________________
ચોવીશ તીર્થંકર
બીજે દિવસે કોષ્ટક નામના ગામમાં ધન્ય નામના ગૃહસ્થને ઘેર પાર્શ્વનાથ પ્રભુએ પારણું કર્યું. ત્યારબાદ ગ્રામ, નગરમાં પ્રભુ પાર્શ્વનાથ છદ્મસ્થપણે વિહાર કરવા લાગ્યા.
૨૨૨
શ્રી પાર્શ્વપ્રભુએ સમભાવની સાધના કરવા માટે મોટા ભાગે કાર્યોત્સર્ગમાં રહેવાનું પસંદ કર્યું.
કાર્યોત્સર્ગ એટલે દેહ ભાવનાનો ત્યાગ અને આત્મસ્વરૂપમાં રમણતા. એ વખતે શરીર સ્થિર હોય, વાણી શાંત હોય અને મનની તમામ વૃત્તિઓ ધ્યાન રૂપી ખીલે બંધાણી હોય, ધ્યાન જેમ આગળ વધતું જાય, તેમ રાગ અને દ્વેષનું પ્રમાણ ઘટતું જાય. એમ કરતાં જ્યારે તે બંનેનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે સમભાવની સિદ્ધિ થાય.
એક દિવસ શ્રી પાર્શ્વનાથ પ્રભુ ફરતા ફરતા કોઈ તાપસના આશ્રમ પાસે પહોંચ્યા.
તે વખતે સાયંકાળ થઈ ગયો હતો. એટલે તેઓ નજીકના એક કૂવાની પાસે, વડના વૃક્ષ નીચે ઊભા રહીને કાર્યોત્સર્ગ કરવા લાગ્યા. એ રાત્રીએ એમને અનેક જાતના ઉપદ્રવો થયા. પરંતુ મહાસત્વશાળી અને દૃઢપ્રતિશ હોવાથી તેઓ એનાથી જરા પણ ચલિત થયા નિહ. અધૂરામાં એ રાત્રીએ મૂશળધાર વરસાદ તૂટી પડ્યો. ચારે તરફ જળબંબાકાર થઈ ગયું છતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ધ્યાન તૂટ્યું નહિ. જળનો પ્રવાહ પ્રથમ તેમના કાંડા સુધી આવ્યો પછી ઢીંચણ સુધી આવ્યો અને છેવટે કમ્મરને પણ ડુબાડી દીધી. છતાંએ મહાધીર ધ્યાનમાં જ મગ્ન રહ્યાં.
કુદરત જાણ્યે પ્રભુની કસોટી કરવા ન મથતી હોય તેમ જણાતું
હતું.
અને... જળનો પ્રવાહ શ્રી પાર્શ્વપ્રભુના કંઠ સુધી આવી પહોંચ્યો. પરંતુ મેરુ ડગે તો એ ડગે. શ્રી પાર્શ્વ પ્રભુ પોતાના સ્થાનેથી અને ધ્યાનથી જરા પણ ડગ્યા નહિ કે કંપ્યા નહિ.
ઓહ...! શું એમની અડગતા...! શું તેમની અપૂર્વ સાધના...!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org