________________
શ્રી સુમતિનાથ સ્વામી
૬૫
ત્યાં
કારભાર ગ્રહણ કર્યો. પ્રભુએ બાર પૂવગ સહિત ઓગણત્રીસ લાખ પૂર્વ રાજ્યાવસ્થામાં પસાર કર્યો.
લોકાંતિક દેવતાઓએ સ્મરણ કરાવવાથી પ્રભુએ પ્રવજ્યા ગ્રહણ કરવાની ભાવના દઢ કરી અને અનુસંધાને વાર્ષિક દાનની ધારા વહેવડાવવા માંડી. વાર્ષિક દાનના અંતે ઈન્દ્રો તથા રાજાઓએ શ્રી સુમતિનાથ સ્વામીનો દીક્ષાભિષેક કર્યો ત્યાર પછી પ્રભુ અભયંકરા નામની શિબિકામાં આરૂઢ થઈને સુર, અસુર તથા મનુષ્યોની સાથે સહસ્ત્રાપ્રવનમાં પધાયાં, ત્યાં વૈશાખ માસની શુકલ નવમીના દિવસે મધ્યાહ્ન સમયે સાત હજાર રાજાઓની સાથે પ્રભુ સુમતિનાથે પ્રવજ્યા ગ્રહણ કરી તરત જ પ્રભુને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું.
બીજે દિવસે વિજયપુરમાં પધરાજાને ત્યાં જઈને પ્રભુએ પારણું કર્યું. દેવતાઓએ પધરાજાને ત્યાં સુવર્ણ, રત્ન મોતીની વૃષ્ટિ કરી, રાજાએ નિત્યપૂજન માટે એક રત્નપીઠની રચના કરી.
શ્રી સુમતિનાથ પ્રભુએ ત્યાંથી વિવિધ અભિગ્રહોને ધારણ કરતા અને પરિષહોને સહન કરતાં વીસ વર્ષ સુધી પૃથ્વીપર વિહાર કર્યો. વિહાર કરતાં કરતાં પ્રભુ એક વાર દીક્ષા ગ્રહણ કરી હતી. તે સ્થળે સહસ્ત્રાપ્રવનમાં આવ્યા. ત્યાં પ્રિયંગુ વૃક્ષના મૂળ નીચે ધ્યાન ધરતા પ્રભુ અપૂર્વકરણથી ક્ષપકશ્રેણીમાં આરૂઢ થયા એટલે તેમના સર્વ ઘાતિકમાં તૂટી ગયા.
ચૈત્રમાસની શુકલ એકાદશીના દિવસે છઠ્ઠનું તપ કરેલું હતું, એવા પ્રભુને પ્રકાશમાન કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આસનો કંપવાથી સર્વ ઈન્દો સુર અસુરોની સાથે ત્યાં આવ્યા. અને તેઓએ સમવસરણની રચના કરી.
સમવસરણમાં પ્રભુ શ્રી સુમતિનાથે પૂર્વારેથી પ્રવેશ કરીને તેના મધ્યભાગમાં રહેલા એક કોશને સોળસો ધનુષ ઊંચા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરીને પછી “તીર્થાય નમઃ ' એવું કહીને પ્રભુ પૂર્વાભિમુખ
માટે એક
કરા જુતિ
ચો. તા. ૫ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org