SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ચોવીશ તીર્થંકર પ્રવજ્યા અંગીકાર કરી, એ જ સમયે પ્રભુને ચોથું મન પર્વજ્ઞાન ઉપબ્ધ થયું. બીજે દિવસે ધાન્યકુટ નગરમાં જયરાજાને ત્યાં શ્રી વિમલનાથ સ્વામીએ પરમ અન્નથી પારણું કર્યું. તે વખતે દેવતાઓએ વસુધારાદિક પાંચ દિવ્ય પ્રગટ કર્યો અને પ્રભુ જ્યાં ઊભા રહ્યા હતા તે સ્થાને જયરાજાએ એક રત્નપીઠ બંધાવી. ત્યારપછી શ્રી વિમલનાથ સ્વામી ગામ, નગર અને પૃથ્વી પર છવસ્થપણે વિહાર કરવા લાગ્યા. બે વર્ષ પર્યત છદ્મસ્થપણે વિહાર કરીને શ્રી વિમલનાથ સ્વામી સહસ્ત્રાપ્રવનમાં ફરીવાર આવ્યા. જ્યાં પ્રભુએ દીક્ષા અંગીકાર કરી હતી. તે સ્થળે આવેલા જંબૂવૃક્ષ નીચે અપૂર્વકરણના ક્રમથી ક્ષપક શ્રેણીમાં આરૂઢ થયેલા પ્રભુના ઘાતકર્મ નાશ પામ્યા. જેથી પોષ માસની શુકલ ષષ્ટિને દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં છઠ્ઠ તપયુક્ત પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાં દેવતાઓએ રચેલા સમોવસરણમાં બેસી પ્રભુએ દેશના આપી. મંદર વગેરે સત્તાવન તેમને ગણધરો થયા. - પ્રભુના તીર્થમાં મયૂરના વાહનવાળો, ઉજ્વળ વર્ણવાળો, દક્ષિણ તરફની છ ભૂજાઓમાં ફલ, ચક્ર, ઈષ, ખડગ, પાશ અને અક્ષસૂત્ર તથા વામ બાજુની છ ભૂજાઓમાં નકુલ, ચક્ર, ધનુષ્ય, ફલક, વસ્ત્ર અને અભયને ધારણ કરનારો પણમુખ નામે યક્ષ શાસન દેવતા થયો તથા હરિતાબના જેવા વર્ણવાળી, પા ઉપર બેઠેલી દક્ષિણ ભૂજામાં બાણ અને પાશને ધરનારી તથા વામભૂજામાં કોદંડ તથા નાગને રાખનારી વિદિતા નામે શ્રી વિમલનાથ પ્રભુની શાસનદેવી થઈ. શાસનદેવતા અને શાસનદેવી નિરંતર જેમની સમીપ રહેલા છે એવા જગદ્ગુરૂ વિહાર કરતા એક દિવસ દ્વારકા નગરીના પરિસર ભાગમાં પધાયાં. ઈન્દ્રાદિક દેવતાઓએ ત્યાં સાતસોને વીશ ધનુષ ઊંચા અશોકવૃક્ષ યુક્ત સમોસરણ રચ્યું. પ્રભુએ પૂર્વ દ્વાર વડે તેમાં પ્રવેશ કરી, આહતી સ્થિતિને પાળતા તે ચૈત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરી અને તેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy