SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ ચોવીશ તીર્થકર સુખાત્મક મોક્ષ મળે છે. અને તેવી જ રીતે વિષયના કિંચિત સુખથી અનંત દુઃખદાયક નર્ક મળે છે. પિતાજી, આપ જ જણાવો કે માનવીએ કયો માર્ગ લેવો જોઈએ?” નેમકુમારના દઢ નિશ્ચય અને મનોબળ પરથી શ્રીકૃષ્ણ, બળરામ, સમુદ્રવિજય. શીવાદેવી તથા અન્ય યાદવોને થયું કે જેમકુમાર પ્રવજ્યા ગ્રહણ કરીને સંસારનાં સઘળાં બંધનો છોડીને મુક્તિની આરાધનામાં લાગી જવા કૃતનિશ્ચયી છે. શ્રી નેમિનાથ સર્વને છોડીને સારથિને લઈને રથમાં બિરાજીને પોતાના ભવન પર આવ્યા. એ વખતે યોગ્ય સમય જાણીને લોકાંતિક દેવતાઓએ ત્યાં આવીને શ્રી નેમિનાથ પ્રભુને વંદન કરીને કહ્યું : “હે નાથ, તીર્થને પ્રવર્તાવો.' પ્રભુ નેમિનાથ સ્વામીએ ઈન્દ્રની આજ્ઞાથી જાંભક દેવતાઓએ પૂરેલા દ્રવ્ય વડે વાર્ષિક દાન દેવાનો આરંભ કર્યો. આ તરફ રાજુલને સમાચાર મળ્યા કે નેમકુમાર પ્રવજ્યા ગ્રહણ કરીને સંસાર ત્યાગ કરી રહ્યા છે. એ સમાચારથી તીવ્ર આઘાત પામીને રાજુલ મૂચ્છ પામી તરત જ શીતોપચાર કરવામાં આવ્યો. રાજુલનું સ્વપ્ન ભાંગી પડયું એના અંતરની આશાઓ નષ્ટ થઈ ગઈ. તે કરુણ સ્વરે વિલાપ કરવા લાગી. રાજુલ આંખમાં અશ્રુઓની ધારા સાથે કહેવા લાગી : “અરે દેવ. નેમકુમાર મારા સ્વામી થાય, મારા ભરથાર થાય તેવા મનોરથો મેં રચ્યા નહોતા. મનમાં ઈચ્છા સેવી નહોતી. તેઓ મારા જીવનમાં આવ્યા અને વીજળીના ચમકારાની જેમ દર્શન દઈને કેમ છૂપાઈ ગયા ? તમારો કોઈ દોષ નથી. મારો જ દોષ છે. મારા કર્મનો દોષ છે. હવે તો વચનથી તમારી સ્ત્રી કહેવાણી છું. મેં પૂર્વ ભવમાં આપને દુઃખી કર્યો હશે તેથી આ ભવમાં આપનો કરસ્પર્શ પણ પ્રાપ્ત થયો નથી.' રાજુલ એક કરમાઈ ગયેલા પુષ્પ સમી ભાસી રહી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy