SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર સ્વામી ૨૪૧ લાગ્યા કે ત્રણ જગતના અહત ક્ષત્રીય વંશમાં જ ઉત્પન્ન થાય છે. ભિક્ષુક કુળમાં ઉત્પન્ન થતાં નથી. પ્રભુએ મરિચિના જન્મમાં કુળમદ કર્યો હતો તેથી જ નીચ ગોત્ર કમ ઉપાર્જન કર્યું હતું તે હજુ પણ ઉપસ્થિત છે. અહંતને મહાકુળમાં લઈ જવા એ સર્વદા અમારો અધિકાર છે. તરત જ સૌધર્મ ઈન્દ્રની દ્રષ્ટિ ક્ષત્રિયકુંડ નગરના રાજાને ત્યાં પડી. ક્ષત્રિયકુંડ નગરનો રાજા સિદ્ધાર્થ અતિ ધાર્મિક વૃત્તિવાળો અને પ્રજાવત્સલ રાજવી છે. રાજા સિદ્ધાર્થની રાણી ત્રિશલા સ્વભાવથી જ નિર્મળ અને ગુણોના ભંડાર સમી છે. તે દેવી હાલ દૈવયોગે ગર્ભિણી છે તેથી મારે તેના અને દેવનંદાના ગર્ભની અદલબદલ કરવો યોગ્ય છે. આ પ્રમાણે વિચારીને ઇન્દ્ર પોતાના પાયદળ સેનાપતિ નૈમેષી દેવને બોલાવીને બધું સમજાવ્યું અને તરત જ કાર્ય પૂર્ણ કરવા જણાવ્યું. નૈગમેષી દેવે તરત જ સ્વામીની આજ્ઞા પ્રમાણે દેવાનંદા અને ત્રિશલાના ગર્ભને અદલબદલ કર્યા. તે વખતે શય્યામાં સૂતેલી દેવાનંદા બ્રાહ્મણીએ પૂર્વે જોયેલા ચૌદ મહાસ્વપ્નોને પોતાના મુખમાંથી પાછા નીકળતા જોયા. તે તરત જ બેઠી થઈ ગઈ અને બોલીઃ “કોઈએ મારો ગર્ભ હરી લીધો..” એમ વારંવાર પોકારવા લાગી. આશ્વિન માસની કૃષ્ણ ત્રયોદશીએ ચંદ્ર હસ્તત્તરા નક્ષત્રમાં આવતાં તે દેવે પ્રભુને ત્રિશલાદેવીના ગર્ભમાં સ્થાપિત કયાં તે વખતે ત્રિશલાદેવીએ ચૌદ મહાસ્વપ્નોને મુખમાં પ્રવેશતા જોયા. પ્રાતઃકાળે , સિદ્ધાર્થ રાજાએ તથા નિમિત્તજ્ઞોએ સ્વખોનું ફળ તીર્થકરના જન્મરૂપ જણાવ્યું. આ સાંભળીને ત્રિશલાદેવી અતિ હર્ષિત બન્યા. પ્રભુ ગર્ભમાં આવતા શક્ર ઈન્દ્રની આજ્ઞાથી ભક દેવતાઓએ સિદ્ધાર્થ રાજાના ભવનમાં વારંવાર ધનની વર્ષા વરસાવી. જે રાજાઓ ગર્વથી પૂર્વે સિદ્ધાર્થ રાજાને નમતાં નહોતાં તેઓ સામેથી ભેટો લાવીને નમવા લાગ્યા. એક વાર “મારા હલનચલનથી મારી માતાને વેદના ન થાઓ’ એવું ધારીને પ્રભુ ગભવાસમાં પણ યોગીની જેમ નિશ્ચળ રહ્યાં. તે વખતે પ્રભુ માતાના ઉદરમાં બધા અંગોને સંકોરીને રહ્યાં જેથી ત્રિશલા ચો. તી. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy