SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મલ્લીનાથ સ્વામી પાછળ બેઠા. ત્યારબાદ ઇન્દ્ર અને કુંભરાજાએ પ્રભુને નમસ્કાર કરીને ભાવભરી સ્તુતિ કરી. ઇન્દ્ર અને કુંભરાજાની સ્તુતિ પૂરી થયા બાદ મલ્લી પ્રભુએ દેશના આપી અને માયાવી રૂપ સંસારનું સ્વરૂપ સમજાવીને મોક્ષ પદની પ્રાપ્તિ શી રીતે કરી શકાય તે સમજાવ્યું. ૧૬૫ શ્રી મલ્લીનાથ પ્રભુની દેશના સાંભળીને છયે રાજાઓએ દીક્ષા અંગીકાર કરી. કુંભરાજા વગેરે શ્રાવક થયા. શ્રી મલ્લી પ્રભુને ભિષક (અન્યત્ર અભિક્ષક એવું નામ દર્શાવાયું છે) વગેરે અઠયાવીશ ગણધરો થયા. પ્રભુની દેશના પૂરી થયા પછી પ્રથમ ગણધરે દેશના આપી. બીજે દિવસે તેજ વનમાં રહેલા વિશ્વસેન રાજાની તરફથી પ્રભુને પરમ અન્ન વડે પારણું થયું. ત્યાર પછી મલ્લીનાથ પ્રભુના ચરણને નમીને ઇન્દ્રાદિક દેવતાઓ તથા કુંભરાજા પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. પ્રભુ મલ્લીનાથના તીર્થમાં ઇન્દ્રાયુદ્ધ સરખા વર્ણવાળો, ચા૨ મુખવાળો, હાથીના વાહન પર બેસનારો, ચા૨ દક્ષિણ ભુજામાં વ૨દ, પરશુ, ત્રિશૂલ અને અભયને રાખનારો અને ચાર વામભુજાઓમાં બીજોરું, શક્તિ મુદ્ગર અને અક્ષસૂત્રને ધરનારો કુબેર નામે પક્ષ શાસન દેવતા થયો. જ્યારે કૃષ્ણ વર્ણવાળી, કમલના આસન પર બેસનારી, બે દક્ષિણ ભુજામાં વરદ અને અક્ષસૂત્ર તથા બે વામણુજામાં બીજોરૂં અને શક્તિ ધ૨ના૨ી વૈરાટ્યા નામે શાસનદેવી થઈ. તે બંને દેવતા શ્રી મલ્લીનાથ પ્રભુના શાસનદેવતા કહેવાયા. પ્રભુ મલ્લીનાથ ભવ્યલોકને બોધ આપવા પૃથ્વી પર વિચરવા લાગ્યા. શ્રી મલ્લીનાથ પ્રભુના પરિવારમાં ચાલીશ હજાર મહાત્મા સાધુઓ, પંચાવન હજાર તપસ્વી સાધ્વીઓ, છસો ને અડસઠ ચૌદ પૂર્વધા૨ીઓ, બે હજા૨ બસો અવધિજ્ઞાની, સત્તરસો અને પચાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy