SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ચોવીશ તીર્થંકર લઘુવિદ્યાઓ, બળ, બુદ્ધિ અને તર્ક હોવાં જોઈએ વગેરેનું માર્ગદર્શન આપ્યું. ઋષભદેવે બાહુબલિને સ્ત્રીની ચોસઠ કલાઓ શિખવી તે કલાઓનાં નામ આ પ્રમાણે હતાં. (૧) નૃત્ય કરવાની કલા (૨) આદર દેવાની કલા (૩) ચિત્રકલા (૪) વાદકલા (૫) મંત્રકલા (૬) તંત્રકલા (૭) જ્ઞાનકલા (૮) વિજ્ઞાનકલા (૯) દડકલા (૧૦) જળસ્તંભન કલા (૧૧) ગીત ગાવાની કલા (૧૨) તાલમાનની કલા (૧૩) મેઘવૃષ્ટિની કલા (૧૪) ફળાકૃષ્ટિની કલા (૧૫) વચન ગોપન (૧૬) આકાર ગોપન (૧૭) ધર્મવિચાર (૧૮) શકુન જોવા (૧૯) ક્રિયાકલ્પ (૨૦) સંસ્કૃત ભાષા બોલવી (૨૧) પ્રમાદનીતિ (૨૨) ધર્મનીતિ (૨૩) વર્ટિકાવૃષ્ટિ (૨૪) સુવર્ણસિદ્ધિ (રપ) સુગંધી તેલ કરવું (૨૬) લીલા સહિત ચાલવું (૨૭) હસ્તિ-ઘોડાની પરીક્ષા કરવી (૨૮) સ્ત્રી-પુરુષનાં લક્ષણ જાણવાં (૨૯) સુવર્ણ રત્નભેદનું જ્ઞાન (૩૦) અઢારજાતિની લિપિ (૩૧) તાત્કાલિક બુદ્ધિ (૩૨) વાસ્તુક સિદ્ધિ (૩૩) વૈદ્યક્રિયા (૩૪) કામક્રિયા (૩૫) ઘટભ્રમણ (૩૬) સારિ પરીક્ષા (૩૭) અંજનયોગ (૩૮) ચૂર્ણયોગ (૩૯) હસ્ત લાઘવ (૪૦) વચન ચતુરતા (૪૧) ભોજન વગેરે (૪૨) વ્યાપાર વિધિ (૪૩) મુખ મંજન (૪૪) શાલિખંડન (૪૫) કથા કહેવી (૪૬) ફૂલ ગૂંથન (૪૭) વાંકું બોલવું (૪૮) કાર્યશક્તિ (૪૯) વેષ બનાવવો (૫૦) સર્વપ્રકારની ભાષાઓ બોલવી (૫૧) અભિધાન જ્ઞાન (પ) ઘરેણાં પહેરવાં (પ૩) રાજાની ભક્તિ કરવી (૫૪) ઘરનો આચાર શીખવો (૫૫) કાવ્યકરણ (૫૬) પરને હરાવવો (૫૭) ધાન્ય રાંધવું (૫૮) કેશ બાંધવા ગૂંથવા (૫૯) વીણા. વગાડવી (૬૦) વિતંડાવાદ (૧) અંક વિચાર (૬૨) લોક વ્યવહાર (૩) અંત્યાક્ષરિકા અને (૬૪) પ્રશ્ન પ્રહેલિકા. આમ ઋષભદેવે બાહુબલીને ચોસઠ કલાઓમાં પારંગત બનાવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy