________________
૨૦૮
પ્રતિહાર મસ્તક નમાવીને ચાલ્યો ગયો.
થોડી વારમાં સુંદર આકૃતિ ધરાવતો પુરુષ મહારાજા અશ્વસેનના સિંહાસનની સામે ઊભો રહ્યો.
ચોવીશ તીર્થંકર
સૌ પ્રથમ તો તે પુરુષે મહારાજાને ભાવભર્યા વંદન કર્યા પછી પ્રતિહારે બતાવેલા આસન પર બેઠક ગ્રહણ કરી.
મહારાજા અશ્વસેને તે પુરુષની સામે જોઈને પ્રશ્ન કર્યો : ‘હે ભદ્ર, તમે કોના સેવક છો ? કોણ છો ? તેમજ કયા હેતુથી તમારું અહીં આગમન થયું છે ?’
આવનાર પુરુષે અત્યંત વિનયભર્યા સ્વરમાં કહ્યું : ‘હે કૃપાનાથ, આ ભરતક્ષેત્રમાં અતિ સોહામણું અને વૈભવશાળી કુશસ્થળ નામનું નગર આવેલું છે ત્યાં નરવર્મા નામના રાજા રાજ કરતા હતા. તેઓ અતિ દયાળુ, પરાક્રમી અને ધાર્મિક વૃત્તિના અનેક રાજાઓ એના તાબા હેઠળ હતા. જૈન ધર્મમાં સ્થિર રહેનારા રાજવી નરવર્મા હંમેશા મુનિ ભગવંતોની સેવામાં સદાય જાગૃતિ કેળવતા હતા. તેઓએ ન્યાય અને પરાક્રમથી ચિરઃકાળ સુધી પોતાના રાજ્યનું પાલન કર્યું. પછી સંસારથી ઉદ્વેગ પામીને રાજ્યલક્ષ્મીને તૃણવત્ છોડી દઈને સુસાધુ ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરી.
આવનાર પુરુષ પોતાની વાત પૂરી કરે તે પહેલાં રાજા અશ્વસેને હર્ષ વ્યક્ત કરતાં જણાવ્યું : વાહ...ધન્ય છે મહારાજા નરવર્માને...! જેણે રાજ્યનો તૃણવત્ ત્યાગ કરીને વ્રત ગ્રહણ કર્યું. અપાર સુખોપભોગ, વૈભવવિલાસનો ત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરવી તે કપરું કાર્ય છે. ધન્ય છે રાજા નરવર્માને...!'
પેલા પુરુષે પોતાની વાત જણાવતાં કહ્યું : “મહારાજ, તે નરવર્મા રાજાના રાજ્ય પર હાલ એમના પુત્ર પ્રસેનજીત નામના રાજા રાજ્યનો કારભાર સંભાળી રહ્યાં છે. તેઓ સેનારૂપ સિરતાઓના સાગર જેવા છે. મહારાજા પ્રસેનજીતને પ્રભાવતી નામની પુત્રી છે. પ્રભાવતી અનિવ રૂપ ધારણ કરનારી છે. વિધાતાએ ચંદ્રના ચૂર્ણથી તેનું મુખ, કમળથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org