SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ચોવીશ તીર્થંકર ભસ્મક ગ્રહ આપના જન્મ નક્ષત્રે સંક્રમે ત્યાં સુધી આપ પ્રતીક્ષા કરો જેથી તમારી દૃષ્ટિએ સંક્રમણ થાય તો આપના પ્રભાવથી તે નિષ્ફળ થઈ જાય માટે પ્રસન્ન થઈને ક્ષણવાર થોભી જાઓ જેથી તે દુર્ગંહનો ઉપશમ થઇ જાય.' ૨૭૮ ત્યારે શ્રી વીર ભગવંતે કહ્યું : ‘શક્રેન્દ્ર, આયુષ્યને વધારવા માટે કોઈ સમર્થ નથી તે તું જાણે છે છતાં આમ કેમ બોલે છે ? આગામી દુઃષમકાળની પ્રવૃતિથી જ તીર્થને બાધા થવાની છે.' તેમાં ભવિતવ્યતાને અનુસરીને આ ભસ્મક ગ્રહનો ઉદય થયો છે.' આ રીતે શ્રી મહાવીર પ્રભુએ શક્રેન્દ્રને સમજાવ્યું. સાડા છ માસ ઉણા ત્રીશ વર્ષ પર્યંત કેવળજ્ઞાન પર્યાય પાળી પર્યંકાસને બેઠેલા પ્રભુએ બાદર કાયયોગમાં રહી. બાદર મનયોગ અને વચન યોગને રૂંધ્યા પછી શુક્ષ્મ કાયયોગમાં સ્થિર થઈ યોગ-વચક્ષણ પ્રભુએ બાદર કામયોગને પણ રૂંધી લીધો. પછી વાણી અને મનના સૂક્ષ્મ પ્રયોગને પણ રોક્યા, એવી રીતે સૂક્ષ્મ ક્રિયાવાળું ત્રીજુ શુક્લ ધ્યાન પ્રાપ્ત કર્યું. પછી સૂક્ષ્મ તનુયોગને પણ રૂંધીને જેમાં સર્વ ક્રિયાનો ઉચ્છેદ થાય છે એવા સમુચ્છિન્ન ક્રિયા નામના ચોથા શુકલ ધ્યાનને ધારણ કર્યું. પછી પાંચ હસ્તાક્ષરનો ઉચ્ચાર કરીએ તેટલા કાળ માનવાળા અવ્યભિચારી એવા શુકલ ધ્યાનના ચોથા પાયા વડે એરંડના બીજની જેમ કર્મબંધ રહિત થયેલા પ્રભુ યથા સ્વભાવ ૠતુ ગતિ વડે ઉર્ધ્વગમન કરીને મોક્ષને પ્રાપ્ત થયા. તે સમયે જેઓને લેશમાત્ર સુખ કદી પણ પ્રાપ્ત થતું નથી તેવા નાકીને પણ ક્ષણમાત્ર સુખ ઊપજ્યું. તે કાળે ચંદ્ર નામે સંવત્સર, પ્રીતિવર્ધન નામે માસ, નંદિવર્ધન નામે પક્ષ અને અગ્નિવેશ નામે દિવસ હતો. તેનું બીજું નામ ઉપમ હતું. તે રાત્રીનું નામ દેવાનંદા હતું, તેનું બીજું નામ નિરતિ પણ હતું. તે વખતે અર્ચ નામે લવ, શુદ્ર નામે પ્રાણ, સિધ્ધ નામે સ્ટોક અને સર્વાર્થ સિદ્ધ નામે મુહૂર્ત તેમજ નાગ નામે કરણ હતું. તે સમયે ન ઉત્ક્રરી શકાય તેવા અતિ સૂક્ષ્મ કુંથુઓ ઉત્પન્ન થયા. તે સ્થિર હોય ત્યારે દેખાતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy