યો. તે સમયે મહારાણી રામાદેવીએ તીર્થંકરના જન્મને સૂચવનારા હસ્તી સહિત ચૌદ મહાસ્વપ્નો મુખમાં પ્રવેશતા જોયા. અને રાણી સમાના દિવસો રામાદેવીએ પ્રભુને ગર્ભમાં ધારણ કર્યા. પૂર્ણ સમય થતાં માગશર માસની કૃષ્ણ પંચમીના દિવસે Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવિધિનાથ સ્વામી ૮૫ - - - મૂળ નક્ષત્રમાં ચંદ્ર આવતા મગરના ચિહ્નયુક્ત શ્વેત વર્ણવાળા એક પુત્રરત્નને રામાદેવીએ જન્મ આપ્યો. તરત જ છપ્પન દિકકુમારીઓએ ત્યાં આવીને પ્રભુ તથા માતાનું સૂતિકાકર્મ કર્યું - ત્યાર પછી સૌ ધર્મ કલ્પનો અધિપતિ અભિયોગ્ય દેવતાની જેમ આવીને પ્રભુને ગ્રહણ કરી ભક્તિથી મેરૂપર્વતના શિખર ઉપર લઈ ગયો અને તેની ચૂલિકા ઉપર દક્ષિણ તરફ રહેલી પાંડુકબલા નામની શિલા પર રહેલા સિંહાસને પ્રભુને ઉસંગમાં રાખીને બેઠો ત્યાં અશ્રુત ભક્તિવાળા અશ્રુતાદિક ત્રેસઠ ઇન્દોએ તીર્થના જળથી પ્રભુને સ્નાન કરાવ્યું . સૌધર્મેન્દ્ર ઇશાનપતિને પ્રભુને સોપ્યા, અને ઈશાનપતિના ખોળામાં રહેલા પ્રભુને વૃષભના શૃંગમાંથી નીકળેલા સુગંધી જળ વડે તેણે સ્નાન કરાવ્યું. ત્યારબાદ વસ્ત્રાભૂષણો, અલંકારો અર્ચને આરતી ઉતારી. શકે ઇન્દ્ર ત્યારપછી પ્રભુની સ્તુતિ ભાવવાહી સ્વરે કરવા લાગ્યો. શકેન્દ્ર સ્તુતિ કર્યા પછી પ્રભુને રામાદેવી પાસે લઈ ગયા અને જે સ્થિતિમાં પ્રભુ હતા તેવી જ સ્થિતિમાં સ્થાપન કર્યા. પ્રભુ જ્યારે રામાદેવીના ગર્ભમાં હતા ત્યારે ત્યારે સર્વ રીતે કુશળ હતા. તેથી “સુવિધિ’ અને પુષ્પના દોહદથી પ્રભુને દાંત આવ્યા હતા તેથી પુષ્પદંત એ પ્રમાણે પ્રભુના બે નામ માતાપિતાએ અનેરો મહોત્સવ રચીને ઉજવ્યો. દિવસો પસાર થવા લાગ્યા. સુવિધિકુમારનું બાળપણ ક્રીડા અને રમતગમતમાં પસાર થયું. સો ધનુષ્ય ઊંચા શ્વેત અંગવાળા પ્રભુ યૌવનાવસ્થામાં પ્રવેશ્યા. પ્રભુ સંસારથી વિરક્ત હતા, છતાં માતાપિતાના અત્યંત આગ્રહથી અત્યંત સુંદર રાજકન્યાઓ સાથે વિવાહ કર્યા. જન્મથી પચાસ હજાર પૂર્વ ગયા પછી જેમને સંસાર પ્રત્યે Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ચોવીશ તીર્થકર - - - જરા પણ ભાવ ન હોવા છતાં પિતાના આગ્રહને કારણે રાજ્યનો કારભાર સંભાળ્યો. અઠ્યાવીશ પૂર્વાગ સહિત પચાસ હજાર પૂર્વ તેઓએ વિધિ વડે રાજ્યઋદ્ધિનું પાલન કર્યું. પ્રભુને વ્રત ધારણ કરવાની ઈચ્છા થતાં લોકાંતિક દેવતાઓએ આવીને વ્રત માટે પ્રભુને પ્રેરણા કરી. ત્યારબાદ પ્રભુએ એક વર્ષ સુધી વાચકોને ઈચ્છાનુસાર દાન આપ્યું. સાંવત્સરિક દાનના અંતે દેવતાઓએ જન્મકાળની જેમ પ્રભુનો વિધિથી દીક્ષાભિષેક કર્યો. પછી સુરઅસુરોથી વિંટાયેલા પ્રભુ સુરપ્રભા નામની શિબિકા ઉપર બેસીને સહસ્ત્રાપ્રવનમાં આવ્યા ત્યાં માગશર માસના કૃષ્ણપક્ષની ષષ્ટીએ મૂળ નક્ષત્રમાં ત્રીજા પ્રહરે એક હજાર રાજાઓની સાથે પ્રભુએ છઠ્ઠતપ કરીને દીક્ષા અંગીકાર કરી. દિક્ષા ગ્રહણ કરતાં જ મન પર્વવજ્ઞાન પ્રાપ્ત થયું. બીજા દિવસે શ્વેતપુર નગરમાં પુષ્પ રાજાને ત્યાં પ્રભુએ પરમ અન્નથી પારણું કર્યું. ત્યાં દેવતાઓએ વસુધારાદિક પાંચ દિવ્ય ઉત્પન્ન કર્યા. પુષ્પરાજાએ પ્રભુના ચરણને સ્થાને એક રત્નપીઠ રચાવ્યું. શ્રી સુવિધિનાથ પ્રભુએ મમતારહિત, અનેક પરિષહોને સહન કરતા એકલા રહીને ચાર માસ સુધી છપસ્થપણે વિહાર કર્યો. શ્રી સુવિધિનાથ પ્રભુ ફરીવાર ફરતાં ફરતાં સહસ્ત્રાપ્રવનમાં આવ્યા ત્યાં માલુટવૃક્ષ નીચે પ્રતિમાપણે ઊભા રહ્યા. પછી ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈને અપૂર્વકરણના ક્રમથી કારતક માસની શુકલ તૃતિયાના દિવસે મૂળ નક્ષત્રમાં પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તરત જ સુરઅસુરોએ આવીને સમવસરણની રચના કરી. પ્રભુએ તેમાં પૂર્વ ધારેથી પ્રવેશ કર્યો. ત્યાં મધ્યમાં રચેલા બારસો ધનુષ ઊંચા ચૈત્યવૃક્ષને સર્વ અતિશય શોભતા પ્રભુએ પ્રદક્ષિણા Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવિધિનાથ સ્વામી ૮૭ કરી અને તીર્થાય નમઃ એમ કહીને પ્રભુ સિંહાસન પર પૂવૉભિમુખે આરૂઢ થયા. એટલે દેવતાઓએ બીજી ત્રણ દિશાઓમાં પ્રભુના બીજા રૂપ વિકુવ્ય. પછી દેવતાઓ, સૂર, અસુરો, માનવો, તિર્યંચ જીવો વગેરેએ પર્ષદામાં યોગ્ય સ્થાને બેઠક ગ્રહણ કરી. એ પછી શક્રઇન્દ્ર પ્રભુ શ્રી સુવિધિનાથ સ્વામીને ભાવભર્યા વંદન કરીને સ્તુતિ કરી. ઈન્દ્રની સ્તુતિ પૂરી થયા પછી શ્રી સુવિધિનાથ સ્વામીએ દેશના આપી. શ્રી સુવિધિનાથ સ્વામીએ સર્વ જીવોને સંસારનું સ્વરૂપ સમજાવ્યું. સંસાર અનંત દુઃખના સમૂહનો ભંડાર છે તે વાત કહી. કર્મ, આશ્રવ તેમજ મોહનીય કર્મની રૂપરેખા કહી સંભળાવી. શ્રી સુવિધિનાથ પ્રભુની ધર્મદિશનાથી હજારો પુરુષો બોધ પામ્યા અને અનેક ભવ્ય જીવોએ તરત જ દીક્ષા અંગીકાર કરી. પ્રભુને વરાહ વગેરે અક્યાસી ગણધરો થયા. જ્યારે પ્રભુની દેશના પૂરી થઈ પછી શ્રી વરાહ ગણધરે ધમદિશના આપી. ગણધરની દેશના પૂર્ણ થયા પછી સુરઅસુરોએ નંદીશ્વર દ્વીપે જઈને અદ્વિક ઉત્સવ કરીને પોતપોતાના સ્થાને ગયા. પ્રભુશ્રી સુવિધિનાથના તીર્થમાં શ્વેત અંગવાળો, કાચબાના વાહન યુક્ત, બે દક્ષિણ ભૂજાઓમાં બીજોવું અને અક્ષસૂત્ર તથા બે વામભૂજાઓમાં નકુલ અને ભાલાને ધારણ કરનારો અજિત નામે યક્ષ પ્રભુની નજીક રહેનારો શાસનદેવતા થયો. તેમજ ગૌર વર્ણવાળી, વૃષભના વાહન ઉપર બેસનારી, બે દક્ષિણ ભૂજામાં વરદ અને અક્ષસૂત્ર તથા બે વામ ભૂજામાં કળશ અને અંકુશને ધારણ કરનારી સુતારા નામની યક્ષણી પ્રભુની પાસે રહેનારી શાસનદેવી થઈ. એ બંને દેવતાઓની અધિષ્ઠિત પ્રભુ લોકોને બોધ કરતાં પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. Page #97 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર અઠ્યાવીશ પૂવગ અને ચાર માસે ઊણા એવા એક લાખ પૂર્વ પર્યત વિહાર કરતાં પ્રભુને બે લાખ સાધુઓ, એક લાખ ને વીશ હજાર સાધ્વીઓ, આઠ હજાર ને ચારસો અવધિજ્ઞાનીઓ, દોઢ હજાર પૂર્વધારી, સાડાસાત હજાર માર્યવજ્ઞાની, સાત હજાર અને પાંચસો કેવળજ્ઞાની, તેર હજાર વૈક્રિય લબ્ધિવાળા, છ હજાર વાદ લબ્ધિવાળા, બે લાખ અને ઓગણત્રીસ હજાર શ્રાવકો અને ચાર લાખ ને બોતેર હજાર શ્રાવિકાઓ-આટલો પરિવાર થયો. પ્રાંતે પ્રભુ સમેતશિખર પર્વતે ગયા ત્યાં એક હજાર મુનિઓની સાથે અનશન કરી એક માસ સુધી તે પ્રમાણે રહ્યાં. કારતક માસની કૃષ્ણ નવમીના દિવસે મૂળ નક્ષત્રે હજાર મુનિઓની સાથે શૈલેશી ધ્યાનમાં લીન થઈ પ્રભુ અવ્યયપદને પ્રાપ્ત થયા. શ્રી સુવિધિનાથ પ્રભુએ અદ્ધ લાખ પૂર્વ કુમાર વયમાં પસાર કર્યો. પચાસ હજાર પૂર્વ રાજ્યનો કારભાર સંભાળવામાં વ્યતિત કયાં. શ્રી સુવિધિનાથ પ્રભુએ એક લાખ પૂર્વ વ્રતમાં પસાર કર્યા. એકંદર બધું મળીને બે લાખ પૂર્વનું આયુષ્ય શ્રી સુવિધિનાથ પ્રભુએ ભોગવ્યું હતું. શ્રી ચંદ્રપ્રભ સ્વામીનો નિવણિ પછી નેવું કોટી સાગરોપમ ગયા પછી સુવિધિનાથ સ્વામીનું નિવણિ થયું પ્રભુના નિર્વાણ પછી સર્વ ઇન્દ્રોએ એક હજાર મુનિઓની સાથે નવમા તીર્થંકર ભગવંત શ્રી સુવિધિનાથ પ્રભુના દેહનો વિધિયુકત શરીર સંસ્કાર કર્યો અને મોક્ષ પ્રાપ્તિનો અનુપમ મહિમા કર્યો ત્યાર પછી સૌ પોતપોતાના પરિવાર સાથે સ્વ સ્થાનકે ગયા. Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુવિધિનાથ સ્વામી શ્રી સુવિધિનાથ સ્વામીના નિવણ પછી કેટલોક કાળ પસાર થયા પછી હુંડાવસર્પિણી (મહાકનિષ્ટ અવસર્પિણી) કાળના દોષથી સાધુઓનો ઉચ્છેદ થઈ ગયો. આ સમયમાં ધર્મથી અળગા થઈ ગયેલા લોકો સ્થવિર શ્રાવકોને ધર્મ વિષે પૂછવા લાગ્યા. શ્રાવકો પોતાની સમજ મુજબ ધર્મ કહેવા લાગ્યા. ત્યારે લોકો તેઓની શ્રાવકોચિત અર્થ પૂજા કરવા લાગ્યા. આ રીતે પૂજા અર્ચના થતી રહેવાથી શ્રાવકોના હૈયામાં દ્રવ્યાદિકમાં લોભ જાગ્યો. આથી શ્રાવકોએ તરત જ નવા કૃત્રિમ શાસ્ત્રોની રચના કરી. તેમાં વિવિધ જાતના મોટા ફળ આપનાર દાનો પ્રગટ કર્યા. તેમાં પ્રતિદિન લુબ્ધ આચાર્યો થઈને તેઓએ આલોક-પરલોકમાં નિશ્ચિત મોટા ફળવાળા કન્યાદાન, પૃથ્વીદાન, લોહદાન, તિલદાન, કપાસદાન, ગોદાન, સ્વર્ણદાન, રૂપ્રદાન ગૃહદાન, અશ્વદાન, ગજદાન, અને શય્યાદાન વગેરે વિવિધ પ્રકારના દાનોને મુખ્યપણે ગણાવ્યા. જ્યારે દુષ્ટ આશયવાળા અને ધનપ્રાપ્તિની લાલસાવાળાઓએ તે સર્વ દાન દેવા માટે પોતે જ યોગ્ય પાત્ર છે અને બીજા અપાત્ર છે એમ જણાવ્યું. એ રીતનો પ્રચાર અને પ્રસાર કરતાં તેઓ લોકોના ગુરૂ થઈ ગયા. આ રીતે જ્યાં સુધી શ્રી શીતલનાથ સ્વામીનું તીર્થ પ્રવર્તે ત્યાં સુધી સર્વ પ્રકારે તીથચ્છેદ રહ્યો. કેટલાક લોકોએ આ ભરતક્ષેત્ર ઉપર પોતાનું એક છત્ર રાજ્ય ચલાવ્યું ત્યારપછી બીજા છ જિનેશ્વરોના અંતરમાં પણ એટલે શ્રી શાંતિનાથ સ્વામીના અંતર સુધી એ રીતનું આંતરે આંતરે મિથ્યાત્વ પ્રવર્લ્ડ અને તીર્થનો ઉચ્છેદ થવાથી તે સમયમાં મિથ્યાષ્ટિનો અખ્ખલિત પ્રચાર અને પ્રસાર થયો. * * Page #99 -------------------------------------------------------------------------- ________________ * શ્રી શીતલનાથ સ્વામી ૧૦ ભદિલપુર નામે એક શ્રેષ્ઠ નગર. સોહામણું અને સુંદર નગર, એ નગરનો સુવર્ણમય કિલ્લો અદ્ભુત અને અદ્વિતીય હતો. ભક્િલપુર નગરમાં દઢરથ નામનો રાજા રાજ કરે. દઢરથે રાજા ધર્મ પ્રત્યે આસ્થા ધરાવતો હતો. દયાળુ અને મહાદાની રાજવી હતો. મહારાજા દઢરથને નંદા નામની પટ્ટરાણી હતી. મહાદેવી નંદા સુશીલ, સંસ્કારી અને ઉત્તમ સ્વભાવની હતી. મહારાજા દઢરથ અને મહાદેવી નંદાના દિવસો સુખેથી પસાર થતા હતા. પ્રાણત કલ્પમાં પડ્યોત્તર રાજાના જીવે વીશ સાગરોપમ આયુષ્ય પૂર્ણ કર્યું. પક્વોત્તર રાજાનો જીવ ત્યાંથી આવીને વૈશાખ માસની કૃષ્ણ ષષ્ટિને દિવસે પૂવષાઢા નક્ષત્રમાં આવતા. નંદા મહાદેવીની કુક્ષિમાં તે જીવ ઉત્પન્ન થયો. તે વખતે તીર્થંકરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વપ્ન સુખેથી નિદ્રા માણી રહેલાં મહાદેવીએ મુખમાં પ્રવેશતાં જોયા. મહાદેવી નંદાએ તરત જ મહારાજા દઢરથને જાગૃત કર્યા અને ચૌદ મહાસ્વપ્નોની વાત કરી. મહારાજાએ અતિ હર્ષિત થઈને જણાવ્યું કે આ ભવનમાં સર્વશ્રેષ્ઠ પુત્રરત્નનો જન્મ થશે. મહાદેવી નંદાના દિવસો આનંદથી પસાર થવા લાગ્યા. અને માઘ માસની કૃષ્ણ દ્વાદશીને દિવસે ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્રમાં આવતા શ્રીવત્સના લાંછનવાળા અને સુવર્ણના જેવા વર્ણવાળા પુત્રને દેવીએ જન્મ આપ્યો. Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી શીતલનાથ સ્વામી આ પ્રસંગે આઠ અધોલોકવાસી, આઠ ઉર્ધ્વલોકવાસી, આઠ આઠ રૂચક દ્વીપમાં ચારેય દિશાઓના પર્વતો ૫૨ રહેનારી, ચાર વિદિશાના પર્વત પર રહેનારી અને ચાર રૂચક દ્વીપની મધ્યે રહેનારી મળીને છપ્પન દિકુમારીઓ આસન ચલિત થવાથી ત્યાં આવી અને માતા તથા પુત્રનું સૂતિકર્મ કર્યું. ત્યારબાદ દેવતાઓ સાથે શક્રેન્દ્ર તરત જ ત્યાં આવ્યો અને પ્રભુને લઈને મેરૂ પર્વતના શિખરે ગયો. ત્યાં પ્રભુને ઉત્સંગમાં લઈ અતિપાંડુકબલા નામની શિલા ઉપર રત્નમય સિંહાસન પર તે બેઠો. એ પછી અચ્યુતાદિક ઇન્દ્રોએ સમુદ્રો, નદીઓ અને દ્રહોમાંથી મંગાવેલા જળ વડે પ્રભુને અભિષેક કર્યો. ત્યારપછી શક્રેન્દ્રે ઈશાન ઇન્દ્રના ખોળામાં પ્રભુને સ્થાપીને પોતે વિકુર્વેલા સ્ફટિકમય ચાર વષભોના શંગમાંથી નીકળતા જળ વડે પ્રભુને સ્નાન કરાવ્યું અને દિવ્ય અંગરાગ તથા આભૂષણાદિકથી પ્રભુને અર્ચિત કરીને સ્તુતિ કરવા લાગ્યો. ૯૧ શક્રેન્દ્રે ભાવભર્યા હૈયે દશમા તીર્થંકર ભગવંતની સ્તુતિ કરી. સ્તુતિ પૂરી થયા બાદ શક્રેઇન્દ્ર પ્રભુને લઈને નંદા દેવી પાસે જેમ હતા તેમ મૂક્યા. પ્રાતઃકાળે પ્રભુના જન્મથી હર્ષિત થયેલા રાજા દૃઢરથે કેદીઓને કારાગૃહમાંથી મુકત કર્યા અને પુત્રના જન્મનો મોટો ઉત્સવ રચ્યો. પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે રાજાનું તપ્ત થયેલું અંગ નંદાદેવીના સ્પર્શથી શીતળ થઈ ગયું હતું તેથી દૃઢરથ રાજાએ પ્રભુનું નામ શીતલ પાડ્યું. શીતલકુમા૨નું બાળપણ ક્રીડા, રમતગમતમાં તેમજ અભ્યાસમાં પસાર થયું. અનુક્રમે પ્રભુ શિશુવય ઉલ્લંઘન કરીને યૌવનવયમાં પ્રવેશ્યા. શીતલકુમારે માતાપિતાની પ્રાર્થનાથી કુલીન કન્યા સાથે પાણિગ્રહણ કર્યું. શીતલકુમારનું નેવું ધનુષ ઊંચુ શરીર સુંદર રીતે શોભતું હતું. પચ્ચીસ હજાર પૂર્વની વય થયા પછી પિતાના આગ્રહથી Page #101 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થકર શીતલકુમારે રાજ્યનો કારભાર સંભાળ્યો. શીતલકુમારે પચાસ હજાર પૂર્વ રાજ્યનું વિધિથી પાલન કર્યું. પછી પ્રભુનું મન સંસારથી વિરકત થયું એટલે તત્કાળ લોકાંતિક દેવતાઓના આસનો ચલાયમાન થયા. તેઓએ અવધિજ્ઞાન વડે જાણ્યું કે “જબૂદ્વીપમાં દક્ષિણ ભરતાદ્ધની અંદર દશમા તીર્થંકર ઉત્પન્ન થયેલા છે. તેઓ પ્રવજ્યા ગ્રહણ કરવા ઉત્સુક બન્યા છે. તેથી ત્યાં જઈને એમને એ કાર્યમાં પ્રેરણારૂપ બનીએ.' આવું વિચારીને સારસ્વતાદિક દેવતાઓ બ્રહ્મલોકમાંથી ત્યાં આવીને પ્રભુને નમન કર્યા અને વિનંતી કરવા લાગ્યા : હે નાથ, આ દુસ્તર, સંસારમાં તીર્થનો અભાવ થયેલો છે તેથી જગત ઉપર કૃપા કરીને ધર્મતીર્થને પ્રવર્તાવો.' આટલું કહીને દેવતાઓ પોતાના સ્થાને જવા વિદાય થયા. - ત્યારબાદ શીતલનાથ પ્રભુએ સાંવત્સરિક દાન આપવાનું શરૂ કર્યું. એક વર્ષ સુધી દાનની સરિતા વહેતી રહી. વાર્ષિક દાનના અંતે ઈન્દ્રના આસનો ચલિત થયા એટલે ઇન્દ્રાદિ દેવોએ ત્યાં આવીને શીતલનાથ સ્વામીનો દિક્ષાકલ્યાણક સંબંધી સ્નાત્ર મહોત્સવ કર્યો. પછી પ્રભુએ અંગરાગ અને વસ્ત્રાભૂષણ ધારણ કર્યા. એક ઇન્દ્ર પ્રભુને ટેકો આપ્યો. બીજા ઇન્દ્રોએ તેમની ઉપર ચામરાદિ ધારણ કર્યો. પછી શીતલનાથ સ્વામી ચંદ્રપ્રભા નામના શિબિકા રત્ન પર બિરાજમાન થયા. હજારો સુર-અસુરો અને મનુષ્યોના પરિવાર સાથે પ્રભુ પોતાના નગરની બહાર આવેલા ઉદ્યાન સહસ્ત્રાપ્રવનમાં આવ્યા. ત્યાં આવીને પ્રભુએ સર્વ આભૂષણોનો ત્યાગ કર્યો. ઇન્દ્ર નાખેલા દેવદૂષ્ય વસ્ત્રને ખભા પર ધારણ કરતા પ્રભુએ પ્રથમ પાંચમુષ્ટિ વડે કેશનો લોચ કર્યો. તે કેશને ક્ષીરસમુદ્રમાં નાખી આવીને ઇન્દ્ર સર્વ કોલાહલનો નિષેધ કર્યો. માઘ માસની કૃષ્ણ દ્વાદશીના પાછલા પ્રહરે ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્રમાં આવતાં છ9તપ જેમણે કર્યો છે એવા શીતલનાથ પ્રભુએ એક Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી શીતલનાથ સ્વામી ૯૩ હજાર રાજાઓની સાથે સુર, અસુર અને રાજાઓની સમક્ષ સર્વ સાવદ્ય યોગનું પ્રત્યાખ્યાન કર્યું. અથતિ પ્રવજ્યા અંગીકાર કરી. તે જ વખતે પ્રભુને મન:પર્યવ નામનું ચોથું જ્ઞાન ઉત્પન્ન થયું અને દેવતાઓ વગેરે બધા પ્રભુને નમન કરીને પોતપોતાના સ્થાને વિદાય થયા. પછી બીજે દિવસે રિષ્ટ નગરમાં પુનર્વસુ રાજાને ત્યાં શ્રી શીતલનાથ સ્વામીએ પરમ અન્નથી પારણું કર્યું. ત્યાં દેવતાઓએ વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યો અને પુનર્વસુ રાજાએ જ્યાં શ્રી શીતલનાથ સ્વામી ઊભા રહ્યા હતા ત્યાં સુવર્ણ રત્નમય પીઠ રચાવી. પછી શ્રી શીતલનાથ સ્વામી વિવિધ અભિગ્રહને ધારણ કરતા અને પરિષહોને સહન કરતાં છઘસ્થપણે ત્રણ માસ પર્યત વિહાર કરી સહસ્ત્રાપ્રવનમાં ફરીવાર આવ્યા, ત્યાં પ્રભુ પીપળાના વૃક્ષ નીચે કાયોત્સર્ગ ધ્યાને રહ્યાં. શ્રી. શીતલનાથ સ્વામીએ શુકલ ધ્યાનના બીજા પાયા ઉપર ચડીને ઘાતિકર્મનો નાશ કર્યો. તરત જ પોષ માસની કૃષ્ણ ચતુર્દશીએ ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્રમાં આવતા શ્રી શીતલનાથ સ્વામીને કેવળજ્ઞાન ઉપલબ્ધ થયું. સુર-અસુરોએ સહસ્ત્રાપ્રવનમાં આવીને ચાર ચાર દ્વારવાળા સુવર્ણ અને રૂપાના ત્રણ ગઢવાળું સમોસરણ રચ્યું. તેમાં શ્રી શીતલનાથ પ્રભુએ પૂર્વ દ્વારેથી પ્રવેશ કર્યો અને મધ્યમાં રહેલા એક હજાર અને એંશી ધનુષ ઊંચા ચૈત્યવક્ષની પ્રદક્ષિણા કરી. અને તીથય નમઃ એવો ઉચ્ચાર કરીને રત્ન સિંહાસન પર પૂર્વ મુખે બિરાજમાન થયા. દેવતાઓએ તેમના જેવા જ ત્રણ પ્રતિબિંબો વિદુર્વી બીજી ત્રણ દિશાઓમાં સ્થાપન કર્યા. પછી દેવ, દેવતા, મનુષ્ય, તિર્યંચ જીવો વગેરે પ્રભુની દેશના શ્રવણ કરવાની ઉત્કંઠા સાથે યોગ્ય સ્થાને બેઠા. Page #103 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર આ સમયે સૌધર્મ કલ્પનો ઇન્દ્ર આગળ આવ્યો અને એણે શ્રી શીતલનાથ સ્વામીને ભાવભર્યા વંદન કર્યા અને ભક્તિથી સ્તુતિ કરી. ઈન્દ્રની સ્તુતિ પૂરી થયા પછી શ્રી શીતલનાથ પ્રભુએ અમૃતના જેવી મધુર વાણીથી ધમદિશના આપવા માંડી. શ્રી શીતલનાથ સ્વામીએ દેશનામાં જણાવ્યું કે આ સંસારમાં સર્વ પદાદિ વિવિધ જાતના દુઃખના કારણ અને ક્ષણિક છે. તેથી દરેક જીવે મોક્ષને માટે પ્રયત્ન કરવો જોઈએ. શ્રી શીતલનાથ સ્વામીએ મોક્ષ પ્રાપ્તિ માટે કઈ રીતે પ્રયત્નશીલ થવું જોઈએ તે વાત કરી. શ્રી શીતલનાથ પ્રભુની દેશના સાંભળીને અનેક જીવો પ્રતિબોધ પામ્યા. અનેક લોકોએ તત્કાળ દીક્ષા ગ્રહણ કરી. અનેક લોકોએ શ્રાવકપણું ગ્રહણ કર્યું. શ્રી શીતલનાથ પ્રભુના આનંદ વગેરે એક્યાશી ગણધરો થયા. પ્રભુની ધર્મદિશના પૂરી થયા પછી આનંદ ગણધરે ધર્મદિશના આપી. આનંદ ગણધરની ધર્મદિશના પૂરી થયા બાદ સુર, અસુર તથા નરેશ્વરો પ્રભુને વંદન કરીને પોતપોતાને સ્થાને ગયા. આ સમયે ત્રણ નેત્રવાળો, ચાર મુખવાળો, પદ્મના આસન પર બેસનારો, શ્વેતવર્ણવાળો, પોતાની ચાર જમણી ભૂજામાં બીજોરું, મુદ્ગર, સંપાદ અને અભયને ધારણ કરનારા અને ચાર ડાબી ભૂજામાં નકુલ, ગદા, ચાલક તથા અક્ષરસૂત્રને ધરનારો બ્રહ્મ નામે યક્ષ શાસનદેવ થયો. જ્યારે મગ જેવા નીલ વર્ણવાળી, મેઘના વાહનવાળી, બે દક્ષિણ ભૂજામાં વરદ અને પાસને ધરનારી અને વામ ભૂજામાં ફળ અને અંકુશને રાખનારી અશોકા નામે દેવી દશમા તીર્થંકર શ્રી શીતલનાથ સ્વામીની શાસનદેવી થઈ. Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી શીતલનાથ સ્વામી ૯૫ બંને શાસનદેવતા નિરંતર શ્રી શીતલનાથ પ્રભુની સેવામાં રહેવા લાગ્યા અને ઉપાસના કરતાં રહ્યાં. શ્રી શીતલનાથ સ્વામીએ ત્રણ માસે ઊણા પચ્ચીસ હજાર પૂર્વ સુધી વિહાર કર્યો. એક લાખ મુનિરાજો, એક લાખ અને છ હજાર સાધ્વીઓ, ચૌદસો ચૌદ પૂર્વધારી, સાત હજાર અને બસો અવધિજ્ઞાની, સાડા સાત હજાર મન:પર્યવધારી, સાત હજાર કેવળજ્ઞાની, બાર હજાર વૈક્રિય લબ્ધિવાળા, પાંચ હજાર અને આઠસો વાદ લબ્ધિવાળા, બે લાખ નેવાશી હજાર શ્રાવકો તથા ચાર લાખ ને અઠ્ઠાવન હજાર શ્રાવિકાઓ આ પ્રમાણે શ્રી શીતલનાથ પ્રભુનો પૃથ્વી પર વિહાર કરતાં પરિવાર થયો. શ્રી શીતલનાથ સ્વામી મોક્ષ પ્રાપ્તિનો કાળ જાણી લેતાં સમેતશિખર પર્વત પધાર્યા. ત્યાં એક હજાર મુનિઓની સાથે પ્રભુએ એક માસનું અનસન કર્યું. અંતે વૈશાખ માસની કૃષ્ણ બીજના દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્ર આવતા શ્રી શીતલનાથ પ્રભુ એક હજાર મુનિરાજોની સાથે મોક્ષપદના સ્વામી બન્યા. શ્રી શીતલનાથ સ્વામીએ કુમાર વયમાં પચ્ચીસ હજાર પૂર્વ, પૃથ્વીને પાળવામાં પચાસ હજાર પૂર્વ અને દીક્ષા પર્યાયમાં પચ્ચીસ હજાર પૂર્વ-એ પ્રમાણે એકંદર શ્રી શીતલનાથ સ્વામીએ એક લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું. - શ્રી સુવિધિનાથ સ્વામીના નિર્વાણ પછી નવકોટી સાગરોપમ વ્યતીત થયા ત્યારે શ્રી શીતલનાથ સ્વામી નિવણ પામ્યા. હજાર મુનિઓની સાથે શ્રી શીતલનાથ પ્રભુ મોક્ષ પામ્યા પછી અય્યત વગેરે ઇન્દ્રોએ યથાયોગ્ય તેમનો તથા બીજા મુનિજનોનો નિવણિગમનનો મહિમા કર્યો અને ત્યારપછી બધા. દેવતાઓ પોત-પોતાને સ્થાને ચાલ્યા ગયા. * * Page #105 -------------------------------------------------------------------------- ________________ : શ્રી શ્રેયાંસનાથ સ્વામી જંબુદ્રીપમાં ભરતક્ષેત્રનું આભૂષણ સમું સુંદર, સોહામણું નગર એટલે સિંહપુર નગર. ૧૧ સિંહપુર નગરમાં મંદિરોની રચના અદ્ભુત હતી. રત્નમય દીવાલોથી મંદિરોની શોભામાં અભિવૃદ્ધિ થતી હતી. સિંહપુર નગરની બજારો વિશાળ અને સુવ્યવસ્થિત હતી. નગરની પ્રજા સુખી અને સમૃદ્ધ હતી. સિંહપુર નગરમાં વિષ્ણુરાજ નામનો રાજા રાજ્યનું સંચાલન કરતો હતો. મહારાજા વિષ્ણુરાજ પરાક્રમી, આરોગ્યનિષ્ઠ તથા ધર્મપારાયણ હતો. મહારાજા વિષ્ણુરાજને વિષ્ણુ નામની સુંદર રાણી હતી. મહારાજાની પ્રિય રાણી હતી. મહારાજા વિષ્ણુરાજ અને રાણી વિષ્ણુના દિવસો સુખેથી નિર્ગમન થતા હતા. એક દિવસ મહાશુક્ર દેવલોકમાંથી લિનગુલ્મ રાજાનો જીવ પોતાનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્ણ કરીને જેઠ માસની કૃષ્ણ ષષ્ટીએ ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતા ત્યાંથી ચ્યવીને વિષ્ણુદેવીની કુક્ષિમાં અવતર્યો. તે સમયે નારકી જીવોને પણ સુખ થયું. ત્રણ જગતમાં ઉદ્યોત થયો. તીર્થંકરોના દરેક કલ્યાણકોમાં એક ક્ષણ એવું થાય છે. તે વખતે મહાદેવી વિષ્ણુદેવીએ તીર્થંકરના જન્મને સૂચવનારા ચૌદ મહાસ્વપ્નો મુખમાં પ્રવેશતાં જોયાં. પ્રથમ સ્વપ્નમાં જાણે સંક્ષેપેલો વૈતાઢય પર્વત હોય તેવો શ્વેતવર્ણી હસ્તી. Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રેયાંસનાથ સ્વામી બીજા સ્વપ્નમાં મત્સ્ય સહિત શરદઋતુનો મેઘ હોય તેવો ઊંચા શૃંગવાળો શ્વેત ઋષભ. ત્રીજા સ્વપ્નમાં કેસરી સિંહ, ચોથા સ્વપ્નમાં પોતાની મૂર્તિ હોય તેવી અભિષેક થતી લક્ષ્મીદેવી. પાંચમા સ્વપ્નમાં સુગંધી પુષ્પમાલા. છઠ્ઠા સ્વપ્નમાં અમૃતનો કુંડ હોય તેવો જ્યોત્સના સહિત પૂર્ણિમાનો ચંદ્ર. સાતમા સ્વપ્નમાં દૈદિપ્યમાન સૂર્યમંડળ. જ્યારે આઠમા સ્વપ્નમાં શાખાઓ યુકત વૃક્ષ હોય તેવો ચપળ પતાકાવાળો ધ્વજ. 02 નવમા સ્વપ્નમાં કલ્યાણના ભંડાર સમો પૂર્ણ કુંભ. દસમા સ્વપ્નમાં પદ્મ સરોવર. અગિયારમા સ્વપ્નમાં ઊછળતાં મોજાંવાળો સમુદ્ર. બારમા સ્વપ્નમાં રત્નમય વિમાન. તેરમા સ્વપ્નમાં રત્નાકરનું સર્વસ્વ હોય તેવો રત્નપુંજ. જ્યારે ચૌદમા સ્વપ્નમાં મોટા મંડલને હરનાર નિર્ધમ અગ્નિ. આ પ્રમાણે ચૌદ મહા સ્વપ્નોને મુખમાં પ્રવેશતા રાણી વિષ્ણુદેવીએ જોયાં. અને ભાદ્રપદ માસની કૃષ્ણ દ્વાદશીને દિવસે શ્રવણ નક્ષત્રમાં વિષ્ણુદેવીએ ગેંડાના ચિન્હવાળા સુવર્ણવર્ણી પુત્રને જન્મ આપ્યો. તે વખતે આસનકંપ થવાથી છપ્પન દિકુમારીઓ તરત જ ત્યાં આવી અને માતા તથા પુત્રનું સૂતિકાકર્મ કર્યું. ત્યારબાદ ઇન્દ્રે અવધિજ્ઞાન વડે પ્રભુના જન્મને જાણીને ત્યાં આવી સૂતિકાગૃહની પ્રદક્ષિણા કરી, પછી સૂતિકાગૃહમાં પ્રવેશ કરીને અહંતને તથા માતાને નમસ્કાર કર્યાં. Page #107 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર ઇન્દ્રે માતાને અવસ્વાપિની નિદ્રા આપી તેમની પડખે પ્રભુનું પ્રતિબિંબ મૂકી ઇન્દ્રે પોતાના પાંચ રૂપો વિકુર્યા. એક રૂપે પ્રભુને ધારણ કરી, બીજે રૂપે માથે છત્ર ધર્યું, બે બાજુ ચામર ધારણ કર્યા અને એક રૂપે વજ્ર લઈને પ્રભુની આગળ ચાલ્યો. ક્ષણવારમાં ઇન્દ્ર પ્રભુને લઈને મેરૂ પર્વત ઉપર અતિપાંડુકબલા શિલા પર આવ્યો. ત્યાં ઉત્સંગમાં પ્રભુને રાખીને ઇન્દ્ર સિંહાસન પર બેઠા. ૯૮ ત્યાર પછી અચ્યુત વગેરે નવ કલ્પેદ્રો, ચમર વગેરે વીશ ભવનપતિના ઇન્દ્રો, કાલ વગેરે બત્રીશ વ્યંતરોના ઇન્દ્રો અને સૂર્ય તથા ચંદ્ર એ બે જ્યોતિષ્કના ઇન્દ્રો સર્વ મળીને ત્રેસઠ ઇન્દ્રો પ્રભુના જન્મસ્નાત્ર મહોત્સવ કરવા અર્થે ત્યાં આવી પહોંચ્યા. તેમની આજ્ઞાથી તરત જ આભિયોગિક દેવતાઓએ પૂર્ણકુંભ વગેરે ઉપકરણો વિકુર્યા પછી અચ્યુતાકિદ સર્વ ઇન્દ્રો અનુક્રમે પવિત્ર તીર્થોદક વડે પ્રભુને સ્નાત્ર કર્યું. પછી ઈશાનપતિના ઉત્સંગમાં પ્રભુને બેસાડીને શક્રઇન્દ્રે ચારેય દિશાઓમાં સ્ફટિકના ચાર વૃષભ વિકુર્યાં. તેઓના શંગમાંથી ઉજ્જ્વળ જળધારા વડે શક્રઇન્દ્રે પ્રભુને સ્નાન કરાવ્યું. ત્યારબાદ શક્રઇન્દ્રે ચંદનાદિક વડે પ્રભુનું અર્ચન કરી આરતી ઉતારીને ભાવભરી સ્તુતિ કરી. સ્તુતિ પૂરી થયા બાદ ઇન્દ્રે પ્રભુને લઈને માતાની પાસે આવ્યો, પ્રભુને માતાની પાસે મૂકી માતા પાસે રાખેલ પ્રભુનું પ્રતિબિંબ તથા અવસ્વાપિની નિદ્રા હરી લીધી. ત્યાર પછી પ્રભુને વંદન કરીને ઈન્દ્ર પોતાના સ્થાને જવા વિદાય થયો. · પ્રાતઃકાળે પુત્રજન્મના સમાચાર જાણીને મહારાજા વિષ્ણુરાજના આનંદની કોઈ સીમા ન રહી, તરત જ નગરીમાં મહા ઉત્સવ આરંભ્યો. નગરીના લોકો રાજભવનમાં આવીને વધાઈ આપવા લાગ્યા. માતાપિતાએ શ્રેયકારી દિવસે મોટો ઉત્સવ રચીને પુત્રનું Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રેયાંસનાથ સ્વામી નામ શ્રેયાંસ પાડવું. શ્રેયાંસકુમારનો શૈશવકાળ ક્રીડામાં પસાર થયો. શ્રેયાંસકુમાર શિશુવયમાંથી પસાર થઈને યૌવનવય પર આરૂઢ થયા. પ્રભુની કાયા એશી ધનુષ ઊંચી થઈ. શ્રેયાંસકુમારના હૈયામાં સંસાર પ્રત્યે વૈરાગ્ય હતો પરંતુ પિતાના આગ્રહને કારણે એમણે અનેક રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું અને જન્મથી વિશ લાખ વર્ષો ગયા પછી પિતાની પ્રાર્થનાથી શ્રેયાંસકુમારે રાજ્યનો કારભાર સંભાળ્યો. શ્રેયાંસકુમારે બેતાલીશ લાખ વર્ષો સુધી ભૂમંડલપર શાસન કર્યું. જ્યારે શ્રેયાંસકુમાર સંસારથી વિરકત થઈને દીક્ષા ગ્રહણ કરવા માટે ઉત્સુક થયા ત્યારે લોકાંતિક દેવતાઓએ આવીને પ્રેરણાના પાન કરાવ્યા. અને તે દિવસથી ઇન્દ્રની આજ્ઞાથી કુબેરે પ્રેરેલા જંભક દેવતાઓએ પૂરેલા દ્રવ્ય વડે શ્રી શ્રેયાંસનાથ પ્રભુએ વાર્ષિક દાન આપવાનું શરૂ કર્યું. એક વર્ષ પૂરું થયા પછી ઇન્દ્રાદિદેવોએ પ્રભુનો દીક્ષાભિષેક કર્યો. ઈન્દ્રાદિ દેવો સાથે શ્રી શ્રેયાંસનાથ સ્વામી વિમલપ્રભા નામની શિબિકા પર બેસીને સુરનરોથી પરવરેલા સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. - શ્રી શ્રેયાંસનાથ સ્વામી વિમલપ્રભા શિબિકામાંથી ઊતરીને આભૂષણ અલંકારોનો ત્યાગ કર્યો. અને ઇન્દ્ર આપેલું દેવષ્ય વસ્ત્ર સ્કંધ પર ધારણ કર્યું. ફાગણ માસની કૃષ્ણ ત્રયોદશીના દિવસે પૂવત્વિકાળે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રનો યોગ થતાં છઠ્ઠનું તપ કરીને શ્રી શ્રેયાંસનાથ સ્વામીએ પંચમુષ્ટિ લોન્ચ કર્યો. પ્રભુના કેશ પોતાના ઉત્તરીય વસ્ત્રનાં છેડામાં લઈ શક્રઇન્દ્ર ક્ષીર સમુદ્રમાં લેપન કર્યો. - શ્રી શ્રેયાંસનાથ સ્વામીએ પ્રવજ્યા અંગીકાર કરી. એમને તરત જ ચોથું મન:પર્યવ જ્ઞાન ઉપલબ્ધ થયું. પ્રભુની સાથે એક Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ચોવીશ તીર્થંકર હજાર રાજાઓએ પ્રવજ્યા અંગીકાર કરી. સુર અસુરોના અધિપતિઓએ નંદીશ્વર દ્વીપમાં શાશ્વત અહંત પ્રતિમાઓનો અઠ્ઠાઈ મહોત્સવ કરીને પોતપોતાના સ્થાનકે ગયા. બીજે દિવસે શ્રી શ્રેયાંસનાથ પ્રભુએ સિદ્ધાર્થ નગરના રાજા નંદના ભવને જઈને પરમ અન્નથી પારણું કર્યું. ત્યારે દેવતાઓએ ત્યાં વસુધારાદિક પાંચ દિવ્ય પ્રગટ કર્યો. નંદરાજાએ પ્રભુના ચરણ-સ્થાનમાં રત્નની એક પીઠ રચાવી. ત્યારબાદ પ્રભુ શ્રેયાંસનાથ સ્વામી પૃથ્વી પર વિચરવા લાગ્યા. દીક્ષા ગ્રહણ કર્યા પછી શ્રી શ્રેયાંસનાથ સ્વામી બે માસ પર્યત છદ્મસ્થપણે વિહાર કરતા સહસ્ત્રાપ્રવનમાં આવ્યા. ત્યાં અશોક વૃક્ષ નીચે કાયોત્સર્ગ દશામાં ઊભા રહ્યા. બીજા શુકલ ધ્યાનમાં અંતમાં વર્તતા એવા પ્રભુના તાપમાં જેમ મીણ ગળી જાય તેમ જ્ઞાનવરણી, દર્શનાવરણી, મોહિની અને અંતરાય એ ચાર ઘાતિકર્મ વિનાશ પામ્યા, જેથી માઘ માસની અમાવસ્યાના દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતાં છતપમાં વર્તતા પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ આવીને સમોવસરણ રચ્યું, તેમાં બેસીને મહાઅતિશયવાળા અગિયારમાં પ્રભુએ દેશના આપી. ભગવંતની દેશના સાંભળીને ઘણા પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા. જેમાંના અનેક લોકોએ સર્વવિરતિપણું ધારણ કર્યું. પ્રભુને ગોશુભ વગેરે છોંતેર ગણધરો થયા. પ્રભુના મુખેથી ત્રિપદી સાંભળીને દ્વાદશાંગી રચી. તે તીર્થમાં ત્રણ નેત્રવાળો, શ્વેતકાંતિને ધરનારો, વૃષભના. વાહનવાળો બે દક્ષિણ ભૂજામાં બીજોરું અને ગદા ધારણ કરનારો અને બે વામભૂજામાં નકુલ તથા અક્ષસૂત્ર ધરનારો ઈશ્વર (મનુજ) નામે યક્ષ પ્રભુનો શાસનદેવતા થયો. તથા ગૌર અંગવાળી, સિંહના વાહન પર બેસનારી, દક્ષિણ ભૂજામાં વરદ અને મુદગરને ધારણ કરનારી તથા વામભૂજામાં કળશ અને Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રેયાંસનાથ સ્વામી ૧૦૧ અંકુશ રાખનારી માનવી (શ્રીવત્સા) નામે પ્રભુની પાસે રહેનારી શાસનદેવી થઈ. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી બે માસ ઉણા એકવીશ લાખ વર્ષ સુધી વિહાર કરતા શ્રી શ્રેયાંસ પ્રભુને ચોરાશી હજાર મહાત્મા- સાધુઓ, એક લાખ ને ત્રણ હજાર સાધ્વીઓ, તેરસો ચૌદ પૂર્વધારી, છ અવધિજ્ઞાની, છ હજાર મનપર્યવજ્ઞાનીઓ, સાડા છ હજાર કેવળજ્ઞાનીઓ, અગિયાર હજાર વૈક્રિય લબ્ધિવાળા, પાંચ હજાર વાદલબ્ધિવાળા, બે લાખ અને ઓગણએંશી હજાર શ્રાવક તથા ચાર લાખ અને અડતાલીશ હજાર શ્રાવિકાઓનો પરિવાર થયો. શ્રી શ્રેયાંસનાથ સ્વામીને પોતાનો મોક્ષકાળ નજીક આવેલો જાણીને તેઓ એક હજાર મુનિવરો સાથે સમેતશિખર પર્વત પર આવ્યા. શ્રી શ્રેયાંસનાથ પ્રભુએ એક હજાર મુનિવરો સાથે અનસનવ્રત ગ્રહણ કર્યું. એક માસના અંતે શૈલેષી ધ્યાને રહીને શ્રાવણ માસની કૃષ્ણ તૃતીયાના દિવસે ચંદ્ર ઘનિષ્ટાનક્ષત્રમાં આવતાં હજાર મુનિઓની સાથે શ્રી શ્રેયાંસનાથ પ્રભુ અનંત દર્શન, જ્ઞાન વીર્ય અને આનંદમય સ્વરૂપવાળા પરમપદને પ્રાપ્ત થયા. શ્રી શ્રેયાંસનાથ સ્વામીએ કૌમાર વયમાં એકવીશ લાખ વર્ષ પસાર કર્યો. રાજ્યનો કારભાર ચલાવવામાં બેંતાલીસ લાખ અને દીક્ષા પાલનમાં એકવીશ લાખ એમ બધા મળી ચોરાશી લાખ વર્ષનું પ્રભુનું આયુષ્ય હતું. શ્રી શીતલનાથ પ્રભુના મોક્ષકાળ પછી છાસઠ લાખ અને છત્રીસ હજાર વર્ષ તથા સો સાગરોપમે ઉણા એક કોટિ સાગરોપમ ગયા ત્યારે શ્રી શ્રેયાંસનાથ સ્વામીનો નિવણ કાળા મહોત્સવ થયો હતો. તે નિર્વાણ કલ્યાણકનો મહોત્સવ દેવતાઓ તથા ઈદ્રોએ સાથે રહીને કર્યો હતો. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૐ શ્રી વાસુપૂજ્ય સ્વામી યશગાથા અનુપમ આભાથી શોભતી ચંપાનગરીની સર્વત્ર પ્રસરેલી હતી. નગરીના સુઘડ અને વ્યવસ્થિત રાજમાર્ગો, બજારો તથા ભવનોની ઝાકઝમાળ અદ્ભુત હતી. ૧૨ ચંપાનગરીની પ્રજા પણ સુખી, સમૃદ્ધ અને સંતોષી હતી. મહારાજા વસુપૂજ્યનાં, રાજ્ય સંચાલનથી લોકો અત્યંત પ્રભાવિત હતા. રાજા વસુપૂજ્ય ન્યાયી, પરાક્રમી અને પ્રજાવત્સલ રાજવી હતો. મહારાજા વસુપૂજ્યના શાસનમાં ચોરી, લૂંટફાટ કે અન્ય કોઈ અઘિટત બનાવો બનતા જ નહોતા. રાજા પોતે અવારનવાર નગરીમાં ગુપ્ત વેશે ફરીને લોકોના પ્રતિભાવ જાણતો હતો. મહારાજા વસુપૂજ્યને જયાદેવી નામની પટ્ટરાણી હતી. યાદેવી શાંત અને નિર્મળ સ્વભાવ ધરાવનારી હતી. સુશીલ અને સંસ્કારના ગુણો તેનામાં હતા. મહારાજા વસુપૂજ્ય અને યાદેવીનું સહજીવન સુખેથી પસાર થઈ રહ્યું હતું. એક દિવસ પ્રાણત દેવલોકમાં રહેલા પહ્યોત્તર રાજાના જીવે ઉત્કૃષ્ટ સુખમાં મગ્ન થઈને પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. પછી જ્યેષ્ઠ માસની શુકલ નવમીના દિવસે શતભિષા નક્ષત્ર ચંદ્ર સાથે યોગ થતા ત્યાંથી ચ્યવીને તે જયાદેવીની કુક્ષિમાં અવતર્યો. તે સમયે ખૂબ જ શાંતિથી અને સુખેથી નિદ્રા માણી રહેલા મહાદેવી જયાદેવીએ તીર્થંકરનાં જન્મને સૂચવનારા ચૌદ મહાસ્વપ્નો જોયા. અભ્રની રેખા ચંદ્રને અને પર્વતની ગુફા સિંહને જેમ ધારણ કરે તેમ યાદેવીએ અત્યુત્તમ ગર્ભને ધારણ કર્યો. Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી વાસુપૂજ્ય સ્વામી ૧૦૩ અનુક્રમે દિવસો પસાર થતાં ફાલ્ગન માસની કૃષ્ણ ચતુર્દશીને વરૂણ નક્ષત્રમાં રાતા વર્ણવાળા અને મહિષ (પાડા)ના લાંછનવાળા એક પુત્રને જન્મ આપ્યો. આસન કંપવાથી છપ્પન દિકુકમારીઓએ પ્રભુના જન્મને જાણીને ત્યાં આવી અને માતા તથા પ્રભુનું સૂતિકાકર્મ કર્યું. ત્યારબાદ શક્રઈન્દ્ર પોતાના પરિવાર સાથે ત્યાં આવ્યો અને પ્રભુના સૂતિકા ગૃહની પ્રદક્ષિણા કરી પછી તેમાં પ્રવેશ કરી, રાણી જયાદેવીને અવસ્થાપિની નિદ્રા મૂકી તેમની પડખે પ્રભુના પ્રતિબિંબ ને સ્થાપન કરી, પછી પોતે પાંચ રૂપ કર્યો. એક રૂપે પ્રભુને ગ્રહણ કર્યા. બીજા રૂપે છત્ર ધારણ કર્યું, બે રૂપે બે બાજુ ચામર વીંઝવા લાગ્યા. અને એક રૂપે વજ લઈને આગળ ચાલ્યા. ઇન્દ્ર તરત જ પ્રભુને લઈને સુમેરુ પર્વત પર આવ્યો. ત્યાં અતિ પાંડુકબલા નામની શિલા ઉપર રહેલા સિંહાસન ઉપર પ્રભુને ખોળામાં લઈને શક્રેન્દ્ર બેઠા. તે અવસરે અચ્યતેંદ્ર વગેરે ત્રેસઠ ઇન્દ્રોઓ તીર્થના જળથી ભરેલા કુંભોવડે પ્રભુને અભિષેક કર્યો. - ત્યારબાદ ઈશાન કલ્પના અધિપતિના ઉસંગમાં પ્રભુને સ્થાપીને શક્રઈન્દ્ર ચાર વૃષભ વિકવ્ય, પછી તે વૃષભના શૃંગમાંથી નીકળતા જળ વડે પ્રભુને સ્નાન કરાવ્યું ત્યારબાદ શક્રેન્દ્ર ચાર વૃષભોને અંતહિત કરી પ્રભુના અંગને લુછી ગોશીષચંદનથી વિલેપન કર્યું અને દિવ્ય વસ્ત્રો, આભૂષણો અને પુષ્પોથી પ્રભુનું અર્ચન કરીને આરતી ઉતારી. ત્યારપછી શક્રઈન્દ્ર પ્રભુની સ્તુતિ કરવા માંડી. શક્રેન્દ્ર ભક્તિ ભાવથી સ્તુતિ કરી, સ્તુતિ પૂરી થયા પછી પ્રભુને લઈને શક્રઈન્દ્ર રાજભવનમાં આવ્યો અને રાણી જયાદેવીના પડખે પ્રભુને સ્થાપીને વંદન કર્યા. ત્યારપછી જયાદેવી પર મૂકેલી અવસ્થાપિની નિદ્રા, હરી લીધી. તેમના પડખામાંથી Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ચોવીશ તીર્થકર પ્રભુનું પ્રતિબિંબ લઈ શકઈદ્ર સ્વર્ગમાં ગયો અને બીજા ઈદ્રો સ્વસ્થાને વિદાય થયા. બીજે દિવસે રાજભવનમાં જયાદેવીએ પુત્રને જન્મ આપ્યો છે તે જાણીને રાજા વસુપૂજ્ય અતિ આનંદિત થયો અને નગરમાં પુત્રજન્મની ખુશાલીમાં મહોત્સવ રચ્યો. રાજા વસુપૂજ્ય તથા રાણી જયાદેવીએ શુભ દિવસે પ્રભુનું નામ વાસુપૂજ્ય રાખ્યું. વાસુપૂજ્ય કુમારે ક્રીડા અને વિવિધ રમતોમાં શિશુકાળ પસાર કર્યો અને યૌવન વયમાં પ્રવેશ કર્યો. સીત્તેર ધનુષ ઊંચા અને સર્વ લક્ષણોથી યુક્ત એવા પ્રભુ વાસુપૂજ્ય કુમાર મૃગાક્ષીઓના મનને હરનારું યૌવનવય પામ્યા. એક દિવસે સંસારસુખથી વિમુખ જણાતા વાસુપૂજ્ય કુમારને તેમનાં માતાપિતાએ વાત્સલ્યભાવથી જણાવ્યું કે અનેક રાજ્યોની રાજકન્યાઓનાં માતાપિતાઓ નમ્રભાવે પ્રાર્થના કરે છે કે અમારી કન્યાઓને આપના કુમાર સાથે પરણાવો, અમે એમની વિનંતીને ઠુકરાવી શકતા નથી. કુળક્રમથી આવેલા આ રાજ્યને ગ્રહણ કરી અમે હવે વૃદ્ધાવસ્થામાં વ્રતગ્રહણ કરીશું. ત્યારે વાસુપૂજ્ય કુમારે આછા હાસ્ય સાથે ઉત્તર આપ્યો : પિતાજી. આપનો વાત્સલ્ય ભાવ યોગ્ય છે પરંતુ સંસારચક્રથી હું શ્રમિત થઈ ગયો છું. મને રાજકન્યાઓ સાથે વિવાહ કરવાની તેમજ રાજ્ય સંભાળવાની લગીરે ઈચ્છા નથી. જો તમારે મારો ઉત્સવ જોવો હોય તો દીક્ષા, કેવળજ્ઞાન અને નિવણ સમયના મહોત્સવો જન્મસમયની જેમ આપને તથા જગતને જોવા યોગ્ય થશે.” ત્યારે વસુપૂજ્ય રાજાએ વાસુપૂજ્યકુમારને આગળના તીર્થકરોએ પણ વિવાહ કર્યા હતા અને રાજ્યનો દોરી સંચાર કર્યો હતો તે વાત જણાવી. Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી વાસુપૂજ્ય સ્વામી ૧૦૫ વાસુપૂજ્યકુમારે નમ્રપણે કહ્યું : “પિતાજી, હું સર્વ પૂર્વજોના ચરિત્રો જાણું છું. જે તીર્થંકરોએ વિવાહ કર્યા હતા તેઓને ભોગ ફળવાળા સવિશેષ કમ રહેલા હતા તેથી ત્રણ જ્ઞાનને ધારણ કરનારા એ મહાત્માઓએ ભોગ ભોગવીને તે કર્મોને ખપાવ્યા હતા. મારે કંઈપણ ભોગકર્મ ભોગવવાનું નથી. જે મોક્ષ પ્રાપ્તિ માટે અડચણ રૂપ થાય માટે આપ મને દીક્ષા અંગીકાર માટેની જ આજ્ઞા આપો. તેમજ મલ્લિનાથ, નેમિનાથ અને પાર્શ્વનાથ એ ત્રણ ભાવી તીર્થકરો પણ વિવાહ અને રાજ્યને અંગીકાર કર્યો વગર જ મુક્તિ મેળવવા માટે પ્રવજ્યા ગ્રહણ કરશે. જ્યારે અમર તીર્થકર શ્રી વીર ભગવાન પોતાને ભોગ્યકર્મ થોડું હોવાથી વિવાહ કરશે પરંતુ રાજ્ય કર્યા વગર જ દીક્ષા ગ્રહણ કરીને સિદ્ધિપદ પામશે. માટે કર્મની વિચિત્રતાઓને કારણે તીર્થકરોને પણ એક જ માર્ગ નથી. આ પ્રમાણે વિચાર કરીને મને દીક્ષા માટેની અનુમતિ આપો.” આ પ્રમાણે વસુપૂજ્ય કુમારે પોતાના માતાપિતાને સમજાવ્યા. જન્મ પછી અઢાર લાખ વર્ષ ગયા પછી પ્રભુ દીક્ષા લેવાને ઉત્સુક થયા. તત્કાળ આસનના કંપનથી લોકાંતિક દેવતાઓ પ્રભુની દીક્ષાનો અવસર જાણીને બ્રહ્મલોકમાંથી ત્યાં આવ્યા. દેવતાઓએ પ્રભુને પ્રદક્ષિણાપૂર્વક પ્રણામ કરીને નમ્રભાવે કહ્યું: ‘હે પ્રભુતીર્થને પ્રવતવો..” આટલું કહીને દેવતાઓ પોતાના સ્થાને ચાલ્યા ગયા. શ્રી વાસુપૂજ્ય સ્વામીએ વાર્ષિકદાનની ધારા વહેતી કરી. વર્ષના અંતે ઇન્દ્રોએ આવીને પ્રભુના દીક્ષાભિષેકનો. મહોત્સવ રચ્યો. સુર-અસુરોએ રચેલી અને સિંહાસનથી સુશોભિત પૃથ્વી નામની શિબિકા ઉપર પ્રભુ બિરાજમાન થયા. શ્રી વાસુપૂજ્ય Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સ્વામી સિંહાસન પર બિરાજ્યા. દેવ, દેવતાઓ, સુર, અસુરો તથા મનુષ્યોની સાથે શ્રી વાસુપૂજ્ય સ્વામી વાજતે ગાજતે વિહારગ્રહ નામના ઉત્તમ વનમાં આવ્યા. શિબિકા ઉપરથી નીચે ઊતરીને પ્રભુએ વસ્ત્રાભૂષણોનો ત્યાગ કર્યો. પછી સંધભાગ ઉપર ઈંદ્રે મૂકેલાં દેવદૂષ્ય વસ્ત્રને વહન કરતાં એવા પ્રભુએ ચતુર્થ તપ કરીને પંચમુષ્ટિ લોચપૂર્વક ફાગણ માસની અમાવસ્યાના દિવસે વરૂણ નક્ષત્રમાં દિવસના અપાન કાળે છસો રાજાઓની સાથે દીક્ષા ગ્રહણ કરી. બાદ દીક્ષા મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ ગયા દેવતાઓ, સુર, અસુરો તથા મનુષ્યો પોતપોતાના સ્થાને ગયા. ચોવીશ તીર્થંકર બીજા દિવસે મહાપુર નગરમાં સુનંદ રાજાના ઘેર શ્રી વાસુપૂજ્ય સ્વામીએ પરમ અન્નથી પારણું કર્યું. તે વખતે દેવતાઓએ વસુધારાધિક પાંચ દિવ્ય પ્રગટ કર્યાં અને રાજા સુનંદે પ્રભુના ચરણને સ્થાને એક રત્નમય પીઠ રચાવી. ત્યાંથી શ્રી વાસુપૂજ્ય સ્વામી ગામ, નગરોમાં વિહાર કરવા લાગ્યા. તે સમયે એક માસ છદ્મસ્થપણામાં વિહાર કરીને શ્રી વાસુપૂજ્ય સ્વામી વિહારગૃહ નામના ઉદ્યાનમાં આવ્યા, જ્યાં દીક્ષા લીધી હતી. તેજ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં પાટલ (ગુલાબ)ના વૃક્ષ નીચે રહેલા પ્રભુને શુકલ ધ્યાનને બીજે પાયે વર્તતા. પ્રાતઃકાળે ઘાતિકર્મ નાશ પામ્યા. માઘ માસની શુકલ દ્વિતિયાને દિવસે ચંદ્ર શતભિષા નક્ષત્રમાં આવતાં ચતુર્થ તપવાળા પ્રભુને કેવળજ્ઞાન ઉપલબ્ધ થયું. દેવોએ ત્યાં આવીને સમવસરણ રચ્યું. એ દિવ્ય સમવસરણમાં બિરાજીને પ્રભુએ દેશના આપી. શ્રી વાસુપૂજ્ય સ્વામીને સૂક્ષ્મ વગેરે છાસઠ ગણધરો થયા બીજી પોરષીએ મુખ્ય ગણધરે પાદપીઠ પર બેસીને દેશના આપી. તેમના તીર્થમાં હંસના વાહનવાળો શ્વેતવર્ણી બે દક્ષિણ ભુજામાં Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી વાસુપૂજ્ય સ્વામી બીજોરૂં અને બાણને ધરનારો તથા વામભુજામાં નકુલ અને ધનુષ ધરનારો કુમાર નામનો યક્ષ શ્રી વાસુપૂજ્ય સ્વામીના શાસનનો અધિષ્ઠાયક દેવ થયો તેમજ શ્યામ વર્ણવાળી, અશ્વના વાહનવાળી, બે દક્ષિણ ભુજામાં વરદ અને શક્તિને ધરનારી તથા બે વામભુજામાં પુષ્પ અને ગદાને રાખનારી ચંદ્રા નામે નિરંતર પ્રભુની પાસે રહેનારી શાસનદેવી થઈ. તે બન્ને શાસનદેવતાઓથી યુક્ત એવા શ્રી વાસુપૂજ્ય સ્વામી વિહાર કરતાં કરતાં એક વા૨ દ્વારકાની સમીપની ભૂમિએ આવીને સમવસર્યા. ત્યાં ઇંદ્રાદિક દેવોએ આઠસોને ચાલીશ ધનુષ ઊંચું જેમાં અશોક વૃક્ષ છે એવું સમવસરણની રચના કરી. શ્રી વાસુપૂજ્ય સ્વામીએ તેમાં પ્રવેશ કરીને અશોક વૃક્ષને પ્રદક્ષિણા દઈને તીર્થાય નમઃ એમ બોલીને પ્રભુ પૂર્વાભિમુખે સિંહાસન પર આરૂઢ થયા. પ્રભુના પ્રભાવથી જ બીજી દિશાઓમાં પ્રભુના જેવા જ તેમના પ્રતિબિંબ દેવતાઓએ વિધુર્યાં. ત્યાર પછી દેવ, સુર-અસુર મનુષ્ય તથા તિર્યંચ વગેરે યોગ્ય સ્થાને બેઠા. ઇન્દ્રે સ્તુતિ કરી. ત્યાર પછી શ્રી વાસુપૂજ્ય સ્વામીએ ધર્મદેશના આપી. શ્રી વાસુપૂજ્ય સ્વામીની દેશના સાંભળીને અનેક લોકોએ દીક્ષા અંગીકાર કરી. એ વખતે સુક્ષ્મ ગણધરે બીજી પો૨ષી સુધી દેશના આપી. ત્યાંથી શ્રી વાસુપૂજ્ય સ્વામીએ અન્યત્ર વિહાર કર્યો. ૧૦૭ શ્રી વાસુપૂજ્ય સ્વામીને બોંતેર હજાર મહાત્મા સાધુઓ, સંયમની શોભાને ધરનારી એક લાખ સાધ્વીઓ, એક હજાર અને બસો ચૌદ પૂર્વધારી, પાંચ હજાર અને ચારસો અધિજ્ઞાની, છે હજાર અને એકસો મનઃપર્યવજ્ઞાની, છ હજાર કેવળજ્ઞાની, દશ હજાર વૈક્રિય લબ્ધિવાળા, ચાર હજાર ને સાતસો વાદ લબ્ધિવાળા, બે લાખ ને પંદર હજાર શ્રાવકો અને ચાર લાખ ને છવ્વીસ હજાર, શ્રાવિકાઓ આ પ્રમાણે એક માસે ઉણા ચોપન લાખ વર્ષો સુધી કેવળજ્ઞાન પામ્યા પછી વિહાર કરતા આટલો પરિવાર થયો હતો. ત્યાર પછી શ્રી વાસુપૂજ્ય સ્વામીને પોતાનો મોક્ષકાળ નજીક Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ચોવીશ તીર્થંકર જાણીને ચંપા નગરીએ આવ્યાં. ત્યાં છસો મુનિઓની સાથે પ્રભુએ અનસન અંગીકાર કર્યું. એક માસના અંતે અષાઢ માસની શુકલ ચતુર્દશીના દિવસે ચંદ્ર ઉત્તર ભાદ્રપદમાં આવતા પ્રભુ છસો મુનિરાજો સાથે મોક્ષે ગયા. શ્રી વાસુપૂજ્ય સ્વામીએ કુમારવયમાં અઢાર લાખ વર્ષ પસાર કર્યા જ્યારે વ્રતમાં ચોપન લાખ વર્ષ એ પ્રમાણે બોતેર લાખ વર્ષનું શ્રી વાસુપૂજ્ય સ્વામીનું આયુષ્ય સંપૂર્ણ થયું શ્રી શ્રેયાંસનાથ પ્રભુના નિવણ પછી ચોપન સાગરોપમ ગયા ત્યારે શ્રી વાસુપૂજ્ય સ્વામી નિવણ પામ્યા. તે વખતે દેવતાઓની સાથે ઈદ્રોએ પ્રભુનો તથા તેમના શિષ્યોનો યથાવિધિ નિવણિ મહોસવ કર્યો હતો. * * Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૩ • શ્રી વિમલનાથ સ્વામી કાંપિલ્યપુર નામનું નગર. સુંદર અને દૈદિપ્યમાન નગરી. કલાત્મક અને ભવ્ય ઇમારતો, લોકોના નિવાસસ્થાનો નગરીને શોભાયમાન બનાવતા પરગામથી અનેક લોકો નગરીના દર્શનાર્થે આવતા હતા. હતા. સુંદર મજાની નગરી કાંપિલ્યપુરમાં કૃતવર્મા નામનો રાજા રાજ કરે. રાજા કૃતવર્માની કીર્તિ ચોમેર ફેલાયેલી હતી. ન્યાયી, ધર્મી અને દયાળુ હોવાથી રાજા કૃતવર્માને લોકો આદરથી જોતા હતા. પ્રજાના કોઈ પણ પ્રશ્નો હોય ત્યારે તેને યોગ્ય ન્યાય મળે તેમજ કોઈનામાં અસંતોષની જ્વાળા ન પ્રગટે તેની તકેદારી મહારાજા કૃતવર્મા રાખતા હતા. આવા ન્યાયી અને ધર્મી રાજા કૃતવર્માને શ્યામા નામની પટ્ટરાણી હતી. અનિદ્ય રૂપના ભંડાર સમી રાણી શ્યામા સંસ્કારી, ગુણી અને સદાચારિણી હતી. મહારાજા કૃતવર્મા અને મહારાણી શ્યામાના દિવસો સુખપૂર્વક પસાર થતાં હતાં. એક વખતે સહસ્ત્રાર દેવલોકમાં પદ્મસેન રાજાના જીવે પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું અને વૈશાખ માસની શુકલ દ્વાદશીને દિવસે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં ત્યાંથી ચ્યવીને તે જીવ શ્યામાદેવીની કુક્ષિમાં આવીને અવતર્યો. શ્યામાદેવીએ તીર્થંકરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વપ્નો મુખમાં પ્રવેશ કરતાં જોયાં. પૂર્ણ સમયે માઘ માસની શુકલ તૃતીયાની મધ્ય રાત્રીએ ઉત્તરા ભાદ્રપદનો ચંદ્ર થતાં સુવર્ણના જેવી કાંતિવાળા, ત્રણ જ્ઞાનને ધરનારા એક પુત્રને શ્યામાદેવીએ સુખે જન્મ આપ્યો. આસન કંપ થવાથી છપ્પન દિકુમારીઓ તત્કાળ ત્યાં આવી અને તેમણે પ્રભુ તથા પ્રભુની માતાનું સૂતિકાકર્મ કર્યું. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ચોવીશ તીર્થંકર - - ત્યાર પછી શક્ર છે ત્યાં આવીને પ્રભુને મેરુ પર્વત ઉપર લઈ જઈને અતિ પાંડુકબલા નામની શિલા પરના સિંહાસન ઉપર પ્રભુને ખોળામાં લઈને બેઠો. એટલે અચુત વગેરે ત્રેસઠ ઈન્દોએ તીર્થજળ વડે એ તેરમા તીર્થંકરને અનુક્રમે સ્નાત્ર કર્યું. પછી પ્રભુને ઈશાન ઈદ્રના ઉસંગમાં બેસાડી શક્રઈન્દ્ર, પર્વતના શિખરોમાંથી નીકળેલા જાણે નિઝરણા હોય તેવા વૃષભના શૃંગમાંથી નીકળતા જલપ્રવાહ વડે સ્નાન કરાવ્યું. ત્યાર પછી ઇન્દ્ર પ્રભુના અંગનું દેવદૂષ્ય વડે માર્જન કર્યું. નંદનવનમાંથી લાવેલા ગોશીષ ચંદન વડે પ્રભુના શરીર ઉપર દેવદૂષ્ય વસ્ત્રનો ભ્રમ આપે એવું વિલેપન કર્યું. માળાઓથી અને દિવ્ય વસ્ત્ર અલંકારોથી પ્રભુનું અર્ચન કરી છેવટે આરતી ઉતારી શકઈદ્ર ભાવભરી સ્તુતિ કરવા માંડી. - ઇન્દ્રની સ્તુતિમાં સંસારના જીવોને અંધકારમાંથી મુકત કરવાની અને મુક્તિનો માર્ગ દર્શાવવાની ભાવભરી વિનંતી હતી. આ પ્રમાણે તેરમા તીર્થંકરની સ્તુતિ કરીને ઇન્દ્ર જેમ આવ્યો હતો તેમ પાછો શ્યામાદેવી પાસે જઈને પ્રભુને ત્યાં સ્થાપના કયા. પછી શુક્ર ઇન્દ્ર પ્રભુના વાસગ્રહથી અને બીજા ઇન્દ્રો પણ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. પ્રાતઃકાળે પુત્રજન્મના સમાચાર મળતાં મહારાજા કતવમના હર્ષનો પાર ન રહ્યો. મહારાજા કૃતવમએ તરત જ નગરીમાં પુત્રજન્મની ખુશાલીમાં મહોત્સવ રચ્યો. નગરના અનેક લોકો વધાઈ આપવા રાજભવન ભણી આવતા હતા. ચારે તરફ આનંદ છવાયો હતો. પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે તેમની માતા શ્યામાદેવી વિમલ નિર્મળ) થઈ ગયા હતા. તેથી પિતા કૃતવર્માએ પુત્રનું નામ વિમલ પાડ્યું. દેવાંગનાઓએ ધાત્રી થઈને લાલનપાલન કરેલા અને દેવએ સમાનવના મિત્રો થઈને રમાડેલા એવા પ્રભુ અનુક્રમે વૃદ્ધિ Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમલનાથ સ્વામી પામ્યા. ૧૧૧ સાઠ ધનુષ્ય ઊંચા લક્ષણોયુક્ત પ્રભુ યૌવનવયને પામ્યા. સંસાર પ્રત્યે વૈરાગ્ય ભાવ હોવા છતાં માતા-પિતાના આગ્રહથી વિમલનાથ કુમારે રાજપુત્રીઓની સાથે વિવાહ કર્યા. કૌમારી વયમાં પંદર લાખ વર્ષ પસાર કર્યા પછી પિતાના આગ્રહથી વિમલનાથકુમારે રાજ્યનો કારભાર ગ્રહણ કર્યો. રાજ્યના કારભારને ચલાવતા પ્રભુને ત્રીશ લાખ વર્ષો પસાર થઈ ગયાં. અને એક હજાર અને આઠ અને એક દિવસ પ્રભુને સંસાર પ્રત્યે વિક્તભાવ જાગ્યો અને દીક્ષા ગ્રહણ કરવાની કામના જાગી. ત્યારે સારસ્વત વગેરે લોકાંતિક દેવતાઓ શ્રી વિમલનાથ સ્વામી પાસે આવ્યા અને તીર્થ પ્રવર્તાવવાની વિનંતી કરી, ત્યાર પછી જંભક દેવતાઓએ લાવેલા દ્રવ્ય વડે પ્રભુએ યાચકોને ઇચ્છા પ્રમાણે વાર્ષિક દાન આપ્યું. દાનના અંતે સર્વ ઈન્દ્રોએ પ્રભુનો દીક્ષાભિષેકનો મહોત્સવ ધામધૂમથી ઉજવ્યો. ત્યાર પછી દિવ્ય વસ્ત્ર, અલંકાર તથા વિલેપન વડે યુક્ત થઈને શ્રી વિમલનાથ સ્વામી દેવત્તા નામની શિબિકા ઉપર આરૂઢ થયા. સુર, અસુર તથા મનુષ્યો વગેરે આ પ્રસંગે સામેલ થયા હતા અને શોભાયાત્રા સહસ્ત્રામ્રવનમાં આવી પહોંચી. શ્રી. વિમલનાથસ્વામીએ સહસ્ત્રાપ્રવનમાં મંગલ પ્રવેશ કર્યો. શ્રી વિમલનાથ સ્વામી. શિબિકા ઉપરથી ઊતરીને વસ્ત્રાભૂષણનો ત્યાગ કર્યો અને ઇન્દ્રે આપેલા દેવદૂષ્ય વસ્ત્રને સ્કંધ ઉપર ધારણ કરીને પ્રભુએ માધ માસની શુક્લ ચતુર્થીનો દિવસે એક હજાર રાજાઓની સાથે છઠ્ઠ તપનું આરાધન કરીને Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ચોવીશ તીર્થંકર પ્રવજ્યા અંગીકાર કરી, એ જ સમયે પ્રભુને ચોથું મન પર્વજ્ઞાન ઉપબ્ધ થયું. બીજે દિવસે ધાન્યકુટ નગરમાં જયરાજાને ત્યાં શ્રી વિમલનાથ સ્વામીએ પરમ અન્નથી પારણું કર્યું. તે વખતે દેવતાઓએ વસુધારાદિક પાંચ દિવ્ય પ્રગટ કર્યો અને પ્રભુ જ્યાં ઊભા રહ્યા હતા તે સ્થાને જયરાજાએ એક રત્નપીઠ બંધાવી. ત્યારપછી શ્રી વિમલનાથ સ્વામી ગામ, નગર અને પૃથ્વી પર છવસ્થપણે વિહાર કરવા લાગ્યા. બે વર્ષ પર્યત છદ્મસ્થપણે વિહાર કરીને શ્રી વિમલનાથ સ્વામી સહસ્ત્રાપ્રવનમાં ફરીવાર આવ્યા. જ્યાં પ્રભુએ દીક્ષા અંગીકાર કરી હતી. તે સ્થળે આવેલા જંબૂવૃક્ષ નીચે અપૂર્વકરણના ક્રમથી ક્ષપક શ્રેણીમાં આરૂઢ થયેલા પ્રભુના ઘાતકર્મ નાશ પામ્યા. જેથી પોષ માસની શુકલ ષષ્ટિને દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં છઠ્ઠ તપયુક્ત પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાં દેવતાઓએ રચેલા સમોવસરણમાં બેસી પ્રભુએ દેશના આપી. મંદર વગેરે સત્તાવન તેમને ગણધરો થયા. - પ્રભુના તીર્થમાં મયૂરના વાહનવાળો, ઉજ્વળ વર્ણવાળો, દક્ષિણ તરફની છ ભૂજાઓમાં ફલ, ચક્ર, ઈષ, ખડગ, પાશ અને અક્ષસૂત્ર તથા વામ બાજુની છ ભૂજાઓમાં નકુલ, ચક્ર, ધનુષ્ય, ફલક, વસ્ત્ર અને અભયને ધારણ કરનારો પણમુખ નામે યક્ષ શાસન દેવતા થયો તથા હરિતાબના જેવા વર્ણવાળી, પા ઉપર બેઠેલી દક્ષિણ ભૂજામાં બાણ અને પાશને ધરનારી તથા વામભૂજામાં કોદંડ તથા નાગને રાખનારી વિદિતા નામે શ્રી વિમલનાથ પ્રભુની શાસનદેવી થઈ. શાસનદેવતા અને શાસનદેવી નિરંતર જેમની સમીપ રહેલા છે એવા જગદ્ગુરૂ વિહાર કરતા એક દિવસ દ્વારકા નગરીના પરિસર ભાગમાં પધાયાં. ઈન્દ્રાદિક દેવતાઓએ ત્યાં સાતસોને વીશ ધનુષ ઊંચા અશોકવૃક્ષ યુક્ત સમોસરણ રચ્યું. પ્રભુએ પૂર્વ દ્વાર વડે તેમાં પ્રવેશ કરી, આહતી સ્થિતિને પાળતા તે ચૈત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરી અને તેમાં Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમલનાથ સ્વામી ૧૧૩ મા ધર્મચક્રી વિમલનાથે “તીર્થયનમઃ' એમ કહીને પૂર્વ દિશાની સન્મુખના સિંહાસનને અલંકૃત કર્યું. - ત્યાર પછી સાધુઓ, સાધ્વીઓ, દેવતાઓ દેવીઓ, નરનારીઓ, તિર્યંચ જીવો વગેરે યથાયોગ્ય દ્વારેથી પ્રવેશીને પોતાના સ્થાને બેઠા. તે વખતે રાજપુરુષાએ સત્વર દ્વારકામાં જઈને પ્રભુના સમોસરણની વાત વાસુદેવને જણાવી. હર્ષ પામેલા વાસુદેવે પ્રભુના આગમનના સમાચાર આપનારા પુરુષોને ઉપહારમાં સાડાબાર કોટિ સૌનેયા આપ્યા. પછી વાસુદેવ તેમજ અન્ય અગ્રણીઓ સમોવસરણ પાસે આવીને પ્રવેશ કર્યો અને યોગ્ય સ્થાને બેઠા. ઈન્દ્ર, વાસુદેવ તથા બલદેવે ભગવાનની સ્તુતિ કરી. ત્યાર પછી શ્રી વિમલનાથ પ્રભુએ ધર્મદિશના આપી. પ્રભુએ વીતરાગનો માર્ગ સમજાવ્યો. સંસારનું સ્વરૂપ દર્શાવ્યું. પ્રભુની દેશના સાંભળીને અનેક લોકોએ દીક્ષા લીધી. સ્વયંભૂ વાસુદેવ સમકિત પામ્યા. અને બલભદ્ર વકપણું અંગીકાર કર્યું. જ્યારે પ્રથમ પોરષી પૂર્ણ થઈ ત્યારે પ્રભુ દેશનાથી વિરામ પામ્યા. પછી મંદર ગણધરે તેવી જ રીતે દેશના આપી. બીજી પોષી પૂર્ણ થઈ ત્યારે એમણે પણ દેશના પૂરી કરી. ત્યા પછી સૌ પોતપોતાના સ્થાને જવા વિદાય થયા. લોકો ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી વિમલનાથ પ્રભુએ પુર, ગ્રામ તેમજ અનેક વિસ્તારોમાં વિહાર કર્યો. શ્રી વિમલનાથ સ્વામીને અડસઠ હજાર મહાત્મા સાધુઓ, એક લાખ અને આઠસો સાધ્વીજીઓ, અગ્યારસો ચૌદ પૂર્વધારી, ચાર હજાર અને આઠસો અવધિજ્ઞાની. પાંચ હજાર અને પાંચસો મનઃ પર્યવજ્ઞાની તેટલા જ કેવળજ્ઞાની, નવ હજાર વૈક્રિય લબ્ધિવાળા, બે લાખ ને આઠ હજાર શ્રાવકો તથા ચાર લાખને ચોત્રીસ હજાર શ્રાવિકાઓ આટલો પરિવાર કેવળજ્ઞાન પછી બે વર્ષે ઉણા પંદર લાખ વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કરતાં થયો હતો. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ચોવીશ તીર્થંકર અને એક દિવસ પોતાનો નિવણિકાળ નજીક આવેલો જાણી પ્રભુ સમેતશિખર પર્વત પર પધાયાં. સમેત શિખર પર્વત પર પ્રભુએ છ હજાર સાધુઓની સાથે અનશન વ્રત ગ્રહણ કર્યું. એક માસનું અનશન પાળીને અષાઢ માસની કૃષ્ણ સપ્તમીના ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં આવતાં તે સર્વ મુનિઓની સાથે પ્રભુ અવ્યયપદને પામ્યા. પછી ઇન્દ્રાદિક દેવતાઓએ ત્યાં આવીને પ્રભુનો તથા બીજા મુનિવરોનો નિવણ મહિમા કર્યો શ્રી વિમલનાથ સ્વામીએ પંદર લાખ વર્ષ કૌમાર વયમાં પસાર કર્યા હતા. ત્રીસ લાખ વર્ષ પૃથ્વીનું રક્ષણ કરવામાં અને પંદર લાખ વર્ષ વ્રતમાં એમ બધા મળીને સાઈઠ લાખનું આયુષ્ય ભોગવ્યું હતું. શ્રી વાસુપૂજ્ય પ્રભુના નિવણ પછી ત્રીશ સાગરોપમ ગયા ત્યારે શ્રી વિમલનાથ પ્રભુનો નિવણિકાળ થયો. * * Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૪ : શ્રી અનંતનાથ સ્વામી અયોધ્યા નગરી. મનોરમ્ય નગરી. અયોધ્યા નગરીમાં સિંહસેન નામનો રાજા રાજ્ય કરે. મહારાજા સિંહસેન ધર્માનુરાગી દયાવાન અને બલિષ્ઠ હતો. તેની રાણી સુયશા સુશીલ, સંસ્કારી અને ગુણોથી ભરેલી હતી. મહારાજા સિંહસેન અને રાણી સુયશાનું જીવન સુખેથી પસાર થતું હતું. એક દિવસ પ્રાણત દેવલોકમાં પદ્મરથ રાજાના જીવે સુખમગ્ન થઈને પોતાનું ઉત્કૃષ્ટ સ્થિતિવાળું આયુષ્ય પૂર્ણ કર્યું. ત્યાંથી આવીને શ્રાવણ માસની કૃષ્ણ સપ્તમીએ ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં તે સુયશા રાણીના ઉદરમાં અવતર્યાં. તે વખતે મહારાણી સુયશાદેવીએ રાત્રીના અવશેષ કાળે અત્યંત જન્મને સૂચવનારા ચૌદ મહાસ્વપ્નો મુખ વાટે પ્રવેશતાં જોયાં. પછી અનુક્રમે વૈશાખ માસની કૃષ્ણ ત્રયોદશીના દિવસે પુષ્ય નક્ષત્રમાં સુયાદેવીએ સીંચાણા (બાજ) પક્ષીના ચિહ્નવાળા સુવર્ણ વર્ણી પુત્રને જન્મ આપ્યો. એ સમયે ર્ધ્વલોકમાંથી, અધોલોકમાંથી તથા રૂચક દ્વીપથી છપ્પન કિકુમારીઓએ આવીને પ્રભુનું તેમજ માતાનું સૂતિકાકર્મ કર્યું. ત્યાર પછી તરત જ સૌધર્મ કલ્પનો ઇન્દ્ર ત્યાં આવ્યો અને પ્રભુને પ્રણામ કરીને, હાથમાં લઈને આકાશમાર્ગે મેરુ પર્વતના શિખર પર આવ્યો. ત્યાં અતિ પાંડુકબલા નામની શિલા ઉપર ઉત્સંગમાં પ્રભુને રાખી સિંહાસન પર તે બેઠો. પછી અચ્યુત વગેરે ત્રેસઠ ઈંદ્રો ત્યાં આવ્યા અને તીર્થજલ મંગાવીને અનુક્રમે પ્રભુને સ્નાન કરાવ્યું. ત્યારબાદ શક્રકે પ્રભુને ઈશાન ઇન્દ્રના ખોળામાં બેસાડ્યા અને પોતે સ્ફટિકના ચાર Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ચોવીશ તીર્થંકર વૃષભ વિફર્યાં. તેમના શૃંગમાંથી નીકળતા જળ વડે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી દેવદૂષ્ય વસ્ત્ર વડે પ્રભુના અંગને લૂછી, ચંદનાદિકથી વિલેપન અર્ચન કરી અને આરાત્રિક ઉતારી સૌ ધર્મપતિએ ભાવભર્યા સ્વરે સ્તુતિ કરી. શક્રેન્દ્ર સ્તુતિ કરી લીધા બાદ પ્રભુને લઈને સુયશા દેવીની પાસે આવી તેમના પડખામાં જેમ હતા તેમ પ્રભુને મૂક્યા. પછી નંદીશ્વર દ્વીપ શાશ્વત અહતની પ્રતિમાનો અઠ્ઠાઈ ઉત્સવ કરી, શક્ર તથા બીજા દ્રો પોતાપોતાના સ્થાને ગયા. જ્યારે પ્રભુ માતા સુયશા રાણીના ગર્ભમાં હતા તે સમયે પિતા સિંહસેને શત્રુઓના અનંત બળને જીત્યું હતું, તેથી પ્રભુનું નામ અનંતજિત પાડ્યું. વર્ષોનાં વર્ષો પસાર થવા લાગ્યાં. અનુક્રમે અનંતજિતકુમાર બાલ્યવય પસાર કરીને યૌવનવયને પામ્યા. અનંતજિતકુમારની કાયા પયાશ ધનુષ્ય જેટલી ઊંચી હતી. અનંતજિતકુમારે પિતાની આજ્ઞાથી સુંદર રાજકન્યા સાથે વિવાહ કયાં અને સાડા સાત લાખ વર્ષો વીત્યા પછી પિતાના આગ્રહથી અનંતજિતકુમારે રાજ્યનો કારભાર સંભાળ્યો. અનંતનાથકુમારે પંદર લાખ વર્ષ સુધી રાજ્યનો કારભાર કરીને પૃથ્વીનું રક્ષણ કર્યું. અને એક દિવસ અનંતનાથકુમારના હૈયામાં પ્રવજ્યા ગ્રહણ કરવાની ભાવના ઉત્કૃષ્ટ બની ત્યારે તત્કાળ લોકાંતિક દેવતાઓએ બહ્મલોકમાંથી આવીને કહે નાથ, તીર્થ પ્રવતવો ' એમ જણાવ્યું. પછી ઇદ્રની આજ્ઞાથી કુબેરે પ્રેરેલા જંત્મક દેવતાઓએ પૂરેલા ધન વડે પ્રભુએ વાર્ષિક દાન આપ્યું. એક વર્ષ પછી સૂર, અસુર રાજાઓ, દેવતાઓ વગેરે આવીને પ્રભુનો દીક્ષાભિષેકનો ઉત્સવ રચ્યો. ત્યાર પછી અનંતનાથકુમાર વસ્ત્રાભૂષણો ધારણ કરીને Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રી અનંતનાથ સ્વામી ૧૧૭ સાગરદત્તા નામની શિબિકામાં આરૂઢ થયા ત્યારે શક્ર વગેરે ઇન્દ્રોએ છત્ર, ચામર અને પંખ ધારણ કરીને પ્રભુની પાસે રહ્યાં. સાગરદત્તા શિબિકામાં બિરાજમાન થયેલા. અનંતનાથકુમાર સુર, અસુર, માનવ સમુદાય સાથે સહસ્ત્રાપ્રવનમાં આવ્યા. ઈદ્રના હાથના ટેકાથી સાગરદત્તા શિબિકામાંથી પ્રભુ ઊતર્યા અને અલંકારો વગેરેનો ત્યાગ કર્યો. અને વૈશાખ માસની કૃષ્ણ ચતુર્દશીના દિવસે રેવતી નક્ષત્રમાં અપરાહુનકાળે છઠ્ઠ તપ કરીને એકહજાર રાજાઓની સાથે અનંતનાથકુમારે પ્રવજ્યા ગ્રહણ કરી. એ જ સમયે અનંતનાથ પ્રભુને ચોથું મન:પર્યવજ્ઞાન ઉપલબ્ધ થયું. ઈંદ્રાદિક દેવતાઓ પ્રભુને વંદના કરીને પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. બીજે દિવસે વર્ધમાન નગરના મહારાજા વિજય રાજાના ભવને જઈને ચૌદમાં અહિતે પરમ અન્નથી પારણું કર્યું ત્યારે દેવતાઓએ વસુધારાદિક પાંચ દિવ્ય પ્રગટ કર્યો અને પ્રભુના ચરણ જ્યાં સ્થિર થયા હતા તે જગ્યાએ વિજયરાજાએ એક રત્નમય પીઠ કરાવી. ત્યાર પછી શ્રી અનંતનાથ સ્વામી ત્યાંથી નીકળીને પરિષહને સહન કરતાં વિહાર કરવા લાગ્યા. ત્રણ વર્ષ સુધી છઘસ્થપણે વિહાર કરીને અનંતનાથ પ્રભુ સહસ્ત્રાપ્રવનમાં આવ્યા. ત્યાં અશોક વૃક્ષ નીચે રહી ધ્યાન કરતાં ઘાતિકર્મોનો ક્ષય થયો. વૈશાખ માસની કૃષ્ણ ચતુર્દશીના દિવસે ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં છઠ્ઠ તપ કરીને રહેલા શ્રી અનંતનાથ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી દિવ્ય સમોવસરણમાં બેસીને પ્રભુએ દેશના આપી અને યશ વગેરે પચાસ ગણધરો સ્થાપ્યા. શ્રી અનંતનાથ પ્રભુના તીર્થમાં ત્રણ મુખવાળો, મગરના વાહન Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ચોવીશ તીર્થકર વાળો, રાતાવર્ણનો, ત્રણ દક્ષિણ ભુજાઓમાં પધ, ખડગ અને પાશ, તથા ત્રણ વામ ભૂજાઓમાં નકુળ, ફલક અને અક્ષસૂત્ર ધરનારો પાતાળ નામે યક્ષ શાસનદેવ થયો. જ્યારે ગૌર વર્ણવાળી, પાઘ પર બેસનારી, બે દક્ષિણ ભુજામાં ખડગ અને પાશ તથા બે વામ ભુજામાં ફલક અને અંકુશ ધરનારી અંકુશા નામે શાસનદેવી થઈ. બંને શાસન દેવતા નિરંતર પ્રભુની સમીપ રહીને સેવા કરવા લાગ્યા. એક વાર વિહાર કરતાં કરતાં શ્રી અનંતનાથ સ્વામી દ્વારિકા-પુરીમાં આવ્યા. ત્યાં શકેંદ્રાદિક દેવતાઓએ છસો ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષ વડે શોભતું સમોસરણ રચ્યું. તેમાં પૂર્વ દ્વારેથી પ્રવેશ કરીને પ્રભુ અનંતનાથ સ્વામીએ ચૈત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરી અને તીર્થને નમસ્કાર કરીને પૂર્વાભિમુખ સિંહાસન ઉપર બેઠાં. ત્યારબાદ સર્વ સંઘ પોતપોતાના સ્થાને પોતાની યોગ્ય સ્થિતિ પ્રમાણે બિરાજ્યો. વ્યંતર દેવતાઓએ પ્રભુના ત્રણ પ્રતિબિંબ ત્રણેય દિશાઓમાં રત્નમય સિંહાસન ઉપર વિમુલ્યાં. ઉદ્યાનના રક્ષકોએ ચૌદમા તીર્થંકર ભગવંત શ્રી અનંતનાથ સ્વામી સમોસર્યાના સમાચાર પુરુષોત્તમ વાસુદેવને આપ્યા. રક્ષકોને સાડા બાર કોટિ સૌનેયા ઉપહારમાં આપવામાં આવી. વાસુદેવ બળભદ્રને લઈને સમવસરણમાં આવ્યા, ત્યાં પ્રદક્ષિણા કરીને પ્રભુને વંદન કર્યા. પછી ઈદ્ર, વાસુદેવ અને બલભદ્ર ઊભા થઈને ભક્તિભાવથી ગદ્ગદ વાણીથી ભગવંતની સ્તુતિ કરી. ઈન્દ્ર, વાસુદેવ તથા બળભદ્ર સ્તુતિ કરીને વિરામ પામ્યા, ત્યાર પછી શ્રી અનંતનાથ સ્વામીએ દેશના આપવી શરૂ કરી. શ્રી અનંતનાથ સ્વામીએ સંસારનું સ્વરૂપ સમજાવ્યું Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી અનંતનાથ સ્વામી ૧૧૯ મુક્તિનો માર્ગ બતાવ્યો. પ્રભુની દેશના ગ્રહીને અનેક લોકોએ પ્રવજ્યા અંગીકાર કરી. પુરુષોત્તમ વાસુદેવ સમકિત પામ્યા અને સુપ્રભ બલભદ્ર શ્રાવકત્વ સ્વીકાર્યું. પ્રથમ પૌરુષી પૂરી થતાં પ્રભુ દેશનાથી વિરામ પામ્યા. ત્યાર પછી યશ નામના મુખ્ય ગણધરે દેશના આપી. બીજી પૌરુષી પૂર્ણ થતાં તેઓ પણ દેશનાથી વિરામ પામ્યા. - ત્યાર પછી ઇન્દ્ર, વાસુદેવ અને બલભદ્રાદિક પ્રભુને વંદન કરીને પોતપોતાના સ્થાને ગયા. શ્રી અનંતનાથ સ્વામી ગ્રામ, આકર તથા નગરોમાં વિહાર કરવા લાગ્યા. શ્રી અનંતનાથ સ્વામી ભગવંતને છાસઠ હજાર સાધુ મહાત્માઓ, નવસો ચૌદ પૂર્વધારી, ચાર હજાર અને ત્રણસો અવધિજ્ઞાની, ચાર હજાર અને પાંચસો મન:પર્યવજ્ઞાની ભગવંતો, પાંચ હજાર કેવળજ્ઞાની ભગવંતો, આઠ હજાર વૈક્રિય લબ્ધિવાળા, ત્રણ હજાર અને બસો વાદ લબ્ધિવાળા. બાસઠ હજાર તપસ્વી સાધ્વીઓ, બે લાખ અને છ હજાર શ્રાવકો અને ચાર લાખ અને ચૌદ હજાર શ્રાવિકાઓનો પરિવાર કેવળજ્ઞાન પામ્યા પછી ત્રણ વર્ષે ઉણા સાડા સાત લાખ વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કરતાં થયો. ત્યાર પછી પોતાનો મોક્ષકાળ નજદીક જાણીને શ્રી અનંતનાથ સ્વામી સમેત શિખર ગિરિ પધાર્યા. ત્યાં સાત હજાર સાધુઓની સાથે પ્રભુએ અનસન વ્રત પ્રહણ કર્યું. એક માસના અંતે ચૈત્ર શુકલ પંચમીના દિવસે ચંદ્ર પુષ્પ નક્ષત્રમાં આવતાં અનંત પ્રભુ સાત હજાર મુનિરાજોની સાથે મોક્ષે ગયા. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ચોવીશ તીર્થંકર તરત જ ઈદ્રો તથા દેવતાઓ ત્યાં આવી પહોંચ્યા, તેઓએ પ્રભુનો તથા તેમના શિષ્યોનો નિવણ મહિમાનો મહોત્સવ કયો. શ્રી અનંતનાથસ્વામીએ કૌમારવયમાં સાડા સાત લાખ વર્ષ, રાજ્યપાલનમાં પંદર લાખ વર્ષ અને દિક્ષામાં સાડા સાત લાખ વર્ષ મળીને ત્રીસ લાખ વર્ષનું અનંતનાથ પ્રભુનું આયુષ્ય પૂર્ણ થયું. શ્રી વિમલનાથ સ્વામીના નિવણિથી નવ સાગરોપમ અતિક્રમણ થયા પછી શ્રી અનંતનાથ સ્વામીનું નિર્વાણ થયું. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૫ • શ્રી ધર્મનાથ સ્વામી રત્નપુર નામનું નગર. ભારતવર્ષમાં રત્નાકરની જેમ શોભતું નગર. રત્નપુર નગરની શોભા અપૂર્વ હોવાથી પરગામના લોકો નગરી દર્શન અર્થે પધારતા, નગરીની અનોખી શોભા નિહાળીને સૌ કોઈ મોંમાં આંગળાં નાંખી જતા. દુઃખ, પરિતાપનું નામોનિશાન નહોતું. નગરીના લોકો સંતોષી અને સુખી હતા. કોઈને કોઈ વાતની પાંતીનું દુઃખ નહોતું. નગરીનો રાજા ભાનુ તેજ વડે સૂર્ય સમાન, શત્રુરૂપ તૃણપુંજમાં અગ્નિ સમાન અને નિર્મળ ગુણોથી શોભતો હતો. મહારાજા ભાનુની રાજસંચાલનની કાર્યદક્ષતાને કારણે અન્યાય, અત્યાચાર, અનીતિને કોઈ સ્થાન નહોતું. મહારાજા ભાનુનો રાજમહેલ ભવ્ય અને કલાત્મક હતો. રાજભવનમાં ઉપવન હતું. ઉપવનમાં વિવિધ જાતના વૃક્ષો, લત્તાઓ તેમજ રંગબેરંગી પુષ્પોની સારસંભાળ ઉદ્યાન રક્ષક યોગ્ય રીતે કરતો હતો. મહારાજા ઘણી વાર ઉપવનમાં લટાર મારવા પણ જતા હતા. મહારાજા ભાનુને સુવ્રતા નામની પટ્ટરાણી હતી. સુવ્રતા મહાદેવી સદાચારિણી, પતિવ્રતવાળી અને શીલના શણગાર સમી હતી. લજ્જા તેની સહચરી હતી. મહારાજા ભાનુ અને રાણી સુવ્રતાના દિવસો સુખેથી નિર્ગમન થતાં હતાં. એક દિવસ વૈજયંત નામના બીજા અનુત્તર વિમાનમાં રહેલા દઢરથ રાજાના જીવે પરમ સુખમાં મગ્ન થઈને ત્યાં પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. પછી ત્યાંથી આવીને વૈશાખ માસની શુકલ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ચોવીશ તીર્થંકર સપ્તમીના દિવસે ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં આવતાં તે જીવ મહાદેવી સુવ્રતાના ઉદરમાં અવતર્યો. તે સમયે મહાદેવી સુવ્રતાએ તીર્થકરના જન્મને સૂચવનારાં ગજ વગેરે ચૌદ મહાસ્વપ્નો જોયાં. અનુક્રમે પૂર્ણ સમયે માઘ માસની, શુકલ તૃતીયાને દિવસે પુષ્ય નક્ષત્રમાં વજના લાંછનવાળા સુવર્ણવર્ણ પુત્રને જન્મ આપ્યો. તરત જ ભોગંકરા વગેરે છપ્પન દિકકુમારીઓએ ત્યાં આવીને પ્રભુ તથા પ્રભુની માતાનું સૂતિકાકર્મ કર્યું. તે જ સમયે સૌધર્મલોકના ઈન્દ્ર ત્યાં આવીને પ્રભુને લઈને મેરૂ પર્વત આવ્યો. ત્યાં અતિપાંડુકબલા નામની શિલાની ઉપર રત્નમય સિંહાસન પર પ્રભુને પોતાના ઉત્સંગમાં લઈને ઇન્દ્ર બિરાજમાન થયો. અશ્રુત વગેરે ત્રેસઠ ઈદ્રોએ પવિત્ર તીર્થજળથી વિધિપૂર્વક પ્રભુને સ્નાત્ર કરાવ્યું. ત્યાર પછી ઈશાન ઈદ્રના ખોળામાં પ્રભુને બેસાડીને સૌંધમેન્દ્ર સ્નાત્ર કર્યું અને વિલેપન વગેરેથી પૂજા કરીને પ્રભુની ભાવથી સ્તુતિ કરી. શક્રાંન્દ્ર સ્તુતિ પૂરી કરીને ઈશાનંદ્રની પાસેથી પ્રભુને લઈ સુવ્રતારાણીની પાસે જેમ હતા તેમ મૂકી દીધા. જ્યારે પ્રભુ માતાના ગર્ભમાં હતા ત્યારે રાણી સુવ્રતા દેવીને ધર્મ કરવાનો દોહદ ઉત્પન્ન થયો હતો. એથી મહારાજા ભાનુએ પુત્રનું નામ ધર્મ પાડ્યું. દેવકુમારોની સાથે સુખેથી કીડા કરતા ધર્મનાથ કુમાર શિશુ અવસ્થા પસાર કરી અને પિસ્તાલીસ ધનુષ ઊંચી કાયાવાળા યૌવન વયને પ્રાપ્ત થયા. મહારાજા ભાનુ અને રાણી સુવતાની આગ્રહભરી વિનંતીને સ્વીકારીને ધર્મનાથકુમારે રાજકન્યા સાથે પાવિગ્રહણ કર્યું. જન્મથી અઢી લાખ વર્ષ ગયા પછી પિતાના આગ્રહથી પ્રભુએ Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મનાથ સ્વામી રાજ્યનો કારભાર સંભાળ્યો. ધર્મનાથકુમારે પાંચ લાખ વર્ષ સુધી રાજ્યનો કારભાર સંભાળીને પૃથ્વીનું રક્ષણ કર્યું. એક દિવસ અંતરમાં વૈરાગ્ય ધારણ કરવાની ભાવના તીવ્ર બનતાં ધર્મનાથકુમારે પ્રવજ્યા કરવાનો વિચાર ફર્યો. એ જ વખતે લોકાંતિક દેવતાઓએ આવીને ધર્મનાથકુમારને ભાવવાહી સ્વરે કહ્યું : ‘સ્વામી, તીર્થ પ્રવર્તાવો...’ ૧૨૩ અને ધર્મનાથકુમારે વાર્ષિક દાનની સરિતા વહેવડાવી. વર્ષના અંતે દેવતાઓએ અભિષેક કરેલા નાગદત્તા નામની શિબિકામાં બેસીને ધર્મનાથકુમાર વપ્રકાંચન નામના રમણીય ઉદ્યાનમાં આવ્યા. માઘ માસની શુકલ ત્રયોદશીએ પુષ્પ નક્ષત્રમાં દિવસના પાછલા પ્રહરે એક હજાર રાજાઓની સાથે છઠ્ઠ તપ કરીને પ્રભુએ દીક્ષા અંગીકાર કરી. એ જ સમયે શ્રી ધર્મનાથ સ્વામીને ચોથું મન:પર્યવ જ્ઞાન પ્રાપ્ત થયું. બીજે દિવસે શ્રી ધર્મનાથ સ્વામી સોમનસપુરમાં રાજા ધર્મ સિંહના ભવનમાં આવ્યા અને પરમ અન્નથી પારણું કર્યું, ત્યાં વસુધારા વગેરે પાંચ દિવ્ય પ્રગટ થયા. રાજા ધર્મ સિંહે પ્રભુના ચરણની ભૂમિ ૫૨ રત્નમય પીઠ કરાવી. ત્યાર પછી પ્રભુ ગામ, નગરમાં વિહાર કરવા લાગ્યા. શ્રી ધર્મનાથ સ્વામી બે વર્ષ સુધી છદ્મસ્થપણે વિહાર કરીને ફરતાં ફરતાં જ્યાં દીક્ષા અંગીકાર કરી હતી તે વપ્રકાંચન નામના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં દધિપર્ણ વૃક્ષની નીચે ધ્યાન કરતાં પ્રભુને પોષ માસની પૂર્ણિમાના દિવસે પુષ્પ નક્ષત્રમાં ચંદ્ર આવતા કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તરત જ તે સ્થાને દેવતાઓએ રચેલા સમવસરણમાં પ્રભુએ દેશના આપી. Page #133 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર શ્રી ધર્મનાથ સ્વામીને અરિષ્ટ વગેરે તેંતાલીસ ગણધરો પ્રભુના શાસનમાં ત્રણ મુખવાળો, કાચબાના વાહનવાળો, દક્ષિણ ભુજાઓમાં બીજોડું, ગદા અને અભયને ધારણ કરનારો તથા વામ ભુજામાં નકુલ, પદ્મ અને અક્ષમાળાને ધરનારો રક્તવર્ણી અને તેજસ્વી કિંનર નામનો યક્ષ શાસનદેવતા થયો. ૧૨૪ થયા. તથા ગૌર અંગવાળી, મત્સ્યના વાહનવાળી, બે દક્ષિણ ભુજામાં ઉત્પલ અને અંકુશ તથા બે વામભુજામાં પદ્મ અને અભયને ધરનારી કંદર્પ નામે યક્ષિણી શાસનદેવી થઈ. બન્ને નિરંતર પ્રભુની પાસે જ રહેલા લાગ્યા. બન્ને શાસન દેવતાથી સેવાતા શ્રી ધર્મનાથ સ્વામી પૃથ્વી પર વિહાર કરતાં કરતાં અનુક્રમે અશ્વપુર નામના નગરમાં આવ્યા. તત્કાળ ઇન્દ્રાદિક દેવતાઓએ પાંચસોને ચાલીશ ધનુષ ઊંચું અશોક વૃક્ષ હતું ત્યાં સમવસરણની રચના કરી. પ્રભુએ પૂર્વદ્વારેથી પ્રવેશ કર્યો અને ચૈત્ય વૃક્ષની પ્રદક્ષિણા કરી અને તીર્થને નમન કરીને પૂર્વ સિંહાસન પર બિરાજમાન થયા. બીજી ત્રણ દિશાઓમાં વ્યંતર દેવતાઓએ પ્રભુના જેવાં જ ત્રણ પ્રતિબિંબો રત્નસિંહાસન પર વિકૃર્યાં. પ્રભુની પર્ષદામાં ચતુર્વિધ સંઘ પહેલા વપ્રમાં યોગ્ય સ્થાને બેઠો. બીજી હરોળમાં તિર્યંચો બેઠા અને ત્રીજી હરોળમાં વાહનો ગોઠવાયા. ઉઘાનના રક્ષકો તરત જ અશ્વપુર નરેશ પુરુષસિંહ રાજાને શ્રી ધર્મનાથ સ્વામી સમોસર્યાના સમાચાર આપ્યા. આથી પુરુષસિંહ રાજાએ ઉપહારમાં ઉદ્યાનના રક્ષકોને સાડાબાર કોટિ ધન આપ્યું. પુરુષસિંહ તથા સુદર્શન વગેરે તત્કાળ સમોસરણમાં આવ્યા ત્યાં પ્રભુની ભક્તિપૂર્વક પ્રદક્ષિણા તથા નમન કરીને ઇન્દ્રની પાછળ બેઠા. ત્યાર પછી ઇન્દ્ર, પુરુષસિંહ તથા સુદર્શન વગેરેએ પ્રભુની સ્તુતિ કરી. Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મનાથ સ્વામી સ્તુતિ પૂરી થયા પછી શ્રી ધર્મનાથ સ્વામીએ ધર્મદેશના આપી. શ્રી ધર્મનાથ સ્વામીએ સંસારનું રહસ્ય અને મુક્તિનો માર્ગ સમજાવ્યો. ત્યાગ વગર મુક્તિ નથી. જે કષાયને જીતે છે તે શિવસુખ પામે છે. વગેરે બાબતોનું તલસ્પર્શી દર્શન કરાવ્યું. પ્રભુની દેશના સાંભળીને અનેક પુરુષોએ દીક્ષા ગ્રહણ કરી. પુરુષસિંહે સમક્તિ સ્વીકાર્યું. જ્યારે સુદર્શને શ્રાવકપણું અંગીકાર કર્યું. પ્રથમ પૌરુષી પૂર્ણ થયા પછી પ્રભુ દેશનાથી વિરામ પામ્યા. ત્યાર પછી પ્રભુની પાદપીઠ પર બેસીને અરિષ્ઠ ગણધરે દેશના આપી. બીજી પૌરુષી પૂર્ણ થતાં ગણધરે પણ દેશના પૂરી કરી. ત્યાર પછી ઇંદ્ર, દેવ, દેવતાઓ, સુર, અસુરો તેમજ અન્ય સૌ પ્રભુને નમસ્કાર કરીને પોતપોતાના સ્થાને ગયા. અને શ્રી ધર્મનાથ સ્વામી ત્યાંથી વિહાર કરીને પૃથ્વી પર વિચરવા લાગ્યા. કેવળજ્ઞાન ઉપલબ્ધ થયા પછી બે વર્ષે ઉણા અઢી લાખ વર્ષ સુધી વિહાર કરતાં શ્રી ધર્મનાથ સ્વામી ભગવંતને ચોસઠ હજાર સાધુ મહાત્મા, બાસઠ હજારને ચારસો સાધ્વીઓ, નવસો ચૌદ પૂર્વધારીઓ, ત્રણ હજાર અને છસો અવધિજ્ઞાનીઓ, ચાર હજાર અને પાંચસો મનઃ પર્યાવધારીઓ, તેટલા જ કેવળજ્ઞાની ભગવંતો, સાત હજાર વૈક્રિય લબ્ધિવાળા, બે હજાર અને આઠસો વાદલબ્ધિવાળા, બે લાખ અને ચાલીશ હજાર શ્રાવકો (અન્યત્ર બે લાખ અને ચાર હજાર શ્રાવકો કહ્યાં છે. તથા ચાર લાખ અને તેર હજાર શ્રાવિકાઓ) -આ પ્રમાણે શ્રી ધર્મનાથસ્વામી ભગવંતનો પરિવાર થયો. ૧૨૫ પોતાનો મોક્ષ સમય નદિક આવેલો જાણીને શ્રી ધર્મનાથ સ્વામી સમેત્તશિખર ગિરિએ પધાર્યા. ત્યાં શ્રી ધર્મનાથ સ્વામીએ એકસો ને આઠ મુનિવરો સાથે અનસન વ્રત ગ્રહણ કર્યું. એક માસના અંતે જેઠ માસની શુકલ પંચમીએ ચંદ્ર Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ચોવીશ તીર્થંકર પુષ્ય નક્ષત્રમાં આવતાં તે મુનિરાજોની સાથે પ્રભુ મોક્ષપદના અધિકારી બન્યા. તરત જ ઇંદ્રાદિક દેવતાઓ સમેતશિખર પર્વત પર આવ્યા અને શ્રી ધર્મનાથ સ્વામીનો તથા એકસો આઠ મુનિવરોનો નિવણ મહિમાનો ઉત્સવ કર્યો. શ્રી અનંતનાથ સ્વામીના નિવણ પછી ચાર સાગરોપમ પસાર થયા ત્યારે શ્રી ધર્મનાથ સ્વામીનું નિવણ થયું. શ્રી ધર્મનાથસ્વામીએ કૌમારવયમાં અઢી લાખ વર્ષ પસાર કર્યા હતા. રાજ્યનો કારભાર સંભાળવામાં પાંચ લાખ વર્ષ અને વ્રતમાં અઢી લાખ વર્ષ પસાર કર્યો. એ પ્રમાણે એકંદરે દશ લાખ વર્ષનું આયુષ્ય શ્રી ધર્મનાથ સ્વામીનું નિર્ગમન થયું. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૬ • શ્રી શાંતિનાથ સ્વામી હસ્તિનાપુર નગરી કુરુદેશમાં આવેલી હસ્તિનાપુર નગરી શોભનીય અને દર્શનીય હતી. નગરીમાં આવેલા ઉદ્યાનો, ભવ્યતાથી ઓપતા ભવનો તથા સુઘડ અને સુંદર રાજમાર્ગો નગરીને વધુ દૈદિપ્યમાન બનાવતી હતી. નગરીની એક તરફ આવેલું રાજભવન કલા કારીગીરીના અદ્દભુત નમૂના રૂપ હતું. વિશાળ રાજભવનમાં જ ઉપવનની રચના કરવામાં આવી હતી તેમજ ઋતુ ગૃહોની પણ રચના કરવામાં આવી હતી. હસ્તિનાપુર નગરીના મહારાજા વિશ્વસેન નામનો રાજા રાજ્યનો કારભાર સંભાળતો હતો. તે રાજા શરયજનને વજ મંદિર જેવો, યાચકોને કલ્પવૃક્ષ જેવો અને લક્ષ્મી તથા સરસ્વતીને મિત્રતાની સંકેત-ભૂમિ સમો હતો. મહારાજા વિશ્વસેનને અચિરા નામની રાણી હતી. રાણી અચિરા સુશીલ, પતિવ્રત ધારિણી તેમજ સંસ્કારી હતી. મહારાજા વિશ્વસેન અને રાણી અચિરાના દિવસો સુખેથી નિર્ગમન થતા હતા. અને એક દિવસ અનુત્તર વિમાનોમાં મુખ્ય સવથિસિદ્ધિ નામના વિમાનમાં મેઘરથના જીવે સુખમગ્નપણે પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું ત્યાંથી ચ્યવીને ભાદ્રપદ માસની કૃષ્ણ સપ્તમીએ ચંદ્ર ભરણી નક્ષત્રમાં આવતાં તે અચિરા રાણીની કુક્ષિમાં અવતર્યો. તે સમયે સુખેથી નિદ્રા માણી રહેલાં અચિરા દેવીએ રાત્રિના અંતિમ પ્રહરે અનુક્રમે મુખમાં પ્રવેશ કરતા ચૌદ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ મહાસ્વપ્નો જોયાં. પ્રથમ સ્વપ્નમાં ઝરતા મદજલના સુગંધથી મત્ત થયેલા ભ્રમરાઓના શબ્દો વડે જાણે મુખ પ્રવેશની આજ્ઞા માગતો હોય તેવો ગજેન્દ્ર જોવા મળ્યો. બીજા સ્વપ્નમાં વૃષભના દર્શન થયા. ત્રીજા સ્વપ્નમાં પ્રભાવશાળી કેશરીસિંહ અવલોક્યો. ચોથા સ્વપ્નમાં બંને હાથી બે બાજુએ રહીને અભિષેક કરી રહ્યાં હોય અને વચ્ચે મહાલક્ષ્મી દિવ્ય રૂપ ધારણ કરીને બિરાજ્યા હોય તેવું સ્વપ્ન જોયું. પાંચમા સ્વપ્નમાં પંચવર્ણી દિવ્ય પુષ્યોથી ગૂંથેલી વિસ્તારવાળી માળા અવલોકી. છઠ્ઠા સ્વપ્નમાં દર્પણ જોવા મળ્યું. સાતમા સ્વપ્નમાં તેજસ્વી સૂર્ય જોવા મળ્યો. આઠમા સ્વપ્નમાં મહાધ્વજ, નવમા સ્વપ્નમાં જાણે લક્ષ્મીને રહેવાનું સ્થાન હોય તેવો અને સુગંધીત વિકસિત કમળવડે ઢાંકેલા મુખવાળો વિશાળ પૂર્ણ કુંભ જોયો. દશમા સ્વપ્નમાં સુગંધી કમળોથી મનોહર જળથી ભરેલું સરોવર જોયું. અગિયારમે સ્વપ્ને અપાર સાગર અવલોકયો. બારમે સ્વપ્ને અપ્રતિમ વિમાન જોવા મળ્યું. તેરમા સ્વપ્ને રત્નપુંજ જોવા મળ્યો અને ચૌદમા સ્વપ્ને નિર્ધમ અગ્નિ જોયો. આ પ્રમાણે ચૌદ સ્વપ્ન જોઈને અચિરા દેવીએ જાગૃત થઈને શય્યામાંથી ઊભા થયા અને રાજા વિશ્વસેનને ચૌદ સ્વપ્નની વાત કરી. ચોવીશ તીર્થંકર રાણી અચિરાના ચૌદ સ્વપ્નો જાણીને મહારાજા વિશ્વસેને કહ્યું : “દેવી, સ્વપ્નોના અર્થ પ્રમાણે લોકોત્તર ગુણવાળો અને ત્રણ લોકનું રક્ષણ કરવામાં તત્પર એવો પુત્ર થશે.’ પ્રાતઃકાળે મહારાજા વિશ્વસેને નિમિત્તજ્ઞોને બોલાવીને ચૌદ સ્વપ્નોનું ફળ પૂછ્યું, ત્યારે નિમિત્તજ્ઞોએ સહર્ષ જણાવ્યું : “મહારાજ, આ સ્વપ્નોનું ફળ એ છે કે આપને ત્યાં ચક્રી અથવા ધર્મચક્રી પુત્ર થશે.' Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ સ્વામી રાજા વિશ્વસેને નિમિત્તજ્ઞોને ભેટ સોગાદ આપીને પ્રસન્ન કર્યાં. તે દિવસથી દેવીએ રત્નગર્ભાની જેમ તે ગર્ભરત્નને ધારણ કર્યો. તે સમયમાં કુરુદેશમાં ઉદ્વેગ અને મહામારી વગેરે અનેક અશિવ ઉત્પાતો પ્રવર્તતા હતા. તેઓની શાંતિ માટે ઉપાય જાણનારાઓએ અનેક ઉપાયો કર્યા પરંતુ તેમાં સફ્ળતા પ્રાપ્ત થઈ નહિ. પરંતુ જ્યારે ભગવંત શ્રી અચિરા દેવીના ઉદરમાં ગર્ભરૂપે આવ્યા, તે વખતથી જ તે સર્વ અશિવકારી ઉત્પાત શાંત થયા. ખરેખર અત્યંત પ્રભુનો પ્રભાવ નિરવધિ છે. ૧૨૯ ત્યાર પછી નવ માસ અને સાડા સાત દિવસ પસાર થયા બાદ જ્યેષ્ઠ માસની કૃષ્ણ ત્રયોદશીને દિવસે ચંદ્ર ભરણી નક્ષત્રમાં આવ્યો. તે સમયે મહાદેવી અચિરાદેવીએ મૃગના ચિહ્નવાળા કનકવર્ણી એક કુમારને જન્મ આપ્યો. એ સમયે ક્ષણભર તો નારકી જીવોને પણ અપૂર્વ સુખ થયું. છપ્પન દિકુમારીઓના આસન કંપાયમાન થયા એટલે તેઓએ અવધિજ્ઞાનથી જાણી લીધું કે પ્રભુનો જન્મ થયો છે, તરત જ દિકુમારીઓ વિશ્વસેન મહારાજાના રાજભવનમાં આવી અને મહાદેવી અચિરાદેવી તથા પ્રભુને વંદન કરીને સૂતિકાકર્મ કર્યું તે સમયે સૌધર્મ ઇન્દ્રનું આસન કંપવાથી પ્રભુનો જન્મ જાણીને પાલક વિમાનમાં બેસીને પરિવાર સહ તે પ્રભુ પાસે આવ્યો. સૌધર્મ ઇન્દ્રે અચિરાદેવી ૫૨ અવસ્વાપિની નિદ્રા મૂકી તથા તેમની પાસે પ્રભુનું પ્રતિબિંબ મૂકી પોતે પાંચ રૂપ ધારણ કર્યાં. તેમાંથી એક રૂપે પ્રભુને બે હાથમાં ધારણ કર્યાં. બે રૂપ બે બાજુ ચામર વીંઝવા લાગ્યા. એક રૂપે મસ્તક પર ઉજ્વળ છત્ર ધર્યું અને એક રૂપે વજ્ર ઉછાળતો આગળ ચાલ્યો. ક્ષણવારમાં સૌધર્મ ઇન્દ્ર પ્રભુને લઈને મેરુપર્વતની અતિ પાંડુકબલા નામની Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ચોવીશ તીર્થંકર શિલા પર આવ્યો. ત્યાં ઉત્સંગમાં પ્રભુને લઈને ઇન્દ્ર સિંહાસન પર બેઠા. તે સમયે આસન કંપન થવાથી પ્રભુના જન્મને જાણીને અય્યત વગેરે ત્રેસઠ ઇન્દ્રો વગેરે તત્કાળ ત્યાં આવી પહોંચ્યા. અશ્રુતે પ્રભુને સ્નાન કરાવ્યું ત્યારપછી ઈશાનેંદ્ર પાંચ રૂપે થયા. એક રૂપે પ્રભુને ઉસંગમાં લીધા, એક રૂપે છત્ર અને બે રૂપે ચામર ધારણ કર્યો અને એક રૂપે ત્રિશૂળ લઈને આગળ ઊભા રહ્યા પછી શુક્ર ઇન્દ્ર ચાર વૃષભ વિકવ્યાં અને પ્રભુને સ્નાન કરાવ્યું. પછી ઈન્દ્ર દેવદૂષ્ય વસ્ત્રથી અંગ લુછી ગોશીષચંદનનું વિલેપન કરી દિવ્ય અલંકારથી અને પુષ્પમાળાઓથી પ્રભુનું અર્ચન કર્યું. પછી વિધિપૂર્વક પ્રભુની આરતી ઉતારી. ત્યારપછી ઇદ્ર ગદ્ગદ સ્વરે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો. પ્રભુના ગુણ ગાવા લાગ્યો. સ્તુતિ સમાપ્ત થયા પછી શુક્ર છે ઈશાનપતિ પાસેથી પ્રભુને લઈ સત્વર અચિરાદેવીની પાસે યોગ્ય રીતે પાછા મૂક્યા. તેમજ અચિરાદેવીની અવસ્થાપિની નિદ્રા અને અહંતનું પ્રતિબિંબ હરી લીધું. પછી પ્રભુ માટે પાંચ અપ્સરાઓને ધાત્રીરૂપે રહેવાની આજ્ઞા કરીને શક્ર ઇન્દ્ર તેમજ બીજા ઇન્દ્રો વિદાય થયા અને પોતપોતાના સ્થાને ગયા. જ્યારે મહારાણી અચિરાદેવી નિદ્રા રહિત થયા તે વખતે તેમને દિવ્ય વસ્ત્રાલંકાર તથા અંગરાગ વડેથી શોભતા તેજસ્વી પુત્ર જોવા મળ્યો. મહારાણી અચિરા આશ્ચર્ય સાથે અત્યંત આનંદ પામી અને મહારાજા વિશ્વસેનને બધી માહિતીથી વાકેફ કર્યા. મહારાજા વિશ્વાસને પુત્રનો જન્મ મહોત્સવ ભવ્ય રીતે ઉજવ્યો. જ્યારે અચિરાદેવીના ઉદરમાં આ ગર્ભ આવ્યો ત્યારે Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ સ્વામી દેશમાંથી સર્વ અશિવ ઉત્પાત શાંત થયા હતા એવું ધારીને મહારાજા વિશ્વસેને પુત્રનું નામ શાંતિનાથ પાડ્યું. શાંતિનાથ કુમાર વિવિધ ક્રીડાઓ કરતાં બાલવય પસાર કરીને યૌવનવયમાં આવ્યા ત્યારે તેમની કાયા ચાલીશ ધનુષ્ય પ્રમાણની હતી. પુત્રને યૌવનવયમાં પ્રવેશેલો જોઈને રાજા વિશ્વસેન અત્યંત આનંદિત થતા હતા. માતાપિતાની આગ્રહભરી ઇચ્છાને વશ થઈને શાંતિનાથકુમારે અનેક રાજકન્યાઓ સાથે વિવાહ સંપન્ન કર્યાં. પચ્ચીસ હજાર વર્ષની વયે શાંતિકુમારને રાજ્યની ધૂરા સોંપીને રાજા વિશ્વસેને ત્યાગનો માર્ગ અપનાવ્યો. ૧૩૧ અને શાંતિનાથકુમાર યથોચિત પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. અર્હત પ્રભુને પણ નિકાચિત ભોગનીય કર્મ અવશ્ય ભોગવવા જ પડે છે. શાંતિનાથ કુમારના રાણીવાસમાં યશોમતી નામની મુખ્ય પટ્ટરાણી હતી. એક વખતે યશોમતી દેવીએ સ્વપ્નમાં ચક્રને મુખમાં પ્રવેશ કરતું જોયું, તે સમયે દઢ૨થ મુનિનો જીવ સર્વાર્થસિદ્ધ વિમાનમાં આયુષ્ય પૂર્ણ કરી, અવીને યશોમતીના ઉદરમાં ઉત્પન્ન થયો. નિદ્રામાંથી જાગૃત થઈને રાણી યશોમતીએ સ્વપ્નની વાત પોતાના સ્વામી શાંતિનાથને કરી, ત્યારે ત્રણ જ્ઞાનના ધારક શાંતિનાથ પ્રભુએ કહ્યું : “દેવી, પૂર્વ જન્મમાં દઢરથ નામે એક મારે અનુજ બંધુ હતો. તે સર્વાર્થ સિદ્ધ વિમાનમાંથી ચ્યવીને તારા ઉદરમાં અવતરેલો છે. સમય આવતાં તે પુત્રને તમે જન્મ આપશો.’ પ્રાતઃકાળે સ્વામીના મુખે આ વાત સાંભળીને રાણી યશોમતી અતિ હર્ષિત બની. સમય આવતાં યશોમતી રાણીએ સ્વસ્થ અને સુંદર પુત્રને જન્મ આપ્યો. સ્વપ્નમાં ચક્ર જોયેલું હોવાથી એનું નામ ચક્રાયુધ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ચોવીશ તીર્થકર પાડવામાં આવ્યું. ચક્રાયુધ યૌવનવય પામ્યો ત્યારે પિતા શાંતિનાથે એના વિવાહ અનેક રાજકન્યાઓ સાથે ક્યાં. શ્રી શાંતિનાથકુમારને રાજ્યનો કારભાર ચલાવતાં પચ્ચીસ હજાર વર્ષ પસાર થઈ ગયા. એકવાર શ્રી શાંતિનાથકુમારની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. પ્રભુએ એનો અઠ્ઠાઈ ઉત્સવ કર્યો. - તે ચક્ર અસ્ત્રશાળામાંથી નીકળીને પૂર્વદિશા તરફ ચાલવા માંડ્યું. અભુત અને દૈદિપ્યમાન ચક્રની પાછળ શાંતિનાથ રાજા વેગથી ચાલવા લાગ્યા. એની પાછળ હજારો સુભટ્ટો પણ તેજગતિથી ચાલતા હતા. પ્રતિદિન એક-એક યોજન ચાલીને તે ચક્ર સ્થિર રહેતું. આથી પ્રભુ ત્યાં બાર યોજન વિસ્તારવાળી છાવણી નાખીને મુકામ કરતા હતા. અને એક દિવસ શાંતિનાથકુમાર માગધ તીર્થની નજીક આવ્યા. ત્યાં પ્રભુ નિર્વિકારપણે ઉત્તમ સિંહાસન પર બિરાજમાન થયા. તે સમયે માગધપતિનું સિંહાસન કંપિત થયું. માગધપતિ વિચારવા લાગ્યો કે મારું સિંહાસન કયા કારણોસર કંપિત થયું ? તરત જ માગધપતિને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. અને પછી વિચાર્યું કે “અહો, બાળકની જેમ મેં આવા અજ્ઞાન ભરેલા વિચારો કર્યો તેથી મને ધિક્કાર છે. અહીં સોળમા તીર્થંકર અને પાંચમા ચક્રવર્તી મારી ઉપર અનુકંપા લાવીને બેઠા છે.” માગધપતિ તરત જ ભેટ સોગાદ લઈને શાંતિનાથ પ્રભુ પાસે આવ્યો અને અંતઃકરણથી વંદન કરીને કહ્યું : "પ્રભુ, હું આપનો પૂર્વ દિશાનો દિગુપાળ આપની આજ્ઞાને ધારણ કરનાર છું.” કહીને માગધપતિએ શાંતિનાથ પ્રભુના ચરણોમાં દિવ્ય વસ્ત્રાલંકારો અર્પણ કર્યા. શ્રી શાંતિનાથે પણ દિપાળનો સત્કાર કરીને વિદાય Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ સ્વામી કર્યો. ત્યાંથી ચક્રરત્ન દક્ષિણા દિશા તરફ આગળ વધ્યું. શ્રી શાંતિનાથ પ્રભુ ચક્રના માર્ગને અનુસરતા દક્ષિણ સમુદ્રના કિનારા પાસે આવ્યા. ત્યાં વ૨દામ દેવને ઉદ્દેશીને સમુદ્રતીરે રત્નમય સિંહાસન પર બેઠા, વરદામપતિએ અવધિજ્ઞાન દ્વારા પ્રભુને આવેલા જાણીને તરત જ ભેટ સોગાદ લઈને પહોંચી ગયો. એણે પ્રભુને વંદના કરીને દિવ્ય અલંકારાદિ ભેટ ધર્યાં. પ્રભુએ પ્રસન્નતાથી તેને વિદાય કર્યો. ત્યારપછી ચક્રરત્ન પશ્ચિમ દિશા તરફ આગળ ધપ્યું. પશ્ચિમ સમુદ્રના કાંઠે શ્રી શાંતિનાથ પ્રભુએ છાવણી નાંખી. આસન કંપિત થતા પ્રભાસપતિએ ત્યાં આવીને પ્રભુની ભાવથી. સેવા કરી અને પ્રભુના શાસનને અંગીકાર કર્યું. ત્યાંથી સિંધુદેવીને ઉદ્દેશીને ચક્રરત્ન વાયવ્ય દિશાના માર્ગે ચાલ્યું. સિંધુદેવીએ અવધિજ્ઞાનથી પ્રભુને આવેલા જાણીને ભેટ સોગાદ ધરીને ભક્તિ કરી. ૧૩૩ સિંધુદેવીએ શાંતિનાથ સ્વામીને ભાવભક્તિથી વંદન કરી, બેહાથ જોડીને કહ્યું : ‘હે ભગવંત, આ દેશમાં સેનાનીની જેમ હું તમારી આજ્ઞાકારી થઈને રહેલી છું.' આટલું કહીને સિંધુદેવીએ રત્ન સુવર્ણમય સ્નાનપીઠ, કળશો તથા આભૂષણો વગેરે પ્રભુને ભેટ કર્યાં. ત્યાંથી ચક્રરત્ન ઈશાન દિશા તરફ આગળ વધ્યું. ચક્રરત્ન વૈતાઢય પર્વતની નજીક આવ્યું. ચક્રના માર્ગે અનુસરતા પ્રભુ તમિસ્ત્રા ગુહાની નજીક આવ્યા. ત્યાં રહેલા કૃતમાળ દેવને તત્કાળ વશ કરી લીધો. ત્યાંથી શાંતિનાથ પ્રભુની આજ્ઞાથી સેનાપતિએ ચર્મરત્ન વડે સિંધુ નદી ઊતરીને તેના દક્ષિણ નિષ્કટને ક્ષણભરમાં સાધી લીધું ત્યાંથી આવી સેનાપતિએ અમોધ શક્તિવાળા દંડરત્નથી કપાટને તાડન કરી તમિસ્ત્રા ગુફા Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ચોવીશ તીર્થંકર ઉઘાડી પછી પ્રભુએ ગજરત્ન પર આરૂઢ થઈને ગુફામાં સૈન્ય સહિત પ્રવેશ કર્યો. શાંતિનાથકુમારે ગુફાનો અંધકાર ભેદવા હસ્તી પર મણિરત્ન સ્થાપિત કર્યું. અને હાથમાં કાંકણી રત્ન લઈને ગુફાની બન્ને બાજુ અનુક્રમે ઓગણ પચાસ માંડલા આલેખતા ચાલવા લાગ્યા. આમ આગળ વધતાં ગુફાની મધ્યમાં આવેલી ઉન્મા અને નિમગ્રા નામની નદી ઉપર પ્રભુએ વધકિરત્ન પાસે એક સેતુ બંધાવીને શાંતિનાથ પ્રભુએ સૈન્ય સહિત તે માર્ગ પસાર કર્યો. આગળ જતાં ગુફાનું ઉત્તર દ્વાર પ્રભુના આગમનથી જ પોતાની મેળે જ ઊઘડી ગયું. તત્કાળ તે દ્વારથી પ્રભુ સેન્ચ સહિત બહાર નીકળ્યા. સૈન્યને જોઈને ત્યાં રહેલા પ્લેચ્છો ઉપહાસ્ય બિછાવીને કહેવા લાગ્યા : “અરે..આ આપણા પર કોણ ધસી આવ્યું છે ? ચાલો...આપણે તેઓની ઉપેક્ષા કરવી યોગ્ય નથી. ચાલો સૌ એક થઈને સૈન્ય પર હુમલો કરીએ.' અને મ્લેચ્છો અને શાંતિનાથ સ્વામીના સૈન્ય વચ્ચે યુદ્ધ શરૂ થયું. જેમાં ચક્રવર્તીના અગ્ર સૈન્યને વનની જેમ સ્વેચ્છાએ ભાંગી નાખ્યું. પોતાના અગ્રસૈન્યનો નાશ થયેલો જોઈને શાંતિનાથ સ્વામીનો સેનાપતિ ક્રોધાયમાન થયો અને પોતાની શક્તિનો પરિચય કરાવ્યો. મ્લેચ્છો તરત જ પોતાનો જીવ બચાવવા અને મદદ માટે મેઘકુમાર પાસે આવ્યા. મેઘકુમારે કહ્યું: ‘તમને શી પીડા છે તે કહો...' ત્યારે ભયપ્રદ બનેલા સ્વેચ્છાએ મેઘકુમારને કહ્યું : “કોઈ ચક્રવર્તી રાજા અને એનું સૈન્ય અમારું નિકંદન કાઢવા પર તુલ્યો છે. મેઘકુમાર, આપ અમારી રક્ષા કરો.' મેઘકુમાર બોલ્યા : 'આજે જ અમે તમારા શત્રુઓને જળમાં ડૂબાવીને મૃત્યુના ખોળે પોઢાડી દઈશું..” અને તરત જ મેઘકુમારોએ શાંતિનાથ સ્વામીના સૈન્ય પર Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ સ્વામી ૧૩૫ જળની ધારાઓ વહેવડાવી. થોડી વારમાં શાંતિનાથ સ્વામીનું સૈન્ય જળના પ્રવાહના કારણે પીડિત થવા લાગ્યું. દરેક છાવણીમાં જળ પ્રવેશી ગયું હતું. પાંચમા ચક્રવર્તીએ કર વડે ચર્મરત્નનો સ્પર્શ કર્યો. તેથી પાણીમાં જેમ સેવાળ, જાળ અને ફીણનો પિંડ વધે તેમ ચર્મરત્ન બાર યોજન સુધી વિસ્તાર પામ્યું. શ્રી શાંતિનાથ પ્રભુની આજ્ઞાથી સૈન્ય ચર્મરત્નની ઉપર ચડી ગયું. ત્યાર પછી છત્રરત્નને સ્પર્શ કર્યો. તેથી છત્ર બાર યોજન સુધી લંબાયું. અંધકારનો નાશ કરવા મણિરત્નનો ઉપયોગ કરવામાં આવ્યો. શ્રી શાંતિનાથ સ્વામી સૈન્ય સાથે તે જળમાં સાત દિવસ પર્યત રહ્યા. પછી પ્રભુના સેવક દેવતાઓ ક્રોધ ધારણ કરીને મેઘકુમારોને કહેવા લાગ્યા : “અરે...મેઘકુમારો, તમે વિચાર્ય વગરનું શું આરંભ્ય છે ? તમે કોની સામે શસ્ત્ર ઉગામ્યું છે તે જાણો છો ?' અને પ્રભુના સેવક દેવતાઓએ મેઘકુમારોને સમજાવ્યા કે આ શાંતિનાથ પ્રભુ જ તમારું શરણ છે...' અને મેઘકુમારો તરત જ ક્રોધ છોડીને શાંત થયા અને અમૂલ્ય ભેટ સોગાદો લઈને શાંતિનાથ પ્રભુ પાસે આવ્યા. મેઘકુમારોએ શાંતિનાથ પ્રભુને વંદન કરીને કહ્યું ઃ પ્રભુ, અરણ્યના વૃષભની જેમ અમે સદા ઉન્મત્ત છીએ, તેથી આપના પગલાં અહીં પડ્યા છે તે નહિ જાણતાં, અજાણ્યે અમારાથી જે અપરાધ થયો છે તે માટે ક્ષમા પ્રદાન કરો. અમારા પર પ્રસન્ન થાઓ. આપના આજ્ઞાંકિત સેવકો છીએ આપ આજ્ઞા કરો.” શાંતિનાથ પ્રભુએ મ્લેચ્છોનો સત્કાર કરીને ભેટનો સ્વીકાર કર્યો. શાંતિનાથ સ્વામીએ સેનાપતિ પાસે સિંધુનો ઉત્તર નિષ્કટ સધાવ્યો. ત્યાંથી શાંતિનાથ સ્વામી હિમાલય પર્વત પર આવ્યા. ત્યાં પર્વતના અધિષ્ઠાયક હિમવકુમારે ગોશીષ Page #145 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર ચંદનથી, પદ્મહૃદયના જળથી અને બીજા રત્નોથી શ્રી શાંતિનાથ સ્વામીનું પૂજન કર્યું. ૧૩૬ ત્યાંથી ૠષભકૂટાત્રિએ જઇ કાંકણી રત્ન હાથમાં લઈ ચક્રવર્તીના કલ્પ પ્રમાણે પાંચમા ચક્રવર્તી શાંતિનાથ' એવા અક્ષરો લખ્યા. શત્રુઓના પરાક્રમોને શાંત કરીને શ્રી શાંતિનાથ સ્વામી વૈતાઢય પર્વતની ભૂમિ પાસે આવ્યા. ત્યાં બન્ને શ્રેણીમાં રહેનારા વિદ્યાધરોના રાજાઓએ ચક્રવર્તીનો પ્રેમભીનો સત્કાર કર્યો. ત્યાંથી ગંગાનદીના તટે જઈને પોતે ગંગાદેવીને સાધ્યા, અને સેનાપતિ પાસે ગંગાનો ઉત્તર નિષ્કટ સધાવ્યો. ત્યાંથી વૈતાઢય નીચેની ખંડપ્રપાતા નામની ગુફા પાસે આવ્યા અને ત્યાં રહેતા નાટયમાલ દેવને વશ કર્યો. સેનાપતિએ દંડરત્નથી તે ગુફાને ખોલી એટલે શાંતિનાથ ચક્રીએ ચક્રરત્નને અનુસરીને તેમાં પ્રવેશ કર્યો. સૈન્ય સહિત પ્રભુ વાáકી રત્ને બાંધેલી પાજથી ઉન્મગ્રા અને નિમગ્રા નદીના જળમાં ઊતરી ગયા. અને ગુફાના દક્ષિણ દ્વારથી પ્રભુ સેના સહિત બહાર નીકળી ગયા. પછી ગંગા નદીના વિપુલ તટ પર છાવણી નાખી. ત્યાં નિવાસ કરતાં નૈસર્પ વગેરે નવિનિધ શાંતિપ્રભુ પાસે આવીને તેમને વશ થયા. આ પ્રમાણે શાંતિનાથ ચક્રવર્તી ષટ્ અગ્નિવર્ગની જેમ ખંડ ભરતને સાધીને આઠસો વર્ષે પાછા આવ્યા. પ્રભુ હસ્તિનાપુર પાછા આવ્યા. નગરજનોએ શ્રી શાંતિનાથ સ્વામીનું ભવ્ય સ્વાગત કર્યું. દેવતાઓ, રાજાઓએ શ્રી શાંતિનાથ સ્વામીનો ચક્રવર્તીપણાનો અભિષેક કર્યો. તે અભિષેક ઉત્સવ બાર વર્ષ પર્યંત ચાલ્યો હતો. ચક્રવર્તી શાંતિનાથ પ્રભુની રક્ષા હજાર-હજાર યક્ષો કરે છે એવા ચૌદ રત્ન અને નવનિધિએ આશ્રિત કરેલા હતા. ચોસઠ હજાર અંતઃપુરની સ્ત્રીઓથી પરવરેલા હતા. ચોર્યાશી લાખ હાથી, ચોર્યાશી લાખ અશ્વો અને તેટલાં જ ૨થોથી વિભૂષિત હતા. ઇન્દુકોટી ગ્રામ, છન્દુકોટી પાયદળ, બત્રીશ હજાર દેશ અને તેટલા રાજાઓના શ્રી Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ સ્વામી ૧૩૭ શાંતિનાથ પ્રભુ સ્વામી હતા. ત્રણસો અને ત્રેસઠ પાકશાસ્ત્રીઓ તેમની સેવા કરતા હતા. અઢાર શ્રેણી પ્રશ્રેણી વડે તેમની ભૂમિ શોભતી હતી. બોતેર હજાર મોટા નગરોના રક્ષક હતા. એક હજારે ઊણા એક લાખ દ્વાણ મુખ ઉપર તેમનું શાસન ચાલતું હતું. અડતાલીશ હજાર પત્તન અને ચોવીશ હજાર કર્બટ તથા મંડળના તે અધીશ્વર હતા. વીશ હજાર રત્નાદિકની ખાણોના અને સોળહજાર ખેટ ગ્રામના તે ઈશ હતા. ચૌદ હજાર સંબોધના તથા છપ્પન અંતર દ્વીપના તે પ્રભુ હતા, અને ઓગણપચાસ કુરાજ્યોના નાયક હતા. - શ્રી શાંતિનાથ પ્રભુ પખંડ ભરતને ભોગવતા હતા. તેઓ હમેશા ગીત, નૃત્ય, તાંડવ, નાટકના અભિનય, પુષ્પચય અને જલક્રીડા વગેરેથી ઉત્તમ સુખ અનુભવતા હતા. ચક્રવર્તીપણાના અભિષેકથી આરંભીને આઠસો વર્ષ ઊણા પચ્ચીસ હજાર વર્ષો તેમણે રાજ્ય કરવામાં નિર્ગમન કર્યા. તે સમયે બ્રહ્મ દેવલોકમાં રહેનારા લોકાંતિક દેવતાઓનાં આસનો કંપિત થયાં. દેવતાઓએ અવધિજ્ઞાન વડે જાણ્યું કે શ્રી શાંતિનાથ પ્રભુને દીક્ષા ગ્રહણ કરવાનો સમય નજીક આવ્યો છે. તરત જ દેવતાઓ શ્રી શાંતિનાથ પ્રભુ પાસે આવ્યા. પ્રભુને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પ્રણામ કરી અંજલિ જોડીને કહ્યું : “હે સ્વામી, તીર્થ પ્રવર્તાવો...” આટલું કહીને પ્રભુને નમસ્કાર કરીને લોકાંતિક દેવો પાછા સ્વર્ગમાં ગયા. પછી જૂભક દેવતાઓએ પૂરેલા દ્રવ્ય વડે પ્રભુએ વાર્ષિક દાન આપ્યું. વર્ષ પછી ચકાયુધ નામના પુત્રને રાજ્ય સોંપીને શ્રી શાંતિનાથ પ્રભુ પ્રવજ્યા ગ્રહણ કરવા માટે તત્પર થયા. તે વખતે ઈન્દ્ર વગેરે પ્રમુખ દેવતાઓએ અને ચકાયુધાદિ રાજાઓએ મળીને ચક્રવર્તી પણ જેવો પ્રભુનો દીક્ષાભિષેક કર્યો. ત્યારપછી સવર્થિ નામની શિબિકામાં રત્નસિંહાસન ઉપર શ્રી શાંતિનાથ સ્વામી આરૂઢ થયા. સવર્થ શિબિકાને પ્રથમ તો મનુષ્યોએ ઉપાડી અને પછી પૂર્વ તરફ વૈમાનિક દેવોએ, દક્ષિણ Page #147 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર તરફ અસુરકુમારોએ, પશ્ચિમ તરફ સુષર્ણકુમા૨ દેવોએ અને ઉત્તર તરફ નાગકુમારોએ વહન કરવા માંડી.. સુંદર, સુશોભિત શિબિકામાં આરૂઢ થયેલા શ્રી શાંતિનાથ પ્રભુ સહસ્ત્રાપ્રવન નામના ઉદ્યાનમાં ગયા. પ્રભુ શિબિકા ઉપરથી ઊતર્યાં. પછી. રાજ્યની પુષ્પમાલ્ય અને રત્નાલંકારાદિકનો ત્યાગ કર્યો ૧૩૮ જયેષ્ઠ કૃષ્ણ ચતુર્દશીના દિવસે ભરણી નક્ષત્રમાં દિવસના પાછલા પ્રહરે સિદ્ધને નમસ્કાર કરીને છઠ્ઠ તપવાળા પ્રભુએ એક હજાર રાજાઓની સાથે દીક્ષા ગ્રહણ કરી. તે જ સમયે પ્રભુને મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારપછી બીજે દિવસે સુમિત્ર રાજાને ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણું કર્યું. તે વખતે દેવતાઓએ તે રાજાના મંદિરમાં વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યાં. સુમિત્ર રાજાએ પ્રભુના ચરણને ઠેકાણે એક રત્નમય પીઠિકા રચાવી. ત્યારપછી પ્રભુ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. એક વર્ષ બાદ શ્રી શાંતિનાથ પ્રભુ હસ્તીનાપુરના સહસ્ત્રાપ્રવનમાં પાછા આવ્યા. ત્યાં છઠ્ઠની આરાધના કરીને નંદી વૃક્ષની નીચે શુકલ ધ્યાન ધરતા પ્રભુના ઘાતિકર્મ તૂટી ગયાં. પોષ માસની શુકલ નવમીએ ચંદ્ર ભરણી નક્ષત્રમાં આવતાં શ્રી શાંતિનાથ પ્રભુને ઉજ્વળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આસન કંપવાથી દેવતાઓ શીઘ્ર ત્યાં આવી પહોંચ્યા અને સમવસરણની રચના કરી. રાજા ચક્રાયુધ પણ સમાચાર જાણવા મળતાં તરત જ સહસ્ત્રામ્રવનમાં દોડી આવ્યો હતો. ત્યાં ચક્રાયુધ અને ઇન્દ્રે શ્રી શાંતિનાથ પ્રભુની સ્તુતિ કરી. ત્યારપછી શ્રી શાંતિનાથ પ્રભુએ ધર્મદેશના આપવા માંડી. શ્રી શાંતિનાથસ્વામીએ સંસારનું સ્વરૂપ અને આત્મ કલ્યાણનો માર્ગ સમજાવ્યો. ધર્મદેશના સાંભળી રાજા Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ સ્વામી ૧૩ ચક્રાયુધના અંતરમાં સંસાર પ્રત્યે વિરાગ ઉત્પન્ન થયો. ચકાયુધ રાજાએ પોતાના કવચધારી પુત્ર કુરૂચંદ્રને રાજ્યની ધૂરા સોંપીને અન્ય પાંત્રીશ રાજાઓની સાથે દીક્ષા અંગીકાર કરી. ચકાયુધ વગેરે છત્રીશ ગણધરોને પ્રભુએ ઉત્પાદ, વિગમ, ધ્રૌવ્ય એ ત્રિપદીનો ઉપદેશ કર્યો. તે ત્રિપદીના અનુસારે તેમણે દ્વાદશાંગી રચી. ત્યારપછી પ્રભુએ તેમને અનુયોગ, અનુજ્ઞા અને ગણાનુજ્ઞા આપી તે સમયે ઘણા નર તથા નારીઓએ દીક્ષા લીધી. અનેક લોકોએ સમકિત પૂર્વકનું શ્રાવકપણે સ્વીકાર્યું. પ્રથમ પોષી પૂરી થયા પછી પ્રભુ દેવજીંદા ઉપર વિશ્રામ લેવા બેઠાં. પ્રભુની ચરણપીઠ ઉપર બેસીને મુખ્ય ગણધર ચક્રાયુધ સંઘની આગળ દેશના આપવા માંડી. બીજી પૌરૂષી પૂરી થતાં ચક્રાયુધ ગણધરે દેશના પૂરી કરી. દેવતાઓ પ્રભુને વંદના કરીને પોતાના સ્થાનકે ગયા. શ્રી શાંતિનાથ પ્રભુના તીર્થમાં સુવરના વાહનવાળો, શ્યામવર્ણ ધરનારો, ડુક્કરના જેવા મુખવાળો, બે દક્ષિણ ભુજામાં બિજોરે અને કમલ, તથા બે વામણુજામાં નકુલ અને અક્ષત્રને ધરનારો ગરૂડ નામનો યક્ષ પ્રભુનો શાસન દેવતા થયો. જ્યારે ગૌર અંગવાળી, કમલના આસન પર બેસનારી, બે દક્ષિણ ભુજામાં પુસ્તક અને ઉત્પલ તથા બે વામ ભુજામાં કમંડળ અને કમળને ધરનારી નિવણી નામની યક્ષિણી પ્રભુની શાસનદેવી થઈ. તે બને શાસનદેવતાઓ નિરંતર પ્રભુની સેવામાં રહેવા લાગ્યા. શ્રી શાંતિનાથ પ્રભુ ત્યાંથી વિહાર કરીને પૃથ્વી પર વિહરવા લાગ્યા. બાસઠ હજાર આત્મામાં જ સ્થિતિ કરનાર મુનિરાજો, Page #149 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર એકસઠ હજાર છસો સાધ્વીઓ, આઠસો ચૌદ પૂર્વધારીઓ, ત્રણ હજાર અવધિજ્ઞાનીઓ, ચાર હજા૨ મનઃપર્યવજ્ઞાની, ચાર હજાર ને ત્રણસો કેવળજ્ઞાની, છ હજાર વૈક્રિય લબ્ધિવાળા, બે હજાર અને ચારસો વાદ લબ્ધિવાળા, બે લાખ ને નેવું હજાર શ્રાવકો અને ત્રણ લાખ ને ત્રાણું હજાર શ્રાવિકાઓ, આ પ્રમાણે કેવળજ્ઞાનથી આરંભીને ચોવીશ હજાર નવસો ને નવાણું વર્ષ સુધી વિહાર કરતાં પ્રભુનો પરિવાર થયો. ૧૪૦ પોતાનો નિર્વાણ સમય નજીક જાણીને શ્રી શાંતિનાથ પ્રભુ સમેતશિખર તીર્થ પર પધાર્યાં. અને ત્યાં નવસો મુનિઓની સાથે અનશન વ્રત ગ્રહણ કર્યું. એક માસના અંતે જયેષ્ઠ માસની કૃષ્ણ ત્રયોદશીએ ચંદ્ર ભરણી નક્ષત્રમાં આવતાં શ્રી શાંતિનાથ સ્વામી તે મુનિઓની સાથે મોક્ષગામી થયા. કૌમારપણામાં, મંડલિકપણામાં, ચક્રવર્તીપણામાં અને વ્રતમાં પ્રત્યેકમાં પચીશ હજાર વર્ષો પસાર થયા હોવાથી શ્રી શાંતિનાથ પ્રભુનું એક લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું. શ્રી ધર્મનાથ સ્વામીના નિર્વાણ પછી શ્રી શાંતિનાથ સ્વામીનો નિર્વાણકાળ ઉણા પલ્યોપમે ઉણ ત્રણ સાગરોપમ ગયા પછી થયેલો. ઇન્દ્રાદિક દેવતાઓએ આવીને શ્રી શાંતિનાથ પ્રભુનો નિર્વાણ મહિમા કર્યો. કેટલોક કાળ પસાર થયા પછી ચક્રાયુધ ગણધરને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેઓ પૃથ્વી પર વિહાર કરીને અનેક જીવોને પ્રતિબોધ્યા. આયુષ્યનો ક્ષય થતાં ચક્રાયુધ ગણધર કોટિશિલા નામના તીર્થ ઉપર ઘણા સાધુઓની સાથે મોક્ષે ગયા. ★★ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૭ * શ્રી કુંથુનાથ સ્વામી જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આવેલી મનોરમ્ય નગરી હસ્તિનાપુરની જાહોજલાલી અપૂર્વ હતી. નગરીના સુઘડ, સ્વચ્છ માગ, સુયોગ્ય રીતે ગોઠવાયેલી બજારોમાં પરગામના પ્રવાસીઓની સતત અવરજવર રહેતી હતી. - હસ્તિનાપુર નગરીમાં મહારાજા શૂર નામનો રાજા રાજ કરતો હતો. મહારાજા શૂર ધર્મી, આરોગ્યનિષ્ઠ અને પ્રજાવત્સલ રાજવી હતો. મહારાજા શૂરને શ્રી નામની રૂપલાવણ્ય ધરાવતી સુંદર પટ્ટરાણી હતી. મહારાજા શૂર અને મહાદેવીશ્રીના દિવસો સુખેથી પસાર થતા હતા. એક વખત સવથિસિદ્ધ વિમાનમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને સિંહાવહ રાજાનો જીવ શ્રાવણ માસની કૃષ્ણ નોમના દિવસે ચંદ્ર કૃતિકા નક્ષત્રમાં આવતા ત્યાંથી ચ્યવીને શ્રીદેવીના ઉદરમાં અવતર્યો. તે સમયે શ્રીદેવીએ ચૌદ મહાસ્વપ્નો મુખમાં પ્રવેશતાં જોયાં. ચાર દાંતવાળો હાથી, કુમુદ પુષ્પના જેવી કાંતિવાળો વૃષભ, ઊંચી કેશરાશિવાળો કેશરીસિંહ, અભિષેક વડે મનોહરા લક્ષ્મી, પંચવર્ણ પુષ્પની માળા, પૂર્ણિમાનો ચંદ્ર, ઉદ્યોત કરતો સૂર્ય, પતાકા સહિત મહાધ્વજ, સુવર્ણનો પૂર્ણકુંભ, કમળોથી ભરપૂર સરોવર, તરંગ વડે ઊછળતો સમુદ્ર, રત્નમય વિમાન, આકાશ સુધી ઊંચો રત્નપુંજ તથા નિધૂમ અગ્નિ. આ પ્રમાણે ચૌદ મહાસ્વપ્નો શ્રીદેવીએ મુખમાં પ્રવેશતા નિહાળ્યા. શ્રીદેવીએ મહારાજા શૂરને ચૌદ મહાસ્વપ્નોની વાત કરી. ત્યારે રાજા શૂરે જણાવ્યું કે આ સ્વપ્નના પ્રભાવથી તમારે Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ચોવીશ તીર્થંકર - - ચકવતી અને નવ માસ છે. ચંદ્ર નિજાતિવાળા અને ચક્રવર્તી અને તીર્થંકર પુત્રરત્ન થશે. અનુક્રમે નવ માસ અને સાડા સાત દિવસ જતાં વૈશાખ માસની કૃષ્ણ ચતુર્દશીના દિવસે ચંદ્ર કૃતિકા નક્ષત્રમાં આવતાં છાગના ચિન્હથી અંકિત સુવર્ણના જેવી કાંતિવાળા અને સર્વ લક્ષણોથી સંપૂર્ણ એવા એક પુત્રને શ્રીદેવીએ જન્મ આપ્યો. તે સમયે ક્ષણવાર નારકી જીવોને સુખ ઉત્પન્ન થયું. આ સમયે ઇન્દ્રાદિકના આસનો કંપાયમાન થયા. પ્રથમ આસન કંપથી છપ્પન દિકકુમારીઓએ માતા તથા પ્રભુનું સૂતિકાકર્મ કર્યું. પછી શકેંદ્ર પાંચ રૂપે થઈ પ્રભુને મેરૂપર્વત પર લઈ ગયા. ત્યાં ત્રેસઠ ઈન્દોએ તીર્થજળથી પ્રભુને અભિષેક કર્યો. પછી ઈશાન ઈન્દ્રના ઉત્સંગમાં પ્રભુને બેસાડીને શદ્ર સ્નાત્ર કરાવ્યું. ત્યાર પછી પૂજાદિ વિધિ કરીને પ્રભુની સ્તુતિ કરી. શકેન્દ્ર સ્તુતિ પૂરી કર્યા પછી તેમને લઈને હસ્તિનાપુર આવ્યા છે ત્યાં શ્રીદેવીની પાસે પ્રભુને પ્રસ્થાપિત કર્યા. પ્રાતઃકાળે શૂર રાજાએ પ્રભુનો જન્મોત્સવ કર્યો. નગરીના લોકોએ ઉત્સાહ દાખવીને રાજકુમારના જન્મોત્સવમાં સાથ પુરાવ્યો. પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે તેમની માતા શ્રીદેવીએ કુંથુ નામનો રત્નસંચય જોયો હતો. તેથી પિતાએ તેમનું કુંથુ એવું નામ પાડ્યું. ઇદ્ર અંગૂઠામાં સંક્રમાવેલા અમૃતનું પાન કરતાં પ્રભુ અનુક્રમે વૃદ્ધિ પામતાં પાંત્રીશ ધનુષ્ય ઊંચી કાયાવાળા થયા. પિતાની આજ્ઞાથી શ્રી કુંથુનાથ કુમારે યોગ્ય સમયે રાજકન્યાઓ સાથે વિવાહ કર્યા. જન્મથી ત્રેવીશ હજાર અને સાડા સાતસો વર્ષ પસાર થયા પછી કુંથુનાથ સ્વામીએ પિતાની આજ્ઞાથી રાજ્ય ગ્રહણ કર્યું. તેટલાં જ વર્ષ મંડલિકપણામાં પસાર Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુંથુનાથ સ્વામી થયાં. પછી શસ્ત્રાગારમાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. શૂર રાજાના પુત્ર કુંથુનાથ સ્વામીએ શસ્ત્રાગારમાં જઈને ચક્રની પૂજા કરી. પછી ચક્રરત્નને અનુસરીને પ્રયાણ કરતાં અનુક્રમે માગધપતિ, વરદામપતિ, પ્રભાસપતિ, સિંધુદેવી, વૈતાઢયાક્રિકુમાર અને કૃતમાળ દેવને પોતાની જાતે સાધી લીધા. પછી સેનાપતિ પાસે સિંધુના બીજા નિકૂટને સધાવ્યું. ત્યાંથી ક્ષુદ્ર હિમાલય પર્વત સમીપે જઈને ક્ષુદ્રહિમવંતકુમારને સાધ્યો. પછી ઋષભફૂટ ઉપર પોતાનો આચાર છે.' એવું ધારીને પોતાનું નામ લખ્યું. ત્યાંથી ચક્રરત્નને અનુસરી ચક્રવર્તી પાછા વળ્યા. શ્રી કુંથુનાથ સ્વામી ચૈતાઢ્ય પર્વત પર આવ્યા. ત્યાં બંને શ્રેણીમાં રહેલા વિદ્યાધરોએ વિવિધ ભેટ ધરીને પ્રભુની પૂજા કરી. ગંગાદેવી, અને નાટ્યમાલ દેવને પોતે સાધી ગંગાનું મ્લેચ્છ લોકોએ ભરપૂર એવું નિષ્કૃટ સેનાપતિ પાસે સધાવ્યું. પછી સેનાપતિએ ઉઘાડેલા ખંડપ્રપાતા ગુફાના દ્વાર વડે વૈતાઢ્ય ગિરિમાં પ્રવેશીને પરિવાર સાથે સામી બાજુએથી નીકળ્યા, ત્યાં ગંગાના મુખ ઉપર રહેનારા નૈસર્પ વગે૨ે નવનિધિઓ પ્રભુને પોતાની મેળે સિદ્ધ થયા. અને ગંગાનું બીજું નિષ્કૃટ સેનાપતિ પાસે સધાવ્યું. એવી રીતે આખા ભરતક્ષેત્રને કુંથુનાથ સ્વામીએ છસો વર્ષે સાધી લીધું. ૧૪૩ ચક્રવર્તીની સંપત્તિથી પૂર્ણ, મનુષ્ય તથા દેવતાઓએ સેવેલા કુંથુનાથ સ્વામી દિગ્વિજય કરીને પાછા હસ્તિનાપુરમાં આવ્યા. ત્યાં દેવો અને મનુષ્યોએ શ્રી કુંથુનાથ સ્વામીનો ચક્રવર્તીપણાનો અભિષેક કર્યો. આ અભિષેકનો મહોત્સવ બાર વર્ષ પર્યંત ચાલ્યો હતો. શ્રી કુંથુનાથ સ્વામીને ચક્રવર્તીપણામાં ત્રેવીશ હજાર અને સાડા સાતસો વર્ષ નિર્ગમન થયા. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ચોવીશ તીર્થંકર ત્યારપછી લોકાંતિક દેવતાઓ શ્રી કુંથુનાથ સ્વામી પાસે આવ્યા અને વિનંતી કરી: “સ્વામી, તીર્થ પ્રવર્તાવો.” દેવતાઓની વિનંતી સાંભળીને તરત જ રાજ્યની ધૂરા પુત્રને સોંપીને વાર્ષિક દાનની સરિતા વહેવડાવવા માંડી. વષતિ દેવ અને રાજાઓએ જેનો નિષ્ક્રમણોત્સવ કરેલો છે એવા પ્રભુ વિજયા નામની શિબિકામાં બેસી સહસ્ત્રાપ્રવનમાં પધાય ઉદ્યાનમાં પ્રવેશ્યા પછી શ્રી કુંથુનાથ સ્વામી શિબિકામાંથી ઊતર્યા. એમણે અલંકાર વગેરેનો ત્યાગ કર્યો. વૈશાખ માસની કૃષ્ણ પંચમીએ કૃતિકા નક્ષત્રમાં દિવસના પાછલા પ્રહરે એક હજાર રાજાઓની સાથે છઠ્ઠ તપયુક્ત શ્રી કુંથુનાથ સ્વામીએ પ્રવજ્યા અંગીકાર કરી. શ્રી કુંથુનાથ સ્વામીને તરત જ મન:પર્યવ નામનું ચોથું જ્ઞાન પ્રાપ્ત થયું. શ્રી કુંથુનાથ સ્વામીએ બીજા દિવસે વ્યાઘસિંહ રાજાને ઘેર પરમ અન્નવડે પારણું કર્યું. દેવતાઓએ ત્યાં વસુધારાદિ પાંચ દિવ્ય ઉત્પન્ન કર્યા. રાજા વ્યાઘસિંહે પ્રભુના ચરણસ્થાને રત્નમય પીઠ કરાવી. ત્યારપછી શ્રી કુંથુનાથ સ્વામીએ સોળ વર્ષ સુધી છવસ્થ. પણામાં પૃથ્વી પર વિહાર કર્યો. અન્યદા શ્રી કુંથુનાથ સ્વામી વિહાર કરતાં કરતાં પાછા સહસ્ત્રાપ્રવનમાં આવ્યા. ત્યાં તિલક વૃક્ષની નીચે છઠ્ઠ તપ કરીને કાઉસગ્ગ ધ્યાને રહ્યાં. ચૈત્ર માસની શુકલ તૃતીયાના દિવસે ચંદ્ર કૃતિકા નક્ષત્રમાં આવતાં ઘાતિકર્મનો ક્ષય થતાં પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. શ્રી કંશનાથ સ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં તત્કાળ ઈન્દ્રાદિદેવો સહિત ચર્તુવિધ દેવનિકાયે આવીને ત્રણ પ્રકારથી મંડિત એવું સમવસરણ રચ્યું દેવતાઓએ સંચાર કરેલા Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુંથુનાથ સ્વામી ૧૪૫ સુવર્ણના કમળ ઉપર ચરણ મૂકતા પ્રભુએ પૂર્વ દ્વારેથી સમવસરણમાં પ્રવેશ કર્યો. ત્યાં શ્રી કુંથુનાથ સ્વામીએ ચારસો અને વશ ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી. અને તેની નીચે દેવ છંદક ઉપર રહેલા પૂર્વ સિંહાસન ઉપર “તીર્થાય નમઃ એમ કહીને પૂર્વાભિમુખે બેઠા. એટલે વ્યંતર દેવતાઓએ પ્રભુના પ્રભાવથી બીજી ત્રણ દિશાઓમાં પ્રભુની જેવા જ પ્રભુના પ્રતિબિંબો વિકવ્યાં. પછી યોગ્ય સ્થાને ચતુર્વિધ સંઘ બિરાજ્યો. મધ્ય ભાગમાં તિર્યચો બેઠા. અને નીચેના વપ્રમાં સર્વ વાહનો રહ્યાં. પ્રભુને સમોસરેલા જાણીને કુરુવંશી રાજા તત્કાળ સમવસરણમાં આવ્યો અને પ્રભુને નમસ્કાર કરીને ઇન્દ્રની પાછળ અંજલી જોડીને બેઠો. ત્યારપછી સૌધર્મઇન્દ્ર અને કુરુવંશી રાજા ફરીવાર પ્રભુને નમીને હૃદયમાં હર્ષ ધરતાં સ્તુતિ કરવા લાગ્યા. ઇન્દ્ર અને કુરુરાજની સ્તુતિ પૂરી થયા પછી શ્રી કુંથુનાથ સ્વામીએ ધર્મ દેશના આપી સંસારના સ્વરૂપની માહિતી આપી અને આત્મ કલ્યાણનો માર્ગ બતાવ્યો. પ્રભુની દેશના સાંભળીને અનેક લોકોએ દીક્ષા ગ્રહણ કરી. સ્વયંભુ વગેરે પ્રભુના પાંત્રીશ ગણધરો થયા. પ્રથમ પૌરૂષી પૂર્ણ થતાં પ્રભુ દેશનાથી વિરામ પામ્યા એટલે સ્વયંભૂ ગણધરે પ્રભુના ચરણ પીઠ પર બેસીને દેશના આપી. બીજી પૌરૂષી પૂરી થઈ એટલે ગણધરે દેશના સમાપ્ત કરી. એટલે સર્વ મનુષ્યો, દેવતાઓ વગેરે શ્રી કુંથુનાથ સ્વામીને વંદન કરીને પોતપોતાના સ્થાનકે જવા વિદાય થયા. શ્રી કુંથુનાથ સ્વામીના તીર્થમાં રથના વાહનવાળો, શ્યામવર્ણ ધરનારો, બે દક્ષિણ ભૂજામાં વરદ અને પાસ અને બે વામ ભુજામાં બિજોરું અને અંકુશ રાખનારો, ગંધર્વ નામે યક્ષ શાસનદેવતા થયો. ચો. તી. ૧૦ Page #155 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર જ્યારે ગૌરવર્ણવાળી, મયૂરના વાહન પર બેસનારી, બે દક્ષિણ ભુજામાં બિજોરું અને ત્રિશુલ તથા બે વામ ભુજામાં મુષંઢી અને કમળને ધરનારી બલાદેવી નામે પ્રભુની સદા પાસે રહેનારી શાસનદેવી થઈ. ૧૪૬ શાસનદેવી ગંધર્વ યક્ષ અને શાસનદેવી બલાદેવી સદાય શ્રી કુંથુનાથ સ્વામીની સેવામાં રહેવા લાગ્યા. શ્રી કુંથુનાથ સ્વામીએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. શ્રી કુંથુનાથ સ્વામીને સાઠ હજાર સાધુઓ, સાઠ હજાર અને છસો સાધ્વીઓ, છસો ને સીતેર ચૌદપૂર્વધારી, અઢી હજાર અવધિજ્ઞાની, ત્રણ હજાર ત્રણસોને ચાલીશ મનઃપર્યવજ્ઞાની ભગવંતો, ત્રણ હજાર અને બસો કેવળજ્ઞાની ભગવંતો, પાંચ હજાર અને એકસો વૈક્રિય લબ્ધિવાળા, બે હજાર વાદલબ્ધિવાળા, એક લાખ ને ઓગણાએશી હજાર શ્રાવકો તથા ત્રણ લાખને એકાશી હજાર શ્રાવિકાઓનો પરિવાર કેવળજ્ઞાન થયા પછી વિહાર કરતાં થયો હતો. શ્રી કુંથુનાથ સ્વામીને કેવળજ્ઞાન થયા પછી ત્રેવીશ હજાર સાતશોને ચોત્રીશ વર્ષ પસાર થયા ત્યારે પોતાનો નિર્વાણ સમય નજીક આવેલો જાણીને પ્રભુ સમેત શિખરે પધાર્યાં. અને ત્યાં એક હજાર મુનિઓની સાથે અનશન કર્યું. માસના અંતે વૈશાખ માસની કૃષ્ણ પ્રતિપદાના દિવસે કૃતિકા નક્ષત્રમાં તે સર્વ મુનિઓની સાથે શ્રી કુંથુનાથ સ્વામી મોક્ષે ગયા. શ્રી કુંથુનાથ સ્વામીએ કૌમારપણામાં, રાજ્ય કરવામાં, ચક્રવર્તીપણામાં અને વ્રતમાં સરખા ભાગે આયુષ્ય ગાળીને પંચાણું હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું હતું. શ્રી શાંતિનાથ સ્વામીના નિર્વાણ પછી અદ્રુપલ્યોપમ કાળ ગયો ત્યારે શ્રી કુંથુનાથ ભગવંતનું નિર્વાણ થયું. તે અવસરે ઇન્દ્રાદિ દેવો ત્યાં આવીને પ્રભુનો નિર્વાણ મહોત્સવ કર્યો. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : શ્રી અરનાથ સ્વામી હસ્તિનાપુર જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આવેલું રળિયામણું અને દર્શનીય નગર. હસ્તિનાપુર નગરમાં મહારાજા સુદર્શનનું શાસન. મહારાજા સુદર્શન પ્રજાવત્સલ રાજવી હતો એટલું જ નહિ પરંતુ તે ધર્મપરાયણ, દયાળુ અને પરોપકારી રાજવી હતો. રાજા સુદર્શનની પ્રશંસા માલતી પુષ્પની સુગંધની જેમ ચોતરફ ફેલાયેલી હતી. રાજા સુદર્શનના રાજ્ય સંચાલનમાં પ્રજા સુખી અને સંતોષી હતી. પ્રજા દરેક વાતે સુખી અને સમૃદ્ધ હતી. મહારાજા સુદર્શનને મહાદેવી નામની પટ્ટરાણી હતી. રાજાને તે અતિ પ્રિય હતી. મહાદેવી સ્વભાવે સુશીલ, સંસ્કારી અને સદાચારિણી હતી. મહાદેવી અનિદ્ય રૂપસુંદરી હતી. મહારાજા સુદર્શન અને રાણી મહાદેવીના દિવસો સુખ અને આનંદ પ્રમોદમાં પસાર થતા હતા. એક વખતે ત્રૈવેયક દેવલોકમાં અને એકાંત સુખમાં મગ્ન એવા ધનપતિના જીવે ત્યાં પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું, અને ફાગણ માસની શુકલ દ્વિતીયાના દિવસે ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતા ત્યાંથી ચ્યવીને મહાદેવીના ઉદરમાં અવતર્યો. સુખેથી નિદ્રા માણી રહેલા રાણી મહાદેવીએ રાત્રીના અંતિમ પ્રહરમાં તીર્થંકરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વપ્નો મુખમાં પ્રવેશતાં જોયાં. મહાદેવીએ તરત જ સ્વામીને ચૌદ મહાસ્વપ્નોની વાત કરી ત્યારે મહારાજાએ પત્નીને જણાવયું કે સુંદર, સ્વસ્થ પુત્રરત્નનો જન્મ થશે જે ચક્રવર્તી અને તીર્થંકર બનશે...આ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ચોવીશ તીર્થંકર સાંભળીને મહાદેવને અપાર હર્ષ થયો. સમય પસાર થવા લાગ્યો. શોભાને વધારતો અને ત્રણ જ્ઞાન ધરતો એ ગર્ભ ગૂઢ રીતે વધવા લાગ્યો. અનુક્રમે માર્ગશીર્ષ માસની શુકલ દશમીએ ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતા નંદાવર્તના લાંછનવાળા અને સર્વ લક્ષણોથી પૂર્ણ એવા એક કનકવર્તી પુત્રને માતાએ જન્મ આપ્યો. તે સમયે છપ્પન દિકકુમારીઓએ આવીને માતા તથા પુત્રનું સૂતિકાકર્મ કર્યું. તથા ચોસઠ ઇન્દ્રોએ પ્રભુને મેરૂ પર્વત ઉપર લઈ જઈને જન્માભિષેક કર્યો. પછી ચંદનના વિલેપનાદિકથી પૂજા કરી, આરતી ઉતારીને સૌધર્મેદ્ર ભાવભરી સ્તુતિ કરી. ઈન્દ્રાદિ દેવોએ સ્તુતિ કરીને પ્રભુને હસ્તિનાપુર લઈ આવ્યા. ત્યાં મહાદેવીના પડખામાં પ્રભુને પધરાવ્યા. પ્રાંતકાળે રાજા સુદર્શને પ્રભુનો જન્મ મહોત્સવ કર્યો નગરીના તમામ લોકોએ પ્રભુના જન્મોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો અને પોતાના હૈયાનો ઉમંગ પ્રગટ કર્યો. મહાદેવીએ સ્વપ્નમાં અર (ચક્રના આરા) જોયેલા હોવાથી પ્રભુનું નામ અર પાડયું. દેવાંગના રૂપ ધાત્રીઓથી, સમાનવયના થઈને આવેલા દેવતાઓથી અને ક્રીડાના સાધનોથી કીડા કરતા પ્રભુ અરનાથકુમાર મોટા થયા. ત્રીશ ધનુષની કાયાવાળા શ્રી અરનાથ પ્રભુ પિતાના શાસનની ગૌરવતાને માટે યોગ્ય સમયે અનેક રાજકન્યાઓ સાથે પરણ્યા અને જન્મથી એકવીસ હજાર વષ પસાર થયા પછી શ્રી અરનાથ સ્વામીએ પિતાની આજ્ઞાથી. રાજ્યની ધૂરા સંભાળી મંડલિકપણામાં પણ તેટલા જ વર્ષ પસાર થયાં પછી શસ્ત્રાગારમાં ગગનચારી ચક્રરત્ન ઉત્પન્ન થયું. પછી પ્રાપ્ત થયેલા બીજાં તેર રત્નોને પણ લઈ શ્રી અરનાથ સ્વામી Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રી અરનાથ સ્વામી ૧૪૯ ચક્રરત્નની પાછળ દિગ્વિજય અર્થે નીકળી પડ્યા. શ્રી અરનાથ સ્વામીએ ચારસો વર્ષ સુધી આખા ભરતક્ષેત્ર ઉપર પોતાનું શાસન પ્રવર્તાવ્યું ચક્રવર્તીપણામાં પણ તેટલો જ (૨૧૦00 વર્ષ) કાળ પસાર થયો ત્યારે લોકાંતિક દેવતાઓએ આવીને કહ્યું કે હે સ્વામી, તીર્થ પ્રવતવિો..' શ્રી અરનાથ સ્વામીએ દેવતાઓની વિનંતીનો સ્વીકાર કર્યો અને પ્રભુએ વાર્ષિક દાન આપવું શરૂ કર્યું. શ્રી અરનાથ સ્વામીએ પોતાના પુત્ર અરવિંદને રાજ્યની ધૂરા સોંપી દેવતાઓ, મનુષ્યોના વિશાળ સમૂહ વચ્ચે શ્રી અરનાથ સ્વામી વૈજયંતી નામની શિબિકામાં પ્રવજ્યા ગ્રહણ કરવાની ભાવનાથી બિરાજ્યા અને શિબિકા સહસ્ત્રાપ્રવનમાં આવી. શ્રી અરનાથ સ્વામીએ સુંદર, અનુપમ વૃક્ષો અને લત્તાઓથી શોભતા ઉધાનમાં પ્રવેશ કર્યો. શ્રી અરનાથ સ્વામી વૈજયંતી શિબિકામાંથી ઉતર્યા અને રત્નાભૂષણોનો ત્યાગ કર્યો. માર્ગશીર્ષ માસની શુકલ એકાદશીએ ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતા દિવસના પાછલા પ્રહરે એક હજાર રાજાઓની સાથે શ્રી અરનાથ સ્વામીએ છઠ્ઠ તપ કરીને પ્રવજ્યા ગ્રહણ કરી તત્કાળ તેમને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. બીજે દિવસે રાજપુર નગરમાં જઈને અપરાજીત રાજાને ત્યાં જઈને શ્રી અરનાથ સ્વામીએ પરમ અન્નથી પારણું કર્યું. દેવતાઓએ ત્યાં વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યો અને જ્યાં પ્રભુના ચરણ હતા ત્યાં રાજાએ રત્નપીઠ રચાવી. આસન અને શયનનો સંપૂર્ણ ત્યાગ કરીને વિવિધ અભિગ્રહોને ધારણ કરતા શ્રી અરનાથ સ્વામીએ છદ્મસ્થપણામાં ત્રણ વર્ષ વ્યતિત કર્યા, પૃથ્વી પર વિહાર કર્યો. Page #159 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર એક દિવસ શ્રી. અરનાથ સ્વામી ફરી પાછા તેજ સહસ્ત્રાપ્રવનમાં આવ્યા અને આમ્ર વૃક્ષની નીચે ઊભા રહ્યા. ત્યાં કારતક માસની શુકલ દ્વાદશીએ ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં પ્રભુને ઘાતિકર્મના ક્ષયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ ત્યાં આવીને તત્કાળ સમોસરણની રચના કરી. સમવસરણમાં શ્રી અરનાથ સ્વામીએ પૂર્વ દ્વારેથી પ્રવેશ કર્યો અને ત્રણસો અને સાઠ ધનુષ ઊંચા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરીને તીથિય નમઃ એવું કહીને પ્રભુએ પૂર્વાભિમુખે પૂર્વ સિંહાસન ઉપર બિરાજ્યા. વ્યંતરોએ તરત જ બીજી ત્રણ દિશાઓમાં તેમના પ્રતિબિંબો વિકુર્યાં, ચતુર્વિધ સંઘ પણ આવીને યોગ્ય સ્થાને બેઠો. પ્રભુ સહસ્ત્રામવનમાં સમોસર્યા છે એ સમાચાર જાણીને રાજા કુદ્રુહ પણ તરત જ ત્યાં આવ્યો અને ભગવંતને વંદન કરીને તે ઇન્દ્રની પાછળ બેઠો. ૧૫૦ ત્યાર પછી ઇન્દ્ર અને કુરુદ્રુહ રાજાએ ઊભા થઈને પ્રભુની સ્તુતિ કરી. ઇન્દ્ર અને કુરુદ્ધહ રાજાએ સ્તુતિ પૂરી કરી ત્યાર પછી શ્રી અરનાથ પ્રભુએ ધર્મદેશના આપી. શ્રી અરનાથ પ્રભુએ ચાર પુરુષાર્થમાં મોક્ષનો પુરુષાર્થ મુખ્ય છે. મોક્ષપદના અધિકારી બનવા માટે માણસ માત્રને પ્રયત્ન કરવો જોઈએ. સંસારના માયારૂપી બંધનો તૂટે તો આત્મજાગૃતિ થતા વાર લાગતી નથી. આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને અનેક લોકોએ દીક્ષા લીધી. શ્રી અરનાથ સ્વામીને કુંભ વગેરે સહિત તેત્રીશ ગણધરો થયા. પ્રથમ પૌરુષી પૂર્ણ થઈ એટલે પ્રભુએ દેશના સમાપ્ત કરી. પછી તેમના પાદપીઠ પર બેસીને કુંભ ગણધરે દેશના આપવા માંડી. બીજી પૌરુષી પૂર્ણ થઈ ત્યારે તેમણે દેશના પૂરી કરી. એટલે ઇન્દ્રાદિક દેવતાઓ પ્રભુને વંદન કરીને પોતપોતાના Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી અરનાથ સ્વામી ૧૫૧ સ્થાનકે ગયા. શ્રી અરનાથ પ્રભુના તીર્થમાં ત્રણ નેત્રવાળો શ્યામવર્ણી, શંખના વાહન પર બેસનારો, છ દક્ષિણ ભુજાઓમાં બિજોરું, બાણ, ખગ, મુદ્ગર, પાશ અને અભય તથા છ વામ ભુજાઓમાં નકુલ, ધનુષ્ય, ઢાલ, શૂળ, અંકુશ અને અક્ષસૂત્રને ધારણ કરનારો પમુખ નામનો યક્ષ શાસન દેવતા થયો. જ્યારે શ્રી અરનાથ સ્વામીના તીર્થમાં નીલવર્ણવાળી, કમળ પર બેસનારી, બે દક્ષિણ ભુજામાં બિજોરું અને કમળ તથા બે વામભુજામાં પા અને અક્ષસૂત્ર ધરનારી ધારિણી નામની શાસન દેવી થઈ. આ બંને શાસનદેવતા-દેવી નિરંતર શ્રી અરનાથ સ્વામીની સમીપ જ રહેતા હતા. એ શાસનદેવતાઓથી અધિષ્ઠિત શ્રી અરનાથ પ્રભુ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. શ્રી અરનાથ સ્વામીના પરિવારમાં પચાસ હજાર સાધુ મહાત્માઓ, સાઠ હજાર તીવ્ર વ્રતધારી સાધ્વીઓ, છસો ને દશ ચૌદ પૂર્વધારીઓ, બે હજાર ને છસો અવધિજ્ઞાની, પચીસોને એકાવન મન:પર્યવજ્ઞાની, બે હજાર ને આઠસો કેવળજ્ઞાનીઓ, સાત હજાર ને ત્રણસો વૈક્રિય લબ્ધિવાળા, એક હજાર ને છસો વાદ લબ્ધિવાળા, એક લાખને ચોરાશી હજાર શ્રાવકો તથા ત્રણ લાખને બોંતેર હજાર શ્રાવિકાઓ હતી. શ્રી અરનાથ સ્વામીનો આટલો પરિવાર કેવળજ્ઞાન થયા પછી ત્રણ વર્ષે ઉણા એકવીશ હજાર વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કરતાં થયો હતો. પોતાનો નિવણ સમય નજીક જાણીને શ્રી અરનાથ સ્વામી સમેતશિખરે પધાયાં. શ્રી અરનાથ સ્વામીએ ત્યાં એક હજાર મુનિરાજોની સાથે Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ અનશન વ્રત ગ્રહણ કર્યું. એક માસના અંતે માર્ગશીર્ષ માસની શુદ દશમીના દિવસે ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં તે મુનિવરોની સાથે શ્રી અરનાથ સ્વામી મોક્ષપદને પામ્યા. ચોવીશ તીર્થંકર શ્રી અરનાથ સ્વામીએ કૌમારપણામાં, માંડલિકપણામાં, ચક્રવર્તીપણામાં અને વ્રતમાં સરખે ભાગે ચોરાશી હજાર વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું. શ્રી કુંથુનાથ પ્રભુ મોક્ષે ગયા પછી કોટી હજાર વર્ષ ઉણે પલ્યોપમનો ચોથો અંશ ગયો ત્યારે શ્રી અરનાથ પ્રભુ મોક્ષે ગયા. હજાર મુનિઓની સાથે શ્રી અરનાથ પ્રભુને મોક્ષ પામેલા જાણીને ઇન્દ્રોએ ત્યાં આવીને ભક્તિ વડે શરીર સંસ્કારપૂર્વક તેમનો નિર્વાણ મહોત્સવ કર્યો. ★★ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૯ : શ્રી મલ્લીનાથ સ્વામી વીતશોકા નામની નગરી. આ નગરીમાં બલ નામનો રાજા રાજ કરે. બલરાજાને ધારણી નામની પટ્ટરાણી. ધારણી રાણીને કેશરીસિંહના સ્વપ્નથી સુચિત મહાબલ નામનો પરાક્રમી પુત્ર થયો. સમય પસાર થતા મહાબલ રાજકુમાર કમલશ્રી વગેરે પાંચસો રાજકન્યાઓ સાથે એક દિવસ પરણ્યો. મહાબલકુમારને અચળ, ધરણ, પૂરણ, વસુ, વૈશ્રવણ તથા અભિચંદ્ર નામના છ રાજાઓ બાળપણના મિત્રો હતા. એક દિવસ તે નગરીની બહાર ઈશાન દિશામાં આવેલા ઇંદ્રકુબ્જ નામના ઉદ્યાનમાં કેટલાક મુનિવરો આવ્યા. બલરાજા તે મુનિવરો પાસે ગયા. ત્યાં ધર્મ સાંભળીને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને રાજનો કારભાર પુત્ર મહાબલને સોંપીને તે રાજાએ વૈરાગ્ય અંગીકાર કર્યું. થોડા સમયમાં બલરાજાને મોક્ષપદની પ્રાપ્તિ થઈ. મહાબલકુમારને કમલશ્રી નામની પટ્ટરાણીથી સિંહના સ્વપ્ન વડે સૂચિત બલભદ્ર નામનો એક પુત્ર ગયો. સમય જતાં બલભદ્રે યૌવનવયમાં પ્રવેશ કર્યો. મહાબલ રાજાએ બલભદ્રને યુવરાજની પદવી. આપી. જ્યારે મહાબલ રાજા તેના છ મિત્રોની સાથે રહીને આર્હત ધર્મને સાંભળવા લાગ્યો. એક દિવસ મહાબલ રાજાએ પોતાના મિત્રો સમક્ષ અંતરની ઇચ્છા પ્રગટ કરતાં કહ્યું : “મિત્રો, હું આ સંસારથી ભય પામ્યો છું. મારી ભાવના પ્રવજ્યા ગ્રહણ કરીને આત્મ કલ્યાણ કરવાની છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ચોવીશ તીર્થંકર - 0•ક તમે લોકો શું ભાવના સેવો છો ? મહાબલ રાજાના છયે મિત્રોએ એક સૂરમાં જણાવ્યું ? મિત્ર, આપણે એક સાથે રહીને સંસારસુખ ભોગવ્યું. તે રીતે એક સાથે રહીને મોક્ષ સુખ પણ ભોગવીશું.” એમ જ થયું. મહાબલ રાજાએ પોતાના પુત્ર બલભદ્રને રાજ સિંહાસન પર બેસાડ્યો. જ્યારે મહાબલ રાજાના છ મિત્ર રાજાઓએ એમના પુત્રોને રાજગાદી સોંપી દીધી. મહાબલ તથા છ મિત્રોએ વરધર્મ નામના મુનિરાજ પાસે દિક્ષા અંગીકાર કરી. સાતેય મિત્રોએ સંસાર ત્યાગ કરીને આત્મ કલ્યાણની આરાધનામાં ગુંથાઈ ગયા. સાતેય મુનિરાજાએ નક્કી કર્યું હતું કે આપણામાંથી જો એક તપસ્યા કરે તે પ્રમાણે બધાએ કરવી. સાતેય મુનિરાજો ઉક— ભાવના સેવીને આત્મ જાગૃતિની આરાધનામાં લીન બની ગયા. સાતેય મુનિઓમાં મહાબલ મુનિ સર્વથી પોતાને અધિક ફળ મળે તેવી ઇચ્છાથી “આજ મારું મસ્તક દુઃખે છે. આજે મને બેચેની લાગે છે. આજે ક્ષુધા લાગી નથી.આવાં કારણો બતાવીને પારણાના દિવસે આહાર કરતા નહિ. અને તે રીતે કપટથી તેઓ છ મિત્રોને છેતરીને અધિક તપસ્યા કરતા હતા. આ રીતે મહાબલ મુનિએ માયામિશ્ર તપ કરતાં સ્ત્રીવેદ અને અહંત ભક્તિ પ્રમુખ સ્થાનકોને આરાધવા વડે તીર્થંકર નામકર્મ ઉપાર્જન ચોરાશી લાખ પૂર્વના આયુષ્યવાળા તે સાતેય મિત્ર મુનિવરોએ ચોરાશી હજાર વર્ષ સુધી વ્રત પાળીને આયુષ્યનો ક્ષય થતાં બે પ્રકારની સંખના કરી. અનશન વ્રત લઈ કાળધર્મ પામીને વૈજયંત નામના Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રી મલ્લીનાથ સ્વામી અનુત્તર વિમાનમાં દેવતા થયા. હતો. મિથિલા નગરી. સુંદર અને દૈદિપ્યમાન નગરી. આ નગરીમાં કુંભ નામનો રાજા રાજ કરે. રાજા કુંભ ગુણી, ધાર્મિકવૃત્તિ ધરાવતો અને દયાળુ રાજવી ૧૫૫ મહારાજા કુંભને પ્રભાવતી નામની રાણી હતી. રાણી પ્રભાવતી સુશીલ, સંસ્કારી અને શીલવંતી નારી હતી. મહારાજા કુંભ રાણી પ્રભાવતીની સાથે સુખેથી દિવસો પસાર કરતા હતા. એક વખતે રાજા મહાબલનો જીવ આયુષ્ય પૂર્ણ કરીને વૈજયંત વિમાનમાંથી અવીને ફાગણ શુકલ ચતુર્થીના દિવસે ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં આવતા મહારાણી પ્રભાવતીની કુક્ષીમાં પ્રવેશ્યો ત્યારે રાણી પ્રભાવતીએ તીર્થંકરને સૂચવનારા ચૌદ મહાસ્વપ્નોને મુખમાં પ્રવેશતા જોયા. મહાબલ રાજાનો જીવ પ્રભાવતી રાણીના ગર્ભમાં આવ્યા પછી ત્રીજા માસે દેવી પ્રભાવતીને માલ્ય (પુષ્પ)ની શય્યામાં સૂવાનો દોહદ ઉત્પન્ન થયો. દેવતાઓએ તે દોહદ પૂર્ણ કર્યો. પછી પૂર્ણ સમયે માર્ગશીર્ષ માસની શુકલ એકાદશીના દિવસે ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં આવતાં પૂર્વ જન્મમાં માયાવડે સ્ત્રીવેદકર્મ બાંધેલું હોવાથી કુંભના લાંછનવાળા નીલકાંતિને ધરનારા અને સર્વ શુભલક્ષણવાળા ઓગણીશમાં આશ્ચર્યકારી તીર્થંકરરૂપ એક કન્યાને પ્રભાવતી રાણીએ જન્મ આપ્યો. છપ્પન દિકુમારીઓએ ત્યાં આવીને તેનું સૂતિકા કર્મ કર્યું અને ઇન્દ્રોએ મેરૂફિંગર પર લઈ જઈને તેમને સ્નાન કરાવ્યું. સ્નાન કરાવ્યા Page #165 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર પછી તેમનું અર્ચન કરી, આરતી ઉતારીને શક્રઇન્દ્રે ભક્તિથી સભર સ્તુતિ કરી. ૧૫૬ સ્તુતિ કરીને ઇન્દ્ર ઓગણીશમા અહંતને પાછા મિથિલાપુરીમાં લઈ જઈને માતાની પાસે મૂક્યા. જ્યારે પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાને પુષ્પ માલ્ય પર શયન કરવાનો દોહદ થયો હતો તેથી પિતાએ તેમનું નામ મલ્લી એવું પાડ્યું. ઇન્દ્રે મોકલેલી પાંચ ધાત્રીઓએ પ્રતિદિન પુષ્પની પેઠે લાલન કરતાં મલ્લીકુમારી અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યાં. અચલરાયનો જીવ વૈજયંત વિમાનમાંથી આવીને ભરતક્ષેત્રના સાકેતપુર નામના નગરમાં પ્રતિબુદ્ધિ નામનો રાજા થયો. એમને પદ્માવતી નામની રાણી હતી. સાકેતપુર નગરના ઈશાન ખૂણામાં નાગદેવનું મંદિર આવેલું હતું. નગરીના લોકો નાગદેવના દર્શનાર્થે નિયમિત જતા હતા. એક વાર રાણી પદ્માવતીએ નાગદેવના મંદિરે જવા માટે પ્રતિબુદ્ધિ રાજા પાસે આજ્ઞા માગી ત્યારે રાજા પોતે પણ ત્યાં આવવા સહમત થયો. અને એક દિવસ પદ્માવતી રાણીની સાથે રાજા પણ પુષ્પાદિ સામગ્રી લઈને નાગદેવના મંદિરે આવ્યો. પુષ્પનો મંડપ પુષ્પનો મુદ્ગર અને પોતાની પ્રિયાને જોઈને રાજાએ સ્વબુદ્ધિ નામના મંત્રીને પૂછ્યું : ‘મંત્રીવર, તમે અનેક રાજાઓના મંદિરમાં ગયા છો. તો તેમાં કોઈ પણ જગ્યાએ આવું સ્ત્રીરત્ન, કે આવો પુષ્પનો મુદ્ગર તમારા જોવામાં આવ્યો છે ?' રાજા પ્રતિબુદ્ધિના પ્રશ્નનો મંત્રી સ્વબુદ્ધિએ ઉત્તર વાળ્યો : ‘રાજન, આપની આજ્ઞાથી એક વાર હું કુંભ રાજાની પાસે ગયો હતો. ત્યાં રાજા કુંભની મલ્લી નામે એક કન્યા જોવામાં આવી હતી. સ્ત્રીરત્નમાં મુખ્ય એવી તે રાજકન્યાની આયુષ્ય ગ્રંથિમાં એવો પુષ્પમુગર કરવામાં આવ્યો હતો કે તેવો સ્વર્ગમાં પણ અસંભવિત છે. તેના સ્વરૂપની સામે ચક્રવર્તીનું સ્ત્રીરત્ન, કામદેવની પત્ની રતિ અને ઇન્દ્રાણી પ્રમુખ દેવસ્ત્રીઓ તે સર્વ તૃણતુલ્ય છે. એ મહારાજા કુંભની Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રી મલ્લીનાથ સ્વામી રાજકન્યા મલ્લી એક વાર જેણે જોઈ હોય તે ભૂલી જતો નથી. મનુષ્યો અને દેવતાઓમાં મલ્લીકુમારી જેવી કોઈ નારી નથી. તેનું અદ્રેતરૂપ વાણીથી પણ અગોચર છે. મંત્રીની વાત સાંભળીને પૂર્વજન્મના અનુરાગથી પ્રતિબુદ્ધિ રાજાએ તેને વરવા માટે કુંભ રાજાની પાસે એક દૂત મોકલ્યો. ૧૫૭ તે અરસામાં ધરણનો જીવ પણ વૈજયંત વિમાનમાંથી આવીને ચંપાપુરીમાં ચંદ્રછાય નામે રાજા થયો. ચંપાપુરી નગરીમાં અર્હન્નય નામનો શ્રાવક રહેતો હતો એક વાર તે વેપાર કરવા માટે વહાણમાં બેસીને સમુદ્રયાત્રા પર નીકળ્યો. તે વખતે ઇન્દ્રે દેવસભામાં એવી પ્રશંસા કરી કે અર્હનયના જેવો કોઈ દઢ શ્રાવક નથી. ઇન્દ્રની વાત સાંભળીને ઈષિવાન થયેલા એક દેવતાએ સમુદ્રમાં આવીને ક્ષણવારમાં મેઘાડંબર સાથે પવનનો ઉત્પાત સર્જ્યો. વહાણ ડૂબવાના ભયથી તેમાં બેઠેલા વેપારીઓ પોતપોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરવા લાગ્યા. ત્યારે એ સમયે અર્જુન્નયે સમાધિ અવસ્થા ધારણ કરીને પચ્ચખાણ કર્યું કે જો આ સંકટમાં મારું મૃત્યુ થાય તો હવે મારે અનશન વ્રત (ચારેય આહારનો ત્યાગ ) છે. તે વખતે પેલા દેવે રાક્ષસનું રૂપ ધારણ કરીને, આકાશમાં રહીને ગર્જના કરી : હે ‘અર્જુન્નય ! તું તારો ધર્મ છોડી દે અને મારું વચન માન જો તું મારું કહ્યું નહિ માને, તો આ વહાણ નષ્ટ કરીને તારા પરિવારને નષ્ટ કરી દઈશ. દેવતાએ ઉગ્ર ભાષામાં કહ્યું હોવા છતાં અર્જુન્નય જરાય ચલિત થયો નહિ. ત્યારે દેવે એની ક્ષમા માગી અને દેવલોકમાં ઇન્દ્રે કરેલી પ્રશંસા કહી સંભળાવી. દેવતાએ તે શ્રાવક અર્હન્નયને બે મનોહર દિવ્ય કુંડલની જોડી આપી. દેવતાએ પછી તરત જ પોતાની માયા સંકેલી લીધી. દેવતા તરત જ અંતર્હિત થઈ ગયો. ત્યારબાદ અર્હનય શ્રાવક સમુદ્રનો પ્રવાસ ખેડીને Page #167 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર મિથિલાનગરીએ માલ લઈને આવ્યો. અર્હનય શ્રાવકે દિવ્યકુંડલની એક જોડી કુંભરાજાને ભેટમાં આપી. રાજાએ તે કુંડલની જોડી પોતાની પુત્રી મલ્લીને આપી. અર્હનય શ્રાવક થોડા દિવસો મિથિલાનગરીમાં પસાર કરીને વિદાય થયો અને ફરતો ફરતો ચંપાપુરીમાં આવ્યો.અર્હનય શ્રાવકે બીજી દિવ્ય કુંડલની જોડી ચંપાનગરીના રાજા ચંદ્રછાયને ભેટમાં આપી. ૧૫૮ ત્યારે રાજા ચંદ્રછાયે અર્હનય શ્રાવકને પૂછ્યું : હે શ્રેષ્ઠી વર્ષ, આ સુંદર કુંડલની જોડી ક્યાંથી લાવ્યા છો ?' અર્જુન્નય શ્રાવકે કુંડલ સંબંધિત બધી વાત રાજાને કરી. પહેલી જોડી મલ્લીકુમારીને આપી, મલ્લીકુમારીની વાત નિકળતાં અર્હનય શ્રાવક ભાવુક થઈ ગયો અને રાજાને મલ્લીકુમારી વિષે કહેવા લાગ્યો : “રાજન, મલ્ટીકુમારીની આભાની શી વાત કરવી ? ચંદ્ર પણ તેના રૂપ લાવણ્ય પાસે ઝાંખો લાગે.’ અર્હનય શ્રાવકે મલ્લીકુમારીના સૌંદર્યની બેશુમાર પ્રશંસા કરી. આ સાંભળીને ચંદ્રછાય રાજાએ પૂર્વ જન્મના સ્નેહયોગથી મલ્લીકુમારી સાથે વિવાહ યોજાય તે કામના સાથે એક દૂતને કુંભ રાજા પાસે રવાના કર્યો. હવે પુરણનો જીવ વૈજ્યંત વિમાનમાંથી આવીને શ્રાવસ્તી નગરીમાં રૂકમી નામનો રાજા થયો. રૂકમી રાજાને ધારિણી નામની પત્ની હતી અને સુબાહુ નામની એક અતિ સુંદર કન્યા હતી. રાજા રૂકમીને તે અતિ વ્હાલી હતી. નાનકડી સુબાહુની સ્નાનવિધિ અપૂર્વ અને અદ્ભુત હતી. એક વાર સ્નાન કરીને દિવ્ય અલંકારો ધારણ કરીને સુબાહુ મહારાજા રૂકમી પાસે આવી અને પિતાના ઉત્સંગમાં બેસી ગઈ. ત્યારે ત્યાં ઊભેલા એક સેવકને રાજાએ પૂછ્યું : ‘આ કન્યાના જેવો સ્નાનવિધિ તે કોઈ ઠેકાણે જોયો છે ?’ ત્યારે તે સેવકે મહારાજાની સામે જોઈને કહ્યું : ‘કૃપાનાથ, આપની આજ્ઞાથી એક વાર હુ મિથિલાનગરીમાં ગયો હતો. ત્યાં Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રી મલ્લીનાથ સ્વામી કુંભરાજાની પુત્રી મલ્લીકુમારીનો સ્નાનવિવિધ અદ્ભુત હતો તેવું મારા જાણવામાં આવ્યું હતું. તે રાજકુમારીનું સ્વરૂપ નિરૂપમ છે. મલ્લીકુમારી જેવી સુંદર, સર્વોત્તમ અને શ્રેષ્ઠ નારીરત્ન પૃથ્વી પર હશે કે કેમ...તે એક પ્રશ્નાર્થ છે.’ સેવકની વાત સાંભળીને રાજાને મલ્લીકુમારી ઉપર અનુરાગ થયો. મલ્લીકુમારીની માગણી કરવા માટે રાજા રૂકમીએ એક દૂતને કુંભરાજા પાસે મોકલ્યો. ૧૫૯ જ્યારે વસ્તુનો જીવ વૈજયંત વિમાનથી ચ્યવીને વારાણસી પુરીમાં શંખ નામે રાજા થયો. એક વખતે અર્હનયે આપેલું મલ્લીકુમારીનું દિવ્ય કુંડલ ભાંગી ગયું. તેથી તેને સુધારવા માટે રાજાએ સુવર્ણકારોને બોલાવીને કુંડલ સરખા કરી આપવાની આજ્ઞા કરી. કુંડલો જોઇને સુવર્ણકારો બોલ્યા : ‘ દવે, અમે આવું દિવ્ય કુંડલ સરખું કરી આપવા માટે સમર્થ નથી. સુવર્ણકારોનો ઉત્તર સાંભળી કુંભ રાજા ક્રોધિત થયા અને તે સુવર્ણકારોને નગરી બહાર કાઢી મૂક્યા. સુવર્ણકારો ફરતાં ફરતાં વારાણસી નગરીમાં આવ્યા અને ત્યાંના રાજા શંખના દરબારમાં ગયા અને પોતાને હડધૂત કર્યાનો વૃતાંત શંખરાજાને કહી સંભળાવ્યો, ત્યારે સુવર્ણકારોએ કુંડળ અને મલ્લીકુમારીના અનિદ્યરૂપ લાવણ્યનું વર્ણન કર્યું. મલ્લીકુમારીના રૂપની વિગતો જાણીને પૂર્વના સ્નેહાનુંબંધ વડે શંખરાજાએ મલ્લીકુમારીની યાચના કરવા માટે એક દૂતને કુંભરાજા પાસે મોકલ્યો. વૈશ્રવણનો જીવ પણ વૈજયંત વિમાનથી આવીને અદીનશત્રુ નામે હસ્તિનાપુરમાં રાજા થયો હતો. અહીં મલ્લીકુમારીનો મલ્લકુમાર નામનો એક ભાઈ હતો. તેણે કુતૂહલથી ચિત્રકારો પાસે એક વિચિત્ર ચિત્રશાળા કરાવવા માંડી Page #169 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર હતી. તે ચિત્રશાળામાં એક ચિત્રકાર ઘણો ચતુર હતો. તેમજ તેની પાસે એવા પ્રકારની લબ્ધિ હતી કે જો કોઈ પણ અંગ જોવામાં આવે તો તે પરથી આખું ચિત્ર દોરી શકતો. એક વખત પડદામાંથી મલ્લીકુમારીના પગનો અંગુઠો તેના જોવામાં આવ્યો અને ચિત્રકારે મલ્લીકુમારીનું રૂપ જાણીને ચિત્ર બનાવ્યું અને ચિત્રશાળામાં મૂક્યું. ૧૬૦ એક વાર મલ્લકુમાર તે ચિત્રશાળામાં ક્રીડા કરવા માટે ગયો. અને તેમાં મૂકાયેલાં ચિત્રો નિહાળવા લાગ્યો ત્યાં તેની ષ્ટિ મલ્લીકુમારીના ચિત્ર પર ગઈ અને થયું કે આ તો સાક્ષાત મલ્લીકુમારી છે. મલ્લકુમાર મનમાં ક્ષોભ પામ્યો અને પાછો રાજભવનમાં આવ્યો માતાએ પાછા આવવાનું કારણ પૂછ્યું ત્યારે મલ્લકુમારે કહ્યું : માતાજી, ચિત્રશાળામાં મલ્લીકુમારી હોવાથી હું પાછો ફર્યો છું.' ત્યારે માતાએ કહ્યું : ‘કુમાર, ચિત્રશાળામાં રહેલી મલ્લીકુમારી સાક્ષાત નથી પરંતુ ચિત્રમાં અંકિત છે.’ આ જાણીને મલ્લકુમારને ક્રોધ ચડ્યો અને પેલા ચિત્રકારને બોલાવીને તેનો દક્ષિણ હસ્ત છેદી નાખ્યો અને નગરી બહાર કાઢી મૂક્યો. ચિત્રકારે હસ્તિનાપુરના જઈને અદીનશત્રુ રાજાને બધી વાત કરી અને પછી મલ્લીકુમારીનું વર્ણન કરવા માંડ્યું. મલ્લી કુમારીના રૂપસૌંદર્યની ગાથા સાંભળીને પૂર્વ સ્નેહથી ઉત્કંઠિત થયેલા રાજા અદીનશત્રુએ તેની યાચના માટે એક દૂતને કુંભરાજા પાસે મોકલ્યો. અભિચંદ્રનો જીવ પણ વૈજ્યંત વિમાનથી ચ્યવીને કાંપિલ્યપુર નગરમાં જિતશત્રુ નામે રાજા થયો હતો. જિતશત્રુ રાજાને ધારણી સહિત એક હજાર રાણીઓ હતી. અહીં મિથિલા નગરીમાં ચોક્ષા નામની એક વિચક્ષણ પરિવાજિકા હતી. ચોક્ષા પરિવ્રાજિકા રાજાના ભવનના દ્વારે તથા ધનાઢ્ય પુરુષોના દ્વારે જતી અને મધુર સ્વરે કહેતી : “દાન કરવાથી અને Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રી મલ્લીનાથ સ્વામી ૧૬૧ તીર્થના અભિષેકથી થયેલો ધર્મ, સ્વર્ગ અને મોક્ષનો હેતુ છે. એ અમારું તત્વવચન છે.” આ પ્રમાણે બોલીને લોકોને ધર્મમાં શ્રદ્ધા બેસે તેવા પ્રયત્નો કરતી. એક વાર ભ્રમણ કરતાં કરતાં તે કુંભ રાજાના ભવન પાસે આવી અને જ્યાં મલ્લીકુમારીનો નિવાસ હતો ત્યાં આવીને આસન પાથરીને જમાવ્યું. ચોક્ષા પબ્રિાજિકા મલ્લીકુમારીને ધમપદેશ આપવા લાગી. ત્યારે ત્રણ જ્ઞાન ધરનારા મલ્લીકુમારીએ કહ્યું : “જેટલા દાન છે તે બધા ધર્મને માટે નથી, જો બધા દાન ધર્મ માટે થતા હોય તો બિલાડા અને કુતરાનું પોષણ પણ ધર્મને માટે થાય. જેમાં જીવહિંસા રહેલી હોય તેવા તીથભિષેકથી પવિત્રતા શી રીતે થાય? માટે વિવેક તે મૂળ ધર્મ છે, તે અવિવેકીને થતો નથી. તેવા પુરુષને તપસ્યા પણ કેવળ કલેશને માટે થાય છે. તેમાં કોઈ સંશય નથી.” મલ્લીકુમારીના શબ્દોથી પરિવાજિકા મૌન થઈને બેસી રહી. કારણ કે પ્રભુના વચનને બાધિત કરવા માટે કોણ સમર્થ થાય? તરત જ મલ્લીકુમારીની દાસીઓએ પરિવાધિકાને ભવનની બહાર મોકલી દીધી. આવું થવાથી ચોક્ષા પબ્રિાજિકાને પોતાનું અપમાન લાગ્યું. અપમાનનો બદલો લેવા તે ફરતી ફરતી કાંડિલ્યપુર આવી અને ત્યાંના રાજાને મલ્લીકુમારીના રૂપસૌંદર્યની બેશુમાર પ્રશંસા કરી. તે સાંભળતાં જ પૂર્વના સ્નેહને લીધે જિતશત્રુ રાજાએ મલ્લીકુમારીની માંગણી અર્થે એક દૂતને કુંભ રાજા પાસે મોકલ્યો. આ તરફ મલ્લીકુમારીએ પોતાના પૂર્વ જન્મના છ મિત્ર રાજાઓને અશોકવાડીમાં બોધ થવાનો છે એવું અવધિજ્ઞાન વડે જાણીને તે અશોકવાડીમાં આવેલા સુંદર, મનોરમ્ય મહેલના એક ખંડમાં બરાબર મધ્ય જગ્યાએ મનોહર રત્નપીઠ રચીને તેના ઉપર પોતાની એક સુવર્ણ પ્રતિમા રચીને સ્થાપના કરી. એ પ્રતિમાના પધરાગ ચો. તી. ૧૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ચોવીશ તીર્થંકર મણિ વડે અદ્ધર રચ્યા. નીલમણિથી કેશ રચ્યાં. ઈન્દ્રનીલ તથા સ્ફટિક મણિથી લોચન બનાવ્યા. પ્રવાળાના હાથ પગ રચ્યા. છિદ્રવાળુ પહેલું ઉદર રચ્યું. તાળવાના ભાગમાં છિદ્ર કર્યું અને તેની ઉપર સુવર્ણમય કમળનું ઢાંકણું કર્યું. તેમજ બીજા બધા અવયવો અતિ રમણીય બનાવ્યા અને તે પ્રતિમાવાળા ઓરડાની ફરતી દીવાલ રચાવી, તેમાં તાળાં દીધેલા કમાડવાળા છ દ્વારા કરાવ્યા. તે દ્વારની આગળ નાના નાના છ ઓરડા કરાવ્યા અને પ્રતિમાની પછવાડાની ભીંતમાં એક એક બાજુ દ્વાર પડાવ્યું. પછી એ પ્રતિમાના તાળવા ઉપર સર્વ આહારનો એક પિંડ મૂકી તે પર સુવર્ણકમળ ઢાંકી દઈને મલ્લીકુમારી પ્રતિદિન ભોજન કરવા લાગ્યા. આ બાજુ છ રાજાઓએ મલ્લીકુમારીનો હાથ ગ્રહણ કરવા માટે જે દૂતો રવાના કર્યા હતા તે બધા એકી સાથે કુંભ રાજા પાસે આવ્યા અને છયે દૂતોએ પોતપોતાના રાજાની પ્રશંસા કરીને મલ્લીકુમારીના વિવાહ પોતાના રાજા સાથે યોજાય તેવી પ્રાર્થના કરી. છયે દૂતોની વાત સાંભળીને કુંભ રાજાએ કહ્યું : “આવી અઘટિત પ્રાર્થના કરનારા રાજાઓ કોણ છે ? મારે કન્યારત્ન ત્રણ જગતમાં શિરોરત્ન સમાન છે. તેને પરણવા માટે ઇન્દ્રાદિક દેવતાઓની પણ યોગ્યતા નથી. તમે જેવા આવ્યા છો તેવા ચાલ્યા જાઓ...” દૂતો તરત જ પોતાપોતાના સ્થાને ચાલ્યા ગયા અને પોતપોતાના સ્વામીને કુંભ રાજાનો સંદેશો જણાવ્યો. કુંભરાજાના ઉત્તરથી છયે રાજાઓ ક્રોધાયમાન થયા અને કુંભરાજાને મહાત કરવા માટે વિશાળ સેના લઈને મિથિલાનગરીના પાદરમાં આવી પહોંચ્યા અને નગરીની ફરતે ઘેરો ઘાલ્યો. થોડા દિવસો સુધી ઘેરો રહેલો હોવાથી કુંભરાજા ચિંતિત બન્યા હતા ત્યારે મલ્લીકુમારીએ પિતાને પ્રશ્ન કર્યો : “પિતાજી, આપ ચિંતાગ્રસ્ત છો. આપને કઈ ચિંતા સતાવી રહી છે?” કુંભરાજાએ મલ્લીકુમારીને પોતાની ચિંતાનું કારણ જણાવ્યું. Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રી મલ્લીનાથ સ્વામી ત્યારે મલ્લીકુમારીએ કહ્યું : “પિતાજી, આપ ગુપ્તચરોને મોકલીને છયે રાજાઓને જણાવી દો કે હું તમને મલ્લીકુમારી આપીશ. આ રીતે છયે રાજાઓને સમજાવો. ત્યાર પછી મારી પ્રતિમા જ્યાં રાખેલી છે તેની આગળના યે ખંડમાં તેઓને સાયંકાળે શ્વેત વસ્ત્ર ધારણ કરાવીને ગુપ્ત રીતે જુદા જુદા લાવો...' કુંભરાજાએ પુત્રીના કહ્યાં મુજબ કર્યું. છયે રાજાઓ હાજર થયા. પછી પેલા કમાડની જાળીમાંથી સર્વેએ મલ્લીકુમારીની પ્રતિમા જોઈ. છયે રાજાઓ મનોમન બોલી ઊઠ્યા : ‘અહો, પુણ્યયોગે સુંદર નેત્રોવાળી અનિદ્ય રૂપ સુંદરી મલ્લીકુમારીને પ્રાપ્ત કરી.’ પછી સર્વે મલ્લીકુમારીના સૌંદર્યમાં લીન બની ગયા. એવામાં પ્રતિમાની પછવાડે જે દ્વાર કરાવ્યું હતું ત્યાંથી મલ્લીકુમારીએ ગુપ્ત રીતે પ્રવેશ કર્યો અને પ્રતિમાની પાછળ સંતાઈને તાળવાને ઢંકાઈને રહેલું કમળ હતું તે પાડી નાખ્યું. તરત જ તેમાંથી કોહવાઈ ગયેલા આહારની દુર્ગંધ મારવા લાગી. છયે રાજાઓથી આ દુર્ગંધ સહન ન થઈ. સર્વે રાજાઓ હાંફળાફાંફળા થવા લાગ્યા. ત્યારે મલ્લીકુમારીએ કહ્યું : 'તમે સૌએ મોટું કેમ ફેરવી લીધું છે?’ ત્યારે રાજાઓ બોલ્યા : “અમે આ દુર્ગંધને સહન કરી શકતા તરત જ મલ્લીકુમારી સ્વયં પ્રગટ થઈ અને શરીર હાડમાંસથી રચાયેલું છે. તે વાત જણાવીને છયે રાજાઓને ક્ષણભંગુર શરીરનો બોધ આપ્યો. નથી...’ મલ્લીકુમારીએ કહ્યું : “આજથી ત્રીજા ભવે તમે મારી સાથે દીક્ષા લઈને તપ આરાધના કરી હતી. તે કેમ સંભારતા નથી ?' ૧૬૩ મલ્લીકુમારીના શબ્દોની ધારી અસર થઈ. છયે રાજાઓને જાતિ સ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. છયે રાજાઓ પ્રતિબોધ પામી ગયા. Page #173 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર તેઓ કહેવા લાગ્યા : ‘હવે અમને યાદ આવ્યું કે પૂર્વ ભવે આપણે સાતેય મિત્રો સંકેત કરી એકઠા રહીને તપ કરતા હતા. પ્રભુ, આપે અમને બચાવી લીધા. અમારે હવે શું કરવું ? માર્ગ બતાવો. કારણ કે આપ અમારા ગુરુ છો.’ મલ્લીકુમારીએ કહ્યું : સમય આવે ત્યારે પ્રવજ્યા અંગીકાર કરો.’ મલ્લીકુમારીએ બધા રાજાઓને પોતપોતાના સ્થાને વિદાય કર્યા. તે અવસરે લોકાંતિક દેવાતાઓએ આવીને મલ્લીનાથને કહ્યું : ‘તીર્થ પવર્તાવો.’ તે સાંભળી પ્રભુએ સ્તંભક દેવતાઓએ પૂરેલા દ્રવ્યથી વાર્ષિક દાન આપવા માંડ્યું. જન્મથી સો વર્ષ પૂર્ણ થયા ત્યારે પચીસ ધનુષ ઊંચી. જેની કાયા છે એવા મલ્લીકુમારીનો કુંભરાજાએ તથા ઇન્દ્રાદિક દેવતાઓએ નિષ્ક્રમણોત્સવ કર્યો. ત્યાર પછી જયંતી નામની શિબિકા પર આરૂઢ મલ્લી પ્રભુ સહસ્ત્રાપ્રવન નામના શ્રેષ્ઠ ઉદ્યાનમાં આવ્યા. ૧૬૪ શ્રી મલ્લીનાથ સ્વામીએ એક હજાર પુરુષો અને ત્રણસો સ્ત્રીઓના પરિવાર સાથે માર્ગશીર્ષ માસની શુકલ એકાદશીના દિવસે. ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં આવતા પ્રાતઃકાળે દીક્ષા અંગીકાર કરી. તે વખતે પ્રભુને મનઃ પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું અને તેજ દિવસે અશોક વૃક્ષની નીચે કેવળજ્ઞાન પણ ઉત્પન્ન થયું. એ સમયે ઇન્દ્રાદિક દેવતાઓએ ત્યાં આવીને સમોસરણની રચના કરી. સમોસરણ ત્રણસો ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષથી શોભતું હતું. તેમાં પૂર્વ દ્વારેથી પ્રવેશ કરીને ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી તીર્થાય નમઃ’ એમ બોલી મલ્લી પ્રભુ પૂર્વ સિંહાસન ઉપર પૂર્વાભિમુખે બેઠા. તરત જ વ્યંતર દેવતાઓએ બીજી ત્રણ દિશાઓમાં તેમના રૂપ વિકુર્યા. દેવ, માનવ, તિર્યંચ વગેરે સૌ યથાસ્થાને બેઠા. કુંભ રાજા અને પેલા છયે રાજાઓ પણ ત્યાં આવીને ઈન્દ્રની Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રી મલ્લીનાથ સ્વામી પાછળ બેઠા. ત્યારબાદ ઇન્દ્ર અને કુંભરાજાએ પ્રભુને નમસ્કાર કરીને ભાવભરી સ્તુતિ કરી. ઇન્દ્ર અને કુંભરાજાની સ્તુતિ પૂરી થયા બાદ મલ્લી પ્રભુએ દેશના આપી અને માયાવી રૂપ સંસારનું સ્વરૂપ સમજાવીને મોક્ષ પદની પ્રાપ્તિ શી રીતે કરી શકાય તે સમજાવ્યું. ૧૬૫ શ્રી મલ્લીનાથ પ્રભુની દેશના સાંભળીને છયે રાજાઓએ દીક્ષા અંગીકાર કરી. કુંભરાજા વગેરે શ્રાવક થયા. શ્રી મલ્લી પ્રભુને ભિષક (અન્યત્ર અભિક્ષક એવું નામ દર્શાવાયું છે) વગેરે અઠયાવીશ ગણધરો થયા. પ્રભુની દેશના પૂરી થયા પછી પ્રથમ ગણધરે દેશના આપી. બીજે દિવસે તેજ વનમાં રહેલા વિશ્વસેન રાજાની તરફથી પ્રભુને પરમ અન્ન વડે પારણું થયું. ત્યાર પછી મલ્લીનાથ પ્રભુના ચરણને નમીને ઇન્દ્રાદિક દેવતાઓ તથા કુંભરાજા પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. પ્રભુ મલ્લીનાથના તીર્થમાં ઇન્દ્રાયુદ્ધ સરખા વર્ણવાળો, ચા૨ મુખવાળો, હાથીના વાહન પર બેસનારો, ચા૨ દક્ષિણ ભુજામાં વ૨દ, પરશુ, ત્રિશૂલ અને અભયને રાખનારો અને ચાર વામભુજાઓમાં બીજોરું, શક્તિ મુદ્ગર અને અક્ષસૂત્રને ધરનારો કુબેર નામે પક્ષ શાસન દેવતા થયો. જ્યારે કૃષ્ણ વર્ણવાળી, કમલના આસન પર બેસનારી, બે દક્ષિણ ભુજામાં વરદ અને અક્ષસૂત્ર તથા બે વામણુજામાં બીજોરૂં અને શક્તિ ધ૨ના૨ી વૈરાટ્યા નામે શાસનદેવી થઈ. તે બંને દેવતા શ્રી મલ્લીનાથ પ્રભુના શાસનદેવતા કહેવાયા. પ્રભુ મલ્લીનાથ ભવ્યલોકને બોધ આપવા પૃથ્વી પર વિચરવા લાગ્યા. શ્રી મલ્લીનાથ પ્રભુના પરિવારમાં ચાલીશ હજાર મહાત્મા સાધુઓ, પંચાવન હજાર તપસ્વી સાધ્વીઓ, છસો ને અડસઠ ચૌદ પૂર્વધા૨ીઓ, બે હજા૨ બસો અવધિજ્ઞાની, સત્તરસો અને પચાસ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ચોવીશ તીર્થંકર મન:પર્યવજ્ઞાની, બે હજાર અને બસો કેવળજ્ઞાનીઓ, એક લાખ ને વ્યાંશી હજાર શ્રાવકો તથા ત્રણ લાખ ને સીત્તેર હજાર શ્રાવિકાઓ હતા. આ વિશાળ પરિવાર એકસો વર્ષ ઉણા પંચાવન હજાર વર્ષ સુધી વિહાર કરતાં શ્રી મલ્લીનાથ પ્રભુને થયો. શ્રી મલ્લીનાથ પ્રભુએ નિવણ સમય નજીક આવેલો જાણીને સમેત શિખરે જઈ પાંચસો સાધુઓ અને પાંચસો સાધ્વીઓની સાથે અનશનવ્રત ગ્રહણ કર્યું. એક માસના અંતે ફાગુન માસની શુદ્ધ દ્વાદશીના દિવસે પામ્ય નક્ષત્રમાં મલ્લીનાથ પ્રભુએ તે સર્વ સાધુ અને સાધ્વીઓની સાથે નિર્વાણપદ પ્રાપ્ત કર્યું. શ્રી મલ્લીનાથ પ્રભુએ કૌમારવસ્થામાં અને વ્રત પયયિમાં મળીને પંચાવન હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું હતું. - શ્રી અરનાથ સ્વામીના નિવસિ પછી કોટી હજાર વર્ષ ગયા ત્યારે શ્રી મલ્લી પ્રભુનો નિવણિકાળ થયો હતો. મલ્લીનાથ પ્રભુ નિર્વાણ પામ્યા પછી ઇન્દ્રો તથા દેવતાઓને આવીને શ્રી મલ્લીનાથ પ્રભુનો યથાવિધિ નિવણ મહોત્સવ કર્યો. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૨૦ : શ્રી મુનિસુવ્રત સ્વામી રાજગૃહી નગરી. સુરમ્ય અને મનોહર નગરી. નગરીની પ્રજા સુખી અને સમૃદ્ધ હતી. પરગામના લોકો નગરીના દર્શનાર્થે તેમજ હટાણું કરવા આવતા રહેતા. રાજગૃહી નગરમાં સુમિત્ર નામનો રાજા રાજ કરે. રાજા સુમિત્ર ન્યાયી, પરાક્રમી અને ધર્મ પ્રત્યે આસ્થા ધરાવનારો હતો. મહારાજા સુમિત્રને પદ્માવતી નામની અતિ સુંદર રાણી હતી. રાજા સુમિત્ર અને રાણી પદ્માવતીના દિવસો સુખેથી નિર્ગમન થતાં હતાં. અહીં પ્રાણતકલ્પમાં સુરશ્રેષ્ઠ રાજાનો જીવ જે દેવતા થયો હતો, તેણે સુખસાગરમાં મગ્નપણે પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતાં ત્યાંથી અવીને સુરશ્રેષ્ઠ રાજાનો જીવ પદ્માવતી દેવીની કુક્ષિમાં અવતર્યો. તે સમયે સુખે સૂતેલી રાણી પદ્માવતી દેવીએ રાણીના અંતિમ પ્રહરે તીર્થંકરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વપ્નો જોયાં. બીજે દિવસે રાજા સુમિત્રે રાણીને જણાવ્યું કે ચક્રવર્તી અને તીર્થંકર પુત્રનો જન્મ થશે. નગરીમાં આ સમાચારથી ખુશાલી વ્યાપી ગઈ. દિવસો જવા લાગ્યા અને પૂરા દિવસે જ્યેષ્ઠ માસની કૃષ્ણ અષ્ટમીના દિવસે શ્રવણ નક્ષત્રના યોગમાં રાણી પદ્માવતીએ કૂર્મના લાંછનવાળા અને તમાલના જેવા શ્યામ કાંતિવાળા પુત્રને જન્મ આપ્યો. પ૬ દિકુમારીઓએ આવીને ભક્તિથી માતા તથા પ્રભુનું સૂતિકાકર્મ કર્યું. ત્યાર પછી ઇન્દ્ર આવીને વશમાં તીર્થકરને મેરૂ પર્વત પર લઈ ગયા. પ્રથમ શક્ર ઈન્દ્રના ઉસંગમાં બેઠેલા પ્રભુને ત્રેસઠ ઈન્દ્રોએ પવિત્ર તીર્થજળ વડે જન્માભિષેક કર્યો. પછી ઈશાનેંદ્રના ઉલ્લંગમાં બેસાડીને સ્નાત્ર પૂજાદિ કરીને શક્રેન્દ્ર પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ચોવીશ તીર્થંકર વીશમા અહંતની સ્તુતિ કરીને પ્રભુને લઈને ઈન્દ્ર પાછા પદ્માવતી દેવીની પાસે જેમ હતા તેમ મૂકી દીધા. પ્રાતઃકાળે સુમિત્ર રાજાએ પ્રભુનો જન્મોત્સવ કર્યો. નગરીના લોકો મહારાજાને વધાઈ આપવા આવવા લાગ્યા. પ્રભુનો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. મહારાજા સુમિત્રે દાનશાળા ખોલીને લોકોને દાન આપવા માંડ્યું. જ્યારે પ્રભુ માતાના ગર્ભમાં હતા ત્યારે પદ્માવતી દેવી મુનિની જેમ સુવ્રતા (સારા વતવાળા) થયા હતા તેથી પિતાએ તેમનું નામ મુનિસુવ્રત પાડ્યું. ત્રિવિધ જ્ઞાનથી જેમનો આત્મા પવિત્ર છે એવા પ્રભુ લોકોમાં બાળક્રીડાથી અજ્ઞાન નાટ્ય કરતાં અનુક્રમે મોટા થયા. યૌવન વય પ્રાપ્ત થતાં પ્રભુની કાયા વીશ ધનુષની થઈ. પિતાએ તેમને પ્રભાવતી વગેરે રાજપુત્રીઓની સાથે પરણાવ્યા. મુનિસુવ્રત સ્વામીને પ્રભાવતી દેવીથી પૂર્વ દિશામાં ચંદ્રની જેવો સુવ્રત નામનો પુત્ર થયો. સાડા સાત હજાર વર્ષો ગયા પછી પ્રભુએ પિતાએ આરોપણ કરેલા રાજ્યનો કારભાર સંભાળ્યો. રાજયનો કારભાર પ્રભુએ પંદર હજાર વર્ષ સુધી સંભાળ્યો. એક દિવસ પ્રભુને જાણવામાં આવ્યું કે હવે ભોગ્ય કર્મનો ક્ષય થયો છે તેવામાં લોકાંતિક દેવતાઓએ આવી વિજ્ઞપ્તિ કરી કે “સ્વામી, તીર્થ પ્રવતવો.” એટલે પ્રભુએ વાર્ષિક દાન આપવા માંડ્યું ત્યાર પછી પોતાના પુત્ર સુવ્રતને રાજગાદીનો ભાર સોંપ્યો. ત્યાર પછી દેવતાઓએ તથા સુવતરાજાએ જેમનો નિષ્ક્રમણોત્સવ કરેલો છે એવા શ્રી મુનિસુવ્રત સ્વામી એક સહસ્ત્ર પુરુષોએ વહન કરવા યોગ્ય એવી અપરાજિતા નામની શિબિકા ઉપર આરૂઢ થયા અને નીલગુહા નામના ઉદ્યાનમાં આવ્યા. ફાગુન માસની શુકલ દ્વાદશીએ શ્રેણવ નક્ષત્રમાં પાછલા પહોરે એક હજાર રાજાઓની સાથે પ્રભુએ છઠ્ઠ તપનું આરાધન કરીને પ્રવજ્યા ગ્રહણ કરી, દીક્ષા ગ્રહણ કરતાંની સાથે જ પ્રભુને ચોથું મનપર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. બીજે દિવસે રાજગૃહી નગરીમાં બ્રહ્મદર રાજાને ત્યાં શ્રી મુનિસુવ્રત સ્વામીએ ક્ષીરાન્ત વડે પારણું કર્યું. દેવતાઓએ ત્યાં Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિસુવ્રત સ્વામી ૧૬૯ વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. બ્રહ્મદર રાજાએ પ્રભુના ચરણને સ્થાને એક રત્નપીઠ રચાવી. ત્યારપછી શ્રી મુનિસુવ્રત સ્વામીએ નિઃસંગ, મમતા રહિત તથા સર્વ પરિષહોને સહન કરતાં અગિયાર માસ સુધી વિહાર કર્યો. પાછા ફરીને વિહાર કરતાં નીલગુહા ઉદ્યાનમાં આવ્યા. ત્યાં ચંપકવૃક્ષની નીચે કાઉસગ્ગ દશામાં ઊભા રહ્યાં. ફાલગુન માસની કૃષ્ણ દ્વાદશીના દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતા ઘાતિકર્મનો ક્ષય થવાથી પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ઈદ્રાદિક દેવાતાઓએ ત્યાં આવીને બસોને ચાલીશ ધનુષ ઊંચા અશોક વૃક્ષવાળું સમોસરણ રચ્યું. તેમાં પ્રવેશ કરીને, ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા દઈને “તીથયિનમઃ' એમ બોલીને પ્રભુ પૂર્વાભિમુખે સિંહાસન પર બિરાજ્યા વ્યંતર દેવતાઓએ બીજી ત્રણ દિશાઓમાં પ્રભુના પ્રતિબિંબો વિકુવ્ય. ચતુર્વિધ સંઘ યોગ્ય સ્થાને બેઠો. પ્રભુને સમોસમના સમાચાર જાણીને સુવ્રત રાજા પરિવાર સાથે ત્યાં આવ્યા અને શ્રી મુનિસુવ્રત સ્વામીના ચરણમાં નમીને ઈદ્રની પાછળ બેઠા. અને સુવ્રત રાજા પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ કરીને ઇન્દ્ર અને સુવ્રત રાજા વિરામ પામ્યા એટલે શ્રી મુનિસુવ્રત સ્વામીએ સર્વ જીવોને બોધ આપવા ધર્મદશના આપવા માંડી. શ્રી મુનિસુવ્રત સ્વામીએ સંસારનું સ્વરૂપ સમજાવીને ગૃહસ્થ ધર્મની વિશદ વ્યાખ્યા સમજાવી. આત્મ કલ્યાણનો માર્ગ બતાવ્યો. પ્રભુની દેશના સાંભળીને અનેક લોકોએ દીક્ષા લીધી. કેટલાક શ્રાવક થયા. શ્રી મુનિસુવ્રત સ્વામીને ઇન્દ્રાદિક અઢાર ગણધરો થયા. પ્રભુ દેશનાથી વિરામ પામ્યા એટલે ઇન્દ્ર ગણધરે દેશના આપી. તેઓ દેશનાથી વિરામ પામ્યા પછી ઇન્દ્ર, સુવ્રત રાજા તથા અન્યો પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. શ્રી મુનિસુવ્રત સ્વામીના તીર્થમાં ત્રણ નેત્રવાળા, ચાર મુખવાળો, શ્વેતવર્ણ, જટાધારી, વૃષભ પર બેસનારો, ચાર દક્ષિણ ભુજામાં બીજોર, ગદા, બાણ તથા શક્તિ અને ચાર વામ ભુજામાં નકુલ, અક્ષસૂત્ર ધનુષ્ય અને પરશુ ધારણ કરનાર વરૂણ નામે યક્ષ શાસન દેવતા થયો. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ચોવીશ તીર્થંકર એ રીતે ગૌરવર્ણ, ભદ્રાસન પર બેસનારી, બે દક્ષિણ ભુજામાં વરદ તથા અક્ષસૂત્ર અને બે વામ ભુજામાં બીજોરું અને ત્રિશૂલ ધરનારી નરદત્તા નામે શાસનદેવી થઈ. એ બને શ્રી મુનિસુવ્રત સ્વામીના તીર્થમાં શાસનદેવતા થયા. એ બને શાસનદેવતા જેમના સાંનિધ્યમાં રહેલા છે તેવા શ્રી મુનિસુવ્રત સ્વામી વિહાર કરતાં કરતાં પૃથ્વી પર વિચારવા લાગ્યા. કેવળજ્ઞાની થયા પછી શ્રી મુનિસુવ્રત સ્વામીને એકાદશ માસે ઊણા સાડા સાત હજાર વર્ષો વીતી ગયા. શ્રી મુનિસુવ્રત સ્વામીના પરિવારમાં ત્રીશ હજાર મહાત્મા સાધુઓ, પચાસ હજાર તપસ્વી સાધ્વીઓ, પાંચસો મહા બુદ્ધિમાન ચૌદ પૂર્વ ધારી, અઢારસો અવધિજ્ઞાની, પંદરસો મન:પર્યવજ્ઞાની, અઢારસો કેવળજ્ઞાની, બે હજાર વૈક્રિયલબ્ધિવાળા, એક હજાર અને બસો વાદલબ્ધિવાળા, એક લાખ ને બોતેર હજાર શ્રાવકો, ત્રણ લાખ ને પચાસ હજાર શ્રાવિકાઓ હતાં. અનુક્રમે નિવણિકાળ પ્રાપ્ત થયો એટલે શ્રી મુનિસુવ્રત સ્વામી સમેતશિખરે પધાર્યા. ત્યાં એક હજાર મુનિવરોની સાથે અનશન ગ્રહણ કર્યું. એક માસના અંતે જ્યેષ્ઠ માસની કૃષ્ણ નવમીએ શ્રવણ નક્ષત્રમાં તે મુનિવરોની સાથે પ્રભુ શાશ્વતપદ પામ્યા. શ્રી મુનિસુવ્રત સ્વામીએ સાડા સાત હજાર વર્ષ કુમારપણામાં તેટલાં જ વ્રત પાલનમાં અને પંદર હજાર વર્ષ રાજ્યમાં એમ મળીને ત્રીશ હજાર વર્ષનું આયુષ્ય શ્રી મુનિસુવ્રત સ્વામીએ પૂર્ણ કર્યું. શ્રી મલ્લીનાથ સ્વામી મોક્ષે ગયા પછી ચોપન લાખ વર્ષ ગયા ત્યારે શ્રી મુનિસુવ્રત સ્વામીનું નિર્વાણ થયું. એક હજાર મુનિઓની સાથે શ્રી મુનિસુવ્રત સ્વામી જ્યારે મોક્ષે ગયા ત્યારે ઇન્દ્રોએ દેવતાઓની સાથે રહીને તેમનો વિધિપૂર્વક મોક્ષ મહિમા કર્યો. (શ્રી મુનિસુવ્રત સ્વામીના સમયમાં સુદર્શના રાજકુમારી થઈ હતી. સુદર્શના ચરિત્રની કથા લેખકની પ્રાપ્ય છે.) Page #180 -------------------------------------------------------------------------- ________________ : શ્રી નમિનાથ સ્વામિ જબુદ્વીપના ભરતક્ષેત્રમાં આવેલી અતિ દૈદિપ્યમાન અને મનોરમ્ય નગરી મિથિલા. મિથિલા નગરીની શોભા અપૂર્વ હતી. નગરીના લોકો પરમ સુખી અને સંતોષી હતા. મિથિલા નગરીમાં વિજય નામનો રાજા રાજ કરે. મહારાજ વિજય આરોગ્યનિષ્ઠ ધર્મ પ્રત્યે આસ્થા સેવનારો તેમજ દયાળુ પ્રકૃતિનો હતો. મહારાજા વિજયને વપ્રા નામની પટ્ટરાણી હતી. મહાદેવી વપ્રા સુશીલ, સંસ્કારી અને ગુણી હતી. મહારાજા વિજય અને પ્રાદેવીનું જીવન સુખમય રીતે પસાર થતું હતું. એક વખત આશ્વિન માસની પૂર્ણિમાના દિવસે અશ્વિની નક્ષત્રમાં ચંદ્ર આવતા સિદ્ધાર્થ રાજાનો જીવ અપરાજિત વિમાનમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય ભોગવીને પછી ત્યાંથી અવીને વપ્રાદેવીના ઉદરમાં આવીને અવતર્યો. તે વખતે ત્રણ જગતમાં ઉદ્યોત થઈ ગયો. વપ્રાદેવીએ રાત્રીના અંતીમ પ્રહરે તીર્થંકરનાં જન્મને સૂચવનારા ચૌદ મહાસ્વપ્નો મુખમાં પ્રવેશતાં જોયાં. પ્રાતઃકાળે વપ્રાદેવીએ સ્વામીને ચૌદ સ્વપ્નની વાત કરી ત્યારે મહારાજા વિજય અતિ આનંદિત બનીને સ્વપ્નનું ફળ જણાવ્યું. દિવસો પસાર થવા લાગ્યા. જેમ જેમ તે ગર્ભ અનુક્રમે વધવા લાગ્યો તેમ તેમ માતા વપ્રાદેવીને અતિ લાવણ્ય આપનાર તેમજ સુખ આપનાર થયો. ગર્ભ સમય પૂરો થતાં શ્રાવણ માસની કૃષ્ણ અષ્ટમીના દિવસે અશ્વિની નક્ષત્રમાં નીલ કમલથી લાંછિત અને સુવર્ણ કાંતિવાળા કુમારને દેવીએ જન્મ આપ્યો. આસન કંપવાથી છપ્પન દિíમારીઓએ ત્યાં આવીને વપ્રાદેવી અને કુમારનું વિધિપૂર્વક સૂતિકાકર્મ કર્યું. પછી શક્રેન્દ્ર પ્રભુને મેરૂગિરી પર્વતે લઈ ગયા. ત્યાં અય્યતાદિ ચોસઠ ઇન્દ્રોએ Page #181 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર તીર્થજળથી પ્રભુને સ્નાન કરાવ્યું સ્નાત્ર કરી રહ્યા પછી શુક્રેન્દ્રે પુષ્પાદિ વડે પ્રભુનું અર્ચન કરી, આરતી ઉતારીને સ્તુતિ કરી. ૧૭૨ સ્તુતિ કર્યા પછી ઇન્દ્ર પ્રભુને લઈને વપ્રાદેવીના પડખામાં જેમ હતા તેમ પાછા મૂકી દીધા. પ્રાતઃકાળે મહારાજા વિજયે કારાવાસમાંથી કેદીઓને છોડી મૂકીને આનંદ સહિત પુત્રજન્મનો મહોત્સવ કર્યો. પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે શત્રુઓએ મિથિલા નગરી રૂંધેલી હતી. તે વખતે વપ્રાદેવી મહેલની અગાશીએ ચડ્યાં હતાં. તેમને જોઈને ગર્ભના પ્રભાવથી સર્વ શત્રુઓ મહારાજા વિજય પાસે આવીને નમી પડ્યા હતા, તે ઉપરથી મહારાજા વિજયે પ્રભુનું નામ નમિકુમાર પાડ્યું. ઇન્દ્રે આદેશ કરેલી ધાત્રીઓએ હંમેશા પાલન કરેલ શ્રી મિનાથ બીજા ચંદ્રની જેમ અનુક્રમે વધવા લાગ્યા. ! બાલપણ પસાર થતા પ્રભુ પંદર ધનુષ્ય ઊંચી કાયાવાળા થયા અને પિતાની આજ્ઞાથી રાજકન્યા સાથે પરણ્યા. જન્મથી અઢી હજાર વર્ષ ગયા પછી ભોગફળ કર્મને જાણનારા શ્રી નમિકુમારે પિતાએ આપેલું રાજ્ય સ્વીકાર્યું. રાજ્યના કારભારમાં પાંચ હજાર વર્ષ ગયા એટલે લોકાંતિક દેવતાઓએ આવીને પ્રભુને તીર્થ પ્રવર્તાવો'ની વિનંતી કરી. આથી શ્રી નમિકુમારે સુપ્રભ નામના પુત્રને રાજ્યનો કારભાર સોંપીને તિર્થંકįભક દેવતાઓએ પૂરેલા દ્રવ્ય વડે વાર્ષિક દાન આપવા લાગ્યા. વાર્ષિક દાન અપાઈ રહ્યાં પછી સુપ્રભ વગેરે રાજાઓથી અને ઇન્દ્રાદિક દેવોથી પરવરેલા પ્રભુ દેવકુરુ નામની શિબિકામાં બેસીને સહસ્ત્રામ્રવન તરફ પ્રવજ્યા અંગીકાર કરવા અર્થે ચાલ્યા. શ્રી નમિકુમારે સહસ્ત્રામવનમાં વાજતે ગાજતે પ્રવેશ કર્યો અને અષાઢ માસની કૃષ્ણ નવમીના દિવસે અશ્વિની નક્ષત્રમાં દિવસના પાછલા પ્રહરે પ્રભુએ છઠ્ઠ તપ કરીને એક હજાર રાજાઓની સાથે દીક્ષા અંગીકાર કરી, તરત જ પ્રભુને મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. બીજે દિવસે વીરપુરમાં દત્ત રાજાને ઘેર આવીને પ્રભુએ ક્ષીરવડે પારણું કર્યું. દેવતાઓએ ત્યાં વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિનાથ સ્વામી ૧૭૩ કર્યા. દત્ત રાજાએ પ્રભુના ચરણસ્થાને રત્નપીઠની રચના કરી. અને શ્રી નમિનાથ સ્વામીએ અન્યત્ર વિહાર કર્યો. નવ મહિના સુધી વિહાર કરીને પછી પોતાના દીક્ષા સ્થાનવાળા સહસ્ત્રાપ્રવનમાં શ્રી નમિનાથ સ્વામી પધાર્યા, “અને છઠ તપનું આરાધન કરીને બોરસલીના વૃક્ષ નીચે કાઉસગ્ગ દશામાં ઊભા રહ્યાં. માગશર માસની શુકલ એકાદશીના દિવસે અશ્વિની નક્ષત્રમાં ઘાતકર્મનો ક્ષય થવાથી શ્રી નમિનાથ સ્વામીને ઉજ્વળ, પ્રકાશમાન કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓ ત્યાં આવીને તત્કાળ સમોસરણની રચના કરી. એકસો એંશી ધનુષ્ય ઊંચા આસોપાલવના વૃક્ષથી સમોસરણ શોભિત હતું. તે આસોપાલવના વૃક્ષને પ્રદક્ષિણા કરી, તીર્થને નમસ્કાર કરીને પ્રભુ પૂર્વાભિમુખે રત્નસિંહાસન પર બિરાજમાન થયા. તત્કાળ વ્યંતર દેવતાઓએ બીજી ત્રણ દિશાઓમાં રત્નસિંહાસનની ઉપર પ્રભુના પ્રતિબિંબો વિકુવ્ય. ચતુર્વિધ સંઘ યોગ્ય સ્થાને બેઠો ત્યારપછી સૌધર્મેન્દ્ર પ્રભુને ભક્તિભાવથી વંદન કરીને ભાવભરી સ્તુતિ કરવા લાગ્યો. ઈન્દ્રની સ્તુતિ પૂરી થયા પછી ત્રણ જગતના ગુરુ પ્રભુએ ધર્મદેશના આપી. શ્રી નમિનાથ સ્વામીએ ધર્મદિશનામાં જણાવ્યું કે આ સંસાર અસાર છે. ધન નદીના તરંગ જેવું ચંચળ છે. જ્યારે શરીર વીજળીના વિલાસ જેવું નાશવંત છે. ચતુરજનોએ આ ત્રણેય પ્રત્યેનો મોહ દૂર કરી મુમુક્ષુ થઈને મોક્ષમાર્ગ રૂપ યતિધર્મ વિષે પ્રયત્ન કરવો. પ્રભુની દેશના સાંભળીને અનેક લોકોએ પ્રવજ્યા અંગીકાર કરી તેમાં કુંભ વગેરે સત્તર ગણધરો થયા. પ્રભુની દેશનાના અંતે કુંભ નામના ગણધરે દેશના આપી. તે દેશના પૂર્ણ થયા પછી ઇન્દ્રાદિક દેવો પ્રભુને નમસ્કાર કરીને પોતપોતાના સ્થાનકે ગયા. શ્રી નમિનાથ પ્રભુના તીર્થમાં ત્રણ નેત્રવાળો, ચાર મુખવાળો. સુવર્ણ જેવા વર્ણવાળો, વૃષભના વાહન પર બેસનારો, ચાર દક્ષિણ ભુજામાં બીજોરું, શક્તિ, મુદ્ગર તથા અભય તથા ચાર વામણુજામાં Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ચોવીશ તીર્થંકર નકુલ, ફરશી, વજ અને અક્ષમાલાને ધારણ કરનારો ભૂકુટિ નામનો યક્ષ થયો. જ્યારે શ્વેત અંગવાળી, હંસના વાહન પર બેસનારી, બે દક્ષિણ ભુજામાં વરદ તથા ખડગ તેમજ બે વામ ભુજામાં બીજોરું તથા કુતને ધારણ કરનારી ગાંધારી નામની શાસનદેવી થઈ. આ બન્ને દેવતા શ્રી નમિનાથ સ્વામીના શાસનદેવતા થયા. એ બને યક્ષ અને પક્ષીણી નિરંતર જેમની સમીપ રહેતા હતા એવા પ્રભુએ નવમાસે ઉણા અઢી હજાર વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કર્યો. તેટલાં વિહારમાં પ્રભુને વીશ હજાર સાધુઓ. એકતાલીશ હજાર સાધ્વીઓ, સાડા ચારસો ચૌદ પૂર્વધારી, એક હજાર અને છસો અવધિજ્ઞાની, બારસો ને આઠ મનપર્યવજ્ઞાની, સોળસો કેવળજ્ઞાની પાંચ હજાર વૈક્રિય લબ્ધિવાળા એક હજાર વાદ લબ્ધિવાળા, એક લાખ ને સીત્તેર હજાર શ્રાવકો અને ત્રણ લાખ ને અડતાલીશ હજાર શ્રાવિકા જેટલો પરિવાર થયો. શ્રી નમિનાથ સ્વામીએ પોતાનો મોક્ષકાળ નજીક આવેલો જાણીને સમેતશિખર ગિરિએ પધાર્યા ત્યાં એક હજાર મુનિઓની સાથે પ્રભુએ અનશન ગ્રહન કર્યું. એક માસના અંતે વૈશાખ માસની કૃષ્ણ દશમીના દિવસે અશ્વિની નક્ષત્રમાં શ્રી નમિનાથ પ્રભુ તે મુનિઓની સાથે અવ્યથ પદ (મોક્ષ) ને પ્રાપ્ત થયા. શ્રી નમિનાથ સ્વામીએ કુમારપણામાં અઢી હજાર વર્ષ, રાજ્ય શાસનમાં પાંચ હજાર વર્ષ અને વ્રતમાં અઢી હજાર વર્ષ એમ, સર્વ મળીને દશ હજાર વર્ષનું આયુષ્ય શ્રી નમિનાથ પ્રભુનું પૂર્ણ થયું. શ્રીમુનિસુવ્રત સ્વામીના નિર્વાણ પછી છ લાખ વર્ષ નિર્ગમન થયા ત્યારે શ્રી નમિનાથ સ્વામીનું નિવણિ થયું. શ્રી નમિનાથ સ્વામીના નિર્વાણના ખબર અવધિજ્ઞાન વડે જાણીને સર્વ ઇન્દ્રોએ. દેવતાઓએ ત્યાં આવીને પરિવાર સહિત શ્રી નમિનાથ સ્વામી તથા એક હજાર મુનિરાજોનો શરીર સંસ્કારપૂર્વક નિવણિોત્સવ કર્યો. શ્રી નમિનાથ, દેવતાઓએ યોજાનો શરીર Page #184 -------------------------------------------------------------------------- ________________ ૨૨ : શ્રી નેમિનાથ સ્વામી (અરિષ્ટનેમિ) શૌરિપુર નગરી. શૌરિપુર નગરી સુખ-સમૃદ્ધિ અને ધનધાન્યથી સમૃદ્ધ હતી. નગરીની પ્રજા સુખી અને સંતોષી હતી. શૌરિપુર નગરીમાં મહારાજા સમુદ્રવિજયનું શાસન હતું. મહારાજા સમુદ્રવિજયને શિવાદેવી નામની પટ્ટરાણી હતી. મહારાજા સમુદ્રવિજય અને મહાદેવી શિવાદેવીના દિવસો સુખેથી પસાર થતા હતા. એક દિવસ રાત્રીના ચોથા પ્રહરે, કાર્તિક કૃષ્ણ દ્વાદશીનો દિવસ. ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવ્યે સતે અપરાજિત વિમાનમાંથી અવીને શંખરાજાનો જીવ મહાદેવી શિવાદેવીની કુક્ષીમાં અવતર્યો. એ વખતે શિવાદેવીએ તીર્થંકરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વપ્નો હસ્તિ, વૃષભ, સિંહ, લક્ષ્મી, પુષ્પમાળ, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, કુંભ, પધ. સરોવર, સમુદ્ર, વિમાન, રત્નપૂન તથા અગ્નિને મુખમાં પ્રવેશતાં જોયા. તે વખતે નારકી જીવોને પણ સુખ થયું અને ત્રણ જગતમાં ઉદ્યોત થયો. ત્યારપછી મહાદેવી શિવાદેવીએ જાગૃત થઈને મહારાજા સમુદ્ર વિજયને ચૌદ મહાસ્વપ્નની વાત કરી. મહારાજા સમુદ્ર વિજયે સ્વપ્નનો અર્થ જાણવા નિમિત્તજ્ઞને બોલાવ્યો. નિમિત્તજ્ઞ તરત આવ્યો. તેવામાં એક ચારણશ્રમણ સ્વયં ત્યાં પધાર્યા. રાજાએ ઊભા થઈને તેમને વંદના કરી અને એક ઉત્તમ આસન પર બેસાર્યા. મહારાજાએ નિમિત્તજ્ઞ તથા મુનિને સ્વપ્નનું ફળ પૂછ્યું. ત્યારે ઉત્તર મળ્યો કે તમારે ત્યાં ત્રણ જગતના પતિ એવા તીર્થંકર પુત્ર થશે. આમ કહીને મુનિરાજ ચાલ્યા ગયા. મહારાજા સમુદ્રવિજય અને રાણી શિવાદેવી સ્વપ્નનું ફળ કથન Page #185 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર સાંભળીને અત્યંત હર્ષિત બન્યા. તે દિવસથી દેવીની જેમ સુખને આપનાર અને પ્રત્યેક અંગમાં લાવણ્ય અને સૌભાગ્યના ઉત્કર્ષને આપનાર ગુઢગર્ભને શિવાદેવીએ ધારણ કર્યો. ૧૭ અનુક્રમે ગર્ભસ્થિતિ પૂર્ણ થતાં શ્રાવણ માસની શુકલ પંચમીની રાત્રે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવતાં કૃષ્ણ વર્ણવાળા અને શંખના લાંછનવાળા પુત્રને શિવાદેવીએ જન્મ આપ્યો. તે વખતે છપ્પન દિશાકુમારીઓએ ત્યાં આવીને શિવાદેવી તથા જિનેન્દ્રનું સૂતિકાકર્મ કર્યું. ત્યાર પછી શક્રઇન્દ્રે ત્યાં આવીને પાંચ રૂપ કર્યા. તેમાં એક રૂપ વડે પ્રભુને હાથમાં ગ્રહણ કર્યા. બે રૂપ વડે ચામર વિંઝવા લાગ્યા. એક રૂપ વડે મસ્તક ઉપર ઉજ્વળ છત્ર ધારણ કર્યું અને એક રૂપ વડે હાથમાં વજ્ર લઈને આનંદોત્સાહ સાથે પ્રભુની આગળ ચાલ્યા. એ પ્રમાણે મેરૂ પર્વતના શિખર ઉપર અતિ પાંડુકંબલા નામની શિલા પાસે આવ્યા. તે શિલા ઉપરના અતિ ઉચ્ચ સિંહાસન ઉપર ભગવંતને ખોળામાં લઈને શક્રઇન્દ્ર બેઠા. તે વખતે અચ્યુતાદિ ત્રેસઠ ઇન્દ્રો પણ તત્કાળ ત્યાં આવ્યા અને તેમણે શ્રી જિનેન્દ્રને ભક્તિપૂર્વક સ્નાન કરાવ્યું. પછી ઈશાન ઇન્દ્રના ખોળામાં પ્રભુને અર્પણ કરીને શકઇન્દ્રે વિધિપૂર્વક પ્રભુને સ્નાત્ર કર્યું. ત્યારપછી કુસુમાદિક પૂજા કરી. આરતી ઉતારી, નમસ્કાર કરીને ભક્તિભાવથી મધુર વાણીથી ઇન્દ્રે પ્રભુની સ્તુતિ કરી. ઇન્દ્રે સ્તુતિ કરીને જગતના નાથ પ્રભુને લઈને મહાદેવી શિવાદેવી પાસે આવ્યા અને તેમની પાસેથી જેમ લીધા હતા તેમજ મૂકી દીધા. ત્યારબાદ ભગવંતનું પાલન કરવા માટે પાંચ અપ્સરાઓને ધાત્રી તરીકે ત્યાં રહેવાની આજ્ઞા કરી. અને ઇન્દ્ર નંદીશ્વર દ્વીપ ગયા, ત્યાં સેવાપૂજા કરીને પોતાના સ્થાનકે ગયા. પ્રાતઃકાળે મહારાજા સમુદ્રવિજયે અત્યંત હર્ષિત થઈને પુત્રનો મહાજન્મોત્સવ કર્યો. ભગવંત ગર્ભમાં હતા ત્યારે માતાએ અરિષ્ટમી ચક્રધારા સ્વપ્નમાં જોઈ હતી તેથી પિતાએ તેમનું નામ “અરિષ્ટ નેમિ’ Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથ સ્વામી (અરિષ્ટનેમિ) પાડ્યું. અરિષ્ટ નેમિનો જન્મ સાંભળીને વસુદૈવાદિકે મથુરામાં પણ મહોત્સવ કર્યો. સમયને જતાં વાર લાગતી નથી. લાંબો કાળ પસાર થઈ ગયો. અરિષ્ટનેમિ દશધનુષ્ય ઊંચી કાયાવાળા થઈને યૌવનને પગલે પગલા માંડ્યા. ૧૭૭ એક વા૨ નેમકુમાર દ્વારિકાની વિશાળ આયુધશાળામાં ગયા ત્યાં તેઓ વિવિધ અસ્ત્રો જોવા લાગ્યા. નેમકુમારે સૂર્યના બિંબ જેવું પ્રકાશમાન સુદર્શન ચક્ર જોયું, બળરામનો સુઘોષ શંખ નિહાળ્યો. શાઙ્ગ ધનુષ્ય, કૌમુદકી ગદા, ખડગ તેમજ પંચજન્ય શંખ નિહાળ્યો. અરિષ્ટનેમિએ ચારૂકૃષ્ણને કહ્યું : ‘ચારૂકૃષ્ણ, મારે આ શંખ જોવો છે.’ ચારૂકૃષ્ણે કહ્યું : ‘કુમારશ્રી, એ શંખ અદ્વિતીય છે. પંચજન્ય શંખ શ્રીકૃષ્ણ મહારાજ સિવાય કોઈ બજાવી શકે નહિ.' અરિષ્ટ નેમિકુમારને નવાઈ લાગી અને પૂછ્યું : “એવું તે શું છે કે શંખ કોઈ બજાવી શકે નહિ..?’ ‘કુમારશ્રી, શ્રીકૃષ્ણ મહારાજનો શંખ પંચજન્ય શંખ છે. સામાન્ય શંખ નથી, પંચજન્ય શંખ વાગે ત્યારે ધરતી ધ્રુજી ઊઠે. શ્રીકૃષ્ણ મહારાજને દેવતાઓએ આપેલો શંખ છે. આપ આ શંખ લેવા કે બજાવવા માટે સમર્થ નથી.’ અરિષ્ટનેમિની ઉત્કંઠા વધી. અંતરમાં પંચજન્ય શંખ બજાવવાનું મન થયું. એમણે તરત જ શંખ ઉઠાવ્યો અને સરળતાથી બજાવ્યો અને ચારે તરફ હાહાકાર મચી ગયો. શ્રીકૃષ્ણ વિચારવા લાગ્યા કે પંચજન્ય શંખ કોણે બજાવ્યો હશે ? આ તરફ પંચજન્ય શંખ રમતા રમતા બજાવીને યોગ્ય સ્થાને મૂકીને નેમકુમાર શ્રીકૃષ્ણ પાસે આવ્યા. એ દરમ્યાન શ્રીકૃષ્ણને સમાચાર પ્રાપ્ત થઈ ગયા કે નેકુમારે શંખ બજાવ્યો હતો. શ્રીકૃષ્ણ ચો. તી. ૧૨ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ચોવીશ તીર્થંકર નેમકુમારની તાકાતનો વિચાર કરતા હતા. ત્યાં નેમકુમાર શ્રીકૃષ્ણ પાસે આવ્યા ત્યારે શ્રીકૃષ્ણ નેમકુમારને પોતાની બાજુમાં બેસાડીને પૂછ્યું : “નેમકુમાર, હમણાં પંચજન્ય શંખ તમે ફેંક્યો હતો? જેના ધ્વનિ માત્રથી પૃથ્વી પણ એક પળ થંભી જાય છે.” કેમકુમારે કહ્યું : 'હા....વડિલબંધુ, આપનો શંખ મેં ફેંક્યો હતો. કારણ કે આપના અસ્ત્રાગારના મુખ્ય રક્ષક ચારૂકૃષ્ણ મને કહ્યું કે આ શંખ શ્રીકૃષ્ણ મહારાજ સિવાય કોઈ બજાવી શકે નહિ. એથી મેં તે શંખ હસતાં હસતાં બજાવ્યો.' નેમકુમારનો ઉત્તર સાંભળીને શ્રીકૃષ્ણને થયું કે કેમકુમાર ખરેખર શક્તિશાળી છે. હું કેમકુમારના ભુજબળની પરીક્ષા કરું.... શ્રી કૃષ્ણ આમ વિચારીને રેમકુમારને કહ્યું : “નેમકુમાર, મારા સિવાય પંચજન્ય શંખ ફૂંકવાને કોઈ સમર્થ નથી. તમે શંખ ફૂક્યો તે જાણીને આનંદ થયો. મને વિશેષ પ્રસન્ન કરવા માટે તમારું ભુજાબળ બતાવો મારી સાથે બાહુ યુદ્ધ કરો.” નેમકુમારે પ્રસન્ન ર્દયે હા પાડી. એક વીર યોદ્ધા કરતાં અનેકગણું વધારે બળ વાસુદેવમાં હોય છે. વાસુદેવ કરતાં અનેક ગણી શક્તિ ચક્રવતીમાં હોય છે અને ચક્રવતી કરતાં અનેકગણી વધારે તાકાત તીર્થકરમાં હોય છે. શ્રીકૃષ્ણ અને રેમકુમાર અસ્ત્રાગારમાં આવ્યા. દયાના સાગર એવા નેમકુમારે વિચાર્યું કે જે હું હાથથી, પગથી કે છાતીથી કૃષ્ણને દબાવીશ તો શા હાલ થાય ? આથી કૃષ્ણ કેવળ મારું ભુજબળ જાણે તે જ યોગ્ય છે. આ પ્રમાણે વિચાર કરીને નેમકુમારે શ્રીકૃષ્ણ સામે જોઈને કહ્યું : વડીલબંધુ, વારંવાર ધરતી પર પડવું અને ઊભું થયું તે સામાન્ય માનવીનું કામ છે. આથી આપણે પરસ્પર ભુજા નમાવવા વડે જ યુદ્ધ કરીએ..” એમ જ થયું. Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથ સ્વામી (અરિષ્ટનેમિ) ૧૭૯ નેમકુમારે રમતા રમતા શ્રીકૃષ્ણની ભુજા નમાવી દીધી. ત્યારપછી નેમકુમારે પોતાની લાંબી ભુજા ધરી રાખી પરંતુ કૃષ્ણ નેમકુમારની ભુજાને નમાવી શક્યા નહિ. શ્રીકૃષ્ણને થયું કે જેમકુમાર અતિ બળવાન અને શક્તિશાળી છે. એમણે નેમકુમારની ભુજા છોડી દીધી. અને કહ્યું : “પ્રિય બંધુ, જે બલરામજી મારા બળથી જગતને તુચ્છ સમજે છે તેમ હું તમારા બળથી સમગ્ર વિશ્વને તૃણ સમાન સમજું છું.” એ સમયે કેમકુમારનો નાનો ભાઈ રથનેમિ પણ આ ભુજાબળનું યુદ્ધ જોવા આવ્યો હતો. પોતાનો ભાઈ આટલો શક્તિશાળી છે તે જાણીને હર્ષ થયો. મહારાજા સમુદ્રવિજય, મહાદેવી શિવાદેવી, શ્રીકૃષ્ણ, બલરામ તથા રાજપરિવારના સભ્યો નેમકુમારના વિવાહ માટે વિચારણા કરતા હતા ત્યારે સત્યભામાએ જણાવ્યું : “મારી રાજુલ નામની નાની બહેન નેમકુમાર માટે સુયોગ્ય છે.” અને હાજર રહેલા સૌને સત્યભામાની વાત પસંદ આવી ગઈ. શ્રીકૃષ્ણ તરત જ મહારાજા ઉગ્રસેનની નગરીમાં ગયા અને મહારાજા ઉગ્રસેનને મળીને કહ્યું : “રાજન, આપની રાજુલકુમારી નામની કન્યા છે, તે મારા અનુજ ભાઈ નમિ કે જે મારાથી ગુણમાં અધિક છે, તેને યોગ્ય ઉગ્રસેન શ્રીકૃષ્ણનો પ્રસ્તાવ સાંભળીને અતિ હર્ષિત બન્યા અને સહર્ષ નેમકુમાર સાથે રાજુલકુમારીના વિવાહની વાત પાકી થઈ. અને નક્કી કરેલા દિવસે નેમિનાથને વિવાહ માટે ઉગ્રસન રાજાને ત્યાં લઈ જવા માટે તૈયાર કર્યો. મહારાજા સમુદ્રવિજય અને મહાદેવી શિવાદેવીના હરખનો પાર નહોતો. રથનેમિ પણ લગ્નમાં આવવા માટે તૈયાર થઈ ગયો હતો. અને લગ્નયાત્રા શરૂ થઈ. Page #189 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર નગરીના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, ભાયાતો લગ્નયાત્રામાં નેમકુમા૨નો સુવર્ણમય રત્નજડિત રથ વિશાળ રથયાત્રામાં મંથર ગતિએ ચાલી રહ્યો હતો. ૧૮૦ જોડાયા. ૨થ પર શ્વેત છત્ર હતું. બન્ને પડખે શ્વેત ચામરો વીંઝતી હતી. છેડા સહિત બે શ્વેત વસ્ત્રો પહેરાવ્યાં. મુક્તાફળના આભરણોથી શણગાર્યા હતા મનોહર ગોશીષ ચંદનથી અંગરાગ કર્યો હતો. શ્વેત અશ્વોવાળા રથમાં નેમકુમાર આરૂઢ થયા હતા. અગ્ર ભાગે હજારો યાદવો અશ્વ પર સવાર થઈને જાનૈયા થઈને ચાલતા હતા. બન્ને બાજુ હાથીઓની હાર ચાલી. પાછળ મૂલ્યવાન પાલખીઓમાં બેસીને અંતઃપુરની સ્ત્રીઓ મંગળ ગીતો ગાતી હતી. આમ જાનનો ઠાઠ અપૂર્વ અને અદ્ભુત હતો. અને જાન ઉગ્રસેન રાજાની નગરીમાં આવી પહોંચી. નેમકુમારની જાનના આગમનને કોલાહલ સાંભળીને મેઘ ધ્વનિ મયુરીની જેમ કમળ લોંચના રાજુલકુમારી ગાઢ ઉત્કંઠાવાળી થઈ. રાજુલકુમારીની એક સખી તેનો હાથ પકડીને નેમકુમારને નિહાળવા તેને ગોખે ૫૨ લઈ આવી. રાજુલકુમારીના અંતરમાં નેમકુમારને નિહાળવાની અદમ્ય ઇચ્છા હતી. અને એની ઇચ્છા તેની સખીઓએ પૂરી કરી. રાજુલે ચંદ્રસહિત મેઘના જેવો માલતી પુષ્પોથી ગૂંથાયેલો કેશપાશ ધર્યો હતો. રાજુલકુમારી બે વિશાળ લોચનથી કર્ણમાં ધારણ કરેલા આભૂષણભૂત કમળને પરાજિત કરતી હતી. મોતી રત્નજડિત કુંડળોયુક્ત કર્ણથી છીપની શોભાનો પ્રતિકાર કરતી હતી. હિંગળોક સહિત અધરથી પાકેલા બિંબ ફ્ળને લજાવતી હતી. તેમજ કંઠને આભૂષણયુક્ત ગ્રીવા સુવર્ણની મેખલાવાળા શંખની જેમ શોભી રહી હતી. પુષ્પહારથી અંકિત રત્નપ્રદેશ બિસ ગ્રહણ કરનારા ચક્રવાકની Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથ સ્વામી (અરિષ્ટનેમિ) ૧૮૧ જેમ શોભી રહ્યો હતો. કરકમળથી કમળપંડયુક્ત સરિતા જેવી દેખાતી હતી. જાણે કામદેવની ધનુલતા ન હોય તેમ તેનો કટિ પ્રદેશ મુષ્ટિગ્રાહ્ય હતો. જાણે સુવર્ણફલક હોય તેવા નિતંબ વડે મનોરમ હતી. કદલી જેવા તેના ઉરૂ હતા. મૃગલીના જેવી તેની જંઘા હતી. રત્ન જેવી નખાવલી હતી. છેડાદાર શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા. અને અંગે ગોરૂ ચંદનનું વિલોપન કર્યું હતું. આ પ્રમાણે તૈયાર થઈને રાજકુમારી રાજુલકુમારી સખીઓ જોડે ગોખે આવીને શંખાકૃતિ આસન પર બેઠી હતી. ત્યાં રહીને રાજુલે જાણે પ્રત્યક્ષ કંદર્પ હોય તેમ લ્દયમાં પ્રદીપ્ત કરનાર નેમિનાથને દૂરથી જોયા. નેમકુમારને જોઈને રાજુલના અંતરમાં વિચાર સ્ફરિત થયો : ખરેખર હું ભાગ્યવાન છું. આવા મનથી પણ અગોચર એવા સ્વામી મળવા દુર્લભ છે. ત્રણ લોકના આભૂષણ રૂપ એવા આ સ્વામી મને પ્રાપ્ત થાય તો મારી કઈ આશા અધુરી રહે ! નેમકુમાર મારી સાથે વિવાહ કરવાની ભાવનાથી આવ્યા છે. પણ મને પ્રતીતિ આવતી નથી. કારણ કે આવા મહાપુરુષ ઘણું પુણ્ય સંપાદન કર્યું હોય તો જ પ્રાપ્ત થાય...' આ પ્રમાણે વિચારતી હતી ત્યાં તેનું દક્ષિણ લોચન અને દક્ષિણ બાહુ ફરક્યો. આથી રાજુલના અંતરમાં સંતાપ પેદા થયો. તે ગભરાઈ ગઈ. અને આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. રાજુલે ગદ્ગદ્ સ્વરે સખીઓન વાત કરી ત્યારે સખીઓએ અમંગળ હણાઈ જશે અને કુળદેવીઓ મદદ કરશે તેવું સાંત્વન આપ્યું ત્યાં માર્ગમાં નેમકુમારને પ્રાણીઓનો કરૂણ ૨ સંભળાયો. નેમકુમારનું હદય દ્રવી ઊર્યું. તેમના અંતરમાં અરેરાટી ફેલાઈ ગઈ. નેમકુમાર જાણતા હોવા છતાં સારથિને કહ્યું: “સારથિ, આ શું સંભળાય છે? “કૃપાવંતઆપના વિવાહમાં ભોજનને માટે વિવિધ પશુઓને લાવવામાં આવ્યા છે. તેઓ અહીં ભોજનને નિમિત્તે પંચત્વને પામશે. Page #191 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર તેઓને રક્ષકોએ વાડામાં પૂરેલા છે. તેથી તેઓ ભયથી પોકાર કરે છે. કારણ કે સર્વ જીવોને પ્રાણ વિનાશનો ભય મોટામાં મોટો છે.' ૧૮૨ ત્યાર પછી દયાના સાગર એવા શ્રી નેમિનાથે કહ્યું : “જ્યાં એ પ્રાણીઓ છે ત્યાં મારો રથ લઈ જા...' સારથીએ નેમિનાથકુમારની આજ્ઞા પ્રમાણે તત્કાળ રથને પશુઓના વાડા તરફ વાળ્યો. નેમકુમાર વાડામાં આવ્યા. પ્રાણનાશના ભયથી ચકિત થયેલા વિવિધ પશુઓને નિહાળ્યા. કોઈ પિંજરામાં પુરાયેલા હતા, કોઈને પાશમાં નાખ્યા હતા, કોઈને પગે બંધન બાંધ્યું હતું. ઊંચા મુખવાળા, દયામણા નેત્રવાળા અને શરીરથી કંપતા પ્રાણીઓએ નેકુમારને જોયા. પ્રાણીઓએ પોતપોતાની ભાષામાં નેમકુમાર સમક્ષ રક્ષણની માંગણી કરી. નેમકુમારનું હૃદય દ્રવી ઊઠ્યું. પશુઓ પ્રત્યે કરુણા ભાવ પ્રગટ થયો. નેમકુમારની આંખમાંથી બે મોતીના દાણા જેવા અશ્રુઓ ટપકી પડ્યાં. નેમકુમારે સારથિને દરેક પશુઓને મુક્ત કરી દેવાની આશા કરી. સારિથએ નેમકુમારની આજ્ઞા મળતાં વાડાના દરેક પ્રાણીઓને બંધનમુક્ત કર્યાં. થોડી જ વારમાં પ્રાણીઓ પોતપોતાનાં સ્થાને ચાલ્યાં ગયાં. નૈમકુમારના મુખ પર સંતોષની રેખા ઊપસી આવી. સારથિ પાછો ફર્યો ત્યારે નેમકુમારે કહ્યું : ‘સારથિ, રથ પાછો વાળ.' અરિષ્ટનેમિનો રથ પાછો વળતો જોઈને સર્વત્ર હાહ્યકાર મચી ગયો. તે સમયે સમુદ્રવિજય અને શિવાદેવી આવી પહોંચ્યાં. એમણે સજળ નયને નેમકુમારને પૂછ્યું : ‘કુમાર, આમ એકાએક શા માટે પાછા ફરો છો ?’ નેમકુમારે કહ્યું : જેમ વાડામાં આ પ્રાણીઓ બંધનગ્રસ્ત હતાં તેમ આપણે સૌ કર્મરૂપી બંધનથી બંધાયેલાં છીએ અને જેમ મેં તે કરૂણ Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથ સ્વામી (અરિષ્ટનેમિ) ૧૮૩ આક્રંદ કરતાં પ્રાણીઓને બંધનમાંથી મુક્ત કર્યા તેમ હું પણ કર્મબંધનથી મુક્ત થવા માટે અતિ સુખના કારણરૂપ દીક્ષા ગ્રહણ કરવાની ભાવના દશવુિં છું.” નેમકુમારના શબ્દોથી માતાપિતા મૂચ્છવિશ થયાં. વાતાવરણમાં ગંભીરતા પ્રસરી ગઈ. સર્વ યાદવોની આંખમાં અશ્રુ રેલાવા લાગ્યાં. શ્રીકૃષ્ણ તરત જ સમુદ્રવિજય અને શીવાદેવી પાસે આવ્યા અને મૂચ્છવિશ બનેલા બન્નેને ઔષધોપચાર દ્વારા ભાનમાં લાવવામાં આવ્યા. શ્રીકૃષ્ણ નેમકુમારને કહ્યું : “તમારાં માતાપિતા આજ શોકસાગરમાં ગરકાવ થયાં છે. એકાએક વૈરાગ્ય પ્રગટવાનું કારણ શું છે ? તમે જેમ પ્રાણીઓને મુક્ત કરી શ્રેષ્ઠ કાર્ય કર્યું તેમ હવે તમારો વિવાહોત્સવ બતાવીને અમને સૌને આનંદિત કરો...' નેમકુમારે કહ્યું : “વડીલબંધુ, મારાં માતાપિતાને, મારા બાંધવોને શોક થવાનું કારણ શું છે તેમને જોવામાં આવતું નથી અને મને વૈરાગ્ય લેવાનું કારણ તો એ છે કે આ સંસાર અસાર છે. આ સંસારમાં ઉત્પન થયેલા પ્રાણીઓ નિરંતર દુખ જ અનુભવતા હોય છે. સૌ સૌનાં કર્મ જદાં હોય છે. કોઈ કોઈના કર્મના ભાગીદાર થતા નથી. સર્વ જીવને પોતપોતાનાં કર્મ ભોગવવાં જ પડે છે. બંધન અને મોહના ઉપાદાનો કેવળ ક્ષણિક સુખ આપનારા છે. ત્યાગ, સંયમ, તપ વગર શાશ્વત સુખ પ્રાપ્ત થતું નથી અને કર્મનો ઉચ્છેદ કરવા પ્રવજ્યા ધારણ કરવી જ પડે છે. આપ કોઈ મને મારા માર્ગેથી રોકશો નહિ.' પુત્રના શબ્દો સાંભળીને મહારાજા સમુદ્રવિજયે કહ્યું : નેમકુમાર, તું સુકુમાર છે. દીક્ષા લીધા પછી તેનું પાલન કરવું સુલભ નથી. દરેક ઋતુમાં ગમે ત્યાં વિહાર કરવો પડે. તારું શરીર તો દિવ્ય ભોગને યોગ્ય છે. તો આ સઘળું તું શી રીતે સહન કરીશ?” - “પિતાજી, જે આત્મા ઉત્તરોત્તર નારકીના દુઃખોને જાણે છે તેની પાસે આ દુઃખો શી વિસાતમાં? તપસ્યાના સહજ માત્ર દુઃખથી અનંત Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ચોવીશ તીર્થકર સુખાત્મક મોક્ષ મળે છે. અને તેવી જ રીતે વિષયના કિંચિત સુખથી અનંત દુઃખદાયક નર્ક મળે છે. પિતાજી, આપ જ જણાવો કે માનવીએ કયો માર્ગ લેવો જોઈએ?” નેમકુમારના દઢ નિશ્ચય અને મનોબળ પરથી શ્રીકૃષ્ણ, બળરામ, સમુદ્રવિજય. શીવાદેવી તથા અન્ય યાદવોને થયું કે જેમકુમાર પ્રવજ્યા ગ્રહણ કરીને સંસારનાં સઘળાં બંધનો છોડીને મુક્તિની આરાધનામાં લાગી જવા કૃતનિશ્ચયી છે. શ્રી નેમિનાથ સર્વને છોડીને સારથિને લઈને રથમાં બિરાજીને પોતાના ભવન પર આવ્યા. એ વખતે યોગ્ય સમય જાણીને લોકાંતિક દેવતાઓએ ત્યાં આવીને શ્રી નેમિનાથ પ્રભુને વંદન કરીને કહ્યું : “હે નાથ, તીર્થને પ્રવર્તાવો.' પ્રભુ નેમિનાથ સ્વામીએ ઈન્દ્રની આજ્ઞાથી જાંભક દેવતાઓએ પૂરેલા દ્રવ્ય વડે વાર્ષિક દાન દેવાનો આરંભ કર્યો. આ તરફ રાજુલને સમાચાર મળ્યા કે નેમકુમાર પ્રવજ્યા ગ્રહણ કરીને સંસાર ત્યાગ કરી રહ્યા છે. એ સમાચારથી તીવ્ર આઘાત પામીને રાજુલ મૂચ્છ પામી તરત જ શીતોપચાર કરવામાં આવ્યો. રાજુલનું સ્વપ્ન ભાંગી પડયું એના અંતરની આશાઓ નષ્ટ થઈ ગઈ. તે કરુણ સ્વરે વિલાપ કરવા લાગી. રાજુલ આંખમાં અશ્રુઓની ધારા સાથે કહેવા લાગી : “અરે દેવ. નેમકુમાર મારા સ્વામી થાય, મારા ભરથાર થાય તેવા મનોરથો મેં રચ્યા નહોતા. મનમાં ઈચ્છા સેવી નહોતી. તેઓ મારા જીવનમાં આવ્યા અને વીજળીના ચમકારાની જેમ દર્શન દઈને કેમ છૂપાઈ ગયા ? તમારો કોઈ દોષ નથી. મારો જ દોષ છે. મારા કર્મનો દોષ છે. હવે તો વચનથી તમારી સ્ત્રી કહેવાણી છું. મેં પૂર્વ ભવમાં આપને દુઃખી કર્યો હશે તેથી આ ભવમાં આપનો કરસ્પર્શ પણ પ્રાપ્ત થયો નથી.' રાજુલ એક કરમાઈ ગયેલા પુષ્પ સમી ભાસી રહી હતી. Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથ સ્વામી (અરિષ્ટનેમિ). ૧૮૫ સખીઓ રાજુલને સમજાવવા લાગી અને અન્ય યાદવકુમાર સાથે સંબંધ જોડવાની વાતો કરવા લાગી. સખીઓનાં આવાં વચનો સાંભળીને રાજુલે ક્રોધિત સ્વરે કહ્યું : સખીઓ, તમે આવા વચનો શા કારણે કહો છો ? જે મારા કુળને કલંકિત કરનારા છે. ત્રણેય જગતમાં નેમનાથ ઉત્કૃષ્ટ અને સર્વોત્તમ પુરુષ છે. મારે અને એમને આઠ આઠ ભવનો સંબંધ છે. તેઓ મને મૂકીને મુક્તિ. સુંદરીને વરવા ચાલી નીકળ્યા છે. વ્રતદાનમાં તો તેઓ મારો સ્પર્શ કરશે જ એટલે કે મારા મસ્તક ઉપર વાક્ષક્ષેપ કરવા પડે હસ્ત પ્રક્ષેપ અવશ્ય કરશે.' આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને રાજા ઉગ્રસેનની પુત્રી રાજુલ સખીઓને નિવારી શ્રી નેમિકુમારનું ધ્યાન કરવામાં જ તત્પર થઈને દિવસો પસાર કરવા લાગી. આ તરફ શ્રી નેમિનાથ સ્વામી દરરોજ વાર્ષિક દાન આપવા લાગ્યા. સમુદ્રવિજય અને શીવાદેવીની આંખોમાંથી આંસુ સૂકાતા નહોતાં. ભગવાન નેમિનાથે રાજુલકુમારીની પૂવૌકત પ્રતિજ્ઞા લોકોના મુખેથી અને ત્રિવિધ જ્ઞાનના પ્રભાવથી જાણી લીધી. છતાં પ્રભુ મમતારહિત રહ્યાં. શ્રી નેમિનાથ સ્વામીએ નિરિચ્છપણે એક વર્ષ પર્યત દાન દીધું પછી શુક્રાદિક દેવનાયકોએ આવીને પ્રભુનો દીક્ષા સંબંધી અભિષેક કર્યો. ઉત્તરકુરુ નામની રત્નમય શિબિકામાં શ્રી નેમિનાથ સ્વામી આરૂઢ થયા. સુરાસુર મનુષ્યોએ તે શિબિકાને વહન કરી. આ સમયે પ્રભુની બન્ને બાજુએ શક્ર અને ઈશાનંદ્ર ચામર લઈને આવતા હતા. પ્રભુને કષ્ટ ન થાય તે રીતે ચામર વિંઝતા હતા. સનકુમારે પ્રભુના મસ્તક પર છત્ર ધરી રાખ્યું. માહેન્દ્ર ઉત્તમ ખડગ લઈને ચાલવા લાગ્યા. બ્રહ્મન્દ્ર દર્પણ હાથમાં લીધું. લાંતક ઇન્દ્ર પૂર્ણ કુંભ લીધો. મહાશકેંદ્ર સ્વસ્તિક લીધો. સહસ્ત્રાર ઇન્દ્ર ધનુષ લીધું. પ્રાણતાધીશે શ્રીવત્સ ધારણ કર્યું. અશ્રુતે નંદાવર્ત ઉપાડ્યું, અને બીજા ચમરેંદ્ર વગેરે ઇન્દ્રો હતા. તેઓ અનેક પ્રકારના શસ્ત્રધારી થઈને ચાલતા હતા. સાથે Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ચોવીશ તીર્થંકર સમુદ્રવિજય, શીવાદેવી, શ્રીકૃષ્ણ, બલરામ, દશહો વગેરે ચાલતા હતા. જ્યારે શ્રી નેમિનાથ ઉગ્રસેનના મહેલ પાસેથી નીકળ્યા ત્યારે રાજુલે અટારીએથી નેમકુમારને જોયા. અને વારંવાર મૂચ્છ પામવા લાગી. પ્રભુ તો અવિચ્છિન્ન ગમન કરતાં ઉજ્જયંત (રેવતાચલ) ગિરિના આભુષણ રૂપ સહસ્ત્રાપ્રવન નામના ઉપવનમાં આવ્યા. શ્રી નેમિનાથ પ્રભુ શિબિકામાંથી ઊતર્યો. પછી અંગ ઉપરથી સર્વ આભુષણો ઉતાર્યા એટલે ઇન્દ્ર તે લઈને શ્રીકૃષ્ણને આપ્યા. જન્મથી ત્રણસો વર્ષ ગયા બાદ શ્રી નેમિનાથ પ્રભુએ શ્રાવણ માસની શુકલ ષષ્ઠીએ પૂવલ કાળે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં છઠ્ઠ તપ કરીને પંચમૃષ્ટિ લોચ કર્યો.શકેન્દ્ર કેશ લઈ લીધા અને પ્રભુના સ્કંધ ઉપર દેવદુષ્ય વસ્ત્ર મૂકયું પછી કેન્દ્ર તે કેશ ક્ષીર સાગરમાં નાખી આવીને સર્વ કોલાહલ શાંત કર્યો. એટલે પ્રભુએ સામાયિક ઉચ્ચર્યું તે જ વખતે શ્રી નેમિનાથ સ્વામીને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. શ્રી નેમિનાથ સ્વામીની પાછળ એક હજાર રાજાઓએ દીક્ષા લીધી. પછી ઈન્દ્ર અને કૃષ્ણ પ્રભુને નમીને પોતપોતાના સ્થાનકે ગયા. બીજે દિવસે શ્રી નેમિનાથ સ્વામીએ ગોષ્ઠમાં રહેનારા વરદત્ત નામના બ્રાહ્મણને ઘેર પરમાન્સથી પારણું કર્યું. તે વખતે તેના ઘરમાં સુગંધી જળ, પુષ્પની વૃષ્ટિ, આકાશમાં દંદુભિનો ગંભીર ધ્વનિ, વસ્ત્ર તથા દ્રવ્યની વૃષ્ટિ વગેરે પાંચ દિવ્યો દેવતાઓએ પ્રગટ કર્યા. શ્રી નેમિનાથ સ્વામી ત્યાંથી અન્યત્ર વિહાર કરવા આગળ વધ્યા. આ તરફ રથનેમિ રાજુલકુમારી જોઈને તેના રૂપસૌંદર્યને જોઈને મોહાંધ બની ગયો હતો. રથનેમિને થયું કે મારા વડીલબંધુ રાજુલને છોડી ગયા તો રાજુલના અંતરને જે ઠેશ પહોંચી છે તે મારે જ દૂર કરવી જોઈએ. અને રથનેમિ રાજુલકુમારીની વારંવાર મુલાકાત કરવા લાગ્યો અને દર વખતે ઉત્તમ ભેટસોગાદ આપતો રહ્યો અને અંતરમાં રાજુલને પામવાની ભાવના બળવત્તર બનવા લાગી. રાજુલકુમારી તો તેની સાથે www Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથ સ્વામી (અરિષ્ટનેમિ) ૧૮૭ સહજ રીતે વાતલિાપ કરતી. શ્રી નેમિનાથકુમારના નાના ભાઈ છે અને એ દાવે સ્નેહ દર્શાવે છે તેવું જ તેણી સમજતી હતી. રાજુલને લેશમાત્ર શંકા નહોતી કે રથનેમિના હૈયામાં વાસનાનો કીડો જાગૃત થયો છે. એક દિવસ રથનેમિ રાજુલના ખંડમાં આવ્યો, રાજુલ એકલી આસન પર બેઠી હતી. એકાંત હતું. તક જોઈને રથનેમિએ રાજુલની સામે જોઈને કહ્યું : “અરે મુગ્ધા, હું તને પરણવા માટે તૈયાર થયો છું છતાં તું શા માટે યૌવનને વૃથા ગુમાવે છે ? મારો બંધુ તો ભોગનો અનભિજ્ઞ હતો તેથી એણે તારો ત્યાગ કર્યો છે. તે એની પ્રાર્થના કરી તો પણ એ તારો પતિ થયો નહિ અને હું તો તારી પ્રાર્થના કરું છું. તેથી જે અમારા બેમાં કેવું મોટું અંતર છે?” રથનેમિના શબ્દો સાંભળીને ક્ષણવાર તો રાજુલ હતપ્રભ બની ગઈ. રથનેમિના મલીન વિચારોનો આજે પડદો ખુલ્લો થયો હતો. રાજુલે તેને ધર્મનો બોધ આપ્યો છતાં તે માન્યો નહિ આથી રાજુલકુમારીએ રથનેમિને બીજી રીતે સમજાવવા માટે કિંઠ સુધીનું દૂધનું પાન કર્યું અને વમન કરાવનારું મદનફળ ખાધું પછી રથનેમિને કહ્યું: “એક સુવર્ણનો થાળ લાવો.' રથનેમિ તરતજ સુવર્ણનો થાળ લઈ આવ્યો એટલે તેમાં રાજુલકુમારીએ પાન કરેલું દૂધ વમન કરી નાખ્યું. પછી રથનેમિને કહ્યું: ‘તમે આ દૂધનું પાન કરો.’ રથનેમિ કહેઃ “શું હું શ્વાનની જેમ વમન કરેલું ગ્રહણ કરું?" “શું આ પાન કરવાને યોગ્ય નથી ?” રાજુલ, નાનું બાળક પણ એટલું જાણે કે આ પાન કરી શકાય નહિ.” રાજુલે કહ્યું : “રથનેમિ, જો તમે એટલું જાણતા હોત તો તમારા વડીલબંધ નેમિનાથે મને વમન કરી દીધેલી છે. છતાં તમે મારો ઉપભોગ કરવાની ઈચ્છા કેમ એવો છો ? વળી તમે એના બંધુ છો છતાં આવી ભાવના કેમ પ્રગટે છે ? માટે હવે પછી નારકીના આયુષ્યને Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ચોવીશ તીર્થંકર બાંધનારાં આવાં વચનો બોલશો નહિ.' રાજુલના આવા શબ્દો સાંભળીને રથનેમિ મૌન થઈ ગયો. અને લજ્જા પામતો પોતાના મનોરથો ક્ષીણ થવાથી કચવાતે મને પોતાના સ્થાને પાછો ફર્યો. , રાજુલકુમારી એકમાત્ર નેમિનાથમાં જ અનુરાગ ધરી પોતાના દિવસો પસાર કરવા લાગી. શ્રી નેમિનાથ સ્વામીએ વ્રત લીધા પછી ચોપન દિવસે વિહાર કરતાં કરતાં પાછા રેવતગિરિ સહસ્ત્રાપ્રવન નામના ઉપવનમાં વિચય. ત્યાં વેતરના વૃક્ષની નીચે અઠ્ઠમની આરાધના કરીને ધ્યાન ધરતાં શ્રી નેમિનાથના ઘાતક તૂટી ગયા. તેથી આશ્વિન માસની અમાવસ્યાના દિવસે પ્રાતઃકાળે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતા શ્રી અરિષ્ટનેમિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તત્કાળ આસનો ચલિત થવાથી સર્વ ઇન્દ્રો ત્યાં આવ્યા અને તેમણે ત્રણ પ્રકાર (ગઢ)થી શોભતું સમવસરણ રચ્યું. તેમાં પૂર્વદ્વારેથી પ્રવેશ કરીને એકશોવીશ ઊંચા ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા દઈ “તીર્થયનમ:' એમ કહીને બાવીશમાં તીર્થંકર પૂર્વાભિમુખે પૂર્વ સિંહાસન પર આરૂઢ થયા. એટલે પશ્ચિમાદિક ત્રણ દિશાઓમાં વ્યંતર દેવતાઓએ ત્રણ દિશાના રત્નસિંહાસન ઉપર શ્રી નેમિનાથ સ્વામિના ત્રણ પ્રતિબિંબ વિકુવ્યાં પછી ચારે પ્રકારનાં દેવદેવીઓ પ્રભુના મુખ પર દૃષ્ટિ સ્થાપીને યોગ્ય સ્થાને બેઠા. શ્રી નેમિનાથ સ્વામી સમોસમના સમાચાર વાયુવેગે ફેલાવા લાગ્યા. ગિરિપાલકોએ તરત જ શ્રીકૃષ્ણ વાસુદેવને આ સમાચાર જણાવ્યા. શ્રીકૃષ્ણ, બલરામ, સમુદ્રવિજય, શીવાદેવી, સોળ હજાર મુકુટબંધ રાજાઓ વગેરે સૌ શ્રી નેમિનાથ સ્વામીને વંદના કરવાની ઇચ્છાએ આવી ગયા. અને સમવસરણમાં સૌ પોતપોતાના સ્થાને બિરાજ્યા. ઇદ્ર તથા કૃષ્ણ ઊભા થઈ ને શ્રી નેમિનાથ સ્વામીની ભક્તિથી Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથ સ્વામી (અરિષ્ટનેમિ) સ્તુતિ કરી. ત્યારબાદ શ્રી નેમિનાથ સ્વામીએ ભાવભરી ધર્મદેશના આપી.. પ્રભુની દેશના સાંભળીને વદત્ત રાજા સંસારથી પરમ વૈરાગ્ય પામીને વ્રત લેવાને ઉત્સુક થયા. ૧૮૯ શ્રીકૃષ્ણે શ્રી નેમિનાથ સ્વામીને વંદન કરીને પૂછ્યું, ‘ભગવંત, આપને વિષે સર્વજન અનુરાગી છે પણ રાજુલનો સર્વ કરતાં વિશેષ અનુરાગ થવાનું શું કારણ છે તે કહો...’ આથી શ્રી નેમિનાથ સ્વામીએ ધન અને ધનવતીના ભવથી માંડીને આઠ ભવનો તેની સાથેનો પોતાનો સંબંધ કહી સંભળાવ્યો. ત્યારબાદ વરદત્ત રાજા પોતાના આસન પરથી ઊભા થયા અને પ્રભુને વંદના કરીને કહ્યું : ‘સ્વાતિ નક્ષત્રમાં મેઘથી પુષ્કરમાં મુક્તાફળ ઉત્પન્ન થાય છે. તેમ આપનાથી પ્રાપ્ત કરેલો શ્રાવકધર્મ પણ સર્વ પ્રાણીમાત્રને માટે અતિ ફળદાયક છે. હું આપનો પ્રથમ શિષ્ય થવાની ભાવના દર્શાવું છું. મને સંસારસાગર પાર કરવાની શક્તિ આપીને પ્રવજ્યા આપો.... શ્રી નેમિનાથ સ્વામીએ તત્કાળ વરદત્તને દીક્ષા આપી. વરદત્ત મહારાજાની પાછળ અન્ય બે હજાર જેટલા ક્ષત્રિયોએ દીક્ષા અંગીકાર કરી. પૂર્વે ધનના ભવમાં ધનદેવ અને ધનદત્ત નામે બે બંધુઓ હતા. અપરાજીતના ભવમાં વિમલબોધ નામે મંત્રી હતો. તે ત્રણેય સ્વામીની સાથે ભવભ્રમણ કરી આ ભવમાં રાજવી થયા હતા અને સમવસરણમાં આવેલા હતા. તેઓ રાજુલના પ્રસંગથી પોતાના પૂર્વભવની વાત સાંભળવામાં આવતા તત્કાળ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેઓએ તે જ વખતે પ્રભુ પાસે વ્રત ગ્રહણ કર્યું. શ્રી નેમિનાથ પ્રભુએ વરદત્ત સહિત અગિયાર ગણધરોને વિધિથી સ્થાપન કર્યાં. તેમને ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ પ્રમાણે ત્રિપદી સંભળાવી. આમ તે ત્રિપદી સાંભળતાં જ તેમણે દ્વાદશાંગીની રચના Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ચોવીશ તીર્થંકર કરી. તે વખતે ઘણી કન્યાઓથી પરવરેલી યક્ષિણી નામની રાજપુત્રીએ દીક્ષા લીધી. શ્રી નેમિનાથ સ્વામીએ પ્રવર્તિની પદે યક્ષિણીને સ્થાપના કરી. દશ દર્શાહ, ઉગ્રસેન વાસુદેવ, બલરામ અને પ્રદ્યુમ્ન વગેરે કુમારોએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. મહાદેવી શીવાદેવી રોહિણી, દેવકી, રૂકમણી, સત્યભામા વગેરે અન્ય સ્ત્રીઓએ શ્રાવકપણું અંગીકાર કર્યું. જેથી તે શ્રાવિકાઓ થઈ. આમ સમવસરણમાં ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. પ્રથમ પૌરૂષી પૂર્ણ થતા પ્રભુએ દેશના પૂર્ણ કરી અને બીજી પૌરૂષીમાં વરદત્ત ગણધરે દેશના આપી. પછી ઇન્દ્ર આદિ દેવતાઓ, કૃષ્ણ વગેરે અન્ય રાજાઓ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. શ્રી નેમિનાથ પ્રભુના તીર્થમાં ત્રણ મુખવાળો શ્યામવર્ણ, મનુષ્યના વાહનવાળો, ત્રણ દક્ષિણ ભુજાઓમાં બીજોરું, પરશુ અને ચક્રને ધરનારો અને ત્રણ વામ ભુજામાં નકુલ, ત્રિશુળ અને શક્તિને ધરનારો ગોમેધ નામે યક્ષ શાસન દેવતા થયો. એવી જ રીતે સુવર્ણ જેવી કાંતિવાળી, સિંહના વાહન પર બિરાજીત બે દક્ષિણ ભુજામાં આંબાની લાંબું અને પાશને ધરનારી, તથા બે વામ ભુજામાં પુત્ર તથા અંકુશ ધરનારી કુષ્માંડી (અંબિકા) નામે પ્રભુની શાસનદેવી થઈ. આ બન્ને શાસનદેવતાઓ નિરંતર પ્રભુના સાનિધ્યમાં રહેતા હતા. શ્રી નેમિનાથ પ્રભુ લોક કલ્યાણ અર્થે અન્યત્ર વિહાર કરી ગયા. રથનેમિએ રાજુલકુમારી સાથે વિવાહ કરવા માટે સત્યભામાને વિનંતી કરી. સત્યભામાએ રાજુલના મનનો તાગ મેળવી જોયો અને સત્યભામાને લાગ્યું કે રાજુલના અંતરમાં વૈરાગ્યની ભાવના છે અને તે વિવાહ કરવા ઇચ્છતી જ નથી. આ સમાચાર જ્યારે રથનેમિને સત્યભામાએ આપ્યા ત્યારે રથનેમિના હૈયામાં નિરાશા વ્યાપી ગઈ. Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથ સ્વામી (અરિષ્ટનેમિ) ૧૯૧ એકવાર શ્રી નેમિનાથ સ્વામી ઉગ્રસેન રાજાની નગરીમાં પધાર્યા. રાજુલકુમારી પ્રભુના દર્શને ગઈ અને વિનંતી કરી ઃ “પ્રભુ, આપ તો જગતના તારણહાર બન્યા. મારો ભવ સુધારો. મને પ્રવજ્યા આપો. મુક્તિનો માર્ગ દર્શાવો.' શ્રી નેમિનાથ સ્વામીએ બીજા દિવસે રાજુલને દીક્ષા આપી. રાજુલની પાછળ અનેક લોકોએ દીક્ષા અંગીકાર કરી. ત્યાં સૌના આશ્ચર્ય વચ્ચે રથનેમિએ પણ સંસારની અસારતા સમજીને માતાપિતાની આજ્ઞા મેળવીને દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા ગ્રહણ કર્યા પછી રથનેમિ અન્યત્ર વિહાર કરી ગયા અને રાજુલ સાધ્વી સમુદાય સાથે અન્યત્ર વિહાર કરી ગઈ. પ્રભુ શ્રી નેમિનાથ સ્વામી વિહાર કરતાં કરતાં ભકિલપુર પધાર્યા. બલિપુરમાં નાગશ્રેષ્ઠી નામનો વેપારી રહેતો હતો. નાગશ્રેષ્ઠીને સુલસા નામની પત્ની હતી. ત્યાં સુલસા અને નાગના પુત્રો જે દેવકીની કુક્ષિથી ઉત્પન્ન થયા હતા. વસુદેવના સાતપુત્રોમાંથી છ પુત્રોને કંસે માર્યા હતા. તે છ પુત્રોને નૈમેષી દેવતાએ હરી લાવીને સુલતાને આપ્યા હતા. આથી તુલસાએ તે છ પુત્રોનું પાલનપોષણ કરીને મોટા કર્યા. તેઓ પ્રત્યેક બત્રીશ કન્યાઓ સાથે પરણ્યા. તેમણે બોધ પામીને શ્રી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી. બધા ચરમ શરીરી તથા દ્વાદશાંગીના જાણકાર થયા તેઓ મોટું તપ આચરતાં પ્રભુની સાથે વિહાર કરવા લાગ્યા. એકવાર શ્રી નેમિનાથ પ્રભુ વિહાર કરતાં દ્વારિકા નગરી તરફ આવ્યા. ત્યાં સહસ્ત્રામ્રવન નામના ઉપવનમાં સમોસયાં. તે સમયે દેવકીના છ પુત્રોએ છ8 તપના પારણાને અર્થે બે-બેની જોડ થઈ ત્રણ ભાગે જુદા જુદા ગોચરી માટે નગરીમાં ગયા. - તેમાં પ્રથમ અનીકયશા તથા અનંતસેન દેવકીના ભવન પર ગયા. દેવકી બન્નેને જોઈને આનંદ પામી ગઈ અને મનમાં થયું કે આ તો Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ કૃષ્ણ જેવા જ જણાય છે. દેવકીએ તેમને મોદકથી પ્રતિલાલ્યા. બન્ને મુનિવરો ગોચરી લઈને ચાલ્યા ગયા. ત્યાર પછી અજીતસેન અને નિહતશત્રુ મુનિઓ આવ્યા દેવકીએ તેમને પ્રતિલાભિત કર્યાં. ચોવીશ તીર્થંકર એટલામાં દેવયશા અને બીજા મુનિ વહોરવા માટે આવ્યા ત્યારે દેવકીથી પૂછ્યા વગર ન રહેવાયું : “મુનિરાજ, આપ વારંવા૨ અત્રે કેમ આવો છો ? નગરીમાં અન્યત્ર ભિક્ષા મળતી નથી ?' :: દેવકીના પ્રશ્નથી મુનિરાજે કહ્યું : ‘અમને કંઈપણ દિગ્મોહ થયો નથી. અમે છ સહોદરભાઈઓ છીએ. સર્વની આકૃતિ એક જ છે. ભનિલપુરના નાગશ્રેષ્ઠી અને સુલસા શ્રાવિકાના અમે પુત્રો છીએ. અમે શ્રી નેમિનાથ સ્વામી પાસે દીક્ષા લીધી છે. તેથી અમે જુદા જુદા આપને ત્યાં વહોરવા માટે આવ્યા હોઈશું.’ આ વાત સાંભળીને દેવકીજી વિચારમાં પડી ગયા. અને થયું કે આ છયે મુનિરાજો કૃષ્ણ જેવા કેમ લાગતા હશે ? પૂર્વે અતિમુક્ત નામના મુનિવરે કહ્યું હતું કે આપને આઠ પુત્રો થશે...અને તેમાંના શું આ છ પુત્રો મારા તો નહિ હોય ને..? બીજે દિવસે દેવકીજી સંશયનું નિવારણ કરવા શ્રી નેમિનાથ સ્વામી પાસે ગઈ અને પોતાનો પ્રશ્ન રજૂ કરે તે પહેલા શ્રી નેમિનાથ સ્વામીએ કહ્યું : “દેવકીજી, તમે કાલે જે એક જ આકૃતિ જેવા છ પુત્રોને જોયા તે તમારા જ પુત્રો છે. તેને નૈગમેષી દેવતાએ જીવતાં જ તમારી પાસેથી લઈને સુલસાને આપ્યા હતા.' દેવકીએ ભાવથી છ મુનિરાજોને નમન કર્યા અને બોલી : ‘હે પુત્રો, તમારા દર્શન થવાથી મને અત્યંત આનંદ થયો. મારા ઉદરમાં જન્મ લેનાર પૈકી એકને મહારાજ્ય પ્રાપ્ત થયું અને તમને છને પ્રવજ્યા પ્રાપ્ત થઈ. જે ઉત્તમ થયું પરંતુ મારા અંતરમાં એટલો વિષાદ છે કે મેં કોઈ પુત્રોને ૨માડ્યા કે ઉછેર્યાં નથી...’ દેવકીમાતા, વૃથા ખેદ શા માટે કરો છો ? પૂર્વજન્મનું આ ફળ Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથ સ્વામી (અરિષ્ટનેમિ) ૧૯૩ આપને ભોગવવું પડે છે. ગત ભવમાં તમે તમારી પત્નીના સાત સુંદર રત્નો ચોર્યા હતા. પછી જ્યારે તે રડવા લાગી ત્યારે તમે તેને એક જ રત્ન પાછું આપ્યું હતું. દેવકીના અંતરમાં વિષાદ થયો. પુત્રજન્મની ઇચ્છાથી તે દિવસો પસાર કરવા લાગી. એક વાર શ્રીકૃષ્ણ માતાને વિષાદનું કારણ પૂછ્યું ત્યારે એણે બાળકના લાલનપાલન કરવાની ઈચ્છાથી પુત્રની ઝંખના દર્શાવી. અને શ્રીકૃષ્ણ સૌધર્મ ઈન્દ્રના સેનાપતિ નૈગમેલી દેવની આરાધના કરી. નૈગમેલી દેવ પ્રસન્ન થયા. અને પ્રસન્ન ભાવે શ્રીકૃષ્ણને કહ્યું : “આપની માતાને આઠમો પુત્ર થશે જ્યારે તે યુવાવસ્થામાં આવશે ત્યારે દીક્ષા અંગીકાર કરીને મુક્તિના માર્ગને અજવાળશે.” એમ જ થયું. સમય આવતાં દેવકીના ઉદરમાં એક મહર્થિક દેવ સ્વર્ગથી અવીને પ્રવેશ્યો. અને સમય આવતાં પુત્રરૂપે અવતર્યો. તેનું નામ ગજસુકુમાળ પાડ્યું. દેવકી તેની ઇચ્છા પ્રમાણે ગજસુકુમાળને મોટો કરવા લાગી. તેના અંતરની ઈચ્છા પૂર્ણ થઈ. ગજસુકુમાળ યૌવનાવસ્થામાં આવ્યો ત્યારે પિતાની આજ્ઞાથી દુમ રાજાની પુત્રી પ્રભાવતીને પરણ્યો તેમજ સોમશમાં નામના બ્રાહ્મણની ક્ષત્રિયાણી સ્ત્રીથી ઉત્પન્ન થયેલી સોમા નામની કન્યાને પણ પરણ્યો. તેવામાં શ્રી નેમિનાથ પ્રભુ ત્યાં સમવસર્યા. ગજસુકુમાળ તેની અને પત્નીઓ સાથે શ્રી નેમિનાથ સ્વામીના દર્શને આવ્યો. શ્રી નેમિનાથ સ્વામીએ સંસારનો સાર જણાવ્યો. ગજસુકુમાળના અંતરમાં અપૂર્વ વૈરાગ્ય ઉત્પન્ન થયો. દિક્ષા લેવા માટે બંને પત્નીઓ તથા માતાપિતાની આજ્ઞા મેળવી. ગજસુકુમાળે શ્રી નેમિનાથ પ્રભુ પાસે આવીને દીક્ષા અંગીકાર કરી. જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસે સાયંકાળે ગજસુકુમાળ મુનિ શ્રી ચો. તી. ૧૩ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ - ચોવીશ તીર્થંકર નેમિનાથ પ્રભુની આજ્ઞા લઈને સ્મશાનગૃહમાં જઈને કાઉસગ્ગ ધ્યાને રહ્યાં. એ સમયે કોઈ કારણસર ગામતરે ગયેલા સોમશર્મા બ્રાહ્મણે ગજસુકુમાળને જોયા. સોમશર્માના હૈયામાં ગજસુકુમાળ માટે ક્રોધ ઉત્પન્ન થયો અને પોતાની પુત્રીનું જીવન બરબાદ કર્યું. તેવા વિચારો આવતાં એક બળતી ચિતાના અંગારાથી પૂરેલી એક ઘડાની ઠીબ હાથમાં લઈને ગજસુકુમાળના મસ્તક પર મૂકી. ગજસુકુમાળ તેના વડે અત્યંત દહન થયા. ગજસુકુમાળે સમાધિપૂર્વક કર્મનો પ્રભાવ માનીને વિપત્તિને સહન કરી. અને મુનિરાજના કર્મો બળીને ભસ્મ થઈ ગયા. તત્કાળ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. અને આયુષ્ય પણ તે જ ઘડીએ પૂરું થયું. મુનિ ગજસુકુમાળ મોક્ષ પદને પામ્યા. શ્રી નેમિનાથ સ્વામી પાસે અનેક યાદવોએ દીક્ષા અંગીકાર કરી. નવ દશહિએ દીક્ષા લીધી. શીવાદેવીએ પ્રભુ પાસે દીક્ષા લીધી. શ્રી નેમિનાથ પ્રભુના સાત સહોદર બંધુઓએ પણ દીક્ષા અંગીકાર કરી. રાજુલ તો દીક્ષા લીધા પછી ઉગ્ર તપ આરાધના કરી રહી હતી. વસુદેવની પત્ની કનકવતી. રોહિણી અને દેવકી સિવાયની દરેક સ્ત્રીઓએ દીક્ષા લીધી. કનકવતીને ભવનમાં જ સંસારની સ્થિતિ જાણતા અને ખેદ પામતાં ઘાતકર્મ તૂટી જવાથી કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. કનકવતીએ સાધ્વીનાં વસ્ત્રો ધારણ કરીને પ્રભુ પાસે આવી. એક માસનું અનશન કરીને મોક્ષે ગઈ. શ્રીકૃષ્ણને ઢંઢણા નામની સ્ત્રી હતી. તેનાથી ઢંઢણકુમાર નામે પુત્ર થયો હતો. તે યુવાવસ્થા પામતાં અનેક રાજકુમારીઓને પામ્યો એકવાર શ્રી નેમિનાથ પ્રભુ પાસેથી ધર્મબોધ સાંભળતાં તેણે દીક્ષા Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથ સ્વામી (અરિષ્ટનેમિ) ૧૯૫ અંગીકાર કરી. આ સમયે શ્રીકૃષ્ણ નિષ્ક્રમણોત્સવ કર્યો. ઢંઢણકુમાર મુનિ પ્રભુ સાથે વિહાર કરવા લાગ્યા. થોડા સમય પછી અંતરાયકર્મનો ઉદય થયો. ઢંઢણકુમાર જ્યાં જાય ત્યાં તેમને આહાર કશું મળે નહિ. બધા સાધુઓને નવાઈ લાગી. એમણે શ્રી નેમિનાથ સ્વામીને આ અંગે પ્રશ્ન કર્યો ત્યારે પ્રભુએ પૂર્વભવ જણાવ્યો અને અંતરાય કર્મના કારણે ભિક્ષા પ્રાપ્ત થતી નથી તેમ જણાવ્યું. ઢંઢણ મુનિ પરલબ્ધિથી મળતો આહાર ગ્રહણ કરતા નથી. એકવાર ઢંઢણ મુનિને એક શ્રેષ્ઠીએ ગોચરીમાં મોદક વહોરાવ્યા. ઢઢણ મુનિએ પ્રભુને કહ્યું: ‘આજ મને ગોચરી પ્રાપ્ત થઈ છે તો શું મારું અંતરાયકર્મ ક્ષીણ થયું છે?” તારું અંતરાયકર્મ હજુ ક્ષીણ થયું નથી, પરંતુ કૃષ્ણ વાસુદેવની લબ્ધિથી તને આહાર પ્રાપ્ત થયો છે. કૃષ્ણ તને વંદના કરી તે એક શ્રેષ્ઠી જોઈ ગયા તેથી તેને શ્રેષ્ઠીએ તેને પ્રતિલાભિત કર્યા છે.” આ સાંભળીને ઢંઢણ મુનિએ “આ પરલબ્ધિ આહાર છે.' એવું માનીને તે ભિક્ષા શુદ્ધ સ્વૈડિલ ભૂમિમાં પરઠવવા માંડી. તે સમયે ઢંઢણ મુનિ વિચારવા લાગ્યા : “અરે જીવોના પૂર્વે પાર્જિત કર્મોનો ક્ષય થવો દુષ્કર છે.' આમ સ્થિરપણે ધ્યાન ધરતાં ઢંઢણ મુનિને કેવળજ્ઞાન થયું. ઢંઢણમુનિ શ્રી નેમિનાથ સ્વામીને પ્રદક્ષિણા કરીને કેવળીની પર્ષદામા બિરાજ્યા. દેવતાઓ પણ ઢંઢણમુનિને પૂજવા લાગ્યા. શ્રી નેમિનાથ સ્વામીએ મધ્ય દેશમાં વિહાર કરીને બોધ આપ્યો. ઉત્તર દિશામાં અનેક રાજ્યોના રાજાઓને ધર્મબોધ આપ્યો. દક્ષિણાપથ દેશમાં કમળદેવને બોધ કર્યો. કેવળજ્ઞાનથી માંડીને વિહાર કરતાં પ્રભુને અઢાર હજાર મહાત્મા સાધુઓ, ચાલીસ હજાર બુદ્ધિમાન સાધ્વીઓ, ચારસો ચૌદ પૂર્વધારી, પંદરસો અવધિજ્ઞાની, તેટલા જ વૈક્રિય લબ્ધિવાળા, તેટલાં જ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ચોવીશ તીર્થકર કેવળ જ્ઞાની, એક હજાર મન:પર્યવ જ્ઞાની, આઠસો વાદલબ્ધિવાળા, એક લાખ અને ઓગણોસીતેર હજાર શ્રાવકો, ત્રણ લાખ ઓગણચાલીસ હજાર શ્રાવિકાઓ એટલો બહોળો પરિવાર થયો. શ્રી નેમિનાથ સ્વામીના નિવણનો સમય નજીક આવવા લાગ્યો. આથી શ્રી પ્રભુ રેવતગિરિ આવ્યા ત્યાં ઇન્દ્ર રચેલા સમવસરણમાં બેસીને પ્રભુએ સર્વ જીવોની ઇચ્છાથી છેલ્લી દેશના આપી. દેશનાથી પ્રતિબોધ પામીને અનેક લોકોએ દીક્ષા લીધી. કેટલાક શ્રાવકો થયા, કેટલાક ભદ્રિકભાવી થયા. શ્રી નેમિનાથ સ્વામીએ પાંચસો ને છત્રીશ મુનિરાજની સાથે એક માસ પર્વતનું પાદપોપગમ અનશન કર્યું. અષાઢ માસની શુકલ અષ્ટમીએ ચિત્રા નક્ષત્રમાં સાયંકાળે શૈલેશી ધ્યાનને પ્રાપ્ત થયેલા પ્રભુ તે મુનિરાજોની સાથે નિર્વાણ પદ પામ્યા. પ્રધુમ્ન, શાબ, કૃષ્ણની આઠ પટરાણીઓ, ભગવંતના બંધુઓ બીજા વ્રતધારી સાધુ મહાત્માઓ, રાજુલ સાધ્વી વગેરે અવ્યય પદને પ્રાપ્ત થયા. રથનેમિએ ચારસો વર્ષ ગૃહસ્થપણામાં એક વર્ષ છઘસ્થાપણામાં અને પાંચસો વર્ષ કેવળીપણામાં એમ મળીને નવસો ને એક વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. રાજુલ સાધ્વીએ પણ એટલું આયુષ્ય ભોગવ્યુ. શીવાદેવી અને સમુદ્રવિજય રાજા મહેન્દ્ર દેવલોકમાં ગયા. બીજા દશાહ મહર્દિક દેવપણાને પામ્યા. શ્રી નમિનાથ સ્વામીએ કૌમારપણામાં ત્રણસો વર્ષ છબસ્થ તથા કેવળીપણામાં સાતસો વર્ષ એમ એક હજાર વર્ષનું આયુષ્ય ભોગવ્યું. શ્રી નેમિનાથ પ્રભુના નિવણિ પછી પાંચ લાખ વર્ષ વીત્યાં ત્યારે શ્રી નેમિનાથ સ્વામીનું નિવણ થયું. શ્રી નેમિનાથ પ્રભુ નિર્વાણ પામ્યા તે સમાચાર દેવલોકમાં Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથ સ્વામી (અરિષ્ટનેમિ) જવાથી શકઇન્દ્રની આજ્ઞાથી કુબેરે એક શિબિકા વિકૃર્થી. શક્રઇન્દ્રે વિધિપૂર્વક પ્રભુના અંગની પૂજા કરી. તે પછી પ્રભુના દેહનો યથોચિત સંસ્કાર કર્યો. પ્રભુના સંસ્કારવાળી વમણિની શિલા ઉપ૨ ઇન્દ્રે પોતાના વ્રજથી પ્રભુના લક્ષણ અને નામ કંડાર્યાં પછી તે શિલા ઉપર શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમા સહિત એક પવિત્ર ચૈત્ય કરાવ્યું. ચાલ્યા ગયા. થયા. આ સર્વ ક્રિયા પૂર્ણ થયા પછી દેવતાઓ પોતપોતાના સ્થાને ૧૯૭ શ્રી નેમિનાથ સ્વામી બાવીસમા તીર્થંક૨ તરીકે સર્વત્ર પ્રસિદ્ધ તીર્થંકર ભગવંત શ્રી નેમિનાથ સ્વામીનું નિર્વાણ ગિરનાર પર્વત પર થયું અને ગિરનાર સદાયને માટે પવિત્ર થઈ ગયો. પાવન થઈ ગયો. (શ્રી નેમિનાથ સ્વામી ચરિત્ર પર આધારિત લેખકની નવલકથા નેમરાજુ લ’માં વિશેષ પ્રસંગો અને ઘટનાઓ વાંચવા મળશે) ★★ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૩ : શ્રી પાર્શ્વનાથ સ્વામી આજથી લગભગ ત્રણ હજાર વર્ષ પહેલાં ગંગા નદીના કાંઠે કાશી નામનું મોટું નગર હતું. સુંદર મજાનું નગર. રળીયામણું નગર. સૌને ગમે તેવું નગર. આ નગરના રાજા સુખી અને સંતોષી. આ નગરની પ્રજા પણ સુખી અને સમૃદ્ધ. રાજાને પ્રજા પર ખૂબ જ વહાલ. અને પ્રજા પણ રાજાને ખૂબ જ આદર આપે. રાજા અને પ્રજા વચ્ચેનો સુમેળ એકદમ સરસ. રાજા અને પ્રજા સ્નેહના તંતુ વડે જોડાયેલા હતા. રાજાના સુખદુઃખમાં પ્રજા સાથ આપે અને પ્રજાના સુખદુઃખમાં - રાજા સાથ આપે. જ્યાં સ્નેહના ઝરણાં વહેતાં હોય ત્યાં દુઃખ, પરિતાપ સંભવી જ ન શકે. જ્યાં પ્રેમની પવિત્ર ગંગા ખળખળ વહેતી હોય ત્યાં આનંદ, ઉલ્હાસ અને હર્ષ સિવાય કશું ન હોઈ શકે. કાશીનગરના રાજા એટલે અશ્વસેન. અશ્વસેન એટલે પ્રજાવત્સલ રાજવી. રાજા અશ્વસેનનો સ્વભાવ અત્યંત દયાળુ અને નમ્ર. અરે..! એમની સરળતા તો એવી કે વાત ન પૂછો...! રાજા પોતાની પ્રજાને ખૂબ જ ચાહે. Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ સ્વામી પ્રજા રાજાને ખૂબ જ સ્નેહ કરે. મહારાજા અશ્વસેનનું નગર કાશી પર્યટકો માટે ખાસ જોવાલાયક ગણાતું. ૧૯૯ કાશી નગરીની શોભા અપૂર્વ હતી. અદ્ભૂત હતી. તેના કોટકાંગરા મજબૂત હતા. નગરના ભવનો રમણીય હતા. રાજમાર્ગો એવાં સુઘડ અને સ્વચ્છ હતા કે પરગામનો માણસ આશ્ચર્ય જ પામી ઊઠે. બાવન બજાર અને ચોપન ચૌટા વડે તેનો વેપારવણજ ધમધોકાર ચાલતો હતો. કાશી નગરમાં વિશાળ ધર્માંગારો હતા. ઉત્તમ પ્રકારના ગોષ્ઠિકો હતા. ગોષ્ઠિકો એટલે વાદવિવાદ કરવાનાં સ્થાનો. કાશી નગરમાં સાધુ સંતોની અવરજવર વિશેષ કરીને રહેતી હોવાથી નગરીના લોકોને ધર્મનું જ્ઞાન મળતું. કાશી નગરીને વારાણસી પણ કહેવાય. કાશી નગરના રાજા અશ્વસેનનો મહેલ ખૂબ જ ભવ્ય અને કલા કારીગીરીથી સરસ રીતે શોભી રહ્યો હતો. રાજભવનમાં પ્રવેશવા માટે એક જ પ્રવેશદ્વાર હતું ખૂબ જ વિશાળ જગ્યામાં રાજભવનનું નિર્માણ થયું હતું. રાજભવનની બાજુમાં ૠતુ ૠતુ પ્રમાણેના ભવનો હતા. ઋતુ ભવનોની પાસે સરસ મજાનું ઉઘાન હતું. ઉદ્યાન એટલે બગીચો. ઉદ્યાન એટલે ઉપવન. ઉપવનમાં રંગ બેરંગી ફૂલો, લત્તાઓ, ઘટાદાર વૃક્ષો તેમજ એક નાનકડું ભવન પણ હતું. રાજા-રાણી ઉપવનમાં આવે ત્યારે આ નાનકડા ભવનમાં વિશ્રામ કરે અને કુદરતી સૌંદર્યનો આનંદ મેળવે. રાજા અશ્વસેનને વામાદેવી નામની રાણી હતી. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ચોવીશ તીર્થંકર વામાદેવી સુશીલ, પવિત્ર અને ગુણી હતી. રાજા અશ્વસેનને વામાદેવી સિવાય અન્ય રાણીઓ હતી પરંતુ વામાદેવીનું સ્થાન સૌથી પ્રથમ હતું આથી વામાદેવીને મહાદેવી તરીકે સૌ કોઈ જાણતા હતા. વામાદેવી મહારાજા અશ્વસેનની પ્રિય પટ્ટરાણી હતી. સુખમાં દિવસો શી રીતે પસાર થાય છે તેની કલ્પના આવતી નથી. દુઃખમાં દિવસો પસાર કરવા આકરા હોય છે. દુઃખમાં એક એક પળ વિતાવવી એક એક યુગ જેવી થઈ પડે છે જ્યારે સુખમાં દિવસો ટૂંકા લાગે છે. મહારાજા અશ્વસેન અને રાણી વામાદેવીના દિવસો સુખેથી પસાર થતા હતા. ચૈત્રમાસની કૃષ્ણ ચતુર્થીનો દિવસ, વિશાખા નક્ષત્રમાં ઉત્તમ દેવસમૃદ્ધિ ભોગવીને સુવર્ણબાહુ રાજાના જીવે પોતાનું દેવ સંબંધી આયુષ્ય પૂર્ણ કરીને ત્યાંથી અવીને તે દેવ અડધી રાત્રે મહાદેવી વામાદેવીના ઉદરમાં અવતર્યો. તે સમયે વામાદેવીએ તીર્થકરના જન્મને સૂચવનારા ચૌદ મહાસ્વપ્ન મુખમાં પ્રવેશતાં જોયા. પહેલાં સ્વપ્ન ઉત્તમ હાથી. બીજા સ્વપ્નમાં સુંદર વૃષભ. ત્રીજામાં કેશરી સિંહ. ચોથા સ્વપ્નમાં મહાલક્ષ્મી. પાંચમા સ્વપ્નમાં ફૂલની માળા. છઠ્ઠામાં ચંદ્રમા. સાતમા સ્વપ્નમાં તેજસ્વી ઝગારા મારતો સૂર્ય. આઠમાં સ્વપ્નમાં ધ્વજ. નવમા સ્વપ્નમાં કળશ. Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ સ્વામી દશમાં સ્વપ્નમાં પદ્મ સરોવર. અગિયારમાં સમુદ્ર. બારમા સ્વપ્નમાં દેવવિમાન તેરમા સ્વપ્નમાં રત્નનો ઢગલો. અને ચૌદમા સ્વપ્નમાં ધૂમાડા વિનાનો અગ્નિ મહાદેવી વામાદેવીએ જોયો. વામાદેવી તરત જ જાગૃત થઈ ગયાં. ત્રિપદી પર દીપકોનો. આછો પ્રકાશ ખંડને અજવાળી રહ્યો હતો. વામદેવીના મનોપ્રદેશમાં છવાયેલું સ્વપ્ન અદ્દભૂત અને આનંદકારી હતું. વામાદેવીએ તરત જ સ્વામીને જાગૃત કર્યો. અને ચૌદ સ્વપ્નની. વાત કરી. ત્યારે રાજા અશ્વસેને કહ્યું : “પ્રાતઃકાળ પછી નિમિતજ્ઞોને રાજભવને બોલાવીને સ્વપ્નનો અર્થ તારવીશુ. સ્વપ્ન તો સર્વ શ્રેષ્ઠ છે.' અશ્વસેન અને વામાદેવીએ વાતોમાં જ સમય પસાર કર્યો. ત્રણેક ઘટિકા પસાર થઈ ગઈ. પ્રાતઃકાળની ઝાલરી રણકી ઊઠી. રાજા અશ્વસેન અને વામાદેવી તરત જ ખંડ બહાર નીકળીને પ્રાત:કાર્યની વિધિમાં ગૂંથાયા. દિવસનો પ્રથમ પ્રહર પૂરો થયા પછી મહારાજા અશ્વસેને એક સેવકને નિમિતજ્ઞને બોલાવવા રવાના કર્યો. થોડી વારમાં નિમિતજ્ઞા આવી પહોંચ્યો. નિમિતજ્ઞ સીધો મહારાજા અશ્વસેન અને મહાદેવી વામાદેવીની પાસે આવી પહોંચ્યો. મહારાજા અશ્વસેને કહ્યું : “નિમિતજ્ઞજી, મહાદેવને અડધી રાતે ચૌદ સ્વપ્ન આવ્યાં હતાં. આપ અંક મૂકીને એનું ફળ કહો.' આટલું કહીને રાજા અશ્વસેને તરત જ ચૌદ સ્વપ્નની વાત નિમિતજ્ઞને કરી. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ચોવીશ તીર્થંકર નિમિતશે તરત જ અંક મૂક્યા અને તે ખુશીથી નાચી ઊઠ્યો નિમિતશે ઉલ્લાસભર્યા સ્વરે કહ્યું : “કૃપાનાથ, આપ ખૂબ જ ભાગ્યવંત છો. આપને ત્યાં સુંદર પુત્રરત્નનો જન્મ થશે. મહાદેવી વામાદેવીએ જે સ્વપ્નાઓ જોયા છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે મહાદેવીની કુખે ચક્રવર્તી કે તીર્થંકર પુત્રનો જન્મ થાય.' નિમિતજ્ઞની વાણીથી મહારાજા અશ્વસેન અને મહાદેવી અત્યંત પ્રસન્ન બન્યા. મહારાજા અશ્વસેને નિમિતજ્ઞને તરત જ અમૂલ્ય રત્નોની માળા ભેટમાં આપી. થોડી વાર રહીને નિમિતજ્ઞ પોતાના સ્થાને ચાલ્યો ગયો. અને દિવસો પસાર થવા લાગ્યા. વામાદેવીના અંગમાં માતૃત્વની લાગણી રમી રહી હતી. જ્યારે સ્ત્રી માતૃત્વ ધારણ કરે છે ત્યારે સ્ત્રીના રૂપમાં તેજસ્વીતા અને પ્રસન્નતા છવાઈ જાય છે. સ્ત્રીનું રૂપ ખીલી ઊઠે છે. સુવર્ણબાહુ રાજાનો જીવ વામાદેવીની કુક્ષિમાં પ્રવેશ્યા પછી ક્રમશઃ ગર્ભ વિકાસ પામવા લાગ્યો. વામાદેવીના મુખ પર અનુપમ સૌંદર્ય ખીલી ઊઠ્યું. ધર્મ પ્રત્યે ઋચિ પેદા થઈ. મહારાજા અશ્વસેન મહાદેવીની પૂરી સંભાળ લેતા હતા. તેના હૈયાને કોઈપણ પ્રકારનું દુઃખ ન પહોંચે તેની બરાબર કાળજી રાખતા હતા. નગરીના રાજવૈદ્ય બે-ત્રણ દિવસે એકવાર રાજભવન પર આવી જઈને વામાદેવીની નાડી પરીક્ષા કરી જતાં અને પથ્યાપથ્યનું સૂચન કરતા. વામાદેવીના અંતરમાં અન્ય પ્રત્યે સદભાવની લાગણી જન્મી, આથી મહારાજા અશ્વસેને દાનની સરિતા વહેવડાવવી શરૂ કરી. Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ સ્વામી અને થોડા મહિનાઓ બાદ પોષ વદ દશમના દિવસે આકાશમાં સાતેય ગ્રહો જ્યારે ઉચ્ચ સ્થાનમાં હતા ત્યારે અનુરાધા નક્ષત્રમાં વામાદેવીએ નીલવર્ણવાળા રૂપરૂપના અંબાર સમાન પુત્રને જન્મ આપ્યો. રત્નને જેમ વિદુરગિરિની ભૂમિ પ્રસરે તે રીતે વામાદેવીએ સર્પના લાંછનવાળા નીલવર્ણી પુત્રને જન્મ આપ્યો. તત્કાળ છપ્પન દિક્કુમારીઓએ આવીને અત્યંત પ્રભુનું તથા તેમની માતાનું સૂતિકા કર્મ કર્યું. ત્યાર પછી. શક્રન્દ્રે ત્યાં આવીને દેવીને અવસ્વાપિની નિદ્રા આપી. તેમના પડખામાં પ્રભુનું પ્રતિબિંબ સ્થાપિત કરી, પોતે પાંચ રૂપ વિક્ર્વ્યા. તેમાં એક રૂપે પ્રભુને લીધા. બે રૂપે ચામર ધારણ કર્યાં. એક રૂપે પ્રભુના ઉપર છત્ર ધારણ કર્યું. અને એક રૂપે વજ્ર ઉછાળતાં સુંદર ચાલે ચાલતા અને વાંકી ગ્રીવાવડે પ્રભુના મુખ પર દૃષ્ટિ રાખતાં ઉતાવળે મેરૂગિરિ તરફ ચાલ્યા. ક્ષણવારમાં મેફિગરની અતિ પાંડુકબલા નામની શિલા ઉપર પહોંચ્યા. થયા. ૨૦૩ ત્યાં શક્રેન્દ્રદેવ પ્રભુને ઉત્સંગમાં લઈને સિંહાસન પર આરૂઢ તે વખતે અચ્યુત વગેરે ત્રેસઠ ઇન્દ્રે પણ તત્કાળ આવી પહોંચ્યા અને તેમણે વિધિપૂર્વક પ્રભુનો જન્માભિષેક કર્યો. વાતાવરણ અતિ પ્રસન્ન હતું. ચારે તરફ હર્ષ, ઉમંગ અને આનંદ સિવાય કશું નહોતું. સૌધર્મેન્દ્રે ઈશાનેંદ્રના ઉત્સંગમાં પ્રભુને બેસાડીને વૃષભના શૃંગમાંથી નીકળતા જળ વડે સ્નાન કરાવ્યું. ત્યાર પછી ચંદન આદિથી પ્રભુનું અર્ચન કરી, અંજલિ જોડીને ઇન્દ્રે પવિત્ર સ્તુતિ કરવાનો આરંભ કર્યો. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ચોવીશ તીર્થંકર ઈન્દ્ર મધુર સ્વરે પ્રભુની સ્તુતિ કરી : “પ્રિયંગુ વૃક્ષની જેવા નીલવર્ણવાળા, જગતના પ્રિય હેતભૂત અને દુસ્તર સંસારરૂપ સાગરમાં સેતુરૂપ એવા આપને હું નમસ્કાર કરું છું. જ્ઞાનરૂપી રત્નના ભંડાર સમા, વિકસિત કમળ જેવી ક્રાંતિવાળા અને ભવ્ય પ્રાણીરૂપ કમળમાં સૂર્ય જેવા હે પરમ ભગવંત હું આપને વંદના કરું છું. ફળદાયક એવા એક હજાર અને આઠ નરલક્ષણને ધારણ કરનારા અને કર્મરૂપ અંધકારનો નાશ કરવામાં ચંદ્ર સમાન આપને મારા વંદન છે. ત્રણ જગતમાં પવિત્ર જ્ઞાનાદિ રત્નત્રય ધારણ કરનાર કર્મરૂપ સ્થળને ખોદવામાં ખનિત્ર (ખોદવાનું હથિયાર) સમાન અને શ્રેષ્ઠ ચારિત્રના ધારક એવા આપને મારા અંતઃકરણના વંદન છે. સર્વ અતિશયના પાત્ર, અતિ દયાવાન અને સર્વ સંપત્તિના કારણભૂત એવા હૈ પરમાત્મન્ ! આપને મારા નમસ્કાર છે. કષાયને દૂર કરનાર કરૂણાના ક્ષીર સાગર અને રાગદ્વેષથી વિમુક્ત એવા છે મોક્ષગામી પ્રભુ ! આપને મારા વંદન છે. હે પ્રભુ, જો આપના ચરણની સેવાનું ફળ હોય તો તે ફળવડે આપની ઉપર ભવોભવમાં મને ભક્તિભાવ પ્રાપ્ત થજો. આ રીતે મધુર સ્વરે સ્તુતિ કરીને ઈદ્ર પ્રભુને લઈને વામાદેવીના પડખામાં મૂક્યા અને વામાદેવીને આપેલી અવસ્થાપિની નિદ્રા અને પાસે મૂકેલું પ્રતિબિંબ હરી લઈ ઈન્દ્ર પોતાના સ્થાનકે ચાલ્યા ગયા. ત્યારબાદ પ્રાતઃકાળે વામાદેવીની કુક્ષિએ પુત્રજન્મ થયો છે એ સમાચાર રાજભવનમાં પ્રસરી ગયા. રાજભવનમાં મંગલમય વાતાવરણ સર્જાઈ ગયું. રાજભવનમાં રાજની વાઘમંડળીઓ માંગલિક સૂરો વાતાવરણમાં પ્રસરાવવા લાગ્યા. રાજભવનમાં સૌના હૈયા હર્ષિત બની ગયા હતા. મહારાજા અશ્વસેને પુત્રજન્મનો ઉત્સવ ભવ્ય રીતે ઉજવવાનો પ્રારંભ કર્યો. કારાગારમાંથી દરેક કેદીઓને મુક્ત કરી દેવામાં આવ્યા. Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ સ્વામી ૨૦૫ કાશી નગરીમાં જ્યારે નગરજનોએ જાણ્યું કે મહારાજા અશ્વસેનને ત્યાં પુત્રજન્મ થયો છે તેથી અતિ હર્ષિત બની ઊઠ્યા અને પોતાના ભવનો શણગારવા લાગ્યા. નગરીમાં સર્વત્ર આનંદ છવાયો હતો. મહારાજા અશ્વસેને મંગલમય પ્રસંગની ઉજવણી ભવ્ય રીતે યોજી હતી. જ્યારે પ્રભુ વામાદેવીના ગર્ભમાં હતા ત્યારે માતાએ એકવાર કૃષ્ણ પક્ષની રાત્રીએ પડખે થઈને એક સર્પને જતો જોયો હતો. આ વાત વામાદેવીએ મહારાજા અશ્વસેનને કરી હતી. આ વાતને સંભારીને અને એ ગર્ભનો પ્રભાવ હતો એમ નિર્ણય કરીને રાજા અશ્વસેને કુમારનું નામ પાર્થપાયું. પાર્શ્વકુમાર. છે આજ્ઞા કરેલી અપ્સરા રૂપ ધાત્રીઓએ લાલિત કરેલા જગત્પતિ રાજાઓને ખોળે ખોળે સંચરતા વૃદ્ધિ પામવા લાગ્યા. દિવસો, મહિનાઓ અને વર્ષો પસાર થવા લાગ્યા. સમયને થોભ નથી. સમયનો પ્રવાહ નિરંતર ચાલ્યા જ કરે છે. પાર્શ્વકુમારે યૌવન અવસ્થામાં પ્રવેશ કર્યો પાર્શ્વકુમારે યૌવન વયમાં જાણે નીલમણિના સારથી કે નીલોત્પલની લક્ષ્મીથી બનેલા હોય તેમ કાયાની નીલ કાંતિ વડે શોભવા લાગ્યા. મોટી શાખાવાળા વૃક્ષની જેમ મોટી ભૂજાવાળા અને મોટા. તટવાળા ગિરિની જેમ વિશાળ વૃક્ષ સ્થળવાળા પ્રભુ વિશેષ શોભવા લાગ્યા. નગરજનોમાં પાર્શ્વકુમારના રૂપ અને ગુણની જ ચર્ચા થતી હતી. પાર્શ્વકુમારનું રૂપ જોઈને સ્ત્રીઓ ચિંતવન કરતી કે આ કુમાર જેમના પતિ થશે તે સ્ત્રી આ પૃથ્વીમાં ધન્ય બનશે. એક દિવસ મહારાજા અશ્વસેન રાજસભામાં જવા માટે મહેલેથી રથમાં બેસીને વિદાય થયા. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ચોવીશ તીર્થંકર રાજસભાના મુખ્ય દ્વાર પાસે મહારાજા અશ્વસેનનો રથ ઊભો રહ્યો. મહારાજા અશ્વસેન પધારી રહ્યા છે. તે માટે આગમ સૂચક ધ્વનિની છડીદારે છડી દ્વારા જાણ કરી. રાજસભામાં સૌ મહારાજાના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યા. પરંતુ સભાજનોને મહારાજની બહુ રાહ જોવી ન પડી. થોડી વારમાં જ મહારાજા અશ્વસેને રાજસભાના વિશાળ ખંડમાં પ્રવેશ કર્યો. ત્યારે સભાજનો એમના આસનો પરથી ઊભા થઈ ગયા અને મહારાજા અશ્વસેનનો જયનાદ પોકાય. | સર્વ સભાજનોના મુખ પર મહારાજાના આગમનથી આનંદ, હર્ષની લાગણી પ્રવર્તતી હતી. મહારાજા અશ્વસેન મંથર ગતિએ રાજસિંહાસન તરફ જઈ રહ્યા હતા. મહારાજા અશ્વસેન સર્વ લોકોનું અભિવાદન ઝીલતા સિંહાસન પાસે આવીને બેઠક ગ્રહણ કરી. મહારાજા અશ્વસેનનું સિંહાસન સુવર્ણમય અનેક રત્નોથી મઢેલું અદ્વિતીય હતું. સિંહાસનના હાથા પર સુંદર નકશીકામ કરેલું હતું. તેમાં જુદા જુદા રત્નો જડવામાં આવ્યા હતા. સમગ્ર સભાખંડમાં સિંહાસનની તેજસ્વિતા, ભવ્યતા કંઈક અજબની ભાત પાડતી હતી. મહારાજા અશ્વસેને રત્નજડિત સુવર્ણનો સુંદર નકશીવાળો રાજમુગુટ ધારણ કર્યો હતો. શુભ વસ્ત્રો ધારણ કર્યા હતા. એમના બન્ને હાથમાં બાજુબંધ શોભી ઊઠ્યા હતા. કંઠમાં મુક્તાની માળા તેમજ સુંદર અમૂલ્ય રત્નોની માળા શોભી ઊઠી હતી. મહારાજા અશ્વસેને સિંહાસન પર આસન ગ્રહણ કર્યા પછી દરેક સભાજનો પોતપોતાની બેઠક પર બેસી ગયા. દરેકના મુખ પર સભાની કાર્યવાહી શરૂ થાય તેવા અધીરાઈનાં ચિહ્નો જણાતાં હતાં. થોડી વારમાં રાજસભાના ખંડમાં નીરવ શાંતિ પ્રસરી ગઈ. રાજસભાની કાર્યવાહી શરૂ થઈ. Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ સ્વામી કોઈને કશી ફરિયાદ નહોતી. જ્યાં રાજ્ય સંચાલનની વ્યવસ્થા સુદૃઢપણે થતી ત્યાં પ્રશ્નો સંભવી શકતા નથી. આજે રાજસભામાં એક વિદ્વાને જિનધર્મની કથા કહેવી શરૂ કરી. મહારાજા અશ્વસેન સહિત બધા સભાજનો કથાનું શ્રવણ કરવામાં રસમગ્ન બની ગયા. ૨૦૭ વિદ્વાને જિનધર્મની કથા સંભળાવતાં ચારની શુદ્ધિ વર્ણવી. વિદ્વાન કહે : ‘શ્રદ્ધાની શુદ્ધિ એટલે શ્રદ્ધેય વસ્તુઓ, શ્રદ્ધાવાન આત્મા અને શ્રદ્ધાના સાધનોની શુદ્ધિ. જ્ઞાનની શુદ્ધિ એટલે શેય, જ્ઞાતા અને જ્ઞાનનાં સાધનોની શુદ્ધિ. ક્રિયાની શુદ્ધિ એટલે ક્રિયા, ક્રિયાવાન અને ક્રિયાના સાધનોની શુદ્ધિ. ધ્યાનની શુદ્ધિ એટલે ધ્યેય, ધ્યાતા અને ધ્યાનનાં સાધનોની શુદ્ધિ. શ્રી જિનશાસનમાં શ્રદ્ધા કરવા યોગ્ય વીતરાગ દેવ, તેમને માર્ગે ચાલનારા નિગ્રંથ ગુરૂ અને તેમણે બતાવેલો શ્રુત અને ચારિત્ર સ્વરૂપ ધર્મ છે. મહારાજા અશ્વસેન વિદ્વાનની વાણીથી પ્રભાવિત થયા હતા સભાજનો પણ રસમગ્ન બન્યા હતા. વિદ્વાન અસ્ખલિત રીતે કથા સંભળાવી રહ્યો હતો. સૌ કથા સાંભળવામાં તલ્લીન બન્યા હતા ત્યાં પ્રતિહાર આવ્યો અને તે સીધો મહારાજા અશ્વસેન પાસે આવ્યો. પ્રતિહારે મહારાજાને વંદન કરીને કહ્યું : “હે નરેશ્વર, સુંદર આકૃતિ ધરાવનારો પુરૂષ રાજસભાના મુખ્ય દ્વાર પાસે ઊભો છે. એ આપની સમક્ષ કંઈક નિવેદન કરવા માગે છે. આપ આજ્ઞા આપો તો એ અહીં આવે...’ મહારાજા અશ્વસેને પ્રતિહારને કહ્યું : ‘તેને અહીં આવવા દો.’ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ પ્રતિહાર મસ્તક નમાવીને ચાલ્યો ગયો. થોડી વારમાં સુંદર આકૃતિ ધરાવતો પુરુષ મહારાજા અશ્વસેનના સિંહાસનની સામે ઊભો રહ્યો. ચોવીશ તીર્થંકર સૌ પ્રથમ તો તે પુરુષે મહારાજાને ભાવભર્યા વંદન કર્યા પછી પ્રતિહારે બતાવેલા આસન પર બેઠક ગ્રહણ કરી. મહારાજા અશ્વસેને તે પુરુષની સામે જોઈને પ્રશ્ન કર્યો : ‘હે ભદ્ર, તમે કોના સેવક છો ? કોણ છો ? તેમજ કયા હેતુથી તમારું અહીં આગમન થયું છે ?’ આવનાર પુરુષે અત્યંત વિનયભર્યા સ્વરમાં કહ્યું : ‘હે કૃપાનાથ, આ ભરતક્ષેત્રમાં અતિ સોહામણું અને વૈભવશાળી કુશસ્થળ નામનું નગર આવેલું છે ત્યાં નરવર્મા નામના રાજા રાજ કરતા હતા. તેઓ અતિ દયાળુ, પરાક્રમી અને ધાર્મિક વૃત્તિના અનેક રાજાઓ એના તાબા હેઠળ હતા. જૈન ધર્મમાં સ્થિર રહેનારા રાજવી નરવર્મા હંમેશા મુનિ ભગવંતોની સેવામાં સદાય જાગૃતિ કેળવતા હતા. તેઓએ ન્યાય અને પરાક્રમથી ચિરઃકાળ સુધી પોતાના રાજ્યનું પાલન કર્યું. પછી સંસારથી ઉદ્વેગ પામીને રાજ્યલક્ષ્મીને તૃણવત્ છોડી દઈને સુસાધુ ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરી. આવનાર પુરુષ પોતાની વાત પૂરી કરે તે પહેલાં રાજા અશ્વસેને હર્ષ વ્યક્ત કરતાં જણાવ્યું : વાહ...ધન્ય છે મહારાજા નરવર્માને...! જેણે રાજ્યનો તૃણવત્ ત્યાગ કરીને વ્રત ગ્રહણ કર્યું. અપાર સુખોપભોગ, વૈભવવિલાસનો ત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરવી તે કપરું કાર્ય છે. ધન્ય છે રાજા નરવર્માને...!' પેલા પુરુષે પોતાની વાત જણાવતાં કહ્યું : “મહારાજ, તે નરવર્મા રાજાના રાજ્ય પર હાલ એમના પુત્ર પ્રસેનજીત નામના રાજા રાજ્યનો કારભાર સંભાળી રહ્યાં છે. તેઓ સેનારૂપ સિરતાઓના સાગર જેવા છે. મહારાજા પ્રસેનજીતને પ્રભાવતી નામની પુત્રી છે. પ્રભાવતી અનિવ રૂપ ધારણ કરનારી છે. વિધાતાએ ચંદ્રના ચૂર્ણથી તેનું મુખ, કમળથી Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ સ્વામી ૨૦૯ નેત્ર, સુવર્ણરજથી શરીર, રક્તકમળથી હાથ પગ, કદલીગર્ભથી ઉરૂ, શોણમણિથી નખ, મૃણાલથી ભુજદંડ રચ્યા હોય તેમ લાગે છે. અનિદ્ય રૂપલાવણ્ય ધરાવતી પોતાની પુત્રી પ્રભાવતી માટે મહારાજા પ્રસેનજીત. તેણીના યોગ્ય મુરતિયા માટે ચિંતાતુર થયાં છે. એમણે અનેક રાજાઓના કુમારોની તપાસ કરી. પરંતુ કોઈ પોતાની પુત્રીને લાયક જણાયો નહિ. મહારાજા પ્રસેનજીતને થયું કે શું મારી પુત્રી માટે યોગ્ય મુરતિયો મળશે જ નહિ..! આવા વિચારો કરતાં એમનું મન ભારે ચિંતાતુર બન્યું. એકવાર રાજકુમારી પ્રભાવતી પોતાની સખીઓ સાથે રાજભવનના ઉદ્યાનમાં આવી, ત્યાં કિન્નરોની સ્ત્રીઓના મુખેથી આ પ્રમાણે એક ગીત તેના સાંભળવામાં આવ્યું : “કાશી નરેશ અશ્વસેન રાજાના પુત્ર પાર્શ્વકુમાર રૂપલાવણ્યની સંપત્તિથી જય પામે છે. જે સ્ત્રીના તે સ્વામી થશે તે સ્ત્રી આ જગતમાં જયવતી છે. પાર્શ્વનાથકુમાર જેવા સ્વામી મળવા દુર્લભ સમાન છે. કારણકે એવો પુણ્યનો ઉદય ક્યાંથી હોય..? પ્રભાવતી કિન્નરીઓના મુખેથી ગવાયેલી પાર્શ્વકુમારની પ્રશસ્તિ ભરી પંક્તિઓથી પ્રભાવિત બની. પ્રભાવતીના મનોપ્રદેશ પર પાર્શ્વકુમારના ગુણકીર્તન કરતી પંક્તિઓએ કજો જમાવી દીધો. પ્રભાવતીએ વારંવાર પંક્તિઓ સાંભળવાની ઈચ્છા પ્રગટ કરી, અને સાંભળી પણ ખરી. પ્રભાવતી રાજકુમારીની સખીઓને થયું કે રાજકુમારીબાનું ચિત્ત પાર્શ્વકુમાર હરી લીધું છે. શૂન્યમનસ્ક બેઠેલી પ્રભાવતીને એની સખીઓએ ઢંઢોળી અને સૌ રાજભવને પાછા ફર્યા. કિન્નરીઓ ચાલી ગઈ હતી પરંતુ પાર્શ્વકુમારના ગુણકીર્તનની પંક્તિઓ પ્રભાવતીના ચિત્તમાં રમતી મૂકીને વિદાય થઈ હતી. રાજકુમારી પ્રભાવતી રાજભવનમાં આવી પણ એના ચિત્તને શાંતિ નહોતી. અંતરમાં અતિ સુંદર દેહોષ્ઠવ ધરાવતાં પાર્શ્વકુમારની ચો. તી. ૧૪ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ચોવીશ તીર્થંકર છબી અંકિત થઈ હતી. ખાતાપીતાં, ઉઠતાંબેસતાં, હરતાં ફરતાં રાજકુમારી પ્રભાવતી પાર્શ્વકુમારનું જ રટણ કરવા લાગી. જેમ અખિલાનંદનો આશક જોગી બધી જંજાળોને દૂર રાખીને એકમાત્ર પરમાત્માનું ધ્યાન ધરે છે, તેમ તે સર્વ વસ્તુઓથી વિમુખ થઈને એકમાત્ર પાર્શ્વકુમારનું ધ્યાન રાજકુમારી પ્રભાવતી ધરવા લાગી. રાજકુમારી પ્રભાવતીને ઉત્તમ વસ્ત્રો વૈરી જેવા લાગવા માંડ્યા. સુંદર અલંકારો એને આગ જેવા આકરાં થઈ પડ્યાં. શું સ્નાન કે શું મર્દન, શું અંગરાગ કે શું ફૂલહાર, તમામ વસ્તુઓ પ્રભાવતીને વેદના સમાન ભાસવા લાગી. ચાંદનીભરી શીતળ રાત્રીઓ, જે આનંદ અને વિશ્રામનું સાધન છે. તે રાજકુમારી પ્રભાવતીને શોક અને સંતાપનું કારણ થઈ પડી. તેના અંતરમાંથી સઘળું સુખ ચાલ્યું ગયું. પ્રતિદિન રાજકુમારી પ્રભાવતી દુર્બળ થવા લાગી. અને રાજકુમારી પ્રભાવતીની માનસિક હાલતનું ચિત્રણ એના માતાપિતાએ સખીઓ દ્વારા જાણી લીધું. પુત્રીની ઈચ્છાને વશ થઈને પ્રભાવતીને સ્વયંવરા તરીકે પાર્શ્વકુમાર પાસે મોકલવાનો નિર્ણય કર્યો. અને તે અંગેની સઘળી તૈયારીઓ કરવા માંડી. આ સમાચાર જ્યારે કલિંગ સહિત અનેક રાજ્યના રાજાઓ તથા નાયકોએ જાણ્યા ત્યારે સૌના અંતરમાં ક્રોધનો દાવાનળ સળગી ઊઠ્યો. અનેક રાજાઓ પ્રભાવતીને પામવા પ્રયત્નો કરી રહ્યા હતા. કારણકે પ્રભાવતી અનિદ્ય રૂ૫ ધરાવતી રાજકુમારી હતી. એનું લાવણ્ય અમાપ હતું. વિદ્યા અને કલાની તે ઉત્તમ જાણકાર હતી. જ્યારે એ પ્રકારના સમાચાર વાયુવેગે ફેલાયા કે રાજકુમારી પ્રભાવતી પાર્શ્વકુમારને પરણવા માટે સામી જાય છે. આ સમાચારથી ભારે ચકચાર પેદા થઈ ગઈ. તેમાં કલિંગનો બળવાન રાજા યવને હુંકાર કરતાં કહ્યું : છતાં પ્રભાવતીને પરણનાર પાર્શ્વકુમાર કોણ છે ? અને Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ સ્વામી ૨૧૧ તે કુશસ્થળનો રાજા કોણ છે કે જે મને પ્રભાવતીની સોંપણી ન કરે ! કુશસ્થળનો રાજા સરળતાથી નહિ સમજે તો વીરત્વ બતાવવું પડશે.' કલિંગનો રાજા યવન પોતાના વિશાળ સૈન્ય સાથે કુશસ્થળ આવી પહોંચ્યો અને કુશસ્થળનો ફરતો ઘેરો નાખ્યો. આવનાર પુરુષે પોતાની વાત પૂરી કરતાં છેવટે જણાવ્યું ? મહારાજ, અત્યારે કુશસ્થળ કલિંગની સેનાથી ઘેરાયેલું છે. હું અમારા રાજાની આજ્ઞાથી તે નગરમાંથી અડધી રાતે ગુપ્તવેશ ધારણ કરીને નીકળ્યો છું. હું સાગરદત્તનો પુત્ર પુરુષોત્તમ છું અને મહારાજા પ્રસેનજીતનો પ્રિય મિત્ર છું. મહારાજ, હવે સ્વજન અને શત્રુજનના સંબંધમાં આપને જે યોગ્ય લાગતું હોય તેમ કરો.” પુરુષોત્તમે પોતાની વાત પૂરી કરીને મહારાજા અશ્વસેનની સામે જોયું. અશ્વસેન પુરૂષોત્તમની વાત સાંભળતાં જ ક્રોધિત બની ઊઠ્યાઃ “અરે ! આ યવન કોણ છે ? હું હોવા છતાં રાજા પ્રસેનજીતને જરાયે ભય કેળવવાની જરૂર નથી. કુશસ્થળની રક્ષા કાજે મારું સૈન્ય અત્યારે જ રવાના થશે અને યવનની સેનાના દાંત ખાટા કરી દેશે...” આટલું કહીને રાજા અશ્વસેને તરત જ રણથંભાનો નાદ કરાવ્યો. રણથંભાના નાદથી સૈન્ય એકઠું થઈ ગયું. આ સમયે ક્રીડાગૃહમાં રમતા પાકુમારે રણથંભાનો નાદ સાંભળીને આશ્ચર્ય ઉપજ્યુ તેઓ તરત જ પિતા પાસે આવ્યા. એ સમયે રાજા અશ્વસેન સૈન્ય સાથે જવાની તૈયારી કરી રહ્યા હતા. પાશ્વકુમાર પિતાને વિનયભાઈ સ્વરે કહ્યું : “પિતાજી, આપ સૈન્ય સાથે યુદ્ધ કરવા જઈ રહ્યો છો ? આપની સામે યુદ્ધ કરવા કોણ તૈયાર થયું છે. દુશ્મનોને આપની શક્તિનો અંદાજ લાગતો નથી...!' રાજા અશ્વસેને કહ્યું : “પાર્શ્વકુમાર, કુશસ્થળ રાજ્યના રાજા પ્રસેનજીતના મિત્ર પુરુષોત્તમ રાજસભામાં આવીને મદદ કરવાની વાત કરી છે. યવન રાજાએ એમના નગર ફરતો ઘેરો નાખ્યો છે આથી મારે Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ પ્રસેનજીતને મદદ કરવા જવું જોઈએ.' પાર્શ્વકુમાર મધુર સ્વરે કહ્યું : “પિતાજી, યુદ્ધમાં આપને કોઈ દેવ કે અસુર પજિત કરી શકે તેમ નથી, ત્યારે મનુષ્ય એવા યવનની કિંમત કેટલી ? પરંતુ એની સામે આપને જવાની જરૂર નથી. હું જ ત્યાં જઈશ અને બીજાની શક્તિને નહિ પારખનારને યોગ્ય શિક્ષા કરીશ.’ ચોવીશ તીર્થંકર રાજાએ કહ્યું : “પાર્શ્વકુમાર, આ યુદ્ધ એ ક્રીડોત્સવ નથી. તેમ જ તું યુદ્ધભૂમિ પર જા એવી મારા મનમાં ઇચ્છા પણ નથી. હું જાણું છું કે મારા કુમારનું ભુજબળ ત્રણ જગતનો વિજય કરવાને સમર્થ છે. પરંતુ તું ઘરમાં ક્રીડા કરે તે જોવાથી મને હર્ષ થાય છે. રાજાએ અશ્વસેનના ઉત્તરથી પાર્શ્વકુમાર કહ્યું : “પિતાજી, યુદ્ધ કરવું એ પણ ક્રીડારૂપ જ તેમાં મને જરા પણ મુશ્કેલી પડવાની નથી. આપ અહીં જ રહો અને મને યુદ્ધભૂમિએ જવાની આજ્ઞા આપો.’ પાર્શ્વકુમારના અતિ આગ્રહ પર વિવશ થઈને રાજા અશ્વસેને ન છૂટકે પુત્રને યુદ્ધભૂમિએ જવાની આજ્ઞા આપી. પાર્શ્વકુમાર પિતાને જણાવી દીધું કે પોતે કુશળતાપૂર્વક આ પ્રશ્નનો ઉકેલ લાવશે. યુદ્ધ અને સંહારની વાત પાર્શ્વકુમારને જરા પણ પસંદ ન હતી. એમ છતાં અન્યાય અને અનીતિનો મુકાબલો કરવો જોઈએ તેવી દૃઢ માન્યતા પણ હતી.. કોઈ ખોટી રીતે સત્તાના બળે બીજી પ્રજાને મદદ કરવી એ પણ એક પ્રકારનો ધર્મ છે એમ પાર્શ્વકુમાર માનતા હતા તેમ છતાં એ હેતુને વગર યુદ્ધે સિદ્ધ કરવા તેમની તીવ્ર ઈચ્છા હતી અને એ મુજબ પાર્શ્વકુમાર વ્યૂહ રચના કરી. પાર્શ્વકુમાર શુભ મુહૂર્તે હાથી પર બેસીને પુરૂષોત્તમની સાથે મોટા લશ્કર અને શસ્ત્રસરંજામ સહિત કુશસ્થળ જવા પ્રયાણ કર્યું. પાર્શ્વકુમારની સહાય અર્થે ઇન્દ્ર પોતાના સારથિને મોકલ્યો. પૃથ્વીને સ્પર્શ નહિ થતાં અને વિવિધ આયુધોથી યુક્ત પાર્શ્વકુમાર ઈન્દ્રના સારથીના અતિઆગ્રહને વશ થઈને મહારથમાં આરૂઢ થયા. Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ સ્વામી ૨૧૩ અને સૂર્યના જેવા તેજથી પાર્શ્વકુમાર આકાશગામી રથ વડે ખેચરોથી સ્તુતિ કરતા આગળ ચાલ્યા. થોડા દિવસો બાદ પાર્શ્વકુમાર પોતાના સૈન્ય સાથે કુશસ્થળની સમીપે આવીને પડાવ નાખ્યો. - પાર્શ્વકુમારના નિરીક્ષકોએ સમાચાર આપ્યા : પાશ્વકુમાર, યવનરાજની સેના અહીંથી એક પડાવ જેટલી જ દૂર છે.' યવનરાજની સેના કેટલી મોટી છે ?” પાર્શ્વકુમારે નિરીક્ષકોને પ્રશ્ન કર્યો. મહારાજ, યવનરાજની સેના વિશાળ છે પણ તે આપણા સૈન્ય સામે ઝીક ઝીલે તેવું લાગતું નથી.” બીજે દિવસે પ્રાતઃકાળની પ્રથમ ઘટિકા બાદ પાકુમારે એક દૂતને બધી વાતની સમજ આપીને યવનરાજ ભણી રવાના કર્યો. પાર્શ્વકુમારના દૂતે યવનરાજ પાસે આવીને નમ્ર સ્વરે કહ્યું : “હે રાજન, વારાણસીના મહારાજ-કુમાર શ્રી પાર્શ્વ આપને મારા મારફત જણાવે છે કે પ્રસેનિજત રાજાએ મારા પિતાનું શરણ અંગીકાર કરેલું છે . માટે આપે તેમની સાથે યુદ્ધ કરવાનો મનસૂબો ઘડ્યો છે તેનો ત્યાગ કરી દો. મહારાજા, અશ્વસેન યુદ્ધ અર્થે આવવાના હતા પરંતુ એમને રોકીને પાર્શ્વકુમાર આવેલા છે જો આપ આપનું ભલું ઇચ્છતા હો તો તત્કાળ તમારા રાજ્યમાં ચાલ્યા જાઓ. એમાં જ આપનું હિત સચવાવેલું છે. જો આપ ચાલ્યા જશો તો આપના અપરાધને ક્ષમા આપવામાં આવશે.” દૂતના શબ્દોથી યવનરાજનો ચહેરો લાલઘુમ થઈ ગયો અને ક્રોધ ઠાલવીને કહ્યું : “અરે દૂત..! આ તું શું બોલે છે ? તું મારી તાકાતને ઓળખતો નથી ? પાર્શ્વકુમાર તો બાળક છે. એને યુદ્ધના પરિણામની શી ખબર હોય? અરે એના પિતા પણ યુદ્ધ લડવા આવ્યા હોય તો પણ તેઓ પરાજય પામીને જ પાછા વળ્યા હોત. પાર્શ્વકુમાર મારી તાકાતથી અપરિચિત જણાય છે. તું તારા મહારાજ કુમાર પાસે જા અને કહી દે કે અહીંથી પાછા ચાલ્યા જવામાં જ ડહાપણ રહેલું છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ જાણીબુઝીને સિંહને છંછેડવામાં સાર નથી...' . દૂતે ફરીથી કહ્યું : · યવનરાજ, પાર્શ્વકુમારે આપના પર દયાભાવ રાખીને મને સમજાવવા માટે મોકલ્યો છે. કંઈ અશક્તપણાથી મોકલ્યો નથી. જો આપ એમની આજ્ઞાનું પાલન કરશો તો કુશસ્થળના રાજાનું રક્ષણ કરવા આવ્યા છે તે રીતે આપને પણ મારવા ઇચ્છતા નથી. ત્રણ જગતના પતિ પાર્શ્વકુમાર સામે વિજય પ્રાપ્ત કરવો અશક્ય છે...’ ચોવીશ તીર્થંકર પાર્શ્વકુમારના દૂત, વિજયની વરમાળા કોણ ધારણ કરે છે એની તો યુદ્ધની ભૂમિ પર પારખું થઈ જશે. ખોટી ડંફાશો મારવાનો કશો અર્થ નથી...’ યવનરાજે કહ્યું. ત્યાં તો યવનરાજના સૈનિકો પોતાનાં શસ્ત્રો સાથે ઊભા થઈ ગયા અને ઉચ્ચ સ્વરે બોલી ઊઠ્યા : ‘અરે અધમ દૂત...! તું આવા શબ્દો બોલીને તારા સ્વામી સાથે દ્રોહ કરી રહ્યો છે. તને હજુ અમારા મહારાજાનો પરિચય લાગતો નથી. માત્ર વાતો કરવાથી વિજય મળી જતો નથી સમજ્યો ?” પાર્શ્વકુમારનો દૂત યવનરાજના સૈનિકોને ઉત્તર આપે તે પહેલાં યવનરાજનો એક વૃદ્ધ મંત્રી બોલી ઊઠ્યો : ‘આ દૂત પોતાના સ્વામીનો વૈરી નથી. તમે એના કથનનો વિચાર તો કરો...! ક્રોધ અને આવેશમાં વાસ્તવિકતાને શા માટે વિસારે મૂકી દો છો ? પાકુમારની માત્ર આજ્ઞાનું ઉલ્લંઘન કરવું હિતકર નથી કારણ કે પાર્શ્વકુમારના ચોસઠ ઇન્દ્રો તત્કાળ ઉપસ્થિત થઈ જશે ત્યારે તમારી શક્તિ કે તાકાત નષ્ટ થઈ જશે. આવેશનો ત્યાગ કરીને પાર્શ્વકુમારની શક્તિને નમવામાં જ સાર છે. આટલું કહીને વૃદ્ધ મંત્રીએ પાર્શ્વકુમારની શક્તિ અને વીરતાની વાતો કરી. વૃદ્ધ મંત્રીની વાતો સાંભળીને યવનરાજના તમામ સૈનિકોની જાણે તાકાત હણાઈ ગઈ ન હોય ! તેવું વાતાવરણ સર્જાઈ ગયું. તમામ સૈનિકો ભય પામીને શાંત બની ગયા. વૃદ્ધ મંત્રીએ પાર્શ્વકુમારના દૂતનો હાથ પકડીને કહ્યું : વિદ્વાન Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ સ્વામી ૨૧૫ દૂત, આ સુભટ્ટોની વાતોમાં ધ્યાન આપતો નહિ. કારણ કે તમે એક ક્ષમાનિધિ રાજાના સેવક છો. અમે બધા પાર્શ્વકુમાર પાસે ક્ષમાયાચના માગવા થોડી વારમાં આવીએ છીએ.' આટલું કહીને વૃદ્ધ મંત્રીએ પાર્શ્વકુમારના દૂતને સમજાવી, સત્કારીને રવાના કર્યો. ત્યારબાદ હિતકામી મંત્રી સીધો યવનરાજ પાસે ગયો અને એણે મહારાજા સાથે વાતો કરતાં જણાવ્યું : “મહારાજ, આપ વગર વિચાર્યું જે પગલું ભરવા તૈયાર થયા હતા એનું પરિણામ શું આવત એનો અંદાજ આપને નથી. આપ પાર્શ્વકુમાર પાસે સત્વર જઈને એમનો આશ્રય ગ્રહણ કરો. જેનું સુતિકા કર્મ દેવીઓએ કરેલું છે. જેનું ધાત્રી કર્મ પણ દેવીઓએ કરેલું છે. જેનું જન્મસ્નાત્ર અનેક દેવો સહિત ઈન્દ્રોએ કરેલું છે. અને દેવો સહિત ઈન્દ્રો પોતે જેના સેવક થઈને રહે છે એની સામે આપ હુંકાર કરીને પડકાર ફેંકો છો...? આપ અત્યારે જ પાર્શ્વનાથકુમારના શરણે જાઓ અને વિશ્વને શાસન કરનાર તે પાર્શ્વનાથ સ્વામીના શાસનને ગ્રહણ કરો.' વૃદ્ધ મંત્રીના શબ્દોની રાજા યવનરાજના મનમાં ઊંડી અસર થઈ. થોડી વાર વિચાર કરીને રાજા યવનરાજે કહ્યું : “મંત્રીવર, આપે મને યોગ્ય સલાહ આપીને અપકૃત્ય કરતાં બચાવી લીધો છે.' અને રાજા યવનરાજ તથા એમનું સૌન્યદળ પાર્શ્વકુમાર પાસે જવા વિદાય થયું. રાજા યવનરાજે કંઠમાં કુહાડો બાંધીને જ્યાં પાર્શ્વકુમારનો પડાવ હતો તે ભણી સૈન્ય સહિત નીકળી પડ્યા. રાજા યવનરાજ સીધો પાર્શ્વકુમારને મળ્યો. રાજા યવનરાજે પાર્શ્વકુમાર સામે જોઈને કહ્યું : “પાર્શ્વકુમાર, મારા મુખેથી બોલાયેલા શબ્દો પ્રતિ લક્ષ આપતા નહિ એ માટે હું ઘણો દિલગીર છું. આજે હું મૈત્રીની માગણી કરવા સામેથી આવ્યો છું. માટે મારી ભાવનાને સત્કારો. આપની આજ્ઞા થતાં હું મારા સૈન્ય સહિત કલિંગ પાછો ચાલ્યો જઈશ.' Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ચોવીશ તીર્થંકર પાર્શ્વકુમારે રાજા યવનરાજનું યોગ્ય સન્માન કરતાં જણાવ્યું : રાજન બળ અને સંપત્તિના મદમાં છકી જઈને આફતકારી યુદ્ધોને નોતરવાં એ કોઈ પણ રીતે વાજબી નથી. આપ મૈત્રી બાંધવા માટે પ્રેરાયા છો તેથી મને અત્યંત આનંદ ઊપજે છે. તમારી મૈત્રીનો હું સ્વીકાર કરું છું. હવે આજે ને આજે તમે કુશસ્થળને ગોઝારી ગૂંગળામણમાંથી મુક્ત કરો.' યવનરાજે પાર્શ્વકુમારની આજ્ઞાનું પાલન કર્યું અને કુશસ્થળને ફરતે ઘેરો ઉઠાવી લીધો. કુશસ્થળની પ્રજામાં સર્વત્ર આનંદ છવાઈ ગયો. કુશસ્થળના મહારાજા પ્રસેનજિત અને રાજકુમારી પ્રભાવતીના અંતરમાં વગર યુદ્ધ પ્રશ્નનો નિવેડો આવતાં અત્યંત આનંદિત થયા. પાર્શ્વકુમારની સાથે આવેલો પુરુષોત્તમ પણ હર્ષ પામી ઊઠ્યો. મહારાજા પ્રસેનજિત રાજકુમારી પ્રભાવતી સહિત રાજ પરિવારના સભ્યો, નગરીના અગ્રણીઓ, મંત્રી વર્ગ વગેરે સૌ પાર્શ્વકુમારનો સત્કાર કરવા માટે નગર બહાર આવ્યા. રાજા પ્રસેનજિત અને મંત્રીઓ પાકુમારને મળ્યા. રાજાએ પાર્શ્વકુમારને કહ્યું : “પાર્શ્વકુમાર, અમારા ઉપર બહુ મોટી કૃપા થઈ. આપ સમયસર આવી પહોંચ્યા એટલે અમારું રક્ષણ થયું. હવે વધારે કૃપા કરીને મારી પુત્રી પ્રભાવતીનો આપ સ્વીકાર કરીને મને કૃતાર્થ કરો.' આ સમયે પ્રભાવતી રાજકુમારી વિચારોના વૃંદાવનમાં રાચી રહી હતી. “ઓહ.મેં પૂર્વે કિરીઓ પાસેથી જેમના ગુણકીર્તન સાંભળ્યા હતા તે પાર્શ્વકુમાર આજે મારા જેવામાં આવ્યા છે. શું તેઓ મારા પિતાશ્રીની ઈચ્છાને સંતોષશે કે નહિ...!' પાર્શ્વકુમારે મહારાજા પ્રસેનજિત સામે જોઈને કહ્યું : “રાજન, હું મારા પિતાની આજ્ઞાથી આપનું રક્ષણ કરવા માટે જ અહીં આવેલો છું. અમારું એ કામ પૂરું થયું છે. તેથી હવે હું વારાણસી પાછો ફરીશ. મારું Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ સ્વામી આગમન અહીં લગ્ન નિમિત્તે થયેલું નથી.' પાર્શ્વકુમારના શબ્દો સાંભળીને પ્રભાવતીને થયું કે આવા દયાળુ પુરુષના મુખેથી આવા શબ્દો કેમ સ્ફુરિત થયા હશે ? આ કુમાર તો સર્વની પર કૃપાળુ છે. મારા પર કેમ કૃપા રિહત થયા હશે ? શું મારા ભાગ્યનો દોષ હશે ? રાજા પ્રસેનજિતને થયું કે કંઈક ઉપાય વિચારવો પડશે. નહિતર પ્રભાવતીને દુઃખ થશે. આ કુમાર તો સાવ નિસ્પૃહી જણાય છે પરંતુ તેઓ પિતાની આજ્ઞાને ટાળી નહિ શકે... ૨૧૭ આવું વિચારીને રાજા પ્રસેનજિતે કહ્યું : પાર્શ્વકુમાર, હું મહારાજા અશ્વસેનની ચરણવંદના કરવાની ભાવના સેવું છું. જો આપ કહો તો આપની સાથે જ આવું.' પાર્શ્વકુમારે સંમતિ આપી. અને રાજા પ્રસેનજિત, રાજકુમારી પ્રભાવતી તથા અન્ય રાજ્યપરિવારના સભ્યો પાર્શ્વકુમારની સાથે વારાણસી આવ્યા અને ત્યા અશ્વસેન રાજાને વંદન કરીને રાજા પ્રસેનજિતે વિનયભર્યા સ્વરે કહ્યું : ‘કૃપાળુ, પાર્શ્વકુમારના આગમનથી જ યુદ્ધનું વાદળ ચાલ્યું ગયું. યવનરાજ એના સૈન્ય સાથે કલિંગ ચાલ્યો ગયો. મારી એક પ્રાર્થના છે.’ રાજા અશ્વસેને રાજા પ્રસેનજિત સામે પ્રશ્નભરી નજરે જોયું. પ્રસેનજિતે કહ્યું : ‘મહારાજ, મારે પ્રભાવતી નામની કન્યા છે. તેને મારા આગ્રહથી પાર્શ્વકુમાર માટે ગ્રહણ કરવાની કૃપા વરસાવો.' ત્યારે રાજા અશ્વસેને કહ્યું : “રાજન, પાર્શ્વકુમા૨ આ સંસારથી સદા વિરક્તભાવ સેવે છે. તેથી તે શું કરશે. તે હજુ મારા જાણવામાં આવ્યું નથી. અમારા મનમાં પણ પ્રશ્ન થયા કરે છે કે આ કુમારનો વિવાહોત્સવ ક્યારે થશે ? છતાં તમારા આગ્રહથી તેનો પ્રભાવતી સાથે વિવાહ સંપન્ન કરીશું. ' મહારાજા અશ્વસેને, તરત જ પાર્શ્વકુમારને પોતાની પાસે બોલાવ્યા અને રાજા પ્રસેનજિતની માગણીથી વાકેફ કર્યાં. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ચોવીશ તીર્થંકર બધી વાત સાંભળી પછી પાર્શ્વકુમારે કહ્યું: “પિતાજી, આપ તો જાણો છો કે મને સંસારના કોઈ પણ વૈભવવિલાસમાં રુચિ નથી. હું તો મહાપ્રયત્ને મળેલા આ માનવભવને સાર્થક કરવાની કામના સેવું છું.' પાર્શ્વકુમારની વાત સાંભળીને રાજા અશ્વસેને કહ્યું : “કુમાર, તમારી મનોવૃત્તિને ધન્ય છે. પરંતુ અમારા આનંદ અને સંતોષ ખાતર એકવાર રાજા પ્રસેનજિતની પુત્રી પ્રભાવતી સાથે વિવાહ કરો. અને યોગ્ય અવસરે ઉચિત લાગે તેમ કરજો...” અને.. | પિતાની આજ્ઞાને મસ્તકે ધારણ કરીને પાર્શ્વકુમારે પ્રભાવતી સાથે વિવાહ કર્યા. પાર્શ્વકુમારનો વિવાહોત્સવ નગરીમાં ભવ્ય રીતે ઉજવાયો. નગરીમાં દાનની સરિતા વહેવડાવવામાં આવી. એક વર્ષ સુધી લોકોના કર માફ કરવામાં આવ્યા. આમ છેવટે પ્રભાવતીનો મનોરથ પૂરો થયો હોવાથી એના હર્ષનો પાર નહોતો. આ તરફ મહારાજા અશ્વસેન અને મહાદેવી વામાદેવી પુત્રને વિવાહિત થયેલો જોઈને આનંદિત બન્યાં હતાં. પાર્શ્વકુમાર અને પ્રભાવતીના દિવસો આનંદથી પસાર થવા લાગ્યા. એક દિવસ પાર્શ્વકુમાર ભવનના ઝરુખે બેસીને કાશી નગરીના રાજમાર્ગને જોઈ રહ્યા હતા. પાર્શ્વકુમારને આજે કંઈક આશ્ચર્ય ઉત્પન્ન થયું કે રાજમાર્ગ પરથી લોકોનાં ટોળેટોળાં ફૂલની છાબડી લઈને ક્યાં જઈ રહ્યાં હશે? પાર્શ્વકુમારે તરત જ એક સેવકને બોલાવીને પૂછ્યું : “આજે કોઈ ઉત્સવ છે કે જેથી લોકો ઘણા અલંકારો ધારણ કરીને નગર બહાર જાય છે?” કુમારશ્રી, આજ કોઈ ખાસ મહોત્સવ હોય તેવું યાદ આવતું Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ સ્વામી ૨૧૯ નથી.” તો પછી આટલા બધા લોકો હાથમાં ફૂલની છાબડીઓ લઈને નગર બહાર કેમ જાય છે?” પાર્શ્વકુમારે પ્રશ્ન કર્યો. “અન્નદાતા, આવું તો હમણાં કેટલાક દિવસોથી ચાલે છે. પેલા જોગીના દર્શન માટે લોકો ઘેલા બન્યા છે. સેવકે પોતાની જાણ મુજબ ઉત્તર આપ્યો. પેલો એટલે કયો જોગી...?” પાર્શ્વકુમારને વધુ જાણવાની ઇચ્છા થઈ. કપાળ, કમઠ નામનો એક જટાળો જોગી કેટલાક દિવસથી આપણા નગર બહાર આવેલો છે. તે બહુ તપસ્વી છે. અને ચમત્કારી પણ છે. તેથી લોકો તેના દર્શન માટે પડાપડી કરે છે.' સેવકે જોગીની ઓળખાણ આપી. એ જોગી ચમત્કારી છે, એમ તેં શી રીતે જાણું ?” પાર્શ્વકુમારે ફરીને પ્રશ્ન કર્યો. કૃપાળુ, મેં પોતે તો કોઈ ચમત્કાર જોયો નથી પરંતુ લોકોના મોઢેથી સાંભળ્યું છે કે તેણે ઘણા ચમત્કારો કરી બતાવ્યા છે. અનેકના રોગ મટાડ્યા છે. અનેકના સંસારમાં સુખનો સૂરજ ઉગાડ્યો છે. જે લોકોને લક્ષ્મીની કામના હતી તેઓની ઇચ્છા પણ પૂરી કરી છે. સંતાનવિહિનોને સંતાન થાય તેવા આશીર્વાદ આપ્યા છે.' ત્યારે તો કલ્પવૃક્ષ પોતે જ સામે ચાલીને અહીં આવ્યું છે. એમ જ ને...?” પાર્શ્વકુમારે જરા સ્મિત કરતાં કહ્યું. હા...મહારાજ, લોકો તો એવી જ ભ્રમણામાં છે.' ‘ત્યારે તો આપણે તે કલ્પવૃક્ષને નજરે નિહાળવું પડશે... આમ કહીને પાર્શ્વકુમારે કમઠની પાસે જવાની તૈયારી આરંભી. પાર્શ્વકુમાર થોડા સેવકો સાથે કમઠના સ્થાને ગયા. ત્યાં કમઠને પંચાગ્નિ તપ કરતો જોવામાં આવ્યો. Page #229 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર પછી ત્રિવિધ જ્ઞાનધારી પાર્શ્વકુમારે ઉપયોગ દેતાં અગ્નિના કુંડમાં કાષ્ઠના અંતર ભાગે રહેલા એક મોટા સર્પને બળતો જોયો. તેથી કરુણાનિધિ પાર્શ્વકુમાર બોલ્યા : ‘ઓહ...! આ તે કેવું અજ્ઞાન...! જે તપમાં દયા નથી તે તપ જ નથી. દયા વિના ધર્મ પણ કેવો ?’ ૨૨૦ ત્યારે કમઠે કહ્યું : ‘રાજપુત્રો તો હાથી-ઘોડા વગેરે ખેલાવી જાણે અને ધર્મ તો અમારા જેવા મુનિઓ જ જાણે...!’ કમઠની વાણીમાં ગર્વનો નશો રમતો હતો. કમઠના અભિમાનથી ભરેલા શબ્દો સાંભળીને તત્કાળ પોતાના સેવકને આજ્ઞા કરી : આ કુંડમાંથી આ કાષ્ઠ ખેંચી કાઢો. અને તેને યતનાથી ફાડો જેથી આ તાપસને ખાતરી થાય...’ તરત જ સેવકોએ પાર્શ્વકુમારે કહ્યું તે પ્રમાણે કર્યું, કાષ્ઠમાંથી એક મોટો સર્પ નીકળ્યો. પછી જરા બળેલા તે સર્પને પાર્શ્વકુમારે બીજા પુરુષો પાસે નવકાર મંત્ર સંભળાવ્યો. અને પચખ્ખાણ અપાવ્યા. તે સમાધિવાળા નાગે પણ પાર્શ્વકુમારની કૃપાદૃષ્ટિથી સિંચાતા શુદ્ધ બુદ્ધિએ તે નવકાર સાંભળ્યો. અને પચખ્ખાણ ગ્રહણ કર્યાં. એ પછી તરત જ આયુ પૂર્ણ થવાથી નવકાર મંત્રના પ્રભાવથી તેમજ પાર્શ્વપ્રભુના દર્શનથી મૃત્યુ પામીને તે નાગ ધરણ નામે નાગરાજ થયો. ત્યાં ઊભેલા નગરજનો આ ઘટનાથી અવાક્ બની ગયા અને અરસપરસ બોલવા લાગ્યા પાર્શ્વકુમારનું જ્ઞાન અને વિવેક અસાધારણ છે.' : લોકો તરત જ પોતાના સ્થાને જવા વિદાય થયા. આ તરફ આ બનાવથી કમઠનું અભિમાન ઘવાયું. કમઠ તાપસે વિશેષ કષ્ટકારી તપ કરવા માંડ્યું. પરંતુ મિથ્યાત્વીને અત્યંત કષ્ટ ભોગવ્યા છતાં જ્ઞાન ક્યાંથી હોય...? અનુક્રમે કમઠ તાપસ મૃત્યુ પામીને ભુવનવાસી દેવોની મેઘકુમાર નિકાયમાં મેઘમાળી નામે દેવતા થયો. પાર્શ્વકુમાર અને પ્રભાવતી એક દિવસ સંધ્યા સમયે ઉદ્યાનના Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ સ્વામી ૨૨૧ સરોવરને જોઈ રહ્યા હતા. જળતરંગો જોઈને પાર્શ્વકુમારે પ્રભાવતીને કહ્યું: “આયુષ્ય એ પણ જળના તરંગ જેવું અનિશ્ચિત અને ક્ષણિક છે.' પ્રભાવતી પાર્શ્વકુમારના મુખને ક્યાંય સુધી નિહાળતી જ રહી. પ્રભાવતીને થયું કે સ્વામીને હવે સંસારના કોઈ પણ સાધનો પ્રત્યે જરાપણ રૂચિ નથી. તેઓ સંસારમાં હોવા છતાં નથી. એમની વાણી, વિચાર અને વર્તનમાં સમતાભાવ જ છે. થોડા દિવસો પસાર થયા પછી લોકાંતિક દેવતાઓએ પાર્શ્વનાથને વિનંતી કરી કે હે નાથ. તીર્થને પ્રવર્તાવો...' પાર્શ્વનાથ પ્રભુએ દીક્ષા ગ્રહણની તૈયારી કરી. એક વરરા સુધી પાર્શ્વનાથ પ્રભુએ કુબેરની આજ્ઞાની ભક દેવતાઓએ પૂરેલાં દ્રવ્ય વડે દાન આપવા માંડ્યું. અને શક્રાદિક ઇન્દ્રોએ તથા રાજા અશ્વસેન વગેરે અન્ય રાજાઓએ પરમપ્રભુ શ્રી પાર્શ્વનાથનો દીક્ષાભિષેક કર્યો. પાર્શ્વકુમાર સંસારી મટીને સમભાવના સાધક બન્યા. આત્મકલ્યાણ માટે સમભાવની સાધના અનિવાર્ય છે. જો સમભાવ નથી તો સમતા નથી. જો સમતા નથી તો શાંતિ નથી. અને જો શાંતિ નથી તો પરમ આનંદની અનુભૂતિ નથી. દેવ અને માનવોએ વહન કરવા યોગ્ય એવી વિશાલા નામની શિબિકામાં બેસીને આશ્રમપદ નામના ઉધાન નજીક આવ્યા. શ્રી પાર્શ્વનાથે ઉધાનમાં પ્રવેશ કર્યો. ત્રીસ વર્ષની વયવાળા પાર્શ્વનાથ પ્રભુએ શિબિકા પરથી ઊતરીને આભૂષણોનો ત્યાગ કર્યો. શ્રી પાર્શ્વનાથે ઈન્દ્રએ આપેલું દેવદુષ્ય વસ્ત્ર ધારણ કર્યું. પોષ વદી અગિયારસના દિવસે શ્રી પાશ્વનાથ પ્રભુએ અઠ્ઠમ તપની આરાધના કરીને ત્રણસો રાજાઓની સાથે દીક્ષા અંગીકાર કરી. પાર્શ્વનાથ પ્રભુને તરત જ મનપર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. આ પ્રકારનું જ્ઞાન સર્વ તીર્થકરોને દીક્ષા મહોત્સવ વખતે ઉત્પન થાય છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર બીજે દિવસે કોષ્ટક નામના ગામમાં ધન્ય નામના ગૃહસ્થને ઘેર પાર્શ્વનાથ પ્રભુએ પારણું કર્યું. ત્યારબાદ ગ્રામ, નગરમાં પ્રભુ પાર્શ્વનાથ છદ્મસ્થપણે વિહાર કરવા લાગ્યા. ૨૨૨ શ્રી પાર્શ્વપ્રભુએ સમભાવની સાધના કરવા માટે મોટા ભાગે કાર્યોત્સર્ગમાં રહેવાનું પસંદ કર્યું. કાર્યોત્સર્ગ એટલે દેહ ભાવનાનો ત્યાગ અને આત્મસ્વરૂપમાં રમણતા. એ વખતે શરીર સ્થિર હોય, વાણી શાંત હોય અને મનની તમામ વૃત્તિઓ ધ્યાન રૂપી ખીલે બંધાણી હોય, ધ્યાન જેમ આગળ વધતું જાય, તેમ રાગ અને દ્વેષનું પ્રમાણ ઘટતું જાય. એમ કરતાં જ્યારે તે બંનેનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે સમભાવની સિદ્ધિ થાય. એક દિવસ શ્રી પાર્શ્વનાથ પ્રભુ ફરતા ફરતા કોઈ તાપસના આશ્રમ પાસે પહોંચ્યા. તે વખતે સાયંકાળ થઈ ગયો હતો. એટલે તેઓ નજીકના એક કૂવાની પાસે, વડના વૃક્ષ નીચે ઊભા રહીને કાર્યોત્સર્ગ કરવા લાગ્યા. એ રાત્રીએ એમને અનેક જાતના ઉપદ્રવો થયા. પરંતુ મહાસત્વશાળી અને દૃઢપ્રતિશ હોવાથી તેઓ એનાથી જરા પણ ચલિત થયા નિહ. અધૂરામાં એ રાત્રીએ મૂશળધાર વરસાદ તૂટી પડ્યો. ચારે તરફ જળબંબાકાર થઈ ગયું છતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ધ્યાન તૂટ્યું નહિ. જળનો પ્રવાહ પ્રથમ તેમના કાંડા સુધી આવ્યો પછી ઢીંચણ સુધી આવ્યો અને છેવટે કમ્મરને પણ ડુબાડી દીધી. છતાંએ મહાધીર ધ્યાનમાં જ મગ્ન રહ્યાં. કુદરત જાણ્યે પ્રભુની કસોટી કરવા ન મથતી હોય તેમ જણાતું હતું. અને... જળનો પ્રવાહ શ્રી પાર્શ્વપ્રભુના કંઠ સુધી આવી પહોંચ્યો. પરંતુ મેરુ ડગે તો એ ડગે. શ્રી પાર્શ્વ પ્રભુ પોતાના સ્થાનેથી અને ધ્યાનથી જરા પણ ડગ્યા નહિ કે કંપ્યા નહિ. ઓહ...! શું એમની અડગતા...! શું તેમની અપૂર્વ સાધના...! Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ સ્વામી અને જળરાશિએ એમનું છેલ્લું પારખું કરી લીધું. નાકના અગ્ર ભાગને જળનો પ્રવાહ આંબી ગયો. પરંતુ એ મહામુનિનું મૌન તૂટ્યું નહિ. એમની યોગસાધના અખંડ રહી. આ સમયે અવધિજ્ઞાનથી ધરણેન્દ્રના જાણવામાં આવ્યું કે “અરે...! પેલો બાળતાપસ કમઠ મારા પ્રભુને વેરી માનીને ઉપદ્રવ કરી રહ્યો છે.’ ૨૨૩ અને તત્કાળ પોતાની મહિષીઓ સાથે નાગરાજ ધરણેન્દ્ર વેગથી પ્રભુ પાસે આવ્યો. ધરણેન્દ્રએ તરત જ પ્રભુને વંદન કરીને પ્રભુના ચરણ નીચે કેવળીના આસન જેવું અને નીચે રહેલા લાંબા નાળવાવાળું એક સુવર્ણકમળ વિક્રુત્યું પછી નાગરાજે પોતાની કાયાથી પ્રભુના પૃષ્ઠ અને બે પડખાંને ઢાંકી દઈને સાત ફણા વડે પ્રભુને માથે છત્ર કર્યું. જળની ઊંચાઈ જેવડા લાંબા નાળાવાળા કમળની ઉપર સમાધિમાં લીન થઈને સ્થિર રહેલા પ્રભુ રાજહંસ જેવા દેખાવા લાગ્યા. ધરણેન્દ્રની સ્ત્રીઓ પ્રભુની સમક્ષ ગીત-નૃત્ય કરવા લાગી. આ સમયે ધ્યાનમાં રહેલા પ્રભુના અંતરમાં સમતાભાવ રમતો હતો. પ્રભુએ નાગાધિરાજ ધરણેન્દ્ર તથા અસુર મેઘમાળી ઉપર સમાન ભાવ કેળવ્યો હતો. ન દ્વેષ ન ક્રોધ, ન વૈ, ન સ્નેહ, ન ઉમંગ કે ન કોઈ જાતનો ઉમળકો. પ્રભુ તો ધ્યાનમુદ્રામાં સ્થિર બન્યા હતા. આ સમયે નાગરાજ ધરણેન્દ્રથી ન રહેવાયું. નાગરાજે ક્રોધિત સ્વરે કહ્યું : “અરે...! તું આ શું કરી રહ્યો છે ? હું એ મહાકૃપાળુનો શિષ્ય છું. પણ હવે હું સહન કરી શકીશ નહિ. યાદ કર, તે વખતે આ પ્રભુએ કાષ્ઠમાંથી બળતા સર્પને બતાવીને તને પાપમાંથી બચાવ્યો હતો. એથી એમણે તારો શું અપરાધ કર્યો છે ? તું પ્રભુની ઉપર નિષ્કારણ શત્રુ થઈને જે કાર્યારંભ કરેલ છે તે અટકાવી દે નહિતર તું રહી શકીશ નહિ.' નાગરાજ ધરણેન્દ્રના શબ્દો સાંભળીને મેઘમાળીએ નીચી દૃષ્ટિ કરીને જોયું તો નાગેન્દ્ર સેવિત એવા પાર્શ્વનાથ પ્રભુને જોયા. મેઘમાળીને Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ચોવીશ તીર્થંકર પોતાનો પરાજય દેખાયો, મેઘમાળીને થયું કે પોતાની તમામ શક્તિ પ્રભુના પ્રભાવ પાસે ક્ષીણ થઈ ગઈ છે. પ્રભુ એક મુષ્ટિથી પર્વતને પણ ચૂર્ણ કરવા સમર્થ છે. પણ કરુણાનિધિ હોવાથી મને ભસ્મ કરતા નથી. પરંતુ મને તો આ ધરણેન્દ્રનો ભય લાગે છે. શું કરું...? હા...જો આ પ્રભુનું શરણ મળે તો જ હું ઊગરી શકીશ અને મારું હિત એમાં જ સમાયેલું છે. આમ વિચારીને મેઘમાળી પ્રભુની પાસે આવ્યો અને ભાવભય વંદન કરીને બોલ્યો : “પ્રભુ, આપ તો અપકારીજન પર ક્રોધ કરતા નથી. આપ મારા પર કૃપા વરસાવીને મારા તમામ અપરાધોની ક્ષમા આપો.. મારી રક્ષા કરો...' આ પ્રમાણે કહીને પ્રભુને ખમાવી, વંદન કરીને મેઘમાળી દેવ પશ્ચાત્તાપ કરતો પોતાના સ્થાને ગયો. ત્યાર પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુને ઉપસર્ગ રહિત જાણીને નાગરાજ ધરણેન્દ્ર સ્તુતિ અને વંદન કરીને પોતાના સ્થાનકે ગયા. આ તરફ શ્રી પાર્શ્વનાથ પ્રભુએ આગળ ઉપર વિહાર કર્યો. વિહાર કરતા કરતાં તેઓ વારાણસીની નજદિક આવ્યા અને આશ્રમપદ નામના ઉદ્યાનમાં ઘાતકી વૃક્ષની નીચે કાયોત્સર્ગે રહ્યા. ત્યાં દીક્ષાના દિવસથી ચોરાસી દિવસો પસાર થયે શુભ ધ્યાનથી શ્રી પાર્શ્વપ્રભુના ઘાતકમ નષ્ટ થયાં. અને ચૈત્રમાસની કૃષ્ણ ચતુર્થીએ શ્રી પાર્શ્વપ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તે સમયે શક્રેન્દ્ર વગેરે દેવતાઓએ આસન કંપથી આ હકીકત જાણી તરત જ ત્યાં આવીને સમવસરણની રચના કરી. પ્રભુએ પૂર્વ ધારેથી સમવસરણમાં પ્રવેશ કર્યો. સમવસરણની વચ્ચે આવેલાં સતાવીશ ધનુષ ઊંચા ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી પછી “તીર્થાય નમઃ' એમ કહીને શ્રી પાર્શ્વપ્રભુએ પૂવૉભિમુખે ઉત્તમ એવા રત્નસિંહાસન પર બિરાજમાન થયા. વ્યંતરોએ બીજા ત્રણેય દિશાઓમાં પ્રભુના પ્રભાવથી પ્રભુની Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ સ્વામી જેવા બીજા ત્રણ પ્રતિબિંબો વિક્ર્વ્યા. ચારે નિકાયના દેવો, દેવીઓ, નર-નારીઓ, સાધુ, સાધ્વીઓ એમ બારેય પર્ષદા પ્રભુને નમન કરીને પોતપોતાના સ્થાને બેઠા, મહારાજા અશ્વસેન અને વામાદેવીને સમાચાર મળ્યા કે શ્રી પાર્શ્વનાથ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે આથી રાજપિરવાર સાથે સમવસરણમાં આવ્યા અને યોગ્ય સ્થળે બેઠક ગ્રહણ કરી. ૨૨૫ શ્રી પાર્શ્વનાથ ભગવંતે દેશના આપી અને અસાર સંસારનું રહસ્ય સમજાવ્યું, ધર્મ જ ભવભ્રમણના ફેરામાંથી તારી શકે છે તે વાત સૌને સમજાવી. પ્રભુની દેશના સાંભળીને અનેક ભવ્ય જીવોએ પ્રવજ્યા અંગીકાર કરી. અશ્વસેન રાજાએ તત્કાળ પોતાના લઘુ પુત્ર હસ્તિસેનને રાજ્યનો કારભાર સોંપીને દીક્ષા ગ્રહણ કરી. વામાદેવી તથા પ્રભાવતીએ પણ પ્રવજ્યાનો માર્ગ ધારણ કર્યો. પ્રભુને આર્યદત્ત સહિત ગણધરો થયા. પ્રભુએ તેમને સ્થિતિ, ઉત્પાદ અને વ્યયરૂપ ત્રિપદી કહી સંભળાવી. તે ત્રિપદી સાંભળવાથી તેમણે સઘ દ્વાદશાંગીની રચના કરી. પ્રથમ પૌરુષી પૂરી થઈ એટલે શ્રી પાર્શ્વનાથ પ્રભુએ દેશના સમાપ્ત કરી. બીજી પૌરુષીમાં આર્યદત્ત ગણધરે દેશના આપી. ત્યારબાદ શક્રેન્દ્ર દેવતાઓ સહિત મનુષ્યો પ્રભુને વંદન કરીને પોતપોતાના સ્થાને ગયા. પાર્શ્વનાથના તીર્થમાં કાચબાના વાહનાવાળો, કૃષ્ણ વર્ણ ધરનારો, હસ્તિ જેવા મુખવાળો નાગની ફ્સાના છત્રથી શોભતો, ચાર ભુજાવાળો, બે વામ ભુજામાં નકુલ અને સર્પ તથા બે દક્ષિણ ભૂજામાં બિજોરૂ અને સર્પ ધારણ કરનારો પાર્શ્વ નામે યક્ષ શાસનદેવતા થયો. કુર્કટ જાતિના સર્પના વાહનવાળી, સુવર્ણના વર્ણ જેવી, બે દક્ષિણ ભુજામાં પદ્મ અને પાશ તથા બે વામ ભુજામાં ફળ અને અંકુશ ધરનારી પદ્માવતી નામે યક્ષિણી શાસનદેવી થઈ. તે બન્ને શાસનદેવતા નિરંતર ચો. તી. ૧૫ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ચોવીશ તીર્થંકર પ્રભુની પાસે રહીને સેવા કરવા લાગ્યા. શ્રી પાર્શ્વનાથ પ્રભુ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. શ્રી પાર્શ્વનાથ પ્રભુએ પૃથ્વી પર વિહાર કરીને સંસારની અસારતાનું રહસ્ય સમજાવ્યું. વિહાર કરતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુને સોળ હજાર મહાત્મા સાધુઓ. આડત્રીસ હજાર પીઓ. ત્રણસો અને પચાસ ચૌદ પૂર્વધારી અને એક હજાર ચારસો અવધિજ્ઞાની, સાડા સાતસો મનઃ પર્યવજ્ઞાની, એક હજાર કેવળજ્ઞાની, અગિયારસો વૈક્રિય લબ્ધિવાળા, છસો વાદલબ્ધિવાળા, એક લાખ ચોસઠ હજાર શ્રાવકો. ત્રણ લાખ સત્યોતેર હજાર શ્રાવિકાઓ આ પ્રમાણે કેવળ જ્ઞાનના દિવસ પછી પ્રભુનો પરિવાર થયો. પોતાનો નિવણ સમય નજીક જાણીને શ્રી પાર્શ્વનાથ પ્રભુ સમેતશિખર પર્વત પર પધાર્યા. ત્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુએ બીજા તેત્રીસ મુનિઓની સાથે અનસન ગ્રહણ કર્યું. પ્રાંતે શ્રાવણ માસની શુકલ અષ્ટમીએ વિશાખા નક્ષત્રમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુએ તેત્રીસ મુનિઓ સાથે મુક્તિ પદ પ્રાપ્ત કર્યું. શ્રી પાર્શ્વનાથ પ્રભુએ ગૃહસ્થપણામાં ત્રીશ વર્ષ અને વ્રત પાળવામાં સીત્તેર વર્ષ એ રીતે સો વર્ષનું આયુષ્ય ભોગવ્યું. શ્રી નેમિનાથ પ્રભુના નિવણ પછી વ્યાશી હજાર, સાતસો અને પચાસ વર્ષ પસાર થયા બાદ શ્રી પાર્શ્વનાથ પ્રભુ મોક્ષે પધાર્યા. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૪ : શ્રી મહાવીર સ્વામી શ્રી મહાવીર સ્વામીના પૂર્વ ભવોનું સંક્ષિપ્ત વર્ણન: જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રના મહાવપ્ર વિજયમાં જયંતી નામની નગરીમાં મહારાજા શત્રુમદન નામનો રાજા રાજ કરે. બાજુમાં આવેલ પૃથ્વી પ્રતિષ્ઠાન નામની પલ્લીમાં નયસાર નામનો એક મુખી રહેતો હતો. નયસાર સાધુજનના સંબંધ વિનાનો હતો. બીજાના દોષોને જોવામાં વિમુખ તથા ગુણ ગ્રહણમાં હંમેશા તત્પર રહેતો હતો. એક વાર રાજાની આજ્ઞાથી તે મોય કાષ્ઠો લેવા માટે કેટલાંક ગાડાં સાથે મહાઇટવીમાં ગયો. સાથે એણે ભાતાનો ડબરો રાખ્યો હતો. ગાઢ જંગલમાં વૃક્ષો છેદતા મધ્યાહ્ન સમય થયો એટલે એ સમયે નયસારના સમય જાણનારા સેવકો રસોઈ તૈયાર કરીને આવ્યા. પોતે સુધા-તૃષાથી આતુર હતો. કોઈ અતિથિ આવે તો ભોજન કરાવીને હું જમું એવું વિચારીને નયસાર આમતેમ જોવા લાગ્યો. તેવામાં દૂરથી મુનિઓને આવતા જોયા. નયસારે વિચાર્યું કે આ સાધુઓ મારા અતિથિ થયા તે બહુ સારું થયું... નવસારે મુનિઓને વંદન કરીને કહ્યું : “હે ભગવંત, આવી મોટી અટવીમાં તમે ક્યાંથી આવ્યા ? કારણ કે શસ્ત્રો ધારણ કરીને પણ આ અટવીમાં એકલા નીકળી શકાય તેમ નથી.' સાધુઓએ નમ્ર સ્વરે કહ્યું : “અમે પૂર્વે અમારા સ્થાનથી સાથેની સાથે-ચાલ્યા હતા. પણ માર્ગમાં કોઈ ગામે ભિક્ષા લેવા ગયા તેવામાં સાથે ચાલ્યો ગયો. અમને ભિક્ષા મળી નહિ તેથી અમે તે સાથેની પછવાડે ચાલ્યા પણ તે સાથે તો મળ્યો નહિ અને આ અટવીમાં આવી ચડ્યા...' નયસારે કહ્યું : “અરે....સાથે કેવો નિર્દય... પોતાના સ્વાર્થમાં જ નિષ્ફર બનીને સાધુઓને લીધા વગર ચાલ્યો ગયો... પરંતુ આ વનમાં Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ચોવીશ તીર્થંકર મારા પુણ્યથી આપ અતિથિ રૂપે પધાર્યા તે ઘણું ઉત્તમ થયું તો મને લાભ આપો.' આટલું કહીને નયસારે પૂર્ણ શ્રદ્ધા સાથે ભક્તિભાવપૂર્વક આહાર-પાણી મુનિઓને વહોરાવ્યા. એટલે મુનિઓ ત્યાંથી અન્ય જગ્યાએ જઈને વિધિ વડે તેનો આહાર કર્યો. ભોજન કરીને નયસાર મુનિઓની પાસે આવ્યો. નયસારે પ્રણામ કર્યા અને કહ્યું : “ભગવંત. ચાલો, હું આપને નગરનો માર્ગ બતાવું.” પછી મુનિઓ નયસારની સાથે નગરીમાં આવ્યા. નગરી બહાર એક વૃક્ષની નીચે બેસીને સાધુઓએ નયસારને ધર્મ સંભળાવ્યો. તે સાંભળીને પોતાના આત્માને ધન્યતા અનુભવતો નયસાર સમકિત. પ્રાપ્તનો યશભાગી બન્યો. નયસાર સાધુ ભગવંતોને વાંદીને નગરમાં આવ્યો. બધા કાષ્ઠો રાજાને મોકલાવીને પોતે પોતાના ગામમાં આવ્યો. પછી નયસાર સદા ધર્મનો અભ્યાસ કરવા લાગ્યો. સાત તત્ત્વને ચિતવતો અને સમકિતને પાળતો સમય પસાર કરવા લાગ્યા. આ પ્રમાણે આરાધના કરતો નયસાર અંત સમયે પંચ નમસ્કારનું સ્મરણ કરીને સૌ ધર્મ દેવલોકમાં પલ્યોપમના આયુષ્યવાળો દેવતા થયો. ત્યાંથી અવીને ભરતક્ષેત્રમાં વિનીતા નગરીમાં શ્રી ઋષભદેવ સ્વામીના પુત્ર ભરત મહારાજાનો મરિચિ નામે પુત્ર થયો. એકવાર શ્રી ઋષભદેવ સ્વામીના પ્રથમ સમવસરણમાં પિતા અને ભ્રાતાની સાથે તે મરિચિ પણ ગયો. ત્યાં દેવતાઓએ કરેલો પ્રભુનો મહિમા જઈને તથા ધર્મ સાંભળીને સમકિત પ્રાપ્ત થતાં મરિચિએ તત્કાળ ચારિત્ર ગ્રહણ કર્યું. મરિચિમુનિ સાધુઓની સાથે રહીને ધર્મઅભ્યાસ કરતા શ્રી ઋષભદેવ સ્વામીની સાથે વિહાર કરવા લાગ્યા. આ રીતે ઘણો કાળ નિગમન થયો. એક વાર ગ્રીષ્મ ઋતુમાં પ્રભુની સાથે વિહાર કરતાં મરિચિ મુનિ તૃષાથી પિડિત થતા ચિંતવવા લાગ્યા. સાધુપણાના ગુણોને વહન કરવા હું સમર્થ નથી. હું નિગુણી અને ભવની કામના કરવાવાળો છું. પણ વ્રતનો ત્યાગ કરીને ઘેર પાછું Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામી ૨૨૯ ફરી શકાય તેમ નથી. તેથી વ્રત પણ રહે અને શરીરને શ્રમ પણ ન પડે તેવો મન કલ્પિત વેશ ધારણ કરીને પ્રભુ સાથે વિચારવા લાગ્યા. મરિચિ મુનિનો નવીન પ્રકારનો વેષ જોઈને બધા લોકો તેને ધર્મ પૂછતા હતા, ત્યારે તેઓ શ્રી જિનોએ કહેલા સાધુ ધર્મને કહેતા. લોકો તેને પુનઃ પૂછતા કે તમે તેવા સાધુ ધર્મને કેમ આચરતા નથી? જ્યારે મરિચિ મુનિ જણાવતા કે તેવા સાધુ ધર્મને વહન કરવા હું સમર્થ નથી. પોતાના કરેલા ધર્મના વ્યાખ્યાનથી પ્રતિબોધ પામી જે ભવ્યજનો સાધુ થવા ઇચ્છતા હતા તેને મરિચિ શ્રી ઋષભદેવ સ્વામીને સોંપી દેતા હતા. એકવાર શ્રી ઋષભદેવ સ્વામી વિનીતા નગરી સમીપે આવીને સમોસર્યા. ત્યાં ભરત ચક્રવર્તીએ પ્રભુ પાસે ભાવી અરિહંતાદિ સંબંધિત પ્રશ્ન કર્યો. ત્યારે પ્રભુએ ભવિષ્યમાં થનારા અહત ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ કહી બતાવ્યા. ભરત ચક્રવર્તીએ પ્રભુને પૂછ્યું : “હે ભગવંત, આ સભામાં આપની જેમ આ ભરતક્ષેત્રમાં આ ચોવીશીમાં તીર્થંકર થનાર કોઈ ભવ્ય જન છે?” તે વખતે પ્રભુએ મરિચિને બતાવીને બોલ્યા : “આ તારો પુત્ર મરિચિ આ ભરતક્ષેત્રમાં વીર નામે છેલ્લા તીર્થંકર થશે. તેમજ પોતનપુરમાં ત્રિપૃષ્ટ નામે પ્રથમ વાસુદેવ તથા વિદેહ ક્ષેત્રમાં મુકાપુરીમાં પ્રિય મિત્ર નામે ચક્રવર્તી થશે..' શ્રી ઋષભદેવ સ્વામીની વાણી સાંભળીને ભરત ચક્રવર્તી પ્રભુની આજ્ઞા મેળવીને મરિચિ પાસે આવ્યા અને ત્રણ પ્રદક્ષિણા દઈને તેમને વંદના કરી. પછી ભરતચક્રીએ કહ્યું: “શ્રી ઋષભદેવ સ્વામીના કથન મુજબ તમે આ ભરતક્ષેત્રમાં ચરમ તીર્થંકર થશો, પોતનપુરમાં ત્રિપૃષ્ટ નામે પ્રથમ વાસુદેવ થશો તથા વિદેહક્ષેત્રના મુકાપુરીમાં પ્રિયમિત્ર નામે ચક્રવર્તી થશો. તમે સંન્યાસી છો તેથી હું તમને વાંદતો નથી પણ ભાવિ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ તીર્થંકર છો તેથી વંદના કરું છું...' આવ્યા. આ પ્રમાણે કહીને ભરતચક્રી હર્ષ પામતા વિનીતાનગરીમાં ચોવીશ તીર્થંકર ભરતચક્રીના મુખેથી સાંભળેલી વાત પરથી મિચિએ હર્ષથી. ત્રણવાર ત્રિપદી વગાડીને નૃત્ય કરવા લાગ્યો. અને ચિંતવવા લાગ્યો કે પોતનપુરમાં હું પ્રથમ વાસુદેવ થઈશ. મુકાનગરીમાં ચક્રવર્તી અને પછી ચરમ તીર્થંકર થઈશ. હવે મારે બીજાની શી જરૂર છે ? હું વાસુદેવોમાં પહેલો મારા પિતા ચક્રવર્તીઓમાં પ્રથમ અને મારા પિતામહ તીર્થંકરોમાં પ્રથમ ઓહ...! મારું કુળ કેવું ઉત્તમ છે !’ આ રીતે જાતિમદ ક૨તાં રિચિએ નીચ ગોત્ર ઉપાર્જન કર્યું. શ્રી ઋષભદેવ સ્વામીના નિર્વાણ પછી સાધુઓની સાથે વિહાર કરતો મિરિચ ભવ્ય જનોને બોધ કરીને સાધુઓની પાસે મોકલતો હતો. એકવાર મિચિ કોઈ રોગમાં સપડાયા. આ સમયે આ સંયમી નથી એવું ધારીને બીજા સાધુઓએ તેની સુશ્રુષા ન કરી. આથી મરિચિએ મનમાં વિચાર્યું કે અહો, આ સાધુઓ દાક્ષિણ્ય વગરના, નિર્દય, સ્વાર્થમાં જ રમતા અને લોક વ્યવા૨થી વિમુખ છે તેમને ધિક્કાર છે. ત્યાં વળી બીજો વિચાર સ્ફૂર્યો. જેઓ પોતાના શરીરની દરકાર કરતા નથી તે મારા જેવા ભ્રષ્ટની પરિચર્યા શીદને કરે ? માટે હવે જો હું રોગમુક્ત થાઉં તો મારી સેવા કરે તેવો એક શિષ્ય મારા જેવો કરું એવામાં કપિલ નામનો કુળપુત્ર મિરિચ પાસે આવ્યો. તેને ધર્મનો બોધ આપીને શુદ્ધ ધર્મ આપ્યો. કપિલે કહ્યું : ‘આપ તે ધર્મ અનુસાર કેમ ચાલતાં નથી ?' રિચિ કહે ઃ હું તે ધર્મ પાળવાને અસમર્થ છું.’ બન્ને વચ્ચે પ્રશ્નો થયા. કપિલ તેનો શિષ્ય થયો. તે વખતે મિથ્યા ધર્મના ઉપદેશથી મરિચિએ કોટાકોટી સાગરોપમ પ્રમાણ સંસાર વધાર્યો. તે પાપની કંઈપણ આલોચના કર્યા વગર પ્રાંતે અનશન વડે મૃત્યુ પામીને પાંચમાં દેવલોકમાં દશ સાગરોપમના આયુષ્યવાળો દેવ Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામી ૨૩૧ થયો. મરિચિનો શિષ્ય કપિલ પણ આ સૂર્ય વગેરેને પોતાના શિષ્યો બનાવી પાંચમાં દેવલોકમાં દેવ થયો. ત્યાં અવધિજ્ઞાનથી પોતાના પૂર્વ જન્મને જાણીને તે પૃથ્વી પર આવ્યો. અને તેણે આ સૂર્ય વગેરેને પોતાનો સાંખ્ય મત જણાવ્યો. તેના આમ્નાયથી આ પૃથ્વી પર સાંખ્યદર્શન પ્રવર્તે.. જ્યારે મરિચિનો જીવ બ્રહ્મ દેવલોકમાંથી આવીને કોલ્લાક નામના ગામમાં એંશી લાખ પૂર્વના આયુષ્યવાળો કૌશિક નામે બ્રાહ્મણ થયો. વિષયમાં આસકત્. દ્રવ્ય ઉપાર્જનમાં તત્પર અને પાપાચારમાં પૂર્ણ રૂચિ ધરાવનાર કૌશિક બ્રાહ્મણ ત્રિદંડી થઈને મૃત્યુ પામ્યો. ત્યાર પછી ઘણા ભવમાં ભમીને છઠ્ઠા ભવે સ્થા નગરીમાં પુષ્યમિત્ર નામનો બ્રાહ્મણ થયો. અંતે ત્રિદંડી થઈને બોતેર લાખ પૂર્વનું આયુષ્ય ભોગવીને સૌધર્મ દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો. ત્યાંથી ચ્યવને આઠમા ભવે ચૈત્ય નામના સ્થાનમાં તે ચોસઠ લાખ પૂર્વના આયુષ્યવાળો અન્યૂધોત નામનો બ્રાહ્મણ થયો. અંતે ત્રિદંડી થઈને મૃત્યુ પામીને ઈશાન દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળો દેવ થયો. ત્યાંથી આવીને દશમા ભવે મંદિર નામના સ્થાનમાં છપ્પન લાખ પૂર્વના આયુષ્યવાળો અગ્નિભૂતિ નામનો બ્રાહ્મણ થયો. અંતે ત્રિદંડી થઈને મૃત્યુ પામ્યો અને સનકુમાર દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળો દેવ થયો. ત્યાંથી ચ્યવીને બારમા ભવે ગુમાલીશ લાખ પૂર્વના આયુષ્યવાળો ભારદ્વાજ નામે વિપ્ર થયો. અંતે ત્રિદંચી થઈ મૃત્યુ પામીને મહેન્દ્ર કલ્પમાં મધ્યમ સ્થિતિવાળો દેવતા થયો. ત્યાંથી આવીને ચૌદમાં ભવે રાજગૃહી નગરીમાં ચોત્રીસ લાખ પૂર્વના આયુષ્યવાળો સ્થાવર નામનો બ્રાહ્મણ થયો અંતે ત્રિદંડી (મનદડ, વચનદંડ, કાયાદંડ) થઈ મૃત્યુ પામીને પંદરમે ભાવે બ્રહ્મલોકમાં મધ્યમ આયુષ્યવાળો દેવ થયો. ત્યાંથી અવીને તેણે ઘણા ભવમાં પરિભ્રમણ કર્યું. ત્યાંથી સોળમા ભવે રાજગૃહી નગરીમાં વિશ્વનંદી નામનો રાજા હતો. તેને પ્રિયંગુ નામની રાણી હતી. પ્રિયંગુ રાણીને વિશાખાનંદી Page #241 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર નામનો પુત્ર થયો. રાજાને વિશાખભૂતિ નામનો એક નાનો ભાઈ યુવરાજ હતો. તે યુવરાજને ધારિણી નામે સ્ત્રી હતી. મરિચિનો જીવ પૂર્વ જન્મમાં ઉપાર્જન કરેલા શુભ કર્મથી તે વિશાખભૂતિ યુવરાજની ધારિણી નામની સ્ત્રીથી વિશ્વભૂતિ નામે પુત્રરૂપે અવતર્યો. તે યૌવનવયમાં આવતા પુષ્પકદંડક નામના ઉદ્યાનમાં ક્રીડા કરતો હતો. તેવામાં રાજાનો પુત્ર વિશાખનંદી ક્રીડા કરવાની ઇચ્છાએ ત્યાં આવ્યો. પણ વિશ્વભૂતિ ઉદ્યાનમાં રહેલો હોવાથી બહાર રહ્યો. તે સમયે પ્રિયંગુ રાણીની દાસીઓ પુષ્પો ચુંટવા આવી, તેમણે વિશ્વભૂતિ અને વિશાખાનંદીને અંદર અને બહાર રહેલો જોઈને તરત જ પ્રિયંગુ રાણીને સમાચાર આપ્યા. આ સમાચાર સાંભળીને પ્રિયંગુ રાણીના ક્રોધનો પાર ન રહ્યો. તે રીસાઈ ગયા. તરત જ રાજા ત્યાં આવ્યો અને રાણીની ઈચ્છ પરિપૂર્ણ કરવા ભેરી વગડાવી. અને કપટવડે સભામાં જણાવ્યું કે આપણો પુરૂષસિંહ નામનો સામંત ઉદ્ધત થઈ ગયો છે માટે તેનો વિજય કરવા હું જઈશ.’ ૨૩૨ આ સમાચાર વિશ્વભૂતિએ જાણ્યા કે વનમાંથી બહાર નીકળીને સીધો રાજસભામાં આવ્યો અને ભક્તિવડે રાજાને પ્રણામ કરીને પોતે આ કાર્ય કરવા તૈયાર થઈ ગયો. તે સુભદ્રો સાથે પુરૂષસિંહ સામંત પાસે ગયો ત્યાં તેને આજ્ઞાવંત જોઈને વિશ્વભૂતિ પાછો ફર્યો. માર્ગમાં પુષ્પકરંડક ઉઘાન પાસે આવ્યો. ત્યારે દ્વારપાળે જણાવ્યું કે અંદર વિશાખનંદી રાજકુમાર છે. આવું સાંભળીને વિશ્વભૂતિ વિચારવા લાગ્યો કે મને કપટ વડે પુષ્પકરંડક ઉદ્યાનમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. આથી ક્રોધિત થઈને મુષ્ટિ વડે એક કોઠાના વૃક્ષ પર પ્રહાર કર્યો, કે વૃક્ષના બધા ફળ ધરતી પર પડ્યા. દ્વારપાળને તે બધા ફ્ળ બતાવતાં કહ્યું : “જો વડીલ પિતાશ્રી ઉ૫૨ મારી ભક્તિ ન હોત તો હું આ કોઠાના ફળની જેમ તમારા બધાના મસ્તકો ભો ભેગા કરી મૂક્ત. પરંતુ તેમના પ૨ની ભક્તિને કારણે એવું કરી શકતો નથી. તેમજ મારે હવે વંચનાયુક્ત ભોગની જરૂર પણ નથી.' આમ બોલતો વિશ્વભૂતિ સંભૂતિ મુનિની પાસે ગયો અને Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામી ચારિત્ર ગ્રહણ કર્યું. તેને દીક્ષિત થયેલો સાંભળીને વિશ્વનંદી રાજા, યુવરાજ વિશાખનંદી તથા રાજપરિવારના સભ્યો વાંદવા આવ્યા. વિશ્વનંદી રાજાએ રાજ્ય ગ્રહણની પ્રાર્થના કરી. પરંતુ વિશ્વભૂતિએ સ્પષ્ટ ના પાડી, રાજા અને પરિવારના સભ્યો પોતાના સ્થાને ગયા. વિશ્વભૂતિ મુનિએ ગુરુની સાથે અન્યત્ર વિહાર કર્યો. તપશ્ચર્યાના કારણે અતિ કૃશ થયેલા અને ગુરુની આજ્ઞાથી એકાકી વિહાર કરતા વિશ્વભૂતિ મુનિ એકવાર મથુરા નગરીમાં આવ્યા. તે વખતે ત્યાંના રાજાની પુત્રીને પરણવા માટે વિશાખનંદી ત્યાં આવ્યો હતો. વિશ્વભૂતિ મુનિ માસખમણના અંતે પારણું કરવા નગરીમાં વહોરવા માટે ગયા. માર્ગમાં વિશાખનંદીની છાવણી હતી. ત્યાંથી વિશ્વભૂતિ મુનિ પસાર થતા હતા ત્યારે વિશાખનંદીના માણસો બોલી ઊઠ્યા : આ વિશ્વભૂતિકુમાર જાય...' વિશાખનંદી તરત જ વિશ્વભૂતિ મુનિને ઓળખી ગયો. શત્રુને જોતાં જ કોપ ચડે એ રીતે વિશાખનંદીને ક્રોધ ચડ્યો. તેવામાં વિશ્વભૂતિ મુનિ એક પ્રાણી સાથે અથડાયા અને ધરતી પર પડી ગયા. આ જોઈને વિશાખનંદીએ અટ્ટહાસ્ય કર્યુ અને બોલ્યો : અરે... કોઠાના ફળોને પાડવાનું તારું બળ ક્યાં ગયું ? આ સાંભળીને વિશ્વભૂતિએ ક્રોધ વડે તે પ્રાણીને પકડીને આકાશમાં ભમાવીને એનું નિમાણું કર્યું કે આ ઉગ્ર તપશ્ચર્યાના પ્રભાવથી હું ભવાંતરે મહાપરાક્રમી થઈને આ વિશાખનંદીના મૃત્યુનો કારક બનું...’ ત્યારપછી કોટી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પૂર્વ પાપોની આલોચના કર્યા વગર મૃત્યુ પામીને તે વિશ્વભૂતિ મહાશુક્ર દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો દેવતા થયો. ૨૩૩ ત્યાંથી ચ્યવીને અઢારમા ભવે ભરતક્ષેત્રમાં પોતનપુર નગરમાં રિપુપ્રતિશત્રુ રાજાને ભદ્રા નામની સ્ત્રીથી ચાર સ્વપ્નસુચિત એક અચલ નામનો બળદેવ પુત્ર થયો અને મૃગાવતી નામની સુંદર રૂપવતી પુત્રી થઈ. યૌવનમાં આવતાં તે બાળા એક વાર પિતાને પ્રણામ કરવા આવી. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ચોવીશ તીર્થંકર પિતાએ તેને ઉસંગમાં લીધી. મૃગાવતી અનિદ્ય રૂપ ધરાવતી જોઈને કામવશ રાજા તેને પરણવાની ઇચ્છાવાળો ઉપાય વિચારીને તેને વિદાય કરી. રાજા સભામાં આવ્યો અને નગરના વૃદ્ધજનોને બોલાવીને પૂછ્યું : આપણા સ્થાનમાં જે રત્ન ઉત્પન્ન થાય તે કોનું કહેવાય ? વૃદ્ધો બોલ્યા : રાજન, એ આપનું જ ગણાય.’ આ રીતે ત્રણવાર રાજાએ નગરીના આગેવાનોના મુખે ઉપરોક્ત વાત બોલાવી. રાજાએ મૃગાવતીને રાજસભામાં બોલાવી અને ગાંધર્વ વિધિથી તેની સાથે પરણ્યો. આ જોઈને ભદ્રા રાણી લા અને ક્રોધથી રાજાને ત્યજીને અચલને લઈ નગરી બહાર નીકળી ગઈ. દક્ષિણ દેશમાં આવી અચલકુમારે ત્યાં માહેશ્વરી નગરી વસવી, માતાને ત્યાં રાખીને તે પિતા પાસે આવ્યો. રાજા પોતાની પુત્રીરૂપ પ્રજાનો પતિ થવાથી લોકો તેમને પ્રજાપતિ નામથી ઓળખવા લાગ્યા. તે મરિચિનો જીવ સાત સ્વપ્ન સુચિત વાસુદેવપણે મૃગાવતીના ઉદરમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. તેનો જન્મ થતાં તેના પુષ્ટ ભાગમાં ત્રણ પાંસળીઓ હોવાથી ત્રિપૃષ્ઠ નામ પાડ્યું. તે એંશી ધનુષ્યની કાયાવાળો થઈને અચલની સાથે રમવા લાગ્યો. સર્વ કલાનું અધ્યયન કરીને અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થયો. આ તરફ વિશાખનંદીનો જીવ અનેક ભવોમાં પરિભ્રમણ કરીને તું ગિરિમાં કેશરીસિંહ થયો. તે શંખપુર પ્રદેશમાં ઉપદ્રવ કરવા લાગ્યો. તે સમયે અશ્વગ્રીવ નામના પ્રતિ વાસુદેવે એક નિમિત્તજ્ઞને પૂછ્યું: “મારું મૃત્યુ કોનાથી થશે ?” ત્યારે નિમિત્તશે કહ્યું : “જે આપના ચંડવેગ દૂતનો પરાભવ કરશે અને તુંતગિરિ પર રહેલા કેશરીસિંહને હણશે તે આપનો મારનાર થશે...” અશ્વગ્રીવ રાજાએ શંખપુરમાં રક્ષણનો પ્રબંધ કર્યો અનેક રાજાઓ કે જે પોતાના તાબા હેઠળ હતા તેઓને વારા પ્રમાણે કેશરીસિંહથી લોકોના રક્ષણ માટે બોલાવ્યા. એક વાર અશ્વગ્રીવ રાજાએ Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામી સાંભળ્યું કે પ્રજાપતિ રાજાને બે પરાક્રમી પુત્રો છે. અશ્વગ્રીવે પોતાના ચંડવેગ નામના દૂતને પ્રજાપતિ રાજા પાસે મોકલ્યો. એ સમયે રાજા પ્રજાપતિ સંગીતનું રસપાન કરી રહ્યો હતો તેમાં ચંડવેગ બાધારૂપ થયો. બે કુમારોએ પૂછ્યું અને જાણવા મળ્યું કે આ દૂત મહાપરાક્રમી છે. અશ્વગ્રીવ રાજાનો મુખ્ય દૂત છે.’ દૂતે વિદાય લીધી પછી બન્ને કુમારોએ દૂતને અધવચ્ચે માર્ગમાં રોકીને સારી પેઠે માર્યો. આ સમાચાર પ્રજાપતિને મળતાં દૂતને પાછો પોતાની પાસે બોલાવ્યો. પ્રજાપતિ રાજાએ દૂતનો અધિક સત્કાર કરીને બન્ને કુમારોના કૃત્યને ક્ષમ્ય ગણવા કહ્યું અને આ વાત અશ્વગ્રીવ રાજાને ન કહેવા જણાવ્યું. તે તરત જ ત્યાંથી વિદાય લઈ ને અશ્વગ્રીવ રાજા પાસે આવ્યો અને બધી વાત કરી. અશ્વગ્રીવ રાજાએ રાજા પ્રજાપતિને એક દૂત મારફત આજ્ઞા મોકલાવી કે કેશરીસિંહનો ઉપદ્રવ વિશેષ છે તેથી તેની રક્ષા માટે આવો.' ૨૩૫ અશ્વગ્રીવ રાજાની આજ્ઞા સાંભળતાં પ્રજાપતિએ બન્ને કુમારોને બોલાવ્યા અને કહ્યું : ‘તમે આપણા સ્વામી અશ્વગ્રીવને કોપાવ્યો તેથી એણે વારા વગર પણ સિંહના ઉપદ્રવમાં રક્ષણ આપવા આજ્ઞા કરી છે.' અને અશ્વગ્રીવ રાજાના આદેશ અનુસાર રાજા પ્રજાપતિ શંખપુર જવા માટેની તૈયારી આરંભી ત્યારે બન્ને કુમારોએ પિતાને રોક્યા અને કુમારો જ શંખપુર જવા નીકળ્યા. ત્રિપુર્ણ શંખપુરના રક્ષકોને પૂછ્યું : “બીજા રાજાઓ અહીં આવે ત્યારે સિંહથી રક્ષા કેવી રીતે કરે છે ? તેઓ ક્યાં રહે છે ?” ત્યારે રક્ષકો બોલ્યા : ‘બીજા રાજાઓ દર વર્ષે તેના વા૨ા પ્રમાણે આવે છે અને શાળી લણી લેવાય ત્યાં સુધી ચતુરંગી સેનાનો શાળીક્ષેત્ર ફરતો કિલ્લો કરીને તેની રક્ષા કરે છે.’ ત્રિપુષ્ટ કહ્યું : “એટલી વાર સુધી અહીં કોણ રોકાય ? મને તે સિંહ બતાવો જેથી હું તેને યમસદને પહોંચાડું.' Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ચોવીશ તીર્થંકર રક્ષકોએ ત્રિપુષ્ટને તુંગગિરિની ગુફામાં રહેલો સિંહ બતાવ્યો. અચલ અને ત્રિપુષ્ટ રથમાં બેસીને ગુફા પાસે આવ્યા. ગુફની પાસે લોકોએ કોલાહલ કર્યો. કોલાહલ સાંભળીને કેશરીસિંહ આળસ મરડીને ત્રાડ નાખતો ગુફાની બહાર આવ્યો. કેશરીસિંહને જોઈને ત્રિપુટને થયું કે આ સિંહ તો પેદલ છે અને હું રથી છું માટે અમારા બન્નેનું યુદ્ધ સમાન ન કહેવાય. તેમજ સિંહ નિઃશસ્ત્ર છે તેથી મારે પણ એક પણ હથિયાર ન લેવા જોઈએ. આમ વિચારીને તે રથમાંથી ઉતરીને ધરતી પર આવ્યો. કોઈ પણ શસ્ત્રો હાથમાં લીધા નહિ. ત્રિપુષ્ટને જોતાં જ કેશરીસિંહને જાતિસ્મરણ જ્ઞાન થયું અને મારા વૈરીને હમણાં જ હણી નાખું આમ વિચારી મુખ ફાડીને ફાળ ભરીને ત્રિપુષ્ટ ઉપર કુધો. એટલે ત્રિપુરે એક હાથે ઉપરનો અને બીજા હાથે નીચેનો હોઠ પકડીને જીર્ણ વસ્ત્રની જેમ તેને ફાડી નાખ્યો. તત્કાળ દેવતાઓએ વાસુદેવ ઉપર પુષ્પ, આભરણ અને વસ્ત્રોથી વૃષ્ટિ કરી. લોકો વિસ્મય પામી ગયા. “સાધુ” એવા શબ્દો ઉચ્ચારતા સ્તુતિ કરવા લાગ્યા. તે વખતે “અરે...અરે..આ નાના બાળક જેવા કુમારે મને આજે કેમ માર્યો?” એવા અમર્ષથી તે સિંહ બે ભાગે થયો હોવા છતાં ધ્રુજતો હતો. ત્રિપુષ્ટનો સારથી કે જે ગૌતમ ગણધરનો જીવ હતો. એણે કહ્યું “અરે સિંહ જેમ તું પશુઓમાં સિંહ છે, તેમ આ ત્રિપુષ્ટકુમાર મનુષ્યોમાં સિંહ સમાન છે. તેણે તને માર્યો છે તેથી તું વૃથા અપમાન શા માટે માને છે? કારણ કે કોઈ હીન પુરુષે તને માર્યો નથી.' અમૃત સમી સારથીની વાણી સાંભળીને પ્રસન્ન થઈને તે કેશરીસિંહ મૃત્યુ પામ્યો. અને ચોથા નરકમાં નારકીપણે ઉત્પન્ન થયો. બને કુમારો તે સિંહનું ચર્મ લઈ ને નગર તરફ ચાલ્યા. કુમારોએ ગ્રામ્યજનોને આ સમાચાર અશ્વગ્રીવ રાજાને કહી સંભળાવવા જણાવ્યું અને હવે નિરાંતે શાળી ખાય અને વિશ્વાસ ધરીને રહે તેમ જણાવ્યું. બને કુમારો પોતનપુર ચાલ્યા ગયા. Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામી ગ્રામ્યજનોએ રાજા અશ્વગ્રીવને બધો વૃત્તાંત જણાવ્યો. રાજા અશ્વગ્રીવ ત્રિપુષ્ટથી શંકા પામવા લાગ્યો. તેથી એણે એક દૂતને પ્રજાપતિ રાજા પાસે મોકલ્યો અને કહેવડાવ્યું કે તમારા બન્ને પુત્રોને મારી પાસે મોકલો નહીંતર યુદ્ધ કરવા તૈયા૨ થઈ જાઓ. પોતનપુરમાં રાજા અશ્વગ્રીવના દૂતના આવા શબ્દો સાંભળીને બન્ને કુમારો આગળ વધીને દૂતને નગરી બહાર કાઢી મૂક્યો. દૂતે અશ્વગ્રીવ રાજાને બધી વાત કરી. અને... યુદ્ધ માટે બન્નેના સૈન્ય ૨થાવર્તીગર પાસે આવ્યા. યુદ્ધ શરૂ થયું. યુદ્ધમાં બન્ને પક્ષે સૈનિકોની ખુવારી થઈ. યુદ્ધનો અંત લાવવા ત્રિપુષ્ટ ચક્ર હાથમાં લઈને રાજા અશ્વગ્રીવનું મસ્તક વધેરી નાખ્યું. તે વખતે ‘આ અચલ અને ત્રિપુષ્ટ પહેલા બળદેવ અને વાસુદેવ છે' એવી દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરીને ઘોષણા કરી. સર્વ રાજાઓએ બન્ને કુમારોને વંદન કર્યા. પછી બન્ને વીરોએ દક્ષિણ ભરતાઈને સાધી કોટી શિલા પાસે આવી પોતાની ભુજાવડે કોટી શિલાને છત્રની માફક મસ્તક સુધી ઊંચી કરી. બધા ક્ષેત્રમાં પોતાના પરાક્રમો બતાવીને પોતનપુર ગયા. દેવોએ તથા રાજાઓએ તેમનો અર્ધચક્રીપણાનો અભિષેક કર્યો. ૨૩૭ જે જે રત્નવસ્તુઓ દૂર રહેતી હતી. તે બધી ત્રિપુષ્ટને મળવા લાગી. ગાયકોમાં રત્નરૂપ ગણાતા કેટલાક મધુર સ્વરવાળા કલાકારો ત્રિપુષ્ટ પાસે આવ્યા. તેઓ ગાતા ગાતા વાસુદેવને નિદ્રાધીન કરી દેતા. એક વખતે ત્રિપુષ્ટ શય્યાપાળને કહ્યું, ‘કે મને નિદ્રા લાધી જાય પછી ગાયકોને વિદાય કરી દજે...’ શય્યાપાલક કહે : ‘ભલે...જેવી આપની આશા...' ત્રિપુષ્ટને ગાયકોની મધુર સુરાવલીથી નિદ્રા આવી ગઈ. પણ તે ગાયકોના મધુર ગાયનમાં લુબ્ધ થયેલા શય્યાપાળે તે ગાયકોને વિદાય ન કર્યાં. એમ કરતાં પ્રાતઃકાળ થવા આવ્યો એટલે વાસુદેવ ઊઠ્યા. એમ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ચોવીશ તીર્થકર ણે ગાયકોને ગાતાં જોઈને શવ્યાપાળને કહ્યું કે તે આ ગાયકોને કેમ વિદાય કયા નહિ ? શવ્યાપાળ કહે : “રાજન, ગાયનના લોભથી આમ બનવા પામ્યું. - શવ્યાપાળનો આવો ઉત્તર સાંભળીને ત્રિપુષ્ટને ક્રોધ પડ્યો અને એજ વખતે શવ્યાપાળના કાનમાં તપાવેલું સીસું રેડાવ્યું. શવ્યાપાળ તરત જ મૃત્યુને આધીન થયો. આ કૃત્યથી ત્રિપુષ્ટ અશાતા વેદનીય કર્મ નિકાચિત બાંધ્યું. તથા બીજા ઘણા મહા માઠા પરિણામવાળા ઉગે કમ બાધ્યાં. પ્રજાપતિ રાજાના પુત્ર ત્રિપુણે હિંસાદિકમાં અવિરતપણે તથા મહાઆરંભ તથા પરિગ્રહમાં તત્પરપણે ચોરાશી લાખ વર્ષ નિર્ગમન કર્યો. ત્યાંથી મૃત્યુ પામીને સાતમી નરકમાં નારકી થયો અને તેના વિયોગથી અચલ બળદેવ દીક્ષા લઈને મૃત્યુ પામીને મોક્ષે ગયા. ત્રિપુષ્ટનો જીવ સાતમી નરકમાંથી નીકળીને કેશરીસિંહ થયો. તે મૃત્યુ પામીને ચોથી નરકે ગયો. તે રીતે તિર્યંચ અને મનુષ્યાદિ ગતિમાં ઘણા ભવ ભમ્યો. પછી મનુષ્યજન્મ પામીને તેણે શુભકર્મ ઉપાર્જન કર્યું. તેથી તે ત્રેવીસમા ભવે અપરવિદેહમાં મુકાનગરીમાં ધનંજય રાજાની ધારિણી નામની રાણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. ચૌદ સ્વપ્નોએ જેની ચક્રવર્તીપણાની સમૃદ્ધિ જણાવી છે એવા સંપૂર્ણ લક્ષણવાળા તે પુત્રને ધારિણીએ યથાયોગ્ય સમયે જન્મ આપ્યો. માતાપિતાએ એનું નામ પ્રિય મિત્ર પાડ્યું. પ્રિય મિત્ર માતાપિતાની મમતા, સ્નેહ અને પ્રેમની ધારા વચ્ચે મોટો થયો. ધનંજયે પ્રિય મિત્રને રાજ્યનો કારભાર સોંપીને દીક્ષા ગ્રહણ કરી. રાજ્યની ધૂરા ગ્રહણ કર્યા પછી પ્રિયમિત્રને ચૌદ મહારત્નો ઉત્પન્ન થયા. પછી ચક્રના માર્ગને અનુસરીને ષટખંડ વિજય કરવા ચાલ્યો અને બધી દિશાઓમાં વિજય પ્રાપ્ત કર્યો. અને મુકા નગરીમાં પાછા આવ્યા ત્યાં દેવતાઓએ અને રાજાઓએ બાર વર્ષના મહોત્સવપૂર્ણ તેમના ચક્રવર્તીપણાનો અભિષેક કર્યો. પ્રિય મિત્ર રાજા નીતિથી પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામી એક વાર મુકાનગરીના ઉદ્યાનમાં પોટિલ નામના આચાર્ય સમોસર્યાં. તેમની પાસેથી ધર્મ સાંભળીને પ્રિયમિત્ર રાજાએ પુત્રને રાજસિંહાસન ૫૨ બેસાડીને દીક્ષા ગ્રહણ કરી. અને કોટી વર્ષ સુધી ઉત્કૃષ્ટ તપ કર્યું પછી એકંદરે ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરીને મૃત્યુ પામીને મહાશુક્ર દેવલોકમાં સવાર્થ નામના વિમાનને વિષે દેવતા થયા. મહાશુક્ર દેવલોકથી આવીને ભરતક્ષેત્રમાં છત્રા નામની નગરીમાં જિતશત્રુ રાજાની ભદ્રા નામની રાણીની કુખે નંદન નામના પુત્ર થયા. નંદનકુમા૨ યૌવનવયમાં પ્રવેશ્યા ત્યારે જિતશત્રુ રાજાએ પુત્રને રાજગાદી સોંપીને દીક્ષા અંગીકાર કરી. નંદનરાજાએ પ્રજાવત્સલ રાજવી તરીકેની લોકચાહના મેળવી અનુક્રમે જન્મથી ચોવીશ લાખ વર્ષ પછી પોટિલાચાર્ય પાસે એણે દીક્ષા લીધી. નિરંતર માસખમણ કરતાં નંદનમુનિ ગુરુની સાથે વિહાર કરતા હતા. તેઓ આચાર-વિચાર, તપ, આરાધના, ધર્માભ્યાસ પૂર્ણ ધ્યાન આપ્યું નંદનમુનિએ એક લાખ વર્ષ સુધી તપ કર્યું. વીશસ્થાનકની આરાધના કરીને તીર્થંકર નામકર્મ નિકાચીત કર્યું. ૨૩૯ નંદનમુનિએ નિષ્કલંક સાધુપણાને આચરી, સર્વ જીવોને ખમાવી સર્વે અતિચારોને આલોવી સુકૃતની અનુમોદના, દુષ્કૃતની નિંદા, ચાર શરણ, શુભ ભાવના નમસ્કારનું સ્મરણ અને બે મહિનાનું અનશન એ રીતે છ પ્રકારની આરાધના કરીને પચ્ચીસ લાખનું આયુષ્ય પૂર્ણ કરીને પ્રાણાત નામના દશમા દેવલોકમાં પુષ્પોત્તર નામના વિમાનમાં ઉપપાદ શય્યામાં ઉત્પન્ન થયા. એક અંત મુહુર્તમાં મહર્દિક દેવ થઈ ગયા. દીક્ષા લીધા પછી એક લાખ વર્ષ સુધી માસખમણ કરતાં કુલ અગિયાર લાખ એંશી હજાર છસો પિસ્તાલીશ માસખમણ કર્યા. દેવભવમાં વિશાળ સમૃદ્ધિ જોઈને તે વિસ્મય પામી ગયા. અને વિચારમાં પડ્યા કે આ બધું કયા તપથી મને પ્રાપ્ત થયું છે ? પછી અવધિજ્ઞાનથી જોતાં એમને પોતાનો પૂર્વભવ અને વ્રત યાદ આવ્યા પછી મનમાં વિચાર્યું કે અર્ધદ્ધર્મનો કેવો પ્રભાવ છે ? Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ચોવીશ તીર્થંકર તેટલામાં દેવતાઓ આવ્યા અને જયજય શબ્દનો ઉચ્ચાર કરીને, એમને વધાવીને સ્નાનગૃહમાં લઈ જઈને જળથી અભિષેક કર્યો. અલંકારગૃહમાં લઈ જઈને અલંકારો પહેરાવ્યા. વસ્ત્રાભૂષણોથી શણગાર્યા. પછી ત્યાંથી વ્યવસાય સભામાં ગયા ત્યાં પોતાના કલ્પનું પુસ્તક વાંચ્યું. પછી પુષ્પાદિક પૂજા સામગ્રી લઈને સિદ્ધાલયમાં ગયા. ત્યાં એકસો ને આઠ પ્રતિમાઓને સ્નાત્ર કર્યું. અર્ચન, વંદના તથા સ્તવના કરી પછી પોતાની સુધમાં સભામાં આવીને સંગીત કરાવ્યું અને પોતાના તે વિમાનમાં રહીને યથારૂચિ ભોગ ભોગવવા લાગ્યા. વિદેહક્ષેત્રોમાં જિનેશ્વર ભગવંતને વંદના કરી. અંત સમયે પણ વિશેષ શોભતા મોહ નહિ પામતા વીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. બીજા દેવતાઓ છ માસનું આયુષ્ય અવશેષ રહે ત્યારે મોહ પામે છે પરંતુ તીર્થંકર થનાર દેવતાઓ તો પુણ્યોદય અત્યંત નજીક આવેલા હોવાથી બિલકુલ મોહ પામતા નથી. ભરતક્ષેત્રમાં બ્રાહ્મણકુંડ નામનું એક ગામ. ત્યાં કોડાલસ, નામના કુળમાં ઉત્પન્ન થયેલ ઋષભદત્ત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેને દેવાનંદા નામની સ્ત્રી હતી. - અષાઢ માસની શુકલ પઠ્ઠીના દિવસે ચંદ્ર ઉત્તરષાઢા નક્ષત્રમાં આવતા નંદન મુનિનો જીવ દશમાં દેવલોકમાંથી અવીને દેવનંદાની કુક્ષિમાં અવતયાં તે વખતે સુખેથી સૂતેલા દેવાનંદાએ ચૌદ મહાસ્વખો. જોયા. પ્રાતઃકાળે દેવાનંદાએ તેના સ્વામીને ચૌદ સ્વપ્નોની વાત કરી. ત્યારે ઋષભદત્તે કહ્યું: “આ સ્વપ્નો જોવાથી તમારે ચાર વેદનો જાણકાર અને પરમ નિષ્ઠાવાળો પુત્ર થશે. અને પ્રભુ જ્યારે દેવાનંદાની કુક્ષિમાં આવ્યા ત્યારથી તે બ્રાહ્મણને મોટી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ. દેવાનંદાના ગર્ભમાં પ્રભુના આવ્યા પછી વ્યાશી દિવસ પસાર થયા એટલે સૌધર્મ દેવલોકના ઇદ્રનું સિંહાસન ચલિત થયું. અવધિજ્ઞાનથી પ્રભુને દેવનંદાના ગર્ભમાં આવેલા જાણીને શક્રઈદ્ર સિંહાસન પરથી ઊભા થઈને નમસ્કાર કર્યો અને મનોમન ચિંતવવા Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામી ૨૪૧ લાગ્યા કે ત્રણ જગતના અહત ક્ષત્રીય વંશમાં જ ઉત્પન્ન થાય છે. ભિક્ષુક કુળમાં ઉત્પન્ન થતાં નથી. પ્રભુએ મરિચિના જન્મમાં કુળમદ કર્યો હતો તેથી જ નીચ ગોત્ર કમ ઉપાર્જન કર્યું હતું તે હજુ પણ ઉપસ્થિત છે. અહંતને મહાકુળમાં લઈ જવા એ સર્વદા અમારો અધિકાર છે. તરત જ સૌધર્મ ઈન્દ્રની દ્રષ્ટિ ક્ષત્રિયકુંડ નગરના રાજાને ત્યાં પડી. ક્ષત્રિયકુંડ નગરનો રાજા સિદ્ધાર્થ અતિ ધાર્મિક વૃત્તિવાળો અને પ્રજાવત્સલ રાજવી છે. રાજા સિદ્ધાર્થની રાણી ત્રિશલા સ્વભાવથી જ નિર્મળ અને ગુણોના ભંડાર સમી છે. તે દેવી હાલ દૈવયોગે ગર્ભિણી છે તેથી મારે તેના અને દેવનંદાના ગર્ભની અદલબદલ કરવો યોગ્ય છે. આ પ્રમાણે વિચારીને ઇન્દ્ર પોતાના પાયદળ સેનાપતિ નૈમેષી દેવને બોલાવીને બધું સમજાવ્યું અને તરત જ કાર્ય પૂર્ણ કરવા જણાવ્યું. નૈગમેષી દેવે તરત જ સ્વામીની આજ્ઞા પ્રમાણે દેવાનંદા અને ત્રિશલાના ગર્ભને અદલબદલ કર્યા. તે વખતે શય્યામાં સૂતેલી દેવાનંદા બ્રાહ્મણીએ પૂર્વે જોયેલા ચૌદ મહાસ્વપ્નોને પોતાના મુખમાંથી પાછા નીકળતા જોયા. તે તરત જ બેઠી થઈ ગઈ અને બોલીઃ “કોઈએ મારો ગર્ભ હરી લીધો..” એમ વારંવાર પોકારવા લાગી. આશ્વિન માસની કૃષ્ણ ત્રયોદશીએ ચંદ્ર હસ્તત્તરા નક્ષત્રમાં આવતાં તે દેવે પ્રભુને ત્રિશલાદેવીના ગર્ભમાં સ્થાપિત કયાં તે વખતે ત્રિશલાદેવીએ ચૌદ મહાસ્વપ્નોને મુખમાં પ્રવેશતા જોયા. પ્રાતઃકાળે , સિદ્ધાર્થ રાજાએ તથા નિમિત્તજ્ઞોએ સ્વખોનું ફળ તીર્થકરના જન્મરૂપ જણાવ્યું. આ સાંભળીને ત્રિશલાદેવી અતિ હર્ષિત બન્યા. પ્રભુ ગર્ભમાં આવતા શક્ર ઈન્દ્રની આજ્ઞાથી ભક દેવતાઓએ સિદ્ધાર્થ રાજાના ભવનમાં વારંવાર ધનની વર્ષા વરસાવી. જે રાજાઓ ગર્વથી પૂર્વે સિદ્ધાર્થ રાજાને નમતાં નહોતાં તેઓ સામેથી ભેટો લાવીને નમવા લાગ્યા. એક વાર “મારા હલનચલનથી મારી માતાને વેદના ન થાઓ’ એવું ધારીને પ્રભુ ગભવાસમાં પણ યોગીની જેમ નિશ્ચળ રહ્યાં. તે વખતે પ્રભુ માતાના ઉદરમાં બધા અંગોને સંકોરીને રહ્યાં જેથી ત્રિશલા ચો. તી. ૧૬ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ચોવીશ તીર્થંકર માતા ઉદરમાં ગર્ભ છે કે નહિ તે સમજી શક્યા નહિ. આથી ત્રિશલાદેવીને ચિંતા પેઠી કે મારો ગર્ભ હલતો ચાલતો નથી તેથી શું ગળી ગયો. નાશ પામ્યો છે ? હવે મારે જીવવાનું શું કામ છે ? આમ કહીને રૂદન કરવા લાગ્યા. આ સમાચાર સાંભળીને સિદ્ધાર્થ રાજા, નંદિવર્ધન, સુદર્શના બધા ખેદ પામ્યા. તે અવસરે ત્રણ જ્ઞાનના ધારક પ્રભુએ જ્ઞાન વડે જાયું કે પોતાના માતાપિતાને દુખ ઉત્પન્ન થયું છે અને તરત જ પ્રભુએ એક અંગુલિ ચલાયમાન કરી જેથી તરત “મારો ગર્ભ હજુ અક્ષત છે.” એવું જાણવામાં આવતા ત્રિશલાદેવી હર્ષ પામ્યા. ત્રિશલાદેવીએ બધાને વાત કરી તેથી સર્વત્ર આનંદ પ્રસરી ગયો. પ્રભુએ વિચાર્યું કે જો હું માતાપિતાના જીવતા દીક્ષા ગ્રહણ કરીશ તો તેઓ મોહથી આર્તધ્યાન કરીને ઘણું અશુભ કર્મ ઉપાર્જન કરશે માટે તેમના જીવતા મારે દીક્ષા લેવી નહિ. એ પ્રમાણે અભિગ્રહ કર્યો. નવમાસ ને સાડાસાત દિવસ વ્યતિત થયા, ચૈત્ર માસની શુદ તેરસે ઉત્તરષાઢા નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવતાં ત્રિશલાદેવી એ સિંહના લાંછનવાળા, સુવર્ણ સમાન કાંતિવાળા, અત્યંત સુંદર પુત્રને જન્મ આપ્યો. તે અવસરે ભોગંકરા વગેરે છપ્પન દિકકુમારીઓએ આવીને પ્રભુનું તથા માતાનું સૂતિકા કર્મ કર્યું. ઈન્દ્ર પોતાના પરિવાર સાથે આસન ચલિત થવાથી આવી પહોંચ્યો. અહિતને તથા માતાને નમસ્કાર કરીને ત્રિશલાદેવી પર અવસ્વાપનિકા નિદ્રા મૂકી, પછી દેવીની પડખે ભગવંતનું પ્રતિબિંબ મૂકીને ઇન્દ્ર પોતાના શરીરનાં પાંચ રૂપ ધય. ઇન્દ્ર પ્રભુને મેરુગિરિ પર્વત પર લઈ ગયો. ત્યાં અતિ પાંડુકંબલા નામની શિલા પર પ્રભુને ઉત્કંગમાં લઈને ઇદ્ર સિંહાસન પર બેઠો. તે વખતે ત્રેસઠ ઈન્દ્રો પ્રભુને સ્નાત્ર કરવા માટે ત્યાં આવ્યા. આભિયોગિક દેવતાઓ સ્નાત્ર માટેનું જળ લઈને આવ્યા. તે વખતે ભક્તિથી કોમળ ચિત્તવાળા શક્ર ઈન્દ્રને થયું કે આટલો બધો જળનો ભાર પ્રભુ શી રીતે સહન કરી શકશે ? એવી શંકા ઇન્દ્રને Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામી ઉત્પન્ન થઈ. આથી ઇન્દ્રની આશંકા દૂર કરવા માટે પ્રભુએ ડાબા ચરણના અંગુઠાથી મેરુગિરિને દબાવ્યો અને શિખરો નમી ગયા. સમુદ્રો ઉછળવા લાગ્યા. પૃથ્વી કંપવા લાગી. આ પ્રમાણેનો ઉત્પાત જોઈને ઇંદ્ર વિચારમાં પડ્યો કે આ એકાએક શું થયું ? તરત જ ઇકે અધિજ્ઞાનથી જોતાં પ્રભુના પરાક્રમની લીલા જાણવામાં આવી. ઇન્દ્રે પ્રભુના ચરણમાં મસ્તક નમાવતાં કહ્યું, ‘પ્રભુ, આવું અસાધારણ આપનું મહાત્મ્ય મારા જેવા પામર શી રીતે જાણી શકે ? મેં વિપરીત ચિંતવ્યું તે મારું દુષ્કૃત્ય મિથ્યા થજો...' આમ કહીને ઇન્દ્રે પ્રભુને વંદન કર્યાં. પછી ઇન્દ્રોએ જલવડે અભિષેક કર્યો. ત્યારપછી સૌધર્મેન્દ્રે ઈશાન ઇન્દ્રના ઉત્સંગમાં પ્રભુને બિરાજમાન કરીને સ્નાન, અર્ચન અને આરતી ઉતારીને ભાવભર્યા હૈયે સ્તુતિ કરી. સ્તુતિ કર્યા પછી. પ્રભુને લઈ સૌધર્મેન્દ્ર પ્રભુને લઈને ત્રિશલામાતા પાસે આવ્યા અને શય્યામાં મૂક્યા, તેમનું પ્રતિબિંબ અને અવસ્તાપનિકા નિદ્રા હરી લીધી. પછી ઉશીષે ક્ષૌમવસ્ત્ર તથા બે કુંડલ અને પ્રભુની શય્યા ઉપર શ્રી દામ ગંડક મૂકીને ઇન્દ્ર પોતાના સ્થાને ગયા. તે સમયે ઇન્દ્રની આજ્ઞાથી કુબેરે પ્રેરેલ જ઼ભક દેવતાઓએ સિદ્ધાર્થ રાજાના ગૃહમાં સુવર્ણ, માણિક્ય અને વસુધારાની વૃષ્ટિ કરી. પ્રાતઃકાળે રાજા સિદ્ધાર્થે પ્રભુનો જન્મોત્સવ રચ્યો. કારગારમાંથી સર્વ કેદીઓને મુક્ત કર્યાં નગરજનો વધાઈ આપવા આવવા લાગ્યા. સિદ્ધાર્થ રાજાએ બારમા દિવસે સર્વ જ્ઞાતિજનોને તથા બાંધવોને બોલાવીને મંગળ ભેટો લાવેલા તેઓને સારી રીતે પ્રતિદાન આપવાપૂર્વક સત્કાર કર્યો. પણ સિદ્ધાર્થ રાજાએ તેઓને કહ્યું કે આ પુત્ર ગર્ભમાં આવતા અમારા ઘરમાં, નગરમાં અને માંગલ્યમાં ધનાદિકની વૃદ્ધિ થયેલી છે તેથી તેનું નામ વર્ધમાન એવું નામ હો...' બધાએ હર્ષ પામીને કહ્યું : ‘એમ જ થાઓ.’ એક વાર આઠ વર્ષથી કંઈક ઓછી વયના પ્રભુ સમાન વયના રાજપુત્રોની સાથે ક્રીડા કરવા માટે ગયા તે સમયે અવધિજ્ઞાન વડે ૨૪૩ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ચોવીશ તીર્થંકર જાણીને ઇન્દ્ર દેવતાઓની સભામાં પ્રભુના ધીરપણાની પ્રશંસા કરી. તે સાંભળીને કોઈ મત્સરી દેવ “હું તે મહાવીરને ક્ષોભ પમાડું એવું ધારીને જ્યાં પ્રભુ ક્રીડા કરતા હતા ત્યાં તે આવ્યો. તે વખતે પ્રભુ આમલકી ક્રીડા કરતા હતા. ત્યાં તે દેવ કોઈ વૃક્ષના મૂળ પાસે માયાથી મોટો સર્પ થઈને રહ્યો. વિશાળકાય સર્પ જઈને બધા રાજપુત્રો ત્રાસ પામીને દશે દિશામા નાશી છૂટ્યા. એટલે પ્રભુએ હસતા હસતા વિશાળકાય સપને દોરીની જેમ પકડીને દૂર ફેંકી દીધો. રાજકુમારો આ જોઈને લજ્જિત થયા અને ફરીને રમવા એકઠા થયા. ત્યાં તે મત્સરી દેવ રાજકુમારનું રૂપ ધારણ કરીને આવ્યો, બધા રાજકુમારો એક વૃક્ષ પર ચડ્યા. પ્રભુ બધા રાજકુમારોથી પ્રથમ વૃક્ષના અગ્રભાગે ચડી ગયા. આ રમતમાં પણ પ્રભુનો વિજય થયો. આ રમતમાં એવું હતું કે જે હારી જાય તે બીજાઓને પોતાના પુષ્ટ ઉપર ચડાવીને વહન કરે, એટલે રાજપુત્રો અશ્વની જેમ વીર પ્રભુને પોતાના પુષ્ટ પર બેસાડીને વહન કરવા લાગ્યા. અનુક્રમે વીર પ્રભુ પેલા દેવના પુષ્ટ પર આરૂઢ થયા. તત્કાળ તે દુષ્ટ બુદ્ધિવાળો દેવ વિકરાળરૂપ ધારણ કરીને પર્વતોને નીચા કરે તે રીતે વધવા લાગ્યો. ભયંકર રૂપ ધારણ કર્યું. તેટલામાં તો તેનું સ્વરૂપ જાણીને વીર પ્રભુએ તેના પૃષ્ટ ભાગમાં એક પુષ્ટિપ્રહાર કરીને વામન કરી નાખ્યા પછી તે દેવ ઈન્ટ કરેલા ભગવંતના ઘેર્યને પ્રત્યક્ષ જોઈને પોતાનું સ્વરૂપ પ્રગટ કરી પ્રભુને વંદન કરીને પોતાના સ્થાનકે ગયો. પ્રભુ આઠ વરસ ઉપરાંતના થયા એટલે પિતાએ તેમને અભ્યાસ કરાવવા માટે પાઠશાળામાં મૂકવાનો પ્રબંધ કર્યો. તે વખતે ઇદ્રનું આસન ચલિત થયું. ઇન્દ્ર અવધિજ્ઞાનથી પ્રભુના માતાપિતાની સરળતા જાણી અને થયું કે શું સર્વજ્ઞ પ્રભુને શિષ્યપણું હોય? આમ વિચારીને તત્કાળ ઇન્દ્ર ત્યાં આવ્યો. પ્રભુને પાઠશાળામાં લઈ જવામાં આવ્યા. ત્યાં ઇન્દ્ર પ્રભુને ઉપાધ્યાયના આસન પર બેસાડ્યા. પછી પ્રણામ કરીને પ્રાર્થના કરી. એટલે પ્રભુએ શબ્દ પારાયણ વ્યાકરણ કહી બતાવ્યું. એ શબ્દાનુશાસન ભગવંતે ઇન્દ્રને કહ્યું. તે સાંભળી ઉપાધ્યાયે લોકમાં એંદ્ર Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામી વ્યાકરણ એવા નામથી પ્રખ્યાત કર્યું. સાત હાથ ઊંચી કાયાવાળા પ્રભુએ અનુક્રમે યૌવનમાં પ્રવેશ કર્યો. યૌવનમાં પ્રવેશ થયો હોવા છતાં પ્રભુમાં લેશમાત્ર વિકાર ઉત્પન્ન થયો નહિ. સમરવીર રાજાએ પોતાની યશોદા નામની કન્યા વર્ધમાન સ્વામીને આપવા મંત્રીઓની સાથે ત્યાં મોકલી. મંત્રીઓ ક્ષત્રીયકુંડ આવ્યા અને સિદ્ધાર્થ રાજાને વિનંતી કરતાં કહ્યું. અમારા સ્વામીએ પોતાની પુત્રી યશોદા આપના પુત્રને આપવા માટે અમારી સાથે મોકલેલ છે અમારા પર પ્રસન્ન થઈને તેનો અનુગ્રહ કરો... ૨૪૫ સિદ્ધાર્થ રાજાએ જણાવ્યું કે વર્ધમાન તો સંસારથી વિરક્ત છે. અમારી ઈચ્છા પુત્રના વિવાહ થાય તે જોવાની છે. પરંતુ અમે એને કહી શકતા નથી છતાં તમારા આગ્રહથી તેના મિત્રો દ્વારા વાત કહેવરાવીશું. સિદ્ધાર્થ રાજાએ ત્રિશલા દેવીને વાત કરી. ત્રિશલા દેવી અને વર્ધમાન કુમાર વચ્ચે વાત થઈ. માતાના અતિ આગ્રહને જોઈને અને એમનો અંતરાત્મા દુભાય નહિ તે રીતે મારે ગૃહવાસમાં રહેવું જોઈએ. આવું વિચારીને પ્રભુએ માતાની વાતનો સ્વીકાર કર્યો. ત્રિશલાદેવીએ હર્ષિત થઈને સિદ્ધાર્થ રાજાને વાત કરી અને પવિત્ર દિવસે મહાવીરકુમા૨ અને યશોદાનો વિવાહોત્સવ રચાયો. સમય જતાં યશોદાને પ્રિયદર્શના નામની પુત્રી થઈ. મહાકુળવાન અને સમૃદ્ધિવાન જમાલિ નામના રાજપુત્ર સાથે રાજકુમારી પ્રિયદર્શનાના વિવાહ થયા. કરીને પ્રભુને જન્મથી અઠ્યાવીશ વર્ષ થયા એટલે માતાપિતા અનશન મૃત્યુ પામીને અચ્યુત દેવલોકમાં દેવ થયા. સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણીના જીવ અચ્યુત દેવલોકમાંથી અવી, અપરવિદેહ ક્ષેત્રમાં મનુષ્યભવ પામીને અવ્યય પદને પ્રાપ્ત થશે. માતાપિતાનો અંગસંસ્કાર કર્યા પછી કેટલાક દિવસો વીતી ગયા પછી એક દિવસે પ્રભુએ નંદિવર્ધનને કહ્યું: “બંધુ, જીવને મૃત્યુ હંમેશા પાસે જ રહેલું છે. જેનો જન્મ એનું મૃત્યુ નિશ્ચિત છે. તેથી મૃત્યુ પ્રાપ્ત થયે પ્રાણીએ તેનો શોક કરવો એ કાંઈ તેનો પ્રતિકાર નથી. આવા Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ચોવીશ તીર્થંકર સમયે શૈર્ય ધારણ કરીને ધર્મનું આચરણ કરવું તે જ શ્રેષ્ઠ છે. શોક તો કાયર પુરુષો કરે છે. પ્રભુના શબ્દોથી નંદિવર્ધનને સાંત્વન મળ્યું. નંદિવર્ધને પિતાનું રાજ્ય સ્વીકારવા પ્રભુને પ્રાર્થના કરી. પરંતુ સંસારથી ઉગ પામેલા વીર પ્રભુએ પિતાનું રાજ્ય સ્વીકાર્યું નહિ ત્યારે મંત્રીઓએ મળીને, આગ્રહથી નંદિવર્ધનનો રાજ્યાભિષેક કર્યો મહાવીર સ્વામીએ દીક્ષા ગ્રહણ કરવા માટે નંદિવર્ધન પાસે રજા માગી એટલે નંદિવર્ધન શોકથી ગદ્ગદિત વાણીએ બોલ્યા : ભ્રાતા, હજુ માતાપિતાના વિયોગને ભૂલી શક્યો નથી. પરિવારજનો શોકથી વિમુક્ત થયેલ નથી. તેવામાં તમે મને વિયોગ આપીને ક્ષત ઉપર ક્ષાર નાખવાનું કેમ કરો છો ?” બંધુના શબ્દો સાંભળીને મહાવીર સ્વામી કશું બોલ્યા નહિ. તેઓની દૈનિક ક્રિયા બદલાઈ ગઈ. તેઓ રાજભવનમાં હતા છતાં નહોતા તે રીતે રહેવા લાગ્યા. નિત્ય કાયોત્સર્ગ ધરતા, બ્રહ્મચર્યમાં તત્પર રહેતા. આભૂષણો, અંગરાગ વગેરેનો ત્યાગ કરતાં માંડ માંડ એક વર્ષ પસાર કર્યું. પછી લોકાંતિક દેવતાઓએ આવીને કહ્યું કે “તીર્થ પ્રવતવો... એટલે વીર પ્રભુએ યાચકોની ઇચ્છા પ્રમાણે વાર્ષિક દાન આપ્યું પછી ઇન્દ્રાદિક દેવોએ અને નંદિવર્ધન વગેરે રાજાઓએ શ્રી વીર પ્રભુનો યથાવિધિ દીક્ષાભિષેક કર્યો. નંદિવર્ધન રાજાએ સેવકોને સર્વ શ્રેષ્ઠ શિબિકા તૈયાર કરવાની આજ્ઞા આપી. ચંદ્રપ્રભા નામની શિબિકા તૈયાર કરવામાં આવી. ચંદ્રપ્રભા શિબિકા પચાસ ધનુષ લાંબી છત્રીસ ધનુષ ઊંચી અને પચ્ચીસ ધનુષ પહોળી હતી. ઇન્ટે કરાવેલી શિબિકા તેમાં સમાઈ ગઈ. પ્રભુ શિબિકામાં ચડીને સિંહાસન પર પૂર્વાભિમુખે બિરાજમાન થયા અને ઇન્દ્રો, દેવતાઓ. રાજાઓ તથા હજારો માણસોની ઉપસ્થિતિમાં વાજતેગાજતે શિબિકા જ્ઞાત ખંડ નામના ઉદ્યાનની નજીક આવી અને મંગલમય પ્રવેશ કર્યો. પ્રભુએ સર્વ આભુષણો ઉતારી નાખ્યા. ઇન્દ્ર પ્રભુના અંધ ઉપર દેવ દુષ્ય વસ્ત્ર Page #256 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામી ૨૪૭ આપ્યું. પ્રભુએ પંચમુષ્ઠિ લોચ કરી સિદ્ધને નમસ્કાર કરીને ચારિત્ર ગ્રહણ કર્યું. જન્મથી ત્રીશ વર્ષ નિર્ગમન થતા માગશર વદ દશમીએ ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવતાં છઠ્ઠ તપથી યુક્ત દિવસના પાછલા પ્રહરે પ્રભુએ દીક્ષા લીધી. તે વખતે પ્રભુને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. દીક્ષા લીધા પછી મહાવીર પ્રભુએ ત્યાંથી અન્યત્ર વિહાર કરવા માટે રાજા નંદિવર્ધનની તથા જ્ઞાતવંશના પુરુષોની રજા લીધી. પ્રભુ વિહાર કરવા આગળ ચાલ્યા ત્યાં તે વખતે તેમના પિતાનો મિત્ર સોમ નામે એક વૃદ્ધ બ્રાહ્મણે ત્યાં આવીને કહ્યું : “આપે વાર્ષિક દાન આપ્યું તેથી જગત દારિદ્રય રહિત થયું. પણ હું એક દરિદ્ર રહી ગયો છું. આપ મારા પર કૃપા કરીને દાન આપો. મારી પત્નીએ તિરસ્કાર કરીને મને આપની પાસે મોકલ્યો. મહાવીર સ્વામીએ કરુણા લાવીને કહ્યું : “હે વિપ્ર, હવે તો હું નિસંગ થયો છું. તથાપિ મારા ખભા ઉપર જે આ વસ્ત્ર છે તેનો અડધો ભાગ તું લઈ લે....' તે વૃદ્ધ બ્રાહ્મણ સોમ અર્ધ વસ્ત્ર લઈ હર્ષ પામતો પામતો પોતાના ઘેર આવ્યો. પછી છેડા બંધાવવાને તુણનાર વણકરને તે વસ્ત્ર બતાવ્યું. વસ્ત્ર જોઈને તુણનારે કહ્યું: “આ વસ્ત્ર તને ક્યાંથી મળ્યું? સોમ બ્રાહ્મણે કહ્યું: “શ્રી મહાવીર પ્રભુની પાસેથી.' તુણનાર કહેઃ “તું પાછો ત્યાં જાય અને બીજો અડધો ભાગ તે મુનિની પાસેથી લઈ આવવા માટે પછવાડે ફર...તે મુનિને આમતેમ ફરતાં કોઈ કાંટા ઝાંખરામાં તે વસ્ત્ર ભરાઈ જશે અને વસ્ત્ર પડી જશે. પછી તે નિઃસ્પૃહી મુનિ તેને ગ્રહણ કરશે નહિ એટલે તું તે વસ્ત્ર લઈને અહીં આવતો રહેજે. પછી હું એ વસ્ત્ર સરસ કરી દઈશ. તેનું મૂલ્ય એક લાખ દીનાર ઊપજશે. પછી આપણે બન્ને સરખે ભાગે વહેંચી લઈશું.” સોમ બ્રાહ્મણ તરત જ રાજી થતો પ્રભુની પાછળ પાછળ ભમવા લાગ્યો. દીક્ષાના લીધાના પ્રથમ દિવસે પ્રભુ કુમરિ ગામમાં આવ્યા. ત્યાં Page #257 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર પ્રભુ સ્થાણુની જેમ પ્રતિમા ધરીને ઊભા રહ્યા. તે સમયે એક ગોવાળે તેના વૃષભને ત્યાં ચરવા મૂક્યો. ગોવાળ ગામમાં જઈને સાંજે પાછો ફર્યો તો પોતાનો વૃષભ જોવા ન મળ્યો. આથી તે ક્રોધિત થઈને પ્રભુને મારવા દોડ્યો તે સમયે શક્રઈન્દ્રને વિચાર થયો કે પ્રભુ પ્રથમ દિવસે શું કરે છે તે જોઉં.’ એમ વિચારીને જ્ઞાન વડે જોવા લાગ્યો. ત્યાં ગોવાળને પ્રભુને માર મારવા ઉદ્યત થયેલો જોયો. એટલે એને સ્થંભિત કરીને ઇન્દ્ર પ્રભુ પાસે આવ્યો અને ગોવાળને કહેવા લાગ્યો : ‘અરે પાપી, આ સિદ્ધાર્થ રાજાના પુત્રને જાણતો નથી ? પછી ઇન્દ્રે ત્રણ પ્રદક્ષિણા કરીને નમન કર્યા અને વિનંતી કરી : “સ્વામી, આપને બાર વર્ષ સુધી ઉપસર્ગની પરંપરા થશે. માટે તેનો નિષેધ કરવા હું સેવક બનીને આપની સાથે રહેવા ઇચ્છું છું.' વીર પ્રભુ સમાધિ પારીને બોલ્યા : ‘અર્હતો કદી પણ પર સહાયની અપેક્ષા રાખતા નથી. વળી અત્યંત પ્રભુ બીજાની સહાયથી કેવળ જ્ઞાન ઉપાર્જન કરે એવું થયું નથી, થતું નથી. અને થાશે પણ નહિ. જિનેદ્રો કેવળ પોતાના વીર્યથી જ કેવળ જ્ઞાન પામે છે. અને મોક્ષે જાય છે.' ૨૪૮ પ્રભુનાં આવાં વચનો સાંભળીને ઇન્દ્ર બાલતપસ્યાથી વ્યંતર દેવમાં ઉત્પન્ન થયેલા પ્રભુની માસીના પુત્ર સિદ્ધાર્થને આજ્ઞા કરી કે કે તારે પ્રભુની પાસે રહેવું અને જે પ્રભુને મારવાનો ઉપસર્ગ કરે તેને તારે અટકાવવો. આ પ્રમાણે કહીને ઇન્દ્ર સ્વસ્થાનકે ગયા અને સિદ્ધાર્થ તેમની આશા સ્વીકારીને પ્રભુ પાસે રહ્યો. વીરપ્રભુ છઠ્ઠનું પારણું ક૨વાને માટે કોલાક ગામમાં બહુલ નામના બ્રાહ્મણને ત્યાં ગયા. ત્યાં સાકર વગેરેથી મિશ્રિત પરમાનથી પ્રભુએ પારણું કર્યું. તે બ્રાહ્મણને ઘેર દેવતાઓએ વસુધારા વગેરે પાંચ દિવ્યો પ્રગટ કર્યાં. ત્યારપછી વીરપ્રભુ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. એકવાર વિહાર કરતાં કરતાં પ્રભુ મોરાક નામના ગામમાં આવ્યા. ત્યાં દુઈજ્જતક જાતિના તાપસો રહેતા હતા. તે તાપસોનો કુલપતિ પ્રભુના પિતાનો મિત્ર હતો. તે પ્રભુની પાસે આવ્યો. પૂર્વના Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામી અભ્યાસથી પ્રભુએ તેને મળવાને માટે તેની સામે હાથ પસાર્યો. કુલપતિએ ત્યાં રહેવાની પ્રાર્થના કરી એટલે મહાવીર એક રાત્રી રહ્યા. સવારે વિહાર કરતાં પ્રભુને કહ્યું : “વર્ષાકાળે અત્રે પધારજો.' કુલપતિનું વચન સ્વીકારી પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. ગ્રીષ્મકાળ પસાર કરીને ચાતુર્માસ કરવા પ્રભુ પાછા મોરાક ગામે આવ્યા. તૃણથી આચ્છાદિત કુટિરમાં પ્રભુ પ્રતિમા ધારીને રહ્યા. વર્ષાના અભાવે ગામની ગાયો તૃણ (ઘાસ) ખાવા તાપસોની કુટિર તરફ આવી, તાપસોએ ગાયોને દૂર હડસેલી, પરંતુ પ્રભુ પ્રતિમાધારી હોવાથી ગાયોને હાંકી નહિ. તેથી પ્રભુની કુટિરનું બધું ઘાસ ગાયો ખાઈ ગઈ. તાપસોએ કુલપતિને કહ્યું : “આવો આળસુ કોણ છે જે પોતાની કુટિરનું પણ રક્ષણ કરી શકતો નથી. કુલપતિએ પ્રભુ પાસે આવીને મીઠો ઠપકો આપ્યો. ૨૪૯ પ્રભુએ વિચાર્યું કે સર્વનું હિત ઇચ્છનારા મારે અહીં રહેવું યોગ્ય નથી. એમ વિચારીને પાંચ અભિગ્રહ ધારણ કર્યાં. (૧) કદિપણ જ્યાં અપ્રીતિ થાય તેને ઘેર વસવું નહિ (૨) કાઉસગ્ગ કરીને જ રહેવું (૩) પ્રાયઃ મૌન જ રાખવું (૪) કરપાત્ર વડે જ ભોજન કરવું (૫) ગૃહસ્થનો વિનય કરવો નહિ. આ પ્રમાણે પાંચ અભિગ્રહ લઈને વર્ષાઋતુનો અર્ધમાસ વ્યતીત થયા છતાં પણ ત્યાંથી વિહાર કરીને પ્રભુ અસ્થિક નામના ગામમાં આવ્યા. ગામના લોકોએ ના પાડવા છતાં શૂલપાણિ યક્ષના મંદિરમાં રાત્રીકાળે પ્રતિમાધારીને પ્રભુ રહ્યા. સૂર્ય અસ્ત પામ્યો એટલે પ્રભુ જ્યાં કાયોત્સર્ગ કરીને રહ્યા હતા ત્યાં શૂલપાણી વ્યંતરે અટ્ટહાસ્ય કર્યું. અંતરના ભયંકર અટ્ટહાસ્યનો ધ્વનિ ગામના લોકોએ સાંભળ્યો. અને સૌ ધ્રૂજી ઊઠ્યા અને વિચારવા લાગ્યા કે જરૂર અંતર પેલા મુનિવરને મારી નાખશે...' તે વખતે પાર્શ્વનાથ સ્વામીના સાધુઓમાં ફરનાર ઉત્પલ નામનો પરિવ્રાજક ત્યાં આવ્યો હતો. તેણે લોકો પાસેથી મહાવીરનું વૃત્તાંત સાંભળ્યું. એને થયું કે “રખે તે છેલ્લા તીર્થંકર હોય...’ અને ઉત્પલને ચિંતા થવા લાગી. Page #259 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર આ તરફ યક્ષે ભયંકર અટ્ટહાસ્ય કર્યું છતાં પ્રભુને ક્ષોભ થયો નહિ. ત્યાર પછી વ્યંતરે મહાઘોર હાથી, પિશાચ, ભયંકર સર્પનું રૂપ ધારીને ઉપસર્ગ કર્યાં. અંતે તે થાકી ગયો. ત્યારે વિસ્મય પામીને પ્રભુને અંજલિ જોડીને વ્યંતર કહેવા લાગ્યો : “હે દયાનિધિ, તમારી શક્તિને ન જાણતાં મેં અત્યંત અપરાધો કર્યા છે. મને ક્ષમા આપો...' આ સમયે પેલો વ્યંતર સિદ્ધાર્થ દેવ કે જેને મહાવીર પ્રભુની સેવા કરવાની ઇન્દ્રે આજ્ઞા આપી હતી તેનું મન પોતાના કાર્યમાં વ્યગ્ર હતું, તેને પ્રભુ પાસે રહેવાની આશા સાંભળી, અને તે તત્કાળ પ્રભુ પાસે આવી પહોંચ્યો અને શૂલપાણિ સામે જોઇને ઊંચા અવાજે કહ્યું : “અરે શૂલપાણિ, તેં આ શું કર્યું ? સિદ્ધાર્થ રાજાના પુત્ર તીર્થંકર ભગવંત વીર પ્રભુ છે કે જે ત્રણ લોકમાં પૂજવા યોગ્ય છે. શું આ વાત તું જાણતો નથી ? જો તારું ચિરત્ર પ્રભુના ભક્ત શક્રઇન્દ્ર જાણશે તો તું તેના વજ્રની ધારનો ભોગ બનીશ.’ શૂલપાણિ ભય અને પશ્ચાત્તાપથી આકુળવ્યાકુળ થઈ ગયો, એણે અગાઉ કરેલા પાપકર્મો ને સંભારીને પોતાના આત્માને નિંદવા લાગ્યો. એણે પ્રભુના ચરણની પૂજા કરી અને સ્તુતિ કરવા લાગ્યો. લોકોને થયું કે તે યક્ષ મુનિને મારીને ક્રીડા કરતો હશે. ૨૫૦ પ્રભુને કાઇક ઉણા ચાર મહોર સુધી શૂલપાણિએ કદર્શિત કર્યા હતા તેથી શ્રમ લાગતાં પ્રભુને જરા નિદ્રા આવી. તેમાં એમણે દશ સ્વપ્ન જોયાં. પ્રથમ સ્વપ્ને વૃદ્ધિ પામતાં તાલ પિશાચને પોતે હણ્યો એવું જોયું. બીજા સ્વપ્ને સફેદ કોકિલ, ત્રીજા સ્વપ્ને વિચિત્ર કોકિલ પોતાની સેવા કરતા જોયા. ચોથા સ્વપ્નમાં બે સુંગધી માળા જોઈ. પાંચમાં સ્વપ્ન પોતાની સેવામાં તન્મય થયેલો ગોવર્ગ જોયો. છટ્ટે સ્વપ્ને પદ્મોથી ભરેલું પદ્મ સરોવર જોયું. સાતમા સ્વપ્ને બે ભુજાથી સાગર તરી ગયા. આઠમા સ્વપ્ને કિરણોને પ્રસારતું સૂર્યબિંબ જોયું, નવમા સ્વપ્ને આંતરડાથી વીંટાયલા માનુષોત્તર ગિરિ જોયો. અને દશમા સ્વપ્ન પોતાને મેરૂગિરિના શિખર ઉપર આરૂઢ થયેલા જોયા. આ પ્રમાણે દશ સ્વપ્નો જોઈને પ્રભુ જાગૃત થયા. પ્રાતઃકાળે Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામી ૨૫૧ ગામના લોકો, ઈન્દ્રશમાં પૂજારી તથા ઉત્પલ નિમિત્તજ્ઞ વગેરે ત્યાં આવ્યા. પ્રભુને અક્ષત અંગવાળા અને પૂજેલા જોઈને બધા લોકો હર્ષ પામ્યા. ઉત્પલ નિમિત્તશે પોતાના જ્ઞાનના બળે પ્રભુને દશ સ્વખો આવ્યાં હતાં તે જાણી લીધું અને તેણે પ્રભુને કહ્યું : “ભગવંત, આપે જે રાત્રીનાં દશ સ્વપ્નો જોયાં તેનું ફળ તો આપ જાણો જ છો, પણ હું ભક્તિવશ થઈને તેનું ફળ જણાવું છું. પ્રથમ સ્વપ્ન તમે જે તાલપિશાચને હણી નાખ્યો એ રીતે મોહને હણી નાખશો. બીજા સ્વખે જે શુકલ કોકિલ જોયો. તેથી આપ શુકલ ધ્યાન પર બિરાજશો. ત્રીજા સ્વપ્ન વિચિત્ર કોકિલથી આપ દ્વાદશાંગીને વિસ્તારશો. પાંચમા સ્વપ્નમાં ગોવર્ગ જોયો. તેથી તમારે ચતુર્વિધ સંઘ થશે. છઠ્ઠા સ્વપ્ન જે પા સરોવર જોયું તેથી દેવોનો સમૂહ તમારા સેવકો થશે. સાતમા સ્વખે જે સમુદ્ર તરી ગયા તેથી આ ભવ સમુદ્ર તરી જશો. આઠમા સ્વપ્ન જે સૂર્ય જોયો તેથી આપને કેવળજ્ઞાન થશે. નવમા સ્વપ્ન જે આંતરડાથી વીંટાયેલો માનુષોત્તર પર્વત જોયો. તેથી આપનો પ્રતાપયુક્ત યશ વિસ્તૃત થશે. અને દશમે સ્વપ્ન જે મેરગિરિના શિખર ઉપર ચડ્યા તેથી આપ સિંહાસન પર બેસીને ધર્મનો ઉપદેશ આપશો. આ પ્રમાણે હું નવ સ્વખોનું ફળ જાણું છું. પણ ચોથા સ્વપ્નમાં આપે જે બે માળાઓ જોઈ તેનું ફળ જાણતો નથી.' ત્યારે વીર પ્રભુએ કહ્યું: “એ બે માળાનું ફળ એવું છે કે હું ગૃહસ્થનો અને યતિનો એમ બે પ્રકારે ધર્મ કહીશ.' પછી ઉત્પલ નિમિત્તજ્ઞ તથા ગામના લોકો પ્રભુને વંદન કરીને પોતાના સ્થાને ગયા. ત્યાંથી આઠ અધ માસક્ષપણ કરવા પૂર્વક ચાતુર્માસ પૂરું કરીને અન્યત્ર વિહાર કર્યો. દીક્ષા ગ્રહણ કર્યા એ દિવસથી એક વર્ષ પસાર થયા પછી વીર પ્રભુ મોરાક ગામે આવ્યા. આ ગામમાં અચ્છદંક નામનો પાખંડી મંત્ર-તંત્રથી પોતાની આજીવિકા ચલાવતો હતો. તે વાત સિદ્ધાર્થ વ્યંતરથી સહન ન થતાં પ્રભુના શરીરમાં પ્રવેશીને ગામલોકોનું ભવિષ્ય કહેવા લાગ્યો. આથી ગામના લોકો ત્યાં Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ચોવીશ તીર્થંકર આવવા લાગ્યા. એક વાર અચ્છદક પણ ગર્વિષ્ઠ બનીને ત્યાં આવ્યો. સિદ્ધાર્થ વ્યંતરે ગામ લોકોને જણાવ્યું કે અચ્છદંક મહા પાખંડી છે. અચ્છદકે પ્રભુ પાસે આવીને પૂછવા લાગ્યો. આ તૃણ છેદાશે કે નહિ. પ્રભુના શરીરમાં રહેલા સિદ્ધાર્થ વ્યંતરે કહ્યું: “નહિ છેદાય...' આ સમયે ઇન્દ્ર જ્ઞાનના બળે જોયું તો પ્રભુની સાથે અચ્છર્દકની ચેષ્ટા જોવામાં આવી. તત્કાળ ઇન્દ્ર ધાર્યું કે પ્રભુના મુખેથી વાણી અસત્ય ન થાઓ. આમ ધારીને અચ્છદકની દશેય આંગળીઓ વજથી છેદી નાખી. તૃણને છેદતાં આ રીતે અચ્છદકને દુઃખી થયેલો જોઈને ગામના લોકો હસવા લાગ્યા. અચ્છદંક ત્યાંથી અન્યત્ર ચાલ્યો ગયો. - સિદ્ધાર્થ વ્યંતરે ગામના કેટલાક લોકોની ખોવાયેલી વસ્તુઓનાં સ્થાન બતાવ્યાં. આથી ગામ લોકો વીર પ્રભુને વંદન કરવા લાગ્યા. એક વાર અચ્છક એકાંતે શ્રી વીરપ્રભુ પાસે આવીને વિનમ્ર ભાવે બોલ્યા : ભગવદ્ આપ અહીંથી અન્યત્ર પધારો. આપ તો સર્વત્ર પૂજનીય છો. હું માત્ર અહીં જ જાણીતો છું, મેં અજાણતાં આપના પ્રતિ અવિનય કર્યો તેનું ફળ પણ પ્રાપ્ત થયું છે. મારા પર કૃપા વરસાવીને મારી વિનંતીનો સ્વીકાર કરો.” અચ્છદંકની વિનંતી સાંભળીને અપ્રીતિવાળા સ્થાનનો પરિહાર કરવાના અભિગ્રહવાળા શ્રી વીર પ્રભુ ત્યાંથી ચાવાળ નામના સન્નિવેશ તરફ ચાલ્યા. ત્યાં સુવર્ણવાળુકાના તટ પર તેમનું અધ દેવદુષ્ય વસ્ત્ર કાંટા સાથે ભરાઈ ગયું. થોડે ચાલ્યા પછી પ્રભુએ વિચાર્યું કે આ વસ્ત્ર અયોગ્ય સ્પંડિલ ભૂમિએ ભ્રષ્ટ ન થાઓ.” આમ વિચારીને જરા પાછળ જોઈને શ્રી વીર પ્રભુ આગળ ચાલ્યા. હવે પેલો બ્રાહ્મણ જે પ્રભુની પાછળ ફરતો હતો. તે તેર માસે આ અર્ધ વસ્ત્ર લઈને પ્રભુને વંદીને પોતાને ગામ આવ્યો. તે અર્ધ વસ્ત્ર વણકરને આપ્યું. તુણનારે દેવદુષ્ય વસ્ત્રને ન દેખાય તે રીતે સાંધ્યું. પછી તે વેચતા એક લાખ દિનાર ઊપજ્યા. તે બન્નેએ અડધા અડધા વહેંચી લીધા. શ્રી વીરપ્રભુ વિહાર કરતાં શ્વેતાંબી નગરી તરફ ચાલ્યા. Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામી ૨૫૩ માર્ગમાં ગોવાળોના પુત્રોએ કહ્યું : “ભગવંત, આ માર્ગ શ્વેતાંબી તરફ જાય છે. વચ્ચે કનકખળ તાપસીનો આશ્રમ આવે છે ત્યાં હમણાં એક દષ્ટિવિષ સર્પ રહે છે. તેની દષ્ટિ જેના પર પડે તેનું મૃત્યુ થાય છે. માટે આપ અન્ય માર્ગેથી જાઓ.” . પરંતુ શ્રી વીર પ્રભુએ અવધિ જ્ઞાનથી તે સપને ઓળખી લીધો અને તે સપને બોધ આપવા તે રસ્તે ચાલ્યા. ચંડ કૌશિકે વીર પ્રભુને જોયા અને કાળઝાળ થઈ ગયો. એણે વેધક દષ્ટિ ફેંકી, પ્રભુને હંસ માર્યો તો દૂધ જેવું શ્વેત લોહી નીકળ્યું. ચંડ કૌશિકે વરપ્રભુ પર ઘણા ઉપસર્ગો કર્યા પછી તે શાંત થઈ ગયો. ત્યારે વીર પ્રભુ બોલ્યા: “અરે ચંડકૌશિક, બુઝ..! બુઝ...! મોહ પામ નહિ.' પ્રભુએ એને તેનો પૂર્વભવ જણાવ્યો. તે સપને તરત જ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરીને તેણે પોતાના મનમાં અનશન અંગીકાર કરવાનો નિશ્ચય કર્યો. અને પ્રભુને વંદન કરીને રાફડામાં જતો રહ્યો. ભગવંતની દયામય દૃષ્ટિથી સિંચન પામેલો તે સર્પ એક પખવાડિયા પછી મૃત્યુ પામીને સહસ્ત્ર દેવલોકમાં ગયો. શ્રી વીરપ્રભુ ત્યાંથી વિહાર કરીને ઉત્તર વાચાળ ગામે પક્ષોપવાસને અંતે પારણા નિમિત્તે નાગસેનને ત્યાં આવ્યા. નાગસેને અતિ હર્ષથી પ્રભુને પ્રતિલાભિત કર્યા. તે વખતે વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ થયા. પારણું કરીને પ્રભુ શ્વેતાંબી આવ્યા. ત્યાં પ્રદેશી રાજાએ પ્રભુ પ્રત્યે પોતાનો ભક્તિભાવ પ્રગટ કર્યો. ત્યાંથી વીપ્રભુ સુરભિપુર થઈને ગંગા નદી પાસે આવ્યા. ત્યાં સિદ્ધાંત નામના નાવિકની નાવમાં પ્રભુ તથા અન્ય કેટલાક લોકો બેઠા. નાવમાં મૅમિલ નામનો નિમિત્તજ્ઞ હતો. તે બોલ્યો: ‘આ વખતે કુશળક્ષેમ પાર ઊતરવાના નથી. થોડા સમયમાં આપણને મરણાંત કષ્ટ પ્રાપ્ત થશે. આ મહર્ષિના પ્રતાપે બચી શકીશું.' ત્યાં સુદષ્ટિ નાગકુમારે પ્રભુને જોયા અને પૂર્વ ભવનું વૈર યાદ આવ્યું અને પ્રભુને ઉપસર્ગ આપવા નાવને ડુબાડવા લાગ્યો પરંતુ કેબલ સંબલ દેવે આવીને તે ઉપસર્ગનું નિવારણ કર્યું. Page #263 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર ગંગા નદીના તટ પર ચક્રાદિકના લાંછનવાળી પ્રભુના પગલાંની પંક્તિ જોઈને સામુદ્રિક શાસ્ત્રનો જાણકાર પુષ્પ નામનો પુરુષ વિચારવા લાગ્યો આ રસ્તે થઈ ને કોઈ ચક્રવર્તી એકલા ગયા લાગે છે. માટે હું તેમની પાસે યાચવા જાઉં' આમ વિચારતો પુષ્પ નામનો સામુદ્રિકશાસ્ત્રી પ્રભુ પાસે પહોંચ્યો. પ્રભુને જોતાં જ તેની સામુદ્રિકશાસ્ત્ર પરથી શ્રદ્ધા વિચલિત થઈ ગઈ અને તે શાસ્ત્ર નિંદા ક૨વા લાગ્યો. તે વખતે ઇન્દ્રે જ્ઞાનના બળે જોયું કે સ્થૂણાક ગામે પ્રભુ પાસે પુષ્પ સામુદ્રિક શાસ્ત્રની નિંદા કરી રહ્યો છે. આથી ઇન્દ્રે તરત જ ત્યાં આવીને પુષ્પને કહ્યું : “ભાઈ, આ પ્રભુ ચક્રવર્તીના સ્વામી છે. લોકોત્તર ચક્રવર્તી છે. તારું શાસ્ત્ર બરાબર છે.' આમ કહીને પુષ્પને ઇચ્છિત ફળ આપીને ઇન્દ્ર પોતાના સ્થાને ચાલ્યો ગયો. ૨૫૪ ત્યારપછી વિહાર કરતાં કરતાં શ્રી વીર પ્રભુ રાજગૃહી નગરીની બહાર આવેલ નાલંદા નામના સ્થળ પર આવેલ વણકર શાળામાં રજા મેળવીને ચાતુર્માસ અર્થે રહ્યા. પ્રભુએ પ્રથમ માસક્ષપણનું પારણું વિજય શ્રેષ્ઠીને ત્યાં કર્યું. એ સમયે ગોશાળ ત્યાં આવ્યો હતો એટલે વિજય શ્રેષ્ઠીને ત્યાં વસુધારાની વૃષ્ટિ થતી જોઈને ગોશાળને થયું કે આ મુનિ કોઈ સામાન્ય મુનિ નથી. કારણ કે તેને અન્ન આપનારના ઘરમાં આવી સમૃદ્ધિ થઈ ગઈ. હું તેનો શિષ્ય થાઉં.' આમ વિચારીને ગોશાળ પ્રભુ પાસે આવ્યો અને કહ્યું : “મને આપનો શિષ્ય કરો. આજથી તમે એક જ મારું શરણ છો !...* ગોશાળના શબ્દોનો કોઈ પણ પ્રતિભાવ દર્શાવ્યા વિના પ્રભુ મૌન ધરીને જ રહ્યા. ગોશાળ ભિક્ષા વૃત્તિથી પોતાનું પેટ ભરતો અને પ્રભુની પાસે જ રાત-દિવસ રહેતો હતો. બીજા માસક્ષપણે પ્રભુ વહોરવા નીકળ્યા. ત્યારે આનંદ નામના ગૃહસ્થે ખાદ્ય વસ્તુથી પ્રતિલાભિત કર્યા. ત્રીજા માસક્ષપણે સુનંદ નામના ગૃહસ્થને ત્યાં પારણું થયું. આ તરફ ગોશાળ ભિક્ષા માંગી લાવીને પોતાના ઉદરનું પોષણ કરતો વીરપ્રભુના સાંનિધ્યમાં રહેતો હતો. Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામી એક વાર કારતક માસની પૂર્ણિમાના દિવસે ગોશાળે મનમાં વિચાર્યું કે, “આ મુનિ મહાજ્ઞાની છે તો મારે તેમના જ્ઞાનની પરીક્ષા કરવી જોઈએ.' આમ વિચારીને ગોશાળે શ્રી મહાવીર પ્રભુને પૂછ્યું : સ્વામી, આજે પ્રત્યેક ઘરમાં વિવિધ પ્રસંગોની ઉજવણી થાય છે તો મને આજે ભિક્ષામાં શું મળશે ? તે વખત પેલો સિદ્ધાર્થ વ્યંતર પ્રભુના શરીરમાં પ્રવેશીને બોલ્યો ઃ ભદ્ર, ખાટું થઈ ગયેલું કોદ્રક અને કૂરનું ધાન્ય તથા દક્ષિણમાં એક ખોટો સિક્કો મળશે.' એમ જ થયું. ગોશાળને થયું કે, “જે ભાવી હોય છે તેમ જ બને છે.’ તેણે એવા નિયતિવાદને ગ્રહણ કર્યો. દીક્ષા લીધા પછી બીજું ચોમાસુ નાલંદા પાડામાં વીતાવીને શ્રી મહાવીર પ્રભુ કોલ્લાક ગામે આવ્યા, ત્યાં બહુલ નામના બ્રાહ્મણને ઘેર ગોચરી અર્થે ગયા. તેણે ઘી સાકર સહિત ખીર પ્રભુને વહોરાવી. એટલે દેવતાઓએ તેને ઘેર પાંચ દિવ્ય પ્રગટ કર્યાં. પ્રભુએ અહીં ચોથા માસક્ષપણનું પારણું કર્યું. ૨૫૫ ગોશાળે શ્રી મહાવીર પ્રભુ પાસે શિષ્ય તરીકે સ્વીકારવા વિનંતી કરી. ગોશાળના વચનો સાંભળીને, તેના ભાવને જાણીને તેની ભવ્યતાને માટે પ્રભુએ તેનું વચન સ્વીકાર્યું. પ્રભુ વિહાર કરતાં બ્રાહ્મણ ગામ આવ્યા. પ્રભુએ નંદના પાડામાં છઠ્ઠના પારણે ગોચરી અર્થે ગયા નંદે ગોચરીમાં દહીં સહિત કૂર કરંબો વહોરાવ્યો. જ્યારે ગોશાળ ઉપનંદના પાડામાં મોટા ઘેર ગયો. ઉપનંદની આજ્ઞાથી દાસીએ વાસી ચોખા આપ્યા. તે ન ગમવાથી ગોશાળે લીધા નહીં. તેથી ઉપનંદે દાસીને કહ્યું કે તેના માથા પર નાંખી દે. દાસીએ તેમ કર્યું. આથી ગોશાળ ક્રોધિત થઈને બોલ્યો : “જો મારા ગુરુનું તપ તેજ હોય તો આ ઉપનંદનું ઘ૨ બળીને ભસ્મ થાઓ...’ પ્રભુનું નામ લઈને આપેલો શ્રાપ નિષ્ફળ ન થવો જોઈએ એમ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ચોવીશ તીર્થંકર વિચારીને નજીકમાં રહેલ વ્યંતરોએ તેનું ઘર બાળી નાખ્યું. ત્યાંથી વિહાર કરીને પ્રભુ ચંપાનગરીએ પધાયાં ત્યાં ત્રીજુ અને ચોથું માસક્ષપણ કર્યું. ત્યાંથી ગોશાળ સાથે પ્રભુ કલ્લાક નામના ગામે આવ્યા. ત્યાંથી પત્રકાળ નામના ગામે આવ્યા. ત્યાંથી વિહાર કરીને ચોરાક ગામે આવ્યા. ત્યાં એક સ્થાને ગોશાળ અને પ્રભુને કાયોત્સર્ગમાં રહ્યા હતા ત્યારે ચોરને શોધનારા રક્ષકો ત્યાં જઈ પહોંચ્યા. રક્ષકોએ ગોશાળ અને પ્રભુને પૂછ્યું: ‘તમે કોણ છો ?” પરંતુ મૌન અભિગ્રહવાળા પ્રભુ કંઈ પણ બોલ્યા નહિ. આથી કૂર બુદ્ધિવાળા રક્ષકો ક્રોધિત થયા અને ગોશાળ તથા પ્રભુને રજુ વડે બાંધીને કૂવામાં નાખ્યા. વારંવાર ઘડાની જેમ ઊંચાનીચા કરવા લાગ્યા. તે અવસરે સોમા અને જયંતી નામની ઉત્પલ નિમિત્તજ્ઞની બે બહેનો કે જેઓ પાશ્વપ્રભુની શિષ્યા થઈ હતી. તેઓ બને આ ગામમાં આવી હતી. તેમણે લોકોના મુખેથી સાંભળ્યું કે અમુક સ્વરૂપવાળા બે પુરુષોને રક્ષકો કૂવામાં રાખીને ઉપર-નીચે કરીને પીડા આપે છે. આ સાંભળીને સોમા અને જયંતીને થયું કે રખે એ ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામી હોય..!” આવું કલ્પીને તેઓ તરત જ ત્યાં આવી, તો ત્યાં પ્રભુને તેવી સ્થિતિમાં જોયા. આથી બન્ને સાધ્વીઓએ રક્ષકોને કહ્યું : “અરે...' તમે લોકો જાણતા નથી આ સિદ્ધાર્થ રાજાના પુત્ર મહાવીર પ્રભુ છે !' સાધ્વીના શબ્દો સાંભળીને રક્ષકોએ પ્રભુ તથા ગોશાળને મૂકી દીધા અને વારંવાર ક્ષમાયાચના કરવા લાગ્યા. શ્રી મહાવીર પ્રભુ ચોરાક ગામમાં થોડા દિવસો નિર્ગમન કરીને ચોથું ચોમાસું કરવા માટે પૃષ્ટચંપા નગરીમાં પધાર્યા. ત્યાં ચાર માસક્ષપણ કર્યા. ત્યારબાદ કૃતમંગળ નગરે ગયા. ત્યાંથી શ્રાવસ્તી નગરીએ ગયા. ગોશાળ પ્રભુની સાથે જ વિહાર કરતો હતો. ત્યાંથી વિહાર કરીને પ્રભુ હરિ નામના ગામે ગયા. ત્યાં ગામની બહાર રહેલા હઢુિ વૃક્ષની નીચે પ્રતિમા ધરી ઊભાં રહ્યાં. એ Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામી સ્થળ પર શ્રાવસ્તી નગરીએ જતો કોઈ મોટો સાર્થ રોકાયો. રાત્રીકાળે ત્યાં અગ્નિ પેટાવ્યો. પ્રાતઃકાળે સાર્થ ચાલતો થયો. પણ પ્રમાદથી અગ્નિ બુઝાવ્યો નહિ. આથી અગ્નિ સમીરના સુસવાટે પ્રસરવા લાગ્યો. અને મહાવીર પ્રભુની પાસે આવ્યો. તે વખતે ગોશાળે કહ્યું : ભગવન, આ અગ્નિ નજદિક આવ્યો. છે. માટે જલ્દી અહીંથી નાશી જાઓ.' આટલું કહીને ગોશાળ અન્યત્ર નાશી ગયો. પ્રભુએ ગોશાળના શબ્દો સાંભળ્યા હતા પણ કર્મરૂપ ઈંધણને બાળવા માટે ધ્યાનરૂપ અગ્નિથી જેમ તે અગ્નિનને પણ માનતા ત્યાં સ્થિર થઈને ઊભાં રહ્યાં. તે અગ્નિથી પ્રભુના ચરણ શ્યામ થઈ ગયા. અગ્નિ શાંત થયા પછી પ્રભુ ગોશાળ સાથે અનુક્રમે લાંગલ, આવર્ત ચોરાક, કલંબુક ગામોમાં વિહાર કર્યો. કર્લબુકમાં મહાવીર પ્રભુ તથા ગૌશાળને ચોર સમજીને પકડ્યા પરંતુ સિદ્ધાર્થ રાજાના સેવક મેઘકુમારે પ્રભુને ઓળખી લીધા અને બન્નેને મુક્ત કરાવ્યા. ક્ષમા માગી. શ્રી મહાવીર પ્રભુએ અવધિજ્ઞાનથી જાણ્યું કે હજુ મારે ઘણા કર્મની નિર્જરા કરવાની છે તે કર્મ સહાય વિના મારાથી તરત ખપાવાય તેમ નથી માટે હવે હું અનાર્ય દેશમાં વિહાર કરું. આમ વિચારીને પ્રભુ લાટદેશમાં ગયા. આ વિસ્તારમાં અજ્ઞાની અને ક્રૂર સ્વભાવી મનુષ્યો રહેતા હતા. ત્યાં પ્રભુને જોઈને કોઈ મુંડો મુંડો' કહીને મારવા લાગ્યા. કોઈએ કૌતુકી ભસતા શ્વાનોને મૂકવા લાગ્યા. લોકો અનેક પ્રકા૨ની વિડંબનાઓ કરવા લાગ્યા. પ્રભુ આવા ઉપસર્ગોથી કર્મ ખમતાં જાણીને અતિહર્ષ પામતા હતા. ગૌશાળે પણ ત્યાં બંધન અને તાડન વગેરેની અનેક વેદનાઓ સહન કરી. પ્રભુએ ત્યાં કર્મની ઘણી નિર્જા કરીને કૃતાર્થ થતાં આર્યદેશ તરફ ચાલ્યા. પૂર્ણકળશ ગામની નજીક આવતા બે ચોરીએ પ્રભુને સામા આવતા જોઈને અપશુકન થયું માનીને ખડ્ગ ઉગામીને પ્રભુને મારવા દોડ્યા. ત્યાં ઈન્દ્રે ઉપયોગ મૂકીને હણવા આવેલા ચોરોને વજ્રપ્રહારથી મારી નાખ્યા. ૨૫૭ ત્યાંથી શ્રી મહાવીર પ્રભુ વિહાર કરીને ભદ્રિલપુર ત્યાં ચારમાસના ઉપવાસ કરીને પાંચમું ચાતુર્માસ રહ્યાં. તપનું પારણું કરીને ચો. તી. ૧૭ • Page #267 -------------------------------------------------------------------------- ________________ - ૨૫૮ ચોવીશ તીર્થકર ત્યાંથી વિહાર કરીને અનુક્રમે કદલી સમાગમ આવ્યા. ત્યાંથી ભૂખંડ નામના ગામે આવ્યા. ત્યાંથી તેબાક નામના ગામ નજીક આવ્યા. પ્રભુ બહાર પ્રતિમા ધરીને ઊભા રહ્યા. ગોશાળ ગામમાં ગયો ત્યાં અનેક શિષ્યોથી પરિવરેલ પાર્શ્વનાથ પ્રભુના શિષ્ય વૃદ્ધ નંદીષેણાચાર્ય આવ્યા હતા. તેઓ જિનકલ્પની તુલના કરતા હતા. તેમને જોઈ ગોશાળે પ્રથમની જેમ હાસ્ય કરીને પ્રભુ પાસે આવ્યો. તે મહર્ષિ નંદીષેણ રાતના કાઉસગ્નધ્યાને સ્થિર હતા ત્યારે ગ્રામરક્ષકોએ ચોરની ભ્રાન્તિથી મારી નાખ્યા. તેઓ અવધિજ્ઞાનથી મૃત્યુ પામી દેવલોકે ગયા. દેવોએ મહિમા કર્યો. ગોશાળે ત્યાં આવી તેમના શિષ્યોનો પ્રથમની જેમ તિરસ્કાર કર્યો. ત્યાંથી વિહાર કરીને પ્રભુ કુપિકા ગામે આવ્યા. ચોરની ભ્રાન્તિથી ગોશાળ અને પ્રભુને ત્યાંના રક્ષકો હેરાન કરવા લાગ્યા. તે જાણી પાર્શ્વનાથની બે શિષ્યાઓ પ્રગર્ભા તથા વિજયા ચારિત્ર છોડીને પરિવ્રાજિકા થઈને તે ગામમાં રહેતી હતી. તેઓએ આવીને પ્રભુને છોડાવ્યા. લોકોએ પ્રભુ જાણીને ખમાવ્યા. ત્યાંથી પ્રભુ વિશાલાપુરી તરફ ચાલ્યા. આગળ જતાં બે માર્ગ આવ્યા. એટલે ગોશાળે કહ્યું હું તમારી સાથે નહિ આવું. મને લોકો મારે છે. પણ તમે છોડાવતા નથી. સિદ્ધાર્થે કહ્યું: ‘તને જેમ રૂચે તેમ કર.' તેથી ગોશાળ રાજગૃહ તરફ અને પ્રભુ વિશાલા તરફ ચાલ્યા. ગોશાળ એકલો રાજગૃહ તરફ ચાલવા લાગ્યો. ત્યાં માર્ગમાં પાંચસો ચોરોએ ચરપુરુષ સમજીને ભારે પરેશાન કર્યો. આથી ગોશાળે વિચાર્યું કે મારે પ્રભુ પાસે જ રહેવું જોઈએ. તેમના ચરણે રહેવાથી મારી પણ વિપત્તિઓ નષ્ટ થાય છે. આમ વિચારીને તે પ્રભુને શોધવા આમતેમ ઘુમવા લાગ્યો. શ્રી મહાવીર પ્રભુ વિશાલા નગરીમાં આવ્યા. ત્યાં લોહકારની શાળામાં લોકોની આજ્ઞા લઈને પ્રભુ પ્રતિમા ધારણ કરીને રહ્યાં. તે શાળાનો સ્વામી લુહાર છ માસથી રોગથી પીડાતો હતો તે તરત જ નિરોગી થઈ ગયો. ત્યાં એણે પ્રભુને જોઈને મનમાં વિચાર્યું કે પહેલે જ દિવસે મને આ પાખંડીના દર્શન થયા તે મોટું અપશુકન થયું છે માટે Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામી ૨૫૯ આની ઉપર લોઢાનો ધણ મારીને એ અમંગલ નષ્ટ કરું.' અને દુષ્ટ લુહાર તરત જ પ્રભુને મારવા માટે પણ ઉપાડીને દોડ્યો. ત્યાં ઇદ્ર ઉપયોગ મૂકી જોતાં ત્યાં આવી લુહારને ધણ લઈને પ્રભુને મારવા જતાં જોયો અને ઈદ્ર તેજ ધણ લુહારના માથામાં માય. લુહાર મૃત્યુ પામ્યો. ત્યાંથી વિહાર કરીને શ્રી મહાવીર પ્રભુ પ્રામક નામના ગામે રોકાયા. ત્યાંથી પ્રભુ શાલિશીર્ષ નામના ગામે આવ્યા. ત્યાં ઉદ્યાનમાં પ્રતિમા ધારીને ઊભા રહ્યાં તે વખતે માહ માસની પ્રખર ઠંડી પડતી. હતી. ત્યાં કટપૂતના નામની વાણવ્યંતરી દેવી હતી. તે પૂર્વ જન્મમાં ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં પ્રભુની અણમાનતી વિજયવતી નામે રાણી હતી. તે મૃત્યુ પામીને ઘણા ભવ ભમીને બાળ તપ કરીને વ્યંતરી થઈ હતી. પૂર્વના વૈરથી તાપસીનું રૂપ વિકુર્તી માથે જટા ધારણ કરીને વલ્કલના વસ્ત્રો ધારણ કરીને હિમ જેવા શીતળ જળમાં શરીરને બોળી પ્રભુની ઉપર ઊંચે ઊભી રહી. શરીરને કંપાવવા લાગી. તેથી શરીર પરના શીતળ બિંદુઓ પ્રભુની ઉપર પડવા લાગ્યા. આખી રાત્રી શીતોપસર્ગને કારણે પ્રભુને લોકાવધિ જ્ઞાન ઉત્પન્ન થયું પ્રભાત કટપૂતના શાંત થઈ ગઈ. પછી તે ઘણો પશ્ચાત્તાપ કરવા લાગી. એણે પ્રભુની પૂજા કરી, પછી તે પોતાના સ્થાનકે ગઈ. ત્યાંથી વિહાર કરીને શ્રી મહાવીર પ્રભુ ભદ્રિકાપુરી દીક્ષા લીધા પછીનું છઠ્ઠું ચોમાસું કરવા આવ્યા. ત્યાં છ માસે ગોશાળ આવીને મળ્યો. પૂર્વની જેમ તે પ્રભુની સેવા કરતો સાથે રહ્યો. પ્રભુએ વિવિધ અભિગ્રહપૂર્વક ત્યાં ચાર માસક્ષપણ કર્યા પછી વષકાળ નિર્ગમન કરીને નગરી બહાર પારણું કર્યું. શ્રી મહાવીર સ્વામી ત્યારપછી આઠ માસ સુધી ઉપસર્ગ વગર મગધદેશની ભૂમિમાં વિહાર કર્યો. આલંભિકા નગરીમાં ચાર માસક્ષપણ કરીને ચાતુમસ રહ્યાં. એ પછી કુંડક ગામે આવ્યાં. ત્યાં વાસુદેવના મંદિરમાં રહ્યાં ત્યાંથી મદન ગામે જઈને બહુશાળ નામના ગામમાં આવ્યા ત્યાં શાળવી નામના ઉદ્યાનમાં પ્રભુ પ્રતિમા ધરીને Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ચોવીશ તીર્થકર ઊભા રહ્યા. ત્યાં શાલાય નામની વ્યંતરીએ કારણ વગર ક્રોધિત થઈને પ્રભુની ઉપર કર્મનો ઘાત કરનારા કેટલાક ઉપસગ કર્યો. ઉપસર્ગ કરતાં શાંત થઈ ત્યારે એણે પ્રભુની સેવા કરી. વીરપ્રભુ લોહાગલ નામનાગામે આવ્યા ત્યાંના રક્ષકોએ વીપ્રભુને પકડી નગરીના રાજા જિતશત્રુ સમક્ષ લાવ્યા ત્યારે અસ્થિક ગામના ઉત્પલ નિમિત્તણે પ્રભુની પરિચય આપ્યો. તેથી રાજાએ પ્રભુની ભકિતથી વંદના કરી. શ્રી મહાવીર પ્રભુ પુરિમતાલ નગરીમાં આવ્યા ત્યારે પુત્રપ્રાપ્તિ માટે વાગર શેઠ અને ભદ્રા શેઠાણીએ દઢ સંકલ્પ કર્યો કે પુત્ર થશે તો શ્રી મલ્લિનાથ સ્વામીના ચૈત્યનો ઉદ્ધાર કરીશું.' ત્યાં કોઈ અહત ભક્ત વ્યંતરીના પ્રભાવથી ભદ્રાના ઉદરમાં ગર્ભ રહ્યો. આથી વાગુર શેઠની શ્રદ્ધા વધી. એક વાર શ્રી મલ્લિનાથ સ્વામીના બિંબને પૂજવા જતા વાગર શેઠને ઇશાનેન્દ્ર જોયો અને ચરમ તીર્થંકર મહાવીર સ્વામી અત્રે છે તે જણાવ્યું અને શેઠે તરત જ ત્રણ પ્રદક્ષિણા કરી શ્રી મહાવીર પ્રભુને વંદના કરી. પણ ઈશાનેંદ્ર અને વાગર શેઠ પ્રભુને નમીને પોતાના સ્થાને ગયા. શ્રી મહાવીર પ્રભુ ગોશાળ સાથે ઉષ્ણાક ગામે થોડા દિવસ રોકાઈને રાજગૃહી નગરીમાં પધાર્યા ત્યાં ચાર માસક્ષપણ વડે વિવિધ પ્રકારના અભિગ્રહો કરીને પ્રભુએ આઠમું ચોમાસું નિર્ગમને કર્યું. પ્રભુએ કમનિર્જરા માટે ગોશાળને લઈને વજભૂમિ શુદ્ધભૂમિ લાટ વગેરે મલેચ્છ દેશોમાં વિચર્યા. તે દેશોમાં પરમા ધાર્મિક જેવા સ્વચ્છેદી મલેચ્છો વિવિધ ઉપસર્ગોથી શ્રી વિરપ્રભુને ઉપદ્રવો કરવા લાગ્યા. પ્રભુ તો ઉપસર્ગોથી હર્ષ પામતા હતા. ધર્મધ્યાન અને તપમાં મગ્ન રહેનારા શ્રી વીપ્રભુએ નવમું ચાતુમસ પસાર કર્યું ત્યાંથી વિહાર કરીને પ્રભુ ગોશાળ સાથે સિદ્ધાર્થપુર ગામમાં પધાર્યા. ત્યાંથી કુર્મગ્રામ તરફ જતાં એક તિલનો છોડવો જોઈને ગોશાળે પ્રભુને પૂછ્યું કે આ તિલનો છોડવો ફળશે કે નહિ. પ્રભુએ ઉત્તર આપ્યોઃ ફળશે. પુષ્યના સાત જીવ જે બીજા છોડમાં છે તે અવીને આજ છોડમાં તિલપણે ઉપજશે.' Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામી ૨૬૧ પ્રભુનું વચન અન્યથા કરવા ગોશાળે તે છોડ ઉખાડી નાખ્યો. તે વખતે પ્રભુની વાણી અસત્ય ન થાઓ એમ ધારીને નજીકમાં રહેલા દેવોએ ત્યાં મેઘ વરસાવી જમીન તથા તલનું ભાથું ભીનું કરી દીધું. ગાયની ખરીથી ભોથું દબાઈ ભીની જમીનમાં પેસી ગયું. તેનાં મૂળ ઊંડાં ગયાં ને નવા અંકુર ફૂટ્યાં પ્રભુના કથન મુજબ પુષ્પના સાત જીવો અવીને તિલપણે ઉત્પન્ન થયા. અને વધવા લાગ્યા. ત્યાંથી પ્રભુ કૂર્મગ્રામે ગયા. ત્યાં વૈશિકાયન નામનો તાપસ ગામની બહાર રહીને મધ્યાહ્ન સમયે ઊંચા હાથ કરી, સૂર્યમંડળ સામે દષ્ટિ રાખી આતાપના લેતો હતો. સૂર્યના તાપથી ખરી પડતી જૂઓને વીણી વીણીને પાછી પોતાના મસ્તક પર નાંખતો હતો. ગોશાળ તે તાપસ પાસે આવ્યો અને નિંદા કરતો બોલ્યો તું તાપસ છે કે જૂનો શય્યાતર છે કે સ્ત્રી છે? ત્યારે તાપસને ક્રોધ ચડવાથી તેના પર તેઓલેશ્યા મૂકી. તેથી ગોશાળ બળતો પ્રભુની પાસે આવ્યો. પ્રભુએ તેને શીતલેશ્યા દ્વારા બચાવ્યો. પ્રભુની તેવી સમૃદ્ધિ જોઈને વૈશિકાયન વિસ્મય પામ્યો. તે પ્રભુચરણે નમી પડ્યો. ગોશાળે પ્રભુને પૂછ્યું, “ભગવંત, આ તેજલેશ્યાની લબ્ધિ શી રીતે પ્રાપ્ત થતી હશે? પ્રભુએ કહ્યું : “જે મનુષ્ય નિયમધારી થઈ સર્વદા છઠ્ઠ કરે અને એક મુષ્ટિ કુલ્માષ તથા અંજલી માત્ર જળથી પારણું કરે તેને છ માસના અંતે અસ્મલિત અને પ્રતિપક્ષીને ભયંકર એવી મહાતેજોલેશ્યા ઊપજે ગોશાળે પ્રભુની વાત મનમાં ધારણ કરી લીધી. કૂર્મ ગ્રામથી વિહાર કરીને શ્રી મહાવીર સ્વામી સિદ્ધાર્થપુર તરફ ચાલ્યા. માર્ગમાં પેલું તિલના વૃક્ષનું ભોથું જ્યાં પડેલું હતું તે પ્રદેશ આવ્યો એટલે ગોશાળે કહ્યું: “ભગવંત, આપે જે તિલનો છોડ ઊગવાનો કહ્યો હતો તે ઊગ્યો નથી.” પ્રભુએ કહ્યું : “ઊગ્યો છે અને તે અહીં જ છે.” ગોશાળે પ્રભુની વાત માની નહિ. તેણે તે તિલનો છોડ લઈને તેની શીંગ ચીરી તો તેમાંથી Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ચોવીશ તીર્થંકર તિલના બરાબર સાત દાણા ઊગેલા જોયા. તે જોઈને ગોશાળે કહ્યું કે, “શરીરનું પરાવર્તન કરીને પાછા જતુઓ ત્યાં ને ત્યાં જ ઉત્પન્ન થાય છે.' આ તરફ તેજલેશ્યા સાધવા માટે ગોશાળ પ્રભુને છોડીને શ્રાવતી નગરીમાં ગયો. ત્યાં એણે તેજલેશ્યા સિદ્ધ કરી તેમજ પાર્શ્વનાથ પ્રભુના છ શિષ્યો કે જેઓએ ચારિત્ર છોડી દીધું હતું. અત્રંગ નિમિત્તના પંડિત હતા તેમની પાસેથી ગોશાળે અષ્ટાંગ નિમિત્તનું જ્ઞાન મેળવ્યું એટલે ગર્વ ધરતો ગોશાળ હું જિનેશ્વર છું એમ કહેતો વિહરવા લાગ્યો. શ્રી મહાવીર સ્વામી વિહાર કરતા વૈશાલી નગરીમાં પધાર્યા ત્યાં પ્રભુના પિતાનો મિત્ર શંખ ગણરાજ મોઢ પરિવાર સાથે આવ્યો. પ્રભુની ભક્તિથી પૂજા કરી. ત્યાંથી પ્રભુ વાણિજ્ય ગામ તરફ ચાલ્યા. વચ્ચે નદી પાર કરવા નાવમાં બેઠા. નાવમાંથી ઊતર્યા પછી તપેલી રેતી પર પ્રભુને ઊભા રાખીને નાવિકે મૂલ્ય માગ્યું. એ વખતે શંખરાજાનો ભાણેજ ચિત્રકુમારે પ્રભુને જોયા. નાવિકનો તિરસ્કાર કરીને ભગવંતને છોડાવ્યા. પ્રભુની ભક્તિ કરીને ચિત્ર પોતાના સ્થાને ગયો. પછી ભગવંત વાણિજ્ય ગામ બહાર પ્રતિમા ધરીને ઊભા રહ્યા. ત્યાં આણંદ નામનો શ્રાવક સદા છઠ્ઠ તપ કરતો હતો. તેને અવધિ જ્ઞાન થવાથી પ્રભુને વાંદવા આવ્યો. આણંદ શ્રાવકે ભાવભરી વંદના કરીને કહ્યું હે ભગવંત, આપે દુરસહ પરીષહો અને દારુણ ઉપસર્ગો સહન કર્યા છે. આપણું શરીર અને મન બને તજ જેવાં છે કે જે આવા પરીષહો અને ઉપસર્ગોથી ભગ્ન થતાં નથી. પ્રભુ, હવે આપને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પણ નજીક છે.” આટલું કહી નમન કરીને આણંદ શ્રાવક પોતાના ઘેર ગયો. પછી કાયોત્સર્ગ કરીને પ્રભુ શ્રાવતી નગરીએ પધાયાં. ત્યાં દશમું ચાતુમતિ પસાર કર્યો. ત્યાંથી શ્રી મહાવીર સ્વામી સાનુયષ્ટિક ગામે આવ્યા. ત્યાં પ્રભુએ એક પુદ્ગલ ઉપર દષ્ટિ સ્થિર કરીને ભદ્રા. મહાભદ્રા, સર્વતોભદ્રા પ્રતિમા અંગીકાર કરી સોળ દિવસના ઉપવાસના પારણે આનંદ ગૃહસ્થને ઘેર ગયા. ત્યાં બહુલા દાસી ટા અન કાઢી પાત્રો Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામી ૨૬૩ ધોતી હતી. બહુલા દાસીએ પ્રભુને પૂછ્યું આ કહ્યું છે ? એટલે પ્રભુએ હાથ પસાર્યો. બહુલાએ ભક્તિથી વહોવરાવ્યું. દેવોએ ત્યાં પાંચ દિવ્ય પ્રગટ કર્યો. ત્યાંથી વિહાર કરીને મલેચ્છોની દઢભૂમિ પર આવ્યા. પેઢાળ ગ્રામની નજીક પોલાસ ચૈત્યમાં અઠ્ઠમ કરી રૂક્ષ દ્રવ્ય પર દષ્ટિ રાખી એક રાત્રી મહા પ્રતિમા થઈને રહ્યા. તે સમયે શકેંદ્ર ઉપયોગ મૂકીને જોતાં પ્રભુને ધ્યાનસ્થ જોઈને સભામાં કહ્યું : “અત્યારે વીર પ્રભુને ધ્યાનમાંથી કોઈ વિચલિત કરી શકે તેમ નથી. આ વાત સાંભળીને સંગમ નામનો અભવ્ય સામાનિક દેવતાએ કહ્યું કે દેવોની આગળ મનુષ્ય કોણ માત્ર છે ? હું ત્યાં જઈને એમને ચલિત કરીશ...' આમ કહીને સંગમ હાથ પછાડતો ઊભો થયો. તે વખતે અહત પ્રભુ પારકી સહાયથી અખંડિત તપ કરે છે તેવું રખે આ દુબુદ્ધિ જાણે નહીં.” એવું ધારીને શક્રઈન્ડે તેની ઉપેક્ષા કરી. સંગમ પાપી દેવ જ્યાં શ્રી વીરપ્રભુ હતા ત્યાં આવ્યો. તેણે આવીને એક રાતમાં વીશ મોટા ઉપસર્ગો કર્યા પણ પ્રભુ ચળ્યા નહિ. તેથી પ્રતિજ્ઞાભ્રષ્ટ થઈ હું પાછો કેમ જાઉં. એમ વિચારીને પાપી દેવ સંગમ છ માસ સુધી પ્રભુ જ્યાં જાય ત્યાં ઉપસર્ગ કરતો રહ્યો. છેવટે તે થાકી ગયો અને અપરાધ ખમાવીને આપ સુખે વિહાર કરો એમ સંગમ દેવ બોલ્યો. ત્યારે શ્રી વિરપ્રભુએ સંગમદેવને કહ્યું : “સંગમદેવ, તું અમારી ચિંતા ન કર. અમે સ્વેચ્છાએ વિહાર કરીએ છીએ.' પછી સંગમદેવ પશ્ચાત્તાપ કરતો સુધમસભામાં આવ્યો ઇન્દ્ર સભામાં જણાવ્યું. આ સંગમ મહાપાપી છે. તેને જોવામાં પણ પાપ છે. તે અહીં રહેશે તો પણ પાપ લાગશે. તેથી દુષ્ટને આ દેવલોકમાંથી કાઢી. મૂક્યો યોગ્ય છે.' આ પ્રમાણે કહીને ઈન્દ્ર તે અધમ દેવ પર ડાબા પગનો પ્રહાર કર્યો. સુભટ્ટોએ ધક્કા માર્યા. તિરસ્કાર પામતો તે અધમદેવ યાનક વિમાનમાં બેસીને બાકી રહેલું એક સાગરોપમનું આયુષ્ય ભોગવવા માટે મેરુગિરિની ગુલિકા ઉપર ગયો. તેની સ્ત્રીઓએ વિજ્ઞપ્તિ કરવાથી Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ચોવીશ તીર્થકર ઇન્દ્ર આજ્ઞા આપી. સંગમની સ્ત્રીઓ પતિની પાછળ ગઈ. આ તરફ શ્રી વીપ્રભુ બીજે દિવસે ગોકુળ ગામમાં ગોચરી માટે નીકળ્યા. ત્યાં વૃદ્ધ વત્સપાલિકાએ ભક્તિભાવથી ગોચરી વહોરાવી. ચિરકાળે પ્રભુનું પારણું થવાથી હાઈ પામી સમીપ રહેલા દેવતાઓએ ત્યાં પંચદિવ્ય પ્રગટ કર્યા શ્રી વીર પ્રભુ આલંભિકા નગરીમાં આવ્યા. ત્યાં હરિનામના વિઘુકુમારના ઈન્દ્ર પ્રભુ પાસે આવી પ્રદક્ષિણા કરીને નમન કર્યા પછી કહ્યું : “હે સ્વામી, આપે જે ઉપસર્ગો સહન કર્યા તે સાંભળવાથી પણ અમારા જેવાનાં લ્કય વિદિણ થઈ જાય છે. હવે માત્ર થોડા ઉપસર્ગ સહ્યા પછી આપ ચાર ઘાતિકનો નાશ કરશો અને થોડા જ કાળમાં કેવળજ્ઞાન ઉપાર્જન કરશો.' આટલું કહીને હરિસહ નામના વિદ્યુકુમારે ઈન્દ્ર પ્રભુને નમન કરીને પોતાના સ્થાનકે ગયો. ત્યાંથી વિહાર કરીને શ્રી વીર પ્રભુ શ્રાવસ્તી નગરીમાં પધાર્યા ત્યાં પ્રતિમા ધરીને રહ્યાં. નગરજનો પ્રભુને છોડીને કાર્તિક સ્વામીની પ્રતિમાને સ્નાન, અર્ચન તથા પૂજા કરવા માટે જવા લાગ્યા. ઈન્દ્ર ઉપયોગ મૂકી લોકોને પ્રભુનું ઉલ્લંઘન કરીને કાર્તિકની પૂજા કરતાં જોઈને, ત્યાં આવીને કાર્તિકની પ્રતિમામાં પ્રવેશ કરી જ્યાં પ્રભુ હતા ત્યાં પ્રતિમા પોતાની મેળે ચાલવા લાગી. પ્રભુને પ્રદક્ષિણા આપી પ્રણામ કર્યા. તે જોઈને લોકોને થયું કે આ પ્રભુ આપણા ઇષ્ટદેવના પણ પૂજ્ય છે એ જાણીને પ્રભુનો મહિમા કરવા લાગ્યા. શ્રી વીરપ્રભુ ત્યાંથી વિહાર કરીને કૌશાંબી નગરીએ આવ્યા. પ્રતિમા ધરી રહેલા પ્રભુને સૂર્યચંદ્ર મૂળ વિમાન સાથે આવી સુખશાતા પૂછીને વંદના કરી. ત્યાંથી વારાણસી થઈને પ્રભુ મિથિલાનગરીમાં આવ્યા. ત્યાં જનક રાજા અને ધરણેન્દ્ર આવીને પૂજા કરી. વિશાલા નગરીમાં પ્રભુએ અગિયારમું ચોમાસું કર્યું ત્યાં સમર નામના ઉદ્યાનમાં બળદેવના મંદિરમાં પ્રભુ ચોમાસી તપ કરી પ્રતિમાએ રહ્યા હતા. ત્યાં ભૂતાનંદ નામના નાગકુમારના ઇન્દ્ર આવીને પ્રભુને વંદના કરી. પ્રભુને કેવળજ્ઞાન Page #274 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામી નજીકમાં થવાનું છે તેમ જણાવીને તે સ્વસ્થાને ગયો. વિશાલાનગરીમાં જિનદત્ત નામનો એક પરમ શ્રાવક રહેતો હતો. વૈભવના ક્ષયથી લોકો એને જીર્ણશ્રેષ્ઠી'ના નામથી ઓળખતા હતા. જિનદત્ત શ્રેષ્ઠીએ બળદેવના મંદિરમાં પ્રભુને પ્રતિમાએ રહેલા જોયા. પ્રભુને ચોવીશમા તીર્થંકર જાણીને ભાવભરી વંદના કરી. પારણાની વિનંતી કરીને ઘેર આવ્યા. બીજે દિવસે પ્રતીક્ષા કરી કરીને જિનદત્ત પ્રભુ પાસે વિનંતી કરવા ગયા. પ્રભુ મારે ત્યાં પારણું કરશે એ આશાએ ચાર મહિના સુધી રોજ આવીને પ્રભુની સેવાભક્તિપૂર્વક વિનંતી કરીને જતા હતા. છેલ્લે દિવસે બધી તૈયારી કરી, પ્રભુના આવવાની રાહ જોતા જિનદત્ત શ્રેષ્ઠી દરવાજા પાસે ઊભા હતા. તેવામાં પ્રભુ નવીન શેઠના ઘેર પધાર્યા. શેઠે દાસીને આજ્ઞા કરવાથી અડદના બાકુળા વહોરાવ્યા. ત્યાં વસુધારા વગેરે પંચદિવ્ય પ્રગટ થયા. આ સમય જિનદત્ત શ્રેષ્ઠી તો પ્રભુના આગમન સંબંધી વિચાર કરતા તેમજ ઊભો હતો તેવામાં દેવતાઓનાં દદુભિનો ધ્વનિ સાંભળીને જિનદત્ત વિચારવા લાગ્યો કે “અહો...મારા જેવા મંદભાગ્યવાળાને ધિક્કાર છે. મારો મનોરથ વૃથા થયા...' ત્યાં પારણું કર્યા પછી પ્રભુએ અન્યત્ર વિહાર કર્યો. તે ઉદ્યાનમાં શ્રી પાર્શ્વનાથ ભગવંતના એક કેવળી શિષ્ય પધાર્યા. એટલે રાજાએ તથા લોકોએ તેમની પાસે આવીને પૂછ્યું.' ભગવન, આ નગરીમાં મોટા પુણ્યના સમૂહને ઉપાર્જન કરનાર કોણ છે ?* કેવળી ભગવંતે કહ્યું : “જિનદત્ત શ્રેષ્ઠી અધિક પુણ્યવાન છે.' લોકોએ કહ્યું : “પ્રભુને પારણું તો નવીન શ્રેષ્ઠીએ કરાવ્યું હતું અને પંચદિવ્ય પણ ત્યાં પ્રગટ થયા છે. તો તે મહાપુણ્યવાન કેમ નહિ ?* ત્યારે કેવળીએ કહ્યું : જિનદત્તશ્રેષ્ઠીએ ભાવથી પારણું કરાવ્યું છે. તેવા ભાવથી તે મૃત્યુ પામીને અચ્યુત દેવલોકે ઉત્પન્ન થયા છે. જો દુંદુભિનો નાદ સાંભળ્યો ન હોત તો કેવળજ્ઞાન પામી આજ ભવે મોક્ષના અધિકારી બનત. નવીન શ્રેષ્ઠીએ દ્રવ્યથી પારણું કરાવ્યું તેનું ફળ ફક્ત પંચદિવ્ય પ્રગટ થયા તેટલું જ છે.’ ૨૬૫ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ચોવીશ તીર્થંકર જુદી જુદી જગ્યાએ વિહાર કરતાં શ્રી મહાવીર સ્વામી એકવાર સુસુમારપુરના અશોકખંડ ઉદ્યાનમાં અશોક વૃક્ષ નીચે અઠ્ઠમ તપ કરીને એક રાત્રીની પ્રતિમા ધારણ કરી. ત્યારે ત્યાં ચમરેન્દ્ર આવ્યો. ત્રણ પ્રદક્ષિણા કરીને નમન કરતાં બોલ્યો : “પ્રભુ, હું આપના પ્રભાવથી મારા મસ્તક ઉપર રહેલા શક્રઇન્દ્રને જીતી લઈશ' આમ કહીને તે સૌધર્મ સભામાં આવ્યો. અમરેન્દ્ર શક્રઇન્દ્ર પર વિજય મેળવવા પ્રયત્ન કર્યો પણ અંતે શક્રઈન્દ્રના પ્રભાવથી એને પીછેહઠ કરવી પડી અને પ્રભુના શરણમાં આવ્યો. શ્રી મહાવીર સ્વામી અનુક્રમે વિહાર કરતા ભોગપુર નામના નગરમાં આવ્યા ત્યાં માહેન્દ્ર નામનો ક્ષત્રિય પ્રભુને જોઈને એક ખજૂરીની યષ્ટિ લઈને પ્રહાર કરવા દોડ્યો તે વખતે આવેલા સનકુમારેઝે તેને અટકાવ્યો. ત્યાંથી પ્રભુ નંદીગ્રામ થઈને મેઢક ગામે આવ્યા. ત્યાં એક ગોવાળ વાળની દોરી લઈ પ્રભુને મારવા દોડ્યો. ઇન્દ્ર આવીને ગોપને વાર્યો. ત્યાંથી શ્રી વીર ભગવંત કૌશાંબી નગરે આવ્યા. પોષ વદી એકમના દિવસે શ્રી મહાવીર સ્વામીએ અભિગ્રહ કર્યો કે કોઈ સુંદર, સુશીલ રાજકુમારી દાસીપણાને પામેલી હોય, પગમાં બેડી અને માથું મુંડેલ, ભૂખી, રૂદન કરતી. એક ઉમરા પર અને બીજો પગ બહાર રાખી બેઠી હોય. સર્વ ભિક્ષુકો તેના ઘેર આવીને ગયા હોય તેવી સ્ત્રી સૂપડાને એક ખૂણે રાખીને અડદના બાકુળા જે મને વહોરાવે તો પારણું કરીશ. આ અભિગ્રહ ધારણ કરીને શ્રી મહાવીર સ્વામી નિત્ય ગોચરી અર્થે ભ્રમણ કરતા હતા. ચાર માસ સુધી તેમને ભિક્ષા મળી નહિ. એક વખત પ્રભુ સુગુપ્ત મંત્રીને ઘેર ભિક્ષા માટે ગયા. ત્યાં તેની સ્ત્રી નંદાએ પ્રભુને દૂરથી આવતા જોયા. નંદા આનંદ પામી. નંદાએ પ્રભુને કહ્યું તેવા ભોજન પદાથ ધર્યા પરંતુ પ્રભુ અભિગ્રહને વશ થઈને તેમાંથી કંઈ પણ લીધા વગર ચાલ્યા ગયા. નંદાને થયું કે પ્રભુ પ્રાસુક અન્ન લેતા નથી. હવે પ્રભુનો અભિગ્રહ જાણી લેવો જોઈએ. નંદા શોકાતુર બનીને બેસી રહી. ત્યાં મંત્રી સુગુપ્ત આવ્યો અને કહ્યું : “મને Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામી ૨૬૭ ખેદ થાય છે કે પ્રભુ અભિગ્રહધારી હોવાથી આપણા ત્યાંથી પાછા ગયા. તેમનો અભિગ્રહ ન જાણી શકો તો તમારી બુદ્ધિને વૃથા છે. આ વાત નંદાની દાસી સાંભળી ગઈ. એ દાસીએ મૃગાવતી રાણી પાસે જઈને કરી. રાણી મૃગાવતીએ રાજા શતાનિકે ખેદપૂર્વક અભિગ્રહ જાણીને પારણું કરવાની વાત કરી. રાજા શતાનિકે તરત જ મંત્રીને બોલાવીને જિનેશ્વરોના જે જે અભિગ્રહો હોય તે મેળવવા ઉપાધ્યાયોને બોલાવીને પૂછતાં તેઓએ જણાવ્યું કે વિશિષ્ટ જ્ઞાની સિવાય તે જાણી શકાય તેમ નથી. તેથી રાજ્યમાં સર્વ સ્થળે ઢંઢેરો પિટાવવામાં આવ્યો કે વીર પ્રભુને અનેક પ્રકારે ભિક્ષા આપવા તૈયારી રાખવી. એ પ્રમાણે કરવા છતાં પ્રભુનો. અભિગ્રહ પૂરો થયો નહિ. તે અરસામાં શતાનિક રાજાએ ચંપાનગરીને ઘેરી લીધી. દધિવાહન રાજા તેનાથી ભય પામીને નાસી ગયો. એટલે ચંપાનગરી લૂંટાઈ. એક ઊંટવાળો અંતઃપુરમાંથી ધારિણી રાણી તથા તેની પુત્રી વસુમતિને લઈને ચાલ્યો. રસ્તામાં તેણે કહ્યું : “આ સ્ત્રીને હું મારી પત્ની બનાવીશ અને છોકરીને વેચી દઈશ. આ સાંભળીને ધારિણી રાણી મૃત્યુ પામ્યાં. એટલે વસુમતીને મીઠાં વચનો સંભળાવીને કૌશાંબી લાવીને બજારમાં વેચવા મૂકી. દયાળુ અને ધર્મિષ્ઠ ધનાવહ શેઠે વસુમતીને બજારમાંથી ખરીદી લીધી. શેઠે તેનું નામઠામ પૂછ્યું ત્યારે વસુમતીએ પોતાના કુળની મહત્તાથી કંઈ જવાબ આપ્યો નહિ. શેઠે ચંદના નામ આપીને મૂળા નામની પોતાની સ્ત્રીને સોંપી અને દીકરીની જેમ રાખવા જણાવ્યું. એક વાર ધનાવહ શેઠ પેઢીએથી ઘેર આવ્યા ત્યારે ચરણ ધોનાર કોઈ સેવક હાજર નહોતો. તત્કાળ ચંદના ત્યાં આવી અને ધનાવહ શેઠના ચરણ ધોવા લાગી. તે વખતે તેનો અતિ દીર્ઘ કેશ પાશ છૂટો થઈને ભૂમિ પર પડ્યો. તે કાદવથી મલીન ન થાય તે માટે ધનાવહ શેઠે હસ્તથી તેને ઊંચો કયો. ગોખ ઉપર રહેલી મૂળા શેઠાણીએ તે જોયું એટલે તેને વિચાર આવ્યો કે વખત જતાં શેઠ તેને પત્ની બનાવશે. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ચોવીશ તીર્થંકર ધનાવહ શેઠ થોડી વાર રહીને બહાર ગયા કે તરત જ મૂળા શેઠાણીએ એક નાયિતને બોલાવીને ચંદનાનું મસ્તક મુંડાવી નાખ્યું. પગમાં બેડીઓ પહેરાવી તેને મારીને ઓરડામાં પૂરી દીધી. પછી મૂળા શેઠાણી તેના પિયર જતી રહી. શેઠે ચંદના ક્યાં ગઈ તેમ પૂછતાં શેઠાણીના ભયથી કોઈએ સાચો ઉત્તર આપ્યો નહિ. ચોથે દિવસે એક વૃદ્ધ દાસીએ શેઠને બધી વાત કરી. પછી ધનાવહ શેઠે ચંદનાને બહાર કાઢી. ઘરમાં ભોજનની સામગ્રી તૈયાર ન હોવાથી સુપડામાં બાંકુળા અડદના હતા તે આપી લુહારને બેડી તોડવા માટે બોલાવવા ગયા. તે વખતે ચંદના એક પગ ઉંમરમાં અને બીજો પગ બહાર રાખી કોઈ અતિથિ આવે તો વહોરાવી પછી જમું એમ વિચારતી બેઠી હતી. તેવામાં શ્રી મહાવીર સ્વામી ગોચરી અર્થે ફરતાં ફરતાં ત્યાં આવ્યા. એટલે બહાર જવા અશક્ત અશ્રુથી આદ્ર હૃદયવાળી ભક્તિથી ભગવંત સામે જોઈને ચંદના બોલીઃ “પ્રભુ આ ભોજન આપના માટે અનુચિત છે. આપ પરોપકારમાં તત્પર છો. તેથી તે ગ્રહણ કરીને મારા પર અનુગ્રહ કરો.' દ્રવ્યાદિ ચારે પ્રકારથી શુદ્ધ રીતે અભિગ્રહ પૂર્ણ થયેલો જાણીને કર પસાય. ચંદનાએ ભાવથી વહોરાવ્યું. ત્યાં વસુધારાદિ પંચ દિવ્ય પ્રગટ થયા. બેડીઓ તૂટી ગઈ. અને સુવર્ણના નુપૂર થઈ ગયા. માથે સુશોભિત કેશપાશ થઈ ગયો. દેવોએ ચંદનાને વસ્ત્રાલંકારથી શોભાવી. ઇંદુભીના નાદથી રાજપરિવાર, મંત્રી વર્ગ ત્યાં આવી પહોંચ્યો. પ્રભુનો અભિગ્રહ પૂરો થયો જાણી શક્રઈન્દ્ર પણ ત્યાં આવ્યો. દધિવાહન રાજાનો સંપુલ નામનો એક કંચુકી જેને શતાનિક રાજા ચંપાનગરીથી પકડીને લાવેલા તે પણ ત્યાં આવ્યો હતો. એણે ચંદનાને ઓળખી, એણે કહ્યું કે આ દધિવાહન રાજાની ધારિણી રાણીની પુત્રી વસુમતી છે. મૃગાવતી બોલી : “ધારિણી, મારી બહેન હોવાથી આ મારી Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામી ૨૬૯ પુત્રી તુલ્ય છે.' પાંચ માસ અને પચ્ચીશ દિવસે પ્રભુનો અભિગ્રહ પૂરો થવાથી પારણું કરીને પ્રભુ ગયા પછી શતાનિક રાજાએ લોભવશ થઈને વસુધારાનું દ્રવ્ય લેવા માંડ્યું ત્યારે શક્રઇન્દ્ર કહ્યું કે આ દ્રવ્ય ચંદનાનું છે. તે જેને આપે તે લઈ શકે. ચંદનાને પૂછતાં મારું પાલન કરનાર ધનાવહ શેઠ આ દ્રવ્ય રાખે તેમ જણાવ્યું. પછી ધનાવહ શેઠે તે વસુધારાનું દ્રવ્ય ગ્રહણ કર્યું. ઇન્દ્ર શતાનિક રાજાને કહ્યું : “રાજન, આ બાળા ચરમદેહી છે. ભોગતૃષ્ણાથી વિમુખ છે. તેથી જ્યારે વીરપ્રભુને કેવળજ્ઞાન થશે ત્યારે તે તેમની પ્રથમ શિષ્યા થશે. માટે ત્યાં સુધી તમારે આ બાળાનું રક્ષણ કરવું... ઈન્દ્ર આટલું કહીને તેના સ્થાને ગયો. રાજારાણી ચંદનાને લઈને રાજભવનમાં આવ્યાં. મૂળા શેઠાણીને ધનાવહ શેઠે કાઢી મૂકી. ને દુષ્યનથી મૃત્યુ પામીને નરકે ગઈ. શ્રી વીર પ્રભુ ત્યાંથી વિહાર કરીને સુમંગળ ગામે આવ્યા. ત્યાંથી પાલક થઈને ચંપાનગરીમાં આવ્યા. સ્વાદિદત નામના બ્રાહ્મણની અગ્નિહોત્રની શાળામાં તપ કરીને બારમું ચાતુમસ રહ્યાં. ત્યાં પૂર્ણભદ્ર અને માણિભદ્ર નામના બે યક્ષો દરરોજ રાત્રે . પ્રભુની પૂજા કરતા હતા તે જોઈને સ્વાદિતે જીવ સંબંધી પ્રશ્નો પૂછડ્યા. પ્રભુએ તેને ભવ્ય જાણીને પ્રતિબોધ કર્યો. શ્રી વીરપ્રભુ ત્યાંથી જંત્મક ગામે થઈને મેઢક ગામે આવ્યા. ત્યાંથી પગમાનિ ગામની બહાર શ્રી વિર પ્રભુ કાઉગ્ન ધ્યાને ઊભા રહ્યા. આ સમયે વાસુદેવના ભવમાં શય્યાપાલકના કાનમાં તપાવેલું શીશું રેડીને ઉપાર્જન કરેલું કં” પ્રભુને ઉદયમાં આવ્યું. ને શવ્યાપાલકનો જીવ મૃત્યુ પામીને ભવોભવ ભમીને ગોવાળ થયેલો. એણે પ્રભુ પાસે બળદો મૂકીને ગાયો દોહવા ગયો. બળદો સ્વેચ્છાએ ચરતા ચરતા દૂર અટવીમાં ગયા. ગોવાળે ત્યાં આવીને બળદોને જોયા નહિ તેથી પ્રભુને પૂછવા લાગ્યો. પરંતુ પ્રભુ તો કાઉસગ્ગ દશામાં ધ્યાનમગ્ન હતા. આથી Page #279 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર ગોવાળ ક્રોધિત થઈ ગયો. અને પ્રભુના બન્ને કાનમાં કાશડાની શળીઓ નાંખી. પછી તે શળીઓને તાડન કરવાથી તે શળીઓ પરસ્પર એવી રીતે મળી ગઈ કે જાણે તે અખંડ એક જ શળી હોય તેમ દેખાવા લાગી. ગોવાળ ચાલ્યો ગયો. ૨૦૦ આ તરફ પ્રભુએ સમભાવે તે વેદના સહન કરીને મધ્યમ અપાપા નગરીમાં પારણા અર્થે સિદ્ધાર્થ વણિકને ત્યાં ગયા. તેણે પ્રભુને ભક્તિથી પ્રતિલાભિત ફર્યાં. ત્યાં સિદ્ધાર્થનો ખરક નામનો વૈદ્યમિત્ર આવેલો હતો. એણે પ્રભુના દેહનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું તો પ્રભુના કર્ણમાં ખીલા જોયા. વૈધે તે ખીલા સિદ્ધાર્થને બતાવ્યા. સિદ્ધાર્થે કહ્યું : ‘કોઈ મહાપાપીએ આવું અકાર્ય કર્યું હોવું જોઈએ. મિત્ર, હવે તે કાઢવાનો ઉપાય શોધો...' વૈઘે કહ્યું : પ્રભુ શરીરની દરકાર કરતા નથી તો ચિકિત્સા કેમ થાય’ પ્રભુ બહાર ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. સિદ્ધાર્થ તથા ખરક વૈઘ ખીલા કાઢવા માટેની સામગ્રી લઈને પ્રભુ પાસે આવીને તેલની કુંડીમાં બેસાડીને તેમના શરીરને તેલનું અત્યંગન કર્યું. બળવાન ચંપી કરનારા માણસો પાસે મર્દન કરાવ્યું. પ્રભુના શરીરના તમામ સાંધા શિથિલ કરી નાખ્યાં. પછી બે સાણસી લઈ પ્રભુના બન્ને કાનમાંથી બન્ને ખીલા એકી સાથે ખેંચ્યા. તે ખેંચતા પ્રભુએ ભયંકર ચીસ પાડી, સંરોહિણી ઔષધિથી પ્રભુના કાનને રૂઝવી, ખમાવી, વંદન કરીને સિદ્ધાર્થ તથા ખરક વૈદ્ય પોતાના ઘેર ગયા. તેઓએ પ્રભુને વેદના કરવા છતાં પણ શુભાશયથી દેવનો બંધ કર્યો. જ્યારે ગોવાળ મૃત્યુ પામીને સાતમી નરકે ગયો. પ્રભુના નાદથી તે ઉદ્યાન મહાભૈરવના નામથી પ્રખ્યાત થયું. ત્યાં લોકોએ એક દેવાલય કરાવ્યું, પ્રભુને ઉપસર્ગોનો પ્રારંભ તથા પૂર્ણતા બન્ને ગોવાળોથી થયા. પ્રભુને તપસ્યામાં એક છમાસિક, નવ ચતુર્માસક્ષપણ, છદ્રિ માસિક, બાર માસિક, બોંતેર અર્ધમાસિક, એક ષણ્માસિક, બે Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામી ૨૭૧ ત્રિમાસિક, બે દોઢમાસિક, બે અઢીમાસિક, ત્રણ ભદ્રાદિક (ભદ્ર મહાભદ્ર, સર્વતોભદ્ર-બે, ચાર ને દશ દિવસની) પ્રતિમાઓ, કૌશાંબી નગરીમાં છ માસમાં પાંચ દિવસ ઓછા સુધી અભિગ્રહ ધારણ. (ઉપવાસ) બાર અષ્ટભક્ત, છેલ્લી રાત્રે કાયોત્સર્ગ યુક્ત એક રાત્રીની બાર પ્રતિમાઓ અને બસો ઓગણત્રીશ છઠ્ઠ-એટલી થઈ. અને ત્રણસો ને ઓગણપચાસ પારણાં થયાં. આ પ્રમાણે વ્રત લીધું. તે દિવસથી. માંડીને સાડાબાર વર્ષ અને એક પખવાડિયામાં તપસ્યાઓ થઈ. એમણે. એક ઉપવાસ કરેલ નથી. એવી રીતે જળરહિત સર્વ તપસ્યા કરતા. ઉપસર્ગો પર વિજય મેળવતા અને છદ્મસ્થપણે વિચરતા શ્રી વીરપ્રભુ ઋજુવાલિકા નામની મોટી નદીવાળા જંભક નામના ગામ પાસે આવ્યા. ત્યાં નદીના તટ ઉપર શામક નામના કોઈ ગૃહસ્થનું ક્ષેત્ર હતું ત્યાં શાલવૃક્ષની નીચે છઠ્ઠ તપ કરી ઉત્કૃષ્ટ આસને આતપના લેતાં વૈશાખ સુદ દશમીના દિવસે ચંદ્ર હસ્તોત્તરા નક્ષત્રમાં આવતા દિવસના ચોથા પ્રહરે કેવળજ્ઞાન પામ્યા. દેવોએ સમોવસરણ રચ્યું. પ્રભુએ દેશના આપી. પણ કોઈ વ્રત ગ્રહણ યોગ્ય જીવન ન હોવાથી પ્રભુ વિહાર કરીને અપાપાનગરીએ મહાસેન વનમાં આવ્યા. ત્યાં પ્રભુએ સમવસરણમાં બેસીને દેશના આપી. ઈન્ડે આવીને સ્તુતિ કરી. તે વખતે અપાપાનગરીમાં સોમિલ બ્રાહ્મણે યજ્ઞ કરવા અગિયાર દ્વિજોને બોલાવ્યા હતા. તેમાં ઇન્દ્રભૂતિ ગૌતમ મુખ્ય હતા. દેવોને સમોવસરણમાં જતા જોઈને ઇન્દ્રભૂતિને થયું કે હું સર્વજ્ઞ છતાં મારાથી ચઢિયાતો બીજે કોણ સર્વજ્ઞ છે કે મને છોડીને દેવો ત્યાં જાય છે. હું ત્યાં જઈને તેનો ગર્વ ઉતારું. એમ વિચારીને પોતાના પાંચસો શિષ્યો સાથે ત્યાં ગયા. પ્રભુએ તેને ગૌતમ કહીને મધુર વાણી બોલાવી તેના મનનો સંદેહ દૂર કયો તેથી તેણે પાંચસો શિષ્યો સાથે દીક્ષા લીધી. દેવોએ ઉપકરણો લાવી આપ્યા. તે જાણી તેના બે ભાઈ અગ્નિભૂતિ અને વાયુભૂતિ પાંચસો, પાંચસો શિષ્યોના પરિવાર સાથે ત્યાં આવ્યા. પ્રભુએ તેમનો સંદેહ દૂર કર્યો. તેથી બધાંએ પ્રવજ્યા Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ચોવીશ તીર્થકર અંગીકાર કરી. વ્યક્તિ અને સુધમાં પણ પાંચસો. પાંચસો શિષ્યોના પરિવાર સાથે આવ્યા તેમના પણ સંદેહ દૂર થતાં તેઓએ પણ દીક્ષા લીધી. મંડિક અને મૌર્યપુત્ર સાડા ત્રણસોના પરિવાર સાથે આવ્યો. એમનો સંદેહ દૂર થતાં દીક્ષા અંગીકાર કરી અકપિત, અચળભ્રાતા. મેતાર્યને પ્રભાસે ત્રણસો ત્રણસોના પરિવાર અનુક્રમે આવી સંદેહ દૂર થતાં દીક્ષા અંગીકાર કરી. શ્રી વીરપ્રભુને કુલ અગિયાર ગણધરોને ચુંમાલીસ શિષ્યો હતા. તે વખતે ચંદનાએ દેવોને જતાઆવતાં જોવાથી પ્રભુને કેવળજ્ઞાન થયું જાણીને વ્રત લેવાની ઈચ્છા થતાં નજીકમાં રહેતા કોઈ દેવે તેને ઉપાડીને પ્રભુ પાસે મૂકી દીધી. ચંદનાની સાથે બીજી પણ સ્ત્રીઓ દીક્ષા અંગીકાર કરવા માટે તૈયાર થઈ. પ્રભુએ ચંદનાને અગ્ર રાખીને સર્વેને દીક્ષા આપી. શ્રી વીરપ્રભુએ હજારો-શ્રાવક શ્રાવિકાઓને અણુવ્રત આપ્યાં. એ રીતે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. પછી પ્રભુએ ઇન્દ્રભૂતિ વગેરે અગિયાર ગણધરોને ત્રિપદી કહી સંભળાવી. તેઓએ બાર અંગ ચૌદ પૂર્વની રચના કરી. છેલ્લા ચાર ગણધરોમાં બબ્બેની વાચના સરખી હોવાથી નવ ગણ થયા. ઇન્દ્ર તત્કાળ સુગંધી રત્ન ચૂર્ણથી પૂર્ણ પાત્ર લઈને પ્રભુ પાસે ઊભા રહ્યા. એટલે ઇન્દ્રભૂતિ વગેરે ગણધરો પણ પ્રભુની અનુજ્ઞા લેવા મસ્તક નમાવીને ઊભા રહ્યા. શ્રી વીરપ્રભુએ તેમના મસ્તક ઉપર ચૂર્ણ નાખતાં કહ્યું : દ્રવ્યગુણ અને પર્યાયથી તમને તીર્થની અનુજ્ઞા છે. ત્યારે દેવોએ પ્રસન્ન થઈને ચૂર્ણ તથા પુષ્પોની વૃષ્ટિ અગિયાર ગણધરો પર કરી. આ ચિરંજીવી થઈને ધર્મનો ચિરકાળ સુધી ઉદ્યોત કરશે એમ કહીને પ્રભુએ સુધમાં ગણધરને સર્વ મુનિઓમાં મુખ્ય કરીને ગણની અનુજ્ઞા આપી અને સાધ્વીઓમાં ચંદનાને પ્રવર્તિની પદે સ્થાપિત કરી. પ્રથમ પૌરિષી પૂર્ણ થતાં શ્રી મહાવીર સ્વામીએ દેશના સમાપ્ત કરી. એટલે રાજાએ તૈયાર કરાવેલ બળી પૂર્વ દ્વારથી સેવક પુરુષો લાવ્યા. તે બળી આકાશમાં ઉડાડતાં તેમાંથી અડધી બળી આકાશમાંથી Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામી ૨૭૩ જ દેવતાઓ લઈ ગયા અને અર્ધભાગ ભૂમિ પર પડ્યો. તેમાંથી અડધો ભાગ રાજા અને બાકીનો ભાગ બીજા લોકો લઈ ગયા. ત્યારપછી પ્રભુ સિંહાસન પરથી ઊઠીને દેવજીંદામાં જઈને બેઠા. એટલે ગૌતમ ગણધરે પ્રભુના ચરણપીઠ ઉપર બેસીને દેશના આપી. શ્રી વીરપ્રભુ કેટલાક દિવસ રહીને લોકોને પ્રતિબોધ કરી ત્યાંથી અન્યત્ર પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. શ્રી વીર ભગવંત પાસે શ્રેણિક રાજાએ સમકિત વ્રત લીધું. અભયકુમારે શ્રાવકધર્મ સ્વીકાર્યો. અને મેઘકુમારે દીક્ષા લીધી. આર્દ્રકુમાર, ઋષભદત્ત, દેવાનંદા, જમાલી તથા પ્રિયદર્શનાએ પ્રવજ્યા અંગીકાર કરીને ભવસાગર પાર કરવા મક્કમ બન્યા. પ્રભુના દશ ઉપાસકો હતા. મૃગાવતી રાણીએ દીક્ષા લીધી અને મૃગાવતી તથા ચંદનબાળાને કેવળજ્ઞાન થયું જ્યારે ગોશાળે પ્રભુ પર તેજોલેશ્યા મૂકી હતી. તે તેજોલેશ્યા અસમર્થ બનીને પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપીને ગોશાળના શરીરમાં જ પેઠી. ત્યારે પ્રભુએ ગોશાળને કહ્યું : “તું આજથી સાતમે દિવસે તેજલેશ્યાથી થયેલ પિત્તજ્વરથી મૃત્યુ પામીશ.” અને એમ જ થયું. ગોશાળના ઉપાસકોએ મોટી સમૃદ્ધિથી તેનો અગ્નિસંસ્કાર કર્યો. ત્યાં ગૌતમ સ્વામીએ ગોશાળની ગતિ વિષે પ્રભુને પૂછ્યું ત્યારે શ્રી મહાવીર સ્વામીએ કહ્યું “તે અશ્રુત દેવલોકમાંથી અવીને શતદ્ધાર નગરનો રાજા મહાપા થશે. ત્યાં પ્રથમના સંસ્કાર નિષ્કારણ મુનિનો વૈરી બનીને સુમંગળ નામના મુનિને ઉપસર્ગ કરતા. તેમણે મૂકેલી તેજોવેશ્યાથી બળીને સાતમી નરકે જશે. ઘણો કાળ ભમીને દઢપ્રતિજ્ઞ કેવળી થઈને મોક્ષે જશે. શાલ મહાશાલ તથા પંદરસો ત્રણ તાપસોએ પ્રભુ પાસે દીક્ષા લીધી અને સમય જતાં અનુક્રમે કેવળજ્ઞાન પામ્યા. ધના શાલિભદ્ર દીક્ષા લઈને આત્મકલ્યાણના માર્ગે ગયા. શ્રેણિક રાજાના મહામંત્રી અભયકુમારે પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી. એ સિવાય અનેક રાજાઓએ તથા શ્રાવકોએ દીક્ષા ચો. તી. ૧૮ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ચોવીશ તીર્થંકર ગ્રહણ કરીને આત્મકલ્યાણના પંથને અજવાળવા પ્રયત્નો કરવા લાગ્યા. કેવળજ્ઞાનની ઉત્પત્તિથી માંડીને વિહાર કરતાં ચરમ તીર્થંકર શ્રી વિપ્રભુજીને ચૌદ હજાર મુનિઓ, છત્રીસ હજાર શાંત હૃદયવાળી સાધ્વીઓ, ત્રણસો ચૌદ પૂર્વધારી શ્રમણો, તેરસો અવધિજ્ઞાની. સાતસો વૈક્રિય લબ્ધિવાળ, તેટલાં જ કેવળી અને તેટલાં જ અનુત્તર વિમાને જનારા. પાંચસો મન:પર્યવજ્ઞાની. ચૌદસો વાદી, એક લાખ ને ઓગણસાઠ હજાર શ્રાવકો તથા ત્રણ લાખ ને અઢાર હજાર શ્રાવિકાઓ એટલો પરિવાર થયો. ગૌતમ અને સુધમાં ગણધર સિવાય બીજા નવ ગણધરો મોક્ષે ગયા પછી સુર, અસુર અને નરેશ્વરોએ જેમના ચરણકમળ સેવેલા છે એવા શ્રી વીર ભગવંત એકવાર અપાપાનગરીએ આવ્યા. એમણે છેલ્લી દેશના. અહીં આપી. ગૌત્તમ સ્વામીના પૂછવાથી શ્રી વીર ભગવંતે પાંચમા તથા છઠ્ઠા આરાના ભાવો નીચે મુજબ કહી બતાવ્યા. શ્રી વીર ભગવતે ગૌતમ સ્વામીને કહ્યું: “અમારા નિવણ પછી ત્રણ વર્ષ ને સાડા આઠ માસે પાંચમો આરો બેસશે. ઓગણીશો ચૌદ વર્ષે પાટલિપુત્રમાં ખેચ્છકુળમાં કલ્કિરૂદ્રને ચતુર્મુખ એવા ત્રણ નામથી , વિખ્યાત રાજા થશે. તે સમયે એક મંદિર અકસ્માતે પડી જશે. તે અઢાર વર્ષનો થશે ત્યાં સુધી મહામારી પ્રવર્તશે. પછી તે રાજા થઈ નગરમાં ફરતાં ફરતાં પાંચ સ્તૂપ જોઈને તેને ખોદાવી નંદરાજાએ દાટેલું ધન લઈ લેશે. દ્રવ્યોનો અર્થ થઈને આખું શહેર ખોદાવશે. તેમાંથી વણદેવી નામે એક શિલામયી ગાય નીકળશે. અને તે ઉપદ્રવ કરશે જેથી કેટલાક મહર્ષિઓ નગરી છોડીને જતા રહેશે. કેટલાક લાલચુ ત્યાં રહેશે. કલ્કિરૂદ્ર સાધુઓ પાસે કર માગશે. મુનિઓ તેને સમજાવશે. તે નહિ સમજે ત્યારે નગરદેવતા તેને ઠપકારશે. એટલે સાધુઓની ક્ષમા માગશે. ત્યારપછી જળપ્રલયથી તે નગર ડૂબી જશે. તેમાં થોડા માણસો બચી જશે. કલ્કિરૂદ્ર ક્યાસી વર્ષનું આયુ ભોગવી નરકે જશે. તેના પુત્ર Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામી દત્તને શિક્ષા આપીને રાજ્ય પર બેસાડીને ઇન્દ્ર પોતાના સ્થાને જશે. દત્ત પૃથ્વીને અરિહંતના ચૈત્યથી વિભૂષિત કરશે. પાંચમા આરામાં લોકો મર્યાદારહિત ધર્મહીન બનશે. ત્યારે છઠ્ઠા આરામાં તેથી અધિક હાની થશે. આ ભારતક્ષેત્રમાં દુઃષમકાળમાં છેલ્લા દુઃપ્રસહ નામના આચાર્ય, ફલ્ગુશ્રી નામે સાધ્વી, નાગિલ નામે શ્રાવક, સત્યશ્રી નામે શ્રાવિકા, વિમલવાહન નામે રાજા અને સંમુખ નામે મંત્રી થશે. બે હાથ પ્રમાણ શરીર રહેશે. વીશ વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય થશે. અને દુઃપ્રસહાદિ ચારેથી ઉત્કૃષ્ટ છઠ્ઠનો તપ બની શકશે. દશવૈકાલિક વેત્તા તે ચૌદ પૂર્વધારી જેવા ગણાશે. અને એવા મુનિઓ દુઃપ્રસહસૂરિ પર્યંત સંઘરૂપ તીર્થને પ્રતિ બોધ કરશે. દુઃપ્રસહાચાર્ય બાર વર્ષ ગૃહવાસમાં અને આઠ વર્ષ દીક્ષામાં નિર્ગમન કરીને છેવટે અઠ્ઠમ તપ કરીને મૃત્યુ પામીને સૌધર્મ કલ્પમાં જશે. ત્યારપછીનો સમય અતિ વિકટ અને ધર્મતત્ત્વ વગરનો બનશે. ભરત, ઐરાવત નામના દશે ક્ષેત્રમાં એવી જ રીતે પહેલા દુઃષમા અને પછી દુઃષમાકાળ બંને એકવીશ હજાર વર્ષ સુધી પ્રવર્તશે. અવસર્પિણીમાં પહેલો અને બીજો આરો હોય છે જેમ અંત્ય (છઠ્ઠો) અને ઉપાંત્ય (પાંચમો) બે આરા હોય છે. ૨૭૫ શ્રી વીર ભગવંતે કહ્યું ઃ તે જ પ્રમાણે ઉત્સર્પિણીમાં પહેલો અને બીજો આરો હોય છે. ઉત્સર્પિણીમાં દુઃષમદુઃષમાં કાળ (અવસર્પિણીમાં છઠ્ઠા જેવા પહેલા આરા) ને અંતે સર્વત્ર સુખમય વાતાવરણ સર્જાશે. શ્રી વીર ભગવંતે ગૌતમ સ્વામીને જણાવ્યું કે ભારત ભૂમિ પર સાત કુલકરો થશે, જેમાં વિમલવાહન, સુદામ, સંગમ, સુપાર્શ્વ, દત્ત, સુમુખ તથા સંમુચિ. તેમાં પ્રથમ વિમલ વાહન જાતિ સ્મરણ જ્ઞાન વડે રાજ્યને માટે ગામો અને શહેરો વસાવશે. ગાય, હાથી અને અશ્વોનો સંગ્રહ કરશે અને શિલ્પ, વ્યાપાર, લિપિ અને ગણિતાદિ વ્યવહાર લોકોનાં ચલાવશે. લોકોને અન્ન રાંધીને ખાવાનો ઉપદેશ આપશે. જ્યારે આ રીતે દુઃષમકાળ વ્યતીત થશે ત્યારે શતદ્વાર નામના નગરમાં સંમુચિ નામના સાતમા કુલકર રાજાની રાણી ભદ્રાદેવીની Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ચોવીશ તીર્થંકર કુક્ષીમાં શ્રેણિક રાજાનો જીવ પુત્રપણે ઉત્પન થશે. તે પદ્મનાભ નામે પહેલા તીર્થંકર થશે. (૨) બીજા તીર્થકર શુરદેવ (સુપાર્શ્વનો જીવ) (૩) સુપાર્શ્વ (પોકિલનો જીવ) (૪) સ્વયંપ્રભ કઢાયુનો જીવ) (૫) સવનુભૂતિ (કાર્તિક શેઠનો જીવ) (૬) દેવશ્રુત (શંખ શ્રાવકનો જીવ) (૭) ઉદય (નંદનો જીવ) (૮) પેઢાળ (સુનંદનો જીવ) (૯) પોટિલ કંકસીનો જીવ) (૧૦) શતકીતિ રિવતીનો જીવ) (૧૧) સુવ્રત (સત્યકિનો જીવ) (૧૨) અમમ (કૃષ્ણ વાસુદેવનો જીવ) (૧૩) અકષાય (બલદેવનો જીવ) (૧૪) નિખુલાક (રોહિણીનો જીવ) (૧૫) નિર્મમ (સુલતાનો જીવ) (૧૬) ચિત્રગુપ્ત રવતીનો જીવ) (૧૭) સમાધિ (ગવાળીનો જીવ) (૧૮) સંવર (ગાર્બલુનો જીવ) (૧૯) યશોધર દ્વીપાનનો જીવ) (૨૦) વિજય (કર્ણનો જીવ) (૨૧) મલ્લિ (નારદનો જીવ) (૨૨) દેવ (અંબડનો જીવ) (૨૩) અનંતવીર્ય (બારમાં ચક્રવર્તી બ્રહ્મદરનો જીવ) (૨૪) ભદ્રકૃત (સ્વાતિનો જીવ) વગેરે ભાવી તીર્થંકરો થશે. તેટલા સમયમાં દીર્ઘદત, ગૂઢદત્ત. શુધ્ધદેત, શ્રી ચંદ્ર, શ્રી સોમ, પદ્મ, મહાપા, દશમ, વિમળ, વિમલવાહન અને અરિષ્ટ એ બાર ચક્રવર્તીઓ થશે. નંદી, નંદીમિત્ર, સુંદરબાહુ મહાબાહુ, અતિ બળ, મહાબળ, બળ, દ્વિપુષ્ટ અને ત્રિપુષ્ટ એ નવ અર્ધચક્રી વાસુદેવ) થશે. જયંત, અજિત, ધર્મ, સુપ્રભ. સુદર્શન, આનંદ, નંદનપદ્મ. અને સંકર્ષણ એ નવ બળરામ થશે તથા તિલક, લોહજંઘ. વજજંઘ, કેશરી બલિ, અલ્હાદ, અપરાજિત, ભીમ અને સુગ્રીવ એ નવ પ્રતિ વાસુદેવ થશે. આ પ્રમાણે ઉત્સર્પિણી કાળમાં ત્રિષષ્ટિ શલાકા પુરુષો થશે. શ્રી વીર ભગવંતે સુધમાં ગણધરના પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે મારા મોક્ષગમન પછી કેટલેક કાળે જંબૂ નામના તમારા શિષ્ય છેલ્લા કેવળી થશે. તેના પછી કેવળજ્ઞાન ઉચ્છેદ પામશે કેવળ જ્ઞાન ઉચ્છેદ પામતા કોઈને મન:પર્યવ જ્ઞાન પણ નહિ થાય. પુલાલબ્ધિ કે પરમાવધિ જ્ઞાન પણ નહિ થાય. ક્ષપક શ્રેણી અને ઉપશમ શ્રેણી અને વિનાશ પામશે. તેમજ આહારક શરીર, જિનકલ્પ અને ત્રિવધિ સંયમ પણ રહેશે. નહિ તેમના શિષ્ય પ્રભવ ચૌદ પૂર્વધારી થશે અને તેના શિષ્ય શäભવ Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામી પણ દ્વાદશાંગીના પારાગામી થશે તે પૂર્વમાંથી ઉદ્ધારીને દશ વૈકાલિક સૂત્ર રચશે. તેના શિષ્ય યશોભદ્ર સર્વ પૂર્વધારી થશે. અને તેના શિષ્ય સંભૂતિવિજય અને ભદ્રબાહુ પણ ચૌદ પૂર્વ થશે. સંભૂતિ વિજયના શિષ્ય સ્થૂલભદ્ર ચૌદ પૂર્વ થશે. ત્યાર પછી છેલ્લા ચાર પૂર્વ ઉચ્છેદ પામી જશે. ત્યાર પછી મહગિરિ અને સુહસ્તિથી તે વજ સ્વામી સુધી આ તીર્થના પ્રવર્તકો દશ પૂર્વધર થશે.” આ પ્રમાણે ભવિષ્યની હકીકત જણાવીને શ્રી વીર પ્રભુ સમવસરણમાંથી બહાર નીકળ્યા. અને હસ્તિપાળ રાજાની શુલ્ક દાણ લેવાની) શાળામાં ગયા. તે દિવસની રાતે જ પોતાનો મોક્ષ જાણીને પ્રભુએ વિચાર્યું ગૌતમનો સ્નેહ મારા પર અત્યંત છે અને તે જ તેમને કેવળ જ્ઞાનની ઉત્પત્તિમાં અંતરાય કરે છે. તેથી તે સ્નેહને મારે છેદી નાખવો જોઈએ. આમ વિચારીને તેમણે ગૌતમને કહ્યું : “ગૌતમ, અહીંથી નજીકના બીજા ગામમાં દેવશર્મા નામે બ્રાહ્મણ છે. તે તમારાથી પ્રતિબોધ પામશે માટે તમે ત્યાં જાઓ.’ તે સાંભળીને “જેવી આપની આજ્ઞા.” એવું કહીને ગૌત્તમ વીર પ્રભુને નમીને તરત જ ત્યાં ગયા. ગૌતમ સ્વામીએ ત્યાં જઈને દેવવમને પ્રતિબોધ પમાડ્યો. જ્યારે અહીં આસો માસની અમાવસ્યાએ પાછલી રાતે ચંદ્ર સ્વાતિ નક્ષત્રમાં આવતાં છઠ્ઠનો તપ કરેલો છે એવા શ્રી વીર પ્રભુએ પંચાવન અધ્યયન, પુણ્યફળ વિપાક સંબંધી અને પંચાવન અધ્યયન પાપફળ વિપાક સંબંધી કહ્યાં. પછી છત્રીશ અધ્યયન અપશ્રવ્યાકરણ એટલે કોઈના પૂછડ્યા વિના જણાવી, છેલ્લું પ્રધાન નામે અધ્યયન કહેવા લાગ્યા. તે સમયે આસન કંપથી પ્રભુનો મોક્ષ સમય જાણી સર્વ સુરને અસુરના ઈન્દ્રો પરિવાર સહિત ત્યાં આવ્યા. શક્રઈન્ડે પ્રભુને વંદન કરતાં કહ્યું : “પ્રભુ, આપના ગર્ભમાં જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાનમાં હસ્તોત્તરા નક્ષત્ર હતું. આ વખતે તેમાં ભસ્મક ગ્રહ સંક્રાંત થવાનો છે. તમારા જન્મનક્ષત્રમાં સંક્રમેલો તે ગ્રહ બે હજાર વર્ષ સુધી આપના સાધુ-સાધ્વી સમુદાયને બાધા ઉત્પન્ન કરશે. માટે તે Page #287 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર ભસ્મક ગ્રહ આપના જન્મ નક્ષત્રે સંક્રમે ત્યાં સુધી આપ પ્રતીક્ષા કરો જેથી તમારી દૃષ્ટિએ સંક્રમણ થાય તો આપના પ્રભાવથી તે નિષ્ફળ થઈ જાય માટે પ્રસન્ન થઈને ક્ષણવાર થોભી જાઓ જેથી તે દુર્ગંહનો ઉપશમ થઇ જાય.' ૨૭૮ ત્યારે શ્રી વીર ભગવંતે કહ્યું : ‘શક્રેન્દ્ર, આયુષ્યને વધારવા માટે કોઈ સમર્થ નથી તે તું જાણે છે છતાં આમ કેમ બોલે છે ? આગામી દુઃષમકાળની પ્રવૃતિથી જ તીર્થને બાધા થવાની છે.' તેમાં ભવિતવ્યતાને અનુસરીને આ ભસ્મક ગ્રહનો ઉદય થયો છે.' આ રીતે શ્રી મહાવીર પ્રભુએ શક્રેન્દ્રને સમજાવ્યું. સાડા છ માસ ઉણા ત્રીશ વર્ષ પર્યંત કેવળજ્ઞાન પર્યાય પાળી પર્યંકાસને બેઠેલા પ્રભુએ બાદર કાયયોગમાં રહી. બાદર મનયોગ અને વચન યોગને રૂંધ્યા પછી શુક્ષ્મ કાયયોગમાં સ્થિર થઈ યોગ-વચક્ષણ પ્રભુએ બાદર કામયોગને પણ રૂંધી લીધો. પછી વાણી અને મનના સૂક્ષ્મ પ્રયોગને પણ રોક્યા, એવી રીતે સૂક્ષ્મ ક્રિયાવાળું ત્રીજુ શુક્લ ધ્યાન પ્રાપ્ત કર્યું. પછી સૂક્ષ્મ તનુયોગને પણ રૂંધીને જેમાં સર્વ ક્રિયાનો ઉચ્છેદ થાય છે એવા સમુચ્છિન્ન ક્રિયા નામના ચોથા શુકલ ધ્યાનને ધારણ કર્યું. પછી પાંચ હસ્તાક્ષરનો ઉચ્ચાર કરીએ તેટલા કાળ માનવાળા અવ્યભિચારી એવા શુકલ ધ્યાનના ચોથા પાયા વડે એરંડના બીજની જેમ કર્મબંધ રહિત થયેલા પ્રભુ યથા સ્વભાવ ૠતુ ગતિ વડે ઉર્ધ્વગમન કરીને મોક્ષને પ્રાપ્ત થયા. તે સમયે જેઓને લેશમાત્ર સુખ કદી પણ પ્રાપ્ત થતું નથી તેવા નાકીને પણ ક્ષણમાત્ર સુખ ઊપજ્યું. તે કાળે ચંદ્ર નામે સંવત્સર, પ્રીતિવર્ધન નામે માસ, નંદિવર્ધન નામે પક્ષ અને અગ્નિવેશ નામે દિવસ હતો. તેનું બીજું નામ ઉપમ હતું. તે રાત્રીનું નામ દેવાનંદા હતું, તેનું બીજું નામ નિરતિ પણ હતું. તે વખતે અર્ચ નામે લવ, શુદ્ર નામે પ્રાણ, સિધ્ધ નામે સ્ટોક અને સર્વાર્થ સિદ્ધ નામે મુહૂર્ત તેમજ નાગ નામે કરણ હતું. તે સમયે ન ઉત્ક્રરી શકાય તેવા અતિ સૂક્ષ્મ કુંથુઓ ઉત્પન્ન થયા. તે સ્થિર હોય ત્યારે દેખાતા Page #288 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામી નહોતા. હાલે ચાલે ત્યારે જ દૃષ્ટિમાં પડતા હતા. તે જોઈને હવે સંયમ પાળવું મુશ્કેલ છે એમ વિચારીને ઘણા સાધુ અને સાધ્વીઓએ અનશન ધારણ કર્યું. પ્રભુનું નિર્વાણ થયાનું જાણીને તે સમયે ભાવ દીપકનો ઉચ્છેદ થવાથી સર્વ રાજાઓએ દ્રવ્ય દીપક કર્યાં. ત્યારથી લોકોમાં દીપોત્સવીનું પર્વ પ્રવર્યું એટલે કે તે રાતે લોકો પોતાના આંગણે દીવા કરે છે. ઇન્દ્રાદિ પરિવારે શ્રી વીર ભગવંતનો અંગ સંસ્કાર ભવ્ય રીતે કર્યો. દેવતાઓએ ત્યાં એક રત્નમય સ્તૂપ રચ્યો. શ્રી વીર પ્રભુનો નિર્વાણ મહિમા કરીને સર્વે ઇન્દ્રો તથા દેવતાઓ નંદીશ્વર દ્વીપે ગયા, ત્યાં શાશ્વત પ્રતિમાઓનો અષ્ટાલિક ઉત્સવ કર્યો. ૨૭૦૯ શ્રી મહાવીર સ્વામીએ ગૃહસ્થપણામાં ત્રીસ વર્ષ અને વ્રતમાં બેંતાલીશ વર્ષ એમ બોંતેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. શ્રી પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી અઢીસો વર્ષ વ્યતીત થયે શ્રી વીરપ્રભુનું નિર્વાણ થયું. શ્રી ગૌતમ ગણધરે દેવશમાં બ્રાહ્મણને પ્રતિબોધ પમાડીને પાછા ફર્યા ત્યારે દેવતાઓ દ્વારા જાણવા મળ્યું કે પ્રભુ નિર્વાણ પામ્યા છે. ગૌતમ સ્વામીના હૈયામાં વિચારોની શૃંખલા ચાલી અને મોહ, મમત્વનું બંધન તૂટ્યું. તેમને કેવળજ્ઞાન થયું. પછી બાર વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કરીને ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ આપતા રહ્યા. ગૌતમ સ્વામી એકવાર પ્રાતઃકાળે રાજગૃહી નગરે આવ્યા ત્યાં એક માસનું અનશન કરીને અક્ષય સુખવાળા મોક્ષપદને પ્રાપ્ત થયા. (શ્રી મહાવીર સ્વામીના સંક્ષિપ્ત જીવન આલેખનમાં અનેક પાત્રોનો ઉલ્લેખ માત્ર ક૨વામાં આવ્યો છે. ધન્ના શાલિભદ્ર, અભય કુમાર. જંબુકુમાર મહાશતક વગેરે પર મારી કથાઓ પ્રગટ થઈ ચૂકી છે. તેમજ ચંદનાના જીવન અંગે મારા પિતાશ્રીએ ‘બંધન તૂટ્યાં’ ત્રણ ભાગમાં લખી છે. વાચકોની જાણ માટે - લેખક) ★★ Page #289 -------------------------------------------------------------------------- ________________ આ પણ જાણો તાકાત કોની કેટલી..? ૧૨ શૂરવીર યોદ્ધાનું બળ = ૧ આખલામાં બળ. ૧૦ આખલાનું બળ = ૧ અશ્વનું બળ. ૧૨ અશ્વનું બળ = ૧ પાડાનું બળ. ૫૦ પાડાનું બળ = ૧ હાથીનું બળ. ૫૦૦ હાથીનું બળ = ૧ સિંહનું બળ. ૨૦૦૦ સિંહનું બળ = ૧ અષ્ટાપદનું બળ. (એક પ્રકારનું આઠ પગવાળું પ્રાણી) ૧૦,૦૦000અષ્ટાપદનું બળ = ૧ બળદેવનું બળ હોય. ૨ બળદેવનું બળ = ૧ વાસુદેવમાં બળ હોય. ૨ વાસુદેવનું બળ = ૧ ચક્રવતીમાં બળ હોય. ૧,૦૦,૦૦૦ ચકીનું બળ = ૧ નાગલોકના અધિપતિમાં = ધરણેન્દ્રમાં ૧ ક્રોડ નાગાધિપતિનું બળ = ૧ ઇન્દ્રમાં વૈમાનિકના) અનંત ઈન્દ્રનું બળ = શ્રી તીર્થંકર ભગવાનની એક અંગુલીમાં હોય છે. (કલ્પસૂત્ર, બાલાવબોધ) શ્રી તીર્થકર ભગવંતનું અદ્ભુત રૂપ સામાન્ય રાજાથી અધિક રૂપ મંડલિક રાજામાં. તેથી અધિક રૂપ બળદેવમાં તેથી અધિક રૂપ વાસુદેવમાં તેથી અધિક રૂપ ચક્રવર્તીમાં Page #290 -------------------------------------------------------------------------- ________________ આ પણ જાણો તેથી અધિક રૂપ વ્યંતર દેવનું તેથી અધિક રૂપ ભવનપતિના દેવનું જ્યોતિષી દેવનું તેથી અધિક રૂપ વૈમાનિક દેવલોક ૧ નું વૈમાનિક દેવલોક ૨ નું તેથી અધિક રૂપ તેથી અધિક રૂપ એ રીતે ક્રમશઃ ૩ થી ૧૨ સુધી ઉત્તરોત્તર અધિક સમજવું. તેથી અધિક રૂપ ત્રૈવેયક નવ ઉત્તરોત્તર અધિકા તેથી અધિક રૂપ અનુત્તર દેવોનું. અનુત્તર દેવોથી અધિક રૂપ આહારક શરીરનું. તેથી અધિક રૂપ ગણધર ભગવંતનું. તેથી અધિક રૂપ શ્રી તીર્થંકર ભગવાનનું. કાળનું સ્વરૂપ એક મુહૂર્તમાં આવલિકાઓ અસંખ્ય સમયની એક આવલિકા થાય અને એક મુહૂર્ત (બે ઘડી)માં ૧,૬૭,૭૭૨૧૬ અધિક આવલિકાઓ થાય છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ અવિભાજ્ય કાળ અસંખ્યાતા સમય ૧,૬૭, ૭૭૨૧૬ આવલિકા બે ઘડી (૪૮ મિનિટ) ૭ શ્વાસોચ્છ્વાસ ૭ સ્ટોક ૭૭ લવ (૩૭૭૩ શ્વાસોચ્છ્વાસ) ૨૫૬ આવલિકા એક સમય = એક આવલિકા = એક મુહૂર્ત (બે ઘડી) = એક મુહૂર્ત એક સ્તોક = = = 11 = ૨૮૧ એક લવ એક મુહૂર્ત એક ક્ષુલ્લકભવ (નિગોદીયાનો) Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ચોવીશ તીર્થંકર ૧૭ થી અધિક ક્ષુલ્લકભવ = એક શ્વાસોચ્છવાસ. ૨૨૨૩ (થી કંઈક વધારે) આવલિકા = એક શ્વાસોચ્છવાસ, ૪૪૬૧/ર નથી કંઈક વધારે) આવલિકા = એક શ્વાસોચ્છવાસ. એક મુહૂર્ત (૪૮ મિનિટ)માં નિગોદીઆનો જીવ ૫૫૩૬ ક્ષુલ્લક ભવ કરે. ૩૦ મુહૂર્ત = એક અહોરાત્રિ (૧ દિવસ ૧ રાત) ૧૫ અહોરાત્રિ = એક પક્ષ (પખવાડિયું) ૨પક્ષ = એક માસ ૨ માસ = એક તુ ૬ માસ = એક અયન (ઉત્તરાયન તથા દક્ષિણાયન) ૧૨ માસ = એક વર્ષ ૫ વર્ષ = એક યુગ ૮૪ લાખ વર્ષ = એક પૂવગ ૮૪ લાખ પૂવગ = એક પૂર્વ અસંખ્ય વર્ષ = એક પલ્યોપમ ૧૦ કોટા કોટી (કરોડxકરોડ) = પલ્યોપમ = એક સાગરોપમ ૧૦ કોટ કોટી સાગરોપમ = એક ઉત્સર્પિણી અથવા અવસર્પિણી કાળ ૨૦ કોટા કોટી સાગરોપમ = એક કાળચક્ર અનંત પુદ્ગલ પરાવર્તનકાળ = ભૂતકાળ ભૂતકાળ કરતાં અનંત પુદ્ગલ પરાવર્તનકાળ = ભવિષ્ય કાળ એક સમય = વર્તમાન કાળ Page #292 -------------------------------------------------------------------------- ________________ આ પણ જાણો ૨૮૩ ભૂત, ભવિષ્ય, વર્તમાન કાળ = અદ્ધાકાળ. * અન્ન મુહૂર્ત (૧) જઘન્ય અન્ન મુહૂર્ત (૨) મધ્યમ અન્ન મુહૂર્ત (૩) ઉત્કૃષ્ટ અક્ત મુહૂર્ત = ૯ સમયનો કાળ = ૧૦ સમયથી મુહૂર્તના છેલ્લા સમય પહેલાના ૧ સમય સુધીનો કાળ. = મુહૂર્તમાં માત્ર એક જ સમય બાકી રહે તેવો કાળ = ચઢતો કાળ, આયુષ્ય, બળ, સંઘયણ, શુભ વણદિ અનેક ભાવોની વૃદ્ધિ અનુક્રમે થાય. = ઉતરતો કાળ. ઉપર પ્રમાણે બતાવેલા ભાવોની અનુક્રમે હાનિ થાય. ૦ ઉત્સર્પિણી • અવસર્પિણી પલ્યોપમની સમજૂતી પલ્ય + ઉપમ = પલ્યોપમઃ પલ્ય = કૂવોજેને કૂવાની ઉપમા હોય તે પલ્યોપમ. જેમ કે એક યોજન (૪ ગાઉ) લાંબો, પહોળો અને ઊંડો કૂવો હોય તેમાં યુગલિયા મનુષ્યના (મંડાયેલા માથાના ૧ થી ૭ દિવસના) વાળના અતિ સૂક્ષ્મ કટકા કરી કૂવામાં એવી રીતે ઠાંસી ઠાંસીને ભરવામાં આવે કે એ ભરેલા કૂવા ઉપરથી ચક્રવર્તીનું આખું સૈન્ય પસાર થઈ જાય તો પણ એક વાળ જેટલી જગ્યા દબાય નહિ એવા કૂવામાંથી ૧૦૦ વર્ષે એક એક વાળ કાઢતાં અને કૂવો ખાલી થતાં જે સમય થાય તેને એક પલ્યોપમ કહેવાય છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ પૂર્વ કોને કહે ? ૮૪,૦૦૦,૦૦ x ૮૪,૦૦૦,૦૦ વર્ષ = ૧ પૂર્વાંગ ૮૪ લાખ પૂર્વાંગ = ૧ પૂર્વ. આવા ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય પ્રથમ તીર્થંકર ભગવંત શ્રી ઋષભદેવ ભગવાનનું હતું. અને ૯૯ પૂર્વ વખત ભગવાન શ્રી ઋષભદેવ શ્રી શત્રુંજ્ય (સિદ્ધિગિરિ ઉપર પધાર્યા) હતા. (૧) કેવળજ્ઞાની (૨) નિર્વાણી (૩) સાગર (૪) મહાયશ (૫) વિમલ (૬) સર્વાનુભૂતિ (૭) શ્રીધર (૮) શ્રીદત્ત (૧) પદ્મનાભ (૨) સુરદેવ (૩) સુપાર્શ્વ (૪) સ્વયંપ્રભ (૫) સર્વાનુભૂતિ (૬) દેવશ્રુત (૭) ઉદય (૮) પેઢાળ અતીત ૨૪ તીર્થંકરનાં નામ (૯) દામોદર (૧૦) સુતેજા (૧૧) સ્વામિનાથ (૧૨) મુનિસુવ્રત (૧૩) સુમતિ (૧૪) શિવગતિ (૧૫) અસ્ત્યાગ (૧૬) નમીશ્વર (૯) પોટીલ (૧૦) શતકીર્તિ (૧૧) સુવ્રત (૧૨) અમમ (૧૩) નિષ્કષાય (૧૪) નિષ્કુલાક (૧૫) નિર્મમ (૧૬) ચિત્રગુપ્ત ચોવીશ તીર્થંકર (૧૭) અનીલ (૧૮) યશોધર (૧૯) કુતાર્થ (૨૦) જિનેશ્વર અનાગત ૨૪ તીર્થંકરનાં નામ (૨૧) શુદ્ધમતિ (૨૨) શિવંકર (૨૩) સ્પંદન (૨૪) સંપ્રતિ (૧૭) સમાધિ (૧૮) સંવર (૧૯) યશોધર (૨૦) વિજય (૨૧) મલ્લિ (૨૨) શ્રીદેવ (૨૩) અનંતવીર્ય (૨૪) ભદ્રકૃત Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫. ચોવીશ તીર્થંકર ૩ શ્રી સંધ, ગામ કે પ્રતિષ્ઠા કરાવવા જિન-રાશિ મેળ માટેનો કોઠો (૧) શ્રી આદિનાથ પ્રભુ લાંછનઃ વૃષભ, દેહવર્ણ કાંચન, નક્ષત્રઃ ઉત્તરષાઢા, યોનિઃ નકુલ વર્ગ-અ, ગણ મનુષ્ય, નાડીઃ અંત્ય, અક્ષરમે, ભો, જ, જિ વર્ણ ક્ષત્રિય, તારા ૩, હંસઃ અગ્નિ, સ્વજિનરાશિ ધન, શ્રેષ્ઠત્તમઃ મીન, શ્રેષ્ઠ કન્યા, વૃશ્ચિક, પ્રીતિ તુલા, શુભ-મેષ, કર્ક, સિંહ કન્યા તથા કુંભ, અશુભ ઋષભ, મકર, જાપમંત્ર : ૐ હ્રીં શ્રી અહં ઋષભદેવાય નમઃ (રાશિસ્વામી ગ્રહ ગુરૂ ઉપયોગ ભય નિવારણ માટે (૨) શ્રી અજિતનાથ પ્રભુ લાંછન હાથી, દેહવર્ણ કાંચન, નક્ષત્રઃ રોહિણી, યોનિઃ સર્પ વર્ગ અ, ગણ મનુષ્ય, નાડીઃ અંત્ય,અક્ષરઃ ઓ,વા,વિ,વુ, વર્ણ વૈશ્ય, તારા ૪, હંસઃ ભૂમિ, સ્વજિન રાશિઃ વૃષભ શ્રેષ્ઠતમઃ કુંભ, શ્રેષ્ઠઃ મિથુન, સિંહ, પ્રીતિ તુલા, શુભ : કર્ક, મકર, કન્યા, મીન, અશુભઃ મેષ, ધન જાપમંત્ર : ૐ હ્રીં શ્રી અહં અજિતનાથાય નમઃ રાશિસ્વામી ગ્રહઃ શુક, ઉપયોગઃ વિજય પ્રાપ્તિ માટે (૩) શ્રી સંભવનાથ પ્રભુ લાંછન ધોડો, દેહવર્ણઃ કાંચન, નક્ષત્રઃ મૃગશિર્ષ, યોનિઃ સર્પ વર્ગઃ શ, ગણ દેવ, નાડીઃ મધ્ય,અક્ષરઃ વે,વો,ક, કિ, વર્ણઃ શુદ્ર, તારા પ, હંસઃ વાયુ સ્વજિન રાશિઃ મિથુન, શ્રેષ્ઠત્તમ કન્યા, શ્રેષ્ઠઃ વૃષભ, સિંહ, પ્રીતિ ઃ મકર શુભઃ મેષ, સિંહ, તુલા, અશુભઃ કર્ક, કુંભ, વૃશ્ચિક જાપમંત્ર : ૐ હ્રીં શ્રી અહં સંભવનાથાય નમઃ રાશિ સ્વામી ગ્રહ બુધ, ઉપયોગઃ વૃદ્ધિ માટે, વસ્તુ પ્રાપ્તિ માટે Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ચોવીશ તીર્થંકર | (૪) શ્રી અભિનંદન સ્વામી લાંછન વાનર, દેહવર્ણઃ કાંચન, નક્ષત્રઃ પુનર્વસુ, યોનિ બિડાલ વર્ગ: અ, ગણદેવ, નાડીઃ આદ્ય, અક્ષરઃ કે, કો, હ, હિ વર્ણ શુદ્ર, તારા ૭, હંસઃ વાયુ, સ્વજિન રાશિ મિથુન શ્રેષ્ઠતમ કન્યા, શ્રેષ્ઠઃ વૃષભ, મીન, પ્રીતિઃ મકર, શુભઃ મેષ, સિંહ, તુલા, અશુભ કર્ક, કુંભ, વૃશ્ચિક જાપમંત્રઃ ૐ હ્રીં શ્રી અહં અભિનંદનાથાય નમઃ રાશિ સ્વામી ગ્રહ બુધ, ઉપયોગઃ ખુશાલી માટે (૫) શ્રી સુમતિનાથ પ્રભુ લાંછન કૌચપક્ષી, દેહવર્ણ કાંચન,નક્ષત્રઃ મધા, યોનિઃ ઉદર વર્ગઃ શ, ગણઃ રાક્ષસ, નાડીઃ અંત્ય, અક્ષર મ, મિ, મુ, મે વર્ણ ક્ષત્રિય, તારાઃ ૧ હંસઃ અગ્નિ, સ્વજિન રાશિ સિંહ શ્રેષ્ઠતમ વૃશ્ચિક, શ્રેષ્ઠ વૃષભ, રીતિઃ કર્ક, મીન શુભઃ મેષ, મિથુન, કન્યા, તુલા, ધન, અશુભ મકર જાપમંત્ર : ૐ હ્રીં શ્રી અહં સુમતિનાથાય નમઃ રાશિ સ્વામી ગ્રહ રવિ, ઉપયોગઃ બુદ્ધિની વૃદ્ધિ માટે (૬) શ્રી પડાપ્રભુ સ્વામી લાંછનઃ પદ્મ, દેહવર્ણ રકત (લાલ), નક્ષત્રઃ ચિત્રા, યોનિ વ્યાધ વર્ગઃ ૫, ગણઃ રાક્ષસ, નાડીઃ મધ્ય, અક્ષરઃ પે, પો, ૨, રિ વર્ણ વૈશ્ય, તારાઃ પ, હંસ ભૂમિ, સ્વજિન રાશિઃ કન્યા શ્રેષ્ઠત્તમઃ મિથુન, શ્રેષ્ઠ ધન, તુલા, પ્રીતિ -, શુભ કર્ક, વૃશ્ચિક, વૃષભ, સિંહ, અશુભ મેષ, મકર જાપમંત્ર : ૐ હ્રીં શ્રી અહં પાપ્રભવે નમઃ રાશિ સ્વામી ગ્રહ બુધ, ઉપયોગ ભાગ્ય ખોલવા માટે Page #296 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર ૨૮૭ (૭) શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ લાંછન સ્વસ્તિક, દેહવર્ણ કાંચન, નશાત્ર વિશાખા, યોનિઃ વ્યાધ વર્ગઃ શ, ગણ રાક્ષસ, નાડી અંત્ય, અસાર તિ, તુ, તે તો વર્ણ શુદ્ર, તારા ૭, હંસ વાયુ, સ્વજિનરાશિ તુલા, શ્રેષ્ઠત્તમ મકર, શ્રેષ્ઠ કર્ક, કન્યા, પ્રીતિ વૃષભ, શુભ મિથુન, સિંહ, ધન, કુંભ, અશુભ મીન, વૃશ્ચિક, જાપમંત્ર : ૐ હ્રીં શ્રી અહં સુપાર્શ્વનાથાય નમઃ રાશિ સ્વામી ગ્રહઃ શુક, ઉપયોગઃ ઈચ્છિત જવાબ માટે (૮) શ્રી ચંદ્ર પ્રભુ સ્વામી લાંછનઃ ચંદ્ર. દેહવર્ણ ઉજજવળ, નક્ષત્રઃ અનુરાધા, યોનિઃ હરિણ વર્ગ ચ, ગણદેવ. નાડી મળે, અક્ષરઃન, નિ, ન, ને વર્ણ ક્ષત્રિય, તારા ૮, હંસઃ અગ્નિ, સ્વજિન રાશિઃ વૃશ્ચિક શ્રેષ્ઠત્તમ સિંહ, શ્રેષ્ઠ ધન, કુંભ,પ્રીતિ મેષ, શુભ કન્યા, મકર, મીન, અશુભઃ મિથુન, કર્ક, તુલા જાપમંત્ર : ૐ હ્રીં શ્રી અહૈ ચંદ્રપ્રભવે નમઃ રાશિ સ્વામી ગ્રહઃ શુક, ઉપયોગ સર્વ વશ થાય છે. (૯) શ્રી સુવિધિનાથ પ્રભુ લાંછનઃ મગરમચ્છ, દેહવર્ણ ઉજજવળ, નક્ષત્રઃ મૂળ, યોનિઃ શ્વાન વર્ગટ, ગણ રાક્ષસ, નાડીઃ આદ્ય, અક્ષરઃ યે, યો, ભ, ભિ વર્ણઃ ક્ષત્રીય, તારા ૧, હંસઃ અગ્નિ, સ્વજિન રાશિઃ ધન શ્રેષ્ઠત્તમઃ મીન, શ્રેષ્ઠ કન્યા, વૃશ્ચિક, પ્રીતિઃ કર્ક શુભઃ મેષ, સિંહ, તુલા, કુંભ, અશુભ વૃષભ, મકર જાપમંત્ર : ૐ હ્રીં શ્રી અહં સુવિધિનાથાય નમઃ રાશિ સ્વામી ગ્રહ ગુરુ, ઉપયોગ બુદ્ધિ ખીલે છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ચોવીશ તીર્થંકર (૧૦) શ્રી શીતલનાથ પ્રભુ લાંછન શ્રીવત્સ, દેહવર્ણ કાંચન, નક્ષત્રઃ પૂવષાઢા, યોનિઃ વાનર વર્ગઃ શ, ગણ મનુષ્ય, નાડી મધ્ય, અક્ષરઃ ભ, ધ, ફ, ઢ, વર્ણ ક્ષત્રિય, તારા ૨, હંસઃ અગ્નિ, સ્વજિન રાશિઃ ધન શ્રેષ્ઠતમ મીન, શ્રેષ્ઠ કન્યા, વૃશ્ચિક પ્રીતિ કર્ક, શુભ-મેષ, સિંહ, તુલા, કુંભ, અશુભઃ વૃષભ, મકર જાપમંત્રઃ ૐ હ્રીં શ્રી અહં શિતલનાથાય નમઃ રાશિ સ્વામી ગ્રહઃ ગુરૂ, ઉપયોગ બીમારી શાંત થાય છે. (૧૧) શ્રી શ્રેયાંસનાથ પ્રભુ લાઈન ગેંડો, દેહવર્ણઃ કાંચન, નક્ષત્ર શ્રવણ, યોનિ વાનર વર્ગઃ શ, ગણઃ દેવ, નાડી અંત્ય, અક્ષરઃ ખિ, ખુ, ખે, ખો વાર્ણ ક્ષત્રિય, તારાઃ ૪, હંસઃ અગ્નિ, સ્વજિન રાશિઃ મકર શ્રેષ્ઠત્તમ તુલા, શ્રેષ્ઠ મેષ, કુંભ, પ્રીતિ મિથુન, શુભ વૃષભ, વૃશ્ચિક, મીન, અશુભ સિંહ, કન્યા, ધન જાપમંત્ર : ૐ હ્રીં શ્રી અહં શ્રેયાંસનાથાય નમઃ રાશિ સ્વામી ગ્રહ શનિ, ઉપયોગઃ વશીકરણ થાય છે. (૧૨) શ્રી વાસુપૂજય પ્રભુ | લાંછન પાડો, દેહવર્ણ રકત (લાલ) નાત્ર: શતભિષ્મ યોનિઃ અશ્વ,વર્ગ-ય, ગણ રાક્ષસ, નાડીઃ આદ્ય, અક્ષરઃ ગો,સ,સિ,સુ વર્ણ શુદ્ર, તારાઃ ૬, હંસઃ વાયુ, વજિન રાશિઃ કુંભ, શ્રેષ્ઠત્તમઃ વૃષભ, શ્રેષ્ઠ મકર, વૃશ્ચિક, પ્રીતિ કન્યા શુભઃ મેષ, તુલા, સિંહ, ધન, અશુભ મિથુન, કર્ક, મીન જાપમંત્રઃ ૐ હ્રીં શ્રી અહં વાસુપૂજયપ્રભવે નમઃ રાશિ સ્વામી ગ્રહ શનિ, ઉપયોગઃ ગૃહની શાંતિ થાય છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ ચોવીશતીર્થકર (૧૩) શ્રી વિમલનાથ પ્રભુ લાંછનઃ વરાહ, દેહવર્ણકાંચન, નક્ષત્રઃ ઉતરાભાદ્રપદા, યોનિઃ ગૌ વર્ગ ય, ગણ મનુષ્ય, નાડીઃ મધ્ય, અક્ષર દુશ, ઝ, થ વર્ણઃ બ્રાહ્મણ, તારાઃ ૮, હંસઃ જલ, સ્વજિન રાશિઃ મીન, શ્રેષ્ઠત્તમ ધન, શ્રેષ્ઠઃ મેષ, મિથુન, પ્રીતિ સિંહ, શુભ વૃષભ, વૃશ્ચિક, મકર, અશુભ કર્ક, તુલા, કુંભ જાપમંત્ર : ૐ હ્રીં શ્રી અહં વિમલનાથાય નમઃ રાશિ સ્વામી ગ્રહઃ ગુરૂ, ઉપયોગઃ બુદ્ધિ નિર્મળ થાય છે. (૧૪) શ્રી અનંતનાથ પ્રભુ લાંછનઃ સિંચાણો, દેહવર્ણઃ કાંચન, નક્ષત્રઃ રેવતી, યોનિઃ હતિ વર્ગ અ, ગણદેવ, નાડી અંત્ય, અારઃ દે, હો, ચ, ચિ વર્ણ બ્રાહ્મણ, તારાઃ ૯, હંસઃ જલ, સ્વજિન રાશિ મીન, શ્રેષ્ઠત્તમઃ ધન, શ્રેષ્ઠઃ મેષ, મિથુન, પ્રીતિઃ સિંહ શુભઃ વૃષભ, વૃશ્ચિક, મકર, અશુભ કર્ક, તુલા, કુંભ જાપમંત્રઃ ૐ હ્રીં શ્રી અહં અનંતનાથાય નમઃ રાશિ સ્વામી ગ્રહઃ ગુરૂ, ઉપયોગ વિદ્યા પ્રાપ્તિ થાય છે. (૧૫) શ્રી ધર્મનાથ પ્રભુ લાંછનઃ વજ. દેહવર્ણ કાંચન, નક્ષત્રઃ પુષ્પ, યોનિઃ અજ વર્ગ ત, ગણ દેવ, નાડી મધ્ય, અક્ષર હુ હે હો, ડા. વર્ણ બ્રાહ્મણ, તારા ૮, હંસઃ જલ, સ્વજિન રાશિ કર્ક શ્રેષ્ઠત્તમઃ મેષ, શ્રેષ્ઠ સિંહ, તુલા, પ્રીતિ ધન શુભઃ વૃષભ, કન્યા, અશુભઃ મિથુન, કુંભ, વૃષભ, મીન જાપમંત્ર ૐ હ્રીં શ્રી અહં ધર્મનાથાય નમઃ રાશિ સ્વામી ગ્રહઃ સોમ, ઉપયોગઃ જનાવરોનો ઉપદ્રવ મટે છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ ચોવીશતીર્થંકર (૧૬) શ્રી શાંતિનાથ પ્રભુ મેષ લાંછન ઃ મૃગ-હરણ, દેહવર્ણ ઃ કાંચન, નક્ષત્રઃ અશ્વિની, યોનિઃ અશ્વ વર્ગ - શ, ગણ : દેવ, નાડી ઃ આદ્ધ, અક્ષર : ચુ, ચે, ચો,લા વર્ણ : ક્ષત્રિય, તારા ઃ ૧, હંસઃ અગ્નિ, સ્વજિન રાશિઃ શ્રેષ્ઠત્તમ: --, શ્રેષ્ઠ : કર્ક, મકર, મીન, પ્રીતિ : વૃશ્વિક શુ ભ : મિથુન, સિંહ, ધન, કુંભ, અશુભ ઃ વૃષભ, કન્યા જાપમંત્ર : ૐ હ્રીં શ્રીં અહં શાંતિનાથાય નમઃ રાશિ સ્વામી ગ્રહ : મંગળ, ઉપયોગઃ ગુરુ ગૃહની શાંતિ થાય છે. (૧૭) શ્રી કુંથુનાથ પ્રભુ લાંછન ઃ બકરો,દેહવર્ણ : કાંચન, નક્ષત્રઃ કૃતિકા, યોનિઃ અજ વર્ગ: ક, ગણ : રાક્ષસ, નાડી ઃ અંત્ય, અક્ષર : ખ,ઈ,ઉ,ઓ વર્ણઃ વૈશ્ય, તારાઃ ૩ હંસ ઃ ભૂમિ, સ્વજિન રાશિઃ વૃષભ, શ્રેષ્ઠત્તમ : કુંભ, શ્રેષ્ઠ : મિથુન, સિંહ, પ્રીતિ : તુલા, શુભઃ કર્ક, સિંહ,મકર, મીન અશુભ : મેષ, ધન જાપમંત્ર : ૐ હ્રીં શ્રીં અર્હ કુંથુનાથાય નમઃ રાશિ સ્વામી ગ્રહ : શુક્ર, ઉપયોગ ઃ દુશ્મનો ઉપર વિજય થાય છે. (૧૮) શ્રી અરનાથ પ્રભુ લાંછન : નંદાવર્ત, દેહવર્ણ : કાંચન નક્ષત્રઃ રેવતી, યોનિઃ હસ્તિ વર્ગ : અ, ગણ ઃ દેવ, નાડીઃ અંત્ય, અક્ષરઃ દે, દો, ચિ વર્ણ : બ્રાહ્મણ, તારાઃ ૯, હંસ ઃ જલ, સ્વજિન રાશિઃ મીન રોષ્ઠત્તમઃ ધન, શ્રેષ્ઠ : મેષ, મિથુન, પ્રીતિ ઃ સિંહ શુભ ઃ વૃષભ, વૃશ્વિક, મકર, અશુભ : કર્ક, તુલા, કુંભ ૧૧૫મંત્ર : ૐ હીં શ્રીં અહૈં અરનાથાય નમઃ રાશિ સ્વામી ગ્રહ : ગુરૂ, ઉપયોગ ઃ સર્વત્ર વિજય થાય છે ૨૯૦ Page #300 -------------------------------------------------------------------------- ________________ ચોવીશતીર્થંકર (૧૯) શ્રી મલ્લિનાથ પ્રભુ લાંછન : કુંભ, દેહવર્ણ : નીલ, નક્ષત્રઃ અશ્વિની, યોનિઃ અશ્વ વર્ગ : પ, ગણ : દેવ, નાડી ઃ આદ, અક્ષર : ચુ, ચે, ચો,લા વર્ણ : ક્ષત્રિય, તારાઃ ૧, હંસઃ અગ્નિ, સ્વજિન રાશિ : મેષ, શ્રેષ્ઠત્તમ : --, શ્રેષ્ઠ : કર્ક, મકર, મીન, પ્રીતિઃ વૃશ્વિક, શુભઃ મિથુન, સિંહ, ધન, કુંભ, અશુભઃ વૃષભ, કન્યા જાપમંત્ર : મહીં શ્રી અન્હેં મલ્લિનાથાય નમ : રાશિ સ્વામી ગ્રહ : મંગળ, ઉપયોગ : ચૌરાદિકનો નાશ થાય છે. (૨૦) શ્રી મુનિસુવ્રત પ્રભુ લાંછન : કાચબો, દેહવર્ણ: શ્યામ, નક્ષત્ર ઃ શ્રવણ, યોનિઃ વાનર વર્ગ : ૫, ગણ : દેવ, નાડી ઃ અંત્ય, અક્ષર : ખિ, ખુ, ખે, ખો વર્ણ : વૈશ્ય, તારા ઃ ૪, હંસ ઃ ભૂમિ, સ્વજિનરાશિ : મક૨ શ્રેષ્ઠત્તમ :તુલા, શ્રેષ્ઠ : મેષ, કુંભ, પ્રીતિ : મિથુન શુભ ઃ વૃષભ, વૃશ્ચિક, મીન, અશુભ : સિંહ, કન્યા, ધન જાપમંત્ર : ૐ હ્રીં શ્રીં અહં મુનિસુવ્રતાનાથાય નમઃ રાશિ સ્વામી ગ્રહ : શનિ, ઉપયોગ ઃ શનિ ગ્રહની શાંતિ થાય છે. (૨૧) શ્રી નમિનાથ પ્રભુ લાઈન : નીલકમલ, દેહવર્ણ : કાંચન, નક્ષત્ર ઃ અશ્વિની, યોનિઃ અશ્વ વર્ગ ઃ ત, ગણ ઃ દેવ, નાડી આદ્ધ, અક્ષર : ચુ, ચે, ચો, લા વર્ણ : ક્ષત્રિય, તારા ઃ ૧, હંસ ઃ અગ્નિ, સ્વજિન રાશિ : મેષ શ્રેષ્ઠત્તમ : --, શ્રેષ્ઠ : કર્ક, મકર, મીન, પ્રીતિઃ વૃશ્વિક શુભ : સિંહ, મિથુન, ધન, કુંભ, અશુભઃ વૃષભ, કન્યા જાપમંત્ર : ૐ હ્રીં શ્રીં અહં નમિનાથાય નમઃ રાશિ સ્વામી ગ્રહ : મંગળ, ઉપયોગ : સર્વે કાર્યો સિદ્ધ થાય છે. ૨૯૧ Page #301 -------------------------------------------------------------------------- ________________ ના ૨૨ ચોવીશતીર્થકર (૨૨) શ્રી નેમિનાથ પ્રભુ લાંછનઃ શંખ, દેહવર્ણ શ્યામ, નક્ષત્રઃ ચિત્રા, યોનિઃ વ્યાધિ, વર્ગઃત, ગણઃ રાક્ષસ, નાડી મધ્ય, અક્ષર પે, પો, ૨, રિ, વર્ણ વૈશ્ય, તારાઃ ૫, હંસઃ ભૂમિ, સ્વજિન રાશિ કન્યા, શ્રેષ્ઠતમ મિથુન, શ્રેષ્ઠ તુલા, ધન, પ્રીતિ કુંભ, શુભઃ વૃષભ, વૃશ્ચિક, કર્ક, સિંહ અશુભ મેષ, મકર જાપમંત્ર : ૐ હ્રીં શ્રી અહં અરિષ્ટ નેમિનાથાય નમઃ રાશિ સ્વામી ગ્રહઃ બુધ, ઉપયોગઃ દુર્ભિક્ષનો નાશ થાય છે. (૨૩) શ્રી પાર્શ્વનાથ પ્રભુ | લાંછનઃ સર્પ, દેહવર્ણ: નીલ, નક્ષત્રઃ વિશાખા, યોનિઃ વ્યાધ વર્ગઃ ૫, ગણ રાક્ષસ, નાડીઃ અંત્ય, અક્ષરઃ તિ, તુ, તે, તો વર્ણ શુક, તારા, ૭, હંસઃ વાયુ, સ્વજિન રાશિ તુલા, શ્રેષ્ઠત્તમ મકર, શ્રેષ્ઠ કર્ક, કન્યા, પ્રીતિઃ વૃષભ શુભ મિથુન, સિંહ, ધન, કુંભ, અશુભ મીન, વૃશ્ચિક જાપમંત્રઃ ૐ હ્રીં શ્રી અહં પાર્શ્વનાથાય નમઃ રાશિ સ્વામી ગ્રહઃ શુક, ઉપયોગ ઈચ્છિત કાર્ય સિદ્ધ થાય છે. (૨૪) શ્રી મહાવીર સ્વામી લાંછન સિંહ, દેહવર્ણઃ કાંચન, નક્ષત્રઃ ઉત્તરાફાલ્ગની, યોનિઃ ગૌ વર્ગ-૫, ગણ મનુષ્ય, નાડીઃ આધ, અલાર ટે, ટોપ,પિ, વર્ણ વૈશ્ય, તારાઃ ૩, હંસઃ ભૂમિ, સ્વજિન રાશિ કન્યા, શ્રેષ્ઠત્તમઃ મિથુન, શ્રેષ્ઠઃ તુલા, ધન, પ્રીતિ કુંભ શુભ વૃષભ, કર્ક, સિંહ, વૃશ્ચિક, અશુભ : મેષ, મકર જાપમંત્ર : ૐ હીં શ્રી અહં મહાવીરાય નમઃ | રાશિ સ્વામી ગ્રહ બુધ, ઉપયોગ ધન-સંપત્તિની પ્રાપ્તિ થાય છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ ચોવીશ તીર્થંકર ૨૪ તીર્થકર ભગવંતોની સંપ્તિ માહિતી -- --- -- - - ---- -- ---- -- શ્રી આદિનાથ પ્રભુ કુળ ઈક્વાકુવંશ ગૌત્રઃ કાશ્યપ માતાનું નામ મરુદેવી પિતાનું નામઃ નાભિકુલકર ચ્યવનકલ્યાણતિથિઃ જેઠ વદ ૪ જન્મ તિથિઃ ફા. વ.૮ જન્મ નાગરીક અયોધ્યા દીક્ષા તિથિઃ ફા. વ.૮દશા સ્થાનઃ અયોધ્યા કેવળજ્ઞાન તિથિઃ માધકૃષ્ણ -૧૧ કેવળજ્ઞાન સ્થાનઃ પુરિતમલ મોલ તિથિઃ પો. વ.૧૩ ઓક્ષ સ્થાનઃ અષ્ટાપદ પ્રથમ ગણધર પુંડરીક પ્રથમ સાધ્વીઃ બ્રાહ્મી યશનું નામ ગૌમુખ યક્ષિણીનું નામઃ ચકેશ્વરી દેવી તીર્થકર થી તીર્થકર વચ્ચેનું અંતર – આયુષ્યઃ ૮૪ લાખ પૂર્વ વર્ષ -- -- s શ્રી અજિતનાથ પ્રભુ કુળ ઈક્વાકુવંશ ગૌત્રઃ કાશ્યપ માતાનું નામ વિજયારાણી પિતાનું નામ: જિતશત્રુ ચ્યવનકલ્યાણક તિથિઃ વૈ.સુ. ૧૩ જન્મ તિથિ મ. સુ.૮ જન્મનગરી: અયોધ્યા દીક્ષા તિથિઃ મ.સુ.૯ દીક્ષા સ્થાનઃ અયોધ્યા કેવળજ્ઞાન તિથિઃ પોષશુકલ ૧૧ કેવળજ્ઞાન સ્થાનઃ અયોધ્યા મોક્ષ તિથિઃ ચે.સુ.પ મોક્ષ સ્થાન સમેત શિખર પ્રથમ ગણધર સિહસેન પ્રથમ સાધ્વી ફાલ્ગ યક્ષનું નામ મહાયક્ષ યક્ષિણીનું નામ અજિતબલા તીર્થંકરથી તીર્થંકર વચ્ચેનું અંતર ૫૦ લાખ કોટી સાગરોપમ આયુષ્યઃ ૭૨ લાખ પૂર્વ વર્ષ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ચોવીશતીર્થકર શ્રી સંભવનાથ પ્રભુ કુળ ઈક્વાકુવંશ ગૌત્ર કાશ્યપ માતાનું નામ સોમારાણી. પિતાનું નામઃ જિતારી ચ્યવનકલ્યાણક તિથિઃ ફા.સુ.૮ જન્મ તિથિઃ મા.સુ.૧૪ જન્મ નગરીઃ શ્રાવસ્તી દીક્ષા તિથિઃ મા.સુ.૧૫ દીક્ષા સ્થાનઃ શ્રાવસ્તી કેવળજ્ઞાન તિથિઃ આ.વ.પ કેવળજ્ઞાન સ્થાનઃ શ્રાવસ્તી મોસ તિથિઃ ચે.સુ.૫ મોથા સ્થાનઃ સમેતશિખર પ્રથમ ગણધર ચારુ પ્રથમ સાધ્વી શ્યામા યક્ષનું નામ ત્રિમુખ યક્ષિણીનું નામઃદુરિતારી તીર્થંકરથી તીર્થંકર વચ્ચેનું અંતર ૩૦ લાખ કોટી સાગરોપમ આયુષ્ય ૬૦ લાખ પૂર્વ વર્ષ. - (૪) શ્રી અભિનંદન સ્વામી કુળ ઈક્વાકુવંશ ગૌત્રઃ કાશ્યપ માતાનું નામઃ સિધ્ધાથીદવી પિતાનું નામઃ અંબર અવનકલ્યાણક તિથિઃ વૈ.સુ.૪ જન્મ તિથિઃ મ.સુ.૨ જન્મ નગરીઃ અયોધ્યા દીક્ષા તિથિઃ મ.સુ.૧૨ દીશા સ્થાનઃ અયોધ્યા કેવળજ્ઞાન તિથિઃ પોષ.સુ. ૧૪ કેવળજ્ઞાન સ્થાનઃ અયોધ્યા મોક્ષ તિથિઃ વૈ.સુ.૮ મોથા સ્થાનઃ સમેતશિખર પ્રથમ ગણધર વનામ પ્રથમ સાધ્વી અજિતા યક્ષનું નામઃ યક્ષનાયક યક્ષિણીનું નામ કાલી તીર્થકરથી તીર્થંકર વચ્ચેનું અંતરઃ ૧૦ લાખ કોટિસાગરોપમ આયુષ્યઃ પ૦ લાખ પૂર્વ વર્ષ. Page #304 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર ૨૯૫ શ્રી સુમતિનાથ પ્રભુ કુળ ઈક્વાકુવંશ ગૌત્રઃ કાશ્યપ માતાનું નામઃ મંગલાદેવી પિતાનું નામ મેધ ચ્યવનકલ્યાણક તિથિઃ શ્રા.સુ.૨ જન્મ તિથિઃ વૈ.સુ.૮ જન્મ નગરઃ અયોધ્યા દીક્ષા તિથિઃ વૈ. સુ. ૯દીક્ષા સ્થાનઃ અયોધ્યા કેવળજ્ઞાન તિથિ : ચે.સુ.૧૧ કેવળજ્ઞાનસ્થાનઃ અયોધ્યા મોક્ષ તિથિઃ ચે.સુ.૯ મોક્ષ સ્થાનઃ સમેતશિખર પ્રથમ ગણધર ચરમ પ્રથમ સાધ્વીઃ કાશ્યપિ યક્ષનું નામ તુજબ યક્ષિણીનું નામઃ મહાકાલિ તીર્થકરથી તીર્થકર વચ્ચેનું અંતર ઃ ૯ લાખ કોટી સાગરોપમ આયુષ્ય : ૪૦ લાખ પૂર્વ વર્ષ. શ્રી મહાપ્રભુ કુળઃ ઈક્વાકુવંશ ગૌત્ર: કાશ્યપ માતાનું નામ સુસીમાદેવી પિતાનું નામ શ્રીધર ચ્યવનકલ્યાણક તિથિઃ પો.વ. ૬ જન્મ તિથિઃ આ.વ.૧૨ જન્મનગરીઃ કૌશામ્બી દીક્ષા તિથિઃ આ.વ. ૧૩ દીક્ષા સ્થાનઃ કૌશામ્બી કેવળજ્ઞાન તિથિઃ ચૈત્ર પૂર્ણિમા કેવળજ્ઞાનસ્થાન કૌશામ્બી મોક્ષ તિથિઃ કા.વ. ૧૧ મોક્ષ સ્થાનઃ સમેતશિખર પ્રથમ ગણધર પ્રદ્યોતનપ્રથમ સાધ્વીઃ રતિ યક્ષનું નામ કુસુમ યક્ષિણીનું નામ: શ્યામાં તીર્થકરથી તીર્થંકર વચ્ચેનું અંતર ૯૦ હજાર કોટિ સાગરોપમ આયુષ્યઃ ૩૦ લાખ પૂર્વ વર્ષ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ચોવીશ તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ. કુળ ઈક્વાકુવંશ ગૌત્ર કાશ્યપ માતાનું નામઃ પૃથ્વીદેવી પિતાનું નામઃ પ્રતિષ્ઠ ચ્યવનકલ્યાણક તિથિ શ્રા.વ.૮ જન્મ તિથિઃ જે.સુ. ૧૨ જન્મ નગરીઃ વારાણસી દીક્ષા તિથિઃ જે.સુ. ૧૩ દીશા સ્થાનઃ ભદૈની કેવળજ્ઞાન તિથિઃ મા.વ.૬ કેવળજ્ઞાન સ્થાન ભદૈની મોક્ષ તિથિઃ મા. વ.૭ મોથા સ્થાનઃ સમેતશિખર પ્રથમ ગણધર વિદર્ભ પ્રથમ સાધ્વીઃ સોમા યક્ષનું નામ માતંગ યક્ષિણીનું નામ: શાંતા તીર્થકરથી તીર્થકર વચ્ચેનું અંતરઃ ૯ હજાર કોટિ સાગરોપમ આયુષ્યઃ ૨૦ લાખ પૂર્વ વર્ષ (૮) શ્રી ચંદ્રપ્રભ સ્વામી કુળ ઈક્વાકુવંશ ગૌત્ર: કાશ્યપ માતાનું નામ લક્ષ્મણાદેવી પિતાનું નામ મહાસેન અવનકલ્યાણક તિથિઃ ફા.વ.૫ જન્મ તિથિઃ મા.વ.૧૨ જન્મ નગરી ચંદ્રપુરી દીક્ષા તિથિઃ મા.વ.૧૩ દીક્ષા સ્થાનઃ ચન્દ્રપુરી કેવળજ્ઞાન તિથિઃ મા.વ.૭ કેવળજ્ઞાન સ્થાનઃ ચંદ્રપુરી મોક્ષ તિથિ શ્રા.વ.૭ મોક્ષ સ્થાનઃ સમેત શિખર પ્રથમ ગણધર દિન પ્રથમ સાધ્વી સુમના યક્ષનું નામ વિજય યક્ષિણીનું નામ ભૃકુટી તીર્થકરથી તીર્થકર વચ્ચેનું અંતર ઃ ૯૦૦ કોટિ સાગરોપમ આયુષ્યઃ ૧૦ લાખ પૂર્વ વર્ષ Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૭. - - -- - - ચોવીશતીર્થકર (૯) શ્રી સુવિધિનાથ પ્રભુ કુળ ઈક્વાકુવંશ ગૌત્રઃ કાશ્યપ માતાનું નામ રામારાણી પિતાનું નામ સુગ્રીવ અવનકલ્યાણક તિથિઃ મા.વ.૯ જન્મ તિથિઃ કા.વ.૫ જન્મ નગરી કાકન્દી દીક્ષા તિથિઃ કા.વ.૬ દીક્ષા સ્થાનઃ કાકન્દી કેવળજ્ઞાન તિથિઃ કા.સુ.૩ કેવળજ્ઞાન સ્થાનઃ કકન્દી મોક્ષ તિથિઃ ભા.સુ.૯ મોક્ષ સ્થાનઃ સમેતશિખર પ્રથમ ગણધર બરાહક પ્રથમ સાધ્વી વાણી યક્ષનું નામઃ અકકજત યક્ષિણીનું નામઃ સુતારિકા તીર્થકરથી તીર્થકર વચ્ચેનું અંતર ૯૦ કોટી સાગરોપમ આયુષ્યઃ ૨ લાખ પૂર્વ વર્ષ (૧૦) શ્રી શીતલનાથ પ્રભુ કુળ ઈક્વાકુવંશ ગૌત્રઃ કાશ્યપ માતાનું નામ નંદારાણી પિતાનું નામ દ્વઢરથ ચ્યવનકલ્યાણક તિથિઃ ચૈ.વ.૬ જન્મ તિથિઃ પો.વ.૧૨ જન્મ નગરીઃ ભદલપુર દીક્ષા તિથિઃ પો.વ.૧૨ દીક્ષા સ્થાનઃ મૃદલપુર કેવળજ્ઞાન તિથિ મા.વ.૪ કેવળજ્ઞાન સ્થાનઃ મૃદલપુર મોક્ષ તિથિઃ ચૈ.વ.૨ મોક્ષ સ્થાનઃ સમેતશિખર પ્રથમ ગણધર નંદ પ્રથમ સાધ્વી સુયશા યક્ષનું નામ બ્રહમાં યક્ષિણીનું નામઃ અશોકા તીર્થંકરથી તીર્થંકર વચ્ચેનું અંતર ઃ ૯ કોટિ સાગરોપમ આયુષ્યઃ ૧ લાખ પૂર્વ વર્ષ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ચોવીશતીર્થકર (૧૧) શ્રી શ્રેયાંસનાથ પ્રભુ કુળ ઈક્વાકુવંશ ગૌત્ર કાશ્યપ માતાનું નામ વિષ્ણુદેવી પિતાનું નામ વિષ્ણુ અવનકલ્યાણક તિથિ :વૈ.વ.૬ જન્મ તિથિ મ.વ.૧૨ જન્મ નગરી સિહંજુરી દીક્ષા તિથિઃ મા. વ.૧૩ દીક્ષા સ્થાનઃ સિંહપુરી કેવળજ્ઞાનતિથિઃ પો. વ. ૧૫ કેવળજ્ઞાન સ્થાન સિંહપુરી મોક્ષ તિથિઃ અષાઢ વ.૩ મોક્ષ સ્થાનઃ સમેતશિખર પ્રથમ ગણધરઃ કચ્છપ પ્રથમ સાધ્વીઃ ધરણી યશનું નામ: યક્ષરાજ યક્ષિણીનું નામ: માનવી તીર્થકરથી તીર્થકર વચ્ચેનું અંતર ઃ ૧ કોટિ સાગરોપમ આયુષ્યઃ ૮૪ લાખ વર્ષ (૧૨) શ્રી વાસુપૂજય સ્વામી કુળ ઈક્વાકુવંશ ગૌત્ર કાશ્યપ માતાનું નામઃ જયાદેવી પિતાનું નામ વસુપૂજય ચ્યવનકલ્યાણક તિથિ : જે.સુ.૯ જન્મ તિથિઃ મ.વ.૧૪ જન્મ નગરીઃ ચંપાનગરી દીક્ષા તિથિઃ માધ અમાસ દીક્ષા સ્થાનઃ ચંપાનગરી કેવળજ્ઞાન તિથિઃ મા.સુ.૨ કેવળજ્ઞાન સ્થાનઃ ચંપાનગરી મોક્ષ તિથિઃ અષાઢ સુ.૧૪ મોક્ષ સ્થાનઃ ચંપાનગરી પ્રથમ ગણધરઃ સુભમ પ્રથમ સાધ્વી ધરણી યક્ષનું નામ કુમાર યક્ષિણીનું નામ ચન્ડા તીર્થકરથી તીર્થકર વચ્ચેનું અંતર ઃ ૫૪ સાગરોપમ આયુષ્ય : ૭૨ લાખ વર્ષ Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ ચોવીશ તીર્થંકર (૧૩) શ્રી વિમલનાથ સ્વામી કુળઃ ઈવાકુવંશ ગૌત્રઃ કાશ્યપ માતાનું નામ: શ્યામાદેવી પિતાનું નામ કૃતવર્મ ચ્યવનકલ્યાણક તિથિઃ વૈ.સુ.૧૨ જન્મ તિથિઃ મ.સુ.૩ જન્મ નગરી કપિલપુર દીક્ષા તિથિઃ મા.સુ.૪ દીક્ષા સ્થાનઃ કપિલાજી કેવળજ્ઞાન તિથિઃ પોષ સુ ૬ કેવળજ્ઞાન સ્થાનઃ કપિલાજી મોક્ષ તિથિઃ જે.વ.૭ મોક્ષ સ્થાનઃ સમેતશિખર પ્રથમ ગણધરઃ મંદર પ્રથમ સાધ્વી ધરા યક્ષનું નામ ષણમુખ યક્ષિણીનું નામ: વિદિતા તીર્થકરથી તીર્થકર વચ્ચેનું અંતરઃ ૩૦ સાગરોપમાં આયુષ્યઃ ૬૦ લાખ વર્ષ (૧૪) શ્રી અનંતનાથ સ્વામી કુળ ઈક્વાકુવંશ ગૌત્ર: કાશ્યપ માતાનું નામ: સુયશારાણી પિતાનું નામ સિંહસેન અવનકલ્યાણક તિથિ : અ.વ.૭ જન્મ તિથિઃ ચે.વ.૧૩ જન્મ નગરીઃ અયોધ્યા દીક્ષા તિથિઃ ચે. વ. ૧૪ દીક્ષા સ્થાનઃ અયોધ્યા કેવળજ્ઞાન તિથિઃ ચૈ. વ.૧૪ કેવળજ્ઞાન સ્થાનઃ અયોધ્યા મોક્ષ તિથિઃ ચે.સુ.પ મોક્ષ સ્થાનઃ સમેતશિખર પ્રથમ ગણધર જસ પ્રથમ સાધ્વીઃ પહ્મા યક્ષનું નામ પાતાલ યક્ષિણીનું નામ અંકુશા તીર્થકરથી તીર્થકર વચ્ચેનું અંતર ૯ સાગરોપમ આયુષ્યઃ ૩૦ લાખ વર્ષ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ચોવીશ તીર્થકર (૧૫). શ્રી ધર્મનાથ પ્રભુ કુળ ઈક્વાકુવંશ ગૌત્ર: કાશ્યપ માતાનું નામ સુવતારાણી પિતાનું નામઃ ભાનુ અવનકલ્યાણતિથિ :વૈ. સુ. ૭ જન્મ તિથિઃ મ. સુ. ૩ જન્મ નગરી: રત્નપુરી. દીક્ષા તિથિઃ મા.સુ. ૧૩ દીક્ષા સ્થાનઃ રત્નપુરી કેવળજ્ઞાન તિથિઃ પોષ પૂણિમા કેવળજ્ઞાન સ્થાનઃ રત્નપુરી મોક્ષ તિથિઃ જે.સુ. ૫ મોક્ષ સ્થાન સમેતશિખર પ્રથમ ગણધરઃ અરિષ્ટ પ્રથમ સાધ્વી આર્યશિરા યશનું નામ કિન્નર યક્ષિણી નું નામઃ કંદપ તીર્થકરથી તીર્થકર વચ્ચેનું અંતર ૪ સાગરોપમ આયુષ્યઃ ૧૦ લાખ વર્ષ (૧૬) વ શ્રી શાંતિનાથ પ્રભુ કુળ ઈક્વાકુવંશ ગૌત્ર કાશ્યપ માતાનું નામ અચિરારાણી પિતાનું નામ વિશ્વસેન અવનકલ્યાણક તિથિઃ શ્રા. વ.૭ જન્મ તિથિઃ વૈ.વ.૧૩ જન્મ નગરી: હસ્તિનાપુર દીક્ષા તિથિઃ વૈ.વ. ૧૪ દીક્ષા સ્થાનઃ હસ્તિનાપુર કેવળજ્ઞાનતિથિ : પોષ સુ ૯ કેવળજ્ઞાન સ્થાનઃ હસ્તિનાપુર મોક્ષ તિથિઃ ફા.વ. ૧૩ મોક્ષ સ્થાનઃ સમેતશિખર પ્રથમ ગણધરઃ ચકાયુધ પ્રથમ સાધ્વી સૂચિ યક્ષનું નામ: ગરુડ યક્ષિણીનું નામઃ નિવણી તીર્થકરથી તીર્થંકર વચ્ચેનું અંતરઃ ૩ સાગરોપમ પોણો પલ્યોપમગ્ટન આયુષ્યઃ ૧ લાખ વર્ષ . Page #310 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર ૩૦૧ (૧૭) શ્રી કુંથુનાથ પ્રભુ કુળ ઈક્વાકુવંશ ગૌત્ર કાશ્યપ માતાનું નામ શ્રીરાણી પિતાનું નામ સુરસેન અવનકલ્યાણક તિથિઃ આ. વ.૯ જન્મ તિથિ ચે.વ. ૧૪ જન્મ નગરીઃ હસ્તિનાપુર દીક્ષા તિથિઃ વૈ.વ.૧૪ દીક્ષા સ્થાનઃ હસ્તિનાપુર કેવળજ્ઞાન તિથિઃ ચે.સુ.૩ કેવળજ્ઞાન સ્થાનઃ હસ્તિનાપુર મોક્ષ તિથિઃ ચે. વ.૧ મોક્ષ સ્થાનઃ સમેતશિખર પ્રથમ ગણધર સાંબ પ્રથમ સાધ્વી દામિની યણનું નામ ગંધર્વ યક્ષિણીનું નામ બલા તીર્થંકરથી તીર્થંકર વચ્ચેનું અંતરઃ અર્ધપલ્યો. આયુષ્યઃ ૯૫ હજાર વર્ષ (૧૮) શ્રી અરનાથ પ્રભુ કુળ ઈક્વાકુવંશ ગૌત્ર: કાશ્યપ માતાનું નામ દેવીરાણી પિતાનું નામ સુદર્શન ચ્યવનકલ્યાણક તિથિ : ફા.સુ.૨ જન્મ તિથિઃ મા.સુ. ૧૦ જન્મ નગરી: હસ્તિનાપુર દિક્ષા તિથિ મા.સુ.૧૧ દીક્ષા સ્થાનઃ હસ્તિનાપુર કેવળજ્ઞાન તિથિઃ કા.સુ.૧૧ કેવળજ્ઞાન સ્થાનઃ હસ્તિનાપુર મોક્ષ તિથિઃ મા.સુ. ૧૦ મોક્ષ સ્થાનઃ સમેતશિખર પ્રથમ ગણધર કુંભ પ્રથમ સાધ્વીઃ રક્ષિતા યક્ષનું નામ: યક્ષરાજ યક્ષિણીનું નામઃ ધારિણી તીર્થકરથી તીર્થકર વચ્ચેનું અંતરઃ અધપત્યો.માંએક હજારવર્ષ બાકી આયુષ્યઃ ૮૪ હજાર વર્ષ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ (૧૯) શ્રી મલ્લિનાથ પ્રભુ . કુળ ઃ ઇક્ષ્વાકુવંશ ગૌત્ર કાશ્યપ માતાનું નામ ઃ પ્રભાવતીરાણી પિતાનું નામ : કુંભ ચ્યવનકલ્યાણક તિથિ ઃ ફા.સુ.૧૪ જન્મ તિથિ : મા. સુ. ૧૧ જન્મ નગરી : મિથિલા દીક્ષા તિથિ : મા.સુ.૧૧ દીક્ષા સ્થાન : મિથિલા કેવળજ્ઞાન તિથિ : મા.સુ. ૧૧ કેવળજ્ઞાન સ્થાનઃ મિથિલા મોક્ષ તિથિ : ફા.સુ.૧૨ મોક્ષ સ્થાન ઃ સમ્મેતશિખર પ્રથમ ગણધર : અભિક્ષક પ્રથમ સાધ્વીઃ વધુમતિ યક્ષનું નામઃ કુબેર યક્ષિણીનું નામ : ધરણપ્રિયા તીર્થંકરથી તીર્થંકર વચ્ચેનું અંતર ઃ ૧ કોટી, એક હજાર વર્ષ ન્યૂન્યન આયુષ્ય ઃ ૫૫ હજાર વર્ષ : ચોવીશતીર્થંકર (૨૦) શ્રી મુનિસુવ્રત સ્વામી કુળ ઃ હરિવંશ ગૌત્રઃ ગૌતમ માતાનું નામ : પદ્માવતીરાણી પિતાનું નામ : સુમિત્ર ચ્યવનકલ્યાણક તિથિ : શ્રા.સુ. ૧૫ જન્મ તિથિઃ વૈ.વ.૮ જન્મ નગરી : રાજગૃહી દીક્ષા તિથિ : ફા.સુ.૧૨ દીક્ષા સ્થાન ઃ રાજગૃહી કેવળજ્ઞાન તિથિ : મા.વ.૧૨ કેવળજ્ઞાન સ્થાન ઃ રાજગૃહી મોક્ષ તિથિ : વૈ. વ.૯ મોક્ષ સ્થાન ઃ સમ્મેતશિખર પ્રથમ ગણધર ઃ મલ્લિ પ્રથમ સાધ્વી પુષ્પમતી યક્ષનું નામ : વરુણ યક્ષિણીનું નામ ઃ નરદત્તા તીર્થંકરથી તીર્થંકર વચ્ચેનું અંતરઃ ૫૪ લાખવર્ષ આયુષ્ય ઃ ૩૦ હજાર વર્ષ • Page #312 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થકર ૩૦૩ - - -- (૨૧) * શ્રી નમિનાથ પ્રભુ કુળ ઈક્વાકુવંશ ગૌત્ર કાશ્યપ માતાનું નામ વિપ્રારાણી પિતાનું નામ વિજય ચ્યવનકલ્યાણક તિથિઃ આ.સુ.પ જન્મ તિથિઃ અ.વ.૮ જન્મ નગરીઃ મિથિલા દીક્ષા તિથિઃ જે.વ.૯દીક્ષા સ્થાનઃ મિથિલા કેવળજ્ઞાન તિથિ મા.સુ. ૧૧ કેવળજ્ઞાન સ્થાન મિથિલા મોક્ષ તિથિઃ ચે. વ.૧૦ મોક્ષ સ્થાનઃ સમેતશિખર પ્રથમ ગણધરઃ શુભ પ્રથમ સાધ્વીઃ અનિલા યક્ષનું નામઃ ભ્રકુટી યક્ષિણીનું નામઃ ગાંધારી તીર્થકરથી તીર્થકર વચ્ચેનું અંતર ઃ ૬ લાખ વર્ષ આયુષ્યઃ ૧૦ હજાર વર્ષ (૨૨) શ્રી નેમિનાથ પ્રભુ કુળઃ હરિવંશ ગૌત્રઃ ગૌત્તમ માતાનું નામઃ શિવાદેવી પિતાનું નામ સમુદ્રવિજય અવનકલ્યાણક તિથિઃ આ.વ.૧૨ જન્મ તિથિઃ શ્રા.સુ.પ જન્મ નગરીઃ સૌરીપુર દીક્ષા તિથિઃ શ્રા.સુ.દીક્ષા સ્થાન સૌરીપુર કેવળજ્ઞાન તિથિઃ ભાદરવા અમાસ કેવળજ્ઞાન સ્થાનઃ ગિરનાર મોક્ષ તિથિઃ અ.સુ.૮ મોક્ષ સ્થાનઃ ગિરનાર પ્રથમ ગણધરઃ વરદત્ત પ્રથમ સાધ્વીઃ યક્ષદિના યક્ષનું નામ: ગોમેધ યક્ષિણીનું નામ અંબિકા તીર્થકરથી તીર્થકર વચ્ચેનું અંતર ઃ ૫ લાખ વર્ષ આયુષ્યઃ એક હજાર વર્ષ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ (૨૩) શ્રી પાર્શ્વનાથ પ્રભુ : કુળ ઃ ઇક્ષ્વાકુવંશ ગૌત્ર કાશ્યપ માતાનું નામ ઃ વામાદેવી પિતાનું નામ ઃ અશ્વસેન ચ્યવનકલ્યાણક તિથિ : ફા.વ.૪ જન્મ તિથિ ઃ મા.વ.૧૦ જન્મ નગરી ઃ વારાણસી દીક્ષા તિથિઃ મા.વ.૧૧ દીક્ષાસ્થાન ઃ ભૈલપુર કેવળજ્ઞાન તિથિ ફા. વ.૪ કેવળજ્ઞાન સ્થાનઃ ભૈલપુર મોક્ષ તિથિ : શ્રા.વ.૮ મોક્ષ સ્થાન ઃ સમ્મેતશિખર પ્રથમ ગણધર : આર્યદિન પ્રથમ સાધ્વી ઃ પુષ્પચૂડા યક્ષનું નામ : પાર્શ્વ યક્ષિણીનું નામ ઃ પહ્માવતી તીર્થંકરથી તીર્થંકર વચ્ચેનું અંતર ઃ ૮૩૭૫૦ વર્ષ આયુષ્યઃ ૧૦૦ વર્ષ (૨૪) શ્રી મહાવીર સ્વામી કુળ ઃ ઇક્ષ્વાકુવંશ ગૌત્ર ઃ કાશ્યપ માતાનું નામ : ત્રિશલાદેવી પિતાનું નામ ઃ સિધ્ધાર્થ ચ્યવનકલ્યાણક તિથિ : અ.સુ. ૬ જન્મ તિથિ : ચૈ.સુ. ૧૩ જન્મ નગરી : ક્ષત્રિયકુંડ દીક્ષા તિથિ : ક.વ.૧૦ દીક્ષા સ્થાનઃ ક્ષત્રિયકુંડ કેવળજ્ઞાન તિથિ : વૈ.સુ.૧૦ કેવળજ્ઞાન સ્થાન ઃૠજૂબાલુકા મોક્ષ તિથિ : આ.વ.૩૦ મોક્ષ સ્થાન : પાવાપુરી પ્રથમ ગણધર ઃ ગૌત્તમ પ્રથમ સાધ્વી ઃ ચંદનબાલા યક્ષનું નામ: બ્રહ્મશાંતિ યક્ષિણીનું નામ : સિધ્ધાયિકા તીર્થંકરથી તીર્થંકર વચ્ચેનુ અંતર ઃ ૨૫૦ વર્ષ આયુષ્ય ઃ ૭૨ વર્ષ ચોવીશતીર્થંકર * સમાપ્ત Page #314 -------------------------------------------------------------------------- ________________ CISIP રાકર લવિાષ શ્રી હષ પ્રિન્ટરી રાજ