________________
૨૧૬
ચોવીશ તીર્થંકર
પાર્શ્વકુમારે રાજા યવનરાજનું યોગ્ય સન્માન કરતાં જણાવ્યું : રાજન બળ અને સંપત્તિના મદમાં છકી જઈને આફતકારી યુદ્ધોને નોતરવાં એ કોઈ પણ રીતે વાજબી નથી. આપ મૈત્રી બાંધવા માટે પ્રેરાયા છો તેથી મને અત્યંત આનંદ ઊપજે છે. તમારી મૈત્રીનો હું સ્વીકાર કરું છું. હવે આજે ને આજે તમે કુશસ્થળને ગોઝારી ગૂંગળામણમાંથી મુક્ત કરો.'
યવનરાજે પાર્શ્વકુમારની આજ્ઞાનું પાલન કર્યું અને કુશસ્થળને ફરતે ઘેરો ઉઠાવી લીધો.
કુશસ્થળની પ્રજામાં સર્વત્ર આનંદ છવાઈ ગયો.
કુશસ્થળના મહારાજા પ્રસેનજિત અને રાજકુમારી પ્રભાવતીના અંતરમાં વગર યુદ્ધ પ્રશ્નનો નિવેડો આવતાં અત્યંત આનંદિત થયા.
પાર્શ્વકુમારની સાથે આવેલો પુરુષોત્તમ પણ હર્ષ પામી ઊઠ્યો.
મહારાજા પ્રસેનજિત રાજકુમારી પ્રભાવતી સહિત રાજ પરિવારના સભ્યો, નગરીના અગ્રણીઓ, મંત્રી વર્ગ વગેરે સૌ પાર્શ્વકુમારનો સત્કાર કરવા માટે નગર બહાર આવ્યા.
રાજા પ્રસેનજિત અને મંત્રીઓ પાકુમારને મળ્યા.
રાજાએ પાર્શ્વકુમારને કહ્યું : “પાર્શ્વકુમાર, અમારા ઉપર બહુ મોટી કૃપા થઈ. આપ સમયસર આવી પહોંચ્યા એટલે અમારું રક્ષણ થયું. હવે વધારે કૃપા કરીને મારી પુત્રી પ્રભાવતીનો આપ સ્વીકાર કરીને મને કૃતાર્થ કરો.'
આ સમયે પ્રભાવતી રાજકુમારી વિચારોના વૃંદાવનમાં રાચી રહી હતી. “ઓહ.મેં પૂર્વે કિરીઓ પાસેથી જેમના ગુણકીર્તન સાંભળ્યા હતા તે પાર્શ્વકુમાર આજે મારા જેવામાં આવ્યા છે. શું તેઓ મારા પિતાશ્રીની ઈચ્છાને સંતોષશે કે નહિ...!'
પાર્શ્વકુમારે મહારાજા પ્રસેનજિત સામે જોઈને કહ્યું : “રાજન, હું મારા પિતાની આજ્ઞાથી આપનું રક્ષણ કરવા માટે જ અહીં આવેલો છું. અમારું એ કામ પૂરું થયું છે. તેથી હવે હું વારાણસી પાછો ફરીશ. મારું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org