SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ચોવીશ તીર્થંકર આ તરફ યક્ષે ભયંકર અટ્ટહાસ્ય કર્યું છતાં પ્રભુને ક્ષોભ થયો નહિ. ત્યાર પછી વ્યંતરે મહાઘોર હાથી, પિશાચ, ભયંકર સર્પનું રૂપ ધારીને ઉપસર્ગ કર્યાં. અંતે તે થાકી ગયો. ત્યારે વિસ્મય પામીને પ્રભુને અંજલિ જોડીને વ્યંતર કહેવા લાગ્યો : “હે દયાનિધિ, તમારી શક્તિને ન જાણતાં મેં અત્યંત અપરાધો કર્યા છે. મને ક્ષમા આપો...' આ સમયે પેલો વ્યંતર સિદ્ધાર્થ દેવ કે જેને મહાવીર પ્રભુની સેવા કરવાની ઇન્દ્રે આજ્ઞા આપી હતી તેનું મન પોતાના કાર્યમાં વ્યગ્ર હતું, તેને પ્રભુ પાસે રહેવાની આશા સાંભળી, અને તે તત્કાળ પ્રભુ પાસે આવી પહોંચ્યો અને શૂલપાણિ સામે જોઇને ઊંચા અવાજે કહ્યું : “અરે શૂલપાણિ, તેં આ શું કર્યું ? સિદ્ધાર્થ રાજાના પુત્ર તીર્થંકર ભગવંત વીર પ્રભુ છે કે જે ત્રણ લોકમાં પૂજવા યોગ્ય છે. શું આ વાત તું જાણતો નથી ? જો તારું ચિરત્ર પ્રભુના ભક્ત શક્રઇન્દ્ર જાણશે તો તું તેના વજ્રની ધારનો ભોગ બનીશ.’ શૂલપાણિ ભય અને પશ્ચાત્તાપથી આકુળવ્યાકુળ થઈ ગયો, એણે અગાઉ કરેલા પાપકર્મો ને સંભારીને પોતાના આત્માને નિંદવા લાગ્યો. એણે પ્રભુના ચરણની પૂજા કરી અને સ્તુતિ કરવા લાગ્યો. લોકોને થયું કે તે યક્ષ મુનિને મારીને ક્રીડા કરતો હશે. ૨૫૦ પ્રભુને કાઇક ઉણા ચાર મહોર સુધી શૂલપાણિએ કદર્શિત કર્યા હતા તેથી શ્રમ લાગતાં પ્રભુને જરા નિદ્રા આવી. તેમાં એમણે દશ સ્વપ્ન જોયાં. પ્રથમ સ્વપ્ને વૃદ્ધિ પામતાં તાલ પિશાચને પોતે હણ્યો એવું જોયું. બીજા સ્વપ્ને સફેદ કોકિલ, ત્રીજા સ્વપ્ને વિચિત્ર કોકિલ પોતાની સેવા કરતા જોયા. ચોથા સ્વપ્નમાં બે સુંગધી માળા જોઈ. પાંચમાં સ્વપ્ન પોતાની સેવામાં તન્મય થયેલો ગોવર્ગ જોયો. છટ્ટે સ્વપ્ને પદ્મોથી ભરેલું પદ્મ સરોવર જોયું. સાતમા સ્વપ્ને બે ભુજાથી સાગર તરી ગયા. આઠમા સ્વપ્ને કિરણોને પ્રસારતું સૂર્યબિંબ જોયું, નવમા સ્વપ્ને આંતરડાથી વીંટાયલા માનુષોત્તર ગિરિ જોયો. અને દશમા સ્વપ્ન પોતાને મેરૂગિરિના શિખર ઉપર આરૂઢ થયેલા જોયા. આ પ્રમાણે દશ સ્વપ્નો જોઈને પ્રભુ જાગૃત થયા. પ્રાતઃકાળે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy