SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ચોવીશ તીર્થંકર હજાર રાજાઓએ પ્રવજ્યા અંગીકાર કરી. સુર અસુરોના અધિપતિઓએ નંદીશ્વર દ્વીપમાં શાશ્વત અહંત પ્રતિમાઓનો અઠ્ઠાઈ મહોત્સવ કરીને પોતપોતાના સ્થાનકે ગયા. બીજે દિવસે શ્રી શ્રેયાંસનાથ પ્રભુએ સિદ્ધાર્થ નગરના રાજા નંદના ભવને જઈને પરમ અન્નથી પારણું કર્યું. ત્યારે દેવતાઓએ ત્યાં વસુધારાદિક પાંચ દિવ્ય પ્રગટ કર્યો. નંદરાજાએ પ્રભુના ચરણ-સ્થાનમાં રત્નની એક પીઠ રચાવી. ત્યારબાદ પ્રભુ શ્રેયાંસનાથ સ્વામી પૃથ્વી પર વિચરવા લાગ્યા. દીક્ષા ગ્રહણ કર્યા પછી શ્રી શ્રેયાંસનાથ સ્વામી બે માસ પર્યત છદ્મસ્થપણે વિહાર કરતા સહસ્ત્રાપ્રવનમાં આવ્યા. ત્યાં અશોક વૃક્ષ નીચે કાયોત્સર્ગ દશામાં ઊભા રહ્યા. બીજા શુકલ ધ્યાનમાં અંતમાં વર્તતા એવા પ્રભુના તાપમાં જેમ મીણ ગળી જાય તેમ જ્ઞાનવરણી, દર્શનાવરણી, મોહિની અને અંતરાય એ ચાર ઘાતિકર્મ વિનાશ પામ્યા, જેથી માઘ માસની અમાવસ્યાના દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતાં છતપમાં વર્તતા પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ આવીને સમોવસરણ રચ્યું, તેમાં બેસીને મહાઅતિશયવાળા અગિયારમાં પ્રભુએ દેશના આપી. ભગવંતની દેશના સાંભળીને ઘણા પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા. જેમાંના અનેક લોકોએ સર્વવિરતિપણું ધારણ કર્યું. પ્રભુને ગોશુભ વગેરે છોંતેર ગણધરો થયા. પ્રભુના મુખેથી ત્રિપદી સાંભળીને દ્વાદશાંગી રચી. તે તીર્થમાં ત્રણ નેત્રવાળો, શ્વેતકાંતિને ધરનારો, વૃષભના. વાહનવાળો બે દક્ષિણ ભૂજામાં બીજોરું અને ગદા ધારણ કરનારો અને બે વામભૂજામાં નકુલ તથા અક્ષસૂત્ર ધરનારો ઈશ્વર (મનુજ) નામે યક્ષ પ્રભુનો શાસનદેવતા થયો. તથા ગૌર અંગવાળી, સિંહના વાહન પર બેસનારી, દક્ષિણ ભૂજામાં વરદ અને મુદગરને ધારણ કરનારી તથા વામભૂજામાં કળશ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy