________________
• શ્રી પદ્મપ્રભુ સ્વામી
જંબુદ્રીપમાં ભરતક્ષેત્રની અંદર વત્સદેશના આભૂષણ સમી કૌશાંબી નામની નગરી છે. આ નગરીમાં ધર નામનો રાજા કુશળતાથી રાજ્યનો કારભાર ચલાવતો હતો. મહારાજા ધર પરાક્રમી, ન્યાયી અને પ્રજાવત્સલ હોવાથી લોકપ્રિય બન્યો હતો.
S
મહારાજા ધરને અનિદ્યરૂપ ધરાવતી સુસીમા નામની રાણી હતી. સુસીમા સુશીલ, સંસ્કારી અને ગુણી હોવાથી એણે મહારાજાના અંતરમાં પોતાનું સ્થાન મેળવી લીધું હતું.
નવમા ત્રૈવેયકમાં અપરાજિત રાજાના જીવે એકત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું ત્યાંથી આવીને માઘ માસની કૃષ્ણ ષષ્ઠિના દિવસે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતા સુસીમા દેવીની કુક્ષિમાં તે ઉત્પન્ન થયો.
આ સમયે મહાદેવી સુસીમાએ તીર્થંકરના જન્મને સૂચવનારા ચૌદ મહાસ્વપ્નો પોતાના મુખમાં પ્રવેશ કરતા જોયા. ગર્ભ જ્યારે વૃદ્ધિ પામ્યો ત્યારે સુસીમા દેવીને પદ્મની શય્યામાં સુવાનો દોહદ ઉત્પન્ન થયો, ત્યારે દેવતાઓએ આવીને રાણીનો દોહદ પૂર્ણ કર્યો.
નવ માસ અને સાડા સાત દિવસ પૂરા થતાં કારતક માસની કૃષ્ણ દ્વાદશીના દિવસે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં, વક્રચાર અતિચારને મૂકીને સર્વ ગ્રહો ઉચ્ચ સ્થાને આવતાં પદ્મના જેવા વર્ણવાળા અને પદ્મના લાંછનવાળા પુત્રને સુસીમા દેવીએ જન્મ આપ્યો.
એ સમયે છપ્પન દિકુમારીઓએ આવીને સૂતિકાકર્મ કર્યું. શક્રેન્દ્ર પ્રભુને મેરૂ પર્વત પર લઈ ગયા. શક્રેન્દ્રના ઉત્સંગમાં રહેલા પ્રભુને અચ્યુતાદિ ઇન્દ્રોએ સ્નાન કરાવ્યું. શક્રેન્દ્ર ઈશાન ઇંદ્રના ખોળામાં પ્રભુને સ્થાપીને યથાવિધિ સ્થાન કરાવી અને ભાવભર્યા કંઠે પ્રભુની સ્તુતિ કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org