SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ચોવીશ તીર્થંકર નગરીના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, ભાયાતો લગ્નયાત્રામાં નેમકુમા૨નો સુવર્ણમય રત્નજડિત રથ વિશાળ રથયાત્રામાં મંથર ગતિએ ચાલી રહ્યો હતો. ૧૮૦ જોડાયા. ૨થ પર શ્વેત છત્ર હતું. બન્ને પડખે શ્વેત ચામરો વીંઝતી હતી. છેડા સહિત બે શ્વેત વસ્ત્રો પહેરાવ્યાં. મુક્તાફળના આભરણોથી શણગાર્યા હતા મનોહર ગોશીષ ચંદનથી અંગરાગ કર્યો હતો. શ્વેત અશ્વોવાળા રથમાં નેમકુમાર આરૂઢ થયા હતા. અગ્ર ભાગે હજારો યાદવો અશ્વ પર સવાર થઈને જાનૈયા થઈને ચાલતા હતા. બન્ને બાજુ હાથીઓની હાર ચાલી. પાછળ મૂલ્યવાન પાલખીઓમાં બેસીને અંતઃપુરની સ્ત્રીઓ મંગળ ગીતો ગાતી હતી. આમ જાનનો ઠાઠ અપૂર્વ અને અદ્ભુત હતો. અને જાન ઉગ્રસેન રાજાની નગરીમાં આવી પહોંચી. નેમકુમારની જાનના આગમનને કોલાહલ સાંભળીને મેઘ ધ્વનિ મયુરીની જેમ કમળ લોંચના રાજુલકુમારી ગાઢ ઉત્કંઠાવાળી થઈ. રાજુલકુમારીની એક સખી તેનો હાથ પકડીને નેમકુમારને નિહાળવા તેને ગોખે ૫૨ લઈ આવી. રાજુલકુમારીના અંતરમાં નેમકુમારને નિહાળવાની અદમ્ય ઇચ્છા હતી. અને એની ઇચ્છા તેની સખીઓએ પૂરી કરી. રાજુલે ચંદ્રસહિત મેઘના જેવો માલતી પુષ્પોથી ગૂંથાયેલો કેશપાશ ધર્યો હતો. રાજુલકુમારી બે વિશાળ લોચનથી કર્ણમાં ધારણ કરેલા આભૂષણભૂત કમળને પરાજિત કરતી હતી. મોતી રત્નજડિત કુંડળોયુક્ત કર્ણથી છીપની શોભાનો પ્રતિકાર કરતી હતી. હિંગળોક સહિત અધરથી પાકેલા બિંબ ફ્ળને લજાવતી હતી. તેમજ કંઠને આભૂષણયુક્ત ગ્રીવા સુવર્ણની મેખલાવાળા શંખની જેમ શોભી રહી હતી. પુષ્પહારથી અંકિત રત્નપ્રદેશ બિસ ગ્રહણ કરનારા ચક્રવાકની For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy