SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ સ્વામી આગમન અહીં લગ્ન નિમિત્તે થયેલું નથી.' પાર્શ્વકુમારના શબ્દો સાંભળીને પ્રભાવતીને થયું કે આવા દયાળુ પુરુષના મુખેથી આવા શબ્દો કેમ સ્ફુરિત થયા હશે ? આ કુમાર તો સર્વની પર કૃપાળુ છે. મારા પર કેમ કૃપા રિહત થયા હશે ? શું મારા ભાગ્યનો દોષ હશે ? રાજા પ્રસેનજિતને થયું કે કંઈક ઉપાય વિચારવો પડશે. નહિતર પ્રભાવતીને દુઃખ થશે. આ કુમાર તો સાવ નિસ્પૃહી જણાય છે પરંતુ તેઓ પિતાની આજ્ઞાને ટાળી નહિ શકે... ૨૧૭ આવું વિચારીને રાજા પ્રસેનજિતે કહ્યું : પાર્શ્વકુમાર, હું મહારાજા અશ્વસેનની ચરણવંદના કરવાની ભાવના સેવું છું. જો આપ કહો તો આપની સાથે જ આવું.' પાર્શ્વકુમારે સંમતિ આપી. અને રાજા પ્રસેનજિત, રાજકુમારી પ્રભાવતી તથા અન્ય રાજ્યપરિવારના સભ્યો પાર્શ્વકુમારની સાથે વારાણસી આવ્યા અને ત્યા અશ્વસેન રાજાને વંદન કરીને રાજા પ્રસેનજિતે વિનયભર્યા સ્વરે કહ્યું : ‘કૃપાળુ, પાર્શ્વકુમારના આગમનથી જ યુદ્ધનું વાદળ ચાલ્યું ગયું. યવનરાજ એના સૈન્ય સાથે કલિંગ ચાલ્યો ગયો. મારી એક પ્રાર્થના છે.’ રાજા અશ્વસેને રાજા પ્રસેનજિત સામે પ્રશ્નભરી નજરે જોયું. પ્રસેનજિતે કહ્યું : ‘મહારાજ, મારે પ્રભાવતી નામની કન્યા છે. તેને મારા આગ્રહથી પાર્શ્વકુમાર માટે ગ્રહણ કરવાની કૃપા વરસાવો.' ત્યારે રાજા અશ્વસેને કહ્યું : “રાજન, પાર્શ્વકુમા૨ આ સંસારથી સદા વિરક્તભાવ સેવે છે. તેથી તે શું કરશે. તે હજુ મારા જાણવામાં આવ્યું નથી. અમારા મનમાં પણ પ્રશ્ન થયા કરે છે કે આ કુમારનો વિવાહોત્સવ ક્યારે થશે ? છતાં તમારા આગ્રહથી તેનો પ્રભાવતી સાથે વિવાહ સંપન્ન કરીશું. ' મહારાજા અશ્વસેને, તરત જ પાર્શ્વકુમારને પોતાની પાસે બોલાવ્યા અને રાજા પ્રસેનજિતની માગણીથી વાકેફ કર્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy