Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 06
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan
Catalog link: https://jainqq.org/explore/004830/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આચારસંat સૂત્ર ‘ધૂતાણયલ'નાં વ્યાખ્યાળો પ્રવચનકાર : પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ 'વિજય રામચંદ્રસુરીશ્વરજી મહારાજ મ સંપાદક RUIES પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ 'વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ TET Page #2 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન શા માટે ? આચારાંગ શા માટે ? ધૂનન શા માટે ? 'હયાખ્યાનએ જ ટીકા છે. ટીકાકારસૂત્ર ઉપર ટીકા 'ફરે અoો છે (10ારા પર ટીકા કરે. જો અહીં બેસોજો, શાસ્ત્રની પંકોનો જ વાંચવાની હોય તો મકો ઉપર 'બેસીને વાંચતા નથી આવડતો ? જે અolloll| 'સેટલી, શેટલા બollહવાdiL ય વીણવું. 'ઠળવું, ખાંડવું, ચૂલે ચડાવવું અoો શેકવું પડે. '(1aiારી સાથે કા1 પડયું તો (101oો પણ શેકવા પડે. 'હયાયાળી (11oો લાયક બનાવવા માટે છે હો ? 'lliણ બઘા પાયolી ટીકા થાય તો 1ો લાયક બoળો કેટીકા થયા વિના ? દયાખ્યાન એ જ ટીકા છે. aiારી એ જ dildol છે કે- (110ો બઘાડો પરnલોક '1રફ જોdi કરવા. તમારી બંસ્થાળની જૂછ આ લોક, 'પરલોકથી ખસેડી પnલોક મોઢા તરફ વાળવી, અoો એ માટે જ યાયાol વાંચું છું. એમાં જો ફળીdica થાઉં. તો આ આet1 (12 (111 'હદયમાં સોંસરું ઉતરી જાય. આપણે આશાાં -માંડ્યું છે. એમાંય છછું શ્l ollano| અદયયol 'વાંચવું છે. શ્રી એટલે દૂolol, શૂolol એટલે મૂળમાંથી હલાવી. ખંખેરવાની ફિયા. 1ળani પેસીટો જે જે દોષોની સંdition ોય, તોછો પકડો પકડીને હલાવવાની ખંખેરવાolો કિયા! | ધૂoloળ થાય ત્યાં મજબૂત આદોની ટકે. તમારા હાથે અનાદિકાળથી જે વિષયકપાયાદol પાયા amજબૂત કર્યા છે. તેoો તમારા હાથે જ ખોદાવવાળા છે. માટે જ dialoiર્વેદની વાd anડી. કારણ એ આયાવિશાલૂolol શા on બoો. - પ્રખર પ્રવચનકાર પૂજય મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજા Page #3 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૧૧૬ આચારાંગસૂત્રનાં (ધૂતાધ્યયનનાં) વ્યાખ્યાનો ભાગ-૧ પ્રવચન-૧ થી ૨૦ સળંગ 95 થી 116 પેજ-૧ થી ૨૦, સળંગ 1419 થી 1708 : પ્રવચનકાર : પૂજય મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજ વ્યાખ્યાનવાચસ્પતિ સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ? સંપાદક : પૂ. આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ - -- : પ્રકાશક : જન્મા પ્રદાન Page #4 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર(ધૂતાધ્યયન)નાં વ્યાખ્યાનો ISBN-81-87163-32-1 : પ્રકાશક : સંપર્કસ્થાન – પ્રાપ્તિસ્થાન &ભાઈ પ્રજાત શ્વે. મૂ. તપ. જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન-ફેક્સ : ૫૩૫૨૦૭૨ Email : sanmargp@lcenet.net આખા સેટનું મૂલ્ય : રૂ. 2000-00 નકલ : 2000 પ્રકાશન : વિ. સં. ૨૦૫૭, ઈ.સન-૨૦૦૧. મુંબઈ. - સંપર્કસ્થાન – પ્રાપ્તિસ્થાન ® --- - : અમદાવાદ : જન્મા અgશન કાર્યાલય મુંબઈ: જી. એસ. શ્વેલર્સ એન્ડ કું. ૩-A, પહેલે માળ, રાજાબહાદુર બંસીલાલ બિલ્ડીંગ, ઓપેરા હાઉસ, ૬૨-૬૮, ગીરગામ રોડ, મુંબઈ-૪૦૦૦૦૪. ફોન : (O) 36 30 340 (B).30 | 148 : સુરત : વિપુલ ડાયમંડ 205-206, આનંદ, બીજે માળ, જદાખાડી, મહીધરપુરા, સુરત-૩૯૫૦૦૩. ફોન : (O) 421205. (R) 220405 Page #5 -------------------------------------------------------------------------- ________________ II જ્ય જ્ય દાદા નેમિનાથ શ્રી નેમિનાથ ભગવાન-ભોરોલતીર્થ Jain Education Internationીન : ૩૮૧૫ason ગુજરાત. Page #6 -------------------------------------------------------------------------- ________________ Page #7 -------------------------------------------------------------------------- ________________ જ પ્રકાશકીય ૪ સંઘસન્માર્ગદર્શક વ્યાખ્યાતૃચૂડામણિ સુવિશાળ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં જિનાજ્ઞાનાં રહસ્યોને સાવ સહેલા શબ્દોમાં રજૂ કરતાં પ્રવચનોને પુસ્તકાકારે પ્રકાશિત કરવા માટે અમોએ પૂજ્યપાદશ્રીજીના કાળધર્મ બાદ તેઓશ્રીજીના પુણ્ય નામને અનુસારે પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરિસ્મૃતિ ગ્રંથમાળા ગૂંથવાની શરૂઆત કરી હતી. જેમાં પાંચેક વર્ષમાં ૧૦૮ બહુરંગી પ્રવચન પુસ્તકોના સેટ ઉપરાંત અન્ય પણ અનેક દળદાર પુસ્તકો પ્રકાશિત કરવાનો અમને લાભ મળ્યો હતો. શ્રી આચારાંગસૂત્ર-ધૂતાધ્યયન અંગેનાં પૂજ્યપાદશ્રીનાં પ્રવચનોના પૂરા સેટને એક સાથે પ્રકાશિત કરવાની અમારી યોજના ચોક્કસ અવરોધોના કારણે પૂર્ણ ન થઈ શકી તેનો અમને ખેદ છે. આમ છતાં આજે મોડે મોડે પણ એ અર્ધા સેટનું પ્રકાશન કરવા અમો સમર્થ બન્યા છીએ અને નજીકના ભવિષ્યમાં બાકીના અર્ધા સેટનું પ્રકાશન કરી શકીશું એનો અમને વર્ણનાતીત આનંદ છે. શ્રી આચારાંગસૂત્ર-ધૂતાધ્યયનનાં આ સમસ્ત પ્રવચનોનું અથથી ઇતિ સંપાદન પરમતારક પરમ ગુરુદેવશ્રીજીની તારક આજ્ઞાથી તેઓશ્રીજીના શિષ્યરત્ન વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રવચન પ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજશ્રીએ અતિ વ્યસ્તતા વચ્ચે પણ સમય ફાળવી કરી આપ્યું છે, તે બદલ અમો તમોશ્રીજીના ઋણી છીએ. આ આચારાંગસૂત્ર-ધૂતાધ્યયનનાં પાંચસો વ્યાખ્યાનો પૈકી આ ૫ થી ૧૧૩ એમ કુલ-૨૨ વ્યાખ્યાનો આ છઠ્ઠા ભાગ રૂપે પ્રકાશિત કરાઈ રહ્યાં છે. શ્રી આચારાંગ સૂત્રનો પરિચય, પૂજ્યપાદશ્રીજીએ જે પરિસ્થિતિમાં આ પ્રવચનો કર્યા, તેનો ચિતાર અને સંપાદન શૈલી અંગે વિગતવાર નોંધ પૂજ્ય સંપાદકશ્રીજીએ કરેલી હોઈ અમે એનો ઉલ્લેખ અત્રે કરતા નથી. અમારાં દરેક પ્રકાશનોની જેમ પ્રસ્તુત પ્રકાશનમાં અનુગ્રહ વૃષ્ટિ કરનારા પ્રશાંતમૂર્તિ સુવિશાળ ગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા તથા વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજ વગેરે સર્વ વડીલ પૂજ્યોના ચરણે વંદના સમર્પવાપૂર્વક ભાવિમાં પણ અમો આવા સત્સાહિત્યના પ્રકાશનમાં નિમિત્તરૂપ બનીએ એવી કામના કરીએ છીએ. - સભા પ્રદાન Page #8 -------------------------------------------------------------------------- ________________ ... અમ2 ... સભા પ્રકાશન દ્વારા આયોજિત પૂજ્યપાદ આચાર્યશ્રી વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળાના ઉપક્રમે પ્રકાશિત થતા આચારાંગસૂત્ર(ધૂતાધ્યયન)નાં વ્યાખ્યાનો ભાગ-3 પુસ્તક પ્રકાશનનો લાભ લેનાર લિંબોદ્રા નિવાસી શાહ માનચંદ દીપચંદ પરિવારમાંથી વિ. સં. ૨૦૧૬, મહા સુદ૧૦ના શુભ દિવસે વતનભૂમિ લિંબોદ્રામાં સિદ્ધાંતમહોદધિ કર્મસાહિત્ય કર્ણધાર પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની પુનિત નિશ્રામાં તથા તેઓશ્રીના પ્રભાવક પટ્ટધર વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન નમસ્કાર મહામંત્રારાધક પૂ. આચાર્યદેવશ્રી ચશોદેવસૂરીશ્વરજી મહારાજ તેમજ પૂ. આચાર્યદેવશ્રી ત્રિલોચનસૂરીશ્વરજી મહારાજ આદિ વિશાળસંખ્ય સાધુસમુદાયની પાવન ઉપસ્થિતિમાં પરમતપસ્વી પૂ આચાર્યદેવશ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજના શુભાશીર્વાદથી પ્રશાંતમૂર્તિ પૂ. આચાર્યદેવશ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન તરીકે દીક્ષિત થયેલ, પૂ. મુનિરાજશ્રી વિનયચંદ્રવિજયજી મહારાજના સંયમ જીવનની અનુમોદનાર્થે તેમજ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પરમપૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાના અનંત ઉપકારોની પુણ્યસ્મૃતિમાં - શેઠશ્રી મંગલદાસ માનચંદ દીપચંદ પરિવાર: સ્વ. શ્રી પ્રાચંદ ચંદ રેવરા માનciા સભ્યો : સ્વ. શ્રી રતિલાલ માનચંદ શ્રી મંગલદાસ માનચંદ અ. સો, આનંદીબેન મંગલદાસ શ્રી અમૃતલાલ માનચંદ અને સુપુત્રો શ્રી સેવંતીલાલ માતચંદ શ્રી રમેશચંદ્ર મંગલદાસ શ્રી ભોગીલાલ માનચંદ શ્રી લાલભાઈ મંગલદાસ તથા શ્રી સુરેશચંદ્ર માનચંદ શ્રી રાજેન્દ્રકુમાર મંગલદાસ આપે કરેલી શ્રુતભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમ કક્ષાની શ્રુતભક્તિ કરતા રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. લિ.જન્મા પ્રકારત iy Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન - ભોરોલ તીર્થ www.jainelibrary org. Page #10 -------------------------------------------------------------------------- ________________ Page #11 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ મનિપ્રવર શ્રી રામવિજયજી મહારાજમાંથી વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાળ તપાગચ્છાધિપતિ, સંઘસન્માર્ગદર્શક જરા ઘE RAIRed દિવ શ્રીમદ્ કિજી ૨૩ જાનીeiદરણીશ્વરજી મહારાજfinelibrary.org Page #12 -------------------------------------------------------------------------- ________________ Page #13 -------------------------------------------------------------------------- ________________ આચારાંગ સૂત્ર-ધૂતાધ્યયનનાં વ્યાખ્યાનો ભાગ૬ . પ્રાસ્તાવિકમ્ શ્રી આચારાંગ ટીકા, ઉપમિતિ અને યોગશાસ્ત્રના આધારે ચારે ગતિઓમાં કેવાં કેવાં દારુણ દુઃખોની હારમાળા છે. એનું ખૂબ જ નિર્વેદજનક વર્ણન પાંચમા ભાગના પ્રવચનોમાં કર્યા બાદ આ છઠ્ઠા ભાગના પ્રવચનોમાં એ દુર્ગતિનાં દુઃખોના મૂળ કારણ સ્વરૂપ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ-કષાય અને અજ્ઞાનાદિના સ્વરૂપની ખૂબ જ વિગતથી સ્પષ્ટતા કરવામાં આવી છે. મૂળના “સંતિ પUTI ગંધા તતિ વિયાફિયા' એ બીજા સૂત્રના આધારે વિવેચના આગળ વધી છે. ભાવાંધતાને કારણે ભાવઅંધકારમાં જીવો સબડી દુઃખી થઈ રહ્યા છે, એ જીવોને એ દુઃખોથી ઉગારી લેવા માટે ભવનિર્વેદ પેદા થાય એ જ આશયથી કરુણાસભર હૃદયે જ્ઞાનીઓએ આ વાતો રજૂ કરી છે. સંસારી જીવો પ્રાયઃ મિથ્યાત્વાદિ વશ હોઈ ભાવાંધ છે અને તેથી જ ભાવાંધકારમાં સબડે છે; જ્યારે વીતરાગનો સાચો સાધુ દેખતો હોઈ ભાવોદ્યોતમાં મહાલી અત્યંત સુખી છે, એમ જણાવી નારકી, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, તિર્યંચો અને મનુષ્યગતિનાં જીવોના દુઃખોનું ફરીથી ટૂંક છતાં રોચક વર્ણન કરી ધર્મોપદેશકની મર્યાદા અને કર્તવ્ય, આગમની પ્રતિબદ્ધતા, જિનાજ્ઞાનું શરણ, આત્મોન્નતિનો માર્ગ, સત્યની સુરક્ષા માટેનું પ્રણિધાન, ધર્મગુરુનું કર્તવ્ય, માર્ગની સુરક્ષા અંગે જાગરુકતા જેવા અનેક વિષયો ઉપર સંવાદી ચર્ચા કરી છે. સંસારમાં ક્યાંય સુખ નથી જ, એ વાત અનેક દલીલોપૂર્વક શ્રોતાઓના ગળે ઉતારી યુવાવસ્થા કેવી ઉન્માદભરી અવસ્થા છે ? અને એમાંય સ્વતંત્રવાદનું ભૂત વળગી જાય તો કેવી દશા સર્જાય તેનું સૌને અનુભવમાં આવતું ચિત્ર રજૂ કરી અંતિમ પ્રવચનમાં દુનિયા જેને સુખ માને તે આહાર અને નિંદ્રા પણ રોગરૂપ હોઈ દુઃખરૂપ જ કઈ રીતે છે ? તેની અપૂર્વ ચર્ચા કરી ભાગ સમાપ્ત કર્યો છે. આ વિભાગમાં સળંગ પ્રવચન ક્રમાંક-૯૫ થી ૧૧૯ એમ કુલ-૨૨ પ્રવચનો લેવામાં આવ્યાં છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં (ધૂતાધ્યયનનાં) વ્યાખ્યાનો ભાગ છઠ્ઠો પ્રવચન દમદન પ્રવચન પ્રવચન વિષય પૃષ્ઠ સળંગ આ પૃષ્ઠ મ ૧ – 95 ધર્મોપદેશકનું પરમ કર્તવ્ય: | 1419 ૨ - 96 અવિવેકનું સામ્રાજ્ય અને સુધારકોની અંધશ્રદ્ધા : ૧૩ 1431 ૩ - 97 શાસ્ત્રોની શ્રદ્ધા વિના સમકિત નહિ? 1445 ૪ - 98 પાપ પણ પાવન થઈ શકે ? 1458 ૫ - 99 મિથ્યાત્વનો ઘોર અંધકાર : 1476 ઉ – 100 મિથ્યાત્વનો વિષમ વિપાક : 1487 ૭ - 101 મિથ્યાત્વના પ્રકાર અને અવિરતિનો પ્રભાવ ૭૮ 1496 ૮ - 102 પ્રમાદના પ્રકારો અને પરિણામ : 110. ૯ - 103 કષાયોનું સ્વરૂપ, પ્રકારો અને પરિણામ: ૧૦૫ 1523. ૧૦ - 104 અજ્ઞાનનો અંધકાર : ૧૧૫ 1533 ૧૧ - 105 સંસારમાં સૌ દુઃખી, સુખી એક અણગાર : 140 ૧૨ - 106 ધર્મોપદેશકનું કર્તવ્ય અને મર્યાદા: ૧૪૦ 1558 ૧૩ - 107 આત્મકલ્યાણનો માર્ગ - આગમનો આદર : ૧૫ર 1560 ૧૪ - 108 આણાએ ધમ્મો : ૧૬૫ 1583 ૧૫ - 109 ઉન્નતિ અને શાંતિનો સાચો માર્ગ : ૧૭૩ 1591 ૧૩ - 110 સત્યની રક્ષા માટે સક્રિય બનો ! 1607 ૧૭ - 111 બાહ્યત્યાગની મહત્તા : ૨૦૦ 1618 ૧૮ - 112 સાચા ધર્મગુરુનું કર્તવ્ય ૧૨૧ 1639 ૧૯ - 113 માર્ગમાં સ્થિર બની માર્ગરક્ષક બનો ! ૨૪૪ 1662 ૨૦ - 114 સંસારમાં સુખ કયાં છે ? ૨૬ર 1680 ૨૧ - 115 યુવાવસ્થા અને સ્વતંત્રવાદનું ભૂત: ૨૬૮ 1686 ૨૨ - 116 આહાર અને નિદ્રા પણ રોગ છે : 1693. ૧૨૨ ૧૮૯ ૨૭પ - રાજી . . - VI Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧ઃ ધમોપદેશકનું પરમ કર્તવ્ય : 95 છે ત્યાગ કરવા છતાં ઇરાદો તો ત્યાજ્યને વગર કર્યો પણ ડિસમિસ : મેળવવાનો છે ને ? • બાપ દીકરાનો કે સૌનો ? ૦ લોભી વઘ અને માની ગુરુ : જ્ઞાની પણ અહીં અજ્ઞાની : કેળવણી સામે વિરોધ નથી પણ... : ઉપદેશકનું કર્તવ્ય : • ધર્મીએ સાવધ રહેવાની જરૂર : • છ આરો શું વહેલો લાવવો છે ? Rપણ મિથ્યાત્વના અંધકારમાં આથડતા જીવોની દશા અને તેમાંથી તેમને બહાર કાઢવાનો ધર્મોપદેશકનો પ્રયત્ન. . ધૂતાધ્યયનનાં પહેલા ઉદેશાના બીજા સૂત્રની અવતરણિકા કરતાં ટીકાકારશ્રીજીએ કહેલું હતું કે, આ બીજુ સત્રસંસારી જીવોને નિર્વેદ અને સંવેગ પેદા થાય એ માટે જ છે.”એ જ મુદ્દાને આધારે આ પ્રવચનમાં પ્રવચનકારશ્રીજીએ દાનાદિ ધર્મનું વિધાન મુક્તિ મેળવવા માટે જ છે, એ વાત આવી છે. એ માટે જૈન શાસનના ધર્મોપદેશકની ફરજ શું છે, તે પણ વિસ્તારથી સમજાવ્યું બાળક પધ્ય માગે તોય એની સગી મા તો એ ન જ આપે તેમ ધર્મગુરુ પણ કુપથ્ય જેવા અર્થકોમોદિના માર્ગોનબતાવે અથવા ધર્મને અર્થ-કામાદિ મેળવવા કરવાનું યન જણાવે. એની સાથે સાધુએ ગૃહસ્થનો પરિચય કેમ ન કરવો, સિદ્ધાંતોને તજનારા શાસન બહાર છે, સ્યાદ્વાદની સાચી વ્યાખ્યા, જ્ઞાની અને અજ્ઞાનીનો ભેદ, કેળવણીનો પરમાર્થ અને ધર્માએ રાખવાની વધગીરી જેવી અનેક બાબતો ટુંકાણમાં વણી લીધી છે. સંસારનો ત્યાગ એ જ દાનાદિ ચારેનું ધ્યેય છે. • ત્યાગની સામે ઘોંઘાટનું કારણ એક જ છે કે, મળેલું પણ છોડવું પડે છે. • વિશ્વાસે ધર્મ લેવા આવનારને જે ધર્મગુરુ અર્થ-કામની લાલસામાં જોડે, એના જેવો વિશ્વાસઘાતી કોણ ? વૈરાગ્ય એ તો શ્રી જૈનશાસનનો પાયો છે. જ્યાં વૈરાગ્ય નહિ, ત્યાં શ્રી જૈનશાસન નથી. • ઉન્માર્ગે તો મૂર્ખ જ ચાલે. શ્રી જૈનશાસનના સિદ્ધાંતોને પોતાની બુદ્ધિ મુજબ ફેરવવા ઇચ્છનારા આ શાસનમાંથી વગર કર્યો પણ ડિસમીસ થયેલા જ છે. • વિચારો પોતાના અને નામ મહાવીરનું એ ન જ ચાલે. • સ્યાદ્વાદ એટલે “ફાવે તેમ નાચવાનું નથી. • શ્રાવકના ઘરે આવી અધર્મી પણ ધર્મ પામી જાય. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧ : ધર્મોપદેશકનું પરમ કર્તવ્ય : ત્યાગ કરવા છતાં ઇરાદો તો ત્યાજ્યને મેળવવાનો છે ને ? સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ, ફરમાવેલા આ છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદ્દેશાના બીજા સૂત્રની અવતરણિકા કરતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવી ગયા કે “આ બીજું સૂત્ર સૂત્રકાર મહર્ષિએ, સંસારવર્તી પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન થાય એ માટે ફ૨માવ્યું છે.” આ ઉપરથી એ વસ્તુ સ્પષ્ટ રૂપમાં પ્રતીત થાય છે કે નિર્વેદ અને વૈરાગ્ય વિના સ્વજનાદિકનું ધૂનન એ અશક્ય છે. શ્રી જિનેશ્વરદેવના ધર્મ પ્રત્યે રુચિ થવા માટે પણ સામાન્ય રીતના નિર્વેદ અને વૈરાગ્યની આવશ્યકતા છે. અવિવેકરૂપ અંધતા ગયા વિના મિથ્યાત્વાદિરૂપ અંધકારમાં આથડવાનું મટી શકતું નથી. મિથ્યાત્વરૂપ અંધકારમાં આથડતા આત્માઓને શ્રી જિનેશ્વરદેવના માર્ગ પ્રત્યે રુચિ ન જાગે એ સહજ છે. ચાહે શુભોદય હોય કે અશુભોદય હોય, પણ એમાંની એક પણ ચીજ આત્માની નથી, એ સમજાય તો સંસારના પદાર્થો ઉપરની રુચિ ઘટે અને તો જ શ્રી જિનેશ્વરદેવનો માર્ગ હૈયામાં પ્રવેશે : માટે ધર્મોપદેશકે સૌથી પહેલાં સંસારનું મમત્વ ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યાં સુધી એ ન થાય ત્યાં સુધી ડગલે ને પગલે વાંધા આવવાના. એવી દશામાં ત્યાજ્યને તજવું જોઈએ અને તજીએ એને ઇચ્છવું ન જોઈએ, એ વસ્તુ બનવી મુશ્કેલ છે. લક્ષ્મીનું દાન દેનારો લક્ષ્મી માટે દાન દે ? પાંચસો માટે પાંચનું દાન દે ? નહિ, છતાં પણ એ તો આજે ચાલુ જ છે. એવી જ રીતે શીલ, તપ અને ભાવમાં પણ સાંસારિક ધ્યેયનું જ પોષણ ચાલી રહ્યું છે : એટલે કે ત્યાજ્યને મેળવવાના જ ઇરાદે મોટે ભાગે ધર્મપ્રવૃત્તિ ચાલી રહી છે. આનાથી બચવા માટે દાનાદિકનું વિધાન શ્રી જિનેશ્વરદેવનું શાસન શા માટે કરે છે, એ ખાસ જાણવાની જરૂર છે. પ્રભુ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં દાનાદિકનું વિધાન એક સંસારથી મુક્તિ મેળવવા માટે જ કરવામાં આવ્યું છે. એ ચારેમાં સંસારના ત્યાગ સિવાય અન્ય કોઈ વસ્તુ જ નથી. સંસારનો ત્યાગ, એ જ એ ચારેનું ધ્યેય છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ પા - ૧ : ધર્મોપદેશકનું પરમ કર્તવ્ય - 95 – લોભી વૈધ અને માની ગુરુ ! સભા : આ પ્રમાણે હોવા છતાં પણ ત્યાગની સામે ઘોઘાટ કેમ ? ત્યાગની સામે ઘઘાટનું કારણ એક જ છે કે મળેલું પણ છોડવું પડે છે. ઘોંઘાટ કરનારા કહે છે કે “પુણ્યોદયે મળેલી સામગ્રી પણ ભોગવવાની કેમ ના પાડો છો ? અમે ખાઈએ-પીએ એમાં તમારું શું જાય ?' અમે કહેવાનો દાવો કરીએ છીએ કે “આનંદપૂર્વકના એ ભોગવટામાં પાયમાલી છે, એ પાયમાલી ન થાય એ માટે જ કહેવું પડે છે.” શ્રી જિનેશ્વરદેવોની આ દયા છે. ભૂખ્યાને દેખીને સારી દુનિયાને દયા આવે, પણ – “એ ભૂખ્યો કેમ છે?” એવા વિચારપૂર્વકની દયા સમ્યગ્દષ્ટિને જ આવે છે. તાવ ચડે ત્યારે તાવવાળાની સેવા માટે બધા કુટુંબી આવે, પણ ફરી તાવ ન આવે એવી સેવા થવી જોઈએ. આ શાસ્ત્ર એવી સેવા ફરમાવે છે. “આજે આટલી સામગ્રી પામ્યા છો, ફરી કંગાલ ન થાઓ' - એ ચિંતા ખાસ થવી જોઈએ. પૂર્વે સારું કર્યું માટે મળ્યું, પણ હવે ભૂંડું કરો તો પરિણામ શું? જેના યોગે આ મળ્યું એને જ ભૂલો તો દશા કઈ? ધર્મગુરની તથા ધર્મી માતાપિતાની આ ચિંતા હોવી જોઈએ. શ્રી જિનેશ્વરદેવે આ ચિંતા ઊભી કરી, માટે જ એ તારક ત્રણ લોકના નાથ થયા. ત્રણ ભુવનના જીવોની આવી ચિંતા કરી માટે જ એ ત્રણ ભુવનના નાથ થયા. દુનિયાના જીવો સારું ખાય-પીએ એની ઈર્ષ્યા નથી, પણ જ્ઞાનીને દયા આવે છે. દરદીને કુપથ્ય ખાવાનું મન થાય અને ના કહેવા છતાંયે ખાય તો કાંડું પણ પકડવું પડે, એમ કરતાં લાલચુ દરદીને ગુસ્સો આવે એનો ઉપાય નથી. બાળક પોતાના મોંમાં કોલસો કે માટી મૂકે ત્યારે માતા શું કરે ? એને ગમે છે માટે ખાવા દે? નહિ જ, ખાવા ન દે, એટલું જ નહિ પણ ખાધેલું કઢાવે; એમ કરતાં બાળક રુએ અને કોઈ ઠપકો આપે તો મા કહે કે “તમે ન સમજ. એ મરે તો મારો દીકરો જાય.” માતાપિતા, કે જે શરીરના પૂજારી છે, તે પણ બાળકને નુકસાનકારક વસ્તુથી બચાવે તો જ્ઞાની કે જેમની ફરજ આત્મરક્ષાની છે, તે કુપથ્થમાં લીન કેમ જ થવા દે? જે આત્માના આરોગ્યને બગાડનાર કુપથ્યની પ્રશંસા કરે, અનુમોદના કરે, એના જેવો ધર્મદ્રોહી અન્ય કોઈ જ નથી. બાળક તો વિશ્વાસે દૂધ પીએ, પણ જે માતા ઝેર આપે એ કેવી ? વિશ્વાસે ધર્મ લેવા આવનારને જે ધર્મગુરુ અર્થકામની લાલસામાં જોડે, એના જેવો વિશ્વાસઘાતી Page #18 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ કોણ ? સંસારાસક્ત આત્માઓને રુચે એવું જ ન અપાય. વ્યવહારમાં પણ કહેવાય છે કે માંદાની રુચિ પ્રમાણે કુપથ્ય ન જ અપાય અને આપે એ વૈરી છે પણ સ્નેહી નથી; માંદા માગે તેવી નુકસાનકારક છૂટ આપે એ વૈદ્ય નથી પણ લોભિયા છે. લોભિયા વૈદ્ય એવી છૂટ આપે કે દરદી ઊઠવા જોગો થાય જ નહિ; એ જ રીતે પોતાનાં માનપાન જાળવી રાખવા તથા વધારવા માટે અને પોતાના બનાવી રાખવા માટે સત્ય નહિ કહેતાં, નુકસાનકારક રુચતું કહેનારા ધર્મગુરુઓ પણ લોભિયા વૈદ્ય જેવા જ છે, એમ સમજવું જોઈએ. ૪ ધર્મના યોગે મળે બધું. જેનામાં મોક્ષ આપવાની તાકાત છે તે સંસારના પદાર્થો પણ આપે. ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા કહે છે કે ધર્મ અર્થાર્થીને અર્થ, કામાર્થીને કામ, રાજ્યાર્થીને રાજ્ય, પુત્રાર્થીને પુત્ર અને મોક્ષાર્થીને મોક્ષ આપે છે. એ તો માગે તે આપે. ચિંતામણિમાં ગુણ છે કે રાજ્ય માગો તો રાજ્ય આપે અને ધોલ માગો તો ધોલ પણ આપે. ચિંતામણી પાસે ગાલ કુટાવે કે મૂઠી આટો માગે એ કેવો ? કહેવું જ પડશે કે મૂર્ખ ! એવી જ રીતે ધર્મ પણ આપે બધુંયે ! રાજા, મહારાજા અને ચક્રવર્તી બન્ને, એ બધા ધર્મના જ પ્રતાપે, પણ ધર્મની પાસે દુનિયાના પદાર્થો માગવા જેવા જ છે એમ માનીને માગે, એ પણ મૂર્ખા જ છે. ઉપદેશકનું કર્તવ્ય : સભા ઃ તો એવા મૂર્ખાઓને ઉપદેશ શું કામ ? : 1422 નાદાન બાળક સુખી કેમ થાય, એ માતાની ભાવના છે. ચંદનનો ગુણ છે કે એને ઘસ, કાપે, બાળે, તો પણ સુગંધ દે, તેમ માતાનું હૈયું જ એવું છે કે લાત મારનારા દીકરાનું પણ ભલું ચાહે. નઠોર દીકરાને માના હૈયાનું ભાન ન હોય, એ કા૨ણે કાંઈ માથી નઠોર ઓછું જ બનાય ? અપકારી ગમે તેમ કરી લે, પણ ઉપકારી તો ઉપકારનાં જ છાંટણાં છાંટે. છોરું કછોરું થાય, પણ માવતરથી કમાવતર ન જ થવાય. છોકરો છોકરાપણું ગુમાવે, પણ મા માપણું ન જ ગુમાવે. માતાપણું નહિ ગુમાવનારી માતા પાસે છોકરો ન સુધરે, તો પણ કહેવાની બારી રહે છે કે મેં તો ઠેઠ સુધી સુધારવાના પ્રયત્ન કર્યા હતા, એટલે મારું માતાપણું કાયમ જ છે. એ જ રીતે ધર્મના દુશ્મન ભલે ગમે તેમ વર્તે, તો પણ ફરજ બજાવનાર ધર્મગુરુ પાસે બારી છે કે અમે તો ઠેઠ સુધી ચેતવ્યા હતા કે આ વર્તનથી રખડી મરશો. Page #19 -------------------------------------------------------------------------- ________________ 1423 – ૧ : ધર્મોપદેશકનું પરમ કર્તવ્ય - 95 – – ૫ સરકારનો રોનીઓ ફરે તે “જાગજો, જાગજોની બૂમ મારે જ. કોઈ ન જાગે અને કોઈનું જાય તો એમાં એનો વાંક ન નીકળે, પણ એ બૂમ ન મારે તો તો ગુનેગાર જ ગણાય. એવી જ રીતે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગની નિદ્રામાં પડેલા યોગ્ય આત્માને વિધિ મુજબ જગાડવાનું અને જગાડીને વિધિ મુજબ આવે તો સાથે લઈ જવાનું પણ અમારું કામ છે. ન આવે, રખડે, ગબડે, એ જવાબદારી એને શિરે, પણ અમે ફરજ ન બજાવીએ, મિથ્યાત્વ ચાલવા દઈએ, અવિરતિની પ્રશંસા કરીએ, પ્રમાદને પોષીએ, કષાય તથા અશુભ યોગોનાં પણ વખાણ કરીએ, તો તો અમે ભયંકર ગુનેગાર છીએ. નિમકહરામીનો ચાંદ અમને અવશ્ય મળે ! માટે જ આ વાત કર્યા કરીએ છીએ. લૂંટારા તો મુનીમને કહે કે અડધું તારું પણ માલ બતાવ, પણ ડાહ્યો મુનીમ કેમ જ બતાવે ? કારણ કે તરતમાં અડધું મળે પણ પછી શી દશા ? આ રીતે પરિણામને સમજનારો ડાહ્યો મુનીમ જેમ લૂંટારાની સલાહ ન માને તેમ સંસારમાં ફસેલા વિષયના કીડાઓની સલાહ માની સાધુ પણ પોતાની ફરજ ન જ ચૂકે. ધર્મના અથઓએ તો વાહ વાહ ખાતર માર્ગથી સરી પડતા સાધુને કહેવું જોઈએ - “હે ભગવન્! અમે તો ફસેલા છીએ અને સંસારના સંગી છીએ, માટે આપ પણ જો અમારી વાત માનશો તો થઈ રહ્યું ! પછી અમારું મોં કઈ તરફ ? ઊંટનું મોં મારવાડ તરફ. અમને વાતવાતમાં અર્થ અને કામ યાદ આવે, માટે અમારો વિશ્વાસ ન કરશો.” શાસ્ત્ર પણ ફરમાવ્યું છે કે ધર્મકારણને મૂકી સાધુએ ગૃહસ્થનો પરિચય ન કરવો જોઈએ. મુનિ પડતા હોય એને ઝીલવાનું કામ તમારું છે, પણ પાડવાનું નથી. તમે પણ ગુરુ પાસે એવી પ્રાર્થના કરો કે સાધુને સાધુપણું લક્ષ્યમાં રહે. સાધુની ફરજ છે કે ઉપસ્થિત થયેલા અર્થીને પરલોક ન ભુલાય એવો ઉપદેશ દેવો. શાસ્ત્ર તમને સાધુનાં માબાપ કહ્યાં છે, પણ રોજ સવારે તમારે સાધુને પૂછવાનું શું ? “સુખ સંયમયાત્રા નિર્વહો છો જી !” અર્થાત્ “સંયમમાં વિપ્ન તો નથી ને !” આથી સ્પષ્ટ છે કે સંયમનાં સાધનો પૂરાં પાડવાની શ્રાવકની ફરજ છે. આ જ દૃષ્ટિએ તમે સાધુનાં માબાપ છો, પણ પોતાના જેવા બનાવવા માટે નથી. તમે ઓછો ધર્મ કરો અને સાધુ વધુ ધર્મ કરે, પણ તમારી ભાવના તો વધુ ધર્મ કરવાની જ હોવી જોઈએ ને ? તમે અણુવ્રતી અને સાધુ મહાવતી, પરંતુ તમારી પણ ભાવના તો મહાવ્રતી થવાની જ ને ? તમે સાધુનાં માબાપ, તો Page #20 -------------------------------------------------------------------------- ________________ ૭ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ – – 1424 તમારા છોકરાની સંયમરૂપ મિલકત વધે, એમાં તમે રાજી કે નારાજ ? એમનો ધર્મવ્યાપાર વધે તો ખુશ કે નાખુશ ? એમના સંયમના પ્રચારમાં તમે સહાયક કે વિઘ્ન કરનાર ? આ જેઓને ન સમજાય તેઓ શ્રાવક-શ્રાવિકા કોટિમાં પણ રહેવા લાયક નથી. છઠ્ઠો આરો શું વહેલો લાવવો છે? શ્રી જિનેશ્વરદેવોએ સંસારની અસારતા વર્ણવી છે તે શા માટે ? એક જ કારણે કે તમે ભોગમાં ફસીને ગબડી ન જાઓ. વિચારો કે એમાં દયા વિના બીજું શું કારણ છે ? એવી દયામય પ્રવૃત્તિ સામે પણ યથેચ્છ બોલનારાઓ શું જૈન કહેવરાવવાને લાયક છે ? શ્રી જૈનસંઘથી એવાઓને સહાય કરાય ? શ્રાવક-શ્રાવિકાની પણ અવગણના ન થાય, એ તો અમને પણ માન્ય જ છે. સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકાની આશાતના ન કરાય, એવું રોજ બે વાર અતિચારની આલોચનામાં અમારે આવે છે. એ અતિચારની બે વાર આલોચના કરવી પડે છે, તો પછી એનું અપમાન કેમ જ કરાય ? પણ વિચારો કે સમ્યક્ત એટલે શું ? સમ્યકત્વ એટલે સુદેવ, સુગુર, સુધર્મને જ હૃદયપૂર્વક માને એ જ ને ? તમે “સુ” જુઓ, તો અમે કેમ ‘કુને ચાલવા દઈએ ? તમે જો કદેવ, ગુરુ અને કુધર્મને સુદેવ, સુગુરુ અને સુધર્મ તરીકે ન સ્વીકારો, તો અમે કુ” શ્રાવકને સુશ્રાવક તરીકે કેમ માની લઈએ ? બાકી સને “સુ' તરીકે માનવામાં તો હરકત કેમ જ હોય ? જેઓ પ્રભુમાર્ગની આરાધનામાં રત છે, તેવા સુશ્રાવકોની સલાહ અને સૂચનાનો અમે જરૂર સ્વીકાર કરીએ, કારણ કે તેવાઓની સલાહ શાસ્ત્રાનુસારિણી જ હોય ! પણ જેઓ સંસારરત હોઈ આવીને કહે કે “મહારાજ ! અમારા વેપારરોજગારની સ્થિતિ જુઓ- તો તો અમારે કહી જ દેવું પડે કે “અમે ઘરબાર અને માબાપ છોડીને ચાલી નીકળ્યા છીએ, તે તમારાં ઘરબાર ચલાવવા માટે નહિ જ પણ એના અખંડ ત્યાગને સેવવા અને પ્રચારવા જ.' હા, અમે જો અમારી એ ફરજ ચૂકીને સાંસારિક પ્રવૃત્તિમાં પડવા માગીએ અને તેમ કરતાં તમે અટકાવો તો જરૂર માનીએ. વળી વધુમાં એ વિચારો કે તમે અહીં આવો એમાં શાસનની પ્રભાવના કે અમે ત્યાં આવીએ એમાં ? પાંચ-પચીસ સાધુ શ્રાવક થાય તો પ્રભાવના કે પાંચ-પચીસ શ્રાવક સાધુ થાય તો પ્રભાવના ? પાંચ-પચીસ કોટ્યાધિપતિ સંયમ લે તો દુનિયા હેરત પામે. તો પછી અમે એવો પ્રયત્ન કરીએ એમાં ગુસ્સો શાનો ? દરિદ્રી, શ્રીમાનને દરિદ્રી બનાવવા ઇચ્છે Page #21 -------------------------------------------------------------------------- ________________ 1425 ૧ : ધર્મોપદેશકનું પરમ કર્તવ્ય - 95 ત્યાં ગુસ્સો આવે, પણ શ્રીમાન, દરિદ્રીને શ્રીમાન બનાવવા ઇચ્છે ત્યાં ગુસ્સો કેમ જ આવે ? શેઠ, નોકરને શેઠ બનાવે એમાં વાંધો શો છે ? પણ આજ તો દરિદ્રીઓ કહે છે કે અમે દરિદ્રી અને બીજા શ્રીમાન કેમ ? એ જ રીતે સાઠ વરસના બુટ્ટાઓ કહે છે કે ‘અમને વૈરાગ્ય નહિ ને નાનાં છોકરાંઓને વૈરાગ્ય આવે છે, એથી તો અમને શરમ આવે છે.' ખરેખર, એ શરમને ઢાંકવા ખાતર કેટલાક તો વૈરાગ્યને ખોટો કહે છે અને સાધુને પ્રપંચી કહે છે, પણ એ રીતે પોતાની આબરૂને રાખવાનો પ્રયત્ન કરવો, એથી આબરૂ રહેતી નથી પણ ઊલ્ટું આબરૂનું લિલામ થાય છે. વારુ, જૈનદર્શનને માનનાર પૂર્વસંસ્કારને તો માને જ ને ? પૂર્વસંસ્કારના યોગે, જ્ઞાનીની દેશનાના યોગે, ધર્મરુચિના યોગે વૈરાગ્ય થાય, એમાં નવાઈ શી છે ? の વૈરાગ્ય એ તો શ્રી જૈનશાસનનો પાયો છે. જ્યાં વૈરાગ્ય જ નહિ, ત્યાં શ્રી જૈનશાસન નથી. તમારામાં પણ વૈરાગ્ય દેખાવો જોઈએ. જૈનશાસનમાં તો ડગલે ને પગલે વાતો વૈરાગ્યની જ હોય ! પણ એ તો લગભગ મૂકાઈ ગઈ. હવે કલાક-બે કલાક અમારી પાસે રહી છે એ પણ મૂકાવવી છે, તો રાખવું છે શું ? આજે જે વાયુ ચાલે છે તે બધે પેસે તો છઠ્ઠો આરો વહેલો આવે, પણ એમ બને જ નહિ. ભગવાન શ્રી મહાવીરદેવ ફરમાવી ગયા છે કે એવા વાયુમાં પણ એવા પુણ્યવાન જીવો રહેવાના જ કે જેનું એક રૂંવાડું પણ ફરકે નહિ અને ન ફરકે તો માનવું કે જૈનશાસન આવ્યું. ખરેખર, સંયમનું સુખ અસંયમમાં નથી જ. વગર કર્યો પણ ડિસમિસ ! સભા : આ તો કેવળ ચીલે ચાલવાની જ વાત થઈ ! બરાબર, ચીલે ચાલવામાં જ ડહાપણ છે. ઉન્માર્ગે તો મૂર્ખા જ ચાલે. મૂર્ખા જ કહે કે ‘અમે સીધા નહિ ચાલીએ, પણ વાંકા ચાલશે.' બાકી ડાહ્યાઓ તો એમ ન જ કહે . વળી ચીલે ચાલવામાં શરમ પણ શી ? મેઇલ બધા પાટે ચાલે કે નીચે ? નવા મેઈલે નવો માર્ગ હોય ? તો એમ હોય તો તો બેસનાર ભાગ્યે જ જીવતા ૨હે. જ્ઞાનીઓના ચીલે ચાલવામાં શરમ મૂર્ખને જ આવે, પણ ડાહ્યાને નહિ. કક્કો તમે કયો ભણો છો ? બાપ ભણ્યા હતા એ કે બીજો ? ઈંગ્લીશ ભાષા શું કામ ભણો છો ? રાજ્યભાષા છે માટે ને ! એની સાથે પાનાં પડ્યાં માટે એ ભણવી પડે છે, તો જેના આધારે મુક્તિએ જવું છે એના ચીલે ચાલવામાં શરમ શી ? વીસમી સદીનો પણ કાયદો તો સમજો કે વિદ્યાર્થીને પણ સમજ ન પડે તો Page #22 -------------------------------------------------------------------------- ________________ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ -- --— 126 પ્રોફેસરને રીતસર પૂછે, પણ “આમ કેમ બોલ્યા ?' - એવું બોલવાની ઉદ્ધતાઈ ન જ કરે. ધારાશાસ્ત્રી પણ કાયદાની બારીકીઓ રજૂ કરે, પણ “આમ જજમેન્ટ લખો !” એમ ન જ કહે : અને એમ કહે તો ડિસમિસ જ થાય. એ જ રીતે શ્રી જેનશાસનના સિદ્ધાંતોને પોતાની બુદ્ધિ મુજબ ફેરવવા ઇચ્છનારા આ શાસનમાંથી વગર કર્યો પણ ડિસમિસ થયેલા જ છે. જ્ઞાનીની દલીલોને સોળમી સદીની કહી મશ્કરી કરનારા ગયેલા વીતેલા જ છે. ન્યાયાધીશ પાસે દલીલ થાય, અરજ થાય, પણ હુકમ ન થાય. વકીલથી એમ ન જ કહેવાય કે, “તમારો પગાર થોડો અને મારે આવક વધારે છે. કારણ કે અધિકારી તો ન્યાયાધીશ જ છે. આ બધું વિચારી માર્ગમાં સ્થિર થવું જોઈએ. આજના ઉત્પાતનો દોષ વીસમી સદીનો નથી, પણ દુર્ગતિગામી આત્માઓનો છે. પોતાની જ બુદ્ધિ મુજબ ચાલનારા એવાઓ પોતાની મેળે જ શ્રી જૈનશાસનની બહાર થયેલા છે. જેને શ્રી જૈનશાસન ન માનવું હોય તે કહી દે કે ગમતું નથી. શ્રી જિનેશ્વરદેવના કાયદા ન ગમે તે ખુશીથી રાજીનામું આપે. ધારાસભામાં પેસતાં પણ વફાદારીના સોગન લેવા પડે છે, એ રીતે જેને શ્રી જૈનશાસન માન્ય હોય તે રહે અને માન્ય ન હોય તે રાજીનામું આપે. ઉદય ઘણામાં જ છે, એમ ન માનશો. રાજા પણ પોતાની પાસે ચુનંદાને જ રાખે. આજની સોસાયટીઓ પણ ઉદ્દેશ ઘડે છે અને કહે છે કે “જે છે તે આ છે, મરજી હોય તો માનો નહિ તો રાજીનામું આપો : નહિ આપો તો ડિસમિસ કરીશું. જ્યારે આ શાસ્ત્ર તો કહે છે કે આ કાયદા સાચા છે, સમજાવવા તૈયાર છીએ, કાં તો ખોટા સાબિત કરો, નહિ તો માનો અને ન જ માનવા હોય તો એના નામે વાત ન કરો. વાત પણ ખરી છે કે વિચારો પોતાના અને નામ મહાવીરનું એ ન જ ચાલે ! બાપ દીકરાનો કે સૌનો ? સભાઃ ચાદ્વાદ ખરો ને ? સ્યાદાદ એટલે શું ? ઘોડા આગળ પણ જોડાય ને પાછળ પણ જોડાય, એમ ? ઘોડાને ગધેડા પણ કહેવાય એમ ? સંયમથી પણ મુક્તિ અને અસંયમથી પણ મુક્તિ, અહિંસાથી મુક્તિ અને હિંસાથી પણ મુક્તિ એમ ? એ તો સ્યાદ્વાદની મશ્કરી છે. એક વસ્તુમાં જેટલા ગુણ કે ધર્મ ઘટી શકતા હોય તે ઘટાવવા એનું Page #23 -------------------------------------------------------------------------- ________________ 1421 - ૧ : ધર્મોપદેશકનું પરમ કર્તવ્ય - 95 - નામ સ્યાદ્વાદ. એક આદમી બાપ, દીકરો, પતિ, બનેવી, સાળો બધું છે, પણ તેના દીકરાનો બાપ છે, કંઈ બધાનો બાપ નથી. જેની બેનનો વર છે તેનો બનેવી, પણ બધાનો નથી. આથી સમજવું જોઈએ કે સ્યાદ્વાદ એટલે “ફાવે તેમ નાચવાનું નહીં. સભા : ધર્મની જગાએ ધર્મ તે ધર્મ અને સંસારની જગાએ કામ તે ધર્મને ? જેમ દીકરાની અપેક્ષાએ જ બાપ અને બાપની અપેક્ષાએ જ દીકરો, તેમ વીતરાગતાની અપેક્ષા એ જ ધર્મ અને અપ્રશસ્ત રાગ આદિની અપેક્ષા એ જ અધર્મ, વસ્તુને એવી રીતે ગોઠવો કે વાંધો ન આવે. ધર્મ એ ધર્મ જ છે અને અધર્મ એ અધર્મ જ છે, એમ માનો તો જ સમ્યકત્વ ટકે. અવળું નિરૂપણ કરે એને તો આઘા કરવા જ પડે ને ? સભા સાંભળવું નથી, કરવું નથી, અને સામે ડખો કરવો હોય તો? શહેનશાહતની સામે યથેચ્છ બોલનારા પડ્યા હોય, તો ધર્મની સામે ન બોલે એ કેમ બને ? જે શહેનશાહત ચોવીસ કલાકમાં પાયમાલ કરી શકે, એની સામે યથેચ્છ બોલનારા પણ પડ્યા હોય છે, તો ધર્મ કે જેનું પરિણામ પરોક્ષ છે, એની સામે બોલનાર હોય એમાં નવાઈ શી ? રાજ્યના અમલદારોની ઠેકડી કરનારા પડ્યા છે અને અમલદારોને પણ કેટલીક વાર બંધ બારણે જવું પડે છે, તો ધર્મની સામે ન થાય એ કેમ બને ? જ્ઞાની પણ અહીં અજ્ઞાની ! સભા : ધર્મીને ગાળ દે, શેઈમ કરે તો ધર્મ ચિડાય ? નિર્બળ ચિડાય, બળવાન ન ચિડાય. હાથી ગામમાં આવે તો કૂતરાં ભસે, એ એનો ધર્મ. હાથી આંખ ફેરવે તો નાસે, વળી હાથી ચાલે એટલે ભસે, પણ પાંચ હાથ દૂર રહીને ભસે. પણ કૂતરાં ભસે માટે હાથી ગામમાં ન પેસે એ બને ? કારણ કે કૂતરાં ભસવાથી એની કિંમત ઘટતી નથી, તેમ ધર્મની સામે કોઈ બોલે એથી ધર્મની કિંમત ઘટતી નથી. પૂર્વાચાર્યો પણ અનુપયોગે ભૂલ થતી ત્યાં પગે પડીને પ્રાયશ્ચિત્ત લેતા. એ તો એવી શક્તિવાળા હતા કે નવા પંથ ઊભા કરે, પણ એ પોતાની બુદ્ધિ સ્વતંત્રપણે નહોતા દોડાવતા, પણ તત્ત્વ કેવળીને ભળાવતા. પૂર્વે પણ જેણે આગ્રહ કર્યો એને દૂર કાઢ્યા. વિદ્વત્તા કરતાં આ શાસનમાં સદ્ વસ્તુના રાગની કિંમત મોટી છે, કારણ કે સમ્યગ્દર્શન Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૦. – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ –– – 1428 વિનાનું જ્ઞાન એ અજ્ઞાન છે; એ જ કારણે કહેવામાં આવે છે કે “સમકિતવિણ નવ પૂરવી અજ્ઞાની કહેવાય.' કેળવણી સામે વિરોધ નથી પણ... સભા : હાલના કેળવાયેલા કેવા? તમે સમજી લો. કેળવણીનો નિષેધ તો અજ્ઞાની કરે. ભવોભવ અજ્ઞાની રહેવું હોય એ કરે. જેને રોટલી ખાવી હોય એ કણેક ન કેળવે એ કેમ બને ? માટીવાળા હાથથી જે કણેક કેળવે અને એ કારણે નિષેધ કરવામાં આવે, એથી તે બહાર આવીને કહે કે મને કણેક ન કેળવવા દીધી, એ કેમ ચાલે ? એ જ પ્રમાણે અમે પણ કેળવણીનો વિરોધ નથી કરતા, પણ એમાં રહેલ સ્વચ્છંદતાદિ રૂપ માટી-કાંકરાનો જ નિષેધ કરીએ છીએ. સાધુ ભણવાનો વિરોધ ન જ કરે. એ તો સુધારકોનું સાધુઓને નિંદવાનું બહાનું છે. સાધુઓ કેળવણીના વિરોધી નથી, પણ સ્વચ્છંદતા આદિના વિરોધી છે. શ્રી ઇંદ્રભૂતિજી ચૌદ વિદ્યાના પારગામી હતા, ભગવાન શ્રી મહાવીર પરમાત્માને છોડીને એમના જેવો વિદ્વાન એ વખતે કોઈ નહોતો, તે છતાં પણ એમના જ્ઞાનને પણ, ભગવાન મળ્યા તે પહેલાંના વખત સુધી, પગથીએ ચડ્યા ત્યાં સુધી, શંકા રહી ત્યાં સુધી, અરે, પ્રભુના ચરણમાં ઝૂકી ન પડ્યા ત્યાં સુધી, શાસ્ત્ર અજ્ઞાન કહ્યું છે. સભા : સમાજ ખાતર સમાજને ગમતી વાત સાધુ ન કહે ? એવો સ્વચ્છંદાચારી સમાજ જોઈતો જ નથી. ટોળું ભેગું કરવાનો મોખ જ નથી. દુનિયાદારીના ધ્યેયના પૂજારી પણ જો મક્કમતાથી ધ્યેયને પાળે, તો મોક્ષના પૂજારીઓ મોક્ષના ધ્યેયને કેમ ન પાળે ? આથી સમજી શકાશે કે અમારો અણગમો કેળવણી સામે નથી, પણ જે કેળવણીથી ધર્મબુદ્ધિનો નાશ થાય, તેની સામે વિરોધ છે, અને એ તો રહેવાનો છે. જે કેળવણી આત્મસ્વરૂપને હાનિ પહોંચાડે, ધર્મભાવનાનો નાશ કરે, તે કેળવણીનો મુનિ ઉપદેશ જ ન આપે અને તેમાં ધર્મ સહાય પણ ન જ કરે, એ દીવા જેવું સત્ય છે. છતાં એની સામે ઉકાળા શા માટે ? તમે વ્યવહારમાં હો, તમારા પોઝીશન ખાતર આપવું પડે એ વાત જુદી, પણ એને ધર્મ કેમ મનાય ? સમ્યગ્દષ્ટિ આત્માની ફરજ છે કે પાપને પાપ Page #25 -------------------------------------------------------------------------- ________________ 142s - ૧ : ધર્મોપદેશકનું પરમ કર્તવ્ય - 95 – – ૧૧ અને પુણ્યને પુણ્ય માનવું અને થયેલ પાપનો પશ્ચાત્તાપ કરવો. માટે દાન ઘો તે પણ સમ્યગ્દષ્ટિને છાજતું ઘો. ઉદાર એવા બનો કે ઘરબાર તારાજ કરવું પડે તોય મૂંઝવણ ન થાય, અને મમતારહિત એવા બનો કે શરીર તજવું પડે તો પણ ન મૂંઝાઓ. શ્રાવકના ઘેરથી ભિખારી પાછો ન જ જાય ! દાન દેવાય તે મર્યાદાથી અને વિવેકથી જ ! મુનિને સ્વશ્રેય માટે નમીને દેવાય ને ભિખારીને સુખી થાઓ, એ ભાવનાથી દેવાય. શ્રાવક હો તો ભિખારીને પણ આપતાં કહેજો કે “પાપને લીધે ભિખારી થયો છે માટે હવે પાપ ન કરતો.” શ્રાવકના ઘેર આવી અધર્મી પણ ધર્મ પામી જાય. ભિખારી પણ ધર્મ પામી જાય. ધર્મીએ સાવધ રહેવાની જરૂર : વસ્તુપાલ અને તેજપાલની ઉદારતા અનુપમ હતી. એમને મંત્રીપદ ઉપરથી ભ્રષ્ટ કરવા વિઘ્નસંતોષીઓએ પ્રયત્નો અવશ્ય કર્યા હતા. શ્રી વસ્તુપાલ તેજપાલની ઉદારતા એવી હતી કે એ ગામમાં આવેલો કોઈ ભૂખ્યો ન જાય. શ્રી વસ્તપાલની પત્ની સૌની ખબર રાખતી અને મુનિની ભક્તિ શ્રીમતી અનુપમાદેવી કરતી. આ મંત્રીઓની કીર્તિ વિરોધીઓથી સહન ન થઈ. તેઓ રાજા પાસે ગયા અને પહેલાં તો મંત્રીનાં ગુણગાન કરવા લાગ્યા. અયોગ્ય માણસો પણ જ્યારે સારા માણસ પાસેથી સ્વાર્થ સાધવો હોય ત્યારે પીઠિકા સારી બાંધે છે. શ્રી વસ્તુપાલને ત્યાંથી પોતાના માલિકને ત્યાં પણ થાળ જતા હતા. પેલા વિરોધીઓએ છેવટે કહ્યું કે મંત્રીશ્વરની ઉદારતા તો ઘણી, પણ આપને ત્યાં એંઠા-જૂઠા માલને સારા રૂપમાં ગોઠવી મોકલે છે. કાચા કાનના રાજાએ માની લીધું. આજના સંયમવિરોધીઓ પણ એમ જ કહે છે કે સંયમ મજેનું, પણ પછી એ “પણ'માં પાંચશેરી ફૂટે છે. એ પાંચશેરી કૂટનારાને ઓળખી કાઢો. ધર્મની સામે બોલનારને બરાબર ઓળખો. વેપારી પણ જુએ કે માણસ કોનો આવ્યો છે. શાહુકારનો માણસ હોય તો ચેક ફાડે, નહિ તો ન ફાડે. લક્ષ્મીની મનમાં કિંમત છે અને ધર્મની કિંમત નથી સમજાતી, એથી ઉઠાઉગીર ફાવી જાય છે. રાજા વેષ બદલી ત્યાં ગયા અને બેઠા. એક મુનિને વહોરાવતાં ઘીથી પાત્ર ભરાઈ ગયું. એ પાત્ર શ્રીમતી અનુપમાદેવીએ પોતાની રેશમી સાડીથી લૂછ્યું મુનિએ કહ્યું કે સામાન્ય વસ્ત્રથી લૂછવું હતું ને ? અનુપમાદેવી કહે છે કે “એવાં Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૨ – - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - -- - - 10 મારાં ભાગ્ય ક્યાંથી કે આપનું પાત્ર મારી સાડીથી લુછાય ? અમારે ખામી શી છે ? જેવા અમારા સ્વામી ઉદાર છે, તેવા એમના સ્વામી પણ ઉદાર છે. રાજા વિરધવલની અમારા પર છાયા છે. એ અમારા ધર્મકર્મમાં વિઘ્ન નથી કરતા પણ સહાય કરે છે. વિરધવળ આ સાંભળે છે અને વિચાર કરે છે કે જેની સ્ત્રીઓ પણ મારાં ગુણગાન ગાય, તે મને એઠું ન જ મોકલે. નોકરને ખબર પડી કે રાજા આવ્યા છે, કે તરત શ્રી વસ્તુપાલને ખબર આપી. રાજા છૂપા ઓછા જ રહે ? શ્રી વસ્તુપાલ રાજાને અંદર લઈ ગયા અને સન્માન કર્યું. રાજાએ કહ્યું કે વિજ્ઞસંતોષીઓથી ભોળવાયો હતો, પણ હવે સમજ્યો કે મારી ભૂલ હતી. વિજ્ઞસંતોષીઓ બધું કરે, પણ ધર્મીઓ સાવધ રહે તો કશું જ ન થાય. વાત કરનારને ઓળખો. વ્યક્તિના પૂજારી ન બનો. પણ ગુણના પૂજારી બનો. દેવમાં વીતરાગતા, ગુરુમાં નિર્ચથતા અને ધર્મમાં ત્યાગમયતા એમ ત્રણમાં ત્રણ ગુણ હોય, તો તે પૂજ્ય અને એ ત્રણ ન હોય, તો કહો કે એ અમારા નહિ. આ બધું ત્યારે જ બને કે જ્યારે વિવેકના અભાવરૂપ અંધતાનો વિનાશ થાય. વિવેકના અભાવરૂપ અંધતાના યોગે આત્માઓ મિથ્યાત્વાદિ અંધકારમાં આથડે, એમાં કશું જ આશ્ચર્ય નથી. કર્મવશ આત્માઓ એ અંધતાના યોગે અનાદિથી મિથ્યાત્વાદિ અંધકારમાં આથડે છે એ બતાવવાનો જ આ પ્રયત્ન ચાલે છે, અને એ બતાવવાનો હેતુ ધૂનન કરાવવાનો છે. વિવેકના અભાવરૂપ અંધતાના યોગે આત્માની શી શી દશા થાય છે, એ તો આપણે જોઈ ગયા છીએ અને મિથ્યાત્વ આદિનું સ્વરૂપ તથા તેના યોગે થતી દુર્દશા હજુ જોવાની છે અને તે હવે પછી – Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨ અવિવેકનું સામ્રાજ્ય અને સુધારકોની અંધશ્રદ્ધા 96 • જિનપ્રવચન એટલે શું? • ધર્મ ગયો એટલે ડૂબો જ સમજજો ! • ભોગવે પણ આધીન ન બને : • નિયમ કરો તો આવાય કરો ને ? • મધુલિપ્ત તલવાર : • સ્વતંત્રવાદ માનવો છે ? આત્મા એ ભાવુક દ્રવ્ય છે : • એ ન્યાય કયાંનો ? • પરીક્ષા થાય પણ કઈ રીતે ? • એ ગુલામગીરી છે ? • છતી સાહ્યબીએ ત્યાગી કેમ ? અંધશ્રદ્ધાથી બચવાનું કહેનારાઓ પોતે જ • પ્રભુશાસન કોને માટે છે ? અંધશ્રદ્ધાળુ છે : • નમસ્કાર તારે પણ તે ક્યારે ? • ભણેલા કે બેવકુફ? ૦ આ તે જાગૃતિ કે સન્નિપાત ? વિષયઃ સર્વવિરતિની ઈચ્છા ધરાવનારની પરીક્ષા કોણ, ક્યાં, કઈ રીર્ત કરી શકે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો તાત્વિક તફાવત. વિષયોથી વિરક્ત બન્યા વિના ધર્મ આવતો નથી. વિષય વિરક્તિ આત્મા વિરતિ લેવા પ્રયત્ન કરે ત્યારે મોહાધીન - અજ્ઞાની આત્માઓ સો વિઘ્ન પણ ઊભાં કરે. એ વિજય કઈ રીતે કરવો,વળી એ મોહાધીન આત્માઓને વિરક્તની પરીક્ષા કરવાનો અધિકાર છે કે નહિ?છે તો ક્યાં, કેવા સંયોગમાં એ પરીક્ષા કરી શકે, એ વાત જણાવ્યા બાદ “પ્રભુશાસન એ સમ્યગ્દષ્ટિ આત્મા માટે છે' - એ વાત કરી એના અનુસંધાનમાં વીતરાગ દેવ, નિગ્રંથ ગુરુ અને ત્યાગમય ધર્મની ઉપાદેયતાને અનેક પ્રકારે સિદ્ધ કરતાં તારક તત્ત્વો પર અવિહડ શ્રદ્ધા કેળવવી જ જોઈએ એ કાંઈ અંધશ્રદ્ધા ન કહેવાય એ વાત સુંદર રીતે રજૂ કરી છે. દુનિયાની દૃષ્ટિએ ભણેલા ગણાતાની અભણતાના કેટલાક નાદર નમૂનાઓ પેશ કરી વિષયને સારી રીતે મજબૂત કર્યો છે. ଏiଆd • કર્મના વિપાકોથી સાવધ રહે અને ચાલે ત્યાં સુધી એને આધીન ન થાય, એ સમ્યગ્દષ્ટિ. • સમ્યગ્દષ્ટિ આત્મા ભવિષ્યના હિતનો વિચાર કરે, પણ વર્તમાન સુખની ઇચ્છા ન કરે. • સમ્યગ્દષ્ટિએ સાચાને સાચું તથા ખોટાને ખોટું કહેવું જોઈએ. એમાં ખોટી શરમ અને ખોટી મર્યાદા રાખવી એ મિથ્યાદૃષ્ટિપણું છે. • જેને પોતાની ભાવદયા ન આવે એ બીજાની શું કરે ? • જેને સંસાર ગમે એને શ્રી વીતરાગનું કામ શું છે ? શ્રી વીતરાગ તો જેને મુક્તિ જોઈએ તેના માટે છે. જેને નમસ્કાર કરીએ છીએ, એ આપણો તારનાર છે' - એવી ભાવનાવાળો નમસ્કાર એ જ સાચો નમસ્કાર છે. શ્રી જિનેશ્વર દેવમાં વીતરાગતા દેખાય, એ તારક લાગે, ગુરુમાં નિર્ચથતા દેખાય, ધર્મ ત્યાગમય દેખાય તો માનો, બાકી વેષમાં રહેલા ભવૈયાને તો માનવાની મનાઈ જ છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨ : અવિવેકનું સામ્રાજ્ય અને સુધારકોની અંધશ્રદ્ધા : જિનપ્રવચન એટલે શું ? સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા ફરમાવે છે કે ‘અવિવેક એ ભારે અંધતા છે અને એ અંધતાના યોગે નરકાદિ અને મિથ્યાત્વ આદિ અંધકારમાં અનેક આત્માઓ આથડે છે.' આ કહેવાનો આશય પણ એ જ છે કે ‘કોઈ પણ રીતે સંસારવર્તી પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન થાય. આ વાત આપણને ટીકાકાર મહર્ષિએ પ્રથમ જ કહી દીધી છે. આ વાત કહ્યા પછી પણ પરમ ઉપકારી ટીકાકાર મહર્ષિ, સૂત્રકાર પરમર્ષિએ ફરમાવેલી કર્મવિપાકની ગરિષ્ઠતાને આપણે સહેલાઈથી સમજી શકીએ, એ માટે ચારે ગતિના જીવોની દશા વગેરેનું આપણને સારામાં સારું ભાન કરાવી ગયા. એ ઉપરથી આપણે સમજી ગયા કે ‘ચારે ગતિમાંથી એક પણ ગતિમાં સુખ નથી.' આ વાત જો હૃદયમાં બરાબર જચી જાય, તો આત્માને સહેજે નિર્વેદ થાય અને નિર્વેદના યોગે વૈરાગ્ય પણ આપોઆપ જ થાય. એ રીતની વિરક્ત દશા આવે, એટલે શ્રી જિનેશ્વરદેવની એકેએક આજ્ઞા રુચે. એ સિવાય તો અનંતજ્ઞાનીઓની આજ્ઞા રુચવી એ કઠિન છે. ‘દેવ અને મનુષ્ય ગતિમાં જે સુખ છે, તે પણ પરિણામે દુઃખરૂપ છે, એ સુખ પણ ક્ષણિક છે અને સંયોગજન્ય છે, માટે એમાં લેપાવું ન જ જોઈએ.’ એવી બુદ્ધિ થાય તો જ શ્રી વીતરાગ પરમાત્માનું ત્યાગમય પ્રવચન ગમે. શ્રી જિનેશ્વરદેવનું પ્રવચન જ એ કે જેને યોગે આત્મા દુનિયાના પદાર્થોની આરાધના અને આસક્તિથી પાછો વળે. ભોગવે પણ આધીન ન બને : કર્મને યોગે સંયોગ અને સંયોગને યોગે કર્મ, આ દશામાં જો આત્મા સંયોગને આધીન થયા જ કરે, તો એ ઘટમાળ ચાલુ જ રહે, પછી મુક્તિ થાય કચાંથી ? અજ્ઞાનાવસ્થામાં કર્મ તો બાંધ્યાં, પણ સજ્ઞાનાવસ્થામાં ઉદય આવે તો ફરજ કઈ ? સમ્યગ્દષ્ટિની અવસ્થા તો સજ્ઞાન કહેવાય જ ને ? આપણે કર્મના સ્વરૂપ તથા વિપાકને જ્ઞાનીઓના કથનથી સમજીએ છીએ, છતાં કર્મ બાંધતી વખતની જ અજ્ઞાનાવસ્થા કર્મના ઉદય વખતે પણ રહે, તો આપણે પણ અજ્ઞાન. Page #29 -------------------------------------------------------------------------- ________________ 14૩૩ - ૨ : અવિવેકનું સામ્રાજ્ય અને સુધારકોની અંધશ્રદ્ધા - 96 – ૧૫ સમ્યગ્દષ્ટિ પર કંઈ ખાસ છાપ નથી. કર્મના વિપાકોથી સાવધ રહે, અને ચાલે ત્યાં સુધી એને આધીન ન થાય, એ સમ્યગ્દષ્ટિ. સંસારમાં રહેલા માટે, ભલે સમ્યગ્દષ્ટિ હોય કે મિથ્યાષ્ટિ હોય, ચારે ગતિ તો છે જ. જે ગતિમાં જઈએ તે ગતિની પ્રકૃતિનો ઉદય તો આવવાનો. તે તે ગતિને યોગ્ય સામગ્રી સાથે આવવાની જ. તે ગતિના વિપાકો સમ્યગ્દષ્ટિને ન વળગે એમ કંઈ નથી ! એને માટે સરખા જાય છે. ફરક કયાં છે ? મિથ્યાષ્ટિ ઉદયને આધીન થાય અને સમ્યગ્દષ્ટિ ઉદયને આધીન ન થાય, એ જ ફરક છે. બાકી ભોગવે તો બેય. કર્મ ચીકાશને વળગે છે અને ઉદયને આધીન થવું એ ચીકાશ. સ્વાધીનતા એ ચીકાશનો અભાવ છે; રાગદ્વેષની મંદતા. જેટલા અંશે એની મંદતા, તેટલા અંશે કર્મનું આવાગમન ઓછું, ચોદવું ઓછું; અને કર્મ ચોટે ઓછાં એટલે ભવિષ્યના સંસર્ગ ઓછા અને એથી મુક્તિ નિકટ. મધુલિપ્ત તલવાર : વિષયનું સુખ ક્ષણિક છે અને વિપાક કેટલાય ગણો છે. દૃષ્ટાંતમાં, મધથી લેપાયેલી તલવારની ધારા ચાટવા જેવું એ સુખ છે. મધથી લેપાયેલી અણીદાર તલવારની અણી ચાટવામાં જેટલું સુખ, તેટલું વિષયસેવનમાં સુખ; પરિણામે જીભને છેદ થાય અને જે પીડા ભોગવવી પડે, તે રીતે વિષય ભોગવ્યા પછીની પીડા છે. જીભ અડે ત્યારે જરા મધુર તો લાગે, પણ પછી વાત કરવાનો સમય રહે નહિ. બૂમ પાડ્યા સિવાય છૂટકો જ નથી. બીમારને કુપથ્ય પા કલાક આનંદ આપે, પછી પરિણામે એ કુપથ્ય શરીરમાં પરિણામ પામ્યા બાદ વેદના થાય. જ્ઞાનીએ કહેલી વાત પ્રત્યક્ષ અનુભવસિદ્ધ છે. શબ્દ-ગંધાદિ પાંચ વિષયોને મેળવવાની મહેનત, એ ભયંકર મજૂરી છે. પણ તીવ્ર આશાના યોગે એ દુઃખ નથી લાગતું. ક્લોરોફોર્મથી ભાન વિનાના થઈ જવાથી કાપ-કૂપની વેદના માલુમ ન પડે, એ રીતે આશામાં લીનતાના યોગે ચૈતન્ય દબાઈ જાય છે, માટે દુઃખની ખબર નથી પડતી. સત્યને છોડી અસત્યની પાછળ જનારને શાસ્ત્ર અચેતન જેવા કહ્યા છે. શાસ્ત્ર તો સમ્યગ્દષ્ટિ સિવાયના બધાને અસંજ્ઞી પણ કહ્યા છે. મનવાળો પણ યોગ્ય કારવાઈ ન કરે, તો મનવાળા અને મન વગરનામાં ફેર શો ? જે વર્તમાન સુખમાં લીન થઈ ભવિષ્યના સુખને ન વિચારે, એને ડાહ્યો કહે કોણ ? સમ્યગ્દષ્ટિ આત્મા ભવિષ્યના હિતનો વિચાર કરે, પણ વર્તમાન સુખની ઇચ્છા ન કરે. વ્યવહારમાં પણ ભવિષ્યના સુખ માટે વર્તમાનમાં તકલીફ વેઠો Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૬ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - 14% છો. બાપની મૂડી બેંકમાં શું કામ મૂકો છો ? બેંક તૂટે તો ? તૂટવાનો સંભવ છતાં પણ બાર વરસે બમણા થવા માટે મૂકો છો ને? શું વર્તમાનની એ આપત્તિ નથી ? છે જ; વળી વીમા ઉતરાવી લવાજમ ભરો છો તે શા માટે ? સંતાન આદિના સુખને માટે ને ? સંતાન ભાગ્યહીન હોય તો પાઈ પણ ન પામે એમ પણ થાય, એ વાત જુદી, પણ ત્યાં માન્યતા કઈ ? કહેવું જ પડશે કે એ જ! એ રીતે ભવિષ્યના ભલા ખાતર વર્તમાન વસ્તુ ગુમાવવામાં હરકત નથી લાગતી ને ? જો હા, તો કહો કે ભવિષ્યના હિતની દરકાર વગર વિષયસુખમાં લીન થવું, એ મધથી લેપેલી અણીદાર તલવાર ચાટવા જેવું છે કે બીજું કંઈ છે? ભવિષ્યની દરકાર વિના એ તલવાર ચાટે અને ચાટવું વાજબી કહે, એ ડાહ્યો કે મુર્મો ? વિષય ભોગવે અને વાજબી કહે તો સમ્યકત્વ ક્યાં રહે ? વિષય ભોગવતાં છતાં પામરતા કબૂલે ત્યાં સુધી તો ઠીક, પણ સેવવા જોઈએ એમ કહે ત્યાં શું થાય ? આત્મા એ ભાવુક દ્રવ્ય છે ! - ફલાણા વિષય કેમ સેવે, એની કાળજી સમ્યગ્દષ્ટિ રાખે કે એનાથી કેમ છૂટે એની કાળજી રાખે ? વિષયમાં પડેલા પણ સમ્યગ્દષ્ટિ હોય, તે ઇતર વિષયથી બચે એમાં સહાયક થાય કે ઇતરને વિષયમાં હોમવામાં સહાયક થાય? કોઈ વિષયને તજવા તૈયાર થાય ત્યારે “તમે વિષયો અનુભવ્યા છે કે નહિ ?' - એમ સમ્યગ્દષ્ટિ પૂછે ? અગ્નિની આગળ મીણનો ગોળો મૂકવો, એ મીણના ગોળાનો નાશ કરવા જેવું છે. આજના કહેવાતા સુધારકો અને પોતાને સમ્યગ્દષ્ટિઓ તરીકે ઓળખાવનારાઓ મીણના ગોળાને ગોળા તરીકે રાખવા માટે અગ્નિ આગળ મૂકી આવે એવા છે. મીણનો ગોળો ગમે તેવો મજબૂત, પણ અગ્નિ આગળ તો ઢીલો જ. શાસ્ત્ર આત્માને ભાવુક દ્રવ્ય કહ્યું છે. વજાદિક કેટલાંક દ્રવ્ય અભાવુક છે, જેમાં કાણું ન પડે, પરિવર્તન ન થાય, પણ આત્મા એ તો ભાવુક દ્રવ્ય છે. પરીક્ષા થાય, પણ કઈ રીતે ? શ્રી તીર્થંકરદેવ જેવા પણ નિયમા ઘર તજે ત્યારે કેવલજ્ઞાન થાય. એમના જેવાને ઘર તજવું પડે, અટવીઓ લંઘવી પડે, ઉપસર્ગ સહેવા પડે, તપ કરવા પડે ત્યારે કેવલજ્ઞાન થાય અને તમને-અમને એમને એમ જ થાય એમ ? જ્ઞાની કહે છે કે કોઈ અપવાદને બાદ કરીએ તો સંયોગને આધીન થયા વગર આત્મા પ્રાય રહે નહિ. માટે યાદ રાખો કે અંકુશ વગર કોઈને ન ચાલે. Page #31 -------------------------------------------------------------------------- ________________ 135 – ૨ : અવિવેકનું સામ્રાજ્ય અને સુધારકોની અંધશ્રદ્ધા - 96 – ૧૭ મુનિઓ માટે પણ કેટલા અંકુશ છે ? શ્રી વીતરાગ જેવા ચારિત્રવાળાને પણ પડતાં વાર ન લાગે. વિરાગીની પરીક્ષા માટે એને વિષયના ઘરમાં ન જ મુકાય. વિરાગીને એક સેકંડ પણ વિષયમાં રહેવાની સલાહ સમ્યગ્દષ્ટિ આત્મા ન આપે. વિરાગીની પરીક્ષા માટે એને વિષયના સંયોગમાં એક સેકંડ પણ રહેવાનું કહેવું, એને સમ્યગ્દષ્ટિ ઇષ્ટ ન માને, તો પછી સમ્યગ્દષ્ટિઓના સમુદાયનો એવો કાયદો તો કેમ જ હોય ? અને એવો કાયદો થાય ત્યાં સમ્યક્ત કેમ રહે? ઘણાઓ કહે છે કે “આટલામાં શું ?” હું કહું છું કે કૂવાના કિનારેથી જરા પગ ખસે તો શું થાય ? આથી વિરાગીની પરીક્ષાનો નિષેધ નથી, એની પરીક્ષા જરૂર થાય, પણ સુસંયોગમાં રાખીને ! એવા સારા સંયોગમાં જોડીને થાય ! એની ભાવના ચડે એવી કાળજી રાખવી જોઈએ પણ એને વિષયના સંસર્ગમાં મૂકવાની ભાવના તો ન જ હોવી જોઈએ. છતી સાહાબીએ ત્યાગી કેમ ? સમ્યગ્દષ્ટિએ સાચાને સાચું તથા ખોટાને ખોટું કહેવું જોઈએ. એમાં ખોટી શરમ અને ખોટી મર્યાદા રાખવી એ મિથ્યાષ્ટિપણું છે. જાણે ખરો અને અવસરે પણ કહે નહિ એ જાણપણું મોહના ઘરનું છે. શાસ્ત્ર કહ્યું કે મિથ્યાષ્ટિનો સુંદર પરિણામ પણ અસુંદર છે અને મિથ્યાષ્ટિની ક્ષમા, શાંતિ તથા સમતા એ પણ મોહની મૂર્છા છે. સમ્યગ્દષ્ટિ છે કે જે વર્તમાન સમયના તુચ્છ સુખની ખાતર ભવિષ્યનું હિત બગાડવા ન ઇચ્છે. છતી સાહ્યબીએ દીક્ષા લેવી એટલે વિદ્યમાન ગાડીધોડા અને પાટહવેલી છોડીને ભિક્ષા માગવા નીકળવાનું છે, વસ્તી પણ માગી મળે, કોઈ આપે તો રહેવાય અને ન આપે તો ન રહેવાય. છ ખંડના માલિકો છ ખંડની સાહ્યબી છોડી એકલા કેમ નીકળી પડતા ! એ ડાહ્યા કે વર્તમાન સુખને વળગી રહેલા ડાહ્યા? શ્રી જિનેશ્વરદેવો છતી સામગ્રીએ ત્યાગી કેમ બન્યા એ હેતુ તો તપાસો ! રોગ થવાથી શ્રી સનતકુમાર ચાલી કેમ નીકળ્યા ? રોગની સેવા તો સંસારમાં સારી થાત પણ શ્રી સનતકુમારે વિચાર્યું કે ભલે થોડો વખત વ્યાધિ ભોગવવી પડે, પણ ભવિષ્યના રોગને મટાડવા માટે આ જ જરૂરી છે. પ્રભુશાસન કોને માટે છે ? વર્તમાન વિષયસુખને વળગેલા છતાં જે એને સારું નથી કહેતા અને નથી માનતા તેને પ્રભુશાસનમાં સ્થાન છે પણ જેઓ એને સારું કહે છે તેને પ્રભુના Page #32 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ શાસનમાં સ્થાન નથી. વર્તમાન વિષયસુખને જ ઉપાદેય માનીને વળગી રહેનારાઓ આત્માની પણ દયા વિસરી ગયા છે અને તેઓ પોતાના આત્માની પણ દયા વિસરે તે બીજાની ભાવદયા શું કરે ? જેને પોતાની ભાવદયા ન આવે એ બીજાની શું કરે ? પાપમાંથી ઝે૨ના ફણગા ફૂટે છે. ‘અમે જે વિષય ભોગવીએ છીએ એ તો ફ૨જ છે, બે-પાંચ લાખ મેળવવા જ જોઈએ, તો જ અમારી પોઝીશન વધે, રાજકાજમાં પ્રવેશવું જ જોઈએ, રાજરિદ્ધિ મેળવવી જ જોઈએ' - આવી આવી માન્યતાના મૂળમાંથી પાપરૂપ કાયદાના ફણગા ફૂટે છે. પોતે વિષયના સંગમાં રહેતાં થરથરે એ બીજાને વિષયના સંગમાં રત રહેવાની સલાહ કેમ આપે ? આજે તો કાયદો થાય છે કે ‘રહેવું જ;’ પણ એ કાયદા કરનારને વિરાગી પૂછે કે ‘તમે કોણ છો ?’ ત્યારે એ શું કહેશે ? ‘અમે શ્રીમાન છીએ.' એમ કહેશો તો તો વિરાગી કહેશે કે ‘તમને અમે નથી માનતા, તમે ભગવાન શ્રી મહાવીરના દીકરા હો તો તમને માનવા તૈયાર છીએ, બાકી તમારી શ્રીમંતાઈની તો અમને કશી જ કિંમત નથી, કારણ કે તમારી શ્રીમંતાઈ કાંઈ અમને અમારે જે જોઈએ છે તે નથી દેવાની માટે તમે મહાવીરને માનો તો અમે તમને માનીએ.’ આવું કહેનારને ઉત્તર તો આપવો જ પડશે ને ? બુદ્ધિપૂર્વક ઉત્તર આપવો જોઈએ કે જેથી આબરૂ ન ગુમાવવી પડે. ૧૮ શ્રી જૈનશાસન સમ્યગ્દષ્ટિ માટે છે, ભવને ખોટો માનનાર માટે છે, સંસારની અસારતા જેને લાગતી હોય એને માટે છે, સંસારથી મુક્ત થવાની ઇચ્છાવાળા માટે છે. નમ્રુત્યુર્ણમાં આવે છે કે “અમયસ્થાનું સરળવાળું” પણ શરણ કોને ? ભવથી ડરે એને. ક્ષત્રિય પણ શરણ કોને આપે ? દુશ્મનથી ડરે એને જ ને ? તમે ભગવાન શ્રી મહાવીરના શરણે કેમ આવ્યા ? એ તારકના શરણ સિવાય બીજે સુખ ન દેખાણું માટે કે બનાવટ કરવા ? જો એના શરણમાં જ આત્મકલ્યાણ લાગે તો એ તારકની આજ્ઞા પાસે તમારા બધા વિચારોને આઘા મૂકવા જ પડે. ભવભીરુ આત્માને જ આ શાસન ગમે, કેમ કે પ્રભુની આજ્ઞામાં તો ખાવા પીવા વગેરે બધી જ પૌદ્ગલિક પ્રવૃત્તિઓ ઉપર અંકુશ આવવાના. અંકુશ વિનાના ગમે તેવા સારા અને મોટા ઘોડા પણ જંગલી કહેવાય, એના ઉપર સવારી ન જ થાય. તેમ શાસ્ત્ર કહે છે કે મન, વચન, કાયાના યોગો પણ સ્વચ્છંદે પ્રવર્તે તો તે જંગલી ઘોડા જેવા છે અને એવા યોગોના સ્વામીને પ્રભુના શાસનમાં સ્થાન નથી. મન, વચન અને કાયાના યોગો એ આત્માના કે આત્મા એ યોગોનો ? એ જ મન, વચન, કાયાના યોગોને 1436 Page #33 -------------------------------------------------------------------------- ________________ 1st – ૨ ઃ અવિવેકનું સામ્રાજ્ય અને સુધારકોની અંધશ્રદ્ધા - 96 – ૧૯ કેળવી જાણો તો એ જ મુક્તિની નિકટ લઈ જાય કારણ કે જે ઘોડા ઉથલાવી નાખે છે તે જ ઘોડાના મોંમાં લગામ આવે તો ધારેલે ઠેકાણે લઈ જાય છે. પણ વાત એટલી કે જેવો ઘોડો તેવી લગામ જોઈએ. સુંવાળા ઘોડાને સુંવાળી લગામ જોઈએ અને તોફાની ઘોડાને કાંકરવાળી લગામ જોઈએ. લગામ વગરનો ઘોડો અધવચે ખાડામાં નાખે. મન, વચન, કાયાના યોગો એ ઘોડા છે અને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા એ લગામ છે. સમ્યગ્દષ્ટિથી દરેક વિચાર, વાત, એ પ્રવૃત્તિ આજ્ઞાનુસારી જ થાય અને એવી ન થાય તો વિરુદ્ધ તો ન જ થાય. જેનામાંથી આ યોગ્યતા નીકળી જાય તેણે શાસનમાં રહેવું એ નાહક શાસનને ખરાબ કરવાના હિસ્સેદાર બનવા જેવું છે. જેને શેકહેન્ડ કરવી, ‘તારો છું એમ કહેવું અને તેને જ પાછળ લુચ્ચો કહેવો, એના કરતાં એવી ખોટી સભ્યતા ન દેખાડવી એમાં શું ખોટું ? મોઢે કહેવું કે ભગવાન સાચા અને બહાર જઈને કહેવું કે ભગવાન આ કહે છે એ મનાય કેમ? એ પ્રામાણિકતા નથી. બળાત્કારે હા પાડવાનું કોઈ ઓછું જ કહે છે ? આ શાસ્ત્ર તો કહે છે કે વિચારો, સમજો અને મન માને તો હા પાડો. જેને સંસાર ગમે એને શ્રી વીતરાગનું કામ શું છે? શ્રી વીતરાગ તો જેને મુક્તિ જોઈએ તેના માટે છે. નમસ્કાર તારે પણ તે કયારે ? શાસ્ત્ર કહે છે કે શ્રી વીતરાગ પરમાત્માને કરેલો એક નમસ્કાર પણ સંસારસાગરથી તારનાર છે, પણ એ સામર્થ્યયોગનો નમસ્કાર હોય તો તારે. ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ, એ ત્રણ યોગ. એમાં ઇચ્છાયોગ તો જોઈએ જ ને! સામર્થ્યયોગ ન આવે ત્યાં સુધી બે યોગ તો જોઈએ; છેવટ ઇચ્છાયોગ તો જોઈએ; એ પણ ન હોય એ કેમ ચાલે? જેને નમસ્કાર કરીએ છીએ એ આપણો તારનાર છે એવી ભાવનાવાળો નમસ્કાર એ જ સાચો નમસ્કાર છે. નમસ્કાર કરતી વખતે પણ સંસાર કોટે વળગેલો હોય, ત્યાં પણ અર્થકામની લાલસા ન જાય તો ઇચ્છિત લાભ શી રીતે પ્રાપ્ત થાય ? જ્યાં બેઠા છો એ ગમે છે કે નહિ, એ નક્કી કરો. દવાની વાત પછી રાખો. સંસાર એ તો રોગ છે. એ ગમે છે? એ ગમે ત્યાં સુધી આ ન ગમે. અટવીનો ભય નહિ ત્યાં સુધી વળાઉ ઉપર પ્રેમ નહિ; વળાઉ ઉપર પ્રેમ ન થાય ત્યાં સુધી એની સલાહ ન મનાય. સર્પ જેને કરડે તેને એમ લાગે કે મરી જવાશે તો જ તે જેમ ગારૂડી પાસે જાય છે તેમ જેને સંસારરૂપ સર્પના ડંસથી ભાવમરણનો ભય લાગે તે જ દેવગુરુરૂપી ગારૂડી પાસે જાય. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ----- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ - – - 148 આ તે જાગૃતિ કે સન્નિપાત ? શરીરના વ્યાધિ માટે જેટલી અને જેવી ચિંતા આજના સંસારીઓને હોય છે, તેટલી અને તેવી અથવા તેથીય તીવ્ર ચિતા સમ્યગ્દષ્ટિ આત્માને વળગેલા ને વળગતા કર્મવ્યાધિની હોય છે. દરદી જો ચિકિત્સકની આજ્ઞા ન માને તો ચિકિત્સક એની દવા ન કરે. એ કારણે શરીરના રોગ મટાડનારની આજ્ઞાધીનતા છે, એને અનુસરવાની ક્રિયા થાય છે, એના વચન પર શ્રદ્ધા થાય છે, તો આત્માના રોગને મટાડવા એના ચિકિત્સક શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા કેમ ન માનવી જોઈએ ? કહેવું જ પડશે કે અવશ્ય માનવી જ જોઈએ. વળી અનંત જ્ઞાનીઓના વચનની શ્રદ્ધામાં નહિ માનનારાઓ પણ શ્રદ્ધા વગર જીવી જ ક્યાં શકે છે ? 'વાવી વાવયં પ્રમ' ન હોય એમ કહેનારા પણ એમના બાપનાં વાક્યો પ્રમાણ જ કરે છે. જેની જરૂર પડે તેનાં વાક્ય પ્રમાણ કર્યા વિના ચાલતું જ નથી. છોકરો નિશાળે જાય એણે એકડો ઘૂંટવો જ પડે, માસ્તર કાઢી આપે એને એકડો ન માને એને મરતાંયે એકડો ન આવડે. શ્રદ્ધામાં નહિ માનનારા પણ શ્રદ્ધા વિના જીવી શકે છે એમ તમે માનો છો ? પચાસ વર્ષના જીવન માટે કેટલા માણસો ઉપર વિશ્વાસ મૂકવો પડે છે ? મા-બાપ, સ્નેહી, સંબંધી, બધાય ઉપર વિશ્વાસ મૂકવો પડે. એ બધા સ્વાર્થી કે પરમાર્થી ? બાપે દીકરાને અને દીકરાએ બાપને માર્યાનાં અનેક દૃષ્ટાંત છે, પત્નીએ પતિને માર્યાનાં પણ અનેક દષ્ટાંત છે. છતાં ત્યાં વિશ્વાસ રખાય છે. અગિયાર વાગે રસોઈ જમાય છે, રસોઈમાં પત્નીએ ઝેર નહિ નાખ્યું હોય એની શી ખાતરી ? આ લોકના પચાસ વર્ષના જીવન માટે અનેક પર વિશ્વાસ મુકાય અને માત્ર દેવ, ગુરુ અને ધર્મની ઉપર જ વિશ્વાસ ન મુકાય એમ ? આ બધા ત્યાગી હતા એટલે એમણે વખતે ઝેરને સંતાડ્યું હોય એવી શંકા અને સ્ત્રી ઝેર દે કે નહિ એની શંકા નહિ એમ? વિચારો, કઈ દશા છે ? મહાવ્રતધારી તે ત્યાગી કે સ્ત્રી ? વીસમી સદીની આ તે જાગૃતિ છે કે સન્નિપાત છે ? આ ત્યાગની આ ભક્ષ્ય અને આ અભક્ષ્ય વગેરે કહેવાની જરૂર શી એ તો વિચારો ! ઘરબાર મૂકીને નીકળેલા ત્યાગીઓ, તપ વગેરે કરી શાસ્ત્રસાગરનું મહામંથન કરી તકલીફ વેઠી આ બધું લખે એમાં એ તારકોને ક્યાં કોઈ જાતની પૌલિક લાલસા હતી અને છે ? સાડી તથા અલંકાર માટે તમારી સ્ત્રી થનારી અને પોતાની જ સુખ-સાહ્યબી માટે તમારો હુકમ ઉઠાવનારી સ્ત્રીના વચનમાં વિશ્વાસ રાખો તો જ્ઞાનીના વચન પર વિશ્વાસ Page #35 -------------------------------------------------------------------------- ________________ us – ૨ : અવિવેકનું સામ્રાજ્ય અને સુધારકોની અંધશ્રદ્ધા - 96 – ૨૧ મૂકવામાં વાંધો પણ શો ? આ ત્યાગીઓ તમને લાખ લઈને આવવાનું તો નથી કહેતાને ? લાખો છોડીને જ આવવાનું કહે છે; જે છે તેને છોડવાનું કહે છે. ધર્મ ગયો એટલે ડૂળ્યા જ સમજજો ! આટલું છતાં પણ આજે તો દેવ, ગુરુની આજ્ઞા ઉપરની શ્રદ્ધામાં પ્રતિબંધ થાય છે, એનું કારણ સંસારની પિપાસા છે. અનંતકાયમાં ઘણાં જીવ છે એમ જ્ઞાની કહે છે, પણ ત્યાં સ્વાદ છે માટે એ માનવામાં મૂંઝવણ થાય છે. એના યોગે કહેવાય છે કે ક્યાં જીવ ભર્યા છે ?' કારણ કે એ કબૂલે તો છોડવું પડે. મોહ ભંડો છે પણ એ કબૂલે તો મોજ કેમ થાય ? પિપાસા ઘટી નથી એના જ બધા વાંધા છે. એથી જ કહેવાય છે કે જમાનાને ઓળખો.” જમાનાને નામે વાંધા બધા ધર્મમાં ! ધર્મના કામમાં પાંચ રૂપિયા આપવામાં જ વાંધા, ત્યાં સમય સારો નથી એમ કહેવાય, મોટાભાઈને પૂછીને વાત એમ નાનો ભાઈ કહી દે, પણ ઘેર રમણીસાહેબ કહે કે આના વિના નહિ ચાલે, તો મોટાભાઈથી છૂપું પણ લઈ આવે, ખિસ્સા ઉપર કાપ પણ મૂકે અને ખોવાઈ ગયા એમ પણ કહે. મોટાભાઈ તથા માબાપને શા ઉત્તર દેવા તે પણ યોજી રખાય. જો આમ ન કરે તો રમણી રિસાય અને એક વખત એ રિસાય તો અમુક સમયનું સુખ જાય એનું શું? એની ખાતર તો બારના બદલે ચૌદ કલાક કામ કરાય, શેઠની પાંચ ગાળ ખવાય, એ બધું થાય, એનું કારણ પૌદ્ગલિક સુખમાં ખલેલ પડે એ છે; પણ યાદ રાખો કે ધર્મ ગયો તો આત્મા ડૂળ્યો જ સમજજો. નિયમ કરો તો આવાય કરો ને ? સર્વ વિરતિ સર્વથા વિષયો તજે, “દેશવિરતિ’ દેશથી તજે અને સમ્યગ્દષ્ટિ વિષયોને ખોટા માને.' આમાં વાંધો છે એ જ આજના જમાનામાં શાસનની સામેના વિગ્રહનું મૂળ છે. સંસારની રસિકતા છે માટે જ અનંત જ્ઞાનીઓના વચન ઉપર શ્રદ્ધા કરવી નથી પાલવતી. અન્યથા જો શ્રદ્ધા વિના જવાય તો કરો અભિગ્રહ કે કોઈના ઉપર શ્રદ્ધા નહિ રાખવી. અમુક ચીજ સારી જ એટલે એકાંતે સ્વપરનું હિત કરનારી છે એવી ખાત્રી ન થાય ત્યાં સુધી લેવી જ નહિ એવો નિયમ કરી શકશો ? કજિયો થાય એવી કોઈ પણ ચીજ નહિ જ કરવાનો નિયમ કરી શકશો ? કોઈને દુઃખ થાય એવું નહિ કરવાનો નિયમ કરી શકશો ? અને ખોટી ચીજનો પણ અનુભવ લીધા વિના નહિ તજવાની પ્રતિજ્ઞા કરી શકશો ? આ બધું કરો તો તો મનાય પણ ખરું કે તમારા વાંધા સાચા છે એટલે કંઈક હૃદયપૂર્વકના છે; પણ તેમ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૨ - --- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ --- - 1440 તો છે જ નહિ, કેમ કે એ બાબતમાં તો શ્રદ્ધા અને આવશ્યકતાના તથા હિતાહિતના વિચારો થાય છે, તો પછી અહીં તેમ કેમ નહિ? વળી આજના કેટલાક લોકોની લડત એ છે કે જે ધર્મ કરવાથી કોઈને દુઃખ થતું હોય તો ધર્મ ન કરવો, તો એ જ રીતે કોઈને દુઃખ થાય એવું કામ વ્યવહારમાં પણ નહિ કરવાની પ્રતિજ્ઞા કરો. કૃપણ પાડોશીને દાતારનું દાન જોઈને દુઃખ થવાનું જ, એ તો પેલો દાન દે તેમાં પોતાની આબરૂ બગડે એમ માને છે. સાધુ પૂજાય એમાં પણ કેંકને દુઃખ થાય છે. ગુણવાન પૂજાય એમાં ગુણહીનને ચિંતા શી ? તમને ખમાસમણની ઇચ્છા હોય તો તમે પણ અહીં આવો, પણ અહીં આવવું નહિ અને બીજા પૂજાય કેમ ? એવું કેમ બોલાય ? સ્વતંત્રવાદ માનવો છે? સ્વતંત્રવાદ માનો છો તો બધે માનો. એક બાપના ચાર દીકરા તેમાં એક સોલિસિટર થાય, એક બૅરિસ્ટર થાય, એક ડૉકટર થાય ત્યાં વિરોધ નહિ, પણ એક સાધુ થાય ત્યાં વિરોધ એનું કારણ શું? સંતાનને શું જિંદગીભરની ગુલામી માટે પેદા કરવામાં આવે છે ? જો એમ હોય તો ઉપકાર માટે દૂધ પાઓ છો એવો ડોળ ન કરવો જોઈએ પણ ચક્રવૃદ્ધિ વ્યાજ માટે પાઈએ છીએ એમ કહેવું જોઈએ. ચક્રવૃદ્ધિ વ્યાજથી પણ ભૂંડું. સંતાન એમ કહે કે સંસાર નથી ગમતો તો એને છૂટો કરવામાં વાંધો શો ? એને પૂછે કે કેમ નથી ગમતો ? તો એ કહે કે “સંસારમાં સાર નથી, ઘણા મરી ગયા.' આ રીતે એ સંતાન સમજાવે પછી માબાપે એને ના પાડવાનો અધિકાર ક્યાં છે? જૂઠના ધંધા માટે, તાલીમબાજ બનવા માટે દીકરો ગમે તે લાઇન લે ત્યાં હક્કનો વાંધો નહિ અને સાધુ થવા જાય ત્યાં હક્ક આવીને ઊભો રહે છે એનું કારણ ? સ્વતંત્રવાદ પણ સમાન જોઈએ ને ! એમાં ભેદ કેમ ? વ્યવહારમાં પડેલા દીકરાને તો બાપ પૂછવા જાય તો દીકરી પરખાવી પણ છે કે બેસી રહો, મારી મરજી.' બાપ પણ ત્યાં કહે કે હવે મોટો થયો છે એને ન કહેવાય.' સાધુ થાય ત્યાં માનો કે પૂછે અને સમજાવે એ અધિકાર આપણે માન્યો, વ્યવહારમાં તો આજે એ અધિકાર પણ નથી રહ્યો, પણ ખેર ! માનો કે અહીં એ અધિકાર છે, પણ એને બળજોરીથી ત્યાગ નહિ કરવા દેવાનો ન્યાય કયો ? ત્યાં પરમાર્થ બુદ્ધિ કઈ ? એ ન્યાય કચાનો ? વીસમી સદીમાં પણ લડત એવી કરો કે દુશ્મનને પણ થાય કે લડતાં આવડે Page #37 -------------------------------------------------------------------------- ________________ 1 – ૨ : અવિવેકનું સામ્રાજ્ય અને સુધારકોની અંધશ્રદ્ધા - 96 – ૨૩ છે. આ તો જોનારા પણ કહે છે કે “ગમાર છે, લડતાંયે નથી આવડતું.” તમને ત્યાગની વાત ન ગમે તો રીતસર ફરિયાદ કરો કે “અમુક સાધુ ત્યાગનાં વ્યાખ્યાન વાંચે છે માટે એમને ગામમાં ન આવવા દેવા. નોટિસો ચોડો કે ત્યાગની વાતો કરનાર માટે આ નગરમાં સ્થાન નથી. પણ આ તો કહે છે કે અમારા ગુરુ કંચન કામિનીના ત્યાગી' અને પાછા એ માર્ગ પ્રચારની આડે આવે છે એ ન્યાય કયાંનો ? દુનિયા પણ કહે છે કે લડતાં નથી આવડતું. સાધુપણાના પ્રચાર સામે વિરુદ્ધ પ્રચારકાર્ય કરનારાઓને પૂછો કે તમને સાધુ શું કરવા જોઈએ એ કહો. જૈનશાસનમાં રહેવાનો ડોળ કરનારાઓને કોઈ પૂછે કે તમારી અને સાધુ વચ્ચે તકરાર કઈ તો તેઓ શું કહે ? એ ગુલામગીરી છે? સભા : સાહેબ ! એ લોકો તો એમ કહે છે કે ગુલામગીરીની તકરાર છે ? કયા સાધુએ તેમને ગુલામી કરવા કહ્યું. પરમ વીતરાગ પરમાત્માની આજ્ઞા મુજબ ચાલવાનું કહેવું એ શું ગુલામગીરી છે ? કોઈ બોલે ગમે તેમ પણ એની પાસે પ્રમાણ માગો. વકીલ બોલે પણ દલીલ બહાર જાય તો કોર્ટ ન સાંભળે. આંધળા થઈને માનવાનું આ શાસન કહેતું જ નથી. મનાવવા આગ્રહ પણ નથી. એ તો કહે છે કે સંસાર અસાર લાગે અને ધર્મ ઉપાદેય લાગે તો તેમ કરવું એ હિતકારી છે. શ્રી જિનેશ્વરદેવમાં વીતરાગતા દેખાય, એ તારક લાગે, ગુરુમાં નિર્ચથતા દેખાય, ધર્મ ત્યાગમય દેખાય તો માનો, બાકી વેષમાં રહેલા ભવૈયાને તો માનવાની મનાઈ જ છે. વેષ પણ ગુણદાયક ક્યારે કે મર્યાદા હોય તો, મર્યાદાનને માટે વેષ પણ નકામો છે. દેવ વીતરાગ, ગુરુ નિગ્રંથ, ધર્મ ત્યાગમય છે એમ લાગે તો માનો. એની સેવામાં કલ્યાણ જણાય તો માનો. અઢારે પાપસ્થાનક એ પાપ છે અને એના ત્યાગમાં ધર્મ છે. એમ આ શાસ્ત્ર, આ ગુરુ અને આ દેવ કહે છે પણ “અમે કહીએ તે જ માનો' એમ નથી કહેતા. અરુચિ થાય એ તો ગમે તેમ બોલે એની પરવા ન હોય. જેને રૂપિયા ન આપવા હોય એ તો દસ્તાવેજને પણ ખોટા કહે, સહીને પણ ખોટી કહે અને સાક્ષીને પણ ખોટા કહે. અક્ષર ઓળખનારને પણ લાંચ આપીને ફાવતું બોલાવવાના પ્રયત્નો કરે. એ રીતે જેને પ્રભુનો માર્ગ ગળે ન ઊતરે એ ગમે તેમ બોલે અને આગમને ઉઘાડી રીતે એ બનાવટી કહે. સંસારની રસિકતા ખાતર ત્યાગની સામે ચેડાં કરે એ અહીં શા કામના ? આજ્ઞા Page #38 -------------------------------------------------------------------------- ________________ - 1 ૨૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ –– પ્રમાણ નથી એમ કહેનારાનું રહસ્ય સમજો. શ્રદ્ધાનો ઇન્કાર કરીને કોઈ જ જીવી શકે તેમ નથી. નાસ્તિક પણ ભલે આત્મા, પુણ્ય, પાપ વગેરે ન માને પણ નીતિને માને, જો ન માને તો બજારમાં કોઈ ઊભો પણ રહેવા ન દે. બજારની ગરજ હતી તો નીતિને માની તો પછી જેની જેને ગરજ ત્યાં તેણે શ્રદ્ધા રાખવી જ પડે છે ને ! તો પછી એવી જ રીતે મુક્તિના અર્થીને અનંતજ્ઞાનીઓએ ફરમાવેલાં મુક્તિનાં સાધનોમાં શ્રદ્ધા રાખવી એમાં ગુલામી શાની ? પણ મુદ્દો એ છે કે હૃદયથી મિથ્યા વાસના ઘટતી નથી, વિષયનો પ્રેમ ગયો નથી એનું જ આ પરિણામ છે. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં શ્રદ્ધા નથી, જીવસ્વરૂપ માટે અગડબગડે લખાય છે એનું કારણ સંસારની રસિકતા છે. ‘એ રસિકતા ખોટી છે' એમ કહેવામાં ગુસ્સો આવે એના પર દયા આવે છે, ખોટું કહીને અટકતા હોય એના પર તો કોરી દયા આવે પણ જાહેર કરવાનો પ્રયત્ન કરે તો એના યોગે બીજાઓ ન બગડે એ માટે એવાને ખોટું કહેનાર તરીકે જાહેર કરવાના ઘટતા પ્રયત્નો કરવામાં ગુનો નથી કારણ કે એમાં ઉભયનું હિત છે. અંધશ્રદ્ધાથી બચવાનું કહેનારાઓ પોતે જ અંધશ્રદ્ધાળુ છે ? સભા : આપણને અંધશ્રદ્ધાથી સુધારકો બચાવવા માગે છે. જ્ઞાનીઓના વચનમાં કરવામાં આવતી શ્રદ્ધાને અંધશ્રદ્ધા તરીકે સાબિત કરવી પડે પણ ગપ્પાં માર્યું ન જ ચાલે. વિલાયતનાં ભરતિયાં પર નાણાં દેનારા અંધશ્રદ્ધાળુ ખરા કે નહિ ? ઘરમાં અને વેપારમાં પણ અંધશ્રદ્ધા ખરી કે નહિ ? શ્રી જિનેશ્વરદેવના વચન ઉપર વિશ્વાસ રાખવો એને અંધશ્રદ્ધા કહેનારા શું મૂખ નથી ? અનંતકાયમાં જીવો જ્ઞાનીએ કહ્યા એની સામે વીજળીનો પ્રકાશ છે એવી વાતો કરવી નકામી છે. વિજળીની એ તાકાત નથી કે દૃષ્ટિ બહારના જીવોને બતાવી શકે. આપત્તિ શાથી આવે છે, એ શોધવાનું યંત્ર કાઢયું ? આજનો કોટ્યાધિપતિ કાલે ભિખારી કેમ ? પ્રત્યક્ષવાદીઓ, જ્ઞાનીએ કહેલ પરોક્ષ વસ્તુને નહિ માનીને રૂલવાના છે. પરોક્ષ વસ્તુને માન્યા સિવાય તો નાસ્તિકનો પણ છૂટકો નથી. આ મા-બાપ છે પણ ખાતરી શી ? શિષ્ટ પુરુષો કહે એ માનવું જ પડે. ઝેરથી પ્રાણ જાય, પણ એની ખાતરી શી ? કોઈએ ઝેર ખાધું એ વાત ખરી પણ ઝેરથી જ પ્રાણ ગયા એની ખાતરી શી? માટે એની ખાતરી કરવા જાત પર અખતરા ન કરતાં કૂતરા પર અખતરા કરવા, પ્રાણી પર અખતરા કરવા Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૩ – ૨ ઃ અવિવેકનું સામ્રાજ્ય અને સુધારકોની અંધશ્રદ્ધા - 96 – ૨૫ એના જેવી મૂર્ખતા કે અધમતા કઈ? આ બધું નખ્ખોદ સ્વાર્થીઓએ વાળ્યું છે. શ્રી જિનેશ્વરદેવનું શાસન એવા સ્વાર્થીઓની સામે ટક્કર ઝીલે છે માટે જ એની પાછળ ચાલનારને આજના કહેવાતા સુધારકો અંધશ્રદ્ધાળુ કહે છે, પણ ખરી રીતે આંધળા તો એ છે કે દુન્યવી નેતાની એકેએક આજ્ઞા માને છે. એ સાલની ડિસેમ્બરની ૩૧મી તારીખની સાંજે સ્વરાજ્ય મળવાનું હતું એ દિવસ ભૂલી ગયા ? બધા ઊંચું જોઈ રહ્યા હતા. ડાહ્યા ડાહ્યાઓએ બગલમાં જુત્તાં ઘાલ્યાં હતાં. પછી સ્વરાજ્ય ન આવ્યું ત્યારે કહી દીધું કે “મહાસભા દેવાળું કાઢે ત્યાં હું શું કરું ?” આ આજ્ઞાધીનતા શાથી હતી ? ત્યાં શ્રદ્ધા કેટલી હતી ? વાતો સ્વતંત્રવાદની છતાં પરાણે લોકોની ટોપીઓ બાળી હતી, એ ભૂલી ગયા?આ બધી અંધશ્રદ્ધા ન હતી ? હવે વિચારો કે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા કઈ છે ? “પાપ ન કરવું, વિષયકષાય ઘટાડવા, મમત્વ મૂકવું વગેરે આ વસ્તુને માનવામાં અંધશ્રદ્ધા કહેવી એ કેવી અજ્ઞાનતા ? અંધશ્રદ્ધાળુ, ગાડરિયા, મૂર્ખ અને બેવકૂફ' વગેરે કહેનારા પાછા જરૂર પડ્યે ભીખ માગવા એમની પાસે જ આવશે. ભણેલા કે બેવકૂફ? તેઓ તરફથી ધર્મી ઉપર અનેક આક્ષેપ થાય છે. એવાઓએ આક્ષેપોની હારમાળા બનાવી છે. ધર્મગુરુઓને પોપ તથા ઝાર પણ કહ્યા છે. સાધુસંસ્થાને ઉતારી પાડવા કોઈ નાદાન આવા આરોપો મૂકે, એને જેઓ સાચા માને તેઓ શું ભણેલા કહેવાય ? કોઈ નાદાન, પાંચ રૂપિયા પરાણે પેદા કરતો હોય અને પછી બે-પાંચ રૂપિયા માટે ફાવે તેમ લખે, એને સાચું માનનાર ભણેલા કે બેવકૂફ? પણ એ શાથી માને છે ? સાધુ જીવતા હોય, પ્રતિષ્ઠિત હોય ત્યાં સુધી પાસા પોબાર નથી પડતા એથી; કારણ કે ગમે તેવો નાનો સાધુ પણ શું કહેવાનો ? સામાયિક, પડિકમણું અને પૌષધ કરવાનું કહે, શીલ પાળવાનું કહે, દાન દેવાનું કહે, તપ કરવાનું કહે, એ બીજું કહે શું ? અને બીજા બધા શું કહેવાના ? “લાવો ફંડ, લાવો ફંડ.' કારણ કે અર્થકામના રાગી. એવાઓ સાધુસંસ્થાને ઉતારી પાડવા બને એટલા આરોપ મૂકવાના. દી' ઊગે સો આરોપ મુકાય છે. શુદ્ધ વ્યાખ્યાતાઓ માટે પણ લુચ્ચા, શયતાન, પાખંડી વગેરે શબ્દો વપરાય છે. આમાંના એક પણ આરોપને સાચો સાબિત કરી આપે તો તો ભણેલા મનાય, નહિ તો તો મદઘેલા જ માનવા જોઈએ. એક સોલિસિટર શાસ્ત્રની વાતને ગપ્પાં કહે, પદવીધરો માટે એલફેલ બોલે Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૭ --- -- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – –– 1w એને એ વાત પૂરવાર કરવાનું કહેવામાં આવે, આહ્વાન અપાય, ચેલેંજ અપાય ત્યારે ન અવાય એમ કહે, એના જેવો કાયર કોણ ? છતાં આપણે આપણી સજ્જનતા ન ખોવી જોઈએ, બાકી જો કોર્ટમાં એવું થાય તો ભયંકર અપમાન થઈ જાય અને બીજી રીતે પણ સહન કરવું જ પડે. સભા ત્યાં તરત જવાય છે, અહીં શાસનમાં એવું નથી ને ? અહીં પણ જેઓ ઊંધા ચાલશે તેઓના ફુરચા ઉડી જશે. સભા : પછવાડે ને ? જે પછવાડેનું ન જુએ એ તો આંધળા કહેવાય. આપણે પછવાડેનું નથી જોઈ શકતા માટે શ્રી જિનેશ્વરદેવની પાછળ ચાલીએ છીએ; માટે પરમ શ્રદ્ધાળુ. નાગાં છાપાં પર વજન રાખીને સાધુસંસ્થામાં પોપશાહી અને ઝારશાહીની વાતો કરનારા જ અંધશ્રદ્ધાળુ. જે ઇતિહાસના આધારે પોપશાહી અને ઝારશાહીની વાતો થાય છે, તે ઇતિહાસના આધારે જૈન સાધુતામાં એ સાબિત કરે તો એમની બુદ્ધિને હું જરૂર ધન્યવાદ આપું ! સાધુ કદી ઉગ્ર થાય તો બે-ચાર શબ્દ કહે અને તે પણ અનીતિ આદિથી બચાવવા, પણ કોઈનાં ઘર લૂંટવા તો નહિ જ! પોતાની વ્યક્તિગત સ્વાર્થસિદ્ધિ માટે, માન્યતાની સિદ્ધિ માટે, મરજી મુજબ શાસ્ત્ર માટે અને પદવીધરો માટે એલફેલ લખે, એ વિદ્વત્તા નથી, જાગ્રત નથી, પણ ઘેનથી આવેલો સન્નિપાત છે. એવા માટે ડૉક્ટર કહે કે બાંધી રાખો એવાને બાંધી રાખવામાં હિત છે, પણ એવાને બાંધવામાં માથું ન ફૂટે એ સાચવવાનું છે. | ગમે તેવો મોટો ધારાશાસ્ત્રી હોય, પણ શરીર પર દરદ થાય તો સર્જન પાસે જાય અને સર્જનને કાયદાનું કામ પડે તો ધારાશાસ્ત્રી પાસે જાય. કાયદાના જ્ઞાનમાં ધારાશાસ્ત્રી ડાહ્યા અને શરીરના કાયદામાં સર્જન ડાહ્યા, એ રીતે અહીં ત્યાગની વાતમાં બીજાઓનું ડહાપણ કઈ રીતે ચાલે ? વિરાગીની પરીક્ષા રાગી કઈ રીતે લે ? પણ જ્યાં સુધી અવિવેકરૂપ અંધારાનું સામ્રાજ્ય હોય, ત્યાં સુધી આ બધું ન સમજાય. એને ટાળવા માટે જ ઉપકારીઓ કર્મવિપાકની ગરિષ્ઠતાનું વર્ણન કરી રહ્યા છે. કર્મવિપાકની ગરિષ્ઠતાના વર્ણનમાં કર્મપરવશ આત્માઓની દશાનું ઉપકારીઓ કેવું કેવું વર્ણન કરે છે એ હવે પછી - Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩: શાસ્ત્રોની શ્રદ્ધા વિના સમકિત નહિ ? 97 • પ્રભુશાસન, એક ઊંચું વૈદક : • મુનિને દાન દેવામાં ભાવના કઈ ? • ગરીબ અને શ્રીમંતમાં ફરક શો ? • શ્રાવકકુળના મનોરથ : • ક્રિયા એક પણ ભાવના જુદી ! • પ્રભુશાસનનો પ્રતાપ : • જેની જરૂર તેનો નિષેધ કેમ ? • પ્રભુશાસનના લૂંટારા : • સદુપર્યાગ એ ધર્મ : વિષયઃ શાસ્ત્રનિરપેક્ષતા એ સમકિતની ઘાતક અને શાસ્ત્રસાપેક્ષતા એ સમકિતની કારક. શાસ્ત્રોમાં આવતી નરકાદિ દુર્ગતિઓની વાતોને નહિ માનવા માટે શાસ્ત્રોને જ અપ્રમાણ ઠેરવવાવાળો જે કેટલાંક વર્ગ સંઘ-સમાજમાં પેદા થયો છે, તે વર્ગની એ વાતો કેવી બેહૂદી છે, તે આ પ્રવચનમાં ખૂબ જ માર્મિક રીતે રજૂ કરવામાં આવી છે. દ્રવ્યક્ષેત્રાદિ પણ જોવાના પણ સામાના શ્રેય માટે. ભવ વધે એ રીતે દ્રવ્યક્ષેત્રાદિ જોવાં તે પણ પાપ જ છે. સુખ અને દુઃખમાં સમ્યગ્દષ્ટિ આત્માની મનોદશા કેવી હોય? ધર્મ માટે લાયક એવા ગરીબ કે શ્રીમંતમાં કઈ વસ્તુ હોવી જરૂરી ? એક જ ક્રિયામાં પણ પરિણામ ફર્યો ફળમાં ફેર કઈ રીતે પડે? જે વસ્તુની જરૂર પડે તે વસ્તુ માત્રને ઉપાદેય કેમ ન ગણાવાય ? મેળવવું એ ધર્મ કે મળેલાનો સદુપયોગ એ ધર્મ ? શ્રાવકના મનોરથ કેવા હોય? શાસ્ત્ર કોણ ધારણ કરે ? અને આગમની વાતોને હંબગ કહેનારા શાસનના લૂંટારા શાથી? આવા અનેક પ્રશ્નના રસપૂર્ણ જવાબોથી આ પ્રવચન મજાનું બન્યું છે. મુવાક્યાત • શાસ્ત્ર નિરપેક્ષપણે પ્રવર્તતી સમયાનુસારી બુદ્ધિવાળો કદી જ શાસ્ત્રને ન સાચવી શકે કે ન માની શકે. • ચક્રવર્તી ચક્રવર્તીપણું છોડે અને ભિખારી ભિખારીપણું છોડે, એટલે એ બેય માર્ગે આવી શકે છે. એ બેય ધર્મને માટે લાયક છે. • સમ્યગ્દષ્ટિ આત્મા વર્તમાન કરતાં ભવિષ્યની ચિંતા વધારે કરે છે. • જેની તમને જરૂર એનો નિષેધ કેમ ?' આવા વિચારો મિથ્યાષ્ટિના હોય છે. • લાલસા જ આત્માને પાપ તરફ વાળી રહી છે. “આ જમાનામાં અનીતિ વિના ચાલે નહિ, માટે અનીતિમાં પાપ કેમ કહેવાય ?’ એમ માનવું એના જેવું મિથ્યાત્વ કયું છે ? - સાધુ ગૃહસ્થની નિશ્રાએ રહે છે, પણ કાદવ તથા પાણી વચ્ચે રહેલ કમળની જેમ નિર્લેપ રહે છે, જો નિર્લેપ રહે તો સાધુતા ટકે, નહિ તો કમળ જેમ કહોવાઈ જાય, તેમ સાધુતામાં પણ સડો થાય. • મળેલાનો સદુપયોગ કરવો એ ધર્મ. • ‘શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા મસ્તકે' એમ મુખેથી કહેવું અને આગમમાં કહેલી વાતને હંબગ કહેવી, એ કારમી નાસ્તિકતા છે અને એમ કહેનારની પીઠ ઓઘાવાળા પણ થાબડે, એનો અર્થ તો એ જ કે પ્રભુશાસનના લૂંટારા અને લૂંટારાના સાથી ભગવાનના શાસનમાં વસે છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩: શાઓની શ્રદ્ધા વિના સમકિત નહિ ? પ્રભુશાસન, એક ઊંચું વૈદક : સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, સંસારવર્તી પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ તથા વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે શ્રી આચારાંગ સૂત્રના “ધૂત” નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરે છે. સૂત્રકાર પરમર્ષિનું એ પ્રતિપાદન સમજી શકાય તે માટે ટીકાકાર મહર્ષિએ ચારે ગતિનું દુઃખમય વર્ણન કર્યું અને વર્ણનમાં આપણે જોઈ આવ્યા કે ચારે ગતિમાં કર્મના વિપાકને ભોગવવા સિવાય બીજું કશું નથી. એમાં જે સુખ દેખાય છે, તે પણ કર્મવિપાકજન્ય છે. એ સુખ આત્મીય સુખ નથી; વસ્તુતઃ સુખ નથી, પણ સંયોગજન્ય સુખ છે. સંયોગ હોય ત્યાં વિયોગ નિયમા. ચાર ગતિ પૈકીની બે ‘નરક અને તિર્યચ' - આ બે ગતિઓમાં તો નક્કી દુઃખ છે એટલે નરકગતિ તો એકાંત દુઃખમય છે અને તિર્યંચગતિ પણ પ્રાય: દુઃખમય જ છે. એ સિવાયની બે ગતિઓમાં સુખ છે તે પણ વસ્તુતઃ સુખ નથી. જે આવેલું જાય તે વાસ્તવિક સુખ નથી, પણ આજે ઘણાને તો એ ચારે ગતિના વર્ણનને માનવામાં પણ શંકા છે. આવી વસ્તુમાં શંકા કરનાર ખરે જ અજ્ઞાની છે, કારણ કે મનુષ્ય અને તિર્યંચગતિ તો પ્રત્યક્ષ છે અને એ ગતિઓની હાલતનો તો અનુભવ થઈ રહ્યો છે, એટલે જો એ ગતિઓના અનુભવને માની લેવામાં આવે, તો નરકગતિ અને દેવગતિ માટે પણ આત્મા સાક્ષી પૂરે, એટલે કે એ પણ બુદ્ધિથી સમજાય એમ છે : પણ ભવાભિનંદી આત્માઓ તો કહે છે કે એ બે ગતિઓને માનીએ તો મૂંઝવણ થાયને ? દુનિયાના ઘણા જીવો વિષયના પ્રેમી છે : તેઓ પાંચ ઇંદ્રિયોની લાલસાને લઈને કહે છે કે “આપણને ભોગથી વંચિત રાખી આ માર્ગે લાવવા માટે નરક વગેરે ભયની દીવાલો ઊભી કરી છે !” કેટલાક તો આગળ વધીને કહે છે કે “સાધુઓએ પોતાની ખ્યાતિ અને પૂજા માટે આવા ભયો પેદા કર્યા છે !' આવા વિચારો મિથ્યાત્વના યોગે અને ઇંદ્રિયોની આધીનતાને લીધે જ થાય છે, પણ Page #43 -------------------------------------------------------------------------- ________________ on – ૩ : શાસ્ત્રોની શ્રદ્ધા વિના સમકિત નહિ - 97 –– ૨૯ મોક્ષસાધક શાસ્ત્ર કહે છે કે વિષયના ભોગવટામાં દેખાવ માત્રનું જ સુખ અને તે ક્ષણિક છે. અલ્પ સમય પછી તો તે ભોગવટો અહીં જ દુઃખનો અનુભવ કરાવે છે. અર્થાત્ કર્મની અનુકૂળતા હોય તો ભોગવતી વખતે જ સુખ જણાય છે. ભોજન મજેનું પણ ક્યાં સુધી ? ચવાઈને કૂચો ન થાય ત્યાં સુધી. કૂચો થયા પછી બે મિનિટ મોંમાં રહે તો તે પણ હેઠે ઊતરતાં તકલીફ. પાંચે ઇંદ્રિયોના શબ્દ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શાદિનાં સુખ, એ પણ અમુક કાળ, ઇંદ્રિયને સ્પર્શ સુધી. એ સુખ પણ શારીરિક આદિ વિકાર ન હોય તો જ. માનો કે મહેનત વડે ઇંદ્રિયના વિષયોની સામગ્રી મળી, ત્યાં શરીરમાં શૂળ ઊડ્યું, ત્યાં એ મળેલું પણ નકામું થાય છે. મેળવવાની મહેનત કરવામાં પણ સુખનો અનુભવ નથી. આશા હોય, આશાજન્ય સુખ હોય, પણ સુખનો સાક્ષાત્કાર નથી. મેળવતાં મેળવતાં મરી જવાય તો મજૂરી જાય અને નતિજામાં પાપ સાથે આવે. વિષયનું સુખ તથા દુઃખ પ્રત્યક્ષ છે. સુખ ક્ષણિક છે અને દુઃખની સીમા નથી પણ વિષયસુખની ગાઢ લીનતાના પ્રતાપે મળતી નરક વગેરેની વાતને હંબગ માનનારા દિવસે દિવસે વધતા જાય છે અને એવાઓ કહે છે કે “જિનેશ્વરદેવને તથા આગમને માનીએ, પણ એમાંના નરકાદિના વર્ણનને અતિશયોક્તિ માનીએ તો વાંધો શો ?' આવું કહેનારાઓને આપણે પૂછી શકીએ છીએ કે અનંતજ્ઞાની મહાપુરુષો મહાવ્રતધારી હતા કે મહાવ્રતોથી હીન હતા ? વળી શ્રી વીતરાગ પરમાત્મા જૂઠું બોલે પણ ખરા ? સભા ? એવાઓ તો સાહેબ એમ જ કહે છે કે ભગવાન શ્રી મહાવીરનાં જ આ પુસ્તકો છે એની શી ખાતરી ? એવાઓએ તો ભગવાન શ્રી મહાવીરદેવને પણ ન માનવા જોઈએ. સભા મહાવીરદેવને તો માને છે, કારણ કે શાસ્ત્રોમાં કહ્યા છે. આનો અર્થ તો એ જ થયો કે શાસ્ત્રો અને શાસ્ત્રોની વાત પણ ફાવતી માનવી ! પણ એમ કરવું, એ કોઈ પણ રીતે ન્યાયયુક્ત ન ગણાય. વળી આગમનું એક પાનું માનવું અને બીજું ન માનવું એનું પણ કાંઈ કારણ તો હોવું જ જોઈએ ને? વધુમાં જે ન માનવું હોય, તેને પ્રક્ષિપ્ત કહે છે ત્યારે જે માને છે તે પણ પ્રક્ષિપ્ત નહિ એની શી ખાતરી ? ખરી રીતે આવું કહેનારા અને માનનારા અક્કલ વગરના જ ગણાવા જોઈએ. કહેવત છે કે ગરજવાનને અક્કલ ન હોય. જેની જરૂર તે કરવું, એવું માનનારો ગરજુ થયો; એની અક્કલ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૬ – ૧૩ આપોઆપ ઊડી જાય. એવાઓ ભગવાન શ્રી મહાવીરદેવનું નામ પણ એટલા જ માટે દે છે કે એ નામ વિના ટટ્ટ ચાલે નહિ, એટલે એમાં પણ પોલિસી છે અને એ પૉલિસી ખાસ સમજવા જેવી છે. દરેક વસ્તુ સમજવા શાસ્ત્રાનુસારી બુદ્ધિ જોઈએ. શાસ્ત્ર નિરપેક્ષપણે પ્રવર્તતી સમયાનુસારી બુદ્ધિવાળો કદી જ શાસ્ત્રને ન સાચવી શકે કે ન માની શકે. શાસ્ત્રાનુસારી બુદ્ધિવાળો સમય પણ જરૂર જુએ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પણ અવશ્ય જુએ. શાસ્ત્રાનુસારી બુદ્ધિવાળો આત્મા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આદિનો ઉપયોગ સ્વપરના સાચા પ્રેમને માટે જ કરે. શરીરના સાચા ચિકિત્સકો, કાયમ દૂધ-ઘી પીનારાને પણ વખત આવે ત્યારે માત્ર છાશ ઉપર કે મગના પાણી ઉપર રાખે છે. કોઈ પૂછે કે આવા મોટા શેઠને મગના પાણી ઉપર રખાય ?' એનો ઉત્તર એ જ કે “હા ! રખાય, શેઠ તો શું પણ રાજા મહારાજાને પણ રખાય.” “તો પછી આ સાહ્યબી ભોગવશે કોણ ?” - આવા પ્રશ્નનો ઉત્તર પણ એ જ હોય કે “ભાગ્ય હશે તે, પણ આને માટે તો મગનું પાણી જ હિતકર છે.” આ વૈદકની વાત છે, તો આ પ્રભુશાસન તો ઊંચું વૈદક છે. પેલું વૈદક શરીરના રોગ કાઢવા માટે છે અને આ વૈદક તો આત્માના રોગ કાઢવા માટે છે. વૈદ્ય માત્રા ખવરાવતી વખતે દરદીની શરમ ન રાખે, અને જે વૈદ્ય દરદીની શરમ રાખે તે દરદીને વહેલો સ્મશાનમાં મોકલે. સભા : પણ વૈદ્ય જ ન જોઈએ તો ! જેને મરતાં સુધી બીમાર રહેવું હોય તેને વૈદ્યનો ખપ ન હોય તો એવાને ત્યાં જવા વૈદ્ય નવરા પણ નથી. સભા : પણ એવાઓ તો વૈઘની પેઢી જ ઉખેડવા માંગે છે તેનું શું? એવાઓ ભલે એમ કરવા માગે પણ દવા ખાનારાય હજી છે ને ? એ જરૂર દવાખાનાં સાચવશે. વૈધે તો પાટિયું માર્યું છે, ગરજ હશે તે આવશે. દવા નહિ ખાવાની ઇચ્છાવાળાને ચાલુ દવાખાના ઉપર કુહાડી મારવાનો અધિકાર નથી, કારણ કે દવા ખાનારા હાજર છે. એ જ કારણે ધર્મની પેઢીની આટલી આટલી નિંદા કરતાં છતાંયે ત્યાં માણસો જાય છે, એની જ આજે ધર્મના વિરોધીઓને મૂંઝવણ થઈ છે; પણ હોય, જેવી જેની દશા ! બાકી કલ્યાણના અર્થીઓએ નિશ્ચિત કરવું જોઈએ કે મિથ્યાદૃષ્ટિ આત્માઓ કરતાં સમ્યગ્દષ્ટિ આત્માઓમાં વિશિષ્ટતા શી ? એ જ કે સમ્યગ્દષ્ટિ આત્મા અવિરતિ આદિમાં રાચે નહિ. એ આત્માની રમણતા તો પ્રભુઆજ્ઞાની આરાધનામાં હોય. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૭ – ૩: શાસ્ત્રોની શ્રદ્ધા વિના સમક્તિ નહિ – 97 – – ૩૧ સમ્યગ્દષ્ટિ આત્મા વર્તમાન સુખમાં નથી લપાતો, કારણ કે ભવિષ્યનો વિચાર એના હૃદયમાં સદાય જાગતો રહે છે. ભવિષ્યના વિચાર વિના દરદીને કપથ્ય ખાતાં સુખ તો થાય, પણ એ સુખ પરિણામે કારમી ચીસો મરાવે એવું હોય છે. એ જ રીતે પાંચે ઇંદ્રિયોના જે વિષયો તેના સુખમાં લીન થવાના પરિણામે થતું દુઃખ સીમા વિનાનું હોય છે. વિષયોના ઉપભોગ માટે જરૂરી પદાર્થો મેળવતાં પણ મજૂરી છે; મેળવ્યા પછી પણ ભોગવાશે જ એ નક્કી નથી; મેળવ્યા બાદ ભોગવવાના સમયે મરી ગયાનાં અનેક દૃષ્ટાંત છે. બંગલો બંધાવ્યો, તૈયાર થયો, આવતી કાલે વાસ્તુ હોય અને આગલી સાંજે સન્નિપાત થાય એવુંય બને છે. અનર્થ કરી લૂંટ કરી, કરોડની મૂડી કરી, કરોડ થયા, પછી આમ કરુંતેમ કરું એવા વિચારમાં ને વિચારમાં જ અનેક સાફ થયા છે; એથી મજૂરી થઈ ગઈ, ભોગ રહી ગયો અને પાપ સાથે આવ્યું. ગરીબ અને શ્રીમંતમાં ફરક શો? સભા: મન તો તૃપ્ત થાય ? ભોગવવા માટે મેળવવાના પ્રયત્નથી મન તૃપ્ત નથી થતું. મોટર લીધી અને બેસતી વખતે પક્ષાઘાત થાય, તો એની હાલત કઈ થાય છે એ તપાસજો. જ્ઞાની પુરુષો વિષયોને વિષવૃક્ષ જેવા કહે છે. વિષવૃક્ષના ભોગમાં તો નાશ છે પણ એની છાયામાં બેસવામાં પણ નાશ છે. અહીં કરોડવાળો અને ગરીબ બે સાંભળવા આવે તેમાં ગરીબ જે રીતે સાંભળશે તે રીતે “મારા કરોડ” એ ભાવનાવાળો નહિ સાંભળે. જેણે મનથી વિષયને વિષ સરખા માન્યા હોય તેની વાત જુદી છે, એ ભાવના થઈ પછી તો રાજા અને રંક બેય સરખા છે. ચક્રવર્તી ચક્રવર્તીપણું છોડે અને ભિખારી ભિખારીપણું છોડે, એટલે એ બેય માર્ગે આવી શકે છે. એ બેય ધર્મને માટે લાયક છે. સભા : ગરીબને આર્તધ્યાન રહે ને ! ગરીબને આર્તધ્યાન રહે અને શ્રીમંતને કયું રહે ? ગરીબને તો મેળવવાનું જ ધ્યાન, શ્રીમંતને તો મેળવવાનું તથા સાચવવાનું એમ બેયનું ધ્યાન, એટલે કે બેય જાતની ફીકર. લાલચોળ દેખાય તે શરીરથી, પણ હૈયે તો સગડી જ ને ? ભિખારીને ચપ્પણીઆમાં ન મળે ત્યાં સુધી તો મેળવવાની ફીકર કરે અને “અન્નદાતા આપો” એમ કહે પણ મળ્યા પછી સંતાડે, કોઈને આવતો જુએ એટલે મનથી કહ્યું કે “એ પડાવી લેશે અને એમ કલ્પીને ચિંતવે કે એવો મારું કે ફરી Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ----આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૬ – આ તરફ નજર ન કરે. મળ્યા પછી એ દશા. એ જ રીતે કરોડ આવ્યા પછી ખુમારી થાય કે “હું કોણ? મારું નામ દેનાર કોણ ?' ગરીબને એ ખુમારી ન હોય, એને તો મળતું નથી એટલે મળે તો ઠીક એમ થાય, પણ કરોડપતિને તો થાય કે “હું કોણ? અને મારી પોઝીશન શું?' જેને સામગ્રી નથી મળી એ તો પ્રાય: આધ્યાન કરે છે અને જેને મળ્યાં હોય છે, એ તો સાચવવા માટે પ્રાય: રૌદ્રધ્યાન પણ કરે છે. વળી વિચારો કે લક્ષ્મીને સાચવવાની લગની એ કર્યું ધ્યાન છે ? “સંરક્ષણાનુબંધી' નામનો રૌદ્રધ્યાનનો છેલ્લો પાયો છે એ ન ભૂલતા. ભલે, એ દશા દરેકને ન આવે પણ ત્યાં સુધી જવાની હદ છે, અને સંરક્ષણાનુબંધી એ પાયો તો છેલ્લો છે, એમાં ભાવનાની તીવ્રતા-મંદતા હોય, લક્ષ્મી સાચવવા માટે કમ્પાઉન્ડ કરે, મૈયા રાખે એમાં હેત શો ? કોઈ લૂંટવા ન આવે, ત્યાં સુધી તો મારવાની ભાવના નથી, પણ ભૈયો રાખવામાં ઇરાદો કયો ? એ ખૂબ વિચારો. પાંચ જણ ચડી આવે તો એકલો શું કરું ?' માટે ચાર ડંગોરાવાળાને રાખ્યા છે એ જ ભાવના છે ને ? રહે તો ભલે અને જાય તોયે ભલે, એ ભાવનાવાળાની વાત જુદી છે. ક્રિયા એક પણ ભાવના જુદી ! કોઈ સમ્યગ્દષ્ટિ આત્મા હોય, પ્રભુના માર્ગને પામ્યો હોય એની વાત જુદી, કેમ કે એની માન્યતામાં ફેર છે. પોતે ગૃહસ્થ છે, એને અમુક સ્થિતિ રાખવી પડે છે માટે રાખે છે, પણ લક્ષ્મી આવે ત્યારે એ ઉન્મત્ત પણ ન થાય અને જાય ત્યારે ગભરાય પણ નહિ, કારણ કે એવા આત્માને બેયમાં સમાન ભાવ રહે છે. લક્ષ્મી આવે ત્યારે પુણ્યોદય માની સદ્વ્યય કરે અને જાય ત્યારે પાપોદય માને. લક્ષ્મી મેળવવા માટે કરવી પડતી મહેનતને પણ એ ખોટી માને અને સાચવવા માટે કરવા પડતા વિચારોને પણ એ પાપ માને છે. સમ્યગ્દષ્ટિ આત્મા લક્ષ્મીમાં રાચતો-માચતો નથી, કેમ કે એને પોતાના ભવિષ્યની ચિંતા છે. સમ્યગ્દષ્ટિ આત્મા વર્તમાન કરતાં ભવિષ્યની ચિંતા વધારે કરે છે. રાત્રે કમાડ વાસે, સાંકળ વાસે, ત્યારે પણ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ આત્માની ક્રિયા તો એક હોય છે, પણ પરિણામમાં ભેદ હોય છે. મિથ્યાદૃષ્ટિ તો સાચવવા માટે જ વાસે છે, ત્યારે સમ્યગ્દષ્ટિ આત્મા તો ચિંતવે છે કે “સંસારમાં રહ્યો છું માટે વાસવું પડે છે ! સમ્યગ્દષ્ટિ લક્ષાધિપતિ અને મિથ્યાષ્ટિ લક્ષાધિપતિ બેય પાઘડી સારી વાપરે પણ મિથ્યાદૃષ્ટિના મનમાં ભાવના “હું કોણ” એ Page #47 -------------------------------------------------------------------------- ________________ 1451 – ૩ : શાસ્ત્રોની શ્રદ્ધા વિના સમકિત નહિ - 97 – ૩૩ બતાવવાની અને સમ્યગ્દષ્ટિની ભાવના એ કે રીતસર પોશાક ન હોય તો ધર્મ નિંદાય માટે પહેરવો પડે છે. પોતાનાં સંતાન સર્વવિરતિ નથી પામતાં માટે એને યોગ્ય રીતે યોગ્ય માર્ગે સમ્યગ્દષ્ટિ પિતા યોજે છે. જ્યારે મિથ્યાષ્ટિ ઠાઠમાઠથી લગ્ન કરાવવાની ભાવના રાખે છે. લગ્નક્રિયા સમાન હોય તો પણ ભાવનામાં જ ભેદ. જેની જરૂર તેનો નિષેધ કેમ ? આજે ધૃષ્ટતાથી પુછાય છે કે “જેની તમને જરૂર એનો નિષેધ કેમ?” આવા વિચારો મિથ્યાદષ્ટિના હોય છે. “સાંજે જમવા વહેલા ઊઠવાથી દસ-વીસ ગ્રાહક તૂટી જાય માટે આ જમાનામાં રાત્રિભોજન થાય એમાં બાધ શો ?' એમ કહેવાય છે પણ “થોડા રૂપિયાની આવક ઓછી થાય તો વાંધો શો ?” એ વિચાર નથી આવતો. ઘીમાં ઝબોળીને ખાવાને બદલે પાણીમાં ઝબોળીને રોટલી ખાવી પડે એમાં વાંધો શો છે, કે જેથી રાત્રિભોજનમાં વાંધો નથી એમ કહેવું પડે ? પાઘડી મોટીને બદલે નાની મુકાય અને વીંટી પાંચ હજારની પહેરાતી હોય તે પાંચની પહેરાય, એ રીતે દરેક બાબતમાં ટૂંકેથી પતાવવામાં વાંધો છે, કે જેથી શાસ્ત્ર વિરુદ્ધ કહેવાની ધૃષ્ટતા કરવી પડે ? ખરેખર, લાલસા એ જ મહાપાપ છે. લાલસા જ આત્માને પાપ તરફ વાળી રહી છે. આથી જ જમાનાવાદીઓ પ્રત્યે અમારે એમ કહેવું પડે છે કે તમે લોકો જમાનાને કલંક ન ઘો, કારણ જમાનો કાંઈ કાન પકડીને પાપ કરવાનું નથી કહેતો. સ્વાર્થી કુટુંબીઓ તો બધું જ માગે, પણ કહી દેવાનું કે “જે નીતિપૂર્વક મળે તે આપું છું અને તે તમે ખાઓ, કારણ કે ઘી-દૂધ આપવા કાંઈ હું બંધાયો નથી, હું સંસારમાં રહ્યો છું. તમે આશ્રિત છો અને સંસારદષ્ટિએ તમારા પાલનની મારી ફરજ છે, હું ભૂખ્યો રહીને પણ તમારું પેટ ભરું, પણ અનીતિ કરીનેય ઘી-દૂધ આપવા બંધાયેલો નથી. હું ઘીદૂધ ખાઉં ને તમને ન આપે તો વાંક ખરો, બાકી તમારી ખાતર અનીતિ કે જૂઠ આદિ પાપ હું કરવાનો નથી.” “આ જમાનામાં અનીતિ વિના ચાલે નહિ માટે અનીતિમાં પાપ કેમ કહેવાય ?' – એમ માનવું એના જેવું મિથ્યાત્વ કયું છે ? સમ્યગ્દષ્ટિ તો કહી દે કે સંસાર છોડી શકતો નથી માટે નીતિપૂર્વક મળે એથી તમારું રક્ષણ કરીશ.” વસ્તુસ્થિતિ આવી હોવા છતાં પણ આજે તો કહે છે કે “જેની જરૂર એનો નિષેધ કેમ ?' પણ વિચારો કે દુનિયાના જીવોને તો અઢારે પાપસ્થાનકોની જરૂર છે માટે એનો નિષેધ નહિ એમ ? Page #48 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ક શ્રી અરિહંતદેવને માનવાનો દાવો કરે અને છોકરો માંદો પડે ત્યારે મેલડી પાસે જાય, ત્યાં શું શાસ્ત્રકાર હા પાડે ? ગુરુ નિગ્રંથ જોઈએ એમ કહે, પણ પાછા કહે કે ‘અમારા વેપાર રોજગાર ચાલતા નથી માટે તમે પણ અમારા ભેળા ભળો અને અમારી સ્થિતિ સુધારો .’ આ કઈ દશા ? શું સાધુ એ વાતને માને ? માને તો પરિણામ એ આવે કે વીસમી સદીમાં પ્રભુના શાસનને દેશવટો જ આપવો પડે અને તે શું યોગ્ય છે ? નહિ જ, તો વિચારો કે ‘દેવ વીતરાગ, ગુરુ નિગ્રંથ, અને ત્યાગમય ધર્મ, એ ત્રણની પાસે શું મંગાય ? વીતરાગ દેવ પાસે રાગનાં સાધનો મગાય ? કેશરિયાજીને કહે કે ‘છોકરો સારો કરો તો પાંચ શેર કેસર ચડાવું' - એ શું ? શું એ વીતરાગ પરમાત્માની ભક્તિ છે ? ૩૪ ખરેખર, આજની દશા જ કોઈ વિચિત્ર છે. કેટલાક તો આજે કહે છે કે ‘ગુરુ કંચન-કામિનીના ત્યાગી ખરા, પણ એ ગુરુ અમારાં કંચન-કામિનીને સારાં કેમ ન કહે ?’ આનો અર્થ એ જ કે ‘પંચ એ પરમેશ્વર, પણ મારી ખીલી ન ફરે.’ આવી દશાના યોગે જ ભવાભિનંદીઓ કહે છે કે ‘દેવ વીતરાગ, ગુરુ નિગ્રંથ, ધર્મ ત્યાગમય એ વાત સાચી, પણ એ ત્રણેયે અમારી જરૂરિયાત જોવી જ જોઈએ.’ આવાઓને પૂછવું જોઈએ કે શું એ તમારી જરૂર જોવા નીકળ્યા છે ? સદુપયોગ એ ધર્મ : 1452 સભા : સોબતમાં રહો તો એટલું ન હોય ? દેવ તો મુક્તિમાં છે, ધર્મ એ તારકની આજ્ઞામાં છે અને અમો તમારી સોબતમાં છીએ જ નહિ, કારણ કે સાધુ ગૃહસ્થની નિશ્રાએ રહે છે પણ કાદવ તથા પાણી વચ્ચે રહેલ કમળની જેમ નિર્લેપ રહે છે; જો નિર્લેપ રહે તો સાધુતા ટકે, નહિ તો કમળ જેમ કોહવાઈ જાય, તેમ સાધુતામાં પણ સડો થાય. ગૃહસ્થો અને સાધુઓની સ્થિતિમાં ઘણો જ ફ૨ક છે. ગૃહસ્થને દ્રવ્યદાનનો અધિકાર છે પણ મુનિને નથી એનું કારણ એ જ કેગૃહસ્થ પાસે દ્રવ્ય છે માટે એની મૂર્છા છોડાવવા માટે દાન છે, ગૃહસ્થ પરિગ્રહ આરંભ સમારંભરૂપ રોગથી પીડાય છે માટે દાનરૂપી ઔષધની એને જરૂર છે, અને મુનિને દ્રવ્ય નથી માટે મૂર્છા પણ નથી અને દ્રવ્યદાન પણ નથી, દાનનો ઉપદેશ દે તે રોગીને મૂર્છાથી બચાવવા માટે. દ્રવ્યમૂર્છામાં પડેલાને દાનનો ઉપદેશ દે પણ દાન માટે કમાવાનું ન કહે. મૂર્છાનાં સાધનવાળાને દાનનો Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ૩ઃ શાસ્ત્રોની શ્રદ્ધા વિના સમકિત નહિ - 97 –– ૩પ ઉપદેશ દે. શ્રાવક જમવા બેસે ત્યારે મુનિની રાહ જુએ, પણ એક જ આદમી હોય અને રસોઈ બનાવી નથી તો મુનિને માટે બનાવી દેવાનું વિધાન નથી. પષધમાં તિવિહારો ઉપવાસ અગર એકાસણું કરનાર શ્રાવક માટે આવેલ ચીજ મુનિને એ શ્રાવક વહોરાવે પણ ચોવિહારો ઉપવાસ કર્યો હોય એ શ્રાવક મંગાવીને મુનિને ન વહોરાવી શકે. અર્થાત્ મળેલાનો સદુપયોગ કરવો એ ધર્મ. લક્ષ્મી એ પાપસ્થાનક સેવ્યા વિના આવતી નથી. એ લક્ષ્મી દ્વારા પાપના ત્યાગનો ઉપદેશ એ લક્ષ્મીવાનને મુનિ દે પણ દાન માટે પાપને સેવી લક્ષ્મી મેળવવાનું જૈનશાસ્ત્ર કહેતું નથી. લક્ષ્મી પરની મૂચ્છ ઉતારવા માટે દાન છે. પારકાનું કલ્યાણ થાય એમાં વાંધો નહિ પણ ભાવના તો મૂર્છાના ત્યાગની છે. કેવળ પારકાના કલ્યાણની ભાવનામાં દ્રવ્યદાનનો લાભ પણ એમાંયે “આપું એનાથી સોગણું મળે” એવી ભાવના આવે તો એ લાભ પણ નહિ. મુનિને દાન દેવામાં ભાવના કઈ? મુનિ ઉત્તમ પાત્ર છે, રત્નત્રયીના ધારક છે. ષકાય જીવના પાલક છે, રક્ષક છે અને જગતમાં ષસ્કાય જીવની રક્ષાના પ્રચારક છે એ માટે, એ મુનિને સંયમપુષ્ટિ માટે, એમનું શરીર વધુ ટકે તો જગતમાં ષકાયની રક્ષા વધુ થાય, પિકાયરક્ષાનો પ્રચાર વધુ થાય એ માટે, તેમજ પોતાને પણ આના યોગે સંયમનો અવસર આવે એ માટે મુનિને ભક્તિપૂર્વક દાન દેવાય. મુનિને દાન દેવામાં ઇરાદો આ! ઓછો કે વધતો, પણ ઇરાદો તો આ ! શાસ્ત્ર કહે છે કે “મુનિને દાન દેતી વખતે શ્રાવકને હર્ષનાં આંસુ આવે, તે ક્યારે આવે ? આવી ભાવના વિના આવે ? આજે તો કેટલાક કહે છે કે “અમે હોઈએ તો સાધુ જીવે, અમે જીવાડનાર અને અમારા આધારે એ જીવનાર આ ભાવનાથી અકડાઈ આવી છે ત્યાં હર્ષનાં આંસુ કયાંથી આવે ? સમ્યગ્દષ્ટિ તો સામાન્ય વાચકો માટે પણ માને કે યાચકો ન હોત તો દાન કોને દેત ? યાચકો છે તો કલ્યાણના દરવાજા ઉઘાડા છે. આનો અર્થ એ નહિ કે બીજાને યાચકો બનાવવા ઇચ્છે. શ્રાવકકુળના મનોરથ : સભા: દેશમાં ભિખારી વધે ને ? જૈનદર્શન એ વાત માન્ય નથી રાખતું. બધા પુરુષો ત્યાગી થાય તો એમનાં કુટુંબો શું કરશે ? એ ફીકર જૈનદર્શન નથી કરતું, કારણ કે જે દિવસે બધા Page #50 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ત્યાગી થશે, ત્યારે તેમનાં કુળ પણ પુણ્યવાન હશે. આજ તો પાપાત્માઓ ઉત્તમ કુળને પણ અધમ ક૨વાની પેરવીઓ કરે છે. ૩૭ - ૬ પ્રભુનો સંયમમાર્ગ સાંભળી સમ્યગ્દષ્ટિ દેવતાઓ પણ ઇચ્છે છે કે ‘ક્યારે શ્રાવકકુળ મળે અને સંયમ પામું !' શ્રાવકકુળની ગળથૂથીમાં જ તત્ત્વનું જ્ઞાન હોય. નિર્વેદ અને વૈરાગ્યનાં ઝરણાં એ શ્રાવકકુળમાંથી નીતરતાં હોય. શ્રાવકના રસોડામાં પણ તત્ત્વજ્ઞાનની જ વાત હોય. શ્રાવકના વેપારમાં સુંદર નીતિ, પ્રામાણિકતા અને ઉદારતા હોય, એની દરેક કરણીમાં સદાચાર હોય, એના જીવનમાં શાંતિ, સહિષ્ણુતા અને સદાચાર હોય, પણ મોહ, લોભ કે લફંગાઈ ન હોય. શ્રાવક, જો પોતાના ઘરમાંથી કોઈ સંયમી નીકળે તો પોતે પોતાના ઘરને પુણ્યઘર માને, અને કોઈ પણ આત્મા એવો ન નીકળે તો એને થાય કે એકે ચૈતન્યવંતી મૂર્તિ મારા ઘરમાં છે કે બધાંય ધમણ જેવાં પૂતળાં છે ? આ બધુંય સમજવા માટે સમજો કે શ્રાવકના મનોરથ કયા હોય ? સદાય ‘કચારે મમતા છૂટે અને કચારે મુનિચર્યા પાળું ?' - આવા જ મનોરથો શ્રાવકોના હોય, એવા શ્રાવકો પોતાનાં સંતાનોને સંસારમાં રસપૂર્વક મહાલવાનું કેમ જ કહે ? 1454 સમ્યગ્દષ્ટિ માબાપ બાળકને સારામાં સારી ચીજ ખવડાવે પણ કાનમાં ફૂંક મારે કે ‘એના રસમાં લીન થવામાં મજા નથી : જો એમાં રાચ્યો તો દુર્ગતિ થવાની !' આવા શિક્ષણથી ટેવાયેલો આત્મા, થાળીમાં જેટલી ચીજ આવે એમાંથી જે ચીજ ઉપર પોતાનો પ્રેમ વધારે હોય તે તજે, પણ એવા શિક્ષણના અભાવે આજ તો ન હોય તે ઇષ્ટ વસ્તુ માગીને રસપૂર્વક ખવાય છે. શ્રાવકના આચારો ગયા માટે જ ભયંકર પાપની જરૂરિયાત મનાઈ, પાપની જરૂરિયાત મનાઈ માટે જ ધર્મનો ઉપદેશ કડવો મનાયો, એથી જ શુદ્ધ પ્રરૂપક સાધુ પ્રત્યે વૈરભાવના જાગી, આગમ ઉપરનો પ્રેમ ગયો, ભગવાન શ્રી મહાવીર પરમાત્માના વચન ઉપરની શ્રદ્ધા ગઈ અને એ જ હેતુથી ઘોર મિથ્યાત્વનો ઉદય થવાથી કા૨મું નાસ્તિકપણું આવ્યું. એવાઓ તો આપત્તિના સમયે રોદણાં રોતા આવે, પણ એવાઓને સાધુ શું કહે ? એવાઓને સાધુ તો એ જ કહે કે ‘कर्मप्रभावोऽयम् अने संसारस्वभावोऽयम् ।' પ્રભુશાસનનો પ્રતાપ : ખરેખર આજે તત્ત્વદ્રષ્ટિની વિચારણા મોટે ભાગે નાશ પામી છે; અન્યથા શ્રાવક, સાધુ પાસે આવીને ‘ખાવા નથી મળતું’ એમ કહે ? પણ એ બધું કોણે Page #51 -------------------------------------------------------------------------- ________________ ધડક – ૩: શાસ્ત્રોની શ્રદ્ધા વિના સમકિત નહિ - 97 – ૩૭ શીખવ્યું? કહેવું જ પડશે કે સંસારીઓ સાથે માનપાન માટે ભેગા ભળેલાઓએ જ પ્રાયઃ એવું એવું શીખવ્યું છે. સાધુતાના મર્મને સમજનારા સાધુ તો કહે કે “ભાઈ ! એવી કરણી કર કે ભવિષ્યમાં આવું ન થાય” આવી આવી શુદ્ધ પ્રરૂપણાના પ્રતાપે સાધુ પાસે આવેલો પણ એવું પામી જાય કે એને ઠંડક વળે. મુનિ સાધર્મિકના ઉદ્ધારનો, સાધર્મિકની ભક્તિનો ઉપદેશ અવશ્ય આપે, પણ પેલાને તો મુનિ એમ જ કહે કે “પ્રભુનું શાસન પામીને આવી દીનતા ન જ કરાય, કારણ કે સુખ અને દુઃખ તો કર્મના યોગે આવે અને જાય.” શ્રી શાલિભદ્ર જેવા સાહ્યબીવાળા જે સમયે વસે, તે જ સમયે સાડાબાર દોકડાની મૂડીવાળો પણ શાંતિથી વસે, તે શ્રી ભગવાન મહાવીરના શાસનમાં, પણ બીજે નહિ. શ્રી શ્રેણિક મહારાજા, પોતાથી પણ અધિક શ્રી શાલિભદ્રની ઋદ્ધિ જુએ તે છતાં પણ ઇર્ષ્યા ન થાય, એ પ્રભુના શાસનનો જ પ્રભાવ. શ્રી શાલિભદ્રની બત્રીસ સ્ત્રીઓ આનંદ કરે અને ઘરનો વહીવટ માતા કરે, છતાં પણ એ માતાને એમ ન થાય કે હું કામ કરું અને વહુઓ બેસી રહે એ પણ ભગવાનના શાસનનો પ્રતાપ. શ્રી શાલિભદ્રની બહેન, શ્રી શાલિભદ્રના વૈરાગ્યને સંભારતી સંભારતી રુએ અને ધનાજીને કહે કે “મારો ભાઈ એક એક સ્ત્રીનો રોજ ત્યાગ કરે છે” ત્યારે ધનાજી કહે કે “એ તો કાયર છે. પુરુષસિંહ વળી એમ કરે ?' આવું સાંભળીને શ્રી શાલિભદ્રની બહેનનાં આંસુ પણ સુકાઈ ગયાં. એ જગ્યાએ જો તમે હો તો ભેગી પોક જ મુકાવો ને ? શ્રી ધનાજીની બીજી સ્ત્રીઓએ જ્યારે કહ્યું કે કરવું મુશ્કેલ છે, ત્યારે પરિણામે શ્રી ધનાજીએ કરી પણ બતાવ્યું. આથી સમજો કે જો જરૂરને ધર્મ મનાય તો સંસાર આખો જ પાપની જરૂરિયાતવાળો છે. સંસારમાં રહેવું અને પાપથી છૂટવું એ છે તો કઠિન પણ જો પાપને પણ જરૂરી મનાય તો સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિમાં ફેર શો? સમ્યગ્દષ્ટિ આત્મા એટલો ઊંચો હોવા છતાં પણ પ્રભુસંઘમાં પ્રધાનતા સાધુની જ, આગમની દોરી ગીતાર્થના હાથમાં જ પણ ગૃહસ્થના હાથમાં નહિ, એ જ કારણે - अर्हद्वकाप्रसूतं गणधररचितं द्वादशाङ्गं विशालं, चित्रं बह्वर्थयुक्तं मुनिगणवृषभैर्धारितं बुद्धिमद्भिः मोक्षानद्वारभूतं व्रतचरणफलं ज्ञेयभावप्रदीपं, भक्त्या नित्यं प्रपद्ये श्रुतमहमखिलं सर्वलोकैकसारम् ।।१।। “શ્રી અરિહંત પરમાત્માના મુખથી ઉત્પન્ન થયેલું, શ્રી ગણધરદેવોએ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - રચેલું, બાર અંગવાળું, વિશાળ, આશ્ચર્ય કરનારું, બહુ અર્થોથી યુક્ત, બુદ્ધિમાન અને મુનિગણમાં વૃષભસમા મહર્ષિઓએ ધારી રાખેલું, મોક્ષમહેલના અગ્રવારભૂત, વ્રત અને ચરણરૂ૫ ફળવાળું, જાણવા યોગ્ય પદાર્થોને પ્રકાશિત કરવા માટે પ્રદીપ સમાન અને સર્વ લોકમાં એક સારભૂત એવા સઘળાય શ્રુતને હું સદા ભક્તિપૂર્વક અંગીકાર કરું છું. આમાં “મહામુનિઓએ ધારણ કરેલું” એમ જણાવ્યું પણ “ગૃહસ્થોએ ધારણ કરેલું' એમ ન જણાવ્યું. આ રીતે પ્રભુશાસનમાં સાધુઓની જ પ્રધાનતા છે. જેના આધારે શાસન છે તે દ્વાદશાંગી કહી કોણે ? તો કહેવું જ જોઈએ કે ત્યાગની અખંડ મૂર્તિ એવા શ્રી અરિહંત પરમાત્માએ. મૂર્તિમાન ત્યાગરૂપ એવા શ્રી અરિહંત ભગવાને એને કહી તે પણ વીતરાગ થયા પછી, કેવળજ્ઞાન મેળવ્યા પછી કહી. સ્વયં તીર્થ સ્થાપનાર છે માટે કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી જ કહે, કેમ કે છvસ્થાવસ્થામાં અનુપયોગ થવાનો સંભવ છે. શ્રી તીર્થકર નામકર્મનો વિપાકોદય પણ કેવળજ્ઞાન પછી છે. એ ઋદ્ધિ અને સિદ્ધિ, એ સિંહાસન, છત્ર, ચામર, ભામંડલ, વાણીના અતિશયો, કાંટા પણ ઊંધા થાય, ઝાડ પણ નમે, પક્ષી પણ પ્રદક્ષિણા દે, વાયુ પણ પ્રદક્ષિણા દે, એ બધું વીતરાગ થયા પછી, કેવળજ્ઞાન થયા પછી થાય. પ્રભુશાસનના લૂટારા : સભા : આ બધી વાતને માનતા જ નથી ત્યાં શું થાય ? માને તો તો કલ્યાણ થઈ જાય ને ?ન પામી શકવાની હાલતવાળા ન જ માને અને એવાને પોષણ દેનારને પણ શાસ્ત્રકારો ભયંકર કહે છે. એવાની પીઠ થાબડવા જેવો એક પણ અધર્મ નથી. ગવર્નમેન્ટ પણ ચોરીનો માલ રાખનાર શાહુકારના હાથમાં કડી પહેરાવવાનો કાયદો કર્યો છે. ગવર્નમેન્ટ સમજે છે કે એ વેપારી ભલે હોશિયાર હોય, પણ એવાને છૂટા ન મુકાય, એવા જો બજારમાં બેસે તો સત્યાનાશ વાળે.ચોરના સલાહકાર, ચોરીનો માલ લેનાર, ચોરને પેઢી પર પગ મૂકવા દેનાર પણ ગુનેગાર છે. બોર્ડ ભલે મોટું હોય, એ રા.રા. હોય કે શ્રી પાંચ કે સાત હોય એની દરકાર નહિ પણ ચોરીનો માલ લીધો કે શાહુકાર મટી ચોર થયો. એ જ રીતે વિચારો કે જ્ઞાનીના વચનને બનાવટી કહેનાર અને એની વિરુદ્ધ બોલનારને તમે પણ અમારા' એવું કહેનાર ચોર ખરા કે નહિ ? આસ્તિક શાસ્ત્રકારોએ લખ્યું કે “આત્મા-પુણ્ય- પાપ-સ્વર્ગ-નરક ન માને તે Page #53 -------------------------------------------------------------------------- ________________ 15 ––– ૩ : શાસ્ત્રોની શ્રદ્ધા વિના સમકિત નહિ - 97 – ૩૯ નાસ્તિક' એની સામે કોઈ લડવા ગયો ? નહિ, જઈ શકાય જ નહિ, કારણ કે સમષ્ટિગત વાત છે. એ ઉપરાંત શ્રી જૈનશાસને કહ્યું કે “શ્રી જિનેશ્વર દેવના વચનને માને તે આસ્તિક અને ન માને તે નાસ્તિક. આ સમષ્ટિગત વાકય સામે વિરોધ કેમ જ હોય ? શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ન માનવી, એથી ઊલટી પ્રરૂપણા કરવી અને શ્રી જૈનશાસનના આસ્તિક કહેવડાવવું એ કેમ જ ચાલે ? “શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મસ્તકે' એમ મુખેથી કહેવું અને આગમમાં કહેલી વાતને હંબગ કહેવી, એ કારમી નાસ્તિકતા છે અને એમ કહેનારની પીઠ ઓઘાવાળા પણ થાબડે, એનો અર્થ તો એ જ કે પ્રભુશાસનના લૂંટારા અને લૂંટારાના સાથી ભગવાનના શાસનમાં વસે છે. આ શાસનનો કાયદો છે કે જ્ઞાનીઓની આજ્ઞાઓ સમજો, ન સમજાય તો સમજવા મહેનત કરો, છતાં ન સમજાય તો બુદ્ધિની મંદતા માની ચૂપ રહો, એમ ન રહો તો કહી દો કે “અમે જૈન નથી.' આ કથનમાં બુદ્ધિપૂર્વક ચર્ચાનો નિષેધ નથી, દલીલથી સમજવા-સમજાવવામાં વાંધો નથી પણ કેવળ આગમસિદ્ધ વાતોમાં યુક્તિ ન ચાલે. ત્યાં તો આગમ જ પ્રમાણ માનવું પડે. પણ આ બધી વાતો વિવેકી માટે છે. વિવેક વિનાના આત્માઓ તો અવિવેકરૂપ અંધતાના યોગે મિથ્યાત્વાદિરૂપ ભાવઅંધકાર અને નરકાદિરૂપ દ્રવ્યઅંધકારમાં અટવાયા જ કરે છે. અવિવેકરૂપ અંધતાના યોગે મિથ્યાત્વાદિરૂપ અંધકારમાં અટવાતા આત્માઓનું શું થાય છે એ વગેરે હવે પછી - Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪ : પાપી પણ પાવન થઈ શકે : • ભોગની ઝંખના એ જ કમનસીબી : ♦ બચાવ ખોટા માટે ન જોઈએ : • ચોર તરણાથી ઢંકાય નહિ ! • શ્રાવકપણું એટલે મુનિપણાની ઉમેદવારી : ♦ એકદમ પમાય તેમાં વાંધો શો ? ♦ પાપી પણ ધર્મને પામે ! ૭ આજની વિચિત્રતા : ભવાઈ તો ભાંડ કરે ! જાહેરાત કેવી હોય ? એક અનુકરણીય દૃષ્ટાંત : ચોથા આરાની છાયા જોઈએ છે, છઠ્ઠાની નહિ ! • સઘળું જ સંભવિત છે : ♦ શિષ્યલોભ પ્રશસ્ત કે અપ્રશસ્ત ? ♦ ઘટાવતાં શીખો ! • શાસનની હયાતીમાં જ હયાતી : ♦ સેવા માટે નિર્દંભ સમર્પણ જોઈએ : ૭ પાત્રનો ત્રાસ એ જ યોગ્યતા : વિષય : પૂર્વાવસ્થાનો પાપી પણ પાપને ત્યાગી ધર્મ જરૂર કરી શકે. ♦ એક સો ને આઠે ગણધ૨૫૬ ? અમારી પાસે ભભૂતિ છે ? પૂર્વજીવનમાં ઘોરાતિઘોર પાપ કર્યાં હોય એવો આત્મા પણ પશ્ચાત્તાપના પાવકમાં પોતાનાં પાપોને બાળી, ફરીથી એ પાપો ન સેવવાના લક્ષ્યપૂર્વક ઉપર ઉપરની કક્ષાના ધર્મની આરાધના જરૂર કરી શકે છે. જો દીક્ષા લેવા માટે ‘પૂર્વમાં પાપ ન જ કર્યું હોય' એ જ લાયકાત મનાય તો તો કોઈ પણ વ્યક્તિ દીક્ષા જ ન લઈ શકે. કારણ કે, દરેક વ્યક્તિના જીવનમાં ક્યાંક ને ક્યાંક કોઈ પણ અંશે-સ્વરૂપે પાપની વિદ્યમાનતા હોવાની જ. અંગ્રેજીમાં પણ કહેવત છે કે - 'Every saint has his past.' દરેક સંતને ભૂતકાળ હોય છે. ભૂતકાળને વાગોળવાથી નહિ પણ વિસરવાથી સંતતા આવે છે. આ વાતની આસપાસ ખૂબ જ સરસ રીતે આ પ્રવચનનો પ્રવાહ વહ્યો છે. શું ૧૦૮ શિષ્યો થાય એ ગણધર થાય ? અને ભભૂતીની ભ્રમજનક વાતોનો ખુલાસો આપી પૂર્ણ કરાયેલ આ પ્રવચનમાં ગોશાળો ને પ્રભુવીર, દેવબોધિ અને કુમારપાળ, હારની ચોરી કરનાર શ્રાવક તેમજ કઠીયારો અને સુધર્માસ્વામીજીનાં દૃષ્ટાંતોનો સંયોજનપૂર્વક ઉપયોગ કરાયો છે. અસ્પૃશ્યતા અંગે પણ અત્રે કેટલીક શાસ્ત્રીય વાતો કરાઈ છે. સુવાક્યાતૃત ૭ શ્રી જિનેશ્વર દેવનો ધર્મ તે ત્યાગ. બચાવ સુધરવા માટે થવો જોઈએ પણ છટકવા માટે ન થવો જોઈએ. ♦ ધર્મ ઉપરના આઘાત સમયે ગ૨મી ન થાય અને આઈસ્ક્રીમ જેવી ઠંડક રહે એ સાચી ઠંડક નથી, પણ એક જાતનો ધૃષ્ટતાભર્યો ઢોંગ છે. ♦ પોતાની જાતને સૌથી ડાહ્યા કહે અને ડાહ્યાપણાનું અભિમાન રાખે એ ડાહ્યા નહિ. • ગાંડા જેનો વિરોધ કરે તેને ડાહ્યાઓએ છોડી દેવું - એવું શ્રી જૈનશાસન નથી કહેતું. પુણ્યકાર્યની જાહેરખબર આપો કે, જેની અનુમોદના કરવાથી હજારો તરે. 98 પાપીની કાર્યવાહીની આજની સુધારક રીતે જાહેરખબર આપનાર અનેકને પાપમાર્ગે લઈ જાય છે. ♦ પ્રભુશાસન એ પતિતોને પણ પાવન કરનારું શાસન છે. પાવન થવાની ભાવનાવાળા પતિતને પટકી દેનારું આ શાસન નથી. ♦ અમારા સમુદાયમાં સાધુ વધો એ ભાવનામાં વાંધો નથી, પણ બીજે ન થાઓ એ ભાવનામાં પાપ. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪ : પાપી પણ પાવન થઈ શકે : ભોગની ઝંખના એ જ કમનસીબી : સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, સંસારવર્તી પ્રાણીગણને નિર્વેદ તથા વૈરાગ્યની પ્રાપ્તિ કરાવવા માટે શ્રી આચારાંગ સૂત્રના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા કર્મવિપાકની ગરિષ્ઠતાનું યથાસ્થિત પ્રતિપાદન કરે છે; એનું કારણ એ છે કે અંશે અંશે પણ નિર્વેદ તથા વૈરાગ્ય ન જાગે ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવના વચન ઉપર તે પ્રકારનો સદ્ભાવ જાગતો નથી અને સંસાર પ્રત્યે અરુચિ થતી નથી. પૌદ્ગલિક પદાર્થ પ્રત્યે રાગ ઘટે નહિ ત્યાં સુધી ધર્મ પ્રાપ્ત પણ કઈ રીતે થાય અને ટકે પણ કઈ રીતે ? શ્રી જિનેશ્વરદેવનો ધર્મ તે ત્યાગ. બંધનથી છૂટવા માટે જ એ ધર્મ છે. બંધનોને વધારવા, મજબૂત કરવા કે સુંદર કરવા માટે આ ધર્મ નથી. અયોગ્ય બંધન કદી સુયોગ્ય બને તો રૂપાળાં કહેવાય, પણ રૂપાળાં તોયે બંધન જ. સામાન્યને નાની ઝૂંપડી અને મોટાને બંગલા, પણ બંધન તો ખરું જ ને ! એ બંધન ઇષ્ટ નથી, એ જ કારણે ઉપકારીઓએ દેવજીવનને દુર્લભ નહિ કહેતાં મનુષ્યજીવનને જ દુર્લભ કહ્યું છે, કેમ કે બંધનથી સંપૂર્ણ મુક્તિ મનુષ્યજીવન સિવાય કોઈ પણ જીવનમાં શકય નથી. આથી એ વાત સ્પષ્ટ છે કે મનુષ્ય જીવનની મહત્તા ભોગને લઈને નથી, ભોગ એ મનુષ્યજીવનનું સાધ્ય નથી, અને ભોગની સેવનામાં જ મનુષ્યજીવનને ગુમાવનારા મનુષ્ય જીવનને નહિ પામ્યા જેવા જ છે. દેવજીવન એ ભોગજીવન છે છતાં પણ ત્યાં બેઠેલા સમ્યગ્દષ્ટિ દેવો ત્યાગજીવનની ઝંખના કરે છે, તો ત્યાગસાધક જીવનમાં બેઠેલા મનુષ્યો ભોગની ઝંખના કરે એના જેવી કમનસીબી કઈ ? બચાવ ખોટા માટે ન જોઈએ : સભા : અભ્યાસ પડી ગયો ને ! સમજ્યા પછી એમ કહેવાય એ ન ચાલે. પડી જવાથી હાનિ થાય એ સમજાયા પછી ન પડાય એ રીતે જ ઊભા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. નાના બાળકને તો ખબર નથી માટે પડી જાય; પણ સમજદાર, બાળકની માફક Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૨ - ---- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ – – ૫૦૦ ઓછો જ પડે ? સમ્યગ્દષ્ટિ એટલે તો સમજદારને ? એનાથી નાલાયક જેવા ઉત્તર ન જ દેવાય. સુશ્રાવક લખવામાં તો રાજી, કોઈ સુશ્રાવક ન લખે એ તો ખટકે અને કોઈ પરમધમી કહે એથી તો આનંદ થાય, તો પછી “ભોગનો અભ્યાસ પડી ગયો છે” એવો બચાવ કરીને કેમ જ અટકાય ? કહેવરાવવું સત્યવાદી અને ટેવને લઈને જુઠું બોલાય છે માટે વાંધો નહિ, એમ કેમ બોલાય ? જો એમ જ બોલાતું હોય તો સત્યવાદી નામ કાઢી નાખવું જોઈએ અને કહેવું જોઈએ કે “સત્ય ગમે છે પણ અમલ નથી થતો.’ એ જ રીતે “મનુષ્યજીવન એ વસ્તુતઃ ત્યાગ માટે છે' - એમ જાણ્યા બાદ ભોગના અભ્યાસનો કેવળ બચાવ ન જ ચાલે, માટે પામરતા કબૂલવી જોઈએ. અભ્યાસનો બચાવ કર્યા કરવાથી તો ઊલટું ભોગનું પોષણ જ થાય છે અને અરેરાટી જાગતી નથી. બચાવ કરવો જ હોય તો એવો કરવો જોઈએ કે જેથી ત્યાગને પોષણ મળે. જો ભોગ માટે અભ્યાસનો બચાવ થાય તો તો કહેનારની પણ અસર ન થાય. કહેનાર તજવાનું કહે અને સાંભળનાર કહે કે “અભ્યાસ પડી ગયો છે' એટલે પતી ગઈ વાત. આમ થાય એ કોઈ પણ રીતે યોગ્ય ન ગણાય, કારણ કે બચાવ સુધરવા માટે થવો જોઈએ પણ છટકવા માટે ન થવો જોઈએ. ચોર તરણાથી ઢંકાય નહિ ! આજે કેટલાક કહે છે કે “અમારો સ્વભાવ જ એવો છે કે ગમે તેમ થાય તો પણ અમને અશાંતિ થાય જ નહિ.' આ કથનની સામે શાસ્ત્ર કહે છે કે છબસ્થ એમ કહે કે “હું ઠંડો જ છું' તો એ સાચો નથી, કારણ કે જ્યાં પોતાનું ન બગડે ત્યાં સુધી કદાચ ઠંડક રાખે તેવો તે હોય છે પણ માથાની ટોપી ઊપડે તો એ ઠંડક રાખી શકતો જ નથી : કદાચ બહારથી રાખે તો પણ એના અંતર ઉપર અસર થયા વિના રહેતી જ નથી. એક વિતરાગ આત્માની વાત છોડો, કારણ. કે માથું કાપો તોય એ આત્માને ગરમી આવે તેમ નથી. બાકી શરીરના પૂજારીને તો સહજ વાગે એટલામાં ગરમી આવે છે. એવાને ધર્મ ઉપરના આઘાત સમયે ગરમી ન થાય અને આઇસ્ક્રીમ જેવી ઠંડક રહે એ સાચી ઠંડક નથી પણ એક જાતનો ધૃષ્ટતાભર્યો ઢોંગ છે. વિતરાગને લાલાશ કે ઉગ્રતા ન આવે, છતાં એ સત્યની રક્ષા માટે એ તારકોએ પણ કહેવામાં બાકી નથી રાખી. ગોશાળાએ જ્યારે કહ્યું કે હું તારો શિષ્ય ગોશાળો નથી.” ત્યારે ભગવાને કહ્યું કે “ચોર તરણાથી ઢંકાય નહિ, તું જ ગોશાળો છે.' પણ “કંઈ નહિ હવે જવા ઘોને એને' Page #57 -------------------------------------------------------------------------- ________________ 18ા - - ૪ : પાપી પણ પાવન થઈ શકે - 98 - ૪૩ એમ તો ભગવાને પણ ચાલવા ન દીધું, કારણ કે હિતકર કીધા વિના તો અવસરે ચાલતું જ નથી. અહિતકર કહેવાનો અધિકાર વીતરાગના શાસનમાં કોઈને નથી પણ હિતકર હોય છતાં સામાને અહિતકર લાગે એની ચિંતામાં પડી છતી શક્તિએ સાચું હિતકર પણ ન કહેવું એમ જૈનશાસને કહ્યું નથી. ગાંડાને ખોટું લાગે તેવું ન કહેવાય પણ ડાહ્યા કોણ ? પોતાની જાતને સૌથી ડાહ્યા કહે અને ડાહ્યાપણાનું અભિમાન રાખે એડાહ્યા નહિ.ડાહ્યા તો પોતાને ખામીવાળા જ સમજે. પોતાને સર્વસ્વ સમજે તે આ શાસનમાં ડાહ્યા નથી. ગાંડાને ખોટું લાગે એ ન કહેવું એ કાયદો થાય, તો તો પાનાં બંધ કરીને જ બેસવું પડે. સંસારરસિકોને ખોટું શેમાં ન લાગે? સાધુ ‘ઘરબાર કુટુંબ બધુય છોડવાનું જ કહે” એમાં એને ખોટું લાગે જ. શ્રાવકપણું એટલે મુનિપણાની ઉમેદવારી : મનુષ્યજીવનમાં ભોગની આસક્તિ અભ્યાસથી જ થાય છે એમ નથી. અભ્યાસ કયો કહેવાય ? ભગવાન શ્રી મહાવીરે દીક્ષા લીધા પછી, પોતાના પિતાના મિત્રને જોઈને હાથ લાંબા કર્યા એ અભ્યાસને લઈને, પણ હૈયે કંઈ રસ હતો ? નહિ જ, એ રીતે તમે ભોગ અભ્યાસથી જ ભોગવો છો અને રસ નથી આવતો, એમ ? ભગવાને તો તરત અભિગ્રહ કર્યો છે કે “ગૃહસ્થનો વિવેક ના કરવો.’ તમે પણ એવો અભિગ્રહ કર્યો છે કે “હવે વિષયો ન ભોગવવા.' નહિ જ, તો કહો કે “વગર કારણે થાય એ અભ્યાસ કહેવાય !” અનાદિની ટેવથી થાય એ માન્યું, પણ રસ આવે છે એનો શો બચાવ ? માટે સમજો કે અભ્યાસના નામે ભોગનો બચાવ કરી ત્યાગથી આઘા રહેવું, એ આ શાસનમાં ન ચાલે. વર્ષોના શ્રાવકને શું ત્યાગનાં સ્વપ્ન પણ ન આવે ? ત્યાગને સાંભળતાં રૂંવાંટી પણ ખડી ન થાય ? યાદ રાખો કે “શ્રાવક એટલે મુનિપણાનો ઉમેદવાર.” જેનામાં મુનિપણાની ઉમેદવારી નથી, તેનામાં સાચું શ્રાવકપણું પણ નથી અને સાચું સમ્યગ્દષ્ટિપણું પણ નથી કિંતુ મિથ્યાષ્ટિપણું છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા કહે છે કે “સર્વવિરતિની લાલસા વિનાનો દેશવિરતિનો પરિણામ સમ્યક હોતો નથી.” તમે જ વિચારો ને કે અમુક જગ્યાએ જવાનો નિશ્ચય કર્યા વિના ઉઠાય જ શી રીતે ? તેમ સમ્યગ્દર્શન યા પછી દેશવિરતિ એ આગળ જવા માટે છે, પણ વચ્ચે રહેવા માટે નથી. સર્વવિરતિને સિદ્ધ કરવા માટે દેશવિરતિ તો સાધનરૂપ છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ – – 1888 એકદમ પમાય તેમાં વાંધો શો ? પહેલાં જે મુનિપણું ન લઈ શકે તે દેશવિરતિ બની યાવતું પ્રતિભાવહન કર્યા પછી પણ મુનિપણું લે, એનો અર્થ એ નથી કે પ્રતિભાવહન કર્યા પછી જ દીક્ષા લેવાય. જે દીક્ષાને કોઈ કોઈ આત્મા જેમ સમ્યક્ત આદિના ક્રમથી પામે છે, તેમ કોઈ કોઈ આત્મા પૂર્વની આરાધના અને લઘુમિતાના યોગે એકદમ પણ પામે છે, એમાં કોઈ પણ જાતનો વાંધો નથી. કોઈ ધીમે ધીમે કોટ્યાધિપતિ થાય અને કોઈ એકદમ થાય, એમાં કાંઈ ઓછો જ વાંધો છે ? સેંકડોપતિ થયા પછી કોઈ હજારપતિ થઈને લાખપતિ થાય એનો ઇન્કાર નથી. પણ હજારપતિ થયા વિના લાખપતિ થવાય કે નહિ ? કોઈ એકદમ લાખપતિ થાય એની ઇર્ષા હોય ? નહિ જ, તેમ શ્રી જૈનશાસનને નહિ પામેલા આત્માઓ પણ એ શાસન પામતાંની સાથે તરત જ મુનિ થયા છે, છેલ્લી ક્ષણ સુધી મિથ્યાદષ્ટિ હતા એવા પણ તરત જ મુનિ થયા છે. કોઈ હમણાં જ જૈનશાસનમાં આવ્યો માટે તરત દીક્ષા ન હોય, અનુભવ લે તે પછી જ દીક્ષાની વાત, એવું કોઈ પણ શાસ્ત્રકાર પરમર્ષિ નથી કહેતા. ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા તથા શ્રુતકેવલી ભગવાન શ્રી શય્યભવસૂરિજી મહારાજા પણ દીક્ષિત થયા પૂર્વે મિથ્યાદૃષ્ટિ હતા. પરમાત્મા શ્રી મહાવીરદેવના પ્રથમ ગણધરદેવ શ્રી ઇંદ્રભૂતિજી પણ પહેલાં કેવા હતા ? કહેવું જ પડશે કે ઘોર મિથ્યાષ્ટિ હતા, કુમતના પ્રચારક હતા, એટલું જ નહિ પણ કુમતના પ્રચારકોમાં આગેવાન હતા; કુમતની જડને પોષનાર એ હતા, હિંસક યજ્ઞના કરનાર તથા એમાં સર્વને જોડનાર એ હતા. મિથ્યાદૃષ્ટિ, હિંસક, કુમતવાદી, હિંસક્યજ્ઞપ્રચારક એવા પણ ઇંદ્રભૂતિજી, ભગવાન સાથે વાદ કરવા આવ્યા હતા; એટલું જ નહિ પણ કેવળ હરાવવાની બુદ્ધિથી જ આવ્યા હતા; એવા પણ તેઓ પ્રભુના દર્શન માત્રથી પરિવર્તન પામી ગયા અને અલ્પકાળમાં જ સર્વસ્વ પામી ગયા છે. આથી એ વસ્તુ સિદ્ધ જ થાય છે કે આરાધક અથવા લઘુકર્મી આત્મા એકદમ પણ પામી જાય, એમાં કશું જ આશ્ચર્ય પામવા જેવું નથી; કારણ કે આત્માનો એ સ્વાભાવિક ગુણ છે; કોઈ પરાઈ વસ્તુ નથી. વળી આથી સ્પષ્ટ છે કે પ્રભુનો ધર્મ પામનારના, પામતી વખતના જ પરિણામ જોવા જોઈએ. પાપી પણ ધર્મને પામે ! આ શાસન ખરે જ અનુપમ છે. ગોશાળો મર્યો ત્યાં સુધી કેવો હતો ? Page #59 -------------------------------------------------------------------------- ________________ 1 - ૪ : પાપી પણ પાવન થઈ શકે – 98 – = ૪૫ પ્રથમથી આખર સુધી તોફાની હતો. પ્રભુનો પોતાની મેળે ચેલો થયો હતો. પારણામાં ખીર દેખી અને એમાં બાદશાહી માની એટલે પોતે પોતાની મેળે ભગવાનનો ચેલો થયો; કહોને કે ભગવાનની પાછળ ફરતો હતો. ભગવાનને પણ વિતાડવામાં એણે બાકી નથી રાખી. ભગવાન પાસેથી જ્ઞાન મેળવી કમત પ્રચારવા લાગ્યો; જે તારકની પાસેથી પામ્યો તે જ ભગવાનને ગાળો દીધી; અરે, એ તારક ઉપર પણ તેજોલેશ્યા મૂકી. ભગવાનને મારી નાખવાનો પ્રયત્ન કરવા સુધીની નીચ હદે એ પાપાત્મા પહોંચ્યો. ભગવાનને માર્યા, એમ કહીએ તો પણ ચાલે, કારણ કે ભગવાન બચ્યા એ વાત જુદી, પણ એણે તો તેજલેશ્યા બાળવા માટે જ મૂકી હતી ! એણે તો શ્રી જિનેશ્વરદેવનો ઘાત કર્યો જ, એમ કહેવાય; છતાંય એવાને માટે પણ, એ મૂઆ પછી એને માટે ભગવાન શ્રી ગૌતમસ્વામીજીએ પૂછતાં ભગવાને જણાવ્યું કે “એ પામી ગયો. છેલ્લી ક્ષણે એની ભાવનાની શુદ્ધિના યોગે એ પામી ગયો એમ ભગવાને જણાવ્યું. આ શાસન એ ભગવાનનું છે. ગોશાળો બોધિબીજ પામવાના યોગે નિયમો અદ્ધપુદ્ગલ પરાવર્તનમાં મુક્તિએ જવાનો. કહો ત્યારે હવે પૂર્વનો પાપી એ ધમ થાય કે નહિ ? કહેવું જ પડશે કે થાય' ! સભા : અસ્પૃશ્યને અને અનાર્યને દીક્ષા અપાય? અસ્પૃશ્ય પણ દીક્ષિત થયા છે અને અનાર્યો પણ દીક્ષા પામ્યા છે એ વાત કાંઈ છૂપી નથી. સઘળું જ સંભવિત છે : પણ જેનો અસ્પૃશ્ય તથા અસ્પૃશ્યતાને નથી માનતા એવું કહેનારા ગાંડા છે. જૈનશાસન તો કહે છે કે દુનિયામાં દેખાય છે તે બધું જ છે. એક પણ ચીજ એવી નથી કે જે અનાદિ અનંત સંસારમાં ન સંભવે. કર્મ મૂળ આઠ પ્રકારનાં, પેટભેદ એકસો અઠ્ઠાવન પ્રકારના પણ પ્રતિ પ્રાણીએ તરતમતાની અપેક્ષાએ અનંતા પણ કહેવાય. એક જ્ઞાનાવરણીય કર્મનો ઉદય બધાને; પણ પ્રાયઃ જીવ એટલા ભેદ. કોઈ સમાન હોય એમ પણ બને. નિગોદીઆને જ્ઞાન કેટલું ? અક્ષરનો અનંતમો ભાગ. આપણને કેવલજ્ઞાનીની દૃષ્ટિએ તદ્દન ઓછું, કોઈ પચીસ શ્લોક કલાકમાં કરે તો કોઈ બે દિવસે એક પદ પણ ન કરે, કોઈ મિનિટમાં સમજે અને કોઈ કલાકેય ન સમજે માટે એ બધાય ભેદ સમજો. એ જ રીતે ગોત્રકર્મને અંગે; તીવ્ર નીચ ગોત્રકમ ઉદયમાં આવે, તો અસ્પૃશ્યતા પણ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૬ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૬ – – 14મ આવે. આજ સાંજના કરોડપતિ કાલે સવારે ભીખ માગે તેનું કારણ શું ? કહેવું જ જોઈએ કે તીવ્ર અશુભનો ઉદય. તીવ્ર અશુભોદયના યોગે આપત્તિઓ ચોતરફથી આવે, પેઢી તૂટે, માલ લુંટાય, ઘરમાં સંબંધી મરે, છોકરાને પક્ષાઘાત થાય, પોતાને શૂળ થાય. તીવ્ર અશુભના ઉદયે એ બધું જ સાથે પણ થાય. શાસનની હયાતીમાં જ હયાતી : તમારી વળી સાહ્યબી ક્રમસર જ જાય એવું પણ ન માનતા. પરંતુ આજે તો જાણે જવાની કોઈને ભીતિ જ નથી દેખાતીને ? કયા નિશ્ચયબળે આટલા નચિંત છો ? તમારી બહાદુરી આશ્ચર્ય પમાડે એવી છે. તમારી બહાદુરી તો પુણ્યવાન ચક્રવર્તીઓમાં પણ નહોતી, કારણ કે એ પણ ચેત્યા કે તરત જ ભાગ્યા. એવી અપૂર્વ ચેતવણી આપનાર શાસનની હયાતીમાં જ આપણી હયાતી છે. એ શાસનની આબરૂમાં જ આપણી આબરૂ છે. આપણી આબરૂ રહે અને શાસનની આબરૂ જાય તો આપણે જીવતા કે મૂઆ ? શાસનની આબરૂમાં જ પોતાની આબરૂ માનનારા તો શાસનની હાનિથી પોતાને મૂઆ જ સમજે. એ જ કારણે એવા શાસનસેવકો પ્રભુશાસનના ભોગે પોતાની આબરૂ ન સાચવે, પણ પોતાના ભોગે પ્રભુશાસનને જ સાચવે. કોઈ ગાળ દેનાર ન હોય ત્યારે તો નાનું બાળક પણ બોલે, કારણ કે ત્યારે તો બોલવું સહેલું છે. આપણું અપમાન ન થાય એટલા જ માટે સાચું અને હિતકર ન બોલવું એનો અર્થ શો ? તમે અને અમે કોના ? કહો કે ભગવાન શ્રી મહાવીરદેવના. એ તારકના શાસનની હયાતીમાં તમારી અને અમારી હયાતી છે. ખોખા તરીકેની હયાતી તો છઠ્ઠી આરામાં પણ રહે, પણ સાધુ-શ્રાવકની હયાતી ક્યાં સુધી ? શાસન રહે ત્યાં સુધી. ઘણાંને આજે મંદિર ગમતાં નથી, ચરવળા ગમતા નથી, ઓઘા ગમતા નથી, એથી કાંઈ મંદિરો બંધ કરી દેવાં, ઓઘા અને ચરવળા કબાટમાં મૂકી દેવા, એમ કેમ બને ? બે-પાંચ વરસ સંયમ બંધ કરવામાં અને સાધુઓને નગરીમાં દાખલ થતા બંધ કરવામાં ઓછું જ જૈનત્વ છે ? છતે મંદિરે તથા સંયમના ધ્વનિ કાનમાં પડવાં છતાં પણ જૈનત્વ લૂંટાઈ રહ્યું છે તો એ નહિ હોય ત્યારે તો જૈનત્વનું શું નહિ થાય ? મૂર્તિ જોઈને મિથ્યાષ્ટિ બળે, એટલા માટે મૂર્તિ ઉપર પડદો ઓછો જ નખાય ? વિષયમાં જ આનંદ માનનારા લોકોને આ રજોહરણ ન ગમે તો એ ભલે ન લે, પણ જેને ગમતો હોય એવા યોગ્ય આત્માઓની સામે કેમ ન ધરે ? દ્રોહી પણ આનાં દર્શનથી ક્વચિત પામે, એ Page #61 -------------------------------------------------------------------------- ________________ 15 – ૪ : પાપી પણ પાવન થઈ શકે - 98 – ૪૭ ભાવના એમાં રહી છે. પુણ્યવાન પણ પામે છે, પાપી પણ પામે છે અને વિરોધી પણ જોતો જોતો પામશે, એ માટે વિરોધ હોય તો પણ આ રજોહરણને દૂર ન જ મુકાય. દેવબોધિ આવ્યો ત્યારે શ્રી કુમારપાલ મહારાજા પૂજા કરતા હતા. એ વખતે તે પૂરા શ્રાવક નહોતા. બધા દેવની પૂજા કરતા હતા, પણ પ્રથમ પૂજા શ્રી જિનેશ્વરદેવની કરતા હતા. બધાની મધ્યમાં ભગવાન શ્રી શાંતિનાથ સ્વામીની મૂર્તિ રાખી હતી.બધી મૂર્તિઓ કરતાં એ મૂર્તિમાં તેમને વીતરાગતા દેખાતી હતી. દેવબોધિને એ જ મૂર્તિ ખટકી, એટલે એણે એ મૂર્તિને ઉઠાવી લેવા કહ્યું, તે છતાં પણ શ્રી કુમારપાલ મહારાજાએ તો કહ્યું કે “એ તો ત્યાં જ રહેવાની.' પૂરું પામેલા નહોતા છતાં પણ એમને વસ્તુ ત્યાં દેખાતી હતી એટલે દૂર મૂકવાની સ્પષ્ટ ના પાડી, જ્યારે આજ તો વિરોધના નામે સંયમની વાત મૂકી દેવાનું કહેવામાં આવે છે અને ત્યાં તો વિરુદ્ધ ગ્યા' સંભળાવી, કહેવાય છે કે ‘શાસ્ત્રમાં પણ આમ કહ્યું છે. આના જેવું ઉસૂત્ર કયું? ઉસૂત્રભાષીને માથે શું શીંગડાં ઊગતાં હશે ! નહિ જ, માટે ગાંડા જેનો વિરોધ કરે તેને ડાહ્યાઓએ છોડી દેવું એવું શ્રી જેનશાસન નથી કહેતું. સેવા માટે નિર્દભ સમર્પણ જોઈએ: ભયંકર વિરુદ્ધતાના જમાનામાં પણ આપણા પૂર્વજોએ શાસનને અખંડિત જાળવ્યું છે. આજે એવો વિરોધ છે પણ ક્યાં ? પહેલાંના વિરોધીઓ સત્તાધીશ હતા, જ્યારે આજના વિરોધીઓ કેવા છે ? એ સ્ટેજ પર બોલે, ધૃજે, ધ્રુજાવે અને ગાંડાઓ પાસે તાલી પડાવે, એથી આગળ વધે અને બહુ કરે તો દાંડાઈ અને નફટાઈ કરે ! એ સિવાય બીજું કશું જ કરી શકે તેમ નથી, માટે સહેજ પણ મૂંઝાયા વિના શાસનની સેવામાં સમર્પાઈ જવું જોઈએ. શાસનસેવા માટે મર્યાદા પ્રમાણેની જરૂરી ઉગ્રતા આદિનો ત્યાગ કરી ખોટી સમતા, ક્ષમા અને શાંતિ આદિનો દંભ ન સેવવો જોઈએ. એવા દંભથી એકાંતે આત્માનું અહિત છે. પ્રભુશાસનને પામેલા આત્માઓની શાંતિ, ક્ષમા કે સમતા હિતનાશક ન હોય. શાસનસેવાના સમયે હૃદયથી જુદાઓ અન્યને નિંદવાના ઇરાદે અને પોતાના દુર્ગુણને છુપાવવા માટે ભલે પોતાને સમતાધારી તરીકે ઓળખાવે. દુર્જનોનો એ સ્વભાવ જ છે કે પોતાના દુર્ગુણોને છુપાવવા માટે ગુણોનું Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ - 10 ઓઠું લેવું અને ગુણીઓના ગુણને દુર્ગુણ તરીકે ઓળખાવવા.” સજ્જન આત્માઓના એવા કયા ગુણ છે કે જે દુર્જનની વાણીથી કલંકિત ન થયા હોય? સજ્જન બોલે તો દુર્જન એને વાચાળ કહે અને સર્જન રક્ષાના પ્રયત્નો કરે તો દુર્જન અને ઝનૂની કહે. કારણ કે દુર્જનો સમજે છે કે સજ્જનના ગુણો બહાર આવે તો પોતાની કિંમત એક ફૂટી કોડીની પણ નથી : એટલે એ દુર્જનો સજ્જનના ગુણોને નિંદે અને પોતાના દોષોને ગુણરૂપે બતાવે, એમાં નવાઈ નથી. આપણો મુદ્દો એ છે કે વસ્તુના રક્ષણ માટે ગમે તેટલા યોગ્ય પ્રયત્નો કરવામાં આવે એમાં વાંધો નથી. જેનામાં પોતાનું વ્યક્તિત્વ જાળવવાનું મારાપણું છે, એ શાસનની પ્રભાવના કરી શકતો નથી. જે શાસન વડે પોતાને માને અર્થાતુ પોતાના માન-સન્માન પ્રભુશાસનના પ્રતાપે છે એમ માને, એ જ શાસનની પ્રભાવના કરી શકે છે. શાસનની પ્રભાવના માટે પૂર્વના મહાપુરુષોએ જે કર્યું છે, તે જોતાં તો આપણાથી સહેજે બોલાઈ જાય છે કે એ તો એ મહાપુરુષો જ કરી શકે. એ મહાપુરુષોએ જો આટલું ન કર્યું હોત તો આજે આપણી દશા કફોડી હોત ! જૈનશાસનની સુંદરતા સાચવી રાખવા માટે એ મહાપુરુષોએ સઘળું જ કર્યું છે. પાપનો ત્રાસ એ જ યોગ્યતા : શ્રી જૈનશાસન તે છે કે જેમાં પાપી પણ પુણ્યવાન થઈ શકે છે. જૈનશાસન આત્માનાં બંધન છોડવા માટે છે. પણ બંધન વધારવા કે સુંદર બનાવવા માટે નથી. સારાં અને ખોટાં બેય બંધનો છોડવાનાં જ છે, કારણ કે તે વિના આત્માની મુક્તિ નથી; માટે બંધન જેને છોડવું હોય તે આ શાસનમાં આનંદપૂર્વક આવે. બીજા કેટલાકે તો ભગવાનને માત્ર જુઠ્ઠા જ કહ્યા હતા, પણ ગોશાળો તો શ્રી જિનેશ્વરદેવનો ઘાતક થયો હતો એટલે અધિક પાપાત્મા ગોશાળો હતો. કોઈ પણ શ્રી જિનેશ્વરદેવની ઘાત કરવાની હદે ન ગયો, જ્યારે ગોશાળાએ તો ભગવાનને મારવા માટે તેજોલેશ્યા છોડી દીધી. પ્રભુમાં અતિશય ન હોત, એ તારકનું આયુષ્ય નિરુપક્રમ ન હોત, તો તો એ તેજોલેશ્યા મારીને જ જાત. ભગવાન તો અતિશય સંપન્ન હતા, નિરુપક્રમ આયુષ્યવાળા હતા, અને શ્રી તીર્થંકરદેવને તેજલેશ્યા વગેરે લાગતાં નથી, માટે ભગવાન બચ્યા, બાકી ગોશાળાએ તો મારવા માટે જ તેજોલેશ્યા ફેંકી હતી; તે છતાં પણ એના મરણ બાદ ભગવાન શ્રી ગૌતમસ્વામીજીએ પૂછ્યું કે, “ગોશાળો કેવો ?' તો ભગવાને કહ્યું Page #63 -------------------------------------------------------------------------- ________________ 141 - ૪ : પાપી પણ પાવન થઈ શકે - 98 – ૪૯ કે “છેલ્લે પામી ગયો. આથી સ્પષ્ટ છે કે જિંદગી સુધીનો ભયંકર પાપી પણ ધર્મ પામી શકે. ભયંકર પાપી પણ ધર્મ લેવા આવે અને સરળતા દેખાય, તો એને ધર્મ આપવાની શાસ્ત્રની આજ્ઞા છે. કલાક પહેલાંના પાપીને પણ ધર્મ આપી શકાય છે. પચ્ચખાણ લેનારમાં ત્રણ વસ્તુ હોવી જોઈએ. એક તો અતીત પાપનો પશ્ચાત્તાપ, બીજો વર્તમાનમાં પાપનો સંવર અને ત્રીજો ભવિષ્યમાં પાપ નહિ કરવાનો દઢ આત્મનિશ્ચય. આ ત્રણ જેનામાં જણાય, તેને પચ્ચકખાણ આપી શકાય. એવો કાયદો ન જ બંધાય કે પ્રથમથી જ પાપી ન હોય તેને જ પચ્ચખાણ આપી શકાય. દીક્ષા લેનારા પણ પ્રથમથી જ સર્વ પાપરહિત હોય એવો કાયદો ન બંધાય. દીક્ષા લેનારા પોતાના પૂર્વના પાપને નિંદનારા હોય, લેતી વખતે પાપથી દૂર હોય અને ભવિષ્યમાં પાપ નહિ કરવાની પ્રતિજ્ઞા કરનારા હોય, તો તે યોગ્ય છે. દીક્ષા લેનારા પ્રથમથી જ પાપરહિત જ હોવા જોઈએ એવો કાયદો કેમ જ હોઈ શકે? આજની વિચિત્રતા : સભા : સાહેબ, એ તો બની શકે જ નહિ પણ દીક્ષાના લેનાર દીક્ષા ભાંગે તો આપનારને દોષ ખરો કે નહિ ? તીર્થંકરદેવના હાથે પણ દીક્ષિત થયેલા પડ્યા છે, તે છતાં પણ એ તારકની મુક્તિ અટકી નથી. ચેલા પડવાથી કોઈ ગુરુની પણ મુક્તિ અટકી નથી. શુદ્ધબુદ્ધિથી શાસ્ત્રવિધિ મુજબ આપનારને કોઈ દોષ લાગી શકતો નથી. સભા : સાહેબ ! લોભથી દીક્ષા અપાય તો? લોભી ગુરુ અને લાલચુ ચેલાને તો જૈનશાસનમાં વાસ્તવિક રીતે સ્થાન જ નથી. એ તો એક એકની ચોટલી લે એવા હોય છે. એ જ કારણે લોભ પ્રશસ્ત હોય તો સ્વીકાર્ય છે, પણ અપ્રશસ્ત લોભ સ્વીકાર્ય નથી. સભા : શું અપ્રશસ્ત લોભ નહિ બનતો હોય ? બને બધું. ગામ હોય ત્યાં ઢંઢવાડો પણ હોય જ. કોઈ પણ નગર એવું નથી કે જ્યાં એક પણ દેવાળીઓ ન પાક્યો હોય, છતાં વેપાર ઓછો જ બંધ રહે ? તેમ અભવી આત્માઓએ પણ દીક્ષા લીધી છે. ખૂનના ઇરાદે પણ દીક્ષા લેનારા Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – 148 થયા છે એમ પણ બને; પણ આજે અમુક અમુક તરફથી જે જાતની જાહેરખબર છપાય છે, તેમ પૂર્વે તેવી જાહેરખબર નહોતી છપાતી. ભવાઈ તો ભાંડ કરે ! શ્રાવકના છોકરાએ દેરાસરમાંથી ચોરી કરી, એની જાહેરખબર છપાવનારા અજ્ઞાની છે. પોતાનો છોકરો ખરાબ કામ કરે, એની જાહેરખબર સગાં માબાપ છપાવે ? સગાં માબાપ હોં ! પૂર્વજન્મના વૈરી હોય, એની વાત જુદી છે. આ ઉપરથી માબાપ એ છોકરાને પંપાળે જ એમ હું નથી કહેતો. સાચાં માબાપે છોકરાના ગુનાને જતો ન જ કરવો જોઈએ. ઘરમાં યોગ્ય લાગે તે બધી જ સજા કરે, થાંભલે બાંધે, આકરી સજા કરે, પણ પાડોશી પણ એ વાત ન જાણે, એ રીતે પ્રાયઃ બધું કરે. તમારાં ઘર તો રૂડારૂપાળાં જ હશે એમ ને ? તમારા ઘરમાં પાપનું નામ જ નહિ હોય એમ ને ? તમારાં છોકરાં પાઈ-પૈસો લેતાં જ નથી એમ ને ? નહિ જ, છતાં પણ જાહેરખબર આપી ? આથી કેટલાક કહેશે કે પાપને છુપાવવા ઉપદેશ આપે છે, પણ એ વાત ખોટી છે અને એવા ખોટા બકવાદને ધ્યાનમાં લેવાતો પણ નથી, હું તો એટલું જ કહું છું કે કહેવાના આશયને સમજો. સભા : ‘પોલને છુપાવવાનું કહે છે એમ કહેશે ! અજ્ઞાનીઓ ગમે તેમ કહે એની દરકાર કરવી એ પાલવે તેમ નથી. ઘરની પોલ દૂર કરાય પણ ભવાઈ ન કરાય. ભવાઈ તો ભાંડ કરે પણ આપણે તો ન જ કરીએ. જાહેરાત કેવી હોય ? અઢાર પાપસ્થાનકમાં પડેલી દુનિયા છે, એમાંથી બચવું અને બચાવવું, એ આપણું-પ્રશાસનને પામેલાનું કામ છે. એમાંથી કદાચ પાપના ફણગા પણ ફૂટે તો એને દૂર કરાય, પણ એનો ઘોંઘાટ ન કરાય. બચ્યા એ પુણ્યવાન. ધર્મ પળાય તે પુણ્યોદય અને પડે એ પાપોદય, પણ એ પાપોદયની એવી જાહેરાત ન હોય ! આ જાહેરાતો તો ચડેલાને પાડનારી અને ચડતાને અટકાવનારી છે તેમજ સન્માર્ગને વગોવનારી છે. પુણ્યકાર્યની જાહેરખબર આપો, કે જેની અનુમોદના કરવાથી હજારો તરે. પાપીની કાર્યવાહીની આજની સુધારક રીતે જાહેરખબર આપનાર અનેકને પાપમાર્ગે લઈ જાય છે. એ જાહેરખબર વાંચી કૈક કહે કે Page #65 -------------------------------------------------------------------------- ________________ પળ – ૪ : પાપી પણ પાવન થઈ શકે – 98 - ૫૧ જુઓ, પૂજા કરનારા ચોરી કરે છે !” માટે ખરાબ કામની જાહેરાત ન હોય. એવી જાહેરાત ન અપાય એ માટે સંઘ ચાંપતા ઉપાય છે. આનો અર્થ અવળો ન કરતા. ગુનેગાર ગુનો કરતાં અટકે, એવી યોજના ન કરવી એવો આ કહેવાનો હેતુ નથી ! ગુનો કરવાના દરવાજા ખુલ્લા રાખવાનું નથી કહેવાતું પણ એમ કહેવાય છે કે એવી યોજના ન કરવી, કે જેથી અનેક આત્માઓ ધર્મથી ખસીને પાપમાર્ગે જાય. એક અનુકરણીય દષ્ટાંત ઃ સંભળાય છે કે એક શ્રાવક એવી દુઃખી અવસ્થામાં આવી ગયો હતો કે જેનામાં આજીવિકા ચલાવવાની કોઈ પણ જાતની તાકાત રહી ન હતી અને કોઈની પાસે માગવાની એનામાં તાકાત ન હતી. એ કારણે અશુભના ઉદયે એના અંતઃકરણમાં ચોરી જેવું અધમ પાપ કરવાની ઇચ્છા થઈ. પણ “ચોરી એ કારમું પાપ છે અને એ જાહેરમાં આવે તો ધર્મની ઘણી જ લઘુતા થાય' એમ તે સારી રીતે જાણતો, એથી એણે નિશ્ચય કર્યો કે “મારે ચોરી પણ એવાની કરવી કે જેથી એ વાત જાહેરમાં જ ન આવે.' આ વિચારના યોગે એણે પ્રતિક્રમણ કરતી વખતે એક ધર્માત્મા શ્રીમાનનો લાખ રૂપિયાની કિંમતનો હાર લીધો. પેલા શ્રીમાને જોયું કે હાર ગયો, તે છતાં પણ તે બોલ્યો સરખોય નહિ. એ સમજતો કે “બોલવાથી તો ધર્મ નિંદાય અને પડિકમણું કરનારે ચોરી કરી એમ કહેવાય. આ તો લાખ ગયા એટલું જ.” આવી વૃત્તિ કેળવો અને એમાં કેટલો લાભ થાય છે એ તપાસો. શરૂઆતમાં વેઠવું પણ પડે. આમાં ગુનેગારના ગુના છુપાવવાની વાત નથી એ વાત બરાબર ધ્યાનમાં રાખજો. ચોથા આરાની છાયા જોઈએ છે, છઠ્ઠાની નહિ ! ગુનેગારને પણ તેના ગુનાની સજાથી બચાવનાર એના બેય ભવ સુધારી શકે છે, એવી જૈનશાસનની માન્યતા હજી લોક જાણતા નથી. સુવ્રત શેઠ પૌષધમાં હતા. એને ત્યાં આવેલા ચોરો પકડાયા. પણ સવારે સુવ્રત શેઠ એને છોડાવવા ગયા. ચોરને ન છોડાવું ત્યાં સુધી પારણું ન કરું, એવો અભિગ્રહ લીધો અને છોડાવ્યા. સદ્ભાવનાના પરિણામમાં હજી શ્રદ્ધા નથી, એથી જ એવા કાર્યનું રહસ્ય નથી સમજાતું. હમણાં કહેશે કે ચોથા આરાની વાતો કરે છે, પણ હું તો કહું છું કે હું તો ચોથા આરાની વાતો કરવાનો ! જેને છઠ્ઠા આરાની જરૂર Page #66 -------------------------------------------------------------------------- ________________ પર --- - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ - --- 1470 હોય તે છઠ્ઠાની વાત કરે ! મારે તો ચોથા આરાની જરૂર છે, કારણ કે મારે તો પાંચમા આરામાં પણ ચોથા આરાની છાયા જોવાની ભાવના છે. કોઈ ગુનેગાર અભવ્ય કે દુર્ભવ્ય હોય તો લાભ ન પણ થાય પણ એમાં ઉપકારની બુદ્ધિવાળાને વાંધો શો ? પેલો દુઃખી શ્રાવક હાર તો લઈ ગયો પણ હાર કાંઈ ખવાય ! હારના પૈસા લેવા ક્યાં જવા? જેનો હાર તેમને ત્યાં જ જવાનું વિચાર્યું. એને ખાતરી હતી કે મારો સાધર્મી મારી વાત ખુલ્લી નહિ પાડે; બહુ તો ઠપકો દેશે, પણ વાત બીજે નહિ જાય. વિચારો કે શ્રાવકને શ્રાવકનો વિશ્વાસ કેટલો હોય ? ભયંકર એવી ચોરી પ્રાયઃ અવિશ્વાસથી જન્મે છે. “અમને કોઈ સહાયક નથી' એમ થયું કે પ્રાયઃ ચોરીની વૃત્તિ થાય. દુર્ગુણની ખાણ કઈ છે, એ વિચારો, ઉદારતા રાખવી પડશે. એક બાદશાહનો દીકરો નીચેથી ભીખ માગતા ભિખારીને જોઈને કહેવા લાગ્યો “ખાજા ખા લે એ સાંભળી એના હજૂરીએ કહ્યું કે ખાજા' તો અહીં છે, એ ભિખારી બિચારો ખાજાં કયાંથી ખાય !' એ જ રીતે ખાવુંપીવું અને પેઢી ચલાવવી, એમાં જ આનંદ માનનારાઓમાં ઉદારતા કયાંથી જન્મે ? પોતાના કયા સાધર્મિક દુઃખી છે એ કદી વિચાર્યું ? સમાજમાં ચાલતી કઈ ધર્મસંસ્થા આપત્તિમાં છે એ કદી જોયું ? પોતાનાં છોકરાંઓ સાથે તો સૌ ખાય છે; મિથ્યાષ્ટિ પણ ખાય છે તેમ તમે પણ ખાઓ તેમાં ઉદારતા શાની ? મને આ પુણ્યયોગે મળ્યું છે પણ હું તો, લક્ષ્મી ચંચળ છે એમ માનું છું અને તમે મારા સાધમ છો એટલે મારામાં તમારો પણ હિસ્સો છે માટે લો ! એવું કદી સાધર્મિકને કહ્યું? સભા : લેવા આવે તોયે નથી આપતા ! એમ છે એથી જ આજની દુર્દશા છે. જો બાર મહિને હજાર રૂપિયાના રસોડાખર્ચવાળો એક સાધર્મિકને જમાડ્યા વગર નહિ જમવાનો નિયમ લે તો એક પણ શ્રાવક પ્રાયઃ ભૂખ્યો ન રહે. બાર મહિને હજાર રૂપિયાના રસોડાખર્ચવાળા એવો નિયમ કરે તો સાધર્મિક ભાવના કેટલી ફૂલે-ફાલે ? પણ એ બધું નથી થતું અને શ્રીમંત કે ગરીબ સૌને ભેગા મળીને બેકારી ને આર્થિક મૂંઝવણની રાડો પાડવી છે એટલે ઉદારતા આવે શી રીતે ? શું પોતાનાં સંતાનને સારું સારું અને મોંધું મોંઘુ લાવી લાવીને હોંશે હોંશે ખવડાવે એટલા માત્રથી એ સાચો સદ્દગૃહસ્થ Page #67 -------------------------------------------------------------------------- ________________ or - ૪ : પાપી પણ પાવન થઈ શકે - 98 –– – ૫૩ છે એમ ? નહિ જ ! એમ તો દરિદ્રી માણસ ભલે છાશ-ભડકું ખાય, પણ પોતાના છોકરા સાથે તો એ પણ ખાય છે; એ જ રીતે ગૃહસ્થ પણ છોકરાં આદિ પરિવાર સાથે જ ખાય, તો એથી જ માત્ર એ સહસ્થ શાનો ? એવાં તો જૈનકુળો સંખ્યાબંધ છે કે આ નિયમ થાય તો એક પણ સાધર્મિક પ્રાયઃ ન રખડે, એ સાધર્મિક પણ સુધરી જાય અને કુટુંબ પણ દીપે. સાધર્મિકને જમાડતાં જમાડતાં શું બોલાય ? એ ખાસ શીખજો. “સાધુ આવા છે, સારા નથી. સંયમમાં શું પડ્યું છે !” એવું એવું બોલનારા તો નિષ્કારણ સ્વપરના વૈરી બને છે. અજ્ઞાનીઓ દ્વારા આજે બજારમાં અને ચોરે ચૌટે એવી વાતો થાય છે કે જે સાંભળતાં પણ ચીતરી આવે. સાધર્મિક જમતો હોય ત્યાં પણ એવી ઊંચી વાત થાય કે જમનારને પણ એમ થાય કે આને ત્યાં જમનારે આવા બનવું પડે, પરિણામે હીણભાગી પણ પુણ્યવાન થાય. જેનો હાર લીધો છે તે ઊંચી કોટિનો શ્રાવક છે, એથી હાર લઈ જનારને વિશ્વાસ છે કે ત્યાં મૂકવા જવામાં વાંધો નથી. પેલાએ શેઠના હાથમાં હાર મૂક્યો. સાંજે ગયેલો હાર સવારે શેઠ ન ઓળખે એ બને ? પેલો પણ જાણતો હતો કે ઓળખશે. ભાવના પણ એ જ હતી કે “આ તમારા હાર પર પૈસા આપો.' પેલાએ ત્યાં જઈને કહ્યું કે “આ હાર પર પૈસા આપો.' શેઠે કહ્યું કે “તમારો હાર પાછો લઈ જાઓ અને જે પૈસા જોઈએ તે લઈ જાઓ; તમારું ઘરેણું મારાથી ન રખાય.” આવો કોઈ તમારે ઘેર આવે તો ? અરે ! પહેલી વાત તો એ કે આવે જ નહિ, કારણ કે તમે એવી સ્થિતિ રાખી જ નથી. એ સ્થિતિ રાખી હોય તો કદાચ કોઈ દુઃખી થાય અને ચોરી કરે, તો પણ એ માલ લઈને એ શ્રાવકને ત્યાં જ આવે અને એને સુધરવાનો વખત પણ આવે. શરૂઆતમાં સહન તો કરવું પડે, ચોર થાય અને અમુક રકમ લઈ પણ જાય તોયે પ્રસન્નતા રાખતાં શીખવું પડશે. તો એ લઈ જનારનું પણ મન ડંખે ચિંતા ચોરને કે શાહુકારને ? માર ખાય એને બીક કે મારનારને ? આ વાત અત્યારે કદાચ તમારી બુદ્ધિમાં નહિ ઊતરે પણ ઊતારવા જેવી છે. પેલા હાર લાવનારના આગ્રહથી શેઠે હાર ડબ્બામાં મૂકી, ડબ્બા ઉપર એના નામનું સીલ કરી પૈસા આપ્યા. એને પણ થયું કે ‘સાધર્મિક મળે તો આવા મળજો. માલ પોતાનો, કંઈ પણ બોલતા નથી અને સીલ પણ મારા નામનું કરે Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ છે. એ શ્રાવક પૈસા લઈને ઘેર ગયો. પેલા શ્રીમાને આ વાત પોતાની સ્ત્રીને કરી. સ્ત્રીએ પણ કહ્યું કે હાર રાખ્યો કેમ ? શ્રાવિકા પણ કેવી હોય ? એ વિચારજો. આવાં શ્રાવક-શ્રાવિકા જ શાસનનાં રક્ષક બની શકે છે. ચોરી કરનાર શ્રાવક પણ ઘેર આવ્યા પછી એક જ ચિંતા કરે છે કે “મારે આ ભૂલ કબૂલીને શુદ્ધિ કરી જ લેવી જોઈએ. ત્યારે જે પુણ્યવાનનો હાર ચોર્યો હતો તે પુણ્યવાન શ્રાવક વિચારે છે કે મારા સાધર્મિકની દરિદ્રાવસ્થા પ્રત્યે બેદરકારી કરી, એના જ પરિણામે એ પુણ્યવાનને ચોરી જેવું ભયંકર કાર્ય કરવું પડ્યું, માટે મારે પણ સાધર્મિકની કાળજી ન કરી એનું પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ.” આ પ્રમાણે બન્નેય પુણ્યવાનો વિચાર કર્યા કરે છે. એ વિચારમાં જ ચતુર્દશી આવી એટલે બન્નેને થયું કે “આ પાપની આલોચના કર્યા વિના પ્રતિક્રમણ શુદ્ધ થઈ શકે નહિ.' પરિણામે ઊભા થઈને ચતુર્દશીની વ્યાખ્યાનસભામાં ધર્મોપદેશ આપતા ગુરુદેવની સમક્ષ હાથ જોડીને કહ્યું કે “કૃપાનાથ ! મેં પાપીએ આ પુણ્યશાળીના હારની પ્રતિક્રમણમાં ચોરી કરી છે, એનું પ્રાયશ્ચિત્ત. સમર્પ આ પાપીને આપ પાવન કરવાની કૃપા કરો.” એટલામાં જેમનો હાર ચોરાયો હતો તે પુણ્યશાળી પણ એકદમ સભામાં ઊભા થઈને ગુરુદેવ સન્મુખ હાથ જોડીને બોલ્યા કે “હે નાથ ! આ દોષ મારો જ છે. મેં મારા સાધર્મિકની ચિંતા ન કરી એનું જ આ પરિણામ છે માટે એ બેદરકારીનું પ્રાયશ્ચિત્ત સમપી મને પણ પાવન કરવાની કૃપા કરશો.* શિષ્યલોભ પ્રશસ્ત કે અપ્રશસ્ત ? વિચારો, આ ઉભય પુણ્યશાળીઓની દશા ! આવી દશા કોના પ્રતાપે ? કહો કે પ્રભુશાસનના પ્રતાપે ! પ્રભુશાસન એ પતિતોને પણ પાવન કરનારું શાસન છે. પાવન થવાની ભાવનાવાળા પતિતને પટકી દેનારું આ શાસન નથી. પાપી પણ શુદ્ધ થવા ઇચ્છે તો એને શુદ્ધ બનાવવામાં શાસનનો ઇન્કાર નથી. એ જ કારણે “કાલના પાપીને ધર્મી થવાનો અધિકાર નથી.' એમ કહેનારાઓ અજ્ઞાની છે. છેલ્લી ક્ષણ સુધી છકાયનો વિરાધક આત્મા છકાયનો રક્ષક બની શકે છે. શાસન પામ્યા પછી વર્ષો બાદ જ સંયમ લેવાય, એમ છે જ નહિ. વ્યવહારમાં પણ પેઢી ખોલ્યા બાદ વર્ષો બાદ જ શ્રીમંતાઈ આવે તો જ તે ખરી, નહિ તો ખોટી એમ નથી ને ? મિથ્યાદૃષ્ટિ પણ જો ભવને નિર્ગુણ માનતો હોય અને Page #69 -------------------------------------------------------------------------- ________________ 147s – – ૪: પાપી પણ પાવન થઈ શકે - 98 - -- પપ વ્રતોના પાલનમાં ધીર હોય, તો એને પણ મહાવ્રતી બનાવવાની વિધિ આ શાસનમાં છે. એવાને પણ જગપૂજ્ય બનાવવાની તાકાત આ શાસનની છે. ગઈકાલના રંકને પણ સાધુ થવાથી ચક્રવર્તીઓએ પૂજ્યા છે. એવાને પણ “તું. કંગાલ હતો માટે સાધુ થઈ શકે નહિ અને થયો તો પણ પૂજ્ય નથી' એવું ચક્રવર્તીઓએ પણ નથી કહ્યું. કઠિયારાએ દીક્ષા લીધી અને લોકોએ નિંદા કરવા માંડી, એટલે શ્રી સુધર્માસ્વામીજી પાસે આવીને સાધુ કઠિયારે કહ્યું કે “આ નગરમાં મારાથી સંયમ પળાશે નહિ.” ભગવાન શ્રી સુધર્માસ્વામીજી તો ગણધરદેવ હતા ને ? એ તારકે પણ એમ નથી કહ્યું કે “સહન કર !” પણ તરત જ વિહાર કરવાનું કર્યું છે. ઉપસર્ગ સહન થાય તો કરવા નહિ તો એનાથી આઘા જવું એ વિધિ છે, પણ એની ખાતર ચારિત્ર છોડવાની વિધિ નથી. સુધર્માસ્વામીજી ઉપર તો શિષ્યલોભનો આક્ષેપ નથી કરવો ને ? સભા : શિષ્યલોભ પ્રશસ્ત કે અપ્રશસ્ત ? સંસારથી પાર ઉતારવાની ભાવનાને લોભ કહેતા હો તો એ લોભ પ્રશસ્ત છે અને પોતાની સેવા ખાતર જ શિષ્ય બનાવવાનો લોભ એ અપ્રશસ્ત છે. ઘટાવતાં શીખો ! સભા : ગચ્છમોહ હોય તો ? અમારા સમુદાયમાં સાધુ વધો એ ભાવનામાં વાંધો નથી, પણ બીજે ન થાઓ એ ભાવનામાં પાપ. સેવા કરવી એ શિષ્યનો ધર્મ, પણ સેવા માગવી એ ગુરુનો ધર્મ નહિ. પધારો' કહેવું એ શ્રાવકનો ધર્મ, પણ એવું ઇચ્છવું એ સાધુનો ધર્મ નહિ. એ જ રીતે દરેક વસ્તુમાં ઘટાવતાં શીખો પછી તમને કશી જ મૂંઝવણ નહિ થાય. એક સો ને આડે ગણધર પદ ? સભા : પોતાની પાસે પચાસ શિષ્ય હોય અને બીજા પચાસ ઇચ્છે એમાં વાંધો નહિ? વાંધો શો ? પચાસ શું કરવા કહો છો ? “સવિજીવ કરું શાસનરસી' આ ભાવનાવાળાના આપણે તો અનુયાયી છીએ ને ! પણ આ પ્રસંગે એક-બે વસ્તુઓના ખુલાસા કરવાની જરૂર છે. પ્રથમ તો એ કે એક સો આઠ શિષ્ય એને ગણધરપદ મળે' - આ એક કોરી ગપ છે એનું કારણ એ છે કે, એક કરોડ અને Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૭ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ - 17 થાય આઠ શિષ્યવાળા ગુરુને પણ જો એનામાં સાધુતા ન હોય, તો આ શાસનમાં સ્થાન નથી અને વગર શિષ્ય પણ જો આત્મા સાધુપણાના પરિણામવાળો હોય તો સહેલાઈથી મુક્તિ મળે છે. શ્રી જૈનશાસનમાં ગણધર કોણ થાય ? એ ખાસ સમજો. ભગવાન શ્રી મહાવીરદેવના ગણધર કેટલા ? અગિયાર. આખી અવસર્પિણીમાં ચોવીસે તીર્થપતિના ગણધર ચૌદસો બાવન. અનેક શ્રુતકેવલી ભગવાનો અને અન્ય પ્રભાવક આદિ સૂરિપુરંદરો પણ ગણધર નથી કહેવાયા. કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા પણ ગણધર નથી કહેવાયા. જગદ્ગુરુ શ્રીમદ્ વિજયહીરસૂરિજી મહારાજા પાસે બે હજાર સાધુ હતા, પણ ગણધર નથી કહેવાયા. એ પ્રભાવક સૂરિપુરંદરની પાસે અનેક ઉપાધ્યાયો હતા અને અનેક પંન્યાસો હતા છતાં પણ એ ગણધર નથી કહેવાયા. માટે સમજો કે ગણધર કોણ કહેવાય ? “ઉપઈ વા, વિગમેઇ વા અને ધુવેઈ વા' એ ત્રિપદી ઉપરથી દ્વાદશાંગી બનાવવાની તાકાતવાળા જ ગણધર થઈ શકે અને એ તારકો ખુદ તીર્થંકરદેવના હસ્તે જ દીક્ષિત થયેલા હોય. એ કારણે એક સો આઠ શિષ્યથી ગણધરપદ મળે એ કોરી ગપ જ છે. અમારી પાસે ભભૂતિ છે? બીજી વાત છે ભભૂતિની અને તે પણ એવી જ એક ઉપજાવી કાઢેલી ગપ છે. એ કહેવાતી ભભૂતિ દ્વારા માનો કે આજે કોઈને ભોળવ્યો, પણ પછી શું? સાધુપણું તો લેનારને જ પાળવાનું છે ને ? એ ભભૂતિથી કેમ જ પળે ? ભભૂતિની વાતો અજ્ઞાનો કરે એ તો ઠીક, પણ ભણેલાય કરે છે, પણ એમાં આશ્ચર્ય કશું જ નથી, કારણ કે એ મિથ્યાજ્ઞાનનો ઉન્માદ છે. બીજું જો જેવી કહેવાય છે તેવી ભભૂતિ હોત તો આજના વિરોધનો નાશ કરવામાં જ એનો ઉપયોગ કેમ ન કરીએ ? વિરોધીઓ ઉપર જ એનો ઉપયોગ કરી એવાઓને જ શા માટે શાંત ન બનાવી દઈએ ? આજે એવા અનેક દીક્ષાના અર્થીઓ છે કે જેઓ હદયના ઉલ્લાસપૂર્વક એમ કહેવા આવે છે કે “અમને દીક્ષા ગમે છે પણ હજી જેવો જોઈએ તેવો વૈરાગ્ય આવતો નથી માટે કાંઈ હોય તો નાખો કે જેથી અમારો ઉદ્ધાર થાય.” પણ હોય તો ને ? વળી એવી અનેકને સંસારમાંથી ઉદ્ધારનારી વસ્તુ હોય તો હરકત પણ શી ? પણ આત્માના ઉદ્ધાર માટે એવી Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨ : પાપી પણ પાવન થઈ શકે 98 એવી વસ્તુઓ કામની જ નથી. એ માટે તો આત્માના સ્વાભાવિક ગુણોની જ જરૂર છે અને તે વિના દીક્ષા લેવાનું કે પાળવાનું બની શકતું જ નથી. ઉપસંહાર : 1475 કઠિયારા મુનિ માટે ભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ વિહારની તૈયારી કરી અને એ વખતે શ્રી અભયકુમાર આવી પહોંચ્યા. એમણે વિહા૨ની તૈયારી જોઈ અને પૂછ્યું કે ‘ભગવન્ ! કેમ અચાનક વિહાર ?’ ભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ વાત જણાવી. શ્રી અભયકુમારે પણ એ દિવસ રહેવાની વિનંતિ કરી. શ્રી અભયકુમારે યોગ્ય ઉપાય દ્વારા આખી રાજગૃહીને ચકિત કરી નાંખી, દીક્ષાનો મર્મ સમજાવ્યો અને નિંદકને પણ વાંદતા બનાવ્યા પણ એમ ન જ કહ્યું કે આવાને કેમ દીક્ષા આપી ? આ ઉપરથી વિચારો કે ધર્મી આગેવાનની ફરજ કઈ ? અને ધર્મીઓ ઠરાવ કરે તો પણ કેવા કરે ? પણ આ વસ્તુ કર્મજન્ય અવિવેકરૂપ અંધતા ટળ્યા વિના બનવી શક્ય નથી. અવિવેક ટળ્યા વિના આત્મા મિથ્યાત્વાદિરૂપ અંધકારમાં આથડવાથી બચી શકે નહિ અને એનું જ આજે સામ્રાજ્ય છે. આ બધાથી બચવા એ સામ્રાજ્યના સકંજામાંથી છટકવું જોઈએ માટે અવિવેકનું સ્વરૂપ સમજી મિથ્યાત્વાદિરૂપ અંધકારથી બચવા માટે પ્રયત્નશીલ થવાની જરૂર છે. અવિવેક કેવી ભયંકર વસ્તુ છે એ આપણે જોઈ ગયા છીએ અને મિથ્યાત્વ આદિ શું છે અને એના યોગે આત્માની કેવી હાલત થાય છે એ વગેરે હવે પછી - ૫૭ Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫ : મિથ્યાત્વનો ઘોર અંધકાર : • બે પ્રકારની અંધતા : • મિથ્યાદર્શનનો મહિમા : • અંધતા અને ઉન્માર્ગના યોગ : • કુદેવને મહાદેવ મનાવવાનું અને મહાદેવોને • મિથ્યાદૃષ્ટિ આત્માઓની દુર્દશા : છુપાવવાનું સામર્થ્ય : મિથ્યાત્વની અચિકિત્સ્યતા : • અધર્મને ધર્મ મનાવવાનું અને • મિથ્યાત્વનું સ્વરૂપ : સદ્ધર્મનું આચ્છાદિત કરવાનું સામર્થ્ય : વિષય : મિથ્યાત્વનું સ્વરૂપ - ઉપમિતિ તેમજ યોગશાસ્ત્રના આધારે મિથ્યાત્વની વિચારણા. વિષમ કર્મના ફળરૂપે સંસારી જીવો પૈકી મોટો ભાગ ચક્ષુના અભાવરૂપ કે સવિવેકના અભાવરૂપ અંધત્વને ભોગવે છે. એ અંધકાર પણ દ્રવ્ય-ભાવ ભેદે બે પ્રકારનો છે. નરકાદિ દુર્ગતિઓમાં દ્રવ્યાંધકાર છે અને મિથ્યાત્વ એ ભાવાંધકાર છે. એમાંય અંધતા અને ઉન્માર્ગની મિત્રતા હોઈ અંધકારના ઉપાસકો ઉન્માર્ગે અટવાઈ જાય છે. એ મિથ્યાત્વ કેવું ભયંકર છે ? એને વિવિધ ઉપમાનો દ્વારા શ્રી યોગશાસ્ત્ર અને શ્રી ઉપમિતિ ભવપ્રપંચો કથાના ટંકશાળી શ્લોકોના આધારે પૂજ્ય પ્રવચનકારશ્રીજીએ આ પ્રવચનમાં રજૂ કર્યું છે. મિથ્યાત્વનું સ્વરૂપ, એની અચિકિત્સ્યતા, અધર્મને જ ધર્મ મનાવવાની અને સદ્ધર્મને દબાવી દેવાની એની તાકાત કેવી છે ? વગેરે બાબતો ‘મહાદેવ'ની વ્યાખ્યાપૂર્વક સુંદર રીતે પ્રસ્તુત પ્રવચનમાં વર્ણવાઈ છે. આ અંગેની વિચારણા આગળના પ્રવચનોમાં પણ આગળ વધે છે. સુવાક્યાતૃત • વિવેકના સદ્ભાવ વિનાના અથવા તો વિવેક મહાપુરુષના સહવાસ વિનાના આત્મા એ અંધ જ છે. • ‘અંધતા” અને “ઉન્માર્ગ' એ બેને વિરોધ નથી, પણ ગાઢ મૈત્રી છે, એટલે અંધતાના ઉપાસક આત્માઓ ઉન્માર્ગે જાય એ સહજ છે. • મિથ્યાત્વથી ઘેરાયેલા આત્માઓ તત્ત્વાતત્ત્વનો વિવેક નથી કરી શકતા. રોગાદિ દુઃખ આવે તો માત્ર એક જ ભવમાં આવી શકે છે, જ્યારે મિથ્યાત્વ તો અનેક ભવો સુધી આત્માને નરકાદિ અંધકારમાં પટકી ચિરકાળ સુધી સારામાં સારી રીતે કારમી નિર્દયતાપૂર્વક રિબાવી શકે છે. મિથ્યાદર્શનનો મહિમા કલ્યાણના અર્થી આત્માઓ માટે ઘણો જ કારમો છે. સર્વ પ્રકારે તજવા યોગ્ય આત્માઓની ઉપાસનામાં પંડિત ગણાતા આત્માઓ પણ મૂંઝાય એ પ્રતાપ મિથ્યાદર્શન સિવાય અન્ય કોઈનો જ નથી. • કુદેવના પૂજારીઓ શુદ્ધ ધર્મોને છોડી અશુદ્ધ ધર્મોની ઉપાસનામાં રાચે એમાં કશું જ આશ્ચર્ય નથી. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫ : મિથ્યાત્વનો ઘોર અંધકાર : બે પ્રકારની અંધતા : સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા સંસારવર્તી પ્રાણીગણને સંસાર ઉપરથી નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન થાય એ હેતુથી, આ શ્રી આચારાંગ સૂત્રના “ધૂત' નામના છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા, ‘કર્મવિપાકની ગરિષ્ઠતા” યથાસ્થિત પ્રતિપાદન કરતાં એ સૂત્રના “ક્ષત્તિ પાપ સંઘા તણિ વિવાદિયા” આ અવયવ દ્વારા ફરમાવી ગયા કે – “વિષમ કર્મવિપાકના પ્રતાપે સંસારવર્તી પ્રાણીઓ પૈકીનો મોટો ભાગ બે પ્રકારની અંધતા ભોગવે છે. એ બે પ્રકારની અંધતામાં એક અંધતા છે - “ચક્ષના અભાવની' અને બીજી છે “સદ્દવિવેકના અભાવની !' સંસારવર્તી પ્રાણીઓનો મોટો ભાગ જ્યારે એ બેય પ્રકારની અંધતા ભોગવે છે, ત્યારે ઘણો જ નાનો ભાગ એવો પણ છે કે જે ચક્ષુના અભાવરૂપ અંધતાને નહિ ભોગવવા છતાં પણ, સદવિવેકના અભાવરૂપ અંધતાને તો અવશ્ય ભોગવે છે; અને એ અંધતાના પ્રતાપે એ આત્માઓ “નરકગતિ આદિ દ્રવ્ય અંધકારમાં અને “મિથ્યાત્વ આદિરૂપ ભાવઅંધકારમાં અટવાઈ રહ્યા છે એમ શ્રી તીર્થંકરદેવો ફરમાવે છે.” અંધતા અને ઉન્માર્ગના યોગ : ચક્ષુનો સદ્ભાવ હોવા છતાં પણ, વિવેકના સદ્ભાવ વિનાના અથવા તો વિવેકી મહાપુરુષના સહવાસ વિનાના આત્મા એ અંધ જ છે, એમ ઉપકારીઓ ફરમાવે છે એ પણ આપણે જોઈ આવ્યા છીએ. મહાપુરુષો સ્પષ્ટપણે ફરમાવે છે કે - “આ વિશ્વમાં નિર્મલ ચક્ષુ બે છે; એક તો નિર્મલ ચક્ષુ “સ્વાભાવિક વિવેકછે અને બીજી નિર્મલ ચક્ષુ, વિવેકથી વિભૂષિત થયેલા આત્માઓનો સહવાસ છે. આ બે પ્રકારની નિર્મલ ચક્ષુ જેની પાસે નથી, તે તત્ત્વથી અંધ જ છે અને એવી અંધતાને આધીન થયેલા આત્માઓ ઉન્માર્ગે ચાલે, એમાં એ આત્માઓનો અપરાધ નથી, પણ એ આત્માઓની અંધતાનો જ અપરાધ છે.” Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૦ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ -- - 14 “અંધતા’ અને ‘ઉન્માર્ગ” એ બેને વિરોધ નથી પણ ગાઢ મૈત્રી છે; એટલે અંધતાના ઉપાસક આત્માઓ ઉન્માર્ગે જાય એ સહજ છે. અવિવેક એ મિથ્યાત્વ આદિ જે જે આત્માના અનાદિ સિદ્ધ શત્રુઓ છે, તેને શત્રુ તરીકે નહિ માનવા દેતાં મિત્ર તરીકે મનાવે છે; એ જ કારણે આત્મા, એ શત્રુઓને મિત્ર માની તેઓનો દોરવ્યો દોરાય છે અને આ અનાદિ-અનંત સંસારરૂપ અટવીમાં આથડે છે. મિથ્યાદષ્ટિ આત્માઓની દુર્દશા : આત્માના અનાદિસિદ્ધ શત્રુઓમાં, મિથ્યાત્વ એ કારમો અંધકાર છે. એ અંધકારના યોગે આત્મા નથી જાણી શકતો હેય કે ઉપાદેય, નથી જાણી શકતો ગમ્ય કે અગમ્ય, નથી જાણી શકતો પેય કે અપેય તથા નથી જાણી શકતો કરણીય કે અકરણીય અને નથી જાણી શકતો સુદેવ કે કુદેવ, નથી જાણી શકતો સુગર કે કગર, નથી જાણી શકતો સુધર્મ કે કુધર્મ ! એ જ કારણે એ કારમાં અંધકારરૂપ મિથ્યાત્વથી વ્યાપ્ત બનેલા આત્માઓની દુર્દશાનું વર્ણન કરતાં, કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે – “મિથ્યાત્ત્વિના નિતાન્ત, तत्त्वातत्त्वं जानते नैव जीवाः । किं जात्यन्धाः कुत्रचिवस्तुजाते, रम्यारम्यव्यक्तिमासादयेयुः ? ।।१॥" “એકતે મિથ્યાત્વથી વ્યાપ્ત ચિત્તવાળા જીવો, તત્ત્વને અને અતત્ત્વને જાણતા જ નથી; કારણ કે જાલંધ આત્માઓ શું કોઈ પણ વસ્તુના સમુદાયમાં “આ વસ્તુ સુંદર છે અને આ વસ્તુ અસુંદર છે એવા વિવેકને પામી શકે છે ? અર્થાતુ નથી જ પામી શકતા; એ રીતે મિથ્યાત્વથી ઘેરાયેલા આત્માઓ પણ તત્તાતત્વનો વિવેક નથી કરી શકતા.” મિથ્યાત્વની અચિકિત્સ્યતા : આ જ હેતુથી કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા, મિથ્યાત્વને પરમ રોગ તરીકે, પરમ અંધકાર તરીકે, પરમ શત્રુ તરીકે અને પરમ વિષ તરીકે ઓળખાવીને, એની અચિકિત્સ્ય દશાનું વર્ણન કરતાં શ્રી યોગશાસ્ત્રમાં ફરમાવે છે કે – Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫ : મિથ્યાત્વનો ઘોર અંધકાર - 99 “મિથ્યાત્વ પરમો રોજો, મિથ્યાત્વ પરમ તમઃ । મિથ્યાત્વે પરમ: શત્રુ-મિથ્યાત્વે પરમ વિષમ્ ।।।।" “નબચેત્ર દુ:પ્લાય, રોશો ક્વાન્ત રિપુવિષમ્ । अपि जन्मसहस्रेषु, मिध्यात्वमचिकित्सितम् ।।२।।” “મિથ્યાત્વ એ પરમ રોગ છે, મિથ્યાત્વ એ પરમ અંધકાર છે, મિથ્યાત્વ એ પરમ શત્રુ છે અને મિથ્યાત્વ એ પરમ વિષ છે; રોગ, અંધકાર, શત્રુ અને વિષ, એ તો માત્ર એક જન્મમાં દુઃખને માટે થાય છે, પણ જેની ચિકિત્સા કરાઈ નથી (અર્થાત્ કે જે યોગ્ય ઉપાય દ્વારા દૂર કરાયું નથી) એવું મિથ્યાત્વ તો હજારો જન્મમાં દુઃખનું કારણ બને છે, એટલે એનો વિપાક આત્માને હજારો ભવો સુધી ભોગવવો પડે છે.” આ ઉ૫૨થી સમજી શકાશે કે શરીરમાં ઉત્પન્ન થતો રોગ, દૃષ્ટિમાં આવતો અંધકાર, સામે દેખાતો શત્રુ અને આપણે જોઈ શકીએ છીએ તે વિષ, જેટલું ભયંકર નથી તેટલું ભયંકર આ મિથ્યાત્વ છે; કારણ કે જો રોગાદિ દુઃખ આપે તો માત્ર એક જ ભવમાં આપી શકે છે, જ્યારે મિથ્યાત્વ તો અનેક ભવો સુધી આત્માને નરકાદિ અંધકારમાં પટકી ચિરકાલ સુધી સારામાં સારી રીતે કારમી નિર્દયતાપૂર્વક રિબાવી શકે છે. મિથ્યાત્વનું સ્વરૂપ : આ કારમા શત્રુનું સ્વરૂપ વર્ણવતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા વર્ણવે છે કે - “અરેરે તેવધુદ્ધિર્વા, ગુરુધીરપુરો ચ યા। अधर्मे धर्मबुद्धिश्च, मिथ्यात्वं तद्विपर्ययात् । । १ ।।" “મિથ્યાત્વનું સ્વરૂપ સમ્યક્ત્વથી વિપરીત છે, એટલે સમ્યક્ત્વ જેમ દેવમાં દેવબુદ્ધિ, ગુરુમાં ગુરુબુદ્ધિ અને ધર્મમાં ધર્મબુદ્ધિ કરાવે છે, તેમ મિથ્યાત્વ એ અદેવમાં દેવબુદ્ધિ, અગુરુમાં ગુરુબુદ્ધિ અને અધર્મમાં ધર્મબુદ્ધિને ઉત્પન્ન કરાવે છે; એટલું જ નહિ પણ મિથ્યાત્વમાં જેમ અદેવમાં દેવબુદ્ધિ, અગુરુમાં ગુરુબુદ્ધિ અને અધર્મમાં ધર્મબુદ્ધિ કરાવવાનું સામર્થ્ય છે, તેમ દેવમાં અદેવબુદ્ધિ કરાવવાનું, ગુરુમાં અગુરુપણાની બુદ્ધિ કરાવવાનું અને ધર્મમાં અધર્મપણાની બુદ્ધિ કરાવવાનું સામર્થ્ય પણ છે.” ૬૧ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૯૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ --— 1480 મિથ્યાદર્શનનો મહિમા : આ જ વસ્તુને “શ્રી ઉપમિતિ ભવ પ્રપંચા' નામની મહાકથાના રચયિતા શ્રી સિદ્ધર્ષિ ગણિવર “મિથ્યાદર્શનનો મહિમા” તરીકે ઘણા જ વિસ્તારથી વર્ણવે છે અને એ વસ્તુ આ મિથ્યાત્વની કારમી રોગમયતા, અંધકારમયતા, શત્રુતા અને વિષમયતા સમજવા માટે અવશ્ય સમજવા જેવી છે. મિથ્યાદર્શનનો મહિમા સમજાવવા માટે પ્રથમ તો ‘મિથ્યાદર્શન' નામનો મોહારાજાનો મહત્તમ શું કરે છે, એ વસ્તુનો સામાન્ય ખ્યાલ આપતાં એ પરમોપકારી કથાકાર પરમર્ષિ ફરમાવે છે કે - "अदेवे देवसङ्कल्प-मधर्मे धर्ममानिताम् । अतत्त्वे तत्त्वबुद्धि च, विधत्ते सुपरिस्फुटम् ।।१।। "अपात्रे पात्रतारोप-मगुणेषु गुणग्रहम् । संसारहेतौ निर्वाण-हेतुभावं करोत्ययम् ।।२।।" આ “મિથ્યાદર્શન' નામનો મોહરાજાનો મહત્તમ, અતિશય સ્પષ્ટપણે અદેવમાં દેવનો સંકલ્પ ઉત્પન્ન કરે છે, અધર્મમાં ધર્મની માન્યતાને પેદા કરે છે અને અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિને પ્રગટ કરે છે તથા અપાત્રમાં પાત્રતાનો આરોપ કરે છે, અગુણોમાં ગુણનો ગ્રહ કરે છે અને સંસારના હેતુમાં નિર્વાણના હેતુભાવને કરે છે.” અર્થાત્ - મિથ્યાદર્શનને વશ પડેલા આત્માઓ અદેવમાં દેવપણાને અને દેવમાં અદેવપણાનો સંકલ્પ કરતા થઈ જાય છે; અધર્મમાં ધર્મપણાની અને ધર્મમાં અધર્મપણાની માન્યતા કરતા બની જાય છે, અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિને અને તત્ત્વમાં અતત્ત્વબુદ્ધિને ધરતા થઈ જાય છે; એટલું જ નહિ પણ અપાત્રમાં પાત્રતાનો અને પાત્રમાં અપાત્રતાનો આરોપ અને અગુણોમાં ગુણપણાનો ગ્રહ તથા ગુણોમાં અગુણપણાનો ગ્રહ કરવા સાથે સંસારના હેતુમાં નિર્વાણના હેતુભાવનો અને નિર્વાણના હેતુમાં સંસારના હેતુભાવનો સ્વીકાર કરતા થઈ જાય છે. કુદેવને મહાદેવ મનાવવાનું અને મહાદેવને છુપાવવાનું સામર્થ્યઃ મિથ્યાદર્શનના આ કારમા સ્વરૂપનો સામાન્ય ખ્યાલ આપ્યા પછી, એના સ્વરૂપનો વિશેષ, પ્રકારે ખ્યાલ આપવા એ મિથ્યાદર્શનમાં કેવી કેવી શક્તિઓ છે એનું વર્ણન કરતાં કથાકાર પરમર્ષિ ફરમાવે છે કે – Page #77 -------------------------------------------------------------------------- ________________ :: – ૫ : મિથ્યાત્વનો ઘોર અંધકાર - 99 – - ૬૩ "हसितोद्गीतबिब्बोक-नाट्याटोपपरायणाः । हताः कटाक्षविक्षेपै-नारीदेहार्धधारिणः ।।१।। "कामान्धाः परदारेषु, सक्तचित्ताः क्षतत्रपाः । સદોથા: સાયુા વોરા, વૈરિમારVAતત્યRI: Iોરા "शापप्रसादयोगेन, लसच्चितमलाविलाः । ईदृशा भो महादेवा, लोकेऽनेन प्रतिष्ठिताः ।।३।।" “હાસ્ય, ઉચ્ચ સ્વરનું ગીત, કામના ચાળા, નટક્રિયા અને અહંકાર કરવામાં તત્પર, કટાક્ષના વિક્ષેપોથી હણાયેલા, નારીના દેહને શરીરના અર્ધા ભાગમાં ધારણ કરનારા, પરદારાઓમાં આસક્ત ચિત્તવાળા, લજ્જાથી રહિત, ક્રોધથી સહિત, આયુધને ધરનાર એ જ કારણે ભયંકર અને વેરીઓને મારવામાં તત્પર તથા શ્રાપ અને પ્રસાદના યોગે પ્રકાશિત થતા ચિત્તના મેલથી વ્યાપ્ત આવા પ્રકારના આત્માઓ કે જે દુનિયામાં માણસ તરીકે મનાવા માટે પણ લાયક નહિ, તેવાઓને આ “મિથ્યાદર્શન' નામના મોહરાજાના મહત્તમે લોકની અંદર મહાદેવ તરીકે પ્રતિષ્ઠિત કરેલા છે.” અને – “જે વીતર : સર્વજ્ઞા:, શાશ્વત સુષેશ્વર: | क्लिष्टकर्मकलातीताः, निष्कलाश्च महाधियः ।।१।। "शान्तक्रोधा गताटोपा, हास्यस्त्रीहेतिवर्जिताः । आकाशनिर्मला धीरा, भगवन्तः सदाशिवाः ।।२।। "शापप्रसादनिर्मुक्ता-स्तथापि शिवहेतवः । त्रिकोटिशुद्धशास्त्रार्थ-देशकाः परमेश्वराः ॥३॥ "ये पूज्याः सर्वदेवानां, ये ध्येयाः सर्वयोगिनाम् । ये चाज्ञाकारणाराध्या, निर्द्वन्द्वफलदायिनः ।।४।। "मिथ्यादर्शनाख्येन, लोकेऽनेन स्ववीर्यतः । તેવા પ્રશ્નાહિતા મદા, રજ્ઞાયત્તે વિશેષતઃ III “હે ભદ્ર! આ “મિથ્યાદર્શન' નામના મહત્તમે પોતાના પરાક્રમથી આ લોકમાં ઘણો જ ભયંકર જુલમ કર્યો છે, કારણ કે તેણે જે મહાદેવ વીતરાગ છે, સર્વજ્ઞ છે, શાશ્વત સુખના સ્વામી છે, ક્લિષ્ટ કર્મોરૂપ કલાઓથી રહિત છે, સઘળી જ પ્રપંચમય કળાઓથી પણ રહિત છે, Page #78 -------------------------------------------------------------------------- ________________ ૯૪ -- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ – મહાબુદ્ધિશાળી છે, ક્રોધથી રહિત છે, અહંકાર વિનાના છે, હાસ્ય, સ્ત્રી અને હથિયારથી વર્જિત છે, આકાશની માફક નિર્મલ છે, ધીર છે, આત્માના અનુપમ ઐશ્વર્યને ધરનારા છે, સદાય નિરુપદ્રવી છે, શ્રાપ અને પ્રસાદથી સર્વથા મુક્ત હોવા છતાં પણ શિવના હેતુ છે, કષછેદ અને તાપરૂપ ત્રણે કોટિથી શુદ્ધ એવા શાસ્ત્રાર્થના દેશક છે અને પરમેશ્વર છે તથા જે મહાદેવો સર્વદેવોના પૂજ્ય છે, જે મહાદેવ સર્વ યોગીઓને માટે ધ્યાન કરવા યોગ્ય છે અને જે મહાદેવ આજ્ઞારૂપ કારણથી જ આરાધવા યોગ્ય છે તથા નિર્ટન્દ્ર ફલને એટલે મુક્તિસુખને આપનારા છે તે સાચા મહાદેવોને પોતાના બળથી એવી રીતે પ્રચ્છાદિત કરી નાખ્યા છે કે જેથી એ મહાદેવો આ વિશ્વમાં વિશેષ પ્રકારે જણાતા નથી.” અધર્મને ધર્મ મનાવવાનું અને સધર્મને આચ્છાદિત કરવાનું સામર્થ્યઃ જે રીતે ‘મિથ્યાદર્શન' નામના મહામોહના મહત્તમમાં, જેઓ માણસ તરીકે ગણાવવાની લાયકાત પણ ન ભોગવતા હોય તેઓને મહાદેવ તરીકે પ્રતિષ્ઠિત કરવાનું અને સાચા મહાદેવોને આચ્છાદિત કરી દેવાનું સામર્થ્ય છે, તે જ રીતે તેનામાં, અધર્મને ધર્મ મનાવવાનું અને શુદ્ધ ધર્મનું આચ્છાદિત કરવાનું પ્રબળ સામર્થ્ય છે. એ સામર્થ્યનું પ્રતિપાદન કરતાં શ્રી સિદ્ધર્ષિ ગણિવર ફરમાવે છે કે “દિર , ગોલા, ઘરી નં મુદ્દા स्नानं पानं च धूमस्य, पञ्चाग्नितपनं तथा ।।१।। तर्पणं चण्डिकादीनां, तीर्थान्तरनिपातनम् । यतेरेकगृहे पिण्डो, गीतवाद्यमहादरः ।।२।। वापीकूपतडागादि-कारणं च विशेषतः । यागे मन्त्रप्रयोगेण, मारणं पशुसंहतेः ।।३।। कियन्तो वा भणिष्यन्ते, भूतमर्दनहेतवः । रहिताः शुद्धभावेन, ये धर्माः केचिदीदृशाः ।।४।। सर्वेऽपि बलिनाऽनेन, मुग्धलोके प्रपञ्चतः । તે મિથ્યાતનાāન, મદ્ર ! યા પ્રdfસંતા: ITI” “કુદેવ, કુગુરુ અને કુધર્મની ઉપાસનામાં પડેલા તથા આરંભ, પરિગ્રહ અને વિષયકષાયમાં રત બનેલાઓને ગુરુ તરીકે સ્વીકારી તેઓને પાત્રબુદ્ધિથી ભક્તિપૂર્વક સુવર્ણનું દાન કરવું, ગાયોનું દાન કરવું અને Page #79 -------------------------------------------------------------------------- ________________ 10: - - - - ૫ : મિથ્યાત્વનો ઘોર અંધકાર - 99 - - - ૬૫ પૃથ્વીનું દાન કરવું ? વારંવાર સ્નાન કરવું ? ધુમાડાનું પાન કરવું? પંચાગ્નિથી તપવું ? ચિંડિકા આદિ હિંસક દેવીઓનું તર્પણ કરવું ? તીર્થાન્તારોમાં જઈ જઈને ઝપાપાત ખાવો યતિએ એક ઘરની ભિક્ષા લેવી : ગીત અને વાદ્યમાં મહાન આદર કરવો ઃ શરૂઆતમાં પણ હિસાથી જ સાધ્ય અને પરિણામે પણ હિંસાનું જ સાધન તથા શુદ્ધ ધર્મદષ્ટિને અપોષક એવી વાવો, કૂવાઓ અને તળાવો આદિને વિશેષ પ્રકારે કરાવવાં મંત્રના પ્રયોગથી યશની અંદર પશુઓના સમુદાયને હોમવોઃ આવાં આવાં પ્રાણીઓના મર્દનમાં હેતુભૂત અને શુદ્ધભાવથી રહિત ધર્મો કેટલા કહી શકાય ? અર્થાત્ એવા ધર્મો અનેક છે, એવા પ્રકારના અનેક જે કોઈ ધર્મો છે તે સઘળા જ ધર્મોને; મહામોહના મિથ્યાદર્શન' નામના આ બળવાન મહત્તમે મુગ્ધ લોકમાં પ્રપંચથી પ્રવર્તાવેલા છે, એમ હે ભદ્રપુરુષ! તારે જાણવા યોગ્ય છે.” અને - "क्षान्ति मार्दवसन्तोष-शौचार्जवविमुक्तयः ।। तपःसंयमसत्यानि, बह्मचर्यश्शमो दमो ।।१।। अहिंसास्तेयसद्ध्यान-वैराग्यगुरुभक्तयः । अप्रमादः सदैकाऽग्र्य-नैर्ग्रन्थ्यपरतादयः ।।२।। ये चान्ये चित्तनैर्मल्य-कारिणोऽमृतसनिभाः । सद्धर्मा जगदानन्द-हेतवो भवसेतवः ।।३।। तेषामेव प्रकृत्यैव, महामोहमहत्तमः । भवेत्प्रच्छादनो लोके, मिथ्यादर्शननामकः ।।४।।" “પોતાના પોલિક સ્વાર્થની ગમે તેવી હાનિ થતી હોય અથવા તો એવા જ કારણે પોતાના ઉપર અનેક પ્રકારની આફતો ઊતરી આવે તે છતાં પણ ક્રોધાયમાન નહિ થવારૂપ ક્ષમા : પોતાની જ મહત્તાને સ્થાપિત કરવા માટે અથવા તો અનેક પ્રકારની અક્કડ બનાવનારી સાધનસામગ્રીનું સ્વામિત્વ હોવા છતાં પણ અક્કડ નહિ બનવારૂપ મૃદુતા ઃ પોલિક પદાર્થોની પ્રાપ્તિનો જે લોભ તેના અભાવરૂપ સંતોષ : મન, વચન અને કાયાને આરંભ આદિ પાપપ્રવૃત્તિથી મલિન નહિ કરતાં નિરારંભ આદિ શુદ્ધ ધર્મના આસેવનથી પવિત્ર થવારૂપ શૌચઃ પૌલિક પદાર્થોની સાધનામાં જે પ્રપંચભરી પ્રવૃત્તિઓ અને Page #80 -------------------------------------------------------------------------- ________________ ૯૭ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ - -- 14% માનસિક વૃત્તિઓનું સેવન તેના અભાવરૂપ સરળતા : પોલિક પદાર્થો ઉપરની જે મમતા તેના ત્યાગરૂપ વિમુક્તિઃ અનેક પ્રકારની પૌલિક લાલસાઓ અને એનાં સાધનો તેના ત્યાગરૂપ તપઃ ઇંદ્રિયો આદિને મુક્તિની સાધના માટે કાબૂમાં રાખવારૂપ સંચમ ? અસત્યનો ત્યાગ અને હિતસાધક વસ્તુનું જ પ્રતિપાદન જેના દ્વારા સાધ્ય છે એવું સત્ય: શીલ અથવા તો સઘળાય વિષયોથી પર થઈ કેવળ આત્મરણ કરવારૂપ બ્રહ્મચર્ય વિકલ્પરૂપ વિષયથી ઉત્તીર્ણ બનેલો અને સદાય સ્વભાવનું અવલંબન કરનાર એવો જે જ્ઞાનનો પરિપાક તે રૂપ શમઃ પરભાવમાં રમતા આત્માનું દમન કરવારૂપ દમ પ્રાણીમાત્રને મનથી, વચનથી અને કાયાથી નહિ હણવારૂપ, નહિ હણાવવારૂપ અને હણાતા હોય તેઓને નહિ અનુમોદવારૂપ અહિંસા: કોઈની પણ એક તરણા જેવી વસ્તુનું પણ તેના માલિકની આજ્ઞા વિના નહિ લેવું, અન્ય પાસે નહિ લેવરાવવું અને એવી રીતે લેનારાઓને સારા નહિ માનવારૂપ અસ્તેય શુદ્ધધ્યાન સંસાર એ નિર્ગુણ વસ્તુ છે એવા સ્વરૂપનું જ્ઞાન થવાના યોગે થતી સાંસારિક સુખની અરુચિ, તેના પ્રતાપે સાંસારિક સુખની ઇચ્છાનો ઉચ્છેદ કરવાની જે ભાવના તે રૂપ વૈરાગ્ય : સર્વ પ્રકારે પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ મહાવ્રતોના ધરનાર, તેના પાલનમાં ધીર, મહાવ્રતોની રક્ષા માટે જ અકૃત, અકારિત અને અનનુમત આદિ દોષોથી રહિત એવી જે ભિક્ષા તે ભિક્ષા માત્રથી જ આજીવિકાના ચલાવનારા સામાયિકમાં રહેનારા અને કેવલ ધર્મના જ ઉપદેશક એવા સ ઓની ભક્તિ ઃ “નશો પેદા કરનારી વસ્તુઓ, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શરૂપ જે પાંચ ઇંદ્રિયોના વિષયો તેની લાલસા, ક્રોધ, માન, માયા અને લોભરૂપ કષાયો, નિદ્રા અને સંસારની વૃદ્ધિ કરનાર આ અને રૌદ્રધ્યાનમાં જોડનારી રાજકથા, સ્ત્રીકથા, દેશકથા અને ભોજનકથારૂપવિકથાઓ'- આ પાંચ પ્રકારનો જે પ્રમાદ તેના અભાવરૂપ અપ્રમાદ : સદાય ચિત્તની એકાગ્રતા અને નિગ્રંથપણામાં એટલે મુનિપણામાં તત્પરતા આદિ તથા એસિવાયના પણ ચિત્તની નિર્મલતાને કરનારા એ જ કારણે અમૃતના જેવા, જગતને આનંદના હેતુભૂત અને સંસારસમુદ્રને લંઘી જવા માટે સેતુસમા જે જે શુદ્ધધર્મો તે સઘળાય શુદ્ધ ધર્મોને આમિથ્યાદર્શન' નામનો મહામોહ રાજાનો મહત્તમ પ્રકૃતિથી જ પ્રયત્નપૂર્વક લોકની અંદર આચ્છાદિત કરી દેનારો થાય છે.” Page #81 -------------------------------------------------------------------------- ________________ 1485 – – ૫ : મિથ્યાત્વનો ઘોર અંધકાર - 99 –– – ૭. આ બે પ્રકારના સામર્થ્યના વર્ણનથી પણ સમજી શકાશે કે ‘મિથ્યાદર્શન'નો મહિમા કલ્યાણના અર્થી આત્માઓ માટે ઘણો જ કારમો છે. મહામોહના એ યથાર્થ નામધારી મહત્તમે, જેઓની કારવાઈથી પ્રાયઃ સૌ કોઈને ધૃણા ઉત્પન્ન થાય; તેવાઓને મહાદેવ તરીકે પ્રતિષ્ઠિત કરી, શુદ્ધ દેવની ઉપાસનાના અર્થી આત્માઓને પણ, શુદ્ધ દેવના સ્વરૂપને જાણવાથી વંચિત રાખ્યા છે. ધૃણાજનક પ્રવૃત્તિઓને લીલાનું ઉપનામ સમર્પ શાણા ગણાતાઓને પણ એ ભયંકર શત્રુએ મિત્ર બનીને મૂંઝવ્યા છે. કુકલ્પનારૂપ આંધી ફેલાવવામાં નિષ્ણાત એવા એણે ન્યાયની મોટી મોટી કોટિઓ કરનારને પણ એવા અંધ બનાવ્યા છે કે જેથી એ બિચારાઓ પણ શુદ્ધ મહાદેવોની ઉપાસનાથી વંચિત રહી, કનિષ્ટમાં કનિષ્ટ આત્માઓને મહાદેવ માની, એવાઓની ઉપાસનામાં અમૂલ્ય જીવનની બરબાદી કરી રહ્યા છે. પંડિત ગણાતા આત્માઓ જો મિથ્યાદર્શનની મોહિનીમાં ન ફસ્યા હોય તો રાગ અને દ્વેષથી સર્વથા મુક્ત બનેલા એવા શ્રી વીતરાગ પરમાત્માઓની ઉપાસના તજી “હસવું, ગાવું, કામના ચાળા કરવા. નૃત્યકળાઓ કરવી, ખોટા આડંબરો કરવા, સ્ત્રીઓના જે કટાક્ષો તેના વિક્ષેપોને આધીન થવું, નારીને પોતાના શરીરના અડધા ભાગે રાખવી, કામથી અંધ બનવું, પરસ્ત્રીઓમાં આસક્ત બનવું, નિર્લજ્જ પ્રવૃત્તિ કરવી, વાતવાતમાં ક્રોધાયમાન થવું, ક્ષણે ક્ષણે ભયંકર બની વૈરીઓને મારવામાં તત્પર થવું, કોઈને શ્રાપ તો કોઈને વરદાન આપી મલિન ચિત્તના ધરનાર થવું' - આવી આવી રાગ અને દ્વેષથી ભરેલી પ્રવૃત્તિઓમાં રિબાતા ઘોર પાપાત્માઓની ઉપાસનામાં કેમ જ રત બને ? | સર્વજ્ઞાનને ધરનાર શ્રી સર્વજ્ઞ પરમાત્માઓની ઉપાસના કરવી મૂકીને સ્ત્રીઓ આદિની શોધમાં અજ્ઞાનની માફક આથડતા અને અજ્ઞાનતા ભરેલી અનેક કુચેષ્ટાઓ કરતા અજ્ઞાન શિરોમણિઓની ઉપાસનામાં કેમ જ આનંદ માને ? શાશ્વત સુખના ઈશ્વરોની ઉપાસનાથી વંચિત રહી અશાશ્વત સુખો પાછળ ભટકતા ભિખારીઓની ઉપાસનામાં કેમ જ મરી પડે ? ક્લિષ્ટ કર્મની કલાથી રહિત થઈને બંધનમુક્ત બનેલા મુક્ત આત્માઓની ઉપાસના છોડીને બંધનથી બદ્ધ થઈને આ સંસારરૂપ અટવીમાં આથડી રહેલાઓની ઉપાસનામાં કેમ જ રસિક બને ? સઘળાય પ્રપંચોથી મુક્ત બનેલા પરમપુરુષોની ઉપાસના મૂકીને પ્રપંચપરાયણ પામરોની ઉપાસનામાં કેમ જ પુલક્તિ હૃદયવાળા બને? Page #82 -------------------------------------------------------------------------- ________________ ૯૮ -------- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ –– – 10 ક્રોધ અને અહંકારથી રહિત, હાસ્ય, સ્ત્રી અને શસ્ત્રોના સંસર્ગથી પણ મુક્ત, આકાશની માફક સર્વથા નિર્મળ, ધીર, અનેક પ્રકારની અનંત જ્ઞાનાદિ લક્ષ્મીને ધરનારા, સદાય સઘળા જ ઉપદ્રવોથી પર, શાપ અને પ્રસાદથી સર્વથા મુક્ત છતાં પણ શિવસુખની પ્રાપ્તિમાં હેતુભૂત, કષ, છેદ અને તાપરૂપ ત્રણે કોટિથી પરમશુદ્ધ એવા જ શાસ્ત્રાર્થના દેશક, પરમ ઐશ્વર્યના સ્વામી, સર્વ દેવોના પૂજ્ય, સર્વ પ્રકારના યોગીઓ માટે ધ્યાન કરવાને યોગ્ય, અને આજ્ઞાની આરાધના દ્વારા જ જે આરાધ્ય છે તથા આરાધક આત્માઓને જે નિર્વજ સુખના આપનાર છે એટલે કે જેઓની આરાધનાથી ભવ્ય જીવોને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે તે પરમશુદ્ધ પરમાત્માઓની ઉપાસના છોડી ક્રોધથી ધમધમતા, અભિમાનથી અક્કડ બનેલા, હાસ્ય, સ્ત્રી અને શસ્ત્રનો સંસર્ગ કદી પણ નહિ તજનારા, કુવર્તનના યોગે કાજળ કરતાંય અધિક કાળા, ચંચળ ચિત્તના ધણી, એક પણ આત્મિક ગુણથી રહિત, નિરંતર ઉપદ્રવોમાં પડેલા અને ઉપદ્રવોને કરનારા, શાપ અને પ્રસાદનો ઉપયોગ કરવામાં ઉતાવળિયા અને સંસારમાં રખડનારા તથા રૂખડાવનારા, કષ, છેદ અને તાપ આદિ ત્રણે કોટિઓથી મલિન શાસ્ત્રાર્થના દેશક એ જ કારણે સર્વ પ્રકારે તજવા યોગ્ય આત્માઓની ઉપાસનામાં પંડિત ગણાતા આત્માઓ પણ મૂંઝાય એ પ્રતાપ મિથ્યાદર્શન સિવાય અન્ય કોઈનો જ નથી. એવા કુત્સિત દેવો અને તેઓની આજ્ઞામાં પડેલા આત્માઓ ક્ષમા આદિ ઉત્તમ ધર્મોના આરાધક ન બને એ સહજ છે. કુદેવના પૂજારીઓ શુદ્ધ ધર્મોને છોડી અશુદ્ધ ધર્મોની ઉપાસનામાં રાચે એમાં કશું જ આશ્ચર્ય નથી. જે મિથ્યાદર્શન, શુદ્ધ મહાદેવોને અને શુદ્ધ ધર્મોને આચ્છાદિત કરવાપૂર્વક અધમમાં અધમ આત્માઓને મહાદેવ તરીકે અને પ્રાણીઓનો ઘાત કરનારા તથા મલિન ભાવને વધારનારા અશુદ્ધ ધર્મોને શુદ્ધ ધર્મો તરીકે વિશ્વમાં પ્રતિષ્ઠિત કરી વિશ્વમાં એની પૂજ્યતા અને ઉપાદેયતા સિદ્ધ કરે છે તે જ રીતે કેવાં કેવાં શુદ્ધ તત્ત્વોનો અપલાપ કરી કેવાં કેવાં અશુદ્ધ તત્ત્વોમાં તત્ત્વબુદ્ધિ કરાવે છે તે અને કેવાં કેવાં શુદ્ધ પાત્રોને અપાત્ર મનાવે છે તથા કેવાં અશુદ્ધ પાત્રોને સુપાત્ર મનાવે છે એ વગેરે આપણે હવે પછી જોશું. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬ઃ મિથ્યાત્વનો વિષમ વિપાક : (100) - - અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ કરવાનું અને તત્ત્વનો અપલાપ કરવાનું સામર્થ્ય : • ગુણહિનોને ગુણી તરીકે અને ગુણીને ગુણહીન તરીકે પ્રકાશિત કરવાનું સામર્થ્ય ! • મોક્ષનાં કારણોનો લોપ કરી સંસારનાં કારણોને મોક્ષકારણો તરીકે સ્થાપવાનું સામર્થ્ય : વિષય: મિત્વે સર્જેલો વિપર્યાસ. તત્ત્વમાં અતત્ત્વબુદ્ધિ અને અતત્વમાં તત્ત્વબુદ્ધિ. ગત પ્રવચનમાં “સંતિ પણ ગંધ તમસિ વિદિયા” આ મૂત્ર સૂત્રને સ્પષ્ટ કરવા મિથ્યાત્વ રૂપી અંધકારને લગતી કેટલીક વાતો કરવામાં આવેલ. તે જ સૂત્રને અવલંબી એ વિચારણા પ્રસ્તુત પ્રવચનમાં ય આગળ વધી છે. ઉપમિતિ ભવપ્રપંચા કથાના શ્લોકોના આધારે થતી આ વિચારણા મિથ્યાત્વના કારમાં નાચને સમજવા ખૂબ જ ઉપકારક બને તેવી છે. મિથ્યાત્વ જેમ કુદેવને દેવ મનાવે તેમ સુદેવને કુદેવ પણ મનાવે. એ જ રીતે ગુરુ અને ધર્મતત્ત્વની બાબતમાં વિપર્યાસ - ઊંધી બુદ્ધિ જન્માવે છે. તેથી જ એ પરમ શત્રુનું કામ સારે છે. આ વિવેચન વાંચવાથી સાધુ વેષધારીઓનાં કૃત્યો કેવાં હોય અને સુસાધુ કેવાં કેવાં કાર્યો ન કરાવી શકે, એનો સુંદર ખ્યાલ આવે છે. મુવાક્યાતૃd • એક મિથ્યાત્વના જ પ્રતાપે પ્રાયઃ આખું જગત, આત્મા આદિની માન્યતાઓમાં ભૂલું ભમે છે. • મિથ્યાત્વ એ એવો અંધકાર છે કે, એના યોગે એનો પૂજારી પોતે ભટકાય અને અન્યને ભટકાડે. • આ વિશ્વમાં સત્ય, પ્રતીતિથી સિદ્ધ અને પ્રમાણથી પ્રતિષ્ઠિત એવાં પણ તત્ત્વોનો અપલાપ કરીને, અસત્ય અને પ્રમાણ તથા પ્રતીતિથી પણ બાધિત એવાં તત્ત્વોને પ્રવર્તાવનાર કોઈ હોય તો તે એક મિથ્યાદર્શન જ છે. • મિથ્યાદર્શનને આધીન બનેલા આત્માઓ મિથ્યાદર્શનના યોગે પોતાનો નાશ કરવા સાથે પરનો નાશ પણ ખૂબ જ કરે છે. • મિથ્યાત્વને આધીન આત્માઓ દ્વારા સત્યના પૂજક વિશ્વને ઘણું ઘણું સહેવું પડે છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬ : મિથ્યાત્વનો વિષમ વિપાક : અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ કરવાનું અને તત્વનો અપલાપ કરવાનું સામર્થ્ય સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, સંસારવર્તી પ્રાણીગણને સંસાર ઉપરથી નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન થાય એ હેતુથી, આ શ્રી આચારાંગ સૂત્રના “ધૂત” નામના છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા, કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરે છે. એ સૂત્રના - સંતિ પણ ગંદા તણિ વિદિવા” આ અવયવ દ્વારા બે પ્રકારની અંધતાનું પ્રતિપાદન કર્યું. એ બેમાં એક અંધતા દ્રવ્યથી છે અને બીજી અંધતા ભાવથી છે. દ્રવ્યઅંધતા ચક્ષના અભાવરૂપ છે અને એ સર્વને સુપ્રતીત છે, પણ બીજી અવિવેકરૂપ અંધતા એ સુજ્ઞ આત્માઓને જ સુપ્રતીત છે, એ કારણે એનું સ્વરૂપ આપણે જોઈ આવ્યા. એ કારમી અંધતામાં પડેલા આત્માઓ ‘મિથ્યાત્વ' આદિરૂપ ભાવઅંધકારમાં અથડાય છે, એમ પણ આ સૂત્રના અવયવથી સૂત્રકાર પરમર્ષિ ફરમાવે છે. એ ભાવઅંધકારરૂપ શત્રુઓ પૈકીના “ મિથ્યાત્વરૂપ મહાશત્રુનું સ્વરૂપ આપણે જોઈ આવ્યા અને એનું સામર્થ્ય સમજવા માટે આપણે આ “શ્રી ઉપમિતિ ભવપ્રપંચા' નામની કથામાં શ્રી સિદ્ધર્ષિ ગણિવરે “મિથ્યાદર્શનનો મહિમા' તરીકે વર્ણવેલું એનું સામર્થ્ય જોઈ રહ્યા છીએ. પરમોપકારી શ્રી સિદ્ધર્ષિ ગણિવરે વર્ણવેલા સામર્થ્યમાં આપણે એની બે અજબ શક્તિઓ જોઈ આવ્યા. એ બે શક્તિઓમાં એની પ્રથમ શક્તિ તો એ છે કે - માણસાઈથી પણ પરવારી બેઠેલાઓને મહાદેવ તરીકે પ્રતિષ્ઠિત કરવા અને સાચા તથા વિશ્વના એકાંત ઉપકારી મહાદેવને જગતની દૃષ્ટિએ આવવા જ ન દેવા.” અને બીજી શક્તિ એ છે કે - “પ્રાણીઓના ઘાતમાં જ હેતુભૂત અને શુદ્ધ ભાવથી રહિત એવા અશુદ્ધ ધર્મોને પ્રપંચપૂવક પ્રવર્તાવવા અને જે જે ધર્મો ચિત્તની નિર્મળતાને કરનારા છે, જગતને આનંદના હેતુ છે તથા સંસારરૂપી સાગરને તરવા માટે સેતુ સમા છે, તે તે ધર્મોથી મુગ્ધ લોકોને વંચિત રાખવા.” Page #85 -------------------------------------------------------------------------- ________________ - ૬ ઃ મિથ્યાત્વનો વિષમ વિપાક - 100 – - ૭૧ હવે એની ત્રીજી શક્તિનું પ્રતિપાદન કરતાં એ પરમોપકારી પરમર્ષિ ફરમાવે છે કે - "श्यामाकतण्डुलाकार-स्तथा पञ्चधनुशतः । एको नित्यस्तथा व्यापी, सर्वस्य जगतो विभुः ।।१।। "क्षणसन्तानरूपो वा, ललाटस्थो हदि स्थितः । आत्मेति ज्ञानमात्रं वा, शून्यं वा सचराचरम् ।।२।। "पञ्चभूतविवों वा, ब्रह्मोप्तमिति वाऽखिलम् । देवोप्तमिति वा ज्ञेयं, महेश्वरविनिर्मितम् ।।३।। "प्रमाणबाधितं तत्त्वं, यदेवंविधमञ्जसा । સદ્ધિ પુરુત્તે તત્ર, મહામોદ દત્ત: 18ા” “આત્મા છે ખરો પણ તે “શ્યામાક' નામના “તડુલ” એટલે ચોખા જેવા આકારવાળો છે, અથવા તો પાંચસો ધનુષ્યના પ્રમાણવાળો છે; વળી આત્મા છે પણ તે એક જ છે, નિત્ય જ છે, સર્વ જગતમાં વ્યાપીને રહેનારો છે; અને એ જ કારણે વિભુ છે આત્મા છે પણ ક્ષણ સંતાન રૂ૫ છે, અથવા તો આત્મા છે પણ કેવળ લલાટ એટલે કપાળ, તેની અંદર રહેનારો છે; અથવા તો હૃદયમાં રહેનારો છે, અથવા તો જ્ઞાનમાત્ર છે; એ સિવાય આત્મા કોઈ વસ્તુ જ નથી અને આ ચર અને અચર વસ્તુઓથી સહિત જે જગત દેખાય છે તે કેવલ શુન્ય જ છે અથવા તો આ સઘળું પાંચ ભૂતોનો માત્ર વિકાર જ છે; અથવા તો આ સઘળું બ્રહ્માએ વાવેલું છે; અથવા તો આ સઘળું દેવતાએ વાવેલું છે એમ જાણવું અથવા તો આ સઘળુંય મહેશ્વરે નિર્માણ કરેલું છે. આવા પ્રકારે જે તત્ત્વ એકદમ પ્રમાણથી બાધિત છે. તેની અંદર મહામોહનો મિથ્યાદર્શન' નામનો મહત્તમ સબુદ્ધિ કરે છે.” અને - "जीवाजीवौ तथा पुण्य-पापसंवरनिर्जराः । आस्रवो बन्धमोक्षौ च, तत्त्वमेतन्त्रवात्मकम् ।।५।। सत्यं प्रतीतितः सिद्ध, प्रमाणेन प्रतिष्ठितम् । તથા નિતિ ભદ્ર!, તપ નવાબ: સાદા” “જીવ, અજીવ તથા પુણ્ય, પાપ, સંવર, નિર્જરા અને આશ્રવ તથા બંધ અને મોક્ષ; આ નવ સંખ્યાવાળાં જે તત્ત્વો છે તે સત્ય છે, પ્રતીતિથી પણ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૨. - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ -- 140 સિદ્ધ છે અને પ્રમાણથી પ્રતિષ્ઠિત છે તો પણ તે ભદ્ર ! લોકો માટે ભયંકર એવો આ “મિથ્યાદર્શન' નામનો મહત્તમ એ તત્ત્વોનો અપલાપ કરે છે.” આ વિશ્વમાં સત્ય, પ્રતીતિથી સિદ્ધ અને પ્રમાણથી પ્રતિષ્ઠિત એવાં પણ તત્ત્વોનો અપલાપ કરીને, અસત્ય અને પ્રમાણ તથા પ્રતીતિથી પણ બાધિત એવાં તત્ત્વોનો પ્રવર્તાવનાર કોઈ હોય, તો તે એ મિથ્યાદર્શન જ છે. એના પ્રતાપે પ્રાયઃ આખુંય જગત, આત્મા આદિની માન્યતાઓમાં ભૂલું જ ભમે છે. મિથ્યાદર્શનની અસરથી પીડાતા પંડિતો પણ સત્ય અને પ્રમાણસિદ્ધ તત્ત્વોથી મોટું મરડે છે અને અસત્ય તથા પ્રમાણબાધિત તત્ત્વોને જ સત્ય અને પ્રમાણસિદ્ધ કરવામાં જ રત રહે છે. અનેકાનેક પંડિત ગણાતાઓએ અતત્ત્વોને તત્ત્વ તરીકે મનાવવા માટે અનેકાનેક ગ્રંથો રચી કાઢીને એમ કરવા માટે આકાશ-પાતાળ એક કર્યું છે. મિથ્યાદર્શનથી મત્ત બનેલાઓ, જેમ કુદેવોને મહાદેવ મનાવવામાં અને કુધર્મને સદ્ધર્મ મનાવવામાં મસ્ત છે, તેમ અતત્ત્વોને તત્ત્વ મનાવવામાં પણ સર્વ રીતે સજ્જ છે. એ મિથ્યાદર્શનને આધીન બનેલા આત્માઓ મિથ્યાદર્શનના યોગે પોતાનો નાશ કરવા સાથે પરનો નાશ પણ ખૂબ જ કરે છે. એવા આત્માઓ દ્વારા સત્યના પૂજક વિશ્વને ઘણું ઘણું સહવું પડે છે. એવાઓની અનર્થકારી કલ્પનાઓ અને યુક્તિઓ ભદ્રિક અને અજ્ઞાન જગતને ખૂબ જ મૂંઝવે છે. એ મૂંઝવણના પરિણામે અનેક આત્માઓનું અમૂલ્ય માનવજીવન બરબાદ થાય છે. ખરેખર, મિથ્યાત્વ એ એવો અંધકાર છે કે એના યોગે એનો પૂજારી પોતે ભટકાય અને અન્યને ભટકાડે. એ અંધકાર આત્મા ઉપર કારમી શત્રુતા અજમાવે છે. એ કારમી શત્રુતાથી સજ્જ થયેલો “મિથ્યાદર્શન” નામનો અનાદિસિદ્ધ શત્રુ પોતાનો મહિમા ફેલાવીને દેવ, ધર્મ અને તત્ત્વની બાબતમાં જેમ વિપરીત પરિણામ આણે છે, તેમ પાત્ર અને અપાત્ર તરીકે કોને કોને જાહેર કરે છે, એનું વર્ણન કરતાં પણ પરમોપકારી શ્રી સિદ્ધર્ષિ ગણિવર ફરમાવે છે કે – "गृहिणो ललनाऽवाच्य-मर्दका भूतधातिनः ।। असत्यसन्धा: पापिष्टाः, संग्रहोपग्रहे रताः ।।१।। "तथाऽन्ये पचने नित्य-मासक्ताः पाचनेऽपि च । मद्यपाः परदारादि-सेविनो मार्गदूषकाः ।।२।। "तप्तायोगोलकाकारा-स्तथापि यतिरूपिणः । છે તેવુ કુત્તે પર! પત્રવુદ્ધિન બને રૂ." Page #87 -------------------------------------------------------------------------- ________________ વાળ – – ૬ : મિથ્યાત્વનો વિષમ વિપાક – 100 – ૭૩ “હે ભદ્ર ! લોકની અંદર આ “મિથ્યાદર્શન' નામના મોહરાજાનો મહત્તમ, ગૃહસ્થાવાસમાં રહેનારા, સ્ત્રીઓના અવાચ્ય પ્રદેશનું મર્દન કરનારા, અર્થાત્ સ્ત્રીઓનું સેવન કરનારાઓ, પ્રાણીઓનો ઘાત કરનારા, અસત્ય પ્રતિજ્ઞાઓને ધરનારા એટલે ખોટી પ્રતિજ્ઞાને લેનારા અને તોડનારા, અનેક પ્રકારનાં પાપોને આચરનારાઓ અને ધન-ધાન્ય આદિ નવ પ્રકારનો જે પરિગ્રહ, તેનો સંગ્રહ અને ઉપયોગ કરવામાં રત એવાઓ જે છે, તેઓને વિષે તથા અન્ય જેઓ યતિરૂપને ધરનારા હોવા છતાં પણ હંમેશાં પકવવાની ક્રિયામાં અને અન્ય પાસે પકાવવાની ક્રિયામાં આસક્ત છે, મદિરાપાન કરનારા છે, પરસ્ત્રી આદિનું સેવન કરનારા છે, સન્માર્ગને દૂષિત કરનારા છે, એ જ કારણે જેઓ યતિરૂપને ધરનારા હોવા છતાં પણ તપાવેલા લોઢાના ગોળા જેવા આકારને ધરનારા છે, તેવાઓને વિષે પાત્રબુદ્ધિ પેદા કરે છે.” અને - "सज्ज्ञानध्यानचारित्र-तपोवीर्यपरायणाः । गुणरत्नधना धीरा, जगमाः कल्पपादपाः ।।१।। "संसारसागरोत्तार-कारिणो दानदायिनाम् । अचिन्त्यवस्तुबोहित्थतुल्या ये पारगामिनः ।।२।। "तेषु निर्मलचित्तेषु, पुरुषेषु जडात्मनाम् । વોડાત્રણ ઘરે, મદારોમદત્ત: રૂપા” “સ અને અસદ્, હેય અને ઉપાય, ગમ્ય અને અગમ્ય, પેય અને અપેય આદિનો વિવેક કરાવનાર જે સુંદર જ્ઞાન આત્માને પોતાના કલ્યાણકારી ધ્યેયમાં સ્થિર બનાવનારું સુંદર ધ્યાન કર્મનો ક્ષય કરવામાં સમર્થ એવું સુંદર ચારિત્રઃ કર્મને તપાવવા માટે અસાધારણ તાપ સમાન તપ અને સાધ્યની સિદ્ધિ માટે જરૂરી એવું જે વીર્ય એ સર્વના સદાને માટે જેઓ ઉત્તમ આશ્રયભૂત છે, અનેક ગુણો રૂપી વિવિધ પ્રકારનાં રત્નોરૂપ ધનને જેઓ ધરનારા છે, અંગીકાર કરેલ અનુપમ મહાવ્રતોનું પાલન કરવામાં જેઓ ધીર છે, યોગ્ય આત્માઓના ઉત્તમ મનોરથોને પૂર્ણ કરવા માટે જેઓ હાલતાં-ચાલતાં કલ્પવૃક્ષો છે, શુદ્ધ ભાવનાથી કોઈ પણ જાતની આશંસા વિના શુદ્ધ દાન દેનારા આત્માઓનો સંસારસાગરથી ઉદ્ધાર કરનારા છે, એટલે કે એવા આત્માઓને સંસારસાગરથી પાર ઉતારનારા છે અને અચિન્ય વસ્તુઓના જહાજતુલ્ય હોઈ જેઓ સંસારના પારને પામનારા છે, તેવા નિર્મળ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૪ - - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૬ – – ૧ ચિત્તને ધરનારા મહાપુરુષોરૂપ પાત્રને વિષે એ મહામોહનો મહત્તમ જડાત્માઓના અંતરમાં અપાત્ર બુદ્ધિને ઉત્પન્ન કરે છે.” ગુણહીનોને ગુણી તરીકે અને ગુણીને ગુણહીન તરીકે પ્રકાશિત કરવાનું સામર્થ્ય ! સાચા મહાદેવને છુપાવી કુદેવોને મહાદેવ તરીકે ઓળખાવવાનું, મોક્ષપ્રાપક સદુધર્મને છુપાવી હિંસક અને ચિત્તને મલિન કરનાર ધર્મોને સદ્ધર્મ તરીકે પ્રવર્તાવવાનું, સત્ય અને પ્રતીતિ તથા પ્રમાણથી અબાધિત તત્ત્વનો અપલાપ કરી અસત્ય અને પ્રમાણથી બાધિત તત્ત્વોને તત્ત્વ તરીકે પ્રસિદ્ધ કરવાનું અને શુદ્ધ ગુણસંપન્ન મહાપુરુષોને અપાત્ર તરીકે જાહેર કરી કેવલ ભયંકર અવગુણોથી જ ભરેલા અધમાધમ આત્માઓને પાત્ર તરીકે વિશ્વમાં પ્રતિષ્ઠિત કરવાનું જેવું સામર્થ્ય મિથ્યાદર્શનમાં છે, તેવું જ સામર્થ્ય તેનામાં એકાંત શુદ્ધ અને અનેકાનેક ગુણોથી અલંકૃત થયેલા આત્માઓને એકાંત નિર્ગુણી આદિ તરીકે પ્રકાશિત કરીને કેવલ કારમા દોષોથી જ ભરેલા ઘોર પાપાત્માઓને ગુણવાન આદિ તરીકે ઓળખાવવાનું પણ છે. એ સામર્થ્યનું પ્રતિપાદન કરતાં પણ પરમોપકારી શ્રી સિદ્ધર્ષિ ગણિવર ફરમાવે છે કે – "कौतुकं कुहकं मन्त्र-मिन्द्रजालं रसक्रियाम् । निर्विषीकरणं तन्त्र-मन्तर्धानं सविस्मयम् ।।१।। "औत्पातमान्तरिक्षं च, दिव्यमाङ्गं स्वरं तथा । लक्षणं व्यज्जनं भौम, निमित्तं च शुभाशुभम् ।।२।। “યાદવં વિષ-મયુર્વે સનાત . ज्योतिषं गणितं चूर्णं, योगलेपास्तथाविधाः ।।३।। “જે રાત્રે વિસ્મથરી, વિશેષ: પાપીસ્ટના: अन्ये भूतोपमर्दस्य, हेतवः शाठ्यकेतवः ।।४।। "तामेव ये विजानन्ति, निशङ्कास्ते प्रयुञ्जते । न धर्मबाधां मन्यन्ते, शठाः पापपरायणाः ।।५।। "त एव गुणिनो धीरा-स्ते पूज्यास्ते मनस्विनः । त एव वीरास्ते लाभ-भाजिनस्ते मुनीश्वराः ।।६।। "इत्येवं निजवीर्येण, बहिरङ्गजनेऽमुना । મિથ્થાનાસન, મદ્ર ! પાપા: પ્રાણિતા પાછા” Page #89 -------------------------------------------------------------------------- ________________ 13 - ૬ : મિથ્યાત્વનો વિષમ વિપાક - 100 9 . કૌતુક એટલે સૌભાગ્ય માટે સાધુ અવસ્થામાં પણ રાખ લગાડવી તે, કુહક એટલે ગારૂડી વિદ્યા અથવા જાદુગરીના પ્રયોગો કરવા તે, મંત્ર, ઇંદ્રજાલ, રસક્રિયા, નિર્વિષ કરવાની ક્રિયા, આશ્ચર્ય પમાડે એવી રીતે અંજન દ્વારા અદશ્ય થવાની ક્રિયા, ઔત્પાત એટલે તારા વગેરેના ખરવાથી સારા-ખોટા ફળનું કથન કરવું તે, આંતરીક્ષ એટલે ગ્રહોના ઉદય અને અસ્તથી સારાનરસા ફળનું પ્રતિપાદન કરવું તે,દિવ્ય એટલે તપાવેલા તેલમાં પડવું અને અગ્નિના કુંડ આદિમાં ઝપાપાત કરવાની પ્રતિજ્ઞા સ્વીકારવી તે, આંગં એટલે પુરુષો અને સ્ત્રીઓનાં જમણાં અને ડાબા અંગો ફરકવાથી શુભાશુભ ફળનું જાણવું તે, સ્વર એટલે પક્ષી વગેરેના સ્વરથી શુભાશુભ ફળનું કથન કરવું તે, લક્ષણ એટલે હાથ અને પગની રેખા ઉપરથી સારા નરસા ફળનું કહેવું તે, વ્યંજન એટલે મસા અને તલ વગેરે પરથી શુભાશુભ ફળનું કહેવું તે અને ભીમ એટલે ધરતીકંપથી શુભાશુભ ફળનું કહેવું તે; આ આઠ અષ્ટાંગ નિમિત્ત તરીકે ઓળખાય છે. એના દ્વારા શુભ અને અશુભ નિમિત્તનું કથન કરવું, શત્રુનાવિનાશ માટે વૈરબુદ્ધિપૂર્વક કામણટ્રમણ કરવાં, હોરા ગ્રંથની સાથે આયુર્વેદનો ઉપયોગ કરવો એટલે વૈદ્યકક્રિયા કરવી અને સંતતિનાં શુભાશુભબતાવી આપનારાં ચક્રો બનાવવાની ક્રિયા કરવી, જ્યોતિષશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રનો આરંભાદિકની પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરવો, સાંસારિક કાર્યસાધક ચૂર્ણ તૈયાર કરવા અને યોગના પાદલેખો તૈયાર કરવા તથા તેવા જ પ્રકારના બીજાં પણ જે જે પાપશાસ્ત્રોથી ઉત્પન્ન થયેલા અને વિસ્મયને કરનારા વિશેષો એટલે ભિન્ન ભિન્ન પ્રકારના પાપવર્ધક વ્યાપારો અને બીજા પ્રાણીઓના ઉપમર્દનમાં એટલે ઘાતમાં હેતુભૂત થાય તેવા અને શઠતાનો ધજાગરો ફરકાવે તેવી છે જે પ્રવૃત્તિઓ તેને જ જેઓ વિશેષ પ્રકારે જાણે છે; જાણે છે એટલું જ નહિ પણ નિઃશંક બનેલા જેઓ કોઈ પણ જાતની શંકા વિના એ પ્રવૃત્તિઓનો પ્રયોગ કરે છે અને પાપમાં તત્પર બનેલા છે ધર્મઠગો તેમ કરવામાં ધર્મને બાધા પહોંચે છે એમ માનતા નથી, તેઓ જ આ વિશ્વમાં ગુણી છે, ધીર છે, પૂજ્ય છે અને બુદ્ધિશાળીઓ છે, એટલું જ નહિ પણ તે જ સાચા વીર છે, સાચા લાભના ભાગીદાર છે અને મુનીશ્વરો છે, - આ પ્રમાણે મનાવી હે ભદ્ર!મોહરાજાનો આ “મિથ્યાદર્શન' નામનો મહત્તમ પાપી આત્માઓને આ લોકમાં પ્રકાશિત કરે છે.” અને - "ये पुनर्मन्त्रतन्त्रादि-वेदिनोऽप्यतिनिस्पृहाः । निवृत्ता लोकयात्राया, धर्मातिक्रमभीरवः ।।८।। Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૬ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ - - 11 "मूकान्थाः परवृत्तान्ते स्वगुणाभ्यासने रताः । असक्ता निजदेहेऽपि, किं पुनविणादिके ।।९।। “શોપદત્તોપાઈ-રત: વિનંતી ! तिष्ठन्ति शान्तव्यापारा, निरपेक्षास्तपोधनाः ।।१०।। "न दिव्यादिकमाख्यान्ति, कुहकादि न कुर्वते । मन्त्रादीनानुतिष्ठन्ति, निमित्तं न प्रयुञ्जते ।।११।। "लोकोपचारं निशेषं, परित्यज्य यथासुखम् । स्वाध्यायध्यानयोगेषु, सक्तचित्ता: सदाऽपि ते ।।१२।। "ते निर्गुणा अलोकज्ञा, विमूढा भोगवञ्चिताः । अपमानहता दीना-ज्ञानहीनाश्च कुर्कुटाः ।।१३।। "इत्येवं निजवीर्येण, बहिरङ्गजनेऽमुना । તે મિથ્યાદર્શનાર્વેન, સ્થાપિતા મદ ! સાધવ: ૨૪.” જે મહાપુરુષો મંત્ર અને તંત્ર આદિના જાણકાર હોવા છતાં પણ અતિ નિઃસ્પૃહ છે, લોકયાત્રાથી નિવૃત્તિને પામેલા છે અને ધર્મના અતિક્રમથી ઘણા જ ડરનારા છે. એ જ રીતે જે મહાપુરુષો પરના વૃતાન્તમાં મૂંગા અને અંધ હોય છે, પોતાના જ્ઞાનાદિ ગુણોના અભ્યાસમાં રત હોય છે અને પોતાના શરીર ઉપર પણ મમતા વિનાના હોય છે એવાઓ માટે દ્રવ્ય આદિની મમતાની વાત પણ કેમ જ થાય ? અર્થાત્ જેઓ સર્વ પ્રકારની મમતાથી રહિત હોય છે : જે મહાપુરુષો કોપ, અહંકાર અને લોભ આદિથી દૂરથી જ તજાયેલા છે, અર્થાત્ જે મહાપુરુષોએ કોપ, અહંકાર અને લોભ આદિનો દૂરથી જ ત્યાગ કરેલો છે અને જે મહાપુરુષો, સઘળાય હાનિકર વ્યાપારોના ત્યાગથી શાંત વ્યાપારવાળા બનીને અને કોઈની પણ અપેક્ષાથી રહિત થઈને તથા તપને પોતાનું ધન માનીને રહે છે જે મહાપુરુષો દિવ્ય આદિને કહેતા નથી, ગારૂડી વિદ્યા કે જાદુગરીના પ્રયોગો આદિને કરતા નથી, મંત્ર આદિનું અનુષ્ઠાન પણ આદરતા નથી અને નિમિત્તોનો પ્રયોગ કરતા નથી : અર્થાતુ-સઘળા લોકોપચારનો સુખપૂર્વક પરિત્યાગ કરીને જે મહાપુરુષો સદાય સ્વાધ્યાય અને ધ્યાનના યોગોમાં આસક્ત ચિત્તવાળા બનીને રહે છે તેવા સાધુપુરુષોને હે ભદ્ર! આ “મિથ્યાદર્શન' નામના મહત્તમે આ લોકની અંદર પોતાના પરાક્રમથી નિર્ગુણ તરીકે, લોકના સ્વરૂપથી અજ્ઞાન મહામૂર્ખ તરીકે, ભોગોથી વંચિત થયેલા તરીકે, અપમાનથી હણાયેલા બનાવીને દિન તરીકે અને જ્ઞાનહીન કૂકડા તરીકે સ્થાપિત કર્યા છે.” Page #91 -------------------------------------------------------------------------- ________________ 1495 - - ૬ : મિથ્યાત્વનો વિષમ વિપાક - 100 – – ૭૭ મોક્ષનાં કારણોનો લોપ કરી સંસારનાં કારણોને મોક્ષકારણો તરીકે સ્થાપવાનું સામર્થ્ય : એ જ રીતે મહામોહના એ મિથ્યાદર્શન' નામના મહત્તમમાં મોક્ષનાં કારણોને લુપ્ત કરી દઈને સંસારનાં કારણોને મોક્ષકારણ તરીકે સ્થાપિત કરવાનું સામર્થ્ય પણ છે. એ સામર્થ્યનું વર્ણન કરતાં શ્રી સિદ્ધર્ષિ ગણિવર ફરમાવે છે કે... "उद्वाहनं च कन्यानां, जननं पुत्रसंहतेः । निपातनं च शत्रूणां, कुटुम्बपरिपालनं ।।१॥ "यदेवमादिकं कर्म, घोरसंसारकारणम् । તદ તિ સંસ્થાણ, શિવં ભવતારમ્ ા૨ા” “કન્યાઓનું લગ્ન કરવું, પુત્રોના સમુદાયને પેદા કરવો, શત્રુઓનો નાશ કરવો અને કુટુંબોનું પાલન કરવું, - આ આદિ જે જે ઘોર સંસારનાં કારણ કર્મ છે, તે કર્મનું ધર્મ તરીકે સંસ્થાપન કરીને સંસારને તરવાનાં સાધન તરીકે, લોકના વેરી એવા મિથ્યાદર્શને દર્શાવેલાં છે.” અને - “ઃ પુનર્જાનચરિત્ર-તનાકયો વિમુક્યા मार्गः सर्वोऽपि सोऽनेन, लोपितो लोकवैरिणा ।।३।।" “જ્ઞાન, ચારિત્ર અને દર્શન કરીને સહિત એવો માર્ગ આત્માની વિમુક્તિ માટે છે, તે સઘળોય મોક્ષમાર્ગ લોકવેરી એવા આ મિથ્યાદર્શને વિશ્વમાંથી લુપ્ત કરેલો છે.” આ પ્રમાણે – આ મિથ્યાદર્શન' નામનો મહામોહ રાજાનો મહત્તમ પોતાના મહિમા દ્વારા જડ આત્માઓના અંતરમાં અદેવમાં દેવપણાનો સંકલ્પ કરે છે, અધર્મમાં ધર્મપણાની માન્યતા કરે છે અને અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિને કરે છે; એ જ રીતે અજ્ઞાનીઓનો કારમો શત્રુ એ, અજ્ઞાની આત્માઓના અંતઃકરણમાં અપાત્રની અંદર પાત્રતાનો આરોપ કરે છે, ગુણરહિત આત્માઓમાં ગુણીપણાનો ગ્રહ કરે છે અને સંસારના હેતુઓમાં નિર્વાણના હેતુભાવને કરે છે. આ રીતે - વર્ણવીને પરમોપકારી શ્રી સિદ્ધર્ષિ ગણિવર, મિથ્યાદર્શનનો મહિમા સમજાવી મિથ્યાદર્શનરૂપ ભાવાંધકારથી બચવાનું ફરમાવે છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭ : મિથ્યાત્વના પ્રકાર અને અવિરતિનો પ્રભાવ : 101 અવિરતિનું પરિણામ : ૭૦ વિરતિ માટેનો ઉપદેશ : ♦ ‘અકરણનિયમ’નું સ્વરૂપ : ‘અકરણનિયમ’નો પ્રભાવ અને પરિણામ : ♦ અધિકારિના ભેદે ભિન્નતા : ૭ કર્મનો જ વિલાસ : ૭ મિથ્યાત્વના પ્રકારો અને તેના સ્વામી : ♦ મિથ્યાદષ્ટિને સુખના યોગમાં પણ દુ:ખ જ : ♦ મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન : ♦ અવિરતિનું સ્વરૂપ : ૭ અવિરતિના પ્રકારો : ‘સર્વવિરતિ’ ગુણસ્થાને વિશિષ્ટતા : વિષય : મિથ્યાત્વના પ્રકારો, અવિરતિનું સ્વરૂપ, વિરતિનો ઉપદેશ, અકરણ નિયમ. પૂર્વનાં પ્રવચનોમાં જણાવી ગયા કે, ચક્ષુનો અભાવ એ દ્રવ્ય અંધતા છે અને સદ્વિવેકનો અભાવ એ ભાવાંધતા છે. તેમજ નરકાદિનો અંધકાર તે દ્રવ્ય અંધકાર છે અને મિથ્યાત્વ, અવિરતિ આદિ રૂપ અંધકાર તે ભાવાંધકાર છે. એ ભાવાંધતા અને ભાવાંધકારને દૂર કરવો જરૂરી છે. એ માટે એના પ્રકારોને જાણી લેવા પણ અનિવાર્ય બને છે. માટે જ પ્રસ્તુત પ્રવચનમાં કલિકાલસર્વજ્ઞશ્રીજીના શબ્દોના આધારે એ મિથ્યાત્વના ભેદો દર્શાવી એનું સ્વરૂપ ઓળખાવ્યું છે. મિથ્યાત્વી સંસારના સુખમાં ય દુઃખી હોય જ્યારે સમકિતી એ સુખનો ય સાચો અનુભવ કરી શકે છે. મિથ્યાત્વીનું જ્ઞાન પણ અજ્ઞાનરૂપ કેમ બને ? એ વાત પણ સરસ સમજાવી છે. આગળ જતાં અવિરતિનું સ્વરૂપ, પ્રકારો, પરિણામાદિની વિગતે વાત કરી એથી બચવા વિરતિના ઉપદેશની વાત કરી છે. અંતમાં મિથ્યાત્વના યોગે મોક્ષનાં કારણો કઈ રીતે સંસારસાધક બને ? અને અકરણ નિયમની વાત કરી પ્રવચન સમાપ્ત કર્યું છે. સુવાક્યાતૃત ♦ મિથ્યાદૃષ્ટિ આત્મા સુખી અવસ્થામાં પણ દુઃખી અને જ્ઞાની અવસ્થામાં પણ અજ્ઞાની હોય છે. આ સંસારમાં પણ સુખનો સાચો અનુભવ સમ્યગ્દષ્ટિ આત્મા જ કરી શકે છે. ♦ મિથ્યાદૃષ્ટિ આત્મા, શુદ્ધ સ્યાદ્વાદી બની શકતો જ નથી. સદાને માટે એ પ્રાયઃ એકાંતવાદી જ હોય છે. એ એકાંતવાદ જ એના જ્ઞાનને અજ્ઞાન બનાવે. • મન અને ઈંદ્રિયોને આધીન બની એની જ અનુકૂળતા ખાતર ઉચ્છંખલ બની વ્રતોનો ઉપહાસ કરવો, એ આત્માનો કા૨મી રીતે નાશ કરવાની કારવાઈ છે. ♦ અવિરતિ તરફ સમ્યગ્દષ્ટિ આત્માનો તિરસ્કાર જ હોય છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭ : મિથ્યાત્વના પ્રકાર અને અવિરતિનો પ્રભાવ : કર્મનો જ વિલાસ : સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, સંસારવર્તી પ્રાણીગણને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના જ એક હેતુથી આ ‘ધૂત’ નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરી રહ્યા છે. ચાર ગતિરૂપ સંસારમાં પડેલાં પ્રાણીઓ કેવા પ્રકારના કર્મવિપાકને ભોગવી રહ્યાં છે એનું પ્રતિપાદન કરતાં બીજા સૂત્રના - "संति पाणा अंधा तमसि वियाहिया " આ અવયવ દ્વારા સૂત્રકાર પરમર્ષિ, ફ૨માવી ગયા કે ‘આ વિશ્વમાં પ્રાણીઓ બે પ્રકારે અંધ છે. જેમ ચક્ષુનો અભાવ એ અંધતા છે તેમ સદ્વિવેકનો અભાવ એ પણ અંધતા છે. જેમ અંધતા બે પ્રકારની છે તેમ અંધકાર પણ બે પ્રકારનો છે. નરકગતિ આદિમાં જે અંધકાર છે તે દ્રવ્યઅંધકાર છે અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય આદિ જે અંધકાર તે ભાવ અંધકાર છે. કર્મના યોગે ચક્ષુવિકલ અને સદ્વિવેકથી વિકલ બનેલા આત્માઓ કર્મવિપાકે જ આપાદિત કરેલ ન૨કગતિ, પ્રમાદ અને કષાય આદિરૂપ ભાવઅંધકારમાં અટવાયેલા છે એમ શ્રી તીર્થંકરદેવો ફરમાવે છે.’ આ ઉપરથી તે વસ્તુ સ્પષ્ટ છે કે અવિવેકરૂપ અંધદશાને આધીન થઈને આત્માઓ ઉભય પ્રકારના અંધકારમાં જે અનાદિથી આથડ્યા કરે છે એ સઘળો જ વિલાસ કર્મનો છે. આત્માનું સુખ આવરી લઈને એને આ ભયાનક સંસારમાં કોઈ રિબાવનાર હોય તો તે કર્મ છે. એના પ્રતાપે મિથ્યાત્વાદિરૂપ ભાવઅંધકારમાં ફસી સવિવેકના અભાવરૂપ અંધતાના યોગે આત્મા, દ્રવ્ય અંધકારરૂપ નરકાદિગતિઓમાં આથડ્યા કરે એમાં કશું જ આશ્ચર્ય નથી. સવિવેકનો અભાવ એ એવી અંધતા છે કે એ અંધતાને આધીન થયેલો આત્મા ઉન્માર્ગે જાય એ સહજ છે અને મિથ્યાત્વાદિરૂપ અંધકારમાં આથડતા આત્મા માટે નરકગતિ આદિરૂપ અંધકારમાં આથડવું એ પણ અસહજ નથી. આત્મસ્વરૂપથી અજ્ઞાત રાખી તેને નહિ પ્રગટ થવા દેનાર મિથ્યાત્વ આદિના સ્વરૂપને પણ જાણવાની Page #94 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૬ જરૂર છે. અવિવેકનું સ્વરૂપ અને પરિણામ આપણે જોઈ આવ્યા તેમ ભાવ અંધકારરૂપ મિથ્યાત્વ આદિ આત્માના અનાદિસિદ્ધ શત્રુઓનું સ્વરૂપ આપણે જોઈ રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે મિથ્યાત્વની અચિકિત્સ્યતા, મિથ્યાત્વનું સ્વરૂપ અને મિથ્યાદર્શનનો મહિમા જોઈ આવ્યા. મિથ્યાત્વના પ્રકારો અને તેના સ્વામી : દેવમાં અદેવપણાની, ગુરુમાં અગુરુપણાની અને ધર્મમાં અધર્મપણાની બુદ્ધિ કરાવનાર મિથ્યાત્વના પ્રકાર અને તે તે પ્રકારોના અધિકારીનું પ્રતિપાદન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે - " मिथ्यात्वं च पञ्चधा अभिग्रहकमनाभिग्रहिकमाभिनिवेशिकं सांशयिकमनाभोगिकं - १- तत्राभिग्रहिकं पाखण्डिनां स्वस्वशास्त्रनियन्त्रितविवेकालोकानां परपक्षप्रतिक्षेपदक्षाणां મતિ । २- अनाभिग्रहिकं तु प्राकृतलोकानां सर्वे देवा वन्दनीया न निन्दनीया एवं सर्वे गुरवः सर्वे धर्म्मा इति । ८० ३ - आभिनिवेशिकं जानतोऽपि यथास्थितं वस्तु दुरभिनिवेशलेशविप्लावितधियो जमालेवि પ્રવૃતિ । ४- सांशयिकं देवगुरुधर्मेष्वयमयं वेति संशयानस्य भवति । ५- अनाभोगिकं विचारशून्यस्येकेन्द्रियादेर्वा विशेषविज्ञानविकलस्य भवति " “મિથ્યાત્વ પાંચ પ્રકારે છે : ૧-એક તો આભિગ્રહિક, ૨-બીજું અનાભિગ્રહિક, ૩-ત્રીજું આભિનિવેશિક, ૪-ચોથું સાંયિક અને ૫-પાંચમું અનાભોગિક.” આ પાંચે પ્રકારનાં મિથ્યાત્વો પૈકીનું - ૧ - પહેલા પ્રકારનું ‘આભિગ્રહિક' નામનું મિથ્યાત્વ, જેઓનો વિવેકરૂપ પ્રકાશ પોતપોતાનાં શાસ્ત્રોથી નિયંત્રિત થઈ ગયેલો છે અને જેઓ પરના પક્ષનો તિરસ્કાર કરવામાં હોશિયાર છે તેવા પાખંડીઓને હોય છે. ૨ - બીજા પ્રકારનું ‘અનાભિગ્રહિક’ નામનું મિથ્યાત્વ, પ્રાકૃત લોકોને હોય છે. કારણ કે વિવેકના અભાવે તેઓની માન્યતા જ એવી હોય છે કે ‘સઘળાય દેવો વંદનીય હોય છે પણ નિંદનીય નથી 1498 Page #95 -------------------------------------------------------------------------- ________________ 1499 – ૭ : મિથ્યાત્વના પ્રકાર અને અવિરતિનો પ્રભાવ – 101 – ૮૧ હોતા. એ જ રીતે સઘળાય ગુરુઓ વંદનીય છે પણ નિંદનીય નથી અને સઘળા ધર્મો માનનીય છે પણ નિંદનીય નથી. આવા પ્રકારની માન્યતાના પ્રતાપે સઅસનો વિવેક નહિ કરી શકતા પ્રાકૃત લોકોને અનભિગ્રહિક' નામનું બીજા પ્રકારનું મિથ્યાત્વ હોય છે. ૩- “અભિનિવેશિક' નામનું ત્રીજા પ્રકારનું મિથ્યાત્વ તેને હોય છે કે “જેની બુદ્ધિ, જમાલિની માફક વસ્તુને યથાસ્થિત જાણવા છતાં પણ દુરભિનિવેશના લેશથી વિપ્લાવિત થઈ ગઈ હોય. અર્થાત જે વસ્તુને યથાસ્થિતપણે જાણવા છતાં પણ પોતાના ખોટા આગ્રહને પોષવાની ખાતર જ આતુર હોય તેવા આત્માને આભિનિવેશિક નામનું ત્રીજા પ્રકારનું મિથ્યાત્વ હોય છે. ૪- “સાંશયિક' નામનું ચોથા પ્રકારનું મિથ્યાત્વ, દેવ, ગુરુ અને ધર્મને વિષે; દેવ આ કે આ? ગુરુ આ કે આ? અને ધર્મ આ કે આ? આ પ્રકારે સંશયશીલ બનેલા આત્માને હોય છે. ૫ - “અનાભોગિક' નામનું પાંચમા પ્રકારનું મિથ્યાત્વ, વિચારશૂન્ય એકેન્દ્રિયાદિકને અથવા તો હરકોઈ વિશેષ પ્રકારના વિજ્ઞાનથી વિકલ આત્માને હોય છે.” આ પાંચ પ્રકારો ઉપરથી સમજી શકાય છે કે આ વિશ્વમાં મિથ્યાત્વરૂપ શત્રુથી બચેલા આત્માઓની સંખ્યા અતિશય અલ્પ છે. આવા પ્રકારનો મિથ્યાત્વરૂપ અંધકાર એ કારમો અંધકાર છે. એ કારમાં અંધકારના પ્રતાપે વસ્તસ્વરૂપને નહિ સમજનાર આત્મા અનેક અનાચારો આચરીને નરકગતિ આદિરૂપ અંધકારમાં આથડે એમાં કશું જ આશ્ચર્ય નથી. મિથ્યાદષ્ટિને સુખના યોગમાં પણ દુઃખ જ: સુવિહિત શિરોમણિ આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા, મિથ્યાદષ્ટિ આત્માને સુખી અવસ્થામાં પણ દુઃખી તરીકે અને જ્ઞાની અવસ્થામાં પણ અજ્ઞાની તરીકે જ ઓળખાવે છે. મિથ્યાદૃષ્ટિ આત્માને સુખના યોગમાં પણ દુઃખ કઈ રીતે ? તેનું પ્રતિપાદન કરતાં તેઓ શ્રીમદ્ ફરમાવે છે કે – "णय तत्तओ तयंपि हु, सोक्खं मिच्छत्तमोहियमइस्स । जह रोहवाहिगहियस्स, ओसहाओवि तब्भावे ।।१।। Page #96 -------------------------------------------------------------------------- ________________ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ક – 1500 जह चेवोवहयणयणो, सम्मं रूवं ण पासइ पुरिसो । તદ ઘેa fમજીઠ્ઠિી વિડનં વર્ષ ર પાવે પારા” “જેમ દુઃસાધ્ય વ્યાધિની પીડાથી પીડિત શરીરવાળા આત્માને ઔષધથી પણ વાસ્તવિક રીતે સુખ નથી થતું તેમ મિથ્યાત્વથી મોહિત મતિવાળા આત્માને રૈવેયક આદિમાં રહેલું સુખ પણ સુખરૂપ નથી થતું. જેમ કાચકામલાદિ દોષથી ઉપદ્રવવાળાં નેત્રોને ધરનારો, કોઈ પણ વસ્તુને વસ્તુના રૂપે જોઈ શકતો નથી તેમજ મિથ્યાષ્ટિ આત્મા, પોતા માટે સમુપસ્થિત થયેલ એવા વિપુલ સુખને પામી શકતો નથી.” વાત એ છે કે અસાધ્ય વ્યાધિથી પીડાતા આત્માને, સ્વભાવથી તો સુખ હોતું જ નથી, પણ ઔષધના યોગેય વાસ્તવિક સુખનો એ અનુભવ નથી કરી શકતો; કારણ કે અત્યંત દારુણ રોગના પ્રતાપે, તેને માર્મિક પીડા તો ચાલુ જ હોય છે, એટલે ઔષધથી કદાચ તેને સુખનો લાભ થાય તો તે બાહ્ય જ પણ આંતર તો નહિ જ. જેમ શરત્કાલમાં અતિશય પ્રચંડ સૂર્યનાં કિરણોથી તપી ગયેલા મોટા મોટા હૃદોનું પાણી જેમ બહારથી જ ઉષ્ણ થઈ જાય છે પણ મધ્ય ભાગમાં તો અતિશય શીતલ જ રહે છે તેમ ઉત્તમ પ્રકારની ક્રિયાઓના યોગે મિથ્યાદૃષ્ટિ આત્માને, રૈવેયકાદિકના બાહ્ય સુખનો યોગ થવા છતાં પણ તેનું ચિત્ત મિથ્યાત્વથી ઉપદ્રવ વાળું હોવાથી આંતરિક તો દુઃખ જ હોય છે. કાચકામલાદિ દોષોથી ઉપદ્રવવાળો માણસ વસ્તુને વસ્તુરૂપે નથી જોઈ શકતો તે જ રીતે જે જે આત્માનું સમ્યજ્ઞાન, મિથ્યાત્વના પ્રતાપે ઉપહૃત થઈ ગયું છે તે આત્મા પ્રાપ્ત થયેલા અતિશય સુખને પણ સુખ તરીકે નથી ભોગવી શકતો. મિથ્યાત્વ એ એવી કારમી વસ્તુ છે કે સુખને પણ દુઃખ બનાવી દે છે અર્થાત્ આ સંસારમાં પણ સુખનો સાચો અનુભવ સમ્યગ્દષ્ટિ આત્મા જ કરી શકે છે, કારણ કે એ આત્મા સમ્યજ્ઞાનના પ્રતાપે વસ્તુ માત્રનો વિવેક કરી શકે છે, એટલે એ દુઃખની સામગ્રીમાં પણ સુખ અનુભવે છે તો સુખની સામગ્રીમાં સુખ અનુભવે એમાં તો આશ્ચર્ય જ શું છે ? ખરેખર સમ્યગ્દષ્ટિ આત્મા એક મોક્ષસુખનો જ પિપાસુ હોઈ એની અપ્રાપ્તિનું દુઃખ એને સાલ્યા જ કરે છે તે છતાં પણ તે વિવેકી હોવાના કારણે પોતાના Page #97 -------------------------------------------------------------------------- ________________ 1501 –– ૭ઃ મિથ્યાત્વના પ્રકાર અને અવિરતિનો પ્રભાવ - 101 – ૮૩ આત્માની શાંતિ તે કોઈ પણ સંયોગમાં ગુમાવતો નથી; જ્યારે મિશ્રાદષ્ટિ આત્મા એક પૌલિક સુખનો જ અભિલાષી હોય છે અને પૌદ્ગલિક સુખો દુઃખથી મિશ્રિત હોવા સાથે પરિણામે પણ દુઃખને જ આપનારાં હોવાથી તે આત્મા દુઃખી દુઃખી અને દુઃખી જ રહે છે. પૌલિક સુખોની પિપાસાથી રિબાતા આત્માઓ ગમે તેવા અને ગમે તેટલા સુખમાં સંતોષ નથી માનતા અને અસંતોષ એ કારમું દુઃખ છે. એ કારમું દુઃખ મિથ્યાત્વની હયાતિથી ઘટતું નથી પણ વધે જ છે; એ જ કારણે મિથ્યાષ્ટિ આત્માઓ, સુખસામગ્રીની હયાતિમાં પણ સુખનો અનુભવ કરવાને બદલે દુઃખનો જ અનુભવ કરે છે કારણ કે એનું જ્ઞાન પણ અજ્ઞાનરૂપ છે. મિથ્યાદષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન : ‘મિથ્યાષ્ટિનું જ્ઞાન એ અજ્ઞાન છે !” એના હેતુઓનું પ્રતિપાદન કરતાં એ જ સૂરિપુરંદર, પૂજ્યપાદ શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણજીના શબ્દોમાં જ ફરમાવે છે કે - "सदसदविसेसणाओ, भवहेउजहिच्छिओवलंभाओ । णाणफलाभावाओ, मिच्छद्दिहिस्स अन्नाणं ।।१।।" મિથ્યાદષ્ટિ આત્માનું જ્ઞાન ચાર હેતુથી અજ્ઞાન છે - એક તો એનું જ્ઞાન, વિશેષણરહિતપણે સહુ અને અસતુનો સ્વીકાર કરે છે.” એ હેતુથી અશાન છે : બીજો હેતુ એ છે કે એનું જ્ઞાન સંસારનું કારણ છે કારણ કે મિથ્યાદષ્ટિનું શાન કર્મબંધના હેતુઓ જેમિથ્યાત્વાદિ તેની જાય પ્રવૃત્તિ કરાવનાર છે.' ત્રીજો હેતુ એ છે કે “એના જ્ઞાનથી જે વસ્તુનો બોધ થાય છે તે થઇચ્છારૂપ એટલે પોતાના વિકલ્પ માત્રથી થયેલો હોય છે પણ સમ્યગ્દષ્ટિ આત્માની માફક શ્રી સર્વજ્ઞ પરમાત્માના વચનની પરતંત્રતાથી થયેલો નથી હોતો' એ કારણે પણ એનું જ્ઞાન અજ્ઞાનરૂપ હોય છે અને ચોથો હેત “શાનના ફળનો અભાવ છે.” જ્ઞાનનું ફળ જે વિરતિ તેના અભાવથી પણ મિથ્યાષ્ટિનું જ્ઞાન એ અજ્ઞાન કહેવાય છે.” ખરેખર મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન ઘણું જ કારમું જ્ઞાન છે. એનું જ્ઞાન, જ્યાં સુધી મિથ્યાત્વની હયાતી હોય ત્યાં સુધી જ્ઞાનરૂપ થઈ શકતું જ નથી. મિથ્યાદૃષ્ટિ આત્મા, પોતાના જ્ઞાનથી જો કોઈ વસ્તુનું અસ્તિત્વ સ્વીકારશે તો તે અસ્તિત્વ Page #98 -------------------------------------------------------------------------- ________________ ८४ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ --- - 1502 પણ સર્વ પ્રકારે જ સ્વીકારશે અને નાસ્તિત્વ સ્વીકારશે તો તે પણ સર્વ પ્રકારે જ સ્વીકારશે; પણ વસ્તુનું કયા સ્વરૂપે અસ્તિત્વ છે અને કયા સ્વરૂપે નાસ્તિત્વ છે એનો વિવેક એ અજ્ઞાનરૂપ જ્ઞાનના યોગે એ આત્મા નહિ જ કરી શકે. વાસ્તવિક રીતે કોઈ પણ વસ્તુનું સ્વરૂપ મિથ્યાદૃષ્ટિઓ જે રીતે સ્વીકારે છે તે રીતે હોતું જ નથી. એ અજ્ઞાનીઓ પૈકીના કોઈ જ્ઞાનીઓ, આત્માને નિત્ય જ માનશે તો કોઈ વળી અનિત્ય જ માનશે પણ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય એમ માનવા જોગી શુદ્ધ મતિ તેઓમાં એ કારમાં મિથ્યાત્વના યોગે નહિ જ થવાની. મિથ્યાદૃષ્ટિ આત્મા, શુદ્ધ સ્યાદ્વાદી બની શકતો જ નથી. સદાને માટે એ પ્રાયઃ એકાંતવાદી જ હોય છે. એ એકાંતવાદ જ એના જ્ઞાનને અજ્ઞાન બનાવનાર છે. એકાંતવાદીઓ ગમે તેવા જ્ઞાનીઓ હોય તો પણ વાસ્તવિક રીતે અજ્ઞાનીઓ છે.અજ્ઞાનીઓ હોવાને કારણે એ આત્માઓ, મિથ્યાત્વ આદિ કર્મબંધનના હેતુઓથી બચી શકતા નથી : કારણ કે એઓનું જ્ઞાન એઓને પ્રાયઃ મિથ્યાત્વાદિ કર્મબંધના હેતુઓમાં જ પ્રવર્તાવનાર છે ! એ જ કારણે તેઓનું જ્ઞાન સંસારનો હેતુ છે પણ મોક્ષનો હેતુ નથી એથી પણ એઓનું જ્ઞાન અજ્ઞાન કહેવાય છે. મિથ્યાત્વના પ્રતાપે વિપરીત રુચિવાળા બનેલા મિથ્યાદૃષ્ટિ આત્માઓ, પ્રાય: શ્રીઅરિહંત આદિ શુદ્ધ તત્ત્વોના નિંદક અને અશુદ્ધ તત્ત્વોને કુયુક્તિઓથી સિદ્ધ કરનારા હોવાથી તેઓની અસત્યવૃત્તિ ભવાંતરમાં પણ અનુબંધવાળી જ થાય છે એ કારણે પણ એઓનું જ્ઞાન સંસારનો હેતુ છે અને એથી એ અજ્ઞાન કહેવાય છે. વળી મિથ્યાષ્ટિ આત્માઓને વસ્તુના બોધરૂપ જે લાભ થાય છે તે મિથ્યાત્વ મોહનીય કર્મના વિપાકથી ઉન્મત્ત મનુષ્યની માફક યદચ્છારૂપ થાય છે, કારણ કે મિથ્યાદૃષ્ટિ આત્મા,શ્રી સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞાને પરતંત્ર નહિ હોવાથી એ દરેક વસ્તુને પોતાની મતિકલ્પનાથી જ જાણવાનો આડંબર કરે છે. મદિરાપાની, મદના આવેશથી જેમ કિંકરને પણ રાજા તરીકે અને રાજાને પણ કિંકર તરીકે માને છે તેમ મિથ્યાત્વના ઉદયવાળો આત્મા, સદ્ભુત વસ્તુનો પણ અતત્ત્વરૂપે વ્યવહાર કરે છે અને અસદ્ભુત વસ્તુનો પણ તત્ત્વરૂપ વ્યવહાર કરે છે એ જ કારણે ઉપકારીઓ મિથ્યાત્વને પારમાર્થિક ગ્રહ તરીકે ઓળખાવે છે; પિશાચારિરૂપ ઇતરગ્રહો કરતાં પણ મિથ્યાત્વરૂપ ગ્રહ મોટા મોટા અનર્થોને પેદા કરનાર છે અને એ જ કારણે એ ગ્રહની હયાતીમાં થતું જ્ઞાન એ જ્ઞાનરૂપ નથી હોતું પણ અજ્ઞાનરૂપ હોય છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ 1:08 - ૭ : મિથ્યાત્વના પ્રકાર અને અવિરતિનો પ્રભાવ – 101 – ૮૫ વળી જ્ઞાનનું ફળ એ છે કે “એના યોગે આત્મા, યોગ્યતા મુજબ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની અનુકૂળતા પ્રમાણે પાપરૂપ પ્રાણાતિપાત આદિ કુકૃત્યોથી વિરામ પામે અને પવિત્ર સ્વાધ્યાય, ધ્યાન અને તપશ્ચરણાદિરૂપ કૃત્યવિશેષોમાં પ્રવૃત્તિ કરે.' આ વસ્તુ, વાસ્તવિક રીતે મિથ્યાદૃષ્ટિ આત્માઓને નથી પ્રાપ્ત થતી; એ જ કારણે મિથ્યાષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન કહેવાય છે, કારણ કે “અશુદ્ધ અલાબુપાત્રમાં (તુંબડામાં) નાખેલ દૂધ અને સાકર આદિ મધુર દ્રવ્યો પણ વિપરીત ભાવને - કટુતાને પામી જાય છે તેમ મિથ્યાષ્ટિ આત્મામાં રહેલું જ્ઞાન પણ મિથ્યાત્વના ઉદયથી વિપરીત ભાવને પામી જાય છે.” આથી સમજાશે કે મિથ્યાત્વ એ આત્માનો કારમો ભાવશત્રુ છે. આવા ભાવઅંધકારરૂપ શત્રુના પ્રતાપે આત્મા નરકાદિ રૂપ દ્રવ્યઅંધકારમાં આથડ્યા કરે એમાં કશું જ આશ્ચર્ય નથી એમ હરકોઈ વિવેકી આત્મા સમજી શકે તેમ છે. અવિરતિનું સ્વરૂપ : મિથ્યાત્વ જેમ આત્માનો શત્રુ છે તેમ અવિરતિ પણ શત્રુ જ છે. અવિરતિ પણ આત્માનો એક મોટામાં મોટો દુર્ગુણ છે. એ મહાદુર્ગુણથી બચવા માટે સાવદ્ય યોગો એટલે પાપમય વ્યાપારોથી અને વિષયાવેશથી પાછા હઠવું જોઈએ. એમ કર્યા વિના અવિરતિથી બચવું એ મુશ્કેલ છે કારણ કે અવિરતિનું સ્વરૂપ જ એ છે કે “એ આત્માને સાવધ યોગોથી અને વિષયાવેશથી પાછો ન હઠવા દે.” અવિરતિનું સ્વરૂપ દર્શાવતાં ઉપકારીઓ ફરમાવે છે કે – સાવદરોમ્બો નિવૃજ્યમાવે" “પાપમય વ્યાપારોથી નિવૃત્તિના અભાવમાં અવિરતિ રહી શકે છે.” અર્થાત્ “પાપમય વ્યાપારોથી અનિવૃત્તિ' એનું જ નામ “અવિરતિ છે, હૃદયપૂર્વક પાપમય વ્યાપારોથી નિવૃત્તિ પામ્યા વિના આત્માની અવિરતિ ટળતી નથી. એ જ રીતે - મહેરો વિષયશા મવેવિરતિ શિન" ખરેખર બાહ્ય ઇંદ્રિયોના જે અર્થો તેના વ્યાપરૂપ જે વિષયાવેશ તેનાથી અનુપરમરૂપ જે અખેદ તે અવિરતિ થાય.” અર્થાત્ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ રૂપ ઇંદ્રિયોના વિષયોની લોલુપતાથી વિરામ નહિ પામવું એનું નામ અવિરતિ છે. ઇંદ્રિયોના વિષયોની પિપાસા એ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૬ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - - 150મી અવિરતિનું સ્વરૂપ છે. ઇંદ્રિયોના વિષયો સાથે રાગદ્વેષપૂર્વક અથડાયા કરવાની દશા એ અવિરતિની દશા છે સાવદ્ય વ્યાપારોથી નિવૃત્તિ ન કરવી એનું નામ પણ અવિરતિ છે અને ઇંદ્રિયોના વિષયો પ્રત્યેના આવેશથી પાછા નહિ ફરવું એનું નામ પણ અવિરતિ છે. અવિરતિના પ્રકારો : એ જ કારણે અવિરતિના પ્રકારો પણ બાર છે. અવિરતિના પ્રકારોનું વર્ણન કરતાં ઉપકારીઓ ફરમાવે છે કે – “કાશિપ્રારાવિરતિ, થ? - ત્યાદ-મન સ્વાન્ત, વરખાનજિન પચ, तेषां स्वस्वविषये प्रवर्तमानानामनियमोऽनियन्त्रणं; तथा षण्णां पृथिव्यप्तेजोवायुवनस्पतित्रसस्वरूपाणां जीवानां वधो हिंसेति ।" “અવિરતિ બાર પ્રકારે છે : “અવિરતિ બાર પ્રકારની કેવી રીતે? આ પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે કે મન અને પાંચ ઇંદ્રિયોનું અનિયંત્રણ અને પૃથ્વીકાય, અપ્લાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયરૂપ છયે પ્રકારના જીવોનો વધ એટલે હિંસા.” આ પ્રમાણે અવિરતિ બાર પ્રકારની છે. અર્થાત મનને અને સ્પર્શના આદિ પાંચે પ્રકારની ઇંદ્રિયો એ છયેને નિયમમાં નહિ રાખવાં અને છયે કાયોના જીવોની હિંસા કરવી એ બાર પ્રકારની અવિરતિ છે.” અવિરતિથી બચવા ઇચ્છનારે જેમ પકાયના જીવોની હિંસારૂપ સાવદ્ય વ્યાપારોથી બચવાની આવશ્યકતા છે, તેમ મન અને ઇંદ્રિયોની આધીનતાથી પણ બચવાની આવશ્યકતા છે. છયે કાયના જીવોની હિંસાથી બચવા માટે જેમ સંપૂર્ણ પ્રાણાતિપાત વિરમણની આવશ્યકતા છે તેમ મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ, મૈથુન વિરમણ અને પરિગ્રહ વિરમણની પણ સંપૂર્ણ આવશ્યકતા છે; એ જ કારણે ઉપકારીઓ પ્રાણાતિપાતાદિના અનિષેધમાં અવિરતિ ફરમાવે છે. પ્રાણોનો અતિપાત, મૃષાવાદ, અદત્તનું આદાન, મૈથુન અને પરિગ્રહ આ જેમ અવિરતિના પ્રતાપે છે, તેમ મનની અને ઇંદ્રિયોની વિષયો પ્રત્યે આવેશપૂર્વકની દોડાદોડ એ પણ અવિરતિના જ પ્રતાપે છે. સર્વવિરતિને ધરનાર આત્માઓએ જેમ પ્રાણાતિપાત આદિથી સંપૂર્ણપણે બચવાની જરૂર છે તેમ ઇંદ્રિયોના વિષયો પ્રત્યે દોડાદોડ કરતાં અટકવાની પણ અતિશય આવશ્યકતા છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ 1505 - ૭ઃ મિથ્યાત્વના પ્રકાર અને અવિરતિનો પ્રભાવ - 101 – ૮૭ અવિરતિનું પરિણામ : આ અવિરતિ એવી કારમી છે કે આત્મામાં એની હયાતી હોય ત્યાં સુધી પાપની પ્રવૃત્તિ થાઓ યા ન થાઓ તો પણ તેના નિમિત્તે થતું, આત્માનું બંધન ચાલુ જ રહે છે. આત્માની મુક્તિ ઇચ્છનારે અવશ્ય એ આશ્રવથી બચવું જોઈએ. અવિરતિ દોષનું પરિણામ વર્ણવતાં ઉપકારીઓ ફરમાવે છે કે - "जइवि अ न जाई सम्वत्थ, कोइ देहेण माणवो एत्थ । अविरइअब्दयबंधो, तहावि निच्चो भवे तस्स ।।१।।" જો કે આ સંસારમાં કોઈ માણસ દેહે કરીને સર્વત્ર જતો નથી તો પણ તેને અવિરતિ અને અવતનો બંધ નિત્ય થાય છે.” અવિરતિ અને અવ્રતનો એ પ્રભાવ છે કે ચાહે એ અવિરતિ અને અવ્રતનો અમલ થાઓ યા ન થાઓ તો પણ આત્મા તેના નિમિત્તે થતા બંધમાં અવશ્ય ફસાય જ છે. એની ફસામણથી બચવા માટે પ્રત્યેક મોક્ષાર્થીએ પોતાના જીવનને નિયમોથી નિયંત્રિત બનાવી લેવામાં કોઈ પણ રીતે ચૂકવું એ ઇષ્ટ નથી. વિષયોની પિપાસાથી પર બનીને સર્વવિરતિધર બનાય એ તો સુવર્ણ અને સુગંધનો યોગ થયા જેવું છે પણ જો એમ ન બને તો પણ દેશવિરતિધર બનવું અને તે પણ ન બને તો અવિરતિના વિપાકથી ડરતા બની યથાશક્તિ જીવનને નિયંત્રિત બનાવવું જોઈએ. મન અને ઇંદ્રિયોને આધીન બની એની જ અનુકૂળતા ખાતર ઉચ્છંખલા બની વ્રતોનો ઉપહાસ કરવો એ આત્માનો કારમી રીતે નાશ કરવાની કારવાઈ છે. એ કારવાઈ તરફ પસંદગી દર્શાવવી એ પણ સમ્યક્તને લાંછનરૂપ છે. સમ્યગ્દષ્ટિ આત્મા, અવિરતિમોહના યોગે વિરતિધર ન બની શકે એ બનવા જોગ છે પણ અવિરતિ તરફ તેનું હૃદય ઢળે, એ નહિ બનવા જોગ વસ્તુ છે. અવિરતિ તરફ સમ્યગ્દષ્ટિ આત્માનો તિરસ્કાર જ હોય છે. અવિરતિથી ન છૂટાય એનું એને કારમું દુઃખ હોય છે. અવિરતિમોહના પ્રતાપે અવિરતિ તરફ તેનાથી ઘસડાઈ જવાય એ જુદી વસ્તુ છે પણ એ દશામાંય તેનું હૃદય તો સળગતું જ રહે છે કારણ કે “અવિરતિનું પરિણામ કારમું છે' એ વાતને એ સારી રીતે સમજે છે. વિરતિ માટેનો ઉપદેશ : ઉપકારીઓ પણ અવિરતિથી બચાવવા માટે સામાન્ય ઉપદેશ આપતાં ફરમાવે છે કે – Page #102 -------------------------------------------------------------------------- ________________ - 13 ८८ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - - "असद्वस्तुत्यागेऽपि विरत्यादिमहाफलम् । अन्यथा तु तत्तद्वस्त्वग्रहणेऽपि पशूनामिवाविरतत्वं तत्तनियमफलेन वञ्चयते । न हि सकृद्भोज्यपि प्रत्याख्यानोच्चारं विनैकाशनादिफलं लभते । असम्भवद्वस्तुनोऽपि नियमग्रहणेन कदाचित्कथञ्चित्तद्योगेऽपि नियमबद्धस्तन्न गृह्णह्वात्यपीति व्यक्तं नियमफलम् । यो यावदवधि यथा पालयितुं शक्नोति स तावदवधि तथा समुचितनियमानङ्गीकुर्यात्, नत्वनियमित एव क्षणमपि तिष्ठेत्, विरतेर्महाफलत्वादविरतेश्य बहुकर्मबन्धादिदोषात् ।” “પોતાની પાસે જે વસ્તુ ન હોય તેનો પણ ત્યાગ કરવાથી આત્માને વિરતિ આદિ મહાફળની પ્રાપ્તિ થાય છે અને ત્યાગ નહિ કરવાથી તો તે તે વસ્તુને ગ્રહણ નહિ કરવા છતાં પણ પશુઓની માફક અવિરતપણાની પ્રાપ્તિ થવા સાથે આત્મા, તે તે નિયમના ફળથી વંચિત થાય છે ? એક વાર ભોજન કરનારો પણ પચ્ચકખાણના ઉચ્ચાર વિના એકાસણા આદિના ફળને નથી પામતો જેની પ્રાપ્તિ પોતા માટે અસંભવિત છે એવી વસ્તુનો પણ નિયમ કરવાથી ‘નિયમબદ્ધ આત્મા, કોઈ વખતે કોઈ પણ રીતે તે વસ્તુનો યોગ થઈ જવા છતાં પણ તે વસ્તુને નથી પણ ગ્રહણ કરતો.” આ પ્રમાણે નિયમનું ફળ પ્રગટ છે આ હેતુથી જે આત્મા, જ્યાં સુધી જે રીતે નિયમોને પાળવા માટે શક્તિમાન હોય; તે આત્માએ, ત્યાં સુધી તે રીતના યોગ્ય નિયમો અંગીકાર કરવા જોઈએ; પણ અનિયમિત અવસ્થામાં તો આત્માએ એક ક્ષણ પણ ન રહેવું જોઈએ કારણ કે વિરતિના પ્રતાપે મહાફળ થાય છે અને અવિરતિથી બહુ કર્મોનો બંધ એ આદિ અનેક દોષો થાય છે.” આ પ્રમાણે સામાન્ય કોટિના આત્માને પણ ઉપકારીઓ નિયમિત બનવાનો ઉપદેશ આપે છે કારણ કે અવિરતિ એ મહાપાપ છે. સર્વવિરતિ અને અણુવ્રતાદિ દેશવિરતિ પણ જેનાથી ન બને તેણે પણ તદ્દન અનિયંત્રિત નહિ રહેતાં શક્તિ મુજબના નિયમો અવશ્ય કરવા જ જોઈએ એ આ ઉપદેશનું ઔદંપર્ય છેઅનિયંત્રિત જીવન એ મનુષ્યજીવનમાં પણ એક જાતનું પશુ જીવન છે. મનુષ્યભવ જેવા ઉત્તમ ભવને પામીને અનિયમિત અવસ્થામાં રહેવું એ આ જીવનનો દુરુપયોગ કરવા જેવું છે. કલ્યાણના અર્થીએ પોતાના જીવનનો દુરુપયોગ ન થાય એની ખાસ કાળજી રાખવી જોઈએ. આવા દુર્લભ જીવનનો સંપૂર્ણ સદુપયોગ ન કરી શકાય તો એનો આંશિક સદુપયોગ તો અવશ્ય કરવો જ જોઈએ. સમ્યક્ત આદિના સ્વરૂપથી અપરિચિત એવા પરતીર્થીઓએ પણ પાપમાં પ્રવૃત્તિ નહિ કરવારૂપ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭ : મિથ્યાત્વના પ્રકાર અને અવિરતિનો પ્રભાવ - 101 ‘અકરણનિયમ’ ઉપદેશ્યો છે અને એ પણ અયોગ્ય છે એમ નથી કારણ કે ‘એ પણ શુભ ભાવના યોગે પરિણામે લાભદાયી છે.’ 1507 ‘અકરણનિયમ'નું સ્વરૂપ ઃ સમ્યક્ત્વ પામ્યા પછી પણ સર્વ અણુવ્રતો આદિનો સ્વીકાર નહિ કરી શકતા આત્માઓને અમુક પાપને નહિ કરવારૂપ ‘અકરણનિયમ’નો ઉપદેશ પ્રભુશાસનમાં પણ અપાય છે. એક મહાસતી પ્રવર્તિનીએ, પોતાની સખીઓ સાથે આવેલી એક રાજપુત્રીને સખીઓની સાથે સમ્યક્ત્વનું દાન કર્યા બાદ અક૨ણનિયમનો ઉપદેશ અને તેનું સ્વરૂપ દર્શાવતાં ફરમાવ્યું છે કે - " भणियं च जड़ न सक्कह, सव्वाणुव्वयगुणव्वए धरिडं । तहवि परपुरिससंगे, अकरणनियमं दढं कुणह ।।१।। पावं सयं न कीरइ, विणियत्तिज्जइ परोवि पावाए । मइविहवा नयनिउणं, अकरणनियमस्स रूवमिणं ||२|| “જો તમે સર્વ અણુવ્રતોને અને ગુણોવ્રતોને ધારણ કરવાને શક્તિમાન ન હો તો પણ તમે પરપુરુષના સંગને નહિ કરવાનો દૃઢ નિયમ કરો : ‘પોતે પાપને કરવું નહિ અને પોતાના મતિવિભવથી ન્યાયનિપુણતાનું રક્ષણ થાય એ રીતે બીજાને પણ પાપથી વિશેષ પ્રકારે પાછા ફેરવવા.’ આ ‘અકરણ નિયમ’નું સ્વરૂપ છે.” ‘અબ્રહ્મચર્યનું સેવન આદિ જે પાપો તે પાપોને નહિ કરવાનો પોતે નિયમ ક૨વો અને અન્ય પણ ભવ્ય આત્માઓ કે જેઓ એવી જાતનાં પાપોમાં ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ કરતા હોય તેવા આત્માઓને તેવા પ્રકારનાં પાપોથી નિવૃત્તિ કરાવવી.’ એ ‘અકરણનિયમ' કહેવાય છે. અણુવ્રતો આદિ ગૃહીધર્મને નહિ સ્વીકારી શકતા આત્માઓએ પણ આવા પ્રકારના ‘અક૨ણનિયમ’ના તો ઉપાસક બનવું જ જોઈએ. આવા પ્રકારના ‘અકરણનિયમ'ના પ્રભાવ અને પરિણામ પણ કાંઈ સામાન્ય નથી. ‘અકરણનિયમ’નો પ્રભાવ અને પરિણામ : ૮૯ એ જ મહાસતી પ્રવર્તિનીએ, સપરિવાર રાજપુત્રીને ‘અકરણનિયમ’ને દઢતાથી અંગીકાર કરવાનો ઉપદેશ આપ્યા બાદ એના પ્રભાવનો અને પરિણામનો ખ્યાલ આપતાં પણ ફરમાવ્યું છે કે - " इत्तो वित्थरइ जए विमला, आचंदसूरियं कित्ती । इत्तो कल्लाणपरंपरेण पाविज्जाए मुत्ती ।।१।। Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯૦ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ – 108 वटुंति वसे तियसा, चिंतियमेत्ताइं सबकज्जाई। સંપતિ નિયામાં, પત્તો બળેવ કબ રા" આ “અકરણનિયમના પ્રતાપે ચંદ્ર અને સૂર્યની હયાતી રહે ત્યાં સુધી આવિશ્વમાં વિમલ કીર્તિ વિસ્તાર પામે છે. પરિણામે એ“અકરણનિયમ'ના પ્રતાપે કલ્યાણની પરંપરાલારા મુક્તિ પ્રાપ્ત થાય છે: “અકરણનિયમનો પ્રતાપ એવો છે કે એના યોગે આ જન્મમાં જીવોને દેવો વશમાં વર્તે છે અને સર્વ કાર્યો ચિંતવવા માત્રથી સફળ થાય છે? અર્થાત્ સર્વવિરતિ અને સર્વ અણુવ્રતો અને ગુણવતો આદિના સ્વીકારરૂપ દેશવિરતિનો સ્વીકાર તો દૂર રહો પણ “અબ્રહ્મસેવાદિરૂપ જે પાપો તેને પણ નહિ કરવારૂપ અને અન્ય આત્માઓને પણ તેથી વિરામ પમાડવારૂપ જે “અકરણનિયમ' તેના પ્રતાપે આ લોક પણ સુંદર બને છે, પરલોક પણ સુંદર બને છે અને પરિણામે શાશ્વત સુખના ધામરૂપ સિદ્ધિપદની પણ પ્રાપ્તિ થાય છે. અધિકારીના ભેદે ભિન્નતા : આ “અકરણનિયમના સ્વીકારના પરિણામમાં અધિકારીના ભેદે અવશ્ય ભિન્નતા રહે છે કારણ કે જે આત્માને ગ્રંથિભેદ થયેલો નથી હોતો તે આત્માનો “અકરણ નિયમ' કાયમી નથી બનતો અને જેની મોહગ્રંથિ ભેદાયેલી હોય છે તેનો “અકરણનિયમ' કાયમી બને છે. આ વસ્તુને સમજાવતાં શાસ્ત્રકાર મહર્ષિ ફરમાવે છે કે___ "इह यथा कस्यचित्रीरोगस्यापि दुर्भिक्षादिषु तथाविधभोजनाभावात् शरीरकार्यमुत्पद्यते, अन्यस्य तु पूर्यमाणभोजनसम्भवेऽपि राज्यक्ष्मनाम्नो रोगविशेषात् । तत्र प्रथमस्य समुचितभोजनलाभेऽविकलस्तदुपचयः स्यादेव । द्वितीयस्य तु तेस्तैरुपचयकारणरुपचर्यमाणस्यापि प्रतिदिनं हानिरेव । एवं सामान्यक्षयोपशमेन निवृत्तिमन्त्यपि कृतानि पापानि सामग्रीलाभात् पुनरपि समुज्जम्मन्ते । विशिष्टक्षयोपशमवतस्तु, सम्पन्नराजयक्ष्मण इव शरीरं, तावत् पापं प्रतिभवं हीयते यावत् सर्वक्लेशविकलो मुक्तिलाभ इति ।" “આ સંસારમાં જેમ કોઈ રોગરહિતને પણ દુષ્કાલ આદિ પ્રસંગોમાં તેવા પ્રકારના ભોજનના અભાવથી શરીરનું દુર્બલપણું ઉત્પન્ન થાય છે અને કોઈને તો શરીરને પૂર્ણ કરનાર ભોજનની સામગ્રી હોવા છતાં પણ “રાજ્યશ્મા' નામના રોગવિશેષથી શરીરનું દુર્બલપણું થાય છે એ બે પૈકીના પ્રથમને તો યોગ્ય ભોજનનો લાભ થતાં તેના શરીરની વૃદ્ધિ અવિકલપણે થાય જ પણ બીજાને એટલે “રાજ્યસ્મા' નામના Page #105 -------------------------------------------------------------------------- ________________ 150g - ૭ : મિથ્યાત્વના પ્રકાર અને અવિરતિનો પ્રભાવ - 101 – ૯૧ રોગવિશેષથી પીડાતાને તો તે પ્રકારનાં વૃદ્ધિનાં કારણો દ્વારા સેવાવા છતાં પણ શરીરની હાનિ જ થાય : એ પ્રમાણે સામાન્ય ક્ષયોપશમ દ્વારા નિવૃત્તિવાળાં પણ કરેલાં પાપો સામગ્રીના લાભથી ફરી પણ સારી રીતથી વિકાસ પામે છે અને જેમ “રાજ્યક્ષમા” રોગથી સંપન્ન માણસનું શરીર ક્ષીણ જ થાય છે તેમ વિશિષ્ટ પ્રકારના ક્ષયોપશમવાળા આત્માનું પાપ તો જ્યાં સુધી સર્વ પ્રકારના ક્લેશોથી રહિત મુક્તિનો લાભ થાય ત્યાં સુધી ભવે ભવે ક્ષીણ થાય છે.” સર્વવિરતિ ગુણસ્થાને વિશિષ્ટતા : અલ્પ ક્ષયોપશમવાળા આત્માને સામાન્ય લાભ આપતા અને જેનો મોહગ્રંથિ ભેદાયો છે એવા આત્માને કાયમી સુંદર લાભ આપતો આ “પાપઅકરણનિયમ અન્ય તીર્થિકોએ પણ પોતાનાં શાસ્ત્રોમાં ઉપદેશ્યો છે તે પણ શ્રી સર્વજ્ઞ પરમાત્માના પ્રવચનને જ આભારી છે, કારણ કે અકરણનિયમ' આદિને કહેનારાં વાકયોનો ઉદય શ્રી જિનવચનરૂપ સાગરમાંથી જ થયેલો છે. આ “પાપઅકરણનિયમનો સંભવ દેશવિરતિ ગુણસ્થાનકે પણ છે જ અને : “સચ્ચાવિક ગુણવા વિસિતારો સો સો ” "सर्वविरतिगुणस्थानके यावज्जीवं समस्तपापोपरमलक्षणे विशिष्टतरको देशविरत्यकरणनियमापेक्षयाऽकरणनियमो भवति" જિંદગી પર્યત સમસ્ત પાપોના ઉપશમરૂપ “સર્વવિરતિ' નામના છઠ્ઠા ગુણસ્થાનકમાં, “દેશવિરતિ' નામના પાંચમા ગુણસ્થાનકમાં જે અકરણનિયમ' હોય છે તેની અપેક્ષાએ અતિશય વિશિષ્ટ પ્રકારનો અકરણનિયમ' થાય છે.” આ સર્વ ઉપરથી એક જ વસ્તુ સિદ્ધ થાય છે “અનિયંત્રિત એટલે કર્મબંધ માટે અનુકૂળ જીવનને નિયંત્રિત બનાવવા માટે શ્રી જૈનશાસને કડકાઈ કરવામાં કશી જ કમી નથી રાખી.” કોઈ પણ પાપની અને કર્મબંધના સામાન્ય પણ કારણની અવિરતિ જે શ્રી જૈનશાસને દુઃખકર માની છે તે શ્રી જૈનશાસન અવિરતિને ભયંકર બતાવે એમાં શું આશ્ચર્ય છે ? મિથ્યાત્વ એ જેમ આત્માનો અનાદિસિદ્ધ કારમો શત્ર છે તેમ અવિરતિ પણ એવો જ શત્રુ છે એ ઉભયને અંગે આપણે સામાન્ય વિચારણા કરી આવ્યા. પ્રમાદ અને કષાયાદિની વિચારણા હવે પછી - Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮ : પ્રમાદના પ્રકારો અને પરિણામ : 102 • બચવાનો ઉપાય : પ્રમાદીને ઉપાલંભ : • પ્રમાદની વ્યુત્પત્તિ : પ્રમાદથી પ્રવજ્યાસાધકને વિશિષ્ટ અપાય : • પ્રમાદનું સ્વરૂપ અને પ્રકાર : • સુવિહિતનું કર્તવ્ય : • પ્રમાદનું ફળ : • અંતિમ ઉપદેશ – પ્રમાદથી બચો ! વિષયઃ કર્મબંધના કારણભૂત પ્રમાદનાં અનેકવિધ સ્વરૂપની વિચારણા. પ્રકર્ષે કરી મદને પમાડે તે પ્રમાદ. આ પ્રમાદ જીવને સંસારમાં પાડે છે. મોહરૂપી અંધતામાં કારણભૂત પ્રમાદનું આ પ્રવચનમાં સવિગત વર્ણન કરાયું છે. મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા સ્વરૂપ પંચ પ્રકારક પ્રમાદનું પ્રસિદ્ધ વર્ણન તો અત્રે મળે જ છે, વધુમાં વિકથાના પ્રસિદ્ધ ચાર પ્રકાર ઉપરાંત દર્શન ભેદિની, ચારિત્રભેદિની અને મૃદુકારુણિકા નામની વિકથાના ભેદો પણ અત્રે વર્ણવાયા છે. તે જ રીતે પ્રમાદના અન્ય પ્રકારો જેવા કે, ઘૃત (જુગાર) અને પડિલેહણા પ્રમાદની અપૂર્વશ્રુત વાતો પણ ખૂબ જ વિસ્મય પમાડે તેવી છે. પડિલેહણા પ્રમાદના દ્રવ્ય-ક્ષેત્રાદિ ચાર પ્રકાર બતાવી પ્રમાદ કેવો વિનિપાત સર્જે છે અને એનાં કેવાં માઠાં ફળ જીવને ભોગવવા પડે છે, તેનું ભયાવહ ચિત્ર અત્રે આબાદ રજૂ થયું છે. વળી આઠ પ્રકારનો પ્રમાદ પણ વર્ણવ્યો છે. છેવટે પ્રમાદી જીવને ઉપકારીઓ કેવી ચીમકી આપે છે ? વિશિષ્ટ સંયમીને પણ એ કેવો પજવે, પછાડે છે ?, પ્રમાદથી બચવા સુવિહિત શ્રમણો વગેરેએ શું શું કરવું જોઈએ, એના ઉપાયો અંગેનું માર્ગદર્શન આપી પ્રવચન પૂર્ણ કર્યું છે. મુલાકાતૃત • પ્રમાદ એ આત્માને ઉત્તમમાં ઉત્તમ વસ્તુની આરાધનાથી વંચિત રાખે છે. • વિષયો પૈકીના મનોહર ઉપર રાગ અને અમનોહર ઉપર દ્વેષ એનું નામ પ્રમાદ છે. • વિકથાઓનો પ્રચાર એ ધર્મના નાશનો જ પ્રચાર છે. • અવસર આવી પડે તો પ્રાણીઓએ વિષ ખાવું એ સારું છે, અગ્નિમાં પડીને બળી મરવું એ સારું છે, પણ પ્રમાદ કરવો એ સારું નથી. • પાણીના સિંચનથી જેમ વનવૃક્ષો વધે તેમ પ્રમત્ત હૃદય ધરાવનારના જીવનમાં પ્રમાદના પ્રતાપે દોષોની વૃદ્ધિ જ થાય છે. મુનિ માટે કોઈ પણ ક્રિયા એવી નથી કે જે ક્રિયા અપ્રમત્તભાવ વિના ફળે. શ્રી જિનેશ્વર દેવોએ ફરમાવેલી કોઈ પણ ક્રિયામાં પોતાની મતિ કલ્પનાથી પ્રવૃત્તિ કરવી એ પણ પ્રમાદ છે. • પ્રભુ શાસનમાં તે જ પંડિતાઈ સાચી મનાય છે કે, જે વિષયાદિક પ્રમાદથી બચાવી આત્માને રત્નત્રયીની આરાધનામાં ઉજમાળ બનાવે છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮ : પ્રમાદના પ્રકારો અને પરિણામ : બચવાનો ઉપાય ઃ સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, સંસારવર્તી પ્રાણીગણને આ કારમા સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના જ એક શુભ હેતુથી : આ ‘ધૂત’ નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરી રહ્યા છે. ચાર ગતિરૂપ સંસારમાં ફસેલાં પ્રાણીઓ કેવા કેવા પ્રકારના કર્મવિપાકને ભોગવી રહ્યા છે એનું પ્રતિપાદન કરતાં બીજા સૂત્રના - "संति पाणा अंधा तमसि वियाहिया " આ અવયવ દ્વારા એ પરમોપકારી પરમર્ષિએ પ્રરૂપ્યું કે ‘કર્મના પ્રતાપે ચક્ષુથી અને સદ્વિવેકથી વિકલ બનેલા આત્માઓ, કર્મવિપાકે જ આપાદિત કરેલ નરકગતિ આદિરૂપ દ્રવ્યઅંધકારમાં અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય આદિરૂપ ભાવઅંધકારમાં અટવાયેલા રહેલા છે.’ એમ શ્રી તીર્થંકરદેવોએ ફરમાવ્યું છે. ભાવઅંધકારરૂપ મિથ્યાત્વ આદિના સ્વરૂપથી પરિચિત થઈ જો આત્મા, એ કારમા શત્રુઓથી સાવધ બની જાય તો અવશ્ય એ કર્મના વિપાકથી બચી જાય અને નરકગતિ આદિરૂપ દ્રવ્યઅંધકારમાં એનું આથડવું અટકી જાય. અવિવેક જેમ આત્માને અંધ બનાવનાર છે તેમ મિથ્યાત્વ આદિ અંધકારરૂપ હોઈ નરકગતિ આદિરૂપ અંધકારમાં અથડાવનાર છે; એ જ હેતુથી અવિવેકનું સ્વરૂપ જાણવાની જેટલી જરૂર છે, તેટલી જ જરૂર મિથ્યાત્વ આદિના સ્વરૂપને જાણવાની પણ છે. કર્મના કારમા વિપાકથી બચવાનો એ જ એક ઉપાય છે કે ‘અવિવેક આદિના સ્વરૂપને જાણી તેને આત્માથી અલગ કરવાનો અવિરત પ્રયત્ન કરવો.’ અવિવેક આદિથી બચવા માટે અવિવેક આદિના હેતુઓથી ખૂબ જ સાવધ રહેવું જોઈએ, એ જ કારણે આપણે અવિવેક આદિનું સ્વરૂપ અવશ્ય સમજવું જોઈએ. અવિવેક આદિનું સ્વરૂપ સમજતાં એના હેતુઓ સહેલાઈથી સમજાઈ જાય છે. અવિવેક આદિનું સ્વરૂપ અને પરિણામ આપણે જોઈ આવ્યા તેમ મિથ્યાત્વ અને Page #108 -------------------------------------------------------------------------- ________________ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ --- — 152 અવિરતિ આદિનું સ્વરૂપ વગેરે પણ આપણે જોઈ આવ્યા અને હવે આપણે ‘પ્રમાદ’નું સ્વરૂપ અને ફળ વગેરે જોઈએ. પ્રમાદની વ્યુત્પત્તિ : પ્રમાદની વ્યુત્પત્તિ કરતાં ઉપકારીઓ ફરમાવે છે કે - “પ્રજર્વે મધન્યનેનેતિ પ્રમાણ" જેના યોગે પ્રાણીઓ પ્રકૃષ્ટપણે મદને પામે છે તેનું નામ પ્રમાદ” પ્રાણીઓને ખૂબ ખૂબ મદ કરાવનાર જો કોઈ હોય તો તે પ્રમાદ છે. એ વાત આ પ્રમાદની વ્યુત્પત્તિથી સ્પષ્ટ થાય છે. પ્રમાદ એ આત્માને ઉત્તમમાં ઉત્તમ વસ્તુની આરાધનાથી વંચિત રાખનાર છે. પ્રમાદનું સ્વરૂપ અને પ્રકાર : પ્રાણીઓને ખૂબ ખૂબ મદ કરાવનાર પ્રમાદનું સ્વરૂપ અને તેના પ્રકાર વર્ણવતાં પણ પરમોપકારી પરમર્ષિઓ પ્રરૂપે છે કે – प्रचुरकर्मेन्धनप्रभवनिरन्तराविमातशारीरमानसानेकदुःखहुतवहज्वालाकलापपरीतमशेषमेव संसारवासगृहं पश्यंस्तन्मध्यवर्त्यपि सति च तनिर्गमनोपाये वीतरागप्रणीतधर्मचिन्तामणी यतो विचित्रकर्मोदयसाचिव्यजनितात्परिणामविशेषादपश्यन्निव तदुभयमविगणय्य विशिष्टपरलोकक्रियाविमुख एवाऽऽस्ते जीवः स खलु प्रमादः । तस्य च प्रमादस्य ये हेतवो मद्याऽऽदयस्तेऽपि प्रमादाः । तत्कारणत्वात् । उक्तं च "मज्जं विसयकसाया, निहा विगहा य पंचमी भणिया । @ પંચ પાયા, ગર્વ પતિ સંસારે II” “સઘળાય સંસારરૂપ વાસગૃહને, પુષ્કળ કર્મોરૂપી ઇંધનોથી ઉત્પન્ન થયેલ અને નિરંતર પવનથી ફેંકેલા અનેક શારીરિક અને માનસિક દુઃબોરૂપી અગ્નિની જ્વાળાઓના સમૂહથી ચારે બાજુ ઘેરાયેલ તરીકે જોતો તથા એ રીતે ચારે બાજુથી સળગતા સંસારરૂપ વાસગૃહની મધ્યમાં રહેનારો હોવા છતાં પણ અને તેમાંથી નીકળવાના ઉપાયરૂ૫ શ્રી વિતરાગ પરમાત્માએ પ્રરૂપેલ ધર્મરૂપ ચિંતામણિની હયાતી હોવા છતાં; વિચિત્ર પ્રકારના કર્મોદયની દીવાનગીરીથી ઉત્પન્ન થયેલ પરિણામ વિશેષને કારણે ન જોતો હોય તેમ તે ઉભયને અવગણીને વિશિષ્ટ પ્રકારની પરલોકની ક્રિયાથી વિમુખ જ રહે છે, તે પરિણામ વિશેષ Page #109 -------------------------------------------------------------------------- ________________ 163 – ૮ : પ્રમાદના પ્રકારો અને પરિણામ - 102 – ૯૫ ખરેખર પ્રમાદ છે અને તે પ્રમાદના મઘ આદિ જે હેતુઓ તે પણ પ્રમાદના કારણ હોવાથી પ્રમાદ કહેવાય છે કે કહેલું છે કે - “મધ, વિષય, કષાય, નિદ્રા અને પાંચમી વિકથા કહેલી છેઆ પાંચે પ્રકારના પ્રમાદો જીવને સંસારમાં પાડે છે.” અર્થાત્ - આત્માને જાણવા છતાં પણ પરલોકની ક્રિયાથી વિમુખ રાખનાર કોઈ પણ કારમો દુશ્મન હોય તો પ્રમાદ છે : પ્રમાદ એ કર્મોદયજન્ય પરિણામ વિશેષ છે : એ પરિણામના યોગે આત્મા દેખતો હોવા છતાં અંધ બની જાય છે : પ્રભુપ્રણીત ધર્મચિંતામણિની, જાણવા છતાં પણ અવગણના કરાવનાર પ્રમાદ છે : “અનેક પ્રકારનાં શારીરિક અને માનસિક દુઃખો રૂપ જે અગ્નિ, તે પ્રચુર કર્મરૂપ ઈંધનોથી ઉત્પન્ન થયેલ છે અને અવિરતપણે મોહરૂપ પવનથી ફૂંકાતો હોવાથી તેની જ્વાલાઓનો સમૂહ સંસારરૂપ વાસઘરની ચારે બાજુએ ફરી વળેલો છે : એ કારણે ચારેય બાજુથી આખુંય સંસારરૂપ વાસઘર સદાને માટે સળગતું છે : એ કારમાં અગ્નિની કારમી જ્વાળાઓથી સળગતા સંસારરૂપ વાસઘરને જોવા છતાં પણ તેનાથી આત્માને બેદરકાર રાખી એમાં ફસાવી રાખનારો પ્રમાદ છે : એ પ્રમાદનો જ એ પ્રતાપ છે કે “સળગતા સંસારરૂપ વાસઘરની મધ્યમાં રહેતો આત્મા, મદાન્વિત થવાથી પોતે જેની મધ્યમાં વસે છે તેને સળગતું જોવા છતાં પણ નચિંત રહે છે અને તેમાંથી નીકળવાનો ઉપાય વિદ્યમાન છતાં તેનાથી પણ વિમુખ રહે છે.” “સંસારરૂપ વાસઘર સળગતું છે એટલે તેમાં રહેવાથી સળગ્યા કરવા સિવાય બીજું કોઈ જ શભ પરિણામ આવનાર નથી.” અને “એ સળગતા વાસઘરથી બહાર કાઢી શાશ્વત શાંતિને આપનાર શ્રી વીતરાગ પરમાત્માએ પ્રરૂપેલ ધર્મરૂપ ચિંતામણિ મોજૂદ છે.” એમ જાણવા છતાં પણ આત્માને એ સળગતા સંસારરૂપ વાસઘરમાંથી બહાર નીકળતાં અટકાવીને શાશ્વત શાંતિ આપનાર શ્રીવીતરાગ પરમાત્માએ કહેલ ધર્મરૂપચિંતામણિની ઉપાસના નહિ કરવા દેનાર કોઈ પણ અનાર્ય શત્રુ હોય તો તે પ્રમાદ છે એ પ્રમાદના હેતુભૂત પ્રમાદો પાંચ પ્રકારના છે :૧. “મદ્ય' - આત્માને નશો ચડાવનારી વસ્તુઓનું સેવન એ આ “મઘ” નામના પ્રમાદમાં સમાય છે. સંસારથી છૂટીને મોક્ષસુખની અભિલાષા Page #110 -------------------------------------------------------------------------- ________________ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - -- 1514 રાખનારે, એવી વસ્તુઓના સેવનથી અવશ્ય બચવું જોઈએ. મદિરા આદિ મદ કરનારી વસ્તુઓનું સેવન સુજ્ઞ આત્માને પણ પાગલ બનાવે છે. એના પનારે પડેલા આત્માઓ વિવેકરહિત બનીને નહિ બોલવાનું બોલે છે અને નહિ આચરવાનું આચરે છે. આ વસ્તુને જાણવા છતાં પણ એવી વસ્તુઓને આધીન બનેલા આત્માઓ, એ કારમી વસ્તુઓનો ત્યાગ નથી કરી શકતા છતાં પણ કલ્યાણના કામી આત્માઓએ, બળાત્કારે પણ એવી વસ્તુઓના પાશથી અવશ્ય છૂટવું જ જોઈએ. ૨. “વિષય' - “શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ' - આ પાંચ, પાંચ ઇંદ્રિયોના વિષયો છે. આ વિષયો પૈકીના મનોહર ઉપર રાગ અને અમનોહર ઉપર દ્વેષ એનું નામ પ્રમાદ છે. મનોહર શબ્દાદિ વિષયો ઉપર રાગ અને અમનોહર શબ્દાદિ વિષયો ઉપર દ્વેષ કરનારા આત્માઓ પ્રમાદી ગણાય છે. આ પ્રમાદના પ્રતાપે આત્માઓ જીવનની સફળતા સાધવામાં નિષ્ફળ જાય છે. વિષયો પ્રત્યેની લાલસા એ કારમી છે. કાયર પુરુષોથી એનો વિજય થવો અશક્ય છે. ૩. “કષાય' - ક્રોધ, માન, માયા, અને લોભરૂપ કષાય એ આત્માનો કારમો શત્રુ છે. આ કષાયરૂપ પ્રમાદને આધીન થયેલા આત્માઓ, આત્માના સ્વભાવરૂપ ગુણોના અનુભવથી વંચિત રહે છે. આ કષાયનું વર્ણન આપણે પ્રમાદનું વર્ણન કર્યા પછી કરવું છે એટલે આ સ્થળે આટલું જ બસ છે. ૪. “નિદ્રા' - આ પ્રમાદના પણ પાંચ પ્રકાર છે. નિદ્રા પણ આત્માના ભાનને ભુલાવનારી છે. “નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને સ્વાદ્ધિ આ નિદ્રાપ્રમાદના પાંચ પ્રકાર છે. નિદ્રાને વશ થયેલો આત્મા સહેલાઈથી જાગ્રત થાય છે : નિદ્રાનિદ્રાને આધીન થયેલો આત્મા મુસીબતે જાગ્રત થાય છે : પ્રચલાને આધીન થયેલો આત્મા બેઠાં બેઠાં પણ ઊંધે છે : પ્રચલાપ્રચલાને આધીન થયેલો આત્મા ચાલતાં ચાલતાં પણ ઊંઘે છે અને સ્વાદ્ધિ નિદ્રાને આધીન થયેલો આત્મા તો દિવસે ચિંતવેલ કાર્યને પણ ઊંઘમાં કરે છે. આ રીતે નિદ્રા પણ એક કારમો પ્રમાદ છે. ૫. વિકથા' - આ પ્રમાદ, કારમી પાપપ્રવૃત્તિમાં જોડનારો છે. વિકથાઓ અનેક પ્રકારની છે. ચાર પ્રકારની પણ છે અને સાત પ્રકારની પણ Page #111 -------------------------------------------------------------------------- ________________ 116 - ૮ : પ્રમાદના પ્રકારો અને પરિણામ - 102 - છે. “રાજકથા, સ્ત્રીકથા, દેશકથા અને ભક્તકથા' આ વિકથાના ચાર પ્રકાર અને તેની સાથે “દર્શનભેદિની, ચારિત્રભેદિની અને મૃદુ કારણિકી” આ ત્રણ ભેળવવાથી સાત પ્રકારની છે. આ વિકથાઓનું તો આજે સામ્રાજ્ય વર્તે છે. ધર્મનો ખૂબ હૂાસ તો એને જ આભારી છે. પ્રથમની ચાર કથાઓએ વિશ્વને પાગલ બનાવ્યું છે અને પાછળની ત્રણ કથાઓએ તો ધર્મ સમાજને પણ હતપ્રત કરી નાખ્યો છે. વિકથાઓનો પ્રચાર એ ધર્મના નાશનો જ પ્રચાર છે. પ્રત્યેક કલ્યાણના અર્થીએ વિકથાઓથી બચવું જ જોઈએ. વિકથાઓનો વિલાસ કારમો છે. વિકથાવશ આત્માઓ તત્ત્વવાદના નામથી જ ઊભગી જાય છે. એવાઓની આગળ તત્ત્વની વાતો કરનારા મહાપુરુષો પણ ઉપહાસનું પાત્ર બને છે. વળી છ પ્રકારનો પણ પ્રમાદ ફરમાવ્યો છે – "छबिहे पमाए पण्णत्ते । तं जहा - मज्जापमाए, णिहापमाए, विसयपमाए, कसायपमाए, जुयपमाए, पडिलेहणापमाए ।' “પ્રમાદ છ પ્રકારનો પ્રરૂપ્યો છે અને તે આ પ્રમાણે છે - એક મધ પ્રમાદ, બીજો નિદ્રા પ્રમાદ, ત્રીજો વિષય પ્રમાદ, ચોથો કષાય પ્રમાદ, પાંચમો દ્યુત પ્રમાદ, અને છઠ્ઠો પડિલેહણા પ્રમાદ.” આમાંના ચાર પ્રકાર તો પ્રથમ પાંચમા આવ્યા એ જ છે અને બે પ્રકાર નવા છે. તેમાંનો એક “ઘુત' નામનો તો પ્રસિદ્ધ જ છે. ઘુત પ્રમાદને આધીન થયેલાઓની કારમી દશા પ્રાયઃ સૌને પરિચિત છે. બાકી રહ્યો એક પડિલેહણા પ્રમાદ.” આ પ્રમાદ અપરિચિત ગણાય. પ્રમાદના સ્વરૂપથી સાધુઓ અને નિરંતર સામાચારીના શ્રવણમાં રત એવા શ્રાવકો પરિચિત હોઈ શકે પણ અન્ય નહિ, એ પ્રમાદને જ્ઞાનીઓ “દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ” – આ ચાર પ્રકારે વર્ણવે છે કારણ કે ‘પડિલેહણા' ચાર પ્રકારની છે એટલે એને લગતો પ્રમાદ પણ ચાર પ્રકારનો છે. ચાર પ્રકારની પડિલેહણામાં – ૧. દ્રવ્ય પડિલેહણા તેને કહેવાય છે કે વસ્ત્ર અને પાત્ર આદિ ઉપકરણો તથા અશન, પાન આદિ આહારોને ચક્ષુથી બરાબર જોયા પછી ઉપયોગમાં લેવા. ૨. ક્ષેત્રપડિલેહણા તેને કહેવાય છે કે “કાયોત્સર્ગ કરવાનું સ્થાન, બેસવાનું Page #112 -------------------------------------------------------------------------- ________________ ૯૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – - 116 સ્થાન અને સૂવાનું સ્થાન તથા સ્પંડિલનો માર્ગ અને વિહારનું ક્ષેત્ર આ બધા સ્થાનનું બરાબર નિરીક્ષણ કરવું.” ૩. કાપડિલેહણા તેને કહેવાય છે કે “મેં કરણીય શું કર્યું અથવા મારે કરણીય કરવાનું શું બાકી છે અને એવો ક્યો કરણીય તપ છે કે જેને હું નથી કરતો ?' આવા વિચારમાં રત રહેવારૂપ ધર્મ જાગરિકા આદિ કરવી.' ૪. ભાવપડિલેહણા તેને કહેવાય છે કે “પૂર્વાપરરાત્રકાલે એટલે પહેલા અને છેલ્લા પ્રહરે શુદ્ધ ચિંતવનમાં રહેવું.” આ ચારે પ્રકારની પડિલેહણામાં શિથિલતા અને આજ્ઞાનો અતિક્રમ એનું નામ પડિલેહણા પ્રમાદ કહેવાય છે. વળી પ્રમાદને આઠ પ્રકારે પણ વર્ણવ્યો છે - "पमाओ य मुणिंदेहि, भणिओ अट्ठभेयओ । अनाणं संसओ चेव, मिच्छानाणं तहेव य ।।१।। रागो दोसो सइब्भंसो, धम्मम्मि य अणायरो । યોri સુખદા, કુ નિયત્રણ રા" જેના પ્રતાપે આત્મા મોક્ષમાર્ગ પ્રત્યે શિથિલ ઉદ્યમવાળો થાય તેનું નામ પ્રમાદ કહેવાય છે અને એ પ્રમાદ શ્રી તીર્થંકર મહારાજાઓએ આઠ પ્રકારનો કહો છે – ૧. “અજ્ઞાન' એટલે મૂઢતા. ૨. “સંશય' એટલે “શું આ વસ્તુ આ પ્રમાણે હશે કે અન્યથા” આવા પ્રકારનો સંદેહ. ૩. “મિથ્યાજ્ઞાન' એટલે વસ્તુ જે સ્વરૂપે હોય તે સ્વરૂપે નહિ સ્વીકારતાં ઊલટા સ્વરૂપે સ્વીકારવી તે. ૪. “રાગ' એટલે આત્મા, આત્માના ગુણો અને તેની ખિલવટનાં સાધનો સિવાયના જે જે પદાર્થો તેના ઉપર મમત્વભર્યો અત્યંત પ્રેમ. ૫. “ઢેષ એટલે “અપ્રીતિ. ૭. “સ્મૃતિભ્રંશ' એટલે “ વિસ્મરણશીલતા'. ૭. “ધર્મમાં અનાદર' એટલે “શ્રી અરિહંત પરમાત્માએ અર્પણ કરેલ Page #113 -------------------------------------------------------------------------- ________________ 157 – ૮ : પ્રમાદના પ્રકારો અને પરિણામ - 102 --- ૯૯ ધર્મની આરાધનામાં ઉદ્યમ ન કરવો તે. ૮. “યોગોનું દુષ્મણિધાન એટલે ‘મન વચન અને કાયા આ ત્રણે યોગોની દુષ્ટતા કરવી.' આ આઠે પ્રકારનો પ્રમાદ કર્મબંધનો હેતુ હોવાથી વર્જવા યોગ્ય છે.” પ્રમાદનું ફળ : આત્માને મોક્ષમાર્ગની આરાધનામાં ઉદ્યમહીન બનાવનાર પ્રમાદનું ફળ પણ ભયંકર છે. પ્રમાદ આ આત્માના શ્રેયમાં કેવો અને કેટલો વિઘ્નકર છે એ વસ્તુ અવશ્ય કલ્યાણના અર્થીઓએ વિચારવા જેવી છે. પ્રમાદ એ કેવો કારમો શત્રુ છે અને એના માટે એકાંત પરોપકારમાં જ પરાયણ એવા પરમર્ષિઓ શું શું ફરમાવે છે એ આપણે જોઈએ. પ્રમાદના દારુણ વિપાકનું પ્રતિપાદન કરતાં પરમોપકારી પરમર્ષિઓ ફરમાવે છે કે - "श्रेयो विषमुपभोक्तुं, क्षमं भवेत् क्रीडितुं हुताशेन । संसारबन्धनगतै-र्न तु प्रमादः क्षमः कर्तुम् ।।१।। अस्यामेव हि जातो, नरमुपहन्याद्विषं हुताशो वा । आसेवितः प्रमादो, हन्याज्जन्मान्तरशतानि ।।२॥ यत्र प्रयान्ति पुरुषाः, स्वर्ग यच्च प्रयान्ति विनिपातम् । तत्र निमित्तमनार्यः, प्रमाद इति निश्चितमिदं मे ।।३।। संसारबन्धनगतो, जातिजरामरणव्याधिदुःखार्त्तः । यत्रोद्विजते सत्त्वः, सोऽप्यपराधः प्रमादस्य ।।४।। आज्ञाप्यते यदवश-स्तुल्योदरपाणिपादवदनेन । कर्म च करोति बहुविध-मेतदपि फलं प्रमादस्य ।।५।। इह हि प्रमत्तमनसः, सोन्मादवदनिभृतेन्द्रियाश्चपलाः । यत्कृत्यं तदकृत्वा, सततमकार्येष्वभिपतन्ति ।।६।। तेषामभिपतिताना-मुद्घान्तानां प्रमत्तहृदयानाम् । वर्द्धन्त एव दोषाः, वनतरवश्वाम्बुसेकेन ।।७॥" “વિષનો ઉપભોગ કરવો એ કલ્યાણકર છે અને અગ્નિ સાથે ક્રિીડા કરવી એ હિતકર છે પણ સંસારના બંધનમાં પડેલાં પ્રાણીઓએ પ્રમાદ કરવો એ હિતકર નથી. કારણ કે વિષ અને અગ્નિ મનુષ્યને આ જ Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ –--- 15te જન્મમાં મારે છે ત્યારે આ સેવન કરાયેલો પ્રમાદ આ જન્મને હણવા સાથે સેંકડો જન્મોને હણે છે : પુરુષો જે સ્વર્ગમાં નથી જતા અને વિનિપાતને પામે છે તેમાં નિમિત્ત અનાર્ય એવો પ્રમાદ છે.' આ મને નિશ્ચિત છે સંસારના બંધનમાં પડેલો અને જન્મ, જરા, મરણ તથા વ્યાધિરૂપ દુઃખોથી પીડિત એવો પણ આત્મા, જે સંસારથી ઉદ્વેગ નથી પામતો તે પણ પ્રમાદનો અપરાધ છે : ઉદર, હાથ, પગ અને મુખથી તુલ્ય એવા પણ માણસ દ્વારા જે પરાધીન મનુષ્ય આજ્ઞા કરાય છે અને બહુ પ્રકારના કર્મને કરે છે એ પણ પ્રમાદનું ફળ છે કારણ કે આ સંસારમાં પ્રમત્ત મનવાળા આત્માઓ, ઉન્માદયુક્ત મનુષ્યોની માફક ઇંદ્રિયોને કાબૂમાં રાખનારા નથી હોતા અને ચંચળ હોય છે એ જ કારણે તેવા આત્માઓ જે કૃત્ય હોય છે તેને નહિ કરીને નિરંતર અકાર્યોમાં જ પડે છે. પાણીના સીંચવાથી જેમ વન-વૃક્ષો વધે છે તેમ અકાર્યોની આચરણામાં પડેલા એ જ કારણે ઉત્ક્રાંત બનેલા અને ઉન્મત્ત હૃદયવાળા બનેલા તે પ્રમાદી આત્માઓની અંદર પ્રમાદના પ્રતાપે દોષો વધે જ છે.” આ ઉપરથી સમજાશે કે પ્રમાદ એ કારમો શત્રુ છે. અવસર આવી પડે તો પ્રાણીઓએ વિષ ખાવું એ સારું છે, અગ્નિમાં પડીને બળી મરવું એ સારું છે પણ પ્રમાદ કરવો એ સારું નથી, કારણ કે વિષ અને અગ્નિ એક જ જન્મમાં મરણ આપે છે જ્યારે પ્રમાદ એ અનેક જન્મોમાં મારે છે. પુરુષાતન ધરાવનારા પણ પુરુષો સ્વર્ગમાં નથી જતા અને સન્માર્ગથી પતન પામે છે તેમાં નિમિત્ત તરીકે એક અનાર્ય પ્રમાદ છે. સંસારના બંધનમાં ફસાયેલો અને જન્મ, જરા, મરણ તથા વ્યાધિ આદિ અનેક પ્રકારનાં દુઃખોથી પીડાતો હોવા છતાં પણ આત્મા, આ અસાર અને દુઃખમય સંસારથી ઉગ નથી પામતો એ અપરાધ પણ એક પ્રમાદનો છે. મનુષ્યપણાથી સમાન હોવા છતાં પણ એક મનુષ્યને, એક મનુષ્યની આજ્ઞાને તાબે થવું પડે છે અને અનેક પ્રકારનાં કર્મો કરવાં પડે છે એ ફળ પણ પ્રમાદ સિવાય અન્યનું નથી. પ્રમાદને વશ પડેલા આત્માઓ, ઉન્માદી આત્માઓની માફક ઇંદ્રિયોને આધીન કરી જ નથી શકતા એટલું જ નહિ પણ ઊલટા તેઓ જ ઇંદ્રિયોને આધીન થાય છે અને ઇંદ્રિયોની આધીનતાના પ્રતાપે ચંચળ હૃદયના બને છે; Page #115 -------------------------------------------------------------------------- ________________ 1519 – ૮ : પ્રમાદના પ્રકારો અને પરિણામ - 102 -- ૧૦૧ એના પ્રતાપે તે આત્માઓ જે કરવા યોગ્ય હોય છે તે કરી નથી શકતા અને અકાર્યો કરવામાં જ રત બને છે. અકાર્યોમાં પડેલા તે આત્માઓ ઉત્ક્રાંત બને છે અને ઉત્ક્રાંત બનેલા તે પ્રમત્ત હદયના સ્વામીઓમાં નિયમથી દોષોની વૃદ્ધિ જ થાય છે. પાણીના સિંચનથી જેમ વનવૃક્ષો વધે તેમ પ્રમત્ત હૃદય ધરાવનારના જીવનમાં પ્રમાદના પ્રતાપે દોષોની વૃદ્ધિ જ થાય છે. પ્રમાદીને – ઉપાલંભ : આ જ હેતુથી વિશ્વના પ્રાણીઓ ઉપર એક્માત્ર ઉપકાર કરવાના જ ઇરાદાથી ઉપકારીઓ, પ્રમાદી આત્માને ચાનક લાગે અને અપ્રમાદના અર્થીઓને પ્રોત્સાહન મળે એ રીતનો પ્રમાદીને ઉપાલંભરૂપે ઉપદેશ આપતાં ફરમાવે છે કે – "तं तह दुल्लहलंभ, विज्जुलयाचंचलं मणुस्सत्तं । નળ નો પનારા, સો વારસો જ સપુસ્તિો IIII” “તે તે પ્રકારે દુર્લભ છે પ્રાપ્તિ જેની એવા અને વીજળીની લતાની માફક ચંચળ એવા મનુષ્યપણાને પામીને જે પ્રમાદ કરે છે તે સત્પરુષ નથી પણ કાપુરુષ છે.” દશ દશ દષ્ટાંતે દુર્લભ એવા મનુષ્યપણાને પામીને પણ જેઓ પ્રમાદને પરવશ બને છે તેઓ સત્પરુષોની કક્ષામાં નથી આવી શકતા પણ કાયર પુરુષોની જ કક્ષામાં જ આવી શકે છે, એમાં કોઈ જાતની શંકા નથી. પ્રમાદી આત્માઓને આવા પ્રકારનો ઉપાલંભ આપવામાં તે આત્માઓને ચાનક લગાડવાનો અને વસ્તુને વસ્તસ્વરૂપે વર્ણવવાનો તથા ઉત્તમ આત્માઓને પ્રમાદના પાશમાં પડતાં બચાવી લેવાનો જ એક ઇરાદો છે : પ્રમાદી આત્માઓને ચાનક લગાડવાની કારવાઈ કરવાપૂર્વક વસ્તુને વસ્તુસ્વરૂપે પ્રગટ કરી ઉત્તમ આત્માને જાગ્રત બનાવવાનું કાર્ય ઉપકારીઓ ન કરે તો અન્ય કરે પણ કોણ ? નિઃસ્પૃહ ઉપકારીઓ સિવાય અન્ય કોઈ જ આવા શબ્દોમાં કહી શકે તેમ નથી. પ્રમાદથી પ્રવજ્યાસાધકને વિશિષ્ટ અપાય : આ પ્રમાદ પ્રાણીમાત્રને હાનિ કરનારો છે પણ પ્રવજ્યાના સાધકે એનાથી ઘણા જ સાવધ રહેવાનું છે, કારણ કે પ્રવજ્યાધરને પ્રમાદના પ્રતાપે સાધના ફળતી નથી અને નવો અપાય ઊભો થાય છે. એ જ વસ્તુનું પ્રતિપાદન કરતાં પરમર્ષિઓ ફરમાવે છે કે – Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ - - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - - 10 "पवज्ज विज्ज पिव, साहंतो जो होइ पमाइल्लो । तस्स न सिज्जइ एसा, करेइ गरुयं च अवगारं ।।१।। “વિદ્યાની માફક દીક્ષાને સાધતો જે પ્રમાદી થાય છે તેને દીક્ષા સિદ્ધ નથી થતી અને ભારે અપકાર કરે છે.” જેમ વિઘા. પ્રમાદી વિદ્યાસાધકને સિદ્ધ નથી થતી અને ગ્રહસંક્રમ આદિ અનર્થને ઉત્પન્ન કરે છે તેમ શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલી દીક્ષાની આરાધનાની પ્રવૃત્તિમાં શિથિલ બનેલા આ આત્માને, શ્રી જિનેશ્વરદેવે પ્રરૂપેલી આ દીક્ષા સુગતિને પમાડનારી નથી થતી એટલું જ નહિ પણ દુર્ગતિ અને દીર્ઘ કાલ સુધીના ભવભ્રમણરૂપ અપાયને ઉત્પન્ન કરનારી થાય છે. સુવિહિતનું કર્તવ્ય : એ જ હેતુથી ઉપકારીઓ, મુનિઓને સઘળી જ ક્રિયાઓમાં અપ્રમત્ત રહેવાનું ભારપૂર્વક ફરમાવે છે. મુનિ માટે કોઈ પણ ક્રિયા એવી નથી કે જે ક્રિયા અપ્રમતભાવ વિના ફળે. એ જ કારણે મુનિને સઘળી જ ક્રિયાઓમાં અપ્રમત્ત રહેવાનું ફરમાવતાં મહાપુરુષો ફરમાવે છે કે – “पडिलेहणाइ चिठ्ठा, छक्कायविघाइणी पमत्तस्स । भणिया सुयम्मि तम्हा, अपमाइ सुविहिओ हुजा ।।१।।" “સિદ્ધાંતમાં પ્રમાદી આત્માની પડિલેહણા આદિ ચેષ્ટા છયે કાયની વિઘાતિની કહી છે તે કારણથી સુવિહિત મુનિએ સઘળી જ ક્રિયાઓમાં અપ્રમત્ત બનવું જોઈએ.” મુનિએ દરેકેદરેક ક્રિયા અપ્રમત્તપણે કરવી જોઈએ. પડિલેહણા, ગમનાગમન આદિ કોઈ પણ ક્રિયામાં અન્ય ક્રિયા કરનારો મુનિ પકાયનો રક્ષક બનવાને બદલે ઘાતક બને છે. કલ્યાણની કામના રાખનારા મુનિએ, જે જે ક્રિયામાં જે જે ક્રિયાઓ કરવાનો નિષેધ કર્યો છે તે તે ક્રિયાઓને તજવામાં અવશ્ય અપ્રમત્ત બનવું જોઈએ. શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલી કોઈ પણ ક્રિયામાં પોતાની પ્રતિકલ્પનાથી પ્રવૃત્તિ કરવી એ પણ પ્રમાદ છે. જે જે કાલે જે જે ક્રિયા જે જે રીતે કરવાની જ્ઞાનીઓ ફરમાવે છે તે તે કાલે તે તે ક્રિયા તે તે રીતે જ કરવામાં રત રહેવું એ જ અપ્રમાદ છે. એવા પ્રકારનો અપ્રમાદ કરવામાં સુવિહિત મુનિએ સદાય સજ્જ રહેવું જોઈએ. અનંતજ્ઞાનીઓએ ફરમાવેલા આ Page #117 -------------------------------------------------------------------------- ________________ 1521 – ૮ : પ્રમાદના પ્રકારો અને પરિણામ – 102 -- ૧૦૩ કર્તવ્યનું પાલન કરવામાં સહેજ પણ ખામી આવવા દેવી એ પોતાના આત્માનું જ અશ્રેય કરવાની કારવાઈ છે. અંતિમ ઉપદેશ - પ્રમાદથી બચો : આ રીતે પ્રમાદ પ્રાણીમાત્રનું એકાંતે અહિત કરનાર છે. એ જ કારણે ઉપકારીઓ પ્રમાદનો ત્યાગ અને અપ્રમાદમાં યત્ન કરવાનો ઉપદેશ જોરશોરથી આપે છે. પ્રમાદ ભયંકર હોવાથી તીર્થપતિના આત્માઓ પણ એ શત્રુથી સાવધ રહેતા. એ જ કારણે પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવસ્વામીના એક હજાર વર્ષના છબસ્થકાળમાં, ભેળા કરવામાં આવતો નિદ્રારૂપ પ્રમાદકાળ માત્ર એક જ અહોરાત્ર જેટલો થયો છે અને ચરમ તીર્થપતિ શ્રી વર્ધમાનસ્વામીના સાડા બાર વરસ અને પંદર દિવસ જેટલા છદ્મસ્થકાળમાં, ભેળો કરવામાં આવતો નિદ્રારૂપ પ્રમાદકાળ માત્ર એક અંતર્મુહૂર્ત જેટલો જ થયો છે. એ તારકો પણ પ્રમાદથી આટલા સાવધ રહે તો બીજાએ કેટલા રહેવું જોઈએ એ ખૂબ વિચારો. ઉપકારી મહાપુરુષો પ્રમાદનું કારમું પરિણામ દર્શાવી એના પરિત્યાગનો અને અપ્રમત્ત બનવાનો ઉપદેશ આપતાં ફરમાવે છે કે – "जेसिं तु पमाएणं, गच्छइ कालो निरत्थओ धम्मे । ते संसारमणंतं, हिंडंति पमायदोसेणं ।।१।। तम्हा खलु प्पमायं, चइउणं पंडिएण पुरुसेणं । હંસાના રિન્ત, વાવડ્યો પ્રમાણ ૩ ા૨ાા” “ધર્મમાં પ્રમાદના યોગે જે આત્માઓનો કાળ નિરર્થક જાય છે તે આત્માઓ, પ્રમાદના દોષથી અનંતકાળ સુધી સંસારમાં ભ્રમણ કરે છે ? તે કારણથી નિશ્ચયપૂર્વક પંડિત પુરુષે, પ્રમાદને તજીને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રમાં અપ્રમાદ કરવો એ જ યોગ્ય છે.” પ્રમાદને વશ પડેલા આત્માઓ પ્રમાદના યોગે પોતાના ધર્મકાર્યોને આરાધતા નથી પણ નાશ જ કરે છે. પ્રમાદવશ આત્માઓ, ધર્મને આરાધવાના કાળમાં ધર્મને નથી જ આરાધી શકતા. એવું એક પણ ધર્માનુષ્ઠાન નથી કે જેની આરાધના પ્રમાદી આત્માઓ સારી રીતે કરી શકે, એ કારણે ઉપકારીઓ ફરમાવે છે કે “પ્રમાદી આત્માઓ, પ્રમાદના પ્રતાપે ધર્મમાં ઉપયોગી કાળને ફોગટ ગુમાવે છે અને એ જ હેતુથી પ્રમાદરૂપ દોષથી પ્રમાદવશ પડેલા પામરો Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - 12 અનંતકાળ સુધી આ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે; તે કારણથી એવા કારમાં પ્રમાદના દોષથી બચવા ઇચ્છતા પંડિત પુરુષે, એ કારમા પ્રમાદનો પરિત્યાગ કરી રત્નત્રયીની આરાધનામાં અપ્રમત્ત બનવું જોઈએ.” પ્રભુશાસનમાં તે જ પંડિતાઈ સાચી મનાય છે કે જે વિષયાદિક પ્રમાદથી બચાવી આત્માને રત્નત્રયીની આરાધનામાં ઉજમાળ બનાવે છે. પ્રભુશાસનના પ્રેમીઓએ આવી પંડિતાઈ માટે જ પ્રબળ પ્રયત્નો કરવાની જરૂર છે, જેઓ આથી વિપરીત પંડિતાઈને પ્રચારે છે તેઓ જનતાના હિતનો સંહાર જ કરે છે. જેઓ પોતાનું અને પરનું હિત કરવા ઇચ્છતા હોય તેઓએ પ્રમાદથી બચવું જ જોઈએ. આ રીતે મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદનું સ્વરૂપ વગેરે આપણે જોઈ લીધું. કષાયનું સ્વરૂપ વગેરે બતાવતાં ઉપકારીઓ શું શું ફરમાવે છે એ વળી હવે પછી - Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯ : કષાયોનું સ્વરૂપ, પ્રકારો અને પરિણામ : ૭ એક જ ઉપાય : ♦ કષાયનું સ્વરૂપ : ♦ કષાય એ સંસારનું મૂળ છે : ♦ કષાયો એ મહાભયરૂપ 1: - ધર્મની આરાધનાનો ઉપાય : ૭ ક્રોધાદિનો ઇહલૌકિક વિપાક : ૦ ક્રોધ આદિના ચાર ચાર પ્રકારો : ♦ ‘અનંતાનુબંધી આદિની નિરુક્તિ : અનંતાનુબંધી આદિનું વિશેષ સ્વરૂપ : ૦ કષાયથી બચવાનો ઉપદેશ : વિષય : કર્મગ્રંથાદિના આધારે ‘કાર્યો' અંગે વિશદ વિચારણા. ભાવ અંધતાના કારણરૂપ મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદનું પૂર્વ પ્રવચનોમાં વિવેચન કર્યા બાદ આ પ્રવચનમાં કષાયો અંગે સવિસ્તર વિવેચન રજૂ કરાયું છે. કષાયોનું સ્વરૂપ, ‘સંસાર અને કર્મને લાવી આપે અર્થાત્ સંસાર કે કર્મને વધારે તે કષાય' એવી અનેક પ્રકારની વ્યાખ્યાઓ; એ કષાયોના અનંતાનુબંધી વગેરે ચાર પ્રકારો અને તેની સ્થિતિ - ફળપ્રદાયકતા અંગેનું વર્ણન, નિર્યુક્તિ, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક તેમજ કર્મગ્રંથાદિના આધારે કરવા પૂર્વક એની દારૂણતા સમજાવી છેવટે આ સર્વ વર્ણનના હેતુરૂપ કષાયથી બચવાનો ઉપદેશ, શાસ્ત્રકારોના જ શબ્દોમાં આપ્યો છે. 103 સુવાક્યાતૃત ♦ પુનર્જન્મની પરંપરાને તોડી નાખવા ઇચ્છનારા આત્માઓએ ક્રોધ અને માનને ઉશૃંખલ બનતાં અને માયા તથા લોભને વૃદ્ધિ પામતાં અટકાવવાં જોઈએ. ♦ ક્રોધ એ, પ્રીતિનો જડમૂળથી નાશ કરનાર છે. ♦ માન એ, વિનયનો નાશ કરનાર છે. ♦ માની આત્મામાં અહંકારના યોગે મૂર્ખતા ઝટ આવે છે અને એ મૂર્ખતાને લઈને દરેકે દરેક વાતમાં એ ઉચિત આચરણનો વિરોધી બની સ્વ-પર ઉભયનો સંહારક બને છે. ♦ માયા, મિત્રોની નાશક છે, એ વાત વિના વિવાદે સિદ્ધ થઈ શકે તેવી છે. ♦ લોભ એ, સર્વનો વિનાશ કરનાર છે. ♦ કષાયો એ, આત્માના ગુણોનો કારમી રીતે નાશ કરે છે અને આત્માને સંસારમાં ભટકાવવામાં ભારેમાં ભારે ભાગ ભજવે છે. ♦ જેઓ કષાયનો વિશ્વાસ રાખે છે, તેઓ પાયમાલ થયા વિના રહેતા નથી. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૯ : કષાયોનું સ્વરૂપ, પ્રકારો અને પરિણામ : એક જ ઉપાય : સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, સંસારવર્તી પ્રાણીગણને નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી; આ ‘ધૂત’ નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા, કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરી રહ્યા છે. ચાર ગતિરૂપ સંસારમાં પડેલાં પ્રાણીઓ કેવા પ્રકારના કર્મવિપાકને ભોગવી રહ્યાં છે, એનું પ્રતિપાદન કરતાં બીજા સૂત્રના - " संति पाणा, अंधा तमसि वियाहिया x x x बुद्धेहिं एयं पवेइयं" આ અવયવ દ્વારા સૂત્રકા૨ ૫૨મર્ષિ ફરમાવી ગયા છે કે ‘આ વિશ્વમાં પ્રાણીઓ બે પ્રકારે અંધ છે : ચક્ષુવિકલતા એ દ્રવ્યઅંધતા છે ત્યારે વિવેકવિકલતા એ ભાવઅંધતા છે : જેમ અંધતા બે પ્રકારની છે તેમ અંધકાર પણ બે પ્રકારનો છે : ન૨કગતિ આદિમાં જે અંધકાર છે તે દ્રવ્યઅંધકાર છે અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય આદિરૂપ જે અંધકાર છે તે ભાવઅંધકાર છે : કર્મના યોગે ચક્ષુવિકલ અને સદ્વિવેકથી વિકલ બનેલા આત્માઓ, કર્મવિપાકે જ આપાદિત કરેલ નરકગતિ આદિરૂપ દ્રવ્યઅંધકારમાં અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય આદિરૂપ ભાવઅંધકારમાં અટવાયેલા છે. આ વસ્તુ શ્રી તીર્થંકરદેવોએ પ્રવેદી છે.’ દ્રવ્યઅંધતા અને દ્રવ્યઅંધકારથી બચવાનો રસ્તો એક જ છે અને તે એ જ કે ભાવઅંધતા અને ભાવઅંધકારથી બચવું. દ્રવ્યઅંધતાનું પરિણામ કેટલું ખરાબ છે એ વગેરે જેમ આપણે જોઈ આવ્યા તેમ ભાવઅંધકારરૂપ મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદનું સ્વરૂપ વગેરે પણ આપણે જોઈ આવ્યા. હવે કષાય અને આદિથી અજ્ઞાનનું સ્વરૂપ જોવાનું રહે છે. ક્યાયનું સ્વરૂપ : કષાયનું વર્ણન કરતાં પ્રથમ, કષાયનું સ્વરૂપ નિરુક્તિ આદિ દ્વારા જણાવતાં ઉ૫કા૨ી મહાપુરુષો ફરમાવે છે કે - Page #121 -------------------------------------------------------------------------- ________________ 1525 –– ૯ : કષાયોનું સ્વરૂપ, પ્રકારો અને પરિણામ - 103 – ૧૦૭ "कम्मं कसं भवो वा, कसमाओसिं जओ कसाया ता । कसमाययंति व जओ, गमयंति कसं कसाय त्ति ।।१।। आउ व उवायाणं तेण, कसाया जओ कसस्साया । નીવ પરિપામવા x x x x x રા” “જેના યોગે પ્રાણીઓ બાધિત થાય છે તેનું નામ કષ કહેવાય છે અને કષ' એટલે કર્મ અથવા સંસાર, તેનો લાભ જેના યોગે થાય છે તે કારણથી ક્રોધાદિ કષાય કહેવાય છે જે કારણથી ક્રોધાદિ કર્મને અથવા ભવને પમાડે છે, તે કારણથી પણ તે કષાયો કહેવાય છે અથવા જે કારણથી ક્રોધાદિક સંસારના અથવા કર્મના હેતુઓ છે તે કારણથી પણ તે કષાય કહેવાય છે અને તે કષાયો જીવના પરિણામરૂપ છે.” અથવા - "कृषन्ति-विलिखन्ति कर्मरूपं क्षेत्रं सुखदुःखशस्योत्पादनायेति कषायाः । " “સુખ અને દુઃખરૂપ અનાજને ઉત્પન્ન કરવા માટે જે કર્મરૂપ ક્ષેત્રનું ખેડાણ કરે છે તે કષાયો કહેવાય છે.” અથવા - "कलुषयन्ति-शुद्धस्वभावं सन्तं कर्ममलिनं कुर्वन्ति जीवमिति कषायाः ।" “શુદ્ધ સ્વભાવવાળા એવા પણ જીવને જે કર્મથી મલિન કરે છે તે કષાયો કહેવાય છે.” કષાય એ સંસારનું મૂળ છે : આથી સમજાશે કે આખાયે સંસારનું મૂળ કોઈ હોય તો કષાય છે. આ કષાયોના પ્રતાપે જ આત્મા સંસારમાં રૂલે છે. કષાયની આધીનતાથી આત્માની દશા ઘણી જ વિકટ બને છે. ક્રોધ, માન, માયા અને લોભ' આ ચારે કષાય કહેવાય છે એ સૌ કોઈને પ્રતીત છે. “એ ચારે કષાયો ભવપરંપરાનું મૂળ છે.” આ વાત ઉપકારીઓ સ્પષ્ટ શબ્દોમાં ફરમાવે છે. શ્રુતકેવલી ભગવાન શ્રી શäભવસૂરિજી મહારાજા સાફ સાફ ફરમાવે છે કે - "कोहो अ माणो अ अणिग्गहीआ, माया अ लोभो अ पवड्डमाणा । चत्तारि एए कसिणा कसाया, सिंचंति मूलाई पुणब्भवस्स ।।१।।" Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ - ------ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાન - ૬ - - 1 “નહિ નિગૃહીત કરેલ એટલે ઉશ્રુંખલા બનેલ ક્રોધ અને માન તથા વૃદ્ધિને પામતા માયા અને લોભ.' આ સંપૂર્ણ અથવા ક્લિષ્ટ એવા ચારે કષાયો અશુભ ભાવરૂપ પાણી દ્વારા પુનર્જન્મરૂપી તરુનાં તેવાં પ્રકારનાં કર્મરૂપ મૂળોને સીંચે છે.” આથી આપણે કષાયોને જ ભવપરંપરાના મૂળ તરીકે ઓળખી શકીએ છીએ. પુનર્જન્મની પરંપરાને તોડી નાખવા ઇચ્છનારા આત્માઓએ ક્રોધ અને માનને ઉશ્રુંખલ બનતાં અને માયા તથા લોભને વૃદ્ધિ પામતાં અટકાવવાં જોઈએ. જો તેમ કરવામાં ન આવે તો એ આત્માને સંસારમાં પરિભ્રમણ કરાવ્યા વિના નથી રહેતા. કષાયો એ મહાભયરૂપ છે ? એ જ કારણે શ્રુતકેવલી, ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજા, નોઇંદ્રિયપ્રસિધિ'નું વર્ણન કરતાં ક્રોધાદિ કષાયને મહાભય તરીકે ઓળખાવે છે. નોઇંદ્રિયપ્રસિધિનું વર્ણન કરતાં એ પરમોપકારી પરમર્ષિ પ્રરૂપે છે કે – "कोहं माणं मायं, लोहं च महन्भयाणि चत्तारि । નો સુખદ સુખ, સો નોદિગggી જા.” “ક્રોધ, માન, માયા અને લોભ' - આ ચાર મહાભયો છે આ ચાર મહાભયરૂપ કષાયોને જે શુદ્ધ આત્મા, ઉદયનિરોધ આદિએ કરીને રોકે છે એનું નામ “નો દ્રિયપ્રસિધિ” કહેવાય છે.” ધર્મની આરાધનાનો ઉપાય : આ મહાભયરૂપ ચારે પ્રકારના કષાયોને વમવા એ જ ધર્મની આરાધનાનો ઉપાય છે. ક્રોધ આદિનો ત્યાગ કરવા સિવાય ધર્મની આરાધના શક્ય નથી; એ જ કારણે શ્રુતકેવલી ભગવાન શ્રી શય્યભવસૂરિજી મહારાજા, ચારિત્રધર્મની આરાધનાના ઉપાયનું વર્ણન કરતાં એ જ ફરમાવે છે કે – "कोहं माणं च मायं च, लोभ च पाववडणं । aછે વત્તર કોરે ૩ છંતો હિપ્પો ” ક્રોધ, માન, માયા અને લોભ આ ચારે પાપની વૃદ્ધિના હેતુઓ છે; Page #123 -------------------------------------------------------------------------- ________________ 11 - ૯ : કષાયોનું સ્વરૂપ, પ્રકારો અને પરિણામ - 103 – ૧૦૯ અને કારણે દોષરૂપ છે, માટે આત્માનું હિત ઇચ્છતા મુનિએ, એ ચારે દોષોનું વમન કરવું જોઈએ, કારણ કે એ ચારે દોષોનું વમન કરવામાં જ સર્વ સંપત્તિની પ્રાપ્તિ છે.” ક્રોધાદિનો ઇહલૌકિક વિપાક : આવા કારમાં ક્રોધાદિનો વિપાક પરલોકમાં તો કારમો છે જ પણ આ લોકમાંય એ ચાર કષાયો ખરાબ પરિણામ લાવ્યા વિના નથી રહેતા. “એ મહાભયરૂપ અને મહાદોષરૂપ ક્રોધાદિ, આ લોકમાં પણ પોતાનો કેવા પ્રકારનો વિપાક દર્શાવે છે.” એનું પ્રતિપાદન કરતાં પણ એ જ શ્રુતકવલી ભગવાન ફરમાવે છે કે – “દો વ પજે, મારે વિષયનાસો . માવા મિત્તાનિ નામે, નોમ સદ્ગવિસખો સાર” “ક્રોધ એ, પ્રીતિનો પ્રયાશ કરે છે; માન, વિનયનો નાશક છે; માયા, મિત્રોનો નાશ કરે છે અને લોભ એ, સર્વનાશક છે.” આ ચારેનો આ પ્રકારનો વિપાક પ્રાયઃ સૌ કોઈને પ્રતીત છે : ક્રોધથી અંધ બનીને નહિ બોલવા યોગ્ય વચનના બોલવાથી પ્રીતિનો જોતજોતામાં નાશ થઈ જાય છે એ સૌ કોઈના અનુભવની વાત છે. ક્રોધ એ એવો કારમો કષાય છે કે એને આધીન થયેલો આત્મા, અંધ જ બની જાય છે અને એથી પોતે શું બોલે છે, તેનું પણ તેને ભાન નથી રહેતું. એ ભાનહીનતાના પ્રતાપે, પ્રીતિ તો નાશ પામી જ જાય છે પણ એથી આગળ વધીને પુનઃ પ્રીતિ થવા ન પામે એવા કારમા સંગ્રામ પણ ઊભા થાય છે; આથી સ્પષ્ટ જ છે કે ક્રોધ એ પ્રીતિનો જડમૂળથી નાશ કરનાર છે.” માન એ, ‘વિનયનો નાશ કરનાર છે. એમાં ઇન્કાર કોણ કરી શકે તેમ છે? માન જ માનવીને ઉદ્દામ અને અક્કડ બનાવે છે એમાં કોણ ના કહી શકે તેમ છે ?માનના પ્રતાપે, તો આજે અનેક આત્માઓ એવા દૃષ્ટિગોચર થાય છે કે જેઓ, સન્માર્ગ પામી શકે એવી લાયકાતવાળા હોવા છતાં પણ; ઉન્માર્ગે આથડ્યા કરે છે. માને તો અનેકને દેવદર્શન, ગુરુવંદન અને શાસ્ત્રશ્રવણથી પણ વંચિત કર્યા છે. માને, અનેક આત્માને શક્તિ છતાં નિઃશક્તિ બનવાનું શીખવ્યું છે. અનેક આત્માઓ આજે એવા છે કે જેઓ, “અમુક સ્થળે અને અમુક સમયે Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - - 128 નમ્ર બનવું એ જ હિતાવહ છે.' આ પ્રમાણે જાણવા છતાં પણ; માનના પ્રતાપે, નમ્ર નથી બની શકતા અને હિત નથી સાધી શકતા. “સહિષ્ણુતા'ના ગુણને જાણવા છતાં પણ માનથી મરી રહેલાઓ, એ ગુણનું સ્વપ્ન પણ નથી સેવતા. પોતાની પ્રશંસા પોતે કરવી એ તો મહાદુર્ગુણ છે.” એમ જાણનારાઓને પણ માને, આજે પોતાની જાતની પ્રશંસા માટે ભયંકરમાં ભયંકર કોટિના ભાટ બનાવ્યા છે. માને, આજે “નિંદા એ મહાપાપ છે' એમ જાણનારાઓને અને માનનારાઓને પણ મહાનિંદક બનાવી ભયંકર અને કારમી કોટિના ભાંડ પણ બનાવ્યા છે. ખરે જ માન એ, પ્રાણીઓના ઉમદામાં ઉમદા વિનયજીવિતને કારમી રીતે નાશ કરી નાખે છે અને એના પ્રતાપે, એના ઉપાસકો, ઔચિત્ય આચારના પણ વિરોધી બને છે. માની આત્મામાં અહંકારના યોગે મૂર્ખતા ઝટ આવે છે અને એ મૂર્ખતાને લઈને દરેકેદરેક વાતમાં તે ઉચિત આચરણનો વિરોધી બની સ્વપર ઉભયનો સંહારક બને છે. માયા એ, એવું દૂષણ છે કે એ દૂષણની ઉપાસના કરનારના મિત્રો કોઈ થતા નથી અને હોય તે પણ એની કુટિલતાને જોઈને એનાથી દૂર થાય છે; એ કારણે માયા, મિત્રોની નાશક છે એ વાત વિના વિવાદે સિદ્ધ થઈ શકે એવી છે. માયા, કુશળતાને પેદા કરવા માટે વાંઝણી છે; સત્યરૂપી સૂર્યના અસ્ત માટે સંધ્યાસમી છે; કુગતિરૂપ યુવતીનો સમાગમ કરી આપનારી છે; સમરૂપ કમલનો નાશ કરવા માટે હિમના સમૂહસમી છે; દુર્યશની રાજધાની છે અને સેંકડો વ્યસનોને સહાય કરનારી છે. માયા એ અવિશ્વાસના વિલાસનું મંદિર છે એટલે માયાવી, માયાના યોગે વિશ્વમાં અવિશ્વાસનું ધામ બને છે. આ બધા ઉપરથી સ્પષ્ટ છે કે “માયા, આ લોક અને પરલોકનું હિત કરનારા સઘળાય મિત્રોની નાશક જ છે.” લોભ એ, સર્વવિનાશક છે; કારણ કે ક્રોધ, માન અને માયા એ ત્રણેની હયાતી એ લોભને આભારી છે : આ જ કારણે મહાપુરુષો ફરમાવે છે કે વ્યાધિઓનું મૂળ જેમ રસ છે અને દુઃખનું મૂળ જેમ સ્નેહ છે તેમ પાપોનું મૂળ લોભ છે : વળી લોભ એ, મોહરૂપી વિષવૃક્ષનું મૂળ છે; ક્રોધરૂપ અગ્નિને પેદા કરવા માટે અરણી કાષ્ટસમો છે; પ્રતાપરૂપી સૂર્યને આચ્છાદિત કરવા માટે મેઘસમાન છે; કલિનું ક્રીડાઘર છે; વિવેકરૂપી ચંદ્રમાનું ગ્રસન કરવા માટે રાહુ Page #125 -------------------------------------------------------------------------- ________________ 152s – ૯ : કષાયોનું સ્વરૂપ, પ્રકારો અને પરિણામ - 103 – ૧૧૧ છે, આપત્તિરૂપી નદીઓનો સાગર છે અને કીર્તિરૂપ લતાના સમૂહનો નાશ કરવા માટે ત્રીસ વર્ષના હાથી જેવો છે. આ ઉપરથી સ્પષ્ટ છે કે “લોભ એ સર્વનો વિનાશ કરનાર છે.” ક્રોધ આદિના ચાર ચાર પ્રકારો : ક્રોધ, માન, માયા અને લોભ' આ ચારે કષાયો પણ ચાર ચાર પ્રકારના છે. આ ચારેના – “અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ, અને સંજ્વલન' આ ચાર પ્રકાર છે. આ ચારે પ્રકારના ક્રોધાદિ કષાયોનું કાર્ય ભિન્ન ભિન્ન પ્રકારનું છે. આ ચારે પ્રકારના ક્રોધાદિ કષાયોમાં અનંતાનુબંધી કષાયો ઘણા જ ભયંકર છે. અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન આદિ કરતાં અનંતાનુબંધી ક્રોધાદિ આત્માનું ભારેમાં ભારે અહિત કરનારા છે. જો કે ચારે પ્રકારના કષાયો ભયંકર છે. પણ અનંતાનુબંધીની ભયંકરતા ઘણી જ ભારે છે. અનંત ઉપકારી પરમર્ષિઓએ, અનંતાનુબંધી આદિનું સ્વરૂપ દર્શાવવા માટે એની પણ નિયુક્તિ કરી છે. એ ચારેની નિયુક્તિ કરતાં એ ઉપકારી પરમર્ષિઓએ ફરમાવ્યું છે કે – “અનંતાનુબંધી' આદિની નિયુક્તિઃ "अनन्तान्यनुबध्नन्ति, यतो जन्मानि भूतये । अतोनन्तानुबन्ध्याख्या, क्रोधाद्याऽऽद्येषु दर्शिता ।।१।। नाऽल्पमप्युत्सहेोषां, प्रत्याख्यानमिहोदयात् । अप्रत्याख्यानसंज्ञाऽतो, द्वितीयेषु निवेशिता ।।२।। सर्वसावद्यविरतिः, प्रत्याख्यानमुदाहृतम् । तदावरणतः संज्ञाऽतस्तृतीये निवेशिता ॥३॥ शब्दादीकविषयान् प्राप्य, सञ्चलन्ति यतो मुहुः । अत: सञ्जवलनाह्वानं, चतुर्थानामिहोच्यते ।।४।। “પ્રથમ કષાયોમાં રહેલ ક્રોધાદિનું નામ અનંતાનુબંધી તે કારણથી દર્શાવેલું છે કે જે કારણથી તે જન્મને માટે અનંતા જન્મોનો અનુબંધ કરે છે અર્થાતુ અનંત ભવની પરંપરાને અવિચ્છિન્ન કરનારા ક્રોધાદિ કષાયો અનંતાનુબંધી'ના નામથી ઓળખાય છે? Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ – – – - 11 આ સંસારમાં જે ક્રોધાદિ કષાયોના ઉદયથી અલ્પ પણ પ્રત્યાખ્યાન ઉત્સહિત નથી થતું એ કારણથી એ બીજા પ્રકારના કષાયોમાં અપ્રત્યાખ્યાન' સંજ્ઞા સ્થાપેલી છે ? અનંતજ્ઞાનીઓએ “સર્વવિરતિ' નામનું પ્રત્યાખ્યાન પણ ફરમાવેલું છે, તેને ત્રીજા પ્રકારના કષાયો આવરે છે એ જ કારણે “પ્રત્યાખ્યાનાવરણ' નામની સંજ્ઞા ત્રીજા પ્રકારના કષાયોમાં સ્થાપન કરેલી છે અને – જે કારણથી ચોથા પ્રકારના કષાયો, વારંવાર શબ્દદિક વિષયોને પામીને સળગી ઊઠે છે, તે કારણથી ચોથા પ્રકારના કષાયોનું નામ “સંજ્વલન' કહેવાય છે.” અનંતાનુબંધી આદિનું વિશેષ સ્વરૂપ : આ ચારે પ્રકારના કષાયો કારમા છે એમ નિરુક્તિ દ્વારા પણ આપણને સમજાય તેમ છે. આ ચારે પ્રકારના કષાયોની વિષમતાને સમજનારા ઉપકારી મહાપુરુષો, ભવ્ય જીવોના ઉપકાર માટે એનાં સ્વરૂપો કંઈક વિશેષ પ્રકારે વર્ણવતાં ફરમાવે છે કે – "जा जीव वरिस चउ मास-पक्खगा नरयतिरियनरअमरा । सम्माणुसव्वविरइ-अहक्खायचरित्त घायकरा ।।१।।" “અનંતાનુબંધી કષાયો યાવજીવ સુધી રહેનારા છે, અપ્રત્યાખ્યાની કષાયો વર્ષભર રહેનારા છે, પ્રત્યાખ્યાન કષાયો ચાર માસ રહેનારા છે અને સંવલનના કષાયો પંદર દિવસ સુધી રહેનારા છે : અનંતાનુબંધી કષાયો નરકગતિનું કારણ છે, અપ્રત્યાખ્યાન કષાયો તિર્યંચગતિનું કારણ છે, પ્રત્યાખ્યાનાવરણી કષાયો મનુષ્યગતિનું કારણ છે અને સંજવલન કષાયો દેવગતિનું કારણ છે અનંતાનુબંધી કષાયો સમ્યક્તનો ઘાત કરનારા છે, અપ્રત્યાખ્યાનાવરણી કષાયો દેશવિરતિનો ઘાત કરનારા છે, પ્રત્યાખ્યાનાવરણી કષાયો સર્વવિરતિનો ઘાત કરનારા છે અને સંજ્વલન કષાયો યથાખ્યાત ચારિત્રનો ઘાત કરનારા છે.” આ ઉપરથી સ્પષ્ટ થશે કે “અનંતાનુબંધી કષાયો, નરકગતિનું કારણ હોવાથી એ કષાયોને જ “નરક' શબ્દથી સંબોધે છે : અપ્રત્યાખ્યાનાવરણી કષાયો, તિર્યંચગતિનું કારણ હોવાથી એ કષાયોને જ તિર્યંચ તરીકે ઓળખાવે છે : પ્રત્યાખ્યાનાવરણી કષાયો મનુષ્યગતિનું કારણ હોવાથી એ કષાયોને જ Page #127 -------------------------------------------------------------------------- ________________ 131 – ૯ : કષાયોનું સ્વરૂપ, પ્રકારો અને પરિણામ - 103 – ૧૧૩ મનુષ્ય તરીકે ઓળખાવે છે અને સંજવલન કષાયો દેવગતિનું કારણ હોવાથી એ કષાયોને જ દેવ તરીકે ઓળખાવે છે; અર્થાત્ અનંતાનુબંધીના ઉદયમાં મરેલો આત્મા, નરકગતિમાં જ જાય છે; અપ્રત્યાખ્યાનાવરણના ઉદયમાં મરેલો આત્મા, તિર્યંચગતિમાં જ જાય છે; પ્રત્યાખ્યાનાવરણના ઉદયમાં મરેલો આત્મા મનુષ્યગતિમાં જ જાય છે અને સંજ્વલનના ઉદયમાં મરેલો આત્મા, દેવગતિમાં જ જાય છે.” પણ આ વાત જે કહેવાય છે, તે વ્યવહાર નયની અપેક્ષાએ કહેવાય છે એ વાત બરાબર ધ્યાનમાં રાખવી, કારણ કે જો એમ ન હોય તો અનંતાનુબંધીના ઉદયવાળા એવા પણ કેટલાક મિથ્યાષ્ટિઓની ગતિ ઉપરિતન રૈવેયકમાં થાય છે : અપ્રત્યાખ્યાનાવરણના ઉદયવાળા અવિરતિ સમ્યગ્દષ્ટિ આત્માઓની તિર્યંચગતિ, મનુષ્યગતિ અને અસુરોમાં ઉત્પત્તિ થાય છે : પ્રત્યાખ્યાનાવરણના ઉદયવાળા દેશવિરતિધર આત્માઓની દેવગતિમાં ઉત્પત્તિ થાય છે અને અપ્રત્યાખ્યાનાવરણના ઉદયવાળા સમ્યગ્દષ્ટિ દેવની મનુષ્યગતિમાં ઉત્પત્તિ થાય છે.” આ પ્રમાણે જે શાસ્ત્રોમાં સંભળાય છે એ ન સંભવે. એ જ રીતે એ ચારે કષાયોના કાળમાનની વાત પણ વ્યવહાર નયની અપેક્ષાએ જાણવી કારણ કે એ વિષયમાં પણ જો એમ માનવામાં ન આવે તે - શ્રી બાહુબલીજી આદિને એક પક્ષથી અધિક પણ સ્થિતિ સંજવલનના કષાયની સંભળાય છે અને અન્ય સંયત આત્માઓને માસ અને વર્ષ આદિના કાલમાનવાળા પ્રત્યાખ્યાનાવરણ, અપ્રત્યાખ્યાનાવરણ અને અનંતાનુબંધી કષાયોનો ઉદય અંતર્મુહૂર્તાદિનો પણ સંભળાય છે.” આ વાત પણ ન સંભવી શકે. આ બધા ઉપરથી એ વસ્તુ તો બરોબર ફલિત થાય છે કે “કષાયો એ, આત્માના ગુણોનો કારમી રીતે નાશ કરે છે અને આત્માને સંસારમાં ભટકાવવામાં ભારેમાં ભારે ભાગ ભજવે છે. કષાયથી બચવાનો ઉપદેશ : આ જ કારણે અનંત ઉપકારી મહાપુરુષો, એક સહજ પણ કષાયથી બચવાનો ઉપદેશ બહુ જ જોરદાર શબ્દોમાં ફરમાવે છે. કષાયરૂપ શત્રુથી બચવા માટે અનંત ઉપકારીઓ ફરમાવે છે કે – "अणथोवं वणथोवं, अग्गीथोवं कसायथोवं च । न हु भे विससियव्वं, थोवं वि हि तं बह होइ ॥१॥" Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – – 150 “રણ થોડું છે, વણ થોડો છે, અગ્નિ થોડો છે અને કષાય થોડો છે એમ માનીને એનો તમારે બિલકુલ વિશ્વાસ કરવો જોઈએ નહિ; કારણ કે થોડું પણ તે ઋણ આદિ ખૂબ જ થાય છે.” એ જ કારણે અનંત ઉપકારીઓ એમ પણ ફરમાવે છે કે – "दासत्तं देह अणं, अचिरा मरणं वणो विसप्पंतो । सव्वस्स दाहमग्गी, देंती कसाया भवमणंतं ।। “કણ દાસપણું આપે છે. વૃદ્ધિ પામતો વ્રણ અલ્પ સમયમાં મરણ આપે છે, અગ્નિ સર્વનો દાહ કરે છે અને કષાયો અનંત સંસાર આપે છે.” આ જ કારણે કલ્યાણકાંક્ષી આત્માઓએ, કષાયોથી ખૂબ જ સાવધ રહેવું જોઈએ. કષાયો એક ક્ષણમાં આત્માનો અધ:પાત કરી નાખે છે માટે એનો સહજ પણ વિશ્વાસ રાખવો જોઈએ નહિ. જેઓ કષાયનો વિશ્વાસ રાખે છે તેઓ પાયમાલ થયા વિના રહેતા નથી. આ રીતે હવે સમજાશે કે મિથ્યાત્વ, અવિરતિ પ્રમાદ અને કષાય આ ચારે ભયંકરમાં ભયંકર શત્રુઓ છે. આ ચારેનું સ્વરૂપ આદિ આપણે જોયું. એ જ રીતે અજ્ઞાન પણ ભયંકર છે એનું સ્વરૂપ આદિ વળી હવે પછી – Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : અજ્ઞાનનો અંધકાર ઃ ભાવદયાનાં પાત્ર કોણ ? અજ્ઞાન એટલે શું ? • દુ:ખ અને દોષમાત્રનું કારણ શું ? 104 ૭ અજ્ઞાનનો વિપાક : અજ્ઞાનનો પ્રતાપ : અજ્ઞાનનો નાશ એ જ સુખનો ઉપાય : વિષય : દુ:ખ અને દોષનું મુખ્ય કારણ અજ્ઞાન છે; એ અજ્ઞાન અંગેની વિચારણા, દ્રવ્ય અંધકાર કરતાં ભાવાંધકા૨ કા૨મો હોવાની વાત પૂર્વે કરી ગયા. આ અંધકારનું કારણ અંધતા અને તેનાં કારણો મિથ્યાત્વાદિ છે. જેની વાત આ પૂર્વના પ્રવચનોમાં ક્રમશઃ આગળ વધી હતી. આ પ્રવચનમાં એક બીજા જ કારણની ચર્ચા કરાઈ છે. એ કારણ છે અજ્ઞાન. મિથ્યાત્વવાસિત જનનું જ્ઞાન એ અજ્ઞાન છે. એ અતિ ભયાનક છે, સકળ દુઃખ અને દોષોનું એ નિદાન-કારણ છે. એના વિપાકો, એનો અવળો પ્રતાપ વગેરે બાબતોને અત્રે વિવિધ શાસ્ત્રોના સંદર્ભો ટાંકીને સરળ શૈલીમાં સમજાવવામાં આવી છે. જે વાંચતાં ખરેખર આપણામાં રહેલા અજ્ઞાનને હાંકી કાઢવાનું અને સમ્યજ્ઞાનને મેળવવાનું મન થયા વિના રહે નહિ. સુવાક્યાતૃત પરલોકને સુધારનારું જે જ્ઞાન તે સભ્યજ્ઞાન છે; ત્યારે કેવળ આ લોકમાં જ ઉપયોગી અને અપ્રશસ્ત રાગદ્વેષાદિ દોષોને વધારનારું જે જ્ઞાન તે મિથ્યાજ્ઞાન છે. અજ્ઞાન એટલે આત્માને સંસારમાં ભટકાવી મારનારી વસ્તુ. • માત્ર આ લોકમાં જ ઉપયોગી નીવડતા અને આત્માને રાગાદિ દોષોમાં રગદોળી નાખનારા જ્ઞાનનો પ્રચાર એ સમ્યજ્ઞાનનો પ્રચાર નથી પણ અજ્ઞાન કહો કે મિથ્યાજ્ઞાન કહો - એનો જ પ્રચાર છે. ♦ અજ્ઞાનથી અંધ બનેલો આત્મા, નથી જાણી શકતો કાર્ય કે અકાર્ય : નથી જાણી શકતો ગમ્ય કે અગમ્ય : નથી જાણી શકતો ભક્ષ્ય કે અભક્ષ્ય અને નથી જાણી શકતો પેય કે અપેય. ♦ અજ્ઞાનનો નાશ એ જ એક સાચા સુખનો અનન્ય ઉપાય છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : અજ્ઞાનનો અંધકાર : ભાવદયાનાં પાત્ર કોણ ? – સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, સંસારવર્તી પ્રાણીગણને નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી આ “ધૂત' નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા, કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરી રહ્યા છે. ચાર ગતિરૂપ સંસારમાં પડેલાં પ્રાણીઓ, કેવા પ્રકારના કર્મવિપાકને ભોગવી રહ્યા છે એનું પ્રતિપાદન કરતાં બીજા સૂત્રના તિ પાછા અંશા ત વિવાદિયા +++ યુ િ પવે" આ અવયવ દ્વારા સૂત્રકાર પરમર્ષિ ફરમાવી ગયા કે આ અનાદિ અનંત સંસારમાં પરિભ્રમણ કરતાં પ્રાણીઓ, બે પ્રકારે અંધ છે : એક દ્રવ્યથી અને બીજા ભાવથી. દ્રવ્યથી અંધ તે આત્માઓ કહેવાય છે કે જે આત્માઓ, ચક્ષુથી વિકલ હોય અને ભાવથી અંધ તે આત્માઓ કહેવાય છે કે જે આત્માઓ, વિવેકથી વિકલ હોય : કારણ કે ચક્ષુવિકલતા એ દ્રવ્યઅંધતા છે ત્યારે વિવેકવિકલતા એ ભાવઅંધતા છે : જેમ અંધતા બે પ્રકારની છે તેમ અંધકાર પણ બે પ્રકારનો છે : નરકગતિ આદિમાં જે અંધકાર છે તે દ્રવ્યઅંધકાર છે અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય આદિરૂપ જે અંધકાર છે તે ભાવઅંધકાર છે : કર્મના યોગે સવિવેકથી વિકલ બનેલા આત્માઓ, કર્મવિપાકે જ આપાદિત કરેલ નરકગતિ આદિરૂપ દ્રવ્યઅંધકારમાં અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય આદિરૂપ ભાવઅંધકારમાં અટવાયેલા રહેલા છે. આ વસ્તુ શ્રી તીર્થંકરદેવોએ પ્રવેદી છે.' આથી સ્પષ્ટ છે કે દ્રવ્યઅંધતા કરતાં ભાવઅંધતા કારમી છે અને દ્રવ્યઅંધકાર કરતાં ભાવઅંધકાર કારમો છે. ભાવઅંધતાના યોગે ભાવઅંધકારમાં આથડી રહેલા આત્માઓ જ ભાવદયાના પાત્ર છે. ભાવઅંધકારરૂપ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય એ કેવા કારમા શત્રુઓ છે અને એ શત્રુઓના પંજામાં ફસાયેલા આત્માઓની કેવી કેવી દુર્દશા થાય છે એ વગેરે આપણે જોઈ આવ્યા. Page #131 -------------------------------------------------------------------------- ________________ 1535 – ૧૦ : અજ્ઞાનનો અંધકાર - 104 ૧૧૭. હવે “અજ્ઞાન' એ શું વસ્તુ છે ? અને એના યોગે આત્માઓની કેવી કેવી દશા થાય છે ? એ જોઈએ. અજ્ઞાન એટલે શું ? અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ અથવા સમ્યજ્ઞાન સિવાયનું જે જ્ઞાન તે પણ અજ્ઞાન.મિથ્યાત્વ અવસ્થામાં રહેલું જ્ઞાન પણ અજ્ઞાન છે. તુચ્છ જ્ઞાન પણ અજ્ઞાન છે. જ્ઞાનીઓ, સમ્યગ્દષ્ટિ આત્માઓને જ જ્ઞાની તરીકે ઓળખાવે છે ... કારણ કે મિથ્યાષ્ટિઓમાં જે જ્ઞાન હોય છે તે મિથ્યાજ્ઞાન હોય છે. સાચા ખોટાના વિવેક વિનાનું જ્ઞાન એ અજ્ઞાનકોટિનું જ છે. એવા મિથ્યાજ્ઞાનથી આત્માઓનું કદી પણ શ્રેય થતું નથી. પરલોકને સુધારનારું જે જ્ઞાન તે સમ્યજ્ઞાન છે ત્યારે કેવલ આ લોકમાં જ ઉપયોગી અને અપ્રશસ્ત રાગદ્વેષાદિ દોષોને વધારનારું જે જ્ઞાન તે મિથ્યાજ્ઞાન છે એ જ કારણે ઉપકારી પરમર્ષિઓ ફરમાવે છે કે રાજેષ મા પ્રવર્તત્તે શરિરી ” “જે જ્ઞાન આ લોકમાં ઉપયોગી છે અને જે જ્ઞાનથી શરીરધારીઓના રાગ અને દ્વેષ આદિ ખૂબ ખૂબ વૃદ્ધિને પામે છે તે સઘળું જ જ્ઞાન મિથ્યાજ્ઞાન છે.” આ લોકના જ ઉપયોગમાં આવતું અને અપ્રશસ્ત રાગ તથા ઠેષ આદિ દોષોને વધારનારું જે જ્ઞાન, તે મિથ્યાજ્ઞાન હોઈ કારમું અજ્ઞાન છે : એ જ કારણે ઉપકારીઓ ફરમાવે છે કે – "सदसदविसेसणाओ, भवहेउ जइच्छिओवलंभाओ । નાનામાવાગો, મિચ્છાદિસ ગાઇi Tem” “મિથ્યાષ્ટિ આત્મા, વસ્તુના અસ્તિત્વને અને નાસ્તિત્વને વિશેષણ રહિતપણે એટલે એકાંતે માને છે એ કારણથી : મિથ્યાદૃષ્ટિ આત્મા. પોતાના જ્ઞાનનો ઉપયોગ કર્મબંધના હેતુભૂત મિથ્યાત્વાદિની સેવામાં કરે છે એ કારણથી : મિથ્યાદૃષ્ટિ આત્માનો સઘળો જ બોધ, પોતાની ઇચ્છા મુજબનો હોય છે પણ સર્વજ્ઞદેવના વચનને પરતંત્ર નથી હોતો એ કારણથી અને મિથ્યાદષ્ટિ આત્મા, જ્ઞાનનું ફળ જે વિરતિ તેને નથી પામી શકતો એ કારણથી તેનું જ્ઞાન એ અજ્ઞાન છે.” nal Page #132 -------------------------------------------------------------------------- ________________ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ - ૧૦૭ આ સઘળા વર્ણનથી એ એક વસ્તુ સ્પષ્ટ થઈ જાય છે કે અજ્ઞાન એટલે આત્માને સંસારમાં ભટકાવી મારનારી વસ્તુ. મિથ્યાષ્ટિ આત્માનું જ્ઞાન, એ અજ્ઞાન જ છે કારણ કે એ, આત્માને સંસારથી બચાવી મુક્તિપદે પહોંચાડવામાં સહાયક નથી બનતું. માત્ર આ લોકમાં જ ઉપયોગી નીવડતા અને આત્માને રાગાદિ દોષોમાં રગદોળી નાખનારા જ્ઞાનનો પ્રચાર એ સમજ્ઞાનનો પ્રચાર નથી પણ - અજ્ઞાન કહો કે મિથ્યાજ્ઞાન કહો - એનો જ પ્રચાર છે. અજ્ઞાનના આ સ્વરૂપને સમજવું એ અતિશય આવશ્યક છે : કારણ કે જ્ઞાનીઓ, અજ્ઞાનને જ મહાપાપ તરીકે અને દુઃખનાં કારણ તરીકે ઓળખાવે છે. આથી અજ્ઞાન જેમ આત્માને સંસારમાં ભટકાવી મારનારી વસ્તુ છે તેમ મહાપાપ છે અને દુઃખનું કારણ હોવાથી દુઃખે કરીને દૂર કરી શકાય એવો મહારોગ છે. ઉપકારી મહાપુરુષો તો “અજ્ઞાન એટલે શું ?' એનું વર્ણન કરતાં ફરમાવે છે કે – “માનં નર ઘોર-સ્તોમરૂપતા મતમ્ अज्ञानमेव दारिद्र्य-मज्ञानं परमो रिपुः ।। १ ।। अज्ञानं रोगसंघातो, जराऽप्यज्ञानमुच्यते । અજ્ઞાનં વિપક સર્વા, માન મરyi મતમ્ . ૨ ” “અંધકારરૂપ હોવાથી અજ્ઞાન એ ઘોર નરક માનેલું છે, અજ્ઞાન એ જ દારિ છે, અશાન પરમ શત્રુ છે, અજ્ઞાન એ રોગોનો સંઘાતસમુદાય છે, અજ્ઞાનને જરા પણ કહેવાય છે અને અજ્ઞાન એ સઘળી વિપત્તિઓ છે તથા અજ્ઞાન એ મરણ માનેલું છે.” આવાં આવાં ઉપનામોથી ઓળખાતું અજ્ઞાન એ ક્રોધાદિ સર્વ પાપો કરતાં કનિષ્ટ પાપ છે અને હિતાહિતનું ભાન નહિ થવા દેનારી વસ્તુ છે. દુઃખ અને દોષમાત્રનું કારણ શું? - આ જ હેતુથી ઉપકારીઓએ, દુઃખ અને દોષમાત્રના કારણ તરીકે અજ્ઞાનને વર્ણવ્યું છે. અજ્ઞાનને દુઃખ અને દોષમાત્રના કારણ તરીકે વર્ણવતાં ઉપકારી મહાપુરુષો ફરમાવે છે કે – "अज्ञानमेव सर्वेषां, रागादीनां प्रवर्तकम् । स्वकार्ये भोगतृष्णाऽपि, यतोऽज्ञानमपेक्षते ।। १ ।। याः काश्चिदेव मत्र्येषु, निर्वाणे च विभूतयः । મામૈવ તા: સર્વા, હતી સન્માધિના | ૨ || Page #133 -------------------------------------------------------------------------- ________________ s – ૧૦ : અજ્ઞાનનો અંધકાર – 104 – ૧૧૯ याः काश्चिदप्यवस्थाः स्यु - र्याश्चोन्मार्गप्रवृत्तयः । यच्चासमज्जसं किञ्चि-दज्ञानं तत्र कारणम् ।। ३ ।। દ્ધિ સહાનાં, વાર વતં : | उद्वेगसागरे घोरे, हठादेतत्प्रवर्तकम् ।। ४ ।। अज्ञानमेव सर्वेषां, हिंसादीनां प्रवर्तकम् ।" “રાગ આદિ સઘળાય દોષોનું પ્રવર્તક અજ્ઞાન જ છે, કારણ કે ભોગતૃષ્ણા પણ પોતાના કાર્યમાં અજ્ઞાનની અપેક્ષા રાખે છે : સન્માર્ગનો રોધ કરનાર અજ્ઞાને મનુષ્યજીવનમાં અને નિર્વાણમાં જે કોઈ વિભૂતિઓ છે તે સઘળીઓનું હરણ, કરેલું છે ? આ સંસારમાં જ કોઈ વિલક્ષણ અવસ્થાઓ બની રહી છે, જે કોઈ ઉન્માર્ગની પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને જે કાંઈ અયોગ્ય થઈ રહેલું છે તેમાં કારણ અજ્ઞાન છે : પંડિત પુરુષોએ, સર્વ દુઃખોના કારણ તરીકે અજ્ઞાનને જ વર્ણવેલું છે ? ઘોર ઉદ્વેગસાગરમાં બળાત્કારે ધકેલનાર અજ્ઞાન છે: હિંસાદિ સઘળાં પાપોમાં પ્રવૃત્તિ કરાવનાર અજ્ઞાન જ છે.” રાગ આદિ દોષોની વૃદ્ધિ અજ્ઞાનને આભારી છે. ભોગતૃષ્ણા પણ અજ્ઞાની આત્માને જ સતાવે છે. આત્માની સઘળી જ સુખસંપત્તિઓનો સંહાર કરનારું અજ્ઞાન જ છે, કારણ કે તે આત્માને સન્માર્ગમાં પ્રવૃત્તિ કરતાં અટકાવનારું છે. સઘળી જ અવ્યવસ્થાઓનું, સઘળી જ ઉન્માર્ગ પ્રવૃત્તિઓનું અને કોઈ પણ અણછાજતા બનાવનું કારણ એક અજ્ઞાન જ છે. હિંસા આદિ પાપના સ્થાનોમાં પ્રવૃત્તિ કરાવનારું પણ અજ્ઞાન જ છે. એ જ કારણે ઉપકારીઓને ફરમાવવું પડે છે કે - અજ્ઞાન જ સર્વ દુઃખોનું અને સર્વ દોષોનું કારણ છે તથા આત્માને ભયંકર ઉદ્વેગસાગરની અંદર ડુબાવવાનું કાર્ય અજ્ઞાન બળાત્કાર કરે છે. અજ્ઞાનનો વિપાક : એ જ હેતુથી “અજ્ઞાનનો વિપાક ઘણો જ કારમો છે” એમ ફરમાવતાં ઉપકારીઓ વર્ણવે છે. "कार्याकार्यं न जानन्ति, गम्यागम्यं च तत्त्वतः ।। ५ ।। भक्ष्याभक्ष्यं न बुध्यन्ते, पेयापेयं च सर्वथा । अन्धा इव कुमार्गेण, प्रवर्तन्ते ततः परम् ।। ६ ।। ततो निबध्य घोराणि, कर्माण्यकृतशम्बलाः । भवमार्गे निरन्तेऽत्र, पर्यटन्ति सुदुःखिताः ।।" Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – - 18 “અજ્ઞાનના યોગે આત્માઓ - “તત્વથી કાર્ય-અનાર્યને અને ગમ્યઅગમ્યને જાણતા નથી : ભઠ્ય-અભક્ષ્યને અને પેય-અપેયને સર્વથા જાણતા નથી : તે કારણથી અજ્ઞાનવશ આત્માઓ, અંધની માફક કુમાર્ગે કરીને પ્રવૃત્તિ કરે છે અને એ કુમાર્ગે પ્રવૃત્તિ કરવાના કારણથી પરલોકનું ભાથું નહિ કરી શકનારા તે ઘોર કર્મોનો બંધ કરીને અતિશય દુઃખી થઈને અંત વિનાના આ ભવમાર્ગમાં પર્યટન કર્યા કરે છે.” અજ્ઞાનનો આ જાતનો વિપાક ઓછો કારમો ન જ ગણાય. અજ્ઞાન આત્માને અંધ બનાવી દે છે. અજ્ઞાનથી અંધ બનેલો આત્મા, નથી જાણી શકતો કાર્ય કે અકાર્ય નથી જાણી શકતો ગમ્ય કે અગમ્ય નથી જાણી શકતો ભક્ષ્ય કે અભક્ષ્ય અને નથી જાણી શકતો પેય કે અપેય. કાર્ય અને અકાર્ય, ગમ્ય અને અગમ્ય, ભક્ષ્ય અને અભક્ષ્ય તથા પેય અને અપેયને નહિ જાણનાર આત્મા, ઉન્માર્ગે પ્રવૃત્તિ કરે એ સહજ છે. ઉન્માર્ગે આથડતો આત્મા, પરલોકની સાધના ન કરી શકે અને ઘોર કર્મોનો બંધ કરી આ અનાદિ અનંત સંસારમાં પોતાનું કારમું પરિભ્રમણ વધારે એમાં કશું જ આશ્ચર્ય નથી. અજ્ઞાનના આવા વિપાકને જાણ્યા પછી પણ જેઓ ન ચેતે તેઓનો આ સંસારમાંથી કદી જ અંત આવતો નથી. અજ્ઞાનનો પ્રતાપ : કારણ કે અજ્ઞાને તો, પોતાના પ્રતાપથી આત્માની ભારેમાં ભારે દુર્દશા કરી નાખી છે. “અજ્ઞાને, આત્માની કરેલી દુર્દશા હૃદયને હચમચાવી નાખે તેવી છે. અજ્ઞાને, “અનંત જ્ઞાનાદિમય આત્માને કેવો બનાવી દીધો છે એનું વર્ણન કરતાં ઉપકારી મહાપુરુષો ફરમાવે છે કે – સર્વજ્ઞ ત , નિર્મલોયં સ્વતઃ | માનગતિનો હાત્મિા, પાષા વિશે ૨ ” સર્વજ્ઞ, સર્વદર્શી અને સ્વરૂપથી નિર્મલ એવો પણ આ આત્મા અજ્ઞાનથી મલિન થયો હોવાથી પાષાણથી વિશેષ નથી હોઈ શકતો.” અજ્ઞાનનો નાશ એ જ સુખનો ઉપાય : સ્વરૂપથી નિર્મલ અને સર્વજ્ઞ તથા સર્વદર્શી એવા પણ આત્માને પાષાણવતું બનાવી દેનાર અજ્ઞાન એ આત્માનો સામાન્ય શત્રુ ન જ કહેવાય. ભયંકર Page #135 -------------------------------------------------------------------------- ________________ Iછે - ૧૦ : અજ્ઞાનનો અંધકાર – 104 – ૧૨૧ શત્રુરૂપ અજ્ઞાનથી બચવા માટે કલ્યાણકામી આત્માઓએ અવિરત પ્રયત્નો બાદરવા જોઈએ. અજ્ઞાનના નાશ વિના પાપની પ્રવૃત્તિ અટકતી નથી અને પાપની પ્રવૃત્તિ અટકયા વિના આત્મામાં નિર્મલતા આવતી નથી તથા નિર્મલતા બાવ્યા વિના આત્માને સાચા સુખની પ્રાપ્તિ કદી જ થતી નથી : એ જ કારણે અજ્ઞાનનો નાશ એ જ એક સાચા સુખનો અનન્ય ઉપાય છે. ભાવઅંધકારરૂપ મિથ્યાત્વ આદિ અનાદિસિદ્ધ શત્રુઓનું સ્વરૂપ આદિ જોઈ આવ્યા. આગળ સૂત્રકાર પરમર્ષિ શું શું ફરમાવે છે એ હવે પછી – Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : સંસારમાં સૌ દુઃખી, સુખી એક અણગારઃ 105) • સિંહાવલોકન : • વિષયવિપાકની ભયંકરતા : ૦ પુનઃ પુનઃ દુ:ખાવસ્થા : • શ્રાવકપણું સાચવવા માટે : ૦ આતની આધીનતા • મુનિ કે શ્રાવક ઢાળ મુજબ ઢળે નહિ : • પ્રાણીઓ અન્ય પ્રાણીઓને પીડે છે : • શ્રી શ્રેણિક તે જેવી મનોવૃત્તિ ક્યાં ? • સંસારમાં સુખી કોઈ નથી : • એક ધર્મથી જ મનુષ્યોની મહત્તા છે : • સુખનું ઔષધ છે પણ સેવનારા કેટલા ? • સંવેગ અને વૈરાગ્ય એ જ ધર્મનો ઉપાય : વિષયઃ “સંસારમાં સર્વત્ર દુઃખ જ છે. સુખ તો સંયમમાં જ - આ મુદ્રાલેખને કંડારતું પ્રવચન. મિથ્યાત્વાદિ ભાવ અંધતાના કારણોનું પૂર્વ વ્યાખ્યાનોમાં વિસ્તૃત નિરૂપણ ક્ય બાદ સર્વ તીર્થકરોએ કહેલી સંસારની દુઃખમયતાનું આ પ્રવચનમાં તાદૃશ્ય વર્ણન કરાયું છે. સંસાર જ તેનું નામ કે જેમાં ફરી ફરીને દુઃખાવસ્થા પ્રાપ્ત થાય. સંસારવર્તી બધા જ જીવો અન્ય જીવોને આહારાદિ માટે ત્રાસ પહોંચાડે છે. સબળાનો નબળાને ભય છે અને સબળા નબળાને મારે પણ છે. આવા સંસારને પણ છોડવાનું મન થતું નથી, તેનું કારણ નિર્વેદનો અભાવ. સુખ મેળવવા માટે સંયમ એ ઔષધ છે, તે સેવે તે સુખી થાય. આ વસ્તુ સમજાય માટે જ જ્ઞાનીઓ વારંવાર ઉપદેશ આપે છે. આ મુખ્ય વાત સાથે શ્રાવક ક્યાં વસે ? શ્રાવકપણું સાચવવા શું કરવું જરૂરી છે ? સમકિતની ભાવના અને કરણીનો તાલમેલ કેવો હોય; ધર્મથી માનવની મહત્તા કેમ ? અને ધર્મનો ઉપાય કયો ? એ પ્રશ્નો સુંદર ચર્ચા મહારાજા શ્રેણિક અને પ્રાસંગિક ધન્ના શાલિભદ્રના દૃષ્ટાંતો પણ આપ્યાં છે. મુલાકાતૃત • શ્રી જિનેશ્વર દેવના શાસનમાં આપ્તની આધીનતા એ જ પ્રધાન છે. - નિર્વેદ અને વૈરાગ્ય એ શબ્દો તો હાથમાં આવ્યા પણ હૈયામાં ક્યાં છે ? આગમ પર શ્રદ્ધા થાય તો એ હૈયે આવે. ૦ જેટલા પ્રમાણમાં સંસાર ખસ્યો તેટલા પ્રમાણમાં જ અણગાર પણ સુખી અને તેટલા પ્રમાણમાં દુઃખની મુક્તિ. - સાધુ અને શ્રાવકની કરણી એ સુખનું ઔષધ છે. પણ સેવે તે સુખી બને, ન સેવે તે ક્યાંથી સુખી બને ? • પાંચેય ઈન્દ્રિયોનાં સુખ ક્ષણિક છે અને દુઃખ ચિરકાલીન છે. • ભવિષ્યમાં દુઃખ છતાં ભોગવટામાં આનંદ આવે એ તો મિથ્યાદૃષ્ટિનો આનંદ છે. • પાપી જીવોને પાપના ફળને ભોગવવામાં સહાયક થવાની બુદ્ધિ સમ્યગ્દષ્ટિને ન આવે. • દુનિયા ફરે તેમ શ્રાવક ન મૂંઝાય, તેવી રીતે નામ શ્રાવકો ફરે તેમ સાધુ પણ ન મૂંઝાય. અર્થ-કામની લાલસામાં ગાંડી બનેલી દુનિયાને પૈસા વગેરેની લાલચથી વશ કરવામાં વાર શી ? તિર્યંચનાં શબ્દ માટે કાનમાં ખીલા ઠોકવાનું શાસ્ત્ર નથી કહ્યું, પણ એવા કંક મનુષ્યો છે, જેના શબ્દો સાંભળવા કરતાં કાનમાં ખીલા ઠોકવા સારા એમ શાસ્ત્ર કહ્યું છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : સંસારમાં સૌ દુઃખી, સુખી એક અણગાર : સિંહાવલોકન : સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, સંસારવર્તી પ્રાણીગણને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરાવવા માટે આ “ધૂત' નામના છઠ્ઠા અધ્યયનના બીજા સૂત્રના - રં સુખેદ નહી તer" આ અવયવ દ્વારા, શ્રોતાઓને શ્રવણસન્મુખ બનાવવા અનંતજ્ઞાનીઓએ ફરમાવેલા તે યથાસ્થિત કર્મવિપાકને યથાસ્થિતપણે જ કહેતા એવા મને હે ભવ્યો ! તમે સાંભળો. આ પ્રમાણે ફરમાવ્યું : અને - “ક્ષતિ પVI ગ્રંથા ત િવિવાદિયા” આ અવયવ દ્વારા, “ચાર ગતિમાં પડેલાં સંસારી પ્રાણીઓ નાના પ્રકારના કર્મવિપાકને અનુભવે છે. આ વાતને દર્શાવવા ફરમાવ્યું કે – આ સંસારમાં “ચક્ષુ ઇંદ્રિયથી રહિત અને સદ્વિવેકથી વિકલ એટલે દ્રવ્યથી અને ભાવથી પણ એમ ઉભય પ્રકારે અંધ એવાં પ્રાણીઓ, કર્મવિપાકથી આપાદિત કરેલ નરકગતિ આદિરૂપ દ્રવ્યઅંધકારમાં અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયાદિરૂપ ભાવઅંધકારમાં પણ અટવાયેલા રહે છે એમ સારી રીતે પ્રસિદ્ધ છે. આ વિશ્વમાં અનેક પ્રાણીઓ ચક્ષુના અભાવથી માત્ર દ્રવ્યઅંધ અને સદ્દવિવેકના અભાવથી ભાવઅંધ હોય છે : ત્યારે અનેક પ્રાણીઓ ઉભયના અભાવથી દ્રવ્ય અને ભાવ એમ ઉભય પ્રકારે અંધ હોય છે : એ જ રીતે કર્મના યોગે કેટલાંક પ્રાણીઓ, દ્રવ્ય અને ભાવ એમ ઉભય પ્રકારના અંધકારમાં પણ આથડ્યા કરે છે. પુનઃ પુનઃ દુઃખાવસ્થા : આ રીતે ચારે ગતિમાં ભટકતાં પ્રાણીઓની દુઃખમય અવસ્થાનું વર્ણન કર્યા પછી પુનઃ પણ એની એ જ અવસ્થાનું વર્ણન કરતાં સૂત્રકાર પરમર્ષિ ફરમાવે છે કે – Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૬ –– – 149 "तामेव सई असई अइअच्च उच्चावयफासे पडिसंवेएइ" "किं च- तामेवावस्थां कुष्ठाद्यापादितामेकेन्द्रियापर्याप्तिकादिकां वा सकृदनुभूय कर्मोदयात्तामेव असकृद्-अनेकशोऽतिगत्योच्चावचान् तीव्रमन्दान् स्पर्शान-दुःखविशेषान् ‘પ્રતિસંવેતિ' અનુમતિ ” “વળી તે જ અવસ્થાને એટલે કોઢ આદિ રોગોએ કરેલી અવસ્થાને અથવા એકેંદ્રિય, અપર્યાપ્ત આદિ અવસ્થાને અનેક વાર પામીને (સંસારવર્તી પ્રાણી) તીવ્ર અને મંદ દુઃખવિશેષોને અનુભવે છે.” આપ્તની આધીનતા : કોઈ એમ ન માની લે કે “સૂત્રકાર મહર્ષિ, આ બધી વાતો પોતાની મતિકલ્પનાથી જ કહે છે. એ જ કારણે સૂત્રકાર પરમર્ષિએ, પોતામાં રહેલી આખાધીનતાને સ્પષ્ટ કરવા ફરમાવેલા સૂત્રાવયવની અવતરણિકા કરતાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે – uત તીર્થવૃદ્ધિાવેલિમિત્રાદ-" “અને આ જે વાત કહી આવ્યા તે તીર્થંકર મહારાજાઓએ જણાવેલ છે. એ પ્રમાણે કહે છે ” “પુ િવવે-” 'बुद्धेः' तीर्थकृद्भिः 'एतद्' अनन्तरोक्तं प्रकर्षणादौ वा वेदितं प्रवेदितं । एतच्च वक्ष्यमाणं प्रवेदितमित्याह-' “આ હમણાં તરતનું કહેલું તીર્થંકરદેવોએ, પ્રકર્ષે કરીને અથવા આદિમાં જણાવેલ છે અને આ આગળ જે કહેવાનું છે એ શ્રી તીર્થંકરદેવોએ જણાવેલું છે.” આવા પ્રકારના કથનથી સૂત્રકાર પરમર્ષિ સ્પષ્ટ કરે છે કે અમે જે કંઈ કહીએ છીએ તે શ્રી તીર્થંકરદેવોનું કહેલું જ કહીએ છીએ પણ અમારું પોતાનું કહેતા નથી. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં આપ્તની આધીનતા એ જ પ્રધાન છે. આખ એટલે અરિહંત ભગવાન; એ પરમતારકની આજ્ઞા એ જ શ્રી જિનશાસનનું સર્વસ્વ. શ્રી જિનશાસનને માનનારો પણ તે જ કે જે શ્રી અરિહંત ભગવાનની આજ્ઞામાં જ ધર્મ માને. જેમાં એ પરમતારકની આજ્ઞા નથી એ દેખાવમાં ધર્મરૂ૫ હોય તો પણ વાસ્તવિક રીતે ધર્મ નથી. Page #139 -------------------------------------------------------------------------- ________________ 103 – ૧૧ : સંસારનાં સો દુઃખી, સુખી એક અણગાર - 105– ૧૨૫ પ્રાણીઓ અન્ય પ્રાણીઓને પીડે છે : ચાર ગતિરૂપ સંસારમાં પડેલાં પ્રાણીઓ બે પ્રકારની અંધતા અને બે પ્રકારના અંધકારમાં આથડે છે તથા કર્મના યોગે એકની એક દુઃખદ અવસ્થાને અનેક વાર પામીને તીવ્ર અને મંદ દુઃખવિશેષોને અનુભવે છે.” આ વાતો જેમ સંસારવર્તી પ્રાણીઓને સંસાર ઉપરથી નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરાવવા માટે શ્રી તીર્થંકરદેવોએ ફરમાવી છે તેમ “અન્ય શું ફરમાવ્યું છે ?' એનું પ્રતિપાદન કરતાં સૂત્રકાર પરમર્ષિ ફરમાવે છે કે - ___ "संति पाणा वासगा रसगा उदए उदएचरा ____ आगासगामिणो पाणा पाणे किलेसंति," ત્તિ વિઇને ‘પ્રા: 'પ્રાણનો ‘વાસ: “વાશદjત્સવ વાસત્તતિ વાસવ: - भाषालब्धिसंपत्रा द्वीन्द्रियादयः, तथा रसमनुगच्छन्तीति रसगा: कटुतिक्तकषायादिरसवेदिनः संज्ञिन: संसारिणां इत्यर्थः, इत्येवम्भूतः कर्मविपाकः सम्प्रेक्ष्य इति सम्बन्धः, तथा - 'उदके' उदकरूपा एवैकेन्द्रिया जन्तवः पर्याप्तकापर्याप्तकभेदेन व्यवस्थिताः, तथा उदके चरन्तीत्युदकचरा:- पूतरकच्छेदनकलोहणकत्रसा मत्स्यकच्छपादयः, तथा स्थलजा अपि केचन जलाश्रिता महोरगादयः पक्षिणश्च केचन तद्गतवृत्तयो द्रष्टव्याः, अपरे तु आकाशगामिनः पक्षिणः, इत्येवं सर्वेऽपि 'प्राणा:' प्राणिनोऽपरान् प्राणिनः आहाराद्यर्थं मत्सरादिना वा વલ્તાન્ત' ૩પતાત્તિ .” “આ વિશ્વમાં પ્રાણીઓ વાસક હોય છે, રસગ હોય છે, ઉદકરૂપ હોય છે, ઉદકચર હોય છે અને આકાશગામી હોય છે : આ બધાં પ્રાણીઓના સ્વરૂપને એટલા માટે સમજવાનું છે કે “જેથી સંસારવર્તી પ્રાણીઓના કર્મવિપાકને સારી રીતે સમજી શકાય.' : “વાણું' ધાતુ “શબ્દકુત્સા' એવા અર્થમાં આવે છે, આથી ‘વાનિ' એટલે વાસિત કરે એનું નામ વાસક એટલે ‘વાસક પ્રાણીઓ તે કહેવાય છે કે “જેઓ ભાષાલબ્ધિથી સંપન્ન હોય.” અને બેઇંદ્રિય આદિ જીવો ભાષાલબ્ધિસંપન્ન છે ? તથા જેઓ રસને જાણે છે તેઓ રસગ કહેવાય છે. આ વ્યુત્પત્તિને અનુસરીને, જે પ્રાણીઓ, કટુ, તિક્ત અને કષાય વગેરે રસોને જાણનારા હોય છે તે રસગ પ્રાણીઓ કહેવાય છે અને એવા પ્રાણીઓ સંગી' છે તથા ઉદકરૂપ જ જે જીવો છે તે એક ઇંદ્રિયવાળા હોય છે અને તે પર્યાપ્તા' અને “અપર્યાપ્તા' એમ બે ભેદે રહેલા છે ? તથા પાણીમાં ફરનારા Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ જીવો ‘ઉદકચર’ કહેવાય છે અને તે પાણીમાં રહેલા પોરાઓને છેદનાર અને ડોળનાર મત્સ્ય અને કાચબા આદિ ત્રસ જીવો છે : તથા કેટલાક સ્થળમાં ઉત્પન્ન થયેલા સર્પ વગેરે પણ જળને આશ્રિત રહેનારા હોય છે અને એવાં કેટલાંક પક્ષીઓ પણ જળમાં રહેવાની વૃત્તિવાળાં હોય છે : અને બીજા આકાશગામી પક્ષીઓ હોય છે ; આ પ્રમાણે અને આ પ્રકારે રહેલા સઘળા પ્રાણીઓ, બીજા પ્રાણીઓને આહાર આદિના માટે અથવા તો મત્સર આદિથી ઉપતાપ પમાડે છે.” આ પ્રમાણે કહ્યા પછી ટીકાકાર મહર્ષિ આ છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્રના છેલ્લા અવયવની અવતરણિકા કરતાં ફરમાવે છે કે - यद्येवं ततः किमित्यत् आह - 66 જો આ પ્રમાણે છે તેથી શું ?' આ પ્રમાણેનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે, એ કારણથી સૂત્રકાર પરમર્ષિ કહે છે કે “પાસ તોÇ મદમયં" ‘પશ્ય' અવધારવ ‘હોઠે ચતુર્દશરખ્યાત્મ, ર્મવિષાત્સાશાસ્ ‘મમાં' नानागतिदुःखक्लेशविपाकात्मकमिति ।। " “હે ભવ્ય ! તું જો-નિશ્ચિત કર કે ચૌદ રાજસ્વરૂપ લોકમાં કર્મવિપાકના યોગથી વિવિધ પ્રકારની ગતિઓમાં ઉત્પન્ન થતાં અનેક પ્રકારનાં દુઃખો અને ક્લેશોના વિપાકરૂપ મહાભય છે.” 1544 સંસારમાં સુખી કોઈ નથી : આ સઘળું જ વર્ણન એ વસ્તુને સ્પષ્ટ કરે છે કે સંસારવર્તી પ્રાણી કોઈ એવો નથી કે જેને ક્ષણભર શાંતિ હોય. આ સંસારમાં વધુ દુઃખ તો એ છે કે બળવાન, નબળાને મારે છે અને નબળા બળવાનથી ડરે છે ઃ આથી સંસારમાં કોઈ જાતનું વાસ્તવિક સુખ નથી. ‘સંસારમાં કોઈ પણ સ્થાન વાસ્તવિક સુખમય નથી અને વાસ્તવિક સુખ દેનાર નથી.' એ ન સમજાય ત્યાં સુધી નિર્વેદ તથા વૈરાગ્ય ન થાય. સંસારમાં કર્મની તો પીડા છે જ ઉપરાંત કર્મના પ્રતાપે પ્રાણીઓ પણ પરસ્પર ક્લેશ પામે છે. બળવાન નબળાને મારે છે અને નબળા બળવાનથી ડરે છે, એથી મૂંઝવણ બેયને છે. સંસારની ચારે ગતિમાં કોઈ પણ ગતિમાં રહેલો જીવ વસ્તુતઃ સુખી નથી. આત્મા, આત્મા સાથે પરસ્પર લડે એ સ્થિતિમાં અંત Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : સંસારનાં સૌ દુઃખી, સુખી એક અણગાર 105 આવે ચાંથી ? માત્ર કર્મની જ વેદના હોય તો તો ધૂળ નાખી, પણ કર્મવશ આત્મા, બીજાને રિબાવવાની ઇચ્છામાં પણ જીવન ગુમાવે છે : આથી નથી તો સામગ્રીવાળા સુખી કે નથી તો સામગ્રી વિનાના સુખી : નથી તો સર્વ સંયોગવાળા સુખી કે નથી તો સંયોગથી વંચિત સુખી : નથી નારકી સુખી કે નથી દેવતા સુખી, નથી તિર્યંચ સુખી કે નથી મનુષ્ય સુખી : મનુષ્યમાં પણ નથી રાજા સુખી કે નથી પ્રજા સુખી અને નથી મોટા સુખી કે નથી નાના સુખી. આ વાત સમજાય તો નિર્વેદ અને વૈરાગ્ય થાય. નિર્વેદ તથા વૈરાગ્ય એ શબ્દો તો હાથમાં આવ્યા પણ હૈયામાં ક્યાં છે ? આ શબ્દો હૈયે ક્યારે આવે ? આગમ પર શ્રદ્ધા થાય તો એ હૈયે આવે. જો વાતોથી નિર્વેદ અને વૈરાગ્ય થતા હોત તો તો સાડાનવ પૂર્વી થયેલો અભવી, નિર્વેદનાં લક્ષણ તો ઘણી સારી રીતે કહે છે પણ એના હૈયામાં તેની સાચી છાયા નથી પડતી એ ન બનત. 1545 ‘નરકગતિમાં તથા બીજી ગતિઓમાં દુ:ખ છે.’ આ વસ્તુ ‘ભવ્ય આત્માઓ નિર્વેદ અને વૈરાગ્યને ભજનારા થાય' એ હેતુથી કહી છે. આ વાત શ્રદ્ધાપૂર્વક મનાય તો જ એ વસ્તુ આત્માને ફળે. સારાને પણ વસ્તુનું સ્વરૂપ સમજવામાં ન આવે તો તે પાપથી ન બચી શકે માટે ચારે ગતિનું સ્વરૂપ, પરિણામ તથા તે તે ગતિમાં જવાના હેતુ, તે તે ગતિઓમાં કોણ જાય એ બધું એ જ્ઞાનીઓએ બતાવ્યું છે. એ બધું જે સમજે અને શક્તિ મુજબ જીવનમાં ઉતારે એ જ સુખી તે સિવાયના તો આ સંસારમાં સુખી કોઈ જ નથી. સભા : શું અણગાર પણ સુખી નહિ ? અણગાર પણ સુખી શાથી ? કહેવું જ પડશે કે સંસાર ખસ્યો એથી. જેટલા પ્રમાણમાં સંસાર ખસ્યો તેટલા પ્રમાણમાં જ અણગાર પણ સુખી અને તેટલા પ્રમાણમાં દુઃખની મુક્તિ. બાકી સંસાર તો દુઃખમય જ છે, સંસારમાં તો સુખ છે જ નહિ. મિથ્યાત્વના ઉદયે જે બિચારા, નારકીના દુ:ખવર્ણન ૫૨ શ્રદ્ધા નથી રાખતા : તે બિચારાઓ, ‘આખોયે સંસાર દુઃખમય છે.’ આ કથન ઉપર શ્રદ્ધા ચાંથી રાખે ? જેઓને શ્રી જિનેશ્વરદેવના વચન ઉપર શ્રદ્ધા નથી તેઓની વાત તો દૂર રાખો પણ જેઓને શ્રદ્ધા છે તેઓ પણ આ વસ્તુવર્ણન સાંભળીને ઘરે યાદ ન કરે તો ? પેલા તો વાતને માનતા જ નથી માટે યાદ ન કરે એ બને પણ તમે તો માનો છો, એના હેતુને માનો છો છતાં એ હેતુમાં પાછા લહેર કરો એનું શું કારણ ? મુદ્દો એ છે કે ‘આ વસ્તુ હૈયે સ્પર્શતી નથી.' અને આ વસ્તુ ન સ્પર્શે ૧૨૭ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ - ૧% ત્યાં સુધી દુઃખ જાય નહિ અને સુખ આવે નહિ : આ જ હેતુથી સંસારમાં કોઈ જ સુખી નથી. સુખનું ઔષધ છે પણ સેવનારા કેટલા? સભા: એનું ઔષધ છે ? ઔષધ તો છે પણ સેવનારા ક્યાં છે ? સાધુ તથા શ્રાવકની કરણી પરમ ઔષધરૂપ છે. સર્વવિરતિને ધરનાર આત્મા, સંસારના સંયોગથી સર્વથા વિખૂટો છે : ત્યારે શ્રાવક, પ્રમાણમાં વિખૂટો છે. શ્રાવકની કરણી એવી રીતે યોજાઈ છે કે એ જો બરાબર થાય તો આ વસ્તુ - આગમ - એક ક્ષણ પણ ન ભુલાય, પણ કરણી સેવાય છે ક્યાં ? થોડી ઘણી કરણી સેવાય છે એ પણ જુદી જ રીતે ! ભાવના, ઉદ્દેશ વગેરે ફરી જાય છે ત્યાં થાય શું ? આત્મા શરીરથી જુદો છે.” એવું કહેનારા ઘણા છે પણ એમ માની શરીરની સેવા ઓછી કરનારા કેટલા છે? “શરીરને છોડી જવાનું છે' એમ તો સૌ સમજદાર કહે છે પણ શરીરને માટે મહેનત કરનાર કેટલા અને આત્મા માટે મહેનત કરનાર કેટલા ? આજે તો નરકગતિનાં દુઃખોનું વર્ણન સાંભળીને કહે છે કે “આ વર્ણન તો નારકીમાં જાય એને માટે ને ! અમારે શું ?' પણ ઓ ભાઈ ! તમારે નરકે ન જવું પડે માટે જ્ઞાનીએ કહ્યું છે. તમને નરકે મોકલવા નથી કહ્યું પણ નરકે જવાના હેતુને સમજી એ હેતુ ન એવો તો નરકે ન જાઓ એ હેતુથી કહ્યું છે. નરકગતિમાં જવાના હેતુને નરકના હેતુ તરીકે ન સ્વીકારાય તો કહેવું જોઈએ કે નિર્વેદ તથા વૈરાગ્યનું સમ્યક સ્વરૂપ સમજ્યા જ નથી. ડગલે ને પગલે નિર્વેદ તથા વૈરાગ્યની ભાવના ઝળકવી જોઈએ. શાસ્ત્રકાર કહે છે કે કુમારપાળ રાજા છતાં એમની દરેક ક્રિયા વખતે એ મુનિ જેવા લાગતા. ચાલતાં, બેસતાં, ઊઠતાં, ખાતાં, પીતાં દરેક ક્રિયામાં તેઓ મુનિ જેવા લાગતા. સમ્યગ્દર્શનને પામેલાની ભાવના, પરિણામ, લાલસા વગેરે કેવી હોય? પાનામાં તો બધું લખ્યું છે, તમે સાંભળ્યું પણ છે પણ એ પરિણામની ધારા છે કે નહિ એ કદી હૃદયને પૂછ્યું છે ? સૂત્રકાર તો ચારે ગતિનાં વર્ણન કરે છે પણ મનુષ્યગતિનાં વર્ણન કરે ત્યાં જ તમે ન માનો અને તમને થાય કે “આવું તે હોય !” ત્યાં તમે નારકીની વાત Page #143 -------------------------------------------------------------------------- ________________ 17 –– ૧૧ : સંસારનાં સૌ દુઃખી, સુખી એક અણગાર - 105 - ૧૨૯ કઈ રીતે માનો ? “હશે” એમ જ કહોને ? નહિ માનનારા ના પાડે, અને માનનારા ના ન પાડે, હા પાડે, પણ બેય જણ સરખી રીતે વર્તે તો પછી અંતર કયાં પડાય ? ઘણાને ચિંતા થાય છે કે આવી વાતો સાંભળીએ તો ખાઈએ શું?” પણ હું કહું છું કે ખાવાની જરૂર ન પડે તો ખોટું પણ શું ? ખાવા માટે આ સાંભળો એવું હું ક્યાં કહું છું ? પેટ ભરવા માટે આ બધું નથી, પણ પેટ ભરવાની પંચાત મટાડવા માટે છે. આ જ્ઞાન પેટ ભરવાની પંચાત મટાડવાનું સાધન છે. આ વસ્તુને જે સ્વરૂપે સમજાવી જોઈએ તે સ્વરૂપે નથી સમજાતી એનું જ આ દુઃખ છે. ચારે ગતિનાં દુઃખને વર્ણવવાનો શાસ્ત્રકારનો હેતુ એ છે કે પૌદ્ગલિક સુખની લાલસામાં પડેલા જે જીવો, એ દુઃખને ભૂલી ગયા હોય : તેઓને એ દુઃખનું ભાન થાય, અને એ જીવો જ્યાં સુખ માને છે ત્યાં રહેલા દુઃખને પણ સમજે કે જેથી બચે. પાંચે ઈંદ્રિયોનાં સુખ ક્ષણિક છે અને દુઃખ ચિરકાલીન છે. શબ્દાદિ વિષયોના ભોગવટા વખતે ક્ષણિક સુખ છે, પણ એની પહેલાં તથા પાછળ તો દુઃખ જ છે, એ ન સમજાય ત્યાં સુધી મનુષ્યગતિના દુઃખને પણ નહિ સમજાય. તમે માંદાને દુઃખી માનો છો પણ ખાતા પિતાને દુઃખી નથી માનતા, ત્યારે જ્ઞાનીની માન્યતા એથી જુદી છે. જ્ઞાની કહે છે કે વિષયના ભોગવટા વખતે ક્ષણિક સુખ છે તે પણ શરીર સારું હોય તો, શુભોદય હોય તો, નહિ તો એ પણ નહિ. જો શરીર સારું ન હોય તો તો વિષયના ભોગવટા વખતે પણ પીડા ચાલુ હોય છે. ઘણી વખત બળતે હૃદયે ખાવું પડે છે એ શું નથી જાણતા ? ખાવાનું ભાવે નહિ, ગળે ઊતરે નહિ છતાં ખાવું પડે છે એ જાણો છો ને ? ભોગવટાના સ્વાદની આસક્તિને લઈને મેળવવાના દુઃખને સુખ મનાયું છે, નહિ તો થાકી જાત. અહીં પડિક્કમણામાં બે ઘડી ઊભા રહેવાનું તેમાં પણ સોમાં સિત્તેર એવા છે કે બેસીને કરે, એના એ સોએ જણા વેપાર માટે બજારમાં ત્રણ કલાક ઊભા રહે. ત્યાં ન થાકે. કામ પત્યા પછી પણ જો વસ્તુ મળી હોય તો તો ન થાકે પણ ન મળે તો વળી થાકે. હવે ત્યાં ત્રણ કલાકેય ન થાકે અને પડિક્કમણામાં બે ઘડીમાં પણ થાકે એમાં કંઈ શરીરમાં ભેદ છે કે મનની માન્યતામાં ભેદ છે ? કહેવું જ પડશે કે ત્યાં સુખ માન્યું છે માટે દુઃખ નથી લાગતું; બાકી દુઃખ હતું એ તો નક્કી જ છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ - ૧૭ શબ્દાદિ વિષયો મેળવતાં તકલીફ નથી લાગતી માટે ત્યાં તકલીફ નથી; એમ નથી પણ લાલસાથી બેહોશ બન્યા છે માટે તકલીફ નથી લાગતી. વિષયોનો ભોગવટો તો માત્ર અમુક સમયનો જ હોય છે જ્યારે દુઃખની સીમા નથી હોતી. જેની શરૂઆતમાં ભય, જેનું પરિણામ વિકટ તેને પણ ભોગવતાં આનંદ આવે ત્યાં નિર્વેદ તથા વૈરાગ્ય શી રીતે રહે ? આવી સ્થિતિના ભોગવટામાં જેને આનંદ આવે છે તે જ્ઞાની કે અજ્ઞાની ? આગળપાછળ સુખ હોય અને વચ્ચે આનંદ આવતો હોય તો કશી જ હરકત નથી એ જ કારણે જેઓને કઠિન એવી પણ ધર્મક્રિયામાં આનંદ આવે છે એ વાસ્તવિક છે, કારણ કે એથી ભવિષ્યમાં સુખ છે. ભવિષ્યમાં દુઃખ છતાં ભોગવટામાં આનંદ આવે એ તો મિથ્યાષ્ટિનો આનંદ છે. સમજદારને તો એમાં આનંદ ન જ આવે પણ એવા આત્માઓ છે કેટલા ? કહેવું જ પડશે કે થોડા. વિષયવિપાકની ભયંકરતા ? પ્રભુવચનને માનનારા તો સારી રીતે સમજે જ છે કે વિષયના વિપાક ભયંકર છે. એના ભોગવટા આત્માને નરકગતિમાં ઘસડી જનારા છે અને નરકગતિમાં વેદનાનો પાર નથી. “ક્ષેત્રવેદના, પરમાધામી તરફથી વેદના અને પરસ્પરની વેદના આ ત્રણ પ્રકારની વેદનાઓ નરકમાં હોય છે. પરમાધામીની પીડા ઉપરાંત પરસ્પરના વૈરને લઈને એકબીજાથી પણ વેદના થાય છે. પરમાધામી તો ભયંકર પીડા કરે છે. એવી પીડા કરે છે કે જે સાંભળતાં પણ ત્રાસ થાય. જેમ અહીં અનાર્યો, નાના જીવો ઉપર જુલમ ગુજારે છે : જેવા કે માંકડ કીડી મંકોડીને સોયમાં પરોવે છે, કચડે છે, પથ્થર મારે છે, વાટે છે, ઘસે છે, લસોટે છે, સળગાવે છે અને એમાં આનંદ પામે છે : તેમ પરમાધામી દેવો પણ પોતાના કુતૂહલ ખાતર ત્યાંના જીવોને ભયંકર પીડાઓ કરે છે. નારકીના જીવોના અશુભોદયના યોગે પરમાધામી દેવો, પોતાના કુતૂહલ ખાતર એમને પીડા કરે છે. પરમાધામી દેવો, નારકીના જીવોને કાપે છે, વેરે છે, ભાલાથી વધે છે અને એવું એવું બધું જ કરે છે. પરમાધામી દેવો, વેદના કરે છે તે કંઈ કોઈએ એમ કરવાની તેઓને છૂટ નથી આપી પણ અહીં જેમ અનાર્યો, વીંછી વગેરેને કુતૂહલ આદિથી મારે છે તેમ પરમાધામીઓના સંબંધમાં પણ સમજવાનું છે. વીંછી આદિને મારવાનું કારણ જો આપણે અનાર્યોને પૂછીએ તો Page #145 -------------------------------------------------------------------------- ________________ 1549 ૧૧ : સંસારનાં સૌ દુઃખી, સુખી એક અણગાર તેઓ કહે કે ‘એ વીંછી આદિ થયા કેમ ?' પણ એવાઓને વીંછી આદિને મારવાની છૂટ તો કોઈએ આપી નથી ને ? રાજ્યના સિપાઈને પણ ગુનેગારને પકડવાની છૂટ છે પણ ખોટી રીતે ગુનો કબૂલ કરાવવા ફાવે તેટલા પ્રમાણમાં પીટવાની છૂટ નથી પણ પોતે પકડેલા ગુનેગારને કેટલીક વખત સિપાઈ એવા પીટે છે કે બિનગુનેગાર પણ પોતાને ગુનેગાર કબૂલ કરે છે. એ રીતે પરમાધામીને કોઈએ નારકીના જીવોને મારવા છૂટ આપી છે કે નીમ્યા છે એવું કંઈ નથી પણ એ તો પોતાના કુતૂહલ ખાતર કરે છે. - 105 આ દુનિયામાં વીંછીનો મારનાર કહે છે કે ‘એ કરડે છે માટે મારું છું' પણ એને કહેવામાં આવે કે ‘એ તો કરડે ત્યારે ખરો પણ તું તો મારી રહ્યો છે તો તને શી શિક્ષા થવી જોઈએ ? વીંછી કરડવાના ભયને લઈને જો તું તેને મારવાની છૂટ માની લે તો તું એને મારે છે તો તને મા૨વાની બીજાને છૂટ ખરી કે નહિ ?' આના જવાબમાં એ શું કહે ? કંઈ જ નહિ. ખરી રીતે મિથ્યાત્વના યોગે પાપને પાપ નહિ માનનારા આત્માઓ, જે ન કરે એ જ થોડું છે. ૧૩૧ સમ્યગ્દષ્ટિ આત્મા બીજાને પાપના ભોગવટામાં સહાય ન કરે. એ તો સમજે છે કે એના પાપના ઉદયના ભોગવટામાં સહાયક થઈ હું કાં પાપ બાંધું ? પાપી જીવોને પાપના ફળને ભોગવવામાં સહાયક થવાની બુદ્ધિ સમ્યગ્દષ્ટિને ન આવે. ૫૨માધામી જીવો તો પોતના કુતૂહલ ખાતર જ આ બધું કરે છે અને એ પાપના યોગે તેઓ પણ ભવાંતરમાં ઘણા રિબાય છે. શ્રાવકપણું સાચવવા માટે : આ જ કા૨ણે વિષયવિપાકની ભયંકરતાના જાણકાર શ્રાવકો બનતાં સુધી તો મૂર્ખાઓના ટોળામાં રહે જ નહિ, એ પુણ્યાત્માઓ તો ઉત્તમ સંસર્ગમાં જ રહે. જ્યાં શ્રી જિનેશ્વરદેવનું મંદિર ન હોય ત્યાં શ્રાવક ન વસે; કારણ કે ત્યાં સાધુ ન આવે. જ્યાં જિનમંદિર ન હોય, સાધુનું આવાગમન ન હોય, ધર્મશ્રવણનો યોગ ન હોય, સાધર્મિકનો સંયોગ ન હોય ત્યાં શ્રાવક ન વસે : કેમ કે સાચા સંસ્કારો નાશ પામે. શ્રાવક એવો વ્યાપાર પણ ન કરે કે જેથી સેવાપૂજાદિ ધર્મકરણી રીતસર ન થાય. શ્રાવક એવા સ્થળે પણ ન જાય કે જ્યાં ધર્મક્રિયા ન થાય અને આવશ્યકમાં વાંધો આવે. શ્રાવક એવી મુસાફરી પણ ન કરે કે જેથી પૂજા પણ રહી જાય, ગુરુનો યોગ પણ ન મળે અને આવશ્યક પણ ન થાય. એવા શ્રાવકો આજે પણ છે કે ચાર દિવસની મુસાફરી કરવી હોય તો એકસાથે Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - 1550 ન કરે પણ પોતાના ક્રિયાકાંડ સાચવીને કરે. ધર્મક્રિયા સાચવવાથી વ્યવહારનો વિલોપ જ થાય છે એમ નથી બનતું પણ એ વાત ખરી કે તમે જે વ્યવહાર માનો છો તે તો નહિ ટકે. ધર્મ બનવું અને દુનિયાને જ સાધવી એ નહિ બને. શ્રી જિનેશ્વરદેવનું મંદિર અને ધર્મગુરુ એ તો પરમ સહાયક છે. જેવો જેવો સમય અને જેવું જેવું સ્થાન ત્યાં તે તે રીતે વર્તવું એનો અર્થ તો એ કે શ્રાવકપણાની કિંમત નથી. જેમ ચોથા આરામાં પણ સાધુપણું કે શ્રાવકપણું સાચવવાનું ધ્યેય તેમ પાંચમા આરામાં પણ ધ્યેય તો એ જ ને ! જેમ શ્રીમંત, શ્રીમંતાઈ સાચવે અને દરિદ્ર પોતાની સ્થિતિ અનુસાર વર્તે એ મર્યાદા પણ લોકના કહેવાથી. દરિદ્રી આવક વિના વરો કરે ? વરો કરે તો આજે તો સારા કહે પણ એના એ પાછા કાલે બેવકૂફ કહે. હવે વારો ન કરે તો પણ લોકો તો એની વિરુદ્ધમાં બોલવાના જ, એવા લોકવિરોધની પરવા કરો કે નહિ ? નહિ જ, તો પછી કાળને અનુસરીને મરજીમાં આવે તેમ ફરાય એમ કેમ કહેવાય ? આપણામાંથી આપણાપણું જાય તે ન જ પાલવવું જોઈએ. ખામીને સમજવી નથી એ નહિ ચાલે. ખામીને સમજી તેને સુધારવા અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. પુણ્યયોગે જે મોક્ષની આરાધનાનું સુંદર સાધન મળ્યું છે તે સાચવવું જ જોઈએ. શ્રાવકે લખ્યું ખાવું પડે એની હરકત નહિ પણ જ્યાં શ્રી જિનેશ્વરદેવનું મંદિર ન હોય અને ધર્મગુરુનો યોગ જ્યાં ન મળે ત્યાં રહેવું ન જોઈએ. શ્રાવકપણું ન સાચવવું હોય, કંઈ નહિ, એ તો ચાલે' કહીને રખડવું હોય તો વાત જુદી છે પણ શ્રાવકપણાના અર્થીએ તો એની કાળજી પૂરી રાખવી જોઈએ. મુનિ કે શ્રાવક ઢાળ મુજબ ઢળે નહિ? - દુનિયા ફરે તેમ શ્રાવક ન મૂંઝાય તેવી રીતે નામશ્રાવકો ફરે તેમ સાધુ પણ ન મૂંઝાય. જો મૂંઝાવા જેવી દશા આવે તો દેવ, ગુરુ, અને ધર્મ ઉપર ભાવ નહિ ટકે. પછી તો એમ થશે કે “દેવ તો ખરા પણ જેવો સમય, ગુરુ તો ખરા પણ ફાવે ત્યાં સુધી, પૂજા કરવાની પણ વખત હોય તો, વ્યાખ્યાન સાંભળવું પણ નવરાશ હોય તો, આવશ્યક કરવું પણ ટાઇમ હોય તો, રાત્રે ન ખાવું એ વાત ખરી, પણ બને તો.” આવી ભાવના થવાની. આવી ભાવનાના યોગે પ્રથમ તો “એમાં શું ? એ તો ચાલે’ આમ થયું. આ રીતે શરૂઆતમાં તો એમ થયું કે “એમાં શું !' પછી “એ તો ચાલે', પછી “રાત્રે ખાઈએ તો પણ હરકત નહિ', પછી “ન ખાય એ તો ભગતડાં' આ ભાવના આવી એના પરિણામે આજે એમ પણ કહેવાય છે કે સાહેબ ! રાત્રે ન ખાવું એ વાત સારી છે, પણ હવે જમાનો બદલાયો, હવે તો Page #147 -------------------------------------------------------------------------- ________________ 188ા - ૧૧ : સંસારનાં સો દુઃખી, સુખી એક અણગાર - 105 – ૧૩૩ સાંજે જ ઘરાકી આવે વળી રાત્રે પણ લાઇટ છે, ગૃહસ્થથી તે આ બધું સચવાય !' આમ ઢળેલા શ્રાવકથી ઢળી જઈને એવી વાતમાં ખરી વાત ત્યારે એમ મુનિથી ન જ કહેવાય. ઢળી ગયેલા મુનિ પણ, જો એમ કહે અને એમ કહીને શ્રી શ્રેણિક મહારાજાનો દાખલો પણ દે તથા કહે કે “ક્ષાયિક સમકિતી શ્રેણિક મહારાજા પણ વિરતિ નહોતા કરતા. તો થાય ? એ જ કે મુનિવેષમાં રહેનાર, આમ કહે એટલે પેલો શ્રાવક પણ માને જ કે “ઠીક ત્યારે, વાંધો નથી. આથી આ રીતનું નમતું વસ્તુમાં ન જ મુકાવું જોઈએ. શ્રી શ્રેણિક જેવી મનોવૃત્તિ ક્યાં ? શ્રી શ્રેણિક મહારાજાના દષ્ટાંતથી પડતાને પાડવાનું કામ કરનારાઓએ, ધ્યાનમાં રાખવું જોઈએ કે શ્રી શ્રેણિક તે શ્રેણિક જ હતા. ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ પણ ફરમાવ્યું છે કે શ્રેણિક જેવા અવિરતિ થોડલા' શ્રી શ્રેણિક મહારાજાએ, અવિરતિમાં રહેવા છતાં વિરતિના સ્થાપક શ્રી અરિહંત પરમાત્મા અને વિરતિને ધરનારાઓની આરાધના એવી રીતે કરી કે તીર્થકર નામકર્મ નિકાગ્યું. શ્રી શ્રેણિક મહારાજા, અવિરતિ છતાં ભોગ પ્રત્યે એમની ભાવના કઈ હતી એ વિચારો. એ પુણ્યાત્માની અવિરતિ જોવી અને સમ્યક્તની કરણી ન જોવી એના જેવી મૂર્ખતા એક પણ નથી. એ પુણ્યાત્મા, સમ્યક્તની કરણી એવી કરતા કે જેવી કરણી આજના વિરતિધરો પણ નથી કરતા. વિરતિધર પ્રત્યે એમનો પ્રેમ કેટલો હતો ? દેવ, ગુરુ,ધર્મ પ્રત્યે સભાવ તથા સેવા કેટલી હતી ? ભગવાન શ્રી મહાવીરદેવના સમાચાર રોજ મેળવતા. એક પણ દિવસ એવો નહિ કે ભગવાનના સમાચાર ન મેળવે. ભગવાન અમુક દિશામાં વિચરે છે એ સમાચાર મળતાં જ એ પુણ્યાત્માની રોમરાજી ખડી થતી, તરત પોતે સિહાસન ઉપરથી ઊભા થતા, પાંચ-સાત કદમ તે દિશામાં જતા, પંચાંગ પ્રણિપાત કરતા, શક્રસ્તવથી સ્તુતિ કરતા અને પછી સિંહાસન ઉપર બેસતા. રોજની આ ક્રિયા ચાલુ હતી. એ પુણ્યાત્માની ત્રિકાલ પૂજામાં કદી ખામી નહોતી આવતી. સાધુના યોગમાં, વ્યાખ્યાનશ્રવણમાં કદી ખામી નહોતી આવતી. સાધુ માત્ર પ્રત્યે ભક્તિની ન્યૂનતા નહોતી. પતિત સાધુને બચાવવાની પણ એમની ઉત્કટ અભિલાષા હતી. એનું પાપ કોઈ ન જાણે એની પણ એમને કાળજી હતી. ગર્ભિણી સાધ્વીને જોઈ પોતે ઘેર લઈ ગયા. કોઈને જાણવા પણ ન Page #148 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૭ દીધું, દેવ પ્રગટ થયો એ તો પછી બન્યું પણ ત્યાં સુધી એમનું વર્તન કયું ? એ પુણ્યાત્માના સમ્યક્ત્વની નિર્મળતા જોઈ દેવ તુષ્ટમાન થયો, એ પછી પણ એમણે શું કર્યું એ વિચારો. તમને જો આવો સંયોગ મળે તો શું કરો ? તમને તો ન મળે, પણ મળે તો ? વાવટા કાળા બાંધો કે લાલ ? સાધ્વી એ તમારી માતા છે. માતાના વાવટા બાંધનારા કુલાંગાર છે. જાહેર ખબર છપાવો તો એવી છપાવો કે જે વાંચીને અધર્મી પણ આનંદ પામે. પાપની તે જાહેર ખબર હોય ? આજે મનોવૃત્તિ પલટાઈ છે, મલિન થઈ છે એનું જ ખરાબ પરિણામ છે માટે એથી બચો. ૧૩૪ વૈભારગિરિ ઉપર શ્રી ધનાશાલિભદ્રે અનશન કર્યું ત્યારે શ્રી શાલિભદ્રની માતાએ બત્રીશ વહુઓ સાથે એવો વિલાપ કર્યો કે જંગલનાં પક્ષી પણ વિલાપ કરવા લાગ્યાં. ત્યાં શ્રી શ્રેણિક મહારાજા જઈને રોવરાવતા નથી પણ કહે છે કે, ‘હે માતા ! આવા પુત્ર તથા જમાઈના યોગે તો તું જગપૂજ્ય બની, તારો દીકરો તથા જમાઈ ભગવાન મહાવીરના માર્ગને સાધે, મુક્તિની સાધનામાં જે વખતે તલ્લીન બને તે વખતે વિઘ્ન ક૨વાનું હોય કે આશીર્વાદ દેવાના હોય ?’ આવાં વચનથી માતાનાં આંસુ સાફ થયાં. માતાએ પુત્રને આશીર્વાદ દીધો. શ્રી શ્રેણિક મહારાજા રોવરાવવા નહોતા ગયા. એથી ‘શાલિભદ્ર ઊઠ, મા રુએ છે, મોટો સાધુ થઈ ગયો અને માને રોવરાવે છે, આવો ધર્મ કોણે શિખવાડ્યો ?' આવું શ્રી શ્રેણિક મહારાજાએ ન કહ્યું, કારણ કે શ્રી શ્રેણિક મહારાજા તો માતાનું, દીકરાનું તથા ધર્મનું સ્વરૂપ સમજતા હતા. ધર્મી, મોહના યોગે રુદન કરનારનું રુદન બંધ કરાવે કે એનું રુદન વધારે ? વ્યવહાર પણ કહે છે કે રોનારને આશ્વાસન દેવાય પણ રોવરાવાય નહિ. ગાંડા બનેલાને વધુ ગાંડો ન બનાવાય. જેની ક્રિયા જેટલા પ્રમાણમાં જોઈએ તે સમજો, પહેલાં તો પાપનો ડર હતો, આજે તો ‘એ તો ચાલે’ એ ભાવનાથી પાપ વધ્યું. સભા : અરે સાહેબ ! પાપની પ્રશંસા થાય છે ! 1552 જેટલું ઓછું થાય છે એટલું અહોભાગ્ય. આપણા બચાવ માટે હજી એ ઓછું થયું છે. બાકી અધર્મને વધા૨વામાં મુશીબત શી છે ? અર્થ-કામની લાલસામાં ગાંડી બનેલી દુનિયાને પૈસા વગેરેની લાલચથી વશ કરવામાં વાર શી ! બાવો મૂઠી વાળીને બેસે અને ‘આમાં કાંક છે’ એમ કહે તો કેટલું ટોળું ભેળું થાય ! એ બાવો પાંચર્સે જણને ફૂંક મારે એમાં પાંચને એ ફૂંક ફળે અને તે ફૂંક Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : સંસારનાં સૌ દુઃખી, સુખી એક અણગાર ૧૩૫ ફળી કે એનું ભાગ્ય ફળ્યું ? પણ વિચારે કોણ ? દુનિયાને પૈસાની લાલચે ખેંચવામાં કશી જ વાર નથી. ગોશાળાના અગિયાર લાખ શ્રાવક અને ભગવાનના ઓછા એનું કારણ એ જ કે ભગવાન તો મોહના કિલ્લામાં બેસીને મોહને મારવાનું કામ કરતા હતા, જ્યારે ગોશાળો તો મોહનાં મંડાણ કરતો હતો. ‘જે કાળે જે થવાનું તે થવાનું જ માટે ખાઓ, પીઓ, અને લહેર કરો, ઉપવાસાદિ તે કરવાની જરૂર નથી, ભૂખ લાગે અને ન ખાઈએ તો આર્ત્તધ્યાન થાય અને આર્ત્તધ્યાનથી દુર્ગતિ થાય, માટે ભૂખ લાગે તો ખાઈ લેવું.' આવા ઉપદેશથી જનતાને ખેંચવી એમાં કશી જ મુશીબત નથી. 1553 આજે પણ કહેવામાં આવે કે ‘માત્ર ચાંલ્લો કરે એ જૈન, બાકી પૂજા, સામાયિક, પ્રતિક્રમણની જરૂર નથી, થાય તો પણ ભલે, ન થાય તો હરકત નહિ,' તો અનેક ભળે. સમોસરણથી આકર્ષાઈને આવેલાને, સિંહાસન પર બેઠેલા પ્રભુ દેશના દેતા અને મોહથી પરાભુખ બનાવવા પ્રયત્ન કરતા ત્યાં થોડા જ શ્રાવક થાય એ દેખીતું છે એમાં નવાઈ પામવા જેવું કાંઈ નથી. આથી કહેવું પડે છે કે વસ્તુને સમજો અને શ્રી શ્રેણિકના દૃષ્ટાંતથી ધર્મની આરાધનામાં અતિશય દૃઢ બનો. 105 ના૨કી આદિ ચારે ગતિનું સ્વરૂપ જાણનાર, જ્ઞાનીના વચન પર શ્રદ્ધા રાખનાર, શ્રી શ્રેણિક મહારાજાના દૃષ્ટાંતથી તો આત્મા એવો દૃઢ બનવો જોઈએ કે ગમે તેવા સમયમાં પણ શ્રાવકપણું કે સમ્યક્દષ્ટિપણું છોડીને કોઈ વાતમાં ‘હાજીઓ' ન ભણે અને એ એવા સ્થાનમાં જ રહે કે જેથી આત્માનું બગડવા સંભવ ન રહે. જિનમંદિર હોય, સાધુનું આવાગમન થતું હોય, ઉપાશ્રય હોય જેથી સામાયિકાદિ થાય અને સારા સાધર્મિકોનો સહવાસ હોય એવી જગ્યાએ શ્રાવક રહે જેથી આત્મહિતની કાર્યવાહી ચાલુ રહે. એવો વેપાર પણ શ્રાવક ન કરે કે જેથી ધર્મ ભુલાય. એક ધર્મથી જ મનુષ્યોની મહત્તા છે : પ્રતિષ્ઠાહીન વેપારી જેમ વેપારી નથી, શાખ વગરનો શેઠીઓ જેમ શેઠ નથી, સત્તા અને નીતિ વગરનો અમલદાર જેમ અમલદાર નથી તેમ ધર્મહીન આદમી એ આદમી નથી. દુનિયામાં યોજનાપૂર્વક વધારેમાં વધારે પાપ તિર્યંચ કરી શકે કે મનુષ્ય ? Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - – – 154 જંગલમાં શિકારી પશુ તો બે-પાંચ મનુષ્યને મારે, સિંહ કદી નગરમાં પડે તો પાંચ-પચાસને મારે પણ મનુષ્ય ધારે તો યોજનાપૂર્વક કેટલાને મારે ? જે મનુષ્ય યોજનાપૂર્વક સંસારથી મુક્ત પણ થઈ શકે છે તે જ મનુષ્ય યોજનાપૂર્વક સાતમી નરકે પણ જઈ શકે છે. મનુષ્યપણું ન આવે તો મનુષ્ય ભયંકર છે. મનુષ્યમાં મનુષ્યપણું આવે તો એ દેવ જેવો છે. એ હજારોનો પાલક છે, રક્ષક છે અને હજારોનો શાંતિદાતા છે. હજારો આત્માને પોતાના સંબંધથી મુક્તિએ મોકલી શકે છે. એવા પણ મનુષ્યો છે કે એના સહવાસમાં જે ગયો તે ગયો જ ગયો. તિર્યંચ તો જે આદમી ભટકાય તેને મારે પણ મનુષ્ય તો આઘેથી ઇરાદાપૂર્વક મારે છે. તિર્યંચના શબ્દ માટે કાનમાં ખીલા ઠોકવા શાસ્ત્ર નથી કહ્યું. પણ એવા કેંક મનુષ્યો છે જેના શબ્દો સાંભળવા કરતાં કાનમાં ખીલા ઠોકવા સારા એમ શાસ્ત્ર કહ્યું છે. તિર્યંચને જોવાથી અકલ્યાણ થવાનું નથી કહ્યું પણ એવા કેક મનુષ્યો છે જેને જોવાથી પણ અકલ્યાણ છે એમ શાસ્ત્ર કહ્યું છે. મનુષ્ય તારક પણ ખરો અને ડુબાડનાર પણ ખરો. જે કપ્તાન હજારોને બંદર પર પહોંચાડે એ જ કપ્તાન ધારે તો હજારોને અધવચ ડુબાડે. સાચો માર્ગ પ્રવર્તાવનાર પણ મનુષ્ય અને મિથ્યા માર્ગ પ્રવર્તાવનાર પણ મનુષ્ય. હિંસા પ્રચારનાર પણ મનુષ્ય અને અહિંસા પ્રચારનાર પણ મનુષ્ય. દુરાચારોને અને સદાચારોને પ્રવર્તાવનાર પણ મનુષ્ય, જગતને હિંસક બનાવનાર પણ મનુષ્ય અને જગતમાં દયા પ્રચારનાર પણ મનુષ્ય. પોતાના સ્વાર્થ માટે હજારોની હિંસાના માર્ગ ખુલ્લા કરનાર પણ મનુષ્ય હોય છે. એક કૂતરું ભસે કે કરડે તેની ખાતર કૂતરાં માત્રને મારવાનો હુકમ છોડનાર પણ મનુષ્ય. કહે છે કે “કૂતરાના ભસવાથી નિદ્રાનો નાશ થાય છે.' એ તો ભણે ત્યારે જરા વાર એમ થતું એણે માન્યું પણ એ મનુષ્યના અવાજથી કેટલાને નિદ્રા નથી આવતી એ વિચારે છે ? કૂતરું તો ભસે ત્યારે એમ થતું હશે પણ એના પોતાના તો નામથી ફેંકને નિદ્રા નથી આવતી એનું શું ? એનું તો નામ પણ કંકના ઉપર ત્રાસ વર્તાવે છે એનું શું ? ઝેરી જંતુ તો ઝપટાય તો કરડે પણ આવા મનુષ્ય તો વગર હડફેટે કરડે Page #151 -------------------------------------------------------------------------- ________________ 15 – ૧૧ : સંસારનાં સાં દુઃખી, સુખી એક અણગાર - 105 – ૧૩૭ છે. આખલા વગેરે તો હડફેટે આવે તો શીંગડું મારે પણ મનુષ્ય તો આઘેથી ગોળી મારે છે. આ બધા ઉપરથી ધર્મહીન મનુષ્ય એ મનુષ્ય નથી એમ કહેવામાં વાંધો છે ? કહેવું જ પડશે કે નહિ', તો સ્પષ્ટ છે કે એક ધર્મથી જ મનુષ્યની મહત્તા છે. ઘર્મ છોડી દેવાય, અહિંસાની ભાવનાનું નિકંદન વળાય, ભલાની ભાવના ચાલી જાય છતાંયે એ મનુષ્ય, મનુષ્ય છે એમ કેમ કહેવાય ? સામાન્ય ઓઘભાવના આ છે, હવે એથી આગળ ચાલો. સામાનું સારું કરવાની ભાવના પણ એવી જ હોવી જોઈએ કે જેને પરિણામે સારું જ થાય, માટે જ્ઞાનીઓએ દ્રવ્ય અને ભાવ એ બે ભેદ પાડ્યા. માત્ર દેખાવનું સારું કરે એ જૈન નહિ પણ પરિણામે સારું થાય એવું કરે એ જેન. પરિણામે ભૂંડું થાય એવી ક્રિયા પોતાની જાત પર ન થાય તો પારકા ઉપર તો થાય જ કેમ ?” આવી વૃત્તિ સાચા જેનની હોય છે. આ જ કારણે શાસ્ત્રો, જૈનને જૈનના સાધર્મિક તરીકે ઓળખાવે છે અને કહ્યું છે કે – સાધર્મીના સગપણ સમું, અવર ન સગપણ કોઈ;” મા ભીનાથી સૂકે સુવાડે અને બાપ ઉછેરે છતાંયે મા-બાપથી સાધર્મિકનું સગપણ વધ્યું ને ! મા-બાપથી સાધર્મિક વધે, સાધર્મિકથી ગુરુ વધે, ગુરુથી આગમ વધે અને આગામથી દેવ વધે. એ વાત ખરીને ? પહેલું કોણ ? દેવને ? દેવ, આગમ, ગુરુ, સાધર્મિક, પછી મા-બાપ એ ક્રમને ? સભા: હા ! હા પાડો તો સાચી પાડજો. હા પાડનારા જ્યાં ત્યાં ઢળે નહિ. હા પાડનારા તે સાચા છે કે ભલે અહીંથી જાય પણ એમનું મોટું અહીં જ હોય. આવા મનુષ્યો સાચા મનુષ્યો છે. મનુષ્ય જેમ ભયંકર છે તેમ મનોહર પણ છે. એ તારક પણ છે અને ડુબાડનાર પણ છે. તિર્યંચ તો કરડે, શીંગડું મારે, બહુ તો શરીર ખાઈ જાય પણ મનુષ્ય જે હાનિ કરે છે તે તિર્યંચ નથી કરી શકતો. આથી જ ધર્મહીન મનુષ્યને તો આઘા રખાય, એના ભેગા ન ભળાય. ધર્મ વિનાના, પૈસા ખાતર ધર્મની પરવા ન કરનારા અને દુનિયાના સુખની ખાતર ધર્મને ભૂલી જનાર એ સાચા મનુષ્ય નથી એમ કહેવામાં કશી જ હરકત નથી. એક કવિએ પણ કહ્યું છે કે – Page #152 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ઙ “ધર્મળ જ્ઞીના પશુમિ: સમાના:।” “ધર્મથી હીન મનુષ્યો પશુ જેવા છે.” એવો મનુષ્યભવ મળ્યો શા કામનો ? એ તો અનંતામાં એકનો વધારો. આપણે વધારો નથી કરવાનો પણ સુધારો કરવાનો છે. આ ભવ તો આત્મસ્થિતિ સુધા૨વા માટે છે પણ પૈસા કમાવા કે ખાવાપીવા માટે નથી. આથી સ્પષ્ટ થશે કે મનુષ્યની મહત્તા એક ધર્મથી જ છે. સંવેગ અને વૈરાગ્ય એ જ ધર્મનો ઉપાય : મનુષ્યની મહત્તાને પ્રગટ કરનાર સંવેગ અને વૈરાગ્ય છે. સંવેગ અને વૈરાગ્ય આત્માને ત્યારે જ પ્રગટ થાય કે જ્યારે સંસારની દુઃખમયતાનું ભાન થાય. એ જ હેતુથી સૂત્રકાર પરમર્ષિ, એનું ભાન કરાવી રહ્યા છે. સંસારની દુ:ખમયતા વર્ણવવાનો હેતુ એ જ છે એમ તો આપણે જોઈ આવ્યા છીએ. વિરાગીને બીજો હેતુ હોય પણ શાનો તમે જ કહો ને કે વિરાગી વૈરાગ્ય કરાવે કે રાગ ? કહેવું જ પડશે કે વિષયો ઉપર રાગ કરાવે તે વિરાગી નહિ. સંસાર પ્રત્યેના વૈરાગ્યમાં જ સુખ માનનાર બીજાને સંસાર ઉપર રાગ કેમ જ કરાવે તમને સંસારના રાગી દેખીને વિરાગી ખુશ થાય એ કદી જ ન બને. તમે સંસારના રાગમાં ખૂબ રાચો-માચો એવું વિરાગી કોઈ પણ કાળે ઇચ્છે ? કહેવું જ પડશે એ કદી જ ન બને, કારણ કે જે આત્મા પોતે વૈરાગ્યનું સુખ ચાખે તે તો બીજાને એવું સુખ આપવાનો જ પ્રયત્ન કરે. ૧૩૮ જે સુખ ચક્રવર્તીને નથી તે સુખ ભૂમિ ઉપર સૂનાર સંતોષીને છે. શ્રી ભર્તૃહિરએ પણ કહ્યું કે ‘વૈરાગ્યમેવમયમ્ ।' વૈરાગ્ય એ જ એક ભય વિનાની વસ્તુ છે. ભલે એ મિથ્યાદષ્ટિ હતા પણ એ ધર્મને લાયક હતા. ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીએ પણ એમને બુદ્ધિના નિધિ કહ્યા છે. ભલે સંસર્ગના અભાવે સાચી વસ્તુ એમના હાથ ન આવી પણ ‘વૈરાગ્ય એ જ સારભૂત છે' એમ ભાળનારને ધર્મ પામતાં વાર નથી લાગતી. એમનું હૃદય વૈરાગ્યથી રંગાયું હતું. એ ઘરે ભિક્ષા માટે આવ્યા તો પણ એમણે ૨ાગનું પોષણ નથી કર્યું પણ વૈરાગ્યનું જ કર્યું છે. વિરાગી પણ રાગની વાતો કરે તો વિરાગની વાતો કરે પણ કોણ ? જગત વૈરાગ્ય માટે ઉપયોગમાં આવે એવું છે એમ સમ્યગ્દષ્ટિને તો થાય 1556 Page #153 -------------------------------------------------------------------------- ________________ 157 – ૧૧ : સંસારનાં સૌ દુઃખી, સુખી એક અણગાર -- 105 – ૧૩૯ જ, વિચારક મિથ્યાદૃષ્ટિને પણ થાય પણ રાગના રસિયાને ન થાય. સમ્યગ્દષ્ટિને જે સંવરનાં કારણ તે જ મિથ્યાદષ્ટિને આશ્રવનાં કારણે થાય છે. આજ તો લખનારા લખે છે કે “ઉપાશ્રયોને સ્કૂલો કેમ ન બનાવાય ?' આટલી જમીન, આટલાં સ્થાન અને આટલા બંગલા ઉપર નજર ન પડતાં આવાં બે-ચાર મકાન ઉપર જ નજર કેમ પડી ? જેમાં સામાયિકાદિ ક્રિયા થાય છે એવાં મકાનો આંખમાં કેમ ખૂંચે ? બીજાં મકાનો હડફેટે નથી ચડતાં અને આ કેમ એમની હડફેટે ચડે છે ? ખરેખર દુઃખિત હદયે પણ કહેવું પડે છે કે એવું લખનારા ઘેલા બન્યા છે. એ બિચારાઓને ખબર નથી કે ઉપાશ્રયો એ કેવલ ધર્મની આરાધનાનાં જ સ્થાનો છે. અહીં તો આત્મકલ્યાણ માટે ભણવાનું જ ભણાય અને સામાયિક આવશ્યકાદિ થાય. આવી વાતોને બિનઅસરકારક બનાવવા માટે પ્રથમથી જ એવાઓ કહે છે કે “વૈરાગ્યની વાયડી વાતો નહિ ચાલે.” પણ એવાઓને આપણે કહીએ છીએ કે “વાયડી વાતો તો વૈરાગ્યની કહેવાય કે વિલાસની ?' એ વિચારો. એ વિચારશો તો તમને આપોઆપ જ એ વાત સમજાઈ જશે કે “સંવેગ અને વૈરાગ્ય એ જ ધર્મનો ઉપાય છે. અને એ સંવેગ અને વૈરાગ્યની ઉત્પત્તિ થાય એ જ હેતુથી આ ઉપકારીઓ, કર્મવિપાકની ભયજનક કટુતર વાતો ફરમાવી રહ્યા છે : હજુ પણ આગળ શું શું ફરમાવે છે એ વળી હવે પછી Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨: ધર્મોપદેશકનું કર્તવ્ય અને મર્યાદા: 106 • વચનાતીત છતાં, ઉપકાર માટે કંઈક ! નરકમાં શરણરહિત દુર્દશા : • જે અહીં છે તે અન્યત્ર નથી જ : • ક્યાં છે તે દશા અને ક્યાં છે તે ભક્તિ ? • પાપનો બચાવ નહિ ચાલે : • શ્રદ્ધાહીનતાનો પ્રતાપ : • આજ્ઞાપાલન એ જ ખરી પૂજા છે : • દંભીઓથી સાધુ કદી જ ન લેપાય : • શુદ્ધ દેશનાનું પરિણામ : વિષય: સંવેગ-નિર્વેદ પેદા કરવો એ જ ધર્મદેશનાનું ફળ. ધૂતાધ્યયનના પ્રથમ ઉદ્દેશાના બીજા સૂત્રના આધારે કર્મવિપાકની ભયંકરતાનું જે વર્ણન ચાલી રહ્યું હતું તે અંતર્ગત પ્રથમ નરકની દારુણ દશા, ત્યાંની શરણરહિત અવસ્થા, જિનશાસનમાં વર્ણવાયેલ યથાસ્થિત વસ્તુ સ્વરૂપનું વર્ણન કર્યા બાદ સાધર્મિક ભક્તિના સંદર્ભમાં મહારાજા શ્રેણિક અને મહાશ્રાવક પુણિયાના પ્રસંગના સથવારે આપનાર અને લેનારના ભાવનું ભવ્ય ચિત્ર ચીતરી શ્રદ્ધહીનતાનું કિંચિત્ સ્વરૂપ વર્ણવ્યા બાદ પરમાત્માની આજ્ઞા એ જ એમની ખરી પૂજા કઈ રીતે ? સાચો ધર્મ કોને કહેવાય ? સાધુનું કામ શું ? ઉપદેશ કોને, ક્યારે, કેવો આપવો ? એની રીત શી ? એ બતાવી અંતમાં શુદ્ધ દેશનાનું કેવું પરિણામ આવે છે, તે બતાવવા પરદેશી રાજા-મંત્રી અને મહર્ષિ શ્રી કેશી મહારાજાનું દૃષ્ટાંત સવિસ્તર ચર્ચવામાં આવ્યું છે. મુલાક્યાતૃત ૦ આત્મા, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક, મોક્ષ તો બધા કહે છે, પણ શ્રી જૈન દર્શન, દરેકે દરેક તત્વનું જેવું વર્ણન કરે છે, તેવું વર્ણન અન્યત્ર નથી જ. • ધર્મમાં સ્થિર નથી રહી શકાતું તેનું કારણ એ પણ છે કે, આગમ ઉપર વિશ્વાસ નથી. • શ્રી જૈનશાસનની તો એ ખૂબી છે કે, આપનાર “લો' કહે અને લેનાર ‘ના’ કહે. • આજ્ઞાપાલન એ જ ખરી પૂજા છે. આજ્ઞાના વિરાધકની પૂજા એ પૂજા જ નથી. દ્રવ્યપૂજા છતાં આજ્ઞા વિરાધે તો સંસાર મોજૂદ જ છે. • જેઓ મોક્ષની અભિલાષા વગર, સંસારને ખોટો માન્યા વગર ધર્મ કરે છે, તેઓનો ધર્મ એ સાચો ધર્મ નથી. • અસત્યનું ઉન્મેલન અને સત્યનું સ્થાપન કરવા માટે જ ઉપદેશ છે, પણ માત્ર જનરંજન માટે જ નથી. • ધર્મહીન હોય તે શ્રીમંત છતાં વસ્તુત: કંગાળ છે. નાશવંતી લક્ષ્મીમાં મૂંઝાય એ વાસ્તવિક રીતે મૂર્ખ છે. - સાધુઓ, કોઈને પણ યોગ્યતા જોયા વિના સીધું વ્યક્તિગત કડવું કદી જ ન કહે. ઉપદેશમાં સામાન્ય રીતે સઘળું જ કહે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨: ધર્મોપદેશકનું કર્તવ્ય અને મર્યાદા: વચનાતીત છતાં, ઉપકાર માટે કંઈક ! અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ, સંસારવર્તી પ્રાણીગણને સંસાર ઉપરથી નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરાવવાના હેતુથી : કર્મવિપાકની ગરિષ્ઠતા પ્રતિપાદન કરવા માટે “ધૂત” નામના આ છઠ્ઠી અધ્યયનના પ્રથમ ઉદ્દેશામાં બીજા સૂત્ર દ્વારા કર્મવિપાકની ભય પેદા કરનારી કટુકથા ફરમાવી. સૂત્રકાર પરમર્ષિએ, ફરમાવેલી એ કથાને સ્પષ્ટ કરવા માટે : ટીકાકાર પરમર્ષિએ પણ, ઘણું ઘણું ફરમાવ્યું. ચારે ગતિઓની દુઃખમયતા વર્ણવતાં પ્રથમ નરક ગતિમાં રહેલા જીવોની વેદનાઓનું વર્ણન કરતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા, સ્પષ્ટ શબ્દોમાં ફરમાવી ગયા કે "वेदनाश्च परमाधार्मिकपरस्परोदीरितस्वाभाविकदुःखानां नारकाणां या भवन्ति ता वाचामगोचराः, यद्यपि लेशतश्चिकथयिषोरभिधेयविषयं न वागवतरति तथाऽपि कर्मविपाकावेदनेन प्राणिनां वैराग्यं यथा स्यादित्येवमर्थं श्लोकैरेव किञ्चिदभिधीयते ।" પરમધાર્મિક દેવોએ ઉદીરેલું અને પરસ્પરથી ઉદીરિત થયેલું તથા સ્વાભાવિક' એમ ત્રણ પ્રકારનું દુઃખ છે જેઓને એવા નારકીઓને જે વેદનાઓ થાય છે તે વાણીના વિષયમાં આવી શકે તેમ નથી : આથી જોકે લેશથી કહેવા ઇચ્છતા એવા મારી વાણી, અભિધેયના વિષયમાં ઊતરી શકે તેમ નથી : તો પણ કર્મવિપાકના આવેદનથી જે રીતે પ્રાણીઓને વૈરાગ્ય થાય તે રીતે, એ જ માટે શ્લોકો દ્વારા કંઈક જ મારા દ્વારા કહેવાય છે.” આ ઉપરથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે નરકના જીવોને પડતાં દુઃખો, વાણીના વિષયમાં આવી શકે તેમ નથી : તો પણ જગતના જીવોને વૈરાગ્ય થાય એ માટે ઉપકારી મહર્ષિ, ઘણામાંથી થોડું પણ કહેવાને ઇચ્છે છે. એ થોડું પણ એવું છે કે જેનાથી સાંભળનારને સાંભળતાં ત્રાસ થાય. દુઃખનું વર્ણન, ત્રાસ પેદા કરાવવા માટે એ નથી કરતા : પણ ત્રાસરૂપ છે માટે કરે છે. કોઈને ત્રાસ પેદા Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૬ – કરાવવા માટે મહાવ્રતધારી મહાપુરુષો, જૂઠું બોલે નહિ. પારકું ભલું કરવા માટે પોતાનું ભૂંડું અજ્ઞાનીઓ જ કરે. શ્રી વીતરાગ પરમાત્મામાં “રાગ, દ્વેષ અને અજ્ઞાન' આ ત્રણે દોષો નથી હોતા અને અસત્ય તો, રાગ, દ્વેષ અથવા અજ્ઞાનથી જ બોલાય છે : આથી શ્રી વીતરાગ પરમાત્માના કથન મુજબ કહેવામાં અસત્યતા સંભવે જ નહિ. નારકીના જીવોની વેદના અનંતી અને કહેનારનું આયુષ્ય સંખ્યા, એટલે એ વેદના વાણીથી કઈ રીતે કહી શકાય ? નારકીનું દુઃખ તો તે જ જાણે અગર તો જ્ઞાની જાણે. વર્તમાનમાં પણ અમુક વસ્તુ થતી હોવા છતાં કહેતાં મૂંઝવણ થાય છે. અમુક વ્યાધિ થાય છે એ ચિકિત્સકને પૂરી કહી શકાતી નથી. “કાંઈક થાય છે,’ ‘બહુ થાય છે એમ કહેવાય છે પણ “શું થાય છે' એ પૂરુ સમજાવી શકાતું નથી તો નારકીની વેદના શબ્દો દ્વારા સંપૂર્ણ કઈ રીતે કહી શકાય ? ન જ કહી શકાય : તો પણ ટીકાકાર મહર્ષિ, પ્રાણીઓને વૈરાગ્ય કરાવવાના હેતુથી કંઈક કહેવાનું કહી ગયા. નરકમાં શરણરહિત દુર્દશા : અને એ કંઈક કહેતાં ફરમાવી ગયા કે પરમાધામી દેવો, આવીને નારકીના જીવોના કાન કાપે છે, આંખો બહાર કાઢે છે, હાથ પગ કાપે છે, એના હૃદયને બાળે છે, નાક કાપે છે; નારકીના જીવો ઉપર દરેક ક્ષણે આ ક્રિયા ચાલુ રહે છે. નારકીના જીવો ઉપર આ ક્રિયા ચાલુ ન હોય એવી એક પણ ક્ષણ નથી હોતી. આ પીડા પણ દારુણ રીતે કરવામાં આવે છે. ક્ષેત્રપીડા તથા અંગપીડા તો ચાલુ હોય છે જ, એ જાણે ઓછી ન હોય તેમ પૂરી કરવા માટે પરમાધામી દેવો પીડા કરે છે. એ જીવોના કટિના ભાગને સળગાવે છે, ત્રિશુળથી ભેદે છે, અગ્નિ જેવા મોઢાવાળાં “કંક” પક્ષીઓ પાસે ચાંચો મરાવે છે, તીક્ષ્ણ અને દીપ્તિમાન, ભાલાઓ, કઠોર કુહાડીઓ, ચક્રો, બાણો અને લોઢાનાં હથિયારોથી એ નારકીના જીવોનાં તાલુ, હાથ, પગ વગેરે અવયવો ભેદાય છે. અગ્નિની જ્વાળામાં ઊછળતા, ક્ષણે ક્ષણે દરેક અંગોપાંગે છેદાતા, પીડાતા, ભયંકર વેદના ભોગવતા, એ દીન બિચારા નારકીઓ, એ ગતિમાં પોતાના રક્ષકને જોઈ શકતા નથી : અર્થાત્ ત્યાં એમને, કોઈ બચાવનાર પણ નથી મળતું : એ રીતની શરણરહિત દુર્દશા બિચારા એ જીવો ભોગવ્યા કરે છે. જે અહીં છે તે અન્યત્ર નથી જ ઇતર દર્શનમાં પણ આવાં વર્ણન છે પણ આવી ને આટલી યથાર્થ રીતે Page #157 -------------------------------------------------------------------------- ________________ 156 – – ૧૨ ધર્મોપદેશકનું કર્તવ્ય અને મર્યાદા - 106 – ૧૪૩ નહિ. આત્મા, પુષ્ય, પાપ, સ્વર્ગ, નરક, મોક્ષ તો બધા કહે છે પણ શ્રી જેનદર્શન, દરેકેદરેક તત્ત્વનું એવું વર્ણન કરે છે તેવું વર્ણન અન્યત્ર નથી જ. દરેકેદરેક તત્ત્વનું સ્વરૂપ અને ફલ આદિનું આવું શ્રવણ તો પુણ્યવાનને જ મળે. કોઈએ, આત્માને નિત્ય કહ્યો : તો કોઈએ, અનિત્ય કહ્યો : પણ શ્રી જૈનદર્શને તો, આત્માને નિત્યાનિત્ય કહી તેનું દરેક પ્રકારનું એવું વર્ણન કર્યું છે કે જેને સમજવાથી આત્મા વસ્તુતત્ત્વનો જ્ઞાતા થઈ સહેલાઈથી શિવપદને સાધી શકે. જેમ આત્મતત્ત્વનું સઘળું સ્વરૂપ જૈનદર્શને જ વર્ણવ્યું છે તેમ કર્મનું સ્વરૂપ પણ યથાસ્થિત રીતે શ્રી જૈનદર્શને જ વર્ણવ્યું છે. અન્ય દર્શનોમાં તો તેનું નહિ જેવું જ વર્ણન છે. કર્મના પ્રકાર, હેતુ, સ્થિતિ, વિપાક અને વિપાકના યોગે થતી દશા વગેરે બધી જ વસ્તુનું વર્ણન તો એક શ્રી જૈનદર્શનમાં જ છે, માટે તો આપણે એ દર્શન પામ્યા એનું અભિમાન લઈએ છીએ. ક્ષણે ક્ષણે પરિવર્તન પામતી આત્મપરિણતિને અને વસ્તુ માત્રના વાસ્તવિક સ્વરૂપ આદિને શ્રી સર્વજ્ઞ પરમાત્મા સિવાય અન્ય કોણ વર્ણવે ? ઊંચે ચડેલો આત્મા કઈ ક્ષણે પડે, પડીને ક્યાં જાય એ સમજવામાં કર્મસ્વરૂપના જાણનારને વાંધો ન આવે. કર્મનું સ્વરૂપ સમજનાર, ગમે તે દશામાં પોતાના ધર્મને ન ભૂલે. ધર્મમાં સ્થિર નથી રહી શકાતું તેનું કારણ એ પણ છે કે આગમ ઉપર પૂર્ણ વિશ્વાસ નથી. જ્ઞાન નથી અને વિશ્વાસ નથી એટલે આ વાત હૈયે ચોંટતી નથી અન્યથા શ્રી જૈનશાસનમાં તો ચક્રવર્તી તથા રંક, શેઠ તથા દીન બધા જ સુખી હોય, પ્રસન્ન હોય અને ધર્મક્રિયામાં મક્કમ હોય. ક્યાં છે તે દશા અને ક્યાં છે તે ભક્તિ ? શ્રેણિક મહારાજા પણ ત્રિકાલ પૂજા કરતા અને પુણિયો શ્રાવક પણ ત્રિકાલ પૂજા કરતો. સભા : પુણિયાનો શ્રેણિક મહારાજાએ ઉદ્ધાર ન કર્યો ? એ પુણ્યાત્મા, તમે કહેવા માગો છો એવો ઉદ્ધારનો અર્થી નહોતો. પેલા એમની ભક્તિ કરે એ યોગ્ય પણ આ તો ભક્તિથી બેપરવા હતો. વળી બીજી વાત એ પણ વિચારવા યોગ્ય છે કે પાપોદય હોય ત્યારે એના માટે સામાને ખ્યાલ પણ ન આવે. ભગવાન શ્રી મહાવીરદેવને સંગમ ઉપસર્ગ કરવા આવ્યો ત્યારે ભગવાનના ભક્ત એવા બધા ઇંદ્રો કયાં ગયા હતા ? શ્રી સુધર્મા ઇદ્ર તો Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ – - 1E2 સંગમની સાથે થયેલ કારણથી ન આવ્યા પણ બીજા કેમ ન આવ્યા ? કહેવું જ પડશે કે ભગવાનનો તીવ્ર કર્મોદય હતો માટે ઇંદ્રોનો અનુપયોગ હતો. એવા પણ દીન હોય કે જેને જોયા છતાં, સામામાં ઉદારતા છતાં દાતારને એને દેવાનો વિચાર જ ન આવે. સામો દાતાર ઉદાર હોય, વસ્તુ આપવા યોગ્ય હોય, લેનાર પણ તૈયાર હોય પણ લેનારનું લાભાંતરાય કર્મ એ કામ કરે કે દાતારને એના સંબંધી વિચાર જ ન આવે અથવા “એ કેવો હશે ?' એમ પણ થાય. સાધર્મિકને સારી સ્થિતિમાં કેવી રીતે મૂકવો એ પણ વિધિ છે. “લે અલ્યા લઈ જા' એમ કહીને સાધર્મિકને મદદ ન કરાય, એ તો અવજ્ઞા કરી ગણાય. પુણ્યાત્માઓ સાધર્મિકને ઊંચી કોટિમાં એવી રીતે મૂકતા હતા કે પેલો જાણે પણ નહિ અને મૂકનારના મનમાં પણ એ નહિ કે એને મેં સારી સ્થિતિમાં મૂક્યો. આજ તો એક માગે અને એક ખેંચે એ દશા છે. શ્રી જૈનશાસનની તો એ ખૂબી છે કે આપનાર “લો' કહે અને લેનાર ‘ના’ કહે. “મને આપો' એમ દીનતાથી કહેનાર એ જૈનશાસનનું પાત્ર નથી. પાપથી રક્ષણ કરે એનું નામ પાત્ર છે. દાતારને પાપથી બચાવે એ પાત્ર તે કેવુંક હોય એ વિચારો. આખા મગધનો માલિક પણ ત્રિકાળ પૂજા કરે અને પુણિયો શ્રાવક પણ ત્રિકાળ પૂજા કરે. આજે ન તો શ્રીમાન ત્રિકાળ પૂજા કરે કે ન તો દરિદ્રી કરે. શ્રીમાન કહે કે વ્યવસ્થામાંથી પાર નથી આવતો અને દરિદ્રી કહે કે ઇચ્છાનુસાર મળતું નથી. કોઈ પુણ્યવાન હોય, પરમ શ્રાવક હોય એ કરતા હોય એનો ઇન્કાર નથી પણ મોટા પ્રમાણમાં જે છે તે કહેવાય છે. શ્રી જેનશાસનમાં તો શ્રીમંત અને દરિદ્રી બેયને માટે મુક્તિ ખુલ્લી છે, એ શાસન બેયને માટે સમાન છે પણ સેવતાં આવડે તો. એને બરાબર સેવાય તો મુક્તિ આપનાર એ શાસન છે. શ્રી જૈનશાસનને પામેલો શ્રીમાન શ્રીમંતાઈનો તથા દરિદ્રી દરિદ્રતાનો વિચાર ન કરે પણ એ તો ધર્મ જ સેવે. શ્રીમાન માને કે શ્રીમંતાઈ એ પુણ્યોદયનો પ્રતાપ છે અને દરિદ્રી માને કે દરિદ્રતા એ પાપોદયનો પ્રતાપ છે. એ પ્રમાણે માનવાથી શ્રીમંત, શ્રીમંતાઈમાં રાચેસાચે નહિ અને દરિદ્રી, દરિદ્રતાથી ઊં ઊં ઊં ન કરે, વિચારો કે “એ બેય કેવા!” અને વિચારીને કહો કે “ક્યાં છે તે દશા અને ક્યાં છે તે ભક્તિ ?' Page #159 -------------------------------------------------------------------------- ________________ 1008 – ૧૨ ધર્મોપદેશકનું કર્તવ્ય અને મર્યાદા - 106 – ૧૪૫ પાપનો બચાવ નહિ ચાલે ? આ મહાત્માઓએ, કલ્યાણની ભાવનાથી જ કહ્યું છે : તથા વર્તમાનમાં કહેનાર મહાત્માઓ પણ, એ ભાવનાએ જ કહે છે. એમ થાય તો તો ધર્મ પમાય. ધર્મ જેની પાસે હોય એને દુનિયાની ચીજમાં સુખ ન લાગે, ધર્મીને દુઃખમાં પણ સુખ હોય છે; જ્યારે ધર્મ વિનાનો સુખમાં પણ દુઃખી હોય છે. માટે સમજો કે ઉભયની દૃષ્ટિમાં અંતર છે. આ જ્ઞાની પુરુષો, નારકનું વર્ણન કરી સૂચવે છે કે અહીં માન માટે, મોભા માટે, કુટુંબ માટે પાપ કરી નરકે જશો ત્યાં એ પીડાથી બચાવવા માન, મોભો, કે કુટુંબ નહિ આવે. મહાઆરંભ, સમારંભ, પરિગ્રહ, પંચેદ્રિય જીવોનો વધ, માંસાહાર વગેરે કારણે મળેલ નરકની પીડાથી કોઈ નહિ બચાવે. ત્યાં કોઈ જ આશ્વાસન આપવા નહિ આવે. “માન માટે, કુટુંબ માટે પાપ કર્યું હતું' એ બચાવ પણ ત્યાં નહિ ચાલે. ત્યાં તો ઇચ્છાએ કે અનિચ્છાએ પાપનું ફળ પોતાને જ ભોગવવું પડશે. પરમાધામી દેવો પાપી આત્માઓને કરવતે વેરે છે. કરવતથી લાકડાં વેરવાની જેમ વેરે છે. સીસાના રસને ગરમ કરવાની જેમ કુંભમાં પરમાધામી એ જીવોને ગરમ કરે છે. તાવડામાં ચણા શેકવાની જેમ એને શેકે છે. ક્ષેત્ર તથા શરીરની પીડા ઉપરાંત આ પીડા પણ ઉપરથી ચાલુ હોય છે. અગ્નિની જ્વાળામાં ઊછળતા, બૂમો મારતા એ જીવોને કોઈ શરણભૂત નથી. અહીં ભયંકર પાપ સેવી નરકે જનારા જીવોને એવી એવી અનેક પ્રકારની વેદનાઓ ભોગવવી પડે છે. એ બિચારાઓને સુખનું સ્વપ્ન પણ નથી આવતું. શ્રદ્ધાહીનતાનો પ્રતાપ : આવી દુઃખમય દુર્ગતિમાં જવાની કોઈને પણ ઇચ્છા હોય નહિ. મશ્કરીમાં પણ એવી ઇચ્છા તે જ પ્રગટ કરે કે જે શ્રદ્ધાહીન હોય. શ્રદ્ધાહીનતાનો જ એ પ્રતાપ છે કે પરમતારક શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલી વસ્તુ સામે પણ યથેચ્છ બોલી શકાય છે.” “અમે તો સાતમીને બદલે ચૌદમીએ જવા તૈયાર છીએ' આવું શ્રદ્ધાસંપન્ન કદી પણ ન બોલી શકે. જ્ઞાની પુરુષોએ કરેલા વર્ણન ઉપર જેઓને શ્રદ્ધા છે તેઓ તો નરકગતિનાં કારણોથી બચવાના પ્રયત્નોમાં જ રત હોય. આગમની વાતોને પણ કલ્પિત માનવાની હદે પહોંચાડનાર કોઈ પણ વસ્તુ હોય Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - - 150 તો તે શ્રદ્ધાહીનતા જ છે. શ્રદ્ધાહીનતાના પ્રતાપે જ મહાપુરુષોનાં વચન રુચિકર નથી થતાં. સ્વેચ્છાચારી બનવાની ભાવના શ્રદ્ધાહીનતામાંથી જ જન્મે છે. શ્રદ્ધાહીનતાના યોગે જ જ્ઞાનીઓનું કથન હૃદયમાં ઊતરતું નથી અને શક્તિ મુજબ પણ તેનો અમલ કરવા તૈયાર નથી થવાતું. શ્રદ્ધાહીનતાના પ્રતાપે જ જ્ઞાનીઓની આજ્ઞા રુચિકર નથી થતી. શ્રદ્ધાહીનતા, મળી ગયેલા શાસનને આરાધવા નથી દેતી. શ્રદ્ધાહીનતા અને શ્રદ્ધાપ્રિયતા એ ઉભય, એકમાં એકસાથે રહી શકે તેમ નથી. આજ્ઞાપાલન એ જ ખરી પૂજા છે ? જેઓને શ્રી જિનેશ્વરદેવના વચન ઉપર શ્રદ્ધા નથી તેઓની પૂજા પણ નકામી છે. સાચી માન્યતા વિનાની પૂજા એ વાસ્તવિક પૂજા નથી. કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે આજ્ઞાપાલન એ જ ખરી પૂજા છે. આજ્ઞાના વિરાધકની પૂજા એ પૂજા જ નથી. દ્રવ્યપૂજા છતાં આજ્ઞા વિરાધે તો સંસાર મોજૂદ જ છે. કદી કારણવશાત્ દ્રવ્યપૂજા ન થાય પણ આજ્ઞા પ્રત્યે અખંડ પ્રેમ હોય તો આત્મા અવશ્ય તરે કારણ કે આજ્ઞા પ્રત્યે જેને અખંડ પ્રેમ હોય તે દ્રવ્યપૂજા ત્યારે જ ન કરે કે જ્યારે તેનો કોઈ ઉપાય ન હોય. આજ્ઞા ઉપર પ્રેમ વિના પૂજા કરે એ તો આડંબર જ છે. “એવો આત્મા પણ, પૂજા શા માટે કરે છે ?” એ વિચારવામાં આવે તો એમાં “સંસારની લાલસા જ પ્રાયઃ દેખાશે. શ્રી જિનેશ્વરદેવના વચન ઉપર જેને શ્રદ્ધા નથી, “સંસાર ભયંકર' છે એવી જેની માન્યતા નથી તે શ્રી જિનપૂજા કરે શા માટે ? કહેવું જ પડશે કે “સંસારની લાલસા માટે અથવા તો કેવળ ગતાનગતિકતાથી જ.'પૂજાદિકની ક્રિયા મિથ્યાદૃષ્ટિ આત્માઓને પણ ફળે છે; જે ભવને ભયંકર માની, અને “આ તારક છે' એમ માનીને પૂજે તેને પણ પૂજા ફળે. શ્રી વીતરાગ જ દેવ એમ સમજ્યો નથી છતાં પણ આ તારક છે એમ માની પૂજે એ પણ ઉત્તમ છે. “સંસાર ખરાબ છે અને એનાથી ઉદ્ધારનાર આ છે.” એમ માની સેવાપૂજા ભક્તિ કરે એની ભક્તિ પણ જ્ઞાનીઓએ માન્ય રાખી છે. આથી સ્પષ્ટ છે કે જેઓ મોક્ષની અભિલાષા વગર, સંસારને ખોટો માન્યા વગર ધર્મ કરે છે તેઓનો ધર્મ એ સાચો ધર્મ નથી. “ભવને સારો જ માને અને ભગવાનને તારક જન માને છતાં પૂજા કરે તો જરૂર એ દંભી Page #161 -------------------------------------------------------------------------- ________________ નાક – ૧૨ : ધર્મોપદેશકનું કર્તવ્ય અને મર્યાદા - 106 – – ૧૪૭ છે એમ કહેવું પડે. એવા દંભને ઉઘાડો પાડી, મોક્ષના અર્થીઓને મોક્ષની આરાધનામાં સરળતા કરી આપવી એ સાધુનું કામ છે. દંભીઓથી સાધુ કદી જ ન લેપાય : અસત્યનું ઉન્મેલન અને સત્યનું સ્થાપન કરવા માટે જ ઉપદેશ છે, પણ માત્ર જનરંજન માટે જ નથી. વૈરાગ્યનો રંગ પણ કોઈને ઠગવા માટે ન હોવો જોઈએ પણ સ્વપરના શ્રેય માટે હોવો જોઈએ. લોકની વાહ વાહ માટે ઉપદેશ દેવાનો નથી. ધર્મનો ઉપદેશ એવો દેવો જોઈએ કે જેથી કલ્યાણના અર્થીઓ આનંદ પામે અને દંભીઓ મૂંઝાય. ધર્મના ઉપદેશથી સામાન્ય લોકને એમ થવું જોઈએ કે ક્યારેય નહોતું સાંભળ્યું એવું સાંભળ્યું અને જે દુનિયાભરમાં ક્યાંય નથી તે અહીં છે.' આ દુનિયામાં પૈસા કમાવાનું કોણ નથી જાણતું ? પોતાના છોકરાને બૅરિસ્ટર કે એલ. એમ. એન્ડ એસ. બનાવવા કોણ નથી ઇચ્છતું ? એમાં ઉપદેશની જરૂર પણ શી છે ? જે વસ્તુમાં તમે બેઠા છો એનું પોષણ અહીં કેમ જ થાય ? લુચ્ચા લફંગા કે પાપીને જો પોતાની કાર્યવાહી ન જ છોડવી હોય તો તેને અહીં આવતાં કંપારી થવી જોઈએ. સાધુ તો એવું બોલે કે જેથી પાપીને અને પ્રપંચીને પણ અહીં પેસતાં એમ થાય કે પાપ અને પ્રપંચ છોડવાં હશે તો અહીં જવાશે, નહિ તો નહિ જવાય. લુચ્ચા લફંગાને પંપાળવાનું કામ તો નાદાનનું છે પણ સાધુનું નથી. દુનિયાના આરંભી, સમારંભી, અને પરિગ્રહી, સાધુને બનાવી જાય એમાં સાધુપણાની મહત્તા પણ શી? મહારંભી, મહાપ્રપંચીઓ, સાધુઓને રમાડી, એમની થેંક્સ કદી જ ન લઈ જઈ શકે. સાધુ તો ઉપકારબુદ્ધિથી એમને સ્પષ્ટ કહે કે- “ભાઈ ! મદમાં ઘેલા થયા છો પણ એનું પરિણામ ઘણું જ ભયંકર છે. પૈસા વગેરે અહીં પડ્યું રહેશે અને ચાલ્યા જવું પડશે. પરલોકમાં એક ધર્મ જ સહાયક છે. ધર્મોપદેશક તે જ કે જે આ રીતે નહિ પામેલાને પણ પમાડવાના પ્રયત્ન કરે. સામાને પણ થાય કે, નહિ નહિ, આ દુનિયામાં હિતને માટે કડવું પણ સાચું કહેનારા હજુયે હયાત છે. દુનિયા પણ જેને જે રીતે શેઠ કહે એને સાધુ પણ એ જ રીતે શેઠ કહે તો તો એ ફૂલીને ફાળકો જ થાય ને ? કારણ કે સાધુનો પણ હું શેઠ છું એમ એને Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - થાય. કોઈ નવો આવે અને એ ખસે નહિ એ માટે પ્રેમવાળાં વચનો બોલવાનો ઇન્કાર નથી પણ વાત કરવામાં એમ સમજાવે કે ધર્મહીન હોય તે શ્રીમંત છતાં વસ્તુતઃ કંગાળ છે. નાશવંતી લક્ષ્મીમાં મૂંઝાય એ વાસ્તવિક રીતે મૂર્ખ છે. આવી આવી રીતે વસ્તુને સમજાવવાથી યોગ્ય આત્માને જરૂર આનંદ જ થાય. ગમે તેવા પ્રસંગમાં પણ હિતકર સાચું બોલનારા સાધુઓ, દંભીઓથી કદી જ ન લેપાય. સાધુઓ, કોઈને પણ યોગ્યતા જોયા વિના સીધું વ્યક્તિગત કડવું કદી જ ન કહે. ઉપદેશમાં સામાન્ય રીતે સઘળું જ કહે. સામાન્ય રીતે કહેવાતું સાંભળવાની જેનામાં તાકાત નથી એ તો ધર્મના ઉપદેશને માટે લાયક નથી. વ્યક્તિગત તો પરિચિતને કહેવાય, તે પણ એમ લાગે કે “એને કહેવાથી ખટકે તેમ નથી' તો જ કહેવાય. ધર્મદેશના વખતે તો ચક્રવર્તી પણ હાજર હોય, ચક્રવર્તીને વ્યક્તિગત ભલે કંઈ જ ન કહેવાય પણ પ્રસંગ આવે તો “ચક્રવર્તી પણ જો સાહ્યબીમાં રત રહે અને ન નીકળે તો મરીને નરકે જાય' આ વાત કહેવી પણ પડે “સાહ્યબીના સુખમાં પડેલા, પંચંદ્રિય જીવોનો વધ કરનારા રૌદ્ર પરિણામી બની નરકગામી બને છે.' આ સત્ય,પ્રસંગે છુપાવાય નહિ. આવી રીતે સામાન્ય કહેવાથી પણ જેને ખોટું લાગે તે ધર્મશ્રવણને માટે લાયક નથી. “ચોરી કરે એ ચોર' એમ કહેવા માત્રથી જ જે ઊંચોનીચો થાય એ કેવો કહેવાય ? “પૈસા લાવીને વાયદેસર ન આપે એ દેવાળીઓ' એટલું જ કહેવા માત્રથી જે ઊંચો થાય તે કેવો કહેવાય એ વિચારો. વસ્તુના સ્વરૂપને સાંભળતાં સૌ પોતપોતાની ત્રુટિ સમજે પણ એથી યોગ્ય આત્માને ખોટું ન લાગે પણ પોતાની ત્રુટિનું દુઃખ થાય અને એથી સુધરવાને સજ્જ બને પણ ખોટાનો બચાવ કરવાને ઉજમાળ ન બને. ધર્મદેશકે તો, રંકને તેમજ રાજાને બેયને એક જ વસ્તુ કહેવાની હોય છે. ભલે એની સાથે વાત કરવાના શબ્દોમાં ફરક હોય. રાજાને રાજનું કહેવાય પણ એની સાથે પણ વાત એવી રીતે કરાય કે રાજા પણ સમજે કે “હું રાજા છું તેથી મને રાજનું કહ્યો પણ હું રાજા છું એવી છાયા આ તારકના ઉપર પડી નથી, તારક મારા તેજમાં અંજાયા નથી.' શુદ્ધ દેશનાનું પરિણામ : પરદેશી રાજા નાસ્તિક હોઈ કેવળ વિષયાસક્ત હતું. મંત્રી પણ એવો હતો. એક વખત એ મંત્રી કોઈ અન્ય રાજાની નગરીમાં ગયો : ત્યાં શ્રી કેશી મહારાજ ધર્મદેશના દેતા હતા ત્યાં જઈ ચડ્યો અને અક્કડપણે સાંભળવા ઊભો Page #163 -------------------------------------------------------------------------- ________________ ના – ૧૨ : ધર્મોપદેશકનું કર્તવ્ય અને મર્યાદા - 106 --- ૧૪૯ રહ્યો. જ્ઞાની શ્રી કેશીમહારાજાએ, જ્ઞાનથી લાભ જાણીને પ્રતિબોધનો પ્રયત્ન કર્યો પ્રયત્નના પરિણામે દેશનાની એને અસર થઈ, ધર્મનું પરિણમન થયું, અને એ મંત્રી પરમ શ્રાવક થયો. પરમ શ્રાવક થયેલા તેણે, શ્રી કેશીમહારાજાને પોતાના રાજ્યમાં પધારવાની વિનંતિ કરી અને જણાવ્યું કે “આપ જેવા જ્ઞાનીના આગમનથી મારા રાજા જરૂર પ્રતિબોધ પામશે અને એથી ઘણો લાભ થશે.” ગુરુએ પણ તે સમયે તો વર્તમાન યોગ” જ કહ્યો. યોગ્ય સમયે ગુરુ મહારાજાએ, પરદેશી રાજાની રાજધાનીમાં જવાને વિહાર કર્યો. માર્ગમાં અનેક ભવ્ય જીવો ઉપર ઉપકાર કરતા કરતા તે જ્ઞાની ગુરુ, પરદેશી રાજાની રાજધાનીના ઉદ્યાનમાં પધાર્યા. મંત્રીએ ફરમાવ્યા મુજબ ઉદ્યાનપાલકોએ, ગુરુ પધાર્યાની ખબર મંત્રીને આપી. મંત્રથી ખેંચાયા હોય તેમ નગરીના લોકો, કુતૂહલથી ત્યાં પહોંચી ગયા. ગુરુમહારાજા પણ, આવીને ઉપસ્થિત થયેલા નગરલોકો સમક્ષ ધર્મદેશના ફરમાવી રહ્યા છે. ગુરુ મહારાજા પધાર્યા છે એની જાણ થવા છતાં પણ સ્વામીના ભયથી મંત્રી વંદનને માટે ગયા નહિ. “ગુરુમહારાજ પધાર્યા છે એમ જાણશે તો આ મિથ્યાષ્ટિ રાજા, અવજ્ઞા કરશે માટે પ્રથમથી જ કોઈ બહાનાથી આ રાજાને ગુરુ પાસે હું લઈ જાઉં' એમ વિચારીને ગુરમહારાજ જે ઉદ્યાનમાં છે તે ઉદ્યાનની પાસેની ઘોડા ખેલવાની ભૂમિએ રાજાને મંત્રી લઈ ગયો. ઘોડા ખેલાવવાથી થાકી ગયેલા રાજાને વિશ્રામ લેવા માટે મંત્રી તે ઉદ્યાનમાં લઈ આવ્યો. તે ઉદ્યાનમાં વિશ્રાંતિ લેતા રાજાએ, મધુર અને ગંભીર ધ્વનિ સાંભળ્યો એથી મંત્રીને પૂછ્યું કે “શું અહીં કોઈ મદોન્મત્ત હસ્તી છે ?' આ પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ કહ્યું કે “હું જાણતો નથી, માટે પધારો, આપણે જોઈએ કે શું છે ?' આથી રાજા પણ સાથે જોવા ચાલ્યો. ચાલતાં ચાલતાં તે રાજાએ, પોતાની સામે રહેલા શ્રી કેશીમહારાજાને જોયા. જોતાંની સાથે જ રાજાએ, મંત્રી પ્રત્યે કહ્યું કે “આ મુંડીઓ શું રાડો પાડે છે ? ક્યારે આ અધમ પાખંડી ચોર અહીં આવ્યો છે ? અન્ય દેશની માફક મારા દેશને પણ આ ન લૂંટી લે તે કારણથી આને એકદમ કાઢી મૂકો.' આના ઉત્તરમાં જેવો હુકમ' એમ કહી મંત્રી કેટલાંક કદમ ચાલીને પાછો આવ્યો. પાછા આવીને મંત્રીએ કહ્યું કે - “સ્વામિનું! આ વિષયમાં મારી એક વિનંતિ છે. આ પ્રમાણે કાઢી મૂકવાથી આ અન્ય દેશોમાં જઈને લોકોની સભામાં પ્રગટપણે એમ કહેશે કે પરદેશી રાજા કશું પણ જાણતો નથી : જેથી સાગરની વેલો, જેમ રત્નોને ફેંકી દે છે Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ -આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ - ૧૩ તેમ : તે રાજા, ગુણવાન આત્માઓને પણ પોતાના રાજ્યમાંથી કાઢી મૂકે છે ?” તે કારણથી હે દેવ ! આની સાથે આપ વાદ કરો અને બાદમાં એ આપનાં વાગ્બાણોથી વિંધાઈ જઈને સ્વયમેવ ચાલ્યો જશે : વળી હે દેવ ! વાદમાં તો આપની સાથે વાદીશ્વર પણ ઊભો રહેવાને અસમર્થ છે તો પછી આનો શું હિસાબ છે ?” મંત્રીનાં આ વચનોથી રાજા, વાદ કરવા તૈયાર થઈ ગયો અને તરત જ શ્રી કેશીમહારાજા પાસે પહોંચ્યો. જઈને તરત જ પૂછ્યું કે “તમે અહીં ક્યારે આવ્યા છો ?' આ પ્રશ્નના ઉત્તરમાં ગુરુમહારાજે ફરમાવ્યું કે “હે નરવર ! આજે અહીં આવ્યો છું.” બરાબર આ જ અવસરનો લાભ લઈને મંત્રીએ કહ્યું કે “હે સ્વામિનું ! આપ, આ આસનને અલંકૃત કરીને નિપુણ યુક્તિઓથી આમની સાથે ગોષ્ઠિ કરો.' આથી રાજા પણ આસન ઉપર બેઠો. શ્રી કેશીમહારાજાની મૂર્તિથી રંજિત થયેલા રાજાએ, હસીને કહ્યું કે “હે મુનિવર ! આપે બનારસના ઠગની માફક આ લોકને વિદ્યાથી વશ કર્યો છે, મંત્રથી વશ કર્યો છે કે ધૂર્તપણાથી વશ કર્યો છે !” આ પ્રશ્નના ઉત્તરમાં મુનિવરે ફરમાવ્યું કે – આ લોક, ધર્મના શ્રવણ માટે આવે છે : બાકી અમારા જેવા ભિક્ષાવૃત્તિથી જીવતાઓને કોઈપણ રીતે કોઈને પણ મોહિત કરવાનું શું કામ ?” આથી રાજાએ, ફરીથી મુનિવર પ્રત્યે કહ્યું કે રાજપુત્ર જેવી આકૃતિને ધરનારા આપે, ભિક્ષાવૃત્તિ કેમ આરંભી ? ભિક્ષાવૃત્તિથી તો કાયર પુરુષો જીવે અથવા તો વ્યવસાય કરવાને અસમર્થ હોય તે જીવે પણ આપના જેવા નહિ ? તો આ પાખંડને આપ છોડો અને મારા માંડલિક થાઓ તથા હાથમાં ભાલો લઈને આ ઘોડા ઉપર આરોહણ કરો. હું આપને દેશ આપું, આપ મનોરમ ભોગોને ભોગવો અને જન્મના ફળને મેળવો.” આ કથનની સામે ગુરુમહારાજાએ રાજાને સમજાવ્યું કે “આ ભિક્ષાવૃત્તિ આજીવિકા માટે નથી સ્વીકારી પણ જ્ઞાનીઓએ ફરમાવેલા વ્રતને માટે વિચારપૂર્વક સ્વીકારી છે. પેટ માટેની ભિક્ષાવૃત્તિ જુદી છે જ્યારે સંયમ માટેની ભિક્ષાવૃત્તિ જુદી છે.” એ વસ્તુ સમજાવ્યા પછી નાસ્તિકને લગતા જેટલા જેટલા વિચારો પરદેશી રાજાએ રજૂ કર્યા એ સઘળાનો પ્રતિકાર શ્રી કેશીમહારાજાએ કર્યો. પરિણામ એ આવ્યું કે પરદેશી રાજા પરમ શ્રાવક થયા. જે રાજાએ, વિષયની ખાતર પોતાની સ્ત્રીને અટવીમાં પોતાનું લોહી પાયું હતું કે તે પરદેશી રાજા Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭૦ – ૧૨ ધર્મોપદેશકનું કર્તવ્ય અને મર્યાદા - 106 – ૧૫૧ દેશના સાંભળીને જ્યારે ઘેર ગયા ત્યારે અંતઃપુરને એમ લાગ્યું કે “પતિ ફરી ગયા, આ પતિથી હવે વિષયભાવના પૂરી નહિ થાય. ધર્મદેશના તે કહેવાય કે જે સાંભળ્યા બાદ સાંભળનાર બહાર જઈને પણ વિષયકષાયને સારા ન માને. એવી દેશના તે જ દઈ શકે છે જેને પ્રભુનું શાસન ઓતપ્રોત થયેલું હોય. ધર્મદેશકનું એ જ કામ છે કે “સંસારવર્તી પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવો.” એ કરવા માટે ઉપકારીઓ વધુમાં શું શું ફરમાવે છે એ હવે પછી – Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩ : આત્મકલ્યાણનો માર્ગ - આગમનો આદર : 107 • પાપથી કંપે તે શ્રદ્ધાળુ : • ભવનિર્વેદના અભાવનું પરિણામ : • “ભવિતવ્યતા' ઉપર આધાર કોણ રાખે ? • મતભેદ કે મતિનો વિપર્યાસ? • ઉચ્ચતા હોય તો જ ઊંચે ચડાય : સાધ્યની સિદ્ધિનો આધાર : જિનાજ્ઞા : • ભવનિર્વેદની જ વાત પહેલી કેમ કરી ? - ધર્મસ્થાનો ઝાકઝમાલ શા માટે ? • શાસનની એક-એક વાતમાં સઘળું જ છે: • ચેતો, નહિ તો દુર્દશા નિશ્ચિત છે : વિષય: ભવનિર્વેદ અંગે કાંઈક, આગમ એ જ આધાર, ધર્મસ્થાનો કેવાં હોવાં જોઈએ ? ધૂતાધ્યયનના બીજા સૂત્રના વર્ણનમાં નરકગતિના જીવોની દુઃખદ દશા વર્ણવ્યા બાદ એકેન્દ્રિયાદિક તિર્યંચ ગતિના જીવોની દુઃખદ, નિરાધાર, અશરણ અવસ્થા અત્રે શરૂઆતમાં વર્ણવી જીવહિંસા વગેરે પાપોથી જેનું હૈયું કંપી ઉઠે એ જ સાચો ધર્મશ્રદ્ધાળુ છે.” એ વાત જણાવી છે. ત્યારબાદ પુરુષાર્થની મહત્તા સ્થાપિત કરી, પાપના ઉદયકાળમાં સમ્યગ્દષ્ટિ શ્રાવકાદિની વિચારણાનો પરિચય કરાવ્યો છે. જયવીયરાય સૂત્રના અર્થ પર આશરે એક મહિના સુધી પ્રવચન કરી આચારાંગની પીઠિકા રચ્યનો નિર્દેશ કરતાં પ્રવચનકારશ્રીએ અત્રે ભવનિર્વેદ અંગે ફરી નિર્દેશ કરી, એની અગત્યતા સમજાવી છે. જૈનશાસનના પ્રત્યેક પદાર્થમાં જગતના તમામ પદાર્થોનો સમાવેશ થઈ જાય છે. એ વાત વિસ્તારથી રજૂ કરી આજે મતભેદ છે કે મતિનો વિપર્યાસ છે' - એ વાત સુંદર રીતે ફરમાવી છે. છેવટે સાધ્ય સાધવા સાધનારૂપ જિનાજ્ઞાની ઉપયોગિતા વર્ણવી જિન મંદિરાદિ ધર્મસ્થાનો કેવાં આકર્ષક બનાવવાં કે જેથી આબાલ-ગોપાલ આકર્ષાય અને ધર્મ પામી જાય એ વાત સાથે પ્રવચન પૂર્ણ કર્યું છે. મુવાક્યાતૃત ૦ પાપ કરતાં કંપવું એ તો શ્રદ્ધાળુનું ભૂષણ છે. • સમ્યગ્દષ્ટિ આત્મા, અશુભ કર્મના ઉદયને આધીન ન થાય. • શાસ્ત્રની બાબતમાં ખોટી માંડવાળ ન થાય. માંડવાળ તો જેનામાં પોલ હોય એ કરે. નક્કરની માંડવાળ ન હોય. • ઊંચે હોવાનો આડંબર કરવાથી ઊંચે નથી ચડાતું. ઉચ્ચતા હોય તો ઊંચે ચડાય છે. • ભવ-સંસારની વાસના એ વિષ્ટાની ગોળી જેવી છે. એ નીકળ્યા વિના શાસનરૂપ બગીચાની સુવાસનો અનુભવ ન થાય, • શાસ્ત્રજ્ઞ અને ધર્મોપદેશક છે કે જે કલાકો બોલે પણ સાવઘની પુષ્ટિ થાય એવું તેનાથી બોલી ન જવાય. છે જેની વિષયલાલસા દૂર ન થાય, જેને વિષય વિષ જેવા ન લાગે, જેને સંસાર કારાગાર ન લાગે તેના હૈયામાં આ શાસ્ત્ર, આ ધર્મ પ્રવેશે ક્યાંથી ? આ જમાનામાં આ શાસ્ત્ર ન ચાલે' - એમ કહેવું એ મતભેદ નથી, પણ માર્ગભેદ છે. જે આજે મતભેદ કહેવાય છે, તે મતભેદ નથી પણ બુદ્ધિનો વિપર્યાસ છે. • પરિપૂર્ણ પાપદયે જ ભક્તિનાં સ્થાન પર કુનજર થાય છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩ : આત્મકલ્યાણનો માર્ગ - આગમનો આદર : પાપથી કંપે તે શ્રદ્ધાળુ : સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ, પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે : આ “ધૂત' નામના છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદ્દેશાના આ બીજા સૂત્રના આશયને સ્પષ્ટ કરતાં, પ્રથમ નરકગતિના જીવોની દુઃખદ દશા વર્ણવ્યા બાદ તિર્યંચગતિ પૈકીના “પૃથ્વીકાય' આદિ એકેદ્રિય જીવોની દુઃખદ દશા આદિનું વર્ણન કરતાં પણ અનેક વાતો ફરમાવી છે. એ ઉપરથી સ્પષ્ટ છે કે પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય' આ પાંચ એકેંદ્રિય છે. વનસ્પતિકાયમાં બે પ્રકાર છે, એક પ્રત્યેક અને બીજો સાધારણ. જેમ મનુષ્યનું આ દેખાય છે તે શરીર છે, તેમ પૃથ્વીકાય જીવોનું, માટી પથ્થર વગેરે જે દેખાય છે તે શરીર છે : પાણી એ, અપ્લાય જીવોનું શરીર છે : અગ્નિ એ, અગ્નિકાય જીવોનું શરીર છે : વાયુ એ, વાયુકાય જીવોનું શરીર છે અને વનસ્પતિ એ, વનસ્પતિકાય જીવોનું શરીર છે. આ કારણથી સચિત્ત પૃથ્વી આદિને હાથમાં લઈએ એટલે એ જીવોને હાથમાં લીધા એમ કહેવાય. ચૈતન્યવંતી એ કાયા પર પ્રહાર કરનારા એના ઘાતક છે. પૃથ્વીકાયની સાત લાખ યોનિ તથા બાર લાખ કુલકોટિ છે. આ જીવોને પોતાની કાયથી પણ પીડા થાય છે અને પરકાયથી પણ પીડા થાય છે. અપ્લાયની પણ સાત લાખ યોનિ તથા સાત લાખ કુલકોટિ છે. અગ્નિકાયની પણ સાત લાખ યોનિ અને ત્રણ લાખ કુલકોટિ છે. વાયુકાયની પણ સાત લાખ યોનિ અને સાત લાખ કુલકોટિ છે. વનસ્પતિમાં, એક શરીરમાં એક જીવ તે પ્રત્યેક વનસ્પતિકાય છે અને એક શરીરમાં અનંતા જીવ તે સાધારણ વનસ્પિતકાય છે. પ્રત્યેક વનસ્પતિકાયની દશ લાખ યોનિ અને સાધારણ વનસ્પતિકાયની ચૌદ લાખ યોનિ છે. એ બેયની કલાકોટિ અઠ્ઠાવીસ લાખ છે. પૃથ્વીકાયના જીવોને પણ, શીત, ઉષ્ણ આદિ અનેક પ્રકારની વેદનાઓ ભોગવવી પડે છે એ જ રીતે અષ્કાય, તેજસ્કાય અને વાયુકાયના જીવોને પણ શીત, ઉષ્ણ આદિ અનેક Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ - -- 1972 પ્રકારની વેદનાઓ ભોગવવી પડે છે. વનસ્પતિકાયમાં ગયેલા જીવોને તો, અનંતકાળ સુધી પણ છેદન, ભેદન અને મોટન આદિથી ઉત્પન્ન થયેલી વેદનાઓ ભોગવવી પડે છે : કારણ કે અનંતકાયની કાયસ્થિતિ અનંતકાળ હોય છે. એકેંદ્રિય જીવોને જે વેદનાઓ ભોગવવી પડે છે તે કાંઈ સામાન્ય નથી. “આ વસ્તુને સમજનાર, પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિનો ઉપયોગ કરતી વખતે કેવો અને કેટલો કંપે ?” એ વાત ખાસ વિચારો. એ વિચારમાં જ એકેંદ્રિય જીવોને માનનારની કસોટી છે. પૃથ્વી આદિમાં જીવો છે અગર હોઈ શકે છે એમ કહેવા માત્રથી શ્રદ્ધા નથી આવી જતી. “પૃથ્વીકાય આદિ સજીવ છે' એમ હૃદયપૂર્વક માનનાર તેને કહી શકાય કે, એ જીવોનો નાશ થાય તેવી કરણી કરતાં જેનું હૃદય કંપે ! જો એમ ન હોય તો પછી પૃથ્વીકાય આદિના જીવોને માનનાર અને નહિ માનનારમાં અંતર શું? પાપ કરતાં કંપવું એ તો શ્રદ્ધાળુનું ભૂષણ છે. “આ જીવ છે અને મારાથી એવી હિંસા થાય છે એમ જાણવા છતાં પણ શ્રદ્ધાળુનું હૃદય કંપી ન ઊઠે એ બનવા જોગ નથી. વ્યવહારમાં કરવી પડતી સ્થાવર જીવોની હિંસા ગૃહસ્થો માટે નિષિદ્ધ નથી એ વાત ખરી છે ? પણ એથી, કાંઈ એ વિહિત છે અગર તો પુણ્યરૂપ છે અને એ કરવામાં પાપ નથી એમ તો નથી જ એ જ કારણે એ સ્થાવર જીવોની હિંસાથી પણ સાચી શ્રદ્ધાળુનું હદય અવશ્ય કંપે. ‘ભવિતવ્યતા ઉપર આધાર કોણ રાખે ? ત્રસ જીવો” તો, પીડાથી ખસવા ધારે તો ખસી શકે છે : પણ “સ્થાવર જીવો” તો, “સ્થાવર નામકર્મના ઉદયથી ખસી પણ શકતા નથી. એ જીવો ઉપર અગ્નિ મૂકો તો પણ બિચારા બળે છે પણ ખસી શકતા નથી. એ જીવોને, કર્મોના ઉદયની આધીનતા કહી શકાય પણ આંખોવાળો અને ખસી શકે એવો તથા સમજદાર, ઇરાદાપૂર્વક અગ્નિમાં પડતું મૂકે અને કહે કે કર્મનો ઉદય છે તો એ ચાલે ? આપણે તો ચિંદ્રિયપણુ, તેમાં પણ સંજ્ઞીપણું અને એમાં પણ પ્રભુના શાસનને પામેલા છીએ. “સ્થાવર નામકર્મ'ના ઉદયવાળા જીવો, બળતામાંથી ન નીકળી શકે એ બનવા જોગ છે : પણ પ્રભુશાસનને પામેલા આપણે, બળતામાંથી નીકળવાનો પ્રયત્ન ન કરીએ તો કેવા કહેવાઈએ ? એ વિચારો. સ્થાવર જીવોમાં તો ઉદ્યમ કરવાનું સામર્થ્ય નથી એથી લાચાર છે પણ આપણે લાચારી કઈ રીતે બતાવી શકીએ ? Page #169 -------------------------------------------------------------------------- ________________ 1573 ૧૩ : આત્મકલ્યાણનો માર્ગ - આગમનો આદર 107 સભા : ઉદ્યમ વિના પણ સ્થાવર જીવો ઊંચા આવે છે ને ? એ જીવો, ભવિતવ્યતાના યોગે ઊંચા આવે છે, એની ના નથી : પણ તેઓનો દાખલો આપણાથી ન લેવાય. આંધળાને મૂકવા આવનાર મળે છે, અજાણને રસ્તો બતાવનારા મળે છે, પણ દેખતા, જો માણસ માગે અને જાણકા૨, જો રસ્તો પૂછે તો એની સૌ મશ્કરી કરે. કર્મની પ્રબળ આધીનતાને લઈને સ્વયં ઉઘમ ન કરી શકે એવા એ જીવો, ભવિતવ્યતાના યોગે ઊંચા આવી શકે છે : પણ એથી સમ્યગ્દષ્ટિ આત્માઓ, ભવિતવ્યતા પર આધાર ન રાખી શકે. સમ્યગ્દષ્ટિ આત્મા તો, મોક્ષની સાધના માટે પાંચે કારણોમાં જે પુરુષાર્થ છે, તેને પ્રધાન માને. ૧૫૫ ઉચ્ચતા હોય તો જ ઊંચે ચડાય : વ્યવહારમાં પણ, ‘કાયદાનો નહિ જાણકાર ગુનો કરે અને જાણકાર ગુનો કરે' એમાં અંતર અવશ્ય મનાય છે. જાણકાર, બચાવ કરે એ ન ચાલે. એકેંદ્રિય જીવો તો, ‘સ્થાવરનામ કર્મ'ના ઉદયને લીધે પીડાથી બચી શકતા નથી, બચવાની એમનામાં તાકાત નથી પણ આપણામાં તો એ સામર્થ્ય છે : એ જ કારણે સમ્યગ્દષ્ટિ આત્મા, અશુભ કર્મના ઉદયને આધીન ન થાય. એ આત્મા તો અશુભના ઉદય સમયે વિચારે કે ‘પાર આવ્યો, કારણ કે તિજોરીમાં નાણાં છે તે સમયે લેણદાર આવ્યો છે.' શ્રાવકપણાની તથા સાધુપણાની તિજોરી તર છે. અશુભ કર્મના ઉદયરૂપ લેણદારોનું એ આત્મા ધારે અને મનને મજબૂત બનાવે તો વ્યાજ સાથે દેવું ચૂકવી શકે એમ છે. સાધુપણામાં, શ્રાવકપણામાં કે સમ્યગ્દષ્ટિપણામાં રહેલો આત્મા અશુભ કર્મના ઉદય સાથે પતાવટ કરી શકે છે : છતાં એ ન માને તો ‘ફાવે તેમ કરો’ એમ પણ એ કહી શકે છે. શ્રી સ્કંધક મુનિવરે, ચામડી ઉતારવા આવેલાઓને કહ્યું કે ‘તમને ફાવે તેવી રીતે હું ઊભો રહું.' સમ્યગ્દષ્ટિ આત્મા, ખોટી માંડવાળ ન કરે, શાસ્ત્રની બાબતમાં ખોટી માંડવાળ ન થાય. માંડવાળ તો જેનામાં પોલ હોય એ કરે. નક્કરની માંડવાળ ન હોય. કહ્યા મુજબ અમલ થાય તો સારુ અને ન થાય તો ખામી પણ એમાં કહેલી વસ્તુને ઊલટી તો ન જ કહેવી જોઈએ. સમ્યગ્દષ્ટિ, ‘સર્વવિરતિ નથી લઈ શકતો માટે લાચાર છું' એમ કહે પણ ‘સર્વવિરતિની જરૂર જ શી છે ?' એમ તો ન જ કહે. પાંચમે કે છઠ્ઠ ગુણઠાણે Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ -- - -- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ - - 1974 હોય એ “આવશ્યકની જરૂર શી છે ?' એમ ન જ કહે, ‘ત્રિકાળપૂજાની જરૂર શી?” એમ સમ્યગ્દષ્ટિથી ન જ કહેવાય. જે સમ્યગ્દષ્ટિ હોય તે આવું ન જ બોલે. છતાં કોઈ બોલે તો તેઓ આપોઆપ ઉદ્ઘોષણા કરે છે કે “અમે પહેલે ગુણઠાણે છીએ.' સમ્યક્તની કરણી વિના ચાલે એમ સમ્યગ્દષ્ટિથી ન જ કહેવાય. પાંચમે ગુણઠાણે રહેલાથી “વ્રતની તથા આવશ્યકાદિની જરૂર નથી.” એમ કહેવાય અને સર્વવિરતિથી દુનિયાની વૃત્તિ ન પોષાય. દરેકે પોતાનું સ્થાન સંભાળવું જોઈએ. જો એમ ન વર્તે તો એ બધા પહેલે ગુણઠાણે સમજવા. ઊંચે હોવાનો આડંબર કરવાથી ઊંચે નથી ચડાતું. ઉચ્ચતા હોય તો જ ઊંચે ચડાય છે. ઉચ્ચ દશા વિના ઊંચા ગણાવાની ભાવના ફળતી નથી. ઉચ્ચ બનવાની જોખમદારી જરૂર સમજવી જોઈએ. ભવનિર્વેદની જ વાત પહેલી કેમ કરી ? જ્યાં સુધી સંસારનો પ્રેમ ઘટ્યો નથી ત્યાં સુધી ધર્મ ઉપર પ્રેમ થવાનો નથી. એક મહિના સુધી પ્રાર્થનાસૂત્ર જયવયરાયમાં રહેલ માગણીનું રહસ્ય અહીં સમજાવ્યું છે. એ માગણીમાં જ્ઞાનીએ સૌથી પહેલાં ભવનિર્વેદને રાખેલ છે. આજે વીસમી સદીની લડત જ એ છે કે એમને ભવનિર્વેદ જોઈતો નથી અને જ્ઞાની ભવનિર્વેદની વાત જ પહેલી લાવે છે. ધૂનનને બાજુ પર મૂકી પ્રાર્થનાસૂત્ર સમજાવવાનો હેતુ એ કે ભવનિર્વેદ થયા વિના દેવ, ગુરુ અને ધર્મ ઉપર સાચો સદ્ભાવ આવતો નથી. એક હૈયામાં પ્રતિપક્ષી બે ચીજો ન રહે. જે, નાકમાં વિષ્ટાની ગોળી બેય બાજુ રાખે તેને ગુલાબની સુગંધી શી રીતે આવે ? એવી દશામાં ગુલાબની સુગંધી ન આવે એ બગીચાનો દોષ નથી. ભવની વાસના એ વિષ્ટાની ગોળી જેવી છે. એ નીકળ્યા વિના શાસનરૂપ ગુલાબના બગીચાની સુવાસનો અનુભવ ન થાય. એ જ કારણે સૌથી પ્રથમ “ભવનિર્વેદ'ની માગણી કરવાની છે અને એ પછી બીજી વસ્તુની માગણી. “મનિબેરો'થી માંડીને ‘ામવમવું' સુધીની માગણીમાં સઘળું જ આવી જાય છે. શાસનની એક-એક વાતમાં સઘળું જ છે : શ્રી જૈનશાસનમાં એવી એક પણ વાત નથી કે જે એકમાં સઘળું ન આવી જતું હોય. શ્રી નવકારમંત્રમાં, આખી દ્વાદશાંગી આવી જાય છે. એ જ કારણે એ ચૌદ પૂર્વનો સાર કહેવાય છે. એ મહામંત્રના એક પદમાં ચારે અનુયોગ છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ ૧૩ : આત્મકલ્યાણનો માર્ગ - આગમનો આદર 107 દરેક સૂત્રના એક એક સૂત્રમાં ચારે અનુયોગ છે. શક્તિ ઓછી થતી જોઈ ભગવાન શ્રી આર્યરક્ષિતસૂરિ મહારાજાએ અનુયોગો વિભિન્ન કર્યા. નહિ તો એક એક સૂત્રમાં ચારે અનુયોગ છે. ‘નમો અરિહંતાણં’ એ પદમાં ધર્મકથાનુયોગ છે, દ્રવ્યાનુયોગ છે, ચરણકરણાનુયોગ છે અને ગણિતાનુયોગ પણ છે. એક નવકા૨ના જાપમાં પણ જે આત્મા, લીન થાય તે કામ કાઢે, પણ લીનતા જ નથી ત્યાં શું થાય ? આ તો જાપ નીકળે ને જાય, નીકળે ને જાય પણ હૈયે ટકે તો કલ્યાણ થાય ને ? ‘નમો અરિહંતાણં’ પદમાંથી હમણાં ‘અરિહંતાણં' પદ પર વિચાર કરો, ‘નમો'ને બાજુ ૫૨ ૨ાખો, કેમ કે નમસ્કાર કરતી વખતની તૈયારી પહેલાં બધું જોવું જોઈશે : બાકી તો 1575 "इक्कोवि नमुक्कारो, जिणवर वसहस्स वद्धमाणस्स । સંસારસાગરાઓ, તાડ઼ નાં વ નારિ વા ।।" “જિનવરોમાં વૃષભ સમાન શ્રી વર્ધમાનસ્વામીને કરેલો એક પણ નમસ્કાર નર અથવા નારીને સંસારસાગરથી તારે છે.” એ સામર્થ્યયોગનો નમસ્કાર આવશે ત્યારે તો કામ થશે. પણ એ ન આવે ત્યાં સુધી શાસ્ત્રયોગ, અને છેવટે ઇચ્છાયોગમાં તો રહો. સામર્થ્યયોગે તો અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થશે. અરિ એટલે શત્રુ, તેને હણે તે અરિહંત. આ શાસનમાં શત્રુ પણ જુદા, હણનાર પણ જુદા અને હણવાની ક્રિયા પણ જુદી. ત્રણે ચીજ જુદી છે. એ ત્રણે સમજાય અને આચરાય તો સિદ્ધિ થાય. શત્રુ કોણ ? કર્મ. એ કર્મનું સ્વરૂપ આવ્યું ત્યાં દ્રવ્યાનુયોગ આવ્યો. કર્મસ્વરૂપમાં પુણ્યકર્મ, પાપકર્મ, આશ્રવ, સંવર એ બધું આવે. હણવાની ક્રિયામાં પણ સર્વસ્વ છે કેમ કે હણવાનાં સાધન સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યક્ચારિત્ર છે. રત્નત્રયીની ચિંતા એ પણ દ્રવ્યાનુયોગ છે, દ્રવ્યાનુયોગ આવ્યો ત્યાં ગણિતાનુયોગ તો બેઠેલો જ છે. દ્રવ્યચિંતામાં પુદ્ગલ દ્રવ્યનું ચિંત્વન છે. પુદૂગલ આખા લોકમાં છે, એ લોકમાં સાગર કેટલા ? દ્વીપ કેટલા ? આ વગેરેમાં ગણિતાનુયોગ છે. ક્રિયા છે ત્યાં ચરણકરણાનુયોગ તો છે જ અને એમાં કથાનુયોગ પણ છે. શ્રી અરિહંત દેવની કથામાં કેટલી કથા આવે ? શ્રી ઋષભદેવસ્વામીના તેર ભવ, શ્રી મહાવીરસ્વામીના સત્તાવીસ ભવ એમાંની એક વાત આખી બરાબર માંડીએ તો જિંદગી સુધી ચાલે. જિંદગી પૂરી થાય પણ વાત પૂરી ન થાય. એક એક કથામાં દુનિયાનાં Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - - 1578 તમામ દૃષ્ટાંતો વિચારાય. કેવળજ્ઞાની, પૂર્વધરો, સમર્થ જ્ઞાનીઓને બાજુ મૂકો કારણ કે એ તારકોની સમક્ષ તો આજનું જ્ઞાન નહિવત છે તો પણ આજે જો કોઈ શાસ્ત્રને સર્વસ્વ માનનાર, ધારે અને જૈનશાસનની એક કથા શાસ્ત્રરૂપ આલંબનને વળગીને કહે તો મારી જિંદગી સુધી કહે તો પણ ખૂટે નહિ અને રસ ઘટે નહિ પણ જ્ઞાનાવરણીય કર્મનો તેવો ક્ષયોપશમ હોય તો એ થાય. શ્રી તીર્થંકરદેવનાં ચરિત્ર આલેખતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે હજારો શ્લોક લખ્યા છે અને શક્તિસંપન્ન લખવા હોય તેટલા લખે : પણ જિંદગી નાની એટલે લખે પણ કેટલું ? એક એક અનુયોગમાં ચાર અનુયોગ છે પણ આપણી તાકાત નહિ માટે આપણને કાઢવા શાસ્ત્ર ના કહી અને મહાપુરુષોએ, કહ્યું તેમ કહેવા કહ્યું. બાકી શ્રી જિનેશ્વરદેવના શાસનની એક એક વસ્તુમાં સઘળું છે : એ જ કારણે ઉપકારીઓ ફરમાવે છે કે – નો અi ના સો સā ના !' जो सव्वं जाणइ सो एगं जाणइ । જે એક જાણે તે સર્વ જાણે અને જે સર્વ જાણે તે એક જાણે. ભવનિર્વેદના અભાવનું પરિણામ : અનંત જ્ઞાનીઓની રચના જ એવી છે કે આદિથી અંત સુધી ધ્યેય ન ફરે. આથી શાસ્ત્ર અને ધર્મોપદેશક છે કે જે કલાકો બોલે પણ સાવઘની પુષ્ટિ થાય એવું તેનાથી બોલી ન જવાય. ઇરાદાપૂર્વક પાપ લઈ જનારા, પાપ લઈ જાય એ વાત જુદી. ભાવને ન જાણે અને કડવા શબ્દો પકડે એને ન જિતાય. બાપ, દીકરાને કહે કે, “કપૂત ! આ કરી વાળ્યું?' એ સાંભળી દીકરો “આ શું કરી વાળ્યું' ન લે અને કપૂત” શબ્દ પકડીને લડે એની વાત જુદી છે. શિખામણમાંથી પણ ખોટું લે એને ન પહોંચાય. દ્વાદશાંગી પામીને જેમ અનંતા તર્યા તેમ અનંતા ફૂખ્યા પણ છે, સંખ્યાબંધ તરે છે તેમ જ ડૂબે પણ છે અને અનંતા તરશે તેમ જ ડૂબશે. અભવી અને દુર્ભવીનો સ્વભાવ જ એ કે તરવાનાં સાધનને ડૂબવાનાં ભાળે. એનું ધ્યાન જ ત્યાં. જેની ભક્તિ કરવાની તેની પાસે નોકર જેવું કરાવવાની એની ભાવના. લોકોત્તર મિથ્યાત્વની શાસ્ત્ર સખત ઝાટકણી કાઢી છે એનું કારણ શું? એમાં ત્રણ લોકના નાથને સેવક બનાવવાની છુપી ભાવના છે. જેની ભક્તિના યોગે કર્મ ખપે, મુક્તિ મળે એની પાસે “કાંક આપ’ એમ માગવાની વાસના કેટલી Page #173 -------------------------------------------------------------------------- ________________ 1m –– ૧૩ : આત્મકલ્યાણનો માર્ગ - આગમનો આદર - 107 – ૧૫૯ હલકી છે એ વિચારો. ભવનિર્વેદ ગયો એટલે એણે ઘર ઘાલ્યું છે. ભવનિર્વેદ ગયો એટલે ધર્મનો પ્રેમ ગયો, માર્ગાનુસારિતા ગઈ, ઇષ્ટફળસિદ્ધિની સમજ ગઈ, લોકવિરુદ્ધ કોને કહેવાય એની પણ સમજ ગઈ. સુગુરુનો યોગ થાય નહિ, થાય તો વાંધા પડે કેમ કે ભવપાસનાનો કાંટો મોટો છે. વ્યાધિ આવે કે બધું કડવું લાગે. મિથ્યાત્વ એ મહા વ્યાધિ છે. મોટો દુશ્મન એ છે. સાચી વસ્તુને સાચી તરીકે જાણવા ન દેવાનો મિથ્યાત્વનો સ્વભાવ છે. પ્રાર્થનાસૂત્રની માગણીઓનું રહસ્ય પહેલું સમજાવવાનો એ જ હેતુ હતો કે મૂળના વાંધા ટળે. શાસ્ત્રકાર કહે છે કે રત્નત્રયી આપતાં પહેલાં અંદરની કવાસના કાઢવી જોઈએ. જેની વિષયલાલસા દૂર ન થાય, જેને વિષય વિષ જેવા ન લાગે, જેને સંસાર કારાગાર ન લાગે તેના હૈયામાં આ શાસ્ત્ર, આ ધર્મ પ્રવેશે ક્યાંથી? આથી જ ઉત્પત્તિની અપેક્ષાએ આસ્તિક્ય પહેલું અને અનુકંપા પછી. આસ્તિક્ય વિના સાચી અનુકંપા આવતી નથી. શ્રી જિનેશ્વરદેવના વચન ઉપર પૂરી શ્રદ્ધા તે આસ્તિક્ય. એ જેનામાં ન હોય તે નાસ્તિક. છતાંયે જે, દંભથી આસ્તિકના વેષમાં રહે તે મહાનાસ્તિક. મતભેદ કે મતિનો વિપર્યાસ? સભા : મતભેદ હોય તો ? મતભેદ કોને કહેવો ? હજી મતભેદમાં તમે સમજતા નથી. નિહ્નવોએ પણ આગમ ઉપર પ્રહાર નથી કર્યા. નિહ્નવોના અનુયાયીઓએ પણ આગમ પર ઘા નથી કર્યા. “આગમને આઘાં મૂકો” એવું એમણે પણ નથી કહ્યું. મતભેદ એટલે તો વિચારભેદ – અમુક વાત આમ કહેવાય છે પણ “મને આમ લાગે છે' એ મતભેદ પણ એની સામે બીજી વસ્તુ ધરવામાં આવે તો ‘તત્ત્વ તુ તત્ત્વવિદો વિનિ' – “તત્ત્વ તો તત્ત્વવેદીઓ જાણે.” એમ કહે પણ શાસ્ત્ર જ ન જોઈએ એમ ન કહે. એમ કહે તો એ ઊંધા જ કહેવાય. “આજે આ શાસ્ત્રની જરૂર નથી' એમ કહેવાય ત્યાં મતભેદ ક્યાં છે ? બાપની પ્રકૃતિ ઠંડી છે કે ઉગ્ર છે ત્યાં મતભેદ પણ બાપ જ ન જોઈએ એવું જ દીકરો કહે ત્યાં મતભેદ ક્યાં રહ્યો ? “ન મામાથી કહેણો મામો સારો' એ કહેવત છે પણ મામો જ ન જોઈએ એમ કહે ત્યાં મતભેદ શી રીતે કહેવાય ? “આ જમાનામાં આ શાસ્ત્ર ન ચાલે” એમ કહેવું એ મતભેદ નથી પણ માર્ગભેદ છે. જે આજે મતભેદ કહેવાય છે તે Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - -- -11 મતભેદ નથી પણ બુદ્ધિનો વિપર્યા છે. મતભેદને સમજનારા માલિકની સામે ચેડાં ન જ કાઢે. બે આડતિયા હિસાબ કરે તે રાતની રાત જાગે, લડે વઢે, બાહ્યો ચડાવે, ત્યાં જ સૂએ, ફરી જાગે, તારો મુનીમ ભૂલ્યો હશે એમ કહે પણ એકબીજાના ચોપડાને ખોટા ન કહે. કાગળ, પત્ર, પહોંચ, વાઉચર ફાઈલમાંથી કાઢે, મેળવે પણ ચોપડાને ખોટો ન કહે. એ જ રીતે અહીં પણ તત્ત્વના નિશ્ચય માટે એક એક આગમ આદિ શાસ્ત્રોના વચનને વિચારાય પણ મતિકલ્પનાથી ઉપજાવી કાઢેલી વાતને સિદ્ધ કરવા આગમાદિ શાસ્ત્રને ખોટાં ન જ કહેવાય. એથી જ હું કહું છું કે “આ જમાનામાં પુરાણાં આગમ આદિ નહિ ચાલે તથા મૂર્તિ અને મંદિર ન જોઈએ” એમ કહે ત્યાં મતભેદ નથી પણ મતિનો વિપર્યાસ છે. “મંદિરમાં પૈસા શું કામ ખર્ચવા જોઈએ ?' એમ કહે એમાં મતભેદ નથી પણ મતિનો વિપર્યાય છે. કરોડો રૂપિયાનાં દ્રવ્યોથી પણ પૂજા થાય અને શક્તિ ન હોય તો એકલા ચંદનથી પણ થાય' પણ “ચંદન છે પછી કેસર શું કરવું?' એમ ન જ કહેવાય. “કેસર લાવવાની તાકાત નથી” એમ કહે એ વાત જુદી પણ વાપરવું એ વાત તો કબૂલ રાખેને ! પૂર્વે ગોશીષચંદન મળતાં હતાં, આજે નથી મળતાં એ વાત જુદી. શ્રી કુમારપાળ મહારાજા, રોજ એક ઋતુના ફૂલથી અંગરચના કરતા પણ છ ઋતુના ફૂલથી અંગરચના કરવાની ભાવના થઈ અને એ ભાવનાના યોગે એ વસ્તુ પ્રાપ્ત પણ કરી ત્યારે આજ તો કહે છે કે “આમ તિલક કરવા માટે આટલું બધું શું કામ ? એક ચંદન જ બસ.” હું કહું છું કે પેટ ભરવા માટે રોટલી જોઈએ પણ ઘી, શાક, એ બધું શા માટે ? ખાડો પૂરવો છે ત્યાં આ બધા સ્વાદ શા માટે ? જ્યારે નાશવંતી અને તુચ્છ વસ્તુઓ માટે આટલી બધી સામગ્રી જોઈએ ત્યારે આત્મલક્ષ્મીને પ્રગટ કરવા માટે, અનુપમ સાધનરૂપ વસ્તુઓ માટે સઘળી ઉત્તમ સામગ્રી જ જોઈએ એમાં વળી ઘોંઘાટ શાનો ? એ ઘોંઘાટ મતભેદ નથી સૂચવતો પણ મતિનો વિપર્યાસ જ સૂચવે છે. બાકી જો શુદ્ધ બુદ્ધિથી વિચારવામાં આવે તો વિના પરિશ્રમે સમજી શકાય તેમ છે કે આ તારક વસ્તુઓ, મંદિર વગેરે આબાલગોપાલ આકર્ષાય તેવી જોઈએ. આબુ ઉપર મંત્રીશ્વર વસ્તુપાળ તેજપાળ તથા વિમળશાએ મંદિર બંધાવવામાં અઢળક ધન ખચ્યું છે. આજે જૈન ધર્મની જાહેરાત, વગર જાહેરાત જગતમાં એનાથી થઈ રહી છે. શ્રી જિનેશ્વરદેવનાં મંદિરો, સંસારસાગરને તરવાનાં અનુપમ જહાજો છે. ઉપાશ્રયો પણ આત્મહિત સાધવાનાં સ્થાન છે. એમાં કી, વી ન જોઈએ. એ સ્થાનોમાં તો અનેક પ્રકારની ભક્તિ અને નવકાર આદિના Page #175 -------------------------------------------------------------------------- ________________ 179 - ૧૩: આત્મકલ્યાણનો માર્ગ – આગમનો આદર - 107 – ૧૬૧ જાપ જોઈએ. સંસારની સાધના માટે “કને કંઈ નહિ ક’ એ અહીં ન હોય. દુનિયાના ચોપડા અહીં ન ખોલાય. ક્રિયામાં થતી વિચારણામાં વિચારભેદ એ મતભેદ; પણ “જરૂર જ શી છે ?' એમ કહેવાય ત્યાં મતભેદ નથી પણ મહિનો વિપર્યાય છે એમ જ કહેવું પડે. સાધ્યની સિદ્ધિનો આધાર જિનાજ્ઞા : કલ્યાણના અર્થીઓએ, એ વાત પ્રથમ વિચારવી જોઈએ કે “સાધ્યની સિદ્ધિનો આધાર શાના ઉપર છે ?' વિચાર કરતાં બરાબર સમજાશે કે સાધ્યની સિદ્ધિનો આધાર સાધનની શુદ્ધતા ઉપર જ છે. “સાધનની શુદ્ધિ વિના સર્વશ્રેષ્ઠ સાધ્યની સિદ્ધિ અશકય જ છે.' આ વાતને સમજદાર, “સાધ્ય મક્કમ રાખીએ તો સાધન માટે આ ઘોંઘાટ શો ?' આ પ્રમાણે કદી જ ન બોલી શકે. “કોઈ, પડિક્કમણું કરે તો પણ ઠીક અને ન કરે તો પણ ઠીક : સામાયિક કરે તો પણ ઠીક અને ન કરે તો પણ ઠીક રાતે ખાય તોયે શું? અને ન ખાય તોયે શું?” આવું બોલનારા, “સાધ્યની સાધનામાં સમજતા જ નથી.” એમ કહેવામાં કશી જ અતિશયોક્તિ નથી. - સાધ્યની સિદ્ધિનો અર્થી, સાધનની કાળજીવાળો અને વિપરીત વસ્તુથી સાવચેત ન હોય એ બને જ નહિ. “સાતમે માળ ચડવું હોય તો નિસરણી અગર ચડવાનું કોઈ પણ સાધન તો જોઈએ જ.” એમાં કોઈ જ ડાહ્યો માણસ વિરોધ ન કરે. દાદર હોય તો ઠીક પણ વાંસની નિસરણી હોય તો હલાવે, જરા હાલતી લાગે તો ચાર આદમી પાસે પકડાવે અને તે પછી ચડે. “જેટલો મહેલ ઊંચો એટલી નિસરણી મજબૂત જોઈએ” એમ સૌ માને. “પેઢી દ્વારા આવક છે પછી આબરૂની શી જરૂર ?' એમ કહેનારો ભાગ્યે જ કોઈ હોય. જે સ્થાનમાં કમાણીનું સાધ્ય હોય ત્યાં ચોપાટ કે ગંજીપા ખેલાય જ કેમ ? આવક સામે જુઓ પણ પ્રતિષ્ઠા સામે ન જુઓ” આવું કહેનારા મૂર્ખ જ ગણાય છે. આથી સમજો કે “સાધ્ય ઊંચું તો સાધન પણ મજબૂત જ જોઈએ.' મુક્તિની અભિલાષાવાળાએ, પ્રભુએ કહેલાં સાધનને સ્વીકારવાં જ પડે. સાધનને અંગે વિચાર બધા થાય પણ સાધન સ્વીકાર્યા વિના ન જ ચાલે. “દેવ વિતરાગ, ગુરુ નિગ્રંથ અને રત્નત્રયી તથા તેનાં જિનમૂર્તિ આદિ ધર્મનાં સાધનો મુક્તિદાયક આ બધું કબૂલ કર્યા પછી જ બધી ચર્ચા થાય. દુધાળાં ઢોરોને ખીલા વગર ન ચાલે. માલિકનું ઢોર આખો દિવસ ગમે ત્યાં રખડે પણ સાંજે વગર બોલાવે ખીલે આવે. માલિક વિનાનાં ઢોર હરાયાં Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૬ – – 180 કહેવાય છે અને પ્રાયઃ એ દૂધ વગરનાં જ હોય, એનામાં કશી આવડત પણ ન હોય અને મારકણાં પણ હોય. એ ઢોરને તો માલિક પણ વહેતાં જ મૂકે. એ ચાલ્યાં જાય તો માલિક ન ગભરાય. દુધાળાં ઢોરોમાં પણ જેવું ઢોર તેવો ખીલો એ વાત ખરી. સારાં ઢોરને નાનો ખીલો, ઉધમતિયાંને મોટો ખીલો, વધારે ઉધમતિયાને ગળે લાંગર નાંખે, એથી વધારે ઉધમતિયો હોય તો બે પગે દોરડું બાંધે પણ એ બધું જ ખીલે બંધાવા આવે તેને; પણ ખીલે જન આવે તેનું શું થાય ? એ જ કે રખડી રખડીને મરવાનું. આ જ રીતે આરાધક આત્માઓ, અનંત જ્ઞાનીઓની આજ્ઞારૂપ ખીલે બંધાયેલા જ હોય. આરાધક આત્માઓનો વસ્તુમાં ભેદ ન હોય. વસ્તુની વિચારણામાં મતભેદ, ચર્ચા, ટીકા-ટિપ્પણ બધું હોય પણ વસ્તુમાં ભેદ ન હોય. વસ્તુમાં જ ભિન્નતા ધરાવનારા, સાધ્યની સાધના નથી કરી શકતા. આ રીતે તમે બોલતા થાઓ. નહિ બોલો તો આ વસ્તુની રક્ષા કરવી ભારે થઈ પડશે. જે વસ્તુ કીમતી, એના રક્ષક પણ જબરા જોઈએ. સામો કંઈ કહે અને તમે કહો કે શી ગમ પડે !' એ ન ચાલે. બારીકી તમે ન જાણો પણ વસ્તુમાં તો મક્કમતા જોઈએ જ. ધર્મસ્થાનો ઝાકઝમાલ શા માટે? આ વાત સાધ્યની સિદ્ધિ કરવામાં જ રસિયા હોય અને સંસારના રસિયા ન હોય એને સમજતાં સહજ પણ વાર લાગે તેમ નથી. સમજુને સમજવું સહેલું છે. “મંદિર શું કામ જોઈએ ?' એનો જવાબ તો મોક્ષરસિક શ્રાવકનો નાનો દીકરો પણ આપે. જેના દ્વારા આત્માની અનંત ઋદ્ધિ કેળવવાની એ ન જોઈએ એમ બોલાય જ કેમ ? ભગવાન વીતરાગ છતાં ત્રણ ત્રણ કિલ્લામાં ભગવાનને દેવતા શું કામ બેસાડે ? એ દેવતા કંઈ ગાંડા હતા ? નહિ જ, તો પછી એનો હેતુ વિચારો. દુકાનમાં માલ ગોઠવી દ્યો, ઘરાક આવશે, તેમાં વળી પાટિયાં વગેરે શું કામ ચીતરાવો છો ! તમે જાણો છો કે ભભકો કર્યા વગર એક પણ ગ્રાહક નહિ આવે. રા. રા. શ્રી પાંચ, અને બધા ઇલ્કાબ લખો છો. ફેરિયાને પણ બોલતાં આવડે તો એનો માલ ખપે છે તો પછી ભવાભિનંદી આત્માઓને આત્માનંદી બનાવવા શું શું ન જોઈએ ? “શ્રી જિન મંદિર' વગેરે સ્થાનો બોલતાં જોઈએ એટલે કે એ રસ્તેથી જે જાય તેને આકર્ષે એવાં ભવ્ય જોઈએ. જનારને પેસવાનું મન થયા વિના ન રહે એવાં જોઈએ. સહેજે એ પૂછે કે કોનું દેરાસર છે ? Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૩ : આત્મકલ્યાણનો માર્ગ - આગમનો આદર કહેવામાં આવે કે ભગવાનનું. પૂછે કે કયા ભગવાનનું ? તરત એને પણ ભક્તિ ય. કુબેરદત્તની લક્ષ્મી જોવા શ્રી કુમારપાળ મહારાજ ગયા ત્યાં સ્ફટિકનું મંદિર જોતાં લક્ષ્મી મૂકીને પહેલું એ જોવાનું મન થયું. ‘મેં નથી બાંધ્યું તેવું આણે ગાંધ્યું છે’ એમ થયું. મંદિર એવું ભવ્ય અને સ્વચ્છ હતું, મૂર્તિ રત્નની હતી. એ રાજાને પણ એમ થયું કે મારા ગામમાં આવા પણ ધર્માત્મા વસે છે. વીતરાગ વની ભક્તિ ઇંદ્રાદિ દેવો કેટલી કરતા ? ત્રણ ગઢ, એમાં વેદિકા, એમાં સિંહાસન અને પાદપીઠ વગેરે કેવું ? એવું કે એ સમવસરણ જોવા કંઈક આકર્ષાઈને આવતા, ધાતકી પણ આવતા અને આવેલા એ હિંસકો પણ પરમ અહિંસક બનીને જતા. 107 ભગવાનનો સૂર તો મીઠો છે જ, છતાં દેવતા તેમાં ભક્તિથી સૂર પૂરે. ભગવાન ચાલે ત્યારે પગલે પગલે દેવતા આગળ કમળ ધરે. છત્ર ચામર સિંહાસન સાથે જ રાખે. ભગવાનના અતિશય ચોત્રીસ છે એમાં કેટલાક સાહજિક, કેટલાક કર્મક્ષયથી અને કેટલાક દેવકૃત. દેવકૃત પણ છે તો પ્રભુના ગુણને લઈને માટે કહેવાય તો પ્રભુના જ. એ દેવો પ્રભુ વીતરાગની ભક્તિ શું પ્રભુ ખાતર કરતા હતા ? નહિ જ, કિંતુ પોતાના આત્મકલ્યાણ ખાતર કરતા હતા. આ જ રીતે શ્રાવકોએ પણ યથાશક્તિ ભક્તિ કરવી જ જોઈએ. કોઈ પૂછે કે મંદિર આવાં કેમ ? તો કહેવું જોઈએ કે જે કાળમાં શ્રી વીતરાગમાર્ગની છાયા વિસ્તૃત હતી, લોકો સહેજે સહેજે દોડીને આવતા, તે વખતમાં પણ એવાં રમ્ય મંદિર હતાં કે જે આકર્ષણ કરે; તો જે કાળમાં લોકોને ધર્મની પડી નથી, ધર્મની લગની નથી, તે કાળમાં તો મંદિર એવાં દિવ્ય બનાવવાં જોઈએ કે અનિચ્છાએ પણ લોકો જોવા પ્રવેશે. પ્રવેશ્યા પછી તો ત્યાંનું વાતાવરણ જ એવું છે કે છાયા પાડે, એને એમ થાય કે ચોવીસ કલાકમાં પા અરધો કલાક શાંતિ લેવી હોય તો શ્રી જિનમંદિરમાં જ જવું. મંદિરમાં શું બોલાતું હોય ? ‘નમો ખિળાળ,' ‘પ્રશમરસનિમŕ' ‘હું પાપી; મને તારો’, ‘સંભવ જિનવર વિનંતિ અવધારો...’ આવા અવાજ હોય. નાનાં છોકરાં પણ કંઈ ન આવડે તો ‘જે જે' કહે, ત્યાં પૈસાટકા વિષય કષાયના ઘોંઘાટ જ નહિ. જેઓને ખરાબ અને અહિતકર ઘોંઘાટ ગમે અને આવા સુંદર અને હિતકર શબ્દો સાંભળવા ન ગમે તેવાઓના દુર્ભાગ્ય માટે કહેવું પણ શું ? - ૧૯૩ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ ---- 1 ચેતો, નહિ તો દુર્દશા નિશ્ચિત છે સમજુ આત્માઓને ચેતવવા માટેનો જ આ પ્રયત્ન છે. દુર્ભાગ્યના યોગે પૃથ્વીકાયાદિમાં પડેલા અને પડતા જીવો અનંત અગર અસંખ્ય કાળ સુધી તાડન, તર્જન, છેદન અને ભેદન આદિ પડા વેદે છે, માટે ચેતવે છે કે પ્રમાદી બની આ ગતિમાં જવાની દિશાએ ન જાઓ. ઘી વિના રોટલી નહિ ખાઈ શકનારા, ગાડી વગર બહાર નહિ જઈ શકનારા, બૂટ વગર નહિ ચાલી શકનારા, છત્રી વગર તડકે નહિ જઈ શકનારા, પાણી ગરમ લાગે તો બરફ નાખ્યા વિના નહિ પી શકનારા, ભક્યાભશ્યના વિવેક વગર ઉનાળામાં આઇસ્ક્રીમ આદિ ઉડાવનારા અને પાછા એમાં આનંદ માનનારાઓને ટીકાકાર મહર્ષિ ધ્યાનથી ચેતવે છે કે બહુ પ્રમત્ત અને બહુ પુદ્ગલાનંદી ન બનો. એમ બનવાથી જો વનસ્પતિ આદિમાં ગબડી ગયા તો કપાશો, છેદાશો અને સપાટાબંધ છમ્ છમ્ શકાશો. શ્રી જિનેશ્વરદેવ જેવા દયાળુ અને એ પરમતારકના ત્યાગમાર્ગે વિહરી રહેલા પરમર્ષિઓ જેવા દયાળુ કોઈ નહિ મળે. એ તારકોની શિક્ષા માનો અને પુદ્ગલની મૂર્છાથી બચો. દેવતા વગેરે પણ વિમાનાદિમાં મૂચ્છ કરે છે તો ત્યાં જ એકેંદ્રિય થાય છે. મંદિર આદિ મમતાને ઉતારવાનાં સ્થાનો છે માટે મંદિર તથા ઉપાશ્રય જેવાં તારક સ્થાનો ઉપર કરડી નજર ન કરો. એના કરતાં બંગલા ઉપર કરડી નજર કરતાં શીખો કે જેથી કલ્યાણ થાય. પરિપૂર્ણ પાપોદયે જ ભક્તિનાં સ્થાન પર કુનજર થાય છે. વ્યવહારમાં પણ કહે છે કે કન્યાનું ધન લેવા મરજી થાય એ તદ્દન નપાવટ એ રીતે અહીં પણ ત્રણ લોકના નાથને સમર્પાયેલી અને ભક્તિ માટે નિર્માયેલી વસ્તુ પોતા માટે લેવાનું મન થાય ત્યાં શું સમજવું? પાપોદયે ન મળતું હોય અને અજ્ઞાન હોય એને એમ થાય એ વાત જુદી પણ વિદ્વાન ગણાતા માણસોની આવી દૃષ્ટિ કેમ થાય ? જ્યાં દેવાનું, તજવાનું ત્યાં લૂંટ પાડવાની ભાવના એ કેવી દશા ? આ નાશક દશાથી બચો ! નહિ તો દુર્દશા નિશ્ચિત છે. હજુ પણ આ પરમોપકારી પરમર્ષિ, કર્મવિપાકની ભયજનક કટુતર કથા કરતાં શું ફરમાવે છે તે હવે પછી - Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪: આણાએ ધમ્મો : 108 ૦ થોડા કષ્ટ ઘણું કાં ન સાધવું ? • દૃષ્ટાતો તરવા માટે છે, ડૂબવા માટે નહિ • તપ-ત્યાગનો ઉપદેશ એ ઊંચી કોટિની દયા છે : • ભગવાનને અભિગ્રહ કરવો નહોતો પડ્યો • હવે તો ઉદ્યમની જ જરૂર : પણ કર્યો હતો : - સાધ્યની સિદ્ધિ તો સાધનથી જ : • આજ્ઞાસિદ્ધ મર્યાદાનું પાલન એ જ ધર્મ : વિષય : જ્ઞાનીની દવાનું સ્વરૂપ, સાધનની અનિવાર્યતા, દષ્ટાંર્તામાંથી શું લેવું અને આજ્ઞાપાલન એ જ ધર્મ, પરિમિત આયુષ્યવાળાને સંયમની સાધના પ્રાપ્ત થાય છે. અપરિમિત આયુવાળા આત્મા સંયમ સાધી ન શકે. આ વસ્તુસ્થિતિ હોવાથી આપણે એ ટૂંકા આયુષ્યને સાર્થક કરવા સાધના કરી લેવી જોઈએ. થોડા સમયમાં જ લાભ વધારે પ્રાપ્ત થાય એવી સાધના કરવી જોઈએ. માટે જ જ્ઞાની તપ અને ત્યાગનો ઉપદેશ આપે છે. જીવો દુઃખી ન થાય એ જ્ઞાનીની ભાવના છે. જ્ઞાનીની એ ભાવનાને સફળ કરવા જીવે સ્વયં તપ-ત્યાગાદિમાં ઉદ્યમ કરવો જરૂરી બને છે. ઉદ્યમ વિના મોક્ષ મળતો નથી. એ બધી વાતો સુંદર રીતે સમજાવ્યા બાદ જ્ઞાનીઓએ આપેલાં દૃષ્ટાંતો, કથાનકોમાંથી કઈ વાત લેવી અને કઈ ન લેવી ? એનો ઉપયોગ તરવા જ શા માટે કરવો ? વગેરે બાબતો વર્ણવી પરમાત્માશ્રી મહાવીર દેવે માતા-પિતાની હાજરીમાં દિક્ષા ન લેવા સંબંધી અભિગ્રહ કર્યો હતો કે, તેમને કરવો પડ્યો હતો, એ વાત કહી અંતે આજ્ઞાસિદ્ધ મર્યાદાના રક્ષણમાં જ સૌનું હિત છે, એમ કહી પ્રવચન પૂર્ણ કર્યું છે. મુવાક્યાતૃત • સંયમ અને ત્યાગનો ઉપદેશ આપવામાં ઊંચી કોટિની દયા સિવાય બીજું કશું જ નથી. • પૌલિક સંયોગ છૂટે ત્યારે જ જ્ઞાનીને આનંદ થાય અને ન છૂટે ત્યાં સુધી તો જ્ઞાનીને પીડા થાય. ઉપકારીઓએ આપેલાં દૃષ્ટાંતો તરવા માટે આપ્યાં છે, પણ ડૂબવા માટે નથી આપ્યાં. • ‘શાસ્ત્ર, એક પણ વાત આશ્રવ માર્ગે જવા માટે નથી લખી' - એ વાત બરાબર ધ્યાનમાં રહેવી જોઈએ. • આગમના આધાર વિના પણ સ્વયં હિતાહિત જાણી શકે તે આગમવિહારી. • જે જે મર્યાદાઓ આપણા માટે શાસ્ત્ર બાંધી છે, તેનું યથાશક્તિ પાલન એ જ આપણા માટે ધર્મ, એ આજ્ઞાથી વિરુદ્ધ વર્તન એ આપણા માટે મહાઅધર્મ. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૪ઃ આણાએ ધમો? થોડા કષ્ટ ઘણું કાં ન સાધવું? સૂત્રકાર પરમર્ષિ શ્રીસુધર્માસ્વામીજી મહારાજાએ, સંસારવર્તી પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવા ખાતર આ “ધૂત' નામના છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદ્દેશાનું કર્મવિપાકની ગરિષ્ઠતા બતાવનારું આ બીજું સૂત્ર રચ્યું છે. એ સૂત્રના આશયને સ્પષ્ટ કરવા માટે ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ, ચારે ગતિઓનાં દુઃખનું વર્ણન કર્યું : એમાં નરક ગતિના દુઃખને વચનાતીત જણાવ્યું અને તિર્યંચ ગતિમાં રહેલા જીવોના દુઃખોનું વર્ણન કરતાં પણ પ્રથમ પૃથ્વીકાય' આદિ એકેંદ્રિય જીવોના કારમા દુ:ખનો ખ્યાલ આપ્યો. એ ઉપરથી સ્પષ્ટ છે કે – પૃથ્વીકાય' આદિ પાંચ પ્રકારના એકેંદ્રિય જીવોને, ચિરકાલ સુધી તાડનતર્જન અને છેદનભેદન આદિ અનેક પ્રકારની કારમી વેદનાઓ સહેવી પડે છે : કારણ કે એ પૈકીના પૃથ્વીકાય આદિ ચાર અને પ્રત્યેક વનસ્પતિકાયની કાયસ્થિતિ અસંખ્યાત કાલની છે ત્યારે અનંતકાયની એટલે સાધારણ વનસ્પતિકાયની કાયસ્થિતિ અનંતકાલની છે. એ પાંચ પ્રકારના એકેંદ્રિય જીવોને સ્થાવર કહેવાય છે અને તેઓને માત્ર એક સ્પર્શનેંદ્રિય જ હોય છે. એ જીવો, “સ્થાવર નામકર્મના ઉદયથી ગમે તેવી આપત્તિમાં પણ ખસી શકે તેમ નથી. બિચારા એ જીવોનો ઉદય ભવિતવ્યતાને આધીન છે. ઘણી આપત્તિના યોગે અકામ નિર્જરા થાય અને એના યોગે એ જીવોનો ઉદ્ધાર થાય. “સ્થાવર નામકર્મના ઉદયથી પૃથ્વીકાયાદિ જીવોને ખસવાની શક્તિ નથી. કર્મના ભારથી દબાયેલા હોવાના કારણે એ જીવો, ગમે તેવી તકલીફ છતાં પણ ખસી શકતા નથી એથી ઉપાલંભને પાત્ર નથી પણ જેઓ, સંજ્ઞી પંચેંદ્રિય અને વસ્તુના જાણ હોવાનો દાવો કરનારા હોવા છતાં પણ આપત્તિનાં કારણોથી નથી ખસતા તેઓ માટે શું કહેવું ? પ્રમાદમાં પડીને એવી દુઃખમય દુર્ગતિમાં ચાલ્યું જવું પડે એના કરતાં થોડા કષ્ટ ઘણું કાં ન સાધવું ? જે કષ્ટ વાસ્તવિક રીતે કષ્ટરૂપ જ નથી તે કષ્ટથી મૂંઝાવું અને પરિણામે ભયંકર કષ્ટમાં પટકી Page #181 -------------------------------------------------------------------------- ________________ - ૧૪: આણાએ ધમો - 108 ----૧૦૭ દેનારા પ્રમાદોને વશ થઈને કંગાલ હાલતે પહોંચી એવાં કારમાં દુઃખ ભોગવવાં વડે એના કરતાં અહીં દેખાતી થોડી તકલીફના યોગે અનંતાં દુઃખ મટતાં હોય તો વાંધો શો ? અનંતકાળ પીડા સહેવી પડે એના કરતાં પરિમિત કાળ સંયમ સેવી એ પીડા ટાળવી એમાં ખોટું શું ? સંયમ પરિમિત આયુષ્યવાળાને જ હોય છે. ધર્મ પરિમિત આયુષ્યવાળા જ પામે છે. અસંખ્યાત આયુષ્ય હોય ત્યાં સંયમ નથી. પરિમિત આયુષ્ય એટલે બહુ તો એક કરોડ પૂર્વનું આયુષ્ય. પંચમ કાળનું આયુષ્ય તો કેટલું છે. એ તો જાણીએ છીએ ને! પરિમિત કાળમાં થોડી તકલીફ વેઠી એવું કાં ન ઊભું કરીએ કે જેથી અનંતકાળનું દુઃખ વેઠવાનો સમય ન આવે ? વાણીઓ લાભાલાભની દૃષ્ટિએ જુએ કે નહિ ? અનંતી વેદના સહન કરવાની સ્થિતિ ઊભી કરવા કરતાં થોડી તકલીફ વેઠી અનંતી વેદના શમતી હોય એ લાભ ડાહ્યો આદમી કેમ જ જતો કરે ? થોડા કષ્ટ ઘણું સાધવાનું તેને જ ન ગમે કે જે અજ્ઞાની હોય. તપ-ત્યાગનો ઉપદેશ એ ઊંચી કોટિની દયા છે : અનંતજ્ઞાનીઓની દષ્ટિએ, જો અનંત લાભ ન દેખાતો હોત તો આ બધાને તજવાનું એ અનંત દયાળુ જ્ઞાનીઓ કદી ન કહેત. કોઈને પણ ભોજન આદિનો અંતરાય ન કરવાનું કહેનારા અને ભૂખ્યા તરસ્યાની પણ દયા ખાનારા આ જ્ઞાનીઓ, ભૂખ તરસ વેઠવાનું કહે છે એનું કારણ ઊંચી કોટિની દયા સિવાય બીજું કશું જ નથી. દીન અનાથની રક્ષા કરવાનું તથા એમને પણ અંતરાય નહિ કરવાનું કહેનારા આ જ્ઞાનીઓ, ભૂખ્યા તરસ્યા રહેવાનું કહે છે એમાં : એ તારકોએ હિત જ જોયું છે એ નિર્વિવાદ છે. એ તારકોની દયા જુદી કોટિની છે એટલે મિથ્યામતમાં ફસેલાઓથી ન સમજાય તેવી છે. સંયમ અને ત્યાગનો ઉપદેશ આપવામાં ઊંચી કોટિની દયા એ જ એક કારણ છે. મનુષ્યપણામાં આવેલાને ભાર દઈને એ જ્ઞાનીઓ કહે છે કે “આ જીવન તો ત્યાગ કરવા માટે છે. આ જીવનમાં રંગરાગ ન હોય, આ જીવનમાં તો ત્યાગના ફુવારા છૂટવા જોઈએ અને મોજશોખ વિલાસમાં પડી આ જિંદગી ન ગુમાવવી જોઈએ. થોડા વખતના ભોગસુખમાં પડી અનંતકાળની કારમી મુસાફરીમાં ચાલ્યા ન જવું પડે એ દયાથી આ અનંતજ્ઞાની દયાળુઓ, તમને છોડવાનું કહે છે અન્યથા જેમાં તમે સુખ માનો છો એને એ ઉપકારીઓ છોડવાનું કહે જ શા માટે ? એકાંતે હિત જુએ છે માટે જ કહે છે અન્યથા શ્રી જિનેશ્વરદેવ જેવા Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૬ - હિતેષી મહાપુરુષ સુખસાહ્યબીથી દૂર થવાનું અને ઘરબારથી નિરાળા થવાનું ફરમાવે જ શું કામ ? લાંબુ હિત જુએ છે, માટે જ જ્ઞાનીઓ, ઘરબાર વગરના બનવાનું કહે છે. ખાવા કરતાં નહિ ખાવામાં સુખ જુએ છે માટે જ ખાવાનો ત્યાગ કરવાનું એટલે કે તપ કરવાનું કહે છે. 1588 શ્રી તીર્થંક૨દેવે, અનેક રાજકુમારો વગેરેને ભિક્ષુક બનાવ્યા છે એમાં ઊંચી કોટિની દયા સિવાય બીજું કોઈ જ કારણ નથી. એ દયાનું રહસ્ય જે સમજે તે જ સાચો જ્ઞાની અને એવો જ્ઞાની પૌદ્ગલિક સંયોગના ત્યાગમાં તકલીફ જ ન માને. જેને એમાં તકલીફ દેખાય તે વાસ્તવિક રીતે જ્ઞાની નથી. પૌદ્ગલિક સંયોગ છૂટે ત્યારે જ જ્ઞાનીને આનંદ થાય અને ન છૂટે ત્યાં સુધી તો જ્ઞાનીને પીડા થાય. ઘરબાર કુટુંબના પ્રેમમાં તો જ્ઞાનીને ચિંતા થાય અને એ પ્રેમ છૂટવાના સમયે જ્ઞાનીને શાંતિ થાય, ‘હા-આ-શ છૂટ્યો’ એમ થાય. લાકડાની ભારી બે ગાઉથી કોઈ બાઈ કે ભાઈ લાવે અને કોઈ ઉઠાવનાર મળે તો જેમ હા-આ-શ થાય તેમ જ્ઞાનીને એવે પ્રસંગે હા-આ-શ થાય. બાહ્ય સંયોગ ઉપર પ્રેમ એ અજ્ઞાનતાને લઈને છે. એ અજ્ઞાનતા જાય તો બાહ્ય સંયોગ એની મેળે છૂટશે. બહારના સંયોગોને અંગે જે વિકલ્પો થાય છે, તે તમામ સાચા જ્ઞાનની ખામીને લઈને થાય છે. એ ખામી સાધારણ નથી પણ મોટી છે. એ ખામી ટાળવા માટે દયાના સાગર શ્રી જિનેશ્વરદેવોએ ઓછું નથી કર્યું. એ ઉપકારીની એ સઘળી કરણી એ ઊંચી કોટિની દયાનું જ પરિણામ છે. હવે તો ઉધમની જ જરૂર : એ ઊંચી કોટિની દયાના પરિણામરૂપ શાસનની આરાધના માટે ઉઘમ અનિવાર્ય છે. ઉદ્યમ વિના એ શાસનની આરાધના અશક્ય છે. ઉઘમ છતાં પણ આરાધના ન થાય તો અંતરાયના ઉદયને માનવો એ ઠીક છે પણ વિના ઉદ્યમે જ આરાધના ન થાય ને અંતરાયના ઉદયને આગળ કરવો એ ઠીક નથી. ચાર કલાક ગપ્પાં મારનાર અને ઇરાદાપૂર્વક જિનપૂજા તથા સામાયિક આદિ ન કરનાર, અંતરાયના ઉદયને આગળ કરે એ કેમ ચાલે ? કર્મનો ઉદય છે એ વાત ખરી પણ કર્મનો ઉદય કહીને બચાવ કરવાનો એવાઓને અધિકાર નથી. વસ્તુને મેળવવા પ્રયત્ન ન કરવામાં આવે અને અંતરાયના ઉદયને બચાવમાં લાવવો એ સમજુને કેમ શોભે ? Page #183 -------------------------------------------------------------------------- ________________ 187 - ૧૪ : આણાએ ધો - 108 – - ૧૬૯ - એકેંદ્રિય આદિના ઉદયમાં ભવિતવ્યતા આદિ પ્રધાન કારણ મનાય પણ સમ્યગ્દષ્ટિ માટે તો પ્રધાન કારણ ઉદ્યમ મનાય છે. શ્રી તીર્થંકરદેવને કેવળજ્ઞાન પુરુષાર્થથી થાય. કર્મ, ભવિતવ્યતા એ બધુંયે ત્યાં ખરું પણ મુખ્ય પુરુષાર્થ માટે તો કહ્યું કે શ્રી તીર્થંકરદેવો, ઇંદ્રોની સહાયથી કેવળજ્ઞાન નથી મેળવતા પણ સ્વબળે જ મેળવે છે. શ્રી જિનેશ્વરદેવ જાણે છે કે “આ ભવે નિયમો મુક્તિ છે, અમુક કાળે કેવળજ્ઞાન છે.” તથાપિ એ તારકો, ઘોર તપ તપે છે : કારણ કે પ્રધાનતા પુરુષાર્થની છે. એ તારકોએ, શા માટે સાધ્યને સાધવાના પ્રયત્ન કર્યા એ વિચારો. જેઓ બધું જાણતા હતા તેઓને પણ ઉદ્યમની જરૂર તો આપણને કેમ જરૂર નહિ ? પ્રભુને તો આયુષ્યનો નિશ્ચય હતો, નિયમા મુક્તિની ખાતરી હતી. શંકા હતી જ નહિ એ છતાં પણ એ તારકે, સુંદરમાં સુંદર સંયમ સેવ્યું, અજોડ દાન દીધું, ઘોર તપ કર્યો અને ભાવની સ્થિરતાપૂર્વક અનેક ઉપસર્ગો સહ્યા તો પછી આપણાથી પ્રમાદી થઈને કેમ જ બેસી રહેવાય ? એ જ્ઞાનીઓની ઊંચી કોટિની દયાનો લાભ લેવો જ હોય તો એ જ્ઞાનીઓની આજ્ઞા મુજબના ઉદ્યમની અવશ્ય જરૂર છે. સાધ્યની સિદ્ધિ તો સાધનથી જ સભા: તેવા પ્રકારના ઉદ્યમ વિના યથેચ્છ આનંદ કરતાં અનેક કેવળજ્ઞાન મેળવ્યું છે તેનું શું ? આ પ્રશ્નથી, “આરાધના માટે ઉદ્યમ કરવો જોઈએ' આ વાતમાં વાંધો લાવી શકાય તેમ નથી કારણ કે સાધનની સાધના કર્યા વિના કોઈએ કેવળજ્ઞાન મેળવ્યું જ નથી. સાધ્યની સિદ્ધિ સાધનથી જ શક્ય છે. કોઈપણ આત્માએ, સાધનની આરાધના વિના કેવળજ્ઞાન મેળવ્યું નથી. ઇલાચીકુમાર આદિ કોઈએ પણ, અનંતજ્ઞાનીઓએ ફરમાવેલા સાધનને પામ્યા વિના સાધ્યની સિદ્ધિ સાધી જ નથી. નટડી ઉપરના મોહે કે વાંસડા ઉપરના નાચે, શ્રી ઇલાચીકુમારને કેવળજ્ઞાન નથી આપ્યું : પણ મુનિવરના દર્શને અને એ દર્શનના યોગે આવેલી અનુપમ ભાવનાએ આપ્યું છે. શ્રી ભરત મહારાજાને પણ અરીસાભવને કેવળજ્ઞાન નથી આપ્યું પણ અન્યત્વ ભાવનાએ આપ્યું છે. અરીસાભવનમાં રહેવું જોઈએ એ માન્યતાથી કદી કેવળજ્ઞાન ન થાત. અંગુલીથી મુદ્રિકા ખરી પડી અને અન્યત્વભાવના જાગી : તે પછી અંગ ઉપરના અલંકારો ઉતારવા માંડ્યા અને અન્યત્વભાવના ખીલી ત્યારે કેવળજ્ઞાન થયું છે. એમને ખ્યાલ થયો કે “આ બધું Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ ---- - 1988 પારકું છે અને નવીયં નતિ' - મારું નથી, ત્યારે કેવળજ્ઞાન થયું છે પણ એમ ને એમ નથી થયું. આવા આવા સઘળા પ્રસંગો, “સાધ્યની સિદ્ધિ તો સાધનથી જ થાય છે” એ વાતને મજબૂત કરે છે : માટે કલ્યાણના અર્થીઓએ, સાધનની અવગણના કદી જ ન કરવી જોઈએ. દષ્ટાંતો તરવા માટે છે, ડૂબવા માટે નહિ? ઉપકારીઓએ, આપેલાં દૃષ્ટાંતો તરવા માટે આપ્યાં છે પણ ડૂબવા માટે નથી આપ્યાં. શાસ્ત્ર, એક પણ વાત આશ્રવમાર્ગે જવા માટે નથી લખી એ વાત બરાબર ધ્યાનમાં રહેવી જોઈએ. આજનાઓ, ભગવાન શ્રીમહાવીરદેવે “માતા પિતા જીવે ત્યાં સુધી દીક્ષા નહિ લેવાનો અભિગ્રહ કર્યો હતો એ યાદ રાખે પણ “કેમ કર્યો હતો એ યાદ ન રાખે : કારણ કે એ યાદ રાખવામાં વાંધો આવે છે. શ્રીમલયગિરિજી મહારાજાએ તો સાફ લખ્યું છે કે “ભગવાને અભિગ્રહ કર્યો કારણ કે ભગવાન, ત્રણ જ્ઞાનને ધરનારા હતા. જ્ઞાનીઓએ, જ્ઞાનથી હિત જાણીને આચરેલી વાતોનો આધાર લઈ : “આજ્ઞાસિદ્ધ માર્ગે ચાલતાં અટકી પડવું' એ, ઇરાદાપૂર્વક નાશના માર્ગે જવાનો ધંધો છે. જ્ઞાનીઓ, જે આચરે તે સૌથી ન આચરાય. “દૃષ્ટાંતોમાંથી શું લેવાય અને શું ન લેવાય' એનો પણ અભ્યાસ કરવાનો છે અને “શ્રી તીર્થંકરદેવોનાં દૃષ્ટાંતો વળી શા માટે છે ?” એ વાત પણ વિશિષ્ટ અભ્યાસ માગે છે. ભગવાન શ્રી મહાવીરદેવે, જ્ઞાનથી જોઈને જરૂરી ધારીને કરેલા અભિગ્રહને વળગી : જેઓ, આજ્ઞા મુજબ આરાધનાના માર્ગે જતાં અટકી પડે છે : તેઓ, માતાપિતાની હયાતી બાદ ભગવાન નીકળ્યા હતા આ વાતનો આધાર લઈ સંસારનો ત્યાગ કેમ નથી કરતા ? “અભિગ્રહની વાત લેવી અને ત્યાગની વાત ન લેવી' એમાં શું સમ્યગ્દષ્ટિપણું છે ? મોહમગ્ન આત્માઓ, જ્ઞાનીના હેતુને વળગતા નથી અને એવી ચીજને વળગે છે કે જેથી ઉદય આપોઆપ અટકે : મહાપુરુષની સારી કરણી વખતે, “એ તો મોટા એટલે એમણે કર્યું, આપણાથી ન થાય' એમ કહેવું અને દુનિયાદારીની કારવાઈમાં ‘એમણે પણ કર્યું હતું તો આપણે કેમ ન કરીએ ?” એમ કહેવું - આ દશામાં કલ્યાણ કેમ થાય ? ભગવાનને અભિગ્રહ કરવો નહોતો પડ્યો પણ કર્યો હતો ? ભગવાન શ્રી મહાવીરદેવના અભિગ્રહનો આધાર લઈ આજ્ઞાસિદ્ધમાર્ગની Page #185 -------------------------------------------------------------------------- ________________ 1999 - - ૧૪ : આણાએ ધો - 108 – ૧૭૧ આરાધનામાં અટકી પડનારાઓએ, સમજવું જોઈએ કે “ભગવાન શ્રી મહાવીરદેવને, અભિગ્રહ કરવો નહોતો પડ્યો : પણ ભગવાન શ્રી મહાવીરદેવે, અભિગ્રહ કર્યો હતો.' વધુમાં તેઓએ, એ પણ યાદ રાખવું જરૂરી છે કે “અભિગ્રહ કરનાર ભગવાને, અભિગ્રહ કરવાની આજ્ઞા નથી કરી.” આટલું છતાં પણ માત્ર દીક્ષા તરફ જ અરુચિ રાખી અભિગ્રહની વાત આગળ કરવી અને ભગવાન જ્ઞાનોપેત હતા માટે અભિગ્રહ કર્યો એમ ઠામ ઠામ ઉપકારીઓ લખે છે.” એ તરફ લક્ષ ન આપવું એ દશામાં ભગવાનનું શાસન રુચ્યું કેમ કહેવાય ? સભા : અભિગ્રહ કરવામાં મોહ હતો ? શ્રી તીર્થંકરદેવમાં વિરાગ જાગતો જ હોય છે. એ સામાન્ય પુરુષ નથી હોતા પણ લોકોત્તર પુરુષ હોય છે. કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા, સ્તવના કરતાં સ્તવે છે કે - "यदा मरुनरेन्द्र श्री-स्त्वया नाथोपभुज्यते । અત્ર તત્ર તર્નામ, વિરહવં તપ તે છે ?” “હે નાથ ! જ્યારે આપ, દેવશ્રી અને નરેંદ્ર શ્રી ભોગવતા હતા અને જ્યાં ત્યાં રતિ હતી તે વખતે પણ આપનું વિરક્તપણે કાયમ હતું.” તીર્થકર થવા પહેલાંના ભવમાં આ દશા હોય તો તીર્થકરપણાના ભવમાં કઈ દશા હોય એ વિચારો. એ તારકને રોમરોમમાં વિરાગ હોય છે. ભોગને રોગ માનીને તો એ ભોગવે છે. એવા લોકોત્તર પુરુષ માટે અભિગ્રહાદિના પ્રસંગો લઈને સીધી મોહના ઉદયની વાત કરવી એ વધારે પડતું છે એટલું જ નહિ પણ એવા પુણ્યપુરુષની આશાતના કરવા બરાબર છે. ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી તો કહે છે કે “ભગવાનને રહેવું પડ્યું માટે ભગવાન સંસારમાં નથી રહ્યા પણ ઇચ્છાથી રહ્યા છે. શ્રી નંદિવર્ધનની તાકાત નહોતી કે એમને પકડી રાખે પણ માતાપિતાના મરણ પછી પોતે પ્રતિજ્ઞા પૂરી થયાનું જણાવ્યું, શ્રીનંદિવર્ધને, માતાપિતાની વિરહવ્યથા જણાવી ક્ષત પર ક્ષાર ન કરવા કહ્યું. એ વખતે ભગવાને સંસારનું સ્વરૂપ પણ સમજાવ્યું. કોના બાપ, કોના દીકરા, કોના ભાઈ એ વગેરે શિખામણ પણ આપી; પણ જ્ઞાનથી જાણીને રહ્યા. આથી સ્પષ્ટ છે કે “ભગવાનને અભિગ્રહ કરવો નથી પડ્યો પણ જ્ઞાનથી કરવો જરૂરી ધારીને કર્યો છે અને શ્રીનંદિવર્ધન આદિના આગ્રહથી રહેવું પડ્યું Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ઙ છે માટે નથી રહ્યા પણ જ્ઞાનથી રહેવું જરૂરી જાણી રહ્યા છે.’ આવા મહાપુરુષોની તો આજ્ઞા એ જ આપણા માટે ધર્મ છે. આજ્ઞાસિદ્ધ મર્યાદાનું પાલન એ જ ધર્મ : આપણા માટે આજ્ઞાસિદ્ધ મર્યાદાનું પાલન એ જ ધર્મ છે. દીક્ષા માટે આઠ વર્ષની ઉંમરનો કાયદો અમારા માટે, પણ આગમવિહારી માટે નહિ. આગમના આધાર વિના પણ સ્વયં હિતાહિત જાણી શકે તે આગમવિહારી. એવા જ્ઞાની છ વર્ષનાને પણ દીક્ષા આપે. આજે કોઈ આગમવિહારી નથી. એ મહાપુરુષો છ વર્ષનાને દીક્ષા આપતા એ દૃષ્ટાંતે શાસ્ત્રે દર્શાવેલાં અપવાદિક કારણો સિવાય અમે ન આપી શકીએ. આઠ વર્ષની અંદર અયોગ્યતાદિ દોષ જે શાસ્ત્ર લખ્યા છે, તે આઠ વર્ષ પછી નથી હોતા એમ શાસ્ત્ર ફરમાવે છે. પેલા મહાપુરુષો તો જાણતા હતા કે આ પરાભવનું સ્થાન નહિ થાય માટે દીક્ષા આપતા હતા. આજે આઠની અંદર અને સિત્તેરની ઉપર દીક્ષા ન અપાય. આઠથી સિત્તેર વર્ષ સુધીની વયમાં શાસ્ત્રદૃષ્ટિએ વયની બાબતમાં અમારે ચિંતા રાખવાની નહિ. ભગવાન શ્રી ઋષભદેવસ્વામીએ શાસન સ્થાપ્યું ત્યારથી, વચ્ચે શાસનવિચ્છેદના સમયને બાદ કરીને પાંચમા આરાના છેડા પર્યંત, ભગવાન શ્રી મહાવીરદેવના શાસનની હદ પર્યંત, આઠ વર્ષનો કાયદો છે. આ કાયદો સનાતન અને અબાધિત છે. કરોડ પૂર્વના આયુષ્યના સમયમાં પણ દીક્ષાકાળ તો આઠ જ વર્ષનો હતો. શાસ્ત્રમાં કહ્યું છે કે કેવળપર્યાય અને દીક્ષાપર્યાય ઓછામાં ઓછો અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે આઠ વર્ષ ન્યૂન કરોડ પૂર્વ વર્ષ સુધીનો ‘રેશોનોડપૂર્વ' એટલે આઠ વર્ષ ન્યૂન કરોડ પૂર્વ વર્ષ. આવા અક્ષરો ઠામ ઠામ શાસ્ત્રમાં છે. દીક્ષાપર્યાય પણ એટલો અને કેવલપર્યાય પણ નવ વર્ષ ન્યૂન કરોડ પૂર્વ વર્ષ એટલો. આ અને બીજી જે જે મર્યાદાઓ આપણા માટે શાસ્ત્ર બાંધી છે તેનું યથાશક્તિ પાલન એ જ આપણા માટે ધર્મ. એ આજ્ઞાથી વિરુદ્ધ વર્તન એ આપણા માટે મહા અધર્મ. એવો મહા અધર્મ આચરી આપણો આત્મા એકેંદ્રિય આદિ દુર્ગતિમાં ન ચાલ્યો જાય એથી આપણે સાવચેત રહેવાનું અને એ જ માટે આ ઉપકારીઓ, ચારે ગતિનાં દુ:ખોનું વર્ણન કરે છે. વિશેષ હવે પછી - Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫ : ઉન્નતિ અને શાંતિનો સાચો માર્ગ : આવશ્યક ચેતવણી : આત્માની ઉન્નતિ માટે જ પ્રભુશાસન : ભયંકર પરિસ્થિતિ : આત્માને વીસ૨વો એ મહાપાપ છે : તારક કોણ અને કેવા ? ઉન્નતિના ઉપાયો : ♦ કલ્પતરુ કોણ અને કંટકતરુ કોણ ? વિષય : લૌકિક ઉન્નતિ અને લોકોત્તર ઉન્નતિ વચ્ચેના ભેદ અને લોકોત્તર ઉન્નતિને પામવાનો માર્ગ. 109 પરીક્ષક શક્તિ ઘટવાનું કારણ : ધર્મક્રિયા માત્ર ઉ૫કા૨ક છે : દરિદ્રીને કેવો પાઠ ભણાવાય ? નાશક ધમાલમાં ઉદય શી રીતે થાય ? સાધુનું કામ બંધન તોડાવવાનું : મમતાએ સર્જેલી બેહાલી : સંસાર અનંત દુઃખમય ન સમજાય અને અનંત સુખમય મોક્ષે જવાની કાર્યવાહી ન થાય ત્યાં સુધી આત્માની ઉન્નતિ શક્ય નથી. માત્ર પુદ્ગલની ઉન્નતિમાં જ આત્માની ઉન્નતિ માની લેવી, એ એક ભ્રમણા છે. મિથ્યાત્વ એનું જ નામ છે. આ વાત સમજાવતાં પ્રવચનકારશ્રીજીએ વ્યવહારિક ઉન્નતિ અને લોકોત્તર (આત્મિક) ઉન્નતિનો ભેદ અહીં વિસ્તારથી વર્ણવ્યો છે. મોક્ષ આપી શકે એવા પરમાત્મતત્ત્વ પાસે પૌદ્ગલિક ક્ષુદ્ર માગણીઓ કર્યા કરવી એ પ૨મતા૨ક તત્ત્વની કિંમત ઘટાડવા સમાન છે, એમ જણાવી વિષય-કષાયમાં રત થઈ આત્મા, પુણ્ય, પાપ, પરલોકને વીસરવાં એ મહાપાપ છે એમ જણાવ્યું છે. ત્યાર બાદ સંસારથી તા૨વાની ક્ષમતા કોનામાં હોય ? આત્મિક ઉન્નતિના કેટલા ઉપાયો છે ? કયા જ્ઞાની, શ્રીમંતાદિ કલ્પવૃક્ષ જેવા ? ધર્મનું અર્થીપણું ક્યારે આવે ? ધર્મક્રિયામાં પરોપકાર શી રીતે ? દરિદ્રીની ભાવદયાપૂર્વક દ્રવ્યદયા કઈ રીતે કરાય? સાચી શાંતિ કઈ રીતે થાય ? એ પ્રશ્નોના જવાબો આપી મમતાના કારમા નાચને દર્શાવી, સાધુ અને શ્રાવકનું કાર્ય સમજાવ્યું છે. સુવાક્યામૃત ૭૦ પંચેન્દ્રિયપણાને પામેલ આત્મા પણ જો એકેન્દ્રિયપણાની ક્રિયામાં રત થાય, ચોવીસે કલાક જો એની સેવા કરે, તો તે એકેન્દ્રિય પણ થાય, એ સ્વાભાવિક છે. • આત્માની ઉન્નતિ માટે પ્રભુનું શાસન છે, જો કે પૌદ્ગલિક ઉન્નતિ પણ આના યોગે અવશ્ય થાય છે, પણ આ શાસનનું એ ધ્યેય નથી. ♦ વિષય-કષાયની વાસના, આત્માના આત્મધર્મનો નાશ કરે છે. ♦ જે આત્માને સંસારમાં રસ આવે છે, તે સ્વયં તરી પણ નથી શકતો અને પરને તારી પણ નથી શકતો. જે આત્મા જ્ઞાની હોય, ક્રિયા તત્પર હોય, શાંત હોય, ભાવિતાત્મા હોય અને જિતેન્દ્રિય હોય તે જ પોતે તરે અને બીજાને તારી શકે. માઝા મૂકે એ સાગર દુનિયાને ડુબાડે. તમે માઝા મૂકો તો તમે પણ તમારી જાતને તેમજ બીજા કૈંકને ડૂબાડો. ♦ મનુષ્ય યોજનાપૂર્વક જેટલું પાપ કરી શકે છે, તેટલું દુનિયાનું કોઈ પણ પ્રાણી નથી કરતું. ♦ વીસમી સદીનાં સાધનોની વ્યાકુળતામાં તમે અનુકૂળતા માની બેઠા છો, પણ હું ખાતરીથી કહું છું કે, એ શાંતિદાયક નથી. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫ : ઉન્નતિ અને શાંતિનો સાચો માર્ગ : આવશ્યક ચેતવણી : સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ, સંસારવર્તી પ્રાણીગણને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના જ એક શુભ આશયથી, આ ધૂત' નામના છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદ્દેશાનું, કર્મવિપાકની ગરિષ્ઠતાને પ્રતિપાદન કરનારું આ બીજું સૂત્ર રચ્યું છે. એ સૂત્રના આશયને સ્પષ્ટ કરવા માટે ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવી ગયા કે “સંસારની ચારે ગતિમાં એક પણ ગતિ એવી નથી કે જેમાં સુખનો લેશ હોય.' નારકીનાં દુઃખનું વર્ણન કરી ગયા બાદ તિર્યંચ ગતિનું વર્ણન કરતાં પણ ફરમાવી ગયા કે – તિર્યંચ ગતિમાં ગણાતા એકેંદ્રિય જીવો, કે જેમાં પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય છે, એ જીવો અનંત કાળ તથા અસંખ્ય કાળ સુધી એવી વેદના ભોગવે છે કે જેમાં સુખનો અંશ પણ દેખી શકાતો નથી.” સ્થાવર નામ કર્મના ઉદયે બિચારા એ જીવો ગમે તેવી આપત્તિ છતાં જરા પણ ખસી કે ચસી શકતા નથી. વૃક્ષોનાં મજબૂત મૂળિયાં જેમ છેદન-ભેદનતાડન-તર્જન થવા છતાં ખસી શકતાં નથી, પોતાનું સ્થાન છોડી આઘા ખસતાં નથી, તેમ કર્મથી ભારે બનેલા વિષયાસક્ત જીવ પણ ગમે તેવી આપત્તિ છતાં સંસારના સંગથી ખસવાની ભાવનાવાળા થતા નથી. સંસારનાં પ્રાણીઓને નિર્વેદ તથા વૈરાગ્ય થાય એ જ માટે ઉપકારી મહર્ષિઓ આ બધું વર્ણન કરે છે, એ વાત બરાબર ધ્યાનમાં રહેવી જોઈએ. જ્યાં સુધી નિર્વેદ તથા વૈરાગ્ય ન થાય ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા હૃદયમાં ઊતરતી નથી. સંસાર દુઃખમય સમજાય તો નિર્વેદ થાય. જ્યાં સુધી સંસાર દુઃખમય સમજાતો નથી, સુખના સ્થાને જવાની કાર્યવાહી થતી નથી, ત્યાં સુધી ઉન્નતિની આશા રખાય પણ કઈ રીતે ? Page #189 -------------------------------------------------------------------------- ________________ 1993 – ૧૫ : ઉન્નતિ અને શાંતિનો સાચો માર્ગ : - 109 - ૧૭૫ - દુનિયાનો સામાન્ય માણસ પણ, કોઈની ઉન્નતિમાં સ્વાભાવિક રીતે નારાજ ન હોય તો જ્ઞાની પુરુષો તો નારાજ હોય જ કેમ ? શ્રી જિનેશ્વરદેવ તથા તે તારકના અનુયાયીઓ કોઈની ઉન્નતિમાં કદી જ નારાજ ન જ હોય, પણ ઉન્નતિના નામે અવનતિ થાય એવી કાર્યવાહીમાં તો તેઓ ના પાડ્યા વિના રહેતા નથી અને રહે પણ નહિ. કોઈ પણ આત્મા સારા સ્થાને જાય તેમાં જ્ઞાની નારાજ હોય એ બને જ નહિ, પણ આર્યદેશ, આર્યજાતિ અને આર્યકુળમાં આવ્યા છતાં પણ વિષયકષાયને આધીન થઈ કોઈ પણ આત્મા એકેંદ્રિયાદિમાં ચાલ્યો ન જાય, એ માટે આ દયાના સાગર જ્ઞાનીઓ વસ્તુસ્વરૂપના વર્ણન દ્વારા આવશ્યક ચેતવણી આપી રહ્યા છે. આત્માની ઉન્નતિ માટે જ પ્રભુશાસન : ઉપર ચડેલાને પડવાના સંભવ ઘણા છે. જે આત્મા જરા પણ આગળ વધ્યો હોય તેણે સઘયે સાવધ રહેવું જોઈએ. પંચેદ્રિયપણામાં આવેલા આત્મા એકેંદ્રિયપણાને ન પામે, એવી આ શાસનની માન્યતા નથી, કારણ કે એમાં આવીને પણ અયોગ્ય કાર્યવાહી કરે તો એ આત્મા પાછો ત્યાં પણ જાય. પંચેદ્રિયપણાને પામેલ આત્મા પણ જો એકેદ્રિયપણાની ક્રિયામાં રત થાય, ચોવીસે કલાક જો એની સેવા કરે, તો તે એકેંદ્રિય પણ થાય એ સ્વાભાવિક છે. દેવતા પણ અતિ આસક્તિના યોગે પોતાના વિમાન અગર વાવડી વગેરેમાં એકેંદ્રિયપણે ઉત્પન્ન થાય છે. એટલી હદે પહોંચેલા દેવતાની પણ જો એ દશા થાય છે તો મનુષ્યની શી દશા ? મનુષ્ય તો વધારે સાવધ રહેવું જોઈએ. મનુષ્યગતિ કાંઈ ભોગની દૃષ્ટિએ દેવગતિથી ઊંચી નથી, પણ ધર્મ કરવાના સંયોગોની દૃષ્ટિએ ઊંચી છે. આવું જીવન પામીને પણ આત્મા જો વિષયકષાયમાં જ રત થાય તો અવનતિ થાય જ. આ જીવનમાં પાંચ-પચાસ લાખ મળે એથી સમ્યગ્દષ્ટિ આત્મા રાજી ન થાય, કેમ કે એ જાણે છે કે “પાંચ પચાસ વરસની સાહ્યબી કેટલાં વર્ષની આપત્તિમાં નાખી દેશે તે નક્કી નથી.” કાયદાનો જાણકાર લાખ રૂપિયાનો ચોરીનો માલ પાંચ હજારમાં લે તો પણ એને મૂંઝવણ થાય; એ માલ પચી જાય તો પણ એની ચિંતા ન જાય. એ માલ ચોપડે લખીને વેચવાની હિંમત એની ન ચાલે, ભલે એ બીજું કાવતરું કરે, પણ સીધો એ માલ ન વેચે. એવી રીતે પુણ્યોદયે કાંઈ મળે તો પણ સમ્યગ્દષ્ટિ એમાં Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ - - 1w ન લેપાય. વ્યવહારની ઉન્નતિ અને આત્માની ઉન્નતિમાં અંતર છે. એ અંતર રહે ત્યાં સુધી મતભેદ પણ રહેવાનો. આત્માની ઉન્નતિ માટે પ્રભુનું શાસન છે. જોકે પોદ્ગલિક ઉન્નતિ પણ આના યોગે અવશ્ય થાય છે, પણ આ શાસનનું એ ધ્યેય નથી. જે શાસનમાં, આત્માનો ઉદય કરવાની તાકાત છે તેનામાં દુન્યવી ઉદય કરવાની તાકાત ન હોય એ બને જ કેમ? પણ “એ ઉદયને જ સંપૂર્ણ ઉદય માનનારા આ શાસનને સમજ્યા નથી' - એમ અવશ્ય કહેવું પડે. ભયંકર પરિસ્થિતિ : ચિંતામણિમાં બે ગુણ છે; સારું પણ આપે અને નરસું પણ આપે, જે માગે તે આપે. પૂજા માગે તો પૂજા પણ આપે અને માર માગે તો માર પણ આપે, આટો પણ આપે ને અઢળક ધન પણ આપે, અર્થાતુ-માગનાર જે માગે તે આપે. માગનાર આટો માગે તો ચિંતામણિ તો એ પણ આપે, પણ એવું માગનાર એથી ચિંતામણિની કિંમતની આંકણી ઘટાડવાનું કામ કરે છે, એ નિશ્ચિત છે. એ જ રીતે શ્રી જિનેશ્વરદેવ પાસે દુનિયાના પદાર્થો માગવા તે પોતાના માટે શ્રી જિનેશ્વરદેવની કિંમતની આંકણી ઘટાડવા બરાબર છે. એવા દેવની કિંમત ઘટાડવાના પાપનો બોજો એને શિરે ચોંટે છે. મોટા આદમીને કચરો કાઢવાનું કામ સોંપવામાં આવે તો કદાચ એ તો સભ્ય છે માટે કરે, પણ એને એમ તો જરૂર થાય કે અહીં હવે ન અવાય તો ઠીક. શ્રી જિનેશ્વરદેવ જેવા દેવ મળે, નિગ્રંથ ગુરુ મળે, આ ધર્મ મળે, છતાંયે ક્ષુલ્લક માગણી ચાલુ રહે તો તે પરિસ્થિતિને શ્રી જિનેશ્વરદેવના શાસનના ગીતાર્થો ભયંકર માને છે. આ ભયંકર પરિસ્થિતિ તો જ મટે કે જો સંસારની દુઃખમયતા સમજાય. અને તેથી જ એ સમજાવવાનો આ પ્રયત્ન છે. આત્માને વીસરવો એ મહાપાપ છે : આ કારણે સંસારની દુઃખમયતાનું વર્ણન ઉપકારીઓ ફરમાવી રહ્યા છે. આ દુઃખમય સંસારની ચાર ગતિ પૈકીની નરકગતિ એવી છે કે એમાં કોઈપણ આત્મા રાચતો જ નથી. કેમ કે એ ગતિમાં ક્ષણિક પણ રાચવા જેવું કાંઈ છે જ નહિ. ત્યાંનો જીવ તો ત્યાંના ત્રાસથી છૂટવા જ ઇચ્છે છે. તિર્યંચયોનિમાં રાચનારા, ભલે ઓછા, છતાં પણ છે; કેમ કે ત્યાં કેટલાય જીવો બાદશાહી ભોગવે છે, તેમજ ત્યાં નારકી જેવું દુઃખ નથી કે જેથી એ મરવા ઇચ્છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫ : ઉન્નતિ અને શાંતિનો સાચો માર્ગ : - 109 '', તિર્યંચ ગર્ભજ પંચેંદ્રિયની આ વાત છે, બાકી વિકલેંદ્રિયાદિ સંમૂર્છિમ છે અને એકેન્દ્રિયો તો સ્થાવરપણે તાડન, તર્જન, છેદન અને ભેદન આદિનું દુ:ખ અનંત તથા અસંખ્ય કાળ સુધી તેની તે જ કાયમાં ફરી ફરી ઉત્પન્ન થઈને ભોગવ્યા જ કરે છે. મનુષ્યગતિમાં અને દેવગતિમાં પણ અનેક પ્રકારનાં દુઃખો છે. એ રીતે સંસારની ચારે ગતિનાં દુ:ખોનું વર્ણન ક૨વાનો હેતુ એક જ છે કે એના શ્રવણ-વાંચન-મનન દ્વારા પ્રાણીને સંસાર પરથી નિર્વેદ તથા વૈરાગ્ય ઉત્પન્ન થાય અને એથી દુનિયાનો કોઈપણ આત્મા વિષયકષાયમાં લીન ન થાય. વિષયકષાયની વાસના, આત્માના આત્મધર્મનો નાશ કરે છે, એમાં શંકા નથી. આત્માના તથા જડના ધર્મને-સ્વરૂપને સમજનારો આત્મા, જડની ઉન્નતિમાં એવો લીન ન જ થાય કે જેમાં આત્માના ગુણોનું બલિદાન થાય. નાસ્તિકને બાદ કરતાં કોઈપણ આસ્તિક એવો નથી કે ‘શરીર છોડીને આત્મા જવાનો છે' એવું ન માને. ‘અનિચ્છાએ પણ આ શરીર છોડીને આત્માને જવું પડશે, ગયા વિના છૂટકો જ નથી અને જેવી કાર્યવાહી કરી હશે તેવી જ ગતિ થવાની છે,' એ વાત આત્મા, પુણ્ય, પાપ, પરલોક વગેરે માનનાર દરેક માને છે. ‘વું પડશે જ, ગયા વિના છૂટકો જ નથી' - આસ્તિક આત્માની આ માન્યતા મજબૂત હોય છે. 1595 દેવ, ગુરુ અને ધર્મને સામાન્યતયા પણ જે માનતો હશે, ક્ષાયોપશમિક બુદ્ધિ અનુસાર થોડું ઘણું પણ જે સમજતો હશે, એવા આત્માને ‘શરી૨ મૂકીને આત્મા ચાલ્યો જવાનો જ' એ વાતમાં જરા પણ શંકા હોતી નથી. એ વાત પ્રત્યક્ષ દેખાય છે, અનુમાનથી કલ્પાય છે, અને શાસ્ત્રની પણ સાક્ષી છે. આટલું છતાં આ જાણનારો - આ અનુભવનારો કયો આદમી શરીરસેવામાં પોતાના આત્માને વીસરે ? ૧૭૭ ‘ખરેખર, વિષયકષાયમાં રત થઈ આત્માને વીસ૨વો એ મહાપાપ છે' - આટલું જો નિશ્ચિત થાય તો સ્વયમેવ ધર્મની જિજ્ઞાસા ઉત્પન્ન થાય; જિજ્ઞાસા થઈ એટલે એ પોતાની મેળે જ સદ્ગુરુનો યોગ મેળવવા પ્રયત્ન કરે; યોગ મેળવે અને સુસંયોગ મેળવીને શ્રદ્ધાપૂર્વક એ તારકનાં વચનો માને, જેથી વિષયકષાયો ઘટે. પણ એ ત્યારે જ બને કે જ્યારે જ્ઞાનીઓએ વર્ણવેલી સંસારની દુ:ખમયતા હૃદયમાં જચે ! Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો તારક કોણ અને કેવા ? જ સંસારની દુઃખમયતાને હૃદયમાં ચાવવાનું કાર્ય તે જ કરે કે જે સંસારસાગરથી તરી પરને તારવાને ઇચ્છતા હોય; અથવા તો જે સંસારથી વિરક્ત બની એ જ્ઞાનીની આજ્ઞા મુજબ સ્વપર કલ્યાણની સાધનામાં જીવનનો વ્યય કરતા હોય. જે આત્માને સંસારમાં રસ આવે છે તે સ્વયં તરી પણ નથી શકતો અને પરને તારી પણ નથી શકતો. આ જ હેતુથી જ્ઞાનાદિથી વિભૂષિત જૈનમુનિઓ સિવાય અન્ય કોઈ જ આ સંસારસાગરના સાા તારક નથી, કારણ કે જે પોતાનો ઉદ્ધાર ન કરી શકે તે પારકાનો ઉપકાર પ્રાયઃ ન કરી શકે. જે સ્વયં તરવાને સમર્થ છે તે જ પારકાને સારી રીતે તારવા માટે સમર્થ છે. લાકડાની કે લોઢાની એમ નાવ તો બેય કહેવાય, પણ લાકડાની નાવ તારે જ્યારે લોઢાની નાવ ડુબાડે ! જેનામાં તરવાની લાયકાત નથી, તેનામાં બીજાને તારવાની લાયકાત નથી. જે આત્મા જ્ઞાની હોય, ક્રિયાતત્પર હોય, શાંત હોય, ભાવિતાત્મા હોય, અને જિતેંદ્રિય હોય તે જ પોતે તરે અને બીજાને તારી શકે. તા૨ક બનનારો એકલો જ્ઞાની હોય એ ન ચાલે, પણ સમ્યજ્ઞાન મુજબની યથાશક્તિ ક્રિયા કરવામાં એ તત્પર હોવો જોઈએ. ક્રિયામાં તત્પરતા પણ કચારે ટકે ? ત્યારે જ કે જ્યારે તે શાંત હોય; માટે એકલો જ્ઞાની તથા ક્રિયા કરનારો પણ ન ચાલે, એટલે સાથે એ શાંત પણ જોઈએ, જેથી તે ક્રિયાતત્પર રહી શકે; એ શાંતિ પણ સદ્ભાવના હોય તો જ ટકે અને સદ્ભાવના ટકાવવાને માટે ઇંદ્રિયો ઉપરનો કાબૂ હોવો અતિ જરૂરી છે. ઇંદ્રિયો ઉપર કાબૂ તો ત્યારે જ મુકાય કે જ્યારે વિષયની રસિકતા ઘટે. અને વિષયો અસાર અને આત્મનાશક સમજાયા વિના વિષયની રસિકતા પણ ન ઘટે, વિષય પણ અસાર ત્યારે જ સમજાય કે જ્યારે એના આત્મનાશક સ્વરૂપનું બરાબર ભાન થાય. આખા સંસારનું સ્વરૂપ સમજે, એ સમજ્યા પછી મમતા છોડી ઇંદ્રિયો પરનો કાબૂ મેળવી સદ્ભાવના ટકાવે તો શાંતિ આવે, શાંતિ આવ્યાથી ક્રિયા ફળે અને એ ક્રિયાને ફળીભૂત કરનાર જ્ઞાન હોવું જોઈએ. આ ગુણોવાળો સ્વયં તરે અને બીજાને તારે. + 151 જે આત્મા સંસારથી તરવાના માર્ગમાં પ્રગતિ કરે છે તે જ આત્મા પારકાને તારવા શક્તિ ધરાવે છે. બાકી જેણે પોતાનું કલ્યાણ કર્યું નથી અને આરંભ સમારંભની તથા પાપની પ્રવૃત્તિથી જેણે પોતાના આત્માને બચાવવાનો માર્ગ લીધો નથી, તે પારકાને કઈ રીતે બચાવે ? Page #193 -------------------------------------------------------------------------- ________________ 1697 ૧૫ : ઉન્નતિ અને શાંતિનો સાચો માર્ગ : - 109 M ઉન્નતિના ઉપાયો : આ જ કારણે ઉન્નતિના અર્થી આપણે જે જ્ઞાન આદિ ગુણોથી વિશિષ્ટ હોઈ સ્વયં તરે અને પરને તારવાની જે અભિલાષાવાળા હોય એવા તારકોને જ તારક તરીકે સ્વીકારવા જોઈએ; કારણ કે આપણે કાયમી ઉન્નતિને ઇચ્છીએ છીએ. આજે આવે અને કાલે – ચારેક દિવસે અથવા મહિને કે અમુક વખતે - પાછી ચાલી જાય એવી ઉન્નતિને આપણે નથી ઇચ્છતા. આપણને એકલી કાયમી જ ઉન્નતિ જોઈએ છે એમ જ નથી, પણ આપણને સંપૂર્ણ કાયમી ઉન્નતિ જોઈએ છે પણ અધૂરી નથી જોઈતી. વળી એ કાયમી અને પૂર્ણ એવી પણ ઉન્નતિ અવનતિના અંશ વગરની જોઈએ છે. તો હવે વિચારો કે ‘દુનિયાના કોઈ પણ પદાર્થ દ્વારા આ ઉન્નતિ થાય એમ છે ?' દુનિયાના સંયોગો નિત્ય કે અનિત્ય ? દુનિયાના પદાર્થો રહેવાના કે જવાના ? કદાચિત્ એ ન જાય તો તમારે રહેવાનું કે એને છોડીને જવાનું ? કાં તો મુંબઈ તમને છોડે, કાં તો તમારે મુંબઈને છોડવાનું, પણ છૂટા થવાનું એ વાત તો નક્કી છે ને ? સભા : હૈયામાં રાખીને જઈએ તો ? ‘એ ન રાખે, પોતાથી ન રહી શકાય, તો છેવટ હૈયામાં રાખીએ,’ એમ કહો છો ને ? ૧૭૯ સભા : હા સાહેબ ! તો હું કહું છું કે એની જ આ બધી ઉપાધિ છે. અને એ જ કારણે કહેવું પડે છે કે મળેલા દુનિયાના સંયોગો એની મેળે જશે અગર તો એને મૂકીને તમારે ગયા વગર છૂટકો નથી. તો એવા પદાર્થો પાછળ આત્માની તમામ શક્તિ ખર્ચી નાખવી અને આત્મતત્ત્વનો વિચાર જ ન કરવો એના જેવી બીજી એક પણ અજ્ઞાનતા નથી. આવી અજ્ઞાનતાથી બચવા માટે - ‘ઉન્નતિ ક્યાં છે અને શેમાં છે ?' એ સમજવું પડશે. દુનિયાના પદાર્થોમાં ઉન્નતિ કહેતા હો તો આત્મા જ સાક્ષી પૂરે છે કે એમાં ઉન્નતિ અસંભવિત છે. આખી જિંદગીમાં એટલે પાંચપચાસ વરસમાં ધાર્યું મેળવ્યું, ધારી સાહ્યબી પ્રાપ્ત કરી, પણ એથી આત્માને શો લાભ થયો ? દુનિયાનાં સાધનોથી આત્માની ચિંતા ઘટે છે ખરી ? બહારની ઉપાધિથી હૃદયની શાંતિ વધે છે ખરી ? કહેવું જ પડશે કે નહિ જ, શાંતિ વધતી નથી પણ ઊલટી ઘટે છે, કારણ કે એક પેઢીવાળા કરતાં ચાર પેઢીવાળાને, Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ --- - - w તેનાથી વળી તેવી ચોવીસ પેઢીવાળાને, આગળ વધી વિલાયત, ફ્રાન્સ, જર્મની આદિમાં પેઢી હોય એને, આ બધાને પેઢી વધવાથી હૃદયની વ્યાકુળતા ઘટતી નથી પણ વધે છે. આ વાત કાંઈ તમારા અનુભવ બહારની નથી. શાંતિની ઇચ્છા છતાં પણ દુનિયાની ઉન્નતિ એનો નાશ કરે છે. એ ઉન્નતિના પરિણામે પાપ વધે છે. આવી રીતે આત્મા પોતાનું જીવન હારી જાય એવી પ્રવૃત્તિ કયો બુદ્ધિમાન આદમી કરે ? કોઈ જ નહિ ! એ સમજાવા છતાં પણ પામેલું છોડવાની વાત આવે છે ત્યાં અથવા તો પામેલામાં જ સંતોષ રાખવાની વાત આવે છે ત્યાં અજ્ઞાનાત્માને વાંધો આવે છે. હજી ત્રીજો રસ્તો પણ છે. જ્ઞાની પહેલી વાત તો છોડવાની જ કહે છે, ન છોડાય તો મળેલામાં સંતોષ માનવાનું કહે છે, એ સંતોષ પણ ન હોય અને હજુ મેળવવું હોય તો મર્યાદા બાંધવાનો ત્રીજો રસ્તો પણ જ્ઞાનીઓ ફરમાવે છે. કલ્પતરુ કોણ અને કંટકતરુ કોણ? સાગરને પણ મર્યાદા છે. માઝા મૂકે એ સાગર દુનિયાને ડુબાડે. તમે માઝા મૂકો તો તમે પણ તમારી જાતને તેમજ બીજા કેંકને ડુબાડો. મનુષ્યપણાથી હીન મનુષ્ય સૌથી વધારે ભયંકર છે. મનુષ્ય યોજનાપૂર્વક જેટલું પાપ કરી શકે છે, તેટલું દુનિયાનું કોઈ પણ પ્રાણી નથી કરતું. મનુષ્ય જો સારો થાય તો દેવ, પણ જો મનુષ્યપણું ગુમાવે તો એ જ મનુષ્ય રાક્ષસ. ભણેલો મનુષ્ય સીધો થાય તો કામ કાઢી નાખે. સીધો ઊતરે તો જ્ઞાની કલ્પતરુ, પણ ઊંધો થાય તો એ જ કેટકતરુ ! વિનીત જ્ઞાની કલ્પતરુ છે. કર્મક્ષયની પ્રવૃત્તિ કરનાર હોય એ જ્ઞાની અને એ જ્ઞાની કલ્પતરુ, પણ જે ઉદ્ધત હોય, સ્વછંદી હોય, સ્વેચ્છાચારી હોય એ જ્ઞાની તો કંટકતરુ, એ તો જ્યાં જાય ત્યાં સત્યાનાશ કાઢે, કેમ કે એ ભણેલો, માટે એને બાજી ગોઠવતાં આવડે. શાસ્ત્રકાર કહે છે કે મર્યાદાશીલ જ્ઞાની તો એવી સુંદર યોજનાઓ યોજે કે જેથી યોગ્ય માત્રનું ભલું જ થાય. એવા ઉત્તમ જ્ઞાનીના શરણે આવેલા હજારો આત્મા ઉત્તમ વિચારના અને ઉત્તમ આચારના થાય, તથા ભક્ષક મટે અને રક્ષક થાય. પણ જ્ઞાની જો સ્વેચ્છાચારી બને તો જ્યાં જાય ત્યાં એ એવી ઊંધી યોજનાપૂર્વક કાર્ય કરે કે જેના યોગે હજારો આત્માઓનો સંહાર નિર્માણ થાય. આવી જ રીતે શ્રીમાન પણ બે જાતના હોય છે : એક શ્રીમાન એવો કે જેની Page #195 -------------------------------------------------------------------------- ________________ 1599 – ૧૫ : ઉન્નતિ અને શાંતિનો સાચો માર્ગઃ - 109 – ૧૮૧ છાયામાં આવનાર આશ્રય પામે અને એક એવો કે જેની છાયામાં આવનારનું સત્યાનાશ નીકળે; એ એવો હોય કે પોતાની છાયામાં આવનારનો કસ કાઢે અને પેલો શ્રીમાન એવો હોય કે પોતાની છાયામાં આવનારને થોડું કે ઘણું પણ આપે; એની છાયામાં આવનારને એમ થાય કે “શ્રીમાન હો તો આવા હો !' જેમ શ્રીમાન, તેમ રૂપવાન, બળવાન, સત્તાવાન પણ બે જાતના. એક સારા અને એક નરસા. એક બળવાન એવો કે જે નિર્બળની રક્ષા જ કરે અને પોતાના ઉપર આવેલા પ્રહારોને ખમી જ ખાય. કોઈને જો બીજો મારતો હોય તો પોતે એને બચાવે પણ પોતાને કોઈ મારે તો ખમી ખાય એવો બળવાન બધાને ગમે. અનંતબલી આવા હોય. જેનામાં એવી યોગ્યતા ન હોય તેને એવું બળ મળતું પણ નથી. દુર્જનને જો માગ્યું બળ મળતું હોત તો જગતમાં એક પણ સજ્જન જીવત નહિ, જીવી શકત નહિ, દુર્જનો જીવવા દેત નહિ, પણ એવું બળ એમને મળતું જ નથી. દુર્જનને એ માન્યતા છે કે હું એકલો પણ બીજા નહિ જ.' આ માન્યતાને અંગે એ બીજા પર જુલમ કરે, પણ વાત એ છે કે એમને માગ્યું બળ મળતું જ નથી; કેમ કે બળનો દુરુપયોગ થવાનો સંભવ મોટો છે. અનંતબળી તો નિર્બળને બચાવે અને જાત પર આવે તે ખમે. એ તારકોના બળનો ઉપયોગ બીજાને બચાવવામાં થાય છે તથા પોતા પર આવેલ આપત્તિને સહન કરવામાં થાય છે. બીજો બળવાન એવો હોય છે કે દુર્બળમાત્રને ટીપે અને એટલું છતાં જો એની સામે કોઈ જરા આંખ કરે તો એની આંખ ફોડે ! એ કહે છે કે “મારી સામે આંખ કરનાર કોણ ?” ઉપકારીઓ એવાઓને કહે છે કે આખી દુનિયા તારી સામે આંખ કરે છે અને કરવાની. તું મારતે મિયાં થાય એટલે આખી દુનિયા તારી સામે નહિ તો પાછળ તો કહેવાની જ કે “આ નંગ પાક્યો.” કોઈ તારી સામે કદાચ નહિ જુએ પણ પાછળ તિરસ્કાર વર્તાવશે. એ જ રીતે જ્ઞાની પણ બે જાતના : એક જ્ઞાની એવા કે કલ્પતરુ સમાન - એટલે પોતે પોતાના આત્માને પણ પાપથી બચાવનાર તથા પારકાને પણ બચાવનાર અને એક જ્ઞાની એવા કે પોતાની સ્વાર્થસિદ્ધિ માટે પારકાનું ગમે તે થાય તેની દરકાર નહિ કરનાર; એવા જ્ઞાની ન હોય તે સારા. એ જ રીતે શ્રીમંત, સુભગ, સત્તાવાન અને બળવાન માટે પણ સમજવાનું છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ --------- 1C ) પરીક્ષક શક્તિ ઘટવાનું કારણ : સભા : “પરીક્ષા નથી થઈ શકતી તેનું શું ?' જે દુનિયાના પદાર્થોમાં લીન છે તેનાથી પરીક્ષા થઈ શકતી નથી. જો દુનિયાના પદાર્થોની આસક્તિ ઘટે તો સહેજમાં પરીક્ષા થાય. આજે તો લોકોને જ્ઞાની દ્વારા દુનિયાના પદાર્થો મેળવવા છે એટલે એ લાલસામાં પરીક્ષાશક્તિ બુઠ્ઠી બની ગઈ છે. “જ્ઞાનીથી કાંઈક દુન્યવી લાભ મળે' એ ભાવના થઈ એટલે એમના આચાર-વિચાર જોવાની કાળજી જ રહી નહિ. જે ગ્રાહક વેપારીને પૈસા આપ્યા વિના માલ ઉઠાવી જવાની ભાવનાવાળો છે, એ ગ્રાહક ભાવની ભાંજગડમાં ન પડે. એ તો પાંચ-પચીસ ગ્રાહકની ભીડ વખતે ભળે અને તક મળે એટલે મુદ્દો ઉઠાવીને ચાલતો થાય, એ આના પાઈની ભાંજગડ કરવા ન રહે. જેને ખિસ્સામાંથી કાઢીને આપવા હોય તે ભાવતાલ બધું કરે, પણ ઉઠાવગીર ગ્રાહક કાંઈ ન કરે. ધર્મ લેવામાં પણ ભાંજગડ ક્યારે થાય ? એ માલ કીમતી સમજાય તો ને? સંસારરસિકોએ તો એમ માન્યું છે કે “નવરા હોઈએ, કામકાજ ન હોય, ટાઇમ મળ્યો હોય અને આટલું હોત તો ધૂળ નાખી, પણ એટલું છતાંય પાછી મરજી થાય તો ધર્મ કરીએ ! ધર્મ કરવાનો કોઈને ટાઇમ નથી મળતો, એવું કહેનારા મોટે ભાગે સોએ સો ટકા જુઠ્ઠા છે. કોઈ અપવાદ હોય એની વાત જુદી. ખાવામાં, પીવામાં, ઊંઘવામાં, બીડી ફૂંકવામાં તથા ગપ્પાં મારવામાં કેટલો ટાઇમ જાય છે? એ મળે છે ને ? “નવરો હોય પણ મરજી થાય તો ધર્મ કરાય, એમ તમે માની બેઠા છો, એક તો તેથી અને બજારમાં માલ લેનાર ગ્રાહકના જેવા ધર્મ માટે ગ્રાહક મળતા નથી તેથી આજે સ્વચ્છંદી જ્ઞાનીઓ ફાવે છે. ધર્મના કાબેલ ગ્રાહક સાથે કદી પણ સ્વચ્છંદી જ્ઞાની ન ફાવે. વેપારી ગમે તેવો હોશિયાર હોય પણ કાબેલ ગ્રાહક એની લુચ્ચાઈમાં ન ફસે; કારણ કે ગ્રાહક તો માલ પરખે, “આ નહિ પણ આ, આ નહિ પણ આ', એમ અઢાર તાકા બદલાવે, અને ભાવની તો જ્યારે પસંદ પડે ત્યારે વાત કરે અને ભાવમાં કેટલી કડાકૂટ કર્યા પછી ખરો ગ્રાહક માલ લે છે. બાકી એ વાત ખરી કે ઉઠાવગીર ગ્રાહક એ ભાંજગડમાં ન પડે. ધર્મક્રિયા માત્ર ઉપકારક છે ? સભા: ધર્મક્રિયામાં અમુક ટાઇમ આપે એના કરતાં એ ટાઇમમાં જગતનો ઉપકાર કરે તો ? જેમાં જગતનો ઉપકાર નથી એવી કઈ ધર્મક્રિયા છે ? Page #197 -------------------------------------------------------------------------- ________________ 1001 – ૧૫ : ઉન્નતિ અને શાંતિનો સાચો માર્ગ : - 109 –– ૧૮૩ સભા : પૂજા કરે એમાં પારકાનો શો ઉપકાર ? પૂજા કરનારની ભાવના અઢારે પાપસ્થાનકથી દૂર થવાની છે. દરેક ધર્મક્રિયામાં એ જ સ્થિતિ છે. પાપસ્થાનક પોતાને જ મારે છે અને પરને નહિ એમ નથી. તેથી જ હિંસાથી પાછો ફરે એ માત્ર પોતાને ઉપકાર કરે છે એમ નથી પણ પરનોય ઉપકાર કરે છે. મૃષાવાદનો ત્યાગ કરનાર માત્ર એકનો જ ઉપકારી કે સ્વપર ઉભયનો ? - એ વિચારો. એ જ રીતે અદત્તાદાનવિરમણ વ્રતધારી ચોરીનો ત્યાગ કરે એથી શું બીજાનો ઉપકારી નથી થતો ? એ પણ વિચારો. મિથુન એટલે સ્ત્રીસંગ, એમાં કેટલી હિંસા ? અસંખ્યાત જીવો હણાય છે; મૈથુન સેવનાર પોતે પણ ડૂબે, જે સાથે છે એને પણ ડુબાડે છે, અને એ ક્રિયામાં જીવો મરે તે જુદા. તેમજ એ વિષય ખાતર આરંભ સમારંભ કરે છે, એ પણ ખરું ને? એ બધું શા માટે કરે ? પોતાની કામવાસના પૂરવા માટે ને ? આ બધું સમજ્યાવિચાર્યા પછી “અઢાર પાપસ્થાનક તજીને પા કલાક પણ ધર્મક્રિયા કરનાર એ જગતનો ઉપકારી નથી એવું કોણ કહેશે? બે ઘડી સામાયિકમાં બેસનાર પ્રાણીમાત્રને અભય આપે છે; બેશક, કાંઈક ઓછું, પણ અભય આપે તો છે જ. સભા: કેમ ઓછું ? દુવિહં તિવિહેણું” પચ્ચખાણ છે એટલા પૂરતું ઓછું. સામાયિકમાં બેઠેલો આત્મા પ્રાણીમાત્રને ત્રાસ આપતો અટકે છે. શ્રી જિનેશ્વરદેવોએ, બતાવેલી ક્રિયામાંની એક તો એવી બતાવો કે જેમાં પારકાનો ઉપકાર ન હોય? દરિદ્રીને કેવો પાઠ ભણાવાય ? દુનિયાની સામગ્રીના દાનમાં તો ઉપકારની ભાવના છે. ભૂખ્યાને અનાજ આપનાર તેને જીવાડી શકે કે કેમ એ શકિત છે, પણ ભૂખના દુઃખ વખતે અન્નદાન સાથે સમાધિ રાખવાનું સમજાવનાર તો નિયમા ઉપકારી છે. ભીખ માગનારને સમજાવાય કે “જો ભાઈ ! તું રોયો તો પણ ભૂખ્યો રહ્યો અને ન રોયો હોત તો પણ રહેવું પડત, પાપના ઉદયથી આવો પ્રસંગ આવે, માટે એવા પ્રસંગે શાંતિ રાખવી, જેથી કર્મનો ક્ષય થાય અને કદાચ દુર્ભાગ્યવશાત્ ભૂખ્યા મરી જવું પડે તો પણ કલ્યાણ થાય. માટે શાંતિ રાખજે. હવે એવું રુદન કરી પાપ ન બાંધતો.” સામગ્રીના અભાવે આવી શિખામણ આપીને જે આદમી જાય છે તે જે આપી જાય છે તે પેલો એમ ને એમ અનાજ આપનારો પણ નથી આપતો. Page #198 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ શિખામણ દેનારથી તો પેલાને એવી શાંતિ થાય કે છેલ્લી ઘડીએ પણ અનાજ ન મળે તોયે એને શાંતિ રહે. ૧૮૪ દરિદ્રીને કોઈ કહે કે ‘મૂર્ખ ! મહેનત કર.' એ કથનના યોગે પેલો મહેનત કરે, ધાંધલ અને ધમાધમ કરે, મળે તો રાચે માચે, ન મળે તો રુએ, મળેલું જાય તો રુએ, અને એ જ રીતે જિંદગી ગુમાવે; પણ જો એને એમ પાઠ ભણાવાય કે ‘ભાઈ ! દુર્ભાગ્યના યોગે દારિદ્રય આવ્યું છે, તું વ્યવહારમાં રહ્યો છે, તો કદી દારિત્ર્ય ટાળવા પ્રયત્ન કરવો પડે તો તું જાણે. એની સાથે મને લેવા દેવા નથી, પણ પ્રયત્ન કરવા છતાં દારિત્ર્ય ન ટળે તો મૂંઝાતો મા. એ દારિદ્રચને શાંતિથી ભોગવીશ તો ભવિષ્યનું દારિદ્રય ટળશે. લક્ષ્મીવાનને લાલચોળ જોઈ મૂંઝાતો નહિ; એમને તો દુ:ખના દરિયા છે, દુ:ખના ડુંગરા છે; એમના હૈયામાં રહેલી સગડીઓ તારામાં નથી.' આવો પાઠ ભણાવાય તો કેવું કામ થાય ? - એ હૃદયપૂર્વક વિચારો. વળી એ દરિદ્રીને એવો પાઠ ભણાવી સમજાવવામાં આવે કે ધર્મનું શરણ છે કે જેથી લક્ષ્મી દોડતી આવે પણ એ આવેલી લક્ષ્મીને પોતાની માનીને રાચીશ-માચીશ મા.' આ પાઠથી જે શાંતિ મળે તે બીજાથી ન મળે. આ ઉપરથી સમજાશે કે ઉપકા૨ની ભજના કયાં છે અને ઉપકારનો નિશ્ચય ક્યાં છે ? 1602 નાશક ધમાલમાં ઉદય શી રીતે થાય ? પણ તમને તો એમ લાગે કે વીસમી સદીમાં આ અઢારમી અને સોળમી સદીની વાત ક્યાંથી લાવ્યા ? તમે ગમે તેમ કહો પણ સાચું હોય તે કહ્યા વિના છૂટકો છે ? આજે સાધનો વધ્યાં એથી શાંતિ વધી કે અશાંતિ ? પહેલાં તો તીર્થયાત્રા કરવા જાય ત્યારે કશી જ ચિંતા નહિ. આજે તો જ્યાં જાય ત્યાં ચિંતા ખડી ને ખડી. તાર, ટપાલ, ટેલિફોન, વાયરલેસ અને રેડિયો; રેડિયો પણ એક દેશનો નહિ, બધા દેશનો. અમેરિકાના ભાવ અહીં જાણવા જોઈએ. આજનો શ્રીમાન જમવા બેસે ત્યારે ટેલિફોનનું ભૂંગળું પાસે હોય, રાત્રે સૂઈ જાય ત્યારે ટેલિફોનની દોરી લાંબી રાખી ભૂંગળું પથારીમાં રાખે કે જેથી તરત ઉપયોગ થાય, વખતે નોકર આળસને લઈને ન જાગે તો તરત ‘હલો, હલો, એલાવ, એલાવ' કરવાનું થાય. આજે આ દશા તો પ્રત્યક્ષ છે ને ? પણ તમને એ વસ્તુ હજી ધ્યાનમાં નથી ઊતરતી. વીસમી સદીનાં સાધનોની વ્યાકુળતામાં તમે અનુકૂળતા માની બેઠા છો, પણ હું ખાતરીથી કહું છું કે એ શાંતિદાયક નથી. સેંકડે કદિ એક Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫ : ઉન્નતિ અને શાંતિનો સાચો માર્ગ : - 109 ટકો શાંતિ હોય તો તે કાંઈ ગણતરીમાં ન ગણાય. એકને લાભ ને અનેકને નુકસાન, એ કંઈ લાભદાયક ન ગણાય. જેમાં અનેકનો નાશ અને એકનો ઉદય હોય, એ ઉદયનું સાધન ન ગણાય. આજના વેપાર પણ કેવા ? એનું નામ પણ વેપાર નહિ પણ સટ્ટો પાડ્યું. એ વેપાર કરનારને કોઈ વેપારી ન કહે પણ સટોડિયો કહે. એની પાઘડી સ્થિર નહિ. એ ક્યારે ફરે એ કહેવાય નહિ. દુકાનદારની પાધડી ભલે જૂની હોય પણ પ્રાયઃ ૨હે સ્થિર. સટોડિયાની પાઘડી ક્યારે ઊડે એ ન કહી શકાય. એવી દશા શાથી ? લાલસા વધી માટે ને ? સટોડિયાને નવરાશ હોય તો પણ ઉપાશ્રયે ન આવે, કેમ કે કઈ મિનિટે કયો ભાવ આવે એ ચિંતા તો ખડી જ હોય. રાતના બે વાગે તો ઊંઘે, ઊંઘ વહેલી ન આવે માટે જાગૃતિ લાવવા ચા પીએ. ચા, પાન, બીડી, સિગારેટ આ બધાં વ્યસનો કચાંથી ઘૂસ્યાં ? રાત્રે ચા વગેરે વ્યસનો હતાં ? જાગવું અને ઊભા રહેવું એટલે ચા વગેરે નશો જોઈએ. વ્યસન માત્ર નશો આપે છે. આવાં વ્યસનોથી જાગૃતિ માની; પરિણામે શ૨ી૨નો તથા આત્મધર્મનો નાશ કર્યો અને જિંદગીની ધૂળધાણી કરી. એ જ કે કાંઈ બીજું કરી રહ્યા છો ? આવું ઉત્તમ સ્થાન મળે, પ્રભુનું શાસન મળે, ગુરુનો યોગ મળે, છતાં આ સ્થિતિ રહે તો - એટલે કે નાશક ધમાલ જ ચાલુ રહે તો - ઉદય થાય શી રીતે ? મમતાએ સર્જેલી બેહાલી : વિષયકષાયનો પ્રેમ એ જ અજ્ઞાન છે, એને યોગે મિથ્યાત્વની પુષ્ટિ થાય છે. મિથ્યાત્વની પુષ્ટિના યોગે પાપ ઉપર પ્રેમ થાય છે, એટલે ધર્મનો અભાવ થાય છે. આ બધાની મૂળ જડ ત્યાં છે, અર્થાત્ - વિષયકષાયમાં છે. ભવનિર્વેદ લાવવાનો હેતુ એ જ છે કે એ આવ્યા વિના આ વસ્તુ હૃદયમાં પેસવાની નથી. સંસારમાં તો મોજશોખ, રંગરાગ છે. ત્યાં દાન, શીલ, તપ તથા ભાવ કોને ગમે ? દાન એટલે ઉદારતા, શીલ એટલે સદાચાર, તપ એટલે સહિષ્ણુતા અથવા ઇચ્છાનિરોધ, ભાવ એટલે સદ્વિચાર, એ કોણ પામી શકે ? દુનિયાના પદાર્થમાં આસક્ત હોય એ કેમ પામી શકે ? દુનિયાના પદાર્થના મમત્વમાં બેઠેલાને એ કેમ આવે ? એક કરોડ કેશ તૈયાર હોય, પણ જે એમાં મૂંઝાયા કરે એનાથી એમાંથી કોડી પણ નહિ જ અપાય; એનામાં ઉદારતા આવે જ નહિ . ‘આ લક્ષ્મી મારી નથી, એ ચાલી જવાની છે, અથવા મારે એને મૂકીને જવું જ પડશે' આ ભાવના જેને હોય એને તો થાય કે કાંઈક સાધું. પેલા ‘મારી લક્ષ્મી’ 1603 ૧૮૫ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – – 16M માનનારાને કદી ન છૂટકે આપવું પડે તો પણ મુઠ્ઠી કઠણ ભરે. પોલી મુઠ્ઠીમાં તો ઘણું આવે. કઠણ મુઠ્ઠી પણ આડી રાખીને આપે કે જેથી કાંક મુઠ્ઠીમાં પાછું બાકી પણ રહે ! આનું કારણ શું ? સભાઃ “પણતા.' એ કૃપણતા પણ “આ લક્ષ્મી મારી છે, મારી સાથે રહેવાની છે, સાથે લઈને જવાનો છું' એવું એક યા બીજી રીતે હૈયે બેઠું છે માટે છે. હું તો કહું છું કે લક્ષ્મી તમારી નથી, તમારી સાથે આવવાની નથી, ચંચળ છે, ચાલી જશે, એ નહિ જાય તો એને છોડીને તમારે જવું પડશે. સભા: “પ્રત્યક્ષ અનુભવાય છે.” તો એને છોડવાનું કહ્યું એમાં ખોટું શું? હવે તમે ‘છોડાતું નથી – છોડવાનું કહેવું એ ખોટું છે” એમ તો નહિ જ કહી શકો. જ્ઞાની તો કહે છે કે મમતા છૂટે તો ઉદારતા આવે, ઉદારતા પછી સદાચાર આવે છે. સદાચાર આવ્યો ત્યાં સહિષ્ણુતા કે ઇચ્છાનિરોધ આવે. આ ત્રણ ગુણ આવે એનામાં ભાવ કેવો હોય ? સારા જ હોય. જેનામાં ઉદારતા ન હોય એને ખરાબ વિચાર આવે. લક્ષ્મી અગર દુનિયાના પદાર્થને મારા માન્યા એટલે એને પકડી રાખે, એના પર કોઈ આવતો દેખાય તો આવનારને “મારું” એવી ભાવના થાય, મારે પણ, દાંતિયાં પણ કરે, કોર્ટમાં પણ જાય, અને બને તેટલું બધું કરે. જેનામાં ઉદારતા વગેરે છે એ તો ચીજ જાય તો પણ “સાચવવી ઓછી' એમ માને, “જવાની હતી એ ગઈ એમ માને. કોટ્યાધિપતિ, દરિદ્રી કરતાં ઓછી રોટલી ખાય, એનું કારણ એનું પેટ બીજી રીતે ભરાય છે. “હું કોણ” – એ અહંપદથી એનું પેટ ભરાય છે, પણ એને ભાન નથી કે તને પૂછે છે કોણ ? ત્રણ-ચાર રોટલીના અધિકારી એ કરોડપતિના બે-પાંચ લાખ ઓછા થાય તો પણ શું? પણ એ તો ગોલા હિસાબ ગણે, ઊંધો હિસાબ ગણે, કરોડમાંથી પાંચ લાખ ઓછા થયા એમ ગણે ! પણ જન્મ્યો ત્યારે કંઈ નહોતું અને હજી તો પંચાણું લાખ બેઠા છે એમ ન ગણે. દીકરો મરી ગયો એ સાંભળીને રડારોળ કરે, પણ “મર્યો એ નવું સાંભળ્યું છે ? દીકરા મરતા તો સાંભળ્યા છે ને ? જોયા છે ને ? પોતાના નહિ તો પારકા પણ દીકરા મરતા નથી સાંભળ્યા ? આવા વિચારો એ શાંતિ રાખવાના ઉપાયો છે. તાવ આવે, જાણ્યું કે Page #201 -------------------------------------------------------------------------- ________________ 1905 - - - - ૧૫ : ઉન્નતિ અને શાંતિનો સાચો માર્ગ : - 109 – ૧૮૭ મુદતિયો છે, પાંચ-સાત દિવસે જવાનો છે, પછી બૂમ શું કામ મારવી ? માથાં ફોચ્ચે કંઈ તાવ ઊતરવાનો નથી. ઉદારતા, સદાચાર, સહિષ્ણુતા અથવા ઇચ્છાનિરોધ તથા સવિચાર એ બધું કોને આવે ? જેને ધર્મ વસે એને. ત્યારે જ્ઞાનીની પરીક્ષા તો સહેલી છે. લક્ષ્મીવાનની પરીક્ષા હજી ન થાય. એ તો જુઠું પણ બોલે, એની પરીક્ષા થવી કઠિન. જ્ઞાની જુઠું ન બોલે. તાવ માટે તો એક થર્મોમિટર છે, પણ જ્ઞાનીની પરીક્ષા માટે તો સંખ્યાબંધ મીટર છે. પણ થર્મોમિટર લેવાય નહિ, બગલમાં મુકાય નહિ ત્યાં ઉપાય શો ? આપણો મુદ્દો એ છે કે જે તરતો હોય તે જ બીજાને તારી શકે છે. જેનામાં ડુબાડવાનો ગુણ છે એનામાં તારવાની શક્તિ નથી. સાધુનું કામ બંધન તોડાવવાનું સંસારની ચારે ગતિમાં દુઃખ છે, એ વર્ણવ્યા બાદ ટીકાકાર મહર્ષિએ એ પણ પૂછ્યું છે કે “સંસારમાં સુખ હોય તો બતાવો.” હું તમને કહું છું કે તમે તૈયાર રહેજો અને સુખ હોય તો બતાવજો અને સુખ ન હોય તો એમનું માનવા તૈયાર રહેજો. આપણે ધૂનન શરૂ કરવાનું છે. ધૂનન માટે આટલા મહિનાથી, છેલ્લા પાંચ-છ મહિનાથી પીઠિકા ચણી રહ્યા છીએ. ધૂનન એટલે હલાવવાનું. તમને આખા ને આખા હલાવવાના છે. ગુંચવાયેલ આંકડા તોડતાં કડાકા તો થાય, ભારે કડાકાથી વખતે તણખા પણ ઝરે, એ વખતે ડાહ્યા માણસોનું એ કામ છે કે ત્યાંથી ઘાસ ઉખેડી નાખી સાફ કરવું અને ઘાસલેટના ડબ્બા ખસેડી દેવા. સાધુનું કામ બંધનો ઢીલાં પાડવાનું છે. અને એમ કરતાં તણખા ઝરે તો મૂંઝાવું નહિ. તણખા ઝરે તો શ્રાવકોનું કામ ઘાસ સાફ કરવાનું તથા ઘાસલેટના ડબ્બા દૂર કરવાનું છે. સાધુ-શ્રાવકનો આ જાતનો સહકાર છે. કદી તણખામાંથી ભડકા થાય તો શ્રાવકથી પાણીના પંપ છોડાય, પણ ઘાસલેટના ડબ્બા ખોલાય નહિ. અમે તો બંધનો તોડવા નીકળ્યા છીએ, અમારું એ કામ છે, એમાંથી તણખા ઝરે તો એનાથી દવ ન લાગે એ સંભાળવાનું કામ તમારું છે, કેમ કે દવ લગાડનારાઓને અટકાવવાની તમારામાં તાકાત છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - - 1605 સભા: ‘મહારાજ તણખા ઉડાડવાનું કહે છે' એવો અર્થ લેનારા પણ છે. મારી પીઠિકા તથા ઉપસંહાર સાંભળ્યા વિના માત્ર “તણખા' શબ્દ લઈને કોઈ જાય એમાં હું નિરૂપાય છું. એવાઓ માટે તો માત્ર મને દયા જ આવે છે. એથી હું કશું જ અધિક નહિ કહેતાં એટલું જ કહું છું કે સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકા પરસ્પર સંકલિત છે, સૌ સૌનું કામ કરે તો કદી દવ ન લાગે. કદી ગાંડાઓ દાવ લગાડવા આવે તો પણ સૌના સત્ત્વથી તેઓ શાંત થાય અને શાંત ન થાય તો નિષ્ફળ જ જાય. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૬ : સત્યની રક્ષા માટે સક્રિય બનો ! 110 • આત્મિક ઉન્નતિ શાથી અશક્ય બની છે ? છૂટે હિતકર જ હોવી જોઈએ ? • વિચિત્ર વાતોનાં વિશિષ્ટ સમાધાન : હિતૈષીનું કર્તવ્ય : • અજ્ઞાની ઉપર દયા હોય પણ રોષ ન હોય : ૭ ધારાશાસ્ત્રી સાચો ક્યો ? o ભાવદયા ઘટી, એનું પરિણામ : • સાધુએ રાખવાની સાવચેતી : • ખોટી છૂટનું પરિણામ : • આજના ધર્મીઓ : વિષય : સત્ય વાતના પ્રચાર-પ્રસાર માટે ધર્મી વર્ગ કરવાના પ્રયત્નો અંગે. સંસારમાં સર્વત્ર દુઃખ જ છે, સુખ તો ક્યાંય નથી. આ વાત સમજાય તેની જ આત્મિક ઉન્નતિ શક્ય બને છે. એ વાત જણાવ્યા બાદ સંતોષ વિના સુખ નહિ, એ વાત સમજાવતાં સભામાંથી ઉઠેલ કેટલાક વિચિત્ર પ્રશ્નોના વિશિષ્ટ જવાબો આપી અહીં જણાવ્યું છે કે - મોટો ભાગ અજ્ઞાની હોઈ તેમના ઉપર રોષ કે દ્વેષ કરવો નહિ. અધર્મી વર્ગ કે ધર્મનો વિરોધી વર્ગ અધર્મનો જેટલો જોરશોરથી પ્રચાર-પ્રસાર કરે છે, તેથી વધુ જોરશોરથી જગતના ચોગાનમાં ધર્મી વર્ગે ધર્મનો પ્રચાર-પ્રસાર કરવો જોઈએ. ઉદ્યાપન, ઉત્સવો, વરઘોડાદિ ધર્મકૃત્યોની પાછળનો હેતુ શો ? બોલવા-ચાલવામાં કેવી છૂટ-મર્યાદા હોવી જોઈએ ? હિતકર વચન જ સત્ય કઈ રીતે ? જૈનસાધુ સાચા ધારાશાસ્ત્રી કેમ ? અને સત્કારસન્માનાદિ પ્રસંગે સાધુએ કેવી સાવધાની રાખવી ? વગેરે બાબતોના સુંદર સમાધાન આપ્યાં છે. | મુવાક્યાતૃત 0 સંતોષનો અભાવ એ જ સાચી દરિદ્રતા છે. • છતી શ્રીમંતાઈએ પણ, સંતોષ વિનાના શ્રીમંતને જરા પણ સુખ નથી અને વિના શ્રીમંતાઈએ પણ સંતોષી સુખી છે. “ખોટી વસ્તુ પર વિજય મેળવવો' - એનું જ નામ જૈનત્વ છે. • સમ્યક્તનો માર્ગ સ્થપાય કે મિથ્યામાર્ગના અંકુરો ફૂટવા જ માંડે. • આલંબન વિના ઊંચા અવાય એવું હૃદય હોતું નથી. • હિતકર એ જ સાચું છે. હિતચિંતક, સામો રોષાયમાન થાય એથી ગભરાવાનું નથી. પણ સામો ઊભગી ન જાય એની કાળજી અવશ્ય રાખવાની છે. • લાલચ, લાલસા તથા વાસના વધે ત્યાં ઉપકારની ભાવના મરી જાય છે. • ધૂનન એટલે મૂળથી ઉખેડવું. • સાધુને વંદના એ તમારા માટે કલ્યાણકર છે, પણ એમાં જો સાધુ ભૂલે તો એ જ વંદના સાધુ માટે વિખકર છે. • આજના ધર્મએ, અપવાદ બાદ કરતાં ધમીને ધર્મમાં ટકાવવા માટે પેરવી જ કરી નથી. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૬ : સત્યની રક્ષા માટે સક્રિય બનો ! આત્મિક ઉન્નતિ શાથી અશક્ય બની છે? સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, આ ધૂત' નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા : ભવ્ય જીવોને નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરી રહ્યા છે. એ સૂત્રનું સમર્થન કરવા માટે પ્રથમ ટીકાકાર પરમર્ષિએ ચારે ગતિઓનાં દુ:ખોનું વર્ણન કરતાં ફરમાવ્યું કે “આ ચારે ગતિરૂપ સંસારમાં સુખનો એક અંશ પણ નથી.” ચારે ગતિઓના જીવોનાં દુઃખોનું વર્ણન કરતાં પ્રથમ નારક ગતિમાંના જીવોનાં દુઃખોનું વર્ણન કર્યું અને તે કર્યા બાદ તિર્યંચ યોનિમાં રહેલા જીવોનાં દુઃખોનું વર્ણન કરતાં પણ ફરમાવ્યું કે તિર્યંચમાં એકેંદ્રિયથી માંડીને પચેંદ્રિય પર્વતના જીવો છે. તે પૈકીના એકેંદ્રિયમાં પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય આ પાંચ પ્રકારો છે. એ પાંચ પ્રકારના જીવો, સ્થાવર નામકર્મના ઉદયથી ગમે તેટલી આપત્તિમાં આવે તો પણ એક તસુભાર પણ ખસી શકતા નથી. એ જીવોમાં દુઃખના સ્થાનથી ખસી સુખના સ્થાનમાં જવાની તાકાત નથી માટે ત્યાં જે જે વેદના થાય છે તે એમને ભોગવ્યા વિના છૂટકો જ નથી. કર્માધીનતાને લઈને અનિચ્છાએ પણ, એ જીવોને અનેક પ્રકારની વેદનાઓ ભોગવવી પડે છે. એ જ કારણે જ્ઞાનીઓ ચેતવે છે કે વિષયાસક્ત થઈ ત્યાં જવાથી આવી વેદનાઓ ભોગવવી પડશે.” એવી દુઃખી હાલત દુનિયાનાં પ્રાણીઓની ન થાય એ જ આ બધું વર્ણવવાનો જ્ઞાની પુરુષોનો હેતુ છે અને દુનિયાના સામાન્ય પ્રાણીનો પણ દુઃખી થવાનો હેતુ નથી. બીજો મુદ્દો એ છે કે “સંસારમાં સુખ નથી.” એવું જેને સમજાય તે જ સાચી ઉન્નતિ સાધી શકે છે. આ સાચી ઉન્નતિની વાત છે અને બહારની ઉન્નતિની આપણને જરૂર પણ નથી. બહારની ઉન્નતિમાં વસ્તુતઃ ઉન્નતિ દેખાતી પણ નથી અને એ ઉન્નતિ હોય તો પણ દેખાવ માત્રની છે માટે એમાં પડી વાસ્તવિક ઉન્નતિનો નાશ કરવો એ વિચારશીલનું કામ નથી. સાચી વિચારશીલતા વિના આત્મિક ઉન્નતિ અશક્ય છે. આત્મિક ઉન્નતિના અર્થીએ, સાચી વિચારશીલતા Page #205 -------------------------------------------------------------------------- ________________ 10) – ૧૩ : સત્યની રક્ષા માટે સક્રિય બનો - 110 – ૧૯૧ કેળવવી જોઈએ. સાચી વિચારશીલતા વિનાના પ્રયત્નો, વિવેકહીન હોવાથી કોઈ પણ પ્રકારે સફળ થઈ શકતા જ નથી. સાચી વિચારશીલતાના અભાવથી જ આત્મિક ઉન્નતિ અશક્ય બની છે. વિચિત્ર વાતોનાં વિશિષ્ટ સમાધાન : સભા કેટલાક કહે છે કે “આવી વાતોથી તો દરિદ્રતા આવે” – આનું શું? આવી વાતોથી કદી જ દરિદ્રતા ન આવે. સંતોષનો અભાવ, એ જ સાચી દરિદ્રતા છે ? એ જ કારણે છતી શ્રીમંતાઈએ પણ, સંતોષ વિનાના શ્રીમંતને જરા પણ સુખ નથી : અને વિના શ્રીમંતાઈએ પણ, સંતોષી સુખી છે. વારુ, “સાધન જોઈએ” એનું પણ ધ્યેય શું ? કહેવું જ પડશે કે સુખ. એ જ કારણે દુનિયાનો કોઈ પણ જીવ, દુનિયાના કોઈ પણ પદાર્થને લેવા કે તજવા ઇચ્છે છે તે સુખના જ માટે ઇચ્છે છે એ સ્પષ્ટ છે. વળી એ તો કહો કે “જેને તમે ઉન્નતિનાં સાધન માનો છો એમાંથી એકમાં પણ સુખ આપવાની તાકાત છે ?” સભા: કહેનારા તો એમ પણ કહે છે કે આ રીતે તો જૈનો વેપાર રોજગારથી અને રાજ્ય પ્રકરણથી અલગ થઈ જશે - નીકળી જશે, માટે વિચારો. આ કથન જ અજ્ઞાનતાથી ભરેલું છે. વિવેકના પ્રતાપે, નીકળી ન જવાય પણ પ્રવેશ થઈ જાય : એ જ કારણે કહેવું જોઈએ કે જૈનો ન નીકળી જાય પણ નમાલા જ નીકળી જાય. જૈનત્વ જાય તો જ બરબાદી છે બાકી તો સદાય આબાદી જ છે. જૈનત્વ એ સામાન્ય વસ્તુ નથી પણ “ખોટી વસ્તુ પર વિજય મેળવવો એનું જ નામ જૈનત્વ છે. જૈન, અર્થકામનો, વિષયલાલસાનો કે રિદ્ધિસિદ્ધિનો ગુલામ ન હોય. એ અધિકાર મેળવવા તનતોડ મહેનત ન કરે. જૈન પાસે તો સઘળી વસ્તુ દાસ થઈને આવે તો પણ ન લે અને કદાચ સ્વીકારે તો પણ એમાં એ ન જ લેપાય. અધિકાર આવે તો પણ એમાંથી કામ કાઢે પણ અધિકારમાં આંધળો ન થાય. બાકી લાલ પીળામાં જ સુખ માનનારા અને એમાં જ બદ્ધાગ્રહી બનવાથી કદાગ્રહી બનેલાઓ તો, સત્ય સાંભળવાને જ તૈયાર નથી હોતા. એ જે કારણે શાસ્ત્રકાર કહે છે કે “કદાગ્રહીને ઉપદેશ કરવો એ કૂતરીના શરીર ઉપર કસૂરીનો લેપ કરવા બરાબર છે. ખરેખર દુરાગ્રહી માટે જ્ઞાનીનાં વચન પણ નકામાં છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ સભા : એટલું જ નહિ પણ એવાઓ તો જ્ઞાનીના દુશ્મન છે અને દુશ્મનોને વધારે છે ! એવાઓ દુશ્મન રૂપે વધે અને દુશ્મનોને વધારે એમાં જ જ્ઞાનીની મહત્તા સૂચિત થાય છે. જ્ઞાનીની પાછળ અજ્ઞાનીનું મોટું જૂથ હોય જ એ સનાતન નિયમ છે. સમ્યક્ત્વ અને મિથ્યાત્વ એ શાશ્વત ચીજ છે. સમ્યક્ત્વનો માર્ગ સ્થપાય કે મિથ્યામાર્ગના અંકુરો ફૂટવા જ માંડે. આ દુનિયામાં જેમ તરનારા હોય છે તેમ ડૂબનારા પણ હોય જ છે. વળી સંસારની પિપાસા જેઓને રોમેરોમે ભરી છે અને જેઓ મોક્ષના જ વૈરી છે, તેઓ જ્ઞાનીઓના વૈરી બનીને વૈરી વધારવા સિવાય બીજું કરે પણ શું ? બાકી જે અજ્ઞાની વિરોધ કરે છે, એ તો દયાપાત્ર જ છે. 1610 અજ્ઞાની ઉપર દયા હોય પણ રોષ ન હોય : અજ્ઞાનીને તો જેવી છાયા મળે એવા મહાલે. એ તો સોલ્જર જેવા. સોલ્જર તદ્દન અભણ હોય. એને કંઈ જાણવા જ ન દે. સોલ્જરનું કામ તો નાયકના ઑર્ડર મુજબ અમલ કરવાનું. નાયકનો હુકમ છૂટ્યો કે ગોળી છોડે, એ ન જુએ બાપને કે ન જુએ શહેનશાહને પણ એ સૈનિક તો નાયકને ઓળખે. સોલ્જરને એવા સ્થાનમાં રાખે કે કંઈ એનાથી સમજાય જ નહિ. એ તો મૂર્ખાના સરદાર. અણસમજની દૃષ્ટિએ આ વાત છે. એને તો ખવરાવે, પીવરાવે અને કામ પડે ત્યારે દોડાવે. એ રીતે અજ્ઞાનીવર્ગ પણ મોટો છે અને એ દયાપાત્ર છે, કારણ કે એ પરાધીન છે. એ વર્ગ તરફ દુર્ભાવના ન થાય, દુર્ભાવ થાય તો પ્રાયશ્ચિત્ત લેજો. એ બિચારા કોઈકના નચાવ્યા નાચે ત્યાં તે દયા હોય કે ગુસ્સો ? એમને સમજાય કે આ ખોટું થાય છે તો તો એ લોકો પણ રોઈ ઊઠે, કારણ કે એ તો કોમળ અંતઃકરણના છે. અજ્ઞાનીવર્ગને સમજાવી શકાય એવી લાઇટ પહોંચાડવી એ મુશ્કેલ નથી પણ વિરોધીવર્ગ જેવું પ્રચારકામ તમારું નથી. સચોટ ધર્મીવર્ગ નાનો છે અને વિરોધીવર્ગ તો એથી પણ ઓછો છે. બાકીનો બધો વર્ગ વચલો છે. એ વર્ગમાં જેની દોડ ઝાઝી એની અસર ઝાઝી. એક ખોટી વાત ફેલાવવા એ વર્ગ મોટ૨ ૫૨ મોટર દોડાવે. જ્યારે આ વર્ગ તો ‘આપણે શું !’ એમ કરીને અટકે એટલે એના વિચાર આટલામાં જ રહે, એમાં દોષ કોનો ? એ વિચારો. અજ્ઞાની તો બિચારા જેવી વાત આવે એમ બોલે એવા છે. જો તમને એમની દયા આવતી હોય તો ખોટી વાતનો પ્રચાર કરવા એ વર્ગ જેટલા પ્રયત્ન કરે છે Page #207 -------------------------------------------------------------------------- ________________ 161 – ૧૬ઃ સત્યની રક્ષા માટે સક્રિય બને ? - 110 – – ૧૯૩ એથી સો ગણા પ્રયત્ન સાચી વાતનો પ્રચાર કરવા તમારે કરવા જોઈએ. ભલે પેલા વચલા વર્ગને બે જણા ગમે તેમ કહી જાય પણ આ વર્ગના ચાર જણા કહે તો એ પણ ફરે, આથી જ એવાઓ દયાપાત્ર છે, પણ તિરસ્કારને પાત્ર નથી. એવા વર્ગની તરફ તો ધર્મીના હૃદયમાંથી પ્રેમના ફુવારા જ ફૂટવા જોઈએ. એવાઓ પ્રત્યે જરા પણ દ્વેષ ન હોવો જોઈએ કારણ કે એ બિચારાઓમાં ઇરાદાપૂર્વકનો દોષ નથી હોતો. બેશક ! અજ્ઞાન એ મહાદોષ છે પણ એ કંઈ એકદમ ઓછો જ નીકળે ? એ કાઢવા માટે તો અવિરત પ્રયત્નો જોઈએ પણ તમે તો એવા છો કે તમારી સાચી વાત પણ, જાણે થોડા : કારણ કે તમે ઠંડા, બેદરકાર અને એથી એટલા જ તમે ધર્મના ઉપાસક ઓછા. જે વસ્તુ તમને સમજાય છે તેનો પ્રકાશ કરવામાં તમે આટલા બધા ઢીલા કેમ ? એનો પ્રચાર કરવાની મનોવૃત્તિ કેમ નથી થતી ? ભગવાનનું શાસન બીજા કેમ અને ક્યારે પામે એ કેમ નથી થતું? ઉદ્યાપન, ઉત્સવો, વરઘોડા એ બધું શા માટે વિહિત છે? એ જ માટે કે એનાં દર્શનથી ઘર્મ પામેલાઓ વધુ દઢ થાય ઢીલા હોય તો, મજબૂત બને અને જેઓ અજ્ઞાન છે, ભદ્રિક છે, બાહ્ય શોભા જોવાને ટેવાયેલા છે તેઓ આવાં અનુપમ અને અજોડ બાહ્ય આલંબનો દ્વારા ધર્મને પામે અથવા ધર્મની પ્રાપ્તિની સન્મુખ થાય. અનંત ઉપકારીઓએ બહુ જ વિચારીને એ બધું નિયત કરેલ છે. આલંબન વિના ઊંચા અવાય એવું હૃદય હોતું નથી. ધર્મ માટે પણ આલંબનની જરૂર છે તો બિચારા અજ્ઞાની કે જેઓ ધર્મને પામ્યા જ ન હોય તેઓને આલંબન કેમ ન જોઈએ ? તમે દેરે ઉપાશ્રયે જનારા, શાસ્ત્રને સાંભળનારા પણ વાત વાતમાં ઢળી જાઓ છો તો પેલા કે જેઓ દેરે જતા નથી, ઉપાશ્રયે જતા નથી કે શાસ્ત્ર સાંભળતા નથી એ ઢળી જાય એમાં તે દયા આવે કે ગુસ્સો? એના પર ગુસ્સો ન હોય પણ દયા જ હોય. ભાવદયા ઘટી, એનું પરિણામ : જે દેરે ઉપાશ્રયે ન આવે : જેઓને સાધુ પાસે આવવું કે શાસ્ત્ર સાંભળવું ન ગમે : જેઓને પૌષધમાં કંટાળો આવે : જેઓને પડિક્કમણામાં રસ ન પડે : જેઓને સામાયિક કરવું એ પણ ન ગમે ? તે બિચારાઓ ગબડે એમાં નવાઈ શી? એવાઓ ગબડે છે એ ધર્માત્માઓની ભાવદયા ઘટી છે એનું પરિણામ છે. ભાવદયાથી દયાળુ બનેલા શ્રાવકો સાધર્મિક ભાઈને ધર્મમાં સ્થિર કરવા કેટલા Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ - - 18 પ્રયત્ન કરે ? અને અન્ય નહિ પામેલાને પમાડવા કેવા પ્રયત્ન કરે એ જાણ છો ? નહિ સમજનારાને ધર્મમાં લાવવા માટે કંઈ જાણવા જેવું કર્યું છે? લોકો પોતાનો એક વિચાર ફેલાવવા મીટિંગ પર મીટિંગ કરે, પચાસ માણસ મળ્યા હોય તો પણ પાંચસો લખે, છાપામાં મોટા અક્ષરે ગંજાવર મેદની લખે અને હજારો રૂપિયા ખર્ચે જ્યારે તમે તમારી સત્ય વસ્તુને ફેલાવવા માટે કરવા યોગ્ય શું કરો છો ? જેઓ કરે છે તેઓને ધન્યવાદ છે. જેટલું કરે છે તેટલું પણ ઠીક છે પણ એ લોકો જે પ્રમાણમાં કરે છે એથી કેટલાય ગણું કરવું જોઈએ એમ કહેવાનો મારો આશય છે. એ લોકો કરવામાં બાકી નથી રાખતા. મુંબઈમાં સ્ટ્રીટનાં નામ તો મોટાં હોય. પચાસ માણસ માય એટલો હૉલ હોય પછી પંચાવન આવ્યા હોય તોયે ચીકાર તો ગણાય અને ચાલીસ આવીને પહોળા બેસે તોયે ચીકાર ગણાય. આવી રીતે કામ કરીને સઘળા જૈનોના મતે જણાવે એવા એ છે. ખોટી વસ્તુના પ્રચાર માટે એ લોકો આટલું કરે છે તો જો તમે ઉચિત પ્રયત્ન કરો તો તમારી સાચી વસ્તુના પ્રચારમાં વાર નહિ લાગે. જનતા ધર્મ નથી ઇચ્છતી એમ ન માનો. ધર્મ તો સૌને ઇષ્ટ છે. ધર્મના પ્રત્યે અભાવવાળો વર્ગ બહુ નથી. એને સમજ નથી એને લઈને અભાવ દેખાય છે એ વાત જુદી. તમારા સહવાસમાં આવનારા એવાઓ ધર્મ પામે અને પાળે એવું કંઈ તમારી પાસે છે ? ખોટી છૂટનું પરિણામ : સભા : અમારી પાસે તો મહારાજ છે, બધાને ખેંચી લાવવાની ગોઠવણ અમારી, ઉપદેશની કરણી તમારી, સાંભળવું હોય તે આવે, છેટે રહી રાડ પાડે એનો ઉપાય શો ? એક ભાઈ – હવે તો ગાળો દે છે, માત્ર રાડો નથી પાડતા. બચકે આવે એ ગાળો પણ દે, એ ભલે દે, એ વાતને અડવું જ નહિ. જાતિસ્વભાવ હોય એમ વર્તાય. કસ્તુરી પાસે લસણ મૂકો તો કસ્તૂરીની સુગંધ જરૂ૨ દબાય. કહેવત પણ છે કે નાગાથી પાદશાહ પણ આઘા. શહેનશાહતથી ચૂંટાઈને આવેલા અમલદારને પણ બંધ બારણે ભાગવું પડે છે. મુદ્દો એ છે કે લડત લડતના રૂપથી નાશ પામી છે કારણ કે મિથ્યાભાવ વધ્યો છે. બાકી સમ્યગ્દષ્ટિ તો તેનું જ નામ કે જે વિચાર વિના એક કદમ પણ ન ભરે. પણ આજે મોટે ભાગે બોલવા-ચાલવાનું વગર વિચારનું છે. પોતાને લાગે એમ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૩ – ૧૬ઃ સત્યની રક્ષા માટે સક્રિય બનો - 110 – ૧૯૫ બોલવાની છૂટ બધાને જોઈએ છે અને બધાએ એ છૂટ લીધી એનું જ બૂરુ પરિણામ છે. આ છૂટ હોય તો પરિણામે એક ઘરમાં પણ રોજ દશ મારામારી થાય. એવી છૂટ કેમ જ અપાય ? છૂટ હિતકર જ હોવી જોઈએ ? ગમે તેવા સમજદારને પણ હિતકર જ બોલવાની છૂટ હોવી જોઈએ. શાસ્ત્ર તો કહે છે કે જે હિતકર હોય તે જ બોલાય. શાસ્ત્ર એને જ સાચું કહે છે. હિતકર એ જ સાચું છે. કડવી પણ દવા ન ભાવે, ન ગમે, ગળે ન ઊતરે એવી કડવી દવા છતાં મા કહે કે “ભાઈ ! આ દવા મિઠ્ઠી છે,' દવા કડવી છે છતાં મિઠ્ઠી કરીને પી જા.” આવું કહેનાર મા, વ્યવહારમાં સાચી કે ખોટી ? સાચી. તો, સ્પષ્ટ જ છે કે હિતકર હોય એ જ સાચું. પથ્ય એ જ હિતકર. દરદીને ખાટું, ખારું ખાવાનું મન થાય જ પણ વૈઘ એને મગના પાણી પર જ રહેવાનું કહે. મગનું પાણી દરદીને પ્રિય નથી, એમાં સ્વાદ પણ નથી છતાં વૈદ્ય દરદીને કહે છે કે “તારા માટે એ પથ્ય છે, હિતકર છે અને દૂધ સારું છે, પોષક છે, કીમતી તથા મજેનું છે, છતાં પણ તે તારા માટે નકામું છે. તારા માટે તો મગનું પાણી, તે પણ નિતારેલું પાણી જ પથ્ય છે. મગના પાણીમાં પણ ફોતરું ન આવી જાય, પાણીથી વધુ જાડું એ પાણી ન પાય, માત્ર મગનો પાસ આવે એવું જ પાણી પીવાની છૂટ છે પણ બીજી છૂટ નથી.” આ જ રીતે દરેક વિષયમાં છૂટ હિતકર જ હોવી જોઈએ. હિતેષીનું કર્તવ્ય : આપણો મુદ્દો એ છે કે હિતકર એ જ સાચું છે.' હિતકર નથી એ સાચું હોય તો પણ ખોટું છે. જે નાશક છે તે સાચું હોય તોયે ન બોલાય. હિત, મિત, સત્ય અને પ્રિય - આ ચારે ગુણવાળા વચનથી કામ થાય તો તો સર્વોત્તમ. એમ થતું હોય છતાં બીજું વચન વાપરે તો દોષ લાગે. ત્રણે ગુણવિશિષ્ટ સત્ય બોલવાથી સામો બચે, સામાને લાભ થાય તો બીજા વચનનો ઉપયોગ ન કરવો. હિતકર, પ્રિય, સત્ય તથા પરિમિત એટલે સામો કંટાળે નહિ એવું પ્રમાણોપેત, આ બધું હોય તો જોઈએ જ શું? આ ચાર લક્ષણમાંથી ભલે ત્રણે લક્ષણ ચાલ્યાં જાય, માત્ર હિતકર રહે તો પણ એ સાચું છે, અને જો એ હિતકર ન હોય તો પેલાં ત્રણે લક્ષણ છતાં એ ખોટું છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ - - - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ - 1ળ4 હિતૈષીએ હિતકર વસ્તુ જ દેવી જોઈએ. આપણને આ વિશ્વમાં હિતેષીનું જ કામ છે. કારણ કે હિતેષી વિના હિત સંભવિત નથી અને હિતેષી તે છે કે જે રોષ-તોષની પરવા કર્યા વિના મર્યાદામાં રહીને હિતકર હોય તે સ્પષ્ટ શબ્દોમાં કહે. આ જ કારણે વાચકચંદ્ર શ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ ફરમાવ્યું છે કે 'परउ रुसउ वा तुसउ वा, हिया भासा भासिअव्वा ।' સામાને રોષ થાય કે તોષ થાય એની ચિંતા કર્યા વિના સામાને હિતકર ભાષા અવશ્યમેવ કહેવી. અજ્ઞાની આત્માને સાચું કહેતાં રોષ થાય એમાં નવાઈ નથી પણ એથી હિતચિંતકે ગભરાવું જોઈએ નહિ. હિતચિંતકે, સામો રોષાયમાન થાય એથી ગભરાવાનું નથી પણ સામો ઊભગી ન જાય એની કાળજી અવશ્ય રાખવાની છે. અજ્ઞાનીને ઉન્માર્ગથી બચાવી સન્માર્ગમાં સ્થાપન કરવો એ જ હિતૈષીનું કર્તવ્ય છે. કેટલાક કહે છે કે, “જો સાધુસંસ્થા જીવતી રાખવી હોય, સાધુપણાનું ગૌરવ સાચવવું હોય તો સાધુઓએ જેમ ચાલતું હોય તેમ ચાલવા દેવું જોઈએ અને કોઈ પણ જાતની ટીકા-ટિપ્પણમાં ન ઊતરવું જોઈએ.' આવું કહેનારાઓને સાંભળી લેવા એ હિતેષીપણું નથી, કારણ કે ધર્મગુરુની તો ફરજ છે કે તેણે જનતાના હિતની ખાતર અસત્યના ઉમૂલનપૂર્વક સત્યનું સંસ્થાપન જોરશોરથી કરવું જોઈએ અને આજ્ઞાથી ઉપરવટ થઈને પણ ધર્મી બનવા માગનારાઓને સાફ શબ્દોમાં જણાવી દેવું જોઈએ કે “ધર્મી તરીકે જીવવું હોય તો પોલ ન જ ચલાવવી જોઈએ. ધર્મી થવું હોય તો આજ્ઞાને - આગમને આધીન થવું જ જોઈએ. આ પ્રમાણે સ્પષ્ટ કહેવામાં જ ઉદ્ધાર છે. સભા : પણ સાહેબ ! મોટે ભાગે એવું ને એટલું સ્પષ્ટ કહેવાયું જ નથી. નથી જ કહેવાયું એમ નથી પણ કહેવાવું જોઈએ એવું નથી કહેવાયું. ધારાશાસ્ત્રી સાચો કયો ? દુનિયામાં પણ સાચો ધારાશાસ્ત્રી તે જ ગણાય કે જે અસીલ પાસેથી સાચી વાત પૂરી મેળવે. સાચો ધારાશાસ્ત્રી અસીલને સ્પષ્ટ શબ્દોમાં કહી દે કે “ફરી ગુનો નહિ કરવાની શરતે બચાવ કરું, પણ તે પહેલાં એક પણ વાત છુપાવ્યા Page #211 -------------------------------------------------------------------------- ________________ 1915 - ૧૬ : સત્યની રક્ષા માટે સક્રિય બનો - 110 – ૧૯૭ વિના તમામ હકીકત સાચી કહી દે, પછી હું સલાહ દઉં અને બચાવની પીઠિકા ચણું.” આવું નહિ કહેતાં “ગમે તેમ જિતાવી દઈશ' એમ કહેનાર અને ખિસ્સા ભરી લેનાર, એ ધારાશાસ્ત્રી નથી પણ લોભીઓ લૂંટારો છે એમ જ કહેવાય. ગવર્નમેન્ટ, ધારાશાસ્ત્રીને પરોપકારી ગણ્યા છે. એનાથી ફી ન મગાય. અસીલ જો ફી ન આપે તો એનાથી દાવો ન થાય. કોર્ટ, એમને તો કાયદાના અજ્ઞાનીઓ ઉપર ઉપકાર કરનારા ઉપકારી માને છે. સભા : આટલી હદની નામનાએ પહોંચ્યા છતાં પણ એ ઉપકાર કેમ નથી કરતા? લાલચ, લાલસા તથા વાસના વધે ત્યાં ઉપકારની ભાવના મરી જાય છે. એ તો “આમ જિતાવી દઈશ” એમ કહીને ખિસ્સાં જ ભરે, છતાં ખૂબી એ કે કેસ હારી જવાય તો પણ અસીલને જ કહે કે “તમે ભૂલ્યા !” સ્વાર્થોધતાના પ્રતાપે આવી દશા એવાઓની થઈ છે ! ધર્મગુરુ પણ, શાસનના ધારાશાસ્ત્રી છે. પેલા ધારાશાસ્ત્રીઓએ તો, ઘરબાર કુટુંબ પરિવાર બધું રાખેલું છે ત્યારે આ શાસનના ધારાશાસ્ત્રી સાધુઓને તો ઘરબાર કુટુંબ પરિવાર વગેરેમાંનું કશું જ નથી હોતું. એ રીતનું હોય તો જ આ ધારાશાસ્ત્રીપણું બરાબર દીપે. જૈનશાસનના સાધુ એ મોટા ધારાશાસ્ત્રી છે. કોઈને પણ એ ખોટી સલાહ ન જ આપે. એ તો એક જ સલાહ આપે કે, “ગુનો કબૂલ કર. ગુનાની શિક્ષા ખમવા તૈયાર થા, પ્રાયશ્ચિત્ત લે અને ફરી ગુનો નહિ કરવાનો નિર્ણય કર તો તો કર્મસત્તામાંથી છોડાવવાની તાકાત મારામાં છે, એ વિના અમે એવા લાંચિયા નથી કે અમારા ભક્ત છે એમ કહીને તમને કર્મસત્તા પાસેથી બચાવીએ.'આવી સલાહ આપનારા મુખ્યતયા કોઈ હોય તો શ્રી જૈનશાસનના જ ઉપદેશકો છે અને એ જ કારણે આ વિશ્વમાં સાચા ધારાશાસ્ત્રી કોઈ હોય તો જૈન સાધુઓ જ છે. જેઓ પાપમાં જ રાચવાને ઇચ્છે છે તેઓ માટે આ ધારાશાસ્ત્રીઓ કામના જ નથી. કયો ધારાશાસ્ત્રી ગુનેગારને એવું સ્પષ્ટ કહી શકે ? તે જ કે જેને મારું-તારું ન હોય અને જેની સંસારપિપાસા ઘટી હોય. સાધુએ રાખવાની સાવચેતી : આવા ધારાશાસ્ત્રીએ પણ સત્કાર તથા સન્માનથી સાવચેત રહેવાનું છે. ધૂનનમાં સ્વજનાદિનું ધૂનન કહેવાશે એમાં સૌથી છેલ્લે ધૂનન સત્કાર-સન્માનનું છે. ધૂનન એટલે મૂળથી ઉખેડવું. અંકુરને હલાવીને કાઢવો કે જેથી ફરીને ન ઊગે. અંકુર હલાવ્યા વિના ખેંચો તો ફરીને ઊગે પણ ખેંચતાં પહેલાં હલાવે, Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ - 16te જેથી જમીન હાલે, પોચી થાય અને અંકુર આખોયે નીકળી જાય જેથી ફરીને ઊગે નહિ. સ્વજનધૂનન પણ એ જ રીતે કરવાનું કે જેથી ફરી બાપાજી કે કાકાજી કોઈ યાદ ન આવે. છેલ્લે ધૂનન સત્કાર-સન્માનનું છે. વંદનાને સાધુ વિપ્ન માને. સાધુને વંદના એ તમારા માટે કલ્યાણકર છે પણ એમાં જો સાધુ ભૂલે તો એ જ વંદના સાધુ માટે વિદનકર છે. એ વંદનામાં ફુલાવું એ નાશની કારવાઈ છે. મુનિ તો વિચારે કે “આ વંદના સંયમને થાય છે, જેને જગત આ રીતે ઝૂકે છે તેને માટે કેવી રીતે સાચવવું જોઈએ ?” આ વિચાર, જેને હું અને મારું એ ભાવના ન હોય એનાથી થાય અને એનાથી જ સાચી સાધના સધાય. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે ખોટી વાહવાહમાં મૂંઝાનારા આત્માઓ, વસ્તુને સમજી પણ નથી શકતા અને આરાધી પણ નથી શકતા.' આ કારણથી ધર્મીમાત્રે, પોતાની ફરજ સમજવી જોઈએ. આજના ધર્મીઓ : ‘સાધુઓએ પોતાનાં માનસન્માનની કારવાઈથી નિર્લેપ રહી શાસનનાં સત્યોનો નિર્ભીકપણે પ્રચાર કરવો જોઈએ અને શ્રાવકોએ પોતાના શ્રાવકપણાની આરાધના કરવા સાથે પોતાના સાધર્મીઓ ધર્મમાં સ્થિર બને અને દૃઢ થાય એવા પ્રયત્નો નિરંતર કર્યા કરવા જોઈએ.' આ દૃષ્ટિએ આજના ધર્મીઓનો વિચાર કરીએ તો જરૂર નિરાશા ઊપજે તેવું છે. આજના ધર્મીએ, અપવાદ બાદ કરતાં ધર્મીને ધર્મમાં ટકાવવા માટે પેરવી જ કરી નથી એમ કહીએ તો ચાલે. પૂજા, પડિક્કમણું કે પર્વતિથિએ પૌષધ કરનારો, એ કરે જાય : પણ એ સિવાય બીજી કાર્યવાહી કે જે અવશ્ય કરવી જોઈએ તે પ્રાયઃ બંધ જ કરી છે. રોજ દસવિસ જણાએ મળવું, પરસ્પર વિચારો કરવા, સિદ્ધાંતોનો પ્રચાર કરવા યોજનાઓ કરવી આ બધી કાર્યવાહીનો લગભગ નાશ થયો છે. મારા આ કથનને ઊલટું ન લેતા, કારણ કે જેઓ કરે છે તેઓને ધન્યવાદ છે અને થાય છે તેટલું પણ ઠીક છે પણ આ તો મોટે ભાગે જે છે તે હું કહું છું. આ દુનિયામાં બધાં જ મંતવ્યોની સોસાયટી છે. ખરાબ સિદ્ધાંતોના પ્રચાર માટે પણ સોસાયટી છે. એક માણસને પોતાના વિચાર ફેલાવવાનું મન થાય કે ઝટ દશને ભેગા કરે છે અને તમે એવા નચિંત છો કે એને પણ ભેગા ન કરો. વધુમાં આજના ધર્મીઓ, પ્રાયઃ કુટુંબને પણ કેળવી નથી શકયા. બાપના હાથમાં પોતાના બે છોકરા પણ ન હોય એવી આજની દશા છે. છોકરા મોટા Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૬ : સત્યની રક્ષા માટે સક્રિય બનો ઃ - 110 ન થાય કે તરત જ જુદા. ‘શું પામ્યો ?’ એવું કદી છોકરાને પૂછ્યું હોત તો આ પરિણામ ન આવત. પોતાનો છોકરો દુનિયામાં ડિગ્રીધર કે પદવીધર બને, એને ખુરશી મળે એમાં વાહ વાહ માની, એવી ખોટી વાહ વાહમાં મૂંઝાવાનું પરિણામ એ આવ્યું કે એ જ છોકરાઓ માબાપને ઘરની હેઠે ઊતરવાનું કહી દે છે. એવા દીકરાઓ સ્પષ્ટ કહે છે કે ‘આજ સુધી તો તમે ગાદીએ બેસતા તે ઠીક પણ હવે તમારું કામ નથી, હવે રાજ અમારું છે. માટે હેઠે ઊતરો.' એ જ છોકરાઓમાં જો પહેલેથી જ ધર્મના સંસ્કાર પાડ્યા હોત તો તે દીકરાઓ બાપાજીની પૂજા કરત. એમ નહિ કરવાના પરિણામે તેઓ કહે છે કે ‘અમારા વગર તમને બાપ કહેત કોણ ?’ આ કઈ દશા ? એ જ રીતે આજે ઘણા કહે છે કે ‘અમે ન હોત તો શ્રી જિનેશ્વરદેવને કોણ પૂજત ?' આવી દશા આવે એ શું ઓછું શોચનીય છે ? પણ થાય શું ? ખોટી વાહવાહમાં મૂંઝાઈ જવાય અને ક૨વા યોગ્ય ન કરાય એનું પરિણામ આવું આવે એમાં આશ્ચર્ય પણ શું છે ? સ્પષ્ટ શબ્દો કહી શકાય તેમ છે કે ‘ઘરમાં, કુટુંબમાં અને આડોશીપાડોશી આદિમાં જે સ્થિતિ કેળવવી જોઈએ એ ધર્મીએ નથી કેળવી, એના જ પરિણામે આ દશા આવી છે એ નિ:સંશય છે.’ અને એનો હેતુ એ છે કે જ્ઞાનીઓએ વર્ણવેલી સંસારની દુ:ખમયતા જે રીતે સમજાવી જોઈએ તે રીતે સમજાઈ નથી. એ સમજાયા વિના ધર્મની આરાધના તરફ લક્ષ્ય થતું નથી અને એ કરાવવાનો આ ઉપકારીઓનો આ પ્રયત્ન છે. હજુ પણ ઉપકારીઓ શું ફરમાવે છે એ હવે પછી - 1617 ૧૯૯ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૭ : બાહ્યત્યાગની મહત્તા : 111 • સંસાર, એ સુખનો વિરોધી છે : જૈનકુળમાં જૈનજીવનની ઝળક કેમ ન હોય ? • મતભેદ વિનાની વાત : પાપથી બચાવવો, એ જ એક હેતુ : • બાહ્યત્યાગ, આંતરત્યાગનું કારણ છે : • સુંદરનું પરિણામ સુંદર : ક્ષુલ્લકકુમાર : • બાહ્યત્યાગ પણ કેળવવો જ પડશે !: • શુદ્ધ સંસ્કાર અને સંસર્ગનો પ્રતાપ : • શ્રદ્ધા વિના કરેલો ત્યાગ જો ફળે તો - પડેલાને કે પડતાને ઉન્નત કરવો એ જ ધર્મ : શ્રદ્ધાયુક્ત કેમ ન ફળે ? • વિપરીત ભાવનાનું પરિણામ : • સ્વરૂપ સમજાય તો સઘળું જ આવે : • જરૂરી વિચારના અભાવનું પરિણામ : • જૈનને, જાત પહેલી કે ધર્મ પહેલો ? વિષય : બાહ્યત્યાગ એ આંતરત્યાગનું કારણ કઈ રીતે બને? સંસાર એ દુઃખરૂપ જ છે, એમાં સુખ અંશમાત્ર નથી અને સુખ તો એક સંયમમાં જ છે. એ વાતથી ભૂમિકા રજૂ કરી હૃદયપૂર્વકના ત્યાગથી આ સંસારમાં ય સુખનો અનુભવ થાય એ વાત જણાવી છે. એ ત્યાગ માટે બાહ્યત્યાગ પણ અતિઆવશ્યક મનાયો છે. નિમિત્તવાસી આત્મા હોવાથી સારાં નિમિત્તે ચડે અને નબળા નિમિત્તે એ પડે માટે નબળાં નિમિત્તોથી આઘા રહેવું ને હંમેશાં સારાં નિમિત્તોને સેવતા રહેવું એ સુખી થવાનો માર્ગ છે. એ વાતને સ્પષ્ટ કરવા અનેક યુક્તિઓ રજૂ કરી છે. જૈન શાસ્ત્રોક્ત શુલ્લકકુમારની કથાના આધારે લજ્જાદિક ગુણોથી સંયમમાં સ્થિર રહેનાર મહાત્માની વાત રજૂ કરી બાહ્યત્યાગની મહત્તા સુપેરે સ્થાપિત કરી છે. આ જ વાતના અનુસંધાનમાં બાલ્યકાળથી દીક્ષા શા માટે ? સંસ્કારોની જરૂર શી ? પડેલા કે પડતાને ચડાવવો એ ધર્મ કેમ ? વગેરે બાબતોની ચર્ચા કરતાં દશાર્ણભદ્ર અને ઈન્દ્રનો પ્રસંગ પણ વર્ણવ્યો છે. મુવાક્યાતૃત • મળેલી ચીજને નહિ ભોગવવાની ભાવનામાં ત્યાગ છે; જ્યારે ખૂટી જાય માટે ન ભોગવવું એ ભાવનામાં કૃપણતા છે. • જેટલે અંશે સંસાર છે, તેટલે અંશે દુઃખ છે જ અને જેટલો છૂટટ્યો છે તેટલું જ સુખ છે. • જેના બાહ્ય સંયોગો ખોટા એના આંતર સંયોગો બગડવાનો ભારોભાર સંભવ છે, જ્યારે જેના બાહ્ય સંયોગો સારા છે, એના આંતરસંયોગો બગડવાનો સંભવ પ્રાયઃ નથી. શ્રદ્ધાપૂર્વકનો બાહ્યત્યાગ, એ આંતરત્યાગને લાવ્યા વિના રહેતો જ નથી. સમ્યગ્દષ્ટિને, જાત કરતાં પણ પ્રભુશાસનની કિંમત વધારે લાગે. આજે જિંદગી થોડી છે અને સાધનો ઘણાં છે, છતાં ધર્મ ન સધાય તો એ સૂચવે છે કે, જાત કરતાં ધર્મ પહેલો મનાયો નથી. બાલ્યકાળથી જ ચડાવવાની વિધિ બાંધવાનો જ્ઞાનીઓનો હેતુ પણ એ જ છે કે પ્રાણીમાત્ર પાપથી બચે ?' આરાધનાને લાયક શુદ્ધ સંસ્કાર અને શુદ્ધ સંસર્ગ આત્માને ભયંકર દોષોમાંથી બચાવી લે છે, એ નિઃસંશય છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૭: બાહ્યત્યાગની મહત્તા : સંસાર, એ સુખનો વિરોધી છે : સૂત્રકાર પરમર્ષિ શ્રીસુધર્માસ્વામીજી મહારાજા, આ “ધૂત' નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા ભવ્ય જીવોને નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરી રહ્યા છે. એ સૂત્રનું સમર્થન કરવા માટે પ્રથમ ટીકાકાર મહર્ષિ શ્રીશીલાંકસૂરિજી મહારાજા, ફરમાવી ગયા કે ચાર ગતિરૂપ સંસારમાં, એ ચાર ગતિ પૈકીની કોઈપણ ગતિમાં સુખ નથી. ચારે ગતિનાં દુઃખોનું વર્ણન, સંસારવર્તી પ્રાણીને નિર્વેદ તથા વૈરાગ્યની પ્રાપ્તિ થાય એ માટે છે. નિર્વેદ તથા વૈરાગ્ય થયા વિના શ્રી જિનેશ્વરદેવનું શાસન રુચિકર થતું નથી. સંસાર ઉપર નિર્વેદ ન આવે, પૌદ્ગલિક પદાર્થો ઉપર વિરાગ ન થાય ત્યાં સુધી પ્રભુમાર્ગ રુચિકર ન થાય. એ જ હેતુ માટે ચારે ગતિનાં દુઃખ વર્ણવતાં ટીકાકાર પરમર્ષિ, પ્રથમ નારકનાં દુઃખોની વાત કરી ગયા : તથા તિર્યંચગતિની વાત કરતાં પણ ફરમાવી ગયા કે પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાયના જીવો, સ્થાવર નામકર્મના ઉદયથી ગમે તેવી આપત્તિમાં પણ ખસી કે ચસી શકતા નથી અને તાડન, તર્જન, છેદન,ભેદનાદિ અનેક પ્રકારની પીડાઓ અનંતકાળ સુધી પણ સહન કરે છે. ગમે તેવી આપત્તિ વખતે એ જીવો ધારે તો પણ દુ:ખના સ્થાનમાંથી સુખના સ્થાનમાં જઈ શકતા નથી. દુ:ખ ભોગવીને અકામ નિર્જરાના યોગે ઊંચે ચડે એ વાત જુદી છે : પણ એ જીવો, એ અવસ્થામાં રહ્યા છતાં સ્વયં દુઃખના સ્થાનમાંથી સુખના સ્થાનમાં જઈ શકતા નથી. આપણે, જેમ તડકેથી છાંયે જઈએ તેમ જીવો જઈ શકતા નથી, કેમ કે એ જીવોને, સ્થાવર નામકર્મનો ઉદય હોય છે. ગમે તેવી આપત્તિ આવે તે બધી એમને તો સહેવી જ પડે છે. કારણ કે એ જીવોને, કર્મની કારમી પરાધીનતા છે. એ રીતે દુઃખ ભોગવવાં પડે એના કરતાં આરાધના કરતાં આવી પડતી તકલીફને ઇરાદાપૂર્વક ભોગવવી સારી છે. ઇચ્છાપૂર્વક તકલીફ ભોગવવાથી કામ થાય છે જ્યારે ત્યાં ભોગવવું પડે છે અને ઇચ્છિત કામ થતું નથી. ખાવા ન મળે અને Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ --------- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ - - 1 ભૂખ ભોગવીએ એમાં નવાઈ નથી પણ પદાર્થો હોય છતાં ભૂખ ભોગવાય ૨ નવાઈ છે. જે ચીજો માટે દુનિયાના પામર મનુષ્યો, ભીખ માગે અને અનેકની ગુલામ કરે : તે ચીજો નજર સન્મુખ છતાં, જેઓ એની ઉપેક્ષા કરે છે અને ઉપેક્ષા કરીને જેઓ એને તજે છે તેના જેવા દુનિયામાં મહાપુરુષો કોણ? પણ આ દશા આવવા માટે સંસારની દુઃખમયતા સમજાવી જોઈએ. એ જ મુદ્દાથી ઉપકારીઓ ફરમાવે છે કે તે તે ગતિમાં જે જે વિપાકો રહ્યા છે તે ભોગવ્યા વિના છૂટકો જ નથી. આ જ કારણે પણ ન ખાય ત્યાં દોષ કૃપણતાનો છે માટે એ હીણભાગી કહેવાય પણ ઉપવાસ કરે અને એ માટે ન ખાય એ તો આરાધક છે. મમ્મણ શેઠ, તેલ તથા ચોળા ખાતો તે ત્યાગથી નહિ પણ માત્ર પોતાની કૃપણતાથી જ. કોટ્યાધિપતિ, અણાહારીપદની આરાધના માટે માસખમણ કરે તો કહીએ કે આવો શ્રીમાન પણ આવો તપ કરે છે ! ખરેખર ધન્ય છે એને ! “પણાતામાં તથા ત્યાગમાં અંતર છે. મળેલી ચીજને નહિ ભોગવવાની ભાવનામાં ત્યાગ છે ત્યારે ખૂટી જાય માટે ન ભોગવવું એ ભાવનામાં પણતા છે. કૃણતાથી બચવાનું છે જ્યારે ત્યાગને ભજવાનો છે પણ એ વાત ત્યારે જ બને કે જ્યારે સંસારની વિષમતાનો ખ્યાલ આવે. “સંસારમાં એટલે કે ચારે ગતિમાં સુખ નથી' - આ વાત બરાબર સહાય ત્યારે જ એ વસ્તુ બને. વિષયકષાયરૂપ સંસારને તથા સુખને મેળ જ નથી. એ સંસાર હોય ત્યાં સુખ હોય જ નહિ.' - આ વસ્તુ બરાબર પચી જવી જોઈએ. આ વસ્તુ જેઓને સમજાય તેઓ તો સમજી જ જાય કે સંસાર, એ સુખનો વિરોધી છે.' મતભેદ વિનાની વાત : સભા : મુનિને પણ સંસાર તો છે જ. જેટલે અંશે સંસાર છે તેટલે અંશે દુઃખ છે જ અને જેટલો છૂટ્યો છે તેટલું જ સુખ છે. જેટલી શરીરની મમતા એટલું દુઃખ અને મમતા છૂટી એટલું જ સુખ. આ રીતે માનવામાં વાંધો નથી. “જેટલે અંશે સંસાર તેટલે અંશે દુઃખ અને એનો ત્યાગ એટલું સુખ એ વાતમાં બે મત છે જ નહિ. લોભ એ દુઃખ છે અને સંતોષ એ સુખ છે, કારણ કે લોભ એ સંસાર છે અને સંતોષાદિ સદ્ગણો એ મોક્ષસુખના Page #217 -------------------------------------------------------------------------- ________________ 11. ————- ૧૭ : બાહ્યત્યાગની મહત્તા : - 111 - ૨૦૩ અણુઓ છે. મુનિને પણ, શરીર આદિની મમતા આદિરૂપ જેટલો સંસાર છે તેટલું દુઃખ છે જ એ કારણે “જેટલો સંસાર તેટલું દુઃખ અને જેટલો સંસારનો ત્યાગ તેટલું જ સુખ” આ મતભેદ વિનાની વાત છે. શ્રી જૈનશાસન, સંસારમાં સુખ મનાવતું જ નથી : એ જ કારણે શ્રી જૈનશાસન, આ સંસારમાં એક ધર્મને જ ઉપાદેય તરીકે મનાવે છે. સંપૂર્ણ ધર્મનું પાલન કરનાર આત્માને, આ સંસારમાં જ મોક્ષનો સાક્ષાત્કાર થાય છે એ જ કારણે ઉપકારીઓ ફરમાવે છે કે "निर्जितमदमदनानां, मनोवाक्कायविकाररहितानाम् । વિનિવૃત્તપરાશાના-ખિદેવ મોક્ષ: સુવિદિતાનામ્ ૨ ” “મદ અને મદન ઉપર સંપૂર્ણ વિજય મેળવનારા, મન, વાણી અને કાયાના વિકારોથી રહિત તથા પરની આશાથી વિનિવૃત્ત થયેલા સુવિહિત આત્માઓને આ સંસારમાં જ મોક્ષ છે.” “મદ એટલે અહંકાર, મદન એટલે કામદેવ, વિકારો અને પરની આશા એ જ સંસાર છે અને એ સંસાર હોય ત્યાં દુઃખ અવશ્ય છે તથા એ સંસારનો જ્યાં અભાવ છે ત્યાં સુખ જ છે. આ વાતમાં, કોઈ પણ જેનશાસનના જ્ઞાતાનો મતભેદ છે જ નહિ. કર્મના યોગે, મુનિઓ સંસારી છે એ વાત નિર્વિવાદ છે પણ સાથે એ વાત પણ એટલી જ નિર્વિવાદ છે કે તેઓ કર્મની સામે થઈ કર્મબંધના કારણરૂપ પદાર્થોના સંસર્ગથી પર બનેલા છે. સંસારમાં રહેલા આત્માઓ, મુનિ તરીકે ત્યારે જ ઓળખાય છે કે જ્યારે તેઓ, સર્પ જેમ કાંચળીનો ત્યાગ કરે છે તેમ બાહ્ય સંસર્ગોનો હૃદયપૂર્વક ત્યાગ કરે છે. બાહત્યાગ, આંતરત્યાગનું કારણ છે : હૃદયપૂર્વકનો ત્યાગ એ જ આ સંસારમાં સુખ છે અને એ ત્યાગ, આત્માને શાશ્વત સુખના ધામે પહોંચાડનાર છે. એવો અનુપમ ત્યાગ પામવા માટે, બાહ્ય સંસર્ગોનો ત્યાગ અતિ આવશ્યક છે : કારણ કે બાહ્યત્યાગ, આંતરત્યાગનું કારણ છે. બાહ્ય સંસર્ગોનો અભાવ પણ કોઈ કોઈ આત્માને લાભરૂપ થઈ જાય છે તો પછી બાહ્ય સંસર્ગોનો ત્યાગ કેમ લાભારૂપ ન થાય ? જો એવો ત્યાગ, લાભરૂપ ન હોત તો જ્ઞાનીઓ, પ્રાપ્ત વસ્તુઓના ત્યાગને જેમ ત્યાગ તરીકે ઓળખાવે છે, તેમ અપ્રાપ્ત વસ્તુઓની ઇચ્છાના ત્યાગને પણ ત્યાગ તરીકે Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ - - - - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - - 10 ઓળખાવે છે તે ન ઓળખાવત. બાહ્ય સંસર્ગો અને એ સંસર્ગોની ઇચ્છા એ ઉભયનો ત્યાગ, આંતરત્યાગને આણવામાં પ્રબળ સાધન છે. જેઓ, આંતરત્યાગને ન ઇચ્છતા હોય તેઓ જ, બાહ્યત્યાગના વિરોધી હોઈ શકે. કાર્યના અર્થી, કારણથી બેદરકાર ન જ હોઈ શકે. અભ્યાસદશામાં, બાહ્યત્યાગ પ્રથમ હોય છે અને આંતરત્યાગ, એ બાહ્યત્યાગના યોગે છે. “આંતરત્યાગના યોગે બાહ્યત્યાગ એ તો અભ્યાસદશાનો પરિપાક થયા પછી છે પણ શરૂથી નથી.” આ વાતને નહિ સમજનારાઓ, “બાહ્યત્યાગ, આંતરત્યાગનું કારણ છે.” આ વાતને ન સમજી શકે એ સહજ છે : બાકી આંતરત્યાગને પામવા ઇચ્છતા અને આંતરત્યાગના યોગે જ બાહ્યત્યાગ થઈ જાય એવી દશાને પામવા ઇચ્છતા આત્માઓએ, એ ત્યાગને અને એ દશાને પામવા માટે બાહ્યત્યાગનો ખૂબ જ અભ્યાસ કરવો જોઈએ. એ અભ્યાસના યોગે જ, એક કાલમાં એ ત્યાગ અને એ દશા સારામાં સારી રીતે ખીલી ઊઠશે : અને એ ખીલી ઊઠ્યા પછી, સાધ્યની સિદ્ધિ જોતજોતામાં થઈ જાય તેમ છે : પણ શરૂઆતથી જ આંતરત્યાગની વાતો જ કરનારાઓ અને બાહ્ય ત્યાગની વાતથી પણ ભાગતા ફરનારાઓ, કોઈ પણ કાળે એ ત્યાગને કે એ દશાને પામી શકવાના નથી : જો આમ ન હોત તો દ્રવ્યસમ્યક્તનો આરોપ કરીને મિથ્યાદૃષ્ટિઓને વ્રતો પણ આપવામાં અને અભ્યાસરૂપ ચારિત્ર આપવાનાં વિધાનો શાસ્ત્રોમાં ન હોત. બાહાત્યાગ પણ કેળવવો જ પડશે !: બહારના ખરાબ સંયોગથી બચી ગયેલા આત્માઓ, લાભ પામી શકે છે તો જેઓએ બહારના ખરાબ સંયોગો તજ્યા છે તેઓ, એ ત્યાગના લાભને કેમ જ ન પામી શકે ? ગમે તેવો હિંસક અને જંગલી સિંહ પણ પાંજરે પુરાય છે એટલે કેવો બની જાય છે ? જે સિંહની પાસે એક માણસ પણ ફરી શકતું નહોતું, તે જ સિંહને જોવા હજારો માણસ ભેગા થાય છે અને પેલો સિંહ ભલે અંદરથી ત્રાડ પાડે તો પણ શાંતિથી જુએ છે. જોનારાઓ પણ જ્યાં સુધી પાંજરાના સળિયા મજબૂત હોય ત્યાં સુધી જ જુએ અને સળિયો પોલો લાગે કે બધા ભાગે છે અને દોડાદોડ કરે છે, કારણ કે શાંતિથી જોઈ શકે છે એ પ્રતાપ પાંજરાનો છે. તે જ રીતે ગમે તેવા વિષયવાસનાની અભિલાષાવાળાને, વિષયવાસનાની સામગ્રી Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૭ : બાહ્યત્યાગની મહત્તા : - 111 ૨૦૫ વિનાના પ્રદેશમાં મૂકવામાં આવે તો એની વિષયવાસના પ્રાયઃ આપોઆપ બળી જાય છે. ભલે થોડો વખત દુર્ધ્યાન થાય, એને યોગે કર્મબંધ પણ થાય, પણ પરિણામે એ વિષયને ભૂલી જાય છે. બીજું, જેટલી ચીજો ખાવાની તમને ભાવના થાય છે તેટલી ચીજો ખાવાની ઇચ્છા જંગલના ભીલને થાય છે ? કહેવું જ પડશે કે નથી થતી, કારણ કે એને એ વસ્તુઓનો ખ્યાલ જ નથી. તમે તથા એ ભીલ બેય આ ભરતમાં અને તેમાંયે હિન્દુસ્તાનમાં જન્મ્યા છો, તમે પણ માણસ અને એ પણ માણસ છતાં તમને આયંબિલમાં જે ખોરાક મળે છે તે પણ એને નથી મળતો. જાડો રોટલો અને ઝાડેથી તોડેલી વનસ્પતિ એ બે ભેગાં આવે, એવો ખોરાક એ ટેસ્ટથી ખાય. શું તમારી અને એની જીભમાં કંઈ ફેર હશે ? મારી મોટી અને એની નાની હશે ? નહિ જ, એ છતાં પણ ભીલ બજારમાં નીકળે તો પણ એક પણ મીઠાઈ પર એનું મન ન થાય, એ તો સીધો ચાલ્યો જાય, અને તમને તો મોંમાં પાણી છૂટે. એનામાં તો અજ્ઞાન છે, એ અજ્ઞાનની પ્રશંસા નથી કરતો પણ આપણો મુદ્દો એ છે કે જેને દુનિયાના સંયોગો ઓછા એને નિમિત્તો ઓછાં મળે છે, એ કારણથી એને જો કોઈ વાળનાર મળે, અને એ વળે તો તમને પણ પાછા પાડે. એ આત્મા તમારાથી આગળ આવે. એને ખાવાનું છોડાવવામાં મુશ્કેલી નથી, સ્વતઃ અભ્યાસારૂઢ છે. તમને બે વિગઈ છોડાવતાં મુશીબત, પેલાને તો છયે વિગઈનો અભાવ છે, આથી પણ સિદ્ધ છે કે કેવળ અત્યંતરની વાત પકડનારા અજ્ઞાન છે. આંતરગુણની અભિલાષાવાળાએ બાહ્ય ત્યાગ કેળવ્યા વિના છૂટકો જ નથી. પણ પેલો ભીલ છે તેને બાહ્ય સામગ્રી મળી નથી પણ છોડેલી પણ નથી તેને જો આટલો લાભ થઈ શકતો હોય તો આપણે તો સ્વેચ્છાએ છોડવાની વાત કરીએ છીએ તેમાં કેટલો લાભ થાય ? તે વિચારો. મુનિને નિર્દોષ ચીજ મળે તે લેવી એવી આજ્ઞા છે, એ લેવામાં દોષ નથી, છતાં પણ વિવિધ પ્રકારના અભિગ્રહોનું એ મહાપુરુષો માટે પણ વિધાન છે. તપવૃદ્ધિ માટે જાત જાતના અભિગ્રહો કરવાનું વિધાન છે. એ અભિગ્રહો પણ સંયમને શુદ્ધ બનાવવા માટે છે. 1623 બાહ્ય ક્રિયા વિના સસ્તુ પણ શુદ્ધ બનતી નથી. તાંબા પિત્તળના વાસણને કાટ ચડે એ કાઢવા માટે આંબલીથી ઘસવા વગેરેની બાહ્ય ક્રિયા કરવી પડે છે. મેલા વસ્ત્રનો મેલ કાઢવા સાબુ ઘસવો પડે છે એ પણ બાહ્ય ક્રિયા છે ને ! વધારે મેલ હોય તો, વસ્ત્રને જેમ ભઠ્ઠીમાં નાખવું પડે છે તેમ આંતરગુણને પ્રગટ કરવા Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ -- -- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ ————— 164 માટે પણ બાહ્ય ક્રિયાની અતિશય જરૂર છે. આંતરગુણ વિના પણ સારાની શિખામણ માનનારા કેટલાય બાહ્ય ક્રિયા કરનારા થાય છે અને એ પણ પરિણામે સાધ્ય સાધે છે. કંઈ પણ ન સમજનારા છતાં શેઠની શિખામણ માનનારા નોકર મહિને પચીસ પચીસ કમાય છે. એનામાં કંઈ જ્ઞાન ન હોય, માત્ર શેઠ કહે એ તાકા લાવે અને લઈ જાય એ જ એનું કામ. શેઠની સલાહ માને છે માટે એ પગાર પામે છે. આથી સ્પષ્ટ છે કે પામેલાની સલાહ માનીને ક્રિયા કરનારા પણ ઊંચી કોટિના છે. જેના બાહ્ય સંયોગો ખોટા એના આંતરસંયોગો બગડવાનો ભારોભાર સંભવ છે, જ્યારે એના બાહ્ય સંયોગો સારા છે એના આંતરસંયોગો બગડવાનો સંભવ પ્રાયઃ નથી. તીવ્ર પાપોદયની વાત અલગ છે. અભવ્ય આદિ સિવાયના આત્માઓની બાહ્ય ક્રિયા જેમ ઉત્તમ તેમ તેમ આંતરક્રિયા આપોઆપ સારી થાય : આથી બાહ્યત્યાગ પણ આંતરત્યાગના અર્થીઓએ કેળવવો જ પડશે. શ્રદ્ધા વિના કરેલો ત્યાગ જો ફળે તો શ્રદ્ધાયુક્ત કેમ ન ફળે? અભવ્ય આત્મા, બાહ્યત્યાગનું પાલન કરે છે અને મોક્ષમાર્ગની શ્રદ્ધા વિના જ મુનિપણાની ક્રિયાઓને કરે છે : એ છતાં પણ એ ત્યાગ અને એ ક્રિયાઓના પ્રતાપે, એ આત્મા નવમા રૈવેયક સુધી પહોંચી શકે છે એ વાત નિશ્ચિત છે. “મોક્ષમાર્ગની શ્રદ્ધા વિના પણ કરાયેલો ત્યાગ જો ફળે તો પછી શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલો ત્યાગ કેમ જ ન ફળે ?' – એ વિચારો. શ્રદ્ધા વિના પણ માત્ર બાહ્યથી જ કરેલો ત્યાગ પણ, ઠેઠ નવમા કૈવેયક સુધીના સુખને સમર્પે : તો પછી શ્રદ્ધાપૂર્વક પ્રભુની આજ્ઞા મુજબ કરવામાં આવે તો બાહ્યત્યાગ, આત્માને શાશ્વત સુખનું સમર્પણ કરે એમાં આશ્ચર્ય જ શું છે? જેઓ, આંતરત્યાગના નામે બાહ્યત્યાગની અવગણના કરવામાં જ રાચે છે, તેઓ, ખરે જ પ્રભુશાસનના રહસ્યને પામ્યા નથી. શ્રદ્ધાપૂર્વકનો બાહ્યત્યાગ, એ આંતરત્યાગને લાવ્યા વિના રહેતો જ નથી. “બાહ્યત્યાગ, આંતરત્યાગની પ્રાપ્તિ દ્વારા : આત્માને અનુપમ સુખોનો અનુભવ કરાવીને શાશ્વત સુખમાં સ્થાપિત કરનાર છે.” આ વાતને નહિ સમજનારા, “પ્રભુશાસનની સુવાસથી પણ વંચિત છે' એમ કહ્યા વિના છૂટકો જ નથી. પ્રભુશાસનની સુવાસથી વંચિત આત્માઓમાં સાચી ઉદારતા આદિ ગુણોની પ્રાપ્તિ પણ અશક્ય છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ 1625 - ૧૭ : બાહત્યાગની મહત્તા ઃ - 111 – ૨૦૭ સ્વરૂપ સમજાય તો સઘળું જ આવે : વસ્તુનું સ્વરૂપ સમજાય તો સઘળું જ આવે એ સુનિશ્ચિત છે. દેવ, ગુરુ અને ધર્મનો વિનય આદિ કરતાં નથી આવડતું એનું કારણ એ જ છે કે આત્માને એનું સ્વરૂપ સમજાયું નથી. નોકર, “શેઠ એટલે શું ?' એ સમજે છે : એ જ કારણે, શેઠના ઉપાલંભ આદિને શાંતિથી સાંભળી લે છે અને સહી લે છે. શેઠની મહેરબાની છે તો આ બધું છે એમ સમજનાર, શેઠને નથી ભૂલતો, તો ધર્મથી જ સર્વસ્વ છે એમ માનનાર, ધર્મને કેમ જ ભૂલે ? શું રાજ્યના નોકરોનો, પોતપોતાના માલિકો પ્રત્યેનો વિનય નાનોસૂનો છે ? કહેવું જ પડશે કે નહિ, કારણ કે એ નોકરો સમજે છે કે આ જાતના વિનયથી જ લાભ છે. તુચ્છ લાભની ખાતર પણ આવો વિનય અને આવું આજ્ઞાપાલન થાય તો પછી શાશ્વત લાભની ખાતર અનુપમ વિનય અને અનુપમ આજ્ઞાપાલન કેમ જ ન થાય ? પોલીસ પોતાના જમાદાર પાસે “મેં આમ કર્યું અને તેમ કર્યું' એમ કદી જ નહિ બોલે અને ઊંચે સ્વરે તો કદી જ નહિ બોલે : કહો કે એ બધું શા માટે ? માત્ર પંદર કે પચીસ રૂપિયા માટે જ ને ? એ, “જો ઊંચે સ્વરે બોલું તો નોકરી જાય એમ માને છે : માટે જ એ, ઊંચે સ્વરે નથી બોલતો. એની કિંમત તો પંદર રૂપિયાની જ ને ? આવી આવી લાલસાઓ માટે, મોક્ષની સાધનામાં જે વિનય ઉપદેશાયો છે તે વ્યવહારમાં દેખાય છે. વ્યવહારમાં જે ગુણો તમે કેળવી રહ્યા છો તેનો ઉપયોગ અહીં કરો તો બીજું કાંઈ જોઈતું નથી. પોલીસ પોતાના જમાદાર પાસે જે રીતે ઊભો રહે છે, તે રીતે મોટા ભાગના જૈનો, શ્રી જિનેશ્વરદેવ પાસે ઊભા રહેતા નથી : એનું કારણ કે તેઓને, શ્રી જિનેશ્વરદેવનું સ્વરૂપ સમજાયું નથી. શરીર ઉપર આપત્તિ આવે તો એને દૂર કરવા તનતોડ પ્રયત્ન કરનારાઓમાં પણ “શાસનના, ધર્મના અને આત્મકલ્યાણના પ્રસંગે કૃપણતા, અનુદારતા અને ક્ષુદ્રતા આદિ કયાંથી આવે છે એ શું વિચારવા જેવું નથી ? જ્યાં હિસાબ ગણાવો જોઈએ ત્યાં ગણાતો નથી અને ધર્મમાં કેમ ગણાય છે ? એ વિચારો.ખાનપાનમાં અને રીતભાતમાં જ્યાં મર્યાદા જોઈએ ત્યાં ઉદારતા છે પણ જ્યાં ઉદારતા જોઈએ છે ત્યાં કેમ નથી ? એ વિચારો. બે માણસને રહેવા માટે પચાસ માણસ રહે એવો બંગલો કરે, એમાં બે-પાંચ લાખ ખર્ચાય, એમાં પણ બુદ્ધિ એવી છે ફલાણાના બંગલાથી સારો કરવો'. આ દશા, પૌલિક વસ્તુના આધારે ઉદય Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ------ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ --- -- 1628 માનવામાં આવે છે એને જ લઈને છે. પણ એ જ આત્માઓ, જો એ પૌલિક વસ્તુઓના સ્વરૂપને અને પ્રભુશાસનના સ્વરૂપને સમજે તો પરિણામ જરૂર સુંદર જ આવે. એ લોકો, “જેમ પૌલિક વસ્તુઓના આધારે ઉદય માને છે ? તેમ જો પ્રભુશાસનના આધારે જ ઉદય માનતા થાય તો તે લોકો, પ્રભુશાસનને માટે શું ન કરે? કહેવું જ પડશે કે સઘળું જ કરે. આથી જ હું કહું છું કે “સ્વરૂપ સમજાય તો સઘળું જ આવે.” જેનને, જાત પહેલી કે ધર્મ પહેલો ? હવે વિચારો કે “જૈન કોણ ?” કહેવું જ પડશે કે કારણસર પૌદ્ગલિક સંયોગો તજે નહિ એ બને પણ પ્રસંગ આવે તજતાં અચકાય પણ નહિ એ. કદી સાધુપણું લેવા એ તૈયાર ન હોય એ બને, ત્યાં કર્મોદય, આસક્તિ વગેરે નડે એ માન્યું પણ જે ધર્મનો એ સેવક છે તેની રક્ષા માટે અવસરે ઘર છોડતાં પણ એને આંચકો ન લાગે. તમે પણ, જે બધું કરી રહ્યા છો એ જાત માટે ને ? બંગલામાં બેઠા હો અને બંગલો સળગવાની ખબર મળે તો બેસી રહો કે કૂદી પડો ? બંગલો બળે છે માટે કેમ જિવાય ?” એમ બોલો છો ? નથી બોલતા, કેમ કે જાતની કિંમત બંગલાથી વધારે છે. એમ સમ્યગ્દષ્ટિને, જાત કરતાં પણ પ્રભુશાસનની કિંમત વધારે લાગે પણ આજે, બધા જ સંસ્કાર ફરી ગયા છે એની આ દુર્દશા છે : અન્યથા શુદ્ધ કુલાચાર પ્રત્યે પણ ઉપેક્ષા કેમ થાય ? માતા, છોકરાને સોના જેવી ચીજ આપે પણ અભક્ષ્ય માગે તો તે કહી જ દે કે “એ તો ન આપું.” માનો હેત શો ? બાળકને સારી રીતે જિવાડવાનો; પણ એ બને કયારે ? બાળકના આત્મા પ્રત્યે પ્રેમ હોય તો ને ? આ તો બાળકના શરીર ઉપર પ્રેમ છે. આત્મા ઉપર કયાં છે ? એથી જ, બાળકનું શરીર માંદું પડે તો માને આંસુ આવે છે : પણ બાળક, અનીતિ કે પાપ કરીને આવે ત્યારે કેટલી માની આંખમાં આંસુ આવે છે ? પણ જ્યાં પોતાના જ આત્મા ઉપર એવો પ્રેમ ન હોય એને પારકા આત્મા પર એવો પ્રેમ આવે ક્યાંથી ? તમે સાધુ થવા તૈયાર ન હો તો બહુ દુઃખ ન થાય પણ પ્રભુના માર્ગની રક્ષા ખાતર, એવા પ્રસંગે, તમારી પાસે જે હોય તે છોડવા પણ તૈયાર ન થાઓ તો જરૂર દુઃખ થાય. શુદ્ધ સમ્યગ્દષ્ટિ આત્માઓ, સંયમ નહોતા લઈ શક્યા એ ખરું છે પણ અવસર આવ્યું તેઓ પોતાના સર્વસ્વની પણ પરવા કરનારા નહોતા. નહિ તજનારાએ પણ, તજવાના સમયે જરા પણ ચિંતા નથી કરી : કારણ કે એવા આત્માનો એ ગુણ છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૭ : બાઠાત્યાગની મહત્તા : - 111 પ્લેગ થાય તો તમે બંગલે તાળાં મારીને ચાલ્યા જાઓને ! મિલકત મૂકીને પણ તમે જાતપ્રેમીઓ જરૂર ચાલ્યા જાઓ. વૉરંટ આવે તો તરત ગાડીમાં બેસો. જાતની આપત્તિ ટાળવા માટે બધું કરો, બંગલો વગેરે પણ છોડો. એ જ રીતે શાસનસેવાના પ્રસંગે બંગલો વગેરે છૂટવું જોઈએ. આ સ્થિતિ એકેએક જૈનમાં હોવી જોઈએ. નાના-મોટામાં, સ્ત્રી-પુરુષમાં એમ દરેક જૈનમાં આ સ્થિતિ જોઈએ. આ સ્થિતિ દરેકમાં આવે તો આજે ચોથો આરો. પ્રભુશાસન જેના હૈયામાં વસે એને પાંચમો આરો કરે પણ શું ? આજે આપત્તિ છે ક્યાં ? આપત્તિ તો પૂર્વે હતી. પૂર્વે તો મુનિઓને ઘાણીમાં ઘાલીને પીલ્યા હતા. એવી આપત્તિમાં પણ સાધુઓએ તથા શ્રાવકોએ ધર્મને અખંડ સાચવ્યો છે. આજે જિંદગી થોડી છે અને સાધનો ઘણાં છે છતાં ન સધાય તો એ સૂચવે છે કે જાત કરતાં ધર્મ પહેલો મનાયો નથી માટે નિશ્ચિત કરો કે ‘જૈનને જાત પહેલી કે ધર્મ પહેલો ?’ 1627 જૈનકુળમાં જૈનજીવનની ઝળક કેમ ન હોય ? શ્રી જિનેશ્વ૨દેવની મૂર્તિ દેખીને જૈનની રોમરાજી કેમ ખડી ન થાય ? પૂજા કર્યા વિના જૈનને ખાવું જ કેમ ભાવે ? કેટલાક કહે છે કે ‘પ્રભુ પાસે ઊભું કેમ રહેવાય એ પણ અમને નથી આવડતું.' સૂત્ર બોલતાં ન આવડે, ચૈત્યવંદન ન આવડે, બીજી વિધિ ન આવડે એ બને, પણ ઊભું રહેતાં તથા નમતાં પણ ન આવડે એ કેમ બને ? પ્રભુને ત્રણ લોકના નાથ માન્યા એટલે આપોઆપ હાથ જોડાઈ જાય અને માથું નમી જાય. ગમે તેવો વઢવાડીઓ હોય તો પણ કોર્ટમાં જાય એટલે ચૂપ. ચૂપ થવાનું એને કોણે કહ્યું ? એ પ્રશ્ન જ ન હોય, કારણ કે ‘ત્યાં બોલે તો પોલીસ મારે' એમ એ જાણે છે; તો પછી શ્રી જિનેશ્વરના મંદિરમાં ઊભું કેમ રહેવાય એ કેમ ભણાવવું પડે ? શેઠની આગળ, સાહેબની આગળ ઊભું રહેતાં આવડે અને શ્રી જિનેશ્વરદેવ તથા એ તારકના નિગ્રંથ સાધુઓ પાસે ઊભું રહેતાં ન આવડે એ શું ? આથી જ હું કહું છું કે જૈનકુળમાંથી જૈનજીવનની અસ૨ પણ ઊડતી જાય છે, અન્યથા ‘જૈનકુળમાં જૈનજીવનની ઝળક કેમ ન હોય ?' સભા : સાહેબ ! શેઠ અને સાહેબ પાસે તો સ્વાર્થ છે ને ! ૨૦૯ અરે, ત્યાં તો સ્વાર્થ સરે ત્યારે સરે, વખતે ધપ્પો પણ પડે અને જુત્તાં પણ ખાવાં પડે. શ્રી જિનેશ્વરદેવને નમવામાં સ્વાર્થ નથી સરતો એવી માન્યતા જો શ્રાવકના મોંથી નીકળે તો એ શ્રાવકના કુળો માટે પણ શંકા થાય. Page #224 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૬ શ્રાવકનું કુળ જેટલું ઊંચું એટલા પ્રમાણમાં તો ઉચ્ચતા જોઈએ ને ! જૈનકુળમાં અમુક અમુક સંસ્કારો તો હોય જ. અમુક ચીજ ન ખવાય, ન પીવાય, એ તો હોય જ. ૨૧૦ જૈનના ઘરમાં શ્રી જિનેશ્વરદેવની નાનામાં નાની મૂર્તિ તો હોય જ. આજે તો છે તેને પણ ઉઠાવવાની ફિકરમાં જ ઘણા પડ્યા છે. ઘરમાં જિનમંદિર અને પૌષધશાળા હોય તો બાળકો વગર કહ્યે અને વગર શીખવાડ્યે એ બધું કરત. જે માબાપ પૂજા, સામાયિક, પ્રતિક્રમણ કરે, વ્યાખ્યાન સાંભળે એના દીકરા કેવા થાય ! ‘આ આમ અને આ તેમ' એ ખટપટ તો મોટા કરે, બાકી નાનાં બચ્ચાં તો જુએ તેવું કરે. એ તો આંગળીએ વળગે. જેવું શીખવો તેવું શીખે. ભાણામાં બેઠા પછી બાપ જે ચીજ કાઢે તે બાળક પણ કાઢે, બાળકમાં એ ગુણ કે ‘જુએ એવું કરે.' મોટો થાય અને મૂછના અંકુરા ફૂટે ત્યારે ‘આ આમ કેમ અને આમ કેમ નહિ ?' એ બધા ચાળા કરે. એ વખત આવે એ પહેલાં તો સંસ્કાર એવા મજબૂત સીંચો તો એવું થાય જ નહિ. એ દશા આણવા માટે જૈનજીવનની ઝળકને ઝળહળતી રાખો. 162 પાપથી બચાવવો, એ જ એક હેતુ : બાળકમાં બહુ યોગ્યતા છે. શાસ્ત્રે દીક્ષા માટે આઠ વર્ષની વયની પસંદગી કરી એમાં પણ યોગ્યતા જ હેતુ છે. એ વયમાં સ્થપાયેલા સંસ્કાર કોઈ ભૂંસવા માર્ગ તોય એકદમ ન ભૂંસાય. યોગ્યતા જે શાસ્ત્ર કહી તે તો બધી જ વયમાં જોવાની. એ યોગ્યતા ન હોય તો તો આઠ વર્ષનોયે નકામો અને અઠ્ઠાવીસ વર્ષનો પણ નકામો. વિષય એ ખસ જેવા છે. ખસને જેમ ખણો તેમ વધે. એ જ રીતે જેમ સંયોગો મળે તેમ વિષયો વધે. જો ન ખણાય તો ખસ, ખસના રૂપમાં બહાર ન આવે : નાની વયમાં (બાલ્યવયમાં) વિષયની ચળ જન્મી જ નથી હોતી ત્યારથી જ એ ચળ ન જન્મે એવી ક્રિયા કરાવવાનો શાસ્ત્રકારનો હેતુ એક જ છે અને તે માત્ર પાપથી બચાવવાનો જ. કદાચ કર્મયોગે જન્મે તો, તે તે પ્રસંગે શું શું કરવું એનું શિક્ષણ પણ શાસ્ત્ર આપ્યું છે. જમીન એવી ખેડાય કે ચળ આવે જ નહિ. ખસ ન થાય એ માટે તમે સાબુથી રોજ નહાઓ છો ને ! આત્મા પ૨ વિષયક્રિયાનો મળ ન લાગુ થાય, ફોલ્લા પડે તેવું લોહી ન બગડે, રસી ન થાય માટે આ સંયમાદિ ક્રિયા પણ સાબુ જેવી છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ 120 – - ૧૭ : બાહાત્યાગની મહત્તા : - 111 – - ૨૧૧ સભા : સાધુપણાની ક્રિયા જ એવી છે. ઊનું પાણી પીવું, લોચ કરવા, બે ટંક પ્રતિક્રમણ, બે વખત પડિલેહણ, દેવવંદન, ગુરુવંદન, વૈરાગ્યની વાતો અને શાસ્ત્રોનો અભ્યાસ વગેરે ક્રિયાઓ સાધુને ચાલુ જ હોય, એટલે એને વિષયની ચળ આવે જ નહિ. વખતે તીવ્ર કર્મોદયે થાય તો તે પ્રસંગે શાસ્ત્ર ભણાવાય, ઉપદેશ અપાય, એમાં બધી વિધિ છે કે “આમ થાય તો આમ કરવું અને આમ થાય તો આમ કરવું.” વેપારીને ત્યાં કેટલી કળા હોય છે ! એ પ્રમાણે બધું કર્યા છતાં પણ તીવ્ર કર્મોદયે કદાચ કોઈ પડે તો પણ એ આત્માને એનો સુંદર અભ્યાસ, એની સુંદર ક્રિયાઓ અને ઉત્તમ દશામાં થયેલો ઉત્તમ આત્માઓનો સંસર્ગ સુંદરમાં સુંદર લાભ આપ્યા વિના નહિ જ રહે. આથી, પડવાથી ચેતતા રહેવું પણ પડવાથી ગભરાઈને ચડવાનું માંડી વાળવું નહિ. બાલ્યકાળથી જ ચડાવવાની વિધિ બાંધવાનો જ્ઞાનીઓનો હેતુ પણ એ જ છે કે “પ્રાણીમાત્ર પાપથી બચે.” સુંદરનું પરિણામ સુંદર : ક્ષુલ્લકકુમાર : પરિણામપૂર્વકનું સુંદર જીવન, આત્માને લાભ આપે એમાં તો મતભેદ છે જ નહિ : પણ શાસ્ત્રના જ્ઞાતાઓ તો ફરમાવે છે કે “પરિણામ વિના પણ પાળેલું સુંદર જીવન આત્માને અનુપમ લાભ આપનારું નીવડે છે અને એ માટે “શ્રી ક્ષુલ્લકકુમાર'નું દૃષ્ટાંત સુપ્રસિદ્ધ છે. એથી સુનિશ્ચિત છે કે “સુંદરનું પરિણામ સુંદર જ હોય.” શ્રી ક્ષુલ્લકકુમારે, અડતાલીસ વરસ સુધી ઇચ્છા વિના જ સંયમ પાળ્યું છે અને તે એમને ફળ્યું છે એ વાત એ દૃષ્ટાંત ઉપરથી સમજાય છે. શ્રી ક્ષુલ્લકકુમાર, સગર્ભાવસ્થામાં જ દીક્ષિત થયેલ રાજરાણીનો પુત્ર છે. એનું પાલન શય્યાતરીએ કર્યું છે. લક્ષણયુક્ત એવા એ ક્ષુલ્લકકુમારનું પાલન આઠ વરસ સુધી શય્યાતરીએ કર્યું. શ્રી ક્ષુલ્લકકુમાર, આઠ વરસની ઉંમરના થયા ત્યારે શ્રી અજિતસેનસૂરિજી મહારાજાએ, તેને દીક્ષા આપી. શ્રી ક્ષુલ્લકકુમારે શ્રમણપણાનું પાલન બાર વરસ સુધી કર્યું. તે પછી કોઈ એક દિવસે, વસંત સમયે વિવિધ પ્રકારની ક્રીડાઓને કરતા યુવાન વર્ગને જોઈને તેમનું મન સંયમના પરિણામથી પતિત થયું. એ વાત તેમણે સાથેના સાધુને જણાવી. સાથેના સાધુએ, સમજાવવા છતાં પણ જ્યારે શ્રી ક્ષુલ્લકકુમાર ન સમજ્યા ત્યારે તે સાથેના સાધુએ, તે વાત શ્રી ક્ષુલ્લકકુમારની માતા કે જે સાધ્વી હતાં તેમને જણાવી. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ - 1es માતા સાધ્વીએ પણ, શ્રી ક્ષુલ્લકકુમારને ઘણી રીતે સમજાવ્યા છતાં પણ ન સમજ્યા, ત્યારે તે ઉપકારી સાધ્વી માતાએ શ્રી ક્ષુલ્લકકુમારને કહ્યું કે “પુત્ર ! તેં, તારી પોતાની ઇચ્છાથી બાર વરસ સુધી શ્રમણપણું પાળ્યું છે : તો હવે મારા વચનથી, તું બાર વરસ સુધી સાધુપણાનું પાલન કર.” આવા પ્રકારના માતાના વચનથી શ્રી ક્ષુલ્લકકુમાર બાર વરસ સુધી સાધુપણામાં રહ્યા. આ બાર વરસ પોતાની ઇચ્છાથી નહિ પણ પોતાની માતાના વચનપાલન ખાતર જ રહ્યા છે. માતાના વચન મુજબ બાર વર્ષ પૂરાં થયાં એટલે ફરી માતા પાસે તે રજા માગવા ગયા ત્યારે માતા સાધ્વીએ કહ્યું કે “મારી માતા જેવી પ્રવર્તિનીને પૂછ.' પોતાની માતાના આ કથનથી, મર્યાદાશીલ શ્રી ક્ષુલ્લકકુમાર, પોતાનાં માતા સાધ્વીની પ્રવર્તિની પાસે ગયા અને ઘેર જવા માટેની આજ્ઞા માગી. પ્રવર્તિનીએ પણ, “અશુભ માટે કાલહરણ એ જ ઉપાય છે' એ માનીને બાર વરસ રહેવાનું કહ્યું. શ્રી ક્ષુલ્લકકુમાર, પ્રવર્તિનીના કહેવાથી પણ બાર વરસ રહ્યા પણ બાર વરસ પૂર્ણ થયા પછી પ્રવર્તિની પાસે રજા માગી. એ રજાના ઉત્તરમાં શ્રીમતી પ્રવર્તિનીએ, આચાર્ય મહારાજાની રજા લેવાનું કહ્યું. મર્યાદાશીલ શ્રી ક્ષુલ્લકકુમાર, શ્રી આચાર્યમહારાજા પાસે રજા લેવા ગયા. શ્રી આચાર્ય મહારાજાએ પણ બાર વરસ રહેવાનું કહ્યું. એ બાર વરસ પણ પૂર્ણ કરીને રજા માગવા ગયેલા શ્રી ક્ષુલ્લકકુમારને શ્રી આચાર્ય મહારાજાએ શ્રી ઉપાધ્યાય મહારાજાની રજા લેવાનું કહ્યું, શ્રી આચાર્ય મહારાજાની આજ્ઞા મુજબ શ્રી ક્ષુલ્લકકુમાર શ્રી ઉપાધ્યાયજી મહારાજા પાસે પણ ગયા અને રજા માગી. શ્રી ઉપાધ્યાયજી મહારાજાએ પણ આજ્ઞા લેવા આવેલા શ્રી ક્ષુલ્લકકુમારને બાર વરસ રહેવાનું કહ્યું. શ્રી ક્ષુલ્લકકુમાર, શ્રી ઉપાધ્યાયજી મહારાજાના કહેવાથી પણ બાર વરસ સુધી રહ્યા. આ રીતે ભાવના વિના જ માત્ર વડીલોના કહેવાથી શ્રી ક્ષુલ્લકકુમાર, અડતાલીસ વર્ષ સુધી સંયમ પાળ્યું. પડતાને બચાવવાની જ્ઞાનીઓએ કેટલી કાળજી કરી છે એ વિચારો. મુદત પણ નાનીસૂની નહિ પણ બાર-બાર વર્ષની. એ આત્મા પણ એવા લાયક કે મર્યાદા પાળતા તથા ઉપકારી અને વડીલના વચનને માનતા. જ્ઞાની એમ માનતા કે કર્મોદયે પાપનો વિચાર આવે, એ વખતે યોગ્ય રીતે સમજાવી મુદત નંખાય તો એ વિચાર શમે. આ રીતે અડતાલીસ અડતાલીસ વરસ રાખવા છતાં પણ શ્રી ક્ષુલ્લકકુમારના જવાના પરિણામમાં પરિવર્તન ન Page #227 -------------------------------------------------------------------------- ________________ 1691 – ૧૭ : બાહત્યાગની મહત્તા : - 111 - -- ૨૧૩ જ થયું અને તે જવાને જ તૈયાર થયા ત્યારે “અહો ! કર્મનો વિપાક ભયંકર છે!” આ પ્રમાણેની ભાવના કરતા સૌએ, શ્રી ક્ષુલ્લકકુમારની ઉપેક્ષા કરી. સૌએ ઉપેક્ષા કરી પણ પુત્રસ્નેહથી મૂંઝાયેલી માતા, એવી ઉપેક્ષા ન કરી શકી. સંયમ મૂકીને ચાલ્યા જતા પુત્રને મુદ્રારત્ન અને કંબલરત્ન આપીને કહ્યું કે સાકેત નગરમાં પુંડરીક રાજા છે, તેને આ દેખાડજે, જેથી મુદ્રારત્નને જાણીને તે તને રાજ્યનો ભાગ આપશે.' મોહની દશા વિચિત્ર છે. મોહમાં મૂંઝાયેલ જે ન કરે તે ઓછું છે. કલ્યાણકાંક્ષીએ મોહથી બચવું જ જોઈએ - અસ્તુ. માતા પાસેથી મળેલી વસ્તુઓ લઈ મુનિપણું મૂકીને શ્રી ક્ષુલ્લકકુમાર, સાકેતપુરમાં ગયા. શ્રી ક્ષુલ્લકકુમારે સાકેતપુરમાં જઈને રાજાના ભવનના એક દેશમાં વાસ કર્યો. તે જ સમયે રાજાના ભવનાંગણમાં એક પ્રેક્ષણક-નાટક પ્રવર્તી રહ્યું હતું. પ્રધાનલોક ત્યાં એકત્રિત થયો હતો. હું પણ ચિરકાલથી આજે પ્રેક્ષણકના દર્શનસુખને અનુભવું' - આ ભાવનાથી શ્રી ક્ષુલ્લકકુમાર પણ એ પ્રેક્ષણક જોવાને પહોંચ્યા. એ મહાપેક્ષણક, જ્યારે બરાબર રંગે ચડ્યું ત્યારે રાત્રી થોડી બાકી રહી હતી છતાં પણ, કાંઈ ઇનામ ન પડ્યું આથી, આળસ આવવાને લઈને નટડી નિદ્રિત થવા લાગી. નટડીની નિદ્રાવસ્થાના યોગે, “રંગમાં ભંગ ન હો' એ માટે એના મદને હરનારી એની અક્કાએ, એને જાગ્રત કરવા માટે ગાયું કે "सुङ गाइ सुतु वाइअं, सुड नच्चियं सामसुंदरि !। અનુપાત્રિય વીર વાગો, સુમિત્તે મા પમાયણ | Ru” “હે શ્યામસુંદરી! તેં સુંદર ગાયું, સુંદર બજાવ્યું અને સુંદર નાચ્યું એની એ કરણીમાં જ લાંબી રાત્રિ પસાર કરી હવે અંતના સ્વપ્ન માત્ર સમયમાં કે જે અવસરે ધાર્યો લાભ થવાનો છે તેમાં તે પ્રમાદને ન કર.” કમાણી વખતે પ્રમાદ ન કરવાની સૂચના કરતી અક્કાની ગીતિથી નટડી જાગ્રત થઈ ગઈ. એ ગીતિથી નટડી તો જાગૃત થઈ પણ એની સાથે બીજા પણ કેટલાયે જાગ્રત થયા. પહેલાં તો શ્રી ક્ષુલ્લકકુમાર જાગ્રત થયા અને એમણે તરત જ પોતાનું કંબલરત્ન ઇનામમાં ફેંક્યું. બીજા નંબરે જાગ્રત થયેલ “યશોભદ્ર” નામના યુવરાજે, કુંડલ ફેંક્યું. ત્રીજે નંબરે જાગ્રત થયેલ “શ્રીકાંતા' નામની સાર્થવાહીએ, પોતાનો હાર ફેંકયો. ચોથે નંબરે જાગ્રત થયેલા “જયસંધિ' નામના Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ -- - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ ----- - 153 મંત્રીએ કંકણ ફેંકર્યું અને પાંચમે નંબરે જાગ્રત થયેલ “કર્ણપાલ નામના રાજાના પટ્ટહસ્તીના મહાવતે રત્નનો અંકુશ ફેંક્યો. આ પ્રમાણે લાખ લાખની કિંમતવાળી એ વસ્તુઓ પડવાથી અને એ પછી રાજાદિનો પ્રસાદ થવાથી એ નાચ કરનારીને મહાલાભ થયો. પ્રાતઃકાળમાં રાજાએ, શ્રી ક્ષુલ્લકકુમારને પ્રશ્ન કર્યો કે “હે ચેલ્લગ ! તું કેમ તુષ્ટમાન થઈ ગયો ?' આ પ્રશ્નના ઉત્તરમાં શ્રી ક્ષુલ્લકકુમારે, પોતાનો સઘળો વૃત્તાંત કહ્યો અને જણાવ્યું કે “રાજ્યનો અર્થી બનીને હું આવ્યો છું. આ પ્રમાણે જણાવીને શ્રી ક્ષુલ્લકકુમારે, પોતાની પાસેનું મુદ્રારત્ન રાજાને દેખાડ્યું. રાજાએ પણ કહ્યું કે “જો એમ છે તો ખુશીથી તું તારા હૃદયને ઇષ્ટ હોય તે મંડલને ગ્રહણ કર.” આ કથનની સામે શ્રી ક્ષુલ્લકકુમારે કહ્યું કે રાજ્ય કરીને માટે સર્યું અર્થાત્ હવે મારે રાજ્ય જોઈતું નથી : હવે તો હું, આ સ્વપ્નમાત્ર જીવનમાં સંયમનું જ અનુપાલન કરીશ.” આ પછી રાજાના પૂછવાથી યશોભદ્ર' નામના યુવરાજે કહ્યું કે “હું પણ, રાજા બુઢો છે માટે રાજ્યને લઈ લઉં આ પ્રમાણે ચિંતવતો હતો : એટલામાં આ અક્કાએ, મને પણ વિબુદ્ધ બનાવ્યો.” એ પછી રાજાના પૂછવાથી “શ્રીકાંતા' નામની સાર્થવાહીએ પણ કહ્યું કે “સાર્થવાહને પરદેશ ગયે ઘણો સમય થઈ ગયો તે કારણથી હવે હું અન્ય પુરુષ કરીશ આવા વિકલ્પો કરતી હતી એટલામાં એ ગીતિથી મને બોધ થયો કે આટલો સમય શીલ પાળ્યું તો હવે થોડો વખત ધીરજ ધરવી યોગ્ય છે, થોડા વખત માટે બગાડવું નહિ” આથી ઇનામમાં હાર ફેંક્યો. આ પછી રાજાના પૂછવાથી મંત્રીએ પણ કહ્યું કે “અન્ય રાજાથી લોભાવાયેલો હું વિચારતો હતો કે “મારા સ્વામીનો ઘાત કરું કે નહિ ?” એટલામાં જ આનાથી હું બોધ પામ્યો કે આ રીતનો વિશ્વાસઘાત છેલ્લી જિંદગીમાં કરવો એ મારા માટે યોગ્ય નથી.” એ પછી રાજાના પૂછવાથી “કર્ણપાલ' નામના મહાવતે પણ જણાવ્યું કે દુશ્મન રાજાએ, ઘણું દ્રવ્ય આપીને મારી પાસે પટ્ટહસ્તીની માગણી કરી હતી અથવા તો પટ્ટહસ્તીને મારી નાખવા જણાવ્યું હતું : “આ સ્થિતિમાં મારે શું કરવું ?' આ વિચારથી હું કર્તવ્યમૂઢ બની ગયો હતો એટલામાં આ ગીતિથી મને Page #229 -------------------------------------------------------------------------- ________________ 1ess - - ૧૭ : બાપત્યાગની મહત્તા ઃ - 111 – ૨૧૫ બોધ થયો કે આખી જિંદગીમાં સાચવેલી વફાદારી જિંદગીના પાછલા ભાગમાં ન ગુમાવવી : માટે મેં અંકુશનું દાન આપ્યું.' યુવરાજ આદિની વાતો સાંભળીને રાજા વિસ્મય પામી ગયો અને વિસ્મય પામેલા રાજાએ સૌને કહ્યું કે “તમે સઘળા જ નિર્દોષ છો માટે હવે તમારા હૃદયને જે ઇષ્ટ લાગે તે કરો.” સુંદર દેશના આપનારા વચનથી બોધ પામેલ એ સૌએ, શ્રી ક્ષુલ્લકકુમારની પાસે દીક્ષા અંગીકાર કરી. શ્રી ક્ષુલ્લકકુમાર પણ તે સૌની સાથે પોતાના ગુરુદેવ પાસે પાછો આવ્યો. ગુરુમહારાજાએ પણ “આ તેં, તારા કુળને અનુરૂપ કર્યું છે' એમ કહીને પ્રશંસા કરી. એ પછી શ્રી લુલ્લકકુમારે, ગુરુની સેવામાં રહીને અને સંયમને પાળીને પોતાનું કાર્ય સાધી લીધું. આ રીતે દાક્ષિણ્યતાથી પાળેલું પણ સંયમ, પરિણામે સુખને આપનારું થયું ? આથી સિદ્ધ છે કે “સુંદરનું પરિણામ સુંદર જ હોય.' શુદ્ધ સંસ્કાર અને સંસર્ગનો પ્રતાપ : શુદ્ધ સંસ્કાર અને સંસર્ગનો એ પ્રતાપ છે કે એનાથી યોગ્ય આત્મા અવશ્ય સુધરે. કોઈપણ જાતની ખોટી લાલસા વિના મહાપુરુષોની શરમે અડતાલીસ વર્ષ સંયમ પાળ્યું તો આ પરિણામ આવ્યું. જિંદગી સુધી શાહુકારી રાખનારને દેવાળું કાઢતાં જરૂર શરમ આવે પણ વાત વાતમાં દેવાળું કાઢે એને શરમ આવે? નહિ જ. માટે ખોટી લાલસા વિનાની શરમ પણ ગુણકારી છે. એવી શરમથી નીતિ પાળે એ સારો કે ખોટો ? એવી આંખશરમે ચોરી ન કરે એ સારો કે ખોટો ? એવી આંખ શરમે જુઠું ન બોલે એ સારો કે ખોટો ? કહેવું જ પડશે કે સારો, તો પછી મહાપુરુષની છાયાથી, પ્રેમથી, વગર સમજે પણ સંયમ પાળે એમાં ખોટું શું છે ? બાળકને તો ધારો તેવા બનાવાય. જેવું શિક્ષણ આપો એવા એ થાય એ તો અનુભવ છે ને ! જો હા, તો શુદ્ધ સંસ્કાર સીંચો અને શુદ્ધ સંસર્ગમાં મૂકો તો જરૂર બાળકો સુધરશે. કર્મોદય જેમ વ્યવહારમાં નડે તેમ અહીં પણ નડે અને કર્મોદયથી જ કોઈ પડે એથી મૂંઝાવાનું ન હોય. વાત એ કે પાડવાની કે પડવાની બુદ્ધિએ સારી કાર્યવાહી ન થાય. છોકરાને ખવરાવતાં, પીવરાવતાં, પહેરાવતાં, ઓઢાડતાં પણ મરે તો કંઈ ઉપાય ખરો ? એ જ રીતે સંયમ પાળવાનાં સઘળાં Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – – 1 સાધનો આપ્યા છતાં પણ પડે તો ભાવિ. એમાં ગભરાવાનું શું? જેને અયોગ્ય સંસર્ગ થયા નથી એના પરિણામમાં પતનનો સંભવ ઘણો જ ઓછો છે. સાધુને અમુક વસ્તુ ખાવાનું મન થાય અને તમને મન થાય એમાં ફેર ખરો. કે નહિ? સાધુ તો આત્માને કહે કે, પામર ! અહીં આવ્યો છતાં લાલસા છૂટતી નથી ?' અને તમે તો તરત નોકરને લેવા મોકલો. આટલો ફેર છે અને એ ફેરમાં કામ થાય છે. નહિ જેવા નિયમોથી, વ્રતોથી, પ્રતિજ્ઞાથી કેટલાયે આત્માઓ તરી ગયા, કેટલાયના જાન બચ્યા. મહાવ્રતો, નિયમો હાથમાં આવે, સુસંસ્કાર મળે તો પડવાનો ભય લગભગ નથી. સો ટકા તો ન કહેવાય પણ લગભગ નથી એમ જરૂર કહેવાય. વેદના ઉદય સુધી અને મોહની સત્તા સુધી પડવાનો સંભવ છે પણ એ સંભવ માની આરાધના કરતાં અને કરાવતાં ન જ અટકવું જોઈએ. આરાધનાને લાયક શુદ્ધ સંસ્કાર અને શુદ્ધ સંસર્ગ આત્માને ભયંકર દોષોમાંથી બચાવી લે છે, એ નિઃસંશય છે. પડેલાને કે પડતાને ઉન્નત કરવો એ જ ધર્મ: આથી સ્પષ્ટ જ છે કે પહેલા કે પડતાને ઉન્નત કરવા એ જ ધર્મ છે. બાકી પાપના યોગે વેપાર કરતાં કોઈ વાર ખોટ પણ આવે પણ એથી પેઢી ઓછી જ ઉઠાવાય ? નિસરણીથી કોઈ પડે એટલા માટે નિસરણી ઓછી જ ઉખેડી નંખાય ? એમ ન જ બને તો પણ આ લોકોનો તો, આજે એવી જ જાતનો ઘોંઘાટ છે. માટે વિવેકી માત્ર સમજવું જોઈએ કે, “સંસાર તો ખાડો છે જ.' એમાં ખદબદતાઓનો તો એ ગુણ છે કે “ઉપરના પડે અને નીચે આવે તો રાજી થાય, પણ આપણો ગુણ એ નથી. આપણો તો ધર્મ પડેલા કે પડતાને ઉન્નત કરવાનો જ છે.” આવું સમજનાર તો પડનારને પણ પૂછે છે કે “કેવી મજા હતી એ તો કહે, તું પડ્યો એ તો ખોટું થયું પણ તને ચડવાની ટેવ પડી છે એ સારું છે, માટે ચડવું હોય તો હજુ પણ ટેકો આપવાને અમે તૈયાર છીએ, માટે ચડાય તો ચડ. આજના અજ્ઞાનીઓ તો એવા છે કે પહેલા જ હોવા છતાં તંગડી ઊંચી રાખનારા છે. જાણે પોતે ન ચડ્યા એમાં બહાદુરી ન કરી હોય એમ માનનારા એ છે. એટલે એમ જ કહે કે, “અમે તો ચડવાની ના જ પાડીએ છીએ ! ચડ્યા તો જ પડ્યાને !” જ્યારે શાણાઓ તો એમ જ કહે કે “કર્મના ઉદયે પડ્યા, પણ એ ચડ્યા હતા અને એમને ચડતાં આવડે છે માટે એ સારા છે, અમે તો હજુ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૭ : બાહ્યત્યાગની મહત્તા ઃ - 111 ચડ્યા જ નથી અને ચડતાં પણ આવડતું નથી. એવા શાણા આત્માઓ, એ પડનારને પણ કહે કે ‘આપને ચડવાની ટેવ છે માટે ચડવું હોય તો હજુ પણ પધારો, અમે ટેકો આપીએ.' સમ્યગ્દષ્ટિનો આ ગુણ છે. 1635 કોઈ પડે એમાં સમ્યગ્દષ્ટિ આશ્ચર્ય ન પામે. પડવું એ તો સંસારનો ગુણ છે. આ સંસારમાં ચડવું એ આશ્ચર્ય છે પણ પડવું એ આશ્ચર્ય નથી. શાણાઓએ તો કોઈ ચડે એ જ આશ્ચર્ય માનવું જોઈએ ત્યારે આજે તો પડે એમાં આશ્ચર્ય થાય છે અને ચડે ત્યાં ઘોંઘાટ થાય છે. આમ શાથી ? તો કહેવું જ પડશે કે જ્યાં જવું છે ત્યાંની મહત્તા સમજાઈ નથી એથી. ૨૧૭ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં જન્મેલાને તો, કોઈ ત્યાગી બને તો આનંદ જ થાય અને ચડેલો પડે તો પોતાના હાથે એને ટેકો આપવાનું જ મન થાય. આ ગુણ કેળવો, અવશ્ય કેળવવા જેવો છે, કારણ કે એ ધર્મ છે. વેપાર કરતાં છોકરો ખોઈને આવે તો બહાર ન કાઢી મુકાય, દાગીના વેચીને પણ ખોટ ચુકવાય. એ બધા વ્યવહાર અહીં ઘટાવોને ! બજારમાં કોઈ દેવાળું કાઢે એ સાંભળીને શાહુકાર વેપારી તો તૈયાર થાય અને બને તો પડતાને ટેકો આપીને પણ બચાવે. વિપરીત ભાવનાનું પરિણામ : સભા : અત્યારે તો વ્યવહારમાં પણ એ નથી ! પડતાને ધક્કો મારનાર જ ઘણા છે ! એનું કારણ એ છે કે ‘ભાવના ફરી ગઈ છે.' ધર્મ જાય એટલે શુદ્ધ વ્યવહાર પણ જાય જ. પડતાને ટેકો આપનારની સંખ્યા ઓછી છે, એનું કારણ એ જ છે કે ભાવના વિપરીત થઈ ગઈ છે, નહિ તો કોઈને ચડતો જોઈને ઇર્ષ્યા આવે જ કેમ ? કોઈને ચડતો નહિ જોઈ શકનારાઓની એવી દુર્દશા છે કે તેઓ, કોઈને દાતાર જોઈને બીજું નહિ કહેવાય તો એટલું તો જરૂર કહેશે જ કે, ‘બેસને ! હું બધું એનું જાણું છું, વાતમાં માલ નથી, કોણ પારકી નિંદા કરે !’ શ્રી દશાર્ણભદ્રે, ભક્તિથી સામૈયું કર્યું : પણ એમના મનમાં એ આવ્યું કે કોઈએ ન કર્યું હોય તેવું કરું એટલે શ્રી સુધર્મા ઇંદ્રને થયું કે ત્રણ લોકના નાથના ભક્તો, આના કરતાં કેટલાય ગણી ભક્તિ કરે એવા આ જગતમાં છે એ બતાવું તો ખરું જ : આથી શ્રી સુધર્મા ઇંદ્ર પણ ઠાઠથી આવ્યા : એને જોઈને શ્રી દશાર્ણભદ્રને થયું કે ‘કયાં આ અને કાં હું !’ પણ ‘મારી ધારણા, આણે ધૂળમાં Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ -- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ - 1698 મેળવી' એમ તો ન જ થયું. ઊલટું “કોઈએ ન કર્યું હોય તેવું કરવું' એવી જે મનની પ્રતિજ્ઞા, તે પૂરી કરવાનું શ્રી દશાર્ણભદ્રને મન થયું. આ પરિણામ વિપરીત ભાવનાના અભાવનું છે. વિપરીત ભાવનાના યોગે આજે મનના નિયમો પણ ઢોલ જેવા પોલા. શુદ્ધ ભાવનાના ઉપાસક શ્રી દશાર્ણભદ્રના હાથમાં એક બાજી હતી અને એનો એમણે તરત જ અમલ કર્યો. એ બાજી બીજી કોઈ નહિ પણ દીક્ષિત થવાની અને તરત જ તે દીક્ષિત થયા. એમણે દીક્ષા લીધી કે તરત જ સુધર્મા પણ હાથી ઉપરથી ઊતર્યા અને પગમાં પડ્યા તથા કહ્યું કે “રાજનું! તું જીત્યો અને હું હાર્યો.” શુદ્ધ ભાવનાના પ્રતાપે, એ આત્માઓને સાધુને વાંદતાં શરમ નહોતી આવતી : પણ વિપરીત ભાવનાના પ્રતાપે આજે તો “નાનાને વંદાય કેમ ?' એવી મૂંઝવણ કેટલાકને ઊભી થઈ છે. અંસખ્યાતા દેવોના સ્વામી શ્રી સુધર્મા ઇંદ્રને, શ્રી દશાર્ણભદ્રને નમતાં શરમ ન આવી. ગુણના રાગી એવા તે, ગુણ હોય ત્યાં તરત ઝૂકી પડતા. આજે તો કેટલાક સાઠ વરસના અને પોષા-પડિક્કમણાં કરનારા કહે છે કે નાનાને વંદાય કેમ? વિધિ એ છે કે એક દિવસના સાધુને પણ સાઠ વરસના પોષા-પડિક્કમણાં કરનારાએ પણ વાંદવા જ જોઈએ.” બેદરકારી અને મોટાઈથી ન વાંદે તો એના પોષા-પડિક્કમણાં પણ ખોટાં છે. વર્ષો સુધી નોકરી કરનારા જૂનામાં જૂના અનુભવી અને સાઠ સિત્તેર વર્ષની ઉંમરના ઑફિસરને પણ, એકવીસ વર્ષના ગવર્નરને સલામ ભરવી જ પડે એ કાયદો જ. યોગ્યતા પામે એને નમવું જ પડે. ‘આટલાં વર્ષો સુધી નોકરી કરી, ખુરશીઓ ભાંગી તો તને કેમ નમીએ ?' એમ કહે તો તો ડિસમિસ જ થાય. વ્યવહારની આ વાતોને સમજનારા પણ વિપરીત ભાવનાના પરિણામે આવી ધર્મની વાતો નથી જ સમજી શકતા. જરૂરી વિચારના અભાવનું પરિણામ : ગુણવાનને મોટા પણ નમે' - એ ગુણની હયાતીથી જ ભિખારીનો જીવ પણ સંપ્રતિ રાજા થયો. જેને કોઈ ઓટલે ઊભું રહેવા ન દે એની જ ઉત્તમ સારવાર થવા લાગી અને સુખી લોકો પણ એની પગચંપી કરવા લાગ્યા ત્યારે એ ભિખારીના આત્માને પણ થયું કે “જરૂર આમાં (સંયમમાં) મહાપ્રભાવ છે, આમાં કાંઈક છે.” આ અવ્યક્ત સામાયિકના યોગે એ સંપ્રતિ રાજા થયા અને Page #233 -------------------------------------------------------------------------- ________________ 1ST - ૧૭ : બાહાત્યાગની મહત્તા : – 111 - જન્મતાં જ રાજ્યગાદી પામ્યા. સવા કરોડ જિનબિંબ ભરાવ્યાં અને સવા લાખ જિનમંદિર બંધાવી પૃથ્વીને જિનમંદિરથી મંડિત કરી, તથા અનાર્ય દેશમાં પણ ધર્મનો પ્રચાર ક્યો. એ બધું “આમાં કાંઈક છે' એ થયું એટલાથી જ થયું, તો પછી આમાં સર્વસ્વ મનાય અને આરાધાય તો શું ન પમાય ! જૈનસમાજ તો પૂર્વસંસ્કારને માને છે, શ્રી અતિમુક્તકને નવમે વર્ષે કેવળજ્ઞાન માને છે. આ બધું માનનાર જૈનોને “આઠ વર્ષમાં વૈરાગ્ય કેમ થાય ?' એ પ્રશ્ન હોય જ નહિ. નવમે વર્ષે કેવળ થાય એ માનનારને, પૂર્વની આરાધનાના યોગે લઘુવયમાં વૈરાગ્ય આવવા માટે પ્રશ્ન હોય જ નહિ. જાતિસ્મરણજ્ઞાન તો આજે પણ મોજૂદ છે, છતાં કેમ થતું નથી ? ઉત્તમ ચીજોનો વિચાર કરવાનું ભૂલી ગયા માટે જ નથી થતું. મૂર્તિને દેખીને, મુનિને દેખીને, ધર્મનાં સાધનો દેખીને કલાકો સુધી વિચારો કરવામાં આવતા પણ આજે તો વિચારોને જ જલાંજલિ આપી દીધી છે. પા અરધો કલાક મંદિરમાં જાય; એમાં સ્નાન, પૂજા અને “ઇચ્છામિ ખમાસમણથી જૈન જયતિ શાસન, તથા અપ્પાણે વોસિરામિ' સુધી ફટ ફટ બોલી જાય અને ઘંટ વગાડી બહાર નીકળાય, બોલવામાં ઝટપટ જાણે ફોનોગ્રાફની ચૂડી. જરા પણ વિચારવાનું રાખ્યું જ નથી. પ્રભુની મૂર્તિ સામે બેસી એકવાર પણ વિચાર કર્યો ? સ્તવન તો મોટો રાગ કાઢીને બોલો છો કે “નરક નિગોદમાં હું ભમ્યો !' પણ કંઈ વિચાર થાય છે ? સ્તવનમાં બધો પોતાનો ઇતિહાસ ગાય પણ ગાઈને બહાર નીકળ્યા પછી કોઈ પૂછે કે “શું સમજ્યા?' તો કહે કે “કોણ જાણે ગુજરાતી ભાષાનાં સ્તવનો પણ ખોટાં બોલે, સાચાં ન બોલી શકે એનું કારણ કે વિચારવાનું રાખ્યું જ નથી. વિચારવાનું રાખ્યું હોય તો સાથીઓ કાઢતાં પણ કામ થઈ જાય, સાથીઓ એટલે રમકડું બમકડું છે? સાથીઓ શા માટે ? સાથીઓ ચાર ગતિને નિવારવા માટે છે, એમાં તમારી ગતિ પણ આવે કે નહિ ? બધી ક્રિયામાં મનન થાય; તો ધાર્યું થાય,પણ જરૂરી વિચાર જ ન હોય ત્યાં શું થાય ? વિચારના અભાવે જ આજે આરાધનામાં અનેક ખોટી ડખલગીરીઓ ઊભી કરવામાં આવે છે અન્યથા નાની વયમાં વૈરાગ્ય આવે, માબાપ પોતે સંયમ Page #234 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ક અપાવે એમાં ત્રીજાની ડખલગીરી શી ? વિચા૨ વગરના ત્રીજાઓ, જ્યારે આવા સંયોગોમાં પણ ડખલગીરી કરે છે ત્યારે તેઓ, એમ સૂચવે છે કે ‘એ પૂર્વે વિરાધના કરીને આવ્યા છે માટે બોધિ દુર્લભ થયું છે અને એથી અહીં વધારે વિરાધના કરી બોધિને વધારે દુર્લભ બનાવે છે. ૨૨૦ આ બધી જ દુર્દશાથી, તો જ બચાય કે ‘જો સંસારની દુ:ખમયતા સમજાય.' અને આ ઉપકારીઓ, એ જ એક શુભ હેતુથી સંસારની દુઃખમયતા યથાસ્થિતપણે વર્ણવી રહ્યા છે. આગળ શું શું ફરમાવે છે એ વળી હવે પછી - 1638 Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : સાચા ધર્મગુરુનું કર્તવ્ય 112 • સાચા ધર્મ ઉપર રાગ થાય તો શું શું થાય ? • બુદ્ધિનું ફળ તત્ત્વ વિચારણા : • ગુરુ કરતાં મા-બાપ ઊંચા એ ખોટી માન્યતા છે!૦ સર્વવિરતિ એ તો સ્ટીમર છે : - • પ્રતિપક્ષી વસ્તુનો મેળ ન મળે, એ સહજ છે : • ગુરુ અને ગોર : ધર્મગુરુ અને અર્થકામ ગુરુ : • દહીં દુધિયાપણું ન જ ચાલે ! • સત્ય કોણ કહી શકે ? • પ્રવૃત્તિ ભલે અલગ : માન્યતા તો એક જ : • સત્યશ્રવણનો પ્રતાપ : • ત્યાગ અને વૈરાગ્ય એ જ સુખનો રાજમાર્ગ : ૦ દ્રવ્યશુદ્ધિ, ભાવશુદ્ધિનું કારણ છે : ૦ માન્યતામાં તો એક થવું જ જોઈએ : ૭ પૂજાનો હેતુ અને કર્તવ્ય : • આત્માનો હિતૈષી એ જ સાચો સ્નેહી : વિષયઃ શ્રાવક અને સાધુની પ્રવૃત્તિ અલગ છતાં માન્યતા એક જ કેવી દેશના અપાય ? પ્રસ્તુત વ્યાખ્યાનોમાં “ધૂનન નો વિષય બરાબર ખીલી રહ્યો છે. ધૂનન શરૂ થયા બાદ થોભાય નહિ. એથી અવાજો થાય, વિરોધો ઉઠ, ભાગાભાગ થાય, બધું જ થાય. પણ એ કોલાહલથી ગભરાઈ ધૂનનનું કાર્ય બંધ ન કરાય. માટે જ આ વ્યાખ્યાનમાં શરૂઆતમાં જ “સંસાર ગમે તેને ધર્મ ન જ ગમે ની વાત કરી લૌકિક ગુરુ સમા મા-બાપથી ગુરુ કઈ રીતે અધિક છે ? તે સમજાવ્યું છે. ત્યારબાદ દરેકનો ઇરાદો સુખી થવાનો જ છે, એમ જણાવી એ માટે સાધુ બનવું જ ઉપાય છે, એમ જણાવતાં શ્રાવક કે સાધુની કરણી અલગ છતાં માન્યતા તો એક જ હોવી જોઈએ. એ વસ્તુ પર ભાર મૂક્યો છે. તત્ત્વવિચારણા એ જ બુદ્ધિનું ફળ છે, સાચા હિતૈષીની વ્યાખ્યા, સર્વવિરતિની સ્ટીમર સાથે તુલના અને ધર્મગુરુ અને અર્થ-કામ-ગુરુનો ફેર તેમજ દેશનાના સ્વરૂપ વિશે વાતો કરી છે. ଏIଥାଏ । • જેને સંસાર ગમે તેને ધર્મ ગમે પણ કઈ રીતે ? • જે દિવસથી, અર્થ-કામની વાતમાં ધર્મ ગુરુ પડ્યા તે દિવસથી, અનેક આત્માઓ ધર્મમાર્ગથી ભ્રષ્ટ બનવા માંડ્યા. • જીવનમાંથી ત્યાગ-વૈરાગ્યનો નાશ થયો તો સમજી જ લેવું કે, સુખ જ સળગી ગયું. આ પણ અણીનો સમય છે. અણીના સમયે ભલે કાંઈ ન કરો, ન થાય તો ન કરો પણ છે તેને એવું સમજો તો પણ ઘણું પામ્યા. હેયનો ત્યાગ અને ઉપાદેયનો સ્વીકાર' એ બુદ્ધિનો સદુપયોગ છે. • દેવપૂજા અને ગુરુપૂજાના મહોત્સવો આત્માને ઉન્નત બનાવે છે; જ્યારે દુનિયાના મહોત્સવો આત્માને અવનત બનાવે છે. તમારી પેઢીને અમે સહાય કરીએ તો અમે પાપી અને અમારી પેઢીને તમે સહાય કરો તો તમે પુણ્યવાન. • ધર્મગુરુઓ તો હેયમાત્રને મૂકવાનું જ કહેનારા હોય : દુનિયાની મૂચ્છ છૂટે એવું કહેવું, એ જ ધર્મગુરુઓનો ધર્મ ! Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : સાચા ધર્મગુરુનું કર્તવ્ય સાચા ધર્મ ઉપર રાગ થાય તો શું શું થાય ? સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, આ ‘ધૂત’ નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા ભવ્ય જીવોને નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરી રહ્યા છે. એ સૂત્રનું સમર્થન કરવા માટે ટીકાકાર ૫૨મર્ષિએ પણ ચારે ગતિનાં દુઃખોને વર્ણવ્યાં. સામાન્ય પણ નિર્વેદ તથા વૈરાગ્ય વિના, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાઓ હૃદયમાં ઊતરી શકતી નથી. કેમ કે આત્માને સંસાર દુઃખરૂપ ન ભાસે, દુનિયાના નાશવંત પદાર્થો પ્રત્યે પ્રેમ ન ઘટે ત્યાં સુધી અનંતજ્ઞાનીઓનો મોક્ષસાધક માર્ગ રુચતો નથી. દુનિયાના પદાર્થો પ્રત્યેનો રાગ, મોક્ષસાધક ધર્મમાં બાધક છે. બેય ઠેકાણે રાચવું એ ન બને એવું છે. જેને સંસાર ગમે તેને ધર્મ ગમે પણ કઈ રીતે ? ધર્મ તો આત્માને સાચો અહિંસક બનાવે, સાચો સત્યવાદી બનાવે, સાચો અસ્તેયનો ઉપાસક બનાવે, સાચો બ્રહ્મચારી બનાવે અને સાચો અપરિગ્રહી બનાવે. ધર્મના સાચા રાગથી, આત્મામાં સંયમ તથા તપ આવે. દાન, શીલ, તપ અને ભાવ એટલે ઉદારતા, સદાચાર, ઇચ્છાનિરોધ અથવા સહિષ્ણુતા તથા સવિચાર આ બધું સાચા ધર્મના રાગથી આવે. હવે વિચારો કે જે ‘લક્ષ્મીને સારી તથા પોતાની માને એનામાં સાચી ઉદારતા આવે ? વિષયાનંદી, સાચું અને શુદ્ધ શીલ પાળે ? સ્વાદિષ્ટ પદાર્થો ખાવામાં ભટકતો, સાચો તપસ્વી બને ? અને હલકી ભાવનાવાળાને, સારા વિચાર આવે ?' કહેવું જ પડશે કે નહિ જ, કા૨ણ કે આ બધી પરસ્પર વિરોધી વસ્તુઓ છે. અર્થ તથા કામના પ્રેમી સાચા અહિંસક, સાચા સત્યવાદી, સાચા અચૌર્યવ્રતધારી, સાચા બ્રહ્મચારી તથા સાચા નિષ્પરિગ્રહી બને એ અસંભવિત છે : કારણ કે દુનિયાના રાગ સાથે ધર્મનો રાગ અશક્ય છે. સભા : ધર્મ કરીએ એની સાથે દુનિયાની મોજમજા કરીએ એમાં હરકત શી ? અરે ભાઈ ! ‘ધર્મ પણ સારો તથા મોજમજા પણ સારાં એ બે શી રીતે બને Page #237 -------------------------------------------------------------------------- ________________ 11 - ૧૮ : સાચા ધર્મગુરુનું કર્તવ્ય – 112 - – ૨૨૩ એ તો વિચારો ? દુનિયાની મોજમજા પણ સારી એ માન્યતાના પ્રતાપે જ ધર્મમાં ચિત્ત નથી ચોંટતું અને અનાદિના અભ્યાસ આદિના યોગે દુનિયાદારીના પદાર્થોમાં ચિત્ત ચોંટે છે : આ જ કારણે, આજે ઘણાને કહેવું પડે છે કે “ધર્મમાં મજા નથી આવતી.' પણ મજા આવે શી રીતે ? દુનિયાના પદાર્થોમાં, દુન્યવી કામોમાં રાગ સ્થિર છે માટે ત્યાં મજા આવે છે અને અહીંયાં તે નથી માટે મજા નથી આવતી. પુદ્ગલાનંદીઓ તરફથી દાન પણ દેવાય તે અધિક મળવાની લાલસાથી જ દેવાય. એવાઓએ સમજવું જોઈએ કે એ સાચું દાન નથી પણ વિલક્ષણ પ્રકારનો સટ્ટો છે, સોદો છે. કોઈને સારા વર્તાવથી માન મળે પણ માન માટે સારો વર્તાવ કરવો એમ કેમ જ હોય ? લોક સારા કહે માટે સારું કરવું એમાં વસ્તુતઃ ફળ નથી. આજે દાન દેવા છતાં, ધર્મક્રિયા કરવા છતાં આત્માની જે ઉચ્ચ સ્થિતિ થવી જોઈએ તે નથી થતી તેનું કારણ એ જ છે કે “જે માટે ધર્મક્રિયાઓ કરાવી જોઈએ તે માટે નથી કરાતી પણ અન્ય તુચ્છ અને હેય વસ્તુઓ માટે જ કરાય છે.” ગુરુ કરતાં મા-બાપ ઊંચા એ ખોટી માન્યતા આથી સ્પષ્ટ છે કે “જગતના જીવોને ઊંચા આણવા માટે એક ધર્મની જ ઉપાદેયતા સમજાવવાની આવશ્યકતા છે.” અર્થ ને કામ તો જગતના જીવોને અનાદિથી રુચેલા જ છે. અર્થ-કામ ન ગમે એવો કયો જીવ છે ? અર્થ-કામ મેળવવા કોણ પ્રયત્ન નથી કરતું ? અર્થ-કામનાં સાધનો સમજવા કયો આત્મા તૈયાર નથી ? આમાં વગર કહ્યું જે કરવા માટે દુનિયાના આત્માઓ તૈયાર છે તે તરફ દુનિયાને ખેંચવી એમાં મહત્તા નથી. દેવ, ગુરુ અને ધર્મ, એ તો દુનિયાથી જુદી ચીજ છે એ જુદી ચીજને માનવાનું પ્રયોજન નક્કી ન થાય ત્યાં સુધી દુનિયાના આત્માઓ, દુનિયામાં આથડવાના છે : એટલું જ નહિ પણ એ આથડવાનો અંત પણ આવવાનો નથી. સભા : “જે દેવ, ગુરુ અને ધર્મ, દુન્યવી લાભ આપે તે કામના : અને એથી જ એ ચમત્કારી જોઈએ, ચમત્કારી દેવ એટલે પૈસાટકા આપે, છોકરાં આપે, છોકરાં સારાં કરે અને ગુરુ અમારી સ્થિતિની, પૈસાટકા, વેપાર-રોજગારની ખબર રાખનાર જોઈએ : આ સ્થિતિ હોય તો અમે ફુરસદે ધર્મ કરીએ અને એમ થાય તો અમારી સ્થિતિ ઠીક થાય !” આ માન્યતા ઘણી જ ખોટી છે : કારણ કે સમજવા છતાં પણ આવી જ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - - 1 માન્યતાથી, દેવ ગુરુ અને ધર્મની કરેલી સેવા ફોગટ છે એટલું જ નહિ પણ વિપરીત ફળને પેદા કરનારી છેમાટે એવી ખોટી માન્યતાથી બચો. જેને દેવ માનો તેને પૈસાટકા છોકરાં આપવાનું. છોકરાં સાજાં કરવાનું તથા આપત્તિ દૂર કરવાનું કામ કેમ સોંપાય ? જેને ગુરુ માનીને શરીર આખું નમાવો, જેના ચરણમાં પંચાંગ પ્રણિપાત કરો તેના મોંથી પૈસાટકા, ઘરબાર અને વેપારરોજગારના વચનની, ઉપદેશની આશા કેમ રખાય ? જો ગુરુને માનવાનો એ જ હેતુ હોય તો તો માબાપ જ અધિક મનાવાં જોઈએ કારણ કે માબાપે, તમને પેદા કર્યા છે, દૂધ પાઈ ઉછેર્યા છે, ભીનથી સૂકે સુવાડ્યા છે, ભણાવ્યા છે, મોટા કરી સ્ત્રી પરણાવી છે, વારસો આપ્યો છે, પેઢી પર બેસાડ્યા છે, અર્થ-કામનાં સાધન પૂરાં પાડ્યાં છે તો એ દૃષ્ટિએ તો ગુરુથી માબાપ જ ઊંચા ગણાવાં જોઈએ ને ! ગુરુથી આ થાય એમ છે ? ગુરુથી શું થાય ? એ અર્થ-કામ બતાવવામાં પડે તો પણ આપે ક્યાંથી ? બહુ તો રસ્તા બતાવે, અગર કોઈને સહાય અપાવે તો પણ બીજા પાસેથી, એમની પાસે તો કશું જ નથી તો પછી માબાપ ઊંચા ગણાય કે જેણે માત્ર રસ્તા જ નથી બતાવ્યા પણ અર્થ-કામ પૂરા પાડ્યા છે. ગુરુથી તો સવાસલાં થાય, બીજું એ શું કરી શકે ! આ દૃષ્ટિએ તો માબાપ કરતાં ગુરુની વિશેષતા રહી જ નહિ. આથી જ કહું છું કે “એવી ખોટી માન્યતાથી બચો અને ખૂબ વિચારપૂર્વક કહો કે ધર્મગુરુ કઈ શિખામણ છે? સભાઃ અર્થ-કામ સિવાયની ? એટલું જ શા માટે કહો છો ? સાથે “અર્થ-કામ છોડવાની' એમ પણ કહોને ! અર્થ-કામ છોડવાની ભાવના વિના એના સિવાયની વાત ન ગમે એ નિશ્ચિત છે. જે દિવસથી, અર્થ-કામની વાતમાં ધર્મગુરુ પડ્યા તે દિવસથી, અનેક આત્માઓ ધર્મમાર્ગથી ભ્રષ્ટ બનવા માંડ્યા. અર્થ-કામ મૂકીને આવ્યા માટે તો ગુરુ બન્યાને ! જો એમ ન હોય તો તો ગૃહસ્થ પણ, આદમી છે અને ગુરુ પણ આદમી છે છતાં એક ગુરુ અને એક સેવક એમ કેમ બને ? આ પ્રશ્નના સમાધાનમાં કહેવું જ પડશે કે દુનિયાનાં પ્રાણીઓ, જે ન કરી શક્યા; જે અર્થ-કામ ન તજી શક્યા; તે તેમણે કર્યું એટલે કે તજવા યોગ્ય તર્યું, માટે એ ગુરુ બન્યા. પોતે, જેને તજીને આવ્યા તેને જ સ્વીકારવાનો જો તેઓ ઉપદેશ આપે તો સમજવું જ જોઈએ કે એ બિચારાઓ, ધર્મને પામી જ શક્યા નથી. અન્યથા જે વસ્તુઓનો પોતે ત્રિવિધ ત્રિવિધ પરિત્યાગ કરે Page #239 -------------------------------------------------------------------------- ________________ 13. - ૧૮: સાચા ધર્મગુરુનું કર્તવ્ય - 112 – – ૨૨૫ તે વસ્તુઓનો સ્વીકાર કરવાનો તેઓ સર્વસામાન્ય ઉપદેશ આપી જ કેમ શકે ?' પણ આ વસ્તુ ત્યારે જ સમજાય કે જ્યારે ખોટી માન્યતાથી બચાય.” એથી જ હું કહું છું કે ખોટી માન્યતાથી બચો. પ્રતિપક્ષી વસ્તુનો મેળ ન મળે, એ સહજ છે : આપણો મુદ્દો એ છે કે સંસાર તથા ધર્મને, મેળ ન જ મળે : કારણ કે સંસાર તથા ધર્મ એ બે જુદી ચીજ છે. સંસારની સાધનાના તથા મુક્તિની સાધનાના રસ્તા જુદા જ છે. એ બેને ભેળવ્યા તો નાશ માની જ લેવો. સંસાર તથા મોક્ષ બેય અલગ છે. સંસારમાં દુઃખ છે ને મોક્ષમાં સુખ છે. સંસારથી ઊલટી સ્થિતિ એ મોક્ષ છે. દિવસ હોય ત્યાં રાત્રિ અને રાત્રિ હોય ત્યાં દિવસ હોય જ; તેમ સંસારની પ્રતિપક્ષી વસ્તુ મોક્ષ છે જ. માનો કે ન માનો પણ માન્યા વિના છૂટકો જ નથી, અવશ્ય માનવું જ પડશે, કારણ કે વિદ્યમાન વસ્તુ ન માનવી એ મૂર્ખાઈ છે. સંસાર એટલે બંધન અને મોક્ષ એટલે છૂટાપણું. સ્વતંત્રતાના અર્થીએ સ્વતંત્ર બનવા માટે સંસારથી અલગ થયા વિના છૂટકો જ નથી. સંસારની સાધનાની તથા મોક્ષની સાધનાની સામગ્રી જુદી છે. એ બે સામગ્રીને પરસ્પર ભેળવી તો ગોટાળો થવાનો જ. જો સંસારની જ લહેર ચાખવી હોય તો તો મોક્ષનાં સાધનોની કાંઈ જરૂર નથી, કારણ કે “ધર્મસાધના તો મોક્ષ માટે છે.” મોક્ષનાં સાધનને, સંસાર સાધવાની અભિલાષાથી સેવવાં : એ મોક્ષના સાધનનું અપમાન કરવા બરાબર છે. અપમાન કરનારો નહિ પામનારા કરતાં ઘણો નાલાયક છે. આથી જ ઉપકારીઓ કહે છે કે “જ્યાં સુધી સંસાર પ્રત્યે પ્રેમ ન ઘટે ત્યાં સુધી ધર્મ પર પ્રેમ થવો એ કઠણ છે. અને ખરેખર એ પ્રતિપક્ષી વસ્તુનો મેળ ન મળે, એ સહજ જ છે. આ જ હેતુથી ઉપકારીઓ, સંસારની યથાસ્થિત દુઃખમયતા વર્ણવીને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. દહીં દુધિયાપણું ન જ ચાલે ! આ બધી વાત ઉપરથી એ નિશ્ચિત છે કે શ્રી જિનવાણી સાંભળવા આવનારનું ધ્યેય નિયત હોવું જોઈએ અને તે એ જ કે “સંસાર તજવો અને મુક્તિ સાધવી.” કહો “આ ધ્યેય નિશ્ચિત છે કે નહિ ?” સંસારસાગર તરવો છે કે નહિ ? શા Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - 14 માટે તરવો છે ? ખોટો છે, રહેવા જેવો નથી માટે તરવો છે ને? તરવો જ છે કે એમાં પડી રહેવું છે ? બોલોને ! મૌન કેમ ? સભા : સાહેબ ! વાણિયા પાકા છે ! એમની પાકાઈ પ્રભુશાસનમાં ન ચાલે. સંસારમાં પાકાને પોચા બનાવવા માટે જ તો આ શાસન છે. સંસારમાં પોચા બનાવી મોક્ષમાર્ગની આરાધનામાં પાકા બનાવવાના આ પ્રયત્ન છે, માટે જો તરવું જ હોય તો તારક વસ્તુઓને ઓળખ્યા સિવાય છૂટકો જ નથી. સભા: આજના લોકો કહે છે કે “દેવ, ગુરુ, ધર્મ એવા જોઈએ કે જેથી અમારી કાર્યવાહીમાં વાંધો ન આવે એટલે કે અમે જે કરીએ છીએ તે ચાલુ જ રહેવા દે.” ભાઈ ! પણ બે વિરોધી વસ્તુને એક જ જગ્યાએ રાખવા પ્રયત્ન કરવો તે એક જાતનું ખોટાપણું છે. અપરિગ્રહી બનવું હોય તો પરિગ્રહને ખોટો માનવો જ પડશે. સાધુ કોણ ? અહિંસક, સત્યવાદી, અદત્ત ન લેનાર, બ્રહ્મચારી અને નિષ્પરિગ્રહી બને છે. જૈન સાધુના આ પાંચ મૂળ ગુણો મુખ્ય છે. આ પાંચ તો મુખ્ય મૂળ ગુણ છે. આ ગુણો નિયત છે. એ ગુણો વિના સાધુને એક ક્ષણ પણ ચાલે નહિ. જૈન સાધુ, કોઈ પણ પ્રાણીને : મનથી વચનથી અને કાયાથી મારે નહિ, મરાવે નહિ અને મારતાને સારા માને કે કહે નહિ જુઠું બોલે નહિ, બોલાવે નહિ અને બોલતાને સારા માને નહિ કે કહે નહિ. પારકી ચીજ તરણા સરખી પણ અનુમતિ વિના લે નહિ, લેવરાવે નહિ અને લેનારને સારા માને કે કહે નહિ : સ્ત્રીસંસર્ગ કરે નહિ, કરાવે નહિ અને કરતાને સારા માને કે કહે નહિ : ધન-ધાન્યાદિ નવ પ્રકારના પરિગ્રહને રાખે નહિ, રખાવે નહિ અને રાખતાને સારા માને કે કહે નહિ. આ પાંચે મૂળ ગુણને ધારણ કરનારા અને ગુરુકુળવાસમાં રહી, ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષા પામી વ્યવહારનયાદિના જ્ઞાતા બની ગુરુપદને પામેલા ધર્મગુરુ તમને શું કહે ? “શું ખુશીથી હિંસા કરવાનું કહે ? શું આ જમાનામાં જુઠું બોલ્યા વિના ન ચાલે માટે બોલો, એમાં વાંધો નથી એમ કહે ? શું આ જમાનામાં સીધી રીતે કોઈ આપે તેમ નથી તો ચોરીમાં પણ વાંધો નહિ એમ કહે ? શું આ જમાનામાં મન કાબૂમાં ન રહે તો સ્ત્રીસંસર્ગમાં પણ હરકત નથી એમ કહે ? શું આ જમાનામાં પરિગ્રહ વિના ચાલે નહિ માટે પરિગ્રહ તો ખાસ રાખવો જ એમ કહે ?” કહેવું જ પડશે કે Page #241 -------------------------------------------------------------------------- ________________ 1645 ૧૮ : સાચા ધર્મગુરુનું કર્તવ્ય - 112 આમાંથી એક પણ વાત, ધર્મગુરુથી કહી શકાય તેમ નથી. કારણ કે ધર્મગુરુ માટે, શાસ્ત્રે કાંઈ થોડું નથી કહ્યું. જેમ તે હિંસા, અસત્ય, અસ્તેય અને અબ્રહ્મને આચરે નહિ, આચરાવે નહિ અને આચરતાને અનુમોદે નહિ તેમ પરિગ્રહને પણ રાખે નહિ, રખાવે નહિ અને રાખતાને સારા પણ માને નહિ. પરિગ્રહ રાખવો એ જો સારા માને તો પરિગ્રહ રાખવાની ભાવના થયા વિના પણ રહે નહિ. પરિગ્રહ રાખવો એ જો સારું હોય તો તજવો એ સારો કેમ ગણાય ? અને જો તજવો સારો હોય તો રાખવો સારો કેમ ગણાય ? જો દેવાળિયા સારા કહેવાતા હોય તો શાહુકાર શાહુકારી રાખે જ શું કામ ? તેમ પરિગ્રહ રાખવો એ જો સારું હોય, પૈસાટકા રાખવા એ જ જો સારું હોય તો ઘરબાર, પૈસાટકા વગેરે મૂકીને આવેલાને હાથ જોડવાનું કામ શું ? તો તો પછી ઊલટા સાધુએ તમને હાથ જોડવા જોઈએ. ૨૨૭ તમારી પાસે ઘરબાર બંગલા, બગીચા બધું, લાડી વાડી ગાડી તમામ અને સાધુ પાસે તો એમાંનું કાંઈ જ નહિ, સાધુ તો ૨મતા ૨ામ : એટલે જો પરિગ્રહ સારો અને પરિગ્રહ રાખવો એ સારો એમ હોય તો સાધુઓએ, તમને હાથ જોડવા જોઈએ : છતાં તમે, સાધુઓને હાથ જોડો છો એનું કારણ શું ? જો તમે, તમારી પાસે જે છે તે સઘળાને તજીને બેઠેલા સાધુઓને હાથ જ જોડો : તો તો તમે, જે લઈને બેઠા છો તેને ખોટું કહો. પરિગ્રહને સારો માનવો અને નિષ્પરિગ્રહીને હાથ પણ જોડવા એ બે વાત ન બને. દહીંમાં તથા દૂધમાં એમ બેયમાં પગ ન ૨ખાય. તમે લઈને બેઠા છો એ સારું હોય તો અમે છોડ્યું એમાં ભૂલ છે એમ કહો અને એ ભૂલ ન કહો તો તમે જેમાં બેઠા છો એને ખોટું કહો. એક રસ્તો કાઢો. હું તો માનું છું કે અમે, છોડવામાં ભૂલ નથી કરી પણ સારું જ કર્યું છે : કા૨ણ કે એમ કરવાનું અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવોનું ફરમાન છે અને માટે જ બીજાને પણ છોડાવવાની મહેનત કરું છું, આ પ્રમાણે હોવા છતાં પણ અમે છોડ્યું એમાં જો તમે ભૂલ માનતા હો તો તમે સમજાવો અને છોડવાનું સારું માનતા હો તો છોડવાના પ્રયત્નો કરો. મારું તો તમને આહ્વાન છે કે ‘કાં તો તમે સુધરો અને અમારી ભૂલ હોય તો અમને પણ સુધારો.' પણ દહીંદૂધિયા બનો એ ન ચાલે. સભા : તમે છોડ્યું છે તે તમે છેતરાયા છો એમ એ લોકો માને છે અને કહે છે ! માન્યું કામ ન આવે, સાબિત કરવું પડે. સામે આવીને કહેવું જોઈએ. જેમ Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ - - - - ૧ews તમારી સામે બેસીને હું ત્યાગમાર્ગ સમજાવી રહ્યો છું તેમ સામે આવીને તેઓ પણ એમની માન્યતા સમજાવે ને ? સભા : આવે કોઈ નહિ, એ તો છાપામાં જ લખ્યા કરે. તો એ કાંઈ ન્યાય ઓછો જ કહેવાય ? ત્યાગમાર્ગના અમલમાં વિકટતા ખરી, પણ વસ્તુને વસ્તુસ્વરૂપે માનવામાં ઓછો જ વાંધો ? વસ્તુને તે સ્વરૂપે માનનાર આજે નહિ તો કાલે, ચાર-છ મહિને, વરસે, બે વરસે, બીજી જિંદગીમાં, ભવાંતરે પણ અમલ કરશે. ચીજનું વાજબીપણું ઠસાવવાના અને મનાવવાના પ્રયત્નમાં હરકત છે જ નહિ. એ વિષયના પ્રામાણિક પ્રયત્નને પહોંચાય પણ અપ્રામાણિક પ્રયત્ન સાથે મેળ ન ખાય. “અમે લીધેલું ખોટું છે અને એ લેવામાં અમે ભૂલ કરી છે એવું જો તેઓ સાબિત કરે તો અમને માનવામાં ઓછો જ વાંધો છે ? એ સાબિત કરવામાં એમને રોકાણ હોય તો વાંધો, પણ એ રોકાણ છે જ નહિ : કારણ કે ખોટા સાથે આપણે બંધાયેલા જ નથી. ગેરલાભની આપણને જરૂર નથી પણ લાભની જ જરૂર છે માટે ખોટું છોડવામાં અને સાચું લેવામાં આનાકાની હોય જ નહિ પણ એ “માત્ર માન્યું જ ન ચાલે પણ સમજાવવું પડે.” પ્રવૃત્તિ ભલે અલગ માન્યતા તો એક જ ઃ આપણો બધાનો ઇરાદો, એક જ કે “કોઈપણ ભોગે સુખી થવું.' : દુઃખના સાધનથી બચવું અને અનંત સુખ મેળવવું.” એ જ ઇચ્છા બધાની છે. અમે, સાધુ થયા તે પણ એ માટે : બીજાને સાધુ બનાવીએ તે પણ એ માટે અને હું તો માનું છું કે તમે અહીં આવો છો તે પણ એટલા જ માટે. સભા : જરૂર. આથી સ્પષ્ટ જ છે કે તમારી તથા અમારી દૃષ્ટિ એક જ વસ્તુ ઉપર નિયત છે. આપણને બધાને દુઃખ વિનાનું, કાયમ ટકે એવું અને પૂરેપૂરું સુખ જોઈએ છે. અમારી અને તમારી બેયની એ એક જ ઇચ્છા છે. દુઃખ ઇચ્છો એવા તો તમે પણ ઘેલા નથી. આપણું દૃષ્ટિબિંદુ જો એ છે તો માન્યતા પણ એક થવી જ જોઈએ. પ્રવૃત્તિમાં, જે બળવાન હશે તે આગળ ચાલશે, નબળા હશે તે પાછળ ચાલશે, એથી નબળા હોય તો એ બેઠા બેઠા ચાલશે, અને એથીયે નબળા હોય તો એ મોડા આવશે પણ માન્યતા તો એક જ હોવી જોઈએ. એ ઇચ્છાની સિદ્ધિ Page #243 -------------------------------------------------------------------------- ________________ 1647 - ૧૮ : સાચા ધર્મગુરુનું કર્તવ્ય – 112 – ૨૨૯ માટે ત્યાગમાર્ગ એ મોટામાં મોટો અને સારામાં સારો માનું છું, તમને રાગમાં સુખ લાગતું હોય તો બતાવો. હું તો, પ્રભુએ બતાવેલા ત્યાગમાર્ગમાં જ સુખ માનું છું અને એ જ તમારી પાસે કહું છું, રોજ રૂપાંતરે પણ એ જ કહું છું, મહિનાઓથી એ જ કહું છું અને કાયમ એ જ કહેવાનો : કારણ કે એ સિવાય સાચા સુખનો અન્ય કોઈ ઉપાય જ નથી : એ જ કારણે બીજું કહેવાનું હું શીખ્યો જ નથી. બીજું કહેવાનું શીખવાની મારા જિનેશ્વરદેવે મને ના પાડી છે. હું જે શીખ્યો છું તે જ તમારી પાસે મૂકું છું, એમાં ફેરફાર હોય તે તમે જણાવો નહિ તો એ જ એક સાચા સુખનો ઉપાય છે એમ માનતા થાઓ. ત્યાગ અને વૈરાગ્ય એ જ સુખનો રાજમાર્ગ : સભાઃ એ લોકો કહે છે કે આ રીતે તો વિશાળ ધર્મ સાંકડો થાય છે. “સાંકડો હું કરું છું કે એ ?” આ મારું આહ્વાન છે : એમને કહેજો કે “આવીને સમજાવે. મને કે તમને'; પણ, ત્યાગ-વિરાગની પીઠિકા તો એમને પણ કરવી પડે છે : અને એ કર્યા પછી જ એ લોકો, બધા લોચા વાળે છે. એક જ જાતની સંકુચિત વૃત્તિ રાખીને એમાં વિશાળ વૃત્તિ મનાવવાનું આજે ચાલી રહ્યું છે. “એક જ તરંગી અને સ્વચ્છંદી કામ કરવું અને બીજી બાજુનું સાંભળવું કે સમજવું પણ નહિ.” આવી વૃત્તિવાળાઓને સમજાવવાનો કોઈ ઉપાય જ નથી, પણ મારી પાસે સમજવાની જ બુદ્ધિથી આવનારને તો હું એ જ ઠસાવવા ઇચ્છું છું કે તમે સમજુ તથા વસ્તુના પરીક્ષક થાઓ તો એવા મજબૂત બનશો કે પછી તમને કોઈપણ પોતાના વાયુમાં ઢસડી નહિ શકે, ત્યાગ-વિરાગને, સ્પષ્ટ શબ્દોથી આઘો મૂકવો એ તો એવાઓને પણ પાલવતું નથી : કારણ કે સુખનો સાચો રાજમાર્ગ એ એક ત્યાગ અને વૈરાગ્ય જ છે. સંસારમાં રહેલા પ્રાણીને પણ સુખ જોઈએ તો ત્યાગ-વૈરાગ્યની છાયા જોઈએ, નહિ તો ત્યાં પણ સુખ નથી. મોટી શહેનશાહતનો માલિક પણ, થોડા પણ વૈરાગ્ય, સંતોષ કે શાંતિ વગર કદી પણ સુખ ભોગવી શકતો નથી : શહેનશાહ, શહેનશાહત માત્રથી સુખ ભોગવી શકતો નથી. ખરેખર ત્યાગ અને વૈરાગ્ય એ જ સુખનો રાજમાર્ગ છે. જીવનમાંથી ત્યાગ-વૈરાગ્યનો નાશ થયો તો સમજી જા લેવું કે સુખ જ સળગી ગયું. ત્યાગ-વૈરાગ્ય એ શબ્દો તરફ, કોઈથી પણ કરડી આંખે જોઈ શકાતું નથી અને જુએ તો એને કોઈ સાંભળતું પણ નથી : એ Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ –– –– 1949 જ કારણે એ વસ્તુનો ઉઘાડો વિરોધ, વિરોધીઓ પણ કરી શકતા નથી : બાકી એ વસ્તુને તેઓ માને છે એમ નથી. માન્યતામાં તો એક થવું જ જોઈએ: સભા: ‘ગમે તેમ હો તે છતાંય વિરોધી પણ ભગવાન મહાવીરનું અને તેમના સિદ્ધાંતનું નામ તો લે છે ને ? અરે ભાઈ ! આ કાંઈ દલીલ છે ? એવાઓ પણ જો ભગવાન શ્રી મહાવીરદેવનું નામ ન લે તો એમને ઊભું પણ કોણ રહેવા દે ? કોઈ પણ ઊભા ન રહેવા દે એટલા માટે એ લોકોને ભગવાન શ્રી મહાવીરદેવનું નામ દેવું પડે છે : એ લોકો, શ્રી મહાવીરદેવનું નામ દેતા નથી પણ પોતાનું ટટુ નિભાવવા માટે એ લોકોને દેવું પડે છે. પેઢીની શાખે જ બધો વ્યવહાર ચાલે છે. ભગવાન શ્રી મહાવીરદેવનું નામ ન દે, એ પરમ તારકના શાસનનું નામ આગળ ન ધરે તથા એ તારકના સિદ્ધાંતની વાત ન કરે તો એમને ઊભું રહેવા દે જ કોણ ? માટે “એમના નામે એટલે કે ભગવાન શ્રી મહાવીરદેવ, એ તારકનું શાસન તથા એ તારકના સિદ્ધાંતના નામે એ વર્ગ દુનિયાના હૃદયમાં ઠસાવવા શું માગે છે ?' – એ નક્કી કરવું જોઈએ. તે નક્કી કર્યા પહેલાં બીજી વાત થાય જ નહિ. એ વાત તો દૂર રહી, હાલ તો મારી પાસે આવનારને, હંમેશાં સાંભળનારને, ગમે તે ભોગે ધર્મ કરવો જોઈએ એવું માનનારને હું પૂછું છું કે અમે જે નાશવંતુ છોડ્યું છે એમાં ડહાપણ છે કે તમે જેમાં બેઠા છો એમાં ડહાપણ છે? આ વાત નક્કી ન થાય ત્યાં સુધી મારો અને તમારો સંગ ફળ્યો એમ હું તો નહિ માનું. મહિનાઓથી હું અને તમે ભેગા થઈએ છીએ, વ્યાખ્યાન સંભળાવવું તથા સાંભળવું ચાલુ છે, ઘણી વાતો થઈ, પ્રશ્નોત્તર થયા છતાં “અમે, એ નાશવંતુ છોડ્યું એમાં ડહાપણ કે તમે એમાં બેઠા છો એ ડહાપણ ?' એ જ નક્કી ન થાય તો થયું શું? વર્તનની વાત વેગળી મૂકો પણ માન્યતામાં તો એકત્રિત થવું જ જોઈએને? વર્તન માટે તો તાકાત, શક્તિ, યોગ્યતા એ બધું આવવું જોઈએ પણ માન્યતામાં તો વાંધો આવે તેમ નથી ને ? જ્યાં સુધી માન્યતા નક્કી નથી થઈ, સુદઢ નથી થઈ ત્યાં સુધી ધર્મ પ્રત્યે જેવું હૃદય ઢળવું જોઈએ તેવું ઢળતું નથી, એટલું જ નહિ પણ આદમી ડગી જાય છે. ઘણાની પદ્ધતિ એવી છે કે બેય ઠેકાણે હા કહે, અહીં પણ હા અને તહીં પણ હા, પણ એમ ન થવું જોઈએ, ન જચે તો ‘હા’ ન કહો, ખોટી હાથી તો Page #245 -------------------------------------------------------------------------- ________________ 14૭ - ૧૮ : સાચા ધર્મગુરુનું કર્તવ્ય - 112 - - ૨૩૧ ગજબ થાય. શ્રી જિનેશ્વરદેવનું શાસન પામી એવા સરળ બનો કે “જે હોય તે જ કહો.” સાચામાં પણ હા અને ખોટામાં પણ હા, બેય સ્થળે જગ્યા મેળવવી, બેય ઘરે ગાદી રાખવી, બેય ઠેકાણે આગેવાન બનવું એ ન બને. જ્યાં સારું લાગે ત્યાં ભળો, પણ નિખાલસ બનો. મહીં તાંબુ અને ઉપર ઢોળ ન ચડાવો. જ્યારે શ્રીમંતાઈ હતી ત્યારે નક્કર દાગીના હતા જેમાં ઉપર, નીચે અને વચ્ચે બધે સોનું. શ્રીમંતાઈ ઘટી ત્યારે અલંકાર તો જોઈએ એટલે તાંબા પર ગીલીડ, મોતીની માળા તો જોઈએ, તો સાચાં નહિ તો કલ્ચર સહી. એ રીતે ધર્મપ્રેમ ઘટ્યો અને ધર્મીમાં ખપવું, મહીં પોલ અને બહાર દેખાડવું માટે કરે આડંબર, એથી સત્યનો નાશ થાય. વસ્તુ ન હોય એ બને, એનો ઇન્કાર નથી કરતો પણ વસ્તુ નથી પામ્યા એમ સ્પષ્ટ કહો જેથી બીજા છેતરાય તો નહિ. “હોય ઓછા અને ગણાવું પૂરા' એની આજે મોટી મારામારી છે. વ્યવહારમાં પણ આ ભાવના બહુ હાનિ કરે છે. વ્યવહારની હાનિ તો બહુ તો આ જિંદગી માટે જ્યારે ધર્મની હાનિ તો અનેક ભવોની છે. એક પાપ આત્માની કઈ દશા કરે છે તથા એક ઉત્તમ ક્રિયા આત્માનો કેવો સુધારો કરે છે એ જુઓ. વિચારો તો ખરા, આખી જિંદગીમાં એક વાર દેવાળું કાઢે તો એ દેવાળિયો જ કહેવાય, પહેલાં પચાસ વરસ સારો વેપાર કર્યો હોય તો પણ દેવાળિયો કહેવાય અને પછી પણ ગમે તેવો સારો વેપાર કરે તો પણ દેવાળિયાની છાપ પડી એ પડી. એક વારનું પાપ આત્માને કઈ ખરાબ દશાએ પહોંચાડે તથા એક વારનો ધર્મ આત્માને કેટલે ચડાવે છે એની તુલના કરતાં શીખો. પુણ્ય તથા પાપ, ધર્મ તથા અધર્મ, સત્ય તથા અસત્ય, તત્ત્વ તથા અતત્ત્વનો ભેદ સમજાય તો શાસ્ત્ર કહે છે કે કાંઈ પણ ન કરવા છતાં એ આત્મા ઘણું પામ્યો. શાસ્ત્ર કહે છે કે શાખ સાચવનારો, વગર શ્રીમંતાઈએ શ્રીમંતની જેમ ઊભો રહે છે. અણીને વખતે ઘર વેચીને પણ પૈસા પૂરા ચૂકવનાર દરિદ્રને પણ લોક શેઠ જ કહે છે. લોક કહેવાનું કે જે શેઠિયો ન કરે તે આણે કર્યું, જાત વેચીને પણ શાખ સાચવી.” આ પણ અણીનો સમય છે. અણીના સમયે ભલે કાંઈ ન કરો, ન થાય તો ન કરો પણ છે તેને તેવું સમજો તો પણ ઘણું પામ્યા. વસ્તુને વસ્તુ તરીકે સમજનારાના હાથે ખોટું થવાની સંભાવના ઓછી, મોટે ભાગે એના હાથે ખોટું થાય જ નહિ અને Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ ------ 16 થઈ જાય તો પણ પરિણામ ખોટું ન આવે. આથી જ હું કહું છું કે “માન્યતા તો એક થવું જ જોઈએ.” આત્માનો હિતૈષી એ જ સાચો સ્નેહી : ધૂનન કરવું છે એ તો જાણો છો ને ! ધૂનન કરાવતાં ધ્રુજારી પણ થાય. દૂધ દહીં બનાવ્યા પછી માખણની અભિલાષાવાળા, એને ગોળીમાં નાખી રવૈયો ખેં એ કેવી રીતે એ જાણો છો ને ? એ લોકો, ઘોંઘાટને અને પરિશ્રમને ન ગણે કારણ કે ઘોંઘાટથી અને પરિશ્રમથી ગભરાય તો માખણ ન પામે. રવૈયો મૂકત પહેલાં ગમે એટલો શાંત રહે પણ રવૈયો મૂક્યો કે કામ શરૂ થયું, પછી તો માખણ કાઢે જ મુકાય. હું પણ રવૈયો ચાલુ કર્યા પહેલાં બેસી રહ્યો છું, માત્ર પીઠિકામાં રહ્યો છું કેમ કે પછી નહિ રોકાય, પછી ઘોંધાટની પણ પરવા નહિ થાય. રવૈયો મૂક્યા પહેલાં ધમાધમ ચાલે તો પછીની તો વાત જ શી ? એ રવૈયો ખેંચનારા, સ્ત્રી કે પુરુષો, જે હોય તે નીરોગી હોય, બળવાન હોય પણ શ્વાસ ચડે એવા ન હોય, કપડાં પણ પોલાં ન પહેરે પણ સંકેલીને પહેરે. બે પગ પહોળા રાખે. રવૈયો પણ ઉપર બાંધે તે એવો બાંધે કે ઢળી ન જાય, ખસી ન જાય, પડી ન જાય, ઘોંઘાટ એવો થાય કે પાડોશી પણ જાગે. પસીનો થાય પણ લૂછવા ન રહે. જેટલા ઢીલા થાય એટલું માખણ ઓછું. એ જ રીતે મારે પણ ધૂનન કરાવવું છે. પેલા રવૈયાના ધૂનનથી આ ધૂનન જુદું છે. આમાં તો અનાદિનાં બંધનો ઉપર કાપ છે. આત્મા પર લાગેલાં અનાદિ કાળનાં બંધનો દૂર કાઢવાનાં છે, કાપી નાખવાનાં છે, કચરો બધો ઝાટકીને બહાર કાઢવાનો છે. એ વખતે વિગ્રહ, કોલાહલ, કજિયા, ધમાધમ, ઘોંઘાટ થયા વિના રહે નહિ, કેમ કે અનેક આત્મા પાછળ બંધન ઘણાં છે. છોડનાર છોડવા તૈયાર થયો છે પણ બંધનને છૂટવું નથી એની ધમાચકડી થાય છે. “મરનાર મરે તેમાં જીવનાર શું કામ રૂએ ?' - આ પ્રશ્ન અસ્થાને છે, કારણ કે જીવનારને રોવાનું કારણ એ કે “પેલો મરી ગયો એને મરવા દેવો જ નહોતો.” એ જ માટે એ રુએ છે. સમજે છે કે આયુષ્ય પૂરું થાય ત્યારે કોઈથી રોકાય નહિ, જ્ઞાનીએ કહ્યું છે તેમજ પ્રત્યક્ષ પણ અનુભવાય છે છતાં પણ રોનાર કહે છે કે “મરી ગયો એ કામનો ગયો ને ?' સભા : સ્વાર્થ માટે રુએ છે. ત્યારે પરમાર્થ માટે દુનિયામાં કયો રુએ છે? જો પરમાર્થ માટે રોતા હોત તો આ દશા જ ન હોત. પરમાર્થી માતાપિતા, દીકરાને શી શિખામણ આપે ? Page #247 -------------------------------------------------------------------------- ________________ 165 – – – ૧૮ : સાચા ધર્મગુરુનું કર્તવ્ય - 112 – ૨૩૩ ધર્મગુરુને પણ દીકરા માટે શું કહી આવે ? ક્યાં છે એ દશા ? બધી મારામારી જ સ્વાર્થની છે ત્યાં થાય શું? આથી તમે બધી વસ્તુને રીતસર સમજો. રોનારની દયા ન ખાઓ પણ રોનારનું નિદાન પરખીને પછી દયા ખાઓ. દરદીના રોવાથી વૈદ્ય ગભરાય તો વૈદું ન કરી શકે. બાળકના તરફડાટથી ગભરાય એ મા બાળકને દવા ન પાઈ શકે. “હાય, મારો બાળક ન રુએ” એ માનનારી માતા વગર મોતે બાળકને મારી નાખે છે. બાળક રુએ એવી કાર્યવાહી કરવી જ નહિ એવો નિયમ કરનારી માતા બાળકને મારી જ નાખે, અર્થાત્ એ બાળક જીવે જ નહિ. ખોખા માટે આ દશા તો આત્મા માટે કેવી દશા જોઈએ એ વિચારો અને સમજો કે આ દુનિયામાં સાચો સ્નેહી તો તે જ કે જે, આત્માનો હિતેષી હોય : બાકી ખોખાનો પૂજારી, એ આત્માનો હિતૈષી નથી. પણ જમાનાવાદીઓ, આથી નવું જ કહે છે : અમારી અને એમની વચ્ચે આ જ આડખીલી છે. બુદ્ધિનું ફળ તત્ત્વવિચારણા : અનંત ઉપકારી શાસ્ત્રકારો કહે છે કે “આત્માની ચિંતા કરો જ્યારે જમાનો જેમની કોટે વળગ્યો છે તેઓ કહે છે કે “શરીરની ચિંતા કરો.” ચેતન અને જડ. એ બેના વિવેચનમાં તો આખી દ્વાદશાંગી ભરી છે. એ દ્વારા ઉપકારીઓ ફરમાવે છે કે “જડથી દબાયેલા ચેતનને કાઢવા મહેનત કરો. જ્યારે આજના જમાનાવાદીઓ કહે છે કે “જડથી ચેતન છૂટી ન જાય એની ખૂબ કાળજી રાખો. જડના ભભકા એવા કરો કે એમાંથી ચૈતન્ય છૂટવા માટે તૈયાર જ ન થાય, ચેતનમાં જડનું આક્રમણ એવું કરો કે જેથી ચૈતન્ય એમાં ગૂંગળાઈ જાય.' આવા સમયે વિવેકી વિચારક, શાંત ચિત્તે એકાંતે તત્ત્વનો વિચાર કરે તો જરૂર નિસ્તાર પામે. તમે બધા પણ બુદ્ધિવાળા તો છો ને ! જો છો તો સમજો કે બુદ્ધિનું ફળ તત્ત્વની વિચારણા છે. “તત્ત્વ શું છે ?' એવું ચોવીસ કલાકમાં આત્માને કેટલી વાર પૂછયું? “તું કોણ ? આ કોણ ? આ બધું કોણ ?” આ ક્યારે વિચાર્યું ? સામાયિક, પડિક્કમણું, પૌષધ, વ્યાખ્યાનશ્રવણ, જિનપૂજા એ બધું શા માટે ? આ રીતે તત્ત્વચિંતા કરો તો પરિણામ એ આવે કે “વ્યાખ્યાનમાં ધર્મના નામે અર્થ-કામની પ્રવૃત્તિનો ઉપદેશ આપનારા કુસાધુઓની જબાન બંધ થઈ જાય.” તમારી તત્ત્વચિંતાના અભાવે જ, કુગુરુઓના અડ્ડા જામી શકે છે. “સામાયિક, જિનપૂજા, પ્રતિક્રમણ, વ્યાખ્યાનશ્રવણ, પૌષધ, દાન, શીલ, તપ, ભાવ” એ બધું Page #248 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો શા માટે એ સમજો તો એ તાકાત આવે કે તમે પોતે કુગુરુના સંગથી બચી શકો અને બીજાઓને પણ બચાવી શકો. ‘અર્થ-કામની આરાધનામાં રત બનવું અને આંટીઘૂંટી ક૨વામાં એક્કા બની અનેકને પ્રપંચજાળમાં ફસાવવામાં પ્રવીણ થવું' એ કાંઈ બુદ્ધિનું ફળ નથી. ખરેખર એ તો બુદ્ધિનો દુરુપયોગ જ છે. બુદ્ધિ વગરનો પણ જડમાં રાચેમાર્ચ અને બુદ્ધિમાન પણ જડમાં રાચેમાચે તો બેમાં ફરક જ શો ? આથી સમજો કે ‘તત્ત્વોનો વિચાર કરવો' એ બુદ્ધિનું ફળ છે અને ‘હેયનો ત્યાગ તથા ઉપાદેયનો સ્વીકાર' એ બુદ્ધિનો સદુપયોગ છે. બુદ્ધિનો સદુપયોગ ક૨વા ઇચ્છનારે, બુદ્ધિના ફળને ધ્યાનમાં રાખી તત્ત્વચિંતામાં જ રત બનવું જોઈએ. જો એમ થશે તો તરત જ સમજાશે કે દુનિયાદારીની તમામ પ્રવૃત્તિની સામે જ શાનીઓએ બધી યોજનાઓ યોજી છે. ૨૩૪ - 6 અનંત ઉપકારી જ્ઞાની પુરુષોએ જોયું કે દુનિયાને ઓચ્છવ-મહોચ્છવ ગમે છે તો ફરમાવ્યું કે એવા ઓચ્છવ-મહોચ્છવ કરો કે જેથી દુનિયાને એ જોઈને ઉત્તમ વસ્તુનો ખ્યાલ આવે. દેવપૂજાના અને ગુરુપૂજાના મહોત્સવો આત્માને ઉન્નત બનાવે છે જ્યારે દુનિયાના મહોત્સવો આત્માને અવનત બનાવે છે એ વાત તત્ત્વની વિચારણાથી જરૂ૨ સમજાય. ‘એક લગ્નનો વરઘોડો તથા એક ગુરુનો તથા દેવનો વરઘોડો એ બેય વરઘોડાને જોનારની ભાવનામાં કેટલો ફેર ?' એ પણ તત્ત્વવિચા૨ક સમજી શકે. લગ્નનો વરઘોડો જોનારા, એવી જ વાતો કરે કે ‘ફલાણા શેઠનો દીકરો, એ શેઠનું આટલું ધન, આવો વેપાર.' એ રીતે એની બધી શ્રીમંતાઈ વખાણે, વળી આગળ વધીને કહે કે “એ શેઠની સ્ત્રી આવી રૂપાળી, આવી ને તેવી’ એ રીતે એ વાતે વળે. ઠેઠ આખા વરઘોડામાં એવી વાતો કરે, બહુ વાતોડિયા હોય તો ઘેર જાય ત્યાં સુધી એ વાત કરે, એથીયે બહુ વાતોડિયા હોય તે આઠ-દશ દિવસ સુધી વાતો કરે. આ રીતે એવી વાતો દ્વારા આત્માને સારી રીતે પાપવિચારોથી રંગે. 1652 સભા : એક શ્રીમંત માટે એવી પ્રશંસાની વાતો થતી સાંભળીને અન્ય શ્રીમંતને એમ થાય કે હું પણ એવો વરઘોડો કાઢું ! ‘એવો જ નહિ પણ એથી સવાયો કાઢું' એવી ભાવના થાય એમ કહો. હવે વિચારો કે ‘લગ્નનો વરઘોડો એ મુખ્યતયા નિમિત્ત શાનું ?' કહેવું જ પડશે કે આત્માને વિષયના રંગથી રંગવાનું.' એવા નિમિત્તથી ‘એ રંગે રંગાયેલાની પ્રવૃત્તિ કઈ ?' એ જ કે પછી એની આંખો જ્યાં ત્યાં ભટકે, સ્વપરનો વિવેક Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : સાચા ધર્મગુરુનું કર્તવ્ય 112 ૨૩૫ ભૂલે, જેની તેની પર આંખ નાખવાનો હક છે કે નહિ એનો વિચાર ભૂલે, પછી મનુષ્ય મટી હેવાન થાય, હૈયું ફૂટે પછી અનેક પાપના ધોધ વહે, પરિણામે મનુષ્યપણું હારી દુર્ગતિએ ચાલ્યો જાય. આ રીતે એ લગ્નના વરઘોડા પાપરૂપ થાય કે નહિ તે તમે સમજો. તમે પણ ડાહ્યા છો. વસ્તુસ્થિતિ આ છે. એ જ હેતુથી જ્ઞાનીએ એની સામે નવા રસ્તા યોજ્યા અને એ રસ્તામાં લક્ષ્મીના વ્યયને પુણ્ય કહ્યું તથા વ્યય કરનારને પુણ્યવાન કહ્યો, એટલું જ નહિ પણ અનેકને પુણ્યમાર્ગે વાળનાર કહ્યો. ને તરનાર તથા બીજાને તારનાર કહ્યો. એવી ક્રિયા માટે પોણી વીશી બોલાય એ ધર્મના મર્મને સમજનારો કેમ સહે ? પેઢીની પોણી વીશી વાત સહો ? 1653 સભા : એવી વાત કરનાર સામે રીતસર કામ ચાલે. ત્યાં તો રીતસર કામ ચાલે. તમે તમારી પેઢીની પોણી વીશી વાત માટે રીતસર કામ ચલાવો તો અમે અમારી પેઢી માટે ? સભા : એ પેઢી તો અમારી પણ છે ને ! રંગ રાખ્યો. આથી સ્પષ્ટ છે કે ‘તમારી પેઢીને અમે સહાય કરીએ તો અમે પાપી અને અમારી પેઢીને તમે સહાય કરો તો તમે પુણ્યવાન : તમારી પેઢીની અમે વાત કરીએ તો અમે પતિત અને અમારી પેઢીની વાત તમે કરો તો તમે ચડવા માંડ્યા કહેવાઓ : તમારી પેઢીનાં અમારાથી વખાણ ન થાય પણ અમારી પેઢીનાં તમારાથી થાય :' પણ આ વાત તમે ત્યારે જ સમજો કે જ્યારે તમે ‘બુદ્ધિનું ફળ શું છે ?’ એ સમજો અને જો એ સમજો તો પરિણામ એ આવશે કે ‘જૈનકુળમાં જન્મીને પણ જૈનશાસનને બેવફા નીવડી જે આત્માઓ, જૈનદર્શન વિરુદ્ધની વાત કરી રહ્યા છે તેઓની જબાન બંધ થશે : અને કદાચ તેમ નહિ થાય તો પણ તેઓ પોતાની મેળે ઉધમાત ગમે તેટલો ક૨શે તો પણ સામાન્ય જીવો પર ખોટી છાપ તો નહિ જ પાડી શકે.' આ માટે મારી ભલામણ છે કે ‘તત્ત્વની વિચારણા’ એ ‘બુદ્ધિનું ફળ છે’ એમ સમજી ‘વસ્તુ માત્રના સ્વરૂપને વિચારતા થાઓ અને સમજતા થાઓ.' સર્વવિરતિ એ તો સ્ટીમર છે : ‘તત્ત્વવિચારણા’રૂપ બુદ્ધિના ફળને પામેલા આત્માઓ તો, એ વાત સારી રીતે સમજી શકે તેમ છે કે ‘સંસારરૂપ સાગરને તરી જઈને મુક્તિરૂપ બંદરે Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – – 164 પહોંચવા માટે કોઈ સ્ટીમર હોય તો તે સર્વવિરતિ છે. એ સ્ટીમરમાં એકદમ નહિ બેસી શકનારા, સ્ટીમરે પહોંચવા માટે નાવડામાં અને નાવડું ન મળે તો પાટિયાનો આશ્રય લઈ શકે છે પણ એ પાટિયાં લોઢાનાં હોય એ ન જ ચાલે.” “આપણે બધાય એ સ્ટીમરના જ ઉપાસક છીએ.' આ વાત, બુદ્ધિના ફળને પામેલા હોય તેઓને સમજાવવાની ન હોય. એ પરમતારક સ્ટીમરની ઉપાસના એ જ આપણો પરમ ધર્મ. આપણે તો આપણા અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવોએ આપણને સંસારસાગરની તારનારી તરીકે ઓળખાવેલી એ સ્ટીમરનો યથાશક્ય લાભ લેનારા જ છીએ. એ સ્ટીમરની હયાતીમાં જ આપણા સૌનો વિસ્તાર છે. એની સામે લાલ આંખ કરનારાઓ સામે આપણી આંખ પણ લાલ જ રહેવી જોઈએ. શ્રી આચાર્યદેવો, એ સ્ટીમરના કપ્તાનો છે : શ્રી ઉપાધ્યાયદેવો, એ સ્ટીમરના સ્વરૂપનું યાસ્થિત ભાન કરાવનારા છે : અને સાધુ મહારાજાઓ, સ્ટીમરમાં બેસવા ઇચ્છતા અને બેઠેલાઓના સહાયકો છે તથા શ્રાવકો, એ સ્ટીમરમાં બેસવાની ઇચ્છા ધરાવનારા હોઈ એ સ્ટીમરને સહજ પણ હાનિ ન પહોંચે એની સંપૂર્ણ કાળજી રાખનારા અને એ સ્ટીમરમાં બેસવાની લાયકાત તથા તાકાત મેળવવા માટે અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા એકેએક અનુષ્ઠાનને હૃદયપૂર્વક આરાધનારા છે. એ પરમતારક સ્ટીમર પ્રત્યે જેને સદ્ભાવ નથી તે સાધુ હોય તો સાધુ નથી અને શ્રાવક હોય તો શ્રાવક નથી. શાસ્ત્રોમાં જે સંઘને હાડકાંનો ઢગલો કહેવાય છે તે તેવા જ સદૂભાવહીન સંઘને, પણ એ સ્ટીમર પ્રત્યે સદ્ભાવ ધરાવતા સંઘને નહિ જ. અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવોએ, પરમતારક તરીકે દર્શાવેલી એ સર્વવિરતિ રૂપ સ્ટીમર પ્રત્યે સદ્ભાવ કરવાને બદલે જેઓ અસદ્ભાવ કરે છે, જેઓ એવી પરમશુદ્ધ સ્ટીમરની આરાધના કરવાને બદલે વિરાધના કરવા અને કરાવવામાં આનંદ માને છે, જેઓ, એ સ્ટીમરના આરાધકોને અને આરાધવા ઇચ્છનારાઓને ખોટી રીતે કનડે છે : તેઓ માટે જ એ અને એવા બીજા કારમા ઇલ્કાબો છે : જ્યારે એ સ્ટીમરની આરાધનામાં જ જેઓ રત છે અને જેઓ, એ સ્ટીમરની આરાધનામાં જ સર્વસ્વ સમજે છે : તેઓ તો, ખરેખર જ પૂજ્ય છે. એવા ઉત્તમ આરાધકોના સમુદાય માટે દુર્ભાવ થવો એ પણ ઘોર પાપોદયની જ નિશાની છે. એવા ઉત્તમ આત્માઓના સમુદાયને પણ, હાડકાંનો ઢગલો કહેવાની જેઓને Page #251 -------------------------------------------------------------------------- ________________ 1:55 --- ૨૩૭ - ૧૮ : સાચા ધર્મગુરુનું કર્તવ્ય - 112 – બુદ્ધિ થાય : તેઓએ તો, એવી બુદ્ધિ થયા પહેલાં જ પ્રાણ ચાલ્યા જાય એમ ઇચ્છવું જોઈએ. અનંત ઉપકારી પ્રભુએ દર્શાવેલી સર્વવિરતિ સ્ટીમરને યથાશક્તિ સેવનારા સાધુ તથા સહાયક શ્રાવક એ નિશ્ચિત છે. એવા પુણ્યાત્માઓને હાડકાંનો ઢગલો કહેનાર પોતે જ હાડકાંનો ઢગલો છે : પણ સર્વવિરતિ સ્ટીમરને જેઓ કાણાં પાડતા હોય : એ સ્ટીમરને જેઓ કાણી કરવા મથતા હોય : જેઓ ડુબાડવા માગતા હોય : તેઓ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાના નાશક હોવાથી તેઓના સમુદાયને હું હાડકાંનો ઢગલો ખુશીથી કહ્યું : કારણ કે ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાએ કહેલ છે. એવાં ટોળાં માટે ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ, એવો એક જ શબ્દ નથી વાપર્યો પણ એવા અનેક શબ્દો વાપર્યા છે. એવાઓને એ ઉપકારીએ ભયંકર સર્પ જેવા પણ કહ્યા છે. બાકી જેઓ માર્ગસ્થ છે, અનંતજ્ઞાનીઓની આજ્ઞાના આરાધક છે અને અનંતજ્ઞાનીઓની આજ્ઞામાં જ ઉદય માનનારા છે એવાઓ માટે હાડકાંનો ઢગલો કહેનાર પોતે જ હાડકાંનો ઢગલો છે, એ નિર્વિવાદ સિદ્ધ છે. ગુરુ અને ગોર : ધર્મગુરુ અને અર્થ-કામગુરુ ; આથી સ્પષ્ટ છે કે અમે અને તમે બેય શ્રી જિનેશ્વરદેવના જ. એ તારકને માનો, એ તારકે દર્શાવેલી સ્ટીમરને માનો, આગમને માનો તો તમે અમારા : નહિ તો તમારી સાથે અમારો કશો જ મેળ નહિ. સાધુઓ જેમ તમને સુધારવા માટે ઉપદેશ આપે છે તેમ બગડતા સાધુઓને તમે પણ હિતશિક્ષા આપી શકો છો : એવા જ કારણે શ્રાવકને માબાપ જેવા પણ કહ્યા છે. સાધુઓનાં માબાપ બનવા ઇચ્છતા શ્રાવકોએ, સાધુઓના સાધુપણાની ચિંતા અવિરતપણે કર્યા જ કરવી જોઈએ. જે સાધુઓના સાધુપણાની રક્ષા માટે તેઓ માબાપ જેવા બનવા માગે છે તે સાધુઓ, પોતાના ધર્મગુરુઓ છે એ વાત તેઓએ કદી પણ વિસરવી જોઈએ નહિ. ધર્મગુરુઓની ફરજ, માત્ર ધર્મોપદેશ જ આપવાની છે એ વાત કદી જ ભૂલવા જેવી નથી. શ્રી જેનશાસનના સાધુઓ, કેવળ ધર્મગુરુઓ જ બની શકે છે પણ અર્થગુરુઓ કે કામગુરુઓ નથી જ બની શકતા. સાધુઓનાં માબાપ બનવાની ભાવના રાખનારા Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ - - 1858 શ્રાવકોએ પોતાના ધર્મગુરુઓ, ધર્મગુરુ મટી અર્થગુરુ અને કામગુરુ ન બની જાય એની પૂરતી કાળજી રાખવી જોઈએ. એવી કાળજી રાખનારા શ્રાવકો ધર્મગુરુઓ પાસે ધર્મ સિવાય બીજી કોઈપણ વસ્તુની આશા રાખે પણ નહિ અને ધર્મગુરુઓ પણ, એ ધર્મગુરુપદનો પરિત્યાગ કરીને ગોર બનવાની મૂર્ખાઈ કરે નહિ. આની સામે કોઈએ બોલવું હોય તો અહીં ખુશીથી સભ્યતા રાખીને યુક્તિપૂર્વક બોલી શકે છે. હૃદયની શંકાના સમાધાન માટે કે વસ્તુના સ્વરૂપને સમજવા માટે પૂછવાની અહીં સૌ કોઈને છૂટ છે એટલે બોલવું હોય તો અહીં જ બોલવું. અહીં ન બોલતાં બહાર જઈને એમ બોલવું કે “મહારાજ બોલવા દેતા નથી' એ માણસાઈ નથી. અહીં હા પાડીને બહાર બીજું બોલનારા તો ચેતન વિનાનાં મુડદાં જેવા છે એમ કહેવું એ ખોટું નથી. જ્ઞાનીઓએ, ધર્મગુરુઓને એક જ આજ્ઞા કરી છે કે વિષયકષાયરૂપ કિચ્ચડમાં પડેલાને બહાર કાઢો, પણ એમને બહાર કાઢતાં ખેંચી ન જવાય એની કાળજી રાખો. આ જ કારણે હું કહું છું કે “ગુરુએ ગોર ન જ બનવું જોઈએ.’ આજે, “અમારો ઉદ્ધાર કરવો હોય તો અમારા સંસાર-વ્યવહારની પણ ચિતા સાધુઓએ કરવી જોઈએ આ પ્રમાણે જેઓ કહે છે : તેઓ ધર્મગુરુઓને ધર્મગુરુ મટાડી ગોર બનાવવા માગે છે : એવાઓથી ધર્મગુરુઓએ ખૂબ જ સાવધ રહેવા જેવું છે. લોકની વાહવાહના કામી બનીને પોતાનું ન ગુમાવી દેવાય એની સાવધગીરી આ જમાનામાં ધર્મગુરુઓએ ઘણી જ રાખવાની છે. ગોર નહિ બનવા માગતા ધર્મગુરુઓએ, એવાઓને સાફ સાફ કહી દેવું જોઈએ કે, “તત્ત્વ સિવાયની કંઈ પણ વાત કહેવાનો અમને અધિકાર નથી. પૈસા કમાઓ છો કે નહિ અને શું ખાઓ છો તથા શું પીઓ છો' એ વગેરે અમે ન પૂછીએ પણ ‘અભક્ષ્યથી બચ્યા છો કે નહિ ? અનીતિ આદિ કરો છો કે કેમ ?' એ વગેરે બધું જ પૂછીએ અને એ અયોગ્ય આચરણાઓ બંધ પણ કરાવીએ. ધર્મગુરુઓ તો, હેયમાત્રને મૂકવાનું જ કહેનારા હોય : દુનિયાની મૂર્છા છૂટે એવું કહેવું, એ જ ધર્મગુરુઓનો ધર્મ. ધર્મગુરુઓ શિક્ષણ પણ એવું જ લેવાનું કહે : ધર્મગુરુઓ એવું શિક્ષણ આપતી સંસ્થાઓ સ્થાપવાનો ઉપદેશ આપી શકે કે જે શિક્ષણથી દુનિયાની વિષયકષાયની વાસના ઘટે અને પોલિક પદાર્થોનો મોહ ઘટે : ધર્મગુરુઓ Page #253 -------------------------------------------------------------------------- ________________ 16s - ૧૮ : સાચા ધર્મગુરુનું કર્તવ્ય - 112 – ૨૩૯ દુનિયાની મૂર્છા વધે અને વિષયકષાય વધે એવું શિક્ષણ લેવા તથા આપવાનું ન જ કહેઃ ધર્મગુરુઓ, એવી શાળા સ્થાપવાનો ઉપદેશ ન જ કરે કે જે શાળાઓના શિક્ષણથી અનેક આરંભાદિની પ્રવૃત્તિઓ થાય અને મહાપરિગ્રહાદિકની લાલસા વધે: ધર્મગુરુઓ જો તાકાત હોય તો તો, એવી પાપપ્રચારક સંસ્થાઓનું ખંડન જ કરે : ધર્મગુરુઓ એવી સંસ્થાઓનું ખંડન કરે એટલે કુહાડો તથા પાવડો લઈને ખોદવા ન જાય પણ “મનુષ્ય તરીકે આવું શિક્ષણ ધર્મના નામે દેવું એ શોભાપ્રદ નથી એટલું જ નહિ પણ અનેક પ્રકારના કારમાં અનર્થોને ઉત્પન્ન કરનારું છે માટે એવા શિક્ષણથી અને એવું શિક્ષણ આપતી સંસ્થાથી બચો અને બચાવો' આ પ્રમાણે સ્પષ્ટ શબ્દોમાં ફરમાવે. ધર્મગુરુઓ દુનિયામાં જે માન અને પ્રતિષ્ઠા પામે છે તે પ્રભુશાસનના જ પ્રભાવે. જે શાસનના પ્રભાવે સર્વસ્વ પામી રહ્યા છે તે શાસનને બેવફા નીવડનારા ધર્મગુરુઓ સાચા ધર્મગુરુઓ નથી પણ નામના જ ધર્મગુરુઓ છે : એવા ધર્મગુરુઓ, શ્રી જિનેશ્વરદેવના શાસનમાં પૂજાવાને લાયક જ નથી ? ધર્માત્માઓએ, એવા નામધારી ધર્મગુરુઓની શાસનને બેવફા નીવડવાની ખો ભુલાવી દેવી જોઈએ : એ ન બની શકે તો પણ એવા નામધારી ધર્મગુરુઓ, શાસનમાં પોતાની સ્વચ્છંદી પ્રવત્તિઓ ના પ્રચારી શકે એની તો પૂરતી તકેદારી ધર્માત્માઓએ રાખવી જોઈએ. ધર્મગુરુઓની ફરજ, પ્રભુશાસનને પ્રચારવાની અને એ માટે ત્યાગ વૈરાગ્યનો ઉપદેશ આપવાની જ છે : ધર્મગુરુઓ, જે ઉપદેશ આપે તે ત્યાગ વૈરાગ્યનો જ હોય : ધર્મગુરુઓ, સમાગમમાં આવતા આત્માઓને પ્રભુધર્મના રાગી બનાવવા માટે જ વાત વગેરે કરે : ધર્મગુરુઓને, ધર્મ પમાડવાના પ્રયોજન સિવાય વાત આદિ કરવાનો પણ અધિકાર નથી. અમારે ધર્મગુરુ તરીકે જ જીવી જાણવું હોય તો અમારે માટે શ્રી વિતરાગ પરમાત્માનું શાસન જ સર્વસ્વ હોવું ઘટે. અમને એ સિવાયની એક પણ વસ્તુની દરકાર ન હોવી જોઈએ : વળી, અમે તો પૂર્ણ શ્રદ્ધાળુ છીએ : અમે તો પ્રભુનાં વચન ન બેસે તો અમારી મતિમાં ખામી સમજનારા છીએ અમને શ્રી વીતરાગ પરમાત્મામાં એવી શ્રદ્ધા છે કે એમની કોઈ વાત ગળે ન ઊતરે તો પણ હાથ જોડી પગે લાગીને માનીએ અમે, પોતાને ન બેસે માટે એ શાસ્ત્ર જ નહિ એવું માનનારા હૈયાફૂટા નથી : કારણ કે “બુદ્ધિ અલ્પ અને શાસ્ત્ર તો ગહન તથા Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦. – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ નિષ્કારણ ઉપકારી એવા શ્રી જિનેશ્વરદેવો અસત્ય કહે જ નહિ આવું માનનારા અમે છીએ : એ જ કારણે શ્રી જિનાગમ અને તેને અનુસરતાં શાસ્ત્રો માટે પણ પોતાની મતિમાં ન બેસે માટે એ શાસ્ત્ર જ નહિ' એવું બોલનારા ડાહ્યા નથી પણ બેવકૂફ છે. સત્ય કોણ કહી શકે ? આ પ્રમાણે તે જ ધર્મગુરુઓ બોલી શકે કે જેઓ, પરમવીતરાગ અને અનંતજ્ઞાની એવા શ્રી જિનેશ્વરદેવના શાસનની આરાધનામાં જ સ્વપરનું શ્રેય માનતા હોય. જેઓને શાસનની આરાધના કરતાં લોકની આરાધના વધુ શ્રેયસ્કર લાગતી હોય : તેઓની એ તાકાત નથી કે તે સ્પષ્ટપણે શાસનની વફાદારીને છાજતું બોલી શકે. જે ધર્મગુરુઓ શાસનની આરાધનાના ભોગે પણ લોકની આરાધનામાં રાચનારા છે : તે ધર્મગુરુઓ, ધર્મના પાલક કે પ્રચારક નથી પણ ધર્મના ભક્ષક અને નાશક છે. એવા પાપાત્માઓથી, સત્યનું પ્રતિપાદન થઈ શકે તેમ જ નથી. એવા પાપાત્માઓ તો, સત્યને ઢાંકવાના કૂટ પ્રયત્નો ન કરે એ જ તેઓનો ઉપકાર. એ વસ્તુ વિના વિવાદે સિદ્ધ છે કે “શાસનની આરાધનામાં જ સ્વપરનું શ્રેય માનનારા મહર્ષિઓ જ સત્ય કહી શકે.' લોક વાહવાહમાં મૂંઝાઈ રહેલા અને લોક વાહવાહની ખાતર આત્મહિતની પણ દરકાર નહિ કરનારાઓની તાકાત નથી કે તેઓ સત્યનું નિર્ભીકપણે પ્રતિપાદન કરી શકે. “આ માનવજન્મ, સંસારની સાધના માટે નથી પણ મોક્ષની જ સાધના માટે છે : એ જ કારણે અનંતજ્ઞાનીઓએ પણ, એની દશ દશ દૃષ્ટાંતોથી દુર્લભતા વર્ણવી છે : આવા ઉત્તમ માનવજન્મને પામીને, અર્થ-કામની આરાધનામાં જ મચી પડવું એ ઉત્તમ જીવનનો કારમો દુરુપયોગ કરવા જેવું છે : આવા ઉત્તમ જીવનમાં, “એક ધર્મ જ ઉપાદેય છે' એમ ન સ્વીકારવું એ બુદ્ધિને બેવફા નીવડવા જેવું છે : આ જીવનની સફળતા માટે, “શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મ'આ તત્ત્વત્રથી જ ઉપાસ્ય છે અને “સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર' આ રત્નત્રયી જ આરાધ્ય છે. શ્રી જિનમંદિરો અને ઉપાશ્રયો, સંસારથી બચવા માટે જ નિર્માયેલાં છે : એ સ્થાનોમાં, સંસારસાધક એક વાત પણ થઈ શકે જ નહિ : સદ્દગુરુઓ પાસે સંસારથી છૂટવાની જ માગણી થવી જોઈએ. Page #255 -------------------------------------------------------------------------- ________________ 1859 - - ૧૮ : સાચા ધર્મગુરુનું કર્તવ્ય - 112 – –– ૨૪૧ પ્રભુશાસન પામેલાને તો, સંસાર અસાર જ લાગવો જોઈએ જેઓ સંસારને સુંદર કહેનારા છે તેઓ, પ્રભુશાસનને પામેલા જ નથી : પ્રભુશાસનને પામેલાઓ, સંસારમાં એક મુક્તિસાધક ધર્મ જ સારભૂત છે' એમ જ માનનારા હોય : શ્રી વીતરાગ પરમાત્માનું શાસન, જેઓને અસ્થિમજ્જા બન્યું છે તેઓ તો, “શ્રી જિનેશ્વરદેવ અને શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલો ધર્મ એ સિવાયનું સઘળુંય અસત્ય છે એમ જ માનનારા હોય. પ્રભુધર્મના આરાધકોને અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવોનું પૂજન, સદ્ગુરુઓને વંદન, શ્રી જિનવાણીનું શ્રવણ અને સાધર્મીઓના સહવાસ વિના ચેન જ ન પડવું જોઈએ : એવા પુણ્યાત્માઓ સાચી વિદ્યા તરીકે તેને જ ઓળખે કે જે આત્માને પરવસ્તુના પ્રેમથી પર બનાવનારી હોય : પ્રભુશાસનના સંસ્કારથી સુવાસિત બનેલ આત્માઓ, સાચા સ્નેહી કે સંબંધી તરીકે તેને જ માને કે જે પોતાના આત્માની મુક્તિની આરાધનામાં પ્રેરક અને સહાયક બને : અર્થાત્ વાસ્તવિક રીતે પ્રભુધર્મને પામેલો તે જ આત્મા કહેવાય કે જેને સંસાર વધારનારી એક પણ પ્રવૃત્તિ સારી ન લાગે અને મોક્ષ સાધક એકેએક વસ્તુને આરાધવાની ઊર્મિઓ ઊડ્યા કરે. આ સત્ય બેધડકપણે કહેવાનું જીગર લોકહેરીમાં પડેલા જમાનાવાદી ધર્મગુરુઓમાં હોઈ શકતું જ નથી. લોકહેરીથી પર બની પ્રભુ આગમને જ આધાર તરીકે માનતા ધર્મગુરુઓ જ, એવા એવા સત્યનું સંકોચરહિતપણે પ્રતિપાદન કરી શકે છે. સત્યશ્રવણનો પ્રતાપ : આવાં સત્યોને પ્રતિદિન સાંભળનારા પુણ્યાત્માઓ, એક મુક્તિના જ ધ્યેયવાળા બને એ નિશ્ચિત છે. એ સત્યશ્રવણના પ્રતાપે, મુક્તિના જ ધ્યેયવાળા બનેલા આત્માઓ માટે અનાચારથી બચવું અને સદાચારમાં રત થવું એ સહેલું છે. પ્રતિદિન પ્રભુશાસનના સત્યનું શ્રવણ કરનારા મનુષ્યો મનુષ્યપણામાં પણ દેવ જેવા બની જાય છે. જેનપણાને નહિ છાજતી આચરણાઓ સત્યશ્રવણના પ્રતાપે સહેલાઈથી અટકી જાય છે. સત્યશ્રવણના પ્રતાપે અભક્ષ્યનું ભક્ષણ, અપયનું પાન, અગમ્યનું ગમન વગેરે સહેલાઈથી અટકી શકે છે. નિરંતર સત્યશ્રવણના પ્રતાપે, પ્રભુપ્રણીત અનુષ્ઠાનો ઉપર અનન્ય રાગ થાય છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ -- 18% દ્રવ્યશુદ્ધિ, ભાવશુદ્ધિનું કારણ છેઃ શ્રી જિનપૂજા આદિ અનુષ્ઠાનો અનન્ય ભાવે અને ઉત્તમોત્તમ સામગ્રીથી આરાધવાં જોઈએ. અનુષ્ઠાનોની આરાધનામાં શક્તિસંપન્ન આત્માઓએ પોતાની શક્તિને કદી જ ગોપવવી નહિ જોઈએ. શ્રી જિનેશ્વરદેવના પૂજનમાં વિહિત કરેલી ચીજો મોંઘી મળતી હોય તો ઓછી વાપરવી એ શક્તિસંપન્ન માટે ઉચિત ન જ ગણાય. પ્રભુભક્તિમાં ખરચાતી લક્ષ્મી સફળ થાય છે એ વાત હૃદયમાં કોતરી રાખવા જેવી છે. ઉત્તમ પ્રકારની પ્રભુભક્તિ એ સર્વની શુદ્ધિનું સુંદરમાં સુંદર સાધન છે. પ્રભુની ભક્તિનો ઠાઠ તો કરવો જ જોઈએ ? કેમ કે આરંભમાં પડેલા આત્માને મૂર્છાથી છૂટવાનું એ પરમ સાધન છે. પ્રભુ તો વીતરાગ છે. એ કંઈ પૂજા માગતા નથી. તમે હીરાનો મુગટ ન પહેરાવો તો પ્રભુની પ્રભુતા ઘટતી નથી : પણ લક્ષ્મીને એવા સ્થાનમાં ખરચવાથી લક્ષ્મીની સફળતા થવા સાથે અનેક આત્માઓ બોધિબીજને પામે છે અને ઇતર પણ “આ દેવની ભક્તિમાં લીન થનારા ભક્તો આવા ઉદાર હોય છે' આવા વિચારથી માર્ગની સન્મુખ થાય છે. વીતરાગના ભક્તોને, વીતરાગની સેવા વીતરાગતાની ઝળક આપે છે. પૂજાની રકાબી કટોરી વગેરે ચળકતાં હોય, વસ્ત્રો સુંદર હોય તો કેવી સુંદર છાપ પડે ! ઉપકરણોમાત્ર શુદ્ધ અને સુંદર તથા શોભાવાળાં જોઈએ. દ્રવ્યશુદ્ધિ પણ ભાવશુદ્ધિનું કારણ છે. પૂજાનો હેતુ અને કર્તવ્ય : મંદિરમાં આવનાર દીનહીન પણ ઉત્તમ સામગ્રીનાં દર્શનથી વિચારે કે, કેવો પુણ્યવાન કે લક્ષ્મીનો આવો વ્યય કરે છે !' પૂજામાં પણ ભાવના એ જ હોવી જોઈએ કે “પુદ્ગલ ઉપરની મૂર્છા છૂટે અને મુનિપણું આવે તથા પરિણામે આત્માની મુક્તિ થાય.” સાથીઓ કરતાં પણ એ જ કહો છો ને કે “ચાર ગતિમાંથી એક પણ ગતિમાં સુખ નથી પણ દુઃખ છે માટે હે નાથ ! એને છેદ.' ધ્યાનમાં રાખજો કે ભગવાન છેદવા નહિ આવે, છેદવાનું તો આપણે, પણ દવા માટે આલંબન એ તારકનું. એ ચાર ગતિ નિવારવા માટે જ્ઞાનાદિ ત્રણ ચીજની માગણી પણ કરો છો ને ? અને એ ત્રણની માગણી પણ સિદ્ધિ પદે પહોંચવા માટે જ છે ને ? સભાઃ હા જી. તો પછી સમજો કે પ્રભુપૂજાનો હેતુ પણ મુક્તિ જ છે. એ હેતુ ત્યારે જ સરે Page #257 -------------------------------------------------------------------------- ________________ 1661 -- - ૧૮ : સાચા ધર્મગુરુનું કર્તવ્ય – 112 – – ૨૪૩ કે “જ્યારે ચારે ગતિમાંથી એક પણ ગતિમાં જવાનું મન ન થાય, એ ચારે ગતિના પરિભ્રમણથી બચવા ખાતર જ રત્નત્રયીની આરાધના થાય અને એ આરાધના સિવાયનું અન્ય સાધ્ય ન થઈ જાય.' તુંબડામાં કાંકરા તથા કાદવ ભરેલ હોય અને એ સાગરને તળિયે હોય પણ જો એ કાંકરા નીકળી જાય અને કાદવ ધોવાઈ જાય તો એ તુંબડું છેક પાણીની સપાટી પર આવે છે એ રીતે કર્મથી ભારે બનેલો આત્મા કર્મના બોજાથી હલકો થાય તો લોકાગ્રે જાય. તમારે અને મારે હલકા થવાનું છે. માટે જ હું કહું છું કે બંગલા-બગીચાનો ભાર ઓછો કરો. આત્માને તળિયે ડુબાડનારી ક્રિયાઓ બંધ કરો, ઓછી કરો. એવાં શિક્ષણ તથા શાળાઓ તથા વિદ્યા ખસેડવા તનતોડ મહેનત કરો. બંગલા તથા બગીચા ઉપરથી મૂચ્છ ઉતારનાર શિક્ષણ માટે, તથા એવી શાળા માટે સુખેથી પૈસા ખર્ચો, પણ બંગલા તથા બગીચામાં મૂંઝવનારી વિદ્યા માટે ધર્મબુદ્ધિથી એક પાઈ પણ ન અપાય એમ સમજો. જે વિદ્યાથી આત્મા વિષયકષાયમાં લીન થાય, એમાં પાવરધો બને એવી વિદ્યા માટે માગવા આવે તો પણ કહેવું જોઈએ કે “અસમર્થ છું' એને એવું ન ભણવા સમજાવો અને ન માને તો તમે ન ભળતા. તમને એ પાપમાં ન ભેળવવાનું એને કહી દેજો. અનુકંપામાં દુઃખીને દુઃખથી બચાવવા માટે દેવાય. દુઃખી માટે જેની તિજોરી ખુલ્લી છે ત્યાં પ્રાયઃ ચોર નથી આવતા, ઊલટું ચોર એના ઘરની ચોકી કરે : કેમ કે એ તિજોરી તો, પોતા માટે કામની છે જ એમ તેઓ માને છે : એથી સમજો કે “પૂજા આદિ અનુષ્ઠાનો મુક્તિ માટે છે અને દેવગુરુની ભક્તિ, સાધર્મિકની સેવા તથા દીનહીનની અનુકંપા આદિ એ અમારું કર્તવ્ય છે.' આ બધું ત્યારે જ બરાબર સમજાય કે જ્યારે સંસારની દુઃખમયતા સમજાય અને એ જ હેતુથી આ ઉપકારીઓનો એ પ્રયત્ન છે. આગળ શું ફરમાવે છે એ હવે પછી – Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૯ : માર્ગમાં સ્થિર બની માર્ગરક્ષક બનો ! 113 • વિષયાસક્તિનો પ્રભાવ : • માલિક તપે કે ઉઠાવગીર ? એતપવું પણ પરમધર્મ : • જોખમદારી સમજો અને વિચારો : - સાચી સમતાને સમજો : • સમજીને માર્ગમાં સ્થિર થવાની જરૂર : • યોગ્યને દેખાડવા અને દેવા આ ઓઘો છે : ૦ સ્થિરતાના અભાવે દોષોનું સામ્રાજ્ય : ૬ સાધુ કહે તો એક જ કહે ! સંયમમાં જ મજા : • ધર્મલેશ્યાનો નાશ અને એને અટકાવવાનો મળે તો વાપરો એ ધર્મ : ઉપાય : મેળવવું એ ધર્મ નહિ ; • ધર્મના થતા નાશને અટકાવવાનો ઉપાય : • શાસનની અખંડિતતા અને વિરક્તની માલિકી : વિષયઃ માર્ગમાં સ્થિરતા કેળવવાની - માર્ગની રક્ષા કરવાની આવશ્યકતા અને એના અધિકારી. મિથ્યાષ્ટિઓ યથાસ્થિત વસ્તુ સ્વરૂપને જાણવા માટે અસંશી જેવા છે. એકેન્દ્રિય વિકલેન્દ્રિયાદિક પણ અસંશી હોવાથી તેવા જ છે. સાચી સમજણ કેળવવા ભાવથી સંજ્ઞી બનવું જોઈએ અને વિચારણા કરી તત્ત્વ-અતત્ત્વનો ભેદ જાણી અતત્ત્વનો ત્યાગ અને તત્ત્વનો સ્વીકાર કરવો જોઈએ. એ માટે સત્યમાં સ્થિરતા કેળવવી પડે. ધર્મલેશ્યાના અસ્તિત્વમાં જ આબાદી છે. બાકી બરબાદી નક્કી જ છે. એ ધર્મલેશ્યાના નાશને રોકવા માટે પર પદાર્થોથી આત્માને અળગો કરવો નિતાંત જરૂરી છે. પર પેસે તો નાશ કરે માટે જ પરના પ્રવેશ પ્રસંગે માલિક જેવા સાધુઓ અને શ્રાવકો કષાયશીલ બને. એ કષાયો પણ કરવા જેવા હોઈ ધર્મરૂપ છે. શ્રી વાલી મહર્ષિ અને રાવણના પ્રસંગથી એ વાત સ્પષ્ટ કરી સમતાના સ્વરૂપને સમજાવ્યું છે. છેવટે સાચું સુખ એક સંયમમાં જ, મળેલું વાપરવું એ ધર્મ, શાસનની અખંડિતતા વગેરે બાબતો પર પ્રકાશ પાથરી પ્રવચન પૂરું કર્યું છે. (સળંગ વ્યાખ્યાન ક્રમ-૮૭૮૮/૮૯ માં પણ તિર્યંચ ગતિ સંબંધી દુઃખોની વાત કરાઈ છે.). મુવાક્યાતૃd. • “હું શ્રાવક છું' - એમ કહેવું અને ઘર તથા પેઢીમાં રાચવું-માચવું એ કેમ નભે ? • દોષોના સામ્રાજ્યથી બચવું હોય તો વિવેકી બનો અને પ્રભુમાર્ગમાં સ્થિરતાને કેળવો ! • શક્તિ ઉપરાંત તાગડધિન્ના કરનારા, ઉપાધિઓનો ભોગ થાય એમાં આશ્ચર્ય પણ શું ? ધર્મના થતા નાશને અટકાવવાનો એક જ ઉપાય છે : અને તે એ જ કે “સ્વ-પરનો વિવેક કરી, પરનો પરિત્યાગ કરવો અથવા તો પરથી પર રહેવું.' | ‘ઉત્તમ વસ્તુની રક્ષા માટે હૃદયથી કોઈપણ જાતના દુર્ભાવ વિના તેના નાશક પ્રત્યે બહારથી તપવું એ અધર્મ નથી, એટલું જ નહિ પણ પરમ ધર્મ છે.' છતી શક્તિએ થતા નાશને જુએ તે ધર્મ નથી, અધર્મી નથી અને વિરોધી પણ નથી. પણ એથી પણ ભયંકર છે. • સત્યના નાશ વખતે સજ્જનને આવતી લાલાશ એ ક્રોધ કે આવેશ નથી, પણ શુદ્ધ હૃદયનું પ્રદર્શન છે. ધર્મરક્ષાના પ્રસંગે છતી શક્તિએ નામના સાચવી રાખવા માટે સમતાના નામે, ક્ષમાના નામે, શાંતિના નામે તસ્થ રહેવાનો ડોળ કરનાર ધર્મદ્રોહી છે. પોતાને ગાળ દેનારો પણ જો સારી ક્રિયા કરે, એની અનુમોદના ન થાય તો સમજવું કે, હૃદય યથાર્થ રીતે ધર્મથી વાસિત થયું નથી. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૯ : માર્ગમાં સ્થિર બની માર્ગરક્ષક બનો ! વિષયાસક્તિનો પ્રભાવ : સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, આ ‘ધૂત' નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા પ્રાણીઓને સંસાર ઉ૫૨ નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરી રહ્યા છે. એ સૂત્રનું સમર્થન કરતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ, ચારે ગતિના જીવોનાં દુઃખોનું વર્ણન કર્યું ઃ એમાં, ‘વિકલેંદ્રિય’ એટલે ‘બે ઇંદ્રિયોવાળા, ત્રણ ઇંદ્રિયોવાળા અને ચાર ઇંદ્રિયોવાળા જીવો' : એ જીવોની યોનિ આદિનું વર્ણન કરતાં પણ એ ઉપકારી પરમર્ષિ ફ૨માવી ગયા કે – " विकलेन्द्रियाणामपि द्वौ द्वौ योनिलक्षी कुलकोट्यस्तु द्वीन्द्रियाणां सप्त त्रीन्द्रियाणामष्टौ चतुरिन्द्रियाणां नव, दुःखं तु क्षुत्पिपासाशीतोष्णादिजनितमनेकधाऽध्यक्षमेव तेषामिति. " “વિકલેન્દ્રિયોને યોનિ બે બે લાખ હોય છે અને કુલકોટિઓ તો બે ઇંદ્રિયવાળા જીવોને સાત, ત્રણ ઇંદ્રિયોવાળા જીવોને આઠ અને ચાર ઇંદ્રિયોવાળા જીવોને નવ હોય છે : તથા તે જીવોને, ‘ક્ષુધા, પિપાસા, શીત અને ઉષ્ણ આદિથી ઉત્પન્ન થતું દુઃખ તો અનેક પ્રકારનું છે.’ : આ વસ્તુ પ્રત્યક્ષ જ છે.” આથી સ્પષ્ટ છે કે નરકતિનાં દુ:ખો અને પૃથ્વીકાય આદિ એકેંદ્રિય જીવોનાં દુઃખો આપણને પ્રત્યક્ષ નથી પણ આ વિકલેંદ્રિય જીવોનાં દુ:ખો તો આપણને પ્રત્યક્ષ છે. કર્મના ઉદયથી રિબાતા આવા અનેક જીવોને પ્રત્યક્ષ જોવા છતાં પણ જેઓ પાપની પ્રવૃત્તિથી ન રોકાય તેઓ માટે કહેવાય પણ શું ? જે આત્માઓ, વિષયાસક્ત બને છે : તે આત્માઓ વિવેકવિકલ બની એકેંદ્રિય જેવા બની જાય છે : એ જ કારણે આ પરોપકારી પરમર્ષિઓ, એવા જીવોની દશાને : વૃક્ષના દૃષ્ટાંતથી સમજાવતાં પણ ફરમાવી ગયા કે - ‘વિષયાસક્ત જીવની દશા ખરેખર વૃક્ષ જેવી હોય છે. જેમ વૃક્ષો શીત આદિ અનેક ઉપદ્રવોને સહન કરવા છતાં પણ પોતાના સ્થાનને તજતાં નથી : Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ - તેમ વિષયાસક્ત આત્માઓ, અનેકાનેક આપત્તિઓને ભોગવે તે હા અને ભોગવતાં સહન ન થાય તો રુએ તે હા પણ પોતાના પાપના સ્થાનને તજે નહિ એ નક્કી.” ખરેખર આ પ્રભાવ વિષયાસક્તિનો જ છે. એમાં શંકાને અવકાશ નથી પણ આ દશા, પ્રભુશાસનને પામેલા વિવેકી આત્મા માટે કોઈ પણ રીતે યોગ્ય નથી. શાસ્ત્ર મિથ્યાદૃષ્ટિને તો વસ્તુ સ્વરૂપને યથાસ્થિત જોવા જાણવાના વિષયમાં અસંશી કહ્યા છે કેમ કે એ બિચારા, વસ્તુના યથાસ્થિત સ્વરૂપને સમજતા નથી. જ્યારે સંજ્ઞી પંચેંદ્રિય એવા પણ મિથ્યાદૃષ્ટિ આત્માઓ, વસ્તુના સ્વરૂપને સમજવા માટે અસંશી છે તો પછી એકેંદ્રિય જીવો તો સમજે જ શાના ? એ બિચારા તો “સ્થાવર નામકર્મ'ના ઉદયથી ખસી જ શકતા નથી. “સ્થાવર નામકર્મના ઉદયથી એ બિચારા ન ખસી શકે પણ તમે તો ધારો તો ખસી શકો. તમે તો, વિષયના સ્વરૂપને જાણો છો, તમે તો, વિષયોને વિષ જેવા માનો છો, વિષયના વિપાકને પણ જાણો છો, પંચેંદ્રિય છો, માનવ છો, સંજ્ઞી છો, પ્રભુશાસનને પામવાથી પરમ સંજ્ઞી એટલે વસ્તુસ્વરૂપના જ્ઞાતા છો, દુઃખના સ્થાનને સમજી શકો છો; દુઃખ આવે તે પહેલાં દુઃખના સ્થાનથી, કારણથી, નિમિત્તથી ખસી શકો છો; છતાં ત્યાંથી ખસતા નથી એ ઘણું જ ભયંકર છે. આ ન બનવા જેવું અને ભયંકર પણ વિષયાસક્તિના પ્રભાવે બની રહ્યું છે. એ નિશ્ચિત છે. જોખમદારી સમજો અને વિચારો : સભા વિષયને ખોટા તો સૌ માને છે ને ? એ જ ખૂબી છે કે ખોટા માને છતાં વળગી રહે છે. એની ખાતર અંધારી કોટડીમાં પણ ઘૂસે છે. લોભિયાઓ, બળતા મકાનમાં પણ માલ લેવા ધૂસે છે; પણ ખબર નથી કે સળગી જવાશે. તમે એવાને મૂર્ખ કહો છો તો જ્ઞાનીઓ તમને મૂર્ખ કહે એમાં વાંધો છે ? બળતા મકાનમાં માલ લેવા જનારને જેમ બહાર ઊભેલો ડાહો મૂર્ખ કહે તેમ જ્ઞાનીઓ પણ તમને મૂર્ખ કહે એમાં વાંધો છે ? સભા: કશો જ નહિ. આ ઉત્તરની તો ખાતરી જ હતી પણ આવા ઉત્તર આપવા અને જોખમદારી ન સમજવી કે ન વિચારવી એ કોઈપણ રીતે ઠીક નથી. વિકલૈંદ્રિયો પણ દુઃખના સ્થાનથી ભાગી સુખના સ્થાનમાં જાય છે. તડકામાં સળગી જવા માટે એ પણ Page #261 -------------------------------------------------------------------------- ________________ 1985 – ૧૯ : માર્ગમાં સ્થિર બની માર્ગરક્ષક બનો - 113 – ૨૪૭. તરત છાયામાં જાય છે, જરા અવાજ થાય કે ચાલવા માંડે છે, શ્રવણેન્દ્રિય નથી છતાં પણ ભયસંજ્ઞાના યોગે ત્યાંથી ભાગે છે. એ જીવોને તો ઇંદ્રિયો પણ પૂરી નથી અને તમારે તો બધું પૂરું છે છતાં તમે દુઃખના સ્થાનમાંથી ખસતા નથી એ શું ઓછું દુઃખદ છે? એવા જીવો પણ સુખદુઃખના કારણથી બચવા પ્રયત્ન કરે તો તમારા જેવાઓની જોખમદારી કેટલી ? સામાન્ય જીવોની અપેક્ષાએ પણ તમારી જોખમદારી કેટલી છે એ સમજો તથા તમે ફરજથી કેટલા ચૂક્યા છો એનો પણ ખૂબ ખૂબ વિચાર કરો. જોખમદારીની સમજણના અભાવે અને યોગ્ય વિચારણાના અભાવે, ક્ષણિક સુખને સારું માનીને આજુબાજુના દુઃખને પણ મૂર્ખાઓ સુખ માનવા લાગ્યા છે : એટલું જ નહિ પણ ક્ષણિક સુખને માટે ગમે તેવાં દુઃખો પણ ખમવા તૈયાર છે અને જ્ઞાનીએ કહેલ અનંત સુખ મેળવવા માટે ક્ષણિક સુખ છોડવા કે થોડું પણ સહવા તૈયાર નથી. જેમ લોભિયો, માલ લેવા બળતા મકાનમાં પેસે છે અને પોતાની ચોમેર બળતા અગ્નિને જોઈ શકતો નથી : તેવી રીતે ક્ષણિક સુખનો લોભી આત્મા, ક્ષણિક સુખોને સારાં માનવાથી વર્તમાનમાં થઈ રહેલી અને ભવિષ્યમાં થનારી દુર્દશાને જોઈ શકતો નથી. તમે સંજ્ઞી છતાં એવા બની અસંજ્ઞીપણાનું આચરણ ન કરો. “આયુષ્ય નાનું, જિંદગી થોડી અને જવાની તૈયારી.” આવી દશામાં પણ વિષયમાં ચકચૂર થાય પણ એથી કંપે નહિ એવા આત્માઓમાં એક જાતનું કારમું અસંજ્ઞીપણું જ છે એમ કહેવામાં કશી જ હરકત નથી. એવા કારમા અસંજ્ઞીપણાથી બચવા માટે, જૈનકુળમાં જન્મ લઈને સઘળી ધર્મસામગ્રી પામ્યા છો, તો એ બધું પામ્યાની જોખમદારી સમજો અને એ માટે વસ્તુ સ્વરૂપના ખૂબ જ વિચારક બનો. સમજીને માર્ગમાં સ્થિર થવાની જરૂર : ખરેખર વિચારપૂર્વક સમજીને અનંતજ્ઞાનીઓએ ફરમાવેલા ધર્મમાં સ્થિર બનવાની જરૂર છે. માર્ગમાં સ્થિર બનવા માટે કરવા યોગ્ય શું છે? એ કરવા યોગ્યને કરવાનો વિધિ શો છો? અને કરવા યોગ્ય કરવાનું શા માટે છે ?” - આ ત્રણે વાતો જાણવાની જરૂર છે. - સાધુની માફક શ્રાવકને પણ કોઈ ઊંઘમાંય પૂછે કે “કરવા યોગ્ય શું ?' તો તે ઊંઘમાં પણ એ જ જવાબ આપે કે “તત્ત્વત્રયીની ઉપાસના અને રત્નત્રયીની Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ – - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૬ – – 1968 આરાધના.” પણ આજે તો જાગતાના મુખમાંથી પણ એ નથી નીકળતું. ખરેખર આ દશા ઘણી જ ભયંકર છે. તમે જાણો છો કે “વેપારીને સ્વપ્નાં પણ વેપારમાં આવે, સ્વપ્નાંમાં પણ ઝંખના પેઢીની થાય, ઊંઘમાં પણ એ ભાવ બોલે, કાપડીઓ પાંચ ગજ અને પાંચ તસુની લવરી ઊંઘમાં કરે અને કદી ધોતિયું ફાડે પણ ખરો.' જો વેપારીની આ દશા હોય તો શ્રાવકની ધર્મની આરાધના માટે કેવી દશા હોવી જોઈએ ? હું શ્રાવક છું.' એમ કહેવું અને ઘર તથા પેઢીમાં રાચવું-નાચવું એ કેમ નભે ? હૃદયથી તો શ્રાવક, ધર્મક્રિયામાં જ રાચે અને મારો : અને સંસારક્રિયામાં, ઘરમાં અને પેઢી આદિમાં તો એ નિરસ જ હોય. શ્રાવક જિંદગીભર કદી સંસારમાં રહે એ બને પણ એને સ્વપ્નાં તો ધર્મની આરાધનાનાં અને ત્યાગ વૈરાગ્યનાં જ આવે. એ વાતો વૈરાગ્યની જ કરે. શ્રાવક ગ્રાહક સાથે વાત પણ એવી ધર્મની જ કરે, લેવડદેવડની વાતો તો કામ પૂરતો વખતે કરે, બાકી ધર્મની જ વાતો કરે કે જેથી ગ્રાહક પણ પામી જાય. આ સ્થિતિ આવે તો પરિણામ ઘણું જ સુંદર આવે. અમે અહીં બેઠા છીએ અને તમે અહીં આવવાની ભાવનાવાળા થાઓ તો પછી એને વાંધો કેમ આવે? તમે પણ બહાર જઈને વાતો આની આ જ કરો તો વાંધો શો ? કશો જ નહિ. પણ એ દશા ત્યારે જ આવે કે જ્યારે સમ્યગ્દષ્ટિને આવવું જોઈતું સંજ્ઞીપણું આવે. એ સંજ્ઞીપણું જ આત્માને સમજાવીને પ્રભુમાર્ગમાં સ્થિર બનાવનાર છે. આથી જ હું કહું છું કે આજે પહેલામાં પહેલી જરૂર “સમ્યગ્દષ્ટિપણાને છાજતા સંજ્ઞીપણાને મેળવીને અને તે દ્વારા વસ્તુસ્વરૂપને સમજી પ્રભુમાર્ગમાં સ્થિર બનવાની છે.” સમજપૂર્વક પ્રભુમાર્ગમાં સ્થિર બનાયા તો પછી દુનિયાની એક પણ વસ્તુ એવી નથી કે જે આત્માને મૂંઝવી શકે. સ્થિરતાના અભાવે દોષોનું સામ્રાજ્ય : પોતાને ધર્મી ગણાવતા આત્માઓ પૈકીના અનેક આત્માઓમાં, આજે સમ્યગ્દષ્ટિ આત્મામાં હોવું જોઈતું સંજ્ઞીપણું નથી : એનું જ પરિણામ છે કે સાચું હૈયામાં સ્થિર નથી થતું. આ વસ્તુ તમારા હિતની દૃષ્ટિએ જ કહેવાય છે. પ્રભુમાર્ગના જ ઉપદેશક ધર્મગુરુઓના શ્રીમુખથી સંભળાયેલી વાતો તમને સુખકર જ થવી જોઈએ. પ્રભુમાર્ગનો ઉપદેશ સાંભળીને તમારી વિષયાસક્તિ માટે તમને અહીંથી નીકળતાં, નીકળીને ઘેર જતાં રસ્તામાં, ઘરમાં પેસતાં અને મોજશોખ Page #263 -------------------------------------------------------------------------- ________________ 1887 ––– ૧૯ઃ માર્ગમાં સ્થિર બની માર્ગરક્ષક બનો - 113–– ૨૪૯ આદિ કરતાં પણ એનો ડંખ લાગવો જોઈએ. પ્રભુમાર્ગને સાંભળ્યા પછી પણ તમે નચિંત થઈને ઘેર જાઓ એ તો દુઃખકર બીના છે. કલ્યાણકર માર્ગને જાણ્યા પછી આનંદપૂર્વક ઘેર જવાનું મન થાય જ નહિ. ‘ત્યાગમાં જ સુખ છે' એમ સાંભળ્યા પછી અને જાણ્યા પછી હસતાં હસતાં અહીંથી ઉઠાય અને પ્રસન્નતાપૂર્વક ઘેર પહોંચાય એ કેમ જ બને ? “ઉત્તમ ધર્મની આરાધનાથી વંચિત રહેવામાં કેટલું નુકસાન છે' એનો ખ્યાલ આવે તો પ્રસન્નતા કેમ જ રહે ? પણ તમને તો લાખ રૂપિયા જાય ત્યાં ઉદાસીનતા થાય છે કારણ કે ત્યાં તો ખબર છે કે લાખની સાથે બંગલા બગીચા જાય છે, પણ ધર્મ જાય ત્યાં ચિંતા નથી થતી, કેમ કે ધર્મ જતાં શું શું જાય છે, તેની ખબર નથી. સભા : સાહેબ ! આ વાત તદ્દન ખરી છે ! ખરેખર, આ જ અસંજ્ઞીપણું છે : અને એના જ યોગે તમે લોકો, દુનિયાના વ્યવહારમાં મોટા ગણાતાના વચન ઉપર જેટલું વજન રાખવા તૈયાર છો : તેટલું વજન અનંતજ્ઞાનીઓના વચન ઉપર રાખવાને તૈયાર નથી પણ તમારે, જૈનપણાને છાજતું સંજ્ઞીપણું મેળવીને વિચારવું જોઈએ કે દુનિયાના મોટા ગણાતા તો ગમે તેવા તો પણ હજી સ્વાર્થી છે, છેવટ નામના પણ ઇચ્છે : જ્યારે આ જ્ઞાનીઓ તો વીતરાગ છે, કેવળજ્ઞાન પામ્યા બાદ, વીતરાગતા પામ્યા બાદ, અનંતજ્ઞાનથી દુનિયાનું સ્વરૂપ જાણીને કેવળ પ્રાણીમાત્રના ભલા માટે જ કહે છે ત્યાં શંકા કેમ હોય ?” પણ આ વિચારના અભાવે પ્રભુમાર્ગમાં સ્થિરતા થતી નથી અને એ સ્થિરતાના અભાવે જ્ઞાનીના વચનમાં “શંકા' અને જ્ઞાનીએ ફરમાવેલા ધર્મના ફળમાં પણ સંશય કરવારૂપ વિચિકિત્સા” આ બેય મહાદૂષણોનું આજે સ્થિરતાના અભાવે સામ્રાજ્ય વ્યાપ્યું છે. દોષોના સામ્રાજ્યની અસરથી બચવું હોય તો વિવેકી બનો અને પ્રભુમાર્ગમાં સ્થિરતાને કેળવો. સ્થિરતા કેળવવા માટે નિશ્ચિત કરો કે “શ્રી અરિહંત પરમાત્માને અને એ પરમતારકની આજ્ઞામાં વિચરતા પરમર્ષિઓને, જીવાજીવાદિ નિરૂપણ કરવામાં વિશ્વમાત્રના કલ્યાણની ભાવના સિવાય અન્ય કોઈ જ હેતુ ન હતો : એ જ કારણે એ ઉપકારીઓએ, જે ફરમાવ્યું છે તે સાચું અને શંકા વિનાનું હોઈ એકાંતે ઉપકારક જ છે.” જો આ નિશ્ચય થઈ જાય તો સ્વયમેવ પ્રભુમાર્ગમાં સ્થિરતા આવે અને સ્થિરતા આવે કે તરત જ દોષોનું સામ્રાજ્ય નષ્ટભ્રષ્ટ થઈ જાય : પણ એ દશા, સમ્યગ્દષ્ટિને Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ - 1998 જોઈતું સંજ્ઞીપણું આવે તો જ આવે. એવું સંજ્ઞીપણું નથી પમાયું એનો જ આ પ્રતાપ છે કે હૃદયમાં “શંકા અને વિચિકિત્સા' પછી “કાંક્ષા' આદિ બીજા : એમ દોષોનું કારમું સામ્રાજ્ય વ્યાપ્યું છે. એ જ કારણે હું કહું છું કે “વસુસ્વરૂપને સમજો અને ખોટી માન્યતાથી બચો.” અનંતજ્ઞાનીઓના ફરમાનને અનુસરીને હું તમને સાફ સાફ શબ્દોમાં કહું છું કે “આ સંસારમાં, દુઃખના લેશ વિનાનું, પરિપૂર્ણ અને શાશ્વત સુખ નથી, નથી તે નથી જ : એવું સુખ તો એક મોક્ષમાં જ છે અને એની પ્રાપ્તિ અનંતજ્ઞાનીઓની આજ્ઞાના પાલનથી જ છે. આ વાત ગમે ત્યારે પણ કલ્યાણના અર્થીને સમજવી જ પડશે. આ વાત ગમે ત્યારે પણ કલ્યાણકામીને સમજ્યા સિવાય છૂટકો જ નથી. જે વાત, જ્યારે ત્યારે પણ સમજવાની છે તે વાતને, ‘તમે આજે જ સમજો અને પાપથી બચો' એમ હું તમને કહું છું. સભા પણ સાહેબ ! ન સમજાય અને ન બચાય એનું શું? આ ન સમજાય એમ કહેવું એ અસંજ્ઞીપણું છે અને ન બચાય એમ કહેવું એ આસક્તિ છે. અનંતજ્ઞાનીઓ સંસારને અસાર કહે અને તમે સારભૂત કહો એ ખરે જ અસંશીપણું છે અને પાપથી બચવા જેવું લાગે છતાં પણ ન બચાય એમ કહો એ આસક્તિ છે. એ અસંજ્ઞીપણાથી બચીને, સંસારની અસારતા સમજવા જેવી છે અને આસક્તિની સામે થઈ પાપથી બચવા જેવું છે : એ જ કારણે કહું છું કે “સમજો અને બચો.” ધર્મલેશ્યાનો નાશ અને એને અટકાવવાનો ઉપાય : બાકી આ અસાર સંસારને સારરૂપ માની એમાં રાચવું એ ખરે જ વિષમ અસંજ્ઞીપણું છે. “સંસારમાં સુખ છે' એમ સંસારને સારરૂપ કહેનારાઓ પણ, સમજાવી શકે તેમ નથી એ નિશ્ચિત છે. સંસારને સારરૂપ માની દોડધામ કરી રહેલા અને દુનિયામાં સુખી ગણાતા શ્રીમંતો પણ પથારીમાં પડ્યા પડ્યા નિઃસાસા નાખે છે અને કપાળે હાથ મૂકે છે. એવાઓ, હૃદયમાં રહેલી અનેક મૂંઝવણોને બહાર ન બતાવે કેમ કે હજારો પેઢીઓ સાથે એવાઓને સંબંધ હોય, બધાની સાથે દેવાલેણા હોય, અને એ જ કારણે પોઝીશન સાચવવા પણ તેઓને પાઘડી લાલ રાખવી પડે, મોં લાલ રાખવું પડે અને મોટરમાં ઘૂમવું પડે : આ બધું કરે તે છતાં પણ તેઓના હૈયામાં શું હોય છે એ તો તેઓ અગર જ્ઞાનીઓ જાણે. Page #265 -------------------------------------------------------------------------- ________________ 1889 –––૧૯ : માર્ગમાં સ્થિર બની માર્ગરક્ષક બનો - 113 – ૨૫૧ એવાઓના મોઢાની લાલાશમાં સુખ ન માનવું જોઈએ. એવા ગૃહસ્થોને, મોં લાલ રાખવાની તો ટેવ પડેલી છે, પડેલી ન હોય તો પાડેલી છે કારણ કે તેઓ સમજે છે કે એમાં ફેરફાર થાય તો ધીરધારમાં પણ ફેરફાર થાય, દેવાળિયાને દેવાળું કાઢવું હોય છતાં દેવાળું કાઢે એના આગલા દિવસ સુધી ખબર ન પડવા દે. એ તો સમજતો જ હોય છે, માગનારા આટલા છે અને તિજોરીમાં તેવડ નથી : છતાં બહાર તો દેખાવ ખૂબ જ રાખે. જેમ તિજોરી પોલી તેમ દેખાવ વધારે. આ રીતે દેખાવ વધારે રાખવામાં જ આજે અનેક ઉપાધિઓ ઊભી થઈ છે. શક્તિ ઉપરાંત તાગડધિન્ના કરનારા, ઉપાધિઓનો ભોગ થાય એમાં આશ્ચર્ય પણ શું છે ? ધર્મના આરાધકને, પોતે વ્યવહારમાં પડ્યો હોવાના કારણે વ્યાપાર આદિ કરવા પડે તો પણ તેણે, તે વ્યાપાર આદિને અકરણીય માની ધર્મીપણાનું નામ ન લાજે તે રીતે કરવા જોઈએ : પણ આજે દશા કઈ છે એ વિચારો. આજે તો પાંચસોની મૂડીવાળો, પાંચ હજારનો વેપાર કરે છે : એને દશ હજારની ખોટ આવે તો એ ક્યાંથી જ આપે ? આગળના વિચક્ષણો દ્વારા તો, સામાન્ય રીતે પણ મૂડીનો ચોથો હિસ્સો ભંડારમાં રહેતો, ચોથો હિસ્સો ધર્મમાં વપરાતો, ચોથો હિસ્સો ભોગવટામાં જતો અને ચોથા હિસ્સામાં વેપાર થતો : આ સ્થિતિમાં એ આદમી વેપારમાં આખો ડૂલ થાય તો પણ દેવાળું કાઢવા વખત આવે જ નહિ પણ આજ તો ઘણાની દાનત જ એ કે – આવે તો લેવું છે ! અને જાય તો પાઘડી વાંકી કરવી છે ! તથા નાદારી કોર્ટ ખુલ્લી છે ત્યાં નામ નોંધાવી દેવું છે! વ્યવહારમાં પણ આ દુર્દશા, ધર્મની વેશ્યા નાશ પામવાથી જ આવી છે. ખરેખર આવી આવી સઘળી જ દુર્દશાઓ, એ ધર્મલેશ્યાના નાશનું જ પરિણામ છે. આવી આવી ભયંકર દુર્દશાઓમાંથી બચવા માટે, ધર્મલેશ્યાના થતા નાશને અટકાવવો જોઈએ : નહિ તો હજુ પણ પરિણામ ભયંકર છે એ નક્કી જ સમજો. ધર્મના થતા નાશને અટકાવવાનો ઉપાય એક જ છે, અને એ જ કે “પરના સંસર્ગનો ત્યાગ.' પરના સંસર્ગથી જેમ આત્મધર્મ દબાયો છે તેમ પરના સંસર્ગથી આજે આત્મધર્મને પ્રગટ કરનાર ધર્મ પણ નાશ પામી રહ્યો છે. આત્મધર્મને પ્રગટ કરવા માટે જેમ પરનો સંસર્ગ તજવાનો છે તેમ આત્મધર્મને પ્રગટ કરવા Page #266 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૬ માટે પરમ સાધનરૂપ પ્રભુપ્રણીત ધર્મને આરાધવા અને સાચવવા માટે પણ ૫૨નો સંસર્ગ તજવાનો છે. એ જ કારણે આજે આપણે શ્રી જિનનું કે શ્રી મહાવીરનું માત્ર નામ દેનાર જ નથી જોઈતા પણ એ પરમ તારકોની આજ્ઞાને હૃદયપૂર્વક માનનારા જોઈએ છે. ૨૫૨ સભા : સાહેબ ! જેઓ આજ્ઞા ન માને તેઓ નામ શું કામ દે ? આ પ્રશ્ન સમજ વિનાનો છે. નામ દેનારા માત્ર, આજ્ઞા માનવાની ઇચ્છાવાળા જ હોય એમ માનવાને કા૨ણ નથી : જો એમ ન હોય તો હું તમને જ પૂછું છું કે ‘જેટલા પેઢીનું નામ દેતા આવે એટલા બધા જ ગ્રાહક હોય ખરા ?' સભા : નારે સાહેબ ! નામ પૂછતા તો ચોટ્ટા પણ આવે ! આથી સ્પષ્ટ છે કે પેઢીનું નામ પૂછતા આવે એ બધા ગ્રાહક એમ નહિ : કેમ કે ચોટ્ટા પણ, પેઢીનું નામ પૂછતા તો આવે. પેઢીના દરવાજા, એમાં પેસવાના રસ્તા, તિજોરી કચાં છે એ બધું જાણવા પણ ચોટ્ટાઓ, પેઢીનું નામ દેતા આવે : એ જ કારણથી, ભગવાન શ્રી મહાવીરનું નામ દેનાર માત્રથી તોષ ન થાય. આપણે તો એ પરમ તારકની આજ્ઞામાં આસ્થા રાખનારા જોઈએ. આજ્ઞા આથી મૂકનારા લાખોના કરતાં થોડા હોય તો પણ સારા. ઘરના ચારથી ઘર ચલાવાય પણ વધારે માણસ દેખાડવા બહારના ન લવાય. ઘરના જ બધા હોય તો તિજોરીની ચાવી ભૂલી જઈએ તો વાંધો નહિ પણ પાંચમો બહારનો હોય તો કઈ દશા ? કહેવું જ પડશે કે ભયંકર, કારણ કે “પર: પ્રવિષ્ટ: ગુરુતે વિનાશમ્” ‘પારકો પેઠેલો વિનાશને કરે છે.’ 1670 આ લોકોક્તિ છે : આથી વ્યવહારમાં પણ પરથી બચવામાં આવે છે. તમે લોકો પણ જે, તેલના છાંટા પણ પડતાંની સાથે જ લઈ લે તેને ઘરનો માનો છો અને ઢળી જાય એને જોયા કરે તેને પર માનો છો આ વાત ખરીને ? સભા : તદ્દન ખરી. જો તદ્દન ખરી તો એથી સ્પષ્ટ છે કે તમે લોકો, વ્યવહારમાં પણ સ્વપરનો વિવેક અવશ્ય કરો છો અને એથી ‘પોતાના અને પોતાની વસ્તુને હાનિ કરે એ પારકો’ એમ માનો છોઃ અને એથી જ તમે લોકો, પા૨કો બેઠો હોય ત્યાં ઘરની વાત પણ નથી કરતા. વેપારી પણ, દુકાને પાંચ જણ બેઠા હોય તેમાંના એકને Page #267 -------------------------------------------------------------------------- ________________ ૧૯ : માર્ગમાં સ્થિર બની માર્ગરક્ષક બનો 113 ૨૫૩ જ ભાવ કહેવો હોય અને બીજા ચારને ન જણાવવો હોય તો ખેસમાં હાથ ઘાલીને જ ભાવ કહે. નોકરની સાથે વળી સાંકેતિક રીતથી જ વાત કરે. ગ્રાહકને આંગળાં બતાવે એમાં પણ ભેદ હોય એ નોકર જાણે ! વધુમાં નોકર સાથેની વાતમાં અને પેઢી પર બેસતા દીકરા સાથેની વાતમાં પણ ભેદ ! 1671 સભા : જરૂર સાહેબ ! એમ જ છે ! વ્યવહારમાં આટલી બધી હોશિયારી કરીને સ્વપરનો વિવેક કરી, અનેક રીતે પાપમય વ્યવહારને પણ સાચવો છો તો ધર્મ જેવી કલ્યાણકર વસ્તુની રક્ષા માટે સ્વપરનો વિવેક કેમ ભૂલો છો ? તાત્ત્વિક વસ્તુની રક્ષા માટે, સ્વપરના વિવેકની સંપૂર્ણ જરૂ૨ છે : માટે સમજો કે, ધર્મના થતા નાશને અટકાવવાનો એક જ ઉપાય છે ઃ અને તે એ જ કે ‘સ્વપરનો વિવેક કરી પરનો પરિત્યાગ કરવો અથવા તો પરથી પર રહેવું.’ : માલિક તપે કે ઉઠાવગીર ? એ તપવું પણ પરમધર્મ : ધર્મરક્ષાના આ ઉપાયને સમજે તેઓને માટે ‘ધર્મના નાશ સમયે સુસાધુઓ અને સુશ્રાવકો કેમ તપે છે ?' એ સમજવું તદ્દન સહેલું છે. આજે કોઈને પણ પૂછશો કે ‘માલિક તમે કે ઉઠાવગીર ?’ તો સૌ કોઈ બોલી ઊઠશે કે ‘માલિક જ તપે, કારણ કે જવાનું માલિકને છે : ઉઠાવગીરને શું જવાનું છે કે જેથી એ તપે ?' એ જ રીતે જેઓ, ધર્મના અને ધર્મીના સ્વરૂપને તથા ધર્મના નાશકોની દશાને સમજે : તેઓ માટે ધર્મના નાશ સમયે આત્મધર્મને પ્રગટ કરનાર ધર્મરૂપ વસ્તુઓને પણ પોતાની માની માલિક જેવી દશા ધરનારા સુસાધુઓ અને સુશ્રાવકો તપે કે હૃદયથી ધર્મનો નાશ કરવા ઇચ્છતા ઉઠાવગીરો તપે ?’ આ વસ્તુ સમજવી કઠિન નથી. જ આત્મધર્મને પ્રગટ કરનાર ધર્મરૂપ વસ્તુઓ પ્રત્યે માલિક જેવી દશા ધરાવનાર આત્માઓએ, પંચમકાલમાં પરમાધારરૂપ શ્રી જિનબિંબ અને શ્રી જિનાગમ માટે પોતાનું સર્વસ્વ તજ્યું તે જ શ્રી જિનબિંબ અને શ્રી જિનાગમ માટે યદ્યાતકા બોલનારા ઉઠાવગીરો જ છે એ વાતમાં કોણ આનાકાની કરી શકે ? એવાઓને ધર્મના નાશ વખતે કાંઈ પણ ન લાગે એ શું સહજ નથી ? સભા : સાહેબ ! તદ્દન સહજ છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - -- 16 આથી જ હું કહું છું કે તમે, માલિકોને અને ઉઠાવગીરોને ઓળખતાં શીખો અને માલિક જેવા હૃદયવાળા બનો જેથી તમારું શ્રેય થાય. “ઉત્તમ વસ્તુની રક્ષા માટે હૃદયમાં કોઈ પણ જાતના દુર્ભાવ વિના તેના નાશક પ્રત્યે બહારથી તપવું એ અધર્મ નથી એટલું નહિ પણ પરમ ધર્મ છે' આ વાતને બરાબર સમજો. જો એમ ન હોત તો પરમધર્માત્મા શ્રી વાલીમુનીશ્વર, તીર્થનો નાશ કરવા તૈયાર થયેલા રાવણને શિક્ષા દ્વારા લોહી વમતો કરીને પણ તીર્થને ન બચાવત. રાવણે, જ્યારે અષ્ટાપદને ઉપાડ્યો ત્યારે શ્રી વાલમુનિ સમતાના સાગર અને શરીર ઉપર પણ નિઃસ્પૃહ હતા, તે છતાં પણ તેમણે “શું કર્યું ?' એ તો તમે જાણો જ છો. રાવણને તીર્થનો નાશ કરતો જોઈને શ્રી વાલિમુનીશ્વરે વિચાર કર્યો કે – "अहं च त्यक्तसङ्गोऽस्मि, स्वशरीरेऽपि निःस्पृहः । रागद्वेषविनिर्मुक्तो, निमग्न साम्यवारिणि ।।१।। तथापि चैत्यत्राणाय, प्राणीनां रक्षणाय च, રાષા વિવે, શિક્ષણામ અનાદિ ારા” હું, સંગ માત્રનો ત્યાગ કરીને રહેલો છું પોતાના શરીરમાં પણ સ્પૃહા વિનાનો છું : રાગ અને દ્વેષથી રહિત છું અને સમતારૂપ પાણીમાં ડૂબેલો છું ? તો પણ શ્રી જિનમંદિરના પાલન માટે અને પ્રાણીઓના રક્ષણ માટે રાગદ્વેષ વિના પણ આને કંઈક શિક્ષા કરું આથી સ્પષ્ટ જ છે કે જે છતી શક્તિએ થતા નાશને જુએ તે ધર્મી નથી, અધર્મી નથી અને વિરોધી પણ નથી પણ એથી પણ ભયંકર છે, કારણ કે અધર્મી તો ધર્મ પામ્યો જ નથી, વિરોધી તો વિરોધી હતો જ, પણ આ તો ઘરનો થઈને છતી શક્તિએ પણ ઘરનો નાશ સમતા આદિને નામે થવા દે છે. એવા આત્માઓ, ધર્મી તરીકે કે ધર્મરક્ષક તરીકે ગણાય તે ઘણું જ ભયંકર છે : કારણ કે ધર્મના રક્ષક થઈને ધર્મનો નાશ ઇરાદાપૂર્વક થવા દે છે. વ્યવહારમાં પણ કહેવાય છે કે જેનું ઘર ફૂટ્યું તેનું કપાળ ફૂટ્યું. આથી સમય એ છે કે સાનમાં સમજો તો બહુ અનર્થ ન થાય, નહિ તો પરિણામ ભયંકર છે. જ્યાં સુધી ધર્મની રક્ષા, પરમધર્મ નહિ મનાય અને એને માટે જરૂરી શુદ્ધ હૃદયના દેખાતા કષાયો પણ પરમધર્મ નહિ મનાય ત્યાં સુધી ધર્મ અસ્થિમજજા બનતો નથી. ધર્મ અસ્થિમજ્જા બન્યો હતો એથી જ શ્રી વાલમુનીશ્વરે, રાવણને Page #269 -------------------------------------------------------------------------- ________________ ૧૯ : માર્ગમાં સ્થિર બની માર્ગરક્ષક બનો 113 ૫૫ લોહી વમતો કર્યો હતો. રાવણ, આવેશમાં આવીને ભાન પણ ભૂલી ગયો હતો, ધર્મને પણ ભૂલી ગયો હતો અને તીર્થનો પણ નાશ કરવા તૈયાર થયો, એ વખતે વાલી મુનિએ, આ પ્રયત્ન ન કર્યો હોત તો એ પહાડને ફેંકી પણ દેત; કેમ કે એને એ વખતે ભાન નહોતું. એ સમયે જો શ્રી વાલીમુનિ, સમતા સાચવત તો પરિણામ શું આવત ? આથી સમજો કે ધર્મરક્ષાના પ્રસંગે છતી શક્તિએ નામના સાચવી રાખવા માટે સમતાના નામે, ક્ષમાના નામે કે શાંતિના નામે તટસ્થ રહેવાનો ડોળ કરનાર ધર્મદ્રોહી છે. ‘એવો આત્મા, ધર્મના મર્મને પામ્યો જ નથી’ એમ કહેવામાં કશી જ અતિશયોક્તિ નથી. સાચી સમતાને સમજો : શ્રી જૈનદર્શનની સમતા એટલે મૂર્ખતા નથી પણ સુંદરમાં સુંદર વિવેક છે. ઇષ્ટાનિષ્ટમાં રાગદ્વેષરહિતપણું એનું નામ સમતા છે પણ સારા-ખોટાને સમજવાપણું 1673 નહિ એનું નામ સમતા નથી. સોનું તથા માટી, સ્વ અને પર તથા સજ્જન અને દુર્જન પ્રતિ મુનિની સમષ્ટિ હોય એ વાત ખરી પણ એથી એમ નહિ ને કે મુનિ, સુવર્ણ અને માટીમાં : સ્વ અને પરમાં તથા સજ્જન અને દુર્જનમાં રહેલા ભેદને સમજે જ નહિ અને પ્રરૂપે જ નહિ ? શું સજ્જન અને દુર્જન ઉપર સમદ્રષ્ટિ ધરાવનાર મુનિ, એવો ઉપદેશ નહિ આપે કે ‘દુર્જનનો સંગ તજવા યોગ્ય છે અને સજ્જનનો સંગ કરવા યોગ્ય છે ?' કહેવું જ પડશે કે જરૂ૨; મુનિ, સજ્જન અને દુર્જનના ભેદને પ્રરૂપી દુર્જનના સંગથી બચવાનો અને સજ્જનના સંગમાં રહેવાનો ઉપદેશ આપશે જ. દુર્જન પ્રત્યે દ્વેષ અને સજ્જન પ્રત્યે રાગ નહિ છતાં દુર્જનના સંગને તજવાનું અને સજ્જનના સંગમાં રહેવાનું કહેવામાં જ સાચી સમતા રહેલી છે. આ જ હેતુથી શ્રી વીતરાગ પરમાત્મા પણ, વસ્તુને વસ્તુના સ્વરૂપે ફરમાવે છે. વીતરાગ અવસ્થામાં પણ ગોશાળાને કપટના ઘર તરીકે ભગવાને ઓળખાવેલ છે. સાચું કે ખોટું કંઈ પણ ન કહેવાનો એ વીતરાગદેવ જો નિયમ કરે તો આપણું શું થાય ? શ્રી વીતરાગ પરમાત્માએ પણ એક પણ કુમતનું ખંડન કરવું છોડ્યું નથી અને પગલે પગલે કુમતનું ખંડન કર્યું છે : એ છતાં વીતરાગતા અખંડ જ રહી છે તો પછી આજ્ઞા મુજબ વર્તનારમાં સમતા અખંડિત રહે એમાં તો શંકા જ શી ? સાચા-ખોટાને સમજ્યા છતાં પણ સાચાને સાચું તથા ખોટાને ખોટું કહેવામાં અને સાચાના પ્રચારમાં તથા ખોટાના ખંડનમાં સમતાના નામે ન પ્રવર્તવું એ તો મૂર્ખાઈ છે. સત્યની રક્ષા માટે, સત્યનો Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ --------– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૬ – – 174 નાશ કરવા તૈયાર થયેલાઓને તેમ કરતાં અટકાવવા અને ન અટકે તો રાગદ્વેષ વિના શિક્ષા કરવી એમાં સમતાનો નાશ નથી જ થતો, આટલું સમજાય તો સમતા સાચી આવી છે એમ માનજો, કારણ કે સમતા એટલે મૂર્ખતા નથી પણ સુંદરમાં સુંદર વિવેક છે. ગોશાળાએ તેજોવેશ્યાથી ભગવાનના બે શિષ્યોને બાળી મૂક્યા અને ભગવાન ઉપર પણ તેજોલેશ્યા મૂકી કે જેનાથી ભગવાનને પણ છ મહિના સુધી લોહીના ઝાડા થયા; છતાં પણ એ ગોશાળો મરી ગયા પછી શ્રી ગૌતમ ભગવાને, ગોશાળાની દશા પૂછી તો ભગવાને કહ્યું કે “એ પામી ગયો.” પોતાના ઉપર તેજોલેશ્યા મૂકી હતી માટે એનું ખરાબ કહેવું એ જેની ભાવના નથી; એવા તારકનું આ શાસન છે. - પોતાને ગાળ દેનારો પણ જો સારી ક્રિયા કરે અને એની અનુમોદના ન થાય તો સમજવું કે હૃદય યથાર્થ રીતે ધર્મથી વાસિત થયું નથી. પોતાને મારવા ઇચ્છનારો પણ શાસનની પ્રભાવના કરી આવે અને જો પ્રમોદ ન થાય તો માનવું કે ધર્મ જેવો સ્પર્શવો જોઈએ તેવો સ્પર્યો નથી. વળી છતી શક્તિએ ધર્મના વિરોધીને ખસેડવાની જે ઉપેક્ષા કરે એ તો વિરોધી કરતાં પણ ભયંકર છે એમ માનવું. શાસનની ઘાતક વાત આવે એ સાંભળીને તાપ થાય એ તાપ પોતાનો નથી પણ શાસનની લગનીમાંથી જન્મેલો એ તાપ છે. અગ્નિમાં પડ્યા પછી સોનું ચળકે છે એ કાંઈ એનો આડંબર નથી પણ એનું એ સ્વરૂપ છે. અગ્નિમાં પડેલ સુવર્ણ લાલચોળ થઈ કુંડલીમાં ચકર ચકર ફરે છે એ કૃત્રિમતા નથી પણ એ એનું પોતાનું સ્વરૂપ છે. એ જ રીતે સત્યના નાશ વખતે સજ્જનને આવતી લાલાશ એ ક્રોધ કે આવેશ નથી પણ શુદ્ધ હૃદયનું પ્રદર્શન છે. અગ્નિમાં સો ટચનું સોનું ન દીપે તો દીપે પણ કોણ ? એ જ રીતે સત્યના નાશ સમયે સજ્જન ન તપે તો તપે પણ કોણ ? વ્યવહારમાં પણ બાપના અપમાન વખતે શાંતિ ધારણ કરનાર દીકરો સપૂત નથી કહેવાતો પણ કપૂત કહેવાય છે. પોતાની જાત માટે ગાળ સહી આવે તો તો લોક શાંત કહે પણ બાપને દેવાયેલી ગાળ સહીને આવે તેને તો લોક પણ બાયલો કહે છે એ જ રીતે ભગવાન શ્રી મહાવીરદેવ આપણા બાપ છે અને શ્રી મહાવીરદેવનું આગમ આદિ આપણી મિલકત છે. એ મિલકત ભગવાન શ્રી મહાવીરદેવે, આપણને વેડફી નાખવા નથી આપી પણ આરાધવા અને સાચવવા Page #271 -------------------------------------------------------------------------- ________________ 1675 - ૧૯ : માર્ગમાં સ્થિર બની માર્ગરક્ષક બનો - 113 – ૨૫૭ આપી છે. તો પછી આરાધનાના સમયે અને સાચવવાના સમયે સમતાના નામે કપૂતપણું કે બાયલાપણું કેમ જ દેખાડાય ? શ્રી વીતરાગ પરમાત્માના પ્રત્યેક શક્તિસંપન્ન અનુયાયીની ફરજ છે કે “પ્રભુશાસનને વિરોધીઓથી બચાવવાનો સમય આવી લાગે ત્યારે તેઓએ સમતા આદિનો દંભી આડંબર ન કરતાં સેવાભાવથી ભરેલા પોતાના શુદ્ધ હૃદયનું અવશ્ય જરૂરી ગરમી બતાવીને પણ પોતાના વિરોધનું પ્રદર્શન કરવું.” યોગ્યને દેખાડવા અને દેવા આ ઓઘો છે ? એ જ રીતે એ પરમતારકની આજ્ઞા મુજબ વિહરતા અમારા ગુરુદેવોએ, અમને ઓઘો સંતાડવા નથી આપ્યો પણ બધાને દેખાડવા અને યોગ્યોને દેવા આપ્યો છે. “સંતાડવા નથી આપતા પણ દેખાડવા અને દેવા આપીએ છીએ.” એમ સમજાવવા માટે તો તમે જાણો છો કે એ પરમ ઉપકારીઓ, દીક્ષિતને ઉપદેશ આપતાં એક સુંદર દૃષ્ટાંત દ્વારા ફરમાવે છે કે એક શેઠને ચાર દીકરા તથા ચાર વહુઓ હતી. ચાર વહુમાં એકનું નામ ઉજિઝકા, બીજીનું નામ ભક્ષિકા, ત્રીજીનું નામ રક્ષિકા અને ચોથીનું વદ્ધિક અર્થાત્ રોહિણી. શેઠના મનમાં થયું કે હવે મારી અવસ્થા થઈ છે, પેઢી તો દીકરા ચલાવશે પણ ઘરનો વહીવટ કોને સોંપવો ? એ માટે વહુઓની પરીક્ષા કરવાનો એ શેઠે વિચાર કર્યો. એ માટે નાત ભેળી કરી, જમણ આપ્યું અને બધાના દેખતાં દરેક વહુને ડાંગરના પાંચ પાંચ દાણા આપ્યા અને જ્યારે માગું ત્યારે આપજો” એમ કહ્યું. મોટા દીકરાની વહુના મનમાં થયું કે “સસરાજીની બુદ્ધિ બગડી છે, સાઠે નાઠી છે, પાંચ દાણા આપવા માટે આવું મોટું જમણ આપી લોકને ભેળું કર્યું અને વળી “માગું ત્યારે પાછા આપજો” એમ કહ્યું. “માગશે ત્યારે કોઠીમાંથી દેવાશે” એમ ધારી મોટી વહુએ એ દાણા ફેંકી દીધા. બીજી વહુ, એ પાંચ દાણા ખાઈ ગઈ. ત્રીજી વહુએ વિચાર્યું, કે “સસરાજીએ આપ્યા હશે માટે કાંઈ ભેદ હશે.” એમ ધારી અલંકારના દાબડામાં મૂક્યા અને ચોથી વહુએ, એ દાણા પોતાના ભાઈને ત્યાં મોકલ્યા અને સારી જમીનમાં વવરાવવા કહ્યું તથા એની ડાંગર થાય એને પણ વવરાવવા કહ્યું અને એ બધી ડાંગર જુદી રાખવાનું કહ્યું. વર્ષો પછી ફેર સસરાએ નાતને જમણ આપી ભેળી કરી પેલા દાણા માગ્યા. પહેલી વહુએ કોઠીમાંથી લાવી આપ્યા. સસરાએ પૂછ્યું કે, “આ દાણા Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ - - 178 મારા આપેલા કે બીજા ?' મોટી વહુએ કહ્યું કે, “મેં તો એ દાણા ફેંકી દીધા હતા, આ તો બીજા છે.' બીજીએ પણ પોતે ખાઈ ગઈ હતી એમ જણાવી બીજા દાણા લાવી આપ્યા. ત્રીજીએ અલંકારના દાબડામાંથી લાવી આપ્યા. ચોથીએ કહ્યું કે મારા પિયર ગાડાં મોકલો તો આવશે. શેઠે નાતને જણાવ્યું કે “વહુઓની પરીક્ષા કરવા માટે મારો આ પ્રયત્ન હતો, પરીક્ષા થઈ ગઈ. મોટી વહુ ફેંકી દેવાની કળામાં કુશળ છે માટે મારા આખા મકાનનું ઝાડુ એ કાઢે. બીજી વહુને ખાતાં આવડે છે માટે રસોઈનું કામ એને સોંપું છું, ત્રીજીના હાથમાં તિજોરીની ચાવી સોંપું છું પણ એ ત્રણેય વહુઓ આજ્ઞા માને ચોથી વહુની. ઘરની માલિક ચોથી વધુ.” આ પ્રમાણે દૃષ્ટાંત આપી ગુરુ પણ ફરમાવે છે કે ઉઝિકા વહુ જેવા ન બનતા, નહિ તો દુનિયાનું ઝાડુ કાઢવું પડશે. એવા સાધુ શાસનના કામના નથી. ભક્ષિકા જેવા પણ ન બનતા, જે મહાવ્રત લે અને ફેંકી દે છે અને માત્ર વેષ જ રાખે તે, એ બેય નકામા છે. ત્રીજી રક્ષિકા અને ચોથી વર્બિકા જેવા બનજો. જે ગાડાં ભરાવે એનો નંબર પહેલો. એ રીતે જે પાંચ મહાવ્રત લઈને જગતમાં ફેલાવે તેનો નંબર અહીં પહેલો, ન ફેલાવી શકાય તો રક્ષિકા જેવા તો બનવું જ. દીક્ષા દેતાં ગુરુએ અમને આ શિખામણ દીધી છે, ને એ શિખામણ તમે લોકોએ સાંભળી પણ છે : “હા-આ-જી' પણ કહી છે. આથી તમે અને અમે બેય સમજીએ છીએ કે આ ઓઘો પણ સંતાડવા માટે નથી આપ્યો પણ દેખાડવા અને યોગ્યોને દેવા માટે આપ્યો છે. આ વાત જેઓ નથી સમજતા તે શાસનના રહસ્યને જ નથી સમજતા અને ઊલટી રીતે વર્તે છે તેઓ ભક્ષિકા જેવા છે. સાધુ કહે તો એક જ કહે ! સંયમમાં જ મજા : આથી નાનામાં નાનો સાધુ પણ કહે શું? એ જ કે, “ત્યાગમાં (દીક્ષામાં) બહુ સુખ છે.” ભલે વર્ણન ન કરી શકે પણ કહે તો એમ જ. નાના છોકરાને એ ખબર ન હોય કે પેંડો શાનો બને છે પણ પેંડો કેવો એ પૂછો તો તરત જ “મીઠો” તો કહેવાનો જ. ગૃહસ્થના ઘરનું બાળ પતાસાં તથા સાકરના કકડાને “મીઠો,” “સારો' જ કહે; એ રીતે પ્રભુશાસનનો નાનામાં નાનો મુનિ પણ સંયમમાં જ મજા છે એમ કહે, સંસારમાં દુઃખ બતાવે, જ્યાં જાય ત્યાં ધર્મલાભ જ દે. કોઈ આવીને “શું ભણું ? એમ પૂછે તો મુનિ સામાયિક કે પ્રતિક્રમણ આદિને Page #273 -------------------------------------------------------------------------- ________________ ૧૯ : માર્ગમાં સ્થિર બની માર્ગરક્ષક બનો – ૨૫૯ ભણવાનું કહે; પણ L. M. & S. (એલ એમ એન્ડ એસ) કે B. A. L.L. B (બી. એ. એલ.એલ. બી.) બનવાનું ન કહે. 1677 મળે તો વાપરો એ ધર્મઃ મેળવવું એ ધર્મ નહિ : સભા : એલ. એલ. બી.ને રાજ્યમાં સ્થાન મળે ને ? વસ્તુનો સદુપયોગ ક૨વામાં કમી ન રાખવી જોઈએ. અને હોશિયારને સારા કામમાં પહેલો લેવામાં વાંધો નહિ પણ જેનાથી પોણીસો ટકા પરિણામ ખરાબ અને સારામાં શંકા એવી વસ્તુ તારક કોઈના પણ હાથમાં ન મૂકે. શ્રીમંત પણ રમવા જતા બાળકનાં આભૂષણ કાઢી લે. ‘બાળક સારો કહેવાય' એમ માનીને દાગીના રાખે તો ‘એ ખૂની કહેવાય' એમ વ્યવહાર પણ કહે છે. દાગીના માટે ઘણાં ખૂન થાય છે. નાશક ચીજ છૂટથી ન અપાય. નાશક ચીજ પામેલાને એ આવે તો એનાથી બચાવાય જરૂ૨. કરોડપતિ આવીને સાધુને પોતાની મિલકત જણાવે તો સાધુથી બને એટલો સદુપયોગ કરાવી સારામાં સારી ધર્મપ્રભાવના કરાવે, પણ કોઈ આવીને કહે કે, ‘ધર્મપ્રભાવના કરવાની ઇચ્છા છે માટે લાખ-બે લાખ મળે એવું કાં'ક કરો,' તો સાધુ કહે કે ધર્મપ્રભાવના તો લાખ-બે લાખ વિના પણ થાય. લાખ-બે લાખ આવશે ત્યારે આંખ ક્યાં રહેશે એની ખબર નથી, ચક્કર ફરી જાય કે નહિ એ કહેવાય નહિ, માટે ભાવના ઊંચી છે પણ એ ટકે નહિ. શ્રી કુમારપાળ મહારાજને પણ જગતનું દારિદ્રય ફેડવા માટે સુવર્ણસિદ્ધિ મેળવવાની ઇચ્છા થઈ હતી પણ ગુરુએ કહ્યું હતું કે, જે મળ્યું તે ઘણું છે. શ્રી તીર્થંકરદેવ પણ જગતનું દારિત્ર્ય ફેડી શક્યા નથી. ત્રણ ત્રણ લોકના એ નાથ હતા. એ તારકના સમવસરણના એક એક કાંગરાથી કૈંક શ્રીમંત બને એમ હતું પણ તેમ નથી કર્યું.' 113 સભા : વર્ષીદાન પણ દીધું હતું ને, તો ? એ તો ગૃહસ્થાશ્રમમાં, દીક્ષા લેતી વખતે, અનુકંપાની ભાવનાએ દાન દીધું હતું, માગણી મુજબનું દાન દીધું હતું તે એમ પણ જણાવવા કે આ રીતે લક્ષ્મી તજવા જેવી છે અને નીકળવા જેવું છે. તમે તો ખિસ્સામાંથી કાઢો તે પાઈ કે બે આની છે તે તપાસો છો. શ્રી તીર્થંકરદેવો દેતા હતા ત્યાં પણ ભાગ્ય હોય તેવું પામે. પાલખીમાં બેઠેલો સોનૈયા રૂપિયા, તાંબાનાણું બધું ફેંકે પણ પામનાર Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૭ ભાગ્ય પ્રમાણે પામે. અનુકંપાદાન વખતે એક જ ભાવના કે કોઈ પણ સુખી થાઓ. પાત્રદાન દેતી વખતે ભક્તિ તે પણ વિવેકપૂર્વક. ત્યાં તત્ત્વની પરીક્ષા સિવાય કે વિવેક ભૂલીને દાન દ્યો તો ભક્તિ નહિ પણ આશાતના. દાન આદિ સઘળું જ શાસનની રક્ષા અને પ્રભાવના તથા એ દ્વારા આત્માના શ્રેય માટે જ છે. આવા વિવેકથી ભરેલ દાન આદિ ધર્મનું કેવળ આત્માના શ્રેય માટે જ પ્રતિપાદન કરનારું શાસન આ એક જ છે. શાસનની અખંડિતતા અને વિરક્તની માલિકી : એ જ કારણે આ શાસન અખંડિત જ રહેવું જોઈએ; એ જ હેતુથી ઉપકારી ગુરુઓએ, અમને વૃદ્ધિકા જેવા બનવાનું ફરમાવ્યું છે. તમે પણ, તમારા દીકરાઓને પેઢી વધારવાનું કહો કે કાપી નાખવાનું કહો ? દુનિયાની પેઢી કે જ્યાં ડૂબવાનું છે ત્યાં વધા૨વાનું કહેવું ને જેનાથી સ્વપર તરે એવી પેઢી વધારવાની ના કહેવી એ શું ન્યાય છે ? સભા : નહિ રે સાહેબ ! શાસનની પેઢી તો અખંડિત જ રહેવી જોઈએ. હવે સમજ્યા. આ પેઢી ભગવાન શ્રી મહાવીરદેવના નામે ચાલે અને તમારી તમારા બાપના નામે ચાલે. ત્રણ અને છેવટે તેર પેઢી જાય એટલે નામ ગુમ. તમને તો આઠ પેઢીથી વધારે યાદ પણ નહિ હોય, જ્યારે અમને અમારી બધી પેઢી યાદ છે, કારણ કે એ પેઢી કલ્યાણકર વારસો આપતી ગઈ છે. વધુમાં એ પણ સમજો કે, આ પેઢી એ તમારી પણ પેઢી છે માટે તમારા હોશિયાર દીકરાઓને તમારે અહીં જ મોકલવા જોઈએ. સભા : જરૂર સાહેબ ! એમ કહેવું એ અમારો ધર્મ છે. તમારા સંતાન વિષયવાસનાથી વિરક્ત બને એટલે માલિકી શાસનની થાય છે. વિષયના રસિયા હોય ત્યાં સુધી માલિકી તમારી. એ માલિકી પણ વિરક્ત બનાવવા માટે, પછી વિરક્ત બને એટલે માલિકી શાસનની. તમારો દીકરો તે શાસનનો. કેમ કે તમે શાસનના છો ! પુત્ર વિરક્ત ન થાય ત્યાં સુધી માબાપનો કાબૂ, વિરક્ત થાય એટલે તો માબાપ પણ તેને ઉત્તમ જુએ એટલે પછી આજ્ઞા ન કરે. જૈનશાસનની આ નીતિ છે. હૃદયમાં આ વાત જચી નથી એના જ બધા ઉપદ્રવો છે. મૂળ વસ્તુને સ્થિત કરવા ગમે તેવા સંયોગોમાં પણ તમને સત્ય કહેવું 1678 Page #275 -------------------------------------------------------------------------- ________________ ૧૯ : માર્ગમાં સ્થિર બની માર્ગરક્ષક બનો જ જોઈએ, અનંતકાય આદિ અભક્ષ્ય ન ખવાય અને સંસાર ખોટો છે એ બધું કહેવામાં દયાબુદ્ધિ છે, અનુકંપાબુદ્ધિ કે ઉપકારબુદ્ધિ છે તે સિવાય બીજી સ્વાર્થ આદિની ભાવના આવી તો ઉપદેશક માટે પણ શાસ્ત્ર ફરમાવે છે કે એમાં તારું પણ હિત નથી. શ્રી જિનેશ્વરદેવની સેવા જે તલવારની ધાર જેવી કહેવાય છે, તે આમાં પણ આ રીતે ખરી. ઊંધી ભાવનાથી તો ઓઘાવાળા પણ નરક આદિમાં ગયા છે. 1679 - 113 આ બધી વાતો તો જ સમજાય કે, જો ‘સંસાર દુઃખરૂપ છે' એમ સમજાય. અને એ જ કારણે ઉપકારીઓનો આ પ્રયત્ન છે. વિશેષ શું ફરમાવે છે એ વળી હવે પછી – ૨૭૧ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૦ : સંસારમાં સુખ ક્યાં છે ? 114 • તિર્યંચોમાં પણ સુખ વાર્તામાત્ર જ : • મનુષ્યગતિ પણ દુઃખથી ભરેલી જ છે : સુખ માનનારાઓને આહ્વાન : • ગર્ભાવસ્થાની વિષમતા : • બાલ્યાવસ્થાની અરોચકતા : - તરુણાવસ્થાની તિરસ્કૃત દશા : • વૃદ્ધાવસ્થાની વિરસતા : • ધર્મભાવ વિના સુખ નથી જ : વિષય : સંસારની દરેક અવસ્થામાં દુઃખ જ દુઃખ. એળીયો કે લીમડો ગમે ત્યાંથી ચાખવામાં આવે તો ય કડવો ને કડવો જ લાગે. એમાં મીઠાશ હોય જ નહિ; તેમ સંસાર પણ એની દરેક અવસ્થાઓમાં દુઃખભર્યો જ હોય છે, એમાં સુખનો લેશ પણ સંભવી શકતો નથી. આ જ વાતને પ્રવચનકારશ્રીજીએ ટીકાકાર મહર્ષિએ રજૂ કરેલા શબ્દોના આધારે આ પ્રવચનમાં વર્ણવી છે. ગર્ભાવસ્થા, બાલ્યાવસ્થા, તરુણાવસ્થા અને યાવતું વૃદ્ધાવસ્થા સુધીની દરેકે દરેક અવસ્થા કઈ રીતે દુ:ખથી ભરેલી છે. તેનો આ પ્રવચનમાં તાદશ ચિતાર કરવામાં આવ્યો છે અને એ દુઃખથી મુક્તિ પામી સુખ પામવા માટે એકમાત્ર ઉપાય એ ધર્મભાવ જ છે. એમ પણ વર્ણવ્યું છે. (સળંગ વ્યાખ્યાન ક્રમ-૯૦/૯૧ ૯૨ માં પણ મનુષ્ય ગતિ સંબંધી દુ:ખોની વાત કરાઈ છે.) ଏଯାଏ • જે આત્માઓ વિષયકષાયને આધીન છે, તે આત્માઓને આ સંસારમાં કોઈપણ સ્થળે સુખ નથી, એ વસ્તુ સુનિશ્ચિત છે. સંસાર દુઃખમય લાગ્યા વિના આત્મા ધર્મ તરફ આકર્ષાતો નથી. • અજ્ઞાન જ આત્માને સંસારમાં રાખનાર છે. • જે આત્માઓને સંસારથી છૂટી મુક્તિએ પહોંચવું હોય તે આત્માઓએ, પોતાનું અજ્ઞાન ન ટળે ત્યાં સુધી અનંતજ્ઞાનીઓની આજ્ઞાને આધીન થવું એ જ હિતાવહ છે. • કામવશ બનેલો આત્મા પોતાની બધી જ ફરજોને વીસરી જાય છે. • મનુષ્યગતિની એક પણ અવસ્થામાં ધર્મભાવ વિના આત્મા સુખી છે જ નહિ. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૦ : સંસારમાં સુખ ક્યાં છે ? તિર્યંચોમાં પણ સુખ વાર્તામાત્ર જ : અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, આ ‘ધૂત’ નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા : ભવ્યજીવોને નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરવા ઇચ્છે છે. એ સૂત્રનું સમર્થન ક૨વા માટે ટીકાકાર પરમર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ, ચારે ગતિરૂપ સંસારને દુ:ખમય જણાવતાં નરકગતિને દુઃખમય વર્ણવ્યા બાદ તિર્યંચગતિને પણ દુઃખમય વર્ણવતાં એકેંદ્રિય અને વિકલેંદ્રિય જીવોની યોનિઓ અને કુલકોટિઓની સંખ્યા કહી તેઓનાં પણ અપ્રત્યક્ષ અને પ્રત્યક્ષ દુ:ખોનું વર્ણન કર્યું : એ પછી, પંચેંદ્રિય તિર્યંચ જીવની યોનિ આદિનું વર્ણન કરતાં પણ એ ઉપકારી પરમર્ષિ ફરમાવી ગયા કે પંચેંદ્રિય તિર્યંચ જીવો, ત્રણ પ્રકારે વહેંચાયેલા છે : એક જલચર, બીજા ખેચર અને ત્રીજા સ્થલચર. પાણીમાં ચાલનારા મસ્ત્ય આદિ જીવો, જલચર કહેવાય છે : આકાશમાં ચાલનારાં પક્ષીઓ ખેચર કહેવાય છે અને જમીન ઉપર ચાલનારા જીવો સ્થલચર કહેવાય છે. આ ત્રણ પ્રકારો પૈકીના ત્રીજા પ્રકારના સ્થલચર જીવો પણ ત્રણ પ્રકારે વહેંચાયેલા છે : એક ચતુષ્પદ, બીજા ઉરઃપરિસર્પ અને ત્રીજા ભુજપરિસર્પ, બળદ આદિ ચાર પગે ચાલનાર પશુઓ ‘ચતુષ્પદ સ્થલચર’ કહેવાય છે. સર્પ આદિ છાતીથી ચાલનાર જીવો ઉ૨ઃપરિસર્પ’ કહેવાય છે : અને નકુલ-નોળિયો વગેરે ભુજાથી પણ ચાલનારા જીવો ‘ભુજપરિસર્પ’ કહેવાય છે. આ સઘળાય પંચેંદ્રિય તિર્યંચોની યોનિ તો ચાર લાખ છે પણ કુલકોટિઓ તો ભિન્ન ભિન્ન છે. જલચરોની સાડા બાર લાખ કુલકોટિ છે અને ખેચર ગણાતાં પક્ષીઓની બાર લાખ કુલકોટિ છે ત્યારે સ્થલચરોમાં, ચતુષ્પદોની અને ઉરઃરિસર્પોની દશ દશ લાખ કુલકોટિ છે અને ભુજપરિસર્પોની નવ લાખ કુલકોટિ છે. આ સઘળાય તિર્યંચોને જે અનેક પ્રકારની વેદનાઓ સંભવે છે તે સઘળીય પ્રાયઃ પ્રત્યક્ષ જ છે : ક્ષુધા આદિ અનેક પ્રકારનાં દુઃખો તિર્યંચોને ભોગવવાં પડે છે એ કોણ નથી જાણતું ? - Page #278 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ ઉત્કટ પુણ્ય બાંધીને આવેલ અપવાદરૂપ તિર્યંચો સિવાય, બાકીનાં સઘળાંય તિર્યંચો અનેક પ્રકારનાં દુઃખોનો અનુભવ જીવનભર કર્યા કરે છે : એ જ કારણે ઉપકારી ટીકાકાર પરમર્ષિ ફરમાવી ગયા કે - ૨૬૪ " क्षुत्तृहिमात्युष्णभयार्दितानां, पराभियोगव्यसनातुराणाम् । अहो ! तिरश्चामतिदुःखितानां, મુલ્લાનુષ? । જિત વાર્ત્તમેત્તમ્ ।। ।।” “અહો ! ક્ષુધા, તૃષા, ઠંડી, અતિ ગરમી અને ભય આદિથી પીડિત અને પરના હુમલારૂપ દુઃખથી આતુર એ જ કારણે અતિ દુઃખિત એવા તિર્યંચોને સુખનો પ્રસંગ એ ખરેખર વાર્તામાત્ર જ છે ! અર્થાત્ એ જીવોને સુખ છે એમ કહેવું અશક્ય છે.” જે જીવોને આપણે અપવાદરૂપ ગણીએ એવા તિર્યંચો પણ સુખી જ છે એમ માની લેવાનું નથી કારણ કે એ જીવોને પણ પરાધીનતા આદિ અમુક દુઃખો તો છે જ. આથી સ્પષ્ટ છે કે પંચેંદ્રિય તિર્યંચોમાં સુખના સંગમની વાતો કરવી એ માત્ર વાતો જ છે પણ વાસ્તવિક નથી. મનુષ્યગતિ પણ દુઃખથી ભરેલી જ છે ઃ નકગતિ અને તિર્યંચગતિને દુઃખથી ભરેલી ફ૨માવ્યા પછી મનુષ્યગતિને પણ ટીકાકાર પરમર્ષિ ફરમાવે છે કે - "मनुष्यगतावपि चतुर्द्दशयोनिलक्षा द्वादशकुलकोटीलक्षा:, वेदनास्तु एवम्भूता: “મનુષ્યગતિમાં પણ ચૌદ લાખ યોનિ છે, બાર લાખ કુલકોટિ છે અને વેદનાઓ તો આવા પ્રકારની છે.” 1682 આ પ્રમાણે ફરમાવીને ઉપકારી ટીકાકાર પરમર્ષિ, ‘મનુષ્યગતિ પણ દુઃખથી જ ભરેલી છે' એમ ફરમાવે છે. દુઃખ દુ:ખમાં ફરક જરૂર હોય પણ કોઈ એમ ન સમજી લે કે સંસારમાં એક પણ ગતિ સુખમય છે. જે આત્માઓ, વિષયકષાયને આધીન છે તે આત્માઓને આ સંસારમાં કોઈપણ સ્થળે સુખ નથી એ વસ્તુ સુનિશ્ચિત છે અને એ જ વાત આ ઉપકારી પરમર્ષિ ફ૨માવી રહ્યા છે. સુખ માનનારાઓને આહ્વાન ઃ આ ૫૨મોપકારી, એકાંત પરોપકારની ભાવનાથી : જે લોકો, સંસારમાં "1 Page #279 -------------------------------------------------------------------------- ________________ 1883 — ૨૦ : સંસારમાં સુખ ક્યાં છે ? – 114 – – ૨૬૫ આવેલી મનુષ્યગતિમાં પણ સુખ માની રહ્યા હોય તેઓને આહ્વાન કરવાપૂર્વક પણ ફરમાવી ગયા કે – "दुःखं कुक्षिमध्ये प्रथममिह भवे गर्भवासे नराणां, बालत्वे चापि दुःखं मललुलिततनुस्त्रीपयःपानमिश्रम् । तारुण्ये चापि दुःखं भवति विरहजं वृद्धभावोऽप्यसारः, संसारे रे मनुष्या ! वदत यदि सुखं स्वल्पमप्यस्ति किञ्चित् ? ।।१।।" “આ સંસારમાં મનુષ્યોને પ્રથમ દુઃખ, સ્ત્રીની કુલિની મધ્યે ગર્ભવાસમાં છેઃ જમ્યા પછી બાળપણમાં પણ મલથી વ્યાપ્ત શરીરવાળી સ્ત્રીના દૂધનું જે પાન તેનાથી મિશ્રિત એવું ઘણું દુઃખ છે : તરુણ અવસ્થામાં પણ વિરહથી ઉત્પન્ન થયેલું દુઃખ થાય છે અને વૃદ્ધભાવ પણ અસાર છે.” આ કારણથી રે મનુષ્યો ! જો સંસારમાં થોડું પણ કંઈક સુખ હોય તો તમે બોલો ?” પરમ ઉપકારીનું પુદ્ગલાનંદીઓ પ્રત્યે આ પાછું ન ઠેલી શકાય એવું આહ્વાન છે. જે મુદ્દગલાનંદીઓ, સંસારમાં સુખ માની-મનાવીને સ્વપરના હિતનો સંહાર કરી રહ્યા છે : તેઓએ, આ આહ્વાનને અવશ્ય ઝીલી લેવા જેવું છે : પણ તેઓની એ તાકાત નથી કે જેથી તેઓ આ આહ્વાનને ઝીલે. નરકગતિ આદિનો સ્વીકાર નહિ કરનારાઓને પણ આ જ્ઞાનીઓ, મનુષ્યગતિની દુઃખમયતાથી પણ સંસારની દુઃખમયતા સમજાવી શકે તેમ છે. કોણ કહી શકે તેમ છે કે સ્ત્રીની કુલિની અંદર ગર્ભવાસમાં રહેલા આત્માને કારમું દુઃખ નથી ભોગવવું પડતું ? કોણ કહી શકે તેમ છે કે બાળપણમાં, અજ્ઞાનના પ્રતાપે આત્માને અનેક દુઃખોના ભોગ નથી થવું પડતું ? કોણ કહી શકે તેમ છે કે તરુણાવસ્થામાં, વિષયાધીનતાના પ્રતાપે ઈષ્ટવિયોગ આદિના યોગે અનેકાનેક દુઃખો આત્માને નથી અનુભવવાં પડતાં ? અને કોણ કહી શકે તેમ છે કે વૃદ્ધાવસ્થામાં તૃષ્ણા આદિના યોગે આત્માને અસહ્ય દુઃખોનો આસ્વાદ નથી લેવો પડતો ? આ દુઃખનો ઇન્કાર કોઈપણ વિચારશીલ આત્માથી થઈ શકે તેમ નથી અને એથી સ્પષ્ટ છે કે “મનુષ્યગતિના નામે પણ કોઈથી સંસારને સુખમય સાબિત કરી શકાય તેમ નથી.' એ જ હેતુથી ઉપકારીનું આહ્વાનપૂર્વક ફરમાન છે કે સંસારમાં સુખ હોય તો સાબિત કરો. આવું આહ્વાન કરવાનું એક જ કારણ છે અને તે એ જ કે સંસાર દુઃખમય લાગ્યા વિના આત્મા ધર્મ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ - 18% તરફ આકર્ષાતો નથી. આત્મા જ્યાં બેઠો છે તે એને ખરાબ સમજાય તો જ પ્રતિપક્ષી વસ્તુ તરફ તેને સદ્ભાવ જાગે અને એ જગાવવાનો આ ઉપકારીનો હેતુ છે. ગર્ભાવસ્થાની વિષમતા : ગર્ભાવસ્થાની વિષમતા ખરેખર ન વર્ણવી શકાય તેવી છે. નવ મહિના જેટલો સમય અશચિથી ભરેલા ગર્ભવાસમાં ઊંધે મસ્તકે લટક્યા કરવું, અશચિ પદાર્થોનું ભક્ષણ કરવું વગેરે વગેરે કંઈ ઓછી આપત્તિઓ છે? પણ અજ્ઞાન એ એવી વસ્તુ છે કે જેથી એ બધીયે બની ગયેલી અવસ્થાઓ જાણવામાં નથી આવતી? એ અજ્ઞાન જ આત્માને સંસારમાં સ્થિર રાખનાર છે ! જે આત્માઓને સંસારથી છૂટી મુક્તિએ પહોંચવું હોય તે આત્માઓએ, પોતાનું અશાન ન ટળે ત્યાં સુધી અનંતજ્ઞાનીઓની આજ્ઞાને આધીન થવું એ જ હિતાવહ છે. બાલ્યાવસ્થાની અરોચકતા : જેમ ગર્ભાવસ્થા વિષમ છે તેમ બાલ્યાવસ્થા પણ અરોચક છે. એ અવસ્થા, પાલકના આધારે જ ટકે છે. એ અવસ્થા એવી નાજુક છે કે જેમાં દુઃખ માત્ર અસહ્ય થઈ પડે છે. અજ્ઞાનપણું પણ એ અવસ્થા સાથે સહજ છે. એ અવસ્થા એવી નિર્લજ્જ છે કે એ અવસ્થામાં વિષ્ટા અને મૂત્ર જેવી બીભત્સ વસ્તુઓ સાથે ખેલતાં પણ આત્મા લાજતો નથી. એ અવસ્થામાં આત્મા માતૃમુખ જ બન્યો રહે છે. તરુણાવસ્થાની તિરસ્કૃત દશા : જેમ બાલ્યાવસ્થામાં આત્મા માતૃમુખ બન્યો રહે છે : તેમ તરુણાવસ્થામાં આત્મા તરુણીમુખ બની જાય છે : એ જ કારણે એ અવસ્થા, એવી તિરસ્કૃત દશા બની જાય છે કે જેનું વર્ણન પણ સભ્ય સમાજમાં શરમજનક નીવડે. બાલ્યાવસ્થામાં આત્મા, પુરીષશ્કર' એટલે વિષ્ટાના ભૂંડ જેવો બને છે : ત્યારે તરુણાવસ્થામાં આત્મા, “મદનગર્દભ' એટલે કામે કરીને ગધેડા જેવો બની જાય છે. એ અવસ્થામાં કામવશ બનેલો આત્મા, પોતાની બધી જ ફરજોને વીસરી જાય છે અને કામચેષ્ટાઓ કરતાં એ આત્મા જરા પણ લાજતો કે શરમાતો નથી. વૃદ્ધાવસ્થાની વિરસતા : વૃદ્ધાવસ્થામાં આત્મા, બુઢા બેલ જેવો બની જતો હોવાથી એ અવસ્થા Page #281 -------------------------------------------------------------------------- ________________ 1625 - ૨૦ : સંસારમાં સુખ ક્યાં છે? - 114 – – ૨૭૭ એવી વિરસ બની જાય છે કે એ અવસ્થા ઉપર આત્માને પોતાને જ અભાવ થઈ જાય છે. જે અવસ્થા ઉપર પોતાને પણ અભાવ થઈ જાય તે અવસ્થા ઉપર અન્યને અભાવ થઈ જાય એ તદ્દન સહજ છે. આત્મા, બાલ્યાવસ્થામાં જેમ માતૃમુખ બની જાય છે અને યુવાવસ્થામાં તરુણીમુખ બની જાય છે તેમ વૃદ્ધાવસ્થામાં પુત્રમુખ બની જાય છે. વળી એ અવસ્થામાં આત્મા પોતાની શિથિલતાના યોગે ચીડિયો બની જાય છે. આથી સ્પષ્ટ છે કે વૃદ્ધભાવ પણ સાર વિનાનો છે. ધર્મભાવ વિના સુખ નથી જ આથી સ્પષ્ટ છે કે મનુષ્યગતિની એક પણ અવસ્થામાં ધર્મભાવ વિના આત્મા સુખી છે જ નહિ. ધર્મભાવ એ જ મનુષ્યગતિમાં પણ સુખનો દાતા છે. એ સિવાય મનુષ્યપણાની કોઈપણ અવસ્થા સુખરૂપ નથી એ સ્પષ્ટ જ છે, અશુભના ઉદયથી રિબાતા આત્માઓ તો, મનુષ્યપણામાં પણ બાલ્યકાળથી આરંભીને મરતાં સુધી રોગથી રિબાતા અને અનેકના અનેક જાતના પરાભવોથી પીડાતા રહે છે એમાં કશી જ શંકા નથી. અશુભના ઉદયથી મનુષ્યપણામાં પણ આત્મા માટે ઇષ્ટવિયોગાદિકના યોગે શોક આદિના અનેક પ્રસંગો આવી જ પડે છે. અશુભના ઉદયથી ઘેરાઈ ગયેલો આત્મા, મનુષ્યપણામાં પણ સુધા આદિથી અને દુર્ભાગ્ય આદિથી હંમેશાં પરતંત્ર જ બની જાય છે. આ બધા ઉપરથી એ વસ્તુ સહેલાઈથી સમજી શકાય તેમ છે કે મનુષ્યગતિમાંથી પણ જો એક ધર્મભાવને દૂર કરી દેવામાં આવે તો એ ગતિમાં પણ સુખને અવકાશ નથી. આ બધી જ વસ્તુઓ કલ્યાણના અર્થીએ વિચારવા જેવી છે પણ એ બધો વિચાર થવાનો આધાર સંસારની દુઃખમયતા સમજાય એ ઉપર છે અને એ જ કારણે ઉપકારીઓ સંસારની દુઃખમયતા સમજાવી રહ્યા છે. વધુ વળી હવે પછી - Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૧ : યુવાવસ્થા અને સ્વતંત્રવાદનું ભૂતઃ 115 • સર્વ અવસ્થાઓની ભયંકરતા : યુવાવસ્થાની બન્ને બાજુ : • સ્વતંત્રવાદનું ભૂત : • સુખ, મોહની મસ્તીમાં નથી પણ ધર્મરંગમાં છે : વિષય: યુવાવસ્થાનો સદુપયોગ અને દુરુપયોગ. કર્મની વિચિત્રતાનું વ્યાન કરતાં કરતાં ચારે ગતિમાં સુખ નથી અને ઉપરથી દુઃખ જ છે, એ સમજાવતાં મનુષ્યપણાના દુઃખની ચાલુ વાતમાં, આ પ્રવચનમાં યુવાવસ્થા અંગે પ્રવચનકારશ્રીજીએ પ્રકાશ પાડ્યો છે. યુવાવસ્થા ઉન્માદવાળી અવસ્થા છે. એનો બરાબર ઉપયોગ થાય તો આત્મા અણધારી પ્રગતિ સાધી શકે, પણ અનિયંત્રિત યુવાવસ્થા તો આત્માનું જ નહિ, પરંતુ એના સહવાસમાં આવતા અનેકાનેક આત્માઓનું નિકંદન કાઢનાર પણ બની જાય છે. એમાં વળી એ યુવાનને સ્વતંત્રતાનું ભૂત વળગી જાય તો કેવા કેવા ઉધમાતો રચાય છે, એનું ટૂંકું છતાં ખૂબ જ રોચક વર્ણન આ પ્રવચનમાં કરાયું છે. છેવટે સુખ એ મોહની મસ્તીમાં નથી, પણ ધર્મના રંગમાં જ છે, એ વાત જણાવી લાલસાને જીતવા માટે પ્રેરણા કરી છે. મુવાક્યાતૃત • પ્રભુશાસનની પ્રાપ્તિ વિના તો મનુષ્ય ગતિનો બાલ્યકાળ ભૂંડ જેવો, યૌવનકાળ ગર્દભ જેવો અને વૃદ્ધકાળ બુઢાબેલ જેવો હોઈ ભયંકર છે. • યુવાવસ્થામાં વિવેક જાગી જાય તો યુવાન, જેમ ભોગમાં કમાલ કરે છે; તેમ ત્યાગમાં પણ કમાલ જ કરે. • યુવક, વિકારી અને ભોગમાં લીન બન્યો કે એના વિચાર તથા વર્તન ભયંકર થાય છે. • ધર્મની વાતમાં સ્વતંત્રતાને આગળ કરનારાઓ, જો જાત પર અને વ્યવહારમાં સ્વતંત્રવાદને લાગુ કરે, અર્થ-કામની કોઈપણ પ્રવૃત્તિને આધીન ન થાય તો તો હું માનું કે, એ સાચા સ્વતંત્ર. • શક્તિમાન જો ક્ષમાશીલ ન હોય તો મારે કે મરે અને જો ક્ષમાશીલ હોય તો બચે અને બચાવે • જેને જોતાં દુનિયાની છાયા ભૂલાય, વૈરાગ્યનાં ઝરણાં ઝરે એવી જિનમૂર્તિ જેને ન ગમે, તેને પોતાની છાતી ઉપર રમણીની મૂર્તિ રાખવાનું ગમે છે, એ શું આશ્ચર્યજનક નથી ? • સર્વત્ર લાલસા એ જ દુઃખનું કારણ છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૧ : યુવાવસ્થા અને સ્વતંત્રવાદનું ભૂત ઃ સર્વ અવસ્થાઓની ભયંકરતા : અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, આ “ધૂત” નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા ભવ્ય જીવોને નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરવા ઇચ્છે છે. એ સૂત્રનું સમર્થન કરવા માટે ટીકાકાર પરમર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા, ચારે ગતિરૂપ સંસારને દુઃખમય વર્ણવતાં નરકગતિ અને તિર્યંચગતિને દુઃખમય વર્ણવ્યા બાદ, મનુષ્યગતિની દુઃખમયતા વર્ણવતાં પણ ફરમાવી ગયા કે ચૌદ લાખ યોનિ અને બાર લાખ કુલકોટિ ધરાવનાર મનુષ્યગતિમાં પણ અનેક પ્રકારનાં દુઃખો છે. એ ગતિમાં, પ્રથમ દુઃખ છે ગર્ભાવાસનું અને એનો કોઈથી જ ઇન્કાર થઈ શકે તેમ નથી. એ ગતિની બાલ્યાવસ્થા પણ કારમી છે, તરુણાવસ્થા પણ તિરસ્કરણીય છે અને વૃદ્ધાવસ્થા પણ સાર વિનાની છે : અર્થાત્ ધર્મભાવ વિનાની એક પણ અવસ્થા મનુષ્યગતિમાં પણ સારભૂત નથી. રોગ અને વિયોગ આદિ અનેક દુઃખોથી મનુષ્યગતિ ભરપૂર છે. એ ગતિમાં સુખ તો જ છે કે જો પ્રભુશાસનની પ્રાપ્તિ હોય. પ્રભુશાસનની પ્રાપ્તિ વિના તો મનુષ્યગતિનો બાલ્યકાળ ભૂંડ જેવો, યૌવનકાળ ગર્દભ જેવો અને વૃદ્ધકાળ બુઢા બેલ જેવો હોઈ ભયંકર છે ? અર્થાત્ સર્વ અવસ્થાઓ ભયંકર છે. ધર્મદષ્ટિ વિનાનો આત્મા બાલ્યકાળમાં માવડીમુખો, તરુણ અવસ્થામાં તરુણીમુખો અને વૃદ્ધાવસ્થામાં પુત્રમુખો બન્યો રહે છે પણ અંતર્મુખો કદી જ નથી બનતો એ કારણે એની સઘળી જ અવસ્થાઓ ઘણી જ ભયંકર રીતે પસાર થાય છે. યુવાવસ્થાની બન્ને બાજુ “મનુષ્યપણાની સઘળી જ અવસ્થાઓ ભયંકર છે. એ વાત તદ્દન સાચી છે, તેમ “ધર્મભાવ આવી જાય તો એ સઘળી જ અવસ્થાઓ મનોહર પણ છે.' એ વાત પણ તદ્દન જ સાચી છે. આમ છતાં પણ એ ગતિની જે યુવાવસ્થા, તેની Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૬ – – 1988 બન્ને બાજુ કમાલ કરનારી છે. “યુવાવસ્થા એ ઉન્માદાવસ્થા છે અને ઉન્માદાવસ્થામાં યોગ્યયોગ્યનો વિવેક કરવાની તાકાત નથી હોતી.' આ વાત તદન સાચી હોવા છતાં પણ જો એ અવસ્થામાં વિવેક જાગી જાય તો યુવાન, જેમ ભોગમાં કમાલ કરે છે તેમ ત્યાગમાં પણ કમાલ જ કરે. યુવાવસ્થા એવી છે કે ધાર્યું કામ પાર પાડે. ભોગમાં લીન થયેલા યુવકને, શાસ્ત્ર ઉન્મત્ત તરીકે ઓળખાવે છે કારણ કે એની હાલત ભયંકર હોય છે, એ જ કારણે ભોગમાં પડેલા યુવકનો સહવાસ પણ ભયંકર છે. યુવક, વિકારી અને ભોગમાં લીન બન્યો કે એના વિચાર તથા વર્તન ભયંકર થાય છે ? એટલે એનો સહવાસ પણ દુનિયા માટે ભયંકર થાય છે. એ ઉન્માદી માટે આ દુનિયામાં ન કરવા જોગું કાંઈ જ નથી હોતું. વિષયાધીન તથા અર્થકામનો પ્રેમી હોઈ ઉન્મત્ત બનેલો યુવાન, જે ન કરે એ જ ઓછું : એ જ કારણે એ યુવાવસ્થા ભયંકર ગણાય છે. એ જ અવસ્થામાં જો આત્મા વિવેકી બને અને ત્યાગ તરફ વળે તો એ જ અવસ્થા કલ્પતરની માફક મનોહર બને અને વિશ્વને અનુપમ લાભ આપે : એ જ કારણે યુવાવસ્થા એ આખી દુનિયાને શાંતિનો પયગામ પહોંચાડનારી તથા ધાર્યું કામ આપનારી પણ થાય. જેવી ધારણા હોય એવી અવસ્થા બનાવી શકાય છે આથી સ્પષ્ટ છે કે અવસ્થા એ સ્વભાવથી ખોટી નથી પણ કાર્યવાહી ખોટી છે, જેને લઈને એ અવસ્થા નકામી ચાલી જાય છે. વિવેક તથા વિનય જાગ્રત કરીને મોક્ષમાર્ગને સાધવા લાયક એવી એ અવસ્થામાં જો ભોગ તરફ વળાય તો ઉદ્ધતાઈ, સ્વચ્છંદતા વગેરે આવે જ. અર્થકામના પ્રેમીને વિકાર થાય અને એમાં એ અવસ્થાનો ઉન્માદ ભળે પછી દશા ભયંકર બને એમાં શું આશ્ચર્ય છે ? આ રીતે યુવાવસ્થાની બે બાજુ છે પણ એની મનોહર બાજુના ઉપાસક આત્માઓ વિરલ જ હોય છે. સ્વતંત્રવાદનું ભૂત : યુવાવસ્થાની જે બીજી મનોહર બાજુ, તેની ઉપાસના નહિ કરી શકનારા યુવાનો, હૃદયથી અર્થ-કામના જ ઉપાસકો હોઈ ઉન્માદી બનેલા છે. એ ઉન્માદના પ્રતાપે, તેઓનો સારાસારનો વિવેક નાશ જ પામી ગયો છે : એ કારણે, તેઓને સ્વતંત્રવાદનું એવું ભૂત વળગ્યું છે કે જેના પ્રતાપે તેઓ પોતાની માન્યતાથી કે વિચારથી વિરુદ્ધ લાગતી માન્યતા - પછી તે ચાહે તેટલી સાચી હોય તે છતાં પણ સ્વીકારવાને તૈયાર નથી : આ તેઓની સામાન્ય દુર્દશા નથી. આ અસામાન્ય Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૧ : યુવાવસ્થા અને સ્વતંત્રવાદનું ભૂત - 115 દુર્દશાની પરાધીનતાથી એ બિચારાઓ, પ્રભુ આગમના કથનની સામે પણ પાગલની માફક ‘અમે કંઈ હાજી હા કરનારા પરતંત્ર નથી, અમે તો સ્વતંત્ર છીએ અને અમને અમારી મરજી મુજબ ચાલવાનો હક્ક છે.' આ પ્રમાણે બોલે છે : સ્વતંત્રવાદના ભૂતની પરાધીનતાથી એ બિચારાઓનો દેવ, ગુરુ અને ધર્મની સામે આજે આ જાતનો અર્થહીન વિવાદ છે. એવાઓ માટે હું કહું છું કે આવા સ્વતંત્રવાદને જો તેઓ, પોતાના ઘરમાં, પોતાના વ્યવહારમાં અને પોતાની જાત ઉપર લાગુ કરે તો આજે એમને ધન્યવાદ આપું : ધર્મની વાતમાં સ્વતંત્રતાને આગળ કરનારાઓ, જો જાત પર અને વ્યવહારમાં સ્વતંત્રવાદને લાગુ કરે, અર્થકામની કોઈપણ પ્રવૃત્તિને આધીન ન થાય તો તો હું માનું કે એ સાચા સ્વતંત્ર : કારણ કે એ તો આપણે ઇચ્છીએ છીએ કે દુનિયાના દરેક પ્રાણી એવા સાચા સ્વતંત્ર બને : પણ આ યુવકોની ઘ૨માં, બજા૨માં અને વ્યવહા૨માં તો એવી કંગાલ દશા છે કે જે જોતાં જ દયા આવે. ખરેખર એ સ્વતંત્રવાદના ભૂતને પરવશ બનેલાઓની, આજે ‘જ્યાં શિર ઝુકાવવું જોઈએ ત્યાં અક્કડતા, જેની આજ્ઞા શિરસાવંઘ ત્યાં વિવાદ, અને જે શાંતિથી સાંભળવું જોઈએ ત્યાં હકવાદને નામે હડકવા' આવી અનિષ્ટ દશા થઈ છે. વધુમાં એ બિચારાઓ, જેની આજ્ઞા નહિ માનવા યોગ્ય ત્યાં હાથ જોડે છે : આથી જ કહેવું પડે છે કે એ ભૂતને પરવશ થયેલાઓને ખરે જ ઉન્માદ જાગ્યો છે અને એમના એ ઉન્માદને જે પોષે તેની પાછળ તેઓ ફીદા ફીદા હોઈ મરી ફીટવાને તૈયા૨ છે અને દેવ, ગુરુ તથા ધર્મ કે જે એમના એ કારમા ઉન્માદને મચક નહિ આપતાં તેના નાશની શિખામણ આપનાર છે તેની સામે પણ જોવાને તેઓ તૈયાર નથી : આ ભયંકર દુર્દશાના પ્રતાપે જ, એ બિચારાઓ, પોતાની જે યુવાવસ્થા તારનારી છે તેને ડુબાડનારી બનાવે છે. 1689 ખરેખર યુવાવસ્થા એ બળવતી અવસ્થા છે. એ અવસ્થામાં વિચારોની હારમાળા હોય છે, અંગેઅંગમાં કૌવત હોય છે અને એ અવસ્થાથી ઊંચે પણ જવાય અને નીચે પણ જવાય, શક્તિમાન જો ક્ષમાશીલ ન હોય તો મારે કે મરે અને જો ક્ષમાશીલ હોય તો બચે અને બચાવે : એ જ રીતે યુવાવસ્થા છે કૌવતવાળી, કંઈ ફેંકી દેવા જેવી નથી : પણ જો એની યોગ્યતા નષ્ટ થાય તો એનાથી મનુષ્યભવમાં રતિભર પણ સુખ નથી અને આજનું સ્વતંત્રતાનું ભૂત એ અવસ્થાની યોગ્યતાને નષ્ટ જ કરનાર છે એટલું જ નહિ પણ એ ભૂતને પનારે ૨૭૧ Page #286 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ પડેલાઓની યોગ્યતા નષ્ટ થઈ પણ ગઈ છે : એના જ પ્રતાપે, આજના યુવકોની ‘શેઠનું ન માનીએ તો ખાઈએ શું, ઘરનું ન માનીએ તો ઘર ન ચાલે, ઘર ચલાવવું હોય તો ઘરનું માનવું જ પડે, પેઢી ચલાવવા અનેકની ગુલામી કરવી જ પડે, નોકરીમાં બધા હુકમ મનાય અને છ કલાકને બદલે સાત કલાક કામ પણ કરાય, પણ દેવ, ગુરુ અને ધર્મની વાત તો ફાવે તો, રુચે તો અને માનવી હોય તો જ માનીએ, નહિ તો કંઈ નહિ.’ આવા પ્રકારની માન્યતા થઈ ગઈ છે : આવા પ્રકારની માન્યતાના પ્રતાપે તેઓ, ‘અમે, મૂર્તિને દેવ નથી માનતા’ એમ કહીને ઊભા રહે છે પણ પોતાની રમણીના ફોટાને બટનમાં, વીંટીમાં કે ઘડિયાળના છેડામાં રાખતાં નથી શરમાતા, તેઓને, પ્રભુની મૂર્તિ જડ લાગે છે અને ૨મણીની મૂર્તિ ચેતનવંતી લાગે છે. ખરેખર શ્રી જિનેશ્વરદેવની મૂર્તિનો વિરોધ કરનારની પાસે ૨મણીની મૂર્તિ જોઈને આશ્ચર્ય થાય છે. જેને જોતાં દુનિયાની છાયા ભુલાય, વૈરાગ્યનાં ઝરણાં ઝરે એવી જિનમૂર્તિ જેને ન ગમે તેને પોતાની છાતી ઉપર ૨મણીની મૂર્તિ રાખવાનું ગમે છે એ શું આશ્ચર્યજનક નથી ? ભલે એ વાત આશ્ચર્યજનક હોય પણ એથી એટલું તો નક્કી થાય છે જ કે એ સ્વતંત્રતાના ભૂતના પ્રતાપે, એવાઓમાં વિકાસ નથી થયો પણ વિકાર થયો છે, એવાઓની બુદ્ધિ ખીલેલી નથી પણ બિડાઈ ગયેલી છે, માટે એમને મંદિર તથા સાધુ ગમતા નથી અને આગમની વાતોને સાંભળવા પણ તેઓ તૈયાર નથી. એ સ્વતંત્રતાના ભૂતે, આ રીતે દરેક હિતકર બાબતોમાં આજના યુવાનોને પાયમાલ કર્યા છે. એ ભૂતને વશ થયેલાઓ, દેવ, ગુરુ અને આગમને જ નહિ માને એમ નથી પણ તેઓ પોતાનાં માતા-પિતા આદિ વડીલને અને કોઈ પણ જાતની શિષ્ટ મર્યાદાને પણ નહિ માને : તેઓ, માત્ર માનશે ૨મણીઓને ! લક્ષ્મીને ! અને જમાનાની હવાને ! આવી દશામાં મૂકનાર સ્વતંત્રતાના ભૂતથી હિતના અર્થીએ બચી જવું જ જોઈએ. ૨૭૨ સુખ, મોહની મસ્તીમાં નથી પણ ધર્મરંગમાં છે : આ ઉપરથી સ્પષ્ટ છે કે મનુષ્યગતિમાં પણ, સુખ મોહની મસ્તીમાં નથી પણ ધર્મના રંગમાં છે અને એથી જ ઉપકારી મહર્ષિએ ફરમાવ્યું કે ‘ગર્ભાવસ્થા, બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા' આ ચારે અવસ્થામાંથી એક પણ અવસ્થામાં સુખ નથી. જે અવસ્થામાં જ્ઞાન પ્રગટે અને વિરક્તભાવ આવે તે અવસ્થામાં સુખ 1690 Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૧ : યુવાવસ્થા અને સ્વતંત્રવાદનું ભૂત 115 ૨૭૩ છે પણ એ સુખ મનુષ્યગતિનું નથી પણ મનુષ્યપણું પામીને મનુષ્યપણાને છાજતી થતી કાર્યવાહીને પ્રતાપે એટલે કે ધર્મરંગને લઈને એ સુખ છે. 1691 લક્ષ્મીવાન પણ સુખી હોય તો સંતોષથી છે. જેઓ સંતોષી નથી તેઓથી તો, પાંચમી ચીજના અભાવે ચાર સારી ચીજને પણ આનંદથી ખાઈ શકાતી નથી. કોચાધિપતિ થવાની ઇચ્છાવાળો લક્ષાધિપતિ પણ દુઃખી છે અને એથી અધિકવાળો થવાની ભાવનાવાળો કોટ્યાધિપતિ પણ દુઃખી છે. એ જ રીતે સર્વત્ર લાલસા એ જ દુઃખનું કારણ છે અને મોહની મસ્તીમાં લાલસાનું સામ્રાજ્ય વર્તે છે એ જ કારણે ધર્મરંગથી વંચિત બનેલાઓને આજે તો નથી શુભોદય ભોગવતાં આવડતો કે નથી અશુભોદય ભોગવતાં આવડતો. તમને મળ્યું છે એ છે તો શુોદય. મુંબઈ જેવું શહેર અને ગજબ જેવી આવક છે ને ? પણ જાવકના દરવાજા એટલા બધા છે કે ‘અકળામણ થાય.’ જાવક વાજબી છે કે ગેરવાજબી તે તમે જાણો. શુભ યોગે મળેલી સામગ્રીને કર્મની થિયરી સમજનારો ભોગવી જાણે નહિ તો બીજી આશાઓ અને વિચારો ઊલટા હેરાન કરે. આથી જ આજે તો અશુભોદયમાં જેમ મૂંઝવણ થાય છે તેમ શુભોદયમાં પણ થાય છે અને એથી ધર્મરંગ વિના મનુષ્યગતિમાં પણ સુખ નથી. તીવ્ર પુણ્યોદયના અભાવે, મનુષ્યભવમાં પણ રોગ અને પરાભવ તો માથે બેઠેલા જ છે : યોગ અને વિયોગ પણ સાથે જ છે. આ બધું મનુષ્યગતિનાં દુ:ખોનું વર્ણન ચાલે છે એ ધ્યાનમાં રાખજો. આ મનુષ્યભવમાં પણ વિવેકના અભાવે, ઇષ્ટના યોગની ખામીમાં શોક અને ઇષ્ટના વિયોગમાં અને અનિષ્ટના સંયોગમાં મહા દુઃખ. વળી તીવ્ર અશુભના ઉદયે ઘણાને બાલ્યકાળથી લઈને રોગ તથા પરાભવ તો ચાલુ જ છે. આ મનુષ્યભવ પામીને પરાભવમાં માન માનનારા પણ જીવે છે. ટુકડાની લાલસાએ દંડા ખાવા છતાં પણ પૂંછડી હલાવનારી જાતિ પણ છે ને ? કૂતરાને ચાર દંડા મારીને કાઢો અને ફે૨ ‘તુ, તુ,’ કરો તો આવે ને ? એ રીતે ગમે તેવા પરાભવોને પણ સન્માન માનનારી જાત મનુષ્યોમાં પણ જીવતી અને તે પણ નાનીસૂની નહિ પણ મોટી છે ને ? સભા : હા સાહેબ ! હા, છે ! કૂતરો તો તિર્યંચ છે, એ બિચારો ન સમજે પણ મનુષ્ય, એમાં પણ શ્રી જિનશાસનને પામેલો ગણાતો તે પણ ન સમજે તો તેને કેવો ગણવો ? Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ -- સભા : ઘણો જ ખરાબ. કૂતરાની જાતને તો ન ખબર પડે પણ માનવી, એમાં પણ આર્ય દેશમાં જન્મેલો, પ્રભુશાસનને પામેલો ગણાતો હોય એમાં જો અધમતા દેખાય તો જરૂર ખટકે. ટુકડા રોટલા માટે દંડા ખાઈ ભાગાભાગ કરનાર કૂતરાની કિંમત પણ શી બળી છે ? પણ મનુષ્યપણામાં પણ આર્ય દેશ, આર્ય જાતિ અને આર્ય કુળમાં જન્મેલાની, પોતાને મહાર્જન તરીકે ઓળખાવનારની, મહાન સુધારકના ઉપનામથી ભૂષિત થયેલાની તથા ઇલ્કાબ પર ઇલ્કાબ ધરનારની દશા જો આવી દાનમાં દીન હોય તો એ કેટલી તિરસ્કારપાત્ર દશા છે ! રૂડારૂપાળો સાધનસંપન્ન શ્રીમાન બળવાન છતાં ભીખ માગે એ કેવો લાગે ? સભા : ઘણો જ વિચિત્ર ! તો આથી સમજો કે મનુષ્યભવ પામીને પણ મોહની મસ્તીમાં પડેલાને સહજ પણ સુખ નથી અને મનુષ્યપણામાં જેઓ સુખી દેખાય છે તે પ્રતાપ મનુષ્યગતિને નથી પણ એમાં આવેલા શ્રી જિનેશ્વરદેવના ધર્મના રંગનો પ્રતાપ છે. ખરે જ સુખ મોહની મસ્તીમાં નથી પણ પ્રભુપ્રણીત ધર્મના રંગમાં છે. પણ આ વાત તો જ સમજાય કે જો સંસાર દુઃખમય સમજાય અને એ જ માટે ઉપકારીઓનો આ પ્રયત્ન છે. વિશેષ હવે પછી – Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ઃ આહાર અને નિદ્રા પણ રોગ છે 116 • એક પણ અવસ્થા દુ:ખરહિત નથી : • બંધનને પોષે એ સુખ કે દુઃખ ? - • તે જ માન્ય કે જે ધર્મને બાધક ન હોય : • નિદ્રા એ પણ પાપ : • પેટ, એ પણ પીડા : • કલ્યાણ માટે સ્વયં કાં ન સહેવું? • દેવું પડે એ વાત જુદી ! • સમ્યગ્દષ્ટિ ઉદયને આધીન ન થાય : • સંસારનું સુખ દુઃખ રૂ૫ જ : • અશુભના ઉદય આગળ ચાલતું જ નથી : • તપ, એ ભૂખરોગનું ઔષધ છે : વિષયઃ મનુષ્યગતિમાં ય દુઃખ ઃ આહાર અને નિદ્રા પણ દુઃખરૂપ જ. ચારે ગતિઓમાં નકરું દુઃખ જ છે, સુખ ક્યાંય નથી – એ સમજાવતાં મનુષ્ય ગતિની દરેક અવસ્થામાં પણ કઈ રીતે દુઃખ છે, એ વાત સમજાવ્યા બાદ “આહાર અને નિદ્રા એ રોગરૂપ અને તેથી જ દુઃખરૂપ છે' - એ વાત ખૂબ જ સુંદર રીતે સ્પષ્ટ કરી છે. એમાં, બાલ્યકાળમાં અજ્ઞાન એ જ દોષરૂપ છે, તે જ વસ્તુને માન્ય કરી શકાય કે જે ધર્મના સિદ્ધાંતોને બાધક ન હોય, શરીરને આપવું જોઈએ અને આપવું પડેનો ભેદ, સંસારની દુઃખરૂપતા વગેરે બાબતોનું ધ્યાન કરી, તપ એ ભૂખરૂપી રોગનું તેમજ અપ્રમત્તતા એ નિદ્રારૂપી રોગનું ઔષધ કઈ રીતે ? એ વાત સમજાવી છે. પરાણે સહન કરી પાપકર્મનો બંધ કરવા કરતાં સ્વયં ઇચ્છાપૂર્વક સહી કર્મ કેમ ન કાપવાં ? એ પ્રશ્ન પૂછી કોઈપણ પ્રકારના કર્મના ઉદયને આધીન નહિ બનવાનું માર્ગદર્શન આપતાં બંધક મુનિવર, શ્રીકૃષ્ણ, બળદેવ અને કુમારપાળ મહારાજાનાં દૃષ્ટાંતોનો ઉપયોગ કર્યો છે. મુવાજ્યાગૃત - નીતિનાં વચનો પણ જે ધર્મને માન્ય હોય તે માનવાં અને પ્રતિબંધક હોય તે છોડી દેવાં. • તે જ માન્ય કે જે ધર્મને બાધક ન હોય. • તપ એ માનપાન માટે નથી, શરીર સુધારવા માટે નથી પણ અનાદિકાળની ખાવાની ટેવ કાઢવા માટે છે. • “આ જ વસ્તુ જોઈએ' - એ ગયું એટલે અડધું દુઃખ ગયું સમજો. • ભૂખ એ રોગ લાગે તો તપ સુંદર થાય. • શરીર એ જ દુઃખ છે, તો એને પોષવાનાં સાધનો તો મહાદુઃખ છે. • નિરારંભીપણા વિના સંયમની સાધના શક્ય નથી. ૦ નવરાને ઊંઘ આવે, કામગરાને ન આવે. ગમે તેવા રંગરાગમાં મૂંઝાવું નહિ, એ શુભદયનો ભોગવટો છે અને “આ મારું માની એને આધીન થવું એ ગુલામી છે. જૈનશાસનનો શ્રીમાન શ્રીમંતાને ન ગણે તથા દરિદ્રી દારિત્ર્યને ન ગમે. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૨: આહાર અને નિદ્રા પણ રોગ છે? એક પણ અવસ્થા દુઃખરહિત નથી : અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, આ ‘ધૂત” નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા ભવ્ય જીવોને નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરી રહ્યા છે. એ સૂત્રનું સમર્થન કરવા માટે ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ, ચારે ગતિરૂપ સંસારને દુઃખમય વર્ણવતાં નરકગતિ અને તિર્યંચગતિને જેમ દુઃખમય વર્ણવી તેમ મનુષ્યગતિ અને દેવગતિને પણ દુઃખમય જ વર્ણવી. મનુષ્યગતિને દુઃખમય વર્ણવતાં એ પરમોપકારી પરમર્ષિએ, એ ગતિની સર્વ અવસ્થાઓને દુઃખમય જ વર્ણવી. વિચારવામાં આવે તો સૌને સમજાય તેમ છે કે મનુષ્યગતિની પણ એક અવસ્થા દુઃખરહિત નથી. એ ગતિમાં ગર્ભાવસ્થાનું દુઃખ તો સમજી શકાય તેવું જ છે. એ ગતિની બાલ્યાવસ્થા, એ તદ્દન અજ્ઞાનાવસ્થા છે : એટલે, એના દુ:ખનું તો પૂછવું જ શું ? એ ગતિની યુવાવસ્થા એ ઉન્મત્તાવસ્થા છે : માટે એમાં પણ વસ્તુતઃ દુઃખ જ હોય એમાં પણ શંકા શી ? અને એ ગતિની વૃદ્ધાવસ્થા, એ તો શિથિલાવસ્થા હોવા છતાં તૃષ્ણા આદિના કારમા તરંગોમાં તરતી છે : એટલે એમાં પણ એકેએક અંગોપાંગ શિથિલ થતાં હોઈ તૃષ્ણા આદિના યોગે દુઃખ જ છે. વધુમાં એ ગતિની અંદર રોગો પણ, બાલ્યાવસ્થાથી લાગુ જ હોય છે અને પરાભવોનો પણ પાર નથી હોતો. આ પ્રમાણે હોવા છતાં પણ એનાથી ટેવાઈ ગયા છો માટે દુઃખ નથી લાગતું. અશુચિનો કીડો એમાં જ મજા માને છે. એ બિચારો એમાં જ જીવે અને બહાર મરી જાય. તમે પાણીમાં ન જીવી શકો પણ જલચર જીવો પાણીની બહાર મરી જાય. અગ્નિયોનિના જીવો અગ્નિમાં જ જીવે અને રહે તથા બહાર મરી જાય. એથી સ્પષ્ટ છે કે જે આત્મા જેમાં ટેવાય તેમાં એને દુઃખ નથી લાગતું પણ વસ્તુતઃ દુઃખ જ છે. વળી એ ગતિમાં “શોક, ઇષ્ટનો વિયોગ અને અનિષ્ટનો યોગ' આ ત્રણ પણ વખતોવખત બેઠેલા જ હોય છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ 1895 – ૨૨ ઃ આહાર અને નિદ્રા પણ રોગ છે - 116 – – ૨૭૭ એ સિવાય પણ એ ગતિમાં સુધા, તૃષા, ઠંડી, ગરમી, દાહ એ વગેરે ઘણાં ઘણાં દુઃખો હોય છે. સભા : બાળવય પણ નિર્દોષ નહિ ? બાળવય એટલે અજ્ઞાન વય અને એ વયમાં અજ્ઞાન એ જ મોટો દોષ છે એટલે એ વયને નિર્દોષ કેમ જ કહેવાય ? એ વય, કોઈ પણ રીતે નિર્દોષ નથી : કારણ કે આત્મા, એ વયમાં અજ્ઞાનના યોગે : વગર સમયે, અયોગ્ય પ્રવૃત્તિ કર્યો જાય છે : એટલે કર્મબંધ તો એને પણ થાય જ છે. એ અધિક ન કરે એનું કારણ એની કાયા આદિમાં તેવી તાકાત નથી. નાનું બાળક, મિષ્ટાન્ન થોડું ખાય કેમ કે વધારે ખાવાની તેની તાકાત નથી : પણ કંઈ એનાથી તેનામાં ત્યાગવૃત્તિ નથી. એના પેટમાં વધારે માતું નથી માટે થોડું ખાય છે એથી કાંઈ “એનામાં ઇચ્છાનો અભાવ છે” એમ ઓછું જ કહી શકાય તેમ છે?મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ (એટલે મન, વચન, અને કાયાના અશુભ વ્યાપારો) અને પ્રમાદનો એનામાં અભાવ છે એમ ઓછું જ કહી શકાય ? કોઈ પાપને ન કરી શકે એટલા માત્રથી તે પાપના બંધથી રહિત નથી થઈ જતો. બાળક પાપ ઓછું કરે છે એમાં ‘પાપનો ત્યાગ' કારણ નથી પણ અશક્તિ અને અજ્ઞાન આદિ કારણ છે. “સામગ્રીના અભાવે એની લાલસા દબાયેલી પડી છે એ વાત ખરી છે પણ નથી એમ નથી. સામગ્રીના વધવા સાથે એની પણ લાલસા વધતી જ જાય છે. રિદ્ધિસિદ્ધિવાળો શ્રાવક અને રિદ્ધિસિદ્ધિ વગરનો ભિખારી એ બેમાં વધુ કર્મબંધ કોણ કરે ? સામગ્રીવાળો શ્રાવક સમ્યગ્દષ્ટિ હોઈ એ બધાનો ભોગવટો કરતાં છતાં કર્મનો બંધ ઓછો કરે અને પેલો નહિ ભોગવતાં છતાં બંધ વધારે કરે કારણ કે એકમાં જ્ઞાન છે જ્યારે બીજામાં અજ્ઞાન છે. અજ્ઞાનના યોગે બાળકની કંઈ લાલસા ગઈ નથી, એ કંઈ વિરતિધર થયો નથી અને એના કષાયો કંઈ ગયા નથી. અજ્ઞાની તો, જ્ઞાની કરતાં ભારે કર્મબંધ કરે છે ? એ જ કારણે મિથ્યાદૃષ્ટિ આત્માને કર્મબંધ વધારે થાય છે. બાલ્યવય માટે એમ કહેવાય કે દોષ હજી તેવા રૂપે જન્મી શક્યા નથી એટલે એને સુધારી શકાય છે, એનામાં ઇચ્છાઓ તો છે, એ જાગૃત થઈને પોષાય તેટલી વાર છે, માટે બાળકને સુધારવો એ સહેલું છે ? બાકી એનામાં અજ્ઞાન એ કાંઈ નાનો દોષ નથી. મોટામાં જ્યારે બીજા દોષો છે : ત્યારે બાળકમાં, અજ્ઞાન દોષ છે અને એ મહાદોષ હોઈ ભારેમાં ભારે દુઃખ છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ -- -- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ - 169 યુવાવસ્થામાં, ઉન્માદના યોગે મોટું દુઃખ છે અન્યથા એ અવસ્થા, એવી અનુપમ છે કે ધાર્યું કામ થાય : પણ નિર્વિવેકી બનાય તો એ જ અવસ્થા ભયંકર છે. વૃદ્ધાવસ્થામાં તૃષ્ણા અને શિથિલતા આદિ મોટું દુઃખ છે. ભૂખ અને તરસ એ પણ રોગરૂપ દુઃખ છે. શરીરશાસ્ત્ર કહે છે કે ભૂખ ન લાગે એ રોગ છે ત્યારે આ શાસ્ત્ર ભૂખને પણ રોગ ગણે છે. તે જ માન્ય કે જે ધર્મને બાધક ન હોય ! સભા : એક પ્રસિદ્ધ વૈદ્ય એમ કહે છે કે “જગતમાં ભૂખથી જેટલાં મરણ થાય છે, તેના કરતાં અકરાંતિયાપણે ખાવાથી વધુ મરણ થાય છે.” એ મુદ્દો બીજો થયો. એ તો વૈદક પણ કહે છે કે “રસ એ રોગનું કારણ છે અને અતિભોજનથી અજીર્ણ આદિ થાય છે.' પણ આ મુદ્દો તો મૂળમાં જ કાપ મૂકવાનો છે. વૈદક જ્યારે ભૂખ ન લાગવાને રોગ ગણે છે ત્યારે આ ધર્મશાસ્ત્ર ભૂખ લાગવી એને પણ રોગ ગણે છે. એ બધાં શાસ્ત્રને આપણે અંશે માની શકીએ, સર્વાશે નહિ, અધિક ન ખાવું એ વૈદકના નિયમને માનીએ; કેમ કે બ્રહ્મચર્યની નવ વાડમાં અતિભોજન અને પ્રણીત ભોજનના ત્યાગનું પણ વિધાન છે. વૈદકશાસ્ત્ર કહે છે કે “માદક પદાર્થ ખાવાથી શરીરમાં વિકાર થાય છે.” એ માનવામાં હરકત નથી : કેમ કે આ શાસ્ત્ર પણ કહે છે કે માદક ભોજનથી વિકાર થવાને લીધે વિષયની માત્રા વધે છે અને તેથી આત્મા હણાય છે. વૈદક કહે છે કે “અતિભોજનથી અજીર્ણ આદિ રોગ થાય છે. આ શાસ્ત્ર કહે છે કે અતિભોજનના યોગે વિકાર થવાથી વિષયવાસના પણ વધે છે અને એથી ઉન્માર્ગી બનેલા આત્માને કર્મબંધ થાય છે. - આત્માનું હિત સચવાય એવા અને એટલા વેધક નિયમ પણ માન્ય રાખવાના અને સાચવવાના અને જેનાથી આત્મહિત ઘવાય એવા અને એટલા નિયમો આઘા રાખવાના અગર એનાથી આઘા રહેવાનું. નીતિનાં વચનો પણ જે ધર્મને માન્ય હોય તે માનવાં અને પ્રતિબંધક હોય તે છોડી દેવાં. નીતિ તો એમ પણ કહે છે કે “પ્રતિ શયિં કુર્યા' આ ધર્મશાસ્ત્ર અને લુચ્ચાઈ કહી એનો નિષેધ કરે છે. રાજનીતિ કહે છે કે દુશ્મનને જીવવા જ ન દેવો જ્યારે આ ધર્મશાસ્ત્ર એમાં હિંસા માની એનો નિષેધ કરે છે. નીતિશાસ્ત્રમાં લખેલું બધું માનવાનું એમ પણ નથી અને યોગ્ય ન માનવું' એમ પણ નથી. Page #293 -------------------------------------------------------------------------- ________________ 1897 – – ૨૨ : આહાર અને નિદ્રા પણ રોગ છે - 116 - - ૨૭૯ કોઈ શાસ્ત્ર અમાન્ય' એમ પણ નથી કે ‘પૂરાં માન્ય' તેમ પણ નથી. એટલે અંશે ધર્મને અનુકૂળ હોય તેટલે અંશે માનવાં અને જેટલે અંશે પ્રતિકૂળ હોય તેટલે અંશે ન માનવાં. માતાપિતાની આજ્ઞા પણ ધર્મને પ્રતિકૂળ ન હોય તો માનવી. આ સઘળા ઉપરથી એ સ્પષ્ટ છે કે તે જ માન્ય કે જે ધર્મને બાધક ન હોય.' પેટ. એ પણ પીડા : દુનિયામાં રોગ અને ઇષ્ટવિયોગાદિ વસ્તુઓ દુઃખકર તરીકે પ્રસિદ્ધ છે પણ ભૂખ એ પણ દુઃખ છે' એ તેવું પ્રસિદ્ધ નથી. આથી દુનિયાએ એ સમજવું જરૂરી છે કે “ભૂખ એ પણ એક જાતનો રોગ જ છે અને દુઃખને ટાળવા આદિ શાસ્ત્રસિદ્ધ હેતુઓ સિવાયના હેતુથી ભોજન એ ભૂખરૂપ રોગને વધારવાનો ઉપાય છે પણ ઘટાડવાનો ઉપાય નથી.” ખરેખર એક પેટ ન હોત તો આ દેખાતી બધી ઉપાધિઓ ન જ હોત. વ્યવહાર પણ કહે છે કે “પેટ કરાવે વેઠ.” આથી ‘પેટ, એ પણ પીડા છે' એમ સમજો. સભા : સાહેબ ! પણ બીજા બધા વળગ્યા છે, એનું શું? એ પણ એક જાતની મારાપણાની મોટી ભૂખ જ છે ને ? વળગેલાને પણ, શાસ્ત્ર તો છોડવાનું જ કહે છે : પણ એ વાત ઘણી મોટી છે : એટલે હાલ એને બાજુએ રાખો અને સમજો કે “ભૂખ ન હોત તો દુઃખ હતું જ નહિ.” જો કે એ તો શરીર છે ત્યાં સુધી રહેવાની જ છે તો પણ એ રોગરૂપ છે એમ સમજવું જરૂરી છે. “ભૂખથી અનેક જાતનાં દુઃખ છે.” એ જો બરોબર વિચારાય તો તપનું વિધાન તદ્દન વાજબી જ લાગે. તપથી ક્રમે ક્રમે તે સ્થિતિ આવે કે એ ઉપાધિ મટી જાય. તપ એ માનપાન માટે નથી, શરીર સુધારવા માટે નથી પણ અનાદિકાળની ખાવાની ટેવ કાઢવા માટે છે. જો આ વાત સમજાય તો “ક્ષણે ક્ષણે ખાવું પીવું એ તો મહા કુટેવ છે.' - એમ તરત જ સમજાય. દેવું પડે એ વાત જુદી ! એ વાત સમજાઈ ગયા પછી પણ શરીરના યોગે ભૂખ રહેવાની એ વાત ખરી પણ એ એવી રહેવાની કે જે બાધક નહિ થવાની. આપણી મરજી મુજબ રહેલી ભૂખ આપણી પાસે કારની પ્રવૃત્તિ નહિ કરાવી શકે. “ભૂખ એ પણ દુઃખ છે' આ માન્યતાના પ્રતાપે, “શરીર રહે ત્યાં સુધી કલ્યાણકારી કાર્યવાહી સધાય તેટલું જ લેવું - શરીર દ્વારા સ્વપરહિતકર કામ સધાય તેટલા પૂરતું જ લેવું.” Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – 16ણા આ જ ભાવના બની રહેવાની અને એથી ઇંદ્રિયો ફાવી જવાની નહિ. તમે જ કહો ને કે નોકરને પગાર કામ માટે અપાય છે કે અમથો જ ? ‘પગાર નોકરના હુકમ મુજબ નહીં, પણ કામ મુજબ હોય છે. આ વાત સમજાવવી પડે તેમ નથી, કારણ કે પગાર કામ માટે છે એ વાત નિશ્ચિત છે. જો પગાર, કામ મુજબ ન હોત તો પગારની ન્યૂનાધિકતા ન હોત. એ જ રીતે શરીરને દેવું પડે તો એટલું દેવું કે જેથી આત્મકલ્યાણની સાધના થાય. માસખમણને પારણે માસખમણ કરતા મહર્ષિઓ, એક મહિનાના ઉપવાસ કરી પારણું શા માટે કરતા ? કહેવું જ પડશે કે “બીજા ત્રીસ દિવસ ઉપવાસ કરવા માટે.” એ પારણું પણ તપ માટે હતું જ્યારે આજે તો ઘણાયે આત્માઓનો તપ પણ પારણા માટે થઈ ગયો છે. ઉપવાસના પારણે આઠ-દશ ચીજ જોઈએ જ, એક ચીજ ઓછી હોય તો ઘોંઘાટ જ મચે. આ દશા કોઈ પણ રીતે પ્રશંસાપાત્ર નથી. શરીરને ભૂખ લાગે તો કહેવું કે “લે, હું આપું તે લે,' પણ “આ જ વસ્તુ જોઈએ” એમ નહિ. “આ જ વસ્તુ જોઈએ એ ગયું એટલે અડધું દુઃખ ગયું સમજો. શરીરને તો કચ્છ પિંડ જોઈએ, પછી એ ગમે તે હોય. આ સ્થિતિ થાય તો ચિંતા, આરંભ, સમારંભ, પાપ એ બધુંયે જાય. આથી એ વાત સ્પષ્ટ છે કે આત્મકલ્યાણની સાધના માટે “દેવું પડે એ વાત જુદી છે' પણ “શરીરને પોષવા માટે દેવું જ જોઈએ.” એ વાત બરાબર નથી. સંસારનું સુખ દુઃખરૂપ જ ઃ જેને જ્ઞાની દુઃખ કહે છે તેને જ તમે સુખ માનો છો માટે તમારો મેળ જ્ઞાનીઓનાં વચનો સાથે નથી મળતો. જ્ઞાની કહે છે કે “દિશા ફેરવો તો બધું જ સમજાય.' વાત પણ ખરી છે કે “દૃષ્ટિ સુધરે તો જ મેળ મળે.” અર્થકામની પિપાસા ગયા વિના ધર્મ સમજાય પણ શી રીતે ? મળ ગયા વિના ઔષધ અસર કરે પણ શી રીતે ? હજી તો મળ પલળતા જ નથી ત્યાં થાય પણ શું? જગતમાં કલ્પના મુજબ સુખ મનાય છે. ભીલ જ્યારે જંગલમાં સુખ માને છે અને શ્રીમાન બંગલામાં સુખ માને છે ત્યારે શાસ્ત્રકાર એ બેયને દુઃખ કહે છે. બંગલો જાય તો શ્રીમાનની છાતી ફાટે અને ઝૂંપડું જાય તો ભીલની છાતી ફાટે – આમાં કાંઈ ફેર છે ? નહિ જ. એ જ કારણે જ્ઞાની બેયને દુઃખ કહે છે. સમ્યક્તના “સંવેગ નામના બીજા લક્ષણનું સ્વરૂપ જ એ છે કે – Page #295 -------------------------------------------------------------------------- ________________ 1699 – ૨૨ : આહાર અને નિદ્રા પણ રોગ છે - 116 – ૨૮૧ સુરનર સુખ જે દુઃખ કરી લેખવે, વછે શિવસુખ એક.” “સુરનરનાં સુખોને પણ દુઃખ તરીકે માનવાં અને એક શિવસુખને જ વાંછવું.” સમ્યગ્દષ્ટિ તો વસ્તુ હોય એવી જ માને ત્યારે સુખ છતાં “સુરનર સુખને દુઃખ તરીકે માને.' એમ કેમ કહ્યું? આનું સમાધાન એ છે કે દુનિયાએ સુખ માન્યું છે અને પૌદ્ગલિક દૃષ્ટિએ અમુક સમય માટે એમ છે પણ પરિણામે દુઃખરૂપ અથવા નિયત નહિ હોવાથી વસ્તુત: દુઃખ જ છે. વિષયાધીનોએ એમાં સુખની કારમી કલ્પના કરી છે. રૂપિયો હાથમાં આવે તો દુનિયા કહે છે કે સુHપૂત' – “સુખ થયું.” ત્યારે સમ્યગ્દષ્ટિ કહે છે કે “પધરપૂત - “ઉપાધિ થઈ.' સમ્યગ્દષ્ટિને હીરામાણેક મળે તો એ ગાંડો ન થાય પણ ઉપાધિ માને અને પુણ્યોદય માની સદ્વ્યય કરે ત્યારે દુનિયાદારીનો જીવ ગાંડો બને. રસ્તામાં કોહીનૂર મળે તો દુનિયાદારીનો જીવ ગુપચુપ ખીસામાં મૂકી દે પણ વિવેકી એમ ન કરે. આથી જ જ્ઞાની કહે છે કે “દિશા ફેરવો અને સમજો કે જનતાએ માની લીધેલું સુખ વાસ્તવિક સુખ નથી.” “રાજા' એ વાસના વિના રાજા એક દિવસ પણ ન જીવે. એ જમવા પણ અધ્ધરપગે બેસે, એક હાથમાં તરવાર તો હોય જ; કેમ કે રાજાને દુશ્મન ઘણા હોય. તમે બજારમાં ફરી શકો છો પણ વાઇસરોય એમ ન ફરી શકે : કારણ કે એને તો બંદોબસ્તપૂર્વક નીકળવું પડે, એને મુસાફરી નક્કી કરવી પડે, પોલીસ તો હાજર જ હોય, એ કયારે ગયો, એની પણ ખબર ન પડે. લાઇનબંધ પચાસ મોટરમાં ગમે તે મોટરમાં એ હોય, પણ હું સત્તાધીશ' એ ભાવનાથી એ જીવે છે. એ જ રીતે તમે પણ સાધનથી જીવતા નથી પણ માન્યતાથી જીવો છો. બંગલા વગેરેમાં આનંદ માન્યો માટે તમે જીવો છો નહિ તો ભયંકર લાગે. તમે એ બધા સુખને આત્માનાં કણ્યાં, જ્ઞાનીની દૃષ્ટિએ એ બંધન છે. આ દશામાં મેળ મળે શી રીતે ? આથી જ હું કહું છું કે “દૃષ્ટિ સુધરે તો જ મેળ મળે.' તપ, એ ભૂખરોગનું ઔષધ છેઃ દૃષ્ટિ સુધરે તો અન્ય પૌલિક સુખોની દુઃખમયતા સમજાય અને તેની સાથે ભૂખની પણ દુ:ખમયતા સમજાય. ભૂખની દુઃખમયતા સમજાય એટલે રસનાની દુષ્ટતા પણ જરૂર જ સમજાય. ભૂખને સુખ માનનારાઓ, રસનાની મોહિનીમાં અવશ્ય મૂંઝાય. રસમય ભોજનમાં અને નીરસ ભોજનમાં એની Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ – - આચાશંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૬ – - 100 મોહમય દશાનું નિરીક્ષણ જરૂર કરી શકાય. તાવ કાઢવા માટે પીવામાં આવતો કરિયાતાનો ઉકાળો કડવો હોય પણ એ ઔષધ છે એમ માનીને પીવાય છે, એ જ રીતે જો ભૂખને રોગ મનાય તો એ ભૂખરૂપી રોગને શમાવવા માટે ભોજન પણ ઔષધની જેમ જ લેવાય. ભૂખરૂપ રોગ જાય એ રીતે ભોજન લેવાવું જોઈએ. આજે તો ભૂખ જતી નથી પણ વધે છે. ઔષધથી તો તાવ જવો જોઈએને ? ભોજન, ઔષધરૂપે નથી લેવાતું પણ શોખરૂપે લેવાય છે એથી એની માત્રા વધતી જ જાય છે એ જ કારણે “આહાર તો વધાર્યો વધે' આ કહેતી પણ છે. જેમ આહાર વધારો એમ ભૂખ પણ વધે ચાર રોટલી ખાનારો આઠ પણ ખાતો થાય. ભૂખ વધે એટલે આરંભ, સમારંભ, પરિગ્રહ બધું આવે. આથી જ શાસ્ત્રકાર પરમષિઓ, ભૂખરૂપી રોગનો નાશ કરવા માટે તપને ઔષધરૂપ ફરમાવે છે. ભૂખ એ રોગ લાગે તો તપ સુંદર થાય. જેઓને, “તપ એ ભૂખરૂપ રોગના નાશ માટે છે' આ નહિ સમજાય તેઓ તપને તારૂપે નહિ કરી શકે. એવાઓ એકાસણું કરવા બેસે તો પણ નક્કી કરીને જ બેસે કે “બે વખતનું જમવું પછી ભલે તે ડબલ ન ખાય પણ ફેર તો જરૂર જ પડે. આથી સ્પષ્ટ છે કે ભૂખ દુઃખ નહિ લાગે ત્યાં સુધી તપ પ્રત્યે તેવો પ્રેમ નહિ થાય. નારકી તથા તિર્યંચનાં દુઃખો તો સહેજે સમજાય પણ તમે મનુષ્ય અને મનુષ્યપણાનાં દુઃખોમાં ટેવાઈ ગયેલા છો. એટલે તમને મનુષ્યગતિનાં દુઃખો સમજાવવાં મહામુશ્કેલ છે. જો ભૂખ એ દુઃખ ન હોત તો જ્ઞાની તપનું વિધાન જ ન કરત. સુખમાંથી છોડાવી દુઃખમાં નાખવાનો જ્ઞાનીનો ઇરાદો નથી હોતો. એ એવા દયાળુ છે કે સુખનાં સાધનો છોડાવી દુઃખનાં સાધનોમાં જોડે જ નહિ. ભૂખરૂપી રોગને મટાડવાનું સાધન તપ ન હોત તો આ જ્ઞાની પુરુષો તપશ્ચર્યાનો ઉપદેશ આપત જ નહિ. બંધનને પોષે એ સુખ કે દુઃખ ? આ શરીર એ જ જો બંધન છે તો “એને પોષવાનાં સાધન એ સુખ કે દુઃખ?” એ વિચારો. શરીરરૂપ પીંજરુ એ જ બંધનરૂપ છે. એને તો છોડવાના પ્રયત્ન જોઈએ પણ પોષવાના નહિ. મહેમાનની બુદ્ધિથી કોઈને ઘરમાં આવવા દીધો પણ પછી એ દુશ્મન જણાયો તો એને માટે રૂની ગાદી ન પથરાય. એને તો ખૂંચે એવું અપાય છે જેથી સમજે. જવાનું કહે તો પણ જાય તેવો નથી તો ખાવાપીવામાં અને દરેક કાર્યવાહીમાં એની સાથે અતડો વર્તાવ જ કરવો જોઈએ. Page #297 -------------------------------------------------------------------------- ________________ 171 – ૨૨ : આહાર અને નિદ્રા પણ રોગ છે - 116 – - ૨૮૩ શરીર એ જ દુઃખ છે તો એને પોષવાનાં સાધનો તો મહાદુઃખ છે. ભોજન એ શરીરને પોષે છે એમાં શંકા નથી. ભોજનમાંથી શરીરને જોઈતા રસ મળ્યા બાદ કચરો વિષ્ટારૂપે નીકળી જાય છે પણ શરીરને પોષે એમાં આત્માને શું લાભ ? નોકર નફો કરી આપે ત્યાં સુધી રખાય છે અને નફાની જગ્યાએ નુકસાન કરતો થાય કે રિટાયર. માલિક જો નોકરને આધીન થાય તો પેઢી ગુમાવે. નોકર પાસે કામ લે, વ્યવસ્થા પૂરતી રાખે પણ માલિક નોકરનો ન થાય. શરીર ટકાવવું પડે છે, એની મારફત કામ લેવાની ઇચ્છા છે માટે, પિંડ નાખવો એ જુદી વાત પણ એને સુખનું સાધન માનીને એના ગુલામ તો ન જ બનવું જોઈએ. ખાવું એ ગુલામી પણ છે અને નિરાનું પણ કારણ છે. પડતા મકાનને થાંભલો મૂકવો એ ટેકો છે પણ સ્થિર મકાનને થાંભલા વધારવા તે જગ્યાનો અભાવ કરવા બરાબર છે. ચાર થાંભલે કામ નભે તો વધારે શા માટે ? પણ ઢીલાશ લાગે, ચાર થાંભલાથી મજબૂતાઈ ઓછી લાગે તો વધારે મુકાય, નહિ તો જગા રોકે, રાત્રે વાગે, આડ કરે એ જ રીતે અહીં પણ સમજવું જોઈએ. “જરૂર પૂરતું દેવું તે સાધન છે અને પોષવા માટે દેવું એ તો બાધક છે.” આ વાત નિશ્ચિત થવી જોઈએ. મુનિ આહાર લે છતાં સાધક, કેમ કે એ સંયમની પુષ્ટિ તથા શુદ્ધિ માટે આહાર લે છે. “શરીર એ બંધન છે અને ભૂખ એ રોગ છે.” એમ સમજાય તો બચાય. “ભૂખ એ રોગ છે' એમ નક્કી થાય છે ? ના, તો વિચારો કે “ચોવીસ કલાકે કે અડતાલીસ કલાકે ભૂખ્યો થાય એ સુખી કે કલાકે કલાકે થાય તે સુખી ?' આ વિચારથી ભૂખ એ રોગ છે એમ સમજાશે અને સમજાશે તો બચાશે. એક દિવસ ઉપવાસ અને એક દિવસ એકાસણું એમ આંતરે વિવેકપૂર્વક ખાનારો આહાર નિહારમાં નહિ જેવો સમય વિતાવે છે અને બાકીનો બધો ટાઇમ એ પોતાનો બનાવી શકે. એના શરીરની સ્કૂર્તિ પણ એવી કે તાજો જ દેખાય. લાલસા મુજબના ખાનારા તો એવા એદી કે સાત વાગે ચા જોઈએ, અગિયાર વાગે રસોઈ જોઈએ, ત્રણ વાગે ચા જોઈએ, પાંચ વાગે રસોઈ જોઈએ અને પછી રાત્રે બાર વાગ્યા સુધી અર્થાત્ જાગે ત્યાં સુધી કંઈ ને કંઈ જોઈએ. આથી સમજો કે આહાર ને નિદ્રા વધાર્યાં વધે અને ઘટાડ્યાં ઘટે પણ. ઘટાડ્યાં એવાં ઘટે કે ભગવાન શ્રી મહાવીરદેવે સાડાબાર વર્ષમાં અંતર્મુહૂર્ત નિદ્રા લીધી, કહોને આવી ગઈ. એક હજાર વર્ષમાં શ્રી ઋષભદેવસ્વામીની તમામ નિદ્રા ભેગી કરો ત્યારે Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - 1702 એક અહોરાત્રિની થાય છે. એ તારકોને જાગૃતિનો અભ્યાસ. આવા તારકોનાં દૃષ્ટાંતો પણ ઉત્સાહક અને પ્રેરક ન નીવડે તો એ આત્માની દુર્દશા છે એમ સમજવું જોઈએ. નિદ્રા એ પણ પાપ : સમજો કે નિદ્રા એ પણ પાપ છે. નિદ્રાથી પણ આત્માની શક્તિ હણાય છે. આહારની સાથે નિદ્રાને સંબંધ છે. આહાર પ્રેમથી ખવાય તો નિદ્રા વહેલી આવે. મોસમમાં નિદ્રા ઓછી આવે કેમ કે એ વખતે કમને ખવાય છે. જીનના, રૂના વેપારીઓને પૂછજો. ભાગાભાગ ચાલતી હોય, ખાધું ન ખાધું અને દોડાદોડ હોય ત્યાં ઊંઘ આવે ક્યાંથી ? પેટનો પટારો ભરચક હોય તો ઊંઘ આવે. આ વાતો અનુભવમાં આવે તેવી છે. કાઢી નાખવા જોગી નથી. પાટલે બેસી પગ પર પગ ચડાવી ટેસથી ખવાય અને પછી તકીયે લેટાય તો ઊંઘ આવે. મોસમમાં તે ટાઇમ નથી માટે ઊંઘ ન આવે. શ્રી તીર્થંકરદેવો સંયમમાં તપ જ કરે, બે મહિનાનો, ચાર મહિનાનો, છ મહિનાનો તપ કરે, પારણામાં જરા નાખ્યું ન નાખ્યું કે તપ ચાલુ અને ધ્યાનમાં ઊભા રહે પછી ઊંઘ આવે કયાંથી ? નવરાને ઊંઘ આવે, કામગરાને ન આવે. આજના શોધકો પણ ઊંઘને વિધ્વરૂપ માને છે. એ શોધખોળ કરનારી દુનિયામાં આજે એવા પણ પડ્યા છે કે ખુરશી પર બેઠા બેઠા અમુક ટાઇમ ઊંઘ લઈ લે. તમારા કરતાં એ લોકોની કેટલાય ગણી પ્રવૃત્તિ છે. પણ વખાણતા નથી એનું કારણ એ કે પ્રવૃત્તિ માત્ર આરંભજન્ય હોઈ વિષયાદિ પ્રમાદને વધારનારી છે. આપણો ઇરાદો તો નિરારંભીપણાને પોષવાનો છે. નિરારંભીપણા વિના સંયમની સાધના શક્ય નથી. સંયમની સાધના માટે શરીરને બંધનરૂપ અને ભૂખને રોગરૂપ સમજ્યા વિના છૂટકો નથી. ભૂખ એ દુઃખ લાગે તો આહાર તથા નિદ્રા જરૂર ઘટે. ભગવાન શ્રી તીર્થંકરદેવો તથા એમના મુનિઓ અભિગ્રહ કરતા કે “અમુક સ્થળથી, અમુક ટાઇમે, અમુક માણસથી, અમુક રીતે, અમુક ચીજ, અમુક પ્રમાણમાં, અમુક સ્થિતિમાં, અને અમુક સંયોગોમાં મળે તો જ આહાર લેવો.” આત્મા સીધો ન સમજે પણ અંકુશમાં હોય તો સમજે. ચાર દિવસ કે દસ દિવસના તપ કરતાં પણ અભિગ્રહનું તપ મહા કઠણ છે, ત્યાં તો અમુક દિવસ માટે નક્કી Page #299 -------------------------------------------------------------------------- ________________ 170s – ૨૨ : આહાર અને નિદ્રા પણ રોગ છે - 116 – ૨૮૫ વાત છે પણ અભિગ્રહમાં તો કંઈ કહેવાય નહિ.વળી રોજ આહાર માટે જવું અને ખાલી પાછા આવવું એ ઘણું કઠણ છે. ભૂખને રોગ માને તો જ ત્યાં શાંતિ રહે. જૈનદર્શનની બધી થિયરી જ જુદી છે. જેનાથી ભૂખ મટે એનું જ વિધાન છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ જાય એવી કાર્યવાહી જૈનદર્શનમાં નિયત છે, એને ઘટાડવા માટે બધી વાતો છે. એ ન ઘટે ત્યાં સુધી કર્મોનું આગમન અટકે નહિ, નિર્જરા થાય નહિ અને એથી મુક્તિ ન થાય. મુક્તિ એટલે નીરોગાવસ્થા, જ્યાં આધિ, ઉપાધિ, વ્યાધિ, ટાઢ, ભૂખ, તરસ વગેરે કશું છે જ નહિ. એ અવસ્થા આત્માની ક્યારે થાય ? ત્યારે જ કે જ્યારે આ બધાને અયોગ્ય મનાય, કારણ કે ભૂખ, તરસ, તાપ, ટાઢ, દાહ, દારિદ્રય, શોક, વિયોગ એ બધાં જ દુઃખ છે. વિયોગને, દારિદ્રશ્યને, શોકને, ટાઢ, તાપને તો તમે પણ દુઃખ માન્યાં છે પણ એને દુઃખ માનીને કર્યું શું? ટાઢનું દુઃખ દૂર કરવા માટે સગડી, ગરમીનું દુઃખ દૂર કરવા માટે પંખો, દારિદ્રય દૂર કરવા માટે પૈસા મેળવવાનું, પૈસાનું દુઃખ દૂર કરવા માટે આરંભ, સમારંભ, ન આવડે તો શીખવા-શીખવવાની નવી યોજના કરવી, અમલમાં મૂકવી, આ બધું કર્યું અને એથી સુખ માન્યું, જેનાથી શોક તેના સ્મરણમાં સુખ માન્યું, જેનો વિયોગ એના સંયોગોમાં સુખ માન્યું. આ રીતે આવા ઉપાયો યોજી એમાં સુખ માન્યું પણ શાસ્ત્રકાર કહે છે કે એ ભૂલ છે. ટાઢ, તાપ આદિને તો દુઃખ માન્યાં છે પણ ભૂખને તો દુઃખ જ માનતા નથી. ભૂખ વધે તેમ તેમ તો આનંદ થાય છે. “જો ભૂખ લાગે તો સારી રીતે ખવાય પીવાય' એમ માન્યું છે. ભૂખને માટે ભોજન, ટાઢને માટે સગડી, તાપને માટે છાયા કે પંખો, દારિત્ર્ય માટે પૈસાટકા, પૈસાટકા માટે આરંભ-સમારંભ. આ રસ્તાઓ અજ્ઞાનીઓએ યોજ્યા પણ શાસ્ત્રકારો કહે છે કે આ તો દુઃખને વધારવાના રસ્તા છે. ભૂખના દુઃખને દૂર કરવા શાસ્ત્રકારે તો તપ કહ્યો છે. ઠંડીના દુઃખને માટે સહન કરવાનો અભ્યાસ કરવાનું કહ્યું છે. મુનિ પાસે અમુક કપડાં હોય અને ઠંડી બહુ પડે તો મુનિ શું કરે? ઓઢેલા બધાં વસ્ત્ર કાઢી નાખે, ઉઘાડા થાય, પાંચ મિનિટ પછી એક એક ઓઢે, પછી ઠંડી નહિ વાય. પહેલેથી જ વધુ ઓઢે તો ઠંડી વધુ વાય. શરીરનો સ્વભાવ ગધેડા જેવો છે. ગધેડા પણ ચાર મણનું છાલકું હોય એ એને વધારે લાગે પછી માલિક એના પર બેસે અને થોડીવાર પછી ઊતરે એટલે Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ –––– – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ - 17M ગધેડો માને કે ભાર ઘટ્યો. હજી ચાર મણ જ છે પણ એ જાત મૂર્ખ છે. શરીરનો પણ એવો સ્વભાવ છે ઠંડી લાગી અને ઉપર ઓઢો તો ટાઢ વધવાની પણ કપડાં કાઢી નાખ્યા પછી ઓઢવાથી શાંતિ થાય કેમ કે એવી ટેવ પડી જાય. ટાઢ ખાવાને શરીર દેવાયું. પૂર્વના મહાપુરુષો આ બધી સાધના મોક્ષ માટે કરતા. વર્તમાનમાં પણ એવા હઠ્યોગીઓ છે કે ભરઠંડીમાં નાગા ઊભા રહે છતાં કાંઈ ન થાય કેમ કે અભ્યાસ પડી ગયો. ગરમીને રોકવાનો ઉપાય પંખો નથી. જો પંખાની ટેવ પડી જાય તો જ્યારે પંખો ન મળે ત્યારે બૂરા હાલ થાય છે. સહેવાનો અભ્યાસ એવો કરો કે ગરમી લાગે જ નહિ. આત્મા ટેવાઈ જાય, ધ્યાનમાં લીન થાય કે બધું ૨૬. ટેવ પડ્યા પછી શુભ ધ્યાનમાં આત્મા ચડે છે. ત્યાર પછી દુઃખનાં સાધનો અસર કરતાં નથી. નાટક જોવામાં લીન થયેલા બીજાના ગોદા વગેરે બધું સહે છે, કેમ કે ટેવ પડી ગઈ છે. આથી જ કહું છું કે સમજાય તો બચાય. કલ્યાણ માટે સ્વયં કાં ન સહેવું? સભા : શ્રી ગજસુકમાલ ક્યાં ટેવ પાડી હતી ? પૂર્વની આરાધના હોય તો પણ બને ને ? વળી શ્રી નેમનાથ ભગવાનની આજ્ઞામાં કલ્યાણ માન્યું છે, પ્રતિજ્ઞાપાલનમાં કલ્યાણ માન્યું છે. આ આસ્થા એ પણ મોટી ટેવ છે. એ સ્થિતિમાં પછી ટાઢ તાપ ન મૂંઝવે. ટાઢ, તાપ, ભૂખ વગેરેને આધીન થવાથી દુઃખ ઘટતું નથી પણ વધે છે. જ્ઞાનીએ મનુષ્યયોનિમાં આ બધાં દુઃખો બતાવ્યાં છે તે દુનિયાને સુખ લાગે છે પણ સમ્યગ્દષ્ટિ તો દુઃખ માને ને ? તમે તો બધા સમ્યગ્દષ્ટિ છો ને ? જો હા, તો સમજો કે “આરંભ, સમારંભ, પરિગ્રહ એ બધું દુઃખ છે. આજે તો શ્રીમાન લક્ષ્મી માટે જ્યાં ત્યાં ફાંફાં મારે છે પણ આત્મકલ્યાણ માટે લક્ષ્મીને છોડી દેવાનું કામ એ નથી કરતો, પણ જ્ઞાની કહે છે કે લક્ષ્મી ચંચળ છે, નક્કી ચાલી જવાની છે માટે એ ચાલી જાય તે પહેલાં સાધી લો.' એ જ શ્રીમાનને પચીસ લાખની ખાધ આવે, એવો તાર આવે તો એ સહન કરે, આખી મિલકત જાય તો પણ સહન કરે, ઉપરથી દેવું વધે એ પણ સહે, દેવું પતાવવા મજૂરી કરે, લોકોને સલામો ભરે, પૈસા જાય ત્યારે હાથ ઘસતો રહે પણ હોય ત્યારે સવ્યય કરવાનું સીધી રીતે ન માને એ નાની-સૂની કમનસીબી નથી. આમ પણ સહેવું તો પડે છે તો પછી “આત્મકલ્યાણ માટે સ્વયં કાં ન સહેવું?” Page #301 -------------------------------------------------------------------------- ________________ 1705 - ૨૨ ઃ આહાર અને નિદ્રા પણ રોગ છે - 116 – ૨૮૭ ઘણા એવા જોયા છે કે પૈસા હોય ત્યારે પર્વદિન પણ નહિ પાળનારા અને ખિસ્સાં ખાલી થયાં ત્યારે ભૂખ સહે છે અને કહે છે કે “ભાગ્ય ફૂટ્યું. શાસ્ત્ર કહે છે કે ભાગ્ય ફૂટવાનું નિયત હતું. લક્ષ્મીના મદમાં છકેલા અને મદાંધ બનેલાઓનાં ભાગ્ય આ ભવમાં જ ફૂટે, નહિ તો આગામી ભવમાં તો જરૂર ફૂટે. આ ભવમાં કદી પૂર્વનો પુણ્યોદય હોય તો ન ફૂટે પણ આગામી ભવમાં તો નિયત ફૂટવાનું. જ્ઞાનીએ બતાવેલા ઉમદા રસ્તાએ ચાલશો તો ભાગ્ય ફૂટશે નહિ પણ નવું ઘડાશે અગર મુક્તિમાં જવાશે. તમે જે રસ્તા લીધા છે તેથી તો ભાગ્ય એવું ફૂટશે કે જે ઊલટાં નવાં કર્મ કરાવશે. આ વાત જચે તો નિર્વેદ થાય. નારકી તથા તિર્યંચના દુઃખની બહુ અસર નહિ થાય કેમ કે પારકે દુઃખે દુઃખી થવાની વાત જ નથી. એને કહેવામાં આવે કે “આ જીવો આવા દુઃખી છે' તો કહે કે “એ દુઃખી માટે હું દુઃખી થાઉં ?” પછી ગુરુ સમજાવે કે “આ પૈકીના અનેક જીવો પણ એક વખત તમારાથી પણ સારા હતા પણ ભવ હારી જવાથી, અર્થ-કામની લાલસાનાં તોફાનથી આ દશાને પામ્યા છે માટે એવી દશા થાય તે પહેલાં ચેતો.” આટલું છતાં પેલા કહે છે કે નહિ માનીએ, નારકી તિર્યંચ દુઃખી તેમાં અમારે શું ?” જ્ઞાની કહે છે કે આ દૃષ્ટાંતનો નજર સામે સાક્ષાત્કાર કરો કે જેથી ત્યાં ન ઘૂસી જવાય એની કાળજી રહે. સંસારની શેરી સાંકડી છે, આંટીઘૂંટીવાળી છે, ધારશો એક ઠેકાણે જવાનું અને જવાશે બીજે. માટે જ્ઞાની કહે છે કે સામગ્રી તૈયાર રાખો. છેલ્લી ઘડીએ કૃષ્ણલેશ્યા આવશે ત્યાં શું કરશો ? ક્ષાયિક સમકિતીને પણ એ વેશ્યા નરકે ઘસડી ગઈ. સમ્યગ્દષ્ટિ ઉદયને આધીન ન થાય ? પાપના ઉદય વખતે કાંઈ ન થાય, નજરે બતાવે તોય ન રુચે, સાક્ષાત્ જ્ઞાનીઓ પૂર્વભવ કહે, જાતિસ્મરણ થાય, પોતાના ભવો યાદ આવે તોય પણ પાપના ઉદયવાળા, જ્ઞાનીઓને પણ ઇંદ્રજાલીયા કહી ઘેર જાય. લક્ષ્મી મૂકીને ચાલી જવાની અગર એને મૂકીને ચાલ્યું જવાનું છે તો પણ સાથે આવવાની છે એમ માનતા હો એવું વર્તન રાખો છો ને ? જો કે શ્રદ્ધા હોય તે છતાં પણ અવિરતિ તથા અંતરાયનો ઉદય પણ કામ કરે છે. મુનિ તપસ્વી હોય, ગૃહસ્થ દાતાર હોય, ચીજ પણ યોગ્ય પણ મુનિને લાભાંતરાયનો ઉદય હોય તો દાતારને આપવાનું મન જ ન થાય. આપણે ત્યાં બધી જ વસ્તુ માની છે. જે ક્ષણે જે વસ્તુ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ - 1708 લાગુ થાય તે કરવી જોઈએ એ સમ્યગ્દષ્ટિનું કામ. શુભ-અશુભના ઉદયને આધીન ન થવું એ સમ્યગ્દષ્ટિનો પુરુષાર્થ. કર્મનો ઉદય શરીર પર આવે પણ હૈયામાં અસર ન કરે. તાવ તો આવે પણ હૈયામાં એની અસર ન થાય. શ્રી ખંધક મુનિની જીવતાં ખાલ ઉતારી ત્યાં એ શુક્લધ્યાને ચડ્યા. પહેલાં છઠ્ઠું-સાતમે ગુણઠાણે હતા તે તેરમે આવ્યા. શ્રી બંધક મુનિ કહે છે કે “ખાલ ઉતારો, તમે કહો તેમ રહું.' કારણ કે એમને શરીર છોડવાનું મન તો હતું પણ હાથે નહોતું છૂટતું તો આ સહાયક થયા.' આ ભાવના તેમના હૃદયમાં આવી. આ વાત નાની-સૂની નથી. શુભ તથા અશુભના ઉદયને આધીન ન થનારો આત્મા કેવળજ્ઞાન પણ પામે. કર્મના યોગે જે સામગ્રી મળેલ છે તે પોતાની નથી અને એમાં રત બનાય તો હાનિકર્તા છે અને ન છૂટકે પણ છોડવી પડે એવી છે. ગમે તેવા રંગરાગમાં મૂંઝાવું નહિ એ શુભોદયનો ભોગવટો છે અને “આ મારું માની એને આધીન થવું એ ગુલામી છે. શુભના ઉદયે લાખો આવે, લોકો “શેઠ-સાહેબ” કહે પણ જેને શુભનો ઉદય ભોગવતાં આવડતો હોય તે તો માને કે “આ શુભનો વિપાક છે, લક્ષ્મી અસ્થિર છે, જવાની છે, એમાં મૂંઝાવાથી આત્માની ખરાબી છે.' આ પ્રમાણે માનનારા, સાધન-સંપન્ન અવસ્થામાં ધર્મને વધુ ને વધુ જ આરાધે. લક્ષ્મી હોય ત્યારે તો ધર્મમાં વધારે રત થવું જોઈએ પણ આરાધનાની આવડત વિનાનાઓ કહે છે કે “પૂજન તો નવરા માટે, અમારે તો ચાર-ચાર મિલ ચાલે, પેઢીઓ ચાલે ત્યાં નવરાશ લાવીએ ક્યાંથી?” એવાઓ, સાધુને પણ કહે છે કે, “તમે દુનિયા જાણતા નથી, દેશકાલ જુઓ, સમય જુદો છે. આવાઓને સાચા ઉપકારીઓ કહે છે કે “લક્ષ્મી પાછળ મજૂરી કરનારા અને કચરો જ ભેગો કરવામાં પડેલાઓને શુભોદય ભોગવતાં નથી આવડતો.” આથી જ કહું છું કે આવડતવાળા બનો ! કારણ કે ઉપાધિ માત્ર આવડતના અભાવની છે. શ્રીકૃષ્ણ મહારાજા તથા શ્રી કુમારપાળ મહારાજા જેવા, ચોમાસાના ચાર મહિના નગરીની બહાર નીકળતા નહોતા, રાજસભામાં પણ નહોતા જતા. શ્રીકૃષ્ણ મહારાજામાં વિરતિ નહોતી પણ “રાજ્ય મારું નથી' એ હૃદયમાં અંકાઈ ગયું હતું. ભલે મમતા તજી શકતા નહોતા પણ ચાર મહિના રંગરાગની દરકાર નહોતા કરતા. શ્રી કુમારપાળ મહારાજા, અઢાર દેશના માલિક હતા તે છતાં પણ ચોમાસામાં પાંચ વિગયનો ત્યાગ કરતા અને નિયમિત એકાસણું કરતા. Page #303 -------------------------------------------------------------------------- ________________ 1707 ૨૨ : આહાર અને નિદ્રા પણ રોગ છે 116 સભા : કોઈ ચડી આવે તો ? એવા પુણ્યવાનને એવા પ્રસંગો આવતા જ નથી : છતાં આવે તો એમનું પુણ્ય એ કામ કરે છે કે આવનારને હાથ ઘસીને જવું પડે. શ્રી કુમારપાળ મહારાજાના જીવનમાં એવો પ્રસંગ પણ બન્યો જ છે. આમ છતાં તેઓ પોતાની પ્રતિજ્ઞામાં દૃઢ રહ્યા છે. અને ધર્મના પ્રભાવે એનું પરિણામ પણ સારું જ આવ્યું છે. અને રાજ્ય ગયું હોત તો પણ એ તો તૈયાર હતા. રાજ્ય ગયા પછી ઝૂંટવી લેવાની ભાવનાવાળા પણ નહોતા. ચાર મહિનાનો નિયમ એ પાંચમે મહિને ઝૂંટવી લેવા માટે નથી. એકદમ તજાતું નથી માટે તજવાનો પ્રયત્ન છે. ‘તજાય તો સારું' એ મુદ્દો છે. આવડત જોઈએ. આવડત હોય તો ઉપાધિ આવતી નથી અને આવે તો અસર પણ નથી કરતી. ૨૮૯ અશુભના ઉદય આગળ ચાલતું જ નથી : ક્ષાયિક સમ્યક્ત્વના ધણી પણ બંધાયેલા આયુષ્યના યોગે નરકે ઘસડાઈ ગયા છે. કૃષ્ણ તથા બલભદ્ર જેવા દીકરાઓ છતાં એમનાં માબાપ જીવી ન શક્યાં. રથમાં બેસાડી દરવાજા સુધી લાવ્યા ત્યારે દેવતાએ કહ્યું કે ‘વ્યર્થ મહેનત જવા દો.' માબાપે પણ કહ્યું કે ‘અમારે શ્રી નેમનાથ સ્વામીજીનું શરણ છે. તમે જાઓ.’ કૃષ્ણ બલભદ્ર દરવાજા બહાર નીકળ્યા કે દરવાજો પડ્યો અને એમનાં માબાપ અવસાન પામ્યાં. આખી દ્વારિકા બળી ગઈ, વાસુદેવ અને બલદેવ જોઈ રહ્યા. પછી આગળ ચાલ્યા, અટવીમાં ગયા, તૃષા લાગી છે, બલદેવ પાણી શોધવા ગયા છે, પાણી મળતું નથી. વાસુદેવ, ત્રણ ખંડના માલિકની કઈ દશા ? એ વિચારો. નોકરો અને દેવો બધા ગયા. પુણ્ય ગયું કે બધા જાય, પછી તો વાસુદેવ નામના, પુણ્ય ઘટી ગયું, દ્વારિકા બળી ગઈ, રાજ્ય પરથી ઊઠી ગયા, હવે અધિકાર રહ્યો ક્યાં ? બ્રહ્મદત્ત ચક્રવર્તીની આંખો એક છોકરાએ ફોડી હતી. ત્યારે સેવક દેવો કે સૈનિકો કોઈ બચાવી ન શક્યા. એ વખતે દેવો પણ ભૂલે. શ્રી તીર્થંકરદેવના પૂજારી અસંખ્ય દેવો હતા પણ, સંગમના ઉપસર્ગ વખતે બધા કચાં ગયા ? સુધર્માઇંદ્ર તો ન આવે, એ ઠીક, પણ બીજા કેમ ન આવ્યા ? ઉપસર્ગ પતી ગયા પછી ટપોટપ બધા આવ્યા. આથી સ્પષ્ટ છે કે તીવ્ર અશુભોદય આગળ કાંઈ કામ નથી આવતું. આવા પુરુષોને પણ કર્મોદયે આ રીતે ભોગવવું પડ્યું છે માટે Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ - 1708 જ્ઞાની કહે છે કે ચેતો અને સમજો કે અશુભના ઉદય આગળ કોઈનુંય ચાલતું નથી. કૃષ્ણ સૂતા છે, પગ પર પગ ચડાવીને સૂતા છે અને બાણ વાગ્યું. બાણ પણ પોતાના ભાઈ જરાકુમારના હાથનું આવ્યું. શ્રી નેમિનાથ સ્વામીએ કૃષ્ણનું અવસાન જરાકુમારના હાથે કહ્યું હતું ત્યારથી જ જરાકુમાર આ અટવામાં આવી રહ્યો હતો. એ જ અટવીમાં કૃષ્ણ આવી પહોંચ્યા અને એ જ જરાકુમારના હાથે આ રીતે અવસાન થવાનું નિમિત્ત થયું. સભા : જરાકુમારને ભગવાનના વચનમાં શ્રદ્ધા નહિ ને? શ્રદ્ધા ખરી, પણ કૃષ્ણ પરની ભક્તિને લઈને મનમાં એમ કે એવે સ્થળે જાઉં કે એવો પ્રસંગ ન આવે. આ સ્થિતિમાં શ્રદ્ધાને વાંધો નથી. શ્રી નેમિનાથ સ્વામીજીનું વચન ખોટું કરવા કે ઠરાવવા અટવીમાં ગયા હતા એમ નહોતું પણ ભાઈના ઘાતના પાપથી બચવાની ભાવના તીવ્ર હતી. કૃષ્ણ પગ પર પગ મૂકીને સૂતેલા, તેમને હરણ જાણીને જરાકુમારે બાણ માર્યું એ બાણ કૃષ્ણને વાગ્યું. એ પછી પરસ્પરને ઉભયની ઓળખ થઈ અને ઉભયે એ જ યાદ કર્યું કે પ્રભુનું વચન અન્યથા થાય જ નહિ. આથી સમજો કે અશુભના ઉદય આગળ કોઈનું કશું પણ ચાલી શકતું નથી. આથી જ ઉપકારીઓ ઉપદેશ છે કે એવું ન કરો કે છેલ્લે આમ ફસાઈ જવાય અને ઇચ્છા વિના પણ નરકે જવું પડે. કૃષ્ણ જેવા પણ છેલ્લી ઘડીએ રૌદ્રપરિણામે અનિચ્છા છતાં પણ નરકે ગયા. માનવજીવન પામ્યા છો તો શુભ તથા અશુભોદયમાં લીન ન થાઓ. ખરે જ જૈનશાસનનો શ્રીમાન શ્રીમંતાઈને ન ગણે તથા દરિદ્રી દારિદ્રયને ન ગણે. શ્રીમાન શ્રીમંતાઈને પુણ્યનો અને દરિદ્રી, દારિત્ર્યને પાપનો પ્રતાપ ગણે. શ્રીમંતાઈ તથા દારિદ્રય એકેય આત્માના નથી.બેય ખોટા છે એમ જૈનશાસનના શ્રીમંત તથા દરિદ્રી માને. આ દશા માટે જ જ્ઞાનીઓનો આ સઘળો પ્રયત્ન છે. વધુ હવે પછી - ( શ્રી આચારાંગસૂત્ર (ધૂતાધ્યયન)નાં વ્યાખ્યાનો છઠ્ઠો ભાગ સમાપ્ત Page #305 -------------------------------------------------------------------------- ________________ 'પરમ શાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ | સુવિશાળ ગચ્છાધિપતિ 'પૂ. આચાર્યદેવ શ્રીમવિજય 'રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ 'વિકાળી ૧૯૫૨મી સાલના ફાગણ વદ ચોથના શdi 'ગ્રહ દહેવાણમાં જેઠોલા ના સાથ અહો પિdi છોટાલાલના લાડકવાયા ત્રિāgaoliારે ૧૯૬૯oll પોષ સુદ ૧૩ દિon oiઘારતીર્થni દીક્ષા લઈ પૂજય મુ.શ્રી.શાવિજયજી મ. બoળી પૂ.આ.શી.વ. 'પ્રેમસૂરીશ્વરજી તારાજના પ્રથમ શિષ્ય બન્યા, એ જ 'વર્ષે ફા. સુદ ૨ ના વડોદરામાં વહીદોન્નાવો પાણી શાolધ્યાon પ્રવચ61 શાણolatoli ઉતાણેત્તા થડdi કાર્યો કર્યા. પૂજય ારાયૅoll Hથે ૧૯૮૭ના ડા... 3 તાંબઈમાં ગણપંન્યાસપદે તથા વ્યાખ્યા61 વાચસ્પતિ પદે, ૧૯૯ ૧૦ના વે.સુદ૧૪ રાઘનપુરni ઉપાધ્યાયપદે અoો ૧૯૯૨ના વૈ.સ્. ૬ મુંબઈ લાલબાટામાં 'મહામહોતસવ સાથે આચાર્ય પદે થપાયેલા પૂજયશ્રીએ જૈol શાણoloની અપ્રતિમ પ્રdiaoll કરી, સુવિશાળ છoળા આંધ્રપતિ તરીકે પૂજયશ્રી સકળ જૈoળ સંઘos અપૂર્વ યોગોન કરતાં કરતાં 0૪૭નાં અ.વ. ૧૪ 611 દિવસે અiદાવાદનાં સગાાંધપૂર્વક કાળથoો પામ્યા. અdદૂતપૂર્વ આંૌન યાત્રા સાથે અ.વ.)) + શા.સુ. ૧ ના દિવસે સાબરમતીના તીરે, 'એnoળો પાર્થિવ દેહ પંથd[(nani વિલીel થયો. જયાં ઠિinણાથીf dયતમ મારફ પૂજયશ્રીની 'યશોગાથાળો ગાઈ રહ્યું છે. ક્ષરદેહે તો તેઓશી આપણી સાથે 61થી પણ અક્ષરદેહે તેઓશ્રીજી gi 'વિશાળ સાહિત્ય આજે પણ સૌ કોઈoો સુકોમાર્ગનો શહથથી રહ્યું છે. વંદન હો એ દિવ્યવિભૂતિને સંસારિક ધડતર : રતનબા 'દીક્ષાદાતા : પૂ.મુ.શ્રી. મંગળવિ.મ.સા. ‘ગુરુદેવ : પૂ.આ.શ્રી. વિ.પ્રેમ.સૂ.મ.સા 'જીવન ધડતર : પૂ.આ.શ્રી.વિ.દાન સૂ.મ.સા. US For Private & Persal Use Only v.org Page #306 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા T (16) Kulik tili |6|| Titulty Graphics C/o22) 9879222 3884222 ISBN - 85 ISBN - 81 - 87163 - 32 - 1