SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાંતિનાથ સ્વામી કર્યો. ત્યાંથી ચક્રરત્ન દક્ષિણા દિશા તરફ આગળ વધ્યું. શ્રી શાંતિનાથ પ્રભુ ચક્રના માર્ગને અનુસરતા દક્ષિણ સમુદ્રના કિનારા પાસે આવ્યા. ત્યાં વ૨દામ દેવને ઉદ્દેશીને સમુદ્રતીરે રત્નમય સિંહાસન પર બેઠા, વરદામપતિએ અવધિજ્ઞાન દ્વારા પ્રભુને આવેલા જાણીને તરત જ ભેટ સોગાદ લઈને પહોંચી ગયો. એણે પ્રભુને વંદના કરીને દિવ્ય અલંકારાદિ ભેટ ધર્યાં. પ્રભુએ પ્રસન્નતાથી તેને વિદાય કર્યો. ત્યારપછી ચક્રરત્ન પશ્ચિમ દિશા તરફ આગળ ધપ્યું. પશ્ચિમ સમુદ્રના કાંઠે શ્રી શાંતિનાથ પ્રભુએ છાવણી નાંખી. આસન કંપિત થતા પ્રભાસપતિએ ત્યાં આવીને પ્રભુની ભાવથી. સેવા કરી અને પ્રભુના શાસનને અંગીકાર કર્યું. ત્યાંથી સિંધુદેવીને ઉદ્દેશીને ચક્રરત્ન વાયવ્ય દિશાના માર્ગે ચાલ્યું. સિંધુદેવીએ અવધિજ્ઞાનથી પ્રભુને આવેલા જાણીને ભેટ સોગાદ ધરીને ભક્તિ કરી. ૧૩૩ સિંધુદેવીએ શાંતિનાથ સ્વામીને ભાવભક્તિથી વંદન કરી, બેહાથ જોડીને કહ્યું : ‘હે ભગવંત, આ દેશમાં સેનાનીની જેમ હું તમારી આજ્ઞાકારી થઈને રહેલી છું.' આટલું કહીને સિંધુદેવીએ રત્ન સુવર્ણમય સ્નાનપીઠ, કળશો તથા આભૂષણો વગેરે પ્રભુને ભેટ કર્યાં. ત્યાંથી ચક્રરત્ન ઈશાન દિશા તરફ આગળ વધ્યું. ચક્રરત્ન વૈતાઢય પર્વતની નજીક આવ્યું. ચક્રના માર્ગે અનુસરતા પ્રભુ તમિસ્ત્રા ગુહાની નજીક આવ્યા. ત્યાં રહેલા કૃતમાળ દેવને તત્કાળ વશ કરી લીધો. ત્યાંથી શાંતિનાથ પ્રભુની આજ્ઞાથી સેનાપતિએ ચર્મરત્ન વડે સિંધુ નદી ઊતરીને તેના દક્ષિણ નિષ્કટને ક્ષણભરમાં સાધી લીધું ત્યાંથી આવી સેનાપતિએ અમોધ શક્તિવાળા દંડરત્નથી કપાટને તાડન કરી તમિસ્ત્રા ગુફા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy