SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પદ્મપ્રભુસ્વામી દ૯ થોડી વાર રહીને શક્રેન્દ્ર પ્રભુને લઈને તરત જ સુસીમાદેવીની પાસે આવ્યા અને પ્રભુને મૂકીને પોતાના સ્થાને વિદાય થયા. પ્રભુ ગર્ભમાં આવતાં માતાને પદ્મની શય્યાનો દોહદ થયો હતો. તેમજ પદ્મના જેવી પ્રભુની ક્રાંતિ હતી. તેથી પિતાએ તેમનું નામ પદ્મપ્રભુ પાડ્યું. મહારાજા ધર અને મહાદેવી સુસીમાએ પુત્રનો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવ્યો. દાનની સરિતા વહેતી કરી હતી. નગરજનો મહારાજાને પુત્રજન્મની વધાઈ આપવા લગાતાર આવતા રહેતા હતા. અને સ્વર્ગની ધાત્રીઓએ લાલનપાલન કરતાં, દેવકુમાર સાથે ક્રીડા કરતા પડાપ્રભકુમાર અનુક્રમે વૃદ્ધિ પામીને યૌવન વયને પ્રાપ્ત થયા. યૌવનવયમાં અઢીસો ધનુષ ઊંચા અને વિશાળ છાતીવાળા પડાપ્રભુ જાણે લક્ષ્મીનો પ ધપરાગ મણિમય ક્રીડાપર્વત હોય તે રીતે શોભવા લાગ્યા. પ્રભુના અંતરમાં સંસાર ત્યાગની ભાવના રમતી હતી. પરંતુ માતાપિતા તથા અન્ય લોકોના અતિ આગ્રહથી સુંદર રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. જન્મથી સાડાસાત લાખ પૂર્વ ગયા પછી પિતા ધર રાજાના આગ્રહથી પ્રભુએ રાજ્યનો ભાર ગ્રહણ કર્યો. રાજ્યનો દોરીસંચાર કરતાં પાપ્રભકુમારે સાડા એકવીશ લાખ પૂર્વ અને સોળ પૂવગ પસાર કર્યો. ત્યારપછી દેવતાઓએ પદ્મપ્રભ કુમાર પાસે આવીને દીક્ષા લેવાની પ્રેરણા આપી. તરત જ પદ્મપ્રભુએ વાર્ષિક દાનની સરિતા વહેવડાવી. એ દાનનું દ્રવ્ય કુબેરની આજ્ઞાથી જભક દેવતાઓએ લાવીને પૂરું કર્યું. પછી ઇન્દ્રો અને રાજાઓએ જેમનો અભિષેક કરેલો છે એવા પ્રભુ સુખકારી શિબિકામાં બિરાજમાન થઈને સહસ્ત્રાપ્રવનમાં ગયા. ત્યાં છઠ્ઠનો તપ કરીને કારતક કૃષ્ણ ત્રયોદશીના દિવસે અપરાહુનકાળે પ્રભુએ એક હજાર રાજાએ સાથે પ્રવજ્યા ગ્રહણ કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy