SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર સ્વામી સાંભળ્યું કે પ્રજાપતિ રાજાને બે પરાક્રમી પુત્રો છે. અશ્વગ્રીવે પોતાના ચંડવેગ નામના દૂતને પ્રજાપતિ રાજા પાસે મોકલ્યો. એ સમયે રાજા પ્રજાપતિ સંગીતનું રસપાન કરી રહ્યો હતો તેમાં ચંડવેગ બાધારૂપ થયો. બે કુમારોએ પૂછ્યું અને જાણવા મળ્યું કે આ દૂત મહાપરાક્રમી છે. અશ્વગ્રીવ રાજાનો મુખ્ય દૂત છે.’ દૂતે વિદાય લીધી પછી બન્ને કુમારોએ દૂતને અધવચ્ચે માર્ગમાં રોકીને સારી પેઠે માર્યો. આ સમાચાર પ્રજાપતિને મળતાં દૂતને પાછો પોતાની પાસે બોલાવ્યો. પ્રજાપતિ રાજાએ દૂતનો અધિક સત્કાર કરીને બન્ને કુમારોના કૃત્યને ક્ષમ્ય ગણવા કહ્યું અને આ વાત અશ્વગ્રીવ રાજાને ન કહેવા જણાવ્યું. તે તરત જ ત્યાંથી વિદાય લઈ ને અશ્વગ્રીવ રાજા પાસે આવ્યો અને બધી વાત કરી. અશ્વગ્રીવ રાજાએ રાજા પ્રજાપતિને એક દૂત મારફત આજ્ઞા મોકલાવી કે કેશરીસિંહનો ઉપદ્રવ વિશેષ છે તેથી તેની રક્ષા માટે આવો.' ૨૩૫ અશ્વગ્રીવ રાજાની આજ્ઞા સાંભળતાં પ્રજાપતિએ બન્ને કુમારોને બોલાવ્યા અને કહ્યું : ‘તમે આપણા સ્વામી અશ્વગ્રીવને કોપાવ્યો તેથી એણે વારા વગર પણ સિંહના ઉપદ્રવમાં રક્ષણ આપવા આજ્ઞા કરી છે.' અને અશ્વગ્રીવ રાજાના આદેશ અનુસાર રાજા પ્રજાપતિ શંખપુર જવા માટેની તૈયારી આરંભી ત્યારે બન્ને કુમારોએ પિતાને રોક્યા અને કુમારો જ શંખપુર જવા નીકળ્યા. ત્રિપુર્ણ શંખપુરના રક્ષકોને પૂછ્યું : “બીજા રાજાઓ અહીં આવે ત્યારે સિંહથી રક્ષા કેવી રીતે કરે છે ? તેઓ ક્યાં રહે છે ?” ત્યારે રક્ષકો બોલ્યા : ‘બીજા રાજાઓ દર વર્ષે તેના વા૨ા પ્રમાણે આવે છે અને શાળી લણી લેવાય ત્યાં સુધી ચતુરંગી સેનાનો શાળીક્ષેત્ર ફરતો કિલ્લો કરીને તેની રક્ષા કરે છે.’ ત્રિપુષ્ટ કહ્યું : “એટલી વાર સુધી અહીં કોણ રોકાય ? મને તે સિંહ બતાવો જેથી હું તેને યમસદને પહોંચાડું.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy