________________
શ્રી વાસુપૂજ્ય સ્વામી
૧૦૫
વાસુપૂજ્યકુમારે નમ્રપણે કહ્યું : “પિતાજી, હું સર્વ પૂર્વજોના ચરિત્રો જાણું છું. જે તીર્થંકરોએ વિવાહ કર્યા હતા તેઓને ભોગ ફળવાળા સવિશેષ કમ રહેલા હતા તેથી ત્રણ જ્ઞાનને ધારણ કરનારા એ મહાત્માઓએ ભોગ ભોગવીને તે કર્મોને ખપાવ્યા હતા. મારે કંઈપણ ભોગકર્મ ભોગવવાનું નથી. જે મોક્ષ પ્રાપ્તિ માટે અડચણ રૂપ થાય માટે આપ મને દીક્ષા અંગીકાર માટેની જ આજ્ઞા આપો. તેમજ મલ્લિનાથ, નેમિનાથ અને પાર્શ્વનાથ એ ત્રણ ભાવી તીર્થકરો પણ વિવાહ અને રાજ્યને અંગીકાર કર્યો વગર જ મુક્તિ મેળવવા માટે પ્રવજ્યા ગ્રહણ કરશે. જ્યારે અમર તીર્થકર શ્રી વીર ભગવાન પોતાને ભોગ્યકર્મ થોડું હોવાથી વિવાહ કરશે પરંતુ રાજ્ય કર્યા વગર જ દીક્ષા ગ્રહણ કરીને સિદ્ધિપદ પામશે. માટે કર્મની વિચિત્રતાઓને કારણે તીર્થકરોને પણ એક જ માર્ગ નથી. આ પ્રમાણે વિચાર કરીને મને દીક્ષા માટેની અનુમતિ આપો.”
આ પ્રમાણે વસુપૂજ્ય કુમારે પોતાના માતાપિતાને સમજાવ્યા. જન્મ પછી અઢાર લાખ વર્ષ ગયા પછી પ્રભુ દીક્ષા લેવાને ઉત્સુક થયા. તત્કાળ આસનના કંપનથી લોકાંતિક દેવતાઓ પ્રભુની દીક્ષાનો અવસર જાણીને બ્રહ્મલોકમાંથી ત્યાં આવ્યા.
દેવતાઓએ પ્રભુને પ્રદક્ષિણાપૂર્વક પ્રણામ કરીને નમ્રભાવે કહ્યું: ‘હે પ્રભુતીર્થને પ્રવતવો..”
આટલું કહીને દેવતાઓ પોતાના સ્થાને ચાલ્યા ગયા. શ્રી વાસુપૂજ્ય સ્વામીએ વાર્ષિકદાનની ધારા વહેતી કરી.
વર્ષના અંતે ઇન્દ્રોએ આવીને પ્રભુના દીક્ષાભિષેકનો. મહોત્સવ રચ્યો.
સુર-અસુરોએ રચેલી અને સિંહાસનથી સુશોભિત પૃથ્વી નામની શિબિકા ઉપર પ્રભુ બિરાજમાન થયા. શ્રી વાસુપૂજ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org