________________
૧૩૪
ચોવીશ તીર્થંકર
ઉઘાડી પછી પ્રભુએ ગજરત્ન પર આરૂઢ થઈને ગુફામાં સૈન્ય સહિત પ્રવેશ કર્યો. શાંતિનાથકુમારે ગુફાનો અંધકાર ભેદવા હસ્તી પર મણિરત્ન સ્થાપિત કર્યું. અને હાથમાં કાંકણી રત્ન લઈને ગુફાની બન્ને બાજુ અનુક્રમે ઓગણ પચાસ માંડલા આલેખતા ચાલવા લાગ્યા.
આમ આગળ વધતાં ગુફાની મધ્યમાં આવેલી ઉન્મા અને નિમગ્રા નામની નદી ઉપર પ્રભુએ વધકિરત્ન પાસે એક સેતુ બંધાવીને શાંતિનાથ પ્રભુએ સૈન્ય સહિત તે માર્ગ પસાર કર્યો. આગળ જતાં ગુફાનું ઉત્તર દ્વાર પ્રભુના આગમનથી જ પોતાની મેળે જ ઊઘડી ગયું. તત્કાળ તે દ્વારથી પ્રભુ સેન્ચ સહિત બહાર નીકળ્યા. સૈન્યને જોઈને ત્યાં રહેલા પ્લેચ્છો ઉપહાસ્ય બિછાવીને કહેવા લાગ્યા : “અરે..આ આપણા પર કોણ ધસી આવ્યું છે ? ચાલો...આપણે તેઓની ઉપેક્ષા કરવી યોગ્ય નથી. ચાલો સૌ એક થઈને સૈન્ય પર હુમલો કરીએ.'
અને મ્લેચ્છો અને શાંતિનાથ સ્વામીના સૈન્ય વચ્ચે યુદ્ધ શરૂ થયું. જેમાં ચક્રવર્તીના અગ્ર સૈન્યને વનની જેમ સ્વેચ્છાએ ભાંગી નાખ્યું. પોતાના અગ્રસૈન્યનો નાશ થયેલો જોઈને શાંતિનાથ સ્વામીનો સેનાપતિ ક્રોધાયમાન થયો અને પોતાની શક્તિનો પરિચય કરાવ્યો. મ્લેચ્છો તરત જ પોતાનો જીવ બચાવવા અને મદદ માટે મેઘકુમાર પાસે આવ્યા. મેઘકુમારે કહ્યું: ‘તમને શી પીડા છે તે કહો...'
ત્યારે ભયપ્રદ બનેલા સ્વેચ્છાએ મેઘકુમારને કહ્યું : “કોઈ ચક્રવર્તી રાજા અને એનું સૈન્ય અમારું નિકંદન કાઢવા પર તુલ્યો છે. મેઘકુમાર, આપ અમારી રક્ષા કરો.'
મેઘકુમાર બોલ્યા : 'આજે જ અમે તમારા શત્રુઓને જળમાં ડૂબાવીને મૃત્યુના ખોળે પોઢાડી દઈશું..”
અને તરત જ મેઘકુમારોએ શાંતિનાથ સ્વામીના સૈન્ય પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org